Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દશદાડમ આદિ વાકયની માફક કેવળ અસંબદ્ધિત અને નિરર્થક જ માનવામાં આવે છે. એમ કહેવામાં આવે કે પેટીની માફક સૂત્ર બાદર હોય છે, તથા વસ્ત્રાદિકની માફક અર્થ અણું હોય છે તે તે કહેવું પણ ઠીક નથી. કેમ કે, એ પિટીના કેઈ એક વસ્ત્રમાં આવી અનેક પેટીઓ બાંધી શકાય છે. એ જ રીતે એક અર્થથી અનેક સૂત્ર રચી શકાય છે. આ રીતે વસ્ત્રનું સ્થાનીય અર્થમાં મહત્વ આવે છે. અને પેટી સ્થાનીય સૂત્રમાં અત્વ જ એકાન્તથી અર્થમાં મહત્વ નથી એવું જે કહેવામાં આવેલ છે તે પણ ઠીક નથી. કેમકે, ઉક્ષિણ વગેરે અધ્યયનમાં જે કહેવાયેલ છે તે સત્યાનું કંપાદિક રૂપ અર્થ તે તે અધ્યયન માત્રાના જ છે. અર્થાત્ તેમાં અનુકમ્પાદિ અર્થોની જ પ્રધાનતા છે. અને અન કમ્પાદિ અર્થોને જ સિદ્ધ કરેલ છે. ન કે અવશિષ્ટ બધા સૂત્રોને. એના તે એનાથી બીજા ઘણા અર્થો છે.
છે આ આઠમું દ્વાર સંપૂર્ણ થયું. તે ૮ ?
સૂત્ર અર્થ એવં સૂત્રાર્થ મેં યથોત્તર પ્રબલતા કા કથન નામ કા નવમાં દ્વાર
કા વર્ણન
સૂત્ર, અર્થ એવં સૂત્રાર્થમાં યત્તર પ્રબળતાનું કથન નવમાં દ્વારમાં કરે છે –
દ્વાદશાંગ ભણે છે અને જે વૈયાવૃત્ય કરે છે. (આચાર્ય–ઉપાધ્યાયની સેવા કરે છે. એને કૃતજ્ઞાનાવરણીય કર્મોની મહાનિર્જરા થાય છે. તથા નવા બીજા કર્મોને બંધ પણ થતું નથી. કોને કેવી નિર્જરા થાય છે? આ વાતને સ્પષ્ટ કરવામાં આવે છે. –
સૂત્ર અને અર્થને ભણવાવાળાને યથેત્તર મહાનિર્જરા થાય છે. આવશ્યક સૂત્રથી લઈ ૧૪ પૂર્વ સુધીનાં આગમ સૂત્ર છે, જેના દ્વારા ઉત્તરોત્તર મહાનિર્જરા થાય છે. મતલબ કેઈ મુનિ આવશ્યક સૂત્રને જાણવાવાળાની વિયાવૃત્તિ (સેવા) કરે છે અને કોઈ બીજા દશવૈકાલિક સૂત્રને જાણવાવાળાની વૈયાવૃત્તિ (સેવા) કરે છે. તે એમાં આવશ્યક સૂત્રને જાણવાવાળાની વૈયાવૃત્તિ કરવાવાળાની નિજેરાને બદલે જે દશવૈકાલિકના ભણાવનારની વૈયાવૃત્તિ કરવાવાળા છે, એને મહાનિર્જરા થાય છે. કેમકે, આવશ્યક સૂત્ર પુરી રીતે શીખી લેનારને જ અધિકાર દશવૈકાલિકસૂત્રના અધ્યયનને હોય છે. આ રીતે નીચે નીચેનાં શ્રતને ધારણ કરવાવાળાની વિયાવૃત્તિ કરનારને નિર્જરાની અપેક્ષા જે ઉપર ઉપરનાં શ્રતને ધારણ કરવાવાળા છે એની વૈયાવૃતિ કરનારની નિર્જરા યત્તર અધિક અધિકતર થાય છે. આ રીતે જે તેરપૂર્વના ધારક છે એમની જે વૈયાવૃત્તિ કરે છે. એને જેટલી નિર્જરા થાય એની અપેક્ષા જે ચૌદપૂર્વના ધારક છે એની વૈયાવૃત્તિ કરવાવાળાને મહાનિશ થાય છે. આવી જ રીતે અર્થમાં પણ સમજવું જોઈએ. જે આવશ્યક સૂત્રના અર્થના પાડી છે, એની વૈયાવૃતિ કરનારની જેટલી નિર્જરા થાય એની અપેક્ષા જે દશવૈકાલિક સૂત્રના અર્થના પાઠી છે એમની વૈયાવૃત્તિ કરવાવાળાની નિર્જરા અધિકતર થાય છે. એ જ રીતે પહેલાની માફક અર્થના વિષયમાં સમજી લેવું જોઈએ. જે રીતે સૂત્રમાં ઉત્તરોત્તર મહાનિર્જરા કહી છે એજ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
१४