Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાચના દ્વાર કે વિષયમેં રાજા કા દ્રષ્ટાંત
આ વિષયમાં એક રાજાને દાખલે આ પ્રકારે છે–
કઈ એક રાજાની આંખમાં રેગ થયો, શહેરમાં જેટલા વૈદ્ય હતા તે સઘળાથી ખૂબ પ્રયત્ન પુર્વક ઈલાજ કરવામાં આવ્યું પરંતુ તેઓના ઈલાજથી રાજાની આંખને રોગ મટયે નહીં. એક સમયે ત્યાં બહાર ગામને એક વૈદ્ય આ તેણે રાજાની પાસે પહોંચી કહ્યું કે, મહારાજ ! મારી પાસે એવી ગોળીઓ છે, જે આંખમાં આંજવાથી રોગને બીલકુલ મટાડે છે પરંતુ તેને આંજવાથી એક ઘડી સુધી ઘણું જ અસહ્ય વેદના થાય છે. વેદના થવાથી આપ આપના કર્મચારીઓ દ્વારા મને પ્રાણદંડ દેવાની આજ્ઞા ન કરે તો હું આપની આંખોમાં એ ગોળીઓ આજવા ઈચ્છું છું. રાજાએ વૈદની વાત સાંભળીને તેને અભય કરવાનું વચન આપ્યું. વૈદ્ય પણ ગોળીએાને ઘસીને રાજાની આંખમાં આંજી દીધી જતાં જ રાજાની આંખોમાં તીવ્રતર દુઃસહ વેદના થવા લાગી, આ વેદનાથી વ્યાકુળ બની રાજાએ તેને મારવાની આજ્ઞા આપી. કર્માચારીઓએ તેને રાજાને હિતકારી માની એક જગ્યાએ છુપાવી દીધું અને માર્યો નહીં. થોડા સમય પછી વેદના શાંન્ત થઈ અને આંખો રોગ રહિત બની. રાજાએ પ્રસન્ન થઈને તે વૈદ્યને યાદ કર્યો ત્યારે કર્મચારીઓએ તે વૈદ્યને લાવીને હાજર કર્યો. રાજાએ તેને ખૂબ આદરસત્કાર કરીને વિદાય આપી. આ દૃષ્ટાંતને સાર એ છેકે, રાજા માટે દુસહ એવી આંખની પીડાનું ગુટિકાના અંજનથી શમન થયું. પીડા આપનાર હોવા છતાં પણ પરિણામમાં હિતકારક પરિણામ આવ્યું. આ પ્રકાર શિષ્યએ પણ ગુરુમહારાજ દ્વારા પ્રદત્ત સ્મરણાદિક તીવ્ર-કઠેર હોવા છતાં પણ અંતે ગુણ કરનાર સુખકારક હોવાથી એકાન્ત હિતવિધાયક જ હોય છે કેમકે એનાથી આલેક તથા પરલોકમાં આત્માનું હિત થાય છે, અહિત નહીં
સાતમું દ્વાર સમાપ્ત થયું છે.
સૂત્રાર્થકાપૌર્વાપર્ય નિરૂપણ નામ કા આઠવાં દ્વાર કા વર્ણન
હવે આઠમું દ્વાર કહેવામાં આવે છે – સૂત્ર તથા અર્થના પોર્વાપર્યદ્વારનું નિરૂપણ કરવામાં આવે છે.–
હવે અહિં એ બતાવવામાં આવે છે કે, પહેલાં સૂત્ર હોય છે કે અર્થ હોય છે. ઉત્પાદ,વ્યય, અને ધ્રોવ્ય આ લક્ષણથી યુક્ત અર્થે પદાર્થ બને છે. અર્થનું એ લક્ષણ તીર્થંકર પ્રભુએ કહેલ છે તે અર્થને હદયમાં ધારણ કરીને ગણધર દેએ સૂત્રની રચના કરી છે. માટે અર્થની પાછળ સૂત્ર છે, એ સિદ્ધાંત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧