Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નામના આચાર્ય પોતાના શિષ્યગણ સહિત એ ચંદ્રપુરી નગરના બહારના બગીચામાં પધાર્યા. રાજા સુદર્શન તેમને વંદન કરવા પરિવાર સાથે ત્યાં ગયા. આચાર્ય મહારાજે નામના જેવાજ તેના રૂ૫ લાવણ્યને જોઈ ધર્મ દેશના પ્રારંભ કરી. સાંભળી રાજા ખૂબજ ખુશી થયા અને મનમાં વિચારવા લાગ્યા કે જે વ્યક્તિ પિતાના આત્માનું સ્વયં દમન નથી કરતો તે બીજા દ્વારા વધ બંધનાદિકથી દમિત થઈ પિતાના કર્મોની નિર્જરા કરવામાં શક્તિશાળી બની શકતો નથી. પરંતુ દુર્ભાન હોવાથી એ સમય તે આત્મા ચતુર્ગતિક સંસારરૂપ ખાડામાં અવશ્ય પડે છે. અને એમાં જ પડી રહી તે જન્મ મરણ આદિના અનંત દુખે ભેગવત રહે છે. આ પ્રકારને વિચાર કરી રાજા સુદર્શન સમસ્ત કામભોગોથી વિરક્ત બની દીક્ષિત થઈ ગયા. તેમણે પિતાના રૂપલાવણ્ય યુક્ત સુંદર સુકુમાર શરીરને અનશન અને અવમોદરિક તપથી કશ કરવાને પ્રારંભ કરી દીધે. કયારેક તેઓ ચતુર્ભક્ત અપવાસ કરતા અને પારણાના સમયે અન્ત, પ્રાત અને રુક્ષ આહાર લેતા હતા. એમાં પણ અભિગ્રહ, અભિગ્રહમાં પણ સ્વ૫, એમાં પણ ઉનેદરિક તપ કરતા બાદમાં ષષ્ઠભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત, દ્વાદશભક્ત, થી લઈ એક માસક્ષપણ સુધીની પણ તપશ્ચર્યા કરતા અને એ બધી તપશ્ચર્યાના પારણાના દિવસે ઉણોદરિક તપ કરતા. આથી એમનું શરીર અતિશય દુર્બળ બની ગયું, આ પ્રકારની તીવ્ર તપશ્ચર્યા કરવાથી તેમનું શરીર ધન્ય નામના અનગારના શરીરની માફક લેહી માંસ વગરનું થઈ ગયું, અને ફક્ત હાડકાને માળખે જ બાકી રહ્યો. એ સમયે તેમણે વિચાર કર્યો કે–મેં આચાર્ય મહારાજની દેશના અનુસાર સર્વ પ્રકારથી મારા આત્માનું દમન કર્યું અને આ અવસ્થામાં મને એક અલભ્ય વસ્તુને લાભ થશે જેનું નામ આત્મબળ છે. એનાથી જ હું આ સમયે ટકી રહ્યો છું. હવે મારૂં કર્તવ્ય છે કે આનાથી પણ વધુ ઉન્નતિ કરૂં. કે જેથી મને શુક્લધ્યાનની પ્રાપ્તિ થઈ જાય. આ પ્રકારના ઉત્સાહથી અને વિશુદ્ધ ભાવનાના બળથી તેમણે ક્ષપકશ્રેણી પર આરેઠ બની એક અંત મહતમાં કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી લીધું. એક વર્ષની તીવ્ર તપશ્ચર્યાથી પિતાના આત્માનું દમન કરી એ રાજવિએ આ રીતે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી આ માટે સ્વ આત્માનું જ દમન કરવું જોઈએ. તે ૧૬ !
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
Y૫