Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આશ્રમનાં સઘળાં વૃક્ષોને એણે નાશ કરી નાખે છે. તાપસની વાત સાંભળી શ્રેણિક રાજાએ ભારે સેના સાથે વનમાં જઈ એ સેચનક હાથીને પકડી લીધે અને તેને રાજધાનીમાં લાવી એક ખૂબ મજબૂત સ્તંભ સાથે લેઢાની સાંકળોથી બાંધી દીધે. તાપસેએ આ સમયે તેની સામે જઈ તેની મશ્કરી શરૂ કરી અને કહેવા લાગ્યા-અહે ! સેચનક ગજરાજ કહે હવે તમારૂં પરાક્રમ ક્યાં ચાલ્યું ગયુ? જો તારી કેવી દુર્દશા થઈ? અવિનયનું આ ફળ છે, જે તું ભોગવી રહેલ છે. તાપસનું આ કહેવાનું સાંભળી સેચનકને ખૂબ જ ક્રોધ આવ્યો અને તે જબરજસ્ત એવા સ્તંભને તેડી નાખી લેઢાની સાંકળોને ફગાવી દઈ વનમાં જઈ પહોંચ્યા. ત્યાં પહોંચીને ચારે બાજુથી વનનાં વૃક્ષોને વિચછેદ કરવાનું શરૂ કરી દીધું. રાજા શ્રેણિક ફરી તેને પકડવા માટે વનમાં પહોંચ્યા. આ સમયે સેચનકના પૂર્વભવના મિત્ર દેવે આવી સેચનકને કહ્યું-તમે બીજા દ્વારા ઘડી ઘડી હેરાન થાવ છો–આથી સારું તે એ છે કે તમે તમારી જાતે પોતાનું દમન કરે. દેવનાં આ પ્રકારનાં વચન સાંભળી સેચનક પોતાની જાતે જ રાજધાનીમાં પહોંચ્યો અને પ્રથમ જે સ્થળે તેને બાંધવામાં આવેલ હતું તે સ્થળે જઈ ઉભે રહી ગયા. સેચનકને આ રીતે પાછા આવેલે જોઈ રાજા શ્રેણિક ખુશી થયા અને તેને સારું એવું મીષ્ટ ભેજન આપી સેનાના અલંકાર પહેરાવી તેના શરીર ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા. કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિ સેચનક હાથીની માફક સ્વયં પિતાનું દમન કરે છે તે સર્વત્ર આદરને પાત્ર બની આ લેકમાં ખૂબ સુખી થઈ પરલોકમાં પણ આનંદના ભેગવનાર બને છે.
આ વિષયમાં ઉદાહરણ આ પ્રકારનું છે–
આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુસ્વામીના શાસનમાં ચંદ્રપુરી નામના નગ૨માં સુદર્શન નામના રાજા હતા. તે ચંદ્રપ્રભુ સ્વામીના વંશના જ હતા. એની પપાજીત પુણ્યરાશિ એટલી પ્રબળ હતો કે જે કઈ પ્રજાજન એમનાં દર્શન કરતા તેને ઈષ્ટને લાભ અવશ્ય મળી જતે, આથી એમના દર્શન માટે દરેક દિશાઓમાંથી લેકે દોડીને આવતા હતા. રાજ્યનું એમને સારું એવું સુખ હતું, યૌવન પણ એમનું પ્રતિદિન અવનવીન રીતે ખીલતું રહેતું હતું, શરીર એમનું નવનીત (માખણ) અને શિરીષ પુષ્પથી પણ અધિક સુકુમાર હતું, રૂપ લાવણ્ય નયનને લેભાવે તેવું હતું, કેઈ પણ સ્થળે જવામાં એને કેઈ રૂકાવટ ન હતી, એમની ચતરંગિણી સેના દિગમંડળને વિજય કરનાર હતી, એમનું એક સુંદર એવું ઉદ્યાન હતું જે નન્દનવન સમાન દરેક રૂતુમાં સુખ આપનાર હતું. જેમાં શીતળ, મંદ, અને સુગંધિત પવન વહ્યા કરતો હતું, જેથી મનને સાથે આનંદ મળત. જે મહેલમાં રાજાને નિવાસ હતો તે ચંદ્રમંડળથી પણ રમણિય હતો અને તે એટલે ઉંચો હતો કે જે આકાશને અડીને ઉભે હોય એમ લાગતું. બધા કામગ એને અનુકૂળ હતા. દૌગુન્દક દેવની માફક એ સમસ્ત પ્રકારનાં સુખને ભેગવતાં પિતાને સમય નિશ્ચિત રીતે વ્યતિત કરતા હતા. આમાં એક દિવસની વાત છે કે રામાનુગ્રામ વિચરતા ધર્મચંદ્ર
ઉત્તરાધ્યયન સૂત્ર: ૧
४४