Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમતાભાવરૂપ સમાધીની પ્રાપ્તિ થશે નહીં. આ પણ નિશ્રીત છે કે, કર્મની નિર્જરા પણ થશે નહીં. કમની નિર્જરાના અભાવમાં આ અનંત સંસારનું પરિભ્રમણ પણ રેકી શકાવાનું નથી. ૧૭ પ્રકારના સંયમથી અને ૧૨ પ્રકારના અનશન આદિ તપથી જે હું આત્માનું દમન કરી લઉં તો તેનાથી મારું એકાન્ત હિત થશે. કારણ કે, સંયમથી જ આશ્રવને નિરોધ થાય છે, તેની સહાયતાથી જ આમાં ક્ષયક શ્રેણએ પહોચે છે. અનંતગુણી કર્મોની નિર્જરા એનાજ સદૂભાવથી થાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ જીવને એના જ બળથી મળે છે. શૈલેશી અવસ્થાને લાભ તેમજ સિદ્ધઅવસ્થાની પ્રગટતા એજ તપ સંયમથી મળે છે. રાગદ્વેશ આદિથી મલીન આત્માનું શોધન તપથી થાય છે. તે વેશ્યા આદિ વિવિધ લબ્ધિઓના જનક તથા પૂર્વનાં સંચિત સમસ્ત કર્મોને નાશ કરનાર અને નવીન કમેને રોકનાર તપ હોય છે. આથી આ અવસ્થામાં એકાન્તતઃ આત્માનું હિત સમાયેલું છે.
(સેચનક હાથીના દષ્ટાંતથી સૂત્રકાર આ વિષયને સ્પષ્ટ કરે છે.)
કેઈ એક વનમાં અનેક હાથણીઓની સાથે એક મદેન્મત્ત ગજરાજ (હાથી) નિવાસ કરતું હતું. ત્યાં જેટલાં નવાં બચ્ચાં જન્મતાં હતાં તે બધાને તે મારી નાખતે. એક સમયની વાત છે એક હાથણી ગર્ભવતી થઈ, ગર્ભાવસ્થામાં હાથણીએ વિચાર કર્યો કે જ્યારે મને બચુ અવતરશે ત્યારે એ વાત નિશ્ચિત છે કે આ દુરાત્મા હાથી તેને મારી નાખ્યા વગર રહેશે નહીં. આથી સારૂં તે એ છે કે, આ જુથથી જુદા પડીને રહું. આ વિચાર કરી તે જુથથી જુદી રહેવા લાગી. પરંતુ અલગ રહેવાને ભેદ પ્રગટ ન થઈ જાય એ માટે તે જુથમાં અવાર નવાર આવતી જતી અને ધીરે ધીરે એકેક દિવસ અને બબ્બે દિવસના અંતરે આવતી જતી. આ પ્રકારે કરતાં કરતાં જ્યારે તેને પ્રસવ સમય નજીક આવ્યો ત્યારે તે કઈ તપસ્વીના આશ્રમમાં જઈ પહોંચી અને ત્યાં ગુપ્ત સ્થાનમાં પ્રચ્છન્ન-છૂપાઈને બચ્ચાને જન્મ આપે. બચું મોટું થવા માંડયું, ત્યાં જે રીતે તાપસ કુમાર ઘડામાં પાણી ભરીને ઉદ્યાનના વૃક્ષને પાતા હતા તે રીતે આ હાથીનું બચ્ચું પણ જળાશયથી પોતાની સુંઢમાં પાણી ભરીને ઉદ્યાનના વૃક્ષેને પાણી પાવાનું કામ કરવા લગ્યું, તાપસેએ આ પ્રકારનું કામ કરવાથી તે હાથી બાળકનું નામ “સેચનક રાખ્યું. તાપસ બાળક તેના પર ખૂબ પ્રસન્ન રહ્યા કરતા, એથી તે એમની સાથે ખૂબ હળી મળીને રહેવા લાગ્યું, તે ત્યાં સુધી કે એમની સાથે તેની પૂર્ણ મિત્રતા થઈ ગઈ જ્યારે તે હાથી બરચું ખૂબ બળવાન બન્યું ત્યારે એક સમયે તે સશક્ત અને બળવાન બનેલા હાથી બાળે મહાબળવાન અને ઘાતક એવા હાથી ઝુંપતિને અવસર મેળવી જીવથી મારી નાખે. અને પિતે ડપતિ બન્યો. તેણે વિચાર કર્યો કે મારી માતાની માફક કઈ પણ હાથણી છુપાઈને બચ્ચાને જન્મ ન આપે અને ન તે છુપાઈને રહે. આ અભિપ્રાયથી તેણે આશ્રમનાં બધાં વૃક્ષોને જડમુળથી ઉખેડી નાખ્યાં. હાથીના આ પ્રકારના કાર્યથી તપસ્વીઓના દિલમાં ભારે દુઃખ થયું અને તેઓ પુ૫ ફળ વગેરે ભેટ લઈ રાજા શ્રેણિકની પાસે પહોંચ્યા અને ત્યાં જઈ રાજાને બધી વાત કહી સંભળાવી અને કહ્યું, મહારાજ ! સેચનક નામને એક હાથી વનમાં રહે છે તે ખૂબ ઉપદ્રવ કરે છે, અમારા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૪૩