Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કડવાં ફળ આપવા લાગે છે. આ વાત પ્રસિદ્ધ છે. આ માટે સંસર્ગના દેષથી જેમ આંબે લીમડાના ભાવને પામી કડવાં ફળ આપનાર બને છે એ જ રીતે આત્માથી સાધુજન પણ બાળ પાર્શ્વ સ્થાદિના સંગથી સ્વાચારભ્રષ્ટ બની જાય છે. આંબા ઉપર લીમડાને જ પ્રભાવ પડે છે, લીમડા ઉપર આંબાને નહીં કારણ કે ખરાબ વસ્તુને અધિક પ્રભાવ પડે છે. અને વસ્તુ બીજાઓને જલ્દી પિતાના જેવી બનાવે છે. આ એક સ્વાભાવિક વાત છે આ તે આંખે જોયેલી વાત છે કે ધુળનો વંટોળ મણીઓને પણ મલીન બનાવી દે છે. રાહુ ચંદ્ર મંડળ તેજને ઢાંકી દે છે. લોભ સમસ્ત સદ્દગુણોને લેપનાર હોય છે. હેમન્ત કમળ વનને બાળી નાખે છે. આ રીતે એ માનવામાં કોઈ અયુક્તિ નથી કે ક્ષુદ્રજનને સંસર્ગ પણ સાધુજના શાંતી આદિ ગુણોને મલીન બનાવી દે છે. એના પ્રાપ્ત પ્રભાવને ઓછો કરે છે, તપ અને
હાસ્ય ક્રીડા કી નિંદા
સંયમના મહત્વને પણ નાશ કરી નાખે છે. એમ જ દશવિધ ધર્મને પણ ધ્વસ્ત કરી નાખે છે. આ માટે શુદ્રોને તથા બાલકને સંસગ સદા પરિહાર્ય બતાવવામાં આવેલ છે. તથા બાળ આદિ જનની સંગતિથી નિંદા થાય છે. તેમજ પાપકાર્યોમાં અનુમતિ દેવાની પણ આદત પડી જાય છે. આ રીતે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મનાં બંધનોના જનક હોવાથી સાધુજનેએ હાંસી કરવી, કિડા કરવી આદિ અકર્તવ્યને પરિહાર કરી દેવું જોઈએ. પ્રભુને સ્વયં આ જ ઉપદેશ છે. “નિવેળ મંતે ! દુસમાળે વા સૂચમાણે વા कइ कम्मपगडीओ बंधई ? गोयमा ! सत्तविह बंधए वा अविह बंधए वा." ઈત્યાદિ–પ્રભુથી ગૌતમે પ્રશ્ન કર્યો હે ભદન્ત ! આ જીવ જ્યારે હસે છે ત્યારે કેટલા કર્મની પ્રકૃતિઓનો બંધ કરે છે? પ્રભુએ ઉત્તર આપ્યું કે હે ગૌતમ! આ અવસ્થામાં આ જીવ સાત પ્રકારના અથવા આઠ પ્રકારના કર્મોને બંધ કરે છે. આ રીતે કીડાઓના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. ૯
બીજા પ્રકારથી પણ આ વિનય ધર્મને સૂત્રકાર ઉપદેશ કરે છે– માચ૦ ઈત્યાદિ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧