Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમનું માથું ટકરાયું અને કુટી ગયું. વિશિષ્ટ આઘાત હેવાથી તેમના ચિત્તમાં આધ્યાન ઉત્પન્ન થયું, જેનાથી તે વૃદ્ધ આચાર્ય આધ્યાનમાં મરીને વિષમ વિષધર ચંડકૌશિક સર્પની પર્યાયમાં ઉત્પન્ન થયા. આ પ્રકારે ચંડ શિષ્યની માફક અવિનીત શિષ્ય કોમળ હૃદયવાળા પોતાના ગુરુને પણ ક્રોધીત બનાવે છે, અને દુર્ગતિમાં પહોંચાડે છે.
વિનિત શિષ્યનું આચરણ કેવું હોય છે તે વાત ચંડરૂદ્રાચાર્યના શિષ્યના ઉદાહરણથી સ્પષ્ટ કરવામાં આવે છે.
કેઈ એક સમય ઉજજયની નગરીમાં શિષ્ય પરિવાર સહિત ચંડરૂદ્ર નામના એક આચાર્ય જે સ્વભાવે ક્રોધી હતા તે પધાર્યા તે એકાન્ત સ્થાનમાં બેસીને સ્વાધ્યાય તેમજ ધ્યાન એવા અભિપ્રાયથી કરતા હતા કે ક્યારેક સાધુઓની ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષામાં ન્યૂનાતિરિક્ત દેને જોવાથી તેમના પ્રતિ મારા ચિત્તમાં ક્રોધની ઉત્પત્તિ ન થઈ જાય, આથી તેઓ સાધુઓથી સદા અલાયદા એકાતમાં જ રહ્યા કરતા હતા. અને ત્યાં સ્વાધ્યાય અને ધ્યાન કરતાં કરતાં પિતાને સમય વ્યતિત કરતા. એક સમયની વાત છે કે, એ ઉજજયની નગરીમાં રહેનાર એક શેઠને પુત્ર કે જેને તુરતમાંજ વિવાહ થયો હતો તે પિતાના મિત્ર મંડળ સાથે બની ઠનીને સાધુઓને વંદના કરવા આવ્યા. એના પગનું માહુર (મહાવર) પગના તળીયાને લાલ રંગ) હજુ ઢીલું થયેલ ન હતું તેમ હાથમાંની મેંદી પણ સુકાઈ ન હતી. તે સવિધિ વંદના કરી એક બાજુ બેઠે. એ વખતે તેના મિત્રોએ મુનિરાજને ઉપહાસ કરી કહ્યું કે મહારાજ ! આપ ધર્મને ઉપદેશ આપે. સાધુઓએ તેમનું હાસ્ય મિશ્રીત વચન સાંભળીને ઉપદેશ ન આપે. અને તે કાંઈ પણ કહ્યું, પિતાને સ્વાધ્યાય કરવામાં જ તલ્લીન રહ્યા. ફરીથી હસતાં હસતાં તેમણે કહ્યું કે મહારાજ! આ નવપરિણીત શ્રેષ્ઠિ પુત્રને આપ દીક્ષા આપે કેમકે એ ગૃહસ્થાવાસથી ઉદાસીન બની રહેલ છે. આની ધર્મપત્નિએ પણ તેને ત્યાગ કર્યો છે. આથી પ્રસન્ન થઈને આને સંસાર સાગરથી પાર ઉતારો. મુનિરાજેએ એ સાંભળીને તેમને કહ્યું કે અહિં અમારા ગુરુ મહારાજ બિરાજે છે તે દીક્ષા આપશે. અમે તેમની સામે દીક્ષા આપવાના અધિકારી નથી. માટે આપ લોગ તેને ગુરુ મહારાજ પાસે લઈ જાવ. સાધુઓના આ પ્રકારે કહેવામાં આવેલ વચનેથી તેઓ તેમના મિત્રને ચંડરૂદ્ર આચાર્ય પાસે લઈ ગયા. આચાર્ય મહારાજને વંદના કરી તેઓ તેમને પણ પરિહાસપૂર્વક એવું જ કહેવા લાગ્યા કે હે ભદત! આને આપ દીક્ષા આપે. તેમનાં હાંસીનાં વચન સાંભળીને કેબીત થતાં ચંડરૂદ્ર આચાર્ય બોલ્યા ઠીક છેભસ્મ લાવે, હું તેને દીક્ષા આપું છું આ સાંભળતાં કોઈ એક મિત્રે હસતાં હસતાં તુરતજ ભસ્મ લાવીને હાજર કરી. ચંડરૂદ્રાચાર્ય એ ભસ્મને હાથમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧