Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મટાડવાવાળા રત્નમયને પરિશુદ્ધ કરવાવાળા શાંતિરૂપી અમૃતના સમુદ્ર પરમ હિતકારી તથા આમ્રફળ જેવા. શરૂઆતમાં તુરા, મધ્યમાં આસ્ફરસ યુક્ત તથા અંતમાં અપૂર્વ રસનો આસ્વાદ કરવાવાળા હોય છે. આ માટે ગુરુ મહારાજનાં વચનને પ્રિય માનીને તેનું સેવન કરતા રહેવું જોઈએ. તે વિનીત શિષ્યનું કર્તવ્ય છે. અથવા–“ધારિજા ચિચિં ” આને અભિપ્રાય એ પણ છે કે સાધુ જ્યારે ભિક્ષા ચર્યા વગેરે માટે જાય ત્યારે તે સમયે કઈ કાંઈ સારૂં નરસું વચન કહે-નિંદા અગર સ્તુતિ પણ કરે તે પણ એમાં તેમણે પક્ષપાતિ ન બનવું જોઈએ. બન્ને પર સાધુનો સમાનભાવ હવે જોઈએ. એના પર રાગ અગર હૅશ કરે એ સાધુનું કર્તવ્ય નથી.
लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा । समो निंदापसंसासु, तहा माणावमाणओ ॥ (उत्त० १९ अ.)
પ્રસંસા મેં મુનિ કો અપના ઉત્કર્ષ કા ત્યાગ કા ઉપદેશ
લાભમાં, અલાભમાં, સુખમાં, દુઃખમાં, જીવવામાં, મરણમાં, માનમાં, અપમાનમાં, તથા નિંદા અને પ્રશંસામાં એક સાધુજ એવા છે જે સમાન રહે છે. અહિં એ પ્રકારે સમજવું જોઈએ—ગુરુની આજ્ઞા મેળવીને પછી જ શિષ્ય ભિક્ષાર્થી માટે પ્રહસ્થને ઘેર જાય છે. ગ્રહસ્થ પણ પિતાના ઘેર પધારેલા સાધુનાં દર્શન કરી પિતાને બહુજ પુણ્યશાળી માને છે. કેમકે એવા ગૃહસ્થજન પ્રકૃતિથી ભદ્ર પરિણામી તેમજ ધર્મનું અનુસરણ કરવાવાળા હોય છે, ધર્મ સેવી હોય છે અને ધમષ્ટ હોય છે. ધર્મખ્યાતિ-ધર્મને ઉપદેશ દેવાવાલા એટલે ધર્માનુરાગી-ધર્મમાં અનુરાગ રાખવાવાળા હોય છે. ધર્મ પ્રલોકી અને ધર્મજીવી હોય છે. ધર્મ પ્રરંજન અને ધર્મશીલ હોય છે. મુનિને ઘેર આવતા જોઈને સર્વ પ્રથમ તેને વિનય કરવા નિમિત્ત સાત આઠ પગલાં એમની સામે જાય છે. હર્ષથી સંતુષ્ઠ ચિત્ત બનીને એવા કુલાતા હેય છે કે જાણે કેઈ અપૂર્વ નિધિને એમને લાભ થયે હોય, ચહેરે પ્રસન્ન થઈ જાય છે, મનમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૩૪