Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માગમાં પ્રવૃતિ કરે છે. એને સંયમરૂપી લગામથી સંયમિત બનાવે જેનાથી તેની અસંયમની પ્રવૃતિ રોકાઇ જાય. મતલબ કહેવાના એ છે કે, પાંચ ઇન્દ્રિય અને મન, આ છ ને નિગૃહીત કરવાથી આત્મા પોતાના ઉપશમ ભાવમાં સ્થિત થાય છે. આથી એના નિગ્રહ કરવાના પ્રયત્ન દરેક મેાક્ષાભિલાષી આત્માએ કરવા જોઈએ. ' બપ્પારૢ વધુ દુશ્મો '' આ પ્રભુએ કહેલા વચનને ભદ્રાચાય ની પાસેથી સાંભળીને ઉગ્રવંશીય ઉગ્ર નામના રાજા દીક્ષીત થયા. તેઓએ દરેક પ્રકારે પેાતાના મનના નિગ્રહ કરવાના ખુખ પ્રયત્ન કર્યાં, પરંતુ પવનના સમાન અતિ ચંચળ હોવાથી તેનાથી નિગ્રહ કરી શકાયા નહીં. એ મુનિવ્રતધારી રાજાએ વિચાર કર્યાં ઘણા આશ્ચાયની વાત છે કે, એક કેપ કુટિલ ભ્રકુટી માત્રથી મારા સમસ્ત પ્રજાજના મારી આજ્ઞાને માથા ઉપર ધારણ કરતા હતા અને ચણુના શરણમાં આવી જતા હતા. પરંતુ આ મન કેટલું મળવાળું છે જે મારા વશમાં આવતું નથી. ઉલટુ મનેજ અનેક રીતે નચાવે છે. હું જાતિ સ'પન્ન છું', કુળ સપન્ન છે, અને ઉગ્ર વશિય ક્ષત્રિય છું. આથી મારૂ' કવ્યું છે કે, એના ઉપર વિજય કરવા માટે હું મારી શક્તિના પરિચય કરાવું. હું કોઈ એવા નબળા મનના માણુસ નથી કે એના વશમાં પડી જાઉં. આથી જેમ બને તેમ દરેક ઉપાયથી ચાહે તે કેટલું પણ ચંચલ કેમ ન હોય તેને મારા આધિન અનાવીને જ જંપીશ. જો તે તપથી વશ ખનશે તે હું તપ કરીશ-સંયમથી વશ થશે તે સંયમ માર્ગનું આરાધન કરીશ, જો સ્વાધ્યાય અને ધ્યાનથી વશમાં આવશે તે સ્વાધ્યાય, ધ્યાન કરીશ. પરંતુ આને હું'છેડનાર નથી, આ પ્રકારની દ્રઢ પ્રતિજ્ઞા લઈ સર્વ પ્રથમ તેણે પાંચ સમિતિઓનું પાલન કરવામાં પરાવ્યુ પરંતું મન તા ભારે ચંચલ હતુ. આ કારણે જેમ ત્યાથી નિકળ્યું કે ગુપ્તિએમાં નિયુક્ત થયું. છતાં પણુ તે ત્યાં થાડીવાર રહી જ્યારે તેણે અહિં તહિં જવાના પ્રયત્ન કર્યાં કે, રાજરૂષિએ તુરતજ સ્વાધ્યાયમાં નિરત કરી દીધું. જ્યારે તે ત્યાં પણ ન ટકયું. ત્યારે સૂત્રાર્થ ચિંતનરૂપ ધ્યાનમાં લગાવી દીધુ અને તે સૂત્રાના ચિંતનમાં ત્યાં લાગી ગયા, પરંતુ ત્યાં પણ તે લાંબે સમય સ્થિર ન રહી શકયા. આ પછી ઉપશમ ભાવમાં લગાવવામાં આવતાં જેમાંથી શાંતિ મળે. છતાં પણ એ સ્થિર ન રહ્યું. ત્યારે મુનિ વીચારવા લાગ્યા કે, મન મહુજ ચંચળ છે. તેને જ્ઞાન વગેરેની ક્રિયામાં લગાડવામાં આવ્યું, જ્ઞાનક્રિયાથી તેને વશ કરીશ એવા નિશ્ચીત વિચાર કરી ક્ષપક શ્રેણીને આશ્રય લીધા, પછી મન સ્થિર થયું અને શુકલ ધ્યાનના બીજા પદ્મના અવલંબનથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. અને સિદ્ધી પદ પામ્યા. તા કહેવાનુ... એ છે કે, આત્માને દમન કરવાવાળા સાધુ આ લોક અને પરલેાકમાં સુખી થાય છે. આને ઉદાહરણ દ્વારા સમર્થન કરવામાં આવે છે—
સન
ધર્મ ઘાષ નામના કાઈ એક આચાર્ય હતા, તે શિષ્ય સહિત વિહાર કરીને કોઇ ગામે જઈ રહ્યા હતા, ચાલતાં ચાલતાં તે માગ ભુલી ગયા અને
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
४०