Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક પ્રકારને વિલક્ષણ સંતોષ આવી જાય છે. એ સમયે એને ઘણેજ આનંદ થાય છે. એ આનંદમાં તલ્લીન થતાં થતાં તે શ્રાવક એ સમયે એક પ્રકારથી પિતે પિતાને પણ ભુલી જાય છે. અને વેદના એવં નમસ્કાર કરી ભક્તિના આવેશથી સ્વયં પિતાના ગુરુ મહારાજની સ્તુતિ કરતાં કહે છે કે હે નાથ ! આજ હું ધન્ય બન્યો છું, કૃત પુણ્ય બન્યો છું, અને મારી આ પર્યાય સફળ બની છે જે આપનાં દર્શન થયાં. દરિદ્રના ઘરમાં સેનાના વરસાદ સમાન તેમ કામ ધેનુ સમાન આપનું મારે ઘેર પધારવું મારા પરમ સૌભાગ્યને ઉત્પન્ન કરવાવાળું અને વૃદ્ધિ કરનાર છે. આ માટે પધારે અને ઘરને પાવન કરો આ પ્રકારે કહી તે મહાત્માને પિતાને ઘેર લાવે છે અને આદર માનથી તેમને વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય એમ ચાર પ્રકારનો આહાર આપે છે. પછી વારંવાર તેની સ્તુતિ કરે છે. એવી પ્રશંસા સાંભળી, ગૃહસ્થની એવી વિનય ભક્તિ જોઈ, સાધુએ ફુલાઈ જવું ન જોઈએ.
અપની નિંદામેં મુનિ કો અપકર્ષ (હલકાપના) કા ત્યાગ કરને કા
ઉપદેશ
તથા કેટલાક એવા પણ અધાર્મિક, સ્વેચ્છ, અનાર્યજન છે કે જેમને જીવન સત્ય ધર્મની વાસનાથી બીલકુલ વિહીન બનેલ હોય છે. અધર્મોમાં જ જેને ભારે અનુરાગ છે, પ્રકૃતિ પણ જેની અધર્મશીલ છે, વિવેકથી જે સર્વથા પરાભુખ છે. તે સાધુજનને જોઈને પિતાનાં નાક તથા હોને બગાડે છે અને મનમાં આવે તેવું બકવા લાગી જાય છે. નિંદા કરે છે, હીલના કરે છેખિસાય છે, કહે છે કે જુઓ તો ખરા આ બીચારે કેટલે પિતાની જાતને ભુલે છે તથા કે કાયર બનીને ફરી રહ્યા છે, કેવા કેવા દંભ રચી રહેલ છે, જે અહિં તહિંથી ભિક્ષા માગીને પિતાને નિર્વાહ કરે છે. પિતાનું જ પેટે ભરવાનું એ શીખેલ છે. આવા સાધુથી સંસારની શું ભલાઈ થઈ શકવાની છે. આ તે કેવળ આ પૃથ્વી ઉપર ભાર જેવા છે. જે કુતરાની માફક ઘેર ઘેર દરરોજ ભમતા રહે છે. આ પ્રકારનાં વચન સાંભળી સાધુએ પિતાના આત્માને હલકે માનતા ન બનવું જોઈએ. આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૩૫
2: ૧