Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચંડરૂદ્રાચાર્ય કે શિષ્ય કા દ્રષ્ટાંત
અવિનીત શિષ્યનું આચરણ ચંડ અર્થાત્ કોપી શિષ્યના દષ્ટાંતથી વર્ણન કરવામાં આવે છે.
એક વૃદ્ધ આચાર્ય હતા, જેમનું નામ સુભદ્ર હતું. એમનું હદય કષાય નિમુક્ત હોવાથી બહુજ સરળ હતું અને દયાળુ હતા. તેઓ ખુબ અધિક તપસ્યા કર્યા કરતા હતા. જેથી તપસ્વી નામથી પ્રસિદ્ધ હતા. જેવા એ તપસ્વી હતા એવા એ તેજસ્વી પણ હતા. તેજસ્વીપણાને લીધે રત્નત્રયથી સુશોભિત એમનું અંતઃકરણ હતું. આર્જવ (સરલતા) ધર્મની પ્રાપ્તિ થઈ જવાથી જે મનમાં એક પ્રકારની નરમાઈ આવી જાય છે, એનું નામ કમળતા છે. આ કેમળતા એમના અંતઃકરણમાં પૂર્ણતયા ભરી હતી. એમને એક શિષ્ય હતો જેનું નામ ચન્ડ હતું. તે યથા નામ તથા ગુણવાળો હતો. જેટલા ગુરુ મહારાજ કોમળ પરિણામી હતા એટલે જ એ કઠેર હતો. પિતાના ગુરુ મહારાજના છિદ્રોનું અન્વેષણ કરવું એ જ એનું કામ હતું. એથી ગુરુ મહારાજ જેવા પરમોપકારીના સાથે પણ સદા પિતાની કેશભરી દષ્ટી રાખ્યા કરતો હતો. એક દિવસની વાત છે કે, જ્યારે ગુરુમહારાજ પોતે ગોચરી માટે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં તેમને પગ એક મરેલા દેડકાના કલેવર ઉપર અજાણથી પડી ગયે. તે કોધી શિષ્ય પણ સાથે હતે જે ગુરુ મહારાજની પાછળ પાછળ ચાલતો હતો જ્યારે તેણે આ જોયું તો તુર્તજ બોલી ઉઠડ્યો કે ગુરુ મહારાજ આપના પગના આઘાતથી દેડકાનું મૃત્યુ થયું છે. આ પ્રકારનાં શિષ્યનાં વચન સાંભળીને અને તે દુરશીલ છે, તેવું જાણીને સમતાનું અવલંબન કરીને ગુરુ મહારાજ ચુપચાપ પોતાના સ્થાન ઉપર પાછા ફરી ગયા. અને ત્યાં આવીને સ્વાધ્યાય તેમજ ધ્યાનમાં લીન બની ગયા. આવું જોઈ ચડે (તે ક્રોધી શિષ્ય) મનમાં વિચાર કર્યો. જુઓ ગુરુ મહારાજ તે મને પ્રતિદિન તેમજ પ્રતિક્ષણ “પ્રમાદ ન કર, પ્રમાદ ન કરે ” આ પ્રકા. રથી ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા આપે છે અને મારા ઉપર એટલે અધિક કાર્યભાર રાખે છે કે જેથી મને વિશ્રામ કરવાનો સમય મળતો નથી, અને તે પ્રમાદનું સેવન કરે છે. આજ સાંજના વખતે પ્રતિક્રમણ કરવાના અવસર ઉપર હું તેમનાથી સમસ્ત વેરભાવને બદલે લઈશ. આ પ્રકારે વિચાર કરી તેણે સાયંકાળનું પ્રતિક્રમણ કરી લીધા પછી વંદનાના સમયે શ્રાવક સંઘની સમક્ષ ગુરુ મહારાજને કહ્યું કે હે ગુરુ ! આજ આપે દેડકાની વિરાધનાનું પ્રાયશ્ચિત કેમ ન લીધું ? શિષ્યની આ વાતને ગુરુ મહારાજે લક્ષમાં લીધી નહીં આથી શિષ્યને ખરાબ લાગ્યું અને ઈર્ષાવશ ફરીથી તેને તે વાત વારંવાર કહી. ગુરુ મહારાજે સાંભળીને તેમના મનમાં Bધને આવેશ આવી ગયે જેથી તે પિતાના શિષ્યને મારવા ઉભા થયા અને તેની તરફ આગળ વધ્યા, વચમાં તે ઉપાશ્રયમાં એક પત્થરને સ્તંભ હતે જે અંધકાર હોવાના કારણે દેખવામાં આવતું ન હતું તે સ્તંભ સાથે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧