Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લઈને જબરજસ્તીથી તેના વાળને લેચ કર્યો. મિત્રે આ જોઈને એવું સમજ્યા કે અમારી પણ આવી હાલત ન થઈ જાય અમને પણ જબરજસ્તીથી દિક્ષીત ન બનાવાય આવા ડરથી તેઓ સઘળા ત્યાંથી તુરતજ ભાગી ગયા.
તે સમય શ્રેષ્ઠી પુત્ર ભાગ્યના ઉદયથી તેમજ લઘુ કર્મના પ્રભાવથી ભાવશ્રમણ બની ગયું હતું કેમકે જે સમય આચાર્ય મહારાજે તેના વાળને લેચ કર્યો ત્યારે તે સમયે તેના ચિત્તમાં એ જ પરિણામ થઈ ગયું હતું કે મને દીક્ષા અપાય તે તે સર્વ સુન્દર છે. આ પરિણામ વિશિષ્ટ-ભાવશ્રમણ અવસ્થા સંપન્ન–તે ઈભ્ય પુત્ર માટે આચાર્ય મહારાજે કેશને લેચ ક્ય પછી રજોહરણ અને દેરા સાથેની મુખવસ્ત્રિકા આપી. આથી યથાર્થમાં દ્રવ્ય રૂપથી પણ સાધુ વેશથી સુશોભિત બની રહ્યો. આ પ્રકારે દ્રવ્ય અને ભાવથી સંયત અવસ્થાને ધારણ કરીને એ નવીન શિષ્ય ગુરુમહારાજને કહ્યું કે હે ભદન્ત ! ચાલે હવે અહિંથી બીજા સ્થળે જઈએ. નહીં તે મારા બંધુજન અહિંયાં આવીને ઉપદ્રવ કરશે. શિષ્યની આ વાત સાંભળીને આચાર્ય મહારાજે કહ્યું, ઠીક છે. પરંતુ આ સમયે રાત્રીનું આગમન થઈ ચુકયું છે તેમ મને રાત્રીમાં સુજતું પણ નથી, આથી જવું ઠીક નથી. આચાર્ય મહારાજની વાત સાંભળી શિષ્ય કહ્યું, આપ એની ચિંતા ન કરે હું આપને મારા ખભા ઉપર બેસાડી લઈશ એવું કહી તે શિષ્ય ગુરુ મહારાજને પિતાના ખભા ઉપર બેસાડી લીધા અને એ સ્થાનથી બીજા સ્થાન તરફ પ્રયાણ કરવાને પ્રારંભ કર્યો. માર્ગ સમ વિષમ હતા. આથી ગુરુ મહારાજને અચાનક હલવા ડોલવાને કારણે કષ્ટ થયું અને તેથી એમને ચિત્તમાં અશાનની ઉત્પન્ન થઈ તેઓએ બેઠા બેઠા જ પિતાને રહણ દંડ એના માથા ઉપર માર્યો, ચેટ લાગતાંજ શિષ્ય મનમાં વિચાર્યું કે હે મન ! જેની માટે સેવા કરવી જોઈએ એ ગુરુ મહારાજને આ સમય મારા તરફથી કેટલું કષ્ટ થઈ રહ્યું છે. ગુરુ મહારાજની કષ્ટ અવસ્થાનું કારણ હું જ બની રહેલ છું. આ પ્રકારની ભક્તિરૂપ હાર્દિક ભાવનાના પ્રભાવથી ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી ઘાતક કર્મોને નાશ કરી તે શિષ્ય કેવલ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. કેવલજ્ઞાનના પ્રભાવથી તે ગુરુને એવા પ્રકારે લઈ જવા લાગે કે જાણે તે સમપ્રદેશમાં ચાલી રહ્યા હોય. ગુરુજીએ કહ્યું કે “માર જ સાર છે. ” આટલું મારવાથી હવે તું સીધે ચાલવા લાગે છે, શિષ્ય કહ્યું મહારાજ! આપના પ્રભાવથી જ આ સઘળું બની રહ્યું છે. અર્થાત્ પહેલાં ચાલતી વખતે ઉંચી નીચી જગ્યામાં મારા પગ પડતા હતા જેનાથી આપને કષ્ટ થતું હતું પણ હવે પડતા નથી. એટલે સમભૂમિમાં ચાલવાની માફક હું ચાલું છું. ગુરુ મહારાજે કહ્યું કે શું તને જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે ? શિષ્ય કહ્યું હા ! ફરી ગુરુ મહારાજે કહ્યું, તે જ્ઞાન પ્રતિપાતિ ઉત્પન્ન થયું છે કે અપ્રતિપાતિ શિષ્ય કહ્યું. મહારાજ ! અપ્રતિપાતિ જ્ઞાન ઉત્પન્ન થયું છે. આથી ગુરુએ કહ્યું, અહાહા ! મેં કેવલીની આ સમયે આસાતના કરી છે. આ પ્રકારે કહીને ગુરુજીએ શિષ્યના શીર ઉપર રજોહરણના દંડના પ્રહારથી વહેતા રૂધીરને જોઈ વારંવાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૩૧