Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાર તેને ફટકારવાનું શરૂ કર્યું. પરંતુ ગમે તેટલા ચાબુક પડવા છતાં પણ છેડે પાછળજ હઠત ગ, શત્રુની સામે જવામાં તે અચકાતો હતો. આ પરિસ્થિતિને લાભ લઈ શત્રુ સેનાએ શત્રુમર્દન રાજાના સૈન્યમાં હાહાકાર વર્તાવી દીધો અને શત્રુઓએ જીત મેળવી પિતાના વિજયનાં વાજાં વગાડયાં. શત્રુમર્દન રાજાએ, આ પિતાના અડીયલ ઘોડાને કારણે પરાજિત થવું પડયું છે તે જાણી યુદ્ધભૂમિથી પલાયન કરવાની તૈયારી કરી એટલામાં “આને પકડી , પકડી
હ્યો છે આ પ્રકારે બોલતા શત્રુસૈનિકે તેની પાસે આવી પહોંચ્યા. અને તેને પકડી લોઢાના મજબુત સળીયાવાળા પાંજરામાં પુરી દીધે.
આ વાર્તાથી એ સારાંશ નિકળે છે કે ગલિતાશ્વ-અડિયલ ઘોડાની માફક અવિનીત શિખ્ય પણ મહાન અનર્થકારી હોય છે. જે પ્રકારે વિનીતા ઘોડા પિતાને માલીકના કહેવા મુજબ ચાલે છે, એ જ રીતે સુશિષ્ય પણ ગુરુના હૈ ગિત આકારને સમજી એમની આજ્ઞા પ્રમાણે ચાલતો રહે છે.
મણિનાથ કા દ્રષ્ટાંત
આ અંગે મણિનાથ રાજાનું દષ્ટાંત છે જે આ પ્રકારનું છે.
બીજા તીર્થકર શ્રી અજીતનાથ સ્વામીના સમયમાં બંગાળ દેશમાં ૨ગપુર નામના એક નગરમાં મણિનાથ નામના રાજા રાજ્ય કરતા હતા. જે પ્રજા પાલન કરવામાં સદા તત્પર રહેનાર હતા. આથી દેશભરમાં આનંદ મંગળ વરતાઈ રહેલ હતો. રાજ્યકાર્યથી એનું મન કદી પણ કાયર બનતું નહીં. સુજનરૂપી હંસને રમવા માટે તે માનસરોવર જેવા ગણાતા હતા. રાજનીતિનું પાલન કરવામાં તે સર્વદા દત્તચિત્ત રહેતા હતા, સણુણરૂપી કમ
ને વિકસિત કરવા માટે તે સૂર્ય જેવા હતા. એક દિવસની વાત છે કે એના નગરને એના પ્રબળ શત્રુએ, સૈન્ય સાથે આવી ઘેરી લીધું. રાજાએ આ જાણી મંત્રીઓ સાથે વિચાર કર્યો, મંત્રીઓને ઉદ્દેશીને તેણે કહ્યું- હે મંત્રિમહાશ ! કહો હવે શું કરવું જોઈએ. પ્રબળ શત્રુની ચતુરંગિણી સેના નગરને ચારે તરફથી ઘેરે ઘાલીને પડેલ છે. આ પ્રકારનું રાજાનું કહેવું સાંભળી મંત્રિાએ કહ્યું, પ્રભો ! ચિંતા ન કરે. અમે બધા આપના પ્રબળ તેજથી ઉદ્દીપ્ત થઈ શત્રુ સેનાને પરાજય કરવામાં પ્રખર શક્તિશાળી થઈશું. આપના પ્રતાપથી શત્રુનું સન્ય હારી જશે. સ્વામિન ! આપ તૈયાર થઈ જાત્યાશ્વ પર સવાર થઈ પહેલાંજ શત્રુઓની સન્મુખ પહો, અમે પણ તૈયાર થઈ આપની પાછળ પાછળ આવીએ છીયે. આ પ્રકારે વિચાર કરી મણિનાથ રાજા સેનાથી પરિવૃત થઈ યુદ્ધ કરવા માટે નિકળી પડ્યા. થોડા બળવાળા રાજાને જોઈ શત્રુસેનાએ તેમને ઘેરી લીધા. સનિકમાં કઈ કેઈન હાથમાં તરવાર હતી, કેાઈના હાથમાં ભાલાં હતાં. કોઈની પાસે ધનુષ્ય બાણ હતાં. કેઈના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨IS