Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નથી એજ રીતે જુઠની શુદ્ધિ ફરી જુઠ બોલવાથી થતી નથી, આ વિશ્વાસ રાખવો જોઈએ. આનો અર્થ એ છે કે વાસ્તવિક સ્થિતિને સાધુએ કદી પણ છુપાવવી ન જોઈએ, અને અવાસ્તવિક સ્થિતિને કલ્પનાથી સજાવીને પ્રગટ ન કરવી જોઈએ. શિષ્ય ગુરુજનની શુશ્રુષા કરવાવાળો પણ કેમ ન હોય તે પણ તેને કથંચિત્ અતીચાર લાગવાથી ગુરૂની પાસે તેણે આલોચના જરૂર કરવી જોઈએ. કારણ કે આલેચનાથી આત્માની શુદ્ધિ થાય છે અને એક્ષમાર્ગના વિઘાતક તથા અનંત સાગરને વધારનાર એવાં માયા, મિથ્યા અને નિદાન આ ત્રણ શલ્યને અભાવ હોય છે. આત્માને મલિન કરવાવાળા અષ્ટવિધ કર્મોને આ આલોચનાના પ્રભાવથી વિનાશ થાય છે. આત્મિક શુદ્ધ સ્વરૂપનું દર્શન કરાવનાર આ આલેચના છે. અને તત્વ તેમજ અતત્વના વિવેકને જાગ્રત કરીને અવ્યાબાધ સુખ આપનારી આ જ આલોચના છે. ૧૧
શિષ્ય બધાં કામ ગુરુમહારાજના અભિપ્રાયથી જ કરવાં જોઈએ, તે બતાવવામાં આવે છે. “મ ાસ્ટિસેવ’ ઈત્યાદિ.
જસ્ટિચવ વાસં–ન્દ્રિત રૂવ ાં જે પ્રકારે ઘેડે વારંવાર ચાબુકના પ્રહારની ઈચ્છા કરે છે એ પ્રકારે પુળો પુળો માં વયમિછે–પુનઃ પુનઃ માં વનકુછત ફરી ફરી પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ ગુરુની આજ્ઞાની શિષ્ય ઈચ્છા ન કરવી જોઈએ–અર્થાત્ ઉપદિષ્ટ અર્થને વારંવાર કહેવડાવવા માટે ગુરુમહારાજને કષ્ટ ન આપવું જોઈએ. પરંતુ રૂને વહેં–ીઃ રામ રૂવપ્ના જે પ્રકારે આકાણ અર્થાત જાતવાન કેળવાયેલ ઘોડો ચાબુકને જોઈ પોતાની અવિનીતતને ત્યાગ કરે છે એજ રીતે વિનીત શિષ્ય પણ પવાં પરિવ–પાપ પ્રતિવર્ષન્ ગુરુના ઇંગિત–આકારને જાણી પાપમય અનુષ્ઠાનને પરિત્યાગ કરે.
આ શ્લેકને ભાવાર્થ શત્રુમનના દષ્ટાંતથી સમજાવવામાં આવે છે, જે આ પ્રકારે છે.
શત્રુમર્દન રાજા કા દ્રષ્ટાંત
અંગદેશમાં ચંપાપુરી નામની એક નગરી હતી. ત્યાં શત્રુમન નામના રાજા રાજ્ય કરતા હતા. તે મનુષ્યમાં શ્રેષ્ઠ, યુદ્ધકળામાં નિપુણ અને શૂરવીર હતા. એક દિવસની વાત છે કે રાજા શત્રુમન યુદ્ધના પ્રસંગે ઘોડા ઉપર સ્વાર થઈ હાથી, ઘોડા, રથ અને સિનિકના સમુદાય સાથે સંગ્રામ ભૂમિ ઉપર ગયા. એના પ્રતિપક્ષી રાજાની સેના એક પ્રકારથી ઘણી ઓછી હતી, છતાં પણ શત્રુમર્દન રાજાના સિન્યને તથા ખુદ શત્રુમર્દનને પણ શસ્ત્ર અસ્ત્રના પ્રહારથી વિહ્વળ બનાવી દીધા. શત્રુમદને પોતાની આ પ્રકારની સ્થિતિ જોઈ ત્યારે એક સાચા વીર પુરુષને શોભે એ રીતે શત્રુસન્યને શિકસ્ત આપવા અને પિતાના સન્યને નિકળતા કચ્ચરઘાણ બચાવવા પિતાના ઘોડાને શત્રસૈન્યની વચ્ચોવચ્ચ લઈ જવા પ્રયત્નશીલ બન્યા, પરંતુ તે ઘડે શત્રુસેનાની વચ્ચે ન જતાં પાછા હઠવા લાગ્યા. ત્યારે શત્રુમર્દને કેરડાથી વારે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧