Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મારે પિતાનું કલ્યાણ કરવું છે આથી તે નિયાગાથ–મોક્ષ અભિલાષી બની જાય છે. અને એ સ્થિતિમાં એની પ્રત્યેક ક્રિયાઓ મોક્ષ પ્રાપ્તિની તરફ જ એને લઈ જવાવાળી થતી રહે છે. એટલે તે કોઈપણ કુળ, ગુણ અને ગચ્છથી દૂર કરવામાં આવતા નથી. મતલબ આને એ છે કે જે પ્રકારે શ્રીખંડ ચંદનનું વૃક્ષ સમસ્ત મલયાચલના જંગલમાં રહેલાં બધાં વૃક્ષોને પિતાની અપાર સુગંધીથી સુરક્ષિત કરતું રહે છે. અથવા જે પ્રકારે અમૃતમય શીતળ કિરણના સંસર્ગથી વિકસિત કુમુદવન, મનેઝ, શીતળ અને સુગંધિત વાયુ એવી મનોહર ચાંદની દ્વારા પ્રત્યેક જનના મનને આલ્પાદિત કરે છે. અથવાજે પ્રકાર ક્ષીર સાગરની નિઝેરી (ઝરણું) પિતાની નિકટ રહેલા વૃક્ષોને એની ડાળે વિગેરેને તથા કુલફળાદિ, પાંદડાં વગેરેને રસપ્રદાનથી વૃદ્ધિગત અર્થાત્ વધારે છે. અને વિકસીત કરે છે. આ રીતે વિનયથી વિભૂષિત બનેલા શિષ્ય પણ શીલથી કુળ, ગણ એટલે ગચ્છને પ્રમુદિત કરીને લેકમાં ચિન્તામણી રત્ન સમાન માનવામાં આવે છે. કલ્પવૃક્ષના સમાન સેવિત કરવામાં આવે છે. નિધિની માફક આહત થતા રહે છે. અને સુધાની (અમૃત) માફક પૂજાય છે. છા
વિનય પાલન કરને કા ઉપાય
વિનય પાલન કેવી રીતે કરવું જોઈએ તેને સૂત્રકાર આ નિચે બતાવેલ ગાથાથી સ્પષ્ટ કરે છે. નિષત્તિ. ઈત્યાદિ.
અન્વયાર્થ—(નિતે-નિરાન્તિઃ) જે ઉપશમ ભાવથી યુક્ત છે જેને અંદર ક્રોધને ઉપદ્રવ થતું નથી. તથા બાહરથી જેને સદા સૌમ્ય આકાર બ રહે છે એવા શિષ્ય (કુવારી) અવિરૂદ્ધભાષી–પ્રિયભાષી બનીને (વૃદ્ધા અંતિ-વૃદ્ધાનાં અન્તિવે) આચાર્યોની સમિ. (સચ-સા) હંમેશાં (ગઝૂનુત્તનિ–અર્થયુનિ) મોક્ષ પ્રતિબોધક-અથવા હેયે પાદેય તત્વ પ્રતિપાદક એવાં વિતરાગોપદિષ્ટ શાસ્ત્રોનો (સિવિરાંકન—શિક્ષેત્ત) અભ્યાસ કરે. તથા (નિટ્ટાણિ વન્ન-નિરથરિ તુ વ7) એનાથી વિપરિત અન્ય શાસ્ત્રોને ત્યાગ કરે.
ભાવાર્થ-વસ્તુનું પારમાર્થિક સ્વરૂપ પ્રતિપાદન કરવાવાળા હોવાથી મોક્ષમાર્ગના પ્રદર્શક શાસ્ત્ર જ ઉપાદેય છે. જે પ્રકાર સમુદ્ર પિતાની તરંગમાળાઓથી શોભિત દેખાય છે એ જ રીતે પ્રભુના વચન સ્વરૂપ આગમશાસ્ત્ર પણ સ્યાદ્વાદશૈલીથી સુશોભિત હોય છે. તેમાં રાગ અને દ્વેશને વધારનારી કથાઓ બીલકુલ હોતી નથી. એનાથી એ સદા વત છે. અવ્યાબાધ સુખના એ જનક છે. ઉત્પાદ વ્યય, અને ધ્રવ્યના યથાર્થ સ્વરૂપના એ નિરૂપક છે. આ માટે મોક્ષાભિવાષિઓએ વિતરાગ પ્રણીત શાસ્ત્રનો જ અભ્યાસ કરવો. જોઈએ. જેમાં આ પ્રકારની વાત નથી, જે સર્વથા એકાન્તપાદને પિષનાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧