Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વિચ્છ (ફેઝ-j.) (નટ, નર્તક, નાચ-ગાન કરનારો) ભક્તકવિ મહાન યોગીરાજ શ્રીઆનંદઘનજીએ એક પદમાં ગાયું છે કે, જેમ નટો ચોકમાં નાચે છે, આશ્ચર્યકારી ખેલ કરી બતાવે કોને ખૂબ મનોરંજન પૂરું પાડે છે પરંતુ, તેનું ચિત્ત તો એકમાત્ર દોરડા પર કેન્દ્રિત રહે છે, તેમ સમકિતી જીવ સંસારમાં કર્મજન્ય વિવિધ પ્રકારના વેશો ભજવે છે, પણ તેનું ચિત્ત તો એકમાત્ર મોક્ષ પ્રત્યે કેન્દ્રિત થયેલું હોય છે. ઠંડા -અરશ્ન(.) (પીટી) કેટલાય ભવોમાં જાયે અજાણ્યે કરેલા સુકતો અને પુણ્યના કારણે દશ દષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે, મળેલી આ તકને વિશિષ્ટ ધમરાધના દ્વારા સુધારવાની જગ્યાએ આપણે જાણે કે આપણને મળેલો આ જન્મ શાશ્વત હોય તેમ ધર્મારાધના. સકતોને ખીંટીએ લગાવીને માત્ર ભૌતિક સુખોપભોગ અને પૈસા કમાવામાં જ લાગેલા છીએ, અંગુત્તરી - ગોત્તર (ત્રિ.) (ઉપરની બાજુ અંકરત્નમય જેની છે તે, ઉપરના ભાગે અંકરત્નમય દ્વારવાળું) મંજુર - મહૂર (.) (અંકુર, પાંદડાનો પ્રથમ ફૂટેલો ફણગો 2. લોહી 3. રોમ) જેમ સૂર્યના અત્યંત તાપથી કે અગ્નિ આદિના સંયોગથી સંપૂર્ણ બળી ગયેલા બીજમાંથી અંકુર ઊગતો નથી તેમ અરિહંત દેવોની ભક્તિ તથા તેઓની આજ્ઞાના પૂર્ણ પાલન દ્વારા કર્મબીજનું દહન થતાં ભવરૂપી અંકુર નાશ પામે છે. ગ્રંવાર - અંશ (પુ.) (હાથીને મારવાનું અંકુશ 2. ગુરુવંદનનો એક દોષ 3. પ્રતિબંધ 4. દેવાર્ચને હેતુ વૃક્ષના પાંદડા છેદવાનું સંન્યાસીનું એક ઉપકરણ 5. દેવવિમાન વિશેષ 6, અંકુશાકારે ખીંટી) ગુરુ ભગવંત જ્યારે આરામમાં ન હોય, આસન ઉપર બેસેલા હોય ત્યારે જ તેઓને વંદન કરવા જોઈએ. વંદન કરવા માટે જેમ અંકુશ દ્વારા હાથીને તેમ આરામમાં રહેલા કે કોઈ કાર્યમાં વ્યગ્ર ચિત્તવાળા ગુરુ ભગવંતનો હાથ કે તેમનું કોઈ ઉપકરણ પકડીને, ખેંચીને તેમને વંદન કરવા માટે બેસાડવાથી અથવા હાથીને અંકુશ લગાડવાથી જેમ માથું ઊંચું-નીચું કરે તેમ વંદન કરતી વખતે કરવાથી ગુરુવંદનનો અંકુશ નામનો દોષ લાગે છે. @સા - મા (ત્રી.). (અનંતનાથ ભગવાનના શાસનદેવી) ઉજવળ દેહકાંતિવાળા પદ્માસનમાં બેસેલા ચાર હાથમાંથી જમણા બે હાથમાં ખડ્રગ અને નાગપાશ તથા ડાબા બે હાથમાં અનુક્રમે ઢાલ અને અંકશને ધારણ કરનારા હે અનંતનાથ ભગવાનનાં શાસનદેવી ! ધર્મકાર્યમાં અમારા વિનોનો નાશ કરો. अंकेल्लणपहार - अंकेल्लणप्रहार (पु.) (ઘોડા આદિને ચાબુક દ્વારા કરાતો પ્રહાર, ચાબુકનો માર-થા) ઉદંડ ઘોડાને જેમ ચાબુકના પ્રહાર દ્વારા કાબુમાં રાખવામાં આવે છે તેમ મનરૂપી અશ્વને ઉન્માર્ગે જતો રોકવા માટે જિનભક્તિ તથા જિનાગમોના પઠન-પાઠન ચાબુકના પ્રહાર સમાન છે. સંશો - ગ્રંટ (4) ()(.) (અંકોલ વૃક્ષ, જે ગંધયુક્ત પુષ્યવાળું, ખીલા જેવા આકારના મોટા કાંટાવાળુ અને રક્તવર્ણ ફળવાળું હોય છે.) જોક - સંશોટ (4) જૈન (1.) (અંકોલનું તેલ) અંકોલનું તેલ અનેક પ્રકારના અસાધ્ય રોગોમાં ચમત્કાર સર્જે છે. તંત્ર પ્રયોગોમાં તેને ઘણું મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તેલ કૌતુકકારી ગણાય છે પણ વનસ્પતિતંત્રમાં એને પ્રાપ્ત કરવાની વિધિ ઘણી જ અટપટી અને દુ:સાધ્ય વર્ણવાઈ છે. માટે જ કહે છે કે