Page #1
--------------------------------------------------------------------------
________________
જીવની-ગલ્સ
ચિત્રભાનું
WWW.jainelibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
જીવન-માંગલ્ય
ચિત્રભાનુ
નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨ દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ૨૦૨, પંલિકન હાઉસ, નટરાજ ટોકીઝ પાસે
આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૯ E-mail : info@navbharatonline.com Visit us at : www.navbharatonline.com
Page #3
--------------------------------------------------------------------------
________________
JEEVAN-MANGALYA by Chitrabhanu Published by Navbharat Sahitya Mandir
Ahmedabad-1 & Mumbai-2 Visit us at : www.navbharatonline.com E-mail
: info@navbharatonline.com
© ચિત્રભાનું
પ્રથમ આવૃત્તિ : મે, ૨૦૦૮
કિંમત : રૂ. ૨૦૦-૦૦
પ્રકાશક : અશોક ધનજીભાઈ શાહ નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ ૪૦૦ ૦૦૨ દેરાસર પાસે, ગાંધી રોડ અમદાવાદ ૩૮૦ ૦૦૧
ટાઇપ સેટિંગ : પ્રિન્ટ પોઇંટ, ૨૩, ૪થો માળ, ઇલોરા કૉમ. સેન્ટર, અમદાવાદ - ૧
મુદ્રક : પ્રિન્ટ કોન પ૫, સરદાર પટેલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, એ-વન હોટલની સામે, શાહવાડીની બાજુમાં, ઈસનપુર, નારોલ, અમદાવાદ ૩૮૨ ૪૪૩
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
જીવન એક પરમ રહસ્ય છે.
સદીઓથી, અંતહીન કાળથી જ્ઞાનીઓ, વિજ્ઞાનીઓ, તત્ત્વજ્ઞાનીઓ, સાધકો, ઉપાસકો અને ન જાણે કંઈ કેટલા ઋષિઓ-મુનિઓ જીવનના પરમ રહસ્યને પિછાણવા.. પામવા... સ્પર્શવા મથે છે.
સ્વાનતઃ સુખાય પ્રારંભાયેલી એ શોધની યાત્રા દરમ્યાન જે મેળવે છે... જે મળે છે... એ બધું 'ગમતાનો કરીએ ગુલાલ' એ અભીપ્સા સાથે સહુજન હિતાય, બહુજન સુખાય... સર્વજન સહાય એ વહેંચતા હોય છે.
જ્ઞાન ખીલવે તે જ્ઞાની કહેવાય.
જ્ઞાન કેળવે તે જ્ઞાની કહેવાય.
છેલ્લી સદીના આવા શ્રેષ્ઠ જ્ઞાનીજનોની શ્રેણીમાં એક નામ અનાયાસે ઊભરી આવે છે અને એ નામ છે ચિત્રભાનુ !
૨૬-૭-૧૯૨૨ના રૂપરાજેન્દ્ર તરીકે આરંભાયેલી એમની જીવનયાત્રા ૬-૧૨-૧૯૪૨ના દિવસે જૈનદીક્ષામાં ચંદ્રપ્રભસાગર મુનિ તરીકે પરિણમી.
પરિવર્તન અનિવાર્ય છે, શાશ્વત છે. પ્રત્યેક વસ્તુ બદલાય છે. પછી એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય... સ્થિતિ હોય કે પરિસ્થિતિ હોય... પણ પરિવર્તન એ પ્રત્યેક પળની પ્રક્રિયા છે ! પરિવર્તનમાં આરોહણ પણ હોય અને અવરોહણ પણ હોય. પરિવર્તનમાં વિકાસની ક્ષિતિજો એક પછી એક કમળની પાંદડીઓની જેમ ખીલતી જાય... અને ઊર્ધારોહણની યાત્રા આરંભાય... પણ જો દિશા અવળી હોય... ઊંધી હોય તો અવરોહણની ઊંડી ખીણ તરફ પણ જીવન ધકેલાઈ જાય ! વિકાસના બદલે ાસ તરફ દોરી જાય !
ચિત્રભાનુજીના પ્રત્યેક પરિવર્તને એમને નવો પ્રકાશ ચીંધ્યો છે. વૈચારિક અને વ્યવહારિક પાસાંઓના પરિવર્તનથી એમનું આંતરજગત તો વૈભવી બન્યું છે જ, સાથે સાથે એમણે પોતાના આસપાસને પણ ઊર્જસ્વી બનાવ્યું છે. ઓજસ્વી કર્યું છે.
(3)
Page #5
--------------------------------------------------------------------------
________________
દીક્ષા ગ્રહણ કર્યા બાદ એમણે તપ-ત્યાગ-સ્વાધ્યાય-ધ્યાનની સાથે સાથે સ્વપર કલ્યાણની પ્રવૃત્તિઓનો યજ્ઞ માંડ્યો ! પ્રવચનો, વાર્તાલાપ, સંબોધન, માર્ગદર્શન, ધ્યાનના પ્રયોગો, ધાર્મિક અને સામાજિક સંસ્કારીકરણના પ્રયોગો, જેલના કેદીઓને ઉદ્ધોધન, શિક્ષણ સંસ્થાનોમાં યુવાઓને સંબોધન, જૈન જૈનેતર પર્વોના પ્રસંગોએ હજારો.... લાખોની મેદનીને પ્રેરણા આપતાં પ્રવચનો, આ ઉપરાંત માનવરાહતનાં કાર્યો.. વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ હતો. દેશના જ નહીં... દૂર દૂર પ્રદેશ અને વિદેશના જિજ્ઞાસુઓ પણ એમના સત્સંગ માટે ઉત્સુક રહેતા. સાધકો સાથેની સંગોષ્ઠિ અને શાસકો સાથે પણ અવારનવાર સંવાદ સર્જીને એમણે ઘણાં સત્કાર્યો કરાવ્યાં. કતલખાના બંધ કરાવવા જેવી પાયાની જીવદયાની આલબેલ પણ એમણે પોકારી છે.
૧૯૭૦માં સહુ પ્રથમ વખત એમણે જીનીવા ખાતે આયોજિત દ્વિતીય આધ્યાત્મિક શિખર પરિષદમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો... અને એ વિદેશ પ્રવાસની સાથે જ જબરદસ્ત પરિવર્તન એમના જીવનમાં આવ્યું... સંપ્રદાયમાં સંગોપાઈને રહેલા ચિત્રભાનુ હવે સંપ્રદાનની ભૂમિકાએ પહોંચીને વિશ્વના ખૂણે ખૂણે પ્રભુ મહાવીરની વાણીને પહોંચાડવાનો ભેખ આદરી લે છે !
આવા વખતે અપ્રતિમ વિરોધ, અસહકાર અને અપમાનના પ્રસંગો ઊભા થયા... પણ સાથે સાથે ઘનશ્યામદાસ બિરલા... બસંતકુમાર બિરલા અને એવા અનેક મહાનુભાવો એમના પડખે અડીખમ ઊભા રહ્યા.
ગંગાનાં ગુણગાન કરવાં... એનું પૂજનઅર્ચન કરવું એ અલગ વાત છે અને એ ગંગાને ધરતી પર લાવીને સામાન્ય જન સુધી પહોંચાડવી એ ભગીરથ કાર્ય છે !
ચિત્રભાનુજીની બહુમુખી પ્રતિભાને દેશ-પ્રદેશના સીમાડાથી પેલેપાર વિદેશની ધરતી પર ફેલાવવામાં અનેક જ્ઞાત-અજ્ઞાત લોકોએ તર્પણ કર્યું.
૧૯૭૦માં જીનીવા ખાતે બીજી આધ્યાત્મિક શિખર પરિષદ [2nd Spirtual Summit Conference] 1971માં હાર્વર્ડ-અમેરિકા ખાતે ત્રીજી આધ્યાત્મિક શિખર પરિષદ, ૧૯૭૩માં ન્યૂયોર્ક-અમેરિકાના યુનાઇટેડ નેશન્સના ખંડમાં UN Chapelમાં પ્રથમવાર મહાવીર જયંતીની ઉજવણી.
૧૯૭૯માં અમેરિકામાં જૈન સેન્ટરની સ્થાપના..
અમેરિકામાં રહેતા.. ભણતા... કાર્ય કરતા જૈન યુવકોને જગાડ્યા.. જેનધર્મ પ્રત્યે અભિમુખ કર્યા. અને જૈનધર્મની પ્રવૃત્તિઓ માટે ૪ જૈન સેન્ટરોની સ્થાપના કરી.
- ૧૯૮૦માં જૈના -- JAINAની સ્થાપના કરીને અમેરિકાના જૈનોને એક તાંતણે બાંધ્યા.
(૪)
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૦૦૧માં અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર અમેરિકાની પ્રતિનિધિ સભા [US House of Representatives]માં પ્રભુ મહાવીરની જન્મ જયંતી પ્રસંગે પ્રાર્થના કરી..
જૈન સમાજ, જૈનધર્મ માટે આ એક ગૌરવ અને ગરિમાની વાત બની.
સાથે સાથે અમેરિકા, યુરોપ, આફ્રિકા, હોંગકોંગ, સિંગાપૉર, મલેશિયા, બેજીયમ, જાપાન વગેરે અનેક દેશોમાં ફરીને પ્રભુ મહાવીરના સિદ્ધાંતો અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદનો પ્રસાર કર્યો. અને જૈનધર્મ સાચા અર્થમાં વિશ્વધર્મ બન્યો. અહિંસક જીવનપદ્ધતિ, શાકાહારના પ્રચાર માટે અનવરત પ્રયત્નશીલ રહ્યા. સવા લાખ જૈનો ઉપરાંત લાખો વિદેશી લોકો સંપૂર્ણપણે શાકાહાર અને વિજ્ઞાન તરફ વળ્યા.
૧૯૭૦માં વિદેશની ધરતી ઉપર ચિત્રભાનુજીએ પ્રગટાવેલી ધર્મપ્રચારની આ મશાલમાં ત્યાર બાદ ભારતના અનેક સંતો, ત્યાગીઓ, જ્ઞાનીઓએ તેલ પૂરીને એને પ્રજ્વલિત રાખી છે. જાણે કે એમણે ધર્મપ્રચાર માટેનાં દ્વાર ઉઘાડ્યાં.
આ બધા આયામો એમના પ્રભાવશાળી વ્યક્તિત્વના, એમની અન્તર્યાત્રાની વિકાસયાત્રાનાં પરિણામ છે.
જીવનના આ તમામ પડાવોને વટાવતા એઓ શબ્દો અને ભાષાના સફળ વાહક બન્યા છે. ઘણુંબધું બોલ્યા... ઘણુંબધું લખ્યું... વખતોવખત પુસ્તકરૂપે, સામયિકોમાં, છાપાંઓમાં, મેગેઝિનોમાં બધું છપાતું રહ્યું. એઓ લોકોને પ્રેરણા માટે તીર્થસમાન બની ગયા. એમનું સાહિત્ય પ્રેરણાની ગંગોત્રી બની ગયું !
લગભગ ૧૯૮૦ સુધીની સાલનું એમનું સમગ્ર ગુજરાતી સાહિત્ય હવે સંપુટરૂપે - ૪ પુસ્તકો રૂપે ગ્રંથસ્થ થયું છે.
નવભારત સાહિત્ય મંદિરવાળા શ્રી ધનજીભાઈ તથા એમના પરિવારના અત્યંત આગ્રહ... વિનંતી અને સતત પ્રયાસોના પરિપાકરૂપે આ સાહિત્યસંપુટ ૧૪૦૦થી વધારે પાનાંઓમાં પથરાઈને ઉપલબ્ધ બને છે.
આ સમગ્ર સાહિત્ય માનવજાત માટેની એમની કરુણા.. એમનો પ્રેમ.. કલ્યાણ-કામના... તથા જીવન પ્રત્યેનો સમાદર છલકાઈ આવે છે.
જોકે ૧૯૮૦ પછીનાં પ્રવચનો, ચિંતન આલેખન વગેરેની તો આપણે હજી પણ તીક્ષા કરવી રહી.
નિશ્ચિતપણે એમના વિચારો વાચકને ઝકઝોરશે. સાચી દિશા ચીંધશે. માર્ગની શોધમાં નીકળેલા સાધકો માટે દીવાદાંડીની ગરજ સારશે. (M, A., M. Phill., D. H. E.)
પ્રો. રમેશ એચ. ભોજક Wilson College MVM 7.
Page #7
--------------------------------------------------------------------------
________________
Carex
sh
U.S. House of Representatives
CERTIFICATE
Moog
This certification of recognition and Repreciation is presented to
GURUDEV SHREE CHITRABHANUJI Founder, Jain Meditation International Center
New York, New York
who have lise uning WICY at a session of the U.S. Hause of Representatives,
The Capital, Waskington, D.C., OK MAY 22, 2001.
wowowowowoso
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
જીવન-માંગલ્ય
૧. આજના યુગમાં ૨. આત્મસત્તાનો અનુભવ ૩. ધારણ કરે તે ધર્મ ૪. મનની કેળવણી ૫. આત્મજાગૃતિ ૬. મૈત્રીની મહત્તા ૭. અષ્ટગુણી વાણી
૩૨
४८
૩૩
0
પૂર્ણિમા પાછી ઊગી !
૧૦૫
૧ ૧૩
૮. પૂર્ણિમા પાછી ઊગી ! ૯. અહંને ઓળખો ૧૦. સ્ત્રીની શક્તિ ૧૧. સાચું આભૂષણ ૧૨. અભય કેળવો ૧૩. આજના યુવાનોને ૧૪. પ્રશ્ન-ત્રિપુટી ૧૫. આજના યુગમાં ૧૧. જીવનસાફલ્યની ચાવી ૧૭. આપણને ઓળખીએ ૧૮. દાન : એક ઉત્સવ
૧ રર
૧૩૭
૧૪૦
૧૪૭
૧૬૧
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૯. આત્મશ્રીની પૂર્ણતા
૨૦. પૂર્ણની પ્યાસ
૨૧. પ્રાણી-મૈત્રીદિન
પૂર્ણના પગથારે
૨૨. પરિસંવાદ
૨૩. જીવનને પૂર્ણ કેમ બનાવવું ?
૨૪. જીવનનું દર્શન
૨૫. સમ્યગ્દર્શન
૨૭. વિકાસ
૨૭. આપણું સંસ્કા૨ધન
૨૮. પ્રાર્થના અને પુરુષાર્થ ૨૯. સ્ત્રી : જ્વાળા નહિ, જ્યોત
(૮)
૧૬૯
૧૮૧
૧૯૩
૧૯૯
૨૨૫
૨૩૦
૨૪૪
૨૫૯
૨૬૬
૨૭૯
૨૯૪
Page #10
--------------------------------------------------------------------------
________________
------
---
----------
-
Box
Mqot-HiJIQ
- - ---
-
--
-
-
---
&
Page #11
--------------------------------------------------------------------------
________________
Page #12
--------------------------------------------------------------------------
________________
૧. આજના યુગમાં
ન દર્શનમાં કોઈ વાત એકાંતે ( ૧૦ કહેવામાં નથી આવી. આજે કેટલાક $ લોકો જીવનને એકલક્ષી બનાવી માત્ર ક્રિયા છે કે ધ્યાન પર જ મહત્ત્વ આપે તો તે કેમ 2 ચાલે ? કારણ કે સ્યાદ્વાદ-અનેકાન્તની છે. દષ્ટિએ કોઈ એકને આપણું મધ્યબિંદુ જ બનાવવા છતાં જીવન વિષેની અનેકવિધ છે બાબતોનો પણ આપણે સાપેક્ષ ખ્યાલ 8. રાખવો પડશે.
આજનો યુગ એક રીતે જ્ઞાનનો યુગ છે. વ્યાવહારિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ • એ બંને વચ્ચેના ભેદ તેમ જ જીવનમાં એ છે. બંનેનું શું સ્થાન છે, તે આપણે સમજી લેવું આ પડશે. વ્યાવહારિક શિક્ષણની જરૂરિયાત છે તેમ જ ઉપયોગિતા તો આજે જીવનમાં
દરેક ક્ષેત્રે જોવામાં આવે છે. દિવસે દિવસે
વધતી જતી અનેક યુનિવર્સિટીઓ તેમ જ $ કૉલેજમાં અભ્યાસ કરી વિદ્યાર્થીઓ ડિગ્રી
મેળવે છે, એ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે કયો માણસ કયા
જીવન-માંગલ્ય * ૩
Page #13
--------------------------------------------------------------------------
________________
વિષયમાં નિષ્ણાત છે. એમ. બી. બી. એસ.ની ડિગ્રી ધરાવનાર હોય તો આપણે સમજી શકીએ છીએ કે તે શરીરશાસ્ત્રનો નિષ્ણાત છે. તે જ રીતે સી. એ.ની ડિગ્રી ધરાવનારને તે હિસાબ અને નામાખાતાનો નિષ્ણાત છે એમ આપણી સમજમાં આવી જાય છે. ધાર્મિક શિક્ષણની બાબતમાં અભ્યાસની કોઈ આવી ડિગ્રી હોતી નથી, અને તેના શિક્ષકોની પસંદગીમાં પણ ખાસ ધોરણ જેવું હોતું નથી. આજનો યુગ ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણનો સમન્વય કરવાનો યુગ છે.
થોડા વખત પહેલાં શિસ્તપાલન વિષે આપણા દેશના વિદ્યાર્થીઓમાં વધતી જતી બેદરકારી અને વણસતી પરિસ્થિતિ અંગે તપાસ કરવા માટે સરકારે એક મિશન નીમ્યું હતું અને તેમાં આપણા રાષ્ટ્રપતિ અને મુંબઈના માજી ગવર્નર શ્રીપ્રકાશ જેવા વિદ્વાન સભ્યો હતા. તેમણે સંશોધન કરી જે રિપોર્ટ તૈયાર કર્યો તેમાં મુખ્ય વાત એ હતી કે કૉલેજના વિદ્યાર્થીઓને વ્યાવહારિક શિક્ષણની સાથોસાથ આધ્યાત્મિક શિક્ષણ પણ આપવું જરૂ૨નું છે. આમ થતાં વિધાર્થીજગતમાં આજે જે અવ્યવસ્થા અને શિસ્તપાલનનો અભાવ જોવામાં આવે છે, તે દૂર થશે. આમ આધ્યાત્મિક શિક્ષણની અગત્ય રાષ્ટ્રપતિએ પણ સ્વીકારી છે.
પાઠશાળાઓમાં છોકરાઓને ધાર્મિક સૂત્રો શિખવાડવામાં આવે છે, અને તેથી બાળકોને જરૂરી ધાર્મિક શિક્ષણ મળી રહે છે, એમ સંતોષ માની લઈએ તે બરોબર નથી. હાઈસ્કૂલોનાં આગલાં ધોરણોમાં અભ્યાસ કરતા તેમ જ કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ બાબતમાં સંતોષ આપી શકે તેવા શિક્ષકોની આપણે ત્યાં ખોટ છે, અને આ ઊણપના કારણે જ બાળકો ધાર્મિક અભ્યાસમાં રસ લઈ શકતાં નથી, કારણ કે એવા અભ્યાસથી તેમની ભૂખ સંતોષાતી નથી. મોટી ઉંમરનાં બાળકોને જ્યારે પાઠશાળામાં જવાનું કહેવામાં આવે છે ત્યારે તેઓ વ્યાવહારિક શિક્ષણના બોજાની વાત રજૂ કરે છે, અને એવે વખતે આપણે બાળકોની વાત સાથે સંમત થઈ જઈએ છીએ. વાસ્તવિક પરિસ્થિતિ તો એ છે કે આજનાં માબાપોને તેમના ધમાલિયા જીવનના કારણે, બાળકોને પાઠશાળામાં જવાનું કેમ ગમતું નથી, તેમ જ ધાર્મિક અભ્યાસમાં તેમને કેમ રસ પડતો નથી, તેનાં કારણોમાં ઊંડાં ઊતરવાની ફુરસદ જ નથી, અને તેથી તો પરિસ્થિતિ સુધરવાને બદલે વણસતી જવાની છે.
આ માટે મારી પાસે અનેક વિદ્યાર્થીઓ ચર્ચા અર્થે આવે છે, અને તે પરથી મને લાગે છે કે આજના વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક શિક્ષણની ભૂખ તો છે જ, પરંતુ વર્તમાન ધાર્મિક શિક્ષણની પદ્ધતિ અને અવ્યવસ્થાના કા૨ણે
૪ * જીવન-માંગલ્ય
Page #14
--------------------------------------------------------------------------
________________
તેઓની આવી ભૂખ સંતોષાતી નથી, અને તેથી જ તેઓને ધાર્મિક અભ્યાસમાં રસ પડતો નથી. મને યાદ છે કે એક વખત એક પ્રૌઢ ઉમરના શિક્ષક પાસે બાળકો સૂત્રોની ગાથાઓ બોલી રહ્યાં હતાં. ત્યાં એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે, સાહેબ ! સુર્ય સવારે ઊગે છે અને સાંજના આથમે છે, પણ જગતમાં કોઈ એવો પ્રદેશ હોઈ શકે ખરો કે જ્યાં સૂર્ય દિવસોના દિવસ સુધી આથમે જ નહિ ? આ ધાર્મિક શિક્ષકને ભૂગોળનું જ્ઞાન ન હોવાથી પેલા વિદ્યાર્થીને મૂર્ખાઈ ભરેલો પ્રશ્ન પૂછે છે એમ કહી બેસાડી દીધો. આવી પરિસ્થિતિ આપણી મોટા ભાગની પાઠશાળાઓમાં પ્રવર્તે છે. વિદ્યાર્થીઓ પોતાની જિજ્ઞાસા સંતોષવા એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે, પણ કોઈ સ્થળે એમને મૂર્ખ ગણી હસી કાઢે છે, તો વળી કોઈ સ્થળે એમને જડ ગણી હાંકી કાઢવામાં આવે છે, તો વળી કોઈ સ્થળે એને નાસ્તિક કહી તિરસ્કારવામાં આવે છે. આના પરિણામે વિદ્યાર્થીઓ કંટાળી જાય છે, અને ધાર્મિક અભ્યાસમાંથી તેમની શ્રદ્ધા જ ઊઠી જાય છે. એટલે પ્રથમ તો આજે પાઠશાળાઓમાં એવા શિક્ષકોની જરૂર છે કે જેમણે ધાર્મિક અભ્યાસ સાથે સંપૂર્ણ વ્યાવહારિક વિજ્ઞાનનું જ્ઞાન પણ લીધું હોય, દૃષ્ટિની વિશાળતા હોય. માત્ર સૂત્રોની ગાથાઓ ગોખાવ્યા કરે એવા શિક્ષકો વર્તમાન કાળે આપણી પાઠશાળાઓમાં નહિ ચાલે, અને એ જ રીતે કૉલેજ તેમ જ હાઈસ્કૂલોમાં પણ વ્યાવહારિક સાથે આધ્યાત્મિક શિક્ષણ ધરાવનાર શિક્ષકો અને પ્રોફેસરોની પસંદગી કરવામાં આવશે ત્યારે જ વિદ્યાર્થીઓમાં પ્રવર્તતી અશિસ્ત નાબૂદ થશે.
ક્રિયા આપણા આત્મા માટે છે, આપણો આત્મા ક્રિયા માટે નથી, એ આપણે હંમેશાં યાદ રાખવાનું છે. જો દરેક ક્રિયા વિવેકપૂર્વક કરવામાં આવતી હોય તો એવી ક્રિયા કરનારને કોઈ પાપકર્મનું બંધન થતું નથી. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે જે વિવેકથી ચાલે, વિવેકથી ઊભો રહે, વિવેકથી સૂવે, વિવેકપૂર્વક ભોજન કરે અને વિવેકપૂર્વક બોલે તો તે પાપકર્મ બાંધતો નથી.
દેહ અને આત્મા વચ્ચેના ભેદ પણ આપણે સમજી લેવા જોઈએ. આત્મા ઘીના લોટા જેવો છે, કાયા છાશના લોટા જેવી છે. કોઈ માણસ એક હાથમાં ઘીનો લોટો અને બીજા હાથમાં છાશનો લોટ રાખી માર્ગે ચાલ્યો જતો હોય, અને સામેથી કોઈ દોડતું આવતું હોય તો તેની અડફેટમાંથી બચવા માટે એ માણસ એ રીતે તરી જશે કે જેથી છાશના લોટાના ભોગે પણ ઘીના લોટાને આંચ ન આવે. આ રીતે કાયાના ભોગે આત્માનું રક્ષણ કરી શકાય, પણ આત્માના ભોગે કાયાનું રક્ષણ ન જ થઈ શકે
આવી રીતે સર્જન અને વિસર્જન વચ્ચેના ભેદ પણ આપણે જાણી લેવા
જીવન-માંગલ્ય હ ૫
Page #15
--------------------------------------------------------------------------
________________
રહ્યા. એક કળાકારને ભવ્ય પ્રતિમા તૈયા૨ કરતાં વરસોનાં વરસો લાગે છે, ત્યારે બીજો માણસ કુહાડાના ઘાથી થોડી ક્ષણોમાં જ તે પ્રતિમાનું ખંડન કરી નાખે છે, એ બેમાંથી વધુ શક્તિ પ્રતિમાને ખંડિત કરનારમાં નહિ પણ સર્જન કરનારમાં છે; કારણ કે સર્જન કરવામાં જ્ઞાનશક્તિની જરૂર પડે છે, જ્યારે નાશ કરવામાં તો જડતાની જરૂર પડે છે. આજના યુગમાં ભૌતિક શક્તિનો ઉપયોગ મોટા ભાગે વિસર્જન કરવામાં થાય છે, પણ સર્જન કરવામાં તો આધ્યાત્મિક શક્તિની જ જરૂર પડે.
યુરોપના એક સુપ્રસિદ્ધ કળાકારે એક સુંદર બાળકનું ચિત્ર તૈયાર કર્યું. બાળકનું ચિત્ર એવું તો આકર્ષક અને કળાયુક્ત હતું કે ઘડી-બે ઘડી આપણે તેની તરફ જોઈ જ રહીએ. એના મોઢા ૫૨ના સરળ અને વિનમ્ર ભાવો, તથા હોઠ પરનું મૃદુ હાસ્ય એવાં તો અલૌકિક હતાં કે જોનારના મનમાં નિર્મળતા અને નિર્દોષતાનો સંચાર થાય. થોડાં વરસો બાદ બીજા એક ચિત્રકારે એક દુષ્ટ પુરુષનું ચિત્ર તૈયાર કર્યું અને તે માટે એક ભયંકર ચહેરાવાળા માણસને પણ શોધી કાઢ્યો. એની ક્રૂર આંખો, વિકરાળ ચહેરો, ફૂલેલું નાક, ઊપસેલા હોઠ એવાં તો બિહામણાં હતાં કે ચિત્ર જોતાં ઘૃણા અને તિરસ્કારના ભાવ જાગ્રત થાય ! પછી એક પ્રદર્શનમાં એ બંને ચિત્રોને તેણે સાથે બાજુમાં મૂક્યાં. બંને ચિત્રો એકબીજાથી વિરુદ્ધ પ્રકારનાં ચિત્રો હતાં. એક દિવસ એક માનવી તે પ્રદર્શન જોવા આવ્યો, અને ચિત્રો જોતાં જોતાં પેલાં બે ચિત્રોની પાસે આવી પહોંચ્યો. પેલાં બે ચિત્રો જોઈને તે તો પોકે પોકે રડવા જ લાગ્યો. એને રડતો જોઈને તેની આસપાસ માણસોનું ટોળું જામી ગયું અને તેને રોવાનું કારણ પૂછતાં તેણે પોતાનું મોઢું બંને હાથો વડે ઢાંકીને કહ્યું કે આ બંને ચિત્રો ભિન્ન ભિન્ન વ્યક્તિનાં નથી પણ એક જ વ્યક્તિનાં છે. અને તે વ્યક્તિ અન્ય કોઈ નથી, પણ હું પોતે જ છું. આ બંને ચિત્રો જોઈ મારા ભૂતકાળના સ્વરૂપની વર્તમાન સ્વરૂપ સાથે સહેજે સરખામણી થઈ ગઈ, અને તે વિચારે હૃદયને આઘાત થયો. હું રડું છું મારા પતનને. આજે આપણી જાતને જ આપણે ભૂલી ગયા છીએ. પણ આજના વિજ્ઞાનયુગમાં સૌથી મોટામાં મોટી જરૂર તો આપણે આપણી જાતને જ ઓળખવાની છે. આધ્યાત્મિક શિક્ષણ માણસને સ્વનાં દર્શન તરફ દોરે છે, અને તે જ જ્ઞાન સાચું જ્ઞાન છે.
૬ : જીવન-માંગલ્ય
Page #16
--------------------------------------------------------------------------
________________
૨. આત્મસત્તાનો અનુભવ
ગ, જના યુગમાં માનવી ક્યાં છે,
માનવીનું મૂલ્યાંકન શું છે, તેનો વિચાર આપણે કરવાનો છે. આપણે ખૂબ જે શાંતિથી વિચાર કરીશું ત્યારે જ આપણને
ખ્યાલ આવશે કે આજે માનવી ક્યાં, માનવીનું સ્થાન શું, અને માનવીનાં સાચાં " મૂલ્ય શાં હોઈ શકે અને અત્યારે શાં છે ?
આજે વિજ્ઞાન એક બાજુ છે; જ્ઞાન બીજી બાજુ છે. વિજ્ઞાન અને જ્ઞાનની વચ્ચે ૧ માનવી બેઠો છે. વિજ્ઞાન ભૌતિકવાદનો
આવિષ્કાર કરી રહ્યું છે; જ્ઞાન આત્મવાદનો આવિષ્કાર કરી રહ્યું છે. એ બન્નેમાંથી
માનવીએ પોતાને કઈ બાજુ જવું છે તે આ પસંદ કરવાનું છે.
સામાન્ય રીતે પ્રવાહી પદાર્થનો એક નિયમ છે કે એ ઢાળ બાજુ જ વહી જતું
હોય છે ! વિજ્ઞાનના આવિષ્કારોએ, જ વિજ્ઞાનનાં પ્રલોભનોએ અને વિજ્ઞાને
આપેલી વિવિધ આકર્ષક સિદ્ધિઓએ oo માણસને એટલો તો ખેંચ્યો છે કે જ્યારે
જીવન-માંગલ્ય : ૭
Page #17
--------------------------------------------------------------------------
________________
એની આગળ આત્મજ્ઞાનની વાત કરવાનો પ્રસંગ આવે છે ત્યારે તેને તે નિરસ લાગે છે; લાંબા ગાળાની યોજના લાગે છે; કારણ કે જ્ઞાનનો માર્ગ ચઢાણનો છે, અને વિજ્ઞાનનો માર્ગ ઉપભોગનો છે, ઢાળનો છે.
એટલે થયું શું ? વિજ્ઞાનના પદાર્થો, એની શોધ અને એનાં સાધનો આપણને વિપુલતામાં મળવા લાગ્યાં. આથી આપણે એમ સમજવા લાગ્યા કે આપણે આપણા બાપદાદા કરતાં આગળ છીએ, સુખી છીએ. વળી આપણે આપણા વડવાઓ પર દયા પણ ખાતા થઈ ગયા કે એમણે બિચારાઓએ જગત કંઈ જોયું નહિ ! એમના એમ ચાલ્યા ગયા ! એ લોકો ચૂલો ફૂંકી ફૂંકી હેરાન થઈ ગયા. આપણો જમાનો કેવો કે સ્વિચ દાબીએ અને રસોડું ચાલુ થાય ? કેટલી સરસ સગવડ !
એ લોકો બિચારા પાણી માટે કૂવે જઈ, તળાવે જઈ, પાણી માથે ઉપાડી લાવતા. હવે તો પાણીની ચકલી ફેરવો એટલે પાણી જ પાણી ! હવે કૂવે અને તળાવે તો મરવા કે તરવા સારુ જ માણસ જાય. અરે, એ જમાનો કેવો હતો ? વાસીદુ વાળી વાળીને, ગાર કરી કરીને, લીંપણ કરી કરીને એ ડોસા-ડોસીઓ થાકી જતાં. આજ તો કેવી ચકચકાટ લાદીઓ છે ? એક ઝાડ ફેરવો કે બધું સાફ ! અને હવે તો ઝાડુ પણ ઇલેક્ટ્રિકનાં !
આ બધાથી આજે આપણને એમ લાગે છે કે આપણે આગળ છીએ. કોઈકવાર એમ પણ થાય કે અરેરે, એ લોકોએ આ યુગ જોયો હોત તો ! આવો સરસ રેડિયો ! ટેલિફોન ! આવી સરસ લાદી અને આવા સરસ અદ્યતન પ્રકારનાં સાધનો ! બિચારા જોયા વિના જ ગયા ? કેટલાકને તો એમની ત્રીજી પેઢીનાં વડીલો પ્રાચીન યુગનાં લાગે છે ! એ અજ્ઞાન યુગના માણસો બિચારા કંઈ ન જાણે. આમ આજે માણસનું મન, માણસની બુદ્ધિ, માણસના વિચારો આવા આકાર લઈ રહ્યા છે ! માણસના ચિત્તની આસપાસ એવા પ્રકારની આકૃતિ સર્જાઈ રહી છે. માણસ હૃદયથી એમ માનતો થયો છે કે જેમ જેમ વિજ્ઞાનનાં સાધનો વધશે, આવિષ્કારો થશે તેમ તેમ તે આગળ વધેલો ગણાશે.
કોઈ પણ માણસ આવીને કહે : “વિજ્ઞાન આપણને આગળ નથી લાવ્યું ?” તો “હા” જ કહેવી પડશે અને એમાં સૂર પુરાવવો પડશે કે આજનાં જેવાં ભવ્ય સર્જનો કયા યુગમાં હતાં ? જો માણસે પ્રગતિ કરી ન હોત તો આપણે આટલા બધા આગળ આવત ક્યાંથી ?
હજારો માઈલનો પંથ, આજે પ્લેન દ્વારા કલાકોમાં કપાય છે. વાત વાતમાં તો ક્યાંના ક્યાં પહોંચી જવાય છે ! આના કરતાં વધુ બીજી પ્રગતિ દુનિયામાં કોઈ હોઈ શકે ? ઘણી વાર આ દલીલો સામે આપણે મૌન સેવવું
૮ - જીવન-માંગલ્ય
Page #18
--------------------------------------------------------------------------
________________
પડે છે, કારણ કે એ વાત સાચી છે.
ગાડામાં બેસી વીસ માઈલ જવાનું હોય તો બળદિયા થાકે, વચ્ચે ગાડું છોડવું પડે, બળદને ઘાસ આપવું પડે; કેટકેટલો પ્રયત્ન કરે ત્યારે વીસ માઈલ જવાય.
પણ આજે હવે લંડન જવું હોય કે અમેરિકા જવું હોય તોપણ બહુ વિચાર કરવો પડતો નથી. સૌ હસતાં હસતાં વિદાય આપે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે આપણી પ્રગતિ, આપણી ગતિ, આપણી ઝડપ ખૂબ જ વધી છે અને હજી વધી રહી છે. આપણું મન એ રીતે તૈયાર થઈ રહ્યું છે. આપણને સાચે જ લાગે છે કે આપણે આગળ વધેલા માણસ છીએ.
પણ આ બધામાં માનવીનું સ્થાન શું છે તે શાંતિથી વિચારવું પડશે. આજે યંત્ર આગળ વધે છે, પણ માણસ ક્યાં છે ? યંત્રનાં મૂલ્યો છે તેના પ્રમાણમાં, માણસનાં મૂલ્યો ઘટ્યાં છે કે વધ્યાં છે ? ખરું કહું ? આજે માણસ સસ્તો બન્યો છે, મશીન મોંઘું બન્યું છે. મશીનની મહત્તા જેટલી પણ માણસની મહત્તા રહી નથી. એટલે જ આજે માણસ, માણસોને સાધનોથી માપે છે. માણસનું માપ સગુણની સામગ્રીથી નથી થતું પણ બાહ્ય સાધનોની સામગ્રીથી થાય છે.
આજની ઝડપ અને વેગની અસર માણસના જ્ઞાનતંતુઓ પર અને વિચાર પર અકલ્પનીય રીતે થઈ રહી છે. સ્વસ્થતાથી માણસ આજે જીવન અને જગત અંગે વિચારી જ શકતો નથી. માણસનું મૂલ્ય એના ચારિત્રથી, એની સેવાથી, એની ઉદારતાથી, એના પરોપકારી સ્વભાવથી થવું જોઈએ તેને બદલે એના બાહ્ય સંગ્રહથી અને સાધનોથી જ થવા લાગ્યું છે. એટલે માણસ કેવો પવિત્ર છે તે નહિ, પણ એ કેટલું રળે છે, કમાય છે, તે જ માત્ર જોવાય છે.
આ સાધન, એકની પાસેથી લઈ લ્યો અને બીજાને આપો, એટલે પહેલો માણસ ગૌણ બની ગયો, અને જેની પાસે સાધન આવ્યું તે મુખ્ય બની ગયો. આમ સાધનો બદલાતાં માણસ બદલાય છે. એટલે કે જેની પાસે વધારે સાધન તે વધારે આગળ. આ શરત-દોડમાં સાધનોવાળો ફાવી જાય છે. આમ જિંદગી જ એક શરત બની ગઈ છે !
હવેનો માણસ કહે છે : માણસની સામે નહિ, એના સાધન સામે જુઓ. માણસનું ચારિત્ર, તો કહેશે, “ભલે હોય. સંયમ પાળે છે, તો કહેશે “ઠીક છે : ભલો, આધ્યાત્મિક છે. બીજું શું ? એ બધું હોવા છતાં એની પાસે બીજું શું છે ?' બીજું એટલે સમજ્યા ને ? પૈસો, અને સાધનોનો ઢગલો ! એ હોય
જીવન-માંગલ્ય : ૯
Page #19
--------------------------------------------------------------------------
________________
તો કહેશે : “બરાબર, એણે ખરી કમાણી કરી છે !” આ સાધનો ગયાં તો માણસ આખો જ ગયો. માણસ પોતે જાણે કંઈ જ નથી.
આજે મનમાં દાસત્વ આવ્યું છે. આજ સુધી માણસને આધીન સાધન હતાં; હવે માણસ સાધનોને આધીન થયો છે. ઘોડા ઉપર માણસ હતો તેને બદલે માણસ ઉપર ઘોડો હોય એના જેવી આજે દશા છે.
જગતની એવી પરિસ્થિતિ છે. એટલે ખરી રીતે જોશો તો જણાશે કે માણસ આજે સાધનો નીચે દબાયેલો છે; જે સ્વામી હતો તે આજે અનુચર બન્યો છે. આ અનુચર કદાચ બહારની દૃષ્ટિએ નહિ દેખાય, પણ માનસિક દૃષ્ટિએ અનુભવી શકશો.
આ રીતે માણસનું મન દાસત્વ અનુભવે છે, અને તે ચેતનનું નહિ પણ જડ સાધનોનું. દાખલા તરીકે, તમે ગાડી વસાવી. તમે ગાડીમાં બેઠા. એ તમારું સાધન થયું. એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવામાં એ મદદ કરે છે.
ધારો કે ગાડીમાં બેસીને તમે સભામાં પ્રવચન સાંભળવા આવો છો, અગર તમે જ જંગલમાં ધ્યાન ધરવા જાઓ છો, કે ક્યાંક સ્વાધ્યાય કરવા જાઓ છો, પણ માનો કે કોઈ દિવસ તમારી ગાડી બગડી ગઈ; તો તમે શું કરો છો ? કહેશો કે આજે હવે વ્યાખ્યાનમાં નથી જવું, કારણ કે આજે ગાડી બગડેલી છે. હું કહું છું કે ભાઈ, ગાડી બગડી ગઈ છે, પણ તું એથી કેમ ચાલતો બંધ થઈ ગયો ? આ થઈ જડ સાધનની ચેતના ઉપરની અસર.
ઘણા કહે છે : “હવે અમારાથી ચલાય નહિ. અમે તો જરાય ન ચાલીએ. ગાડી વિના બહાર જવાવાળા એ આપણે નહિ.” પછી એ ધ્યાન, વ્યાખ્યાન જે કંઈ કરતા હોય તે બાજુમાં રહે. ગાડી જ્યારે પાછી આવે, ત્યારે પ્રવૃત્તિ ચાલુ થાય; ત્યાં સુધી બધું બંધ. એટલે માણસ કંઈ નથી, ગાડી મુખ્ય છે.
માણસની મનોભૂમિકા ઉપર, માણસની માનસિક સ્થિતિ ઉપર સાધનની આ કેવી રીતે ઘેરી અસર છે ! જો માણસ એમ માનતો હોય કે એ સ્વાધીન છે તો તે બરોબર નથી ? એ તો સાધનનો અનુચર છે. આ અનુચરપણું પણ ધીમે ધીમે એના લોહીમાં એટલું બધું ઊતરતું જાય છે કે બાપ એનો વારસો દીકરાને દેતો જાય, ને દીકરો એના દીકરાને દેતો જાય. એમ કરતાં કદાચ એક દિવસ એવો પણ આવે કે, માણસને થાય કે બધું જ કામ સાધનો દ્વારા થાય છે. તો પછી માણસની કિસ્મત શી ?
ગાય, ભેંશ અને બકરી દૂધ આપે ત્યાં સુધી કામનાં, પછી એ કતલખાને જાય. માણસની સેવા કરનારને છેલ્લે આમ કપાઈ મરવું પડે છે ! આ રીતે
૧૦ ક જીવન-માંગલ્ય
Page #20
--------------------------------------------------------------------------
________________
માણસની સ્વાર્થવૃત્તિએ કતલખાનાં વધાર્યા છે. માણસને દૂધથી કામ છે, ગાયથી નહિ. પહેલાંના જમાનામાં ગાયને “માતા” કહેતા; દૂધ એ સાધન હતું. પશુની કરુણા મુખ્ય હતી. ત્યારે એના પ્રાણનો વિચાર હતો. પણ આજે ?
આજે એનો વિચાર કોણ કરે છે ? માણસ કહે છે : “અમને દૂધ મળી ગયું. પછી એ ગાયો ઘરડી થાય, નકામી થાય, કસાઈખાને જાય, ખાડામાં પડે કે ગમે ત્યાં જાય, એમાં અમને શું ?” આમાંથી છેલ્લો વિચાર એવો કેમ ન આવે કે બાપ કામ કરે, રળીને આપે અને માતા ઘરનાં છોકરાં રમાડે ત્યાં સુધી ડોસાડોસી કામનાં, પછી એ જાય વૃદ્ધઘરોમાં.
વધુમાં આજનો અદ્યતન યુવક કહે છે : “વૃદ્ધો નિરર્થક છે. એ લોકો કમાતા નથી. સમાજને, દેશને કોઈનેય લાભ આપતા નથી. એવાઓનો સંગ્રહ શા માટે ? એમને ઠેકાણે પાડો. જગ્યાની તંગી છે. આવાઓને ખસેડી જગ્યા કરો.”
આજ યુરોપમાં “ઘરડાંનાં ઘરો' વધતાં જાય છે. ત્યાંના ઘરડા-બુહૂઢા માણસો જ્યારે પ્રવાસે-ટૂર ઉપર આવે છે, ત્યારે તે કહે છે : “વૃદ્ધાવસ્થા એ ભારે મૂંઝવણનો પ્રશ્ન છે. એ શા માટે ? ઘરડાં થયાં એટલે કરવું શું ?'
- ઘરડાંઓને જોતાં આપણને દયા આવે. ધોળો વાળ દેખાય ત્યારથી તેમનામાં ચિંતા ઊભી થાય. પછી બિચારા દવા લગાડીને કાળા વાળ કરે; કરચલીઓ પડી ગઈ હોય તો એને મસાજ કરી સરખી કરાવે ને હંમેશા યુવાન દેખાવા પ્રયત્ન કરે. પણ કાળનો પ્રવાહ, દેહનો ધર્મ અને ઇંદ્રિયોમાં આવતું પરિવર્તન કેમ રોકાય ? માણસ ગમે એટલો સાવધાન રહીને પ્રયત્ન કરે તોપણ દેહ ઉપર કાળની અસર થવાની જ.
પ્રકૃતિનો ધર્મ પ્રકતિ છોડી દે તો પછી એમાં પ્રકૃતિપણું રહેતું નથી. પ્રકૃતિનો ધર્મ એ છે કે દરેક વસ્તુમાં પલટો લાવવો. લોખંડ જેવું લોખંડ અને સ્ટીલ જેવું સ્ટીલ પણ ઘસાઈ જાય છે. સ્ટીલના યંત્રોને પણ ઘસારો લાગે જ છે ને. પચીસ વરસ પછી એ યંત્ર પણ જૂનું બની જાય છે. આવું જોરદાર લોખંડ પણ જો ઘસાઈ જાય તો માણસના આ દેહને ઘસારો ન લાગે ?
આવા ઘસારા લાગેલા ઘરડા માણસને ક્યાં જવું ? એ હવે આજે કામ આપતો નથી એટલે આટલાં વર્ષ કરેલું એનું કામ પણ નકામું ગયું ? એનું મૂલ્ય કંઈ જ નહિ ? માત્ર ઉત્પાદનનું જ મૂલ્ય ? ઉત્પાદકનું સ્થાન કંઈ જ નહિ ? માણસ પ્રાપ્ત કરે તેનું જ સ્થાન; માણસનું કંઈ જ સ્થાન નહિ ?
હવે, પ્રાચીન કાળમાં શું હતું તે જુઓ : ચૈતન્ય અને રઘુનાથ બંને મિત્રો. મૈત્રી એવી કે જાણે પુષ્પ અને પરાગ.
જીવન-માંગલ્ય + ૧૧
Page #21
--------------------------------------------------------------------------
________________
બંને સમર્થ વિદ્વાન. ન્યાયશાસ્ત્રના પ્રચંડ જ્ઞાતા ગણાય. બંને કંઈકનું કંઈક સર્જન કરતા જ હોય. મળે ત્યારે જ્ઞાનગોષ્ઠિ કરે. એકને ટેકે, બીજાને ઉપર ચઢવાની તક મળે. એકમાં રહેલી ભૂલ દૂર કરે અને પાણીના સંગે જેમ વસ્ત્ર સ્વચ્છ થાય, તેમ મિત્રના સંગે મિત્ર શુદ્ધ થાય.
‘મિત્ર એસા કીજીએ, જો ઢાલ સરીખા હોય, સુખમેં પિછે પડ રહે, ઓર દુ:ખમેં આગે હોય.'
ક્ષત્રિયો ઢાલને પાછળ ખભે બાંધે છે. એ સુખના દિવસોમાં પાછળ પડી રહે છે, પણ સંગ્રામમાં ઘા ઝીલવા એ આગળ આવે છે. તલવારના ઝાટકા એ ઝીલે છે. મિત્રો પણ એવા હોય જે સુખમાં પાછળ હોય, પણ દુ:ખમાં આગળ થાય. વિપત્તિ સહીને પણ મિત્રને મદદ કરે. મિત્રને અધમમાર્ગે જતો બચાવે.
આવા મિત્ર મળવા આજે મુશ્કેલ છે. એને તો શોધવા પડે છે જેમ ઘર શોધો છો, ધંધો શોધો છો, તેમ મિત્ર પણ હજારો માણસોમાંથી શોધીને, ચૂંટીને મેળવવો પડે છે.
સમય થોડો છે. કામ ઘણું છે. માટે સમયનો સદુપયોગ થાય એવા જ મિત્રો તમારી આસપાસ હોવા જોઈએ. ખાલી વાતો કરે, ગામની નિંદા કરે, પત્તાં ફૂટ્યા કરે અને જ્યાં ત્યાં તમારો સમય બગાડ્યા કરે, એવા મિત્રો શા કામના ?
-
માણસે આ જન્મ દ્વારા સાધના કરવાની છે; અભ્યાસથી ચિત્તને કેળવવાનું છે; યોગથી મન, વચન અને કાયાને સંવાદમય કરવાનાં છે; તત્ત્વજ્ઞાનથી આ વિશ્વની પેલી પાર શું છે તે જાણવાનું છે, એવો સંકેત મેળવવાનો છે. આવું બધું કરવાને બદલે, માત્ર ખાવા-પીવા-સૂવા અને ફરવાની જ વાતોમાં સમય જાય, તે શું ઉચિત છે ? ઘણાંય વર્ષ આ બધું તમે કર્યું. હવે કંટાળોય નથી આવતો ? જે કર્યું તે પચાસ વર્ષ કરો કે સો વર્ષ કરો, એમાં નવાઈ અને નવીનતા શી છે ? જીવનમાં આજે આ પુનરાવર્તન સિવાય બીજું છે પણ શું ?
એક માણસ પાસે હજારની નોટ હોય તે વધારીને પાંચ હજારની કરે. પછી પાંચ લાખની કરે. પાંચ કરોડની કરે, એ કાગળની થપ્પીઓ કરતો જાય, ગોઠવતો જાય, મલકાતો જાય અને સંગ્રહીને રાજી રાજી થતો જાય. પણ એથી એના આત્મામાં કયા ગુણનો વધારો થયો ?
આ નોટની થપ્પીઓ કોઈ બીજા પાસે જાય તો એ પૂજાય; પહેલો પડ્યો
૧૨ * જીવન-માંગલ્ય
Page #22
--------------------------------------------------------------------------
________________
૨હે. તે વળી ત્રીજા પાસે જાય તો તે પૂજાય, બીજાનો કોઈ ભાવ પણ ન પૂછે. આમ માણસ આ યુગમાં ફૂટબૉલની જેમ કેવો ગ્રાઉન્ડ પર આવી ગયો છે !
એક વાર તમારા સ્વજનો અને મિત્રોને ખબર પડે કે તમારી પાસે કંઈ રહ્યું નથી, પછી જુઓ કે કેટલા તમારી ખબર લેવા આવે છે, કેટલા તમારી પડખે બેસે છે અને કેટલા તમને ચા પાય છે. ત્યારે જ તમને લાગશે કે જે મૂલ્ય અને માન હતું તે તમારું નહિ પણ તમારી પાસે જે પેલી જડ વસ્તુઓનો ઢગલો હતો સંગ્રહ હતો તેનું હતું.
--
પણ આધ્યાત્મિકતામાં આવું નથી. ત્યાં વસ્તુની નહિ, પણ આત્માની અને આત્માના ગુણોની કિંમત હોય છે. ત્યાં વસ્તુ ગૌણ છે, અને તેથી ચૈતન્ય અને રઘુની મૈત્રી જોવા જેવી છે.
ચૈતન્યે એક અપૂર્વ ગ્રંથનું સર્જન કર્યું. રઘુએ પણ અતિ શ્રમ લઈ એક મહાગ્રંથનું સર્જન કર્યું હતું. ચૈતન્યનો ગ્રંથ, રઘુએ જોયો અને એને મનમાં ને મનમાં થયું ઃ આવા સુંદર ગ્રંથ આગળ મારો ગ્રંથ કેમ ટકવાનો? મારા પુસ્તકને તો કોઈ હવે સ્પર્શ પણ નહિ કરે. મારો શ્રમ પાણીમાં ગયો.
રઘુનો ચહેરો ફિક્કો પડી ગયો. ચૈતન્યે એને પૂછ્યું : ‘મિત્ર, શું છે ? મુખ ઉપર વિષાદની છાયા કેમ ?'
રઘુએ કહ્યું : ‘મિત્ર, તારું સર્જન જોઈ મારું મસ્તક નમી જાય છે, પણ મને થાય છે કે મારો શ્રમ વ્યર્થ ગયો. આપણે બંનેએ એક જ વિષય પર લખ્યું છે, પણ તારી મૌલિકતા અદ્ભુત છે.' આમ એણે ચૈતન્યની પૂરેપૂરી પ્રશંસા કરી.
એક વાર પૂનમની રાત્રે બંને મિત્રો નૌકાવિહાર કરી રહ્યા છે. નૌકા સરિતાના જળ પર રમતી ૨મતી જળની મધ્યમાં આવી. ચૈતન્યે બે હાથથી કંઈ લીધું અને જળમાં પધરાવી દીધું. રઘુએ પૂછ્યું : ‘મિત્ર, મિત્ર, આ શું કર્યું ?' ચૈતન્ય ચંદ્રિકા જેવું સ્મિત કરી કહ્યું : ‘એ તો મારા મિત્રના ગ્રંથરૂપી ચન્દ્રને મારો ગ્રંથરૂપી રાહુ ગળી જતો હતો, તેને મેં જળમાં પધરાવ્યો.' રઘુને તમ્મર આવી ગયાં : ‘મિત્ર, તેં આ શું કર્યું ? આવું અપૂર્વ સર્જન તેં આ જળમાં પધારાવ્યું ? જે પુસ્તક તારી કીર્તિને અમર બનાવત, તેને તેં આમ સહજતાથી જળશરણ કર્યું ?'
ચૈતન્ય કહે : ‘રઘુ ! માણસની કિંમત છે; કીર્તિ એની આગળ ગૌણ છે. મારા મિત્રની પ્રસન્નતા આગળ બધું જ નહિવત્ છે. માણસના મૂલ્ય આગળ કીર્તિ ને નામનાનું મૂલ્ય શું છે ? તારું સર્જન એ મારું સર્જન છે ને ? તારી બાર-બાર વર્ષની મહેનતને મારું મન આદરથી જુએ છે.'
જીવન-માંગલ્ય * ૧૩
Page #23
--------------------------------------------------------------------------
________________
વિચારો, તમારેય મિત્ર તો છે ને ? પણ તમારે માટે આવો કોઈ ત્યાગ કે ભોગ આપવા તૈયાર છે ? તમારી મુશ્કેલીના સમયે તમારી પડખે ઊભા રહેનારા કેટલા ?
તમારા મિત્રો તો એવા કે સાથે બેસીને તમારા ગુણ ગાય અને પાછળથી નિંદા કરે. કારણ કે એમના મનમાં તમારા વ્યક્તિત્વની છાપ કરતાં તમારા ધનની છાપ વધારે છે એટલે ધનને સલામ કરે અને તમારી નિંદા કરે. માટે એવા મિત્રોથી સો જોજન દૂર જ રહેજો.
વસ્તુને આપણે કઈ રીતે જોઈએ છીએ એ પર ઘણી વાર વસ્તુની ઓળખનો આધાર રહે છે. એ જ રીતે વસ્તુને કયા સાધનથી જોઈએ છીએ તે પર પણ વસ્તુની કિંમત સમજવાનો આધાર રહે છે. કાળા ચશ્માં ચઢાવીને જોશો તો પીળી અને ધોળી વસ્તુ પણ શ્યામ દેખાશે કારણ કે કાચનો કાળો રંગ વસ્તુ ઉપર રંગનું આરોપણ કરે છે, એટલે વસ્તુને જોવામાં યોગ્ય સાધન જોઈએ. વસ્તુને એના મૂળ રૂપે ઓળખ આપે એવું એ સાધન હોય તો વસ્તુની વિશિષ્ટતાનો આપણને ખ્યાલ આવે.
એ જ રીતે, આત્માને ઓળખવા માટે પણ આ આંખ કામ લાગે તે કરતાં દિવ્ય આંખ અનેકગણી વધારે કામ લાગે. શરીરની આંખ એટલે ભૌતિકતાને જોનારી આંખ. એ સ્થૂલ આંખ સ્થૂલ વસ્તુને જોવાની. જીવનની પરમ સૂક્ષ્મ એવી ચેતનાનું દર્શન એ કેમ કરી શકે ? અને માનવજીવન એ કંઈ માત્ર હાલતું ચાલતું પૂતળું કે યંત્ર નથી. એ તો છે ચેતનાનો ધબકાર, આત્માનો અને કર્મ-સત્તાનો આવિષ્કાર ! આપણા દેહના કેન્દ્રમાં ચેતના છે, આત્મા છે. એને ઓળખવા દિવ્ય નયન જોઈએ. એ દિવ્ય નયનની પ્રાપ્તિ સાથે જ વિશ્વનું દર્શન પલટાઈ જશે. પછી તમને દરેક વસ્તુની પાછળ રહેલ શ્રેષ્ઠ વસ્તુનું દર્શન થશે. પછી સ્ત્રી એટલે વિલાસ અને વિકારનું સાધન નહિ, પણ કોમળ અને ભક્તિભર્યા સમર્પણના વિચારોને જીવનમાં સંક્રાન્ત કરનારી પ્રેરણામૂર્તિ દેખાશે; પુરુષ એટલે પૈસો પેદા કરી ઉપભોગનાં સાધનો પૂરાં પાડનાર એકમાત્ર યંત્ર નહિ, પણ પુરુષાર્થ, ધૈર્ય અને જીવન-સંગ્રામમાં હિમ્મત આપી આગળ વધારનાર જીવનસાથી દેખાશે, પછી સંસાર, માત્ર અર્થ અને કામનો અખાડો ન બનતાં, જીવન-સોપાન ચઢવા માટે ધર્મમય સંસારના અર્થ અને કામ એ નિસરણીનાં પગથિયાં જેવાં લાગશે.
તમે સૌ એમ તો નથી માનતા ને કે આપણે તો સંસારમાં બેઠા છીએ. આપણે શું કરવાનું – આ દષ્ટિ બરાબર નથી. સંસારને તમે આટલી નીચી કક્ષાએ ન મૂકો. આ તો કર્મભૂમિ છે; રે, ધર્મભૂમિ છે. એમાં તમારે પ્રયત્ન
૧૪ - જીવન-માંગલ્ય
Page #24
--------------------------------------------------------------------------
________________
કરી આગળ આવવાનું છે. જેમ કીચડમાંથી કમળ ઉપર આવે છે તેમ તમારે આસક્તિ અને રાગદ્વેષમાંથી ઉપર આવી, પંકજની જેમ અધ્ધર રહેવાનું છે. આ સંસારમાંથી તમે ઊંચામાં ઊંચી વસ્તુ પામવાના છો. અહીં પ્રાપ્ત ન થઈ શકે એવી વસ્તુ એકે ય નથી, કારણ કે મોક્ષ જેવી પરમ દુર્લભ વસ્તુ પણ આ જીવન દ્વારા જ સિદ્ધ થઈ શકે છે.
તમે રોજ પાંચ મિનિટ પણ બેસીને વિચાર કરો છો કે આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાના છીએ અને જતી વખતે શું લઈ જવાના છીએ ? પતિ અને પત્ની, પિતા અને પુત્ર, માતા અને દીકરી, મિત્ર અને સાથી – ભેગાં થઈ કદી એવો વિચાર કરે છે કે આપણે અહીં કેમ ભેગાં થઈ ગયાં અને અહીંથી છૂટાં પડ્યા પછી ક્યાં ભેગાં થઈશું ?
બહારગામ, આગળ-પાછળ જવાના હો તો ક્યાં મળશે તેની ગોઠવણ કરો છો ? કલકત્તા જવાના હો તો નક્કી કરો છો ને કે હું કેનિંગ સ્ટ્રીટમાં ઊતરીશ; તમે હેરિસન રોડ ઉપર ઊતરશો, પણ આપણે અમુક ઠેકાણે, અમુક દિવસે જરૂર મળીશું. આવી કોઈ ગોઠવણ, અહીં પછીના જન્મ માટે કરી છે ખરી ? તમે પૂછશો કે તે શક્ય છે ? હું કહું છું કે હા, તે શક્ય છે જ. સારી કરણી કરીએ, સમાનભાવ કેળવીએ તો ભગવાન મહાવીર અને શ્રી ગૌતમની જેમ, નેમ અને રાજુલની જેમ, કેટલાય ભવો સુધી એકબીજાના સંપર્કમાં રહી અંતે મુક્તિ પામી શકાય. કર્મના કચરાને દૂર કરી નિર્મળ બનીને શાશ્વત મૈત્રીમાં ગોઠવાઈ જવાય છે.
આ તો અમરતાનો માર્ગ છે. અહીં દટાઈ જવાનું નથી; એનાથી ઉપર જવાનું છે. કેટલાક ધર્મો એમ માને છે કે કયામતના દિવસ સુધી કબરમાં દટાઈ રહેવું પડે છે. આ કેવો વિચાર છે ! ચૈતન્ય જેવા ચૈતન્યને, લાખો વર્ષ સુધી કબરમાં દટાઈ રહેવાની વાત કરે છે, આપણે ત્યાં તો દેહ પડે અને ડોક્ટર આવીને શરીર તપાસે તે પહેલાં તો ચૈતન્યનો પ્રવાસ ચાલુ થઈ ગયો હોય છે. અહીં ચૈતન્ય નિત્ય નવીન પ્રવાસી છે. આપણે કહીએ છીએ કે આત્મા મરતો નથી; મરે છે તે દેહ છે. કબરમાં શરીર દટાય. આત્માને કોણ દાટી શકે ? ધૂળની શી તાકાત છે કે આત્માને દાટી શકે ? માટીમાંથી બનેલો અને ધૂળમાં મળી જવાનો તે આત્મા નહિ પણ દેહ છે. દેહને આત્મા માની બેસવું એ કેવી ભૂલ છે ! દેહ તો નીચે રહેનાર વસ્તુ છે; જ્યારે આત્મા તો ઉપર જનાર ચૈતન્ય છે. એકનો માર્ગ અધોગામી છે; બીજાનો માર્ગ ઊર્ધ્વગામી છે. Ten Commandments એ તત્ત્વજ્ઞાન નહિ પણ માત્ર નીતિસૂત્રો છે. ત્યાં આત્માને પરમાત્મા બનવાની કે ચૈતન્યના ઊધ્વકરણની કોઈ વાત નથી. આ
જીવન-માંગલ્ય + ૧૫
Page #25
--------------------------------------------------------------------------
________________
બે વચ્ચેનું અંતર સમજવા જેવું છે. તત્ત્વજ્ઞાનમાં આત્મા અને મોક્ષ બધું આવે,
જ્યારે નીતિમાં માત્ર આ લોક અને તેનો વ્યવહાર જ આવે. હા, આ વ્યવહાર શુદ્ધ બનાવવાની જરૂર છે જ; પણ ત્યાં આપણે અટકવાનું નથી, આગળ વધવાનું છે. જીવ અને જગતના સૂક્ષ્મ સંબંધને જાણવાનો છે અને જગતમાં રહેવા છતાં, જીવનને અલિપ્ત રાખવાનું છે. નૌકા તો તમે જોઈ છે ને ? એ પાણી વચ્ચે અને પાણીની અંદર રહેવા છતાં પોતાની અંદર પાણીને આવવા નથી દેતી. સરિતા અને સાગરને એ તરી જાય છે; અંદર બેસનારને સામે પાર ઉતારી જાય છે. તેમ, જો તત્ત્વજ્ઞાનનાં દિવ્ય નયન મળે તો સંસારમાં રહેવા છતાં તમે તરી જાઓ અને સંસારને સંસારના મૂળ સ્વરૂપે જોઈ, એમાંથી છોડવા લાયક, જાણવા લાયક અને આચરવા લાયક આ ત્રણે વાતનું રહસ્ય સમજીને જીવન જીવી શકો.
આ દિવ્ય નયનનો પ્રકાશ મળતાં મરણ પણ ભયજનક કે શોકજનક નહિ લાગે. તમને એમ જ લાગશે કે આ તો માત્ર એક પ્રવાસ છે – ચિરપ્રવાસ છે.
મૃત્યુ માટે રવીન્દ્રનાથે એક સુંદર અને મધુર કલ્પના આપી છે. એક મા પોતાના બાળકને ધવરાવતી હોય છે. જમણા થાનમાં દૂધ ઓછું થતાં, તેને એ ત્યાંથી ઉપાડી લે છે અને બાળક રડવા મંડી પડે છે. હાથ-પગ પછાડે છે. ત્યાં તો મા એને પોતાના ડાબા થાન પર મૂકી દે છે. દૂધ મળતાં બાળક ચૂપ થઈ જાય છે, રાજી રાજી થઈ જાય છે, વધારે દૂધ પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે, માણસ પણ અજ્ઞાની છે. મૃત્યુ વખતે એ રડે છે. જો એની પાસે સુકૃત હોય તો એ ત્યાંથી ઉચ્ચગતિએ જ જવાનો. કાળ કહે છે કે તું ક્યાં મરી જાય છે ! તારું શરીર હવે કામ કરતું નથી એટલે એને બદલવાની માત્ર જરૂર છે. તારા કાન સાંભળતા નથી એટલે તારે સાંભળવા માટે યંત્રની મદદ લેવી પડે છે. તારી આંખ જોતી નથી એટલે જોવા માટે તારે કાચ ચઢાવવા પડે છે. દાંત પડી ગયા છે એટલે તારે ચાવવા માટે ચોકઠાં ચઢાવીને ચાવવું પડે છે. તું ઊભો થઈ શકતો નથી એટલે તારે ટેકો લેવો પડે છે. તો ચાલ, તારું શરીર જીર્ણ થયું છે, તે એને બદલી નાખીએ. કાળની આ વાત માણસ સમજતો નથી અને રોવા બેસે છે. ખરી રીતે તો મૃત્યુ એટલે નીરસ સ્થાનને છોડી, સરસ સ્થાનમાં જવાનું.
એક એવું ઘરડું માણસ હોય કે જેની સામે કોઈ ન જુએ. પણ મરીને એ બાળક થઈ અવતરે એટલે સૌ એને રમાડવા દોડે, ઉપાડી ઉપાડીને બચીઓ કરે, આમાં શું આત્મા બદલાયો છે ? ના, માત્ર શરીર બદલાયું છે. એટલે
૧૬ - જીવન-માંગલ્ય
Page #26
--------------------------------------------------------------------------
________________
તો આપણા જ્ઞાનીઓ માણસ મરતાં એ “પાછો” થયો એમ કહે છે. મર્યો નહિ પણ “પાછો થયો એટલે કે, પાછો થઈ ગયો, પાછો જન્મી ગયો. આ વાત જો સમજાઈ જાય તો પછી મરણની ભીતિ રહે ? આજે મરણથી લોકો આટલા ફફડે છે તે પછી ફફડે ? આ વિચાર અને નિર્ભયતા, દશ લાખ રૂપિયા ખર્ચે તોય નહિ મળે. મને માત્ર દિવ્ય નયનથી. આ વાત અંદરથી આવવી જોઈએ – કળી ખીલીને કમળ બને તેમ તમારા અંતરમાં જ આ વિચાર પૂર્ણ રીતે ખીલવો જોઈએ. પછી તમને તમારું જીવન કોઈ જુદું જ, રસભરપૂર બની ગયેલું જણાશે.
આ વિચારને સ્થાયી અને દઢ બનાવવા માટે માણસે સમયે સમયે વિચારતા રહેવું જોઈએ કે, હું કોણ છું ? મારું અહીં શું સ્થાન છે ? અને હું ક્યાં જવાનો છું ? આ વિચારોની સતત ધારાથી આપણે આ બદ્ધ વર્તુળથી પર જઈ શકીશું – રૂપ અને રંગમાં, નામ અને આકારમાં અટવાઈ ન જતાં, તેની પેલે પાર જઈ શકીશું. માણસ જેમ બગીચામાં જઈ હવાફેર કરી આવે તેમ, આપણે પણ ચૈતન્યના સામ્રાજ્યમાં વિહરી, આપણાં મન અને મગજને હવાફેર કરાવી શકીશું.
માણસ એ માત્ર આ શરીર જ નહિ, પણ બીજું પણ “કંઈક' છે. જે આ “કંઈક' છે તે આ તનમાં છુપાયેલું છે. તે બહાર ક્યારે આવે ? એના પરનું ઢાંકણ ખસે તો ને ? શીશીમાં અત્તર ભર્યું હોય પણ ઉપર સખત બૂચ હોય તો અંદરની સુવાસ બહાર કેમ પ્રસરે ? ઢાંકણ ઊઘડતાં જ જેમ હવામાં સૌરભની માદકતા છવાઈ જાય છે, તેમ ચેતન પણ આ આકારોની દુનિયામાંથી બહાર નીકળી નિરાકારમાં વિહરે, તો એનેય ઘડીભર અપૂર્વની અનુભૂતિ થાય.
માણસને આ અપૂર્વની અનુભૂતિ ન થાય અને માત્ર યંત્રવાદના વાતાવરણમાં જ એ જીવ્યા કરે તો તે દિવસે એવું પણ બને કે માણસ યંત્રનો ઉપયોગ કરે છે તેને બદલે યંત્ર, માણસનો ઉપયોગ કરતું .ઈ જાય.
બુનિયાદી વિચારધારા પણ હવે આ જ કહે છે કે સાધનને તમે આધીન ન બનો પણ સાધનને તમારે આધીન રાખો. એટલે કે, સાધનથી કામ લો, પણ સાધનની ગેરહાજરીમાં તમે પરવશ કે નિર્માલ્ય ન બનો.
સાધન, માણસ માટે હોય. માણસ, સાધન માટે ન હોય. વસ્તુઓ માણસની આસપાસ ચક્કર લગાવે તેને બદલે માણસ વસ્તુઓની આસપાસ ચક્કર લગાવે તો વસ્તુનું મૂલ્ય વધી જાય અને માણસની કિંમત કંઈ જ ન રહે.
આ રીતે સાધન અને સાધકનો વિવેક જીવનમાં આવતાં, સાધન માટે
જીવન-માંગલ્ય : ૧૭
Page #27
--------------------------------------------------------------------------
________________
આજે ઘરઘરમાં જે ઝઘડા થાય છે, જે મનદુઃખ થાય છે તે નહિ થાય. કારણ કે સાધકનો વિવેક, સાધન માટે એને બાઝતાં અટકાવશે.
આ વિવેકભાવ ઘરમાં જાગશે તો ઘરમાં કલહને બદલે શાન્તિ પ્રસરશે, દેશમાં આ ભાવ પ્રસરશે તો દેશમાં આત્તરદ્વેષ અને ઝઘડાને બદલે પ્રેમ અને શાન્તિ ફેલાશે, વિશ્વમાં આ વિચારધારા વહેતી થશે તો આ વિશ્વયુદ્ધ અને અણુબૉમ્બને બદલે, વિશ્વમૈત્રી અને વિશ્વશાન્તિ આવીને વસશે.
અહીં બેઠેલાં ભાઈબહેનો આ વિચારને પૂરા ચિંતનથી સમજી જીવનમાં ઉતારશે તો એની અસર આખા ઘર પર થશે. તમારા ઘરનું વાતાવરણ આથી સારું થશે તો આવતી કાલે એનું અનુકરણ તમારા પડોશી કરશે. પડોશીની અસર આખા સમાજ પર થશે. પછી સમાજની અસર દેશ અને દેશની અસર આખા વિશ્વ પર થશે. અલબત્ત, આમ સારા વિચારોને પ્રસરતાં સમય જરૂર લાગે છે, પણ એ વિચારનો પ્રારંભ કરનારમાં શ્રદ્ધા હોય તો એ પ્રસર્યા વિના રહેતો નથી.
આજે જગત પર જે સારા વિચારો છે તેની શરૂઆત પણ એકાદ વ્યક્તિથી જ થઈ હશે ને ? પછી એ વ્યક્તિના વિચારો સમષ્ટિમાં સંક્રાન્ત થયા અને તે આજે જગતની મૂડી બનીને રહ્યા તેમ આપણે પણ, આ વિચારને અમલમાં મૂકવાનો અને આત્મસાત્ કરવાનો પૂર્ણ શ્રદ્ધાથી પ્રયત્ન કરીશું તો એનું શુભ પરિણામ પણ જરૂર આવશે જ.
આ વિચારો, જીવનમાં ઊતર્યા પછી માણસ સાધનનો અનુચર નહિ હોય પણ સ્વામી હશે. ત્યારે માણસ દેહને જ સર્વસ્વ નહિ માનતો હોય પણ આત્મસત્તાનો અનુભવ કરતો હશે. એ મરણથી ડરતો-ફરતો નહિ હોય પણ મૃત્યુને એકમાત્ર દીર્ઘ પ્રવાસ માનતો હશે અને એ પ્રવાસમાં કામ લાગે તેવા ભવના ભાતાને સાથે લેવાની તૈયારી આ જન્મમાં કરતો હશે. આવા માનવીનું સ્થાન કોઈ પણ યુગમાં અપૂર્વ જ હશે.
૧૮ * જીવન-માંગલ્ય
Page #28
--------------------------------------------------------------------------
________________
*><+
૩. ધારણ કરે તે ધર્મ
ચિલ્લો
છે.
કહે છે : સંસારના બધા જીવો પ્રવાસી છે, અનંતના યાત્રી
માનવદેહ એ અનંતની યાત્રાનું એક વિશ્રામધામ છે.
યાત્રિક વિશ્રામધામમાં સૌ સાથે પ્રેમથી રહે છે, પરંતુ પોતે ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, ક્યારે જવાનો છે એ ભૂલતો નથી.
એવું જો એ ભૂલી જાય તો, એ પરેશાન પરેશાન થઈ જાય. ધારેલા ધ્યેય પર પહોંચી જ ન શકે.
ગમારમાં ગમાર મુસાફર પણ, યાત્રાના આ મુદ્દા કદીય ભૂલતો નથી.
પરંતુ દુનિયારૂપી વિશ્રામસ્થાનમાં આવેલો આ અનંતનો યાત્રી કોણ જાણે કેમ, આ બધું ભૂલી જાય છે, ને પોતાને પ્રવાસી માનવાને બદલે નિવાસી માનવા લાગી જાય છે ને પોતાની યાત્રાનું લક્ષ્ય ચૂકી જાય છે.
જીવન-માંગલ્ય * ૧૯
Page #29
--------------------------------------------------------------------------
________________
પરંતુ એને ખબર નથી કે, દુનિયારૂપી આ વિશ્રામસ્થાન છોડવાનો વારો આવશે ત્યારે એને ચીટકી રહેવું હશે તોય ચીટકી નહિ શકાય ને એને વિશ્રામસ્થાન છોડવું જ પડશે. ત્યારે એની દશા ભટકતા મુસાફર જેવી થઈ જશે.
કોણ જાણે કેમ, આપણે બધા જ્ઞાનની મીઠી મીઠી વાતો કરીએ છીએ, પરંતુ આચરણમાં તો, આવતી કાલનો વિચાર કર્યા વિના જ ભૌતિક જીવન જીવીએ છીએ.
જ્ઞાનની વાતો કરનારનું, પ્રભુનું નામ લેનારનું, પોતાની જાતને ધર્મિષ્ઠ તરીકે ઓળખાવનારનું એ કર્તવ્ય બની રહે છે કે પોતે ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે ને જ્યાં જવાનો છે ત્યાં જવા માટેનો ઉત્તમ માર્ગ કર્યો છે તેનો સતત વિચાર કરે ને જાગૃતિ સેવે.
ધર્મ અને અધર્મીમાં આટલું જ અંતર છે. ધર્મી પૂર્વજન્મ અને પુનર્જન્મને માને છે, જ્યારે અધર્મી એક જન્મમાં માને છે.
ધર્મી પ્રારંભમાં અનન્ત જુએ છે. અધર્મી અનંતમાં અંત માને છે. ધર્મી માને છે, આત્મા ૫૨માત્મસ્વરૂપ છે.
આત્મા જો પ૨માત્મસ્વરૂપ હોય તો આત્મામાં ૫રમાત્માનાં બધાં તત્ત્વ હોવાં જ જોઈએ.
સાગરનાં બધાં જ તત્ત્વો જો બિંદુમાં હોય તો, ૫રમાત્માનાં બધાં તત્ત્વ આત્મામાં શા માટે ન હોય.
એટલે, આપણે આપણા આત્માની પ્રભુતાને પિછાણવી જોઈએ. આપણી ‘ક્વૉલિટી’ને જો આપણે નહિ ઓળખીએ, તો આપણે આપણને કદાચ સસ્તામાં જ વેચી મારીશું.
આપણે તો બ્રહ્મમય, આનંદમય, સચ્ચિદાનંદમય છીએ. ધર્મ, જાતિ કે સંપ્રદાયના વાડાભેદ આત્મા માટે નકામા છે.
અત્યારનું આપણું નામ પણ ભાડૂતી છે. આત્માને ન તો નામ છે, ન તો કુળ છે, ન તો જાતિ છે. આપણે આ તત્ત્વ અને સત્ય ભૂલી ગયા છીએ, કારણ આપણે મોહ અને પ્રમાદની મદિરાનું પાન કરનારા છીએ.
મદિરાપાન કરનારો માનવી પોતાને ભૂલી જાય છે તેમ, જાતિ, કુળ, ધર્મ વગેરેની મોહ-મદિરા પીનારા આપણે આપણી ‘ક્વૉલિટી’ને ભૂલી ગયા છીએ. पीत्वा मोहमहाप्रमादमदिरां उन्मत्तभूतं जगत् ।
બીજી મંદિરાનો કેફ ચાર-છ કલાકે ઊતરી જાય છે, જ્યારે, મોહ અને પ્રમાદની મદિરાનો કેફ તો જન્માંતર સુધી પણ નથી ઊતરતો.
૨૦ * જીવન-માંગલ્ય
Page #30
--------------------------------------------------------------------------
________________
આજે આપણે જ આપણને ભૂલી ગયા છીએ.
પ્રભુના મંદિરમાં જઈએ તોય મોહ-મદિરા પીને જઈએ. પ્રભુએ આપેલું ધન પ્રભુના કામમાં વાપરીએ તોય દાન આપ્યાનો ગર્વ કરીએ.
મંદિરમાં તો આપણી જાતને ધોવા જવાનું હોય એના બદલે ત્યાં મોહ અને ગર્વની મદિરા પીને આપણે આપણને વધુ બગાડીએ છીએ.
ધર્મ એ કંઈ નામના કે પ્રતિષ્ઠા પેદા કરવા માટેનું ખુલ્લું બજાર નથી એટલું યાદ રાખવું ઘટે.
આપણે જીવનમાં સાચો ધર્મ આચરી શકતા નથી. કારણ, આપણે બધા પ્રમાદ-મદિરા પીને ફરીએ છીએ.
નશાબાજને ખાટી છાશ પાઈને નશો ઉતારી શકાય છે. તે રીતે, આપણી મોહ-મદિરાનો નશો ઉતારવા માટે સંતો સદુપદેશરૂપી છાશ પીવડાવે છે.
પરંતુ આપણને તો સદુપદેશની છાશ પણ કોઠે પડી ગઈ છે. રોજ એ પી એ છીએ તોય, મોહ-મદિરામાં મસ્ત બનીને ફરીએ છીએ.
પેનિસિલીનનાં ઇજેક્ષન પણ રોગ મટાડે છે, પણ જેના લોહીમાં વિક્રિયા પેસી ગઈ હોય તેને માટે પેનિસિલીન રોગ મટાડનાર બનવાને બદલે નવા રોગ પેદા કરનારું બને છે.
એ રીતે ઉપદેશ પણ પેનિસિલીન છે. અનેકના ભવરોગ એમાંથી મટી જાય છે, પરંતુ કેટલાકના સ્વભાવમાં એવી વિક્રિયા પેસી ગઈ હોય છે કે ઉપદેશની અસર નવી વિક્રિયા પેદા કરે છે.
એક ઉપદેશક રોજ કથા કરે, સંતો પાસે બેસે ને ભાવભીની વાત કરે.
આ બધી દોડધામમાં પોતાની ગાંધી-કરિયાણાની દુકાન બે-ત્રણ કલાક જ ખોલે, પણ લોકોમાં સારા માણસ તરીકે આબરૂ જમાવેલી એટલે ઘરાકી સારી જામે.
એક માણસ એમની દુકાને ગોળ લેવા ગયો. ઉપદેશકે તો જૂનો ને કાળો જ ગોળ પધરાવ્યો.
- પેલો માણસ ગોળ ઘેર તો લઈ ગયો, પરંતુ ઘેર પત્નીએ ઠપકો આપ્યો એટલે બીજે દિવસે પાછો લાવ્યો ને કહ્યું, “આ ગોળ સારો નથી, બીજો સારો આપો.”
ઉપદેશક તો રાતાપીળા થઈ ગયા : “અરે તું તો રોજ મારી કથામાં આવે છે, ને અનાસક્તિની વાત સાંભળે છે, તોય ગોળમાં તને આસક્તિ લાગી રહી છે ? આટઆટલો ઉપદેશ સાંભળવા છતાં તારું મન ગોળ જેવા જડ પદાર્થમાં જ ચોંટી રહ્યું છે ?” અને એને ધમકાવીને કાઢી મૂક્યો.
જીવન-માંગલ્ય * ૨૧
Page #31
--------------------------------------------------------------------------
________________
પેલો માણસ નરમ સ્વભાવનો હતો. એને થયું, એમનું કહેવું સાચું છે, મારે એવી આસક્તિ રાખવી ન જોઈએ.
એ તો એનો એ ગોળ લઈને પત્ની પાસે આવ્યો ને બધી વાત કરી. પત્નીને ખૂબ આશ્ચર્ય થયું ! પૂછ્યું : “એમણે ધોળા ગોળના પૈસા લીધા હતા કે કાળા ગોળના ? એ આપણને ગોળમાંથી આસક્તિ કાઢી નાખવાનું કહે છે. પછી એ પૈસામાં શા માટે આસક્તિ રાખે છે ?’’
કહો, કથાકારનો આત્મા ઊંચો કે પેલાં ગ્રાહક પતિ-પત્નીનો ? માત્ર કથાકાર બનવાથી જ મહાન બની ગયાનો ગર્વ ન કરશો. કથાકારે તો જીવનની પળેપળ સામે સાવધાન રહેવાનું છે.
આજે કેટલાક વક્તાઓ છાતી કાઢીને ફરે છે ને એમ માનીને ગર્વ લે છે કે એમના લીધે જ દેશનું સુકાન ચાલે છે. સાચી વાત તો એ છે કે દેશનું સુકાન ધર્મભાવનાને લીધે ચાલે છે.
માનવી જો ધર્મભાવના વિનાનો હશે તો wild
ને ગાંધી કે કૅનેડી જેવા મહાન પુરુષોને પણ ગોળી મારશે.
ધર્મ જ માનવીને માનવતામાં રાખે છે. ધર્મ વડે માનવી ઉન્નત બને છે.
-
આપણે ખરેખરા માનવ છીએ ખરા ?
છાતી પર હાથ મૂકીને જો સાચું બોલીશું તો, આપણે કબૂલવું પડશે કે આપણે માનવદેહ લઈને ફરીએ છીએ પરંતુ આપણામાં હજીય પશુતા પડેલી છે. શિયાળની લુચ્ચાઈ, ઉંદરનો લોભ ને કાગડાની કુદૃષ્ટિ માણસના લોહીમાં બેઠાં છે.
જંગલી બની જશે
મનુષ્યનો આકાર તો લઈને બેઠા છીએ, પરંતુ મનુષ્યત્વ ક્યાં છે ? માટે જ કહું છું કે મનુષ્યમાં મનુષ્યત્વ પ્રગટાવવું ને ટકાવવું હોય તો, તેમનામાં ધર્મભાવના પ્રગટાવો.
ધર્મના પ્રકાશ વડે જ નિર્માલ્ય હશે તે નરવીર બનશે, પૈસા કે સત્તા વડે નહિ.
પ્રધાનો જ્યારે ઘેર બેસે છે, ને ઇલેક્શનમાં સ્થાન નથી મળતું, ત્યારે જોશીઓ પાસે જઈને પોતાનું પ્રધાનપદ ક્યારે પાછું મળશે એ પૂછે છે. કેટલી નિર્માલ્યતા ?
ધર્મ નિર્માલ્યને નરવીર બનાવે છે.
ધર્મ વિના નરવી૨ નિર્માલ્ય બને છે. માટે જ, આપણે ધર્મમય જીવન જીવવું છે.
૨૨ * જીવન-માંગલ્ય
Page #32
--------------------------------------------------------------------------
________________
આપણે ધર્મ કેવળ સાંભળવાનો નથી, પણ સાંભળીને જીવનમાં ઉતારવો
વ્યાપારમાં કે વ્યવહારમાં ધર્મના તત્ત્વને નિરંતર ઘૂંટ્યા જ કરીશું, તો જીવનમાં કોઈ અવનવું જ પરિવર્તન આવશે.
ભમરી કીડાને ઉઠાવી જાય છે ત્યારે તે પેટે ચાલનાર હોય છે. ગતિનું કે સ્ફૂર્તિનું ઠેકાણું પણ હોતું નથી. તદ્દન નિર્માલ્ય દશામાં હોય છે, પરંતુ ભમરી એને ઉઠાવી જાય છે ને એક સ્થળે બંધ કરી દે છે, એની આસપાસ સતત ગુંજન કરે છે, ને કીડાના જીવનને ગુંજનમય બનાવી દે છે. સતત ગુંજનમય બની ગયેલો કીડો આખરે કીડો મટી ભમરી બની જાય
છે.
છે.
પેટે ચાલનારું નિર્માલ્ય પ્રાણી પાંખે ઊડનારું ચેતન પ્રાણી બની જાય છે. બસ આવી જ વાત માણસની છે.
કીડા જેવા નિર્માલ્ય જીવને ભમરી જેવા સંતનો સથવારો મળી જાય, ને નિર્માલ્ય જીવ જો સતત આત્મગુંજનમય બની જાય, તો પેટે ચાલવાને બદલે પાંખેથી ઊડે, નિર્માલ્ય મટીને નરવીર બને.
રોગ, બીમારી નિર્માલ્યપણું
આ બધા સારા વિચારોને અનુરૂપ થવાય
તો ચાલ્યા જ જાય.
ભીતરમાં રહેલા ઉદાત્ત તત્ત્વને બહાર ખેંચી લાવીને આપણે સૌએ શક્તિમય બનવાનું છે.
ાક્તરો પણ હવે મનની માવજત વડે રોગો મટાડવાનું વિચારતા થયા
છે.
આજે શરીરના રોગોમાં પણ મનના રોગોનું કારણ દેખાવા માંડ્યું છે.
આ મનના રોગોને દૂર કરવાનું કામ ધર્મ કરે છે. મનુષ્ય બનવું છે ? તો, ધર્મમય જીવન જીવો. ધર્મનો પ્રકાશ આવતાં લોભ ઔાર્યમાં પલટાશે, વેર પ્રેમમય બની જશે, ને દોષદૃષ્ટિ વિલીન થઈ ગુણદૃષ્ટિ પેદા થશે. પાંડવોની રાજસભા મળેલી. એમાં શ્રીકૃષ્ણે ધર્મરાજને પાસે બોલાવીને કહ્યું, “આ સભામાં દોષી કોણ છે એ શોધી કાઢો.''
ધર્મરાજે આખી સભા તરફ દૃષ્ટિ કરી. દરેકના ગુણ-અવગુણ જોવા માંડ્યા, તો દરેકમાં કંઈક ને કંઈક ભલાઈ જ દીઠી : સંપૂણ દોષી કોઈ ન દેખાયો.
પછી એમણે શ્રીકૃષ્ણને કહ્યું, આમાં તો બધાય સારા દેખાય છે. કોઈ ખરાબ નથી.
જીવન-માંગલ્ય * ૨૩
Page #33
--------------------------------------------------------------------------
________________
આ પછી શ્રીકૃષ્ણ દુર્યોધનને બોલાવીને કહ્યું, “આ સભામાં સારો માણસ કોણ છે તે શોધી આપો.”
દુર્યોધને સારો માણસ શોધવા નજર ફેરવવા માંડી, પણ એને સારો માણસ ન દેખાયો. દરેકમાં એણે કંઈ ને કંઈ અવગુણ જ જોયા.
જે દિવસે આપણામાંથી દોષદષ્ટિ નાબૂદ થશે, તે દિવસે જ આપણે મનુષ્ય થઈ શકીશું.
દુર્યોધન દોષદૃષ્ટિવાળો હતો તેથી તેણે બધામાં દોષ જ જોયા. ધર્મરાજ ગુણદૃષ્ટિવાળા હતા તેથી તેમણે સભામાં સગુણો જ નિહાળ્યા. તેથી જ કહેવત પડી : વૈદશ દિ: તાદશ સૃષ્ટિ: દૃષ્ટિ બગડેલી હોય, પછી સૃષ્ટિ નિર્મળ ક્યાંથી થાય ? દૃષ્ટિ બગડી છે તેથી જ ઔદાર્ય વિરમી ગયું છે. દૃષ્ટિ બગડી છે, તેથી જ સગુણો ઝાંખા પડ્યા. ધર્મ આપણી દૃષ્ટિ સુધારવાનું કહે છે.
ધર્મનો ઉપયોગ દુનિયાને સુધારવા માટે પછી કરજો, જાતને સુધારવા માટે પહેલો કરો .
બીજાનાં ઘરોની સજાવટ કરનારો આર્કિટેક્ટ કે ડેકોરેટર જો પોતાનું ઘર સજાવી ન શકે તો શા કામનો ?
આપણો ધર્મ દુનિયાના શણગારનું સાધન બનવાને બદલે, આપણી હૃદયસજાવટનું સાધન બને એટલું આપણે ઇચ્છીએ.
એ માટે, વિચારપૂર્વકનું હૃદય-ડોકિયું કરવું પડશે, ને મંથન કરીને આત્માને ઓળખવો પડશે.
હતું, છે અને રહેશે, એનું નામ સત્.
આત્મા સતું છે. એ હતો પણ ખરો, છે પણ ખરો, ને રહેવાનો છે પણ ખરો.
સંસાર આખો મરી જાય તોય આત્મા તો નથી જ મરવાનો. એક વિજ્ઞાનીએ મને કહ્યું, “પૃથ્વીને દશ લાખ વર્ષ થયાં હશે.”
ત્યારે મેં એને કહ્યું, “પૃથ્વીને ભલે દશ લાખ વર્ષ થયાં હોય, આજે અમે તો એથીય આગળના છીએ, કારણ પૃથ્વી જડ છે, અમે તો ચૈતન્ય છીએ. ચૈતન્યને કોઈ બનાવી શકતું પણ નથી, મટાડી શકતું પણ નથી.
આ વિચાર મરણની ભીતિ દૂર કરે છે, ને મનમાં શ્રદ્ધા પેદા કરે છે કે, આપણે કદી મરવાના નથી, પંચમહાભૂત મરી જશે, આપણે તો કાયમ રહેવાના છીએ.
૨૪ * જીવન-માંગલ્ય
Page #34
--------------------------------------------------------------------------
________________
હું હતો, છું, અને રહેવાનો છું એવી દૃઢ શ્રદ્ધાભરી સમજણ મૃત્યુનો ભય દૂર કરે છે.
ભય બહુ ખરાબ ચીજ છે.
એક ડૉક્ટર મિત્રે કહેલો એક પ્રસંગ અત્યારે યાદ આવે છે.
એમણે કહ્યું, ‘‘હું એક દિવસ મારા દવાખાનામાં દર્દીઓને તપાસી રહ્યો હતો, ત્યાં એક કરોડપતિનો ફોન આવ્યો, “જલદી આવો.’'
મને થયું, ચાલે તેમ હોય તો બધા દરદીને પતાવીને જાઉં. એટલે મેં પૂછ્યું, ‘‘બે-એક કલાક પછી આવું તો ?''
જવાબ મળ્યો, “ના અત્યારે જ આવો. મારી મોટ૨ લેવા માટે મોકલું
છું.'
મને થયું, બહુ ગંભીર હશે. અગત્યના કેસ મેં પતાવી દીધા, બાકીના માટે કંપાઉન્ડરને સૂચના આપી દીધી, ને ગાડી આવી એટલે હું શેઠને ત્યાં ગયો.
મને ચેમ્બરમાં બોલાવાયો.
શેઠ ગંભીર ગમગીનીમાં બેઠા હતા. મને કહ્યું, “ગઈ કાલે બૅન્કમાંથી કહેવામાં આવ્યું કે મારા હાથની લખેલી સહી તે પારખી શકતા નથી. મારા હાથ ઉપર મને લકવાની અસર લાગે છે. આમ તો છેલ્લાં બે-ત્રણ વર્ષથી મારો હાથ કંપ્યા કરતો હતો, પરંતુ હવે મને ગંભીર સ્થિતિ દેખાઈ રહી છે. જુઓ ને, મને લકવા થાય એમ તમને લાગે છે ? જો થાય એમ હોય તો હું મારી તૈયારી કરી લઉં.''
મેં એમને તપાસ્યા. વાતમાં કશો માલ ન દેખાયો. મેં કહ્યું, ‘“આપના સ્નાયુઓમાં નરમાઈ છે, પરંતુ પંદર વર્ષ સુધી તો કશો વાંધો આવે એમ નથી.’'
“સાચેસાચ ડૉક્ટર, કંઈ વાંધો આવે એમ નથી ?''
“હા, સંપૂર્ણ ખાતરીથી કહેવા તૈયાર છું. તમને લકવા થાય તો મારી પ્રેક્ટિસ છોડી દઉં.'
ઢીલાઢફ થઈ ગયેલા શેઠ સફાળા ઊભા થઈ ગયા. ‘‘અરે ડૉક્ટર, તમે તો મારો જાન બચાવી લીધો. બૅન્કમાંથી સમાચાર આવ્યા પછી મને એટલી બીક લાગી હતી કે લકવાના ત્રાસથી બચવા માટે મેં રિવૉલ્વર તૈયાર રાખી હતી. આપે જો લકવો થશે જ એવો અભિપ્રાય આપ્યો હોત તો રિવૉલ્વર વડે મારો જાન લઈ લીધો હોત. લો, હવે આ ભરેલી રિવૉલ્વર તમે જ લઈ જાઓ જેથી ફરી આવો વિચાર ન આવે.’’
જીવન-માંગલ્ય * ૨૫
Page #35
--------------------------------------------------------------------------
________________
ભયની કલ્પના માનવીને કેવી વિપરીત દશામાં મૂકી દે છે ! આજે પણ એ રિવોલ્વર છે, ડૉક્ટર પણ છે, દર્દી પણ છે.
ડૉક્ટરે જો હિંમત ન આપી હોત તો દર્દીએ ભયના માર્યા આપઘાત જ કર્યો હોત.
મોટી મોટી વાતો કરનારો માનવી અંદરથી બહુ કાયર હોય છે.
બીજાના કહેવાથી જ એને હિંમત આવી, બાકી રોગના ભયથી એ નિર્માલ્ય જ બની રહેત.
આત્મશ્રદ્ધા હોય તો આવું નિર્માલ્યપણું ન જ આવે. એ માટે આપણા ચૈિતન્યને ટૂંઢવાનું ને ઢંઢોળવાનું છે તે જાણવાનું છે કે હું કોણ છું ?
મનમાં જ્યાં સુધી ધર્મ, સંપ્રદાય કે જાતિ-ભેદની વાડાબંધી હશે ત્યાં સુધી આત્મજ્ઞાન પમાવાનું નથી, ને આત્મજ્ઞાન પામ્યા વિના મૃત્યુની ભીતિ દૂર થવાની નથી.
આત્માના અજ્ઞાનથી પેદા થયેલું દુ:ખ આત્માના જ્ઞાન વડે જ દૂર થશે. માટે જ આપણે વિચારવાનું છે કે હું કોણ છું ? હું આત્મા છું તો હું સત્-ચિત્—આનંદ છું ? હું આત્મા છું તો મારું અસ્તિત્વ ત્રિકાલાબાધિત છે ? હું આત્મા છું તો હું ચૈતન્ય સ્વરૂપ છું ? હું આત્મા છું તો હું આનંદ સ્વરૂપ છું ?
આપણે કોણ છીએ ? આપણો પરિચય શો છે ? ખબર નથી.
આશ્ચર્યની વાત એ છે કે, આપણને આપણી જ ખબર નથી, આપણે આપણને જ ભૂલી ગયા છીએ, પછી બીજાને તો કયાંથી જ ઓળખીએ ?
અનાદિકાળના કુસંસ્કારો વડે, આપણે આપણને જ ભૂલી ગયા છીએ. મોહના આવરણ નીચે, આપણે આપણને જ સંતાડી બેઠા છીએ. તેથી જ આપણે દુ:ખી છીએ, નિર્માલ્ય છીએ.
આપણે આપણને ઓળખીએ તો દુ:ખ દૂર થાય, નિર્માલ્યતા મટી જાય, ને અદ્ભુત આનંદ અનુભવાય.
આનંદ ચાર પ્રકારના : શબ્દાનંદ, શ્રદ્ધાનંદ, અનુભવાનંદ ને પરમાનંદ. આ શબ્દ રોજ સાંભળીએ છીએ. આપણું ભૈતિક નામ રોજ સાંભળીએ
૨૬ * જીવન-માંગલ્ય
Page #36
--------------------------------------------------------------------------
________________
છીએ. રોજ રટીએ છીએ.
એ આસક્તિ એટલી બધી વધી ગઈ કે, આપણે નામસ્વરૂપ બની ગયા અને આત્મસ્વરૂપ મટી ગયા.
આત્મસ્વરૂપ પાછું મેળવવું હશે તો નામને ભૂલવું પડશે. નામ ભુલાશે તો જ આત્મસ્વરૂપ સમજાશે.
આ બહુ કઠણ કામ છે. દુનિયા આખી નામ વધારવાની પાછળ પડી છે.
દુકાન, ચોપડા, બિલબુકો, વિઝિટિંગ કાર્ડ – બધાંયમાં નામનો જ મહિમા ગવાય છે.
માનવીના દાન-ધર્મ પાછળ પણ પોતાના નામનો મહિમા વધારવા માટેની જ ઝંખના હોય છે.
ત્યારે આપણે તો નામને ભૂલતા જવાનું અને ભૂસતા જવાનું શીખવાનું છે.
ધાર્મિક ક્રિયા નામ વધારવા માટે નહિ, પણ નામ ભૂલવા માટે કરવાની છે.
નામ ભૂલવા માટે અધ્યાત્મ માર્ગ જ મદદ કરશે. પરમાત્માનું નામસ્મરણ આપણા નામના વિસ્મરણ માટે કરવાનું છે.
નામસ્મરણમાં આપણે મસ્ત રહીશું તો એક ધન્ય દિવસ એવો આવશે કે આપણું ભૌતિક નામ ભૂલી ગયા હોઈશું, ને આપણે એનામય બનીને અનુપમ આનંદ મેળવી રહ્યા હોઈશું.
મને એક પોપટવાળો પ્રસંગ યાદ આવે છે. એની પાસે એક પોપટ. એના એ એક હજાર રૂપિયા માગે.
મને થયું, પોપટના બહુ બહુ તો પચીસ-પચાસ રૂપિયા હોય. આટલા બધા તે હોતા હશે?
પૂછ્યું તો કહે, “એની એવી વિશેષતા છે. માણસની જેમ જ એ સ્પષ્ટ વાત કરી શકે છે.”
વાત એની સાચી હતી. પોપટ એવું સુંદર બોલતો કે જાણે આપણને માણસ જ બોલતો હોય એમ લાગે. એવું સરસ બોલતાં શી રીતે શીખવ્યું હશે !
મેં એને સરસ બોલતાં શીખવવાનો કીમિયો પૂછ્યો. એણે કહ્યું, “એ તો મારા ધંધાની ખાનગી વાત છે. એ કીમિયો મારાથી બધાને ન બતાવાય, પણ તમે તો સ્નેહી છો, તમે કંઈ મારા ધંધાની હરીફાઈ કરવાના નથી, એટલે તમને બતાવું છું.”
જીવન-માંગલ્ય : ૨૭
Page #37
--------------------------------------------------------------------------
________________
આમ કહી એ મને એની શાળામાં લઈ ગયો.
ત્યાં એણે એક મોટો આયનો રાખેલો. આયનાની સામે પોપટનું પાંજરું મૂકેલું, ને પછી આયનાની પાછળ સંતાઈને બોલવા લાગે.
પોપટ અવાજ સાંભળી આયનામાં દેખાતા પોપટ સામે જુએ. એને એમ લાગે કે સામે બેઠેલો પોપટ બોલે છે.
એટલે એ પણ બોલવાનો પ્રયત્ન કરે.
આવા સતત અભ્યાસ વર્ડ, પોપટ માણસની જેમ સ્પષ્ટ વાત કરતાં શીખી જાય.
આ કરામતના વિચાર મારા મનમાં આખોય દિવસ ઘૂમી રહ્યા. માનવી એક પોપટને તાલીમ આપી શકે છે તો પછી માનવને તાલીમ શા માટે ન આપી શકે ?
ગુરુરૂપી આયનામાં પ્રતિબિંબ જોઈ પાછળથી સંભળાતી આત્મજ્ઞાનીની વાણીના અભ્યાસથી સ્વરૂપની પિછાન કરવાની છે.
સતત અભ્યાસ વડે પોપટ માણસની જેમ બોલી શકે છે.
સતત અભ્યાસ વડે જ સરકસનો ખેલાડી દોરી પર કરામત કરી
શકે છે .
તે જ રીતે સતત અભ્યાસ વડે માનવી પોતાનું નામ વિસ્મરીને પોતાના આત્માને ઓળખી શકે.
અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યું : ‘તોફાની મનને કાબૂમાં શી રીતે લેવું ?” શ્રીકૃષ્ણ કહ્યું, : ‘અભ્યાસ અને વૈરાગ્ય વડે.”
અધ્યાત્મ માર્ગ જાદુઈ લાકડી નથી કે પળવારમાં જ બધું પલટાઈ જાય. એ તો અભ્યાસની બાબત છે.
સંસારના વિષયો પર વૈરાગ્ય આવે અને એમાંથી છૂટવાનો પ્રયત્નનો અભ્યાસ વધે, તો કઠિનમાં કઠિન બાબત પણ સુલભ બની જાય. અભ્યાસ વડે જ બાળક બોલતાં શીખે છે.
અભ્યાસ વડે જ બાળક ચાલતાં શીખે છે.
અભ્યાસ વડે જ માણસ વાહન ચલાવતાં શીખે છે.
અભ્યાસ વડે જ પગ બ્રેક પર જાય છે, બૅલૅન્સ જળવાય છે.
અભ્યાસ તૂટી જાય તો સતત સાવધ રહેવું પડે, નહિ તો બ્રેક પરનો પગ ચૂકી જવાતાં કે બૅલૅન્સ ખોઈ બેસતાં અકસ્માત થાય.
માટે જ સંતો કહે છે : સતત નામસ્મરણનો અભ્યાસ રાખો. મનની વૃત્તિઓને ટેવ પાડો.
૨૮ * જીવન-માંગલ્ય
Page #38
--------------------------------------------------------------------------
________________
અત્યારે ઈશ્વરને નામસ્મરણનો અભ્યાસ વધવાને બદલે, પોતાના નામસ્મરણનો અભ્યાસ વધી ગયો છે. તીર્થમાં જનારો માનવ પ્રભુના નામને બદલે પોતાના નામની તકતી લગાડે છે; તે પોતાનું જ નામ મોટું બનાવવા
મથે છે.
જે નામ ભૂંસાઈ જવાનું છે, જે નામને પોતાના વંશજો પણ યાદ કરી શકવાના નથી, એ નામ માટેનો આટલો બધો મોહ શા માટે ?
વંશજ હોવા છતાં કહે, આપણે આપણી દશમી પેઢીના પૂર્વજનું નામ જાણીએ છીએ ?
એટલે જ સંતો કહે છે કે ભૌતિક નામ પાછળનો મોહ ખોટો છે.
સંતો પોતાના નામની તો ઠીક, પણ પોતાના સ્વત્વની પણ વિસ્મૃતિ માગે છે, “ભગવાન મને એવી શક્તિ આપો કે હું, હું ન રહું, તું, તું ન રહે, ને હું તેમાં સમાઈ જાઉં.”
બાળક પોતાની મા પાસે જાય ત્યારે એને પોતાનું નામ કહેવાની જરૂર પડતી નથી. એ તો દોડીને સીધું ગોદમાં જ સમાઈ જાય છે.
આપણે પણ, પ્રભુ નામસ્મરણનો શબ્દાનંદ આસ્વાદતા રહીને પરમાનંદ પ્રાપ્તિ માટે, ભૌતિક નામને ભૂલતા જવાનું છે.
શબ્દાનંદમાંથી જ શ્રદ્ધાનંદમાં જવાય.
પ્રભુનું સતત નામસ્મરણ માનવીના હૈયામાં શ્રદ્ધાનો સુંદર દીવો પેટાવે છે.
આ શ્રદ્ધાનો દીવો હતાશાનાં અંધારા ઉલેચે છે. માનવીને તમામ પ્રકારના ભયમાંથી મુક્ત કરે છે, અનુભવાનંદની દિશામાં દોરી જાય છે.
શ્રદ્ધાની પાયા ઉપર જ અનુભવની ઇમારત રચી શકશે. શ્રદ્ધાની જેટલી મજબૂતી; અનુભવની એટલી પ્રતીતિ. અનુભવન ભાવનાનો વિષય છે, ભાષાનો નથી.
અનુભવની વાત કોઈને કહી શકાતી નથી: મુખ પરની અનોખી આભાથી જ અનુભવની વાત વ્યક્ત થઈ જાય છે. અનુભવના આનંદથી જ સંતો મસ્ત હોય છે. એમની પાસે કપડાં નથી, કાલે શું ખાશે અને ક્યાં ખાશે, એની ખબર નથી, છતાં એમની શ્રદ્ધા અનોખી હોય છે, કારણ એમને જીવનમાં જીવનની શ્રદ્ધા છે.
આ શ્રદ્ધાની સાર્થકતાનો એમને સતત અનુભવ છે, ને તેથી જ તે તેને અનુભવાનંદમાં પલટાવે છે.
મારા એક મિત્રની વાત મને યાદ આવે છે.
જીવન-માંગલ્ય : ૨૯
Page #39
--------------------------------------------------------------------------
________________
ભાવનગરની કૉલેજના એ પ્રોફેસર હતા. વિદેશ જઈને સારી ડિગ્રીઓ પણ મેળવી હતી.
એમનો જીવ જુદા રંગે રંગાયેલો હતો. ઉંમર થતાં એ નિવૃત્ત થયા. એમને થયું, શબ્દજ્ઞાન તો બહુ થઈ ગયું. હવે તો અનુભવજ્ઞાન મેળવવું છે. પોતાનો પુત્ર પણ સારી પાયરી પર હતો, એને બોલાવીને કહ્યું, “સંસારના ઢસરડા બહુ કર્યા, હવે મારે આત્મ-આરામ મેળવવો છે. શબ્દજ્ઞાન ખૂબ મેળવ્યું, હવે અનુભવજ્ઞાન મેળવવું છે, એટલે મકાનના કંપાઉન્ડમાં થોડીક જગ્યા જુદી કાઢી આપ. ત્યાં હું રહીશ અને રોજ તારા ઘેર આવીને ભિક્ષા માગી જઈશ, ને આત્માના અનુભવમાં રમ્યા કરીશ.”
આ રીતે બાર વર્ષ એમણે જીવનસાધના કરી.
એક વખત હું બોટાદ હતો ત્યારે એ ગંભીર માંદગીમાં પટકાયા. એમનો પુત્ર મને એમની પાસે બોલાવી ગયો.
હું તેમની પાસે બેઠો. એમની આંખો બંધ હતી. માંદગી ગંભીર હતી, વેદના અસહ્ય હતી, છતાં એમનું મુખ મલક્યા કરે.
હું તો જોઈ જ રહ્યો.
આવી બીમારી, આટલી વેદના છે, છતાં મુખ પર આવો મલકાટ ! એ જીવન-સાધકની સિદ્ધિ જોઈ મેં ધન્યવાદ આપ્યા.
વાત નીકળતાં પુત્રે કહ્યું, “છેલ્લાં બાર વર્ષથી પિતાજી એકલા હસતા હોય છે. રોજ બપોરે મારા બારણા આગળ આવી મારી પત્ની પાસે ‘ભિક્ષાં દેહી'ની ટહેલ નાખે છે, ને પછી આખો દિવસ અધ્યયન, ચિંતન અને સ્મરણ કર્યા કરે છે.
આપણે પણ આવા આનંદમય બનવું જોઈશે.
મનની ભૂમિકા બદલો તો અહીં પણ વૈકુંઠનો આનંદ મેળવી શકાય. શબ્દાનંદ, શ્રદ્ધાનંદ ને અનુભવાનંદ પછીની ભૂમિકા છે પરમાનંદ. આ પરમાનંદ એ જ બ્રહ્માનંદ, એ જ પૂર્ણાનંદ.
આત્મા તો જ્ઞાનનો પૂર્ણકુંભ છે, ને તેથી જ એ આનંદનો અમૃતકુંભ
પણ છે.
પૂર્ણ આનંદનો અમૃતકુંભ હૈયાની ભીતરમાં હોવા છતાંય, જુઓ તો ખરા, આનંદ શોધવા માટે માનવી બહાર ફાંફાં મારે છે !
રાજ્યના ધનભંડારની ચાવી ભંડારીને સોંપી દઈ પોતે પ્રમાદ સેવનારા અને પોતાને જોઈતી વસ્તુ મેળવવા માટે ભંડારીની પૂંઠે પૂંઠે ફરનારા રાજકુમારના જેવી આપણા આત્માની કથા છે.
૩૦ * જીવન-માંગલ્ય
Page #40
--------------------------------------------------------------------------
________________
પોતાના આનંદભંડારની ચાવી એ મન અને બુદ્ધિને આપી બેઠો છે તેથી જ, આનંદ મેળવવા માટે એને મન અને બુદ્ધિની પાછળ ભટકવું પડે છે. આત્મા અજ્ઞાની નથી, સ્વયં જ્ઞાનમય છે, ચિન્મય છે. અજ્ઞાની તો બુદ્ધિ છે.
જ્ઞાન મેળવવા માટે, પુસ્તકો ફેંદવા જવાની પણ જરૂ૨ નથી. આત્માનું જ્ઞાન તો આત્માની અંદર જ પડેલું છે. ભીતરમાં ડોકિયું કરવાની જ જરૂર છે. હીરાની ઉ૫૨નું આવરણ ખસી જાય એટલે કિરણો પ્રસરે, તે આત્મા પરનું બુદ્ધિના વિકલ્પનું આવરણ હટી જાય, તો તરત જ પ્રકાશ વ્યાપે. કેવળ પુસ્તકો વાંચવાથી નહિ, કેવળ શાસ્ત્રો સાંભળવાથી નહિ, પણ એનો જીવનમાં અનુભવ ક૨વાથી જ આનંદ સાંપડશે.
યુરોપના લોકો ફોટાઓમાં કેરી જુએ તેથી આનંદ નહિ મળે, અહીં આવીને કેરીનો રસનો અનુભવ કરશે ત્યારે જ આનંદ સાંપડશે
આનંદના અનુભવની તુલના કરી શકાય જ નહિ. એને તો અંદર ને અંદર પચાવવાની શક્તિ હોવી જોઈએ.
સજ્જન બાતાં પ્રેમકી, પરમુખ કહી ન જાય; મૂગા કો સપનો ભયો, સમજ સમજ મલકાય.
આત્માનો અનુભવ કોઈને કહી શકાતો જ નથી; એ તો ભીતરમાં જ સમજવાની અને ભીતરમાં જ આનંદવાની બાબત છે.
આત્માનો આનંદ-અનુભવ કરનારો સતત ખુશ જ રહેશે, એ દુ:ખમાં પણ સુખનો અનુભવ કરશે; ને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રસન્નતા સેવશે. પ્રત્યેક પરિસ્થિતિમાંથી ચિંતન દ્વારા મનનું સમાધાન મેળવી સરખો સુખાનુભવ કરે એનું નામ ફિલસૂફ-તત્ત્વજ્ઞાની.
આત્માનું સ્વરૂપ સત્યમય, જ્ઞાનમય, આનંદમય છે. એ સ્વરૂપનો આપણે આત્માનુભવ કરવો છે.
એ માટે આપણે હીનાની જેમ જ ચિંતન ઘૂંટવું જોઈશે. જેમ ઘૂટતાં જઈશું તેમ ફોરમ ફેલાતી જશે ને આપણા અસ્તિત્વને આવરી લેશે. સમય ખૂબ ઓછો છે.
આત્માનુભવ ક૨વામાં હજી આપણે ખૂબ કરવાનું બાકી છે. માટે અન્ય પ્રવૃત્તિઓ ઓછી કરી, ઇન્દ્રિયવૃત્તિઓને વાળી લઈ, સ્વમાં સ્થિર થઈ સત્-ચિત્-આનંદનો અનુભવ કરીએ.
જીવન-માંગલ્ય * ૩૧
Page #41
--------------------------------------------------------------------------
________________
૪. મનની કેળવણી
# વો હિ ? વિષયાનુરા:
को वा विरक्त: ? विषये विरक्तः 8 को वास्ति घोरो नरकः स्वदेहः,
तृष्णाक्षये स्वर्ग पदं किमस्ति ।। . સુભાષિતમાં ચાર વાતો છે. પ્રશ્ન છે આ શિષ્ય પૂછે છે અને ગુરુ એનો
ઉત્તર આપે છે. માણસના મનની અંદર કેવા કેવા વિચારો અને તોફાનો ચાલી રહ્યાં
છે. તે માણસ કોઈને કહેતો નથી. પણ બૂ એનો અર્થ એ નથી કે એના મનમાં . વિચારો અને તોફાનો ચાલતાં નથી.
એક નાનકડું બાળક હોય છે તો જ એના નાનકડા મગજમાં પણ અસંખ્ય જે વિચારો ચાલતા હોય છે અને તેને લીધે એ છેઅસંખ્ય પ્રશ્નો પૂછતું હોય છે.
આપણને અનેક વિચારો સતાવે છે, જે પણ આપણે આપણા વિચારોને ઢાંકી કે જ દાબી રાખીએ છીએ, અને એમ માનીએ $ છીએ કે રખે એ વિચારો કોઈ જાણી જાય. છે આપણા મનમાં આવતા વિચારોને, આપણા
૩૨ * જીવન-માંગલ્યા
Page #42
--------------------------------------------------------------------------
________________
મનની અંદર ચાલી રહેલાં તોફાનોને, આપણા મનમાં ઊભા થતા રાગ-દ્વેષના યુદ્ધને, આપણે જેમ બને તેમ છુપાવવા, ઢાંકવા કે સંતાડવા પ્રયત્ન કરીએ છીએ.
જીવનનો જે દ્રષ્ટા છે, જીવનના અર્થનો જે જિજ્ઞાસુ છે એ જાણે છે કે, અંદરનું અંદર દાબી રાખીશું તો એ દાબેલું ગમે ત્યારે ફૂટી નીકળશે.
અંતે તો એ દાબેલી વસ્તુ જવાળામુખી બને છે અને એ જ્યારે ફાટે છે ત્યારે આસપાસના વાતાવરણને ખેદાન-મેદાન કરી નાખે છે. આપણી હૃદયગુફામાં દાબી રાખેલી વસ્તુઓ પણ એક દિવસ એમ જ બહાર આવશે ત્યારે માણસને હતો-ન હતો કરી નાખશે.
માણસનું પતન આ રીતે જ થાય છે. કોઈને નહિ કહેવા માટે સંતાડી રાખેલી વસ્તુઓ, એક દિવસ બહાર આવે છે - જ્વાળામુખી જેમ ફાટી નીકળે છે અને એમાંથી માણસનો વિનાશ સર્જાય છે.
તમારા મનની અંદર એકાદો પણ અશુભ, અમંગળ, અયોગ્ય અને અપવિત્ર વિચાર પેસી જાય તો એને માટેનો માર્ગ એક જ છે : તાબડતોબ એનું ઓપરેશન કરવું. જો તમે ઓપરેશન નહિ કરો તો, હેરાનગતિ બીજા કોઈને નહિ પણ એ વિચારને સંતાડી રાખનાર તમને પોતાને જ થશે એ યાદ રાખજો.
એટલા માટે, શિષ્ય પોતાના મનની અંદર ચાલતા જે વિચારો છે, પોતાના મનની અંદર ઊઠતા ને તર્કો છે, તે ગુરુ સમક્ષ વિનમ્રભાવે રજૂ કરે છે, અને કહે છે કે હું દર્દી છું, તમે મારા ડૉક્ટર છો. હું તમારી પાસે નિદાન અર્થે આવેલો છું. મારા પર કૃપા કરી તેનો કંઈ રસ્તો બતાવો.
જરા વિચારો : તનના રોગની દવા લેવા માટે આપણે કેટલા નમ્ર બનીને જઈએ છીએ, પણ મનની દવા લેવા માટે આપણે એટલા નમ્ર બનીએ છીએ ખરા ?
આપણું શરીર જરાક બગડે તો, એ વિષયનો જે નિષ્ણાત હોય તેને શોધી, તરત તેની પાસે દોડી જઈએ છીએ એ મુંબઈમાં હોય, કલકત્તામાં હોય કે દૂર-સુદૂર વિદેશમાં હોય, તોપણ ત્યાં દોડી જવાનો શક્ય પ્રયત્ન કરીએ છીએ અને તનની ઔષધિ શોધી કાઢીએ છીએ.
- તનને માટે જો દવાની આવશ્યકતા હોય તો પછી શું મનને માટે દવાની આવશ્યકતા જ નથી ?
શું આપણું મન જ એકલું માંદું છે અને મન માધું નથી ? મનની માંદગીનો આપણને કદી વિચાર આવ્યો છે ? આખરે તો તનને જો બગાડનાર
જીવન-માંગલ્ય : 33
Page #43
--------------------------------------------------------------------------
________________
હોય તો તે મન જ છે ને !
પણ આપણે આ મૂળ શોધતા નથી અને બહાર જઈએ છીએ. આપણે મૂળમાં પાણી રેડતા નથી અને ડાળાં–પાદડાં–ફળ ઉપર પાણી રેડીએ છીએ એ ક્યાં સુધી ચાલવાનું છે ?
મહાપુરુષો કહે છે કે, જેમ વૃક્ષના મૂળમાં પાણી રેડવું પડે છે તેમ, મનના મૂળમાં પણ જ્ઞાનનું વારિ સીંચવું પડે છે. પણ આ મન કેવું છે એનો આજે આપણને ખ્યાલ નથી. મન શું છે એનો આપણી પાસે સ્પષ્ટ વિચાર નથી.
ત્યારે, જે લોકો ચિંતક છે, જે લોકો જીવનની શોધ કરનારા છે, એ લોકો કહે છે કે તન તો ઠીક, પણ ભાઈ, પહેલાં મનના વૈદ્યને શોધો.
મનનું આવું ઔષધ આપનાર નિષ્ણાત પાસે આપણે જવું જોઈએ અને એમનું દીધેલું લઈને, આપણું જે માંદલું મન છે તેને સ્વસ્થ બનાવવું જોઈએ. એવા નિષ્ણાત પાસેથી, મનની ઔષધિ લેવામાં આવશે તો રુગ્ણ મન સ્વસ્થ થશે. પછી તમે જોશો કે જેનું મન સ્વસ્થ થયું હશે, તે પ્રભાતનાં પુષ્પોની જેમ સદા પ્રસન્ન ને ખીલેલો હશે.
કોઈક વાર સ્વજનનો વિયોગ થાય, કોઈક વાર વસ્તુઓનો વિયોગ થાય, કોઈક વાર અપમાન પણ થાય, ને કોઈક વાર નહિ ધારેલું અને ન બનવા જેવું બની પણ જાય. પણ એ બધાય સંજોગોની અંદર આવો માણસ તો, પ્રભાતના પુષ્પની જેમ સુકુમારતા, પ્રસન્નતા અને વિકાસને જ મનમાં ધારણ કરશે, કારણ એનું મન નીરોગી છે, તંદુરસ્ત છે. સ્વસ્થ છે.
આવો માણસ, પૈસા હોય કે ન હોય, સત્તા હોય કે ન હોય, સાધન હોય કે ન હોય, સ્વજનો હોય કે ન હોય છતાં એ વિષાદથી હતાશ તો નહિ જ બને. એ પોતાના તંદુરસ્ત અને સ્વસ્થ મનના બળે, વિષમ સંયોગો વચ્ચે પણ ‘સમ’નો માર્ગ નહિ મૂકે.
દુનિયાએ તનને જોયું, જ્ઞાનીઓએ મનને જોયું. તેથી એમણે મનની ઉ૫૨ ખૂબ ધ્યાન આપ્યું છે. મહર્ષિ પતંજલિએ ત્રણ ગ્રંથો લખ્યા છે. વાણીને વિશુદ્ધ કરવા માટે એમણે વ્યાકરણ રચ્યું; શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે વૈદકનો ગ્રંથ લખ્યો; પણ એમણે જોયું કે વાણીને વિશુદ્ધ કરી, કાયાને શુદ્ધ કરી, પણ સાથે સાથે મન જો પરિશુદ્ધ નહિ હોય તો, વાણી અને કાયા, નિર્મળ હોવા છતાં પણ, માણસ નિર્મળ અને પ્રસન્ન નહિ રહે. એ વિચારથી એમણે છેલ્લે યોગશાસ્ત્ર રચ્યું.
આ યોગશાસ્ત્રમાં તેમણે પ્રથમ વાત મનના નિરોધની કરી છે. મનને
૩૪ * જીવન-માંગલ્ય
Page #44
--------------------------------------------------------------------------
________________
ફરતું, રખડતું, ભટકતું કેવી રીતે અટકાવવું, અસ્વસ્થ મનને કેવી રીતે ઠેકાણે લાવવું, એ પ્રસન્ન કેમ બને, એ વાતો એમણે પહેલી વિચારી
એટલે એમણે કહ્યું કે તનના વૈદ્ય બનવા માત્રથી કે ભાષાના વૈદ્ય બનવા માત્રથી, આપણું શ્રેય નથી. આખર તો જેને શોધવાનું છે અને વિશુદ્ધ કરવાનું છે, તે તો મન છે.
જેનું મન શુદ્ધ છે. તંદુરસ્ત છે, એનું શરીર કદાચ માદલું હશે તોપણ, એ માંદગીની અસર એના મન ઉપર નહિ થાય. એ વિચાર કરશે કે પ્રકૃતિનો સ્વભાવ છે અને કદાચ ઘડીભર માટે શરીરને રોગ આવી જાય પણ મન તો સલામત છે ને ?
તમે જોજો કે ઘણા માણસો શરીરના અલમસ્ત હોય છે, સુખ અને સાધનથી સભર પણ હોય છે; છતાં એમને ચિંતા કોરી ખાતી હોય છે. જેવી રીતે મડદા ઉપર સમડીઓ ઘૂમરીઓ લેતી હોય છે એમ માણસના મગજ ઉપર ચિંતાઓ ઘૂમરીઓ લેતી હોય છે. એ માણસ ગમે ત્યાં જાય, એકલો પડે, તોપણ ચિંતા એનો કેડો છોડતી નથી. પછી એનું જીવન દયાજનક બની જાય છે. એનામાં જે મનનું ચૈતન્ય હતું, મનની જે તાજગી હતી, મનની જે પ્રસન્નતા રહેવી જોઈતી હતી તે ન રહેવાને કારણે, એના જીવનની સંવાદિતા, સંગીતમયતા અને સંલગ્નતા તૂટી જાય છે. તેના અભાવને લીધે એ માણસ અસ્વસ્થ અને ચિંતાઓથી ઘેરાયેલો ફરે છે.
આખી ગાડીને ખેંચનાર એન્જિન છે; પણ એન્જિનમાં મુખ્ય બળ હોય છે વરાળનું. આ વરાળ એવી પાતળી હોય છે કે હવામાં તો તે ઊડી જાય છે, પરંતુ એ વરાળને જો યોગ્ય પ્રમાણમાં સંચિત કરવામાં આવેલી હોય તો એ વરાળમાં એટલી બધી શક્તિ પડેલી છે કે તે હજારો ટનના ભારને પણ સહેલાઈથી ખેંચી જાય છે.
ટ્રેનની અંદર જે સ્થાન વરાળનું છે તે સ્થાન જીવનની અંદર મનનું છે. વરાળનો જેમ દુરુપયોગ ન થાય, વરાળને નકામી જવા ન દેવાય, તેમ આપણા મનને જ્યાંત્યાં ભટકવા ન દેવાય, એ જ્યારે ભટકવા જાય ત્યારે તમે તેને પૂછો કે તું ક્યાં ગયું હતું ?
આપણા મિત્રો સાથે વાત કરી; દોસ્તો અને જુદા જુદા માણસો સાથે વાત કરી; પણ હવે કોઈ દિવસ મન સાથે બેસીને વાત માંડીએ.
‘મન' નામના તત્ત્વની શક્તિ અને એના મહત્ત્વનો આપણે કદી વિચાર જ કર્યો નથી અને તેથી જ આપણે તનને સાચવીએ છીએ, વાણીને સાચવીએ છીએ, પણ મન નામના તત્ત્વને માટે કશી કાળજી રાખતા નથી.
જીવન-માંગલ્ય * ૩૫
Page #45
--------------------------------------------------------------------------
________________
સવારના પહોરમાં ઊઠતાંની સાથે જ દાંત સાફ કરીએ છીએ, શરીર સ્વચ્છ કરીએ છીએ, આંખો સાફ કરીએ છીએ અને શરીર પર સાબુ લગાડી લગાડીને એને ખૂબ ચોખ્ખું કરીએ છીએ. બધાંયને શુદ્ધ બનાવીએ છીએ પછી દુનિયાનું જ્ઞાન મેળવવા માટે છાપાં વાંચીએ છીએ. પછી વળી ખોરાક દ્વારા શ૨ી૨નું પોષણ પણ કરીએ છીએ. આ બધુંય અનિવાર્ય છે અને આપણે કરીએ છીએ.
પણ કહો; આ આંખ, કાન, મોઢું, નાક, શરીર એ બધાંયની પાછળ કામ કોણ કરે છે ? તમારા મનની સાથે આંખના તંત્રનું જોડાણ નહિ હોય તો આંખ જોતી હશે તોપણ ન જોયા જેવું થશે. તેમ રસ્તા પરથી જતા હો ત્યારે, તમારી બાજુમાંથી કોઈ પસાર થાય, તમારી આંખો એની સામે હોય, એની આંખો તમારી સામે હોય પણ તમારું મન ક્યાંક બીજે હોય, તો એ પસાર થઈ જાય તોય એ તમે એને ન જુઓ. પછી બીજી વાર મળે ત્યારે એ કહે, “ભલા માણસ, પડખે થઈને ગયા, સામે જોયું પણ હતું, છતાં બોલ્યા પણ નહિ ?’”
તમે કહેશો કે, “મારું મન ક્યાંક બીજે હતું, મને ખ્યાલ ન રહ્યો.” આમ કેમ થયું ? આંખો તો એના ઉપર માંડેલી હતી ને ? પણ મન અને આંખનું તંત્ર જોડાયું નહોતું. એટલે આંખે જોયું ખરું, પણ જોયેલો સંદેશો મન પાસે પહોંચ્યો નહિ, અને મનનો પ્રત્યુત્તર ન મળે ત્યાં સુધી કંઈ કામ થાય નહિ.
ઘણી વાર તમારું મન, તરંગી દુનિયાની સફરે ઊપડ્યું હોય, તમે બેઠેલા હો, વાત ચાલતી હોય, અને કોઈ પૂછે કે, ‘‘સાંભળ્યું ?'' તો તમે કહેશો કે, “ભાઈ, મારું મન જરા ઠેકાણે નહોતું, મન કંઈક બીજે ગયું હતું; એટલે સાંભળ્યું નહિ. શું કહ્યું હતું, જરા ફરીથી કહો ને ?''
કાન તો આમ ખુલ્લા હોય છે, એના ઉપર આવરણ ન હોય, છતાં પણ કાનના જે સંદેશા મનને પહોંચવા જોઈએ એ પહોંચતા નથી, એટલે
તમારા કાન નકામા.
અને નાક ખુલ્લું હોય, પણ તમારું મન બીજે ઠેકાણે હોય તો, ગમે તેટલાં ફૂલ સૂંઘાડવામાં આવે, ગમે તેવાં અત્તર સૂંઘાડવામાં આવે તોપણ તે તમારે માટે આહ્લાદક નહિ નીવડે.
એ જ રીતે, કોર્ટની સુનાવણી હોય, તમારો મહત્ત્વનો કેસ હોય, અને ટેબલ ઉપર સુંદરમાં સુંદર ભોજન પીરસ્યું હોય, તમે ખાધે જ જાઓ, ખાધે જ જાઓ. પણ તમારું મને જો પેલા મહત્ત્વના કેસમાં રમતું હોય, તો તમે
૩૬ * જીવનમાંગલ્ય
Page #46
--------------------------------------------------------------------------
________________
બધુંય ખાઈ જાઓ, પણ તે વખતે તમને કોઈ પૂછે કે શાકમાં જરા મીઠું વધારે હતું ? તમે કહેશો, “મને કંઈ ખબર નથી... !''
બીજો કોઈ વખત હોત તો તમે તરત વાડકો હડસેલી મૂકત અને કહેત કે આ શાક ખાવા લાયક નથી. પણ જ્યારે તમારું મન બીજે ઠેકાણે વ્યસ્ત હોય, રોકાયેલું હોય તે સમયે તમારા ખોરાકમાં ગમે તે વસ્તુ આવી હોય પણ એ વખતે તમે શું ખાઓ છો તેનું કંઈ મહત્ત્વ નથી, કારણ કે મનનું જોડાણ રસેન્દ્રિય સાથે નથી અને તેથી એ વખતે તમે જે જે ૨સ ખાધા હોય, તે રસનો સ્પર્શ મનને થતો નથી.
એટલે, પાંચેય ઇન્દ્રિયોનું જો મુખ્ય કેન્દ્ર હોય તો તે મન છે. આપણે પાંચે ઇન્દ્રિયોને સ્વચ્છ રાખીએ છીએ, પણ એનું જે કાર્યવાહક કેન્દ્ર મન છે એમાં તો જાળાં બાઝયાં છે, એ મેલું થઈ ગયું છે, એ ગંદું બની ગયું છે; એના ઉપર કાટ ચઢી ગયો છે; એનું ઇલિંગ જ થયું નથી.
પરિણામ એ છે કે, આપણી પાંચેપાંચ ઇન્દ્રિયોએ બરાબર વ્યવસ્થિત રીતે જે કામ કરવું જોઈએ તે કામ તે કરતી નથી.
મન મુખ્ય સ્ટેશન છે, ત્યાંથી જ બધી ગાડીઓ છૂટે છે; ત્યાંથી જ પ્રવાહો અને આંતર-પ્રવાહો વહે છે. એ મુખ્ય મથક છે. એ બરાબર ન હોય, તો પરિણામ બીજું શું આવે ? જ્ઞાનીઓ આપણને આ જ વાત પૂછે છે. આંખને ધોવા માટે કાચની પ્યાલીઓ લઈ આવીએ, કાનને સાફ કરવા માટે સળીઓ લઈ આવીએ, દાંતને સાફ કરવા માટે બ્રશ અને ટૂથ-પેસ્ટ લઈ આવીએ, અને શરીરને સ્વચ્છ કરવા માટે સારામાં સારા સાબુ લઈ આવીએ છીએ; પણ મનને સ્વચ્છ કરવા માટે શું લાવીએ છીએ ?
મનને વિશુદ્ધ કરવા માટે આપણી પાસે શું સાધન છે ? આપણી પાસે એવું એક સાધન છે : જ્ઞાનીનાં વચનામૃતો.
પણ આપણે એ સાંભળીએ છીએ ખરાં ? તે જ્ઞાની એવો હોવો જોઈએ કે આપણા વિકાસમાં સહાયક હોય, આપણા મનને વિશુદ્ધ બનાવે, આપણા મનને પ્રકાશથી ભરે. આપણા મનમાં રહેલી બદીઓ કાઢે અને કહે કે આનું તો ઑપરેશન કર્યા વિના ચાલે જ નહિ.
તમે કહો, “નહિ ભાઈ, આના પર કાપકૂપ નહિ કરતા. એ તો મારા મનનો કટકો છે.'' એ કહેશે કે, “ભલે એ તમારા દિલનો ટુકડો હોય, પણ એ સડી ગયો છે; એટલે એનું ઑપરેશન અનિવાર્ય છે. ઍપેન્ડિસાઇટિસનું આંતરડું એ તમારું જ એક અંગ હોય છે, પણ તે અંગ સડી જાય તો ઑપરેશન અનિવાર્ય છે.
જીવન-માંગલ્ય * ૩૭
Page #47
--------------------------------------------------------------------------
________________
એ જ રીતે. આપણા મનમાં જે જે સડાનો ભાગ હોય, જે બહારથી આવેલો હોય – પછી ભલે તે વ્યસનોથી આવેલો હોય, સંસર્ગથી આવેલો હોય, આપમેળે બગડી ગયેલો હોય – તેને કાપીને ફેંકી દેવો જોઈએ. - મનના મુખ્ય કેન્દ્રને વિશુદ્ધ રાખવા માટે આપણે જેની જરૂર છે–એનું નામ છે સત્સંગ. આ સત્સંગ એટલે શું ?
સતુ એટલે આત્મા અને સંગ એટલે સાનિધ્ય. આત્માના કે આત્માના ગુણના સાનિધ્યમાં રમવું કે રહેવું એ સત્સંગ.
તમે જ્યાં જશો ત્યાં ચા ધરવામાં આવશે, કૉફી ધરવામાં આવશે, બીડી કે સિગારેટ અપાશે અને વધારે “સુધરેલા' હશે તો પેલી “પ્યાલીઓ' ધરશે. પરંત, આત્માની વાત કે જ્ઞાનનો બોધ ધરનારો તમારી પાસે કોણ છે ?
- સાચું અને રોકડું વચન તમને કોણ સંભળાવશે ? નોકરોની કોઈની તાકાત નથી કે તમને કહે, “શેઠ, તમે બધી બાબતમાં સારા છો, પણ તમે અમુક બાબતમાં ઠીક નથી.” કારણ કે એ એમ કહેવા જાય તો એનો રોટલો તૂટી જાય. એટલે એને તો થવાનું કે “શેઠ ભલે પડે કૂવામાં, આપણે શું કામ છે ? આપણે તો અર્થથી, ધનથી અને લાભથી કામ છે.”
એટલે તો આજે મનનાં દવાખાનાં ખોલવાની જરૂર છે. જગતમાં આજે તનના રોગીઓ કરતાં મનના રોગીઓ વધારે છે. ઘેર ઘેર ને ઠેર ઠેર આજે મનના રોગ લાગુ પડ્યા છે.
- હવે તો ડૉક્ટરો પણ એ જ કહે છે કે મનના રોગોમાંથી જ ઘણાખરા તનના રોગો ઊભા થાય છે. તાવ આવવો અને માથું દુખવું એ પેટની કબજિયાતથી થાય. જ્યાં ક્રોધ હોય, વૈરભાવ, ઈર્ષા, ચિંતા હોય ત્યાં પાચનશક્તિ મંદ થાય છે. અપચો વધે છે. બાકીના રોગો માનસિક આઘાતમાંથી ઉત્પન્ન થતા હોય છે.
આ માટે શિષ્ય ચાર વાત પૂછે છે : વૈદ્ધો દિં વ: ?
મનની અંદર બેઠેલા રોગ દૂર કર્યા વિના ચાલે એમ નથી એવું લાગ્યું, એટલે ગુરુ પાસે આવીને શિષ્ય હૃદય ખોલી નાખ્યું. કયા રોગની દવા આપવાની છે તે તો હૃદય ખોલવામાં આવે તો જ ખબર પડે. આપણામાં મદ (અભિમાન) હોય તોપણ કહીએ કે મારા જેવો નમ્ર કોઈ નથી. લોભિયા હોઈએ તોપણ બે-પાંચ ઠેકાણે આપેલા રૂપિયા ગણાવ્યા કરીએ. માણસમાં ક્રોધ પડેલો હોય, લાલચોળ થઈ જતો હોય તોય ક્ષમાનો દેખાવ કરે.
માત્ર બહારના દેખાવથી શું વળે ? ડૉક્ટરો પાસે જઈએ છીએ ત્યારે આપણે તનનો રોગ છુપાવતા નથી.
૩૮ * જીવન-માંગલ્ય
Page #48
--------------------------------------------------------------------------
________________
ત્યાં તો વિગતવાર વર્ણન કરીને દવા માગીએ છીએ. જ્યારે સંતો પાસે જઈને આપણે રોગ છુપાવીએ છીએ.
આનું પરિણામ એ આવ્યું છે કે, આપણી ભાષા આપણા રોગોને, આપણી બદીઓને ઢાંકવાનું એક સાધન બની ગઈ છે.
થોડા દિવસ પહેલાં પ્રવચન આપવા સાબરમતી જેલમાં ગયો હતો. ત્યાં કેદીઓને કહ્યું હતું કે, તમે દીવાલ પાછળના કેદીઓ છો, જ્યારે અમે સમાજના અને અમારી વૃત્તિઓના એમ બેવડા કેદીઓ છીએ, કારણ કે, વૃત્તિઓએ અમને કેદમાં પૂર્યા છે; અમે એની બહાર નીકળી શકતા નથી..અને, સમાજના સકંજામાંથી સારો ને સાચો માણસ હોય તોપણ નૈતિક હિમતના અભાવે સારું કામ કરતાં “દુનિયા શું કહેશે” એ વાતથી ડરતો હોય છે. એટલે દુનિયા પર આપણે જીવીએ છીએ અને દુનિયાની ખાતર, ન કરવાનું પણ આપણે કરીએ છીએ.
પરિણામ એ આવે છે કે, પેલા કેદીઓની મુક્તિ મોડામાં મોડી વિસ વર્ષે તો પૂરી થાય છે; જ્યારે આપણી મુક્તિ તો જીવનભરમાં કદી નથી થતી. સમગ્ર જીવન સુધી વૃત્તિઓનાં અને સાથે સાથે સમાજનાં અયોગ્ય બંધનોના જ ગુલામ થઈને એમાં જકડાઈને આપણે પડ્યા રહીએ છીએ.
એટલે શિષ્ય વક્કો હિ . ? એ પહેલો પ્રશ્ન પૂછ્યો.
ગુરુદેવ ઉત્તર આપ્યો : ચો વિષયાનુરી – જે વિષયોમાં રાગી – તેમાં બંધાયેલો છે તે.
તમને કોણે બાંધી રાખ્યા છે ? – વિષયે. વિષયને છોડો તો તમે મુક્ત છો. સગવડોએ માણસને બાંધી રાખ્યો છે. માણસ માને છે કે હું સગવડને તાબે કરી બેઠો છું, મારી પાસે વધારે સાધનો છે. પણ એ ભૂલી જાય છે કે સાધનોએ એને પરાધીન બનાવ્યો છે. એ છૂટવા ધારે તોય છૂટી શકે એમ નથી. એને તો સગવડો જોઈએ. એ હોય તો જીવી શકાય.
પરિણામ એ આવે છે કે સવારે છ વાગ્યે ઊઠીને જવું હોય તો BedTea (બેડ-ટી) એને રોકી રાખે છે – ચા પીધા પછી જ પથારીમાંથી બહાર નીકળી શકાય. આવી જેને આદત હોય, તે સવારમાં “બેડ-ટી' વગર જાત્રાએ જવા, પ્રવાસમાં જવા કે અન્ય કામ પ્રસંગે જવા વહેલી સવારે તૈયાર થવા માગે તોય કેવી રીતે થઈ શકે ?
બેડ-ટી’ વગર એના ટાંટિયામાં તાકાત નથી આવતી.
કેટલાય માણસો પોતાની મોટર વગર બહાર જઈ શકતા નથી. એનો મોભો (Status) એને ભાડાની બસમાં બેસતાં રોકે છે, અને તેથી પોતાની ગાડી
જીવન-માંગલ્ય જ ૩૯
Page #49
--------------------------------------------------------------------------
________________
બગડી હોય અગર બહાર ગઈ હોય તો અગત્યના કામે બહાર જવાનું પણ માંડી વાળે છે. ગાડીને એ સગવડ માનતો હોવા છતાં ગાડીને કારણે જ એ અગવડ અનુભવે છે. ભાડાની ગાડીમાં બેસતાં સંકોચ અનુભવે છે અને પગે ચાલવાની તો શક્તિ જ ક્યાં છે ?
આ રીતે વિચારીએ તો, એનાં સાધનોએ જ એને બાંધી રાખ્યો છે.
આ વિષયો એ એક પ્રકારના નથી. દુનિયાની જે જે વસ્તુઓ માટે તમને એમ થાય કે આના વિના તો મારે ચાલે નહિ, આ તો મારે જોઈએ જ, ત્યારે માની લેવું કે તમે એના બંધનમાં છો.
પહેલાં માણસ ટેવ પાડે છે અને પછી ટેવ માણસને પાડે છે - ઉપર ચડી બેસે છે. આ બંધન નાજુક અને સુંદર છે, એટલે બંધન લાગતાં નથી.
કહે છે કે, વજબંધ પણ જશ બળે તૂટે, સ્નેહતંતુથી તે નવ છૂટે. જે માણસ સાંકળોનાં બંધન તોડી શકે છે, તે વિષયોના કાચા સૂતરના તાંતણા જેવાં મુલાયમ બંધનોને છોડી શકતો નથી, તોડી શકતો નથી.
શરીરને બાંધનારાં બંધનો કદાચ છોડી શકાશે; પરંતુ મનને બાંધનારાં આવાં નાજુક બંધનોને તોડવાં બહુ મુશ્કેલ છે.
આ બંધનમાંથી નીકળવું એ જ માનવજીવનનો પરમ હેતુ છે. તમે એમ માનતા હશો કે આ કામ એકલા સાધુઓનું જ છે. પણ ના, બંધન સર્વત્ર છે, સંસારમાં કે ત્યાગમાં, જ્યાં બેઠેલા હો ત્યાંથી શરૂઆત કરવાની છે.
ઓછામાં ઓછા સાધનોથી, ઓછામાં ઓછી વસ્તુઓથી કેમ ન ચાલે, એના વિના હું કેમ ન રહી શકું – એ વિચારતા થાઓ અને એના સ્વામી બનો.
વસ્તુઓ તમને બાંધનારી ન બને એટલું સાચવજો. એને કહો કે હું તને ઉપયોગ માટે રાખું છું; તારાથી બંધાવા માટે નહિ.
આવું સ્વામિત્વ આવે ત્યારે સમજજો કે મન હવે કંઈક તાજું થયું છે, મન હવે ટેકા વિના ચાલી શકે તેમ છે.
છોકરું નાનકડું હોય ત્યારે એને બાબાગાડી જોઈએ; બાબાગાડી વિના એ પડી જાય. એ મોટું અને તંદુરસ્ત થાય ત્યારે જ બાબાગાડી વિના ચાલી શકે.
મન પણ તંદુરસ્ત બને ત્યારે જ એ ટેકા વિના ચલાવી શકે. ટેકો જોઈએ છે એનો અર્થ એ છે કે, મન હજી માંદલું છે, રોગિષ્ઠ છે, અશક્ત છે.
- સાધુઓને ભગવાન મહાવીરે “સૂયગડાંગ સૂત્ર'માં પહેલી વાત એ જ કરી કે, “જોજો, તમે સાધનોના ગુલામ ન બની બેસો. જગત તો સાધન આપશે.
૪૦ * જીવન-માંગલ્યા
Page #50
--------------------------------------------------------------------------
________________
તમે ત્યાગને માર્ગે નીકળેલા છો, તો ભોગ તમારા માર્ગમાં આવીને ઠલવાશે. પણ એ ભોગનો જો ઉપયોગ કરવા ગયા તો સમજી લેજો કે તમારા જેવા ગુલામ, દુનિયામાં બીજા કોઈ નહિ હોય. કારણ કે પેલા તો પોતાની વસ્તુના ગુલામ હશે, જ્યારે તમે પારકી વસ્તુના ગુલામ હશો. પેલાને માટે તે વસ્તુ સ્વાધીન હશે, જ્યારે તમારે તો પારકા પાસેથી મેળવવાની હશે. એટલે પછી તમારે એ સાધનવાળાઓની ખુશામત કરવી પડશે. એમને રાજી રાખવા હા-જી-હા કરવાની પ્રવૃત્તિ કરવી પડશે. આવી હાલત ત્યારે જ ઊભી થશે, જ્યારે તમે સાધનોના ગુલામ બની ગયા હશો.
તમે જો સાધનોના ગુલામ બની ગયા તો પછી તમે જગતના એક સ્થળના એક એક શહેરના પણ ગુલામ જ છો. વસ્તુઓ મળે છતાં છોડશો તો કોઈ શહેર ચાતુર્માસ પછી છોડતાં મૂંઝવણ નહિ થાય.
સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલા નિયમો ખરેખર આનંદ આપે છે. “ઉપર” હોવાનો તે અનુભવ કરાવે છે.
શિયાળાની સવારે ઠંડા પાણીથી સ્નાન કરનારની મજા જુદી જ હોય છે, એમ, સાધનો વિના જીવવું, સાધનોને ઓછાં કરીને જીવવું એમાં પણ એક પ્રકારની અનોખી મજા છે.
તમે સાધનોને લ્હી શકો કે, “તમે ઘણાને ગુલામ બનાવ્યા હશે, પણ મને નહિ બનાવી શકો. મન જ્યારે સ્વસ્થ અને તંદુરસ્ત હશે ત્યારે જ આ રીતની વિચારશક્તિ ઉત્પન્ન થશે.”
પૂર્વના પુણ્યને લીધે આજે આપણને બધું મળી ગયું છે. પણ મળ્યું છે એ બધું ભોગવવા માટે નહિ, એનો ત્યાગ કરવા માટે તૈયાર રહેજો.
ગયા ભવના પુણ્યને લીધે જ આ બધું તમને મળ્યું છે. એ મળેલી વસ્તુ એકલા ભોગવટામાં જ પૂરી કરી નાખીએ તો પૂરી થાય, પછી આગળ શું ?
એક રાજા ઘોડા ઉપર બેઠો બેઠો જઈ રહ્યો હતો. તે વખતે બે બહેનપણીઓ લાકડાં વીણવા જઈ રહી હતી.
આ બેમાં એક વિદૂષક છે, બીજી વિચારક છે. બેય બહેનો જંગલમાં લાકડાં-છાણાં વીણવા જઈ રહી હતી.
પેલા રાજાને ઘોડા ઉપર બેસવું ફાવ્યું નહિ, એટલે એણે ઘોડાને ઊભો રાખ્યો અને હુકમ કર્યો. તરત જ નોકર આગળ આવ્યો અને હાથી રજૂ કર્યો : “સાહેબ, આપ હાથી ઉપર બિરાજો.”
પછી પેલો રાજા હાથી પર બેઠો. થોડી વાર પછી એણે કહ્યું, “હાથી ઉપર મને ફાવતું નથી.”
જીવન-માંગલ્ય છે ૪૧
Page #51
--------------------------------------------------------------------------
________________
એટલે એના માટે પાલખી આવી.
રાજા પાલખીમાં બેઠો અને આગળ ગયો.
આગળ ચાલતાં પડાવ આવ્યો. તંબુ બાંધેલા હતા, ગાલીચા બિછાવેલા હતા. રાજાસાહેબ પાલખીમાંથી ઊતર્યા અને સીધા ગાલીચામાં જઈને લાંબા થઈ
ગયા.
પગચંપી કરનારા આવ્યા અને પગ દબાવવા લાગ્યા.
માલિશ કરનારા માલિશ કરવા લાગ્યા.
લાકડાં અને છાણાં વીણનારી પેલી છોકરીઓ આ જોતી જોતી ચાલી જાય છે. એમને વિચાર આવ્યો : આ બધું શું ? પહેલાં ઘોડા ઉપર બેઠા, પછી હાથી ઉપર બેઠા, વળી પાછા પાલખીમાં બેઠા, પછી અહીં આવીને સૂઈ ગયા. એને વળી થાક ક્યાંથી લાગ્યો કે આ પગચંપી ચાલે છે ?
એટલે એકે પ્રશ્ન ઉઠાવ્યો :
ઘોડે સે હાથી ચઢે, હાથી સે સુખપાલ; કબકા થાકા હૈ સખી, પડા દબાવે પાંવ ?
“એને શાથી થાક લાગ્યો કે આ સૂતાં સૂતાં પગ દબાવરાવી રહ્યો છે ? એને બેસવાનો થાક તો નથી લાગ્યો ને ? શ્રમનો અભાવ પણ ઘણી વાર શ્રમ ઉત્પન્ન કરે છે.’’
પેલી છોકરીએ ઉત્તર આપ્યો :
ભૂ હુઆ, ભૂખા રહા, ઉગ્ર ક્રિયા પ્રવાસ તબકા શાકા હે સખી, પડા દબાવે પાંવ.
“ગયા જન્મમાં આ માણસ જમીન ૫૨ સૂઈ રહ્યો હશે; તપ કર્યું હશે; પગપાળો પ્રવાસ પણ કર્યો હશે. એ વખતનો જે થાક લાગ્યો હશે તે આજે પગ દબાવરાવીને ઉતારી રહ્યો છે.
આમ, આજે આપણને જે મળ્યું છે તે આપણી બુદ્ધિને લીધે નહિ, આપણી આવડતને લીધે નહિ, આપણી હોશિયારીને લીધે નહિ; પણ આપણા પુણ્યને લીધે મળ્યું છે.
આપણા કરતાં ડિગ્રીઓવાળા ઘણા હોશિયાર હોય છે. ડબલ ગ્રેજ્યુએટ ઘણા બુદ્ધિવાળા હોય છે. એ તમારી પાસે સ્કૉલરશિપ માટે આવે છે અને કહે છે, “હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છું અને મારે ઇંગ્લૅન્ડ જવું છે, તો સ્કૉલરશિપ માટે કંઈક ગોઠવણ કરી આપો.''
બુદ્ધિથી જ જો મળી શકતું હોય તો એ લોકો વધારે બુદ્ધિવાળા હોય
૪૨ : જીવન-માંગલ્ય
Page #52
--------------------------------------------------------------------------
________________
છે, આવડતથી જ મળતું હોય તો આવડત પણ ઘણી હોય છે, પણ એવું કંઈ નથી હોતું, ઘણી વાર ભાગ્યને લીધે પણ હોય છે.
આ ભાગ્ય ક્યાં દોરી જાય છે એની કંઈ ખબર છે તમને ?
એક જ દિવસે, એક જ મુહૂર્તે, એક જ ક્ષણે એક છોકરો, લાખો રૂપિયાની મિલકતવાળાને ત્યાં જન્મે છે. તે જ દિવસે તે જ મુહૂર્તે અને તે જ ક્ષણે બીજો છોકરો લાખ રૂપિયાના દેવવાળા કંગાળને ત્યાં જન્મે છે. મોટા થયા પછી લાખ રૂપિયાના દેવાવાળાનો છોકરો આખી જિંદગી વૈતરું કરીને લાખ રૂપિયાનું દેવું પતાવે છે અને ઉપરથી વધારે દ્રવ્ય મેળવી સમાજમાં સ્થાન અને માન મેળવે છે, જ્યારે બીજી બાજુ જન્મતાવેંત જ સોનાના ચમચા સાથે મજા કરનારો છોકરો મોટો થયા પછી લાખોની મિલકત વેડફી દઈને દેવાદાર થાય છે અને સમાજમાં હડધૂત થાય છે.
એક જ મુહૂર્ત, એક જ ક્ષણ હોવા છતાં પેલો જન્મોત્રી જોવાવાળો શું જોશે ? એક જ સેકન્ડમાં કેટકેટલા જન્મ થાય છે ? પણ ક્ષણ સમાન હોવા છતાં માર્ગ જુદા સર્જાય છે, એનું કારણ શું ? એક જ ક્ષણે જન્મેલાઓમાંથી એ દિવસે દિવસે સંપત્તિમાં સાધન માં તેજસ્વી બનતો જાય અને બીજો દિવસે દિવસે બધી રીતે ક્ષીણ બનતો જાય, એનું કારણ શું ?
આનું કારણ પુણ્ય છે. પુણ્યનો ઉપયોગ કરીને કર્મનો ક્ષય કરવાનો છે અને એ યાદ રાખવાનું છે કે જે ભાગ્ય મળેલું હોય તેને ભૂંસી નાખવું એ સહેલી વાત છે; પણ ભાગ્યનું નિર્માણ કરવું એ મુશ્કેલ વાત છે.
જયપુરના એક શેઠ મુંબઈની ઑફિસે કાગળ એવા અક્ષરે લખે કે વાંચી શકાય નહિ. એ શેઠ જ્યારે જાતે એક વાર આવ્યા ત્યારે જેમને કાગળો મળેલા તે મુનીમ કાગળ કાઢીને ઘડીકમાં કાગળના અક્ષરો સામે જુએ અને વિચારે કે આ ધનપતિના આવા અક્ષર ? એટલે શેઠ કપાળ પર હાથ મૂકી કહે, “મારા અક્ષરો સામે શું જુઓ છો, અમારા ભાગ્ય સામે જુઓ.'
મને એ શેઠની વાત એટલા માટે યાદ આવી, કે વાત એમ કહી શકાય છે કે, માણસ ભાગ્ય લઈને આવેલો છે.
-
—
ભાગ્યનિર્માણ વડે માણસ આધ્યાત્મિક દૃષ્ટિએ, મહાન બને, જીવનની દૃષ્ટિ બદલાય, આત્માની દૃષ્ટિએ વ્યવહારને જુએ.
મનને જો કેળવી લેવાય, મનની જો ખિલવણી થાય તો જ જીવન સાચી દિશામાં જીવી શકાય.
આ મનની કેળવણી આજે તો અનિવાર્ય છે. તમારું મન જેટલું કેળવાયેલું હશે તેટલા પ્રમાણમાં તમે તમારા ભાગ્યનું નિર્માણ કરી શકશો. મન
જીવન-માંગલ્ય * ૪૩
Page #53
--------------------------------------------------------------------------
________________
જો કેળવાયેલું નહિ હોય તો ભાગ્યનો વિનાશ થઈ જશે.
કળિયુગને જ્યારે રાજાએ પૂછ્યું કે, “હવે તું ક્યાં જઈને વસીશ ?” ત્યારે કળિયુગે કહ્યું હતું કે, “હવે હું લક્ષ્મી હશે ત્યાં વસીશ.”
આગળ પૂછ્યું કે, “તારો આકાર શો હશે ? તું કયા રૂપમાં આવીશ ?”
ત્યારે કહે, “હું જુગારના રૂપમાં આવીશ, કતલખાનાના રૂપમાં આવીશ, દારૂના પ્યાલાના રૂપમાં આવીશ અને વ્યભિચારના રૂપમાં આવીશ –- આ ચાર રૂપે મને ત્યાં જોજે.”
આ રૂપકને વિચારશો તો જણાશે કે જ્યારે સંપત્તિ આવે છે ત્યારે ભાગ્ય હોય, પુણ્ય, હોય, ગુરુઓની કૃપા હોય, એને સાચે માર્ગે દોરનાર હોય તો જ ઉપરના ચારમાંથી માનવી બચી જાય છે; નહિ તો, એ ચારેય દૂષણો આવીને ઊભાં જ હોય.
એમનાથી બચવા માટે આજે સબળ અને સમર્થ પ્રયત્નની જરૂર છે. સામાન્ય પ્રયત્નથી બચી જવાનું શક્ય તો નથી જ.
એટલા માટે દરેકેદરેક ક્ષણે આ વાતનું પુનરાવર્તન કરવાની જરૂર છે. આ વાત વારંવાર મગજ ઉપર અથડાશે તો જ બચી શકાશે. તો જ મન કેળવાશે,
આ મનની કેળવણીનું પરિણામ શું ? બીજો પ્રશ્ન પુછાયો : “ યા વિમુ!' – મુક્ત કોણ ? જવાબ મળ્યો : “વિષયે વિરવત્ત:' – વિષયોથી વિરક્ત તે જ મુક્ત.
તમારે ત્યાં કેરી આવી હોય, એનાથી મોંમાં પાણી છૂટતું હોય, તમે કહો કે આજે નથી ખાવી, તમારા નોકરને આપી દો અને કહો કે તું ખાઈ જા... બધાય જોતા જ રહે, તમે કહો કે કેરીને જોતાં મારા મોઢામાં પાણી છૂટ્યું છે, એ આસક્તિ છે, મારે એમાં લપેટાવું નથી; એટલે નથી ખાવી – તું ખાઈ જા.
બસ, આનું નામ જ વિરક્તિ – આનું નામ તમે મનને કેળવ્યું કહેવાય. વસ્તુઓમાંથી વિરક્ત બનો, એને છોડીને તમે એકલા જઈને બેસશો અને જોશો તો તમારું મન આનંદ અનુભવતું હશે. તમને એમ થશે કે મારામાં છોડવાની આજે આટલી શક્તિ આવી !
જેમ જેમ માણસ છોડતો જાય છે તેમ તેમ એક પ્રકારનો એને આહલાદ મળે છે. જ્યારે સાધુઓને વસ્તુઓ આપવામાં આવે છે ત્યારે સાચા સાધુઓ એની સામે પણ જોતા નથી અને કહે છે કે, “ભાઈ ઉઠાવો, આ બધું તો બંધન છે.”
૪૪ * જીવન-માંગલ્યા
Page #54
--------------------------------------------------------------------------
________________
પેલો કહેશે, “કેમ ? એમાં શો વાંધો ?”
તો સાચા સાધુ કહેશે, “અમે એવું બધું જો લઈશું તો અમે મરી જવાના છીએ. તમે હટાવો અહીંથી આ વસ્તુ ને !
એટલે મુક્ત બનવા માટેનો માર્ગ “વિષયે વિરક્ત' થવાનો છે, વિષય પરત્વેની વિરક્તિ જ જીવને બંધનમાંથી છોડાવનારી છે.
હવે ત્રીજો પ્રશ્ન પુછાય છે : શો વસ્તિ ધોર: ન. ? – ઘોર નર્ક કયું? જવાબ મળે છે : સ્વ: | – પોતાનો દેહ જ ઘોર નર્ક છે.
આ દેહમાં જ્યારે રાગદ્વેષ વગેરે કીડાઓ ખદબદતા હોય ત્યારે દેહ નર્ક છે. બધાય સમયમાં દેહ એ નર્ક નથી. ખરી રીતે તો દેહ સ્વર્ગનું વિમાન છે.
To the ignorant alone this body is a source of endless pain. To the wise, it is a means of enjoying endless happiness, an instrument for attaining infinite Freedom and Bliss.
જ્યારે આપણા ચિત્તમાં રાગદ્વેષની ભઠ્ઠી સળગતી હોય, ક્રોધના અંગારા ધગધગતા હોય, માનના પર્વતો ઊભા થયા હોય, માયાની ઝાડીને લીધે અંધારાની અટવામણ વધી હોય અને લોભની ખીણમાં જેટલું આવે એટલું બધું સમાઈ જતું હોય ત્યારે દેહ જ નર્ક બની જાય છે.
માણસના લોભનો ખાડો પૂરો થાય એમ લાગે છે ? ક્યારે પૂરો થશે આ લોભનો ખાડો ? ક્યારે ઓછા થશે માનના પર્વતો ? ક્યારે કપાઈ જશે આ માયાની ઝાડીઓ ? અને ક્યારે બુઝાઈ જશે આ ક્રોધના અંગારા ?
આપણો આ લોભનો ખાડો એટલો બધો તો મોટો છે કે સમગ્ર વિશ્વનું ધન એમાં જો ઠલવાઈ જાય તોપણ એ સંતોષ પામે એમ નથી.
એટલા માટે જ આપણે વિચારવાનું છે કે જ્યારે આ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ જ આપણા શત્રુ છે. તે જ્યારે અંતરમાં ખદબદતા હોય, એ
જ્યારે દેહમાં રમતા હોય અને એમાં રંગાઈને કોઈને ભૂંડો ચીતરીએ, કો'કને મારવાનો વિચાર કરીએ, કોકની સામે હરીફાઈઓ કરીએ અને કો'કનું કાટલું કાઢવું એવા વિચાર કરીએ ત્યારે આપણું મગજ કેવું હોય છે ?.આબેહૂબ નર્ક જેવું.
ઘણા લોકો ફોટો લેવડાવે છે. ખાસ્સી રીતે બેસે છે. પેલો કહે એમ હસતું મોટું રાખે છે, પણ કોઈ મગજના વિચારના ફોટા લેવડાવે તો ?
ખરો ફોટો તો એ વખતનો લેવા જેવો છે કે જ્યારે તમારી આંખ લાલ હોય, હોઠ પૂજતા હોય, વિવેક વગરના શબ્દો ફૂટતા હોય. અંદરનો પેલો શત્રુ બહાર આવેલો હોય, એ વખતનો વિકરાળ રાક્ષસ જેવા દેખાવને ફોટો લેવડાવી લટકાવવો જોઈએ, જેથી ફરીથી આપણે એ દિશામાં જતાં પહેલાં
જીવન-માંગલ્ય કે ૪૫
Page #55
--------------------------------------------------------------------------
________________
વિચારીએ.
રાવણને લોકો રાક્ષસ કહે છે. રાક્ષસ એટલે મોટા મોટા દાંતવાળો નહિ, પરંતુ અનિયંત્રિત વૃત્તિવાળો. જેની વૃત્તિઓ પોતાના કાબૂમાં નથી એ રાક્ષસ છે. અનિયંત્રિત વૃત્તિ એટલે રાક્ષસી વૃત્તિ અને નિયંત્રિત વૃત્તિ એટલે દૈવી વૃત્તિ.
એટલું યાદ રાખજો, રાવણ મરી ગયો નથી; એ તો આપણા મનમાં બેઠો છે. પેલા કૌરવો પણ સમાપ્ત નથી થયા, હજી જીવંત છે.
વિચારીશું તો સમજાશે કે નર્ક આ દેહમાં જ છે. મનમાં જ્યારે કોઈનું અશુભ કરવાની ઇચ્છા જાગે, કોઈનું અમંગળ કરવાની કામના જાગે, કોઈ ભયાનક તૃષ્ણા જાગે, અહિતકારી કલ્પનાઓ ચિત્તમાં જાગી પડે ત્યારે આ દેહ, જે સ્વર્ગમાં જવાનું વિમાન છે તે જ નર્ક બની જાય છે.
પછી શિષ્ય ચોથો પ્રશ્ન કર્યો : “સ્વપમ વિમ્ ? – સ્વર્ગ ક્યાં છે ?”
ત્યારે એને ગુરુદેવે ચોથી વાત કહી કે, “તૂT પર્વ વિમેરિત – તૃષ્ણાનો જો ક્ષય થઈ જાય તો સ્વર્ગ દૂર નથી.”
તૃષ્ણાનો નાશ થઈ જાય તો અહીં બેઠાં જ સ્વર્ગ છે, ક્યાંય જવાની જરૂર નથી. અહીં જ આનંદ માણ્યા કરો. તમને કોઈનો ભય નથી, કોઈને માટે અફસોસ નથી, કોઈને માટે અશુભ અને અમંગળ વિચાર નથી. આટલું હોય તો તમે સ્વર્ગમાં જ બેઠા છો.
તમને અહીં સુખ અને શાંતિ બેય મળશે. સ્વર્ગમાં તો દેવો લડી લડીને મરી જાય છે. કોઈ વધુ તપ કરે તો ઇન્દ્રને એકદમ દોડવું પડે છે અને ઉર્વશીમેનકા વગેરે અપ્સરાઓને મોકલીને તપસ્વીના તપભંગનો અને પતનનો પ્રયત્ન કરવો પડે છે ! એ સ્વર્ગ મારે મન ભોગની લાલસાભૂમિ છે. એટલે તો દેવો તો હેરાન હેરાન થઈ ગયેલા હોય છે; તેમની ઉપર તો દયા લાવવા જેવું છે.
આપણે કાંઈ એવું સ્વર્ગ મેળવવાનું નથી. તમે આ ભવની અંદર જ સ્વર્ગનો અનુભવ કરી શકો, મસ્ત રહી શકો; પણ ક્યારે ? તૃષ્ણાનો વિનાશ થઈ જાય ત્યારે.
ધીરે ધીરે તષ્ણાની દોરી જો તુટી જાય, તો મુક્ત બની જવાય. જેની તૃષ્ણાની દોરી તૂટી જાય, તે સદા પ્રસન્ન બની જાય. આંખ બંધ કરે અને સૂવાની ઇચ્છા થાય તો તરત ઊંઘ આવે. ઊઠવાની ઇચ્છા હોય તે સમયસર ઊઠી શકે. મનમાં વિચાર કરે કે મારે ભગવાનનું દર્શન કરવું છે, તો તે ભગવાન ત્યાં જ દેખાય. જેને તૃષ્ણા નથી એના ચિત્તમાં પ્રભુ સિવાય બીજું હોય પણ શું ? અને જેના હૃદયમાં તૃષ્ણા પડેલી હોય તેના હૃદયમાં પ્રભુ આવે પણ ક્યાંથી ?
૪૬ * જીવન-માંગલ્ય
Page #56
--------------------------------------------------------------------------
________________
અહીં અંદર જ તો એ બેઠો છે. એ નજીક બેઠેલાને આપણે જો બહાર લાવવા માગતા હોઈએ તો તૃષ્ણાનો ક્ષય કરવો જોઈએ. વચમાં માત્ર એક પડદો. છે; – એ પડદાને હટાવો. પછી તમે જોશો કે પ્રભુ તમારી પાસે છે.
આ ચાર વાતો, જીવનની મહત્ત્વની વાતો છે. આપણે એ સમજીએ. બીજી તો ઘણી વાતો આપણે સમજીએ છીએ, પરંતુ આ વસ્તુ જો આપણે નહિ સમજીએ, નહિ જાણીએ તો દુનિયાની બીજી બધી સમજણ, બીજું બધું જ્ઞાન છેવટે નકામું છે.
મહાપુરુષો આપણને વિનવે છે અને કહે છે કે બીજી બધી બાબતમાં, ઘણા લાભ પડેલા હશે; પણ મનની બાબતમાં જે લાભ થવાનો છે, તે તો પોતાને થવાનો છે. તમારી પાસે જો મનની પ્રસન્નતા નહિ હોય તો ભર્યું ભર્યું ઘર હશે, હરીભરી જુવાની હશે, સુંદર વસ્તુઓ હશે, ઢગલાબંધ ભોજનસામગ્રી હશે, ભર્યો ભર્યો પલંગ અને ગાદીઓ હશે, તોપણ તમને શાંતિ નહિ હોય, તમે શાંત ચિત્તે ઊંધી નહિ શકો, ત્યાં પણ તમે બેચેન રહ્યા કરશો, તન ને મન અસ્વસ્થ રહેશે.
માટે કેળવણી તો મનની હોવી જોઈએ. મન જો કેળવાયેલું ને મસ્ત હશે. તો તમે પાટ કે લાદી પર સૂઈ જશો તોય ઘસઘસાટ ઊંઘી જશો.
આ મનને તૈયાર કરવાનું છે. એટલે આપણે જે આ ચાર વાતનો સ્વાધ્યાય કર્યો તેને જીતીને જીવનને જીતી જઈએ.
જીવન-માંગલ્ય - ૪૭
Page #57
--------------------------------------------------------------------------
________________
૫. આત્મજાગૃતિ
+ बिभेषि यदि संसाराद् मोक्षप्राप्तिं च कांक्षसि । तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ।।
-જ્ઞાનસાર , સનાની દુનિયાથી તું જો ગભરાતો A Sા હોય અને મુક્તિની મહાસમાધિ જો
ઇચ્છતો હોય તો તારી ઇન્દ્રિયોને જીતવા તારા અફાટ પરાક્રમભર્યા પૌરુષનો ઉપયોગ કર.
જે માણસને આત્મા વિષે શ્રદ્ધા હોય છે, તેને જ આત્મોન્નતિનો વિચાર આવે
છે. તેનો જ આત્મા જાગે છે, પણ 2 આત્માની જ જેને જાણ નથી, આત્માને જે શું સમજતો નથી, અગર આત્માની જેને શ્રદ્ધા
નથી, તેને આત્મોન્નતિનો વિચાર ક્યાંથી આવે ? તેનો આત્મા કેમ જાગે ! જે માણસ કેવળ જડ વસ્તુઓની મોહકતામાં • મગ્ન રહે છે, તેને આત્મા કેવો બળવાન છે
એ નહિ સમજાય. અને જેને આત્માની તાકાતનો ખ્યાલ નથી તે મૃત જીવન જીવે ° છે. આજે એવાં મૃતજીવનોની સંખ્યા વધી
૪૮ * જીવન-માંગલ્ય
WWW.jainelibrary.org
Page #58
--------------------------------------------------------------------------
________________
રહી છે. મૃતજીવનમાં ચેતનાના પ્રાણ ફૂંકવા માટે જ આજના સંબોધનનો વિષય રાખ્યો છે – આત્મજાગૃતિ.
આપણને એવા કેટલાય માણસો મળે છે, જેમને પોતાના શબ્દોમાં વિશ્વાસ નથી, વાણીમાં શ્રદ્ધા નથી, જીવનમાં તેજ કે તાકાત નથી; એ નિર્માલ્યની જેમ કહે : “મારાથી આ કામ કેમ થશે ? આ કામ તો ખૂબ અઘરું છે. આ નિર્માલ્ય શબ્દો કોણ બોલાવે છે ? દેહભાવ બોલાવે છે. આત્મભાનવાળા આવું કદી ન બોલે. ચેતનાવંતની વાણીમાં તો તેજનાં કિરણો ચમકતાં હોય છે. તાકાતના તણખા ઝરતા હોય છે. રઘુવંશમાં કાલિદાસે લખ્યું છે : રઘુવંશનાં બાળકો એવાં હતાં જે
શેશરે ૩ખ્યત્ત-વિજ્યાન / બાલ્યકાળમાં જ આત્મવિદ્યાનું સિંચન પામતાં હતાં એ કઈ વિદ્યા ? પેટ ભરવાની નહિ. પૈસા ભેગા કરવાની નહિ. એ વિદ્યા તો કીડી-મંકોડાને પણ આવડે છે. એ પણ ગળપણ મળે ત્યાં દોડી જાય. આમંત્રણની પણ રાહ ન જુએ ! અમે બેઠા હતા ત્યાં એક વાર કીડીઓ ઊભરાઈ. એક ભાઈએ તેની આસપાસ રાખ નાખી. એટલે થોડી વારમાં તે ચાલી ગઈ. કીડીઓને લાગ્યું કે અહીં રસ નથી, રાખ છે. રસવૃત્તિને પોષવામાં તો કીડીઓ પણ પાવરધી છે.
માણસની વિશિષ્ટતા પેટ ભરવાની વિદ્યા નથી. એની વિશિષ્ટતા અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, એ વિદ્યા પ્રાપ્ત કરવામાં છે. પ્રાચીનકાળમાં શિશુને નાનપણથી જ એવા વિચારોમાં ઉછેરવામાં આવતું, જેથી એનો આત્મા સદા જાગ્રત રહેતો. નિરાશાજનક કે નિર્માલ્ય વાતો એમની આગળ ઉચ્ચારવામાં આવતી જ નહિ.
રામચન્દ્રજી યૌવનને આંગણે રમતા હતા તે સમયે રાક્ષસોનું સૈન્ય મિથિલા પર ચઢી આવ્યું. જનકે પોતાના મિત્ર શ્રી દશરથ પાસે સહાયતા માગી અને કહેવડાવ્યું : તમારા વીરપુત્ર શ્રીરામ અને લક્ષ્મણને સૈન્ય સાથે અમારી વહારે મોકલો. શ્રી દશરથ જરા થંભ્યા, મમતાને લીધે વિચારના વંટોળિયામાં એ અટવાઈ ગયા.
એ જંગલી ને કદાવર માણસો સાથે આ બાળકો કેવી રીતે લડી શકશે ? છતાં બોલ્યા નહિ. મનમાં જ વિચારતા હતા, પણ રામ પિતાનો આશય સમજી ગયા. એમણે કહ્યું : “પિતાજી ! શું સિંહનું નાનું બચ્ચું મોટા હાથીના ગંડસ્થળને ભેદી શકતું નથી ?”
જીવન-માંગલ્ય : ૪૯
Page #59
--------------------------------------------------------------------------
________________
બાકર બચ્ચાં લાખ, લાખે બિચારાં, સિંહણ બચ્ચું એક, એકે હજારાં.
આ વીરતાભર્યો ઉત્તર સાંભળતાં જ દશરથનો ભ્રમ ટળી ગયો. બન્ને કુમારો ધનુષ્ય-બાણ લઈ મિથિલા ગયા. શત્રુઓને હરાવી, વિજયપતાકા ફરકાવી, ગૌરવપૂર્વક ઘેર આવ્યા.
આ ખમીર ક્યાંથી આવ્યું ? એ બહારથી નથી આવ્યું અંદર જ છે. એને જાગ્રત કરવાની જરૂ૨ છે. આત્મામાં અનંત શક્તિ છે, એ ભાન થતાં, એ કોઈની નહિ ગભરાય, કોઈનાથીય નહિ અંજાય.
આજે માબાપ બાળકને વીર બનાવવાને બદલે કાયર બનાવે છે. બાળક રડતું હોય ને ઊંઘતું ન હોય તો, “જો બાવો આવ્યો, પકડી જશે” આવાં ભીરુતાભર્યાં વાક્યો સંભળાવે છે. આથી બાળકની છાતી બેસી જાય છે, પછી એ મોટો થાય, બહાર બહાદુર દેખાય, પણ અંદરથી ડ૨પોક હોય. આવા માણસો નાગરિક તરીકે નકામા. બાયલા નાગરિકોથી દેશનું પણ રક્ષણ ન થાય, તો આત્માનું કલ્યાણ તો ક્યાંથી થાય ?
માણસની કેટલી તાકાત છે, એનો પ્રત્યક્ષ દાખલો લો. ઍટમબૉમ્બ ભયંકર છે. હાઈડ્રોજન બૉમ્બ એથી પણ ભયંકર છે. એનામાં સંહારની અનંત શક્તિ છે. રતલ-દોઢ રતલનો બૉમ્બ લાખો માનવીનો સંહાર કરી શકે છે. માઈલોના વિસ્તારને ઉજ્જડ કરી શકે છે.
એક નાનકડા બૉમ્બમાં આટલી શક્તિ છે, પણ એને શોધનાર તો મનુષ્ય જ ને ? તો વિચારી જુઓ. માનવીના સર્જનમાં પણ આટલી અપ્રતિમ શક્તિ છે, તો એના સર્જક એવા માનવીના આત્મામાં કેટલી શક્તિ હોવી જોઈએ ? જડને આવિષ્કૃત કરનાર ચેતનમાં પ્રતિભા ન હોત તો આ અમર્યાદ શક્તિ આવિષ્કૃત કેમ પામત ? આત્માની અપ્રતિમ તાકાતનું આ જ્વલંત દૃષ્ટાંત છે. આત્માની આ અનંત શક્તિઓને જેણે જાણી અને એને જેણે કેન્દ્રિત કરી તેણે પોતાની પ્રભુતા મેળવી, તે જ પ્રબુદ્ધ થયા, ભગવાન થયા, સંસારથી તે
-
પાર પામ્યા.
જે માણસ પ્રકૃતિનાં નિર્મળ તત્ત્વોથી ડરે છે, અરે, પોતે એકાંતમાં ધ્યાન ધરતાં પણ ડરે છે, અને પોતાની જ બીક પોતાને લાગે છે, તે માણસ મહાત્મા તો ઠીક, પણ માણસ તરીકે પણ લાયક કઈ રીતે ગણાય ? માણસ આવો ભીરુ થઈ જાય છે, કારણ કે બાલ્યકાળમાં એને આત્મવિદ્યા મળી નથી. આત્માની અમરતાનો સંદેશ મળ્યો નથી. માબાપે એના દેહનું ભરણપોષણ કર્યું,
૫૦ * જીવન-માંગલ્ય
Page #60
--------------------------------------------------------------------------
________________
પણ આત્માનું પોષણ ન કર્યું.
દેહનું પોષણ તો કૂતરાં-બિલાડાં પણ કરે છે. માનવીનું ગૌરવ બાળકોના માત્ર દેહનું પોષણ કરવામાં જ નથી. માણસનું ગૌરવ પોતાના સંતાનને સંસ્કારી ને તેજસ્વી બનાવવામાં છે. મારી આ વાત તમને આજ કદાચ કડવી લાગશે, પણ તે સત્ય છે. વિચારી જોજો. આજ નહિ તો કાલે જરૂર સમજાશે.
મદાલસા પોતાના બાળકને પારણામાં ઝુલાવતી પણ ગાતી : શુદ્ધો સિ વૃદ્ધોદસિ નિરંગનોડસ | વત્સ ! તું સિદ્ધ છો. સિદ્ધિઓ તારામાં છે. તું બુદ્ધ છો. બુદ્ધિ – પ્રજ્ઞા તારામાં છે. તું નિરંજન છો. તને કોઈ વાસનાને રંગે રંગી શકે તેમ નથી, તું મુક્ત છો. તને બાંધનાર આ વિશ્વમાં એકેય તત્ત્વ નથી. તું સ્વતંત્ર છો, મુક્ત છો, હાલરડામાં જ જે બાળકને આવું મુક્તિનું ગીત સાંભળવા મળે, તે યુવાન તેજસ્વી, ત્યાગી કે પ્રતાપી કેમ ન બને ? આજનો યુવાન એ આશાની જ્યોત નથી, પણ નિરાશાનો દરિયો છે. એનામાં જીવનની ખુમારી નથી, પણ વાસનાની બીમારી છે. - જે દેશના યુવાનો વિલાસી વાતાવરણમાં ઊછરે છે, તે દેશની પ્રજા ધીમે ધીમે નિર્વીર્ય થઈ જાય છે. પ્રજાને મહાન બનાવવા યુવાનો સામે આદર્શ જોઈએ. એમની સામે સંયમનાં પ્રતીકો જોઈએ. જ્યાં એમને ઘડવામાં આવે છે, એમને કેળવણી આપવામાં આવે છે, એ સ્થાનો કેવાં હોવાં જોઈએ ? ત્યાં વિલાસ અને વિકારની હવા હોય તે પાલવે ? પણ આજ તમે જોશો તો વિદ્યામંદિરોમાં પણ કટ અને વટ સિવાય વાત નથી. આપણે કૉલેજોને વિદ્યામંદિરો કહીએ છીએ, પણ મંદિરને અનુકૂળ સંયમ અને પવિત્રતાથી ભરેલું વાતાવરણ છે ?
અને કેળવણી શા માટે લેવામાં આવે છે તેનું ધ્યેયચિત્ર પણ વિદ્યાર્થીઓ સમક્ષ ક્યાં છે ? “જ્ઞાનસ્થ ને વિરતિઃ” – જ્ઞાનનું ફળ વૃત્તિઓનો વિરામ છે. જ્ઞાન મળે તો વિરામ આવવો જોઈએ, પણ આજે એવું દેખાય છે ? વિદ્યાર્થીઓમાં શિસ્ત ને સભ્યતા છે ? આજે માણસ વૃત્તિઓથી વિરમવા માટે નથી ભણતો, પણ વૃત્તિઓના તાંતણા કરોળિયાની માફક વધારે ને વધારે કઈ રીતે કાઢી શકાય એ માટે ભણે છે. સીધી ભાષામાં કહીએ તો એમ કહી શકાય કે ગુનો કરીને છુપાવવો કેમ, અસત્યને સત્ય બનાવવું કેમ, એ માટેનું કૌટિલ્યશાસ્ત્ર ભણે છે.
એક ભાઈને મેં પૂછ્યું : “તમારા અભ્યાસનું ધ્યેય શું ?” એ કહે : “સાહેબ, ધ્યેય વળી શું ? આજકાલ કાયદા વધી પડ્યા છે. ભણીએ નહિ તો એ કાયદાઓમાંથી બારી ક્યાંથી જડે ? હવેના જમાનામાં વકીલોના આધારે
જીવન-માંગલ્ય * પ૧
Page #61
--------------------------------------------------------------------------
________________
જીવાય એમ નથી, જાતે જ જાણવું જોઈએ; નહિ તો રળીએ તેમાંથી અડધો ભાગ તો વકીલો ખાઈ જાય. જાતે શીખ્યા હોઈએ તો જ કાયદાના ફાયદા મળે ’’
જોયું, આ કેળવણી ! માણસ ભણે છે શા માટે ? ચોરી કરવા માટે. ચોર બનવા, પોતાની જ સરકારની આંખમાં ધૂળ નાખવા. પૈસા રળવા છે, પણ કર (Tax) ભરવો નથી. પૈસો પોતાના મોજશોખમાં ખર્ચવો છે, પણ બીજાના હાથમાં જવા દેવો નથી. આ વિદ્યાર્થી માણસ મુક્ત બને કે બંધાય ? જે એક શ્રેષ્ઠ નાગરિક બનવાને અયોગ્ય છે તે શ્રેષ્ઠ જીવન માટે યોગ્ય કઈ રીતે ગણાય ?
એક ભાઈ ઇન્ટરની પરીક્ષા આપી રજામાં ઘેર આવ્યા. એ અરસામાં બહારગામથી એમને ત્યાં એક મહેમાન આવ્યા. એ મહાન ચિન્તક હતા. વિદ્યાર્થીના પિતા પોતાના પુત્રને બપોરે ચિન્તકની પાસે લાવ્યા અને પોતાના પુત્રના અભ્યાસની વાત કરી. ચિન્તકે પૂછ્યું : ‘શું ભણો છો ?’ ‘સાહેબ, ઇન્ટ૨ની પરીક્ષા આપીને આવું છું.’ ‘હવે શું કરશો ?’ ‘બી. એ. થઈશ.’ ‘પછી શું કરશો ?' ‘પછી તો જો ફર્સ્ટ ક્લાસ આવીશ તો વિલાયત જઈશ અને એમ.એ. થઈશ.’ ‘એમ.એ. થઈને પછી શું કરશો ?' ‘પછી કોઈ સારી નોકરી મેળવીશ.’
પેલા ચિન્તકને તો આગળ જ વધી રહ્યા હતા. એમણે પૂછ્યું : ‘પછી ?' પેલો વિદ્યાર્થી જરા થંભ્યો. એને થયું, આ શું પૂછે છે ? પણ ઉત્તર આપ્યા વિના ચાલે તેમ ન હતું, એટલે એણે કહી નાખ્યું : ‘પછી પ્રભુતામાં પગલાં માંડીશું.’ ચિન્તકે ‘પ્રભુતામાં પગલાં’ આ શબ્દ ચાવ્યો. શબ્દ તો ઘણો સારો છે. પશુતા માટે વધારેમાં વધારે છૂટ મેળવનારા પણ આ જ શબ્દ વાપરતા હોય છે.
ચિન્તકે પૂછ્યું : ‘ઠીક, પછી શું ?' વિદ્યાર્થીએ કહ્યું : ‘પછી વળી શું ? ઘરડા થઈશું.' ચિન્તકને પોતાના પ્રશ્નનો દોર બરાબર હાથમાં આવતો લાગ્યો, એટલે ધીમેથી પૂછ્યું : ‘પછી શું ?'' પેલો વિદ્યાર્થી મૂંઝાઈ ગયો, થોડો અકળાયો. એણે એના પિતા સામે જોયું. એના પિતા પણ વિચારોમાં તણાતા હતા. હવે પછી શું ?... એના પિતાની આંખમાં પણ પ્રશ્નાર્થ હતો. એટલે વિદ્યાર્થીએ કહી નાખ્યું : ‘પછી મરી જઈશું.'
ચિન્તકે કહ્યું : ‘બરાબર, હું એ જ કહેવા માગતો હતો. આટલા અભ્યાસ પછી, આટલી પ્રવૃત્તિ પછી, આટલી સાધના પછી પણ મરવાનું !' મરવા માટે આટલું બધું કરવાનું ? મરવું જ હોય તો આટલો અભ્યાસ ન
૫૨ * જીવન-માંગલ્ય
Page #62
--------------------------------------------------------------------------
________________
કરો, દેશાટન ન કરો તોપણ મરી શકાય છે. શું અભણ નથી મરતા ? અભણ પણ મરી શકે છે. વિદ્યાવાન તો એમ કહે છે કે પછી અમર બનીશ, મૃત્યુ સામે યુદ્ધ કરીશ, વૃત્તિઓ પર વિજય મેળવીશ. જીવનમાં પ્રેમ, પ્રકાશ અને શ્રદ્ધાને ભરીશ અને મૃત્યુને તરી જઈશ. વિદ્યા તો મૃત્યુને જીતવા માટે છે. એક કવિ કહે છે : ‘હસી મૃત્યુમુખે ધસવાનું જ દે, ધી મૃત્યુમુખે હસવાનું જ દે.
વિદ્યાવાનમાં જીવનની ખુમારી જોઈએ. સુખમાં કે દુ:ખમાં; સંપત્તિમાં કે વિપત્તિમાં, સંગમાં કે વિયોગમાં પોતાના આત્માની અને પોતાના મનની મસ્તી ન ગુમાવે તે જ અભ્યાસી. તે જ વિદ્યાવાન.
પણ
પ્રકૃતિના રહસ્યને જાણનાર માણસ ઉનાળો આવતાં અકળાતો નથી, શિયાળો આવતાં ફરિયાદ કરતો નથી; કે વર્ષાકાળ આવતાં બબડાટ કરતો નથી. એ જાણે છે કે આ તો ઋતુ-ઋતુના ખેલ છે. શિયાળામાં ટાઢ પડે છે, ઘઉં ને કપાસ એમાં જ તૈયાર થાય છે. વર્ષામાં વૃષ્ટિ થાય અને કીચડ થાય પણ જુવાર-બાજરી એમાં જ પાકે છે. ઉનાળામાં તડકો પડે છે અને મીઠી કેરીઓ અને રાયણ એ ઋતુમાં જ પાકે છે.
તેમ દુઃખ, વિપત્તિ, વિયોગ પણ માણસને ઘડવા આવે છે. એથી માણસની કસોટી થાય છે. માણસનું હીર આવા સંયોગોમાં જ પ્રગટે છે. સાચો અભ્યાસી દુ:ખને પણ કુદરતની પ્રિય ભેટ માની હસતા મુખે એનું સ્વાગત કરે છે. એ સમજતો હોય છે કે આજનું દુ:ખ એ મારી ગઈકાલની ભૂલનું જ પરિણામ છે. એક ભૂલને સુધારવી હોય તો બીજી નવી ભૂલ ન કરવી, દુ:ખ વખતે અફસોસ કરવો એ જૂની ભૂલમાં નવી ભૂલનો ઉમેરો કરવા બરાબર છે. પણ કેટલાક માણસો આ વાતનો વિચાર કર્યા વિના કેવળ ફરિયાદ જ કરતા ફરતા હોય છે. વરસાદ આવે તો કહે : ‘આહ ! શું વરસાદ છે ! બંધ થતો જ નથી. મારી નાખ્યા.' ટાઢ પડે ત્યારે કહે : ‘શું ટાઢ પડે છે ! ચામડાં ચિરાઈ ગયાં.’ તાપ પડે ત્યારે કહે : ‘તડકો પડે છે કાંઈ તડકો ! ધરતી તો ભડકે બળી રહી છે !' આમ રોદણાં રોયા જ કરે; પણ આ તો ઋતુના ખેલ છે, એમ ન સમજે. તેમ કેટલાક માણસો પણ જીવન અંગે રોદણાં જ રોતા હોય છે. કોઈ પુત્ર માટે તો કોઈ પત્ની માટે; કોઈ ધન માટે તો કોઈ ધંધા માટે. પણ ફરિયાદ કર્યા વિના જ પુરુષાર્થ ક૨વો જોઈએ, એમ ન વિચારે. આવા સંયોગોમાં માણસને સાચી વિદ્યા મળે તો જ માણસ જીવનનાં તત્ત્વોને સ્પર્શી શકે. અને દુ:ખમાં તાપને, પણ જીવનના ઘઉં પકવવાનું સાધન
જીવન-માંગલ્ય * ૫૩
Page #63
--------------------------------------------------------------------------
________________
માની, એને સત્કારી શકે. વિષમ પ્રસંગોમાંથી પણ કાંઈક બોધ મેળવી જીવનને ઘડી શકે.
આપણું કોઈ સ્વજન મરી જાય છે, ત્યારે આપણને કેટલો બધો શોક થાય છે ! આપણું મન દુઃખના અગાધ સાગરમાં કેવું ડૂબી જાય છે ! પણ તે પ્રસંગે આપણે સ્વસ્થ ચિત્તે વિચારીએ કે આ શોક શાથી આવ્યો ? શા કારણે આવ્યો ? ગામમાં આટલાં મરી જાય છે, છતાં આંખે એક આંસુ પણ નથી આવતું અને અત્યારે આ આંસુઓનો સાગર કેમ છલકાઈ ગયો ?
મૃત્યુ એ જ જો અનિષ્ટ અને દુ:ખનું કારણ હોય તો ગામમાં કોઈ મૃત્યુ પામે છે, ત્યારે શોક કેમ આપણને ઘેરી વળતો નથી ? મહોલ્લામાં કોઈ મરી ગયું હોવા છતાં તે દિવસે ભોજનમાં મિષ્ટાન્ન આવ્યું હોય તોય ભોજન કરતાં શોક થતો નથી અને પોતાનું સ્વજન જતાં હૃદય રડે છે, એનું કારણ શું ?
એનું કારણ એ છે કે, એને જે વ્યક્તિ પ્રત્યે રાગ હતો, જેના તરફથી “કાંઈક' મળતું હતું, તે હવે બંધ થયું છે, તે હવે મળવાનું નથી; એટલે એ રડે છે. પણ એ કોને માટે રડે છે ? જનાર વ્યક્તિ માટે નહિ, પણ એ વ્યક્તિ તરફથી મળતું હતું, તેને માટે. એટલે કે પોતાના અર્થ માટે રડે છે અને એ અર્થ માણસને બીજી કોઈ વ્યક્તિ તરફથી મળતો હોય તો તે શોક શમી જાય છે.
ધીમે ધીમે શોકમાં ઓટ આવે છે, અને માણસ મૂળ સ્થિતિએ આવી જાય છે. હા, આમ છતાં સ્નેહ જેવી એક પવિત્ર અને ચિરસ્મરણીય વસ્તુ પણ દુનિયામાં છે, જે અર્થ અને કામની નહિ, ચેતનાની ભૂખી છે, આ ભુખ એક આત્મજ્યોતમાંથી જન્મેલી છે, બીજી કોઈ વ્યક્તિ પાસેથી તે મળતી નથી. જ્યાંથી એ પ્રગટે છે, ત્યાં જ એ વિલીન થાય છે.
આવા પ્રસંગોમાં માણસના હૈયા ઉપર શોકની છાયા ઘણી ઘેરી થઈ જાય છે. અને આવા કેટલાક પ્રસંગોમાં તો માણસ કાં જ્ઞાની અને કાં ઉન્મત્ત બને; જ્ઞાની વિચારે કે મારું પ્રિયજન એક એવા પ્રવાસે ઊપડ્યું છે કે જ્યાં અંતે મારે પણ જવાનું જ છે; એ પહેલાં ગયેલ છે, હું પછી જઈશ એમ વિચારી સમાધાન મેળવી લે છે. જ્યારે અજ્ઞાનીને થાય છે, હવે શું થશે ? ખેલ ખલાસ ! બાજી બગડી ગઈ. મારે જીવનભર ઝૂરવાનું. હવે ક્યાં મળવાના છીએ ? જીવન શૂન્ય થઈ ગયું. અને એવા વિચારોમાં અજ્ઞાનતા અને ઉન્મત્તતા વધતી જાય છે.
આ બંને પ્રસંગોમાં પ્રિયજન તો બંનેએ ગુમાવેલ છે; પણ એક સમાધાન મેળવે છે; બીજો ઝૂરે છે. કવિ જીબ્રાન કહે છે : "When you are sorrowful look again in your heart, and you shall see that in truth you are
પ૪ * જીવનમાંગલ્યા
Page #64
--------------------------------------------------------------------------
________________
weeping for that which has been your delight." જ્યારે તમને શોક લાગે ત્યારે વળી તમારા હૃદયમાં જોજો. અને તમને જણાશે કે સાચે જ તમે જેને માટે રડી રહ્યા છો તે તમારા હર્ષનો વિષય હતો, એટલે જે હર્ષ આપે એ શોક આપે જ. એ શોકને ટાળવાનો માર્ગ એક જ છે, અને તે આત્માનું જ્ઞાન અને પ્રકૃતિનું ઊંડાણ !
આત્મજ્ઞાન થતાં શોક કેવો હળવો થાય છે એનું આ એક જ્વલંત દૃષ્ટાંત તમારી સામે મૂકું છું.
શાણી સુમતિ ભગવાન શ્રી મહાવીરની વાણી સાંભળવા ગઈ હતી. એનો પતિ આત્મારામ બહાર ગયો હતો. એના બંને યુવાન પુત્રો તળાવમાં સ્નાન કરવા ગયા હતા.
સુમતિએ વ્યાખ્યાનમાં સાંભળ્યું : “જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. આત્મા સિવાય જગતની પ્રત્યેક વસ્તુ વિખૂટી પડે છે. આજે આપણે જેના માટે હસીએ છીએ તે જ વસ્તુ આવતી કાલે રડાવે છે. આનંદ અને શોક એક જ ત્રાજવાનાં બે પલ્લાં છે. અનંત સમાધિનો માર્ગ એક જ છે. મોહનો ત્યાગ ! આ મોહનો ત્યાગ જન્મે છે, આત્માની એકલતાના જ્ઞાનમાંથી.”
સુમતિએ આ ઉપદેશને પોતાના હૈયાની દાબડીમાં ઝીલ્યો. એનો વિચાર કરતી, એને જીવનમાં વણવા મથતી, એ ઘેર આવી, ત્યાં એકાએક સમાચાર
મળ્યા :
એના નહાવા ગયેલા બંને દીકરા ડૂબી મર્યા છે. પહેલાં એક નહાવા પડ્યો, પણ એ તો કીચડમાં ખૂંચતો જણાયો. એને કાઢવા બીજો ગયો, પણ એ ખૂંચતો છોકરો બીજાને બાઝયો અને બંને ડ્રખ્યા.”
જુવાનજોધ બે દીકરા જાય તો કઈ માતાનું હૈયું શોકમાં ન ડૂબે ? સુમતિના હૈયાના કટકેકટકા થવા લાગ્યા. એ શોકના ઝંઝાવાતમાં ઘેરાઈ ગઈ, એને મુર્છા આવી, અને એ ધરતી પર ઢળી પડી. થોડી વારે એ મૂચ્છ ઊતરતાં એના હૈયા પર જ્ઞાનવચનો આવવા લાગ્યાં.
જ્યાંથી આનંદ આવે છે, ત્યાં જ શોક છે, અને એ શોકના તળિયામાં જ શાંતિ હોય છે. શોકને ઉલેચી નાખો, શાંતિ ત્યાં જ જડશે.
સમતિનો શોક ધીમે ધીમે ઉલેચાતો ગયો અને એ ઊંડી ને ઊંડી ઊતરતી ગઈ, જ્યાં જીવનની પરમ શાંતિ હતી !
એણે પોતાના બંને પુત્રોના દેહને પથારીમાં પધરાવ્યા; એમના પર શ્વેત વસ્ત્ર ઓઢાડ્યું, અને પતિની પ્રતીક્ષા કરતી એ વિચારમાં ડૂબી ગઈ.
આત્મારામે ડેલીમાં પગ મૂક્યો અને એનો આનંદ ઊડી ગયો, એને
જીવન-માંગલ્ય : પપ
Page #65
--------------------------------------------------------------------------
________________
વાતાવરણમાં કાંઈક શોકની હવા લાગી. રોજ એ ઘેર આવતો ત્યારે એની પત્ની હસતા મુખે એનું સ્વાગત કરતી પણ આજ તો એ ઉદાસ હતી.
આત્મારામે પૂછ્યું : “કેમ ? આમ ઉદાસ કેમ ? શું થયું છે ? તું તો જાણે ઘરમાં શોકનો સાગર લાવી છે !”
કાંઈ નથી. એ તો પાડોશી સાથે જરા કલહ થયો છે.” શોકના ભારથી નમેલી પાંપણોને ઊંચી કરતાં સુમતિએ કહ્યું.
આત્મારામને આશ્ચર્ય થયું. સુમતિનો સ્વભાવ એ જાણતો હતો. આખું ગામ ગરમ થાય તોયે એની આંખમાં શીતળતાનો સાગર લહેરાતો હોય એવી એ શાંત હતી, અને એવી જ એ શાણી પણ હતી.
આત્મારામ ગભરાઈને પૂછ્યું : “એવું તે શું થયું કે તારે કજિયો કરવો
પડ્યો ?
કાંઈ નહિ. વિસ દિવસ પર આપણા દિનેશનાં લગ્ન હતાં, ત્યારે હું પાડોશીને ત્યાંથી બે રત્નકંકણ પહેરવા લાવી હતી. આજે એ માગવા આવ્યા. મેં ન આપ્યાં, એટલે બોલવું થયું, અને કલહ વધ્યો.” સુમતિ આટલું ધૈર્યપૂર્વક બોલી ગઈ પણ એના અવાજમાં જરા વિષાદની છાયા હતી.
તુંયે ખરી છે. પારકાં કંકણ ક્યાં સુધી રખાય ? એનો માલિક માગવા આવે ત્યારે આપી દેવાં જ જોઈએ ને તારા જેવી શાણી સ્ત્રી આવી વાત પર કલહ કરે તો થઈ રહ્યું ને ? કોઈ જાણે તોય હસે એવી આ વાત છે. જા, જા, જલદી આપી આવ.” એને ઊભી કરતાં આત્મારામે મીઠો ઠપકો આપ્યો.
“જરા ઊભા તો રહો. તમે આપી આવવાનું તો કહો છો. પણ મને એ કેટલાં ગમે છે ! મારું મન એમાં કેટલું રમે છે, એ તમે જાણો છો ? કેવાં સુંદર એ રત્નકંકણ છે ! એનો ઘાટ, એની ઝીણી ઝીણી કારીગરી, જેની જોડ ન જડે ! અને એનાં રત્નો પણ કેવાં તેજસ્વી છે ? નાથ, મને તો એ પાછાં આપવાનું જ મન નથી થતું. મનમાં થાય છે, રાખી લઉં. પછી જે થવાનું હશે તે થશે. કજિયો તો કજિયો !” આટલું કહેતાં કહેતાં સુમતિનું હૃદય ભરાઈ આવ્યું. એની પાસે જ્ઞાન હતું, છતાં વિષાદ કાંઈ ઓછો ન હતો !
પણ આજે તને થયું છે શું ? તું પાગલ તો નથી થઈને ! અરે, તું આ શું બોલી રહી છે ? જે વસ્તુ પારકી છે તે કેટલા દિવસ રખાય ? એના પર મમતા કરવી, એને પોતાની માનવી અને મારી” કહી શોક કરવો એ અજ્ઞાનતા નહિ તો બીજું શું છે ? પારકી વસ્તુ તો જેમ વહેલી અપાય તેમ સારું.” શિખામણ આપતાં આત્મારામે કહ્યું.
સુમતિ ઊભી થઈ. એણે પતિનો હાથ ઝાલ્યો, એનો હાથ ધ્રૂજતો હતો.
પ૬ જીવન-માંગલ્ય
Page #66
--------------------------------------------------------------------------
________________
એને તમ્મર આવી રહ્યાં હતાં. એની છાતી પર ભાર હતો. પણ ‘શ્રમણ ભગવાન મહાવીર'ના જ્ઞાનના બોલ એના આત્માને આશ્વાસન આપી રહ્યા હતા. એ પતિને અંદર દોરી ગઈ.
ફૂલ જેવાં પોતાનાં બે બાળકોના મૃતદેહ પર ઓઢાડેલું શ્વેત વસ્ત્ર એણે ઊંચકી લીધું. અને જ્ઞાનના પ્રકાશથી પ્રબુદ્ધ બનેલી સુમતિએ કહ્યું : “નાથ ! આપણાં બે રત્નકંકણ, એક સોળ વર્ષનું, બીજું વીસ વર્ષનું. આજ સુધી આપણે એમને રાખ્યાં; સાચવ્યાં, પણ આજે એમનો સમય પૂરો થયો. અને એમણે એમનો માર્ગ લીધો. આપણે એમનાં ન હતાં; એ આપણા ન હતા. થોડા સમય માટે આપણને એ મળ્યાં હતાં. હવે એમને નિસર્ગના ખોળામાં શાંતિપૂર્વક ધરવાં એ આપણું કર્તવ્ય છે. એની પાછળ શોક અને રુદન કરવાં વ્યર્થ છે, ગયેલી વસ્તુ આંસુથી પણ પાછી મળતી નથી. મૌનની શાંતિમાં આપણે એમને વિદાય આપીએ.’’
આત્મારામ તો આ જોઈ ત્યાં ઢગલો થઈ ગયો. થોડી ક્ષણ માટે ત્યાં ગંભી૨ સ્તબ્ધતા છવાઈ ગઈ. ઘરમાં, હવામાં, વાતાવરણમાં, બધે જ સ્તબ્ધતા હતી. અંતે એ પિતાની આંખમાં આંસુનું પૂર ધસી આવ્યું. એણે આંસુના પડદામાંથી જોયું તો સુમતિની આંખમાં પણ બે મોતી જેવાં આંસુ હતાં; પણ એના ૫૨ જીવનની ઊંડી સમજણનાં ઉજ્જ્વળ કિરણો પ્રકાશી રહ્યાં હતાં. આ પ્રસંગ પરથી સમજી શકાય છે કે, આત્માની જાગૃતિ શું કામ કરે
છે ! જેનો આત્મા જાગ્રત છે તે જ શોક ૫૨, મોહ ૫૨ વિજય મેળવે છે. પણ જે જીવનમાં હારે છે, મૂંઝાય છે, તેનું કારણ આત્મજ્ઞાનનો અભાવ છે, અને તેથી જ વિપત્તિ કે અંતરાય આવતાં એ થંભી જાય છે. ગભરાઈ જાય છે અને ધ્યેયમાંથી વિચલિત થઈ, બીજા માર્ગ ભણી વળે છે.
પણ જે માણસ અંતરપ્રેરણાથી પ્રેરાઈને કાર્ય કરે છે, જીવનને સમજીને જીવે છે, એ ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ જેના પર પૂર્ણ વિશ્વાસ રાખ્યો હોય એવો સાથી સાથ છોડીને ચાલ્યો જાય, એવા સંજોગોમાં પણ ધૈર્યને ખોયા વિના, ભય રાખ્યા વિના, આગળ વધ્યે જ જાય છે.
આત્મજ્ઞાની, લોકોના અભિપ્રાયના આધારે નહિ, પણ પોતાના આત્માના અભિપ્રાયના આધારે આગળ વધે છે. એ તો કહે છે : “લોકોને હસવું હોય તો હસવા દો, બકવું હોય તો બકવા દો; પણ મારો પંથ અફર છે.''
એને પોતાના પ્રત્યેક પગલામાં શ્રદ્ધા હોય છે. એને પોતાની પ્રત્યેક ક્રિયામાં નિષ્ઠા હોય છે, અને પોતે સ્વીકારેલ ધ્યેય પાછળ સમર્પિત થવાનો એનામાં અદમ્ય ઉત્સાહ હોય છે. આવી વ્યક્તિ માટે કહી શકાય કે
,
જીવન-માંગલ્ય * ૫૭
-
Page #67
--------------------------------------------------------------------------
________________
In the long run he shall be happy & prosperous.
પણ જે માણસ કાર્ય કરે છે, પણ એના પરિણામની જવાબદારી લેતાં ગભરાય છે, એ સફળ કેમ થાય ? એને ફૂલ જોઈએ છે, પણ કાંટા નથી ખાવા. અને કાંટા વાગે છે ત્યારે એને દૂર કરવા માટે એ જ્યાં ત્યાં પ્રાર્થના કરતો ફરે છે. સહનશીલતા અને સાધના વિના સિદ્ધિ નથી, એ વાતને જાણે માનવી ક્ષણભર ભૂલી જાય છે.
સૉક્રેટિસ તો પ્રાર્થના કરતાં કહેતો : “ભગવાન, હું એક જ વસ્તુ માગું છું. અયોગ્ય વસ્તુ હું માગું તોપણ તું આપીશ નહિ, અને યોગ્ય વસ્તુ હું ન માગું તોપણ તું આપજે જ.” માણસ જો આ રીતે વિચારે તો એને દુ:ખમાંય સુખ લાગે. એને થાય કે ગૂમડું પાક્યું છે, તો એનું ઓપરેશન (operation) અનિવાર્ય છે. વેદના વેક્યા વિના દર્દ કેમ મટે ? વેદના વેક્યા વિના વિપત્તિ કેમ ટળે ?
શ્રેણિક નરકમાં પણ માનસિક શાંતિ અનુભવે છે. દેહને વેદના થઈ રહી છે, શરીરમાં આગ છે, પણ આત્મામાં શીતળતા છે, કારણ કે એ સમજે છે કે જેણે કર્યા છે તે ભોગવે છે. આ દેહે બીજાને દુઃખ દીધાં છે, તો આજે એને દુઃખ મળે છે. એણે બીજાને બાળ્યાં છે, તો આજે એ પોતે બળે છે. એમાં મારે શું ?
આત્મા, એ દેહથી ન્યારો છે. ખીંટીએ કોટ ટાંગ્યો હોય, એ સળગી ઊઠે, બળીને ખાખ થઈ જાય તો એના માલિકને નુકસાન થાય, પણ એ દાઝે તો નહિ ને ? કારણ કે દેહ કોટથી ભિન્ન છે. તેમ આત્મા પણ દેહથી ભિન્ન છે. પણ આજે અજ્ઞાનને લીધે આત્માનો પ્રકાશ આ દેહથી ઢંકાઈ ગયો છે.
કાળના વિકરાળ પંજામાં ધ્વંસ થતી વસ્તુઓને જોઈને શેક્સપિયર કહે છે :
Ruin hath t'aught me thus to ruminate. That time will come and take my Love away. This thought is as a death which can not choose. But weep to have that which it fears to lose.
વિનાશે મને આ રીતે વિચાર કરતાં શીખવ્યું છે કે કાળ આવશે ને મારી પ્રિયતમાને પણ મારાથી દૂર લઈ જશે. આ વિચાર એક મૃત્યુ સમાન છે, કે જેને માટે રુદન સિવાય બીજો કોઈ માર્ગ નથી, કારણ કે જે વસ્તુ તેણે પ્રાપ્ત કરી છે તેને ગુમાવવાનો તેને સદા ભય રહે છે.
૫૮
જીવન-માંગલ્ય
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિ અને માનવહૃદયની મહત્તાને ગાનારો આ મહાકવિ પણ અહીં કેવો ગમગીન છે !
આવી ગમગીનીમાં શાંતિ કોણ આપે ? અરણ્ય જેવી એકલતામાં આશ્વાસન કોણ આપે ? માણસ સમ્યગ્દર્શન દ્વારા જીવનના આવા દુ:ખદ પ્રસંગોને પણ એક જુદી જ દૃષ્ટિથી, એક જુદા જ ભાવથી આવકારી શકે. મને યાદ છે, આજથી લગભગ પંદર વર્ષ પહેલાં એક વાર અમે મિત્રો નાસિક પર્યટન માટે ગયેલા, ત્યાં રસ્તામાં રોગિષ્ઠ દશામાં એક સાધુ બેઠો હતો. તેના શરીર પરનાં ગૂમડાં પર કીડા ખદબદતા હતા. કીડા એટલા બધા હતા કે ગૂમડામાંથી ગબડીને નીચે પડે. પણ પેલો સાધુ બહુ જબરો !
નીચે ગબડેલા એ કીડાને ઊંચકીને ગૂમડા પર મૂકતાં કહે : “અરે, બાહર કહાં જાતા હૈ ? બૈઠ ઈધર, બાહર ભૂખા મર જાયગા.' આવી રીતે ગૂમડાં ખદબદે છે, છતાં એ મસ્ત છે. એની મસ્તીનું કારણ એ જ કે દુ:ખને સ્વેચ્છાપૂર્વક સ્વીકારવાનું એની પાસે આત્માનું દર્શન છે.
ભગતસિંહને ફાંસીએ ચઢાવતા પહેલાં માફી માગવા સમજાવ્યા. પણ એણે તો દેશાભિમાનની મસ્તીમાં એક જ કહ્યું : “કોઈ પણ દેશનો નાગરિક પોતાના દેશની આઝાદી માટે જે કરે છે તે જ મેં મારા દેશ માટે કર્યું છે, અને તે બરાબર છે.” એમ કહી ફાંસીના દોરડાને પણ ફૂલની માળા ગણીને એ ભેટી પડ્યા. આવી ફનાગીરી અને આવી ખુમારી માણસમાં ક્યારે આવે ? કોઈ પણ ઉદાત્ત હેતુ માટે માણસ નિર્ણય કરે છે, ત્યારે જ એનામાં અર્પણનો આવો આતશ પ્રગટે છે. આ મસ્તી, આ આતશ રૂપિયાથી, સત્તાથી નથી મળતો, પણ આત્માની પ્રામાણિક નિષ્ઠામાંથી પ્રગટે છે. અને તે પ્રસંગે મૃત્યુનો પણ એક પ્રકારનો આનંદ માણી શકાય છે – માળ છોડી અનંત ગગનમાં ઊડતા પંખી જેવો.
આત્મપંખી ! તું ગગનવિહારી છે, અનંત આકાશમાં ઊડનાર તું મુક્ત પંખી છે. માળામાં તું વસે છે પણ માબો એ તું નથી. માળો તારાથી ભિન્ન છે. તું તારા માળાને સ્વચ્છ અને સુંદર રાખજે. કાંટા-ઝાંખરાં લાવીને તારા માળામાં ન ભરતો, નહિ તો અવસરે તું જ એમાં ભરાઈ જઈશ. ઊડવા ધારીશ ત્યારે નહિ ઊડી શકે. અને તારા માળાનાં દ્વાર પણ મોટાં રાખજે કે જેથી ઊડતી વખતે તારી પાંખોને ઈજા ન થાય.
માણસો ઈંટ-ચૂનાથી ઘર બાંધે છે. પંખીઓ માળો ઘાસથી બાંધે છે – દેહને રહેવાનો માળો ઇંટ, ચૂના ને માટીથી બંધાય. પણ રે, આપણા આત્માનો માળો ક્યો ? આ દેહ એ આત્માનો માળો છે. પંખી જેમ માળાને મૂકીને ઊડે
જીવનમાંગલ્ય * ૫૯
Page #69
--------------------------------------------------------------------------
________________
છે અને માણસ બંગલાને છોડીને બહાર વિહરવા જાય છે; તેમ આત્મા આ દેહને છોડીને પરલોકના પ્રવાસે ઊપડે છે.
પંખી ને માળો સાથે નથી આવતો. માણસ ને બંગલો સાથે નથી આવતો, તેમ આત્મા ને આ દેહ સાથે નથી જતો, છતાં પંખીને અને માણસને કેવી મમતા છે ? એક ભાઈને પૂછ્યું : “આ બંગલો કોનો છે ?” એણે પોતાની છાતી પર હાથ મૂકતાં ગર્વથી કહ્યું : “મારો છે. આપ જોતા નથી ? બંગલા પર મારું જ નામ છે !” એમ કહી એણે તકતી સામે આંગળી ચીંધી, પણ આ ભોળા જીવને વિચાર પણ નથી આવતો કે આ ક્યાં તારો છે ? તારા દાદા મૂકીને ગયા, બાપાય મૂકીને ગયા, અને હવે થોડા દિવસમાં તુંય મૂકીને જવાનો. તારા સગા દીકરા પણ તારો અગ્નિસંસ્કાર આ બંગલાના કંપાઉન્ડમાં નહિ કરવા દે. તને તો ઊંચકીને સ્મશાન ભેળો કરશે ! છતાં મકાન જોઈ મલકાય છે, અને કહે છે, “આ મારો બંગલો છે !”
આવી મમતાવાળા માણસો કરતાં તો પંખી સારાં કે સમય આવ્યે, આસક્તિ રાખ્યા વિના માળો મૂકીને ઊડી જાય. માણસ પોતાના માટે કેટલી મુસીબત ઉઠાવે છે ? કકડા જમીન માટે કેવાં વેરઝેર બાંધે છે ? માળાની ચિંતામાં વિદાય વેળાએ આપણું આત્મપંખી જ અટવાઈ જાય છે.
માણસ જાગે તો ચિંતા ભાગે. માણસને ખ્યાલ આવવો જોઈએ કે એના દેહમાં કોઈ મહાન વસે છે, ઈશ્વર વસે છે, પરમાત્મા વાસ કરે છે. આવો વિચાર આવે તો માણસ કેવો નિર્ભય રહે ? એના મોં પર અભયનું કેવું તેજ ચમકતું હોય ?
અત્યારે માણસની એવી સ્થિતિ છે કે એક પ્રધાન સાથે વાત કરવી હોય તોય એના હાથ ધ્રુજે, અને જીભનો લોચો વળી જાય. જોકે આવો માણસ પણ પોતાના નોકર આગળ કે પોતાના આશ્રિત આગળ તો દમ મારતો હોય છે, પણ એથી કાંઈ તેજસ્વિતા આવી ગઈ એમ ન કહેવાય.
માણસને પિછાનવાની રીત એ સભ્યતા છે. જે સભ્યતાથી એક પ્રધાન સાથે વર્તો, એ જ સભ્યતાથી તમારા નોકર સાથે પણ વર્તા; અને જે ગૌરવ તમારા માણસો આગળ બતાવો એ જ ગૌરવ એક પ્રધાન સામે પણ રાખો.
વલસાડના સ્ટેશને એક યુરોપિયન ફર્સ્ટ ક્લાસનો આખો ડબ્બો રોકીને બેઠો હતો, જે કોઈ એ ડબ્બામાં બેસવા આવે તેની સામે ઘૂરકી એ પૂછે : who are you? તમે કોણ છો ? યુરોપિયનનો આ પ્રશ્ન સાંભળતાં જ આવનાર ભાગે. એવામાં એક આત્મગૌરવવાન યુવાન આવ્યો. એણે બારણું ઉઘાડ્યું. ત્યાં પેલો ઘૂરક્યો ? who are you ?
૬૦ * જીવનમાંગલ્ય
Page #70
--------------------------------------------------------------------------
________________
યુવાને શાંતિથી કહ્યું : I am your father – હું તારો બાપ છું. પેલો યુરોપિયન ખુશ થઈ ગયો. એણે કહ્યું : Come in. પેલા યુવાનને પોતાની પાસે બેસાડતાં એણે કહ્યું : તમારા જેવા ગૌરવવાળા અને નિર્ભય મિત્રની મારે જરૂર હતી; કારણ કે બીકણ, નિર્માલ્ય અને ડરપોકની સાથે બેસવામાં પણ પાપ છે. કાયરની મૈત્રી નકામી, એથી સંસ્કાર ન આવે, સંયમ પણ ન આવે, અને પ્રતિષ્ઠા પણ ન મળે.
સોબત ઉત્તમની જોઈએ. આપણાથી અધિક ગુણસંપન્ન માણસની સોબત કરીએ તો એના ગુણ આપણામાં આવે અને અધમની સોબત કરીએ તો આપણા ગુણ જાય અને એની અધમતા આપણામાં આવે. સડેલા પાન સાથે મૂકેલાં સારાં પાન પણ સડે છે, અને એ તાજા પાનને પણ ડાઘ લગાડે છે.
આપણા આત્માની પણ એ જ દશા છે, વિષયવાસના અને વૃત્તિઓના સંગથી એ પોતાનું સ્વરૂપ, પોતાની શક્તિ અને પોતાનો પ્રકાશ ભૂલી ગયો છે.
એક સિંહણનું બચ્યું હતું, એની મા એને જન્મ આપી તરત મરણ પામી. માવિહોણા આ સિંહબાળને એક ભરવાડ ઊંચકી લાવ્યો. અને પોતાનાં ઘેટાંની સાથે એને પણ વાડામાં પૂર્યું. દૂધ પર એ મોટું થવા લાગ્યું. ઘેટાં-બકરાં જંગલમાં ચરવા જાય, ત્યારે આ પણ એમની સાથે જાય. એ બધાની સાથે એવું તો હળી ગયું કે પોતાને પણ, તેઓમાંનું એક માને, અને બેં બેં કરે. ભરવાડ સિસકારા કરે ત્યારે ઘેટાં સાથે તે પણ ભરવાડ પાછળ દોડે.
સિંહણનું પડખું સેવ્યું હોત, મુક્ત જંગલમાં ઊછર્યું હોત, અને સિંહણના દૂધને પામ્યું હોત તો એ ગર્જના કરી સ્વતંત્ર રીતે વનવિહાર કરી શકત, પણ આ તો ઘેટાં સાથે રમેલું. આમાં શૌર્ય કે શક્તિ કેમ પ્રગટે ?
એક વાર સરિતાકિનારે આ ઘેટાં પાણી પી રહ્યાં હતાં, ત્યારે પર્વતની ગુફામાંથી કોઈ સિંહ બહાર આવ્યો. અને પર્વતની ટોચ પર આવી એણે ગર્જના કરી. ત્રાડ સાંભળી ઘેટાં ને ભરવાડ તો જીવ લઈ નાઠાં. આ સિંહબાળ પણ દોડ્યું; એણે દોડતાં દોડતાં પાછું વાળીને જોયું, ત્યાં બંનેની આંખો મળી.
ટોચ પર રહેલા સિંહને થયું કે આ તો મારો જાતભાઈ છે. સિંહ ઘેટાંના ટોળામાં કેમ ? આ મારાથી કેમ ડરે છે ? એણે ગર્જના કરી કહ્યું : “વિચાર કર. દોડ નહિ. આપણે એક જ કુળના છીએ. તારે મારાથી ડરવાનું ના હોય. તું પણ મારી જેમ ગર્જના કરી શકે, ત્રાડ નાખી શકે. પૂછડું પછાડી શકે, અને મુક્ત રીતે આ જંગલમાં વિહરી શકે; જો તું તને ઓળખે તો !'
પણ એમ કાંઈ એ માને ? વર્ષોથી ઘર કરીને બેઠેલી વાત એક ક્ષણમાં કાંઈ નીકળી જાય ? એ તો નાઠું અને ઘેટાંના ટોળા ભેગું થઈ ગયું. પણ પેલા
જીવન-માંગલ્ય - ૬૧
Page #71
--------------------------------------------------------------------------
________________
સિંહના છેલ્લા શબ્દોના પડઘા એના મગજમાં રમવા લાગ્યા : ‘તું તને ઓળખ. ગર્જના કરવા પ્રયત્ન કરી જો.' આ શબ્દો એના મનમાંથી કેમેય ખસે નહિ. એણે અવાજ કરવા પ્રયત્ન આદર્યો, પણ બેં બેં અવાજ નીકળ્યો. ઘણા કાળના ઘેટાના સહવાસથી એ પોતાનો અવાજ પણ ખોઈ બેઠું હતું.
એક સાંજે સરિતાકિનારે એ સિંહબાળ પાણી પીવા ગયું, ત્યારે તેણે પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોયું, તો પોતાનું શરીર આ ઘેટાં જેવું નહિ, પણ પેલા સિંહ જેવું લાગ્યું. હવે એને સિંહના શબ્દોમાં વિશ્વાસ બેઠો. એણે પ્રયત્ન આદર્યો. એક વાર-બે વાર-ત્રણ વાર. અને એના અવાજમાં રણકો આવ્યો. ઘેટાં ભડક્યાં, ભાગવા લાગ્યાં. સિંહમાં આત્મવિશ્વાસ પ્રગટ્યો. એણે જરા જોર કર્યું. ત્યાં ભરવાડ અને ઘેટાંનાં કાળજાં ફાડી નાખે એવી ગર્જના એના અવાજમાંથી પ્રગટી. ભરવાડ ને ઘેટાં હવે ઊભાં રહે ? સિંહે પોતાના સ્વરૂપને ઓળખ્યું, તો તે વનરાજ થયો, મુક્ત થયો.
તમે પણ તમારા સ્વરૂપને ઓળખો. જીવનના ઉન્નત શિખર પર ચઢી ગર્જના કરો. સિંહવૃત્તિ કેળવો, તમારી આસપાસ ઘેરો ઘાલીને બેઠેલા વાસનાનાં બકરાં ભાગવા માંડશે, તમારી ત્રાડ સાંભળી લાલસા તો જીવ લઈ દોડશે. આજ સુધી ઇંદ્રિયોના સહવાસમાં રહીને આત્મા પોતાનું સ્વરૂપ, પોતાની શક્તિ, પોતાનો શાશ્વત પ્રકાશ બધું જ ભૂલી ગયો છે, અને ઇંદ્રિયોની પ્રેરણાથી વાસના પાછળ પરવશ બનીને દોડે છે, એને જગાડો.
જીવનદ્રષ્ટાઓ આપણને સંબોધે છે. જાગો અને જુઓ, તમે કોણ છો ? તમારામાં કેવી અદમ્ય શક્તિ છુપાયેલી છે ! તમે ધારો તે કરી શકો, જે દુનિયામાં મહાન થયા તે તમારામાંના જ એક હતા. ભગવાન શ્રીનેમિનાથને શ્રીકૃષ્ણે પૂછ્યું ત્યારે, અને ભગવાન શ્રી મહાવીરને મગધપતિ શ્રેણિકે પૂછ્યું ત્યારે એમણે આ જ ઉત્તર આપ્યો હતો : તમારો આત્મા પણ મારા જેવો જ છે, અને મારા જેવું જ સ્થાન તમને મળવાનું છે, પણ આજ તમારો આત્મા કર્મોને આધીન છે, એટલી જ ભિન્નતા છે. કર્મના અને વૃત્તિઓના ક્ષયે આપણે સમાન છીએ સિદ્ધ-બુદ્ધ-મુક્ત.
તમે તમારી ઇંદ્રિયોનો, તમારા મનનો, તમારી યૌવનવંતી શક્તિઓનો અને તમારી બુદ્ધિનો એ રીતે ઉપયોગ કરજો કે જેથી તમારો આત્મા આજ જ્યાં છે, ત્યાંથી આવતી કાલે એક કદમ આગળ હોય, અને તમારા પ્રત્યેક નવપ્રભાતમાં આત્મજાગૃતિભરી પ્રગતિ હોય ।
=
૬૨ * જીવન-માંગલ્ય
Page #72
--------------------------------------------------------------------------
________________
૬. મૈત્રીની મહત્તા
A ણાખરા ધર્મો ધર્મના ફળનું જ • વ વર્ણન કરે છે, પણ જૈનદર્શનની છું વિશિષ્ટતા એ છે કે, ધર્મના સ્વરૂપનું દર્શન છે કરાવ્યા પછી જ ધર્મના ફળનું વર્ણન કરે છે.
ધર્મથી સુખ મળે છે, શાંતિ મળે છે. આ થયું ધર્મનું ફળ. આ ફળની બાબતમાં
દુનિયાના બધા જ ધર્મો અને દર્શનકારી છે. એકમત છે, પણ ધર્મના સ્વરૂપમાં મતભેદ
છે. ધર્મ કહેવો કોને ? આ પ્રશ્ન આવતાં જ કોકડું ગૂંચવાય છે.
એક તોલા સોનાના ૨૪૦૦ રૂપિયા* મળે એ તો થયું સોનાનું ફળ, પણ સોનું આ કહેવું કોને ? આ થયો સોનાના સ્વરૂપનો ભૂ પ્રશ્ન.
કસોટી પર પાર ઊતરે, અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થાય, તેજાબમાં
શ્યામ ન પડે અને છેદમાં દગો ન જણાય, આ તેનું નામ, સોનું. આ થયું સ્વરૂપ. તેમ જૈન છે. ધર્મ કહે છે કે, જેમાં મૈત્રીનો આનંદ હોય,
*
* એ જમાનામાં.
જીવન-માંગલ્ય + ૧૩
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રમોદની પ્રસન્નતા હોય, કારુણ્યની મૃદુતા હોય અને માધ્યસ્થનો સૌમ્ય સમભાવ હોય તેનું નામ ધર્મ. એટલે જે ધર્મનાં અનુષ્ઠાનમાં જીવોનો વધ હોય, પશુઓનો સંહાર હોય, હિંસાની આગ હોય, વેરની જ્વાળા હોય, તે ધર્મ સ્વરૂપમાં ખોટો છે, ભલે એ પોતાને ધર્મ કહે, પણ તે પિત્તળ છે.
એટલે જ તો ધર્મનો સંપૂર્ણ ઉપસંહાર કરતાં એક સ્થળે કહ્યું છે ‘મિત્રસ્ય ચક્ષુવા પશ્ય ।'
આપણે આપણી ચાલુ આંખોથી જગતને જોઈએ છીએ એના કરતાં મિત્રની આંખથી જોઈએ તો જગત કોઈ જુદું જ જણાય. આજ આપણને ક્યાંક દોષ દેખાય છે, તો ક્યાંક રોષ દેખાય છે; ક્યાંક વે૨ દેખાય છે, તો ક્યાંક ઝેર દેખાય છે. પણ મિત્રની આંખથી જોતાં દોષ ગૌણ જણાશે અને ગુણની પ્રશંસા વધશે. મિત્રનું હૈયું મિત્રને દોષ માટે એકાંતમાં પ્રેમથી ઠપકો આપી ગુણની સુવાસ પ્રસરાવશે. મિત્રનું પ્રત્યેક કામ પોતાનું કામ માની અભિન્નતાથી એ કાર્યને સુંદર રીતે પૂર્ણ કરવા પ્રયત્ન કરશે.
મૈત્રીપૂર્ણ મનને બીજો પણ એક સહજ લાભ છે. કોઈનું પણ કોઈ કાર્ય કરવા છતાં એને કદી ગર્વ નહિ આવે. કોઈ એની પ્રશંસા કરશે કે, ‘તમે તો ખૂબ કર્યું' તો એ નમ્રભાવે એટલું જ કહેશે : ‘આમાં મેં શું કર્યું છે ? આ તો મારું કર્તવ્ય હતું.' મૈત્રી વિના આવી કર્તવ્યભાવના જાગતી નથી.
અને સુંદર કાર્ય ન કર્યાનો અનુતાપ પણ મૈત્રી વિના સંભવિત નથી. ‘રે, કેવા મારા સંયોગ કે આવું સુંદર કાર્ય કરવાનો સમય હતો; છતાં હું મારા પ્રમાદ કે અશક્તિને કારણે આ કાર્ય ન કરી શક્યો.'
વિશ્વના સંવાદમય અસ્તિત્વનો પાયો એ મૈત્રી છે.
અહિંસાનાં કરુણામય તત્ત્વોને આ મૈત્રીભાવ વિના કોણ જીવંત રાખી શકે તેમ છે ?
વેર એ તો કાંટો છે. એ જ્યાં વાગ્યો હોય ત્યાં સ્વસ્થતા ન હોય. વેરથી ભરેલા ચિત્તવાળો ધર્મસાધના કરી ન શકે, અને કદાચ કોઈ સંજોગોમાં કરે તો એ અનુષ્ઠાન, એ ક્રિયામાં મૈત્રી ન હોવાથી એમાં એને સ્વસ્થતા ન લાધે, સમાધિનો લાભ ન થાય, પ્રસન્નતાનો અનુભવ ન થાય. સુરભિ વિનાના ફૂલની જેમ એ પ્રસન્નતાનો પમરાટ ન પ્રસરાવી શકે. માટે જ કહ્યું છે
‘મૈચારિમાવસંયુńતર્ધર્મ: રીર્ત્યતે।'
મૈત્રી અંગે પંડિત ઓમકારનાથજીએ પૂછેલો એક પ્રશ્ન મને યાદ આવે છે. ઓમકારનાથજી એક નમતી સાંજે મને મળવા આવ્યા, સાથે એમના શાગિર્દ
૬૪ * જીવન-માંગલ્ય
—
—
Page #74
--------------------------------------------------------------------------
________________
હતા. મેં એમને કહ્યું :
પંડિતજી ! માલકોશમાં કંઈક ન સંભળાવો ?” અને એમણે એક ભજન લલકાર્યું. એ પદને એમણે અડધો કલાક ઘૂંટ્યું. ખંડનું વાતાવરણ માલકોશના સૂરમય બની ગયું. સંગીત થંલ્યું, પણ વાતાવરણમાં માલકોશની કોઈ અજબ છાયા પ્રસરી ગઈ. પંડિતજી કહે : “મહારાજશ્રી, મારી સાથે બેઠેલા આ ગવૈયામાંથી કોઈ આ ખંડમાં દુર્ગા ગાય તો હું પાંચ હજાર રૂપિયા હારી જાઉં.”
મેં પૂછ્યું, “એમ કેમ ?” એમણે કહ્યું : “રાગની એક ઘેરી અસર હોય છે. સંપૂર્ણ આરોહ-અવરોહ સાથે પૂર્ણ ભરેલા સૂરમાં એવું એક વિશિષ્ટ વાતાવરણ જામી ગયું હોય છે કે જેમાં કોઈ બીજો રાગ ગાઈ શકાય જ નહિ; અને કોઈ ગવૈયો ગાવા જાય તો ફરી એ માલકોશ પર જ આવીને ઊભો રહે. રાગની આ એક અસર છે. ત્યારે મેં કહ્યું : “પંડિતજી ! રાગની જેમ અસર છે, તેમ વૈરાગ્યની પણ એક અસર છે. ભગવાન મહાવીરની વૈરાગ્યમય મૈત્રીની એવી એક અસર હોય છે કે એમાં જન્મજાત વૈરી આવે તોપણ એ વેરની અસરને ભૂલી જાય. સાપ અને નોળિયો, ગાય અને વાઘ, ઉંદર અને બિલાડી સામસામાં બેસે પણ વેરભાવ સંભારી ન શકે. એ વાતાવરણમાં મૈત્રીની એક એવી કરુણાપૂર્વક મધુર અસર હોય છે કે ત્યાં વેર ટકી જ ન શકે.”
એક દીવામાંથી હજાર દીવા પ્રગટે છે, તેમ હૃદયમૈત્રીમાંથી વિશ્વમૈત્રી પ્રગટે છે. એક દાણો વાવીએ તો એમાંથી હજારો દાણા ઊગે, તેમ આપણા હૈયામાં મૈત્રીનો એક દાણો હોય તો એમાંથી જ વિશ્વમૈત્રીના અનેક ભાવ પ્રસરે.
મૈત્રી વિના ક્ષમા નથી, અને ક્ષમા વિના મુક્તિ નથી. મૈત્રી આદિ ભાવોનો મંગળમય પ્રકાશ આપણાં અનુષ્ઠાનોના અણુઅણુમાંથી પ્રગટો.
જીવન-માંગલ્ય : ૬૫
Page #75
--------------------------------------------------------------------------
________________
+3+>&>
>>><
રતના તેજસ્વી સંતો હજારો વર્ષથી
(ભપોતાના જીવન દ્વારા આવું કહેતા
આવ્યા છે
:
૭. અષ્ટગુણી વાણી
‘વચન-રતન મુખ કોટડી, ચૂપ કરી દીજે તાલ;
ઘરાક હોય તો ખોલિયે, વાણી વચન રસાલ.’
વચન એ તો રત્ન છે.
રાખવાની તિજોરી છે.
રત્ન કંઈ જેમતેમ અને જ્યાંત્યાં થોડાં રખાય ? એ તો બંધ તિજોરીમાં જ શોભે. પરંતુ તિજોરી સદાકાળ કંઈ બંધ ઓછી રખાય ? કોઈ ખરીદનાર કે સારો પારખુ આવે તો તિજોરી ખોલવી જ પડે. પણ ખોલ્યા પછી તો એ રત્નો એવી રીતે સચ્ચાઈથી બતાવવા કે જોનારનું દિલ ડોલી ઊઠે.
૬૬ * જીવનમાંગલ્ય
મુખ એને
એ વચન-રત્નમાં પ્રિયતાના પાસા હોય, હિતચિન્તનનો આકાર હોય, સત્યનાં
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રકાશિત કિરણો હોય, તો જોનાર પણ વાહ વાહ પોકારી જાય !
હું કહું છું કે સત્ય, તથ્ય ને પથ્યથી ભરેલું આપણું વચન હોય તો, એની આગળ કોહીનૂર હીરો પણ હિસાબમાં નથી !
ઘણા વખત પહેલાં વાણીના આઠ ગુણો મેં વાંચ્યા હતા.
મને થયું કે આ આઠ ગુણોથી યુક્ત આપણાં વચન હોય તો તો આ સંસારમાંય શાંતિનું સ્વર્ગ ઊભું થાય !
તે આઠ ગુણોને હું આપની આગળ અહીં મૂકું છું.
વાણીનો પહેલો ગુણ છે મધુરમ્.
આપણું બોલવું એવું હોવું જોઈએ કે જેમાંથી મધુરતા ટપકે, મીઠાશ ઝરે, વાણીમાંથી સૌંદર્ય નીતરે. સાંભળનારના કાન પણ એ પ્રિય વચન ફરી ફરી સાંભળવા તલસે.
વાત એકની એક જ હોય, પણ એક માણસ એવી મીઠાશથી અને ખૂબીથી ૨જૂ કરે કે સાંભળનાર આનંદથી ડોલી જાય; જ્યારે એની એ જ વાત બીજો એવા કટુ શબ્દમાં મૂકે કે સાંભળનાર હસતો હોય તોય રડી પડે.
મધુર શબ્દોમાં માતાને કહ્યું હોય કે : ‘કેમ છો મારી મા ?' તો માતા ખુશ થઈને કહેશે કે આવને મારા ભા.' પણ જ વાત કટુ શબ્દમાં કહી હોય કે : ‘કેમ છો મારા બાપની વહુ ?' તો ઉત્તર મળશે, ‘તારું કાળજું ખઉં ?' શબ્દોમાં કેવો જાદુ છે ? એક જ વાત રજૂ કરવામાં પણ કેટલું અંતર ? કવિએ કહ્યું છે :
‘શબદ શબદ તૂં ક્યા કરે ? શબદકો હાથ ન પાંવ; એક શબદ ઔષધ કરે, એક શબદ કરે થાવ.'
શબ્દને હાથ કે પગ ભલે નથી, પણ એનામાં એવી તાકાત છે કે સુંદર રીતે એનો ઉપયોગ થયો હોય તો એ દાઝેલા હૈયાના ઘા પર મલમપટ્ટાનું કામ કરે, પણ એ જ શબ્દ અઘડ રીતે વાપર્યો હોય તો કોઈના દિલમાં ન હોય તોય જખમ ઊભો કરે. એટલા માટે આપણી વાણી મધુર હોવી જોઈએ. મધુરતાનું તો સમજ્યા, પણ મધુરતાના નામે ખુશામત આવી જાય તો ? તો તો જુલમ થાય.
એ વાણી જ પતનનું સાધન બને. ન બોલવાને ઠેકાણે બોલે, અને બોલવાને ઠેકાણે મૌન થઈ જાય તો કેવું અયોગ્ય થાય ? એટલે વાણીનો બીજો ગુણ છે, નિપુનમ્.
વચન જેમ મધુર હોય તેમ સાથોસાથ નિપુણ પણ હોવું જોઈએ. જેની
જીવન-માંગલ્ય * ૬૭
Page #77
--------------------------------------------------------------------------
________________
વાણીમાં નિપુણતા હોય તે ખોટી ખુશામત કરે નહિ. કોઈની ખોટી શેમાં તણાય નહિ અને કોઈ બનાવવા આવે તો યોગ્ય અવસરે એને ચેતવ્યા વિના પણ રહે નહિ.
એક ફૂલણજી પતિ વારંવાર પોતાની પત્ની આગળ પોતાના કુળ, જાતિ, ગૌરવ અને કુટુંબનાં વખાણ કરતો.
આથી સ્ત્રી કંટાળી જતી. એક વાર પતિએ પૂછ્યું : “મારાં સગાંઓ પર તારો પ્રેમ કેવો છે ?'
શબ્દોમાં નિપુણ પત્નીએ ઉત્તર વાળ્યો : “પ્રાણનાથ ! આપનાં સગાંઓ પર મારો પ્રેમ કાં ન હોય ? હું તો મારી સાસ કરતાંય આપની સાસને વધારે ચાહું છું !'
આ મધુર છતાં નિપુણ ઉત્તર સાંભળ્યા પછી એના પતિને થઈ ગયું કે અહીંથી ખોટી બડાઈ કે ખુશામત સાંભળવા નહિ મળે. આ ઉત્તરમાં મધુરતા ને નિપુણતાનું સંમિશ્રણ છે.
- ત્રીજો ગુણ છે : સ્તોત્ સ્તોક એટલે થોડું. બોલવું ખરું, પણ થોડું બોલવું. જરૂર પૂરતું જ બોલવું. બહુ બોલ બોલ કરનારના વચનની કિંમત હોતી નથી. બહુ ભાષણો કરનાર, જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે શિખામણ દેનાર વાચાળમાં ખપી જાય છે. એના પર લોકોને વિશ્વાસ બેસતો નથી. એ બોલે તો લોકો એને શાન્તિથી સાંભળે નહિ; અને સાંભળે તો એના પર શ્રદ્ધા બેસે નહિ, માટે થોડું બોલવું.
જરૂર પડે ત્યારે જરૂર જેટલું જ બોલવું, અને થોડા શબ્દોમાં ઘણું કહેતાં શીખવું.
એક પ્રસંગ મને યાદ આવે છે. મુંબઈમાં પૂ. આગમોદ્ધારક આચાર્ય મહારાજ સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજને વંદન કરવા એક ગૃહસ્થ આવ્યા
હતા.
બે માળ ચઢીને પેલા ભાઈ ઉપર આવ્યા. આવનારનું શરીર જરા ભારે હતું. એ હાંફી ગયા. વંદન કર્યા પછી સ્મિત કરી કહ્યું : “સાહેબ, આપ તો બહુ જ ઊંચે બિરાજો છો !” મહારાજશ્રીએ સ્મિત કરી માર્મિક ઉત્તર વાળ્યો :
“હા ભાઈ ! અમે ઊંચે છીએ એટલે જ તો તમે વંદના કરવા આવો છો !”
૬૮ * જીવન-માંગલ્ય
WWW.jainelibrary.org.
Page #78
--------------------------------------------------------------------------
________________
આ વાક્યમાં ષ હતો. અમે સદ્દગુણના સિંહાસન પર છીએ એટલે તમે વંદના કરો છો. સદ્દગુણો ન હોય તો અહીં કોણ આવે ? આ ટૂંકા ઉત્તરથી પણ આપણું મન આનંદ પામે છે; કારણ કે, આ ઉત્તરમાં મધુરતા, નિપુણતા ને અલ્પતાનું સપ્રમાણ સંમિશ્રણ છે !
પતિતમ્ - ચોથો ગુણ તે ખાસ કંઈ કાર્ય હોય તો જ બોલવું, નહિ તો મૌન રહેવું. મૌનથી વાણીનું મૂલ્ય વધે છે.
મૌનથી વાણીમાં ચિંતન આવે છે. મૌનથી વચનમાં તેજ આવે છે, અને મૌન પછી પ્રગટેલી વાણીમાં કોઈ અજબ જુસ્સો હોય છે. એવી વાણી સાંભળવા ઘણાં હૈયાં તલસતાં હોય છે. પાશ્ચાત્ય પદ્ધતિને કારણે આજે કેટલાક લોકો, કોઈ ઠેકાણે ખાણું લે તોય ભાષણ ઝીંકે.
રશિયામાં સ્ટેલિન જરૂર વગર કદી ન બોલે. એનું પરિણામ એ આવ્યું કે આપણા આગેવાનોને સાંભળવા કોઈ તૈયાર નહોતા થતા, ત્યારે સ્ટેલિન
ક્યારે શું બોલશે એ માટે લોકો સાંભળવા તલસી નથી રહેતા ! માટે કાર્ય વિના નકામી વાત ન કરવી. વ્યવહારમાં પણ આપણને ઘણા માણસો એવા જોવા મળે છે કે, જેમને બોલવાનું ન મળે તો આફરો છે ! બોલે ત્યારે જ જીવને જંપ વળે અને ચિત્તને ચેન પડે. એ બોલે ત્યારે એની વાતમાં ન હોય માથું કે ન હોય પગ. જેમ આવે તેમ આડેધડે ફેંક્યે રાખે ! અંતે સાંભળનારના મનમાં થાય કે આ બલા અહીંથી ક્યારે વિદાય થાય ? માટે જરૂર પૂરતું બોલવું.
ગર્વદિતમ – આપણી વાણી ગર્વવિહોણી હોવી જોઈએ. આ છે પાંચમો ગુણ. વાતવાતમાં આપબડાઈ કરવી, પોતાની જ વાત આગળ ધરવી, પોતે શું કર્યું અને શું નથી કર્યું એનું લંબાણથી વિવેચન કરવું -- આ બધું અભિમાનનું સૂચક છે.
જ્યારે માણસ આપબડાઈ કરતો હોય છે ત્યારે વિવેકી સાંભળનાર એના પર મનમાં હસતો હોય છે, પણ જાતપ્રશંસામાં પડેલા માણસને એ સામે ધ્યાન હોતું નથી. પોતાની પ્રશંસામાં પડેલો માણસ વિવેકશક્તિ ખોઈ બેઠો હોય છે, અને અવિવેકી માણસ સામા માણસને સમજવા જેટલો શક્તિશાળી ક્યાંથી થાય ? અભિમાની માણસ કેવો વિવેકશૂન્ય બને છે તેનો તમને એક દાખલો
આપું.
દાદાભાઈ નવરોજજી ઇંગ્લેન્ડમાં એક વાર ત્યાંના ઉમરાવો સાથે ખાણું લેતા હતા. સારા સારા બુદ્ધિશાળી માણસોએ એ પ્રસંગે હાજરી આપી હતી. વાત વાતમાં એક વાત ઉપર જરા વધારે પડતી ચર્ચા થઈ. દાદાભાઈએ એમાં
જીવન-માંગલ્ય : ૬૯
Page #79
--------------------------------------------------------------------------
________________
પોતાનો મત દર્શાવ્યો. ત્યાં બેઠેલાં એક બાજુએ અભિમાનભર્યા શબ્દોમાં ટીકા $edi sei : 'What these ugly and black Indians can understand about it ?' (કદરૂપા અને કાળા હિન્દુસ્તાનીઓ આ બાબતમાં શું સમજે ?).
આ સાંભળી દાદાભાઈ નવરોજજીએ ખીસામાંથી આરસી કાઢી, એ બાનના મુખ આગળ ધરી નમ્રતાથી કહ્યું : “You can see your face in it' (તમે તમારું મોટું આમાં જોઈ શકો છો. કારણ કે, આ સ્ત્રીના મુખ કરતાં પોતાનું ઉજ્વળ ને પ્રતિભાસંપન્ન મુખ જ એની કાળાશ ને કદરૂપતા પુરવાર કરવા પૂરતું હતું. આથી સૌ હસી પડ્યાં.
વિવેકી માણસે તો કામ જ એવું કરવું જોઈએ કે જેથી એનું કામ જ એની પ્રશંસા કરે. માણસને પોતાને તો બોલવાની જરૂર ન પડે. અભિમાન કરતાં નમ્રતાપૂર્વક મૂકવામાં આવેલી વાતને લોકો શાન્તિથી સાંભળે છે. બોલનાર નમ્ર રીતે બોલતો હોય તો એના પ્રત્યે લોકોને સહાનુભૂતિ પ્રગટે છે, અને બોલનારના શબ્દો સામાના હૈયામાં સોંસરા ઊતરી જાય છે. નમ્ર વાણી એ વાચાનો અલંકાર છે.
છઠ્ઠો ગુણ છે તુચ્છમ્ – વાણી તુચ્છ ન હોવી જોઈએ. વાણીમાં પ્રૌઢતા, ગંભીરતા અને સહૃદયતા હોવી જોઈએ. આજ આપણાં ઘરોમાં કેવી તુચ્છ વાણી બોલાઈ રહી છે ? ગાળો, તોછડાઈ ને અસભ્યતાથી છલકાતાં આજનાં ઘરો જોઉં છું ત્યારે હૃદયને ક્ષોભ થાય છે. ઉચ્ચ કહેવાતા માણસોનાં ઘરો પણ આજ કેવાં સંસ્કારહીન બનતાં જાય છે ? આર્યાવર્તનાં ઘરોમાં પત્ની પતિને “આર્યપુત્ર”, “દેવ', “નાથ” કહીને સંબોધતી અને પતિ પત્નીને “દેવી” કહીને સંબોધતો.
એને બદલે તોછડાઈભર્યા અયોગ્ય સંબોધનોથી આજે ગૃહો ગાજી રહ્યાં
છે.
બાપ દીકરાને ખોળામાં બેસાડી રમાડતો હોય અને બાળકને રમાડતાં રમાડતાં લાડમાં બાપ કહે છે : “મારો સારો બહુ તોફાની.” હું એને પૂછું છું કે, “ભાઈ ! આ છોકરો તારો સાળો ક્યારે થયો ? કઈ રીતે થયો ?' ત્યારે કહેશે કે, “હું તો અમસ્તો જ બોલું છું. આમ બોલાય છે !” પણ પોતે શું બોલે છે એનું એને ભાન નથી. છોકરાના કાનમાં ગ્રામીણતાનું કેવું ઝેર રેડાયા છે એનો એને ખ્યાલ નથી.
છોકરી પાણીનું બેડું ભરીને આવતી હોય અને ઠોકર વાગે ને બેડું ફૂટી જાય તો મા એ દીકરીને કેવા હલકા ને તુચ્છ શબ્દોથી ઠપકો આપવાની
૭૦ : જીવન-માંગલ્ય
Page #80
--------------------------------------------------------------------------
________________
શરૂઆત કરે છે ? હું એ નહિ કહું. તમે જ કહો. હવે તમે નહિ કહો તોય ચાલશે; મનમાં સૌ સમજે છે. મૂળ વાત તો એ છે કે, આપણા શબ્દોમાં તુચ્છતા વધી ગઈ છે. આજ સુધરેલા માણસો પણ કેવું તુચ્છ બોલે છે, તે આ પ્રશ્નોત્તર પરથી સમજાશે.
એક શેઠે નોક૨ને તુચ્છતાથી કહ્યું :
સાલા ! તારામાં જરાય અક્કલ નથી.'
નોકરે નમ્રતાથી ઉત્તર વાળ્યો : ‘વાત સાચી છે, શેઠ ! મારામાં અક્કલ નથી જ. મારામાં અક્કલ હોત તો હું તમારે ત્યાં નોકરી ન કરત, પણ તમને જ મારે ત્યાં નોકરીમાં ન રાખત !'
બોલો, આમાં બોલનારે શું સાર કાઢ્યો ? એના કરતાં તુચ્છ-હલકાં વચનો ન ઉચ્ચાર્યાં હોત તો કેવું માન જળવાઈ રહેત ! તુચ્છ વાણીથી મિત્ર હોય તોય શત્રુ થાય, જ્યારે અતુચ્છ અને સભ્યતાભર્યા પ્રિય વાર્તાલાપથી શત્રુ હોય તોય મિત્ર થઈ જાય.
–
સાતમો ગુણ છે પૂર્વસંતિતમ્ – જે બોલવું તે સંકલનાપૂર્વક ને પૂરતું વિચારીને બોલવું. વિચારના ગળણાથી ગાળીને કાઢેલું વચન અતિરમણીય હોય છે, અને બોલેલા વચનને ફે૨વવાનો પ્રસંગ આવતો નથી. બોલતાં પહેલાં વિચાર કરવો કે આ સ્થાનમાં આ બોલવા જેવું છે કે નહિ ? આ બોલીશ તો તેનું પરિણામ શું આવશે ? મારા બોલવાનો શો ઉદ્દેશ છે ? અને જે બોલું છું તેની કેટલી અસર થશે ?
આ રીતે પહેલાં વ્યવસ્થિત કરીને કે વિચાર કરીને ઉચ્ચારેલ વાક્ય ધારી અસર કરી જાય.
અરે ! એવું વચન તો રત્ન કરતાંય વધી જાય.
‘શબદ સરીખા ધન નહિ, જો કોઈ જાને બોલ, હીરા તો દામે મિલે, શબદ નવ મળે મોલ !'
એક કવિ કહે છે કે : બોલતાં આવડે તો વચનનું તેજ હીરાના તેજનેય ઝાંખું પાડે. પણ શરત એટલી કે વિચારીને બોલવું. આ રીતે વિચારીને બોલનારની વાણીમાં અધર્મ તો હોય જ ક્યાંથી ? એટલે વાણીનો આઠમો ગુણ છે ધર્મસંયુત્ત્તત્ આપણી વાણીમાં ધર્મ હોવો જોઈએ. વાણી એ પવિત્ર વસ્તુ છે, ઈશ્વરના જેટલી જ પાવન છે. એનો દુરુપયોગ કેમ થાય ? તમારી વાણી આજે પવિત્ર છે ખરી ? તમે શબ્દને બ્રહ્મ જાણી ઉચ્ચારો છો ? તમારી વાણીમાં નિંદા, ધિક્કાર, તિરસ્કાર કે પક્ષપાત હોય તો તમારી વાણી પવિત્ર કઈ રીતે
જીવન-માંગલ્ય * ૭૧
Page #81
--------------------------------------------------------------------------
________________
ગણાય ? ધર્મયુક્ત કઈ રીતે મનાય ?
તમને કોઈ સામો મળે તો એની પ્રશંસા કરો, એનાં ગુણગાન કરો, એની વાહવાહ પોકારો, અને એના ગયા પછી તરત એની ખોદણી ચાલુ કરો એ ક્યાંનો ન્યાય ? કોઈનાય ન જોયેલા કે ન જાણેલા દોષોનું વર્ણન કરવું, એમાં રસ લેવો, એમાં સંમતિ આપવી, આ બધો વાણીનો વ્યભિચાર નથી ?
આજ કોઈ બે મિત્રો મળે તો ગામની નિંદા કરે. એમાં કોઈ ત્રીજો ભળે તો એ પણ એ બેમાં ભળી નિન્દક-મંડળ વધારે. એમ કરતાં એ ત્રણમાંથી એક ચાલ્યો જાય તો, તરત એ બન્ને ભેગા થઈ, જનારની નિંદા કરવા મંડી પડવાના.
આ તે કેવી વાણી ? અરેરે ! શું વાણી આ માટે મળી છે ?
આમ જો અધર્મયુક્ત વાણીનો વ્યાપાર ચાલશે તો, પછી માણસના વચન પર વિશ્વાસ કોણ કરશે ?
પ્રાજ્ઞ પુરુષ તો આવો વાણીવિલાસ સાંભળી સમજી જાય કે જે માણસ બીજાની ગેરહાજરીમાં એની નિંદા કરે છે, તે મારી ગેરહાજરીમાં મારી નિંદા કેમ નહિ કરે ? આવો ડહાપણભર્યો વિચાર કરનાર માણસ આવાઓનો મિત્ર રહે ખરો ? આવા માણસને કોઈ સારો માણસ ધારી ન્યાય તોળવા બેસાડે તો એ ન્યાય પણ કેવો આપે ? એની વાણીમાંથી એ જ નીકળે કે, મારું મારા બાપનું, ને તારું-મારું સહિયારું !
ધર્મયુક્ત વાણી કોને કહેવાય અને ધર્મયુક્ત વાણીવાળો માણસ કેવો નિષ્પક્ષપાતી અને નીડર હોય, તેનો એક સુંદર દાખલો ઇતિહાસમાં છે.
એક રાજા ધનુર્વિદ્યા શીખતો હતો. રાજાના હાથથી અજાણતાં એક બાણ છૂટું અને એક નિર્દોષ માણસને વાગતાં એ ઘાયલ થયો. ઘાયલની માતાએ આની ફરિયાદ ત્યાંના વડા ન્યાયાધીશ પાસે કરી.
તે જમાનામાં રાજ્યનું રક્ષણ જેમ ક્ષત્રિયોના હાથમાં હતું તેમ, ન્યાય અને પ્રજાની સલામતીનું ખાતું પ્રામાણિક એવા ધર્માધિકારીના હાથમાં હતું. અને એ ધર્માધિકારી પુરુષ વડા-ન્યાયાધીશ ગણાતા.
ન્યાયને વફાદાર એવા ન્યાયાધીશે રાજાને ન્યાયાલયમાં હાજર થવાનો આજ્ઞાપત્ર મોકલ્યો.
રાજા આવ્યો ત્યારે ઉચ્ચ સ્થાન પર બેસાડવાને બદલે ગુનેગારના પાંજરામાં ઊભા રહેવાની સૂચના કરી.
આ દશ્ય સૌ જોઈ જ રહ્યા. રાજાએ પોતાનો ગુનો કબૂલ કર્યો. એણે અમુક દંડ કરી રાજાને મુક્ત કર્યો, અને પછી ન્યાયાલયની બહાર આવી
૭૨ * જીવન-માંગલ્યા
Page #82
--------------------------------------------------------------------------
________________
ન્યાયાધીશે અતિ નમ્રતાથી રાજાને નમન કર્યું. આથી રાજા ખૂબ પ્રસન્ન થયા, અને પોતે સંતાડી રાખેલ નાની તલવાર બતાવતાં કહ્યું : ‘ન્યાયાલયના આજ્ઞાપત્રને માન આપી હું અદાલતમાં હાજર થયો, પણ મને એમ લાગ્યું હોત કે ધર્મ ને ન્યાયથી તમારી વાણી વેગળી છે, તો અહીં ને અહીં જ આ તલવારથી તમારો શિરચ્છેદ કરી નાખત. પણ ધર્મ ને ન્યાયમય તમારી વાણીથી મને આનંદ થાય છે, ને તમારા જેવા ન્યાયાધીશને લીધે હું ગર્વ લઉં છું કે મારા રાજ્યમાં રાજા કરતાંય ન્યાયને પ્રથમ માન આપનારા ધર્મનિષ્ઠ ન્યાયાધીશ છે !'
તે જ ઘડીએ પોતે ઝભ્ભામાં સંતાડી રાખેલી સોટી બતાવતાં ન્યાયાધીશે કહ્યું : ‘રાજન ! સારું થયું કે તમે અદાલતના આદેશને માન આપ્યું અને મારો ન્યાય માન્ય રાખ્યો, નહિ તો હું સોગન ખાઈને કહું છું કે, તમે જો ન્યાયને ઠોકર મારી હોત તો, હું આ સોટીથી અહીં ને અહીં જ તમારા બરડાની બરાબર ખબર લઈ લેત. સારું થયું કે આપણને બંનેને પ્રભુકૃપાથી સદ્બુદ્ધિ સૂઝી !'
વાહ, આ કેવો ન્યાય ? કેવી ધર્મમય વાણી ? આ પ્રસંગ શું કહે છે ? આપણી વાણીમાં ધર્મ, ન્યાય, સત્ય અને પાવિત્ર્ય જોઈએ. કોઈનેય આપણી વાણીથી અન્યાય ન થઈ જાય એવી કાળજી રાખી વક્તૃત્વ કરનારા કેટલા ? આવા વિચારક વક્તા હોય તો પ્રજામાં કેટલી શાંતિ ને કલ્યાણકામના હોય ? એટલે આ આઠ ગુણોથી યુક્ત વાણી બોલે તે વક્તા, નહિ તો પછી
બક્તા-લબાડ !
માત્ર ભાષણ સારું કરી જાય, વાણી શુદ્ધ બોલી જાય, એટલામાત્રથી જ્ઞાનીઓ એને વક્તા નથી કહેતા.
એમ તો કાશીમાં એવાય કેટલાક વિદ્વાનો હોય છે, જે બોલવામાં વ્યાકરણની એક અશુદ્ધિ આવે તો, જીભ કાપવા હાથમાં ચપ્પુ લઈને બેઠા હોય. પણ એ જ પંડિતો ગંગાના ઘાટ પર જાય ત્યારે ગાયત્રીનો જાપ કરતા જાય ને માછલું દેખાય તો લોટામાં નાંખતા જાય.
એમને પૂછો કે આ લોટામાં શું છે ? તો કહેશે : જળડોડી.
આવા માત્ર વાચાળ પંડિતો પોતાનું કે એના સમાગમમાં આવનારનું શું કલ્યાણ કરે ? એવી જ હાલત છે આજની વિદ્યાપીઠોના સ્નાતકોની ! જ્ઞાનનો આ વાણીવિલાસ જનકલ્યાણ માટે નથી વધ્યો, પણ લોકોને છેતરવા માટે અને અભણોને આંજવા માટે વધ્યો છે. એટલે આજે માણસ વાણીનો ઉપયોગ
જીવન-માંગલ્ય ૭૩
Page #83
--------------------------------------------------------------------------
________________
પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે નહિ, પણ પોતાના વિચારોને છુપાવવા માટે કરી રહ્યો છે.
માણસની વાણીમાં સત્ય ન હોય અને જૂઠ હોય તો એની બીજી સજા તો થવાની હોય ત્યારે થાય, પણ પ્રત્યક્ષ સજા તો એ મળે કે -- એ સાચું બોલતો હોય ત્યારે પણ લોકો એને ખોટું માને છે ! એ સોગન ખાઈને કહેતો હોય તોય એના વચન પર લોકોને વિશ્વાસ ન બેસે ! માટે વાણી પવિત્ર હોવી જોઈએ અને એ વાણીને પવિત્ર રાખવા માટે તીવ્ર તપ જોઈએ.
જેમ આચારને શુદ્ધ રાખવા માટે તપ, વિચારોને શુદ્ધ ને સ્વસ્થ રાખવા માટે તપ, તેમ ઉચ્ચારને શુદ્ધ ને પવિત્ર રાખવા માટે પણ વાણીનું તપ કરવું જોઈએ.
अनुढेगकरं वाक्यं सत्यं प्रियाहितं च यत् ।
स्वाध्यायाभ्यसनं चैव, वाङ्मयं तप उच्यते।। વાણી એવી હોય કે સાંભળનારને ઉગ ન થાય, સત્ય છતાં મધુર ને હિતકર હોય, ઊંડા ચિંતન અને અભ્યાસમાંથી પ્રગટેલી હોય -- આ છે વાણીનું તપ ! આવા તપથી માણસ સાચો માણસ બને છે. તપ વિનાની, ચિંતન વિનાની, અભ્યાસ વિનાની કર્કશ વાણી તો પશુઓ પણ બોલી શકે છે. એમાં માણસ બોલીને શું વધારે કરે છે ? આ હું એકલો જ નથી કહેતો હો ! ગીતા પણ કહે છે : માણસની વાણી પાછળ તપશ્ચર્યા હોય. તપશ્ચર્યાવિહોણી વાણી તો પશુની હોય !
એક જૂના વખતની વાત છે. ત્યારે માણસો આટલા ચાલાક ને જૂઠાબોલા નહોતા, પણ ભદ્ર ને સાચાબોલા હતા.
તે વખતે એક ગૃહસ્થને ત્યાં સંત પધાર્યા.
પણ આ ઘરનાં માલિક-સ્ત્રીપુરુષ-બહારથી ઘણાં સુંદર ને ભલાં લાગતાં હતાં પણ અંદરથી સાવ જ કદરૂપાં ને બેડોળ !
એક મહિનાના પરિચયથી સંત ત્રાસી ગયા. એ ઘરમાં સત્ય, ચિંતન, સ્વાધ્યાય, મધુરતા કંઈ જ ન મળે. એકલા બાહ્ય વૈભવના આડંબરનો કોલાહલ હતો.
સંતે મહિના પછી વિદાય વખતે આશીર્વાદ આપતાં કહ્યું : “માણસ બનજો !”
પુરુષ ધમાલિયો હતો. એણે આ વાક્ય પર જરાય વિચાર ન કર્યો, પણ એની ચાલાક સ્ત્રી ભારે ચકોર હતી.
૭૪ : જીવન-માંગલ્ય
Page #84
--------------------------------------------------------------------------
________________
એ બધું પામી ગઈ.
એણે પતિને પૂછ્યું : “શું આપણે માણસ નથી ? શું ઢોર છીએ ? માણસ બનજો” એમ સંતે શા માટે કહ્યું ?'
આ સાંભળી પુરુષને પણ જરા વિચાર આવ્યો. વાત સાચી હતી. સંતે આમ કેમ કહ્યું ? એણે મનમાં ગાંઠ વાળી કે એ ફરી મળશે ત્યારે પૂછીશ.
કોઈ પણ વચન પર ઊંડાણથી વિચાર કરીએ તો જ વક્તાની વાણીનો મહિમા સમજાય, નહિ તો શ્રવણ માત્ર એક વ્યસન બની જાય. વ્યસનની પ્રવૃત્તિ માણસ કરે ખરો, પણ એમાંથી પ્રકાશ ન મેળવે.
પ્રકાશ તો ઊંડા ચિંતન પછી જ મળે. બે વર્ષ પછી ફરી સંત પધાર્યા ત્યારે પેલી સ્ત્રીએ પૂછયું : મહારાજ ! “માણસ થજો' એનો અર્થ શું ? શું અમે ઢોર છીએ ?' સંતે પોતાની પાસે એક કાચ હતો તે આપતાં કહ્યું :
‘લો આ કાચ. આ એવો અદ્દભુત કાચ છે કે એના ઉપરના ભાગમાં જોશો તો તમે માણસ દેખાશો અને અંદરના ભાગમાં જોશો તો તમે જે છો તે દેખાશો.”
સ્ત્રીએ કાચના અંદરના ભાગમાં જોયું ને ચમકી ઊઠી. પતિએ પૂછયું : “કાં ?”
સ્ત્રીએ ભડકીને કહ્યું : “ઓ બાપ રે ! હું તો આમાં કૂતરી દેખાઉં છું, અને શેરીના નાકા પર ઊભી રહીને ભસી રહી છું. હાય રે.... હું કૂતરી ?”
ઉતાવળિયા પુરુષે કહ્યું : “આમ લાવ; મને જોવા દે.”
પોતાની જાતને જોતાં જ રાડ પાડી : “અરે, આ શું ? હું ગધેડો ? ઉકરડા ઉપર ઉભા રહી ભૂકનાર હું ગદર્ભ ? અરે, મહારાજ ! જુલમ કર્યો ! તમે અમને આમ જનાવર કાં બનાવો ?”
સંતે કહ્યું : “ભલા માણસો ! આમાં હું શું કરું ? તમે જે રીતે જીવો છો તેવા આમાં દેખાઓ છો ! માણસ બહારનો આકાર ગમે તે મેળવી શકે, પણ અંદર કૂતરા જેવો છે કે માણસ જેવો, તે જ ખરો પ્રશ્ન છે. જે મનથી સત્યને પૂજતો નથી, સત્યને ઉચ્ચારતો નથી, સત્યને આચરતો નથી અને જેનાં મન ને વાચાનો મેળ નથી તે મનુષ્ય હોવા છતાં પણ છે. તે ભાષણ કરતો નથી પણ ભસે છે; બોલતો નથી પણ બકે છે !'
આ લેખનો વિષય છે વાણીના તપની વિચારણા. જીવન ગંભીર વિચારણા માગે છે. બહાર ગમે તે હો, હું એ અંગે કંઈ જાણવા નથી માગતો.
જીવન-માંગલ્ય * ૭૫
Page #85
--------------------------------------------------------------------------
________________
તમે અંદર આવો, અંદર તમે કોણ છો તે મને કહો. સત્યનો ઝભ્ભો તો પહેર્યો, પણ એ ઝભ્ભા નીચે શું છે તે મને કહેશો ? બોલો, મારા ભાઈઓ, બોલો ! આજ નહિ બોલો તો પછી ક્યારે બોલશો ? મન ને વાણીનો સુમેળ છે કે કુમેળ ? મન ને વાણીએ આપણા જીવનને સંગીતમય બનાવ્યું છે કે બેસૂરું ? જીવનમાં શું છે આનંદ કે અફસોસ ?
-
કોઈને ગૂમડા થયાં હોય અને ભારે કોટ પહેરીને ફરતો હોય તો કોને ખબર પડે કે આ કપડાં નીચે ગૂમડાં ખદબદી રહ્યાં છે ? ગૂમડાં ભલે બહાર ન દેખાય, પણ અંદર તો પીડા પહોંચાડે ને ખંજવાળ ઊપડે ને ? લોહી નીકળે ને ? તમને કોઈ દિવસ અસત્યનું ગૂમડું ખટકે છે ખરું ? એની પીડા થાય છે ખરી ? અસત્યની પીડા જરાય નથી થતી ? કંઈ નહિ. આજ નહિ થાય તો મરતી વખતે આ ચિત્રો નજર સામે ખડાં થશે. ભૂતાવળની જેમ નાચ્યાં ક૨શે અને અસત્યવાદીને મૂંઝવી મારશે. પણ જો આપણા જીવનમાં સત્યનો સૂર્ય ચમકતો હશે તો અંધકારનો જરાય ભય નહિ રહે.
આપણે કોઈ નાનકડી વસ્તુ ખોઈ બેસીએ છીએ ત્યારે કેટલો બધો અફસોસ થાય છે ? એક રૂપિયો ખોવાઈ ગયો હોય તો કેટલો બધો અફસોસ થાય છે ? પણ આજે આપણો આત્મા આખો ને આખો અસત્યમાં ખોવાઈ ગયો છે, એનો જરાય વિચાર આવતો નથી. આ કેવું મોટું આશ્ચર્ય છે !
આજકાલ કેટલાક ભોળા માણસો આવે છે અને કહે છે : કંઈક મંત્ર બતાવો, કંઈક સિદ્ધ થાય એવો જાપ દેખાડો. આપને વચનસિદ્ધિ આવડે છે.' હું કહું છું કે : ‘અરે, ભોળા જીવો ! આમ ભ્રાન્તિમાં ખોટાં કાં ભમો છો ? પ્રિય, પથ્ય અને સત્ય એ વચનસિદ્ધિનો મંત્ર છે ! સત્યના પ્રકાશથી ઝળહળતું સુમધુર હિતવચન એ રામબાણ છે; એ અફર છે. જેને એ વાગે તે વિધાયા વિના ન રહે. એ વચન જેના દિલમાં પેસે ત્યાં પ્રકાશના દીવડા પ્રગટે !'
આ લેખ સમાપ્ત કરતાં એટલું જ કહ્યું કે, સત્યવાદી ભવેત્ વ / સાચો વક્તા તે છે કે જેની વાણીમાંથી સત્યનો પ્રકાશ ઝરે છે ! Not only with our lips but from our lives too · એકલા હોઠમાંથી નીકળતા શબ્દોથી નહિ, પણ આપણા જીવનમાંથી પ્રગટતા સત્યના તેજથી આપણી વાણીને રંગી સાચા વક્તા બનીએ !
૭૬ * જીવન-માંગલ્ય
Page #86
--------------------------------------------------------------------------
________________
--
-
&
--- --------------
पूर्णिमा पाछी 9ी ! ------- ---
&
--
---
Page #87
--------------------------------------------------------------------------
________________
Page #88
--------------------------------------------------------------------------
________________
૮. પૂર્ણિમા પાછી ઊગી !
- રતભરમાં આજનો દિવસ જુદી
જુદી રીતે ઊજવાઈ રહ્યો છે. છે ત્યાગી મહાત્માઓ સાધના, સ્વાધ્યાય, જે ચિંતન અને સેવા – આ ચાર કાર્યો ચાર 2 મહિના સુધી એક સ્થળે પૂર્ણ કરી, બીજા
ગામ પ્રતિ પ્રયાણ કરવાની પ્રભાતથી જ તૈયારી કરતા હશે. એટલે એક રીતે ચાર હું મહિના સુધી એક ઠેકાણે રહેલા તપ અને
ત્યાગની મૂર્તિ જેવા આ સંતો, આજે
નદીના પ્રવાહની જેમ જુદા જુદા ક્ષેત્રને - પલ્લવિત કરવા નીકળી પડશે.
વળી આજના દિવસે, હજારો પ્રેમી છે હૃદયને પ્રેરણા આપતું ભારતવર્ષનું અજોડ આ તીર્થ શત્રુંજય ભાવિક આત્માઓને બોલાવી
રહ્યું છે. આપણે જેમ અહીં પાંચ માળ 1 ચડ્યા તેમ ત્યાં આગળ ત્રણ માઈલ ઊંચો
આપણો જે ગિરિરાજ છે તે, ઉત્સાહથી ચડતાં વૃદ્ધો અને થાકેલા માણસોને બળ આપી રહ્યો છે. આ દશ્ય અત્યારે મારી સામે આવી ઊભું છે.
પૂર્ણિમા પાછી ઊગી ! ૭૯
Page #89
--------------------------------------------------------------------------
________________
ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજ, જેમણે ભારતવર્ષમાં અહિંસાની જ્યોતિ જગાવી અને કુમારપાળ અને સિદ્ધરાજ જેવા સમર્થ રાજવીઓના માર્ગદર્શક અને પ્રેરણામૂર્તિ બન્યા, તેમનો આજે જન્મદિન પણ છે.
ગુરુ બનવું તો સહેલ છે પણ શિષ્યના આત્માનો ઉદ્ધાર કરવો, એના આત્માને ઉઠાવી લેવો; ઊંચે ચડાવવો એ કામ કઠિન છે. એવા પ્રકારના જે થોડા ઘણા ગણ્યાગાંઠ્યા ગુરુ થયા તેમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યનું નામ પ્રથમ છે.
એ મહાપ્રભાવક કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય એક ઠેકાણે લખે છે :
“માણસના જીવનનો હેતુ શો છે ? આ સંસારમાં આપણે બધા આવ્યા અને જીવન જીવ્યા, પણ એનો હેતુ શો ?”
સવારે ઊઠીએ ત્યારથી સાંજ સુધી આપણી દોડ ચાલે છે. જે લોકોની પાસે વધારે વેગવાન વાહન છે, અને વધારે દોટ લગાવી જાણે છે એ લોકો સમાજમાં વધારે ભાગ્યશાળી દેખાય છે.
એક ભાઈએ એક શ્રીમંતની ઓળખ આપતાં કહ્યું, “આ ભાઈ કોણ છે તે તમને ખબર છે ?”
મેં કહ્યું, “હું ક્યાંથી જાણું ?”
“તેમની પાસે બે તો હેલિકોપ્ટર છે,” એમ કહીને એમણે મને એમની ઓળખાણ આપી.
મેં પૂછ્યું, “શા માટે ?”
એ કહે, “અમે જેમ બે મોટર રાખીએ છીએ તેમ આ ભાઈ પાસે બે હેલિકોપ્ટર છે, અને જ્યારે ક્યાંય જવું હોય ત્યારે હેલિકોપ્ટરમાં જ જાય છે, કારણ કે એમને ટાઇમની બહુ કિંમત છે.”
મેં પૂછ્યું, “ભાઈ, તમે સમય બચાવો છો પણ એ સમય બચાવીને શું કરો છો ?” તો કહે, “કેટલા ઉદ્યોગો ચલાવવા પડે છે, કેટલાં કારખાનાંઓ . છે, કેટલી ઑફિસોમાં ધ્યાન પરોવવું પડે છે ! પ્રવૃત્તિ એટલી છે કે જીવવાની કે મરવાની ફુરસદ નથી.”
વિચારતાં વિચારતાં મેં પૂછ્યું, “રાતના તમને ઊંઘ તો શાંતિથી આવતી જ હશે ને ?”
અરે, ઊંઘ કેવી ? એ માટે તો ઊંઘવાની ગોળીઓ લેવી પડે છે.”
ત્યારે મને થયું કે સુંદરમાં સુંદર બબ્બે હેલિકોપ્ટર રાખનાર માણસને ઊંઘ લેવા માટે દવાની મદદ લેવી પડે, દવાને ટેકે જીવવું પડે એના જેવો
૮૦ * જીવન-માંગલ્ય
Page #90
--------------------------------------------------------------------------
________________
પરાધીન અને દુઃખી માણસ બીજો કોણ હોઈ શકે ?
આજ સુધી સંસારમાં માનવીનાં મૂલ્યો માત્ર આર્થિક દૃષ્ટિએ જ કરાયાં છે, પણ હવે વિચારકો અને ચિંતકો તરફ માણસો વળવા લાગ્યા છે. માણસના જીવનમાં માણસને પોતાને જો શાંતિ ન મળે, માણસ ઓશીકા ઉપર માથું મૂકે અને જો ઊંઘ ન આવે, તો આ બધાનો અર્થ શો ? માણસ સમાધિમય શાંતિનો સ્પર્શ જો ન પામી શકતો હોય તો સમગ્ર જીવનનો પ્રયત્ન માત્ર પાણી વલોવવા જેવો નિષ્ફળ છે.
ઘણી વાર એમ પણ દેખાય છે કે રેતીમાં ઘર બાંધીને બાળકો જ્યારે સાંજ થાય છે ત્યારે ‘આ મારું ઘર ને તે તારું ઘર' કહીને લડતાં હોય છે; મોટાઓ પણ આવું જ કરતા હોય છે. બાળકોના કજિયા રેતીના ઘર માટે છે; મોટાઓના ઝઘડા ઈંટોના મકાન માટે છે. બંને લડે છે નાશવંત વસ્તુઓ માટે. માણસો આમ લડ્યા જ કરે તો માણસે આ ભૂમિમાં થઈ ગયેલા આટઆટલા મહાપુરુષો પાસેથી મેળવ્યું શું ? આટલાં વર્ષોમાં કેળવ્યું શું ? બહા૨ના લોકો અધ્યાત્મની તૃષા છિપાવવા અહીં આવે છે. એ સમજે છે કે ભારતમાં આધ્યાત્મિક અમૃત છે; જેનો એક પ્યાલો પીવાથી આત્માને અમરત્વ પ્રાપ્ત થાય છે.
આ એક અમેરિકન ભાઈ તો તમારી સાથે જ બેઠા છે. એ વનસ્પત્યાહારી છે એ જાણી તમને બહુ આનંદ થશે. અને વધુ આનંદિત થવા જેવી વાત તો એ છે કે એ વનસ્પત્યાહારી તો છે, પણ આગળ વધીને એ દૂધ અને માખણ પણ લેતા નથી. એમની જ્યારે મને ઓળખાણ આપી ત્યારે મેં કહ્યું કે, “one step ahead એક પગલું તમે આગળ વધેલા છો.'' એ કહે છે, “ગાયનું દૂધ લઈને એના વછેરાને મારે જુદું પાડી, એને ભૂખ્યું નથી રાખવું.” આવી સૂક્ષ્મ અહિંસાથી એને જીવન જીવવું છે.
જે અમેરિકા તરફ આપણા હજારો જુવાનોની આંખ છે, જે અમેરિકા જવાના વીઝા મેળવવા માટે આડીઅવળી રીત અજમાવી, ભગવાનના સોગન ખાવા હોય તો તે ખાઈને પણ, વીઝા મેળવવા તૈયાર છે; જ્યારે અમેરિકાનો ત્યાગ કરીને આ માણસો અહીં આવી રહ્યા છે. શા માટે આવી રહ્યા છે ? તેઓ માને છે કે ભારતભૂમિમાં કોઈ એવી મહાન વસ્તુ છે, એવી સંજીવની છે, કોઈક એવું અમૃત છે કે જેનો માત્ર એક પ્યાલો પીવામાં આવે તો માનવ અમર બની જાય ને જન્મ-મરણના ફેરા ટળી જાય. સંસ્કૃતિનું જે ઘર કહેવાય, સમર્પણની સંસ્કૃતિનું જે જન્મસ્થાન કહેવાય, એ જ ભગવંતોની જન્મભૂમિ પરથી આજે સંસ્કૃતિ કેટલી ઝડપથી ધોવાઈ રહી છે, ભૂંસાઈ રહી
-
પૂર્ણિમા પાછી ઊગી ! * ૮૧
Page #91
--------------------------------------------------------------------------
________________
છે, ભુલાઈ રહી છે !
આપણે વિચારવાનું છે કે માણસનું જીવન પરમ શાંતિની શોધ માટે છે, માણસની જીવનયાત્રા તે પૂર્ણ પ્રતિ પ્રયાણ છે. માણસથી આ ન બની શકે, કે માણસાઈનો પૂર્ણ અનુભવ ન મેળવી શકાય, તો હું તમને કહીશ કે જીવન નિરર્થક છે – એકસો ને એક ટકા નિરર્થક છે.
જિંદગીનો વિજય શેના ઉપર આધારિત છે ? બાહ્ય વસ્તુ પર કે અંદરનાં તત્ત્વોનાં સંશોધન પર ? માણસમાં રહેલાં એનાં નિયામક તત્ત્વોને ત્રણ ભાગમાં વહેંચી શકાય અને તે પ્રમાણે માણસનો વિકાસક્રમ વિચારી શકાય.
કેટલાક માણસો વૃત્તિપ્રધાન છે, કેટલાક માણસો વિચારપ્રધાન છે અને કેટલાક માણસો વિવેકપ્રધાન છે.
જે વૃત્તિપ્રધાન માણસો છે, એ લોકો વૃત્તિની દોડમાં દોડી રહ્યા છે. વૃત્તિનો આવેગ આવ્યો અને આહાર, નિદ્રા, ભય, મૈથુન કરી લીધું. તેના માટે એને કોઈ જ વિચાર નથી. એ વૃત્તિના પ્રેરેલા નશામાં માણસ પોતે પોતાને જ ભૂલી જાય છે; એ વૃત્તિઓના પ્રવાહમાં તણાતો હોય છે. આ વિભાગમાં માત્ર વૃત્તિઓ ઉપર જ જીવનારો વર્ગ છે. આ વર્ગને બીજો કોઈ જ વિચાર નથી. વૃત્તિઓથી પ્રેરાઈને વૃત્તિઓને અધીન બનીને એ જ્યારે વૃત્તિઓની ઇચ્છાને પૂર્ણ કરે છે ત્યારે એ માને છે કે એણે ચક્રવર્તીનું સુખ ભોગવી લીધું.
આ વૃત્તિપ્રધાન જીવન તે પશુતા છે. પશુઓની વૃત્તિ એવી હોય છે કે ભૂખ લાગી એટલે ખાઈ લે, તરસ લાગી તો પાણી પી લે, કામ જાગે એટલે પૂર્ણ કરી લે. ઊંઘ આવી તો ચાલતાં કે બેઠાં પણ ઊંધી લે. ટૂંકમાં આવેગ અગર વૃત્તિઓના એક જબરજસ્ત હુમલા સાથે ઇચ્છા પૂર્ણ કરી લે. આવા વર્ગને પશુતાપ્રધાન કહી શકાય.
એના પછી બીજો વર્ગ આવે છે; વિચારપ્રધાન. વિચારપ્રધાનમાં વૃત્તિ તો છે જ, પણ નિર્ણય કરી શકતો નથી કે શું કરું. કદીક વૃત્તિ જાગે છે અને વિચાર આવે છે : “ના, મારે આ નથી કરવું.” કદીક વળી એમ થાય : “કરી લઉં.” એ વિચારોમાં છે; નિર્ણય કરી શકતો નથી. એનામાં માણસનું જરાક દર્શન થાય છે. એ ભૂલ કરે છે, પણ ભૂલ કરવા છતાં તેને લાગે છે કે આ ભૂલ કરવા જેવી નથી.
તે જૂઠું બોલે છે, પણ જૂઠું બોલ્યા પછી વિચાર કરે છે કે જૂઠું બોલવું ખરાબ છે. પોતે એમ ઇચ્છે કે આ વારસો મારાં સંતાનોને ન મળે તો સારું. એ દારૂ પીતો હોવા છતાં એમ માને છે કે મારો દીકરો દારૂ ન પીએ.
એટલે “નથી પીવો' એ “વિચાર” છે ને “પીધા વિના ચાલતું નથી”
૮૨ જ જીવન-માંગલ્ય
Page #92
--------------------------------------------------------------------------
________________
એ “વૃત્તિ” છે. વૃત્તિ અને વિચાર વચ્ચેનું ઘર્ષણ એ માણસના જીવનમાં થોડીક માનવતાની હવા લાવે છે, પણ પશુતા એને છોડતી નથી.
સમાજમાં આવા માણસોનું આપણને ઘણી વાર દર્શન થાય છે, જે વૃત્તિઓને દબાવી પશુતાના સ્તરથી ઉપર આવ્યા હોય છે. છતાં તેમના હૃદયના ઊંડાણમાં સતત એવું કંઈક નિર્બળ વહેતું જ હોય છે કે જે એમને ચોક્કસ કે નિર્ણત થવા નથી દેતું. આવા માણસોમાં માનવતાની સુવાસ કદીક મહેકી પણ ઊઠે, વળી કદીક બદબો પણ ઊછળી પડે.
આવા માણસો પ્રાર્થના કરે છે, “હે ભગવાન ! મને પ્રકાશ આપ. અંધકારમાંથી બહાર કાઢ. અસત્યમાંથી સત્ય ઉપર ઉઠાવ. નિમ્નમાંથી ઉન્નત પ્રતિ લઈ જા.” અહીં પ્રાર્થના છે પણ પ્રયત્ન નથી.
જેની અંદર પ્રાર્થના છે પણ પ્રયત્ન નથી એવી જે અવસ્થા છે, તે વિચારપ્રધાન પ્રવાહી અવસ્થા છે – અનિશ્ચિત વિચારોની અવસ્થા છે.
ત્રીજો એક વર્ગ છે, જેમાં વૃત્તિ નહિ, વિચાર નહિ, પણ વિવેક છે. અને વિવેક એ પ્રભુતા છે. તમે કાર્ય કરો ત્યારે વિવેક દીપક ઘરે તો જાણવું કે આ જ પ્રભુતા છે, પ્રભુ હવે દૂર નથી.
એક આચાર્યે ઠીક જ કહ્યું છે, “કાત્તા અને કનકના પાતળા દોરાથી આખુંય વિશ્વ બંધાયેલું છે, પણ જે માણસનું મન વિવેકથી એ બંનેમાં વિરક્ત છે, તે બે ભુજાવાળો પરમેશ્વર છે.”
જેમાં વિવેક છે, જેનું માથું પ્રલોભનો સામે નમતું નથી, જેનું હૃદય લોભાતું નથી, જેના વિચારોમાં ચાંચલ્ય ઊભું થતું નથી એવા પ્રકારનો માણસ દ્વિભુજ ભગવાન છે.
ગગનમાં પેલા કલ્પનાના ભગવાનને ભલે ચાર ભુજા હોય, પણ આ વિવેકપૂર્ણ વિરક્તિવાળો તો પૃથ્વી પરનો બે ભુજાવાળો ભગવાન છે.
ભારતીય સંસ્કૃતિનાં આપણાં જીવનમૂલ્યો એ પ્રભુતા તરફ જવાવાળાં મૂલ્યો છે. તમે જોશો કે પાશવતાપ્રધાન જે પ્રવૃત્તિ છે, એ વૃત્તિપ્રધાન છે; વિચારપ્રધાન જે જીવન છે, એ માનવપ્રધાન જીવન છે; અને વિવેકપ્રધાન જે જીવન છે એ જીવનમાં જ પ્રભુતા વસેલી છે.
એક ભાઈએ મને પૂછેલું કે, પ્રભુતાનું દર્શન કેમ થાય ? મેં કહ્યું, “વૃત્તિ અને વિચારના વિસર્જનથી.” તો કહે, “દૃષ્ટાંત ન આપી શકો ?”
મેં કહ્યું, “આ કાગળ પર પ્રભુતા શબ્દ લખો.” એમણે આ શબ્દ લખ્યો. પછી એમને પૂછ્યું, “તમારા ખીસામાં કંઈ છે ?” એ કહે, “એક સિક્કો છે.” “તો એને આ શબ્દ પર મૂકો. હવે પ્રભુતા વંચાય છે ? દેખાય છે ? નહિ.
પૂર્ણિમા પાછી ઊગી ! જ ૮૩
Page #93
--------------------------------------------------------------------------
________________
કારણ કે એ ઢંકાયેલ છે. એનું દર્શન કરવું હોય તો સિક્કાનું વિસર્જન કરો.”
ભગવાનને દબાવનાર કોણ ? ભગવાન દબાયો સિક્કા નીચે - સોના નીચે. દબાયેલ પ્રભુતા પ્રાર્થના કરે છે, પણ પ્રયત્ન નથી. એકલી પ્રાર્થનાથી શું વળે ? ભગવાનને જોવા હોય, સાંભળવા હોય તો પ્રયત્ન કરી આ ગીનીને ખસેડો, સોનાનું પડ ખસેડો, તો હૃદય ખુલ્લું થાય અને પ્રભુતાનું દર્શન થાય.”
દાન શું છે ? હૃદય સોનાના ભારથી દબાઈ ગયું છે તેને ખુલ્લું કરવું તે દાન છે. પ્રભુતાને પામવાનો એક સુંદર ઉપાય છે.
તમને લાગવું જોઈએ કે આ બોજ ક્યારે ઉતારું ! હું જોઉં છું કે અહીં ઘણા બોજવાળા માણસો છે. શુભેચ્છા એવી છે કે સૌ હળવા થાય. પણ કેટલાક તો કહે છે, “અમે ભાર તો નહિ જ છોડીએ.” ભારને વળગી રહેવું અને ભગવાનને કહેવું કે તું મને ઉઠાવી લે. તો ભગવાન કહે છે કે તું એટલો વજનદાર છે કે મારાથી તું ઊપડે એમ નથી; તને ઉઠાવું તો કદાચ હું તારા નીચે દબાઈ જાઉં. અને આ ડૂબતો માણસ તારનારને પણ પકડી લે.
ભગવાનને જો જોવા હોય તો આપણા ઉપર જે ભાર છે તે ભારને આપણે ઓછો કરવો પડશે તો હું તમને એટલું જ કહું છું કે આખરે તો માનવજીવનની યાત્રા કોઈક પરમ તત્ત્વને પામવા માટે જ છે આપણે અહીંયાં મળ્યાં છીએ તે કેટલો આનંદ છે ! પણ જો પ્રભુતાને આપણે મળીએ તો કેવો અપૂર્વ આનંદ પ્રસરી જાય !
સાંભળેલો એક પ્રસંગ યાદ આવે છે. દિલ્હીનું એક કુટુંબ ઘણાં વર્ષોથી મુંબઈમાં રહેતું હતું. મુંબઈમાં હુલ્લડ થતાં આ કુટુંબને પોતાની જન્મભૂમિ સાંભરી આવી. એણે દિલ્હીની ટિકિટ કઢાવી. એ ગાડીમાં બેઠું. સ્ત્રીએ પૂછ્યું,
આટલાં વર્ષે આપણે દિલ્હી જઈએ છીએ. ત્યાં આપણને અગવડ નહિ પડે ?” પુરુષે કહ્યું, “અગવડ શાની પડે ? તું જો તો ખરી, ઊલટી સગવડ થશે. આપણે મુંબઈ આવ્યાં, ધનવાન થયાં, છતાં આપણે આપણા મિત્રોને ભૂલ્યા નથી; અહીં બેઠાં બેઠાં પણ એમનું ધ્યાન રાખ્યું છે. આપણને જેમ મુંબઈમાં હતું તેવું જ ત્યાં પણ છે.”
આ વાત એમની બાજુમાં જરા ઉદાસ બેઠેલો એક પ્રવાસી સાંભળી રહ્યો હતો. પોતાના વિષાદને વાતો દ્વારા હળવો કરવા તેણે કહ્યું, “હું પણ દિલ્હી જ જઈ રહ્યો છું, પણ મારા દિલમાં તમારા જેટલી ખુશી નથી, કારણ કે દિલ્હીથી મુંબઈ આવ્યા પછી મુંબઈના રંગરાગમાં વતનના મિત્રોને સાવ જ વિસરી ગયો. આજ આફત આવતાં દિલ્હી સાંભરી આવ્યું. જાઉં તો હું પણ ક્યાં ઊતરવું અને કોને મળવું એ વિચારનો વિષય થઈ પડ્યો છે. તમારું
૮૪ ક જીવન-માંગલ્ય
Page #94
--------------------------------------------------------------------------
________________
સ્વાગત થશે, જ્યારે મારે ઊતરવા માટે સ્થાનની શોધ કરવા રખડવું પડશે; અને તે પણ પૈસા વિના કેમ મળે ? અને આજે તો ખીસું પણ ખાલી છે.”
એટલામાં એક ચોરને દોરડાથી બાંધી બે પોલીસ ટ્રેનમાં દાખલ થયા અને બાજુના પાટિયા પર બેઠા. પેલા ભાઈએ પૂછ્યું, “તમે ક્યાં જાઓ છો ?” તો કહે, “અમે દિલ્હી જઈ રહ્યા છીએ. આ ચોર દિલ્હીનો છે. એણે મુંબઈ આવીને ઘણાને શીશામાં ઉતાર્યા છે – ઘણાને છેતર્યા છે અને વર્ષો સુધી ઠગવિદ્યા અજમાવી છે. હવે એ પકડાયો છે. એને દિલ્હીની કેદમાં નાખવા જઈ રહ્યા છીએ.”
આ વાર્તામાં આવતા આવા ત્રણે જાતના પ્રવાસીઓ આપણને આ જિંદગીરૂપી ટ્રેનમાં જોવા મળે છે. પ્રવાસીનો પ્રથમ વર્ગ વિવેકપ્રધાન છે, જે આ દુનિયારૂપી મુંબઈમાં આવવા છતાં પોતાના અંતિમ ધ્યેયરૂપી દિલ્હીને ભૂલ્યો નથી; એમાં બિરાજતા શુદ્ધ અને શ્રેષ્ઠ મિત્રોને ભૂલ્યો નથી. એનો વિવેક, એને દોસ્તો હોવાથી, એ અહીં રહેવા છતાં પરલોક જવા માટે અને અંદર બેઠેલ ચૈતન્યદેવ માટે સતત કાર્ય કર્યા જ કરે છે, અને એને જવાનો પ્રસંગ આવે છે ત્યારે ખુશી થાય છે કે મેં પહેલેથી તૈયારી કરી રાખી છે, મારું તો ત્યાં પણ સ્વાગત જ થવાનું છે, કારણ કે મેં તો અહીં બેઠાં બેઠાં એ શ્રેષ્ઠ મિત્રોની ખબર રાખી છે; તો હવે તે અમારી ખબર રાખવાના જ. એટલે આ વિવેકપ્રધાન વર્ગના મુખ પર તો જતાં જતાં પણ, આનંદની સુરખી જ હોય છે, પ્રસન્નતા જ હોય છે.
બીજો વર્ગ તે વિચારપ્રધાન છે. એણે અહીં આવી વૃત્તિના આકર્ષણમાં પોતામાં બિરાજતા પ્રભુ માટે જે ધ્યેયાત્મક કંઈ કરવું જોઈએ તે કર્યું જ નહિ. વિચાર જ કરતો રહ્યો, પ્રાર્થના જ કરતો રહ્યો, પ્રયત્ન કંઈ જ ન કર્યો. અલબત્ત, એ વૃત્તિની અધમતાએ નથી પહોંચ્યો, પણ સાથે સાથે એટલો ઉપર પણ નથી આવ્યો. એણે ભલે બૂરું નથી કર્યું, તો સારું પણ કંઈ જ નથી કર્યું. એ ખાલી છે, વિવેક અને વૃત્તિની વચ્ચે ઝોલાં ખાતો રહી ગયો છે. આવો વર્ગ જાય છે ત્યારે એના મુખ પર વિષાદ છે, ચિંતાની ઘેરી છાયા છે.
- ત્રીજો વર્ગ જે માત્ર વૃત્તિપ્રધાન જ છે, એ વૃત્તિઓને અધીન થઈ અધમ કોટિનું જીવન જીવે છે. સત્ય કે સદાચારનો વિચાર પણ ન કરે. એ સહેલાઈથી જૂઠું બોલે, ચોરી કરે, હિંસાત્મક નિષ્ફર જીવન જીવે અને એ રીતે અધોગતિ માટેનાં અધમ કાર્યો કરી જિંદગીને પૂરી કરે. આવો જીવ ચોરની જેમ અધોગામી જીવન પૂરું કરી પોતાનાં શરમભરેલાં કાર્યો માટે આંસુ સારતો સારતો જાય છે.
પૂર્ણિમા પાછી ઊગી ! ક ૮૫
Page #95
--------------------------------------------------------------------------
________________
આપણે જોયું કે ત્રણ વર્ગ છે – દિવ્યતાપ્રધાન, માનવતાપ્રધાન અને પશુતાપ્રધાન. વિવેક, વિચાર અને વૃત્તિ એ એમનાં પ્રેરક તત્ત્વો છે. માણસે એ ચિંતન કરવાનું છેઃ પોતે ક્યાં છે; પોતાનું ધ્યેય શું છે અને અહીં આવવાનો હેતુ શો છે ?
પ્રભુ મહાવીરે એ જ પૂછ્યું, “તું કોણ છે એ તો જાણ, અને તું અહીં શા માટે આવ્યો છે તે તો કહે ?
આ બે વાતનું આપણે ઊંડાણથી ચિંતન કરીશું તો લાગશે કે આપણે કોણ છીએ તે આપણે ખુદ જ જાણતા નથી. આપણે આપણને જાણવા માટે પ્રયત્નશીલ પણ નથી, ત્યાં અહીં આવવાનું પ્રયોજન શું કે હેતુ શો તેનો વિચાર કરવાનો તો અવકાશ જ ક્યાં ? માણસના અંતરમાં વિવેકનો દીપક પ્રગટે તો જ તેના પ્રકાશમાં તે આ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે, અને પોતામાં રહેલી પ્રભુતાનો અનુભવ કરી શકે.
આ પ્રભુતાનું દર્શન એકદમ નથી થતું. માણસ શાન્ત પ્રહરમાં ઊંડાણમાં ઊતરી આત્મનિરીક્ષણ કરતો રહે કે હું વૃત્તિપ્રધાન છું, વિચારપ્રધાન છું કે વિવેકપ્રધાન છું ? મારી પ્રવૃત્તિનું પ્રેરક બળ વૃત્તિ છે, વિચાર છે કે વિવેક
આ રીતે ચિંતન વધતાં માણસને લાગશે કે દરેકેદરેક આત્મામાં પ્રભુતા પોઢેલી છે, માત્ર એણે પ્રયત્નશીલ થઈ એને જગાડવાની છે. જાગૃતિના પ્રભાતમાં જ એ પ્રભુતાનું દર્શન લાધશે.
આજનો દિવસ પૂર્ણિમાનો છે. સંતો ચાર મહિના સુધી ચિત્તનસ્વાધ્યાયથી પુષ્ટ બની આજે હવે ગામેગામ આ ચિન્તનપ્રવાહને વહાવવા સરિતાની જેમ સહજ ફુરણાથી વિહરી રહ્યા છે. વિહારમાં એમના જ્ઞાનમાંથી વહેતી પ્રભુતાની આ દિવ્યસુધા સૌને પ્રાપ્ત હો એ મહેચ્છા.*
* તા. ૯-૧૧-૧૯૭૫ના રોજ મુંબઈના “જ્યોતિસદનમાં આપેલું પ્રવચન.
૮૬ * જીવન-માંગલ્ય
Page #96
--------------------------------------------------------------------------
________________
૯. અહંને ઓળખો
શન એ છે કે આત્મામાં સુખ છે તો * અ આ સુખનો અનુભવ માણસને થતો છે કેમ નથી ? વિજ્ઞાનની અનેક શોધો થઈ છે છે, સુખ માટેનાં શાતાદાયક સામગ્રીનાં થે અનેક સંશોધનો પણ થયાં છે, છતાં એવો
કોઈ આદમી અહીં જોવામાં નથી આવતો કે છે જે હૃદય પર હાથ મૂકી કહી શકે કે હું સંપૂર્ણ સુખી છું. આનું કારણ શું ? માણસ
શા માટે સુખની પરિતૃપ્તિ અનુભવી શકતો થ નથી ?
આ સંસાર દુઃખોથી ભરેલો છે તેથી જે સંપૂર્ણ સુખના અનુભવની શક્યતા નથી છે એમ કહી શકાય તેવું નથી. સંસાર અને આ જગત માત્ર દુઃખથી જ ભરપૂર હોત તો બે તીર્થકરો, સર્વજ્ઞો અને મહાપુરુષો આ
જગતમાં પણ જે સુખની પરિતૃપ્તિ માણી શક્યા તે માણી શક્યા ન હોત. જ્યાં દુઃખ
અને ક્લેશ જોવામાં આવે છે, તેવા આ જગતમાં પણ અનેક મહાત્મા પુરુષોએ o સુખનો પૂર્ણ અનુભવ કર્યો છે. દુઃખનું
પૂર્ણિમા પાછી ઊગી ! * ૮૭
Page #97
--------------------------------------------------------------------------
________________
કારણ એ છે કે સુખ ક્યાં છે તે માણસને ખબર નથી.
લોકશાહીની રચના બહુમતી અને લઘુમતીને આધારે કરવામાં આવી છે. બહુમતી પર લોકસભા ચાલે છે. આ બહુમતીની દૃષ્ટિએ તો આ દુનિયા દુખથી ભરેલી છે. લઘુમતીમાં ભગવાન મહાવીર, પાર્શ્વનાથ, નેમનાથ, શ્રીરામ જેવી થોડી મહાન વિભૂતિઓ આવે છે. અમૃતનો કુંભ તો, આ અવનિ પર લાંબા સમયે આવતી આવી વિભૂતિઓ દ્વારા જ અનુભવાતો જોવાય છે. બહુમતીને – મોટા ભાગના લોકોને – સુખ વિશે પૂછશો તો તેઓ પોતાના હૈયાની વરાળ કાઢશે. આ વરાળનો પ્રવાહ એવો ઓસરી ગયો છે કે ઘણી વાર તો લોકોને શંકા પણ થાય કે ખરેખર દેખાતા મહાપુરુષો તેઓને પ્રાપ્ત થયેલાં સુખોની વાતમાં સાચા હશે ખરા ?
નિશ્ચયનયે સત્ય વાત તો એ છે કે આ જગત ભલે લોકોથી ભરેલું દેખાય, પણ અંદરથી આનંદથી ભરેલું પૂર્ણ જગત છે. આમ છતાં સંસાર દુઃખથી ઘેરાયેલો જ જોવા મળે છે. એનું કારણ આ વાતમાં ઊંડા ઊતરીશું તો જણાશે કે દુનિયામાં દુઃખ નથી, માનસિક શ્રમ છે, અહંનો બોજો એ જ દુઃખ છે.
એક કપ દૂધની જરૂર હોય તેને ટેબલ પર દૂધથી ભરેલી આખી બાટલી જોવા મળે; બહારગામ જવું હોય તો ટ્રેનને બદલે તેને મોટું પ્લેન મળે; સુંદર વસ્ત્રો, કીમતી આભૂષણો, રહેવા માટે આલીશાન બ્લૉક કે બંગલો, ખાવા માટે ભાતભાતનાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પદાર્થો મળે – આ બધું જોઈ તમે એમને પૂછો કે ભાઈ ! તમે તો બધી વાતે સુખી જણાઓ છો, અને જો એને લાગશે કે આને કહેવામાં વાંધો નથી તો તે તરત જવાબ આપશે : “મારાં દુઃખોની વાત કરવામાં મજા નથી; એ વાત જ જવા દો !” આમ જેની પાસે સુખનાં સાધનોનો સંપૂર્ણ સભાવ હોય અને દુઃખનાં સાધનોનો સદંતર અભાવ હોય ત્યાં પણ માણસ સુખી નથી, તેનું કારણ શું ?
માણસ શરીરે તંદુરસ્ત હોય, આજ્ઞાંકિત પત્ની હોય, સારા પુત્રો હોય, ભલા અને સારા મિત્રો હોય, દુનિયાના દુઃખનું કોઈ કારણ પણ ન હોવા છતાં એ ગમગીન લાગે છે. એને પૂછીએ કે આ બધું હોવા છતાં પ્રફુલ્લતા ને પ્રસન્નતા કેમ નથી ? તો એ જવાબ આપશે કે હું Moodમાં નથી, હું સ્વસ્થ નથી. સુખનાં સાધનોનો અભાવ નથી, દુઃખ ક્યાંય દેખાતું નથી; તેમ છતાં આવી પરિસ્થિતિ પ્રવર્તે છે, કારણ કે એના કહેવા પ્રમાણે એ “સ્વસ્થ' નથી. દુઃખનું કારણ પદાર્થોનો અભાવ નથી. દુઃખ વસ્તુના અભાવથી નહિ પણ અહંને કારણે થાય છે. અહિં વ્યક્તિને પોતાના કેન્દ્રમાંથી – સ્વમાંથી ખસેડી દે છે.
૮૮ * જીવન-માંગલ્ય
Page #98
--------------------------------------------------------------------------
________________
એ સ્વસ્થ નથી એનો અર્થ એ કે એ પોતાના કેન્દ્રમાં નથી; અહંની તૃપ્તિ માટે એ જ્યાંત્યાં બહાર ભટકે છે. આ અહંની વ્યાખ્યા આપવી કઠિન છે. એ વ્યાખ્યાનો વિષય નથી, છતાં એમ કહી શકાય કે જે નથી છતાં અનુભવાય છે તે અહં દ્વારા વસ્તુ ન હોય છતાં જણાય. વસ્તરૂપે ન હોય છતાં વસ્તુનો. ભાસ થાય – દેખાય, જેમ કે ખારાપાટમાં કોઈ અજાણ મુસાફર મુસાફરી કરી રહ્યો હોય અને એને પાણીની તરસ લાગે અને જુએ તો દૂર દૂર પાણીનું સરોવર દેખાય. ધારી ધારીને જુએ તો પાણીના રેલા પણ વહેતા દેખાય. એ પોતાની ગતિ પ્રમાણે ઝડપથી ચાલે પણ જેમ જેમ એ આગળ જાય તેમ તેમ એ સરોવર દૂર ને દૂર જતું દેખાય, સરોવર નજીક આવવાને બદલે દૂર જતું જોવામાં આવે છે. વસ્તુસ્થિતિ એ છે કે સરોવર નથી; ત્યાં પાણી પણ નથી; પણ સરોવર અને પાણીનો માત્ર આભાસ છે. પાણી ન હોવા છતાં પાણીનું દર્શન થાય છે. એ દર્શન માત્ર ઝાંઝવાનાં જળનું છે, મૃગજળનું છે.
“અહં'ના વિષયમાં પણ માણસો આ સ્થિતિનો જ ભોગ બન્યા છે. જે અહમ્ નથી, તેનું દર્શન થઈ રહ્યું છે. ધૃવરૂપે એ વસ્તુ નથી, તેમ છતાં ભ્રમરૂપે તે છે. હકીકતરૂપે નહિ હોવા છતાં વસ્તુ દેખાય છે ! કમળાના રોગીને શંખ અને ચંદ્ર જેવી સફેદ વસ્તુઓમાં પણ પીળો રંગ દેખાય છે તે માત્ર આભાસ છે. સાચું નથી છતાં દેખાય તો છે જ. શરીર અને પ્રકૃતિને જ્યારે એવો અનુભવ થાય; અર્થાત્ જે વસ્તુ જે રૂપે નથી તે વસ્તુ તે રૂપે દેખાય, ત્યારે ત્યાં જોશો તો જણાશે કે અહં કામ કરતું હોય છે. અહિં વિશેની વધુ કરુણતા તો એ છે કે માનવી તેના લીધે પરિતૃપ્ત થવાને બદલે શુધિત અને ક્ષુબ્ધ થતો જાય છે. ઝાંઝવાનાં જળ પાછળ જેટલા પ્રમાણમાં વધુ દોડો તેટલા પ્રમાણમાં તે વધુ ને વધુ દૂર થતું જોવામાં આવે છે. આ સંસારે એવા કોઈ પણ માનવીને જોયો નથી જે પોતાના અહંને પૂર્ણ તૃપ્ત કરી શક્યો હોય.
એક સામાન્ય માનવી શેઠને ત્યાં નોકરી કરતાં કરતાં પોતે જ મોટો શેઠ થઈ જાય; તેનાં સ્વપ્નો સાકાર બને અને શેઠમાંથી મિલનો માલિક થઈ જાય. અને તમે તેની આ સફળતા માટે ધન્યવાદ આપવા જાઓ તો તમને કહેશે : “એક મિલમાં તે શું ? હું કાંઈ મોટો ઉદ્યોગપતિ હજુ ન ગણાઉં.” આવા માણસ આગળ સંતોષની વાત પણ ન થાય, કારણ કે એ તો જે નથી તેને પકડવા નીકળ્યો છે; અહંની જ સાધના કરી રહ્યો છે; અહંની અતૃપ્તિના કારણે તેનું માનસિક વલણ જુદું છે.
વિશ્વકવિઓમાં જેનું શ્રેષ્ઠ નામ છે એવા શ્રી રવીન્દ્રનાથ ટાગોરનું નામ તો આપ જાણો જ છો. તેમણે પોતાની એક અનુભવકથા લખી છે. ભારે
પૂર્ણિમા પાછી ઊગી ! * ૮૯
Page #99
--------------------------------------------------------------------------
________________
મઝાની છે આ નાની કથા ! એ લખે છેઃ શરદપૂનમની રાત હતી. ઘરમાં હું એકલો જ હતો. એક આધ્યાત્મિક પુસ્તક વાંચતો હતો. વાંચતાં વાંચતાં થાકી ગયો, એટલે થોડી ક્ષણો માટે મેં આંખો બંધ કરી, પણ લાઇટ ચાલુ હતી. આંખને આરામ આપવા માટે મેં Switch off કરી પણ ત્યાં તો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. પૂનમના ચંદ્રમાંથી પ્રકાશની રેલી વહી રહી હતી ! રૂમમાં જ્યાં સુધી ઇલેક્ટ્રિક લાઇટનો પ્રકાશ હતો, ત્યાં સુધી આ સુંદર ચાંદનીના પ્રકાશનો અનુભવ જ ન થયો. પણ જેવો એ કૃત્રિમ પ્રકાશ બંધ થયો કે નૈસર્ગિક પ્રકાશ મારા ઓરડાને, મારા તનને, મારા પ્રાણોને ભરી રહ્યો. આવી મધુર ઉજ્જ્વલ સુંદર ચાંદની અત્યાર સુધી મને દેખાઈ કેમ નહિ ? કારણ કે ઇલેક્ટ્રિક લાઇટ માર્ગમાં અવરોધ કરતી હતી. બનાવટી પ્રકાશ નૈસર્ગિક પ્રકાશના અનુભવને રોકતો હતો.
માણસમાં રહેલો અહં પણ તે જ રીતે પરમાત્માના પ્રકાશને રોકે છે. આપણામાં રહેલું અહં પણ પેલી ઇલેક્ટ્રિક લાઇટના પ્રકાશ જેવું છે. સોહમ્ને અવરોધે છે. તે આપણને પરમાત્માનો અનુભવ નથી થવા દેતું. જેમ ઇલેક્ટ્રિક લાઇટનો પ્રકાશ બંધ થતાં નૈસર્ગિક પ્રકાશનો અનુભવ થયો તેમ અહંનો નાશ થાય તો જ માનવીને પ૨માત્માની જ્યોતિનો લાભ મળી શકે !
આ અહં માણસની સાથે જ છે. એ યાત્રાએ જાય કે પૂજા કરે, પણ અહં તો સાથેનું સાથે જ. આ અહં તો દાન આપતી વખતે પણ કામ કરતું હોય છે. નામની તકતી અને સંસ્થા સાથે નામ જોડવાની શરતોનો મોહ કેવો તીવ્ર હોય છે ? અહં એક જાતનો મેલ છે. એ મેલ ઊતરે તો શરીર જેમ સ્વચ્છ થાય અને આનંદ અનુભવાય, તેમ અહંના મેલથી માણસ મુક્ત થાય તો જ તે સુખનો અનુભવ કરી શકે. દાન દેતાં અહં ગળી જાય તો દિલ પ્રેમમાં ઓગળી જાય અને આંખમાંથી હર્ષાશ્રુ વહે, શરીરમાં રોમાંચ થાય અને વિચાર આવે કે, અહો ! મેં ખાસ કંઈ આપ્યું નથી, પણ આત્મા માટે પ્રાપ્ત કર્યું છે. આજે તો વ્યાખ્યાનકાર પણ સારું વ્યાખ્યાન આપી આડકતરી રીતે શ્રોતાજનોને પૂછે : “કેમ ? આજનું વ્યાખ્યાન હૃદયમાં સીધું ઊતરી જાય એવું હતું ને ?'' અને આમ પ્રવચનકાર પોતાનામાં રહેલા અહંને પોષે છે. વ્યાખ્યાન વખતે પણ શ્રોતાજનો બોલતા હોય છે : “જી, સાહેબ ! વાહ, પ્રભુ !' આમ લોકો તેનાં વખાણ કરે, પાનો ચઢાવે, અહંને વધારે તો તેને ગમે. લોકો પાસેથી તેને appreciation પ્રશંસા મેળવવી છે ! અહં સ્વથી સંતુષ્ટ નથી. પરથી પુષ્ટ છે. સુપ્રસિદ્ધ વિજ્ઞાનશાસ્ત્રી આઇન્સ્ટાઈન સત્યના સંશોધન અને પ્રયોગોમાં એટલા એકચિત્ત હતા કે એક વખત સતત દોઢ મહિના સુધી તે દાઢી કરવાનું
-
૯૦ * જીવન-માંગલ્ય
Page #100
--------------------------------------------------------------------------
________________
જ ભૂલી ગયા. કોઈએ એ તરફ તેમનું લક્ષ ખેંચ્યું ત્યારે એમણે હસીને કહ્યું, “હું એવી ચીજ જોઈ રહ્યો હતો કે જેના તરફથી દૃષ્ટિ ફેરવી આ દાઢી તરફ જોવામાં મને કંઈક લૂંટાઈ જતું જણાયું. અને મેં એને જ જોયા કર્યું.” આનું નામ જ વિસર્જન. અહંના વિસર્જન વિના સર્જન થઈ શકતું નથી.
ધાર્મિક અનુષ્ઠાનો કરતી વખતે નિયમાનુસાર તો નિર્જરા થવી જોઈએ. પણ અહંના કારણે ઘણી વાર નિર્જરાને બદલે બંધ પડે છે. ધર્મક્રિયા સૌથી સૂક્ષ્મ છે, એમાં જાડી બુદ્ધિ કામ નહિ લાગે.
આ પ્રસંગે મને શૈશવની એક રમત યાદ આવે છે. અમે નાના હતા ત્યારે સૌ ભેગા મળી ડાહીના ઘોડાની રમત રમતા. તમે સૌ પણ બાલ્યાવસ્થામાં તે રમત રમ્યા હશો. છોકરાઓ પૈકી એક ડાહી થાય છે, એક જણ ઘોડો થાય છે. ડાહી પેલાની આંખે પાટા બાંધે કે આંખ મીંચે જ્યારે બીજાં બધાં છોકરાંઓ જુદા જુદા ઠેકાણે સંતાઈ જાય. ડાહી તો તેના મૂળ સ્થાને જ બેસી રહે છે, પણ ઘોડો બધાને પકડવા જાય છે. દરમિયાન જે છોકરાઓ પકડાયાં પહેલાં ડાહીનો સ્પર્શ કરી લે, તે મુક્ત થયા ગણાય છે. આ ઘોડો તે કાળ ને ડાહી તે ૫૨માત્મા. બાળકો તે આપણે સંસારી જીવ છીએ. કાળની આંખ ચૂકવી ડાહીને સ્પર્શ કરી લેનારને કાળ કશું જ કરી શકતો નથી, કારણ કે એ મુક્ત થઈ ગયેલો હોય છે. ડાહીને પ્રભુની ઉપમા આપી શકાય. અહં જેમાંથી નીકળી જાય અને ડાહીનો સ્પર્શ કરી લે તે સોહં બની જાય છે. પણ આ ક્યારે શક્ય બને ? જ્યારે અહંમાંથી નાહંની સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે. અહં અને સોહંની વચ્ચે નાહં છે. નાહં થયા વિના સોહંની પ્રાપ્તિ થઈ શકતી નથી. કાળની અસર જેના ૫૨ ન થાય તેવું આત્માનું સ્વરૂપ તે સોહં છે.
આવા માનવીને પછી માનસિક શ્રમ પજવી શકતો નથી; પછી ભલે તે અનેકવિધ પ્રવૃત્તિ કરે, પણ અહં ગયું એટલે વલણ બદલાયું. એને પછી કામમાં નિષ્ફળતા મળે તોય નિરાશા ન આવે. નિષ્ફળતા મળવી કુદરતના હાથની વાત છે. નિરાશ થઈ નિર્માલ્ય ન થવું તે માણસના હાથની વાત છે.
અહં એ સોજો છે. રોગ છે. આ રોગ જતાં કષ્ટ આવે તોયે કાયરતા ન આવે; નિષ્ફળતા મળે તો પણ નિર્માલ્યતા ન આવે; મતભેદ થાય તોપણ મનોભેદ ન થાય.
અહં એટલે જે નથી છતાં અનુભવાય છે. અહંથી મુક્ત થવા દઢ સંસ્કાર દ્વારા નારૂં = + + અહં હું આ દેહ નથી ની સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્નો કરવા જોઈએ. રણમાં ગમે તેટલી ઝડપથી દોટ મારો; તમને સરોવ૨ કે પાણી મળવાનું જ નથી, પાણી માટે ગામ તરફ વળવું જોઈએ. ત્યાં ભલેને સરોવર
-
પૂર્ણિમા પાછી ઊગી ! * ૯૧
Page #101
--------------------------------------------------------------------------
________________
ન દેખાય; પણ પાણીનો લોટો જરૂર મળી રહેશે.
નારૂં દ્વારા નમ્રતા આવવા માંડે છે, અને નમ્રતા દ્વારા પૂર્ણતાના પ્રાપ્ત થાય છે; બાળક નમ્ર છે એટલે જ એ સૌને પ્રિય લાગે છે. બાળકને બધાં જ બોલાવે છે, બધાંને જ બાળકો ગમે છે. આપણે સૌને ગમતાં નથી એનું કારણ અન્ય કાંઈ નહિ પણ આપણામાં રહેલું મોટું અહં છે. લઘુતામાં પ્રભુતા છે. હું કંઈક છું એવું અભિમાન જ એ ખોટું તત્ત્વ છે, આવો વિચાર જ ભૂલભરેલો છે, કારણ કે એ તો પેલા ઝાંઝવાના જળ જેવું છે. જેમ જેમ પાછળ દોડો તેમ તેમ તે દૂર ભાગે. નાહં એ જ વિકાસલક્ષી છે અને તે સ્થિતિ પ્રાપ્ત થયા પછી જ નારૂં માંથી સોઢું (સ: એટલે પરમ આત્મા; ૐ એટલે હું છું)ની સ્થિતિ પ્રાપ્ત કરી શકાશે.
માનવજાતનો મોટો ભાગ દુઃખમાં રિબાઈ રહ્યો છે. તેનું કારણ વસ્તુનો અભાવ નહિ પણ ભેદજ્ઞાનનો અભાવ છે. ખાવા માટે પદાર્થો, ૨હેવા માટે ઘર, પહેરવા માટે વસ્ત્રો આ બધું છે છતાંય માણસો દુઃખી છે ને ? કારણ કે સોહંમાં મગ્ન બની આત્માની મસ્તી માણવાને બદલે અહંને પોષવાની ધમાલમાં જીવો પડ્યા છે. અહંને ગમે તેટલો પૂરવા અને પોષવાનો પ્રયત્ન કરો પણ તે પૂર્ણ થઈ શકે તેમ નથી. સુખ પ્રાપ્ત કરવું હોય તો અહંને વિદાય આપવી જ રહી. અહંની જગ્યાએ નાહંની સ્થિતિ લાવી સોહંની વ્યવસ્થા અનુભવવી જ રહી.
-
સોહંનો ભાવસ્પર્શ થતાં જ તમને લાગશે કે હું સુખમય છું, આનંદમય છું અને શાશ્વત છું; અને પછી તો તમને જોનારને પણ લાગશે કે આ માણસના અંગમાં અને આંખમાં કેવી પ્રસન્ન પ્રફુલ્લતા વ્યાપી રહી છે !
૯૨ * જીવન-માંગલ્ય
Page #102
--------------------------------------------------------------------------
________________
→38+
દિ
વાળીના દિવસોમાં લક્ષ્મી, કાળી અને સરસ્વતી એમ ત્રણ
શક્તિઓનું પૂજન થાય છે. તેરસ, ચૌદશ અને અમાસ એમ ત્રણ દિવસ આપણા ભારતની સંસ્કૃતિવાળી માનવજાત, આ પૂજા કરે છે.
-
૧૦. સ્ત્રીની શક્તિ
તમે જોજો કે અહીં ક્યાંય પુરુષની પૂજા થતી નથી. પણ શક્તિની પૂજા થાય છે. આ શક્તિ પ્રત્યેક સ્ત્રીની અંદર વિલસી રહી છે. એનું પૂજન માનવી એટલા માટે કરે છે કે તે શક્તિનું દર્શન દરેક માનવીને થાય. આ શક્તિનાં દર્શન વિના માનવ, માટીનો માનવ બની જાય, નિર્માલ્ય બની
જાય.
આજના યુગમાં યંત્ર-માનવ પણ સરજી શકાય છે. એ રીતે બનાવેલો યંત્રમાનવ તમને ‘વેલ્કમ' કહે, ‘ગુડ-મૉર્નિંગ’ કહે, ‘ગુડ ઇવનિંગ' કહે, ‘આવજો' કહે, ‘ભલે પધાર્યા' કહે, ‘આવો' કહે, ‘જાઓ’ કહે. આમ આવા શિષ્ટાચારના શબ્દો સર્જવા એ તો યંત્રવાદી દુનિયામાં બહુ
પૂર્ણિમા પાછી ઊગી ! * ૯૩
Page #103
--------------------------------------------------------------------------
________________
સહેલી વાત છે. તેઓ યંત્ર પાસે આવા શબ્દો ભલે બોલાવી શકે, પરંતુ માનવજીવનના નિર્માણ માટેની શક્તિ પેદા કરવાની કળા એમની પાસે નથી.
આ શક્તિ આપણામાં છે જ. એ શક્તિ જાગતી રહે, સુષુપ્ત ન રહે, પ્રમાદમાં ન પડી જાય, એટલા માટે જ આ ત્રણ દિવસની પૂજા રાખી છે.
તેરશને દિવસે આપણે “લક્ષ્મીની પૂજા કરીએ છીએ, “ધનની નહિ. ધનની પૂજા તો કંજૂસ કરે. આર્ય માનવી તો લક્ષ્મીની પૂજા કરે.
લક્ષ્મીમાં અને ધનમાં ફેર છે. એક નાચનારી બાઈ પણ એક વખતનો નાચ કરીને દશ હજાર રૂપિયા સુધીનું મહેનતાણું - ધન મેળવી શકે છે, પણ એની પાસે લક્ષ્મી હોતી નથી. લક્ષ્મી જ્યાં હોય છે ત્યાં સૌભાગ્ય અને શાંતિ હોય છે, સુખ અને સમૃદ્ધિ હોય છે, પ્રસન્નતા અને કલ્યાણ હોય છે.
ધનવાળા માણસને તમે જોજો. એની પાસે જો સાચી લક્ષ્મી નહિ હોય, તો આનંદ પણ નહિ હોય; એ ધનવાન ભલે હોય, એના મોં પર દરિદ્રતાની છાયા હશે; કોઈ વેદનાનો આતશ જાણે એમના હૈયામાં સળગી રહ્યો હોય એવા ભાવો મુખ ઉપર તરવરતા હશે.... ત્યાં ધન છે, પણ લક્ષ્મી નથી.
ધન તો આજે અહીં અમેરિકામાં અઢળક છે, પરંતુ ત્યાં જેટલી ગાંડાની હોસ્પિટલો છે એટલી દુનિયામાં બીજે ક્યાંય નથી. એટલે લક્ષ્મીની પૂજા લક્ષ્મી મેળવવા માટે હોય છે. સાચી લક્ષ્મી જ્યારે આવે છે ત્યારે માનવીનું મન સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરે છે. પૈસો આવે અને જો અસંતોષનો હડકવા લાગે તો જાણજો કે એ લક્ષ્મી નથી, ધન છે. એટલે આપણે ધન અને લક્ષ્મી વચ્ચેનો ભેદ વિવેકપૂર્વક પારખવાનો છે.
આજે જ્યારે ધનની પૂજા વધી રહી છે, ત્યારે લક્ષ્મીની પૂજા અનિવાર્ય બની જાય છે. એ અનિવાર્યતાને આપણે પિછાણવાની છે અને સમજવાનું છે કે, લક્ષ્મી એ શી ચીજ છે. એક ઘરના દ્વાર પર બે સુંદર પંક્તિઓ લખેલી હતી :
સંતોષથી જીવન ગુજારે, એટલું પ્રભુ આપજે;
ઘરઘર ગરીબી છે છતાં, દિલ અમીરી રાખજે. એનો ભાવ છે કે મારે પૈસા નહિ, લક્ષ્મી જોઈએ, જેના વડે સંતોષથી જીવન ગુજરે.
લોકોએ આજે પૈસાને લક્ષ્મીનું નામ અને લક્ષ્મી જેટલું માન આપીને, એને પોતાના સ્થાન પરથી નીચે ઉતારી છે. તમારે એની પુન:પ્રતિષ્ઠા કરવાની
છે.
૯૪ જીવન-માંગલ્ય
Page #104
--------------------------------------------------------------------------
________________
આ કાર્ય બહેનોએ કરવાનું છે. આ કામ ત્યારે જ કરી શકાશે જ્યારે લક્ષ્મી શી ચીજ છે તે બતાવી શકાશે. આ લક્ષ્મીનું પ્રત્યક્ષ સ્વરૂપ નારીએ લેવાનું છે.
આજે તો ઘેરઘેર ગરીબી છે. કેટલાક શ્રીમંતો જેવા ગરીબ દુનિયામાં બીજા કોઈ નથી. પૈસા આવે એટલે ગરીબી વધે છે, કારણ કે વધારે સંગ્રહ ક૨વાની લાલસા જાગે છે. ગરીબી ભલે આવે, દિલની અમીરતા તજશો નહિ. ભારતમાં એવી અનેક નારીઓ હતી, જે એક ટંક ભૂખ વેઠીને, એકટાણું કરીને, એકાદશી કરીને પણ સંતોષથી મોઢું હસતું રાખી શકતી હતી. ગમે તેવી હાલતમાં પણ એના મોઢા પર દીનતા, દરિદ્રતા કે કંગાલિયત વરતાતી નહિ. એટલે જ એ મૃતવત્ અને હતાશ પુરુષને પણ પ્રેરણા આપીને ઊભો કરી શકતી હતી. આવી લક્ષ્મી જેના ઘરમાં હોય એના ઘરમાં દેવતાઓ હાજર હોય એમાં શી નવાઈ ?
તેરસ પછી ચૌદશ આવે છે. એ ચૌદશ તો કાળી, અંધારી, ભયજનક છે. છાતી ફાટી જાય એવી અંધારી રાતમાં એની પૂજા થાય છે.
એ પૂજા મહાકાળીની પૂજા છે. સ્ત્રીમાં લક્ષ્મીની સૌમ્યતા પણ છે, અને મહાકાળીની રુદ્રતા પણ છે; સ્ત્રીની એક આંખમાં લક્ષ્મીની સૌમ્યતા જોઈશે, બીજી આંખમાં મહાકાળીની રુદ્રતા જોઈશે.
પવિત્રતા ઉપર એ પ્રસન્ન હોય, પણ અડપલાં કરે એને તો એ બાળી જ નાંખે.
જ્યાં માન, સન્માન, પ્રતિષ્ઠા, ગૌરવ અને શિયળ જળવાય છે ત્યાં સ્ત્રીની આંખમાંથી લક્ષ્મી વરસે છે; પરંતુ જ્યાં અપમાન યા કુદૃષ્ટિ થાય છે, હીન નજરે જોવાય છે, ત્યાં તેની આંખમાંથી જ્વાળાઓ પ્રગટે છે. બહેનોને ખંજ૨ કે તલવારની કશી જરૂ૨ નથી. એમની આંખોમાં જ તલવાર પડેલી છે. એ તલવા૨ની ધાર જેવી આંખ એ જ્યાં બતાવે ત્યાં કુટિલ માણસ ઊભો જ રહી શકે નહિ. સ્ત્રીની અંદર પડી રહેલી આ શક્તિને બહાર લાવવાની છે. સ્ત્રીની આ શક્તિ પાસે તો અસ્ત્ર પણ નિઃશસ્ત્ર બની જાય છે. આ દિવસોમાં મહાકાળીની શક્તિનાં પ્રતીકો ઊભાં કરવામાં આવેલાં છે. આ મહાકાળીનાં ચરણોમાં શંક૨ જેવા મોટા મોટા દેવતાઓ પડેલા છે; એ શું બતાવે છે ? એ એમ બતાવે છે કે સ્ત્રીમાં મહાકાળીની શક્તિ ઊભી થાય ત્યારે એની સન્મુખ કોઈ ઊભું રહી શકતું નથી. આજે આ શક્તિ પ્રગટાવવાની છે.
તમે તમા૨ા ગૌરવને તમારા પ્રાણ સમો, તમારું શિયળ એ જ તમારું જીવન છે, તમારું ચારિત્ર્ય એ તમારા જીવનમંદિરનું શિખર છે. જીવનમાં જો
પૂર્ણિમા પાછી ઊગી ! : ૯૫
Page #105
--------------------------------------------------------------------------
________________
આ તત્ત્વો નથી તો જીવન કંઈ નથી.
તમને ખબર હશે કે, ભારતની એક જ સ્ત્રીએ રામાયણ ઊભું કર્યું હતું. રાવણ જેવા સમર્થ પુરુષ, જેનાં ચરણો આગળ નવ નવ ગ્રહો પડ્યા રહેતા; જેની આગળ ઇન્દ્ર ચામર ઢાળતો હતો; જે વીર હતો, રૂપાળો હતો, સમર્થ હતો, જ્ઞાની હતો; જેની તત્ત્વોની મીમાંસા પણ અદ્ભુત હતી... આવા રાવણે બધે જ વિજયપતાકા ફરકાવી હતી, પરંતુ આ જ રાવણ સીતાજી સમક્ષ પામર બન્યો હતો.
રાવણ આવીને કહે છે, “રામ એટલે જંગલમાં ફરનારો, રામ એટલે વનમાં ભટકનારો, રામ એટલે વલ્કલ પહેરનારો અને હું એટલે ત્રણ ભુવનનો સ્વામી, તું તો મારા પર પ્રસન્ન થાય તો હું તારો દાસ બનવા માટે પણ તૈયાર છું. તને સમ્રાજ્ઞી બનાવું.”
સીતાજી કહે છે, “જે માણસો પરસ્ત્રીના દાસ બને એવા વામણા માણસોની સામે તો હું નજર નાખવામાં પણ પાપ સમજું છું. જે વાસનાઓનો ગુલામ છે, તે આખી દુનિયાનો ગુલામ છે.” આ છે સ્ત્રીની શક્તિ !
બર્નાર્ડ શૉ એક ઠેકાણે લખે છે, “Give me that man who is not passion's slave. and I will wear him in my heart's core - 444 એવો માણસ બતાવો, જે વાસનાઓનો, વૃત્તિઓનો ગુલામ નથી. આવા માણસને હું હૃદયના ખંડમાં પધરાવીશ.”
અમે નાના હતા ત્યારે એક વાર મદ્રાસમાં વિક્ટોરિયા ગાર્ડનમાં ફરવા ગયેલા. એક મોટો શેર (સિંહ) સૂતો હતો. અમે બધા ભાઈબંધ તોફાને ચડ્યા હતા. પેલા પોઢેલા શેરનું ટીખળ કરવા માટે જરાક પૂંછડું ખેંચ્યું. એણે એવી ગર્જના કરી કે અમારે ભાગવું પણ ભારે પડી ગયું.
હતો તો એ પાંજરામાં, પણ એની શક્તિ, એની ગર્જના એટલી બધી જબરદસ્ત હતી કે અમે દોડીને દરવાજા બહાર જઈને ઊભા રહ્યા છતાં અમારા હૃદયમાં પેલા સિંહની ગર્જનાના પડઘા સંભળાતા હતા.
સિંહની આ જે શક્તિ છે તે તમારામાંય પોઢેલી છે, પરંતુ એ શક્તિ આજે સૂતેલી છે, એ ઊંઘનાં ઝોકાં ખાય છે. એ શક્તિને જગાડો અને જુઓ કે તમારામાં કઈ જાતનું તેજ આવે છે.
આ શક્તિ પ્રગટ કરવા માટે આપણે સૌથી પહેલી વાત લક્ષ્મીની વિચારી. બીજી વાત કાળી-મહાકાળીની પણ વિચારી. એની સાથે સાથે એક ત્રીજી શક્તિની પણ જરૂર છે. એક બાજુ પ્રસન્નતા હોય, બીજી બાજુ રુદ્રતા હોય, પણ એ પ્રસન્નતા અને રુદ્રતાની વચ્ચે કોઈ પુલ તો હોવો જોઈએ, સેતુ
૯૬ - જીવન-માંગલ્ય
Page #106
--------------------------------------------------------------------------
________________
તો હોવો જોઈએ ! એ બંનેને જોડનારો પુલ - સેતુ એટલે સરસ્વતી. એટલા જ માટે અમાસના દિવસે સરસ્વતીનું પૂજન થાય છે - ચોપડાપૂજન થાય છે. આ ત્રણેને જુદી જુદી રીતે ગોઠવવામાં આવેલ છે, પરંતુ જો મૂળમાં જોવા જોઈએ તો કેન્દ્રમાં એક શક્તિ પડેલી છે.
લક્ષ્મીની શક્તિ જુઓ, કાળીની શક્તિ જુઓ, સરસ્વતીની શક્તિ જુઓ. એક ઠેકાણે સૌમ્યતા છે, બીજે ઠેકાણે રૂદ્રતા છે અને ત્રીજે ઠેકાણે જ્ઞાનના તેજરૂપ વિવેક છે.
હીરો જ્યારે ખાણમાંથી બહાર આવે છે ત્યારે તેમાં કોઈ તેજકિરણ દેખાતું નથી, માત્ર એક સામાન્ય ચકચકતો પથ્થર જ હોય છે. પરંતુ કુશળ કારીગર એને પાસા પાડે પછી એ એવો કીમતી બની જાય છે કે, સામાન્ય જણાતા પથરાની કિંમત પાંચ હજાર, દશ હજાર, લાખ, બે લાખ એમ વધતી જાય છે, કારણ કે એનાં કિરણો બહાર આવતાં જાય છે.
એ જ રીતે પ્રારંભમાં તો બધાય સામાન્ય કક્ષામાં જ પડેલા હોય છે, પરંતુ જેમ જેમ એની ઉપર કેળવણીના, સંસ્કારના પાસાઓ પડતા જાય છે, તેમ તેમ તેજ બહાર આવતું જાય છે.
ભગવાન મહાવીર ને બુદ્ધના જમાનાની એક વાત છે.
એનું નામ હતું વિશાખા. અઢી હજાર વર્ષ પહેલાં એ થઈ ગઈ છતાં આજે એને યાદ કરીએ છીએ. એનું લગ્ન મગધથી સુદૂરના કૌશલ દેશના મહામંત્રી મૃગધરના પુત્ર વેરે થયું. એ શ્વશુરગૃહે આવી.
કેળવણી તો ખૂબ લઈને આવી હતી, પરંતુ કોઈ દહાડો એનું પ્રદર્શન એ કરતી નહિ.
જ્ઞાન આવડતું હોય તો સાચવી મૂકજો, અવસર આવે ત્યારે ઉપયોગમાં લેજો. અંધારું હોય અને સ્વિચ દાબો એટલે જે રીતે પ્રકાશ પથરાઈ જાય છે, તે રીતે તમારું જ્ઞાન પણ જરૂર પડ્યે બહાર આવીને તિમિર માત્રને ટાળી નાખે એવું હોવું જોઈએ. આ વિશાખાનું જ્ઞાન પણ એવું હતું.
એક દિવસની વાત છે. રાજા પ્રસેનજિતની સભામાં દૂરનો સોદાગર બે ઘોડીને લઈને આવ્યો, અને સભા વચ્ચે કહ્યું, “આ બે ઘોડીઓમાં એક મા છે, બીજી દિકરી છે. આ સભામાં હું બંનેને ઊભી રાખું છું. જે કોઈ એ માદીકરીને બરાબર ઓળખી શકશે એને બેય ઘોડી આપી દઈશ.”
બધાય લોકો જોયા કરે. મા અને દીકરી રૂપમાં, રંગમાં, વાનમાં, દેખાવમાં એવાં એકસરખાં હતાં કે આકૃતિમાં, આંખમાં અને ઊંચાઈમાં ક્યાંય ફરક ન મળે. બધા જોયા જ કરે, પણ એમાં મા કોણ અને દીકરી કોણ એનો પત્તો જ ન દેખાય.
પૂર્ણિમા પાછી ઊગી ! આ ૯૭
Page #107
--------------------------------------------------------------------------
________________
મોટા મોટા વિદ્વાનો બેઠા હતા. રાજા પ્રસેનજિત ઊંચોનીચો થતો હતો, પણ કંઈ વળતું નહોતું.
આખરે મહામંત્રી મૃગધર સામે એની નજર ગઈ. એને આનો ઉત્તર આપવાનું સૂચવ્યું.
મૃગધર ઊભો થવા તો ગયો, પણ એને વિચાર આવ્યો કે ઊભો થઈશ ને ઓળખી શકીશ નહિ તો આજ સુધીની મારી બુદ્ધિની પ્રતિભા, જે ચારે બાજુ પ્રસરેલી છે, તેને બટ્ટો લાગશે.
ઊભા થયા પછી ઘોડીને ઓળખવી કેમ એ પ્રશ્ન બહુ જટિલ હતો. કઠિન પ્રશ્નોને ઉકેલે એનું નામ જ પ્રજ્ઞા છે. એની આ પ્રજ્ઞા ઝાંખી પડતી લાગી. એટલે મૃગધરે કહ્યું, “આજ નહિ, ત્રણ દિવસ પછી ઉત્તર આપીશ.” ત્રણ દિવસ પછી ઉત્તર આપવો ક્યાંથી ? એ હૈયા-ઉકલતનો સવાલ છે, અંદરની શક્તિનો પ્રશ્ન છે.
પછી તો મૃગધર ઘેર ગયા, જમવા બેઠા.
ભોજન પીરસાય છે, પીરસેલા ભોજનમાંથી એક કોળિયો લીધો, અને પાછા વિચારે ચઢી ગયા. ક્યાંય સુધી બસ એમ ને એમ જ બેસી રહ્યા. વિશાખા વિચારે છે કે, આજે સસરા ચિંતામાં પડી ગયા છે ? એણે પૂછ્યું, “પિતાજી, આજે તમે ચિંતામાં કેમ જણાઓ છો ?''
“બેટા, એ રાજદ્વારી વાતો છે. એમાં તમારું કામ નથી.'
“ના, બાપુ કહેવાનું હોય તે જરૂર કહો. અમે સ્ત્રીઓ ભલે ઘરમાં બેસી રહીએ, પરંતુ અમારી હૈયાકોટડીમાં પણ નાનો એવો પણ જ્ઞાનનો દીપક બળતો હોય છે. એના અજવાળે કોઈક વાત ઉકેલી શકાય તેમ હોય તો વળી ઉકેલી પણ નાખીએ.’’
“પણ બેટા, એ સમસ્યા તો એવી કઠિન છે કે, મારા જેવાથી પણ નથી ઊકલતી.’’
“બાપુ, વાત તો સાચી છે. પણ કેટલીક વાર એવું બને છે કે મોટાઓથી ન ઊકલતી સમસ્યા કદીક નાનકડાઓ ઉકેલી નાખે છે. કેટલીક જગા એવી હોય છે કે તેમાંથી જાડા-મોટા માણસો નીકળી શકતા નથી, જ્યારે નાના હોય તો તરત જ નીકળી જાય છે.''
મૃગધરે પુત્રવધૂને બધી વાત કહી.
વિશાખા કહે, “અરે, આ તો બહુ સહેલી વાત છે.”
“હેં !'' મહામંત્રી આભો બન્યો. “કેવી રીતે સહેલી છે ? આ તે કંઈ પેંડા ખાવાની વાત છે ?''
૯૮ * જીવન-માંગલ્ય
Page #108
--------------------------------------------------------------------------
________________
“ના, પરંતુ આ સ્ત્રીનો (ઘોડીનો) સવાલ છે... અને એ સ્ત્રી જ ઉકેલી શકશે; પુરુષો ઉકેલી નહિ શકે.”
આજે કેટલાક કાર્યકરો સ્ત્રીની સમસ્યાઓ ઉકેલવા મેદાનમાં આવ્યા છે. પરંતુ એ પોતાના ઘરની જ સમસ્યા ઉકેલી શકતા નથી ત્યાં બીજી સમસ્યા ક્યાંથી ઉકેલવાના હતા ? ઘરમાં લડાલડી થતી હોય, ઘરમાં ભાઈસાહેબની કશી ગણના ન હોય, અને દુનિયામાં સ્ત્રી-સમસ્યા ઉકેલવા નીકળી પડે. મેં જોયું છે કે, આજે જે કેટલાક સ્ત્રી-સમસ્યા ઉકેલવા નીકળી પડ્યા છે કે મોટે ભાગે ઘરના દાઝેલા અને બળેલા છે.
સ્ત્રીનો પ્રશ્ન સ્ત્રી સિવાય અન્ય કોઈ ઉકેલી શકવાના નથી. એટલે જ સ્ત્રીઓએ પ્રજ્ઞા કેળવવાની છે.
મૃગધર કહે “કેવી રીતે ?” - વિશાખા કહે, “જુઓ, સીધી જ વાત છે. મા પાસે વાત્સલ્ય છે, મા પાસે સ્નેહ છે, કરુણા છે, ક્ષમા છે.”
મૃગધર કહે, “એ વાત તો હું જાણું છું. પણ અહીં એ વાતની શી ઉપયોગિતા છે ?”
- વિશાખા કહે, “એ જ કહુ છું. આવતીકાલે રાજસભાની અંદર બંનેને ઊભી રાખજો, અને બેયની સામે ગંદી થાળમાં ભરીને મૂકી દેજો. મા હશે તે ઠરેલ હશે, દીકરી હશે તે ઉતાવળી હશે. દીકરી ઝપાઝપ કરતી ખાઈ જશે, મા ધીરે ધીરે ખાશે. વળી, મા ખાઈ રહેશે તો પણ દીકરીના થાળમાં મોટું નહિ નાખે. એને થશે કે દીકરીને ખાવા દો. પણ જો દીકરી પહેલી ખાઈ રહેશે તો માના થાળમાં મોઢું નાખ્યા વિના નહીં રહે. અને જો દીકરી મોટું નાંખશે તો મા પોતાનું મોટું ઊંચું કરી નાખશે અને દીકરીને ખાવા દેશે. આ રીતે મા અને દીકરી ઓળખાઈ જશે.”
મૃગધરને થયું કે વાત તો બરાબર છે. બહુ જ સરળ સમસ્યા છે.
બીજે દિવસે સવારે રાજદરબારમાં બેય ઘોડીને ઊભી રાખવામાં આવી. બેયની સામે ચંદીના થાળ મુકાયા. દીકરી હતી એણે ઝપાઝપ ખાવા માંડ્યું. મા ધીરેધીરે ખાતી હતી. દીકરી ખાઈ રહી એટલે માના થાળમાં મોટું નાંખ્યું. એટલે માએ મોટું ઉઠાવી લીધું. માનાં વાત્સલ્ય, પ્રેમ અને કરુણાનું દર્શન સી કોઈને થઈ રહ્યું.
એટલે તરત જ મૃગધરે કહ્યું, “જેનું મોં બહાર છે તે મા છે અને હજી જે ખાય છે તે દીકરી છે.”
પેલો સોદાગર કહે, “મૃગધર, આ પ્રશ્ન તમે નથી ઉકેલ્યો લાગતો. તમે
પૂર્ણિમા પાછી ઊગી ! * ૯૯
Page #109
--------------------------------------------------------------------------
________________
જશ ખાટી જાવ એ જુદી વાત છે.”
મૃગધર કહે, “મેં નથી ઉકેલ્યો તો પછી કોણે ઉકેલ્યો છે ?”
મા સિવાય આ પ્રશ્નનો ઉકેલ બીજું કોઈ લાવી શકે નહિ. એટલે આ પ્રશ્નનો ઉત્તર કોણે આપ્યો છે તે મને કહો.”
ત્યારે મૃગધરે કહ્યું, “મારે એક પુત્રવધૂ છે. એનું નામ વિશાખા છે. એ મગધથી આવેલી છે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ જ્યાં થઈ ગયા એ પવિત્ર ભૂમિમાંથી એણે સંસ્કાર મેળવેલા છે. એ મારી પુત્રવધૂએ મારી આ સમસ્યા ઉકેલી છે. સિત્તેર વર્ષની વૃદ્ધાવસ્થાએ આજે જ્યાં હું નિષ્ફળ નીવડવાનો હતો ત્યાં મારી પુત્રવધૂએ મને સફળ બનાવ્યો છે.”
આખી સભા પ્રસન્ન બની ગઈ. રાજા પ્રસેનજિતે કહ્યું, “મારે તમારી પુત્રવધૂનાં દર્શન કરવાં છે. એને હાથી પર બેસાડી માનસહિત અહીં લાવો.”
અને વિશાખાને માનસહિત રાજસભામાં લાવવામાં આવી. એને માન સાથે બેસાડવામાં આવી. અને પછી મૃગધરે એને એક વાત પૂછી. આ વાત સમજવા જેવી છે.
મૃગધર કહે, “આજે તેં મારી સમસ્યા ઉકેલી આપી છે ત્યારે મને એક વાત પૂછવાનું મન થાય છે. લગ્નવેળાએ તારાં માબાપે તને શિખામણમાં જે ચાર વાતો કહી હતી તે આજે મને યાદ આવે છે, અને એટલે જ મારા મનમાં એક સવાલ ઊભો થયો છે.”
વિશાખા કહે, “પૂછો બાપુ, આપને જે પૂછવું હોય તે પૂછો.”
“જ્યારે તું સાસરે આવવા નીકળી ત્યારે તારી આંખમાં મોતી જેવાં બે આંસુ હતાં. એ આંસ સહિત જ્યારે તેં તારા પિતા અને માતાની ચરણરજ માથે ચઢાવી ત્યારે તેમણે તને વિદાય વેળાએ આશીર્વાદ આપ્યા હતા. આશીર્વાદમાં કહ્યું હતું કે, “બેટા તને મોટી કરી, તને કપડાં, દાગીના અને સુખસમૃદ્ધિ આપ્યાં, તેથી અમારા મનને સંતોષ નથી થયો, પરંતુ અમે તને જે સંસ્કાર આપ્યા છે એનો અમને સંતોષ છે. તું આજે હવે જાય છે. એટલે બહેન, આ ચાર વાત તું ધ્યાનમાં રાખજે : (૧) સૂરજ અને ચંદ્રને પૂજતી રહેજે. (૨) અગ્નિ સાથે અડપલાં કરીશ નહિ. (૩) આરસીને ચોખ્ખી રાખજે. (૪) દેજે ખરી પણ લઈશ નહિ, તેમ લેજે, પણ દઈશ નહિ. મને આ ચાર વાત યાદ આવે છે અને એમ થાય છે કે, તને તારાં માબાપે આપેલ શિખામણમાંથી તું કંઈ કરતી તો દેખાતી નથી. સવારમાં ઊઠીને નથી તો તું સૂરજ અને ચંદ્રને પૂજતી, નથી આરસીને માંજતી, તો પછી આ બધું શું છે ?"
વિશાખા કહે, “પિતાજી, હું સૂરજ અને ચંદ્રને રોજ પૂજું જ છું. મારા
૧૦૦ * જીવન-માંગલ્ય
Page #110
--------------------------------------------------------------------------
________________
સૂરજ અને ચંદ્ર એટલે સાસુ અને શ્વશુર. શ્વશુર સૂરજ જેવા એટલા માટે કે, એ ઘરમાં આવે કે તરત જ ઘરનું વાતાવરણ સ્વસ્થ થઈ જાય એવો એમનો પ્રભાવ હોય છે. સાસુ ચંદ્રમા જેવાં એટલા માટે કે એ ચંદ્ર જેવી શીતળતા આપતાં હોય છે. કહેતાં હોય છે કે, ‘વહુ બેટા, હું બેઠી છું, પછી તારે શી ચિંતા છે ?' માના વિયોગમાં મા બની હૈયા-ટાઢક આપનારી સાસુ ચંદ્રમા નથી તો બીજું શું છે ? એટલા જ માટે મારા ગૃહ-ગગનના સૂરજ અને ચંદ્ર બીજા કોઈ નહિ, પરંતુ સાસુ ને સસરા છે, કર્યો પિતાજી ! હું એ સૂરજ અને ચંદ્રને પૂજું છે કે નહિ ? સવારમાં ઊઠીને તમને અને મારાં સાસુજીને દિલના આદરથી વંદન કરું છે કે નહિ ? સદ્ભાવપૂર્વકનો આદર આપું છું કે નહિ ? બસ, અંતરનો આદર એ જ મારે મન સાચી પૂજા છે. જેના અંતરમાં આદર ન હોય, મનમાં ધિક્કાર ભર્યો હોય છતાં પૂજા કરવી અને વંદન કરવાં એ તો કેવળ દેખાવ છે, પાખંડ છે. પૂજા તો આદરથી કરવાની હોય. આપની તેમજ મારાં સાસુજીની પૂજા મારે માટે સાચા સૂરજ અને સાચા ચંદ્રમાની પૂજા બરાબર છે.’
મૃગધરના અંતરમાં આદર ઊમટી આવ્યો.
વિશાખાએ આગળ કહ્યું, “વળી, મારાં માબાપે મને બીજી શિખામણ એ આપી હતી કે અગ્નિ સાથે અડપલાં કરીશ નહિ. આ અગ્નિ એટલે શું ? મારે મન પતિ એટલે અગ્નિ. એ ઘર ચલાવે પણ ખરા અને જલાવે પણ ખરા. અગ્નિ વડે રસોઈ પણ કરી શકાય, ટાઢ વખતે તાપણી પણ કરી શકાય. પરંતુ જો એમાં હાથ નાખીએ તો હાથ જલી જાય, અને એની સાથે અડપલાં કરીએ તો ઘર જલી જાય. સ્ત્રીને માટે પુરુષ પણ અગ્નિ જેવો જ છે. એની સાથે સ્ત્રી મર્યાદા મૂકીને બોલે, મર્યાદા મૂકીને વર્તે તો તેની અસર ખૂબ ખરાબ પડે. પરિણામે પુરુષ અને સ્ત્રી વચ્ચે જે સન્માનની લાગણી રહેવી જોઈએ તે ૨હે નહિ એટલું જ નહિ, પણ એકબીજાની સામે ધિક્કાર અને તિરસ્કાર કેળવાતો જાય. ઘરમાં જો છોકરાં હોય તો તેમના સંસ્કાર પણ આવું જોઈને સળગી જાય છે, એટલે સ્ત્રીએ પુરુષની સાથે તો અગ્નિની જેમ જાળવીને મર્યાદાપૂર્વક કામ લેવાનું છે. મર્યાદા ભૂલી જવાય તો અગ્નિના તણખાની જેમ ઘરને જલાવી દે. કહો, પિતાજી, મારા પતિની મર્યાદા અગ્નિની જેમ જાળવું છે કે નહિ ?'' આજે તો રસ્તે ગમે ત્યાં જતાં-આવતાં, ગમે તેમ વર્તવું, ગમે તેમ ફરવું, ગમે તેમ મશ્કરીઓ કરવી, અને ગમે તેવા નિર્લજ્જ ચેનચાળા કરવા એક ફૅશન બની ગઈ છે; અને આ ફૅશનને લીધે જ આપણી શિસ્ત અને આપણી સંસ્કારિતા નષ્ટ થઈ રહી છે; આપણા સમાજના ચારિત્રનો ધ્વંસ થઈ રહ્યો છે.
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૦૧
Page #111
--------------------------------------------------------------------------
________________
આગળ ચાલતાં વિશાખા કહે છે, “મારાં માતાપિતાએ આરસી ચોખ્ખી રાખવાનું માંજતાં રહેવાનું સૂચવ્યું હતું. આરસી એટલે ઘરનું આંગણું અને સ્ત્રીનું શિયળ.
“ઘર એવું સ્વચ્છ હોવું જોઈએ કે એમાં જરા પણ કચરો ન દેખાય. જરા પણ અવ્યવસ્થા ન હોય.
“કપડાં નવાં હોય કે જૂનાં, પણ ગડી કરીને મૂકવાં જોઈએ. એક કપડું આમ ફેંકીએ અને એક કપડું તેમ ફેંકીએ એ ન ચાલે. ખંડની વ્યવસ્થા એવી હોય કે કોઈ મહેમાન અણધાર્યા આવે તો ઘર આરસી જેવું સ્વચ્છ અને સુંદર લાગે.
“જેમ ધોવાયેલાં કપડાંને ગડી કરીને મૂકવાની જરૂર છે, તેમ મેલાં કપડાંને પણ જ્યાં સુધી ધોવાય નહિ ત્યાં સુધી ગડી કરીને મૂકવાની જરૂર છે. આવી ટેવ પડે તો ઘર અને આંગણું સુંદર લાગે.
“વ્યવસ્થા સુંદર લાગે છે, જ્યારે અવ્યવસ્થા આંખને અકળાવી દે છે. “આગણું તો સ્વચ્છ જ હોવું જોઈએ. જ્યાંત્યાં ફૂંકાય નહિ, જ્યાં ત્યાં કાગળ કે કપડાંના ડૂચા નખાય નહિ, અને જીવન પણ જેમ તેમ જિવાય નહિ. “જેની વ્યવસ્થા સુંદર, જેનું આંગણું આરસી જેવું સુંદર હોય, એનું હૈયું પણ એવું જ સુંદર હોય; અને તેથી જ એને આંગણે આવનારો ઉમળકાભેર આવે. જેમ આંગણું ચોખ્ખું હોવું જોઈએ તેમ શિયળ પણ ચોખ્ખું હોવું જોઈએ. “ચારિત્ર્ય તો એટલું બધું નિષ્કલંક, તેજસ્વી અને ઉજ્જ્વળ હોવું જોઈએ કે, જેમ અગ્નિમાંથી દોષ કાઢી શકાતો નથી; તેમ શિયળમાંથી પણ કોઈ દોષ કાઢી શકે નહિ. પિતાજી ! આંગણું અને શિયળ ચોખ્ખું ને નિષ્કલંક રાખીને મેં આરસી નથી માંજી ?'
મૃગધર અને રાજસભાને વિશાખાની વાતમાંથી કંઈક વિશિષ્ટ જીવનની વાત મળી રહી હતી. સૌ મુગ્ધ હતા. મૃગધરે કહ્યું, “બેટા ! ખરેખર તેં આરસી બરાબર માંજી છે. ઘરને તો તેં સ્વર્ગ બનાવી દીધું છે.”
વિશાખાએ વાત આગળ ચલાવી, ‘મારાં માબાપે ચોથી વાત એ કહી હતી કે, દેજે ખરી પણ લઈશ નહિ. અને વળી, આગળ એમ કહ્યું હતું કે, લેજે, પણ દઈશ નહિ. આ બે વાતોમાં પહેલી વાત દાન માટેની હતી અને બીજી વાત ગાળ માટેની હતી. દાન દેવું ખરું પણ લેવું નહિ; અને ગાળ લેવી પણ દેવી નહિ.
“જીવનમાં આમ બે વાત કેળવવાની છે; દાન લેવું નહિ; કોઈ આપે
૧૦૨ * જીવન-માંગલ્ય
Page #112
--------------------------------------------------------------------------
________________
તો લેવા માટે હાથ લંબાવવો નહિ, પરંતુ જો કોઈ લેવા આવે તો શક્તિ પ્રમાણે આપતાં રહેવું.
દાનમાં દેવાનું છે, પણ લેવાનું નથી. કોઈ પણ દાન પર શા માટે દીન બનીને જીવવું ? આપણે જ આપણા પુરુષાર્થથી ઊભા રહેવું જોઈએ. કોઈની પણ વસ્તુ, જો એક વાર પણ તમે લીધી, તો પછી એના ઉપકારની છાયા તમારી પાંપણ ઉપર એવી જામી જશે કે દૃષ્ટિ ઊંચી પણ નહિ થઈ શકે. પછી તમે કંઈ નહિ કરી શકો.
“દ્રોણાચાર્ય જેવા વીર અને ભીષ્મ પિતામહ જેવા સમર્થ પુરુષો કૌરવોના ઉપકાર – ભાર નીચે દબાયેલા હોવાથી દ્રૌપદીનાં વસ્ત્ર ઉતારાતાં હતાં ત્યારે નીચું ઘાલી બેઠા હતા. આનું કારણ મહાભારતમાં તેમણે જાતે જ કહ્યું છે કે, “થનામ્ યાસી વચમ્ - અમે અર્થના દાસ થઈ ગયા છીએ. આ કૌરવોએ અમને પોપ્યા છે એટલે એની શરમથી અમે દબાઈ ગયા છીએ. અમે ગુલામ છીએ. ગુલામ શું કરી શકે ?
મહાભારતું આ વાક્ય મંત્ર બનાવી યાદ રાખવાનું છે : તમે કોઈની પાસેથી કંઈક દાન લીધું એટલે ખલાસ. તમારો આત્મા અને તમારું સ્વમાન મય જ સમજો. ગાળની બાબતમાં આથી ઊલટું છે. ગાળ લેજો ખરા, દેશો નહિ. બીજાંના ગમે તેવા કડવાં વેણ આવે, ગમે તેવી કડવી વાણી આવે, કડવા વિચાર આવે, તેને વિવેકથી વિચારજો. એમાં સત્ય હોય તો સુધરવું. અસત્ય તો પોતાના જ ઝેરથી મરે છે. તેને ઉત્તર ન આપશો.
તમે જો સામાના ક્રોધનો ઉત્તર ક્રોધથી નહિ આપો તો સામાને ઠંડું થવું જ પડશે.”
છેવટે વિશાખાએ કહ્યું, “હે પિતાજી ! આજ સુધી લોકોએ મારા માટે ગમે તેમ કહ્યું હોય, છતાં મેં કાયમ સાંભળ્યું જ છે. કોઈ દિવસ સામો ઉત્તર આપ્યો છે ખરો ?”
મૃગધર કહે, “ના બેટા, તને ઊંચેથી બોલતાં મેં સાંભળેલ નથી.”
વિશાખાએ આગળ કહ્યું, “આ ચાર વાત મારી માતાએ અને મારા પિતાએ લગ્ન વખતની વિદાય વેળાએ વારસામાં આપી હતી. હું તેને બરાબર પાળવા પ્રયત્ન કરું છું.”
મૃગધર કહે, “બેટા, તેં આ વાત બરાબર જાળવી છે.”
આ આખીય વાત સાંભળીને પ્રસન્ન થયેલા રાજા પ્રસેનજિત બોલી ઊઠે છે, “વિશાખા, તને હું એક બિરુદ આપવા માગું છું.”
મૃગધર તો રાજાના મનની વાત સમજી જાય એવો ટેવાઈ ગયો હતો.
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૦૩
Page #113
--------------------------------------------------------------------------
________________
એટલે એણે કહ્યું, “રાજાજી, આપ વિશાખાને “મા”નું બિરુદ આપવા માંગો છો ? આપ મનની વાત કહી દો છો. બેટા વિશાખા ! તું તો અમારી મા છે, વહુમા છે. આકાશમાં ચંદ્રમા છે, પૃથ્વી પર ધરતીમા છે, ને ઘરમાં છે વહુમા છે. એનામાં નિઃસ્વાર્થ પ્રેમ છે, મા જેવી સેવા છે, મા જેવી વત્સલતા છે, મા જેવું કારુણ્ય છે, મા જેવી સમજણ છે – એ વહમા છે.”
તે દિવસે વિશાખાને હાથી પર બેસાડીને આખા નગરમાં ફેરવવામાં
આવી.
તે દિવસે રાજા પ્રસેનજિત અને મંત્રી મૃગધરે વિશાખાને વહુમાનું બિરુદ આપ્યું. આ શબ્દ આજે હિંદી ભાષામાં ખૂબ જ વ્યાપક છે. ગુજરાતીમાં પણ ધીરેધીરે પ્રચાર પામવા લાગ્યો છે.
સ્ત્રી કેવી મહાન શક્તિ છે તે તમારે આ વાર્તા પરથી વિચારી જીવવાનું
છે.*
* દીપાવલી પ્રસંગે આપેલું પ્રવચન.
૧૦૪ * જીવન-માંગલ્ય
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૧. સાયું આભૂષણ
જમાં જ્યાં સુધી ઝંખના જાગતી SP જ નથી ત્યાં સુધી એ ઘરતીમાંથી હું બહાર આવતું નથી; પરંત ઝંખના જાગતાં છે ધરતીને ફાડીને પણ એ પોતાનો માર્ગ કરી P લે છે.
મહાપુરુષો જણાવે છે કે આ ચૈતન્યમાં જ્યાં સુધી જડમાંથી બહાર
નીકળવાની ઝંખના ન જાગે ત્યાં સુધી છે. બહારથી ગમે તેટલો પ્રયત્ન હોય તો પણ, જડમાંથી બહાર આવી શકતું નથી.”
એ ભલે ગમે તેવી ક્રિયાઓ કરે કે જે લોકોમાં ધર્મિષ્ઠ હોવાની છાપ પાડે કે એવો
આભાસ ઉત્પન્ન કરે; પરંતુ એ રીતે આત્મા
મુક્ત થઈ શકતો નથી, કારણ કે જડમાંથી “ મુક્ત થવાનો જે અભિલાષ જાગવો જોઈએ તે હજુ જાગ્યો નથી.
“હું ચૈતન્ય છું, મને વળી બાંધનાર # કોણ ? એમ માનવા છતાં હું બંધાયેલો જ લાગું છું. અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલું બ૦ આ બંધન છે. જ્ઞાનનો પ્રકાશ ચિત્ત પર પડે + તો જ એ બંધન તૂટે. આત્માને મુક્ત થવા
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૦૫
Page #115
--------------------------------------------------------------------------
________________
માટેનું ઉત્તમ નિમિત્ત, અમૃતક્રિયા છે. ક્રિયાઓના પાંચ ભાગ પાડવામાં આવ્યા છે. આમાં સૌથી શ્રેષ્ઠ ક્રિયા અમૃતક્રિયા છે.
એ ક્રિયા એટલા માટે શ્રેષ્ઠ છે કે, આત્મા તેની સાથે એકાકાર બની જાય છે ને એથી માનવી જડમાંથી મુક્ત બને છે.
આ રીતે સમજીને જે ક્રિયા કરે છે એના જીવનમાં પરિવર્તન આવતું જાય છે, રાગદ્વેષ અચૂકપણે પાતળા થઈ જાય છે. વસ્તુ જેમ જેમ ઘસાતી જાય તેમ તેમ પાતળી થતી જાય છે, તે જ રીતે રાગદ્વેષ પણ પાતળા પડે છે.
આટઆટલાં અનુષ્ઠાનો કરવા છતાં, આટઆટલાં સંતસાધુઓ પાસે જવા છતાં અને આટઆટલો ઉપદેશ શ્રવણ કરવા છતાં આપણા રાગદ્વેષ જો પાતળા ન થાય તો, શાંતિથી વિચારવું જોઈએ કે તેનું કારણ શું છે ?
આવા પ્રકારની ઝંખનાવાળો આત્મા એકલી જડ ક્રિયા ન કરે, ક્રિયામાં શોધ હોય.
આપણે આ વિચારવાનું છે. વિચાર કરીશું તો જ આપણે આપણા આત્માના ઉત્કર્ષથી ધર્મ-સાધના કરી શકીશું. એ ભાવના નહિ હોય તો ન તો આપણા આત્માનો ઉત્કર્ષ થશે; ન તો ધર્મની આરાધના થશે. જે લોકો પોતાનો ઉત્કર્ષ કરતા જાય છે તે લોકો જ દુનિયામાં ધર્મની સ્થાપના કરવા સમર્થ બને છે. પોતાનો ઉત્કર્ષ કર્યા વિના કોઈ પણ માણસ બીજાના વિકાસનો નિમિત્તા બની શકતો નથી.
“મારે મુક્ત બનવું છે, બંધનોમાંથી બહાર આવવું છે, ' આવા પ્રકાશનો અભિલાષ એક શિષ્યના હૃદયમાં જાગ્યો. એટલે એણે આવીને પહેલો જ પ્રશ્ન એ કર્યો કે, “ગુરુદેવ, મારો એક પ્રશ્ન છે, દિ મૂપ ભૂપvi ઉસ્તિ ? હે ભગવાન, લોકો દાગીના પહેરે છે, શરીરને સુંદર બનાવવા માટે લોકો અલંકાર પહેરે છે, મારે પણ શોભા વધારવા માટે એક દાગીના પહેરવો છે. મને એક એવો સરસ દાગીનો બતાવો કે જે દાગીના પહેરું એટલે શોભી ઊઠું. જ્ઞાનીઓ પણ એ જોઈ કહે કે વાહ ! અલંકાર તો આનું નામ કહેવાય !
મને એવો દાગીનો બતાવો કે જેને કોઈ ભ્રષ્ટ કરી શકે નહિ, અને જે પહેર્યા પછી કોઈ દિવસ આપણને છોડે નહિ.”
દાગીનાની શરત બહુ આકરી હતી. એવો દાગીનો કયાંથી લાવવો ? ગુરુએ જોયું કે શિષ્યમાં જબરી ઝંખના જાગી છે.
બસ, ઝંખના જાગી એટલે વિકાસનો પ્રવાસ શરૂ. બીજાને ઝંખના થાય કે હવે બહાર નીકળવું છે, એટલે કોઈ પણ ભોગે એ નીકળવાનું જ. પછી
૧૦૬ જીવન-માંગલ્ય
Page #116
--------------------------------------------------------------------------
________________
ભલે આ ઋતુમાં કે આવતી ૠતુમાં; પણ એ ધરતીની બહાર નીકળીને જ જંપવાનું.
સમ્યક્ત્વ એટલે આત્માની ઝંખના. ‘મારું સ્વરૂપ શું ? હું કોણ છું ?' આવી ઝંખના જેને જાગી એનો બેડો પાર થઈ જવાનો. હા, સમ્યકૂદૃષ્ટિ જીવને સાત-આઠ ભવ તો બહુ વધારે થઈ જાય છે.
ગુરુએ શિષ્યને કહ્યું, “હા, છે એવો દાગીનો. આવો દાગીનો ભરત ચક્રવર્તીએ પહેર્યો હતો, એવો દાગીનો મહાસતી સીતાએ પહેર્યો હતો, એવો દાગીનો મહાસતી મદનરેખાએ પહેર્યો હતો !''
ગુરુમહારાજે ઉત્તર આપ્યો, “શીનં-શિય∞. ‘તમે જો શીલનો દાગીનો પહેર્યો હોય તો તમને જ્ઞાનીઓ પણ જુએ. એ માટે આપણે ત્યાં કહેવાય છે : 'यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः જે દેશમાં નારી પૂજાને પાત્ર બને છે તે દેશમાં દેવતાઓ ૨મે છે. પણ જે દેશમાં સ્ત્રીઓનું અપમાન કરવામાં આવે છે, જે દેશના લોકો નારીને ‘નરકની ખાણ’ કહીને તેને નિંદે છે, તે દેશ કે ધર્મ અધોગતિ પામે છે.''
નારીને નરકની ખાણ કહેનારા વિચાર કરે કે, નારીમાં નરક ભરેલું છે તો શું તમારામાં અમૃત ભર્યું છે ?
પણ જે વિરોધ કરવામાં આવેલો છે તે નારી કે પુરુષનો વિરોધ નથી, કામનો વિરોધ છે.
એક
કામની વૃત્તિ તમે છોડી દો; નારીને એક આત્મા તરીકે જુઓ દેવી તરીકે વંદો અને શિયળની મૂર્તિ તરીકે ઓળખો, તો તમારી આંખમાંથી વિકાર બળી જશે. પરંતુ જો તમે કામની દૃષ્ટિથી જોશો તો તમારી નજરમાં જ નરક છે એમ કહેવામાં આવ્યું છે. નારી નરક નથી, પરંતુ દૃષ્ટિમાં જે વિકાર આવ્યો છે તે નરક છે.
--
-
એટલે આપણે એ સમજવાનું છે કે નારીને જ્યાં માનભર્યું સ્થાન આપવામાં આવે ત્યાં સાત્ત્વિકતા ને દિવ્યતાનો નિવાસ હોય છે.
--
સ્થૂલિભદ્રે કામવાસનાને જીતી. પછી રૂપ અને યૌવનભરી સ્ત્રી સામે જ હતી છતાં તે કેવા સ્વસ્થ હતા ! સ્ત્રી નહિ, વાસના પાડે છે.
ગૃહસ્થાશ્રમનો અર્થ એ નથી કે જેમ ફાવે તેમ વર્તવાનો ૫૨વાનો મળી ગયો છે. ગૃહસ્થાશ્રમમાં મર્યાદા હોવી જોઈએ. સ્વપુરુષ સંતોષ અને સ્વનારીસંતોષ એ ગૃહસ્થાશ્રમનો પહેલો ધર્મ છે. તમે જો આંખમાંથી વિકારને દૂર કરો તો તમારો ગૃહસ્થાશ્રમ દીપી ઊઠે.
એટલે જ્ઞાનીઓ આપણને જણાવે છે કે, સૌ કરતાં સારામાં સારું ભૂષણ
પૂર્ણિમા પાછી ઊગી ! ૧૦૭
Page #117
--------------------------------------------------------------------------
________________
કે અલંકાર તો શીલ છે. તમે શીલનો દાગીનો પહેરો; બ્રહ્મચર્યનો દાગીનો પહેરો, બ્રહ્મ એટલે આત્મા. ચર્ચા એટલે વિચરવું. આત્મામાં જ વિચરો, બહાર નહિ.
આપણે આજ સુધી ખૂબ ફર્યા છીએ. જડમાં ફર્યા, ભૌતિક વસ્તુઓમાં ફર્યા, પૌદ્ગલિક વાસનામાં વિચર્યા; પણ હવે આત્મામાં આવીને અને એમાં જોઈએ. પછી સ્વદારા-સંતોષમાં અને સ્વપુરુષ સંતોષમાંથી ઊર્ધ્વગામી બની આત્મામાં કેન્દ્રિત બને છે. ભટકતું મટે છે. શાંત થાય છે. એટલે સારામાં સારો અલંકાર તો શીલ છે. બાકીના અલંકારો તો અમુક વર્ષમાં સારા લાગે છે. વર્ષો બદલાય છે એટલે અલંકારો છોડવા પડે છે.
છોકરી નાનકડી હોય, ત્યારે એના નાકમાં નથ નાખેલી હોય કે કાનમાં એરિંગ પહેરેલાં હોય, તો એ સુંદર લાગે. પણ ડોશી થઈ ગયા પછી પણ એવા દાગીના પહેરીને નીકળે તો કેવી લાગે ? એ ભલે એમ માનતી હોય કે મારી પાસે ઘણું સોનું છે અને હું પહેરીને નીકળું. પણ લોકો શું કહે... ! એ તો કહેશે કે, “આ ઘરડી ઘોડીને લાલ લગામ શી ? ત્યારે આ શોભે... ?' આમ અલંકાર તો સમય જશે ત્યારે ખરતા જશે, પણ તમારા આત્માનો જે અલંકાર છે એ મરણ પછી પણ છૂટશે નહિ; એ કદી પણ ખરશે નહિ. આ અલંકાર ગમે તે વયમાં એકસરખી શોભા આપશે. આ જ અલંકાર મહાપુરુષોએ પહેર્યા છે.
ભરત ચક્રવર્તી અરીસા-ભુવનમાં આવ્યા છે. ત્યાગી પણ રાગી થઈ જાય એવું એ સ્થાન છે. પોતે સુંદર રૂપવાળા છે. પ્રભાવશાળી એવું વ્યક્તિત્વ છે. એવા પ્રકારના ભરત ચક્રવર્તી અરીસા-ભુવનમાં પોતાનું મુખ જોવા માટે આવ્યા છે. તે દરમિયાન તેમની પોતાની આંગળીમાંથી એક વીંટી સરકી જાય છે. એ વિચાર કરે છે કે વીંટી વિના આંગળી સુંદર લાગતી નથી. તો હું વીંટીથી શોભું કે વીંટી મારાથી શોભે ? કોણ કોનાથી શોભે ? જે માણસ કાયમ કાંડે ઘડિયાળ બાંધતો હોય છે એને ઘડિયાળ ન બાંધી હોય ત્યારે હાથ ખાલી ખાલી લાગે છે. બહાર નીકળે ત્યારે એને પોતાને ગમતું નથી. વસ્તુઓ એવી વિચિત્ર રીતે આપણા ઉપર ચઢી બેઠેલી છે કે એના વિના જાણે આપણે સારા લાગતા નથી.
ભરત ચક્રવર્તી વિચારે છે ઃ આ આંગળી હીરા-પન્નાથી શોભતી હતી તે આજે કેમ આવી લાગે છે ? આહા... વીંટી મારાથી નહોતી શોભતી. હું વીંટીથી શોભતો હતો.
એમને વિચાર આવ્યો, “મારા પિતા ભગવાન ઋષભદેવ... એમને એક
૧૦૮ * જીવનમાંગલ્ય
Page #118
--------------------------------------------------------------------------
________________
પણ અલંકાર નથી. જેને એકે દાગીનો નથી, જેને એકે વૈભવ નથી, છતાં પણ એવા શોભે છે કે જગતના દેવાધિદેવ બની રહ્યા છે. એ દેવાધિદેવને ઇન્દ્રના ઇન્દ્રો પણ આવીને નમી રહ્યા છે.
“આહા... એ કેવા અને એક વીંટીથી શોભનારો હું કેવો ? વગ૨ વીંટીથી શોભનારા મારા એ મહાન પિતાનો હું આવો પુત્ર ?”
પછી ઊંડાણથી વિચાર કર્યો કે, “આ દેહ પણ એક અલંકાર છે. એ પણ મને શોભાવનારી ચીજ છે. મારો આત્મા તો દેહ વિના પણ રહી શકે છે.’ આહા... બસ એ તો ચિન્તનની પાંખે આરૂઢ થયા. એ ભાવનામાં ચઢ્યા અને ભાવનામાં એવા એકાકાર બન્યા કે એના એ અરીસા-ભુવનમાં રાગ કરવાને બદલે ત્યાગ કરી કેવળજ્ઞાન પામી ગયા.
આપણી દશા એવી બની ગઈ છે કે, બહારના દેખાવમાં, બહારનાં રૂપરંગમાં, બહારનાં રમકડાંમાં આપણે રાચ્યામાચ્યા રહીએ છીએ, અને અંતરની વાતો ભૂલી ગયા છીએ. પરિણામે, આજે આપણે ત્યાં જે વાતો થાય છે તે બહારની જ વાતો થાય છે.
અંદર પડેલા ચૈતન્યને બહાર કેમ લાવવું, એ શક્તિને કેમ ખીલવવી, આત્માનો વિચાર કેમ કરવો, એ અંગેની વિચારણા કે વાતો પણ નથી થતી; ને થાય છે તો લોકોને ગમતી પણ નથી.
લોકોને બહારની વાતો જોઈએ છે. એમને બહારના દેખાવો જોઈએ છે. અંતરનું હીર બહાર પ્રગટાવવું નથી, પણ અંતરનું હીર પ્રગટે નહિ તો બહારનો દેખાવ પણ ન શોભે.
નંગને માટે અલંકાર છે. એને શોભાવનારી વસ્તુ છે એ વાત
વીંટીમાં નંગ શોભે છે તો વીંટી એ શોભાવનારી બહારની વસ્તુ છે. વીંટી નંગને સાચી, પણ નંગમાં પોતામાં પણ પ્રકાશ તો હોવો જ જોઈએ ને ? હીરો જ જો કિ૨ણ વગરનો હોય, તો એને તમે સોનાની વીંટીમાં મઢો કે એનાથી મોંઘી એવી પ્લેટિનમની વીંટીમાં મૂકો તોપણ નકામુ જ છે, કારણ કે એ નંગમાં જ તેજ નથી.
એટલે મહાપુરુષો જણાવે છે કે બહારની બધીય વસ્તુઓ ખરી, પણ તમારું અંદરનું હીર ચૈતન્યનું હીર હશે તો જ એ શોભશે. ને શોભશે તો એવું શોભશે કે ના પૂછો વાત !
જ્ઞાનસાર કહે છે, “તારી જે બહારની પૂર્ણતા છે, બહાર જે દેખાય છે, તારી મોટરગાડી, કપડાં, પ્રતિષ્ઠા, સમાજમાં મોભાભર્યું સ્થાન, ધન, વૈભવ, જમીન, જાગીર આ બધુંય જાણે તને પૂર્ણ બનાવતું હોય એમ જે તને લાગે
—
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૦૯
Page #119
--------------------------------------------------------------------------
________________
છે એ ભ્રમ છે. તારી એ પૂર્ણતા તો અપૂર્ણતા છે, કારણ કે કાં એ તને છોડશે, કાં તું એને છોડીશ. બેમાંથી એક તો બનશે જ. તો જેને તારે છોડવી પડે અગર તો જે તને છોડે એને ખરેખર પૂર્ણતા કહેવાય ખરી ? પૂર્ણતા તો એ છે જે તમને ન છોડે અને તમે એને ન છોડો. બહારથી લાવેલી પૂર્ણતા તો માગી લાવેલા દાગીના જેવી છે.’’
આત્માની અંદરથી જે પૂર્ણતા પ્રગટે છે તે અનંત દર્શનમય, અનંત આનંદમય, અનંત જ્ઞાનમય, અનંત શાંતિમય ને અનંત સુખમય હોય છે. બહા૨નો કોઈ પણ પદાર્થ આવીને તમારી એ પૂર્ણતાને ક્ષુબ્ધ કરી શકતો નથી. તમારા અંતરમાંથી જ તમારી પૂર્ણતા જો પ્રગટેલી હશે અને બહારથી કોઈ માણસ આવીને કહેશે કે તમે બહુ સારા છો, તમે બહુ ગુણિયલ છો; તો એ સાંભળીને તમને ગર્વ નહિ થાય. બીજો વળી આવીને કદાચ કહેશે કે તમે નાલાયક છો, લુચ્ચા છો તો એ વખતે રોષ પણ નહિ થાય. એ કહેશે કે મારે શું ? હું મારાથી પૂર્ણ છું. એ માણસની સ્તુતિથી હું પૂર્ણ થવાનો નથી, અને આ માણસની નિંદાથી હું અપૂર્ણ થવાનો નથી, હું તો જે છું તે જ હું છું, આની નિંદા મારામાં હીનતા લાવી શકવાની નથી અને પેલાની પ્રશંસા મારામાં અભિવૃદ્ધિ કરી શકવાની નથી, કારણ કે મારું તત્ત્વ તો જુદું જ છે. એ તો ‘બહારના' છે અને હું બહારની વસ્તુઓથી પર છું.
આવી ન તો હર્ષ, ન તો શોક, આવી દશા ધીમે ધીમે કેળવવાની છે. અને એ કેળવવાની વાત બહુ આકરી છે. હમણાં હું કહું અને મારામાં આવી જાય અને વળી પાછી તમારામાં આવી જાય એવી વાત માનવા જેવી નથી. એની પાછળ આપણે પ્રયત્ન કરીએ, એની પાછળ આપણે લાગી રહીએ, તો સાધના કરતાં એ બાબતમાં આપણે જરૂર સફળ થઈએ.
જડ બુદ્ધિના છોકરાઓ જો પહેલે વર્ષે નાપાસ થઈ જાય તો એ કહેશે કે, બીજી વાર, પછી ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર એમ એક એક (વિષય) લઈશું અને દર વર્ષે પરીક્ષા આપીશું. સાત વર્ષે સાત વિષય તો થશે ને ? ઠોઠ વિદ્યાર્થી પણ જો આટલી ધીરજ રાખે તો પાસ થઈ શકે છે. આવા, ઠોઠ વિદ્યાર્થી કરતાં પણ જઈએ તેવા તો આપણે નથી જ. પણ એક વાત એ છે કે એને માટેનો સતત પ્રયત્ન આપણે આદર્યો નથી.
બહારથી ધમાધમ તો ખૂબ કરીએ છીએ; પણ અંતરમાં જરાયે શાંતિનો કે સુખનો અનુભવ થાય છે ખરો ? મૌન લઈને બેઠા હો ને ખૂણામાં બેઠો બેઠો કોઈ વાત કરતો હોય કે, “મૌનનો દેખાવ કરે છે, પણ પહેલા નંબરનો બગભગત છે !' આવા શબ્દો તમારા કાનમાં પડે તો તમે શું કરો ?
૧૧૦ * જીવન-માંગલ્ય
Page #120
--------------------------------------------------------------------------
________________
તમે તરત જ એની પાસે જવાના અને કહેશો, “શું છે ? મારી વાત કરો છો ? હું બગભગત છું ?”.. અને બસ કલહનું પારાયણ ચાલ્યું !
આ આપણી એક કસોટી છે. એ વખતે આપણે આટલો વિચાર કરી શકતા નથી કે આ તપનો સમય છે, અને એ સમયે બધું ભૂલી જવું જોઈએ. એ વખતે એને તો એમ કહેવું જોઈએ કે તું તારે ફાવે તેમ કરને ભાઈ ! અત્યારે તો હું મારામાં મગ્ન છું.
જો આપણે બે ઘડીનો સાચો આનંદ માણવાની ટેવ પાડી હોય તો એ બે ઘડીની ટેવમાંથી આપણે ધીમે ધીમે આગળ વધી શકીએ. પણ, વાત એ છે કે, એનો અનુભવ જે રીતે કરવો જોઈએ તે માટે આપણે પ્રયત્ન જ કરતા નથી.
છાપામાં લડાલડી કરે, “હું મોટો ને તું ખોટો' એવી જે જાહેરાતો છપાવે એ બધા યોગીશ્વર નથી; એ બધા સાધુ પણ નથી; એ તો બધા બહારની વાતો કરનારા છે.
યોગીને તો કંઈ લાગે જ નહિ.. એ તો કહે કે તું તારે ફાવે એમ કર અને હું મારા માર્ગે ધીમે ધીમે જઉં છું, આવો માણસ જ સાચો યોગીશ્વર
બાકી, આજે તો નિરનિરાળાં વિશેષણો લાગે છે. એવાં વિશેષણો કે તે સાંભળીને જ આપણે સ્તબ્ધ થઈ જઈએ. કોઈ કહે જગદ્ગુરુ તો કોઈ કહે ભારત-વિખ્યાત; કોઈ કહે સાહિત્યરત્ન તો કોઈ કહે કવિકુલશિરોમણિ.
પણ જો તમે આવા હો તો દુનિયા તમને કેવી માનતી હોવી જોઈએ ? તમે જો ખરેખર જગદ્ગુરુ હો તો તમારી તરફનો આદર કેવો હોવો જોઈએ ?
આખા જગતની વાત જવા દઈએ તો પણ કહો, તમારો આખો સમાજ પણ તમને આદરથી માને છે ખરો ? તમે જો કવિરત્ન હો કે કવિકુલશિરોમણિ હો, તો તો દુનિયાના બીજા કવિઓ તમારી જ કવિતા વાંચતા હોવા જોઈએ.
ખરેખર, તમે જો એવા હો તો તમારા મુખમાંથી પાણી ઝરે ત્યારે અમૃત નીતરે....
પરંતુ હકીકતમાં એવું નથી. આજે તો વિશેષણો બહુ સહેલાં થઈ ગયાં છે. એનું પરિણામ એ આવી ગયું છે કે વિશેષણનું વિશિષ્ટ મૂલ્ય જે રહેવું જોઈએ એ આજે રહ્યું નથી, શબ્દો આજે સસ્તા થઈ ગયા છે, અને તેનો વપરાશ છૂટથી કરવામાં આવે છે.
“આચાર્ય' એ એક જ વિશેષણ કેવું અર્થપૂર્ણ છે, જેમાં બત્રીસ ગુણો હોય છે. જે પાંચ ઇન્દ્રિયોને કાબૂ કરે, ચાર કષાયને જીતે, પંચાચારને પાળે, નવ પ્રકારની બ્રહ્મમર્યાદા રાખે – આવા પ્રકારના છત્રીસ ગુણો જેમનામાં હોય તે સાચો આચાર્ય.
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૧૧
Page #121
--------------------------------------------------------------------------
________________
આજના આચાર્ય આવા ગુણવાન છે ખરા ? થોડાક ભક્તો ભેગા થઈને પદવી આપે આચાર્યની. પદવી આપનાર જ આચાર્ય કોને કહેવાય તે ન જાણે અને લેનાર અહંકારમાં ફુલાય. બંને ડૂબે.
અલ્યા, પણ મુનિ થયો એટલે મૌન રહેવાનું છે અને એમાંથી સમય મળે ત્યારે કંઈક બોલવાનું છે. પણ આ ‘મુનિ’ એને સમજાયું નથી એટલે એને આગળ વિશેષણ લગાડવું પડે છે.
એટલે ખરી વાત તો એ છે કે, જો આપણે ઊંડા ઊતરીને વિચારીશું તો ખ્યાલ આવશે કે, આપણે બાહ્ય વાતોમાં બહુ ૨મીએ છીએ. એટલા બધા ૨મતા થઈ ગયા છીએ કે ઘરમાં જવાનું મન થતું નથી.
પેલું નાનકડું છોકરું ધૂળમાં ઘર બનાવે, રમત રમ્યા કરે, ફર્યા કરે, બહાર ખાય, બહાર રખડે, પણ એને યાદ આવતું નથી કે, મારી મા ત્યાં વાટ જુએ છે. મા બોલાવી રહી છે, એણે રસોઈ બનાવી છે. મારે નાહવાનું છે, ધોવાનું છે, ખાવાનું છે એની કશી ખબર પેલા છોકરાને નથી. એ તો એક ૨મતમાંથી બીજી રમત, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી અને એમ ને એમ રમતમાં લીન બનતો જાય છે.
એટલી બધી એણે રમતો માંડી છે કે, એ એમાં જ મગ્ન બની ગયું છે. એને કશું યાદ આવતું નથી.
જ્ઞાનીઓ કહે છે કે, પ્રભુરૂપી માતા પણ તારી પ્રતીક્ષા કરે છે. તને બોલાવે છે : ‘તું અંદર આવ, અને તું તને અનુભવ', પરંતુ એ તો એવો મોહમાં અને બાહ્ય જીવમાં લાગી ગયેલો છે કે તે એવું સતત ઝંખ્યા જ કરે છે : મારું નામ આવે, મારી પ્રસિદ્ધિ થાય, હું આખા સમાજમાં બહાર આવી જાઉં.
એ બધામાં તારું શું વળવાનું ? તને કઈ શાંતિ મળવાની ? આખી દુનિયા તારાં ગુણગાન ગાય, પણ આત્મામાં જો સમતા નહિ હોય તો આખી દુનિયાનાં ગુણગાનથી પણ અંદર સુખ નહિ મળે.
પૂર્ણતાનો સાદ આવી રહ્યો છે કે, “તું બહાર ન જા. થોડીક વાર પણ તને લઈને તું અંદર આવ. સમાધિમાં બેસીને જો કે તારું ભૂષણ શું ? તારો અલંકારશો ? તારો દાગીનો કર્યો ? તું પૂર્ણ શાથી ?''
૧૧૨ * જીવન-માંગલ્ય
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૨. અભય કેળવો
જગૃહી નગરીમાં ભગવાન મહાવીર
પધાર્યા હતા. હજારો નરનારીઓ $ વંદન કરવા માટે તૈયાર થઈને ઊભાં હતાં.
આજના લોકો રજાને દિવસે જેમ સિનેમા-નાટકમાં જાય છે, તેમ એ કે જમાનામાં લોકો સાધુસંતોને સાંભળવા જતા. " બસ, માનવ અહીં જ પલટાયો છે. હું પહેલાંના જમાનામાં યુવાનો પણ ધર્મ છે. સાંભળવા ને સંતનાં દર્શન કરવા જતા;
જ્યારે આજે તો વૃદ્ધો પણ નાટક-સિનેમામાં જાય છે, અને મોહ તેમજ રંગરાગમાં રાચે છે. એ વખતે ભગવાન મહ પીર પધારતા
ત્યારે બધાંનાં હૈયાંમાં ઉલ્લાસ ઊછળતો, જ તેમને હૈયાધરપત મળતી કે ચાલો; હવે
મોહનું સામ્રાજ્ય ઘટશે ને ધર્મનું સામ્રાજ્ય વધશે.
સૌની સાથે, મગધના સમ્રાટ બિંબિસાર, જેમનું બીજું નામ શ્રેણિક છે, તે
પણ ઉમળકાભેર સત્કારવા તૈયાર થયા. છે બિંબિસારની પટરાણી અને ગણતંત્રના
*
વધશે.
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૧૩
Page #123
--------------------------------------------------------------------------
________________
અધ્યક્ષ ચેટક રાજાની પુત્રી ચેલણા પણ તૈયાર થઈ.
બંને રથમાં બેઠાં. પણ રથનો સારથિ ઘોડાની લગામ હાથમાં લે એટલામાં તો એક ભયંકર ગર્જના સંભળાઈ. સાંભળતાં જ સારથિના હાથની લગામ છૂટી ગઈ. વીજળી જેવા તેજસ્વી ઘોડા ઢીલાઢફ થઈ ગયા. સર્વત્ર ભય વ્યાપી ગયો. પછી તો બીજાઓ પણ એક પછી એક પોતાના રથમાંથી નીચે ઊતરવા લાગ્યા; આજે ભગવાનનાં દર્શન કરવા નહિ જવાય, કારણ કે આપણને અંતરાયકર્મ નડે છે. સાચી વાત તો એ છે કે આપણું નિર્બળ તત્ત્વ જ આપણા માર્ગમાં અંતરાય નાખતું હોય છે.
આપણા પ્રમાદને લીધે આપણે સત્કર્મ ન કરીએ તોપણ આપણે મનને એવી રીતે મનાવીએ છીએ કે આજે આપણા નસીબમાં સત્કર્મ લખાયું નહિ હોય. ધર્મના શબ્દોનો ઉપયોગ આજે આમ બહાનાં કાઢવા માટે થઈ રહ્યો છે. આપણે ઘણી વાર એમ કહીએ છીએ, આજે મને અંતરાય નડ્યો એટલે ધ્યાન માટે સમય ન મળ્યો. પણ કોઈ દિવસ તમે એમ કહ્યું ખરું કે અંતરાયને લીધે હું આજે દુકાન ન જઈ શક્યો ? એ વખતે અંતરાય નહિ નડવાનો, કારણ કે ત્યાં તમારો સ્વાર્થ છે.
પરંતુ જ્યારે આત્મામાં જાગૃતિ આવશે, ત્યારે દુનિયાનું એક પણ તત્ત્વ એવું નથી કે જે તમારા ધર્મકાર્યમાં આડે આવે.
મુંબઈ જેવાં શહેરોમાં માનવી પેટને માટે દૂર દૂર સુધી દોડાદોડ કરે છે, પરંતુ ધર્મ કરવા માટે અને પ્રવચન સાંભળવા માટે લોકોને સ્થળો દૂર પડે છે. પરંતુ જ્યારે રંગ લાગશે ત્યારે માઈલો નજીક લાગવાના.
જેનું મન જોરદાર છે એને દૂર કાંઈ નથી. જેનું મન નબળું છે એને નજીક કાંઈ નથી.
એટલા માટે કહ્યું છે કે દૂર છે એ મનથી કરીને નજીક છે.
એટલે, માણસનું મન નક્કી થઈ જાય પછી એ ગાઉના ગાઉ અને પંથોના પંથ કાપે પણ ત્યાં પહોંચ્યા વિના રહે નહિ.
એ વખતે એક માણસે કહ્યું, “ભગવાનનાં દર્શન કરવા નીકળનારને દુનિયામાં રોકનાર કોણ છે ? પણ બીજાઓએ કહ્યું કે ધર્મની પાછળ બહુ ઘેલો ન થા. ભગવાન મહાવીર કાં નાસી જવાના છે ?'
પેલો કહે, '‘બીજો અવાજ સાંભળવા મારી પાસે કાન નથી. મારા કાનમાં અત્યારે ફક્ત મહાવીરનો અવાજ આવી રહ્યો છે.''
એના કાનમાં એક જ અવાજ હતો, આંખમાં એક જ છબી હતી, મનમાં એક જ મૂર્તિ હતી. એ દર્શન કરવા નીકળ્યો ત્યારે ગામના દરવાજા બંધ
૧૧૪ * જીવન-માંગલ્ય
Page #124
--------------------------------------------------------------------------
________________
થવાની અણી પર હતા. કોઈકે એને કહ્યું કે બહાર તો ભય છે. પણ એ સાંભળ્યા વિના જોતજોતામાં બહાર નીકળી ગયો. એને રોકવા માટે બહાર જવાની કોઈની હિંમત જ નહોતી.
આપણા મનમાં ભય છે, અને દરવાજા બંધ હોય તોપણ ડર લાગે છે. પછી નગ૨૨ક્ષકને રાજાએ પૂછ્યું કે બધા સલામત છે ?
નગ૨૨ક્ષકે જવાબ આપ્યો કે, “ના, પેલો ણિક બહાર નીકળી ગયો છે, એને ઘણું સમજાવ્યો, પરંતુ એ તો કહે કે મારા કાનમાં ફક્ત ભગવાનનો અવાજ સંભળાય છે. બીજા માટે મને ફુરસદ નથી; ભગવાનની છબી સિવાય બીજી કોઈ છબી જોવાનો અવકાશ નથી; મનમાં ભગવાનનો જ ભાવ ૨મી રહ્યો છે.’
ત્યારે શ્રેણિકે પૂછ્યું કે, આ અવાજ શેનો છે ? આ ભય શેનો છે ? અને ગામ કેમ આટલું બધું ધૂજી રહ્યું છે ?
ત્યારે કોઈકે કહ્યું કે, “મહારાજ, માળણની એક રૂપાળી, ખૂબ સુંદર છોકરી, છાબડીમાં તાજાં ખીલેલાં ફૂલોને લઈ આવતી હતી એ આપને યાદ આવે છે ?''
“હા, યાદ આવે છે. એ છોકરી સુંદર તાજાં પુષ્પો લઈને આવતી હતી. પાછળ એક માળીનો છોકરો પણ આવતો હતો. એ બંને નાનપણથી સાથે જ રહેતાં હતાં. એમના બાપે બંને વચ્ચે પ્રેમ હોવાથી તેમનાં લગ્ન કરી આપ્યાં હતાં. પણ તેનું શું ?'’
“તેઓ બંને હંમેશાં સાથે હોય. દૂધ અને પાણીના જેવી મૈત્રી હતી. ફૂલો ચૂંટવા જવાનું હોય તોપણ સાથે. માળા ગૂંથવાની હોય તોપણ સાથે, એમનું એક જ કામ હતું કે રાજદરબારમાં જઈને જે લોકો પ્રભુપ્રેમી હોય તેમને સુંદર માળાઓ બનાવી આપવી.
“એ લોકો એવાં ભક્ત હતાં કે પોતાના ધર્મ ઉપરાંત બધાય ધર્મોને સન્માનતાં હતાં, એટલે ભગવાનને ચડાવવાનાં ફૂલ ચૂંટેલાં કે કરમાયેલાં ન હોય, કળીવાળાં કે જૂનાં ન હોય, રાત્રે સહજ રીતે ખરેલાં હોય એની ખાસ કાળજી રાખતાં. તાજાં પુષ્પો જ ભગવાનને ચઢાવવા માટે આપતાં.
“પોતાના ભગવાન યક્ષને માટે પણ સુંદર માળા બનાવતાં. બંને જણ જઈને એ માળા યક્ષને ચઢાવતાં, પગે લાગતાં અને પછી બહાર આવી, માળી મૃદંગ બજાવે અને માળણ નૃત્ય કરે. આમ સુંદર વાતાવરણ જામતું. લોકો કહેતા કે, ભક્તિ તો આનું નામ.'
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૧૫
Page #125
--------------------------------------------------------------------------
________________
આપણે ભગવાન પાસે જઈએ અને આપણી જાતને ભૂલીએ નહિ તો, ભગવાન પાસે ગયા કે ન ગયા બરાબર છે. ભગવાન પાસે જાઓ ત્યારે તમે તમારી જાતને ભૂલી જાઓ કે હું કોણ છું. આવી આત્મવિસ્મૃતિ એટલે જ ભગવાનની ભક્તિ. આપણી જાત જો યાદ આવતી હોય તો હું અને તું બે જુદા છીએ; અને ત્યાં મજા નથી.
સાકર દૂધમાં ઓગળ્યા સિવાય કદી મીઠાશ નહિ આપી શકે. જો ગાંગડો પડ્યો હશે તો ગાંગડો અને દૂધ જુદાં રહેશે, એવી રીતે ભગવાનમાં તમે ઓગળો નહિ, એક બનો નહિ, ત્યાં સુધી એકતાની મજા તમે માણી શકશો નહિ.
ભક્તિ એટલે બીજું કાંઈ જ નહિ. ત્યાં તમે બધાય ભાવ ભૂલી જાઓ અને “હું ભગવાનરૂપ એક તાદાભ્ય બની ગયો અને ભગવાન અને હું જુદા જ નહિ' એવો ભાવ કેળવવો જોઈએ. એટલા માટે એક કવિએ કહ્યું છે કે, “હે મહાપૂજ્ય, તારી સાથે ઐક્ય સાધવામાં આભૂષણો અંતરાયરૂપ થાય છે. મારે આ આભૂષણ નથી જોઈતાં, કારણ કે ત્યાં મને ખ્યાલ આવે છે કે હું મોટો છું, મારામાં કંઈક મહત્તા છે, લોકોમાં મારું કંઈક સ્થાન છે.”
જેમ સાકર દૂધમાં ભળી જાય છે તેમ માણસ જ્યારે ભગવાનમાં એકરૂપ થાય છે ત્યારે એની મીઠાશ અને મધુરતાની તોલે બીજું કાંઈ ન આવે.
આમ માળી અને માળણ એવી ભક્તિ કરે છે કે જાણે પુષ્પ અને પરાગની જોડી. એમની પ્રીત અને એમનાં નૃત્ય લોકો જ્યારે જુએ ત્યારે કહે કે ખરેખર, આ બંનેનાં જીવનની કલા એટલે સુંદર નૃત્ય અને ભાવની કળા !
ગામના દુર્જનો એમને જોવા જાય ત્યારે એમના હૃદયમાં સારો ભાવ જાગવાને બદલે દુર્ભાવ જાગે. તેમને થાય : આવું સુંદર નૃત્ય, સુંદર રૂપ, આવી સુંદર માળા ગૂંથે એવી આ નારી સાથે આવો આ મામૂલી માળી શોભે ? એની પાસે નથી બંગલો, નથી પૈસા, નથી કાંઈ પણ.
જે શ્રીમંતોને પૈસા સિવાય બીજું કાંઈ સૂઝે નહિ અને પોતાના દીકરાનું શું થાય છે એ જુએ નહિ એવા શ્રીમંતોના દીકરા વિચાર કરે છે કે આ માળણને આપણે કોઈ પણ હિસાબે હાથ કરવી જોઈએ. ને પછી તો એ માટેનાં કાવતરાં રચાવા લાગ્યાં.
પરિણામ એ આવ્યું કે એક દિવસ એ બંને નૃત્ય કરવા માટે એક મંદિરમાં ગયાં ત્યારે આ લોકો પણ પાછળ પાછળ ગયા ને પેલો માળી મૃદંગ વગાડતો હતો ત્યાં એને પાછળથી પકડીને થાંભલા સાથે બાંધી દીધો અને એના દેખતાં માળણની સાથે કુચેષ્ટા કરવા લાગ્યા. આ બધું જોઈ માળીનો જીવ બળી
૧૧૬ * જીવન-માંગલ્ય
Page #126
--------------------------------------------------------------------------
________________
ગયો, આંખો લાલચોળ થઈ ગઈ, પણ બંધનમાં બંધાયેલો હતો એટલે લાચાર હતો.
આ વખતે એનું મન વિચારે ચડી ગયું કે આટલાં વર્ષો સુધી મેં યક્ષની ભક્તિ કરી, પુષ્પો ચઢાવ્યાં અને એનું ફળ આ જ કે ! એના મંદિરની અંદર જુલમ થાય અને એનો જવાબ કંઈ ન મળે ? માળી યક્ષની સામે જોઈને બોલ્યો, “હે યક્ષ, તું હવે ખરેખર યક્ષ નથી, કેમ કે મેં તારી આટલાં વર્ષો સુધી ભક્તિ કરી છતાં તેનું પરિણામ કાંઈ ન આવ્યું. તારાં દેખતાં જ અમારા પર આ અત્યાચાર ગુજરી રહ્યો છે. મૂગો મૂગો તું આ બધું જોયા કરે છે. લાગે છે કે તારામાં હવે દેવપણું રહ્યું નથી.” આમ કહેતાં એનામાં ઝનૂન પ્રગટ્યું. પોતાની પ્રિયા પર થયેલા અત્યાચારને જોતાં એ ક્રોધ અને ધિક્કારથી ભરાઈ ગયો. યક્ષે માળીના શરીરમાં પ્રવેશ કર્યો. માળીમાં શક્તિ પ્રગટી, દોરડાં છૂટી ગયાં, અને એનું બળ એટલું બધું વધ્યું કે એણે એ બધાયને પછાડીપછાડીને મારી નાખ્યા.
એક વાર શરીરમાં શક્તિ પ્રવેશી પછી એને કાઢવી બહુ મુશ્કેલ છે પછી એ શક્તિ દૈવી હોય કે આસુરી હોય. આ આસુરી શક્તિથી એના મનમાં એવો દૃઢ નિશ્ચય પ્રગટ્યો કે આજથી મારે રોજ છ પુરુષ અને એક સ્ત્રીને મારવાં.
અત્યાચાર અને અનાચાર સામે જો કોઈ અવાજ ન ઉઠાવે તો એનો દંડ પ્રજાને પણ ભોગવવો પડે. આપણે ઘણી વાર કહીએ છીએ કે, ‘આપણે આપણું સંભાળો.' પણ બીજાઓનો ગુનો પણ આપણે ભોગવવાનો છે એટલે પ્રજામાં એક પણ ખરાબ તત્ત્વ પ્રવેશે તો એની અસર આખીય પ્રજા પર થાય.
તમારું ઘર તમે ચોખ્ખું રાખો પણ તમારા ઘ૨આંગણે જો કચરો હશે તો બહાર જતાં તમારા પગ કચરાવાળા થવાના છે. વળી બહારથી ઊડીને એ અંદર આવવાનો છે. સમાજના દોષ વ્યક્તિને પણ લાગુ પડે છે. એટલા માટે વ્યક્તિની શુદ્ધિ એ સમાજની શુદ્ધિ છે.
આમ રોજ છ પુરુષ અને એક સ્ત્રી એને મળે નહિ ત્યાં સુધી એ જંપે નહિ. લોકો કહેતા હતા કે આ અર્જુન નામનો દેવ એ માળીમાં પ્રવેશી ગયો, એટલે અર્જુનમાળી થયો. આ અરસામાં ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં ત્યાં નીકળ્યા.
એમને ખબર હતી કે રોજ સાત જણને મારનારો અર્જુનમાળી આ પહાડોમાં ફરી રહ્યો છે. છતાં ભગવાન આવ્યા, કારણ કે એ નિર્મળ હતા. એમના હૃદયમાં અભય હતો, નયનોમાં કરુણા હતી.
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૧૭
Page #127
--------------------------------------------------------------------------
________________
જેમ પાણીમાં ગમે એટલો અંગારો પડે તો પણ અંગારો ઠરશે પણ પાણી નહિ બળે, એમ જેની પાસે કરુણા અને દયાનો સાગર છે એને દુનિયાના દુષ્ટોનો ભય નથી. ભગવાન તો ગામને પાદરે નિર્ભયપણે આવીને ઊતર્યા. વંદના કરવા લોકો પાદરે આવવા નીકળ્યા, ત્યાં તો આજુબાજુ શોરબકોર થવા લાગ્યો. સંદેશવાહક શ્રેણિક મહારાજાને સમાચાર આપ્યા, “અર્જુનમાળી ગામને પાદરે આંટા મારે છે. હજુ સુધી એણે સાત માણસ માર્યા નથી એટલે એ ગર્જના કરી રહ્યો છે.”
પણ શ્રેણિકે પૂછ્યું, “પેલા નગરશેઠનો પુત્ર તો ચાલ્યો ગયો. એની પાસે તો તલવાર, ભાલો કે એવું કોઈ સાધન પણ નથી. એનું શું થશે ? શ્રેણિકની આંખમાં ઝળઝળિયાં આવ્યાં. કિલ્લાની બારીમાંથી જોવા લાગ્યા કે એ ક્યાં જાય છે.”
પેલો તો ધૂનમાં ને ધૂનમાં ચાલ્યો જાય છે. જેના હૃદયની અંદર ભગવાન છે, જેની આંખોમાં ભગવાનની છબી છે, જેના મોઢામાં ભગવાનનું નામ છે, એને ભય શાનો ?
ભય ક્યાં છે ? વિચારમાં. વિચારમાંથી હિંસા અને વેર કાઢી નાખો તો અભય જ છે. ભય આવે છે એના પહેલાં તો માણસ પોતાના મનમાં હિંસાથી, અમૈત્રીથી ભય ઊભો કરે છે. ભય એટલો ભયંકર નથી; જેટલો માણસનો ભયવાળો વિચાર.
સુદર્શન ચાલ્યો જતો હોય છે ત્યાં દૂરથી પેલો અર્જુનમાળી આવે છે. એની મોટી મોટી આંખો લાલ અંગારા જેવી છે; મોટું પડછંદ શરીર છે. એનાં પગલાં સિંહ જેવાં મોટાં છે, એનું રૂદ્ર સ્વરૂપ જોઈને જ માણસ અડધો મરી જાય છે.
' લોહીથી ખરડાયેલાં કપડાંને ધોવા માટે સાબુ અને પાણી જોઈએ. હિંસાને ખાળવી હોય તો અહિંસાથી ખાળી શકાય. ઘરમાં કોઈ તપેલું હોય તો તમે તપો નહિ, પણ ઠંડા થાઓ. એ અગ્નિ હોય તો તમે પાણી થાઓ.
સુદર્શન તો કાયોત્સર્ગ કરી ઊભો રહ્યો. એના મનમાંથી શુભેચ્છાનાં આંદોલનો નીકળવા લાગ્યાં, “એનું ભલું થાઓ, એનો ક્રોધ શમી જાઓ, એની દાનવતા માનવતામાં ફેરવાઈ જાઓ, મૈત્રીની મધુરતા પ્રસરી જાઓ.”
અર્જુનને થયું કે આ શું થાય છે ! હું ભલભલા માણસને ઊંચકીને ફેંકી દઉં છું, પણ આ નાનકડો માનવી કેવો વહાલો છે ! એના મુખ પર કેવી શાંતિ છે ! આંખો કેવી સુરમ્ય છે !
માનવીનું મૌન એ કોઈક વાર ઉપદેશ આપવા કરતાં પણ વધારે કામ
૧૧૮ * જીવન-માંગલ્ય
Page #128
--------------------------------------------------------------------------
________________
કરી જાય છે. કેટલીક પળો એવી હોય છે કે ચૂપ રહેવું જ યોગ્ય ગણાય અને ચૂપ વાણી કરતાં વધારે બોલે છે !
અર્જુન જેમ જેમ એની નજીક આવતો ગયો તેમ તેમ એ ઓગળતો ગયો. અને જેવો એ એની નજીક આવ્યો તેવો જ તેની અંદર જે યક્ષ હતો એ ભાગી ગયો. અંધારું અજવાળા આગળ કેટલી ઘડી ટકી શકે ? શાંત માળી એની પાસે આવીને ઊભો રહ્યો. હવે એનું શરીર થાક અને શ્રમથી ભીનું ભીનું થઈ ગયું. પેલા ઝનૂનને લીધે એ આમ કરતો હતો. જેમ દારૂડિયો, દારૂના કેફને લીધે ધમાધમ કરે, અને કેફ ઊતરી જાય એટલે મડદા જેવો થઈ જાય છે.
સુદર્શને એને કહ્યું, “તું ચાલ મારી સાથે. હું જેમની પાસે જાઉં છું એમની પાસે તારો મેલ અને ગ્લાનિ નીકળી જશે.”
આમ ભગવાન મહાવીર પાસે માળીને એ લઈ જાય છે ત્યાં દૂરથી મીઠી ઘંટડી જેવો અવાજ સંભળાય છે.
વાણી તો ઘણી સાંભળી પણ ભગવાનની વાણી તો કોઈ અદ્ભુત છે ! અર્જુનમાળી પૂછે છે, “આ શું સંભળાય છે ?”
સુદર્શન કહે, “હજુ તો દૂરથી સંભળાય છે. નજીક ચાલ, એમને જો અને તને સમજાશે કે અહિંસાનો આત્મસાક્ષાત્કાર કેવો હોય છે.”
બંને ભગવાનની નિકટ આવ્યા.
પરંતુ ભગવાન મહાવીર તો આવા ક્રૂર પ્રત્યે પણ કરુણા રાખે છે. એ તો ભગવાન છે. અને ભગવાન એનું નામ કે જે ખરાબ કામો કરનાર પ્રત્યે પણ સમભાવ અને કરુણા વરસાવે.
ભગવાન તો જાણે છે કે એ શું કરીને આવ્યો છે. પણ હવે શું ? ભગવાન કેવળજ્ઞાનથી જાણતા હતા કે આ ખૂની છે, ઘણાં ખૂન કરી આવ્યો. છે. અંતર્યામી બધું જાણે છે અને છતાં પણ એમની આંખમાંથી એના પર કરુણાની અમીવર્ષા થઈ રહી છે.
ભગવાને કરુણાની એવી ધારાઓ વરસાવી કે એનો સ્પર્શ થતાં જ એને પોતાનાં હિંસક કૃત્યોનું ભાન થયું : હું કેવો પાપી છું ! હૃદય ભરાઈ આવવાથી એ હૈયાફાટ રૂદન કરવા લાગ્યો, “ક્યાં આ દેવી મૂર્તિ અને ક્યાં મારું અધમતાભર્યું જીવન ! મેં કેટલાય લોકોને માર્યા, કેટલાંયનાં ખૂન કરી નાખ્યાં. એમણે મારું શું બગાડ્યું હતું કે મેં એમને મારી નાખ્યાં ?”
માળી ભગવાનનાં ચરણમાં માથું ઝુકાવીને કહે છે, “હે ભગવાન, મારું શું થશે ? મેં આટઆટલાં ખૂન કર્યા : મેં મારા તનને, મનને અને વિચારને લોહીથી ખરડી નાખ્યાં છે.'
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૧૯
Page #129
--------------------------------------------------------------------------
________________
કરુણાસાગર ભગવાને કહ્યું, “એ ખરડાયેલા જીવનને પ્રાયશ્ચિત્તથી ધોવાનો અવકાશ છે. હે માળી ! તું હજુ પણ સુધરી શકે છે. તું તારા મનને તૈયાર કર, તારા પાપને હઠાવી નાંખીશ, તો શ્રેય થશે જ. તારું અંદરનું તત્ત્વ તો સારામાં સારું છે. ઉપર કાટ ચડ્યો છે.'
ત્યારે પેલાએ કહ્યું, “ભગવાન ! મારો ઉદ્ધાર કરવા માટે મને ચારિત્ર્ય આપો.'
ભગવાને એને દીક્ષા આપી.
લોકો વાતો કરે છે કે, આવા ખૂનીને પણ ભગવાને દીક્ષા દીધી. પણ ભગવાન તો જાણે છે કે વધારે ચડેલો મેલ વધારે ધોવાવાનો છે.
એણે પ્રતિજ્ઞા કરી કે ભગવાન કહે એમ મારે ક૨વું. પછી ભગવાને કહ્યું, ગામમાં ચાર દરવાજા છે. એ દરેક દરવાજે જઈ દોઢ દોઢ મહિના સુધી તું કાયોત્સર્ગમાં ઊભો રહે. જે જાતના ઉપસર્ગો આવે તે દરેક ઉપસર્ગોને તું શાંતિથી સહન કર !
આ અર્જુનમાળી સાધુ થયો. પહેલાં ગામના પૂર્વ દરવાજે જઈને ઊભો રહ્યો. એ સાધુના વેશમાં હતો. ત્યાં એક ભરવાડ આવ્યો. ભરવાડને થયું કે આ એ જ સાધુ છે જેણે મારા છોકરાને મારી નાખ્યો હતો, અને આજે સાધુના વેશમાં એ ઊભો છે. એની પાસે ડાંગ હતી એ એના માથામાં મારી. લોહીની ધારા વહેવા લાગી.
અર્જુનમાળી વિચાર કરે છે કે તે દિવસે મેં તો એના છોકરાને માર્યો હતો, જ્યારે એણે તો મને ડાંગ મારી છે, તે જરા લોહી વહે છે. ક્યાં મારી નાખ્યો છે ? એ મનમાં વિચાર કરે છે : આ ભરવાડનું ભલું થજો કે મારાં કર્મો ખપાવવા મને સહાયતા આપી રહ્યો છે.
એટલામાં એક બીજો ભીલ આવ્યો. એનો ભત્રીજો આના હાથે મરી ગયો હતો. કાંટાની વાડમાંથી એણે કાંટાનું ઝાંખરું લીધું અને એના પર ઝીંકવા લાગ્યો. અર્જુનના શરીરમાં કાંટા ભરાઈ ગયા. વેદના અસહ્ય છે છતાં પોતાની જાતને એ પૂછે છે કે, તેં બીજાને માર્યા હશે એ વખતે એમને કેટલું દુ:ખ થયું હશે ? તને કાંટાની વેદના ખટકે છે, પણ બીજાના તો તેં પ્રાણ લીધા હતા; એ વખતે એનું શું થયું હશે ?
દોઢ મહિનો અહીં પૂરો કરી એ પશ્ચિમમાં ગયો. પછી ઉત્તરમાં અને દક્ષિણમાં ગયો. આમ છ મહિના સુધી એણે માર સહન કર્યો. પથ્થરો ખાધા. લોહીની ધારાઓ વહી. આખા શરીરમાં રંગ કે રૂપ દેખાય નહિ એવા પ્રકારના ઘા પડ્યા પણ એણે નક્કી કર્યું કે મારા પર કોઈ સહાનુભૂતિ ન બતાવે.
૧૨૦ * જીવન-માંગલ્ય
Page #130
--------------------------------------------------------------------------
________________
એણે છ મહિના સુધી અખંડ તપ કર્યું. એણે એક પણ દુર્ભાવ ન કેળવ્યો. એની આંખ આગળ ભગવાનની છબી ૨મતી હતી. એને થયું કે કેવી સુંદર કરુણા એમાંથી નીતરી રહી છે ! કેવો સુંદર મધુર અવાજ એના કાનમાં આવી રહ્યો છે ? એવો એ વિચાર કરે અને દુઃખોને સમતાથી સહન કરે છે.
એમ કરતાં કરતાં છ મહિના થયા, અને અર્જુનમાળીનાં બધાંય કર્મો ખપી ગયાં. એનો આત્મા નિર્મળ થયો, કારણ કે એણે પોતાના આત્માનું સંશોધન કર્યું. આત્માને ધોઈ નાંખ્યો અને એનાં દાનવ કરતાંય કાળાંમાં કાળાં કર્મો હતાં એને સાફ કરી નાંખ્યાં. એનો આત્મા કાંચન જેવો નિર્મળ બની ગયો. ભગવાનના એક જ સમાગમે અર્જુનમાળીનું જીવન સુધરી ગયું. લોકો વાતો કરવા લાગ્યા કે અર્જુનમાળીને સુધારનાર કોણ ? એને ભગવાન પાસે લઈ જનાર કોણ ? એને ભગવાનનો સમાગમ કરાવનાર કોણ ? પેલો એક નાનકડો વેપારી.
ગામમાં વાતો થવા લાગી કે આપણે ક્ષત્રિય થઈને પણ જે કામ ન કરી શક્યા એ પેલો વણિક, જે ઊગતી યુવાનીમાં છે, સુંદર જેની કાયા છે, આશા અને અનંત ઉત્સાહ જેની સામે ઊભાં છે એવો માણસ મૃત્યુની સામે ગયો, અને અર્જુનમાળી જેવાને પણ એણે ઓગાળી નાંખ્યો.
લોકો કહેવા લાગ્યા કે, ભગવાનના સમાગમને પામનારા બંને માણસો તરી ગયા. અર્જુન માળીએ પોતાના આત્માને ધોયો, અને આ સુદર્શન શેઠે જીવનમાં અભય કેળવ્યો.
આ બે વસ્તુ સમજીને આપણે એ વિચાર કરવાનો છે કે, અર્જુનમાળીએ ભગવાનનો સમાગમ સાધીને અંતરને નિર્મળ કર્યું, એમ આપણે પણ ભગવાનની વાણી સાંભળીને આપણા અંતરને નિર્મળ કરીએ અને જીવનને અભય બનાવીએ. આપણા પર લાગેલા દોષોને આપણે દૂર કરીએ તો આપણો આત્મા પણ સ્ફટિક જેવો ઉજ્જ્વળ અને નિર્મળ બની જશે.
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૨૧
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૩. આજના યુવાનોને
* बाल्यकालेषु यः शान्तः सः शान्त इति मे मतिः ।
धातुषु क्षीयमानेषु शमः कस्य न जायते ।।
. સુભાષિતમાં એક સરસ વાત છે આ કહેવામાં આવી છે. બાલ્યવયમાં * જે માણસે ઇન્દ્રિયોને શાન્ત કરી છે, કેળવી * છે, તેનો બરાબર સદુપયોગ કર્યો છે તે જ A માણસ સાચી રીતે શાંત છે. સાત્વિક મર્દ
1
બાકી, માણસ વૃદ્ધ થાય, ઇન્દ્રિયો * શિથિલ થઈ જાય, કામ કરે નહિ ત્યારે જ
કહે કે, હવે મારી ઇન્દ્રિયો તોફાન કરતી નથી. હવે હું બહુ શાંત થઈ ગયો , તો એ વાતમાં શું માલ છે ?
દાંત પડી ગયા પછી કોઈ ગૌરવ લે કે હવે હું સોપારી નથી ખાતો તો એ વાત તે બરાબર છે ? દાંત પડી ગયા પછી સોપારી
ચાવવા જાય તો મોઢાની અંદર જે પેઢાંનો છે નરમ ભાગ છે તે છુંદાઈ ગયા વિના રહે
જ
ખરો ?
એટલે, આવતી કાલની રાહ જોવાને
૧૨૨ : જીવન-માંગલ્ય
Page #132
--------------------------------------------------------------------------
________________
બદલે, જ્યારે યુવાની હોય, શરીરમાં શક્તિ હોય, છાતીમાં તાકાત હોય ત્યારે જ તમારી ઇન્દ્રિયોને બરાબર સાચે રસ્તે વાળો અને જુઓ કે તમે કેટલું બધું કામ કરી શકો છો.
સમાજનો એક વર્ગ કહે છે કે માણસ કંઈ કરી શકતો નથી. એ બાપડો શું કરવાનો હતો ? એ તો કુદરત આગળ એક નાચીજ વસ્તુ છે. જ્યારે બીજો પક્ષ કહે છે કે માણસ બધું કરી શકે. કુદરતને પોતાના ચરણે નમાવી શકે એવી શક્તિ અને સામર્થનો એ સ્વામી છે.
આ બે વિચાર-પ્રવાહોમાંથી યુવાનોને બીજો પક્ષ પસંદ કરવાનો છે. એટલા માટે જ અંગ્રેજીમાં કહેવત છે કે, “નિસર્ગે ધરતી આપી અને માણસે શહેર તેમજ નગરો વસાવ્યાં.' કહેવાનો ભાવાર્થ એમ છે કે દુનિયા તો ઉજ્જડ હતી, પણ એ ઉજ્જડ દુનિયાને નંદનવનમાં ફેરવનાર તો માણસ છે. માણસ ન હોત તો આ દુનિયા વેરાન વગડો બની જાય. અમે માંડવગઢમાં ફરવા ગયા હતા. ત્યાંની મોટી મોટી હવેલીઓ, ઊંચાં તોતિંગ મકાનો, શિલાઓમાં અદ્ભુત કોતરણી – એ બધું જોયું ત્યારે મનમાં અહોભાવ જાગ્યો કે પ્રાચીન ભારતનો ઇતિહાસ કેવાં મોટાં સર્જન કરી શકતો હતો !
પણ સાથે - સાથે દિલમાં એક ગમગીની પણ છવાઈ ગઈ કે આવું સર્જન કરનારા માનવીઓના ચાલ્યા જવાથી એ સ્થાન એવું ભયવાળું બની ગયું કે કૂતરાં અને શિયાળવાં પણ ત્યાં જતાં ગભરાય. આવું ભયમય વાતાવરણ એટલા માટે જ છે કે માનવીએ માનવતાનો ત્યાગ કર્યો છે.
માનવી જેનો ત્યાગ કરે છે તે જો નંદનવન હોય તો પણ ઉજ્જડ બની જાય છે; અને માનવી જેના ઉપર પોતાનું હૃદય રેડે છે, જેની પાછળ પોતાના સામર્થ્ય અને શક્તિઓનો ઉપયોગ કરે છે – એ ઉજ્જડ હોય, વેરાન હોય કે અરણ્ય હોય તો પણ નંદનવનમાં ફેરવાઈ જાય છે.
આપણે ત્યાં કહેવાય છે કે મોરીયાનું મહતો મદીયાનું... એક નાનકડા વડલાના બીજમાં એક મહાવડની શક્તિ પડેલી છે. આજે ભલે બીજ સાવ નાનકડું દેખાતું હોય, પરંતુ એ નાનકડું બીજ ધીમે ધીમે મોટું થઈને મહાન વટવૃક્ષ બને છે ત્યારે હજારો વટેમાર્ગુઓને, પંખીઓને છાયા આપે છે, ફળ આપે છે, આરામ અને તાજગી આપે છે.
બીજ ચિંતન માંગે છે. નાનકડા બીજની અંદર વટવૃક્ષની શક્તિ સમાયેલી છે. આજના યુવાનો આજે તો કંઈ લાગતા નથી, પણ આવતી કાલના સમાજનું ઘડતર એમના હાથમાં છે. આજની વૃદ્ધ પેઢી આથમી ગયા પછી તેનું સ્થાન તેમણે લેવાનું છે. યુવાન પેઢીમાંથી જ મોટી વ્યક્તિઓ પાકવાની છે.
પૂર્ણિમા પાછી ઊગી ! જ ૧૨૩
Page #133
--------------------------------------------------------------------------
________________
દુનિયામાં જે મોટા માણસો બને છે તે કંઈ આકાશમાંથી એકદમ ઊતરી પડતા નથી; પણ નાનકડા માનવીઓમાંથી ધીમે ધીમે વિકાસ પામે છે, વિકાસમાંથી એમનું સર્જન થાય છે, અને તેમાંથી તે મહાન વ્યક્તિ બને છે.
જીવન જીવવા માટે પણ એક દીક્ષાની જરૂર હોય છે. કલિકાલસર્વજ્ઞા ભગવાન હેમચંદ્રાચાર્યજી, જેમણે કુમારપાળને જીવન જીવવા તેમજ નીતિપૂર્વક રાજ્ય ચલાવવા માટેની જીવન-દીક્ષા આપી હતી, તેમણે એક સુભાષિતમાં કહ્યું છે કે, “સિંહણને એક જ પુત્ર હોય છે, છતાં એ નિર્ભય થઈને સૂઈ શકે છે; કારણ કે, એને ખબર છે કે એનો દીકરો જંગલમાં ઘૂમે છે અને તેથી એને કોઈ જાતનો ભય નથી. જ્યારે ગર્દભી (ગધેડી)ની આસપાસ દશ-દશ બચ્ચાં ફરતાં હોવા છતાં પણ, એને રેતીના થેલા ઉપાડવા પડે છે, અને ડફણાં ખાવાં પડે છે. દશ-દશ દીકરા હોવા છતાં એના જીવને નિરાંત નથી; જ્યારે સિંહણને એક જ સંતાન હોવા છતાં એને કાળજે ટાઢક છે.
તમે આવા, સિંહણના સંતાન જેવા કેમ ન બનો ? તમે એવો વિચાર કેમ ન કરો કે ઘરમાં તમે એકલા હોવા છતાં પણ તમારે લીધે તમારી માતાને, તમારા પિતાને, તમારા બાંધવોને અને તમારા વડીલોને શાંતિ અને સુખ હોય. તમારા વિચાર, તમારી વાણી અને તમારું વર્તન જોઈ તમારાં માબાપ, તમારાં વડીલો અને તમારા સ્વજનો મનમાં ને મનમાં પ્રસન્ન થાય, એવા કેમ ન
થવું ?
“
તમને જોઈને એમને થાય કે કેવા સરસ સગુણો છે, કેવી સરસ અને મધુર વાણી છે, કેવું નિર્દોષ અને નિષ્કલંક વર્તન છે, અને કેવી સુંદર જીવનવ્યવસ્થા છે ! આવી અહોભાવના એમના મનમાં જાગે તો જ જીવ્યું સાર્થક !
તમે તમારા જીવનમાં ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખજો : એક સત્સંગનું, બીજું અભયનું અને ત્રીજું કેળવણીનું. બીજા શબ્દોમાં કહું તો, સોબત સારી રાખજો, દિલ નીડર રાખજો, અને મનને કેળવણી આપજો.
તમારા મિત્રો એવા હોવા જોઈએ કે તેમની ઊંડામાં ઊંડી અને ખાનગીમાં ખાનગી વાતમાં પણ ક્યાંય કટુતા અને ગંદાપણું ન હોય.
બગીચામાં ફૂલો લેવા જનારે ફૂલને પણ ચૂંટીને પસંદ કરવાં પડે છે. એમાં ચીમળાયેલાં પણ ન જોઈએ, અને અર્ધખીલેલાં પણ ન જોઈએ. પૂર્ણ વિકસિત હોય એને જ લોકો પસંદ કરે છે. આપણે જેની પાસે બેસીએ છીએ, ફરીએ-હરીએ છીએ, વાતચીત કરીએ છીએ અને આપણા કીમતી કલાકો પસાર કરીએ છીએ તે મિત્રો એવા હોવા જોઈએ કે તે ખીલેલાં સુંદર ફૂલોની જેમ
૧૨૪ જ જીવન-માંગલ્યા
Page #134
--------------------------------------------------------------------------
________________
શોભા અને સુવાસ આપે.
પસંદ કરાયેલા મિત્રો પૈકી કોઈક મિત્ર સડેલો છે, એવી ખબર પડે એટલે સડેલા ફૂલની જેમ તુરત જ તેને દૂર કરવો જોઈએ. ‘તુરત જ' શબ્દ ઉપર ભાર દઈને કહેવાનું કારણ માત્ર એટલું જ છે કે, એક સડેલું ફૂલ બીજાં દશ સારાં ફૂલને સડો લગાડે છે. પાનની ટોપલીમાં પડેલાં પાંચસો-હજાર પાન સાથે બંધાઈ ગયેલું એકાદ સડેલું પાન બીજી સવાર ઊગે તે પહેલાં પાંચ-પચીસ પાનને ચેપ લગાડે છે; તેમ એકાદ સડેલો મિત્ર કે એકાદ સડેલો યુવાન ઘણાને નષ્ટ કરી નાખે છે.
સડેલા પાનને લીધે બીજાં પાન સડી જાય નહિ તે માટે તો પાનવાળા કાતર રાખે છે; અને જે પાન સડેલું હોય, ડાઘવાળું હોય તેને કાપી નાખે છે. એ કહે છે : પોણું હશે તો ચાલશે, કપાયેલું હશે તોય ચાલશે; પણ સડેલું પાન તો નહિ જ ચાલે.
એ જ રીતે તમારા જીવનમાં જે ભાગ સડેલો હોય તેને કાઢી નાખતાં શીખો; નહિ તો તમારું સુંદર અને બગીચા જેવું મગજ ખરાબ વાતોથી ઉકરડા જેવું થઈ જશે.
એટલે, પહેલી વાત એ છે કે મિત્રો સુંદર જોઈએ; કારણ કે મિત્રોથી જ તમે શોભવાના છો. તમારો મિત્ર જો ખરાબ કામ કરશે તો તેની સાથે તમે પણ વગોવાશો. લોકો તો એમ કહેશે કે, ‘ફલાણાની સાથે બેસતો હતો તે આવો થયો.’
વળી, ખરાબ કામ તમારો મિત્ર કરે અને બદનામી તમને મળે એવું પણ બને, માટે આજથી તમે નક્કી કરજો કે જે મિત્રો શરાબ કે બીડી પીતા હોય, જે લોકો જૂઠું બોલતા હોય, જે લોકો ગાળાગાળી કરતા હોય, જે લોકો ગંદીગંધાતી વાતો કરતા હોય, તેવા પ્રકારના સોબતીઓથી આઘા જ રહેજો, તેમને કહેજો કે અમારી મૈત્રી રાખવી હોય તો બધી બરબાદીઓથી દૂર રહેવું પડશે. જો બદીઓ હોય તો અમે નહિ અને અમે હોઈએ તો બદીઓ નહિ. બેમાંથી ગમે તે એકનો સ્વીકા૨ ક૨વાની તમને સંપૂર્ણ છૂટ છે.
તમે જો આટલું ધ્યાન રાખશો તો તમારું મિત્રમંડળ સુંદર બનશે. એટલું સુંદ૨ કે તમે જે કાંઈ કરશો તે સુંદર હશે. પછી તમારા જીવનમાં એક એવું સુંદર સ્વપ્ન નિર્માઈ રહેશે, જે તમને મહાન બનવાની પ્રેરણા આપશે.
આપણા સાંસ્કૃતિક ઇતિહાસનાં પાનાં ઉથલાવશો તો જણાશે કે સીતાજી, સુલસા, ગાર્ગી જેવી અનેક સ્ત્રીઓ આપણી સંસ્કૃતિનો આદર્શ ૨જૂ કરતું જીવન જીવી ગઈ છે. આજની યુવતીઓ એ વિભૂતિઓ જેવું જીવન જીવવાનો આદર્શ
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૨૫
Page #135
--------------------------------------------------------------------------
________________
નક્કી કરે તો આપણું સમાજજીવન સ્વર્ગ સમું સોહામણું નીવડે.
પણ આજની આપણી બહેનો તો પેલી એડ્રેસ કેવો ડ્રેસ પહેરે છે, અને એ કેવાં ગીત ગાય છે, કેવી અદાથી ચાલે છે, કેવાં નૃત્ય કરે છે એનું અનુકરણ કરે છે. આદર્શ નારી બનવાને બદલે એક્સેસ બનવાનાં સ્વપ્ન સેવે છે. દેશનું આ કેવું દુર્ભાગ્ય !
તમે અત્યારથી જ ઉચ્ચ વિચારોનું સેવન કરજો. તમારી પસંદગી હંમેશાં શ્રેષ્ઠ હોવી જોઈએ. દુનિયામાં જે લોકો પોતાના જીવન માટે કનિષ્ઠ કે અનિષ્ટ તત્ત્વોની પસંદગી કરી બેસે છે તે લોકો ફૂટીને ઠીકરાં થઈ જાય છે.
તમે જો મહાન બનવા માંગતા હો તો ઉચ્ચ અભિલાષાનું સેવન કરો. જગતમાં જે મહાન તરીકે પંકાઈ ગયાં છે. એમનાં જીવનચરિત્રો ભણી નજર નાખો. આજે જે મહાપુરુષ તરીકે ઓળખાઈ રહ્યા છે તેમના વર્તમાન જીવનમાંથી પ્રેરણા મેળવો. એમની ખેતભરી જીવનચર્યા ઝીણવટથી જુઓ, અને પછી નક્કી કરો કે આપણે પણ મહાન કેમ ન બનીએ ?
બે હાથ, બે પગ, બે કાન, બે આંખ, મોટું અને કાન તેમની પાસે હતાં તેવાં જ આપણી પાસે પણ છે. આપણે પણ એ શક્તિઓનો સદુપયોગ કરવાનો છે. એ શક્તિઓનો સદુપયોગ કરો અને પછી જુઓ કે તમારા જીવનમાં કેવા પ્રકારનું ઊર્ધ્વગામી પરિવર્તન આવે છે !
ઇતિહાસ કહે છે કે દુનિયામાં મહાપુરુષો તરીકે કેટલાક ઓળખાયા છે તે ચામડીમાં બહુ રૂડારૂપાળા નહોતા; પરંતુ તેમના આત્માનું સૌંદર્ય એવું અદ્ભુત હતું કે દુનિયા એ સૌંદર્ય પર મુગ્ધ બની જતી.
સામાન્ય માનવીઓ માત્ર ચામડીની સુંદરતા પર મુગ્ધ બને છે, જ્ઞાનીઓ દિલની સુંદરતા જોઈ રાજી થાય છે.
જ્ઞાનરૂપી ભમરાઓને તમે જો ખરેખર આકર્ષવા માંગતા હો તો તમારા આત્માના સૌંદર્ય સમાં સદાચાર, નીતિ, અસત્ય, અહિંસા, કારુણ્ય, વાત્સલ્ય વગેરે સદ્ગુણોને બહાર લાવો. પછી જુઓ, જગતના ઇતિહાસમાં તમે પણ શું કરી જાવ છો !
તમે જે પૂર્ણ છો તે તમારે પામવાનું છે. એ માટે તમે તમારા સ્વપ્ન ઉમદા રાખજો. મનથી સંકલ્પ કરજો કે અમારે આ જિંદગીમાં ચોક્કસ પૂર્ણ બનવું છે. ચોમાસાનાં અળસિયાંની જેમ ક્ષણજીવી નથી બનવું. આખી દુનિયામાં કદાચ મારા નામની હાક ન વાગે તો કંઈ નહિ, પરંતુ હું જ્યાં વસું છું તે પ્રદેશની આસપાસ વસતા લોકોના હૈયે ને હોઠે મારી જીવન-સુવાસ રમી રહે એવા મારા સ્વરૂપને વિકસાવવું છે, એવી ઊંચી સંભાવના સેવો.
૧૨૬ * જીવન-માંગલ્યા
Page #136
--------------------------------------------------------------------------
________________
તમે જો સંકલ્પ કરશો અને એ સંકલ્પ પાર પાડવા માટે સહન કરશો તો જ આવું જીવન જીવી શકશો.
સાચા યુવાનનું રૂપ વાળમાં નહિ, પણ એના પ્રત્યેક અણુએ અણુમાં વિલસતું હોય છે. એનો સંયમ, એનો સદાચાર, એની સ્વચ્છતા, એની સ્વસ્થતા એ જ એના સૌંદર્યને દીપાવનારાં અને એની સુવાસને મહેકાવનારાં તત્ત્વો હોય છે.
આજ તો છોકરાઓ પણ રૂપાળા દેખાવા માટે પાઉડર લગાવે છે, ક્રીમસ્નો લગાડે છે. આ બધું એટલા માટે જ કરવું પડે છે કે અંદરનું (આત્માનું) સૌંદર્ય જાણ્યું નથી. અંદરનું તત્ત્વ ખૂટી જાય છે ત્યારે જ બહારની ટાપટીપ શરૂ થાય છે. હું તો તમને કહું છું કે બહારના એ લપેડાંઓ (કૉમેટિકસ)નો મોહ છોડીને તમે કંઈક એવું સર્જન કરો, જીવન તને અને મનથી એવું સ્વસ્થ અને સુદઢ બનાવો કે માનવજીવન એક ભેટ બની જાય.
તમારે આગિયા નહિ, તારા બનવાનું છે. અંધારી રાતે ચાલ્યા જતા પથિકને તમારે તો માર્ગદર્શન અને આશાભર્યું આશ્વાસન આપવાનું છે. ખરી પડવાનો વખત આવે ત્યારે પણ તેજલિસોટો મૂકીને તમારે જવાનું છે.
યુવાનીમાં રખડ્યા કરશો તો આખી જિંદગી રખડવું પડશે. માટે તમારી જુવાનીને સંભાળી લો. એકાગ્ર બની જીવનની કેળવણી મેળવી લો.
પ્રગતિપંથનાં જે ત્રણ પગથિયાં બતાવ્યાં છે તે આ છે : Dream, Hope and Admiration. મહાન બનવાની આ ચાવી છે : પ્રેરણા આપતું મધુરું સ્વપ્ન હોય, ઉજ્વળ આશા હોય અને દિલમાં અન્યની પ્રગતિ પરત્વેની ખેલદિલીભરી પ્રશંસા હોય તો તમારા જીવનની પ્રગતિને કોઈ રૂંધી શકશે નહિ.
હવે આપણે બીજી વાત પર આવીએ.
જીવનમાં તમે સર્વથા અભય રહો. કોઈથી કદી ડરશો નહિ. જીવનમાં એક માત્ર પાપ સિવાય બીજા કશાથી ડરશો નહિ. તમારી વાણી, તમારું વર્તન અગર તમારા વિચારથી જો પાપ થઈ જાય તો જરૂર ડરજો. એવે પ્રસંગે અંદરના ભગવાન પાસે દોડી જઈને પાપ સામે રક્ષણ માંગજો.
જેના હૃદયમાં અભયનું સામ્રાજ્ય સ્થપાયેલું હોય છે અને દુનિયામાં કોઈની બીક નથી. એવાઓ જ દુનિયાને પલટો આપી શકે છે. દુનિયાને નવા રંગે રંગી શકે છે.
આમ પહેલી વાત આપણે સત્સંગની (સારી સોબતની) વિચારી, બીજી વાત અભયની તપાસી, હવે ત્રીજી વાત વિચારવાની છે. આ વાત છે મનની, કેળવણીની.
તમે દરેક વાત કરજો, પણ સાથે સાથે મનને કેળવતા જજો. મન એક
પૂર્ણિમા પાછી ઊગી ! છેક ૧૨૭
Page #137
--------------------------------------------------------------------------
________________
એવી વસ્તુ છે કે એને કેળવવું પડે છે. જેમ રોટલી બનાવવી હોય તો કણકને કેળવવી પડે, ઘડો બનાવવો હોય તો માટીને કેળવવી પડે, ખમીસ બનાવવું હોય તો કપડાને કાપકૂપને કેળવવું પડે, તે જ રીતે દુનિયામાં કેળવ્યા વગરની કોઈ પણ વસ્તુ કામ લાગતી નથી. તમારા માનસને પણ તમારે કેળવવાનું છે. એ કેળવણી માટે શિક્ષણ એ અનિવાર્ય વસ્તુ છે.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, કેળવાયેલ માણસની ઓળખ શી ?
બિનકેળવાયેલ માણસને દશ શબ્દો કહેવા પડે છે, જ્યારે કેળવાયેલ માણસને માટે એક શબ્દ પણ બસ થઈ જાય છે. “A word to a Wise, and a rod to a Fool.' ડાહ્યા માણસને એક શબ્દની જરૂર છે. એ તરત સમજી જશે. કહેવત છે ને કે તેજીને ટકોરો અને મૂરખને ડફણાં !
આ રીતે તમારા માનસને જો તમે કેળવતા જશો તો તમારું મગજ અને તમારું મન સારું થઈ જશે. જેમ કેમેરાની ચાંપ દાબતાંવેંત જ અંદર રહેલી નેગેટિવમાં સામેનું દશ્ય ઝડપાઈ જાય છે તેમ, તમારું માનસ પણ એવું કાર્યદક્ષ બની જશે કે જે વાત વડીલો કે ગુરુજનો કહેશે એ તુરત જ તમારા માનસપટ પર અંકાઈ જશે.
તમારું મન કેળવાયેલું હશે તો તમારી પાસે આવતી સુંદર વાતો તમારા હૈયાની દાબડીમાં સરસ રીતે સંઘરાઈ જશે.
તમારી પાસે આ ત્રણ વાતો મૂકી છે : સારી સોબત, અભય અને મનની કેળવણી.
મિત્રોની સોબત સારી હશે તો તમે ફૂલની જેમ મહેક્યા કરશો. અભય હશે તો તમારા દિલની અંદર પ્રકાશ છવાયેલો રહેશે. મન કેળવાયેલું હશે તો તમારા આત્માનું સૌંદર્ય વિકાસ પામતું જશે.
જે રીતે ખેતી કરતા ખેડૂત ખેતરમાં એક દાણો વાવે છે, તો ખેતર તેના વળતરના રૂપમાં અસંખ્ય દાણા આપે છે તે રીતે તમારા જીવન-ખેતરમાં વિચાર-રૂપ એક દાણો આજે અહીં વાવેલો છે. મિત્રો ! તેના વળતરના રૂપમાં આચારના ઘણા દાણા પાછા વાળશો એવી શુભેચ્છા.
૧૨૮ * જીવન-માંગલ્ય
Page #138
--------------------------------------------------------------------------
________________
++88
૧૪. પ્રશ્ન-ત્રિપુટી
ક શિષ્યે ગુરુને પ્રશ્ન પૂછ્યો, “ભગવન્, હવે મને બતાવો, કે સૌથી સારું તીર્થ કયું ?”
એ
ગુરુદેવે ઉત્તર આપ્યો “સ્વમનો વિશુદ્ધ:” પહેલામાં પહેલું તીર્થ એટલે મન. મનને ચોખ્ખું કર્યા પછી જ તમે જ્યાં જવું હોય ત્યાં જજો. તમે જ્યારે તીર્થમાં જાવ ત્યારે મનમાં જો મેલ નહિ હોય, તમારું મન જો શુદ્ધ હશે, તમારા ચિત્તમાં રાગદ્વેષના વિચાર નહિ હોય, તો જ ભગવાનનું તેજ તમારા હૃદ ઉપર પડશે; તમારા હૃદયમાં એનું પ્રતિબિંબ પડશે.
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૨૯
:
નેગેટિવ-પૉઝિટિવનો નિયમ છે કે જે નેગેટિવ હોય એના ઉપર કોઈ પણ જાતની છાપ પડેલી ન હોવી જોઈએ. વળી એ એવી કૅબિનમાં હોવી જોઈએ, કે જ્યાં સ્વિચ દબાય, ઢાંકણું ઊઘડે કે તરત જ સામે જે આકૃતિ હોય તે પકડાઈ જાય. આનું કારણ એ છે કે નેગેટિવ સાફ
Page #139
--------------------------------------------------------------------------
________________
છે. જો એનામાં કોઈ ડાઘ પડી ગયો હોય તો જ્યારે તમે ફોટો લેવા જાવ ત્યારે ફોટો સ્પષ્ટ આવશે નહિ. નેગેટિવને સાચવીને બરાબર ગોઠવી દેવામાં આવે છે ને બરાબર તૈયારી કરીને પેલી ફિલ્મને ગોઠવી રાખેલી હોય છે; ને પછી ફોટો જ્યારે લેવાનો હોય ત્યારે જેવી ચાંપ દાબો કે તરત જ ચિત્ર આવી જાય છે. આપણા હૃદયને પણ આ જ રીતે તૈયાર કરીને જવું પડે છે.
જાત્રા કરવા નીકળતાં પહેલાં તૈયારી કરવાની હોય છે. આ તૈયારી કઈ તે જાણો છો ?
ત્યાં ગયા પછી ધંધા અંગે કોઈને કાગળ લખવો નહિ. કોઈ સોદાનો વિચાર મગજ પર લાવવો નહિ. કોઈ ચિંતા માથે રાખવી નહિ. ત્યાં ગયા પછી અહંભાવ, પ્રશંસા, મોટાઈ, સ્તુતિ વગેરે રાખવાં નહિ. ત્યાં જઈએ એટલે મીણ જેવા નરમ બની જવું જોઈએ. આમ એવી તૈયારી સાથે જવું જોઈએ કે ત્યાં પ્રભુનું જે દર્શન કરીએ તેની છાપ હૃદય પર ઊપસી આવે.
તમે કોઈ મંદિરમાં ગયા, પ્રક્ષાલ કર્યો, સ્વચ્છ થયા, ધૂપ કર્યો ને પછી ચંદનની વાડકી લેવા માટે ગયા. પણ એટલામાં પેલો વાટ જોઈને બેઠેલો ચપચપ કરીને પૂજા કરી જાય તો ?
તમારી આંખમાં થોડોઘણો પણ લાલ રંગ તો તે ઘડીએ આવી જવાનો જ. થોડોક તો ક્રોધનો રંગ આવવાનો જ.
જો તમે પણ સામાની જેવા અવિચારી હશો તો મોટેથી બોલી ઊઠશો, કંઈ ભાનબાન છે કે નહિ ?” જો તમે શાણા અને સમજદાર હશો તો મનમાં કહેશો કે, “મેં ધૂપ કર્યો, હું પૂજા કરવાની તૈયારીમાં જ હતો, ત્યાં આ મૂરખ માણસ ટપકી પડ્યો.”
આવો ભાવ મનમાં જાગી આવશે. પરંતુ એ વખતે આપણે તો પ્રસન્ન થવું જોઈએ કે મારા કરતાં આની ભાવના કેવી ઊંચી ! એણે તરત જ વિના વિલંબે લાભ લઈ લીધો ! તમારા મનમાં આવો ભાવ હશે તો તમે સામેથી જ કહેશો, “લો ભાઈ, પહેલાં તમે કરી લો પૂજા.”
આખરે તો જે કરવાનું છે તે ભાવનાથી કરવાનું છે. પહેલી પૂજાનો અર્થ હૃદયમાં પડેલો જ છે. તમે જો ભાવના કરી તો પહેલી પૂજા થઈ ગઈ એમ માનજો.
ટૂંકમાં કહીએ તો આપણું હૃદય ધીમે ધીમે એવું શુદ્ધ બનાવવું જોઈએ કે વીતરાગના ભાવો આપણા જીવનમંદિરમાં બેસે; એ જ ભાવ આપણા ઘેર પણ આપણી સાથે આવે; દુકાને પણ આપણી સાથે આવે; વ્યવહારમાં પણ આપણને દોરે.
આપણા અંતરમાં વસેલી શાંતિ અને આપણા સ્વભાવમાં વસેલી કોમળતા
૧૩૦ જીવન-માંગલ્ય
Page #140
--------------------------------------------------------------------------
________________
તેમજ સૌમ્યતાની અસર આપણા ઘરના માણસો ઉપર ધીરે ધીરે એવી સરસ થવી જોઈએ કે જેને લીધે એક નવું જ વાતાવરણ ઊભું થાય અને લોકો પ્રેરણા લે કે, ખરેખર આ એક સાચા પ્રકા૨નો ધર્મી આત્મા છે.'
પણ આ ત્યારે જ બની શકે કે આપણા જીવનમાં સૌમ્યતા આવે. પણ જો પૂજા કરીને ઘેર જનારો માનવી ઘરમાં જઈને ધમાધમ જ કરી મૂકે, ઉપવાસ કરેલો હોય અને જેવો પારણું ક૨વા બેસે અને કહે, “શું મગ નથી કર્યા ? તમને તો ભાન જ ક્યાં છે ? અમે ઉપવાસ કરી મરી જઈએ છીએ તોયે તમને પારણાનો ખ્યાલ જ નથી રહેતો !''
આવા માણસના ઉપવાસ શાંતિ કેમ આપે ? એમને ઉપવાસ ન કરવા હોય તો કોઈ પરાણે કરાવે છે ? ઉપવાસ કંઈ મરવા માટે નથી કરવાના, અમર બનવા માટે કરવાના છે.
ખરી વાત તો એ છે કે, જીવને વિચાર આવતો નથી. ક્રોધમાં આવી જાય છે ત્યારે એ એમ માનતો હોય છે કે જાણે મેં ઉપવાસ કર્યો તે આ બધાના ઉદ્ધાર માટે કર્યો છે.
સાચી વાત તો એ છે કે, ઉપવાસ એ અનાહારી પદ પ્રાપ્ત કરવા માટે છે. ખાવું એ તો દેહનો સ્વભાવ છે. ન ખાવું એ શુદ્ધ આત્માનો સ્વભાવ છે. ઉપવાસ એટલે અભયદાનમાં વૃદ્ધિ શાકદાણા બીજી અનેક એકેન્દ્રિય વનસ્પતિ જીવોને પણ અભયદાન આપે છે.
પરંતુ એવો સ્વભાવ આવે ક્યારે ?
મગ કદાચ ન થયા હોય તો એમ કહેવું જોઈએ કે, હવે મગ ક૨વાની જરૂર નથી. હવે તો આ ખાવાની શરૂઆત કરી છે, એટલે પાણી હોય તો ચાલે, ઉકાળો હોય તો ચાલે. જે હોય તે ચાલે. તમે ચિંતા શા માટે કરો છો ? કોઈ ચિંતા કરતું હોય તો પણ આપણે સમતા આપવી જોઈએ.
પેલાને એમ થાય કે હું ખાઉં છું તોય મારે ખાખરા વિના નથી ચાલતું અને માણસે ઉપવાસ કર્યો તોય કહે છે કે, મારે કંઈ નથી જોઈતું. આમ તપસ્વીને જોઈને જે તપ નથી કરતો એને ભાવ થાય.
-
પરંતુ આ વાત હૃદયમાં સ્થાપવા માટે મનને વિશુદ્ધ કરવું પડે છે. વિશુદ્ધિ વિના બધું નકામું. જેટલી જેટલી વસ્તુઓ ધોવાય છે તેટલી જ શુદ્ધ અને સુંદર થાય છે.
કપડું પણ ધોવું પડે છે મકાન પણ ધોવું પડે છે, વસ્તુઓ પણ ધોવી પડે છે અને એ ધોવાય છે ત્યારે જ મેલ દૂર થાય છે.
તો પછી શું આપણા મનને ધોવાનું જ નહિ ? આપણે બધાયને
પૂર્ણિમા પાછી ઊગી ! × ૧૩૧
Page #141
--------------------------------------------------------------------------
________________
ધોવડાવીશું. બધાયને ચોખ્ખા કરીશું અને મનને નહિ ધોઈએ તો કેમ ચાલશે ? મનને તો પહેલું ધોવું પડશે.
આ માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે વીતરાગની વાણી એ તમારા મનને ધોવા માટેનું નિર્મળ અને પરમ પાવનકારી પાણી છે. એના જેવું પવિત્ર પાણી દુનિયામાં એક પણ નથી. એટલે એ પાણીથી તમે મનને રોજ ધોતા રહો.
– તો હું તેમને પૂછું છું કે રોજ શું કરવા નાહવું જોઈએ ? કાલે તો નાહ્યા હતા, તો પછી આજે શું કરવા ફરીથી નાહવા જાવ છો ? કાલે સ્નાન કર્યું હોવા છતાં જો તમને આજે મેલ ચડ્યો, ધૂળ ચઢી એમ લાગતું હોય તો પછી, કાલે સાંભળ્યું તેમ આજ પણ સાંભળો.
તમારી કાયા તો વગર ધોયે ઊજળી થવી જોઈએ. કાયા જ્યાં સુધી આવી ન થાય ત્યાં સુધી તો તમારે નાહવું જ પડે, એ જ રીતે તમારું મન એવું ન થાય ત્યાં સુધી તમારે સદૂવાણી પણ સાંભળવી જ પડે. એ સાંભળતા રહો તો તમારું મન તાજું રહે, ખુલ્લું રહે, શુદ્ધ બને, રાગદ્વેષની ગાંઠો જો બંધાઈ ગઈ હોય તો જરા ઢીલી થાય.
આટલા માટે જ કહ્યું કે જેમાં ગાંઠ કે મળ ન હોય તેવું મનો વિશુદ્ધ મન જોઈએ.
બીજો પ્રશ્ન પૂછે છે, “મિત્ર હૈથું ? દુનિયામાં છોડવા જેવું શું
છે ?
જવાબ મળ્યો, “ન ૨ મામું – કનક અને કામ – આ બેય આપણને વળગ્યાં છે, પણ તેને છોડવાં જોઈએ.”
માણસ બાળક હોય છે ત્યારથી લેવાની શરૂઆત કરે છે તે માણસ વૃદ્ધ થાય ત્યાં સુધી એ વૃત્તિ ચાલુ જ હોય છે, એટલે શરૂઆત લેવાથી થાય છે અને અંત લૂંટવાથી થાય છે.
લગભગ જિંદગીભર આ કનક અને કામની જ ઇચ્છા અને તૃષ્ણા માનવી સેવતો હોય છે. પરંતુ એથી તને શું મળવાનું છે ? એનો વિધિપૂર્વક ત્યાગ કરતાં શીખાય તો જ કલ્યાણ થાય...
કનક અને કામ એ બે વસ્તુઓ બંને બાજુથી વળગી પડેલી છે. એનો એ સ્વભાવ છે અને જેને એ બે વળગે છે તે માણસ એનાથી છૂટી શકતો નથી અને આશ્ચર્ય તો એ છે કે એના બંધનમાં પડેલો માનવી ઊલટો પોતાને વધારેમાં વધારે મુક્ત માને છે !
જે વધારે પૈસાદાર હોય તે માણસ વધારે છાતી કાઢતો ચાલે છે. એને થાય છે “હું કોણ ? હું મોટો માણસ.”
૧૩૨ ૪ જીવન-માંગલ્ય
Page #142
--------------------------------------------------------------------------
________________
ખરી વાત તો એ છે કે એ કેદી છે. એ એવો કેદી છે કે બાપડો રાતના સુખે ઊંઘી પણ શકતો નથી. રાત પડે એટલે ઇન્કમટૅક્સ, સેલ્સટૅક્સ, સુપરટેક્સ વગેરેની ભૂતાવળો એને સતાવે છે, ને મૃત્યુવેરાને લીધે તો એ ઝબકી ઝબકીને જાગે છે. એક ભાઈ કહેતા હતા :
કલ કરે સો આજ કર, આજ કરે સો અબ;
અવસર બીતા જાત હૈ ફિર કરોગે કબ ?” બીજા ભાઈએ એને ફેરવીને બીજી રીતે કહ્યું:
કલ મરે તો આજ મર, આજ મરે સો અબ;
મૃત્યુવેરો આ ગયો, ફિર મરોગ કબ ?” એટલે, હવે તો મરવા માટેનો પણ ટૅક્સ આવી ગયો. પણ, આ ટેક્સ કોને માટે છે ? – જેની પાસે ખૂબ ધન છે તેને માટે છે.
જેની પાસે ઓછું ધન છે તેને તો ટૅક્સ-બૅક્સ કંઈ વળગતું નથી; એ તો ખપ પૂરતું રળે છે ને ખાય છે. બધાય ચોપડા તો શેઠિયાઓને રાખવા પડે છે. ટેક્સ અને ડ્યુટી તો હોય છે. પણ જેને બાર મહિને ત્રણ હજારથી ઓછી આવક થતી હોય એને શું ?
તમે લાખ મેળવો છો ત્યારે સરકાર તમારી પાસેથી પચાસ-સાઠ હજાર રૂપિયા પડાવે છે. તમે દિલ પ્રસન્ન રાખી દાન નથી કરતા તો સરકાર તમને રડાવીને તમારી પાસેથી દાન કરાવે છે.
પહેલાંના લોકો દ્રવ્યમાંથી દસ ટકા (દશાંશ) કાઢતા હતા, એ વિચારતા કે મારા સહધર્મીઓ દુ:ખી ન હોય, એમની સ્થિતિ સારી હોવી જોઈએ. એવી એમના દિલમાં ભાવના હતી. પોતાના સહધર્મીઓ દુઃખી હોય તો એમના દિલમાં દુઃખ ઊભરાતું હતું.
હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. “એ એનું ફોડી લેશે. મારે શું ?' આવી સ્વાર્થબુદ્ધિ વ્યાપક બની છે. એટલે જ આજે સરકાર તમારી પાસેથી મેળવીને ગરીબને પહોંચતા કરે છે !
એટલે આખરે તો સરકાર તમારી પાસેથી ફરજિયાત દાન કરવા માટે જ ટૅક્સ નાખે છે.
આમ, કનક એ એવી વસ્તુ છે કે માનવી એમાં જેમ વધારે બંધાયેલો હોય છે તેમ તે પોતાની જાતને વધારે મુક્ત માને છે ! જ્યારે જ્ઞાનીઓ સાચી રીતે સમજે છે કે આવો માનવી મુક્ત નથી, પણ બંધાયેલો છે.
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૩૩
Page #143
--------------------------------------------------------------------------
________________
શાન્તિથી બેસીને વિચાર કરવાનો છે કે આપણું જીવન કેવી રીતે વીતી રહ્યું છે. આજે લોકોનું જીવન પણ શાન્તિથી વીતતું નથી અને મૃત્યુ પણ શાન્તિથી થતું નથી. જીવન જો બગડી ગયું તો મરણ પણ બગડી જશે. - મરણ વખતે પણ ઘણાનું ધ્યાન એવી વસ્તુઓ પર હોય છે કે સુખ કે શાન્તિથી વિદાય પણ લઈ શકતા નથી.
મરણ આવે તે પહેલાં કામની ભાવના છુટી જાય, મરણ આવે તે પહેલાં કનકનો મોહ છૂટી જાય, ને તમે છોકરાંઓને કહો કે હવે તમે બધું સંભાળી લો. હવે મારું નામ પૈસાની બાબતમાં ન લો. પણ ધ્યાન રાખજો કે છોકરાં વ્યસની, લોભી કે સ્વાર્થી ન હોય.
આમ તમે એવી રીતની વ્યવસ્થા ગોઠવો કે મરણ વખતે એમાં તમારો જીવ અટવાઈ ન જાય.
હવે ત્રીજો પ્રશ્ન પુછાયો, “રોજ અમારે સાંભળવું શું ?”
જવાબ મળ્યો : “ગુરુના મુખકમલથી ઝરતાં સુવાક્યો નિત્ય સાંભળો.” સ્વયંપ્રકાશિત એવા વીતરાગના માર્ગના જે પ્રવાસી છે તે તમને જે વાત કહેશે તે તમારા આત્માના ઉદ્ધાર માટેની જ હશે.
ગુરુઓનાં વાક્યો તો ત્યાગના માર્ગે લઈ જનારાં હશે. ઘણા એવા હોય છે કે ત્યાગની વાત કરે, ધર્મની વાત કરે, પણ જ્યાં ઘેર આવે ત્યારે બધું ભૂલી કહે, “આ તારું, આ મારું.”
શ્રેણિક મહારાજાની એક વાત આવે છે. ભગવાન મહાવીર પધારેલા છે. તેમને સાંભળવાનું રાણી ચેલણાને મન થઈ આવે છે, એટલે ધારણી રાણીને કહે છે, “ચાલો, આપણે ભગવાનનું વ્યાખ્યાન સાંભળવા જઈએ.”
ત્યારે મેઘકુમાર કહે છે, “હું આવું ?” ત્યારે રાણી કહે, “હા, તારે તો આવવું જ જોઈએ.” અને મેઘકુમાર આવ્યા. વાણી સાંભળી અને હૃદયમાં એવી ઊંડી ઊતરી ગઈ કે જાણે કોરી ધરતી પર મેઘ વરસ્યો. પછી તો બીજા રોપાયું અને ઊગી નીકળ્યું.
પણ જે બાળજીવો હોય છે તેમને બહુ અસર કરી જાય છે. જુઓ ને, વિદ્યાર્થીઓ કેટલા બધા ભાવનાશાળી હોય છે ! એમને તમે એક વાત બરાબર સમજાવી દો કે મનમાં ઉતારો તો તેઓ “યા હોમ કરીને ઝંપલાવી દે છે.
જ્યારે પેલા તો ગણતરી જ કર્યા કરે ને ગણીગણીને એવું તારવે કે, “ખોદે ડુંગર ને કાઢે ઉંદર' જેવો ઘાટ થાય.
આમ પેલા મેઘકુમારે તો સાંભળ્યું. ને સંસાર પરથી જીવ ઊઠી ગયો. ઘેર આવીને માને કહ્યું, “મા.”
૧૩૪ * જીવન-માંગલ્ય
WWW.jainelibrary.org
Page #144
--------------------------------------------------------------------------
________________
ધારણી કહે, “શું છે બેટા !” તો કહે, “મને ભગવાનની વાણી ગમી.” “તો તો, બેટા આપણું ભાગ્ય ખૂલી ગયું.” “પણ, મા ! એ વાણી મારા હૃદયમાં ઊતરી ગઈ.” “તો તો આપણું અહોભાગ્ય.” “પણ, એ વાણી હવે મારે અમલમાં મૂકવાની છે.”
એટલે ?” તો કહે, “મારે ત્યાગી થવાનું છે.”
અરે હોય ! ત્યાગી તો બીજા થાય. તારે નહિ. તું તો મારો એકનો એક દીકરો છે. તું જો ત્યાગ કરે તો મારું કોણ ? તને તો મારે સુંદર કન્યા પરણાવવી છે. તારી એ પત્નીને નીરખી-નીરખીને સ્વર્ગ સમું સુખ પામવું છે, માટે બેટા, આપણાથી સાધુ ન થવાય.”
જોયું આ ? માબાપ ધર્મમાં જોડે ખરાં, પણ ત્યાગની વાત આવે ત્યાં કહે, “એ તારું કામ નહિ. એમાં તને સમજ ન પડે. એ તો અમારે સાંભળવા માટે છે.”
પ્રવચન-શ્રવણ ચિત્તશુદ્ધિ માટે કરે છે. શ્રવણથી હૃદય ધોવાઈને ઉજ્વળ થવું જોઈએ. મેઘકુમારની જેમ જીવનમાં પરિવર્તન આવવું જોઈએ.
O
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૩૫
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૫. આજના યુગમાં
નદર્શનમાં કોઈ વાત એકાંતે
કહેવામાં નથી આવી. આજે કેટલાક $ લોકો જીવનને એકલક્ષી બનાવી માત્ર ક્રિયા
પર જ મહત્ત્વ આપે તો તે કેમ ચાલે ? કારણ કે સ્યાદ્વાદ-અનેકાંતની દષ્ટિએ કોઈ
એકને આપણું મધ્યબિંદુ બનાવવા છતાં જ જીવન વિશેની અનેકવિધ બાબતોનો પણ છે. આપણે સાપેક્ષ ખ્યાલ રાખવો પડશે. .
આજનો યુગ એક રીતે જ્ઞાનનો યુગ ૭ છે. વ્યાવહારિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ તે એ બંને વચ્ચેના ભેદ તેમજ જીવનમાં એ
બંનેનું શું સ્થાન છે, તે આપણે સમજી લેવું $ પડશે. વ્યાવહારિક શિક્ષણની જરૂરિયાત
તેમજ ઉપયોગિતા તો આજે જીવનમાં દરેક ક્ષેત્રે જોવામાં આવે છે અને દિવસે દિવસે વધતી જતી અનેક યુનિવર્સિટીઓમાં તેમજ
કોલેજોમાં અભ્યાસ કરી વિદ્યાર્થીઓ ડિગ્રી જ મેળવે છે, એ ઉપરથી જ આપણને ખ્યાલ જ આવી જાય છે.
એમ.બી.બી.એસ ની ડિગ્રી ધરાવનાર
૧૩૬ ક જીવન-માંગલ્ય
WWW.jainelibrary.org
Page #146
--------------------------------------------------------------------------
________________
હોય તો આપણે સમજી શકીએ છીએ કે તે શરીરશાસ્ત્રનો નિષ્ણાત છે. તે જ રીતે સી.એ.ની ડિગ્રી ધરાવનારને તે હિસાબ અને નામાખાતાનો નિષ્ણાત છે એમ આપણી સમજમાં આવી જાય છે. ધાર્મિક શિક્ષણની બાબતમાં અભ્યાસની કોઈ આવી ડિગ્રી હોતી નથી, અને તેના શિક્ષકોની પસંદગીમાં પણ ખાસ ધોરણ જેવું હોતું નથી. આજનો યુગ ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણનો સમન્વય ક૨વાનો યુગ છે.
થોડા વખત પહેલાં શિસ્તપાલન વિશે આપણા દેશના વિદ્યાર્થીઓમાં વધતી જતી બેદરકારી અને વણસતી પરિસ્થિતિ અંગે તપાસ કરવા માટે સરકારે એક કમિશન નીમ્યું હતું, અને તેમાં આપણા રાષ્ટ્રપતિ અને મુંબઈના માજી ગવર્નર શ્રીપ્રકાશ જેવા વિદ્વાન સભ્યો હતા. તેમણે સંશોધન કરી જે રિપોર્ટ તૈયાર કર્યો તેમાં મુખ્ય એ વાત હતી કે કૉલેજના વિદ્યાર્થીઓને વ્યવહારિક શિક્ષણની સાથોસાથ આધ્યાત્મિક શિક્ષણ પણ આપવું જરૂરનું છે. આમ થતાં વિદ્યાર્થીજગતમાં આજે જે અવ્યવસ્થા અને શિસ્તપાલનનો અનુભવ જોવામાં આવે છે, તે દૂર થશે. આમ આધ્યાત્મિક શિક્ષણની અગત્યતા રાષ્ટ્રપતિએ સ્વીકારી છે.
પાઠશાળાઓમાં છોકરાઓને ધાર્મિક સૂત્રો શિખવાડવામાં આવે છે, અને તેથી બાળકોને જરૂરી ધાર્મિક શિક્ષણ મળી રહે છે, એમ સંતોષ માની લઈએ તે બરોબર નથી. હાઈસ્કૂલોનાં આગલાં ધોરણોમાં અભ્યાસ કરતા તેમજ કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ બાબતમાં સંતોષ આપી શકે તેવા શિક્ષકોની ત્યાં ખોટ છે, અને આ ઊણપને કારણે જ બાળકો ધાર્મિક અભ્યાસમાં ૨સ લઈ શકતાં નથી, કારણ કે એવા અભ્યાસથી તેમની ભૂખ સંતોષાતી નથી. મોટી ઉંમરનાં બાળકોને જ્યારે પાઠશાળામાં જવાનું કહેવામાં આવે છે ત્યારે તેઓ વ્યાવહારિક શિક્ષણના બોજાની વાત ૨જૂ કરે છે, અને એવે વખતે આપણે બાળકોની વાત સાથે સંમત થઈ જઈએ છીએ. વાસ્તવિક પરિસ્થિતિ તો એ છે કે આજનાં માબાપોને તેમના ધમાલિયા જીવનના કારણે, બાળકોને પાઠશાળામાં જવાનું કેમ ગમતું નથી, તેમજ ધાર્મિક અભ્યાસમાં તેમને કેમ રસ પડતો નથી, તેનાં કારણોમાં ઊંડા ઊતરવાની ફુરસદ જ નથી, અને તેથી તો પરિસ્થિતિ સુધરવાને બદલે વણસતી જવાની છે.
આ માટે મારી પાસે અનેક વિદ્યાર્થીઓ ચર્ચા અર્થે આવે છે, અને તે પરથી મને લાગે છે કે આજના વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક શિક્ષણની ભૂખ તો છે જ, પરંતુ વર્તમાન ધાર્મિક શિક્ષણની પદ્ધતિ અને અવ્યવસ્થાના કા૨ણે તેઓની આવી ભૂખ સંતોષાતી નથી, અને તેથી જ તેઓને ધાર્મિક અભ્યાસમાં
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૩૭
Page #147
--------------------------------------------------------------------------
________________
રસ પડતો નથી. મને યાદ છે કે એક વખત અમારા એક પ્રૌઢ ઉંમરના શિક્ષક પાસે બાળકો સૂત્રોની ગાથાઓ બોલી રહ્યાં હતાં. ત્યાં એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે, સાહેબ ! સૂર્ય સવારે ઊગે છે અને સાંજના આથમે છે, પણ જગતમાં કોઈ એવો પ્રદેશ હોઈ શકે ખરો કે જ્યાં સૂર્ય દિવસોના દિવસો સુધી આથમે જ નહિ ? આ ધાર્મિક શિક્ષકને ભૂગોળનું જ્ઞાન ન હોવાથી પેલા વિદ્યાર્થીને મૂર્ખાઈ ભરેલો પ્રશ્ન પૂછે છે એમ કહી બેસાડી દીધો. આવી પરિસ્થિતિ આપણી મોટા ભાગની પાઠશાળાઓમાં પ્રવર્તે છે. વિદ્યાર્થીઓ પોતાની જિજ્ઞાસા સંતોષવા એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે, પણ કોઈ સ્થળે એમને મૂર્ખ ગણી હસી કાઢે છે, તો વળી કોઈ સ્થળે એમને જડ ગણી હાંકી કાઢવામાં આવે છે, તો વળી કોઈ સ્થળે એને નાસ્તિક કહી તિરસ્કારવામાં આવે છે. આના પરિણામે વિદ્યાર્થીઓ કંટાળી જાય છે, અને ધાર્મિક અભ્યાસમાંથી તેમની શ્રદ્ધા જ ઊઠી જાય છે. એટલે પ્રથમ તો આજે પાઠશાળાઓમાં એવા શિક્ષકની જરૂર છે કે જેમણે ધાર્મિક અભ્યાસ સાથે સંપૂર્ણ વિજ્ઞાનનું જ્ઞાન પણ લીધેલું હોય, દૃષ્ટિની વિશાળતા હોય, માત્ર સૂત્રોની ગાથાઓ ગોખાવ્યા જ કરે એવા શિક્ષકો વર્તમાનકાળે આપણી પાઠશાળાઓમાં નહિ ચાલે, અને એ જ રીતે કૉલેજ તેમજ હાઈસ્કૂલોમાં પણ વ્યાવહારિક સાથે આધ્યાત્મિક શિક્ષણ ધરાવનારા શિક્ષકો અને પ્રોફેસરોની પસંદગી કરવામાં આવશે ત્યારે જ વિદ્યાર્થીઓમાં પ્રવર્તતી અશિસ્ત નાબૂદ થશે.
ક્રિયા આપણા આત્મા માટે છે, આપણો આત્મા ક્રિયા માટે નથી, એ આપણે હંમેશાં યાદ રાખવાનું છે. જો દરેક ક્રિયા વિવેકપૂર્વક કરવામાં આવતી હોય, તો એવી ક્રિયા કરનારને કોઈ પાપકર્મનું બંધન થતું નથી. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે જે વિવેકથી ચાલે, વિવેકથી ઊભો રહે, વિવેકથી સૂએ, વિવેકપૂર્વક ભોજન કરે અને વિવેકપૂર્વક બોલે તો તે પાપકર્મથી બંધાતો નથી. દેહ અને આત્મા વચ્ચેના ભેદ પણ આપણે સમજી લેવા જોઈએ. કોઈ માણસ એક હાથમાં ઘીનો લોટો અને બીજા હાથમાં છાશનો લોટો રાખી માર્ગે ચાલ્યો જાય, અને સામેથી કોઈ દોડતું આવતું હોય તો તેની અડફેટમાંથી બચવા માટે એ માણસ એ રીતે તરી જશે કે જેથી છાશના લોટાના ભોગે પણ ઘીના લોટાને આંચ ન આવે. આ રીતે કાયાના ભોગે આત્માનું રક્ષણ કરી શકાય, પણ આત્માના ભોગે કાયાનું રક્ષણ ન જ થઈ શકે.
આવી રીતે સર્જન અને વિસર્જન વચ્ચેના ભેદ પણ આપણે જાણી લેવા રહ્યા. એક કળાકારને ભવ્ય પ્રતિમા તૈયાર કરતાં વરસોનાં વ૨સો લાગે છે, ત્યારે બીજો માણસ કુહાડાના ઘાથી થોડી ક્ષણોમાં જ તે પ્રતિમાનું ખંડન કરી
૧૩૮ : જીવન-માંગલ્ય
Page #148
--------------------------------------------------------------------------
________________
નાખે છે, એ બેમાં વધુ શક્તિ પ્રતિમાને ખંડિત કરનારમાં નહિ પણ સર્જન કરનારમાં છે; કારણ કે સર્જન કરવામાં જ્ઞાનશક્તિની જરૂર પડે છે; જ્યારે નાશ કરવામાં તો જડતાની જરૂર પડે છે. આજના યુગમાં ભૌતિક શક્તિનો ઉપયોગ મોટા ભાગે વિસર્જન કરવામાં થાય છે, પણ સર્જન ક૨વામાં તો આધ્યાત્મિક શક્તિની જ જરૂર પડે.
યુરોપના એક સુપ્રસિદ્ધ કળાકારે એક સુંદર બાળકનું ચિત્ર તૈયાર કર્યું. બાળકનું ચિત્ર એવું તો આકર્ષક અને કળાયુક્ત હતું કે ઘડી બે ઘડી આપણે એની તરફ જોઈ જ રહીએ. એના મોઢા પરના સરળ અને વિનમ્ર ભાવો, તથા હોઠ પરનું મૃદુ હાસ્ય એવાં તો અલૌકિક હતાં કે જોનારના મનમાં નિર્મળતા અને નિર્દોષતાનો સંચાર થાય. થોડાં વરસો બાદ એ ચિત્રકારે એક દુષ્ટ પુરુષનું ચિત્ર તૈયાર કર્યું અને તે માટે એક ભયંકર ચહેરાવાળા માણસને પણ શોધી કાઢ્યો. એની ક્રૂર આંખો, વિકરાળ ચહેરો, ફૂલેલું નાક, ઊપસેલા હોઠ એવાં તો બિહામણાં હતાં કે ચિત્ર જોતાં ઘૃણા અને તિરસ્કારના ભાવ જાગ્રત થાય! પછી એક પ્રદર્શનમાં એ બંને ચિત્રોને તેણે સાથે બાજુબાજુમાં મૂક્યાં. બંને ચિત્રો એકબીજાથી વિરુદ્ધ પ્રકારનાં ચિત્રો હતાં. એક દિવસ એક માનવી તે પ્રદર્શન જોવા આવ્યો, અને ચિત્રો જોતાં જોતાં પેલાં બે ચિત્રોની પાસે આવી પહોંચ્યો. પેલાં બે ચિત્રોને જોઈને તે તો પોકે પોકે રડવા જ લાગ્યો. એને રડતો જોઈને તેની આસપાસ માણસોનું ટોળું જામી ગયું અને તેને રોવાનું કારણ પૂછતાં તેણે પોતાનું મોઢું બંને હાથો વડે ઢાંકીને કહ્યું કે આ બંને ચિત્રો ભિન્ન ભિન્ન વ્યક્તિનાં નથી પણ એક જ વ્યક્તિનાં છે, અને તે વ્યક્તિ અન્ય કોઈ નથી પણ હું પોતે જ છું. આ બંને ચિત્રો જોઈ મારા ભૂતકાળના સ્વરૂપની વર્તમાન સ્વરૂપ સાથે સહેજે સરખામણી થઈ ગઈ, અને તે વિચારે હ્રદયને આઘાત થયો. હું રડું છું મારા પતનને.
આપણે આપણી જાતને જ ભૂલી ગયા છીએ. પણ આજના વિજ્ઞાનયુગમાં સૌથી મોટામાં મોટી જરૂર તો આપણે આપણી જાતને જ ઓળખવાની છે. આધ્યાત્મિક શિક્ષણ માણસને સ્વનાં દર્શન તરફ દોરે છે અને તે જ જ્ઞાન સાચું જ્ઞાન છે.
પૂર્ણિમા પાછી ઊગી ! × ૧૩૯
Page #149
--------------------------------------------------------------------------
________________
+6+>&>8<+
>>?
૧૬. જીવનસાફલ્યની ચાવી
પ્ર
કૃતિ-સૌમ્યત્વ એ એક મહત્ત્વનો સદ્ગુણ છે. એમાં એવી સંકલના છે કે, એક વસ્તુ આવે તો બીજી આવે અને બીજી આવે પછી ત્રીજી આવે. એટલે, એક વસ્તુ પહેલાં તૈયાર ન થઈ હોય તો, બીજી વસ્તુમાં પછી મુશ્કેલી પડે છે, અને બીજી તૈયાર ન હોય તો ત્રીજી પણ અઘરી પડે, માટે જ ગુણની સંકલના કરવામાં આવી છે. ક્ષુદ્રતાનો ત્યાગ કરે તો જ માણસ સૌમ્ય બને છે.
જ્ઞાનીઓ આપણને દેખાવ ક૨વાનું નથી કહેતા. એ તો આચરણમાં ઉતારવાનું જ કહે છે.
ડેલ કાર્નેગીએ જીવનમાં આગળ વધવાની સમજ આપતું પુસ્તક લખ્યું છે, એ પુસ્તકનું નામ છે. ‘How to win the Friends and Influence the People'. આ પુસ્તકની લાખો નકલો દુનિયામાં ખપી ગઈ છે. ગુજરાતીમાં પણ એની લાખો નકલો ઊપડી છે !
૧૪૦ * જીવન-માંગલ્ય
Page #150
--------------------------------------------------------------------------
________________
મારે તમને સૌને અહીં પૂછવું છે કે, એમાં અને આ મહાપુરુષોની વાતમાં ફર શો છે ?
લેખક એમ કહે છે કે તમે સૌમ્યતા અને સભ્યતાનો દેખાવ રાખો; જ્યારે મહાપુરુષો કહે છે કે, દેખાવ નહિ; તમે એને તમારા જીવનમાં વણી નાખો. દેખાવ તો છેતરવા માટે છે, જ્યારે એવા ગુણને જીવનમાં વણવાની ક્રિયા આપણી જાતને સુધારવા માટે છે. જ્ઞાનીઓ કહે છે કે દેખાવ દુનિયામાં માન અપાવશે, પણ એથી આત્માનું કલ્યાણ કે અંતરમાં સુખ નહિ થાય. આત્માનું કલ્યાણ કરવું હોય તો અંદરથી સુધરો.
દવાઓ પણ આ બે પ્રકારની હોય છે. માથું દુ:ખતું હોય ત્યારે આપણે બામ લગાડીએ છીએ, ટીકડી લઈએ છીએ, ને એમ આરામ અનુભવીએ છીએ. બીજી દવા વિચારના મૂળમાંથી ઉદ્ભવી હોય છે : આ માથું દુખ્યું તો ખરું, પણ એ દુખ્યું શેનાથી ? આ પ્રશ્નમાંથી એ શોધી કાઢે છે કે કબજિયાત છે, પેટમાં ખોટો ભરાવો થયેલો છે એટલે માથું દુઃખે છે. આ પછી એ પેટનો બગાડ કાઢવાની દવા આપે છે. આ આંતરિક દવા છે. બહાર બામ ભલે લગાડો; પણ અંદરનો મળ જશે નહિ અગર કોઈ ચિંતાથી માથું દુઃખતું હોય તો ચિંતા જાય નહિ ત્યાં સુધી આરામ થાય નહિ.
આ રીતે જ્ઞાનીઓ પણ આપણને અંતરની દવા બતાવે છે. એ કહે છે કે બહારની સૌમ્યતા તમે ઘડીભર રાખશો, પણ જો તે અંતરમાં ઊતરી નહિ હોય તો કોઈક દિવસ પણ એનો ભડકો થયા વિના રહેવાનો નથી.
તમારી પ્રકૃતિમાં વણાયા વગરની કોઈ પણ વસ્તુ લાંબો કાળ ટકવાની નથી. એટલે, તમે જે વસ્તુ કરવા માગતા હો તેને તમારા લોહીની અંદર એકાકાર બનાવી દો. એમ કરશો ત્યારે એ વસ્તુ તમારું જીવન બની જશે. પછી તમે ઊંઘતા હશો કે જાગતા હશો, પણ તમારી પ્રકૃતિ તમને નહિ છોડે.
પ્રકૃતિં યત્તિ મૂતાને નિર્દ: હિ રિસ્થતિ ?”
કોઈની ઉપર તમે ગમે તેવું દબાણ લાવશો, ગમે તેટલી ચોકી રાખશો, ગમે તેટલી ચાંપતી નજર રાખશો, પણ માનવીની પ્રકૃતિમાં જે વણાઈ ગયું તેની સામે બહારનું નિયંત્રણ કશાય કામમાં નહિ આવે.
માણસ હોશિયાર છે. બહારનાં ગમે તેટલાં નિયંત્રણો હશે તો પણ એ ધારેલું કર્યા વિના નહિ રહે – ભલેને પછી આસપાસ અનેક ચોકીદાર મુકાઈ ગયા હોય.
એટલે બહારનું નિયંત્રણ કદાચિત થોડી વાર સુધી રહેશે ખરું, પણ જો એ એની પ્રકૃતિમાં પલટો નહિ આવે તો એ વાળેલી કમાનની જેમ રહેશે.
પૂર્ણિમા પાછી ઊગી ! છેક ૧૪૧
Page #151
--------------------------------------------------------------------------
________________
જ્યારે કમાન છૂટશે ત્યારે ડબલ જોરથી ઊછળશે, અથવા તળાવમાં તરતા ટૂંબડા જેવી દશા થશે. ઉપર હાથ દબાયેલો રાખશો ત્યાં સુધી અંદર રહેશે ને હાથ ઉઠાવી લેશો કે તરત જ જોશભેર ઉપર આવી જશે.
લોકો બહારથી નિયંત્રણ મૂકવામાં માનતા હોય છે. લોકો સમજણને નહિ, જોરને મહત્ત્વ આપતા થયા છે.
જોરજુલમ ને દબાણને લીધે જે વસ્તુ દબાઈને બેઠેલી હોય છે તે છૂટવાની વાટ જોઈને બેઠેલી હોય છે. અને તેથી જ છૂટે છે ત્યારે બમણા જોરથી ઉછાળો મારે છે.
દડાને જો કોઈ ઠેકાણે મૂકવો હોય તો ધીરેથી મૂકવો પડશે; જોરથી ફેંકશો તો તો બમણો ઊછળશે, અને જેમાં મૂકવો હશે તેનાથી વિરુદ્ધ દિશામાં ચાલ્યો જશે. દડો જો આપણે ઊભા હોઈએ તેની સામેની દીવાલે ફેંકીએ તો દિવાલે અથડાઈને પાછો આપણા હાથમાં આવે છે, એ તો સૌ જાણીએ છીએ જ.
ક્રિયા અને પ્રતિક્રિયા (Actions and Reactions) એ સાયન્સનો અને માનસશાસ્ત્રનો એક નિયમ છે. એટલે જ્યારે તમારી પાસે વિચાર આવે ત્યારે એ ક્યાંથી આવ્યો એ પહેલાં સમજો, એની સાથે વિચારણા કરો અને પછી જ આચરણમાં મૂકો.
જે માણસ સમજીને ક્રોધને છોડે છે તે માણસ હજારો રૂપિયાનું નુકસાન થશે છતાં ક્રોધ નહિ કરે, કારણ કે એ સૌમ્યતા એ એની પ્રકૃતિનું અંગ બની ગયું છે.
નમ્રતાને જે સમજે છે તે વ્યક્તિ ગમે તેટલાં પ્રલોભનો મળશે છતાં પણ અહંકારમાં નહિ લપટાય, કારણ કે નમ્રતા એ એની પ્રકૃતિનું એક અંગ બની ગયું હોય છે.
તે જ રીતે, જે લોકો સંતોષમાં સમજે છે તે લોકોની સામે ધનનો મોટો ઢગલો કરી નાખશો તો પણ એ તેની સામે નજર સુધ્ધાં નહિ નાખે. એ તો કહેશે કે, મારે ચિંતા શું કરવા લેવી ?
આર્યાવર્તમાં જે ગ્રંથોની રચના થઈ છે તે સંતોષી સંતોએ કરી છે અને તેથી તેમના જીવનની સુવાસ પણ એમાં રહેલી છે.
વિલાસી માણસો અને દુનિયાની ભૌતિક સંપત્તિ પાછળ ઘેલા થયેલા માણસોએ લખેલું લખાણ કદાચિત તમને ઉશ્કેરાટ આપનારું નીવડશે, પરંતુ એ તમારા દિલને શાન્ત કરી શકશે નહિ.
આજે નવલકથાઓ લખાય છે, પણ લેખકો તો એની વધારેમાં વધારે
૧૪૨ * જીવન-માંગલ્ય
WWW.jainelibrary.org
Page #152
--------------------------------------------------------------------------
________________
આવૃત્તિઓ બહાર પાડીને વધુમાં વધુ પૈસા કેમ લૂંટવા એના રસ્તા શોધતા હોય છે. એટલે એમના એ લખાણની પાછળ પણ તૃષ્ણાની આગ પડી હોય છે. અને તેથી જ તેમનું સાહિત્ય વાંચનારી પ્રજા અસંતોષના ભડકામાં બળી રહી હોય છે, કારણ કે લખનારાઓના દિલનો આતશ એમનાં લખાણોમાં પડ્યો હોય છે.
જેમનાં ચિત્ત હર્યુંભર્યાં છે, જેમનાં મન પ્રશાંત છે, જેઓ સંતોષની અંદર મગ્ન છે, એમનાં મુખની વાણી શાંતિ સમાધાન આપનારી હોય છે. આવું સમાધાન અને શાંતિ પેલા અસંતોષની આગમાં બળનારો માનવી ક્યાંથી આપી શકે ?
એટલા માટે જ પેલા ઋષિ-મુનિઓ અને ત્યાગીઓ ભલે દેહમાં રહેતા હતા છતાં તેમણે સમજણ દ્વારા મનને કેળવ્યું હતું.
સાધુ હોય કે સંસારી હોય, તેણે દેહના ધર્મો, દેહની માંગ તો પોષવી જ પડશે, પરંતુ એ માટેનો યોગ્ય વિચાર કરીને તેના ઉપર મર્યાદા મૂકવી એનું નામ “વિવેક’, અને મર્યાદા ન મૂકવી એનું નામ “અવિવેક'.
જે મળે તેમાં સંતોષ માનનારો માણસ ખરેખર વિવેકવાન છે.
શ્રીમંતોનું એ કામ છે કે જે લોકો વિરક્ત હોય તેમની ખબર રાખવી. વિરક્ત જો માગવા જાય તો એ ભિખારી બની જાય.
તમારે આટલા રૂપિયા ભરવા પડશે એમ સમજવું.
સાધુને ફંડફાળાની શી જરૂર છે ? ઇચ્છા એવી હોય કે કોઈ ઇચ્છા જ ન જન્મે.’ ‘નહિ જોઈએ' એવી દશા અંતરમાંથી ઉદ્દભવવી જોઈએ. એ દશા આવે ત્યારે એની મસ્તીનો આનંદ કંઈ જુદો જ હોય !
પહેલાં ત્યાગીઓનું કામ એ હતું કે તે સંસાર તરફ ઉપેક્ષા સેવતા અને સંસારના રોગીઓ તેમની ખબર રાખતા. આ રીતે બંનેનો સમન્વયાત્મક ધર્મ જળવાતો.
આજે આ બંને પોતપોતાના જીવનનો પંથ ચૂકી ગયા છે. પરિણામ એ આવી ગયું છે કે, સાધુઓ ઘે૨-ઘે૨ માગતા ફરે છે અને તેને લીધે સાધુતાનું દર્શન જે પહેલાં માનવી માટે ગૌરવની ગાથા સમું હતું તે આજે ભયરૂપ બન્યું છે. આજે સંસારી જન એમ માનતો થયો છે કે સાધુને તો થોડા પૈસાથી ખરીદી શકાશે.
એટલે મોટા પૈસાદારો માને છે કે આખરે મહારાજ જવાના ક્યાં છે ! છેવટે તો આપણા બારણે આંટો મારવા આવવાના જ ! પાંચ-દશ હજાર રૂપિયા જોઈતા હશે તો ટીપ લઈને આપણી જ પાસે આવશે ને ! બીજે ક્યાં
પૂર્ણિમા પાછી ઊગી ! : ૧૪૩
Page #153
--------------------------------------------------------------------------
________________
જશે ? પરિણામે, એમના મનની અંદર એક એવી રાઈ આવી ગઈ છે કે અમારી પાસે પૈસા છે, અને પૈસા હશે તો અમે સાધુઓને પણ ખરીદી શકીશું.
જ્યારે એક જમાનામાં એક હવા એવી હતી કે સાધુઓ એમ સમજતા કે સાધુતાને ખરીદવા માટે સાધુતા જ જોઈએ. સાધુતા એ કંઈ દુનિયાની વસ્તુઓથી ખરીદી શકાય એવી સસ્તી વસ્તુ નથી.
તમે જે કાર્ય કરવા બેસો તેમાં જ્યાં સુધી તમારું આત્મવિલોપન નહિ થાય ત્યાં સુધી તમને એ કાર્ય આનંદ નહિ આપે, ભલે પછી એ દુનિયાનો વ્યવહાર હોય, ભગવાનની ભક્તિ હોય કે બાળકને ખાવા-પીવાનું આપવાનું હોય. તમે જે કામ કરવા બેઠા હો તેમાં આત્મ-વિલોપન કરશો તો જ તે વસ્તુ તમને આનંદદાયક બનશે. બાળકને આયા પણ દૂધ પાતી હોય છે અને મા પણ દૂધ પાતી હોય છે, છતાં બંનેની દૂધ પાવાની ક્રિયામાં કેટલો બધો ફેર પડે છે ? રસોઇયો રોટલી બનાવી આપે અને ઘરની સ્ત્રી રોટલી બનાવી આપે એ બેમાં અંતર ખરું કે નહિ ? સ્ત્રીના હાથની બનાવેલી રસોઈ પીરસવામાં આવે છે ત્યારે તેની પાછળ ભાવના હોય છે, અર્પણ હોય છે, પ્રેમ હોય છે અને સેવાનો સંબંધ હોય છે.
ભાડૂતી માણસ તો રોટલીઓ બનાવી બનાવીને ફેંકે જ જાય છે. તેની પાછળ કેવળ પૈસાનો સંબંધ હોય છે, લાગણીનો કોઈ પ્રવાહ હોતો નથી.
માં બાળકને દૂધ પાતી હોય ત્યારે દૂધ સાથે હેત પણ પાતી હોય છે. આયાનું દૂધ પીનાર બાળકનું શરીર કદાચ પુષ્ટ થશે, પરંતુ આત્મા પુષ્ટ નહિ બને.
આજે મોટાં ઘરનાં છોકરાંઓ આયાઓના હાથમાં ઊછરે છે. એ બિચારાંઓને માતસ્નેહ મળતો નથી. પરિણામે માતૃસ્નેહ, માતૃસંસ્કાર અને માતૃહાર્દ મેળવ્યા વિનાનાં બાળકો વિકૃત (Abnormal) બને છે. તેમની આ વિકૃતિ મા-બાપને ઘડપણમાં સહેવી પડે છે, કારણ કે એ છોકરાં માબાપના દુશ્મન બને છે.
સંસ્કારનું સિંચન પામ્યા વિના Abnormal બનેલું બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ વધારે વિકૃત બનતું જાય છે, અને તેને લીધે આસપાસનું વાતાવરણ પણ ઝેરી બને છે. એ ઝેર ચારે બાજુ વિસ્તાર પામે છે.
એટલા માટે જ કહ્યું છે કે ભાવના એ કોઈ જુદી વસ્તુ છે. ભાવનાપૂર્વક તમારા કામમાં આત્મવિસર્જન અને આત્મનિમગ્નતા ઊભી કરશો તો એ કામ દીપી ઊઠશે.
માણસ જ્યારથી માત્ર દુનિયાની જ વસ્તુઓ ભેગી કરવા માંડે છે
૧૪૪ ૩ જીવન-માંગલ્યા
Page #154
--------------------------------------------------------------------------
________________
ત્યારથી અંતરની દુનિયા ખોવા માંડે છે. અંતરની દુનિયાને સજાવવી હશે તો બહારની વસ્તુઓને ઓછી કર્યા વિના આરો આવવાનો નથી.
આપણે બહારની વસ્તુઓનો સંગ્રહ એટલો બધો વધાર્યો છે કે, આપણા અંતરનું દીવાનખાનું આજે સાવ ખાલી થઈ ગયું છે.
આજે માનવીનું ધ્યાન બહારની વસ્તુઓના સંગ્રહ ઉપર કેન્દ્રિત થયું છે અને અંતરની દુનિયાનું સાવ દેવાળું નીકળ્યું છે, માનવીના જીવનમાં કોઈ આદર્શ નથી, કોઈ ભાવનામય સ્વપ્ન નથી. અને ત્યારે માનવી બહારની દુનિયા ભેગી કર્યા વિના કરે પણ શું ?
એટલા માટે જ માણસના જીવનમાં શ્રેયાત્મક કોઈક સ્વપ્ન; ધ્યેયાત્મક એક વિચાર તો હોવો જોઈએ, જેના આધારે માનવી જીવનમાં ધીમે ધીમે આગળ વધી શકે.
આપણા જીવનમાં આપણને થાક તો ત્યારે જ લાગે છે કે જ્યારે આપણા મનમાં કોઈક કામ પાછળનો આદર્શ નથી હોતો. જેના જીવનમાં કોઈ ધ્યેય નથી હોતું તેનું જીવન વૈતરા જેવું બની જાય છે.
અહીં કોઈક ફૂટપાથનો ભિખારી છે, તો કોઈક વળી મંદિરનો, મહેલનો ભિખારી છે. આખરે મન તો બંનેનાં સરખાં છે. કોઈકને સો જોઈએ છે, કોઈકને હજાર જોઈએ છે તો કોઈકને લાખ કે કરોડ જોઈએ છે. ભિખારીઓની કક્ષામાં કંઈ ફેર નથી. મન તો એ જ છે. હા, દેખાવમાં થોડોક ફેર છે ખરો.
જ્યાં સુધી મનની ભૂખ મરી નથી, જે છે તેમાં સંતોષ પ્રગટ્યો નથી; ત્યાં સુધી દિલ ભિક્ષુક જ છે. અને આ ભિખારીવૃત્તિ આપણને ધીમે ધીમે હીન બનાવી દેશે.
જેમ એક સુંદર પુષ્પ પર ભમરો આવીને તેમાંથી રસ ચૂસી લે છે, છતાં પુષ્પને દુઃખ થતું નથી કે એને ચીમળાવી નાખતો નથી; અને છતાં પોતાના આત્માને સંતૃપ્ત કરે છે એ જ રીતે આ દુનિયાની અંદર સાધુ કોઈને ત્યાં લેવા માટે જાય ત્યારે પેલાનું રસોડું ખાલી કરીને ચાલ્યો નથી આવતો, પણ એને ત્યાં બનાવેલી વસ્તુઓમાંથી થોડુંક થોડુંક લે છે, જેથી આપનારને ત્યાં ઓછું થાય નહિ અને પોતાનું કામ ચાલી રહે. આમ બે-ચાર ઘેરથી મેળવીને પોતાના આત્માને પરિતૃપ્ત કરે છે.
અને આમ ફરવા જતાંય ન મળે તો સાધુને દુઃખ નહિ થાય. મળી જાય તો સંયમ પળાય છે અને ન પળાય તો તપોવૃદ્ધિ થાય છે. મળી જાય તોપણ મજા છે, ન મળે તોપણ મજા છે. ઇધર ભી વાહ વાહ, ઉધર ભી વાહ વાહ.
પૂર્ણિમા પાછી ઊગી ! = ૧૪૫
Page #155
--------------------------------------------------------------------------
________________
આવા ત્યાગનો રંગ બહુ ઊંડો હોય છે. આપણા આત્માને આવો જ રંગ લગાડવાનો છે.
આપણને અત્યારે જે રંગ લાગ્યો છે તે હજી કાચો છે. આપણને ચોળમજીઠનો રંગ નથી લાગ્યો. એક વાર રંગાઈ તો જઈએ છીએ, પણ ફરીથી પ્રસંગના પાણીમાં ઝબકોળાતાં રંગ ગુમાવીએ છીએ.
દરેકમાં સંતોષ, દરેકમાં શાંતિ, દરેકમાં સમાધાન આ રંગો જ જીવનને સારી રીતે ઝળકાવનારા રંગો છે. જીવનમાં સફળતા મેળવવાની અમૂલ્ય ચાવી ‘સ્વભાવની કેળવણી' છે.
આપણે ઘણા લોકોને કહીએ છીએ કે, હું તો બહુ સંતોષી છું, પણ મનની અંદર કંઈક મેળવવાની આગ તો સતત બળતી જ હોય છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર જીવનની આસપાસ ફરનારાં બંધનો છે. એ ચારેચાર બંધનો હોવા છતાં આપણે ઘણી વાર બહારથી સૌમ્ય દેખાઈએ છીએ. પણ ભગવાને તો કહ્યું છે કે, “તારે ક્રોધને ઉપશાંતિથી હણી નાખવો જોઈએ, અને પ્રકૃતિને સૌમ્યતામય બનાવી દેવી જોઈએ. નમ્રતા વડે તારા અહમ્ને તારે હણી નાખવો જોઈએ, અને પ્રકૃતિને નમ્રતામય બનાવવી જોઈએ. તારે સંતોષ વડે લોભને હણી નાખવો જોઈએ જેથી તારી પ્રકૃતિ પરમ સંતોષમય બની જાય. વળી સરળતા વડે કરીને તારે માયાને હણવી જોઈએ, આથી તારું જીવન સરળતામય અને સુખદાયક બની રહેશે.
૧૪૬ * જીવન-માંગલ્ય
-
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૭. આપણને ઓળખીએ
Y ID નકો કહે છે : સંસારના બધા
0 જીવો પ્રવાસી છે, અનંતના યાત્રી
માનવદેહ એ અનંતની યાત્રાનું એક 9 વિશ્રામધામ છે.
યાત્રિક વિશ્રામધામમાં સૌ સાથે પ્રેમથી રહે છે, પરંતુ પોતે ક્યાંથી આવ્યો શું છે, ક્યાં જવાનો છે, ક્યારે જવાનો છે એ જે ભૂલતો નથી. છે એવું જો એ ભૂલી જાય તો, એ
પરેશાન થઈ જાય. ધારેલા ધ્યાય પર પહોંચી જ ન શકે.
ગમારમાં ગમાર મુસાફર પણ, આ યાત્રાના આ મુદ્દા કદીય ભૂલતો નથી.
પરંતુ દુનિયારૂપી વિશ્રામસ્થાનમાં આવેલો આ અનંતની યાત્રી કોણ જાણે કેમ, આ બધું ભૂલી જાય છે ને, પોતાને
પ્રવાસી માનવાને બદલે નિવાસી માનવા જ લાગી જાય છે ને પોતાની યાત્રાનું લક્ષ્ય
બૂ ચૂકી જાય છે.
પૂર્ણિમા પાછી ઊગી ! જ ૧૪૭
Page #157
--------------------------------------------------------------------------
________________
W
પરંતુ એને ખબર નથી કે, દુનિયારૂપી આ વિશ્રામસ્થાન છોડવાનો વારો આવશે ત્યારે એને ચીટકી રહેવું હશે તોય ચીટકી નહિ શકાય ને એને વિશ્રામસ્થાન છોડવું પડશે... ને ત્યારે એની દશા ભટકતા મુસાફર જેવી થઈ જશે.
કોણ જાણે કેમ, આપણે બધા જ્ઞાનની મીઠી મીઠી વાતો કરીએ છીએ, પરંતુ આચરણમાં તો, આવતી કાલનો વિચાર કર્યા વિના જ ભૌતિક જીવન જીવીએ છીએ.
જ્ઞાનની વાતો કરનારનું, પ્રભુનું નામ લેનારનું, પોતાની જાતને ધર્મિષ્ઠ તરીકે ઓળખાવનારનું એ કર્તવ્ય બની રહે છે કે પોતે ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે ને જ્યાં જવાનો છે ત્યાં જવા માટે ઉત્તમ માર્ગ કયો છે તેનો સતત વિચાર કરે ને જાગૃતિ સેવે.
ધર્મી અને અધર્મીમાં આટલું જ અંતર છે. ધર્મી પૂર્વજન્મ અને પુનર્જન્મને માને છે, જ્યારે અધર્મી એક જ જન્મમાં માને છે.
ધર્મી અંતમાં અનંત જુએ છે. Every Exit is an entry somewhere else. અધર્મી અનંતમાં અંત માને છે.
ધર્મી માને છે કે આત્મા પરમાત્મસ્વરૂપ છે.
આત્મા જો પરમાત્મસ્વરૂપ હોય તો, આત્મામાં પરમાત્માનાં બધાં તત્ત્વ હોવાં જ જોઈએ.
સાગરનાં બધાં જ તત્ત્વો જો બિંદુમાં હોય તો, પરમાત્માનાં બધાં તત્ત્વ આત્મામાં શા માટે ન હોય ?
આપણા આત્માની પ્રભુતાને પિછાણવામાં જ આપણી પ્રભુતા છે. આપણી ‘ક્વૉલિટી'ને જો આપણે નહિ ઓળખીએ તો આપણે આપણને કદાચ સસ્તામાં જ વેચી મારીશું.
આપણે તો બ્રહ્મમય, આનંદમય, સચ્ચિદાનંદમય છીએ. ધર્મ, જાતિ કે સંપ્રદાયના વાડાભેદ આત્મા માટે નકામા છે.
અત્યારનું આપણું નામ પણ ભાડૂતી છે. આત્માને ન તો નામ છે, ન તો કુળ છે, ન તો જાતિ છે. આપણું આ તત્ત્વ અને સત્ય ભુલાઈ ગયાં છે, કારણ કે મોહ અને પ્રમાદની મદિરાનું પાન કર્યું છે.
મદિરાપાન કરનારો માનવી પોતે પોતાને ભૂલી જાય છે તેમ, જાતિ, કુળ, ધર્મ વગેરેની મોહ-મદિરા પીનારા આપણે આપણી ‘કવૉલિટી'ને ભૂલી ગયા છીએ.
पीत्वा मोहमहाप्रमादमदिरां उन्मत्तभूतं जगत् ।
૧૪૮ : જીવન-માંગલ્ય
Page #158
--------------------------------------------------------------------------
________________
બીજી મંદિરાનો કેફ ચાર-છ કલાકે ઊતરી જાય છે, જ્યારે, મોહ અને પ્રમાદની મદિરાનો કેફ તો જન્માંતર સુધી પણ નથી ઊતરતો.
પ્રભુના મંદિરમાં જઈએ તોય મોહ-મદિરા પીને જઈએ. પ્રભુએ આપેલું ધન પ્રભુના કામમાં વાપરીએ તોય દાન આપ્યાનો ગર્વ કરીએ.
મંદિરમાં તો આપણી જાતને ધોવા જવાનું હોય એના બદલે ત્યાં મોહ અને ગર્વની મદિરા પીને આપણે આપણને વધુ બગાડીએ છીએ.
ધર્મ એ કંઈ નામના કે પ્રતિષ્ઠા પેદા કરવા માટેનું ખુલ્લું બજાર નથી. આપણે જીવનમાં સાચો ધર્મ આચરી શકતા નથી, કારણ કે આપણામાં પ્રમાદ-મદિરાનો નશો છે.
નશાબાજને ખાટી છાશ પાઈને નશો ઉતારી શકાય છે. તે રીતે, આપણી મોહ-મદિરાનો નશો ઉતારવા માટે સંતો જ્ઞાન-ધ્યાનની છાશ પિવડાવે છે. પરંતુ ઘણા માણસોને તો સદુપદેશની છાશ પણ કોઠે પડી ગઈ છે. રોજ એ પીએ તોય, મોહ-મદિરામાં મસ્ત બનીને ફરે.
પેનિસિલિનના ઇન્જેક્શનનાં ઘણા રોગ મટાડે છે પણ જેના લોહીમાં વિક્રિયા પેસી ગઈ હોય તેને માટે પેનિસિલિન રોગ મટાડનાર બનવાને બદલે નવા રોગ પેદા કરનારું બને છે.
એ રીતે ઉપદેશ પણ પેનિસિલિન છે. અનેકના ભવરોગ એનાથી મટી જાય છે, પરંતુ કેટલાકના સ્વભાવમાં એવી વિક્રિયા પેસી ગઈ હોય છે કે ઉપદેશની અસર નવી વિક્રિયા પેદા કરે છે.
એક ઉપદેશક રોજ કથા કરે, સંતો પાસે બેસે ને ભાવભીની વાત કરે. આ બધી દોડધામમાં પોતાની ગાંધી-કરિયાણાની દુકાન બે-ત્રણ કલાક જ ખોલે. પણ લોકોમાં સારા માણસ તરીકેની આબરૂ જમાવેલી એટલે ઘરાકી સારી જામે.
એક માણસ એમની દુકાને ગોળ લવા ગયો. ઉપદેશકે તો જૂનો ને કાળો ગોળ પધરાવ્યો.
પેલો માણસ ગોળ ઘેર તો લઈ ગયો, પરંતુ ઘેર પત્નીએ ઠપકો આપ્યો એટલે બીજે દિવસે પાછો આવ્યો ને કહ્યું, “આ ગોળ સારો નથી, બીજો સારો આપો.’
ઉપદેશક તો રાતાપીળા થઈ ગયા, ‘અરે, તું તો ગધ્ધા જેવો છે, રોજ મારી કથામાં આવે છે, ને અનાસક્તિની વાત સાંભળે છે, તોય ગોળમાં તને આસક્તિ કેમ રહી છે ? આટઆટલો ઉપદેશ સાંભળવા છતાં તારું મન ગોળ
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૪૯
Page #159
--------------------------------------------------------------------------
________________
જેવા જડ પદાર્થમાં જ ચોંટી રહ્યું છે” ને, એને ધમકાવીને કાઢી મૂક્યો.
પેલો માણસ નરમ સ્વભાવનો હતો. એને થયું, એમનું કહેવું સાચું છે, મારે એવી આસક્તિ રાખવી ન જોઈએ. - એ તો એનો એ ગોળ લઈને પત્ની પાસે આવ્યો ને બધી વાત કરી.
પત્નીને ખૂબ આશ્ચર્ય થયું ! પૂછ્યું, “એમણે ધોળા ગોળના પૈસા લીધા હતા કે કાળા ગોળના ?” એ આપણને ગોળમાંથી આસક્તિને કાઢી નાખવાનું કહે છે, તો પછી, એ પૈસામાં શા માટે આસક્તિ રાખે છે ?”
કથાકારનો આત્મા ઊંચો કે પેલાં ગ્રાહક પતિ-પત્નીનો ? માત્ર કથાકાર બનવાથી જ મહાન બની ગયાનો ગર્વ ન કરશો. કથાકારે તો જીવનની પળેપળ સામે સાવધાન રહેવાનું છે.
આજે કેટલાક વક્તાઓ છાતી કાઢીને ફરે છે ને એમ માનીને ગર્વ લે છે કે એમના લીધે જ દેશનું સુકાન ચાલે છે.
સાચી વાત તો એ છે કે દેશનું સુકાન આત્માને ચીંધતી ધર્મભાવનાને લીધે ચાલે છે.
માનવી જો ધર્મભાવના વિનાનો હશે તો wild – જંગલી બની જશે, ને ગાંધી કે કેનેડી જેવા મહાન પુરુષોને પણ ગોળી મારશે.
આત્મધર્મ જ માનવીને માનવતામાં રાખે છે, ઉન્નત બનાવે છે. આપણે સાચા માનવ છીએ ખરા ?
છાતી પર હાથ મૂકીને જો સાચું બોલીશું તો, આપણે કબૂલવું પડશે કે આપણે માનવદેહ લઈને ફરીએ છીએ પરંતુ આપણામાં જન્મોજન્મની જૂની પશુતા પડેલી છે. શિયાળની લુચ્ચાઈ, ઉંદરનો લોભ અને કાગડાની દૃષ્ટિ, નાગનો ક્રોધ માણસના લોહીમાં બેઠાં છે.
મનુષ્યનો આકાર માણસાઈથી સાકાર કરવાનો છે.
મનુષ્યમાં મનુષ્યત્વ પ્રગટાવવું ને ટકાવવું હોય તો, આત્મજાગૃતિપૂર્ણ ધર્મભાવના પ્રગટાવો.
નિર્માલ્ય હશે તે ધર્મના પ્રકાશથી નરવીર બનશે, પૈસા કે સત્તા વડે નહિ.
પ્રધાનો જ્યારે ઘેર બેસે છે, ને ઇલેક્શનમાં સ્થાન નથી મળતું, ત્યારે જોશીઓ પાસે જઈને પોતાનું પ્રધાનપદ ક્યારે પાછું મળશે એ પૂછે છે.
કેટલી નિર્માલ્યતા ? ધર્મ નિર્માલ્યને નરવીર બનાવે છે.
૧૫૦ જીવનમાંગલ્ય
Page #160
--------------------------------------------------------------------------
________________
ધર્મ વિના નરવીર પણ નિર્માલ્ય બને છે.
આપણે ધર્મ કેવળ સાંભળવાનો નથી પણ સાંભળીને જીવનમાં ઉતારવાનો છે.
વ્યાપારમાં કે વ્યવહારમાં ધર્મના તત્ત્વને નિરંતર ઘૂંટ્યા જ કરીશું, તો જીવનમાં કોઈ અવનવું જ પરિવર્તન આવશે.
ભમરી કીડાને ઉઠાવી જાય છે ત્યારે તે પેટે ચાલનાર હોય છે – ગતિનું કે સ્કૂર્તિનું ઠેકાણું પણ હોતું નથી. તદ્દન નિર્માલ્ય દશામાં હોય છે.
પરંત ભમરી એને ઉઠાવી જાય છે ને એક સ્થળે બંધ કરી દે છે, એની આસપાસ સતત ગુંજન કરે છે, ને કીડાના જીવનને ગુંજનમય બનાવી દે છે.
સતત ગુંજનમય બની ગયેલો કીડો આખરે કીડો મટી ભમરી બની જાય છે.
પેટે ચાલનારું નિર્માલ્ય પ્રાણી પાંખે ઊડનારું ચેતન પ્રાણી બની જાય છે. hડા (caterpillar)માંથી પતંગિયું (butterfly) બની, ફૂલો પર જઈ બેસે છે.
બસ, આવી જ વાત માણસની છે.
કીડા જેવા નિર્માલ્ય જીવને ભમરી જેવા સંતનો સથવારો મળી જાય, ને એના વડે એ નિર્માલ્ય જીવ જો સતત આત્મગુંજનમય બની જાય, તો પેટે ચાલવાને બદલે પાંખથી ઊડે, નિર્માલ્ય મટીને નરવીર બને.
રોગ, બીમારી, નિર્માલ્યપણું – આ બધા સારા વિચારોને અનુરૂપ થવાય તો ચાલ્યાં જ જાય.
ભીતરમાં રહેલું ઉદાત્ત તત્ત્વ બહાર આવતાં માણસ શક્તિનો ફુવારો બની જાય.
દાક્તરો પણ હવે મનની માવજત વડે રોગો મટાડવાનું વિચારતા થયા
છે.
આજે શરીરના રોગોમાં પણ મનના રોગોનું કારણ દેખાવા માંડ્યું છે. આ મનના રોગોને દૂર કરવાનું કામ ધર્મ કરે છે. મનુષ્ય બનવું છે ?
તો, ધર્મમય જીવન જીવો. ધર્મનો પ્રકાશ આવતાં લોભ ઔદાર્યમાં પલટાશે. વેર પ્રેમમય બની જશે, ને દોષદૃષ્ટિ વિલીન થઈ ગુણદૃષ્ટિ પેદા થશે. ખુદમાં ખુદા દેખાશે.
રાજસભા મળેલી. એમાં રાજાએ રાજસભાને સંબોધીને કહ્યું, “આ સભામાં દોષી કોણ છે એ શોધી કાઢો.”
પૂર્ણિમા પાછી ઊગી ! « ૧૫૧
Page #161
--------------------------------------------------------------------------
________________
એક સજ્જને આખી સભા તરફ દૃષ્ટિ કરી દરેકના ગુણ-અવગુણ જોવા માંડ્યા, તો દરેકમાં કંઈક ને કંઈક ભલાઈ દીઠી; સંપૂર્ણ દોષી કોઈ ન દેખાયો.
પછી એમણે રાજાને કહ્યું, “આ સભામાં સારો માણસ કોણ છે તે શોધી આપો.”
એક દુર્જન હતો. એણે સારો માણસ શોધવા નજર ફેરવવા માંડી પણ એને કોઈ સારો ન દેખાયો. દરેકમાં એણે કંઈ ને કંઈ અવગુણ જ જોયા.
જે દિવસે આપણામાંથી દોષદૃષ્ટિ નાબૂદ થશે, તે દિવસે જ આપણે મનુષ્ય થઈ શકીશું.
દુર્યોધન દોષદૃષ્ટિવાળો હતો તેથી તેણે બધામાં દોષ જ જોયા. ધર્મરાજ ગુણદૃષ્ટિવાળા હતા તેથી તેમણે બધામાં સદ્દગુણો જ નિહાળ્યા. તેથી જ કહેવત પડી : યાશી વૃદિ: તાદશ દિ: | દૃષ્ટિ બગડેલી હોય, પછી સૃષ્ટિ નિર્મળ ક્યાંથી થાય ? દૃષ્ટિ બગડી છે, તેથી જ ઔદાર્ય વિરમી ગયું છે. દષ્ટિ બગડી છે, તેથી જ સગુણો ઝાંખા પડ્યા. ધર્મ આપણી દૃષ્ટિ સુધારવાનું કહે છે. ધર્મનો ઉપયોગ દુનિયાને સુધારવા કરતાં જાતને સુધારવા માટે છે.
બીજાનાં ઘરોની સજાવટ કરનાર આર્કિટેક્ટ કે ડેકોરેટર જો પોતાનું ઘર સજાવી ન શકે તો શા કામનો ?
આપણો ધર્મ દુનિયાના શણગારનું સાધન બનવાને બદલે, આપણી હૃદયસજાવટનું સાધન બને એટલું આપણે ઇચ્છીએ.
એ માટે, વિચારપૂર્વકનું હૃદય-ડોકિયું કરવું પડશે, ને મંથન કરીને પોતાને ઓળખવો પડશે.
હતું, છે, અને રહેશે – એનું નામ સતુ.
આત્મા સત્ છે. એ હતો પણ ખરો, છે પણ ખરો, ને રહેવાનો છે પણ ખરો.
સંસારની બધી જ વસ્તુઓ ચાલી જાય કે ફરી જાય કે મરી જાય તોય આત્મા તો નથી જ મરવાનો.
એક વિજ્ઞાનીએ મને કહ્યું, “પૃથ્વીને દશ લાખ વર્ષ થયાં હશે.”
ત્યારે મેં એને કહ્યું, “પૃથ્વીને ભલે દશ લાખ વર્ષ થયાં હોય, આજે અમે તો એથીય આગળના છીએ, કારણ કે પૃથ્વી જડ છે, અમે તો ચૈતન્ય છીએ. ચૈતન્યને કોઈ બનાવી શકતું પણ નથી, મટાડી શકતું પણ નથી.”
આ વિચાર મરણની ભીતી દૂર કરે છે, ને મનમાં શ્રદ્ધા પેદા કરે છે
૧૫ર જીવન-માંગલ્ય
Page #162
--------------------------------------------------------------------------
________________
કે, આપણે કદી મરવાના નથી, પંચમહાભૂત મરી જશે, આપણે તો કાયમ રહેવાના છીએ.
હું હતો, છું અને રહેવાનો છું એવી દૃઢ શ્રદ્ધાભરી સમજણ મૃત્યુનો ભય દૂર કરે છે.
ભય માણસને નબળો અને બીકણ બનાવે. કેટલીક વાર ભય માણસને મારી પણ નાખે.
એક ડૉક્ટર મિત્રે કહેલો પ્રસંગ અત્યારે યાદ આવે છે.
એમણે કહ્યું, “હું એક દિવસ મારા દવાખાનામાં દર્દીઓને તપાસી રહ્યો હતો, ત્યાં એક કરોડપતિનો ફોન આવ્યો... ‘જલદી આવો.’
મને થયું, ચાલે તેમ હોય તો બધા દરદીને પતાવીને જઉં. એટલે મેં પૂછ્યું, ‘બે કલાક પછી આવું તો ?'
જવાબ મળ્યો, ‘ના, અત્યારે જ આવો. મારી મોટર લેવા માટે મોકલું છું.’ મને થયું, બહુ ગંભીરતા હશે. અગત્યના કેસ મેં પતાવી દીધા, બાકીના માટે કંપાઉન્ડરને સૂચના આપી દીધી, ને ગાડી આવી એટલે, હું શેઠને ત્યાં ગયો.
મને ચેમ્બરમાં બોલાવાયો.
શેઠ ગંભી૨ ગમગીનીમાં બેઠા હતા, મને કહ્યું, ‘ગઈકાલે બૅન્કમાંથી કહેવામાં આવ્યું મારા હાથની લખેલી સહી બૅન્કવાળા પારખી શકતા નથી. મારા હાથ ઉપર મને લકવાની અસર લાગે છે. આમ તો છેલ્લાં બે-ત્રણ વર્ષથી મારો હાથ કંપ્યા કરતો હતો, પરંતુ હવે મને ગંભીરતા દેખાઈ રહી છે. જુઓને, મને લકવા થાય એમ તમને લાગે છે ? જો થાય એમ હોય તો હું મારી તૈયારી કરી લઉં.'
મેં એમને તપાસ્યા. વાતમાં કશો માલ ન દેખાયો. મેં કહ્યું, ‘આપના સ્નાયુઓમાં નરમાઈ છે, પરંતુ પંદર વર્ષ સુધી તો કશો વાંધો આવે એમ નથી.' સાચેસાચ ડૉક્ટર ! કંઈ વાંધો આવે એમ નથી ?' ‘હા, સંપૂર્ણ ખાતરીથી કહેવા તૈયાર છું.’
ને, ઢીલાઢફ થઈ ગયેલા શેઠ સફાળા ઊભા થઈ ગયા અને બોલ્યા : ‘અરે ડૉક્ટર, તમે મારો જાન બચાવી લીધો. બૅન્કમાંથી સમાચાર આવ્યા પછી મને એટલી બીક લાગી હતી કે લકવાના ત્રાસથી બચવા માટે મેં રિવૉલ્વર તૈયાર રાખી હતી. આપે જો લકવા થશે જ એવો અભિપ્રાય આપ્યો હોત તો આ રિવૉલ્વર વડે મારો જાન પણ લઈ લીધો હોત. લો હવે, આ ભરેલી રિવૉલ્વર તમે જ લઈ જાઓ જેથી ફરી આવો વિચાર ન આવે.”
પૂર્ણિમા પાછી ઊગી ! મેં ૧૫૩
Page #163
--------------------------------------------------------------------------
________________
ભયની કલ્પના માનવીને કેવી વિપરીત દશામાં મૂકી દે છે ? આજે પણ એ રિવૉલ્વર છે, ડૉક્ટર છે, દર્દી પણ છે.
ડૉક્ટરે જો હિંમત ન આપી હોત તો દર્દીએ કદાચ ભયના માર્યા આપઘાત પણ કર્યો હોત.
મોટી મોટી વાત કરનારો માનવી અંદરથી બહુ કાયર હોય છે. હિંમત બહારથી આવી, અંદર તો એ પોલો-ખાલી હતો. રોગના ભયથી એ નિર્માલ્ય હતો.
આત્મશ્રદ્ધા હોય તો આવું નિર્માલ્યપણું ન જ આવે. એ માટે આપણા ચૈતન્યને ઢૂંઢવાનું કે ઢંઢોળવાનું ને જાણવાનું છે કે હું કોણ છું ?
મનમાં જ્યાં સુધી ધર્મ, સંપ્રદાય કે જાતિભેદની વાડાબંધી હશે ત્યાં સુધી આત્મજ્ઞાન પમાવાનું નથી, ને આત્મજ્ઞાન પામ્યા વિના મૃત્યુની ભીતિ દૂર થવાની નથી.
આત્માના અજ્ઞાનથી પેદા થયેલું દુ:ખ આત્માના જ્ઞાન વડે જ દૂર થશે. માટે જ આપણે ધ્યાનમાં જાણવાનું છે કે હું કોણ છું ? હું સત્-ચિત્-આનંદ છું !
હું આત્મા છું હું આત્મા છું હું આત્મા છું હું આત્મા છું આત્મા છું
મારું અસ્તિત્વ ત્રિકાલાબાધિત છે ! હું ચૈતન્ય સ્વરૂપ છું !
હું આનંદ સ્વરૂપ છું ! હું અમૃત સ્વરૂપ છું !
-
-
--
***
એક દોડતા માણસને કોઈકે પૂછ્યું, “ક્યાંથી આવો છો ?'' પેલા હાંફતા માણસે ઉતાવળમાં કહ્યું, “ખબર નથી.” “તો ઉતાવળા છો ? ક્યાં જાઓ છો ?'' મને ખબર નથી, પણ મોડું થાય છે. વાતો કરવાનો સમય નથી.” એમ કહી એ દોડવા લાગ્યો.
ધ્યેય વિના દોડતા પ્રવાસીનો જવાબ આપણને વિચાર કરવા નથી પ્રેરતો ? આપણે પણ જન્મથી વિદાય સુધી દોડાદોડ, આરંભ-સમારંભ વગેરે કરીએ છીએ. ક્યાં લઈ જવા માટે ? આ ધમાલમાં આપણે કોણ છીએ એ જ ભૂલી ગયા છીએ.
મોહના આવરણ નીચે, આપણે આપણને જ સંતાડી બેઠા છીએ. તેથી જ આપણે દુ:ખી છીએ, મૂંઝાયેલા છીએ.
૧૫૪ * જીવન-માંગલ્ય
Page #164
--------------------------------------------------------------------------
________________
આપણે આપણને ઓળખીએ તો જ દુઃખ દૂર થાય, અજવાળું થાય, આનંદ અનુભવાય.
આનંદ ચાર પ્રકારના છે : શબ્દાનંદ, શ્રદ્ધાનંદ, અનુભવાનંદ ને પરમાનંદ.
આ શબ્દ રોજ સાંભળીએ છીએ. આપણું ભૌતિક નામ રોજ સાંભળીએ છીએ. રોજ રટીએ છીએ.
એ આસક્તિ એટલી બધી વધી ગઈ કે, આપણે નામસ્વરૂપ બની ગયા અને આત્મસ્વરૂપ મટી ગયા.
આત્મસ્વરૂપ પાછું મેળવવું હશે તો નામને ભૂલવું પડશે. નામ ભુલાશે તો જ આત્મસ્વરૂપ સમજાશે. આ બહુ કઠણ કામ છે, નહિ ? દુનિયા આખી નામ વધારવાની પાછળ પડી છે.
દુકાન, ચોપડા, બિલબુકો, વિઝિટિંગ કાર્ડ બધાંયમાંના નામનો જ મહિમા ગવાય છે.
માનવીના દાનધર્મ પાછળ પણ પોતાના નામનો મહિમા વધારવા માટેની જ ઝંખના હોય છે.
ત્યારે આપણે તો નામને ભૂલતા જવાનું અને ભૂસતા જવાનું શીખવાનું છે. ધાર્મિક ક્રિયા નામ વધારવા માટે નહિ, પણ નામ ભૂલવા માટે કરવાની છે. નામ ભૂલવા માટે અધ્યાત્મ માર્ગ જ મદદ કરશે. પરમાત્માનું નામસ્મરણ આપણા નામના વિસ્મરણ માટે કરવાનું છે.
નામસ્મરણમાં આપણે મસ્ત રહીશું તો એક ધન્ય દિવસ એવો આવશે કે આપણું ભૌતિક નામ ભૂલી ગયા હોઈશું, ને આપણે સ્વસ્વરૂપ બનીને અનુપમ આનંદ મેળવી રહ્યા હોઈશું.
મને એક પોપટવાળાનો પ્રસંગ યાદ આવે છે. એની પાસે એક પોપટ. એના એ હજાર રૂપિયા માગે.
પૂછ્યું તો કહે, “એની એવી વિશેષતા છે. માણસની જેમ જ એ સ્પષ્ટ વાત કરી શકે છે.”
વાત એની સાચી હતી. પોપટ એવું સુંદર બોલતો હતો કે આપણને જાણે માણસ જ બોલતો હોય એમ લાગે. એવું સરસ બોલતાં શી રીતે શીખવ્યું હશે ?
મેં એને સરસ બોલતાં શીખવવાનો કીમિયો પૂળ્યો. એણે કહ્યું, “એ તો મારા ધંધાની ખાનગી વાત છે. એ કીમિયો મારાથી બધાને ન બતાવાય, પણ
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧પપ
Page #165
--------------------------------------------------------------------------
________________
તમે તો સાધુ છો, તમે કંઈ મારા ધંધાની હરીફાઈ કરવાના નથી, એટલે તમને બતાવું છું.”
આમ કહી એ મને એની શાળામાં લઈ ગયો.
ત્યાં એણે એક મોટો આયનો રાખેલો. આયના સામે પોપટનું પાંજરું મૂકેલું, ને પછી, પોતે આયનાની પાછળ સંતાઈને બોલવા લાગે.
પોપટ અવાજ સાંભળી આયનામાં દેખાતા પોપટ સામે જુએ. એને એમ લાગે કે સામે બેઠેલો પોપટ બોલે છે.
એટલે એ પણ બોલવાનો પ્રયત્ન કરે.
આવા સતત અભ્યાસ વડે, પોપટ માણસની જેમ સ્પષ્ટ વાત કરતાં શીખી જાય.
આ કેળવણીના વિચાર મારા મનમાં આખોય દિવસ ઘૂમી રહ્યા.
માનવી એક પોપટને તાલીમ આપી શકે છે તો પછી માનવને તાલીમ શા માટે ન આપી શકે ?
ધ્યાનના આયનામાં પ્રતિબિંબ જોઈ પાછળથી સંભળાતી આત્મજ્ઞાનીની વાણીના અભ્યાસથી સ્વરૂપની પિછાન કરવાની છે.
સતત અભ્યાસ વડે પોપટ માણસની જેમ બોલી શકે છે. સતત અભ્યાસ વડે જ સરકસનો ખેલાડી દોરી પર દોડી શકે છે. સતત અભ્યાસ વડે જ માનવી મહિનાઓ સુધીના ઉપવાસ આદરી શકે છે.
તે જ રીતે સતત અભ્યાસ વડે માનવી પોતાનું નામ વિસ્મરીને પોતાના આત્માને ઓળખી શકે.
ભગવાન મહાવીરને ગુરુ ગૌતમસ્વામીએ પૂછ્યું, “તોફાની મનને કાબૂમાં શી રીતે લેવું ?”
ભગવાન મહાવીરે કહ્યું, “અભ્યાસ અને વૈરાગ્ય વડે.”
અધ્યાત્મમાર્ગ જાદુઈ લાકડી નથી કે પળવારમાં જ બધું પલટાઈ જાય. એ તો અભ્યાસની બાબત છે.
સંસારના વિષયો પર વૈરાગ્ય આવે અને એમાંથી છૂટવાના પ્રયત્નનો અભ્યાસ વધે, તો કઠિનમાં કઠિન બાબત પણ સુલભ બની જાય.
અભ્યાસ વડે જ બાળક બોલતાં શીખે છે. અભ્યાસ વડે જ બાળક ચાલતાં શીખે છે. અભ્યાસ વડે જ માણસ વાહન ચલાવતાં શીખે છે. અભ્યાસ વડે જ પગ બ્રેક ઉપર જાય છે, બેલેન્સ જળવાય છે. અભ્યાસ તૂટી જાય તો સતત સાવધ રહેવું પડે, નહિ તો બ્રેક પરનો
૧૫૬ જીવન-માંગલ્યા
Page #166
--------------------------------------------------------------------------
________________
પગ ચૂકી જવાતાં કે બૅલેન્સ ખોઈ બેસતાં અકસ્માત પેદા થાય.
માટે જ સંતો કહે છે, “સતત અભ્યાસ કરો. ઉપયોગ રાખો. મનની વૃત્તિઓને સંકેલવાની ટેવ પાડો.”
અત્યારે આત્મસ્મરણનો અભ્યાસ વધવાને બદલે, પોતાના નામસ્મરણનો અભ્યાસ વધી ગયો છે. તીર્થમાં જનારો માનવ પ્રભુના નામને બદલે પોતાના નામની તકતી લગાડે છે; તે પોતાનું જ નામ મોટું બનાવવા મથે છે.
જે નામ ભૂંસાઈ જવાનું છે, જે નામને પોતાના વંશજો પણ યાદ કરી શકવાના નથી, એ નામ માટેનો આટલો બધો મોહ શા માટે ?
વંશજ હોવા છતાં કહો, આપણે આપણા દશમી પેઢીના પૂર્વજનું નામ જાણીએ છીએ ?
એટલે જ સંતો કહે છે કે ભૌતિક નામ પાછળનો મોહ ખોટો છે. સંતો પોતાના નામની તો ઠીક, પણ પોતાના સ્વત્વની પણ વિસ્મૃતિ માગે છે. એ કહે છે :
જાય.''
तुम तुम न रहो, हम हम न रहे; कुछ ऐसा मिलना हो जाये ।
"
“હું, હું ન રહું; તું, તું ન રહે; કોઈક એવું અવિભાજ્ય મિલન થઈ
બાળક પોતાની મા પાસે જાય ત્યારે તેને પોતાનું નામ કહેવાની જરૂ૨ પડતી નથી. એ તો દોડીને સીધું ગોદમાં જ સમાઈ જાય છે. શબ્દાનંદમાંથી શ્રદ્ધાનંદમાં જવાય.
પ્રભુનું સતત નામસ્મરણ માનવીના હૈયામાં શ્રદ્ધાનો સુંદર દીવો પ્રગટાવે છે. આ શ્રદ્ધાનો દીવો હતાશાનાં અંધારાં ઉલેચે છે. માનવીને તમામ પ્રકારના ભયમાંથી મુક્ત કરે છે, અનુભવાનંદની દિશામાં દોરી જાય છે. શ્રદ્ધાના પાયા ઉપર જ અનુભવની ઇમારત રચી શકાશે. શ્રદ્ધાની જેટલી મજબૂતી; અનુભવની એટલી પ્રતીતિ. અનુભવ ભાવનાનો વિષય છે, ભાષાનો નથી.
અનુભવની વાત કોઈને કહી શકાતી નથી; મુખ પરની અનોખી આલાથી જ અનુભવની વાત વ્યક્ત થઈ જાય છે.
અનુભવના આનંદથી જ સંતો મસ્ત હોય છે. કાલે શું ખાશે અને ક્યાં ખાશે, એની એમને ખબર નથી. છતાં એમની શ્રદ્ધા અનોખી હોય છે, કારણ કે એમને જીવનમાં જીવનની શ્રદ્ધા છે.
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૫૭
Page #167
--------------------------------------------------------------------------
________________
આ શ્રદ્ધાની સાર્થકતાનો એમને સતત અનુભવ છે, ને તેથી જ તે અનુભવાનંદમાં મસ્ત છે.
પારસનો સ્પર્શ લોઢાને સોનામાં પલટાવે છે; તેમ શ્રદ્ધાનો સ્પર્શ જીવનના દર્દને પણ અનુભવાનંદમાં પલટાવે છે.
મારા એક મિત્રની વાત મને યાદ આવે છે.
ભાવનગરની કૉલેજના એ પ્રોફેસર હતા. વિદેશ જઈને સારી ડિગ્રીઓ પણ મેળવી લાવેલા.
એમનો જીવ જુદા રંગે રંગાયેલો હતો. ઉંમર થતાં એ નિવૃત્ત થયા. એમને થયું. શબ્દજ્ઞાન તો હવે બહુ થઈ ગયું. હવે તો અનુભવજ્ઞાન મેળવવું છે.
પોતાનો પુત્ર પણ સારી પાયરી પણ હતો, એને બોલાવીને કહ્યું, ‘સંસારના ઢસરડા બહુ કર્યા, હવે મારે આત્મ-આરામ મેળવવો છે, શબ્દજ્ઞાન ખૂબ મેળવ્યું, હવે અનુભવજ્ઞાન મેળવવું છે, એટલે મકાનના કંપાઉન્ડમાં થોડીક જગા જુદી કાઢી આપ. ત્યાં હું રહીશ અને રોજ તારે ઘેર આવીને ભિક્ષા માગી જઈશ, ને આત્માના અનુભવમાં રમ્યા કરીશ.'
આ રીતે બાર વર્ષ એમણે જીવનસાધના કરી.
એક ચાતુર્માસમાં હું બોટાદ હતો. આ પ્રોફેસર મૂળ બોટાદના હતા. એ ગંભીર માંદગીમાં પટકાયા. એમનો પુત્ર મને એમની પાસે બોલાવી ગયો. હું તેમની પાસે બેઠો. એમની આંખો બંધ હતી. માંદગી ગંભીર હતી, વેદના અસહ્ય હતી, છતાં એમનું મુખ મલક્યા કરે.
હું તો જોઈ જ રહ્યો.
આવી બીમારી, આટલી વેદના છે, છતાં મુખ પર આવો મલકાટ ! એ જીવનસાધકની સિદ્ધિ જોઈ મેં ધન્યવાદ આપ્યા.
વાત નીકળતાં પુત્રે કહ્યું, “છેલ્લાં બાર વર્ષથી પિતાજી એકલા હસતા હોય છે. રોજ બપોરે મારા બારણા આગળ આવી મારી પત્ની પાસે ‘ભિક્ષાં દેહી'ની ટહેલ નાખે છે, ને પછી આખો દિવસ અધ્યયન, ચિંતન અને સ્મરણ કર્યા કરે છે.’
આપણે પણ આવા આનંદમય બનવું જોઈશે.
મનની ભૂમિકા બદલો તો અહીં પણ વૈકુંઠનો આનંદ મેળવી શકાય. શબ્દાનંદ, શ્રદ્ધાનંદ અને અનુભવાનંદ પછીની ભૂમિકા છે પરમાનંદ. આ પરમાનંદ એ જ બ્રહ્માનંદ, એ જ પૂર્ણાનંદ.
કુંભ છે, ને તેથી જ એ આનંદનો અમૃતકુંભ
આત્મા જ્ઞાનનો પૂર્ણ પણ છે.
૧૫૮ * જીવન-માંગલ્ય
Page #168
--------------------------------------------------------------------------
________________
પૂર્ણ આનંદનો અમૃતકુંભ હૈયાની ભીતરમાં હોવા છતાંય, જુઓ તો ખરા, આનંદ શોધવા માટે માનવી બહાર ફાંફાં મારે છે !
રાજ્યના ધનભંડારની ચાવી ભંડારીને સોંપી દઈ પોતે પ્રમાદ સેવનારા અને પોતાને જોઈતી વસ્તુ મેળવવા માટે ભંડારીની પૂંઠે પૂંઠે ફરનારા રાજકુમારના જેવી આપણા આત્માની કથા છે.
પોતાના આનંદભંડારની ચાવી એ મન અને બુદ્ધિને આપી બેઠો છે તેથી જ, આનંદ મેળવવા માટે એને મન અને બુદ્ધિની પાછળ ભટકવું પડે છે. આત્મા અજ્ઞાની નથી, સ્વયં જ્ઞાનમય છે, ચિન્મય છે.
અજ્ઞાની તો બુદ્ધિ છે.
જ્ઞાન મેળવવા માટે, પુસ્તકો ફેંદવા જવાની પણ જરૂર નથી. આત્માનું જ્ઞાન તો આત્માની અંદર જ પડેલું છે. ભીત૨માં ડોકિયું કરવાની જ જરૂર છે. હીરાની ઉપરનું આવરણ ખસી જાય એટલે કિરણો પ્રસરે, તેમ આત્મા પરનું બુદ્ધિના વિકલ્પનું આવરણ હટી જાય, તો તુરત જ આત્માનો પ્રકાશ વ્યાપે.
કેવળ પુસ્તકો વાંચવાથી નહિ, કેવળ શાસ્ત્રો સાંભળવાથી નહિ, પણ એનો જીવનમાં અનુભવ કરવાથી જ આનંદ સાંપડશે.
લોકો ફોટામાં કેરી જુએ તેથી આનંદ નહિ મળે, કેરીના રસનો અનુભવ ક૨શે ત્યારે જ આનંદ સાંપડશે.
આનંદના અનુભવની તુલના કરી શકાય જ નહિ. એને તો અંદર ને અંદર પચાવવાની શક્તિ હોવી જોઈએ.
સજ્જન બાતાં પ્રેમ કી, પર-મુખ કહી ન જાય; મૂંગા કો સપનો ભર્યો, સમજ સમજ મલકાય.
આત્માનો અનુભવ કોઈને કહી શકાતો જ નથી; એ તો ભીતરમાં જ સમજવાની અને ભીતરમાં જ આનંદવાની બાબત છે.
આત્માનો આનંદ-અનુભવ કરનારો સતત ખુશ જ રહે, કારણ કે એ જાણે છે કે પરિસ્થિતિ ન બદલાય તોય મારી મનઃસ્થિતિ બદલી શકું છું. દુ:ખમાં પણ સુખનો અનુભવ કરે; એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રસન્નતા સેવે.
પ્રત્યેક પરિસ્થિતિમાંથી ચિંતન દ્વારા મનનું સમાધાન મેળવી સરખો સુખાનુભવ કરે એનું નામ ફિલસૂફ તત્ત્વજ્ઞાની,
આત્માનું સ્વરૂપ સત્યમય, જ્ઞાનમય, આનંદમય છે.
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૫૯
Page #169
--------------------------------------------------------------------------
________________
એ માટે આપણે મહેંદી-હીનાની જેમ જ ચિંતન ઘૂંટવું જોઈશે. જેમ ઘૂંટતા જઈશું તેમ ફોરમ ફેલાતી જશે ને આપણા અસ્તિત્વને આવરી લેશે. સમય ખૂબ ઓછો છે.
આત્માનુભવ કરવામાં હજી આપણે ખૂબ કરવાનું બાકી છે. માટે અન્ય પ્રવૃત્તિઓ ઓછી કરી, ઇન્દ્રિયવૃત્તિઓને વાળી લઈ, સ્વમાં સ્થિર થઈ સત્-ચિત્-આનંદનો અનુભવ કરીએ.
૧૬૦ * જીવનમાંગલ્ય
Page #170
--------------------------------------------------------------------------
________________
+++
૧૮. દાન : એક ઉત્સવ
बिभेषि यदि संसारात् मोक्षप्राप्तिं च कांक्षसि । तदिन्द्रियजयं कर्तुं स्फोरय स्फार पौरुषम् ।।
નસારના આ શ્લોકમાં કહ્યું છે કે,
॥ જે તને તારી આત્મસાધના માટે
તાલાવેલી હોય અને સંસારમાંથી મુક્ત થઈ મોક્ષ મેળવવો છે એમ તને દિલથી લાગતું હોય, તો જ હું તને એક વાત કહું, કારણ કે જ્યાં સુધી જિજ્ઞાસા જાગી નથી ત્યાં સુધી બધી વાતો કરવી નકામી છે. જિજ્ઞાસાનું બીજ વવાયેલું હોય તો જ ઉપદેશનું જળ કામ લાગે છે. જેના હૃદયડાં જિજ્ઞાસાનું બીજ નથી એવા આત્માને આપણે જો ઉપદેશ દેવા જઈએ છીએ તો આપણી દશા સુગરીના માળા જેવી થાય છે. સુગરી વાંદરાને ઉપદેશ આપવા ગઈ તો વાંદરાએ ઉપદેશ તો ન લીધો, પણ એના માળાને આખેઆખો વીંખી નાંખ્યો.
આ રીતે જે લોકો સંસારના ભોગમાં રચ્યાપચ્યા રહે છે એવા જીવો માટે જ્ઞાનીઓનાં વચન લગભગ નિષ્ફળ નીવડે
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૬૧
Page #171
--------------------------------------------------------------------------
________________
છે. સૌથી પહેલાં અર્થ-પાત્ર' બનવાનું જ્ઞાનીઓ કહે છે.
જિજ્ઞાસા હશે તો જ ઉપદેશ કામ લાગવાનો છે. ઉપદેશ શ્રવણ કર્યા પછી મનન કરી, પોતાની પ્રજ્ઞા વડે એને પચાવવાની શક્તિ આપણામાં નથી એનું કારણ એ જ છે કે આપણામાં જિજ્ઞાસાવૃત્તિ જાગી નથી.
આ જિજ્ઞાસા કઈ ? बिभेषि यदि संसारात् ।
જો તું સંસારની રૂંધામણથી ગભરાતો હો, જો તારે જન્મમરણના ચક્રમાંથી છૂટવું હોય, અને જે દુનિયામાં જન્મ્યો છે તે દુનિયાથી ઉપર આવવું હોય તો જ તે સાચો જિજ્ઞાસુ છે.
જેમ એક તળાવ હોય, એની અંદર દેડકાં, કાચબા, માછલાં, શિંગોડાં વગેરે હોય, છતાં માણસો તો કમળને જ વખાણે છે, કારણ માત્ર એટલું જ છે કે એ બધાંયની સાથે જન્મવા ને ઊછરવા છતાં, કમળ દિનપ્રતિદિન ઉપર આવવાનો પ્રયત્ન કરે છે અને ઉપર આવીને પોતાની જાતને એ વિકસાવે છે.
કમળની નજર સૂર્યનાં કિરણો સામે હોય છે. સૂર્યનાં કિરણો જે બાજુએ હોય તે બાજુએ પોતાનું હૃદય ખોલી નાંખે છે.
જિજ્ઞાસુ આત્મા પણ આવો જ હોય છે. એ પણ સંસારમાં જ જન્મેલો હોય છે. સંસારમાં અન્ય માનવીઓ સાથે જન્મેલો હોવા છતાં જિજ્ઞાસુ આત્મા ઉપર આવે છે. કમળની જેમ જિજ્ઞાસુનું હૃદય જ્ઞાનીનાં વચનો આગળ ખુલ્લું હોય છે.
અહીં કવિએ ઠીક જ કહ્યું છે. “અજ્ઞાનીની સંગે રે રમિયો રાતલડી.” મહાપુરુષો કેવું કહે છે ! એ કહે છે કે જે આત્મા જિજ્ઞાસુ નથી તે જ્ઞાની આગળ હૃદય નહિ ખોલે, પરંતુ જ્યાં કામ છે ત્યાં આગળ એ ગાંડો ને ઘેલો થઈ જવાનો. મિથ્યાતત્ત્વની રાતો એને મીઠી લાગે છે.
કામ અને ધનના મોહમાં જીવ જેટલો પામર ને પરવશ બનીને નાચ્યો છે, એનો શતાંશ પણ એ ધ્યાનના પ્રકાશમાં રમ્યો હોત તો !
એટલે તો કહ્યું છે કે, “મોહે નડિયા જ્ઞાનથી પડિયા.”
સાદાઈથી શાંતિમાં સાધના કરવા નીકળેલા સાધુ અને આચાર્યો પણ અનીતિ અને દાણચોરી; હિંસા અને કાળાંબજાર કરી ધનવાન બનેલાની પાછળ પાછળ કેવા મોટાં શહેરોમાં પહોંચી ગયા છે ! ધનનો મોહ કેવો મોહક છે ! ધન કઢાવવા આ ધનિકોને ત્યાં જાય એટલે એમને પણ પ્રતિષ્ઠા મળે. અન્યાયથી આવેલા આહારથી નિર્મળ બુદ્ધિ રહે ? એવા સાધુઓ ધર્મની વાત કરે પણ એમાં ધર્મ હોય ખરો ?
૧૬૨ * જીવન-માંગલ્ય
Page #172
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનના શિખરે ચઢેલાને પણ મોહના વંટોળિયા ઉપરથી ગબડાવી નાખે છે.
કમળ જેમ સૂર્યનાં કિ૨ણો સામે હૃદય ખોલે છે તેમ સાચો જિજ્ઞાસુ સાદાઈથી નિસર્ગમાં આત્મરમણ કરતા જ્ઞાનીની આગળ પોતાનું હૃદય ખોલે છે. કહે છે, “મારામાં આવી છાનીછાની વૃત્તિઓ પડેલી છે. મારા હૃદયમાં છવાયેલ તિમિરને, પ્રભુ ! તમે દૂર કરો.”
સાચો ઉપદેશ તેનો કહેવાય, જેના દિલમાં સંસારનાં બંધનોમાંથી છૂટવાની તાલાવેલી લાગી હોય છે.
સંસાર એક વિકરાળ મોઢું છે. રોજ અનંત જીવો એમાં ભરખાતા જાય છે. સંસાર પ્રત્યેક પળે જીવોને ભરખતો જ જાય છે.
સંસારથી ગભરાઈ જનારા તો ઘણા હોય છે, પરંતુ એટલા માત્રથી તેમને જિજ્ઞાસુ ન કહેવાય, તેમણે નીચ કામ કરેલાં હોય તેથી તે ડરે છે. સંસારની બીક હોય એ પહેલી શરત અને મોક્ષની ભૂખ હોય એ બીજી
શરત.
આજે તો મોક્ષ શું છે એની કોઈને કલ્પના પણ નથી. લોકો આજે સામે પગલે દોડીને વધારેમાં વધારે બંધાવા અને બાંધવા માંગે છે !
ખૂબીની વાત તો એ છે કે માણસ વૃદ્ધ થાય તો પણ એને વધારે મિલો, વધારે કારખાનાં, વધારે મકાનો, વેપાર અને પંચાત ગમે છે.
અરે આત્મા, તું થોડોક તો વિચાર કર. તારે અહીં કેટલા દિવસ રહેવાનું
છે ?
આ બાબતનો તને વિચાર નથી. તું દિવસે દિવસે વિવિધ ઉપાધિમાં વધારે ને વધારે ફસાતો જાય છે.
જે માણસ જાણીબૂઝીને વધારે ને વધારે ફસાતો જાય એને માટે મોક્ષની વાત શી કરવી ? એની આગળ તો મોક્ષની વાત ઉપહાસ જેવી જ લાગે ને ! ઘણાંને તો જ્ઞાનીઓનાં વચનો ટાઢા પહોરનાં ગપ્પાં લાગે છે.
સિનેમા માટે આજે કેટલી બધી આતુરતા છે ! છાપું હજી કેમ નથી આવ્યું એનો તલસાટ કેટલો બધો હોય છે, પરંતુ પ્રભાતમાં ઊઠીને કદી જ્ઞાનીઓનાં પ્રવચનો વાંચ્યાં છે ? એના માટેનો તલસાટ કે નાદ તમારા હૃદયમાંથી કદી જાગ્યો છે ખરો ? ના, એવું તો કદી નથી થતું.
ઠીક છે, કોઈક સાધુ-મહાત્મા આવી જાય, કોઈક વળી કથાવાર્તા કહેનાર મળી જાય, અને જો ફુરસદ હોય તો વળી ઘડી બેઘડી સાંભળી લઈએ છીએ. આવી ફુરસદિયા પદ્ધતિનું પરિણામ એ આવે છે કે જ્ઞાનીઓનાં વચનામૃતનું શ્રવણ કરતાં કરતાં હૃદયમાં એક જાતનો જે આદર અને આહ્લાદ
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૬૩
Page #173
--------------------------------------------------------------------------
________________
થવો જોઈએ તે પ્રગટતો નથી. સાંભળ્યા પછી જે રોમાંચ થવો જોઈએ તે પણ અનુભવાતો નથી. જ્યાં સુધી એ તાલાવેલી નહિ જાગે ત્યાં સુધી જ્ઞાનીઓ જણાવે છે કે, એ ઉપદેશ તમારા હૃદયના ઊંડાણ સુધી નહિ પહોંચે.
એ તો ત્યારે જ બને કે જ્યારે તમારા દિલમાં સંસાર પ્રત્યે ઉદાસીનતા જાગે, મોક્ષપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા પ્રગટે.
ગાંડો ભિખારી જેમ ડબલાં ભેગાં કરે તેમ આજે તમે દુનિયાની વસ્તુઓ ભેગી કરો છો અને તેનાથી તમને પોતાને સમૃદ્ધ માનો છો.
જેની પાસે વધારે ડબલાં હોય, જેની પાસે વધારે સંગ્રહ હોય, એ આજે દુનિયામાં ભાગ્યશાળી કહેવાય છે. જેની પાસે દુનિયાનાં સાધન ઓછાં હશે એને લોકો “અભાગિયો” કહેવાના.
ખૂબની વાત તો એ છે કે, જેમ પેલાં રમકડાં બાળકને રોકી રાખે છે તેમ દુનિયાની વસ્તુઓએ સારામાં સારા માણસોને રોકી રાખ્યા છે.
આપણા આત્માને જે પરમધામ તરફ જવાનું છે, જેને માટેની આપણી આ જીવનયાત્રા છે; જ્યાં પહોંચવા માટે આપણે નીકળેલા છીએ એ મૂળ વાત તો આજે ભુલાઈ જ ગઈ છે.
આ દુનિયાના રંગમાં આપણે એટલા બધા રંગાઈ ગયા છીએ કે આપણો અસલ રંગ કયો હતો તેની આપણને પોતાને જ કંઈ ખબર નથી.
આપણે જગતના જ દોષો જોઈએ છીએ; જગતની જ વાતો કરીએ છીએ અને જગતનો જ વિચાર કર્યા કરીએ છીએ. “ફલાણા ભાઈ આમ કરે છે, ને ઢીંકણા ભાઈ તેમ કરે છે' – એવી વાતો જ કરીએ છીએ, પરંતુ ભાઈ, આપણે શું કરીએ છીએ તે તો જરા વિચારો ! એવી બધી બાબતોમાંથી આપણે મુક્ત છીએ ખરા ?
આવી વાતોનું પરિણામ બહુ વિપરીત આવ્યું છે. માણસ બહિર્મુખ દશામાં એટલો બધો પડી ગયો છે કે અંતર્મુખ દશા સમજાતી જ નથી.
જ્ઞાનીઓ કહે છે, જ્યાં સુધી આત્મા બહિર્મુખ છે ત્યાં સુધી એનું સંસારનું ચક્કર-ભ્રમણ ચાલુ જ રહેવાનું છે. માણસ પોતાના તરફ વળે તો જ સંસારનું ચક્કર અટકે.
માણસ જો પોતાના અંતરમાં ડોકિયું કરે; મન-સાગરમાં ડૂબકી મારે અને વિચારે કે બહારની પંચાત કરવામાં મારા અનંત જન્મો ગયા છે, મેં મારા તરફ ક્યારે જોયું ? – આ બધાયમાં મારું શું વળ્યું ?
જ્યાં સુધી તરંગો છે ત્યાં સુધી તળિયું દેખાવાનું નથી. તરંગો ઓસરે તો જ “હું કોણ ? એ વાત સમજાય.
૧૬૪ * જીવન-માંગલ્ય
Page #174
--------------------------------------------------------------------------
________________
‘હું કોણ'નો પ્રશ્ન આપણને ક્યારેક સૂઝે છે.
ઘડીભર અરીસામાં મોઢું જોઈએ ત્યારે આપણને એમ લાગે છે કે હું જરાક સારો લાગું છું. પણ એ તો દેહની વાત થઈ.
આપણે તો અંતરના અરીસામાં જોઈને આત્માનો વિચાર કરવાનો છે કે, ‘હું કોણ ?’
માણસ પાપ કરે, જૂઠું બોલે, ખોટું કરે, પોતાને વેચી નાખે, પણ શેને માટે ? આ બધાને મૂકીને જવા માટે ?
આ બધાંનું સરવૈયું શું આ જ છે ? જે અહીં મૂકીને જવાનું છે તેને માટે આત્મા જેવા આત્માને ફટકારી મારવો એમાં ડહાપણ ક્યાં છે ? જ્ઞાનીઓ પૂછે છે કે, જેના માટે તું તારા જીવનને વેચી નાખે છે તેમાં એવી તો કઈ વસ્તુ છે જે તારી સાથે આવવાની છે ?
જો કશુંય સાથે આવવાનું ન હોય તો તેને માટે આ આત્માનું વિસ્મરણ શા માટે ? તેના માટે આવી કાળી મજૂરી શા માટે ?
તમારી આ મૂડી જે તમારી સાથે નથી આવવાની, એ તમારી સાચી મિલકત નથી. તમારી મિલકત તો તમે જે દાન સહજભાવથી અને હૃદયની ઊર્મિથી આપ્યું છે તે જ છે.
આકાશમાંથી જેમ વાદળાં વરસી જાય છે તેમ તમારા હૃદયમાં પણ વરસી જવાની ભાવના જાગવી જોઈએ.
આજે નામના મેળવવા માટે અને મોભો જાળવવા માટે દાન દેવાય છે. સમાજમાં તમારું નામ સારું હોય, તમારો મોભો ઊંચો હોય, અને સવારના પહોરમાં પાંચ માણસો ટિપ લઈને તમારે ત્યાં આવ્યા હોય, તો પહેલાં તો તમને ફાળ જ પડે કે, “આ લોકો અત્યારે ક્યાંથી આવ્યા ?'
તમે વિચાર કરો કે આપની સ્થિતિ સારી છે, એટલે આ લોકો બસો રૂપિયા ભરાવ્યા વિના પાછા નથી જવાના. એટલે તમે સોથી શરૂઆત કરવાના !
એટલે પેલા આવનાર કહેશે, “શેઠ, તમારા માટે સો ન શોભે !' એટલે તમે કહેવાના કે, “ભાઈ, આજકાલ વેપારધંધા ખોરવાઈ ગયા છે, સ્થિતિ બગડી છે, પરંતુ તમે આવ્યા છો, એટલે ના પાડી શકાતી નથી.” એક બાજુ આવાં રોદણાં રોવાની વાતો કરાય છે, ત્યારે બીજી બાજુ રેફ્રિજરેટર, અદ્યતન મૉડેલની ઍરકંડિશન મોટો વગેરે મોજશોખનાં સાધનો તો વધતાં જ જાય છે. ખરેખર, જો આવક ઓછી થઈ ગઈ હોય તો પછી આ બધા ભપકા ક્યાંથી વધ્યે જાય છે !
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૬૫
Page #175
--------------------------------------------------------------------------
________________
સાચી વાત તો એ છે કે માત્ર દાનમાં દેવા માટે જ માણસ પાસે મૂડી નથી. બાકી, મોજશોખ અને એશઆરામ માટે પુષ્કળ સંપત્તિ છે.
દાન લેવા આવનાર પાસે નિરાશાજનક વાતો થાય એટલે પેલા લોકો કહેશે, “ભલે, હવે દોઢસો રાખો શેઠ.”
તમે તો ઠાવકું મોઢું રાખીને કહેવાના, “લખો ભાઈ ત્યારે, તમે આવ્યા છો તો કાંઈ ના પડાશે ?”
તમે મનમાં વિચાર કરો છો કે પચાસ તો બચ્યા. આને દાન કહેવાય
ખરું
?
જ્ઞાનીઓ કહે છે, “ભાઈ, તેં તારા દોઢસો રૂપિયા ગુમાવી દીધા, કારણ કે તે દાન તો દીધું પણ સાચી ભાવનાથી નથી દીધું. દાન તો આત્માનો ગુણ છે, આત્માને પ્રફુલ્લિત બનાવવાનો ઉત્સવ છે. લેનાર અને દેનારનાં હૃદય હસી ઊઠે, એવી એ ક્રિયા છે.”
જ્યાં સુધી તમારા સંજોગો ને સ્થિતિ સારાં છે ત્યાં સુધી તમે દાન આપો.
દાન દઈને પ્રસન્ન થવાય, આંખમાંથી આનંદનાં અશ્રુ ચાલ્યાં જાય. આ રીતે તમે દાન દો, તો જ તે સાચું દાન છે, બાકી તો બધો સોદો છે.
દાનની સોદાગીરીમાં માનનારો કહે છે, “ભાઈ, હું રૂપિયા તો દઉં છું પણ મારી તકતી કયા ઠેકાણે મુકાશે એ તો કહો !”
આપણે આવો સોદો નથી કરવાનો. આપણે તો દાનની વાવણી કરવાની છે.
ખેડૂતને પૂછી જુઓ કે, “અનાજ કેમ વવાય છે ?” તે કહેશે, “ઊંડું વાવવું પડે, હળ જેટલું જમીનમાં ઊંડું જાય, અને બીજ જેટલું ઊંડું વવાય તેટલું અનાજ સારું પાકે.”
તમારું દાન પણ એટલું જ ઊંડું હો કે જીવનના ખેતરમાં એ આનંદનો મોલ બની માનવને તૃપ્તિથી ભરી દે.
આને માટે તો આપણો આત્મા જ સાક્ષી હોય. દુનિયાને સાક્ષી રાખવાની કોઈ જરૂર નથી. દાન કોઈને માટે નહિ, પણ આત્માના આત્મા સાથેના સંમેલનમાં વચ્ચે આવતી વસ્તના ત્યાગરૂપ હોય. વસ્તુ પરથી મૂચ્છ ઊતરે છે ત્યારે દાન સહજ થાય છે. મૂચ્છ ક્યારે ઊતરે ? વસ્તુઓ અને આ સંસાર એક બંધન લાગે તો એને બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ મેળવવો હોય તો દાન તમને એક ઉત્તમ સાધન લાગ્યા વિના નહિ રહે. વસ્તુ અને વાસના જેમ જેમ છૂટતા જશે તેમ તેમ આત્મા કર્મોથી મુક્ત થઈ ઉપર અને ઉપર આવતો જશે.
૧૧૬ * જીવન-માંગલ્ય
Page #176
--------------------------------------------------------------------------
________________
કે
પૂર્ણના પગથારે sexxxxxxxxxx92
Page #177
--------------------------------------------------------------------------
________________
Page #178
--------------------------------------------------------------------------
________________
→→?
****
૧૯. આત્મશ્રીની પૂર્ણતા
ऐन्द्रश्रीसुखमग्नेन लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्दपूर्णेन पूर्णं जगदवेक्ष्यते ॥
G
પાધ્યાયજી મહારાજ જ્ઞાનસારના મંગળાચરણમાં આત્માની સહજ અવસ્થાના સ્વરૂપનું આલેખન કરે છે, આત્માની સહજ આધ્યાત્મિક લક્ષ્મીનું એમાં વર્ણન કરે છે. આ આત્માની આધ્યાત્મિક લક્ષ્મીની સભરતાનો આત્મશ્રીનો જેને અનુભવ થાય તે ન વર્ણવી શકાય એવા સહજ સુખનો અનુભવ કરી શકે. પછી તો આ જગતમાં ૨હેવા છતાં અને આ દેહમાં વસવા છતાં એ કોઈક અનોખું અને આનંદમય જીવન જીવી શકે. પણ દુઃખની વાત એ છે કે આ આત્મા વિભાવના પ્રમાદમાં પડીને પોતાના સાચા સ્વરૂપને અને આત્મશ્રીને ભૂલી ગયો છે.
શ્રેષ્ઠ ધનવાનનો પુત્ર પણ જ્યાં સુધી પોતે ધનવાન છે એમ સમજતો નથી ત્યાં સુધી એ રસ્તામાં કોઈ વટેમાર્ગુ પાસે પણ ચૉકલેટ લેવા માટે ચાર આના માગવા
પૂર્ણના પગથારે * ૧૬૯
Page #179
--------------------------------------------------------------------------
________________
ઊભો રહી જાય છે, કારણ કે એને ખબર નથી કે એ કેટલા ધનનો વારસદાર છે ! એનો કોર્ચાધિપતિ પિતા રસ્તા પરના આવા હજારો માણસોને નભાવી શકે તેમ છે તેનો એને ખ્યાલ નથી. બાળક અજ્ઞાન છે. એનું આ અજ્ઞાન ભીખ મંગાવે છે. અને જ્યારે જ્ઞાન આવે છે, મોટો થાય છે, સમજ આવે છે ત્યારે વિચારે છે, “શું એ હું જ હતો જે બસ-સ્ટેન્ડ આગળ ઊભો રહીને ચોકલેટ માટે ચાર આના માગતો હતો ! હું ધનપતિનો પુત્ર ભિખારી ?” એ અજ્ઞાનમાં પડેલો હતો ત્યારે ચાર આના માટે ભિક્ષા માગતો પણ જ્યારે એને ખબર પડે છે કે હું કે તો મોટી સંપત્તિનો સ્વામી છું, શ્રીનો માલિક છું, ત્યારે એ માગતો તો નથી પરંતુ જે માગ્યું હોય એના ઉપર એને હસવું આવે છે,
આ જ રીતે આ આત્મા જ્યાં સુધી આત્મશ્રીને ઓળખતો નથી ત્યાં સુધી વિષયો માટે યાચના કરે છે, કામના માટે ભીખ માગે છે, એક સામાન્ય સત્તા માટે – પાંચ વર્ષ સુધી સત્તાના કોઈક પણ આસને બેસી શકે એટલા ખાતર ચૂંટાવા માટે – વોટની ભીખ માગે છે ને એ માટે પામર થઈને અહીંથી તહીં ફર્યા કરે છે, કારણ કે આત્મશ્રીમાં શું સુખ છે અને જીવન જીવીને અંદરથી શું મેળવવાનું છે એની એને ખબર નથી. એટલે જીવન – આખું જીવન આ માગવામાં અને તે માગવામાં વેડફી નાખે છે.
આત્મસુખના જ્ઞાનથી તો વાર્ધક્ય (વૃદ્ધાવસ્થા) પણ મધુર બને. માણસ પચાસ જીવે, સાઠ જીવે કે સિત્તેર જીવે, પણ અનુભવનું અમૃત લઈને જીવે એમાં સાર્થકતા છે. જેમ જેમ એ જીવન જીવતો જાય તેમ તેમ એની પાસે અનુભવની મીઠાશ આવતી જાય છે. એણે દુનિયા જોઈ છે, માણસો જોયા - છે, અનુભવોમાંથી ઘણું ઘણું મેળવવાનું મેળવ્યું છે, જેવી રીતે પાકી કેરી મીઠી હોય એમ વૃદ્ધ પુરુષ અને વૃદ્ધ સ્ત્રી મીઠાશથી ભરેલાં હોય, એમની વાણીમાં મીઠાશ હોય, એમના વર્તનમાં મીઠાશ હોય, એમના મોઢા ઉપર આવેલી રેખાઓમાં મીઠાશ હોય અને જોનારને એમ થાય કે એમની પાસે જઈએ તો કેવું સારું !
પણ હકીકતમાં આવું કેમ થતું નથી ? એનું કારણ એ જ છે કે જિંદગી શા માટે છે અને જિંદગીનો હેતુ શો છે એ પહેલેથી જાણ્યું નથી. એટલે છોકરાં જેમ પેલાં ડબલાં-ડબલીઓ ભેગાં કરતાં હોય છે એમ માણસો માત્ર થોડાક પૈસા, થોડીક સત્તા, થોડીક પદવી આ બધું ભેગું કરવામાં આયુષ્ય પૂરું કરી નાખે છે,
દુનિયાનું આ પલટાતું દશ્ય તો જુઓ ! જ્યાં સુધી તમારી પાસે પૈસો હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય ત્યાં સુધી દુનિયા તમને પૂછ્યા કરે, પણ જેવી એ સત્તા ગઈ, જેવો એ પૈસો ગયો, જેવી એ પ્રતિષ્ઠા ગઈ એટલે દુનિયા કહે
--
-
-
--
-
-
-
-
૧૭૦ * જીવનમાંગલ્ય
Page #180
--------------------------------------------------------------------------
________________
કે એને બાજુમાં ફેંકો, દુનિયા અને જે માનતી હતી તે એના વ્યક્તિત્વના વિકાસને લીધે નહિ, એની આધ્યાત્મિક ચેતનાના આરોહણને લીધે નહિ, પણ એની પાસે જે દસ લાખ રૂપિયા હતા એને લીધે એ એને પૂજતી હતી. હવે એ દસ લાખ રૂપિયા એના હાથમાં નથી, એના દીકરાના હાથમાં છે. દુનિયા કહે કે હવે ડોસો આપણે શું કામનો છે ? મૂકો અને બાજુમાં. આમ માણસના હાથમાં સત્તા હતી ત્યાં સુધી પૂજાતો હતો, પુછાતો હતો પણ સત્તા ઉપરથી ઊતરી ગયો એટલે એ પણ ભુલાઈ ગયો.
ભુલાઈ જ જાય ને ! કારણ કે હવે એ કોઈને સુખી કરી શકે, કોઈને લાભ કરાવી શકે એવું કાંઈ એની પાસે રહ્યું નથી.
બૂટ પૉલિશ કરનાર પાસે કરોડપતિ ઊભેલો હોય કે બૅન્કનો જનરલ મેનેજર ઊભો હોય ત્યારે એ ગર્વ કરે કે બૅન્કનો જનરલ મેનેજર મારે ત્યાં ઊભો રહ્યો, તો એ ખોટો ગર્વ છે. બેન્કના જનરલ મેનેજર પોતાના બૂટ પૉલિશ કરાવવા છે એટલે ઊભો છે. બૂટ પૉલિશ કરનારો ઘણો સારો માણસ છે એમ સમજીને ઊભો નથી. બૂટ પોલિશ ચાલુ હોય ત્યાં સુધી એ બૂટ પૉલિશવાળો કહે તે ડાબો અને જમણો પગ મૂકે, એ વખતે એ એમ કહે : જુઓ, હું કેવો કે આ મેનેજરને લેફ્ટ-રાઈટ કરાવું છું તો કેટલી બધી અણસમજ છે ! “તું ડાબો અને જમણો પગ મુકાવે છે તેમાં કાંઈ તારી હોશિયારી નથી, એમાં ગર્વ કરવાનો નથી, કારણ કે તું એના બૂટ પૉલિશ કરે છે. એને એના બૂટ ચકચકિત કરવાના છે એટલા માટે એ ઊભો રહે છે, એવી જ રીતે મોટામાં મોટો કરોડાધિપતિ પણ ગાડીમાંથી ઊતરીને આવે છે. શા માટે આવે છે ? પૉલિશ કરાવવા આવે છે.
એમ કોઈ સત્તાધીશની પાસે ઘણા માણસો આવતા હોય તો એણે એમ માનવાનું નથી કે એની પાસે ઘણા આવી ગયા. એ તો એટલા માટે આવતા હતા કે એમને એ કંઈક ઉપયોગી થઈ શકે એવી સત્તા એની પાસે હતી.
કોઈ ધનવાનની પાછળ ઘણા લોકો આવતા હોય તો એણે એમ નહિ માનવાનું કે મારી પાછળ દોડે છે, એની પાસે ધન છે એટલે એમાંથી થોડુંક કાંઈક મળશે એ આશાએ એ ઘડે છે.
આ બધું શું સૂચવે છે ? બહારની વસ્તુ જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી એ લોકો આપણી પાસે આવે છે. જ્યાં એ વસ્તુમાંથી આપણે ખસીએ, કાં વસ્તુ ખસે એટલે દુનિયા ખસી જાય છે. ત્યારે આપણી પાસે સરવૈયામાં શું રહે છે ? કાંઈ જ નહિ.
આ આત્મા દેહ છોડીને જાય છે ત્યારે એની સાથે શું લઈ જાય છે
પૂર્ણના પગથારે * ૧૭૧
Page #181
--------------------------------------------------------------------------
________________
એ તો વિચાર કરો ! આખી જિંદગી સુધી આપણે આટલા આવ્યા, આટલા મળ્યા, એમાં ને એમાં જીવન પૂરું કર્યું. જો આધ્યાત્મિક ઓળખ ન થઈ, સ્વશ્રીની પહેચાન ન થઈ, હું કોણ છું એ માટેનું જ્ઞાન ન મળ્યું તો આ બધું તમે જે સંગ્રહ કરેલું છે એ બધું જ બીજાને માટે છે. તમે સંચય કરો છો, ગોઠવો છો, બીજાને આપીને ચાલ્યા જાઓ છો.
પોતાને માટે શું છે એ વિચાર કરવાનો છે. અને એ વિચાર કરવાને માટે આપણે અહીં મળ્યા છીએ.
તું કોણ છે ? તારું સ્વરૂપ શું છે ? થોડું તો પિછાન.
આત્માની શ્રીમાં મગ્ન બનેલો અને સત્, ચિત્ અને આનંદથી પૂર્ણ એવો આત્મા તો આ જગતને પણ પૂર્ણ જ જુએ છે અને માને છે કે કર્મને વશ બની આખું જગત લીલામાં લાગેલું છે.
તેમને જગતના માણસો કેવા દેખાય ? જેમ બાળકો સાગરના કિનારે જાય, નાનકડાં રેતીનાં ઘર બનાવે અને વહેંચી લે કે આ ઘર મારું, આ ઘર તારું. એમાં બાળકો આખી બપોરે કાઢી નાખે. ખાવાનું પણ ભૂલી જાય. રેતીના ઘરના માળ ગણ્યા કરે. એક કહે : બીજો માળ મેં બાંધ્યો. બીજો કહે : ત્રીજો માળ મેં બાંધ્યો. એમ કરતાં હોય ત્યાં એમની માં શોધતી શોધતી આવે. “અરે ! તમે જમ્યાં પણ નથી ? બાળકો કહે, “નહિ. અમે અમારું ઘર બાંધીએ છીએ, માળ બાંધીએ છીએ.” “હવે બાંધ્યા મકાન, ચાલો.” માં ખેંચીને લઈ જાય છે. આ રેતીના ઘર મૂકતાં પણ પેલાં બાળકોને દુઃખ થાય છે. એમને થાય કે મા
ક્યાં વચમાં આવી ! પણ મા તો જમવા બોલાવવા આવી છે. પણ એમને ગમતું નથી. એમને તો પેલાં રેતીનાં ઘરોમાં, પહેલો માળ બાંધવામાં, બીજો માળ બાંધવામાં, આ ઘર મારું અને આ ઘર તારું એમ કરવામાં જે એક લહેજત પડે છે, એ જમવામાં એમને નથી પડતી.
આ દશામાં જગતના લોકો પણ એવા જ દેખાય, “આ ઘર મારું અને આ ઘર તારું.’ લોકો એ માટે જ લડી રહ્યા છે. બાળકોમાં અને તમારામાં જો ફેર હોય તો એટલો જ કે બાળકો છોડી શકે છે. હસતાં હસતાં છોડી શકે છે – અને આગળ વધીને જરૂર પડે તો એકાદી લાત મારીને પોતે બાંધેલા રેતીના ઘરને પોતે ઉડાડી પણ મારે છે. પણ તમે બાંધેલાં ઘર છોડો છો તો ખરા, પણ રડતાં રડતાં છોડો છો. તમારાં જ બાંધેલા ઘરમાંથી જ્યારે તમારે નીકળવાનો વારો આવે ત્યારે કેવી દશા થાય છે ?
આપણે પ્રવાસી જ છીએ. અહીંથી આગળ વધવાનું જ છે, પંથ જો કાપવાનો છે, તો શા માટે આસક્તિની અંદર લપટાઈ જવું ?
૧૭૨ * જીવન-માંગલ્યા
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રભુ મહાવીરે જીવો ચાર પ્રકારના કહ્યા છે.
પહેલો પ્રકાર સાકરની ઉપર બેઠેલી માખી જેવો હોય છે, બીજો પ્રકાર પથ્થર પર બેઠેલી માખી જેવો હોય છે. ત્રીજો પ્રકાર મધના બિંદુ ૫૨ બેઠેલી માખી જેવો હોય છે અને ચોથો પ્રકાર લીંટમાં પડેલી માખી જેવો હોય છે. પહેલો પ્રકાર એ ઊંચો પ્રકાર છે. સાકરની લાદી પડેલી હોય તેના પર માખી આવીને બેસે તો એ ખૂબ મીઠાશ માણે. જ્યાં સુધી એ લાદી ઉપર બેઠેલી છે ત્યાં સુધી તેને ચૂસ્યા જ કરે, પણ એનામાં ઊડવાની સ્વતંત્રતા છે. જ્યારે એને થાય કે હવે ઊડીએ, ત્યારે પાંખો ફફડાવીને ઊડી જાય છે. સાકરની માખીને કોઈ બંધન નથી. સ્વાદ છે, સ્વતંત્રતા પણ છે; મધુરતા અને મસ્તી બંને છે. એણે સ્વતંત્રતાને વેચીને મધુરતા માણી નથી.
આ જીવન તમે એવી જ રીતે જીવો. તમને મકાન મળે, વૈભવ મળે, સમૃદ્ધિ મળે, સત્તા વગેરે ઘણું ઘણું મળે. એ પુણ્યના પરિણામે મળેલી આ બધી વસ્તુઓમાં પણ તમે સાકરની માખી જેવા અલિપ્ત રહો. તમે તમારા આત્માની સ્વતંત્રતાને આસક્તિની મીઠાશમાં નાખી ન દો, બંધાઈ જાઓ. સાકરની માખી આ સ્વાદ માણે છે પણ પોતાની પાંખોને સદા સચેત રાખે છે. ધારે ત્યારે એ ઊડી જાય છે.
બીજી માખી પથ્થર ઉપર બેઠેલી છે. એમાં ભલે મીઠાશ કાંઈ ન હોય, સ્વાદ કાંઈ ન હોય પણ એને માટે સહુથી મોટી વાત સ્વતંત્રતા છે. એ જ્યારે ધારે ત્યારે ઊડીને જઈ શકે, ધારે ત્યારે નીકળી શકે, એને બાંધનાર કોઈ નથી. પથ્થર ઉપર આસ્વાદ નથી પણ સ્વતંત્રતા છે.
ત્રીજા પ્રકારમાં મધનાં બિંદુઓ પર બેઠેલી માખી આવે છે. એ માખીને મધ મળે છે, મીઠાશ મળે છે. જ્યાં સુધી મધ ચૂસે ત્યાં સુધી મસ્તાની બની રહે છે. પણ જેવી ઊડવા જાય ત્યાં બંધન. એ ઊડી શકે નહિ. મધની ચીકાશે એની પાંખોને પરવશ બનાવી દીધી છે, એ પંગુ બની ગયેલી છે. ઊડવા જાય છ ત્યારે એને ખ્યાલ આવે છે ઊડી શકાતું નથી. જ્યાં આસક્તિ છે ત્યાં મરણ છે. એ ઊડી નથી શકતી, તરફડે છે અને જે મધમાં મીઠાશ માણતી હતી તે મધમાં જ એ મરી જાય છે.
ચોથી માખી લીંટમાં (mucus) પડેલી હોય છે. એને આસ્વાદમાં પણ કાંઈ નહિ અને ઊડવા ધારે તો ઊડી પણ ન શકે, કારણ કે એની પાંખો જ ચોંટી ગયેલી છે.
આમ, પ્રભુએ બતાવ્યું કે જીવો ચાર પ્રકારના છે.
પહેલો પ્રકાર કયો તો કે
પેન્દ્રશ્રીસુમતેન. આત્માની લક્ષ્મીની
પૂર્ણના પગથારે ૧૭૩
Page #183
--------------------------------------------------------------------------
________________
આત્માની વિભૂતિને જાણનારો જીવ
ઓળખવાળો જીવ સદા સત્, ચિત્ અને આનંદથી સભર છે, આપણામાં આ બધું ભરેલું છે. જ્ઞાન પણ અંદર ભરેલું છે, આનંદ પણ અંદર ભરેલો છે, અને શાશ્વતતા એટલે અનંતતા પણ અંદર ભરેલી છે.
કોઈ પૂછે કે તું કોણ ? તારી ઓળખાણ તો આપ ! તો એમ ન કહેશો કે મારી ઓળખાણ આ દેહ, ફલાણું નામ, ફલાણું ગામ, ફલાણું રહેઠાણ. કોઈ એમ કહે કે ફલાણા ગામના અમે જૂનામાં જૂના રહેવાસી, અમારા બાપદાદા ત્યાં રહેતા હતા. પણ તું એ ગામમાં રહેતો જ નથી. તું તો ચાલ્યો જ આવ્યો છે. તારું વળી ગામ ક્યાં છે ? આ તો એક વિસામો છે.
વિસામો ગામ નથી બની શકતો. આરામનું સ્થાન એ કદી ધ્યેય નથી બની શકતું અને મુકામ, જ્યાં રહેવું પડે એ મંજિલ નથી. માણસની મંજિલ તો આગળ છે. માણસ એ મંજિલને ભૂલી ગયો છે.
કોઈ પ્રવાસી થાકીને ઊંઘી જાય છે. એ અર્ધનિદ્રા કે તંદ્રામાં હોય ત્યારે પૂછો કે ક્યાં છો ? તો કહે કે અહીં જ રહું છું. ક્યાં જવાનું છે એ ભૂલી જાય છે.
આપણને કોઈ પૂછે કે તું કોણ ? તો આપણે એમ જ કહીએ કે સદા પ્રવાસી ગામ અને ઠામ વગરનો. ઠામ અને ગામમાં અટવાઈ ગયો તો ભગવાન કહે છે કે ‘સચ્ચિદાનંદ પૂર્ણન’ની પૂર્ણ અવસ્થા વિસરાઈ જશે.
આ શ્લોકમાં કહ્યું કે તું સત્ છે. તને કોણ મારી શકે એમ ? તું મરવાનો જ નથી. તમે ગુજરાતીમાં કહો છો : ‘પાછો થયો.’ પાછો થયો એટલે મરી નથી ગયો, જીવતો છે. આ જન્મ લીધો એના પહેલાં પણ હતો અને મરી ગયો તો પણ છે. તો મરી કોણ ગયો ? આ દેહ મરી ગયો. ઘરડું કોણ થયું ? દેહ થયો. જન્મ કોનો થયો ? દેહનો થયો. યુવાન કોણ થયું ? દેહ થયો. અને બળી કોણ ગયું ? દેહ બળી ગયો. જન્મ, શૈશવ, વાર્ધક્ય અને આ બધું શું છે ? અવસ્થા છે. આ ચાર દેહની અવસ્થાઓ છે. ચેતનની અવસ્થા છે જ નહિ. ચેતન તો અવસ્થા વગરનો છે, સ્વસ્થ છે. એટલે જ મીરાંએ ગાયું : “હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.”
મરણ
-
–
હું ક્યાં ઘરડો થયો છું ? હું ક્યાં થાકી ગયો છું ? હું તો આત્મા છું. હું તો આયુના બંધન વિનાનો છું. જેને ઉંમર જ નથી; અવસ્થા જ નથી, કોઈ વર્ષો નથી એ હંસ છે, આત્મા ઉંમર વગરનો છે. ઉંમર કોને લાગે છે ? દેહને. ઉધેઈ જો લાગતી હોય તો લાકડાને લાગે છે, કાટ જો લાગતો હોય તો લોખંડને લાગે છે પણ અગ્નિને ઉધેઈ ન લાગે, સોનાને કાટ ન લાગે, એવી
૧૭૪ * જીવન-માંગલ્ય
Page #184
--------------------------------------------------------------------------
________________
જ રીતે આત્માને કંઈ જ ન થાય.
આ દેહને બધું જ લાગે. એ જન્મે પણ ખરો અને મરે પણ ખરો. નાનકડો હોય ત્યારે રૂપાળો રૂપાળો હોય; યૌવનમાં આવે ત્યારે આકર્ષણનું એક કેન્દ્ર બની જાય; ઘરડો થાય ત્યારે એને બીજાની મદદ લેવી પડે; વૃદ્ધ થાય અને રોગથી ઘેરાય ત્યારે માણસને પરવશતાનો અનુભવ થાય અને મૃત્યુ થાય એટલે આ દેહ બળી જાય. આ બધી અવસ્થાઓ કોની થઈ ? દેહની થઈ.
પણ જે આત્મા છે એ અવસ્થાહીન છે. એને કોઈ ઉંમર નડતી નથી. એને શૈશવ નથી, ઘડપણ નથી, મરણ નથી અને જન્મ પણ નથી. આત્મા અમર છે, શાશ્વત છે, અને જે શાશ્વત છે એ જ સત્ છે.
સના અસ્તિત્વના અનુભવમાં સત્તા કેન્દ્ર બને; પછી ભલે શરીર ઉપર થઈને ઘડપણ પસાર થતું, દેહ ભલે જીર્ણ થતો; પણ એ (આત્મા) અંદર બેઠો બેઠો મલકાય છે; કે હું તો એવો ને એવો જ છું. આ બધુંય બહાર થઈ રહ્યું છે. આત્મા જ્યારે સ્વસત્તામાં કેન્દ્રિત બને છે ત્યારે એને લાગે છે કે હું તો આ બધાની વચ્ચે કેન્દ્રમાં બેઠેલો છું. આ બધુંય આસપાસ બની રહેલું છે. દેહનું જ એક નાટક ચાલી રહ્યું છે.
આ
એટલે જ ઉપાધ્યાયજીએ કહ્યું કે ‘નાટમ્ પ્રતિ પામ્′. જ્ઞાનદશામાં એને દરેક શેરીમાં નાટક લાગે છે; નાટકને જ જુએ અને નાટકને જોવા છતાં પોતે પ્રેક્ષક તરીકેનો અધિકાર ગુમાવે નહિ.
મારે એ જ કહેવાનું છે કે તમે પ્રેક્ષક રહો; પ્રેક્ષક તરીકેનો તમારો અધિકાર છે. તમે નટ ન બની જાઓ. પ્રેક્ષક જેટલો સુખી છે એટલો દુનિયામાં કોઈ સુખી નથી. એ રંગશાળામાં આવે છે, બેસે છે, જુએ છે અને સમય પૂરો થાય ત્યારે ચાલતો થાય છે, એને પડદા સંકેલવાના નહિ કે ગોઠવવાના નહિ; સામાન ઉઠાવવાનો નહિ કે મુકાવવાનો નહિ. એ તો પ્રેક્ષક છે. તટસ્થતાથી જુએ છે.
આ અનુભવ જો કરી શકાય તો લડાલડી, ઝઘડાઝઘડીનો અંત આવે. આજે વૃદ્ધોને એટલી બધી આસક્તિ છે કે લોકો હેરાન થઈ ગયા છે, તેને બદલે તમે એવા બની જાઓ કે તમને પૂછવા આવે ત્યારે જ તમે સલાહ આપો. અને કહો કે તમને તમારી જવાબદારીનો ખ્યાલ આપી દીધો છે. તમારી જવાબદારીને ધ્યાનમાં રાખીને જીવો. જવાબદારીને ધ્યાનમાં રાખીને નહિ જીવો તો અકાળે હેરાન થઈ જશો. આ તો દોરી ઉપર ચાલવાનું છે.
આત્માને પણ એટલી સમજણ આપીને સ્વ તરફ વાળી લેવો જોઈએ. એમ થાય તો માણસ આ જગતમાં બહુ મઝાથી જીવી શકે. અને એ માટે
પૂર્ણના પગથારે * ૧૭૫
Page #185
--------------------------------------------------------------------------
________________
પહેલો પ્રકાર બતાવ્યો કે તું કોણ છે ? ષ્વિવાનંવ પૂŌન. તુ સત્ વત્ અને આનંદ્રથી પૂર્ણ છે.
તું સત્ છે. તારી શાશ્વત સત્તામાં તું ૨હેવાનો છે. મરવાનો જ નથી. આ જુઓ. જૈન ધર્મમાંથી મરવાની વાત જ નીકળી ગઈ. સાચો જૈન કોણ ? જે મરવામાં માનતો નથી. જ્યારે ઘરમાં એક માણસનો વિયોગ થાય તો કહે : ‘પાછા થયા.' એટલે અમારું ઘર મૂકીને બીજે ઠેકાણે ગયા. એટલે જૈનકુળમાં મરણ નહિ, શોક નહિ, કાળાં કપડાં નહિ, પ્રવચન સાંભળવાનું બંધ નહિ, અને ખૂણા પાળવાના પણ નહિ,
જેવી રીતે આવ્યો છે તેવી રીતે ગયો છે. ‘કીધા વિના આવ્યા હતા અને કીધા વિના ગયા', આ વાત જેટલી સમજાય એટલો માનવી શોકરહિત થાય. અજ્ઞાની રોજ માથાં ફૂટે, કકળાટ કરે પણ આમ કરવાથી જે ગયેલું છે એ થોડું જ પાછું આવવાનું છે ? મમતાની જડો ઊંડી શા માટે નાખવી કે જેથી જીવન એક યાત્રાને બદલે સંતાપ બને ?
મેં એવાં કુટુંબો પણ જોયાં છે કે જેમાં મરતી વખતે કહે, “જુઓ, હું જાઉં છું. મારી પાછળ આંસુ પાડશો નહિ, બને તો પ્રાર્થના કરજો; મારી પાછળ રડશો નહિ, બને તો ધર્મ કરજો; મારી પાછળ ખૂણામાં ભરાઈને બેસશો નહિ, ને બને તો યાત્રાએ જજો.” આમ વિદાયને યાત્રા માની જનારા માણસો પણ છે.
તમે દીકરાને બહારગામ મોકલો છો. કોઈ પૂછે તો કહો છો કે પાંચ વર્ષે આવશે. ઘરે આવીને શું કરો છો ? એમ માનો છો ન કે બહારગામ બેઠો છે, ભણે છે. આમાં પણ એ જ સમજ કેળવવાની છે. બહારગામ ગયો છે, વિશ્વમાંથી બીજે ક્યાંય ગયો નથી. જેવી રીતે સ્વજન પરદેશ ગયા છે એ સમજ છે, પણ દેહ છોડીને એ પરદેશ ગયા છે એવી સમજ આવવાની નથી. જ્ઞાનીને આ સમજ હોય છે. લોકો સમજે છે એના કરતાં જ્ઞાનીઓ જરાક આટલું વધારે સમજે છે.
આ જરાક વધારે સમજણ એ જ જાગૃતિ છે. આ વાત સમજાય તો મરણનો શોક કે કકળાટ રહે જ કેમ ?
આ સત્ છે, આત્મા રહેવાનો છે. આજે અહીં હતો. અહીંથી નીકળીને બીજે જવાનો છે.
આપણે અહીં રહેવા માટે આવ્યા એ પહેલાં આપણે ક્યાંક રહેતા હતા જ. કદાચ એક સ્થળ કે ફ્લૅટ ન ફાવે તો બીજે જઈએ. એવી જ રીતે આ દેહમાંથી આત્મા નીકળી જાય છે અને બીજે નિવાસ કરે છે. કોઈ પૂછે, ‘ક્યાં
૧૭૬ * જીવન-માંગલ્ય
Page #186
--------------------------------------------------------------------------
________________
ગયો ?' કહે : ‘ખબર નથી. અમને સરનામું ખબર નથી પણ ક્યાંક ગયો તો છે.'
જનાર માટે ત્યાં બધી ગોઠવણ થઈ ગઈ છે. કઈ ગોઠવણ ? કર્મની, પુણ્યની અને પાપની, કર્મની ગોઠવણને લીધે આ દોડાદોડ છે.
મેં એવા માણસ જોયા છે કે તેમને કોઈ કહે કે મારો છોકરો માંદો છે, દવાની જરૂર છે. સો રૂપિયા આપશો ? તો કહે, ‘મારી શક્તિ નથી.’ પણ એનો એ જ માણસ ગધ્ધાવૈતરું કરી કરીને હજારો રૂપિયા એના દીકરાને આપીને ચાલ્યો જાય. જતી વખતે સંતોષ માને કે મારા દીકરાને માટે આટલા રૂપિયા પાછળ મૂક્યા છે.
આની પાછળ શાનું જોડાણ છે ? લેણદેણનું. એ ગયા જન્મનું લેવા માટે આવ્યો છે. એટલે તમે સત્કર્મ માટે ન વાપરો, આત્મા માટે ન વાપરો, પોતાને માટે ન વાપરો, નજર સામે તરફડતો માણસ હોય એને માટે ન વાપરો પણ દીકરા માટે મૂકીને જાઓ.
આ મમત્વની માયાએ માણસને કેવો બનાવી મૂક્યો છે ! એ માયાનો માર્યો પોતાના શ્રમના રૂપિયા મૂકીને જાય અને રાજી થાય, કે હાશ ! મારો દીકરો હવે સુખી થવાનો. પણ એને ખબર નખી કે સુખી થશે કે દુ:ખી થશે. માણસ જો ઊંડાણથી વિચાર કરે તો લાગે કે આ કર્મ રાજાની વિચિત્ર ગૂંથણી છે. અને આ ગૂંથણીને લીધે જ આખો સંસાર વણસૂચવ્યો, વણનિર્દેશ્યો અને વણઆલેખ્યો ચાલ્યો જાય છે.
આ ગૂંથણીને જે લોકો સમજે છે એ લોકો કોઈ દહાડો ગૂંથાતા નથી; બંધાતા નથી. એ તો એમ કહે છે કે મારે તો મારું આ એક કર્મ હતું જે પૂરું થયું. હવે ફરી હું શું કરવા આ બધાની અંદર ગૂંથાઈ જાઉં ?
આ જગતના બધા જ સંબંધોની પાછળ કર્મોનાં બંધનો પડેલાં છે. દાનાત્તરાયનો ઉદય કેવો છે ? તમને એમ નહિ થાય કે બિહારમાં અનાજ વિના ટળવળતા માણસો મરી જાય છે. લાવ, હું હજાર રૂપિયા આપી દઉં; પણ દીકરાને દુનિયાની મુસાફરી ઉપર જવું હોય તો ત્રીસ હજાર રૂપિયા આપી દો !
જ્ઞાની તો જાણે જ છે કે હું તો એક પ્રવાસી છું. સત્ છું. આ તો એક અવસ્થા છે. આ અવસ્થાનું ભાન થઈ ગયું પછી તમે દુ:ખી નહિ થાઓ, સ્વસ્થ રહેશો. કોઈ વિદાય થઈ જાય તો એમ નહિ માનો કે મરી ગયો, કહેશો કે જુદો પડ્યો, પાછો થઈ ગયો. અહીંથી ગયો પણ ક્યાંક થઈ ગયો.
બીજી વાત, તું ચિત્ત છે. તું જ્ઞાનમાંય છે. તારી અંદર ખજાનો ભર્યો
પૂર્ણના પગથારે * ૧૭૭
Page #187
--------------------------------------------------------------------------
________________
છે. જેમ જેમ આવરણો ઊઘડતાં જાય છે, તેમ તેમ અંદરનો પ્રકાશ આવતો જાય છે.
હીરો ખાણમાં પડેલો હોય ત્યારે મેલો હોય. ઉપર જેમ જેમ પૉલિશ થતું જાય તેમ તેમ પાસા પડતા જાય, અંદરથી કિરણો બહાર આવતાં જાય, પ્રકાશ આવતો જાય અને હીરો ચકચકિત બનતો જાય છે. પણ જ્યાં સુધી એનો કટ (cut) ન થાય, પૉલિશ ન થાય, એના પાસા ન પડે, અંદરનો ભાગ બહાર ન આવે ત્યાં સુધી હીરાનું તેજ કેમ પ્રગટે ?
આપણો આત્મા પણ તેજથી ઝગમગતો છે, પ્રકાશથી ભરેલો છે, પણ કોઈ પાસા પાડનારો મળ્યો. નથી, કોઈ સિયો મળ્યો નથી. એને ઘસી ઘસીને એના ઉપરનાં આવરણોને ખસેડ્યાં નથી, એટલા જ માટે ભગવાને કહ્યું કે જ્ઞાન લાવવું પડતું નથી, પણ ઉઘાડવું પડે છે. એ બહારથી કાંઈ આવતું નથી, અંદર જ છે. ઉપર ઢાંકણ છે, એ ઊઘડી જાય તો પ્રકાશ અંદર જ છે.
આનંદ પણ તમારી અંદર છે. તમે જો નિરુપાધિ અવસ્થામાં હો, તમારા ઉપર કોઈ ઉપાધિનો ભાર ન હોય, તમારી ઉપર ચિંતાની સમડીઓ ચક્કર લગાવતી ન હોય અને તમે દરિયાના કિનારે બેઠા હો તો પાણીના તરંગોમાંથી પણ તમને આનંદના તરંગો દેખાય, વનની શ્રીમાં તમે બેઠેલા હો તો એ વનશ્રી આખી આનંદથી ભરેલી લાગે, કોઈ પર્વતની ટોચ ઉપર બેઠા હો તો ત્યાં પણ પરમાત્માનાં દર્શન થાય, કારણ કે ચિંતાની સમડીઓએ ચક્કર લગાવવાનાં બંધ કર્યાં છે. પણ જ્યાં સુધી એ ચક્કર લગાવે છે ત્યાં સુધી અંદરનો આનંદ પ્રાપ્ત નહિ થાય.
માણસ મંદિરમાં જાય, પણ એના મગજમાં બીજું જ કાંઈ ચાલતું હોય તો એને ભગવાનમાં પણ કાંઈ દેખાતું નથી. ક્યાંથી દેખાય ? તને તારામાં દેખાતું નથી તો ભગવાનમાં ક્યાંથી દેખાય ? તને તારામાં કાંઈ દેખાય તો જ ભગવાનમાં દેખાય. પોતાનામાં પોતે દેખાવું જોઈએ. જો એ પોતે જ જોઈ શકતો નથી તો ભગવાનને કેવી રીતે જોઈ શકે ?
કાઠિયાવાડનો એક પ્રસંગ યાદ આવે છે. એક બાપુ ઓટલા ઉપર બેઠેલા, અફીણનો કસુંબો પીધેલો. ગુલાંટ ખાધી ને બાપુ ઓટલા પરથી પડી ગયા. બાજુમાં બેઠેલા ખુશામતિયાઓ બાપુને ઊભા કરવા ગયા. ત્યાં બાપુએ પૂછ્યું : ‘કોણ પડી ગયું ?' પેલા ખુશામતિયાઓ વિચારે કે હવે શું કહેવું ? એકે હિંમત કરીને બાપુને કહ્યું : ‘આપ પડી ગયા.' બાપુ ગર્જ્ય : ‘તમે...
તમે શું કરતા હતા ત્યારે ?'
એમ આ જીવને પોતાને જ ખબર નથી કે ક્યાં ચાલ્યો જાય છે અને
૧૭૮ * જીવન-માંગલ્ય
Page #188
--------------------------------------------------------------------------
________________
કહે છે કે ભગવાન મને જડતો નથી ! જ્ઞાનીઓ કહે છે કે તું તને જડી જા, તું તને ઓળખી લે, પછી ભગવાનને મળતાં વાર નહિ લાગે.
એટલે જ આચારાંગ સૂત્રમાં કહ્યું : મે આયા, ાં નાળે સવ્વ નાળે. જો તું એકને જાણીશ તો સહુને જાણીશ.
તું તને નહિ જાણે તો તું કોઈને નહિ જાણે. પોતાને જાણવાથી જ પરમાત્માને જાણી શકાય છે.
આનંદનો અનુભવ ક્યારે થાય ? ચિંતાની સમડીઓથી જીવ મુક્ત હોય ત્યારે; પછી તમે જ્યાં જશો ત્યાં આનંદ આનંદ દેખાશે.
'सच्चिदानंद पूर्णेन'
આ સત્ ચિત્ અને આનંદથી સભર છે, અમૃતથી છલકાતો આ કુંભ છે. ‘ઘૂળ નવેંચરે’
જે માણસ આવો પૂર્ણ છે એ જ આખા જગતને પૂર્ણ જુએ છે. એ જગતમાં રહે છે પણ એની પાંખો મુક્ત છે. એ રસ ચૂસે છે, ઊડી જાય છે, મુક્તતા પણ માણે છે. મધુરતા પણ માણે છે.
પથ્થરની માખીને મીઠાશ ન હોય તો પણ સ્વતંત્રતા તો છે જ. ધારે ત્યારે ઊડી પણ શકે છે.
મધની માખીને મીઠાશ છે પણ સ્વતંત્રતા નથી. એ ધારે ત્યારે ઊડી શકતી નથી.
પણ જે જીવો લીંટ જેવા છે એમના માટે સંસારના સુખ પણ નથી અને સ્વતંત્રતા પણ નથી. આસક્તિમાં પડ્યા છે, ચોંટ્યા છે. એમને પૂછો કે શું સુખ છે ?
તો કહે : ‘જીવન પૂરું કરીએ છીએ.' ને એમ પૂરું કરવામાં જ જીવન પૂરું થઈ જાય છે.
આ ચાર કક્ષાઓ બતાવી. આ ચાર ભૂમિકાઓમાં માખીની તો માત્ર એક ઉપમા આપી છે. પણ જીવના સ્વભાવનું આમાં દર્શન સમાયેલું છે. આ જીવનું
દર્શન એના સ્વભાવનું દર્શન આપણને થવું જોઈએ. આ થાય પછી તમે ગમે ત્યાં રહો, ગમે ત્યાં બેસો, ગમે તે અનુભવ કરો, પણ તમને એમ થાય કે મારામાં એક આત્મા બેઠેલો છે જે અવસ્થા વગરનો છે. જેને ઉંમર નથી, જેને ગામ નથી, કોઈ ઠેકાણું નથી.
એ અનંતકાળથી ચાલતો આવ્યો છે અને એનો પ્રવાસ અંતે મોક્ષમાં પૂરો થવાનો છે.
-
પૂર્ણના પગથારે * ૧૭૯
Page #189
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી એ મોક્ષમાં બિરાજમાન ન થાય ત્યાં સુધી જ્યાં જ્યાં જન્મ લેવો પડે, જ્યાં જ્યાં શરીર ધારણ કરવું પડે ત્યાં એ કર્મને લીધે એમ કરે છે એમ જાણવું.
આપણામાં આ સ્વરૂપની જાગૃતિ જેમ જેમ વધતી જાય, તેમ તેમ આપણો આત્મા સુખમાં, આનંદમાં અને શાંતિમાં સમૃદ્ધ બનતો જાય છે. પછી એને સંસારનાં દુઃખો નડતાં નથી. એને આઘાતો આવે છે પણ જેવી રીતે પાણીમાં પથ્થર પડે, ઘા દેખાય અને થોડીક ક્ષણમાં પાછો મટી જાય છે, એવી એની અવસ્થા હોય. એ સમજે છે, જે જે કર્મ બાંધ્યાં છે પછી તે પૂર્વજન્મનાં હોય કે આ જન્મનાં હોય એ કર્મને આધીન આ બધા બનાવો બનવાના જ. તમે પણ જો આ સ્વભાવદશાનો, આત્મદશાનો, આત્મશ્રીનો અનુભવ કરી શકો તો સંસારના બધા જ બનાવોમાં જેમ પાણીમાં પથ્થર પડે, ખાડો પડે અને તરત પુરાઈ જાય, એવી સહજ અવસ્થાના ભાવને માણી શકો.
-
૧૮૦ * જીવન-માંગલ્ય
Page #190
--------------------------------------------------------------------------
________________
૨૦. પૂર્ણની પ્યાસ
* पूर्णता या परोपाधेः सा याचितकमंडनम् । X या तु स्वाभाविकी सैव जात्यरत्नविभानिभा ॥ છે આ સુભાષિતમાં તેના રચયિતા છે“ મહાપુરુષે એક સુંદર વાતને A બતાવી કે બહારના સાધનથી, બહારની
પદવીથી અને બહારના ભવ્ય એવા એ ભપકાઓથી તમે જે પૂર્ણતા મેળવી છે,
અને લોકો તમને જે પૂર્ણ માની બેઠા છે, જ અને તમે પોતે પણ આ બાહ્ય પૂર્ણતામાં 2 મગ્ન બનીને જે સાચી પૂર્ણતાને ભૂલી ગયા : છો તે આ પૂર્ણતા તો માગી લાવેલાં ઘરેણાં ર જેવી છે. કોઈ શુભ પ્રસંગમાં કે કોઈ છે લગ્નના ટાણે કોઈ ધનવાન વ્યક્તિ પાસેથી જે તમે અલંકારો, આભૂષણો, વસ્ત્રો અને
સામગ્રીને માગી લાવો અને એનાથી તમે
સારા દેખાવાનો પ્રયત્ન કરો, પણ એ આ દાગીના તમારા નથી, અલંકાર તમારા હું નથી, વસ્ત્રો તમારાં નથી, એ બધી ભાડૂતી
વસ્તુઓ છે. અને જેમણે અલંકાર અને 2 આભૂષણ આપ્યાં હોય એ લોકો મનમાં
પૂર્ણના પગથારે ૧૮૧
Page #191
--------------------------------------------------------------------------
________________
હસતા હોય છે. “અમારા અલંકારોથી આ માણસ પૂર્ણ બનવાનો પ્રયત્ન કરે છે. અને જે માણસ માગીને લાવ્યો હોય એ માણસ હૃદયથી, મનથી અને વ્યક્તિત્વથી દીન બની જાય છે. વળી જે માણસનાં અલંકાર અને વસ્ત્રો માગીને લાવ્યો હોય એને સાચવવા માટે એ માણસ વિલોવીલો થઈ જાય છે કારણ કે જેના અલંકાર છે એનો એના ઉપર ઉપકાર છે. એ અલંકારથી કદાચ બાહ્ય શોભા વધતી હશે, પણ અંદર તો દીનતા વધી જાય છે; બહારથી લોકો કદાચ વાહવાહના શબ્દો કહી દેતા હશે, પણ માણસ અંદરથી પામર બની જાય છે. અંદરનું તેજ છે, જે સ્વત્વ છે, એ ધીમે ધીમે નષ્ટ થઈ જાય છે.
એટલે બીજાનો ઉપકાર લેવો એ બંધન છે, એમાં ખુમારી નથી. પરોપાધિનું દુઃખ એ છે કે એનાથી માણસ બહારથી દેખાય સારો પણ અંદરથી નબળો બની જાય છે. આથી એની સરખામણી સોજાની સાથે કરવામાં આવે છે. બીમાર આદમીને સોજા આવ્યા હોય ત્યારે એ ઘણો સરસ અને જાડો લાગે, મોઢું ફૂલેલું લાગે, એની આંખનાં પોપચાં ભરાયેલાં લાગે અને આપણને લાગે કે આ વ્યક્તિ કેટલી તંદુરસ્ત અને મસ્ત બની ગઈ છે ! પણ એ તો સોજા છે, એ કમ તાકાતની નિશાની છે, અંદરની નિર્બળતાની નિશાની છે.
સોજાવાળો માણસ સરસ દેખાય પણ સ્વસ્થ નહિ. અને સરસમાં અને સ્વસ્થમાં આટલો ફેર છે. પરોપાધિ છે એ સરસ છે. પણ સ્વસ્થ નથી, મહાપુરુષો કહે છે. : “તું સ્વસ્થ બની જા, તે સ્વસ્થ હોઈશ તો સરસતા આવી જ જશે.' સ્વાથ્ય વગરનો કોઈ બીમાર માણસ સુંદર વસ્ત્ર પરિધાન કરે, સારા અલંકાર ધારણ કરે, સુવાસિત પદાર્થોનો ઉપયોગ કરે, પણ એ જ્યાં સુધી અંદરથી બીમાર છે ત્યાં સુધી એના મુખ પર સ્કૂર્તિ, મનમાં ઉત્સાહ અને અંગઅંગમાં શક્તિ પ્રગટવાં જોઈએ તે નહિ પ્રગટે.
તમે જાણો જ છો કે ટ્રેનના એન્જિનમાં વરાળ હોય છે, જે હજારો ટન બોજાને તાણી જાય છે. એ વરાળ એમની એમ નીકળી જાય છે તો ગાડી વચ્ચે જ અટકી જાય છે. ફરી પાણી ભરવું પડે છે, સ્ટીમ તૈયાર કરવી પડે છે અને જ્યારે સ્ટીમથી એન્જિન તૈયાર થાય છે પછી એ હજારો ટનના બોજાને તાણી શકે છે.
સ્વસ્થ માણસનું મન એ સ્ટીમ જેવું છે, વરાળ જેવું છે. એ સંસારના ગમે એવા બોજાને, ગમે એવા ભારને, ગમે એવા દુઃખને, ગમે એવી વિપત્તિને, ગમે એવાં કષ્ટોને, અને ગમે એવાં આક્રમણોને પણ એ હસતાં હસતાં સહન કરી શકે છે, કારણ કે એના મનની શક્તિ પામરતાને કારણે પડી નથી ગઈ, પણ એને એણે પોતાની સ્વસ્થતાને કારણે સબળ રાખી છે.
૧૮૨ * જીવન-માંગલ્ય
Page #192
--------------------------------------------------------------------------
________________
સંસારમાં તમને એક પણ સંત નહિ જડે કે જેના પર દુઃખનો ભાર, વિપત્તિનાં વાદળ અને આક્રમણોના આતશ ન આવ્યાં હોય. આવ્યા જ છે. એ બધું એમણે સહન કર્યું એટલે જ એ સંત બન્યા. એમણે જો સહન કર્યું ન હોત તો એ સંત બની શકત જ નહિ. એ બતાવી આપે છે કે જેમ જેમ તમારામાં સહન કરવાની શક્તિ આવે છે તેમ તેમ તમારામાં સંતપણું આવતું જાય છે.
ઘણા ભક્તો –– ખાસ કરીને ધર્મક્રિયા કરનારા માણસો – ફરિયાદ કરતા હોય છે : “અમે રોજ મંદિરમાં જઈએ છીએ, રોજ કથા સાંભળીએ છીએ છતાં ભગવાન અમારે ત્યાં દુઃખ શું કરવા મોકલે છે ?” હું કહું છું કે તમે સારા બન્યા છો, ભક્ત થયા છો એમ કહે છો તો તમે પોલા તો નથી ને એ તપાસવા દુઃખ આવે છે. ખોટા માણસો અંદર ઘૂસી ન જાય તે માટે દુ:ખની કસોટી પર તમારી પરીક્ષા થાય છે.
અને કોઈ વાર પિત્તળ પણ પોતાને સોનું ગણાવીને અંદર ઘૂસી જાય તો સોનીનું કામ છે કે એ એને તેજાબમાં નાખી કસોટી પર પણ ચઢાવે. એમાં પણ એને જો શંકા લાગે તો અંદરથી તોડીને પણ એ ક્યાંય ખોટું તો નથી ને એની ચકાસણી અને તપાસણી કરે, કારણ કે એ પોતાની જાતને સોનું કહેવડાવે છે. જો એ એમ કહી દે કે હું પિત્તળ છું, તો કોઈ એવો મૂર્ખ સોની નહિ મળે, જે એને કસોટી પર ચઢાવે, અને તેના ઉપર તેજાબ ખર્ચે. એ જ કહેશે કે, “ભાઈ, આ તો પિત્તળનો કટકો છે, એના ઉપર કોણ મહેનત કરે ? પણ જો એમ કહે કે હું સુવર્ણ છું, તો કોઈ પણ ચોકસી આવીને કહેશે કે “જરા મને તપાસવા દો.”
જીવનની આ એક દૃષ્ટિ છે. સંત બનવું છે, સજ્જન બનવું છે અને સંત અને સજ્જન બનવા છતાં કષ્ટ સહન કરવાનો વારો આવે ત્યારે ભગવાનની આગળ ફરિયાદ કરવી છે કે “હે ભગવાન, તું દુ:ખ કેમ મોકલે છે ?” હું તો એમ કહું છું કે તમે એમ કહો કે હવે અમે તારું શરણું લીધું છે, હવે અમે તારી મદદ લીધી છે, હવે તું અમારે પડખે છે. એટલા માટે જો કષ્ટ આવે તોય મને વાંધો નથી. સહન કરવાની શક્તિ મળે, બીજું કાંઈ નહિ જોઈએ.
કવિવર ટાગોરે પ્રાર્થનામાં એમ કહ્યું છે કે, “હું એમ નથી કહેતો કે દુઃખ ન આવે, પ્રભુ ! હું એમ નથી કહેતો કે મુસીબત ન આવે, હું એમ પણ નથી કહેતો કે મને દુઃખમાંથી મુક્ત કરી દો. હું તો એટલું કહું છું કે
પૂર્ણના પગથારે * ૧૮૩
Page #193
--------------------------------------------------------------------------
________________
દુઃખ આવે, મુસીબત આવે, કષ્ટ આવે તો તે સમયમાં હું ભાંગી ન પડું અને નબળો બનીને દીન ન બની જાઉં; એ દુઃખોને સહન કરવાની જે શક્તિ છે એ મને મળે, દુઃખને સહન કરવાની શક્તિ, સરકી જવાની યુક્તિ નહિ.” આ પ્રાર્થના એ જ બતાવી આપે છે કે જે ભક્ત છે એ દુઃખોને સહન કરવા માટે તત્પર છે અને એ દુઃખોને સહન કરવા માટે એને એક જાતની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. કઈ શક્તિ ? સ્વસ્થતાની શક્તિ.
તમે જોજો કે જ્યારે તમારી તબિયત સારી હોય, તમારા શરીરમાં કોઈ જાતની વ્યાધિ ન હોય ત્યારે સહજ સ્ફૂર્તિ અને સહજ સ્વસ્થતાનો તમને અનુભવ થવાનો. તમે પગથિયાં ચઢતા હો તો જાણે કૂદતા કૂદતા ચઢતા હો, તમે ચાલતા હો તો જાણે તમારા પગમાં વીજળીઓ ૨મતી હોય અને તમે બોલતા હો તો જાણે તમારા શબ્દોમાં ચૈતન્યનું સામર્થ્ય પ્રગટતું હોય. એ બતાવી આપે છે કે અંદર તંદુરસ્તી છે. પણ જ્યારે તંદુરસ્તી ચાલી જાય છે ત્યારે બોલવામાં પણ શિથિલતા આવે છે, ચઢતી વખતે પણ કેડે હાથ દેવો પડે છે. કોઈ મળવા આવે તો પણ બગાસાં આવે છે. આ બધું બતાવે છે કે તમે રોગી છો, માંદા છો. અસ્વસ્થ છો.
બીજા પાસેથી તમે જે પૂર્ણતા લાવ્યા છો એ એક જાતની માંદગી છે. પછી એ પૂર્ણતા સત્તાની હોય કે ધનની હોય, એ પૂર્ણતા કોઈએ આપેલી પદવીની હોય કે એ પૂર્ણતા કોઈક માણસે આપેલા મોભાની હોય એ બધું ભાડૂતી છે, બીજાએ આપેલું છે.
ત્યારે અંદર શું છે ? અંદર તો તું ગવર્નરનો ગવર્નર છો, રાજાધિરાજ છો, સર્વ સત્તાધીશ છો. પણ તું તારી સત્તાનો અનુભવ ચૂકી ગયો. હવે ફરી એ અંદર પડેલી સત્તાનો અનુભવ કરવો, એનું દર્શન કરવું, એનું સ્વસંવેદન કરવું એ જ આ મહાપુરુષોને સાંભળવાનો ૫૨મ હેતુ છે. એ હેતુ જો તમારી પાસે ન હોય તો કથા સાંભળી અને ઊતરી ગયા. શું લઈ આવ્યા ? તો કહે : “કાંઈ નહિ, કથા સાંભળીને આવ્યા.'' તમે કથા સાંભળી હોય તો એ કથા તમારા જીવનની વ્યથા દૂર કરી દે. જે વ્યથા દૂર ન કરે તેને કથા કેમ કહેવાય ?
આ શ્લોકમાં ઉપાધ્યાયજીએ કહ્યું કે પારકી પદવીથી (ઉપાધિથી) તું પૂર્ણ બનીને ડોલી રહ્યો છે, પણ ભાઈ ! તારી પૂર્ણતા તો પાંચ વર્ષની, દશ વર્ષની, પંદર વર્ષની, વીસ વર્ષની માગી લાવેલી પૂર્ણતા છે. ચૂંટણીમાં ચૂંટાઈને આવેલો હોય એ પાંચ વર્ષ માટે પ્રધાન બને. જ્યારે એ મુદત પૂરી થાય ત્યારે તમે
૧૮૪ * જીવનમાંગલ્ય
Page #194
--------------------------------------------------------------------------
________________
એની દીનતા જુઓ. ટિકિટ લેવા માટે એ પગચંપી કરતો હોય છે અને ટિકિટ મેળવ્યા પછી મત મેળવવા માટે લોકોની ખુશામત કરતો હોય, રાત અને દિવસ એક કરીને તે દુઃખી થતો હોય. આ દીનતા જોઈએ ત્યારે આપણને થાય કે આ આત્મા કેટલો બધો નીચો ઊતરી ગયો છે ! એને સત્તાએ પાંચ વર્ષ માટે પ્રધાન બનાવ્યો હતો પણ એ સત્તા ઉપરથી ઊતરી ગયો, તો રસ્તાનો ભિખારી થઈ ગયો. ભિખારી જે દીનતાથી પૈસા માગે એ દીનતા કરતાં પણ વધારે દીનતાથી એક મત માટે, એક ટિકિટ માટે ફરતો હોય છે.
તો જે વસ્તુથી આપણા આત્માની શક્તિ ચાલી જાય, જે વસ્તુ મેળવવાથી આપણે સમૃદ્ધ બનવાને બદલે આવા દીન બની જઈએ એ વસ્તુ પરોપાધિ છે, ભાડૂતી માગી લાવેલી ચિન્તા છે.
આ વાત માણસને બરાબર અનુભવ અને અભ્યાસથી સમજાય તો આજે સત્તા માટેનું જે આકર્ષણ છે, પૈસા માટેનું જે પ્રલોભન છે અને માન અને સ્થાન માટેની જે સતત તૃષ્ણા છે તે જરૂર નીકળી જાય.
હું તો ઇચ્છે કે માણસનું જીવન દર્પણ જેવું હોય. દર્પણની વિશિષ્ટતા શું છે તે તમે જાણો છો ને ? એ સ્વાગત સૌનું કરે, સ્વીકાર કોઈનોય નહિ. એની સામે ઊભેલ વસ્તુનું એ અનાસક્તિપૂર્વક પ્રતિબિમ્બ ઝીલે છે, એ વસ્તુ ખસી જતાં કાચ એવો જ સ્વસ્થ અને સ્વચ્છ રહે છે.
સ્વાગત સહુનું કરો પણ સ્વીકાર કોઈનો નહિ. સત્તા આવે તો આવવા દો, માન આવે તો પણ આવવા દો, અપમાન આવી જાય તો તેને પણ આવવા દો, દુઃખ આવી જાય તો પણ તે ભલે આવે, આવે છે તો સ્વાગત છે; ચાલી જાય છે તો સ્વચ્છતા છે. અરીસો આપણને જીવનનું આ એક દૃષ્ટિબિંદુ આપે છે. એક આદર્શ આપે છે જે માણસ સ્વાગત નથી કરતો અને એમાં બંધાઈ જાય છે એ દુઃખી દુઃખી બની જાય છે.
સંતોએ, ભારતના સંતોએ અને દુનિયાભરના સંતોએ આ જીવનઆદર્શ આપણને આપ્યો છે. એ લોકોને સુખ મળ્યું તો એનું સ્વાગત કરતા રહ્યા. એમને ત્યાં જો દુઃખ આવ્યું તો એનું પણ સ્વાગત કરતા રહ્યા. સુખ ગયું તો પણ અફસોસ નહિ, દુ:ખ આવી ગયું તો પણ અફસોસ નહિ.
ભગવાન મહાવીરનો એક પ્રસંગ મને યાદ આવે છે. ભગવાન મહાવીરની ઉપર સાડા બાર વર્ષ સુધી આપત્તિની ઝડીઓ વરસવાની હતી તે પહેલાં ઇંદ્ર આવીને કહ્યું : “પ્રભો ! તમારા માર્ગમાં હવે સાડા બાર વર્ષ સુધી દુઃખ આવશે. એ દુઃખનાં કાળાં વાદળો ઘેરાય ત્યારે હું આપની પડખે ઊભો
પૂર્ણના પગથારે * ૧૮૫
Page #195
--------------------------------------------------------------------------
________________
રહું અને આપની સેવા કરું એવી મને આજ્ઞા આપો.” ત્યારે ભગવાને શું કહ્યું? ભગવાને કહ્યું : “ઇન્દ્ર, સંસારમાં કોઈ પણ માણસ બીજાની મદદથી મુક્તિ મેળવી શકતો નથી; અને બીજાની મદદથી મેળવેલી મુક્તિ એ મુક્તિ નથી હોતી, તે બીજી ગમે તે વસ્તુ હોઈ શકે. મુક્તિ મળશે તો આપબળથી જ મળશે. જો પોતાની સાધનાથી તે નહિ મળે તો દુનિયાની કોઈ પણ વ્યક્તિની મદદથી નથી મળવાની; એટલા જ માટે મારા ઉપર જે દુઃખો આવી રહ્યાં છે. એનું સ્વાગત કરવા માટે મને જ રહેવા દે, વચ્ચે તું ન આવીશ."
અરીસો પણ તમને એ જ કહે છે કે તમે સંસારની વસ્તુઓ પ્રત્યે મારી જેમ વર્તે તો પછી તમારા હૃદયના અરીસા ઉપર કોઈ જાતનો ડાઘ નહિ પડે. દુ:ખનો કે સુખનો પડછાયો ચાલ્યો જાય છે. પણ હૃદયનો અરીસો જે છે એ તો એ જ રહે છે.
કુંભારને પૂછી જોજો. અગ્નિમાં તપાવ્યા વિના એ કોઈ પણ ઘડાને બજારમાં મૂકે છે ? તે જાણે છે કે કાચો ઘડો મારી ઇજ્જત લેશે. પોતે જ સર્જેલા પોતાના પ્રિય ઘડાને બરાબર અગ્નિમાં તપાવે છે અને જે ઘડો પાકો થયેલો હોય એને માટે છાતી કાઢીને કહે છે કે “આ ઘડો લઈ શકો છો, એને ટકોરા મારી તપાસી શકો છો.”
એમ જે ભક્ત છે એ દુ:ખના તપમાં તપી તપીને પોતાની જાતને મજબૂત કરે છે અને એ સંસારને પડકાર કરે છે કે કોઈ પણ ટકોરે આ તૂટે તેમ નથી. કુંભાર ઘડાને પરિપક્વ કરવા જેમ અગ્નિનો ઉપયોગ કરે છે તેમ સાધકે આત્માને નિર્મળ કરવા અને કર્મના મેલને દૂર કરવા દુઃખનો પણ ઉપયોગ કરવાનો છે.
મરણ શું છે ? કપડાં બદલી નાખવાં તે. અને એમાં પણ જૂનાં કપડાં બદલવાં એ તો બહુ આનંદનો વિષય છે. વપરાઈ ગયેલાં, ફાટી ગયેલાં, જીર્ણ થયેલાં શરીર પડી જાય તો અફસોસ શો ? લગ્નની જેમ મરણને પણ ઉત્સવ માનવો જોઈએ. આ તો વિદાયનો ઉત્સવ છે. “ક્યાં જાઓ છો ?” તો કહો : પ્રભુના ધામમાં જઈએ છીએ.” મૃત્યુ એ તો જીવનની જ એક અવસ્થા છે. અને એટલા જ માટે સિદ્ધો મૃત્યુને ત્યાં થઈને પૂર્ણતામાં પહોંચી ગયા. મૃત્યુ એ મૃત્યુ જ હોત તો એ પૂર્ણતાને કેમ પામત ?
પણ તમારી નિર્બળતાએ, તમારી આસક્તિઓએ અને તમારી ભોગની તૃષ્ણાએ મૃત્યુને ભયંકર બનાવી દીધું છે. અતિ તૃષ્ણા જીવન પ્રત્યે જાગી છે અને તેથી મૃત્યુ એ જીવનની એક અવસ્થા છે એ વાત ભુલાઈ ગઈ છે.
૧૮૬ કે જીવન-માંગલ્ય
Page #196
--------------------------------------------------------------------------
________________
એટલા જ માટે એ સમજવાનું છે કે જેવી રીતે યુવાની એક અવસ્થા છે, ઘડપણ એક અવસ્થા છે, તેવી રીતે મૃત્યુ પણ એક અવસ્થા જ છે. વસ્તુ ટકી રહે અને આકાર બદલાઈ જાય, એનું નામ અવસ્થા કહેવાય. મૃત્યુની પહેલાં પણ જીવન હતું અને મૃત્યુની પછી પણ જીવન રહેવાનું છે, અને પૂર્ણ સત્ય એ છે કે મૃત્યુ જીવનને મારી શકતું નથી. જીવન એ અક્ષય છે, અખંડ છે, શાશ્વત છે. યૌવન અને વાર્ધક્યની જેમ મૃત્યુ માત્ર એક પરિસ્થિતિ છે. આ શૈશવ, આ યૌવન, આ ઘડપણ અને આ મૃત્યુ, આ આકારો બદલાય પણ જીવન જે નિરાકાર છે તે શાશ્વત રહે.
આ ભાવના સર્વત્ર ફેલાવવી જોઈએ. આજ મરણની ભીરુતા આવી છે. એનું કારણ ધર્મના નામે દીવાલો ઊભી કરી છે. દીવાલોને લીધે આપણે વહેંચાઈ ગયા છીએ. અને જ્યાં દીવાલો છે ત્યાં પછીનું દર્શન જતું રહે છે. ચક્ષુનો અંધાપો આવી જાય તો વાંધો નથી, પણ વિચારોનો અંધાપો ન આવવો જોઈએ. ચક્ષુના અંધાપામાં સ્થળૂ વસ્તુઓ નથી દેખાતી પણ ધારો તો સૂક્ષ્મનો અનુભવ કરી શકો. પણ વિચારોના અંધાપામાં તો સૂક્ષ્મ વસ્તુઓ જ નથી દેખાતી અને ચક્ષુ કદાચ ન હોય તો પ્રજ્ઞા વડે કરીને પણ આંતરચક્ષુથી વસ્તુઓ જોઈ શકાય છે, પણ જો આંતરચક્ષુ ચાલી ગયાં, દીવાલોમાં મન અટવાઈ ગયું, તો પરમ સત્યનું દર્શન તમે નથી કરી શકવાના. એટલે વિચારોનો અંધાપો તો બહુ ખરાબ છે, સત્યદર્શનની લગન લાગે તો જ આ અંધાપો જાય.
આ દીવાલો તૂટી જાય તો માણસ એકબીજાની નજીક આવે અને જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ માણસમાં વસેલ ચૈતન્યનું દર્શન થતું જાય. આપણી આંખની આડે જેટલા અંતરાયો છે, જેટલાં આવરણો છે, એ વસ્તુને ઓળખવામાં મુશ્કેલી ઊભી કરે છે. આત્મસત્તાને ઓળખવામાં જો અંતરાય કરનાર કોઈ હોય તો તે સંપ્રદાયનાં આવરણો છે, બીજું કાંઈ નથી.
એટલે મહાપુરુષોએ કહ્યું કે તારે બનવું નથી પડતું, જાણવું પડે છે; લાવવું નથી પડતું ઓળખવું પડે છે; અને બહારથી મેળવવું નથી પડતું પણ અંદરથી ઉંઘાડવું પડે છે.
એક પાંચ વર્ષનો રાજકુમાર હતો. એ રાજકુમારને કોઈ ચોરો આવીને ઉઠાવી ગયા; એને પોતાને ત્યાં રાખીને તૈયાર કર્યો. એ રાજકુમાર ચોરોનો રાજા બન્યો અને પહેલા નંબરનો શિકારી બન્યો. એ વાતને પંદર વર્ષ વીતી ગયાં. એક દિવસ રાજા શિકારે નીકળે છે. ત્યાં પેલો ચોરોનો રાજા પણ શિકાર
પૂર્ણના પગથારે * ૧૮૭
Page #197
--------------------------------------------------------------------------
________________
કરવા નીકળ્યો છે. બંને જણા મળી જાય છે. રાજાએ ચોરની સામે જોયું, અને એના હૃદયમાં પ્રેમનો સ્રોત વહેવા લાગ્યો. રાજા વિચારે છે : આમ કેમ ? મારું હૃદય કેમ તણાય છે ? અને હૃદય તણાય છે એ ઉપરથી લાગે છે કે આ ચોરને અને મારે કંઈ સંબંધ હોવો જોઈએ. એટલામાં એણે ધારીને જોયું તો એના કપાળમાં એક સુંદર લાબું હતું. અને એને યાદ આવ્યું કે મારા રાજકુમારને પણ આવું લાબું હતું. છોકરાને ગુમાવ્યાને પંદર વર્ષ થયાં. એ વખતે છોકરો પાંચ વર્ષનો હતો. આજે એ વીસ વર્ષનો હોય. જોયું તો શિકારી પણ વીસ વર્ષનો હતો, એટલે રાજા એની પાસે ગયો અને પૂછ્યું : “તું કોણ છે ?” તો કહે, “હું ચોરોનો પલ્લીપતિ.” “તારા પિતા ક્યાં છે ?' તો કહે : બીમાર છે અને અત્યારે પલ્લીમાં છે.” રાજા કહે : “મને પલ્લીમાં લઈ જા.” ચોરોનો રાજા તેને ત્યાં લઈ જાય છે. રાજા પલ્લીપતિને પૂછે છે : “આ કોનો છોકરો છે ?” પેલો પલ્લીપતિ કહે છે કે, એ મારો છે.” “તમારો છે પણ મને મનમાં એવી અનુભૂતિ થાય છે કે આ છોકરો મારો છે.” “તમે કોણ ?' તો કહે : “વૈશાલીનો હું રાજા છું.” પેલા પલ્લીપતિની આંખો ભીની ભીની થઈ. એણે કહ્યું, “વાત સાચી છે. આજથી પંદર વર્ષ ઉપર હું જ્યારે લૂંટ ચલાવવા આવ્યો હતો ત્યારે એ લૂંટમાં આ સુંદર દેખાવડા રાજકુમારને પણ ઉઠાવી આવ્યો હતો, કારણ કે મને સંતાન નહોતું. મેં એને મોટો કર્યો, એને મારા પુત્રની ભાવનાથી રંગ્યો. મારે માટે એ પુત્ર છે, એને માટે હું પિતા છું. પણ આજ સાચા પિતા અને પુત્રનું મિલન થયું છે. તો રાજાએ નમ્રતાથી કહ્યું કે, મારી ગાદી ખાલી છે અને મારે પણ આ એકનો એક જ પુત્ર છે, એને હવે હું લઈ જાઉં છું.” પેલો પલ્લીપતિ કહે છે કે “બહુ સારી વાત છે, કારણ કે મારો પુત્ર અને તમારો પુત્ર એક જ છે. અને હવે એ ચોરને બદલે રાજા થાય એ જ શ્રેષ્ઠ છે.” રાજા એને લઈ જાય છે. ગાદી ઉપર બેસાડે છે, એ દિવસે એ રાજા બને છે, હુકમ કરે છે.
અહીં રાજકુમારને બનવું નથી પડ્યું, રાજકુમાર તો હતો જ. પણ એને જાણ ન હતી. હવે જાણ થઈ કે હું રાજ કુમાર છું. આટલા દિવસ સુધી એ અજાણ હતો. જાણ થતાં હવે એ ગામના લોકોની ચોરી નથી કરતો. ગામના લોકોના ઘરમાં અંધારામાં ઘૂસી નથી જતો. હવે એ કહે છે કે આખી નગરી અને સમૃદ્ધિનો સ્વામી હું જ છું, કારણ કે એને જાણપણું થયું. એને જ્ઞાન થયું, એને અવબોધ થયો. એમ કહો કે “સ્વ” સ્વરૂપનું ભાન થયું ! જે ઘડીએ ભાન થયું તે ઘડીથી જ એ સ્વામિત્વ ભોગવે છે. નગરીના લોકોને એ આજ્ઞા કરી
૧૮૮ * જીવન-માંગલ્ય
Page #198
--------------------------------------------------------------------------
________________
શકે છે. હવે એ રાજાધિરાજનું ગૌરવ અનુભવે છે. જે અંધારામાં ચોરની જેમ આવતો હતો તે હવે પ્રકાશમાં સ્વામી થઈને હુકમ કરી શકે છે.'
અહીં તમે પણ આટલું જાણી લો કે હું બ્રહ્મ છું, તમે જાણી લો કે હું ભગવત્ સ્વરૂપ છું, તમે જાણી લો કે હું પરમાત્મ સ્વરૂપ છું. પછી વિષયોના અંધારામાં તમારે દોડવું નહિ પડે. તમે તમને પાપી જ માન્યા કરો તો તમે પાપીની જેમ જ જીવવાના ને ? જે પોતાને ચોર જાણે એ તો ચોરી જ કરે ને ? બીજું શું કરે ? સ્વરૂપ વિસ્મરણ થયું છે, બીજું કાંઈ થયું નથી. અને આ સ્વરૂપ વિસ્મરણે માણસને ઘણો નીચો નાખી દીધો છે – એટલો નીચો નાખ્યો છે કે એ ચોરની જેમ આજે વર્તન કરે છે, જે ખરી રીતે સમ્રાટ છે. આ વાત પર તમે ખાસ વિચાર કરશો.
મદાલસાએ તો ઘોડિયામાં પોઢેલા બાળકને હીંચકો નાખતાં શિખવાડ્યું. સિસ યુરિ' – તું સિદ્ધ છે, તું બુદ્ધ છે, તું નિરંજન છે. આ સંસારની માયામાં તુ લપટાઈશ નહિ.” ઘોડિયાના ધાવણા બાળકને આધ્યાત્મિક ધાવણ પાનાર માતાઓ હતી. બાળકને એ પૈર્યવાન બનાવતી. આજે તો માતાઓ છોકરાને બિવડાવે કે જો બિલાડી આવી, બાવો આવ્યો. સાધુ આવ્યો. આવા નિર્બળ સંસ્કારો ન સીંચવા જોઈએ. હાલરડાના સંસ્કારથી આત્મસ્વરૂપનું જ્ઞાન થવું જોઈએ એને બદલે આજે બાળક ભયથી આવૃત્ત બને છે, એ વીર કેમ બને ?
ભયથી તમે કેટલા આવૃત્ત છો ? એક જમાદાર આવી જાય અને તમે ધૂજી જાઓ છો. માણસો જ્યારે સરસ કોટ પહેરીને મોટી ગાડીમાં નીકળતા હોય ત્યારે દયા આવે કે આવી મોટી ગાડી છે પણ જ્યારે એને ઇન્કમટેક્સનો ઑફિસર પૂછે છે ત્યારે તેના જીભના લોચા વળી જાય છે. બહારથી શેઠનું સ્વરૂપ છે, અંદર તો ચોર છે. મન ભાંગી ગયું છે, મનથી બીકણ છે. ચોર કદાચ સમૃદ્ધ બની જાય તો પણ આખરે તો એ ચોર છે.
એમ જ્યાં સુધી આત્મદર્શન નહિ થાય ત્યાં સુધી તમે ગમે તે કરો, ગમે તેટલી પ્રવૃત્તિ કરો, ગમે તેટલું આચરણ કરો, છતાં એ ઉપરનું છે, બાહ્ય છે, પરોપાદિ છે, માગી લાવેલા અલંકારો છે, એક જાતનો સોજો છે; અને એ સોજો તદુરસ્તી તો નથી જ.
તમે અંદરની શક્તિને પેદા કરો. દૂબળા થાઓ તો વાંધો નહિ પણ તંદુરસ્ત થાઓ. પાતળા હો એનો વાંધો નથી.
એક ભાઈ માત્ર અઠ્ઠાણું રતલના હતા પણ મને કહે : “આપનું કામ
પૂર્ણના પગથારે જ ૧૮૯
Page #199
--------------------------------------------------------------------------
________________
હું અઢાર કલાક કરવા તૈયાર છું. મારું વજન અઠ્ઠાણું રતલ છે પણ મારું શરીર તો રૂનો લોચો નહિ પણ વણેલી વાટ છે.” રૂનો લોચો હોય તો ફંદાઈ જાય પણ વર્ણળી વાટ કેવી મજબૂત હોય !
બહારના સોજાથી માંદગીનો સંચય કરો એના કરતાં પાતળાં થઈને તંદુરસ્તી પ્રાપ્ત કરો એવો શુભ દિવસ, એવું સુપ્રભાત ક્યારે આવે ?
અને એ પ્રભાત ચોક્કસ માનજો કે ત્યારે જ આવવાનું છે કે જ્યારે તમે માનો કે હું તો ઈશ્વરસ્વરૂપ છું; અને જે ભગવાનને પ્રિય છે તે મને પણ પ્રિય હોવું જોઈએ. ભગવાનને જે પ્રિય છે તે મને પ્રિય કેમ ન હોય ? ભગવાનને જે પ્રિય નથી એ મને પ્રિય છે એ બતાવી આપે છે કે મારામાં કશીક માંદગી છે.
pure
અંગ્રેજીમાં એક કહેવત છે કે You are always sure when you are જ્યારે તમે નિર્મળ હશો ત્યારે જ તમે નિ:સંશય હશો કારણ તમારી તબિયત અને તમારી હકીકત તમે જાણતા હો છો, તો જ્યારે તમે pure હશો ત્યારે જ sure બની શકો. પણ માણસ જો ચોખ્ખો ન હોય, શુદ્ધ ન હોય તો એ કેવી રીતે ચોક્કસ બની શકે ?
આપણે કાંઈ બનવાનું નથી. આપણે જન્મથી, પહેલેથી, બ્રહ્મસ્વરૂપ છીએ. આત્મા પરમાત્મા-સ્વરૂપ છીએ. સામાન્ય લોકો પણ કોઈક વાર આ સત્ય ઉચ્ચારતા હોય છે કે જીવ તે શિવ છે, આત્મા તે પરમાત્મા છે, ખુદ તે ખુદા છે, બિંદુ તે સિંધુ છે. આ ભાષાની કહેવતો એ સ્વશક્તિનું દર્શન કરાવે છે. અને જ્યારે આ શક્તિનું તમને દર્શન થઈ જાય છે ત્યારે તમે જ રાજકુમાર છો. માત્ર તમે જાણી લો. જે ઘડીએ જાણી લો તે ઘડીથી હુકમ કરવા માંડો છો. પછી તમારી ચોરવૃત્તિઓ નીકળી જાય છે.
—
મિત્રો, અત્યારે તમારી જે પૂર્ણતા છે એ તો માગી લાવેલાં ઘરેણાં જેવી છે. પણ અંદરની પૂર્ણતા, સહજ આત્મસ્વરૂપનું જ્ઞાન, એ જાતિવંત રત્ન સમાન છે. જાતિવંત રત્નમાં રહેલી વિભા, એનાં કિરણો, એનો પ્રકાશ, એનું તેજ એ ઉછીની લાવેલ ભાડૂતી વસ્તુ નથી. રત્નના કટકા કરો પણ એના અંશેઅંશમાં તેજથી ચમકતાં કિરણો પુરાયમાન થઈ રહ્યાં છે. એમ આપણા આત્માના પ્રદેશેપ્રદેશમાં પૂર્ણ આનંદની એ જ શક્તિ ભરેલી છે જે ૫રમાત્મામાં છે. આ શક્તિનું દર્શન કરવું એ જ જીવનનો હેતુ છે.
તો આ માટે મનને તૈયાર કરવું પડશે. આ મન જો નિર્બળ બની ગયું તો ગાડીને તાણવાને બદલે ગાડી અધવચ્ચે જ ઊભી રહી જશે અને આ
૧૯૦ * જીવન-માંગલ્ય
Page #200
--------------------------------------------------------------------------
________________
એન્જિનને ખેંચવા માટે બીજું એન્જિન લાવવું પડશે. જે એન્જિન ભાર ખેંચી શકે છે એ વરાળથી સમૃદ્ધ છે, જે એન્જિન ઠંડું પડ્યું છે એની વરાળ નીકળી ગઈ છે.
બાવીસ વર્ષ પહેલાંની આ વાત છે. અમારું ચાતુર્માસ ત્યારે ઘાટકોપરમાં હતું. એક ડૉક્ટર મારી પાસે સ્વાધ્યાય માટે આવતા. એ ગાંડાની હોસ્પિટલમાં કામ કરતા હતા. મને કહે : “એક વખત તમે ગાંડાની હૉસ્પિટલ જોવા આવો.' મેં કહ્યું : “અહીં આપણી આસપાસ દુનિયામાં બધું એ જ છે ને ?' તો કહે, ના, આના કરતાં એ જુદી જાતના છે. અહીં જે લોકો મનમાં આવે તેમ સાચેસાચું નથી કરી શકતાં તે ત્યાં કરી શકે છે. અહીં જે કંઈ કરવાનું મન થાય ત્યારે તે નહિ કરી શકે અને ન કરવાના સમયે અભિનય કરે છે. આટલો ફેર છે. ચાલો.” અમે ત્યાં ગયા. ત્યાં ડૉક્ટરો એ લોકોને તાલીમ આપતા હતા.
ગાંડાઓનાં મન ભટક્યાં કરે એટલે એમનાં મન ઠેકાણે લાવવા માટે કૂવામાંથી પાણી કઢાવતા હતા. મોટી ડોલ અને ખાસ્સો ઊંડો કૂવો. ડૉક્ટર ગાંડાને કહે કે અંદરથી ડોલ ભરીને પાણી લાવ અને વૃક્ષના આ છોડને પા. એટલે એ પાણી કાઢે. એ પાણી કાઢે ત્યારે એનાં બાવડાં દુઃખવા આવે પણ જ્યારે ડોલ ઉપર આવે અને રેડવા જાય તો એ ડોલ ખાલી હોય, કારણ કે ડોલની વચ્ચે પાંચ કાણાં કરેલાં એટલે જ્યારે ડૂબે ત્યારે પાણી ભરાઈ જાય પણ ઉપર ખેંચતાં પેલાં પાંચ કાણાંમાંથી બધું જ પાણી નીકળી જાય. ડોલ ખાલી આવે એટલે પેલા ડૉક્ટરો એને બરાબર દબડાવે, કે પાણી કેમ આવ્યું નહિ ? એટલે ગાંડાઓને વિચાર કરવો પડે. શિક્ષા થાય એટલે પછી ગાંડાઓ વિચાર કરે કે પાણી કેમ આવ્યું નહિ ? ભટકતું મન, ફરતું મન વિચાર કરે કે આ કાણાં છે. પાણી આમાંથી જ નીકળી જાય છે. બાજુમાં ડૂચા, કપડાં એવી વસ્તુઓ રાખેલી હોય જે લગાડીને એ કાણાં પૂરે. ગાંડાઓમાં વિચારની એકાગ્રતા લાવવા એ આ રીત અજમાવે.
મને ઘણી વાર આધ્યાત્મિક ક્ષેત્રમાં આ વાત યાદ આવે છે. લોકો ઘણી વાર ક્રિયારૂપ પાણીની ડોલો ભરી ભરીને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ માણસોનાં મનમાં કાણાં બહુ પડી ગયાં છે. સાધના ખૂબ થતી દેખાય છે, પણ મનનાં કાણાંમાંથી બધું જ નીકળી જાય છે. અહીંથી જાઓ ત્યારે ખાલી ખાલી. તો તમે એવું ન કરો કે પેલા લોકો જેમતેમ કરી પહેલાં કાણાં પૂરી દેતા અને ડોલ ભરીને પછી બહાર કાઢતા. એવું ન થાય કે મનમાં જે ઘણાં કાણાં પડી ગયા છે એ તમે પૂરી નાખો ? અને પછી જુઓ કે તમારી દરેક ડોલ કેવી
પૂર્ણના પગથારે * ૧૯૧
Page #201
--------------------------------------------------------------------------
________________
પૂર્ણ આવે છે પછી તમને ખાલીપણું નહિ લાગે. પણ જ્યાં સુધી કાણાં છે ત્યાં સુધી ઉપદેશ, ક્રિયાઓ બધુંય વરસી રહ્યું છે પણ એ બધુંય વહી જાય છે.
આ છિદ્રોને પૂરવા માટે આ અનુભવ કરવાનો છે કે હું પરમસ્વરૂપ છું, હું જ્યોતિ સ્વરૂપ છું, હું આત્મા છું અને હું પરમાત્માસ્વરૂ૫ છું. આ આત્મા પરમાત્માસ્વરૂપનો અનુભવ કરે. બિન્દુ વિચારે કે સિન્થની બધી વિશિષ્ટતા એનામાં છે.
આ સ્વરૂપનાં દર્શન વિનાની પૂર્ણતા એ લગ્ન પ્રસંગે લાવેલા અલંકારો જેવી છે, જેમાં ચિંતા અને દીનતા છે, પણ જે આત્મસ્વરૂપના જ્ઞાનથી પૂર્ણતા પ્રાપ્ત થાય છે એ જાતિવંત રત્ન જેવી છે. એનું તેજ ભાડૂતી નથી. સદાકાળ એમાં હતું, છે અને એમાં રહેશે.
૧૯૯૨ જીવન-માંગલ્ય
Page #202
--------------------------------------------------------------------------
________________
૨૧. પ્રાણી-મૈત્રીદિન
नत्वहं कामये राज्यं, ना स्वर्गं नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥
હું
જ્યારે નાનો હતો ત્યારે એક સાધુ પાસે જતો. એ સાધુ પ્રવચનકાર તો નહોતા પણ જીવનને દૃષ્ટાંતો અને આદર્શોથી બતાવનાર ઓછાબોલા સાધુ હતા. એક દિવસની વાત છે. એક દિવસ તેઓ મને સાથે લઈ નીકળ્યા અને કહ્યું કે એક રૂપિયો લઈ આવ. હું દુકાનેથી મારા પિતાજી પાસેથી એક રૂપિયો લઈ આવ્યો. સાધુને રસ્તામાં ચાલતાં કહ્યું કે એક રૂપિયા પીપરમિટ લઈ લે. મને થયું કે આ સાધુને પીપરમિટ ખાવાનું મન ક્યાંથી થયું ? નાનાં બાળકોને તો થાય, પણ સાધુને ક્યાંથી મન થયું ? પણ હું એનો પ્રેમી હતો. હું એ રૂપિયાની પીપરમિટ લઈ આવ્યો અને એમને આપી. અમે સાથે નીકળ્યા. એક બગીચામાં નાનાં નાનાં બાળકો સાથે માતાઓ આવતી હતી. પેલા સાધુ દરેક બાળકને બોલાવીને
પૂર્ણના પગથારે * ૧૯૩
Page #203
--------------------------------------------------------------------------
________________
પીપરમિટ આપતા અને પ્યાર કરતા. આ જોઈ એની માતાઓ ખુશ થઈ જતી અને સાધુને પ્રણામ કરીને આગળ વધતી. એમ કરતાં રૂપિયાની પીપરમિટ પૂરી થઈ ગઈ.
ત્યાંથી ઊઠતાં સાધુએ મને કહ્યું : ‘જોયું ?’ મેં કહ્યું, ‘શું ?' ‘તું સમજ્યો નહિ ?' ‘ના, હું નથી સમજ્યો. તમે શું કહેવા માગો છો ?' ‘જો એક રૂપિયાની પીપરમિટથી કેટલાં બાળકો ખુશ થઈ ગયાં અને સાથે એમની માતાઓ પણ ખુશ થઈ ગઈ ને ? શા માટે ખુશ થઈ ગઈ ? બાળકોને પ્યાર કરીએ છીએ તો એમની મા પણ ખુશ થઈ જાય છે.'
:
આમ કહી મને બતાવ્યું કે ભગવાનનાં બાળકોને પ્રેમ કરશો તો ભગવાન ખુશ થશે જ. લોકો ભગવાનને પ્રસન્ન કરવા ઇચ્છે છે; લોકો બોલે છે હે ભગવાન, તારો જ આ સંસાર છે;' પણ ભગવાનનાં બાળકોને પ્રેમ કરતા નથી. ભગવાનને પ્રેમ કયા પ્રકારથી કરીશું અને આપણે ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરીશું ?
જો પ૨માત્માને પ્રસન્ન કરવા હોય તો આત્માઓને પ્રસન્ન કરવા જ પડશે. આત્માને પ્રસન્ન નહિ કરીએ તો પરમાત્મા પ્રસન્ન કેમ થશે ?
હમણાં શ્રી જયપ્રકાશજીએ આજની ક્રૂરતાની, માનવના હૃદયમાં છુપાયેલા દંભની, ધનલાલસાની, વર્તમાનના વૈભવ અને વિલાસના પ્રદર્શનની વાત કરી. આ વાતોના કેન્દ્રમાં જોશો તો જણાશે કે આજનો માનવ આત્મદૃષ્ટિ ગુમાવી બેઠો છે.
સાચી વાત તો એ છે કે આપણે આપણામાં અને આપણી આસપાસ જે આત્માઓ છે તેમને પ્રસન્ન કર્યા વિના સીધા જ પરમાત્માને પ્રસન્ન કરવા ઇચ્છીએ છીએ. પણ જે આત્માને પ્રસન્ન નથી કરતો એ પરમાત્માને કદી પણ પ્રસન્ન નથી કરી શકવાનો.
એટલે જ આપણા ચિંતક મહર્ષિઓએ એક સરસ વાત બતાવી અને તે વાત આ સુભાષિતમાં છે. આ સુભાષિતનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે સર્વ જીવોના કલ્યાણની ભાવના કેટલી તીવ્ર હોઈ શકે.
' न त्वहं कामये राज्यम्'
હે પ્રભુ ! મારે રાજ્ય નહિ જોઈએ. જેને પાંચ વર્ષ માટે electionમાં – ચૂંટણીમાં જિતાઈને આવવું છે એમની વાત છોડી દો. પણ જે ભક્ત છે, જે સાધક છે, જે જીવનને ધન્ય બનાવવા માગે છે, અને જેને ખબર છે કે જીવનનો હેતુ શો છે તેની આ પ્રાર્થના છે.
૧૯૪ * જીવન-માંગલ્ય
Page #204
--------------------------------------------------------------------------
________________
ર ' – મને સ્વર્ગ પણ નથી જોઈતું. આપણા બંધુઓ જ્યારે દુઃખી છે ત્યારે આપણે સ્વર્ગમાં જઈને કરીશું પણ શું ? આસપાસ આંસુ હોય છે તો ખાવાનું પણ બગડી જાય છે.
પણ હું જોઈ રહ્યો છું કે આજે આંસુ વહી રહ્યાં છે, લોકો ચારે બાજુ પરેશાન થઈ રહ્યા છે, છતાં ઘણા માણસો આનંદ અને મહેફિલો માણીમણાવી રહ્યા છે.
વળી આ સુભાષિતમાં કહ્યું કે “નાપુનર્ભવમ્' – મને મોક્ષ પણ નથી
જોઈતો.
તો મને શું જોઈએ છે ?
“રામ દુઃચતતાનાં પ્રાગનાં લર્તિનાશનમ્' એક જ કામના અને મહેચ્છા છે કે જે દુ:ખથી તપ્ત છે, જે દુઃખોથી પીડિત છે અને જે વેદનાનાં આંસુ વહાવે છે તે સૌ સર્વ પ્રકારનાં દુઃખોમાંથી મુક્ત થાઓ.
આપણે ગઈ કાલે પ્રભુ મહાવીરસ્વામીનું જન્મકલ્યાણક તો ઊજવ્યું. પણ આપણે પ્રથમ એમનાં મુખ્ય સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા માટે પૂર્ણ પ્રયત્ન કરવો પડશે. ભગવાને બતાવ્યું કે અહિંસા એ જ ધર્મનું અને જીવનનું મૂળ છે.
અહિંસા શું છે ? તે જીવવા ઇચ્છે છે તેમ સંસારનાં બધાં જ પ્રાણીઓ જીવવા માગે છે.
આ અહિંસા બે પ્રકારની છે : વિધેયાત્મક અને નિષેધાત્મક.
નિષેધાત્મક એટલે કે આ નહિ ખાવું, આ નહિ કરવું. આજે ચતુર્દશી છે એટલે આ નહિ ખવાય પણ જે વિધેયાત્મક છે એટલે કે “શું કરવું” એ વાત પણ વિચારવી જોઈએ. લોકો “શું નહિ કરવું” એ વાત જાણે છે, પણ શું કરવું' એ વાત ભૂલી ગયા છે.
મહાપુરુષોએ કહ્યું કે માનવી નિષેધ ખૂબ કરે છે પણ જે વિધેયાત્મક છે એ નથી કરતો. આપણે એ જાણીએ છીએ કે શું ન કરવું પણ આપણે એ નથી જાણતા કે શું કરવું.
મારું કર્તવ્ય શું, મારે શું કરવું જોઈએ એનો વિવેક એટલે વિધેય. જે દિવસથી માનવના જીવનમાં વિધેયનો અરુણોદય થાય છે એ દિવસથી માનવના હૃદયમાં કર્તવ્યનો પ્રકાશ પ્રગટે છે. એ દિવસથી એ પૂર્ણતા પ્રતિ પ્રયાણ કરે છે.
તો આજે આપણે “કરવાની વાત કરવાની છે. “નહિ કરવાની વાત તો બહુ વર્ષોથી કરી અને “કરવાની વાત ભૂલી ગયા. એટલે જ હિંદુસ્તાનમાં
પૂર્ણના પગથારે * ૧૫
Page #205
--------------------------------------------------------------------------
________________
આટલા લોકો હોવા છતાં આજે ગરીબી છે, નિર્ધનતા છે, પરેશાની છે અને દુષ્કાળનો સામનો નહિ કરવાની નિર્બળતા છે આપણને ખબર હોત કે આપણે શું કરવાનું છે તો ચાલીસ કરોડ માનવી આવી ખરાબ હાલતમાં ન હોત. આજે વિચા૨ ક૨વાનો છે કે આપણે શું કરવાનું છે.
વિધેય માટે ત્રણ વાત છે. પહેલી વાત અપરિગ્રહ છે. જ્યાં સુધી પરિગ્રહ છે ત્યાં સુધી અહિંસા નથી આવતી. પરિગ્રહ અને અહિંસા સાથે નથી રહી શકતાં. પરિગ્રહ એટલે સંચય, પરિગ્રહ એટલે ભેગું કરવું, પરિગ્રહ એટલે બીજા જે વસ્તુ માટે ટળવળતા હોય તે પોતાની પાસે હોવા છતાં એમાંથી આપવું નહિ અને સંગ્રહવૃત્તિ રાખવી. આવી વ્યક્તિ અહિંસક કેવી રીતે બની શકે ?
ધનનો સંચય ક્યારે થાય ? શોષણ વિના સંચય નહિ અને શોષણ હોય ત્યાં અહિંસા ન હોય.
‘ર્મા, મનસા, વાપા’ કાં તો કર્મથી, કાં તો મનથી કે પછી વાચાથી હિંસા તો થાય જ. અહિંસક બનવું હોય તો અપરિગ્રહી બનવું પડશે. જેટલા અંશે અપરિગ્રહી બનશું એટલા અંશે આપણે સાચા અહિંસક બનીશું.
એટલે જ ભગવાને સાધુને કહ્યું : “હે સાધુ, જો તારે અહિંસક બનવું હોય તો પહેલાં અપરિગ્રહી બની જા.'' અને જે વધારે પરિગ્રહી છે એ કદી પણ અહિંસક નથી બની શકતો અને જો અહિંસક બની શકતો હોય તો અમારે કહેવું પડશે કે અમૃત અને વિષ સરખાં નથી. તેવી જ રીતે પરિગ્રહ અને અહિંસા જુદાં છે. તો અહિંસા લાવવા માટે આપણે અપરિગ્રહની ભાવનાને વિસ્તારવી પડશે.
ભય અને હિંસા પરિગ્રહમાંથી જન્મ લે છે. આપણે જો અભય થવું હોય કે અહિંસક થવું હોય તો આપણે અપરિગ્રહી બનવા માટે પહેલો પ્રયત્ન કરવો પડશે.
બિહારના માનવીઓ અને પશુધન માટે તમે ‘કાંઈક' કરો છો એ વિચારે તમારી ભાવના પુતિ થશે. તમને દાન કરવાની આ તક મળી છે એની પાછળ ભાવના કામ કરે છે. માનવતા પ્રબુદ્ધ થાય તો દેશમાં દારિત્ર્ય રહે ખરું ? પ્રબુદ્ધ થયેલી માનવતા એક કે બીજી રીતે ઘણાં કામ કરી શકે. એક રીતે નહિ પણ હજાર ૨ીતે મદદ કરી શકાય. કોઈ કપડાંથી કરી શકે, કોઈ અનાજ આપીને કરી શકે, કોઈ પૈસા આપીને કરી શકે, કોઈ બિહાર જઈને કરી શકે અને કોઈ બિહારની એ સુષુપ્ત પ્રજાને જાગ્રત કરીને પણ સેવા કરી શકે.
૧૯૬ * જીવન-માંગલ્ય
Page #206
--------------------------------------------------------------------------
________________
હું જ્યારે પંચમહાલ જિલ્લામાં વિહાર કરતો હતો ત્યારે માર્ગમાં મને એક બહારવટિયો મળ્યો, જે ઘણાનાં ખૂન કરી ચૂક્યો હતો, ઘણાને મારી ચૂક્યો હતો. અમારે ત્યાંના પહાડોમાંથી થઈને નીકળવાનું થયું. ત્યાં એ બહારવટિયાની ઝૂંપડી આગળ જ અમારે મુકામ કરવાનો વારો આવ્યો. સાંજે ફરતો ફરતો એ મારી પાસે આવી ચડ્યો. એ આવ્યો, થોડી ભાંગી તૂટી વાતો થઈ. વાતો કરતાં કરતાં એની સાથે એક કૂતરો હતો તેને એ પ્રેમથી રમાડતો હતો, એના પર હાથ ફેરવતો હતો. આ દશ્યમાં મને જીવનનું એક નવું દર્શન સાંપડ્યું : ક્રૂરમાં ક્રૂર આદમીમાં પણ પ્રેમ ! માણસોને મારનાર, ગોળીઓ ચલાવનાર અને નિર્દય રીતે તલવાર વીંઝનાર આદમી પણ કૂતરા પ્રત્યે પ્રેમ બતાવી રહ્યો હતો. એટલે મને લાગ્યું કે માનવીના એક ખૂણામાં ઊંડે ઊંડે પણ ક્યાંક પ્રેમનું દર્દ છે, અને તેને લીધે એ એમ માને છે કે કોઈક ઠેકાણે કરુણામય, પ્રેમમય બનવું જોઈએ. માણસ જ્યારે માણસ પ્રત્યે કરુણામય નથી બની શકતો ત્યારે એક જાતનું પ્રેમનું છૂપું અવ્યક્ત સંવેદન છે અને તેથી જ કુતરાને પંપાળતા અંદરના એ તત્ત્વને સંતોષીને એવું consolation (સમાધાન) મેળવે છે કે દુનિયામાં ભલે હું બધે ક્રૂર છું પણ કૂતરાને માટે હું કરૂણાવાળો છું, હું પ્રેમ કરી શકું છું.
આ વાતનું ઊંડાણથી ચિંતન કરશો તો આપને પણ લાગશે કે દરેક માનવીના હૃદયના એક ખૂણામાં આ એક એવું તત્ત્વ પડ્યું જ છે, જે હરહંમેશ કરુણાને પ્રેરે છે અને માનવતાને પૂજે છે. આ તત્ત્વ જેમ જેમ વિકસતું જાય તેમ તેમ માનવ પૂર્ણ બનતો જાય છે; જેમ જેમ આ તત્ત્વ ઢંકાતું જાય છે, તેમ તેમ માનવ પશુ બનતો જાય છે. આપણે આ પક્ષીઓને ઉડાડીએ એની પાછળ પણ આ જ તત્ત્વ છે કે બંધનમાંથી પંખીને મુક્ત કરીએ. એ સાથે આપણી માનવતા જે આજે બંધાયેલી છે, પૂરાયેલી છે, ઢંકાયેલી છે એ ખીલી ઊઠે અને આપણામાં રહેલું દયાનું ઝરણું એકદમ વહી જાય.
પંખી ઉડાડનારને સહજ રીતે એક પ્રશ્ન તો આવી જવાનો કે આ કબૂતરને મુક્તિ આપનાર હું પ્રાણીસૃષ્ટિ પ્રત્યે કરુણાળુ છું ખરો ? આ વિચાર પુનઃ પુન: આવે તો માનવમાં રહેલી દિવ્ય શક્તિ પ્રગટ થાય, પ્રજ્વલિત થાય અને પ્રબુદ્ધ થાય.
“પ્રાણી-મૈત્રીદિન' એટલે પ્રાણીમાત્રને મિત્ર કલ્પો અને પ્રાણીસૃષ્ટિને મિત્રની દૃષ્ટિથી જુઓ. “મિત્રી વસુસી ઘર” – સૃષ્ટિને મિત્રની આંખથી જુઓ. બસ, તમારી નજર બદલાઈ જાય તો દુનિયાને માટે તમારે શું કરવું એ તમને ઉપદેશ દેવા અને કહેવા નહિ આવવું પડે. આજ સુધી તમે સહુને પરાયા ગણો
પૂર્ણના પગથારે જ ૧૯૭
Page #207
--------------------------------------------------------------------------
________________
છો અને પ્રાંત પ્રાંત વચ્ચે ભેદ માનો છો પણ આપણે હવે વસુધૈવ કુટુમ્ - આખી પૃથ્વી આપણું કુટુંબ છે, એ ભાવના કેળવવી જોઈએ.
ઘણાં વર્ષો પહેલાંની વાત છે. વિહાર કરતાં કરતાં હું એક ગામડામાં ગયો ત્યાં ભિક્ષા (ગૌચરી) માટે હું એક ઘરમાં ગયો તો ઘરમાં બે બાળક અને તેની મા હતાં. એણે મોટો રોટલો બનાવ્યો હતો. એણે વિનંતીપૂર્વક કહ્યું કે મહારાજ, તમે લઈ જાઓ. મને થયું કે એક જ રોટલો છે તેમાં હું શું લઉં? એટલે મેં કહ્યું કે બાઈ, મારે તો ઘણાં ઘર છે, હું તારું નહિ લઉં, કારણ કે તારે બે બાળકોને જમાડવાનાં છે. ત્યાં તો એ બાઈની આંખમાં આંસુ ધસી આવ્યાં અને કહેવા લાગી : “આ એક મોટો રોટલો છે, એનો અડધો કરું છું. મારાં બે બાળકો પા પા રોટલામાં પેટ ભરીને જમી લેશે પણ મારા ભાગનો અર્ધો રોટલો તમે લઈ જ જાઓ.” એની ભાવના અને પ્રેમ જોઈ હું દ્રવી ગયો. મને થયું કે આ બહેનની ભાવનાને નહિ સત્કારું તો એ ભુક્કો થઈ જશે. એટલે મેં કહ્યું, “તારો જે અડધો રોટલો છે એમાંથી પા મને આપ અને પા તું તારા માટે રાખ.” મિત્રની આંખથી જોતાં દુનિયા કોઈ જુદી જ લાગે.
મિત્રની આંખથી જુઓ તો તમારી દુનિયા, દિલ અને દાન ત્રણેય બદલાઈ જાય !
એટલું જ કહેવાનું છે કે બિહારની કે ગુજરાતની વણસેલી પરિસ્થિતિમાં આપનાથી જે કાંઈ બને એ તમે કરો. એ બાબતમાં હરીફાઈ ન હોય. કોઈ પણ રીતે મદદ પહોંચાડી શકતા હો તે રીતે મદદ પહોંચાડો.
હું તો કહું છું કે બાર મહિનામાં એક મહિને હવા ખાવા જાઓ છો તો શા માટે તમે પંદર દિવસ બિહાર ન જાઓ ? જે શરીરને બાળી નાખવાનું છે, એ શરીર વડે જો પંદર દિવસ પ્રજાની સેવા કરેલી હશે તો આ બળતા શરીરને પણ એક consolation – સંતોષ મળશે, શાંતિ અને સમાધાન મળશે કે હા, આ કાયા કોઈકની સેવામાં કામ લાગી ગઈ હતી !
કરુણાની આ ભાવના સ્પર્શી અને આપણી દિવ્યતા પ્રગટો એવી શુભેચ્છા સાથે આપણે વિદાય લઈએ.
૧૯૮ * જીવન-માંગલ્યા
Page #208
--------------------------------------------------------------------------
________________
૨૨. પરિસંવાદ
धर्मस्य फलमिच्छन्ति धर्मं नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः ॥ છે જ આપણા સ્વાધ્યાયનું કેન્દ્ર
પરિસંવાદ છે. વાદ, વિવાદ, ' સંવાદ અને પરિસંવાદ – આ ચારમાંથી
પહેલા ત્રણ તો તમારા જાણીતા જ છે.
વાદ, વિવાદ અને સંવાદમાં જીવો પોતાના $ જીવનને વિતાવે છે, પણ પરિસંવાદ કરવા જ માટે અવસર મળતો નથી. સ્વાર્થ માટે જે
કાંઈ જગતમાં થાય છે તે વાદ છે; કલહ ૪ માટે થાય તે વિવાદ છે; સ્નેહ માટે થાય
છે તે સંવાદ છે; પણ શરીર, ઇન્દ્રિયો અને
આસપાસના વાતાવરણને ભૂલીને પોતાના જે આત્મા માટે વિચારણા કરવી એ પરિસંવાદ છે.
દુનિયામાં દૃષ્ટિ બે જાતની છે : ° સ્વાર્થની અને પરમાર્થની. સ્વાર્થની દૃષ્ટિમાં છું વાદ, વિવાદ અને સંવાદનો સંભવ છે પણ જે પરિસંવાદ તો ચિત્તમાં પરમાર્થ દષ્ટિ જાગે { તો જ પ્રગટે.
પૂર્ણના પગથારે કે ૧૯૯
Page #209
--------------------------------------------------------------------------
________________
પરિસંવાદ એ અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવા માટેની નિસરણી છે. ચિંતન એ એનાં પગથિયાં છે. જેમ જેમ પગથિયાં ચઢીએ તેમ તેમ પ્રકાશ અને સ્વસ્થ અવસ્થાનો અનુભવ થાય છે. આત્માની દુનિયામાં ભયમાત્રનો અભાવ છે. ત્યાં અભયના પ્રકાશનો જ અનુભવ છે.
આ જીવે ગામના લોકો સાથે ખૂબ વાત કરી. મિત્રો સાથે ખૂબ વાત કરી, પત્ની સાથે વાત કરી, સ્નેહીઓ સાથે પણ વાત કરી. આમ દુનિયામાં વાદ અને સંવાદ તો ચાલે છે, પણ પરિસંવાદ ક્યારે થાય કે જ્યારે આત્મા પોતાની સાથે વાત કરતો થાય, પોતાની સાથે બેસીને મીમાંસા કરે; વિચારણા કરે, પ્રશ્ન કરે હું કોણ છું ? મારું સ્વરૂપ શું છે ? હું શું કરવા આવ્યો છું ? મારે અહીં આવીને શું પામવાનું છે ? મારી સાથે શું આવવાનું છે ? હું જે જીવન જીવું છું, સંસારમાં દોટ લાગાવી રહ્યો છું એનો હેતુ શો છે ? મારા જીવનમાં ચારે બાજુ આ જે ચોવીસે કલાક ધાંધલ, ધમાલ, અશાંતિ મૃત્યુ દેખાઈ રહ્યાં છે એ બધું શું છે ?
જેમ પાણીમાંથી પરપોટા ઉત્પન્ન થાય તેમ આ વિચારોમાંથી પ્રશ્નો ઉત્પન્ન થાય છે. આ પ્રશ્નોની પણ એક ભૂમિકા છે. મોટા ભાગના માણસોને આ પ્રશ્નો ઉપસ્થિત જ થતા નથી.
પરિસંવાદમાં બીજાની જરૂર જ નથી. સંવાદમાં સામી વ્યક્તિ પાસેથી ઉત્તરની અપેક્ષા રખાય છે, પણ પરિસંવાદમાં આત્મા પોતાની પાસેથી જ ઉત્તર મેળવે છે. અંદરથી જવાબ મેળવવા માટે અભ્યાસ કરવો પડે છે. મનની સ્થિરતાથી ચંચળતાનો અભાવ ઉત્પન્ન થાય છે, પછી ચિત્ત એક એવી ભૂમિકાએ પહોંચે છે જ્યાં એને સહજ ઉત્તર મળે. કોઈ એને Inner voice આત્માનો અવાજ કહે છે પણ જ્ઞાની એને પરિસંવાદમાંથી મળેલો પ્રત્યુત્તર કહે છે. ચિત્ત સ્વસ્થ બને છે ત્યારે અંદરથી ઉત્તર મળે છે.
કેળના થંભ પરથી એક પડ કાઢો તો અંદરથી કોમળ પડ નીકળે છે તેમ પરિસંવાદમાં અંદરથી સૂક્ષ્મ ઉત્તર મળે છે.
માનવી પોતાના સ્વરૂપનો વિચાર કરે તો જ એને જ્ઞાન અને ભાન થાય. જેને જ્ઞાન અને ભાન નથી તે સામાન્ય જીવન જીવે છે, જે અર્થહીન જીવન છે. વક્તૃત્વકલાના વર્ગ આગળ એક પ્રસિદ્ધ વક્તાએ અસરકારક વક્તૃત્વ કેમ કરવું તેના નિયમો સમજાવતાં કહ્યું, “તમે જે વિષય પર પ્રવચન કરતા હો તેને અનુરૂપ અભિનય અને ભાવ એ બહુ મહત્ત્વની વસ્તુ છે. દાખલા તરીકે તમે સ્વર્ગના સુખનું વર્ણન કરતાં હો ત્યારે તમારો ચહેરો દેદીપ્યમાન હોવો જોઈએ અને તે સ્વર્ગીય સુખની સુરખીથી ચમકવો જોઈઅ. તમારાં
૨૦૦ * જીવન-માંગલ્ય
Page #210
--------------------------------------------------------------------------
________________
નયનમાં પ્રસન્નતાની જ્યોત હોવી જોઈએ, પણ તમારે જ્યારે નરકનું વર્ણન કરવાનો સમય આવે ત્યારે તો રોજના આ ચાલુ ચહેરાથીય કામ ચાલી શક્શે !'' આ વાક્ય સામાન્ય છે, પણ એમાં કેવો કટાક્ષ છે !
લોકો એવું જીવન જીવી રહ્યા છે કે એ લોકોને નરકનું વર્ણન કરવા નવો ભાવ લાવવાની જરૂર નથી, માણસના જીવનને વર્તમાનકાળ નિરાશામય છે. સંપત્તિવાળો પણ આનંદની સુરખી લઈને નથી આવતો. માણસ વાત કરતો હોય કે વાચન કરતો હોય, પણ અંદરથી જે સહજ આનંદની સુરખી, જે સહજ પ્રસન્નતા આવવી જોઈએ તે કેમ નથી આવતી ? શું સાધનોનો અભાવ છે ? સાધનોવાળા પણ ચિત્તની સહજ અવસ્થાનો અનુભવ નથી કરી શકતા, કારણ કે માણસના જીવનમાં આત્મજ્ઞાનનો અભાવ છે, અને તેથી જાણે એ મૃત જીવન જીવે છે; જીવનમાં જ મૃત્યુનો અનુભવ થઈ રહ્યો છે. જીવનમાં અમૃતનો અનુભવ ક્યારે કરી શકાય ? પરિસંવાદ પ્રગટે ત્યારે !
મહેમાનની જેમ પૈસો આવે તો કહો કે ‘સત્કાર કરીશું' અને જાય તો કહો કે ‘આવજો' ! આવે તો સદુપયોગ અને જાય તો સમતા ! આમ જીવન સમજવાની કળા આત્માને જાણ્યા વિના પ્રાપ્ત થતી નથી. માણસ બધી રીતે તૈયાર થાય છે, પણ આત્મારૂપી મીઠાશનો અનુભવ નથી એટલે એનું જીવનરૂપી ભોજન ફિક્કું બની જાય છે. જીવનને મીઠું બનાવવાની કળા આવડે પછી અભાવમાં પણ આનંદ મેળવી શકાય.
અંદરનું મશીન જ બગડેલું હોય ત્યાં dial (ડાયલ) ગમે તેટલું સુંદર દેખાતું હોય તોય શું કામનું ? શરીર એ તો ડાયલ છે, ખરું અંદરનું યંત્ર તે ચૈતન્ય છે. જિંદગી પૂરી થાય છે વાદ અને વિવાદમાં ! પણ જ્યારે પરિસંવાદ થાય છે ત્યારે જિંદગી પૂરી થતી નથી પણ પૂર્ણતા પ્રાપ્ત કરે છે.
આજે એક હજારમાંથી ૯૯૯ માણસો જિંદગી પૂરી કરે છે અને એ પૂરી ન કરે તો એમનો કાળ એમને પૂરા કરે છે. સવારનાં ઊઠે ત્યારે ચિંતાનો મુગટ પહેરીને નીકળે, વાળમાં ગોઠવીને નીકળે. રાતના સૂએ ત્યારે વાળ વીખરાય, પણ ચિંતા ન વીખરાય. માથામાં ઓળેલી ચિંતા રાતના ઊંઘમાં આવે, સ્વપ્નામાં આવે, બેચેની ઊભી કરે, ચિંતાભર્યા દિવસ અને રાત માણસની જિંદગી પૂરી કરે છે. એને તો ખ્યાલેય નથી કે એની જિંદગી પૂરી થાય છે. પૂરી થતી જિંદગીમાં પણ કેટલાક તો માને છે કે જિંદગી સફળ કરીએ છીએ ! કઈ રીતે ? થોડા પૈસા કમાયા, કારખાનાં ઊભાં કર્યાં, છાપામાં નામ ચમક્યાં આ એમનો આનંદ ! અને આ એમની સફળતા !
જેટલી બહારની વસ્તુ વધારે એટલું જ એમાં મન રોકાય છે,
પછી
પૂર્ણના પગથારે મેં ૨૦૧
-
Page #211
--------------------------------------------------------------------------
________________
પ્રભુમાં એ ઓછું જ રહે ને ! આ બધી વસ્તુઓ પ્રભુથી માણસને છૂટો પાડે છે. ભગવાન પાસે બેઠા હોય ત્યારે શું શું યાદ આવે છે ? શરી૨ ભગવાન પાસે છે અને મન ઊડીને ક્યાંય જાય છે. કારણ કે દુનિયાની વસ્તુઓ એટલી બધી વધારી છે અને એ વસ્તુઓએ માણસના મન ઉપર એટલો બધો કબજો મેળવ્યો છે કે એ ભગવાન પાસે જવા જ ન દે ને !
જ્ઞાની કહે છે કે વસ્તુથી કે સાધનથી તમે તમને સુખી માનો છો, પણ આ વસ્તુઓ એવી ચઢી બેઠી છે કે મન કાબૂમાં નથી. શરીર પ્રવૃત્તિ કરે છે પણ મન વસ્તુમાં રોકાયેલું છે. મનના બે કટકા ન થાય, મન જો ભૌતિક વસ્તુમાં રોકાયેલું હોય તો પરમાત્મતત્ત્વમાં લાગે નહિ, એટલે જ જ્ઞાનીઓ કહે છે કે ક્રિયા કરવી સહેલી છે પણ અંદર જવું મુશ્કેલ છે, અને અંદર જવા માટે એકલા પડવાની જરૂર છે.
પણ એ એકલો જ પડતો નથી. થોડી વાર ઘરમાં એ બેઠેલો હોય અને થાય કે બહાર જઈ આવું, એકલો પડ્યો છું તે ગમતું નથી, બેચેની થાય કે એકલો પડી ગયો ! હવે શું કરું ? લાવ કોઈક સંબંધીને ત્યાં જઈ આવું ! ખરી વાત એ છે કે એકલા પડો તો જ ચિન્તન માટે સમય મળે, અને સમય મળે તો જ ઊંડાણમાં અવલોકન થાય. સામાયિક, ધ્યાન, સ્વાધ્યાય એકલા પડવા માટે જ છે. ૪૮ મિનિટનું સામાયિક લઈએ એટલે બધાથી જુદા પડીએ. સામાયિક એટલે સમતામાં આવવું, શાંતિમાં સ્થિર થવું. શાંતિનો અનુભવ થાય પછી મજા કંઈ ર જ આવે. પણ એનો અનુભવ થવો જોઈએ.
ઘણા કાળથી બોલ-બોલ કરવાની અને લોકોને મળવાની જીવને ટેવ પડી ગઈ છે.
એક ફિલૉસોફરે જિંદગીની વ્યાખ્યા આપી : “Save the words" શબ્દો બચાવો. ઓછા શબ્દ બોલીએ તો ઓછા ફસાઈએ. જિંદગીને બોલી બોલીને વધારે ગૂંચવણમાં નાખીએ છીએ. જન્મ્યો ત્યારે એકલો હતો, તો બંધાયો કેમ ? બોલીબોલીને જ ને ? એમાંથી પાછા કેમ વળવું ! એ માટે તો મૌન છે. આખો દિવસ ન થાય તો પણ થોડી તો ટેવ પાડવી. એમાંથી શોધ કરવાનો, સત્યને ખોલવાનો સુઅવસર પ્રાપ્ત થાય છે.
પરિસંવાદ શું છે ? સંસારની બધી વસ્તુઓને તટસ્થતાથી જોવી અને એકલતામાં અનંતતા અનુભવવી. ‘Peace is ever beautiful'' શાંતિ સર્વદા સુંદર અને સુખકર છે. પણ તે માટે ટેવ પાડવી પડે. આ અનુભવ કરવા રોજ એકાદ સામાયિક કરો. ધીમે ધીમે સ્વભાવ પડી જાય તો સામાયિક સુખદ બની જાય.
૨૦૨ * જીવન-માંગલ્ય
Page #212
--------------------------------------------------------------------------
________________
જીવનમાં કોઈ વસ્તુ કઠણ લાગે તો તેના ઉપર સતત પ્રયત્ન કર્યા કરો. એકાંતમાં બેસશોતે ગમશે નહિ પણ ટેવ પાડવાની જરૂર છે. ખરાબ ટેવો સામે સારી ટેવો મૂકવાની છે. જેમ પાણી પંપથી ઉપર ચઢે તેમ સાધનના શ્રમથી જીવન ઉન્નત બને છે. લોકો એમ માનીને બેઠા છે કે અમારે જે કરવાનું છે તે ભગવાન ક૨શે, મહારાજ કરશે, અવતારી પુરુષ કરશે. પણ, પોતાના પુરુષાર્થ વગર કંઈ થવાનું નથી.
કહે છે કે તુકારામને લેવા સ્વર્ગમાંથી વિમાન આવ્યું હતું. એ Symbolic (પ્રતીકાત્મક) છે. શ્રેષ્ઠ જીવનનું વર્ણન કરવાની આ એક પૌરાણિક રીત છે. માણસનું જીવન એટલું સરસ બને કે એને સત્કારવા માટે પૃથ્વીના રથ નહિ પણ દેવલોકનાં વિમાન આવે ! એટલી ઉચ્ચ ક૨ણી કરો કે સ્વર્ગને સ્પર્શે. એનો અર્થ એ નથી કે પ્રયત્ન ન કરો છતાયં તમે તરી જાઓ ! મહેનત તો કરવી જ પડે. સાચાને મદદ મળે છે, ખોટાને નહિ. હૃદયથી સાચા બનવાનું છે. બહારથી ખરાબ દેખાઓ એનો વાંધો નથી, પણ સુખના સૌંદર્યની અનુભૂતિ કરવા અંદરથી તો સારા જ થવાનું છે.
ભગવાને કહ્યું કે ઉપવાસ ક૨વો સહેલો છે પણ ધ્યાન ધરવું કઠણ છે. શરીરને તકલીફ આપવી સહેલી છે પણ મનને કેન્દ્રિત કરવું કપરું છે.
સ્વાધ્યાય, ચિંતન, ધ્યાન શેનાથી થાય ? મન પલાંઠી વાળીને બેસે ત્યારે થાય આપણે ખાલી શરીરથી પલાંઠી વાળીને બેસીએ છીએ. કોઈએ કહ્યું કે જૈન ધર્મમાં તપ ઉપર ભાર આપે છે પણ એ અર્ધસત્ય છે. ખરું તપ તો ધ્યાનથી શરૂ થાય છે. તપના કેટલા પ્રકાર છે ? સ્વાધ્યાય અને ધ્યાન એ તપ છે.
આ તપની પરાકાષ્ઠા એ છે કે એમાં શરીર પણ ભુલાઈ જાય, એકાગ્રતા સહજ બની જાય ! ભગવાન મહાવીરની સાધનામાં બાહ્ય તપ એ તો સ્વાધ્યાય અને ધ્યાન રૂપી અત્યંતર તપનું પગથિયું છે. સ્વાધ્યાય અને ધ્યાન માટે જ તો સામાયિક છે.
સામાયિકમાં બેસો એટલે મન જરા શાંત થાય. જે વસ્તુને તરંગોએ છુપાવી છે એ નિસ્તરંગ અવસ્થામાં દેખાય. સામાયિકમાં બેસો છો ત્યારે થાય કે આ સામાયિક કોણ કરે છે ? શરીર બેઠેલું છે પણ મન તો ક્યાંય ભમે છે !
એક ભાઈએ પ્રશ્ન કર્યો કે સામાયિક કરવાથી, માળા ફેરવવાથી શો ફાયદો ? કારણ કે ચિત્ત તો ભમ્યા જ કરે છે. મેં કહ્યું કે આજ સુધી ચિત્ત ભમે છે એનો ખ્યાલ નહોતો. હવે સામાયિક કરવા બેઠા એટલે ખબર પડી કે ચિત્ત ભમે છે.
પૂર્ણના પગથારે * ૨૦૩
Page #213
--------------------------------------------------------------------------
________________
અત્યાર સુધી રોગ હતો એ ખબર નહોતી. હવે ખબર પડી કે રોગ છે. રોગની જાણ થઈ એ મોટામાં મોટો ફાયદો છે.
જે લોકો માળા ગણતા નથી, ધ્યાન ધરતા નથી, એમને માટે મારું મન ભમે છે”, એ વિચાર કરવાનો અવકાશ પણ ક્યાં છે ? પણ જે કરે તેને હવે ખબર પડી કે મન ભમે છે. Something is wrong – કાંઈક ખોટું છે; કાંઈક માંદગી છે, મનની આ માંદગીનું જ્ઞાન થયું એ જ સામાયિકનું ફળ છે.
જેટલા ધંધા વધારે એટલી જ ચિંતા વધારે. જેટલા મગજનાં ખાનાં એટલી તરંગની ચાવીઓ. ચાવીઓ બહુ તો મૂંઝવણ બહુ. એ મૂંઝવણ ઓછી કરવા ખાનાં ઓછાં કરવાનાં છે. મન ક્યાં દોડે છે ? ખાનાં હોય ત્યાં દોડે, વસ્તુ વિના વિચાર ન આવે. તમને એવો વિચાર કદી આવે કે સસલાનાં શિંગડાં કેવાં છે ? નહિ જ આવે, કારણ કે જે દુનિયા ઉપર અસ્તિત્વ ધરાવે છે અને જેની સાથે મન જોડાયેલું છે એ જ ધ્યાન અવસ્થામાં પણ આવ્યા કરતું હોય છે. અંદરના પરમતત્ત્વને ઢાંકનાર આ તરંગો છે અને ઉઘાડનાર નિસ્તરંગ અવસ્થા છે. ધ્યાનથી એ જોવાનું છે કે અંદર તરંગો કેમ ઊભા થયા ? એ તરંગો આપણા મૂળ સ્વરૂપને કેમ આવૃત કરે છે ? ધર્મક્રિયા કરતી વખતે નકામો વિચાર આવે તો ધર્મક્રિયા ન છોડો, પણ જે કારણથી એ વિચાર આવ્યો તે કારણને દૂર કરો.
જડનું આવરણ ઘણું જ સ્થળ છે. એ આત્માની સૂક્ષ્મ સમજને આવરી લે છે. સારામાં સારા ધર્માચાર્યો પણ હું કોણ' તે ભૂલી ગયા છે. હું કોણ ? આ નામ દઈને બોલાવે છે તે ? તમે રહો છો એ મકાનના માલિક તે ? ડિગ્રીઓથી ઓળખાવે છે તે ? એ તો બધો ભાર છે, ઉપાધિ છે. જે ડાહ્યો છે તે આત્મા ઉપર આ બધો ભાર નહિ વધારે. નામને ઓછું કરવાનું છે.
આજે બધાં નામ વધારવા બેઠાં છે. એક ભાઈને નામ દઈને ન બોલાવ્યો તો એને ઓછું લાગ્યું. તે પછી ડિગ્રી, ઇલ્કાબ અને પદવી જોઈએ. આપણી બધી રમણતા દેહપ્રધાન છે, ભૌતિક છે. ભૌતિકતા તો અનંતકાળથી છે પણ એથી આત્માનો શો ઉદ્ધાર થયો ? આધ્યાત્મિકતા પ્રગટે તો જ ઉદય થાય.
પ્રભુનું શરણું લઈને કહો કે દરેક જીવ કર્મને લીધે મારી સાથે જોડાયેલો છે, કર્મ લઈને આવ્યો છે. એમનું સારું થાય કે ખરાબ થાય એમાં હું તો માત્ર નિમિત્ત જ છું. તકદીર નહિ હોય તો આપેલું ચાલ્યું જશે અને તકદીર હોય તો ન આપ્યું હોય છતાં મળી જશે. નિમિત્ત માત્ર રહો, ઉપાધિઓનો ભાર ન લો.
૨૦૪ * જીવન-માંગલ્યા
Page #214
--------------------------------------------------------------------------
________________
ગાડામાં બેઠેલો પોટલું માથે મૂકે અને માને કે મેં બળદનો ભાર ઓછો કર્યો છે ! આ જ રીતે ગામનો આધાર બનીને કોઈ કહે કે તારો ઉદ્ધાર હું કરીશ. એક બાજુ કહે કે હું અશરણ છું અને બીજી બાજુ લોકોનો આધાર બનવા માગે છે. તને તારો જ આધાર નથી તો બીજાનો આધાર કેમ બનીશ ? લાકડું પોતે સડી ગયું હોય તો બીજાનો ટેકો કેમ બની શકે ? ગાડામાં બેસીને ભાર નીચે મૂકવાને બદલે માથા ઉપર મૂકે તો તું હળવો થવાને બદલે ભારે થઈશ.
લોકો અહમુને ભાર લઈને બેઠા છે. જે ઘડીએ આ ભાર ફેંકી દે તે જ ક્ષણે નિશ્ચિત. કોઈ તમને કહે કે તમે મારા આધાર છો તો કહો કે સહુનો આધાર ભગવાન છે, હું તો ફક્ત નિમિત્ત છું. તારી તરસ પાણીથી છીપવાની છે. હું તો માત્ર પ્યાલો ધરીશ. તરસ પ્યાલો નથી છિપાવતો, તરસ તો પાણીથી છિપાવાય છે, તમે સરસ નિમિત્ત બની શકો. પછી માથા ઉપર કોઈ બોજો નહિ. આ રીતે અહંના ભારથી હળવા થાઓ.
તમે તમારી જાતને પૂછો કે મને જગ્યાને કેટલાં વર્ષ થયાં ? મેં શું કર્યું ? દુનિયામાં પ્રેમ અને મૈત્રીની હવા કેટલી ફેલાવી ? ભલાઈનાં કામ કેટલાં કર્યા ? મારું જીવન ગ્રંથિ વગરનું છે ખરું ? મનમાં ગાંઠ હશે તો નહિ ચાલે. ગાંઠવાળા દોરાની ગાંઠ ભલે દૂરથી ન દેખાય પણ મૃત્યરૂપી સોયમાં દોરાને પસાર થતી વખતે ગાંઠો હશે તો અટકવું પડશે. વેર અને બૂરાઈ કદાચ જગતમાં ચમકતાં પણ દેખાય પણ મુક્તિરૂપી સોયના દ્વારે તો એને અટકવું જ પડશે.
આત્મા છું એનો અનુભવ થવો જોઈએ. અરીસામાં શરીર દેખાય છે પણ તેની પાછળ આત્મા દેખાય તો સમજવું કે પહેલું પગથિયું ચઢચા.
અરીસામાં આંખ, નાક, કાન વગેરે દેખાય, વર્ણ કાળો છે કે ધોળો છે એ બધું દેખાય, પણ બીજું કંઈ દેખાય છે ? શરીરનો વર્ણ દેખાય છે, પણ આત્માનો રંગ દેખાય છે ?
આત્મા નિરંજન છે. રંગરહિત છે. કાળો, ધોળો, પીળો એ બધા રંગ દેહના છે. એ રંગની પાછળ નિરંજન બેઠેલો છે. રંગની મહત્તા નિરંજનને લીધે છે. એ નિરંજન નીકળી ગયો પછી ગમે તેવી સૌંદર્યવતી આકૃતિ હોય પણ તેની કશી કિંમત નથી. રંગ વગરનાનો આ રંગ છે !
જે લોકો આ શરીરને સલામ ભરતા હોય, આ શરીરને સૂવા માટેની પથારીની પણ કાળજી કરતા હોય, એ જ સ્વજનો આ નિરંજન નીકળી જતાં આ શરીરને લાકડામાં મૂકતાં વાર નહિ લગાડે.
પૂર્ણના પગથારે ૪ ૨૦૫
Page #215
--------------------------------------------------------------------------
________________
આ વાત અરીસામાં મોટું જોતાં વિચારી શકો તો ધર્મનું પહેલું પગથિયું ચહ્યા છો એમ સમજજો. ધર્મ શું છે ? મંદિર ગયા, સામાયિક કર્યું એ જ શું ધર્મ છે ? એ બધું છે. પણ કોને માટે છે ? મૂળ વરરાજા કોણ ? લોકો જાનને જમાડે છે પણ વરરાજાના સગપણે જમાડે છે.
આપણી બધી પ્રવૃત્તિઓ, સંબંધો, નામ, સ્થાન કોને લીધે છે ? આપણને દેખાય છે તે દેખાય છે પણ દેખવું જોઈએ તે નથી દેખાતું. શરીર દેખાય છે પણ અરૂપી આત્મા દેખાતો નથી. જે દેખાતો નથી તે દેખાય ત્યારે તેનું નામ સમ્યક્ત્વ. જે દેખાતું નથી તેના ઉપર આ બધું દેખાતું ઊભું છે.
મકાનનો પાયો દેખાય નહિ પણ આ મકાન પાયા ઉપર ઊભું છે. સંસારમાં પાયો કોણ છે ? આત્મા છે. આપણને આત્માનો વિચાર નથી આવતો. ચોવીસે કલાક જે શરીર દેખાય છે તેના વિચાર આવે છે, પણ જે નથી દેખાતું તેનો વિચાર કલાક માટે પણ નથી આવતો.
સ્વાધ્યાય એટલે શું ? સ્વનો અભ્યાસ કરવો તે સ્વાધ્યાય. આ વિચાર નહિ કર્યો હોય તો આ બધા વિચાર ધૂળ બરાબર છે.
અહીં સહુ ભલે વાહવાહ કરે, પણ આત્મા માટે થોડું પણ નહિ કર્યું હોય તો અહીંથી ગયો એટલે પત્તાનો મહેલ બેસી જશે. વૈભવ, સંપત્તિ – એ બધું પોતાના પુદ્ગલમાંથી ઊભી કરેલી બાજી છે. નીચેનું પાનું ખસી ગયું, આત્મા ગયો – એટલે આખો મહેલ નીચે આવવાનો.
એટલે જ ચિંતકો કહે છે કે તું થોડીક વાર બેસીને તારો વિચાર કર. તેં જે મહેલ ઊભો કર્યો એમાં તારી અવસ્થા શી છે ?
આ જાગૃતિ ભરત ચક્રવર્તીને આવી. સ્નાન કરીને મહેલના દર્પણખંડમાં આવ્યા. દર્પણની સામે ઊભા ઊભા વિચારે છે. એમને થયું કે હું કોણ છું ? આ બધું કોને માટે ? હું ક્યાં છું ? વિચાર કરતાં કરતાં પોતાનામાં ડૂબકી મારી તો નિરંજન અવસ્થામાં આવ્યા.
પરિસંવાદમાં આ વિચારણા ઉત્પન્ન થાય છે. જ્યારે વિચારણા ઉત્પન્ન થાય ત્યારે જ રસ્તો જડે છે. જ્યાં સુધી વલોણું થાય નહિ ત્યાં સુધી માખણ મળે નહિ. વલોણામાં વલોવાવું પડે, હાથ ચીકણા પણ થાય ત્યાર પછી જ માખણ મળે. જેમ જેમ વિચારતા જાઓ, જેમ જેમ મંથન કરતા જાઓ, તેમ તેમ તમારા સ્વરૂપનું તમને દર્શન થશે.
શાસ્ત્રો કહે છે કે તું આનંદમય છો. પણ માણસને લાગે છે કે હું આજે દુઃખમય છું. આ વિરોધનું મૂળ શોધો, કારણ કે આત્માને જડની સાથે ભાગીદારી થઈ છે અને ભાગીદારીનું દુઃખ એનું દુઃખ થઈ ગયું છે.
૨૦૬ ક જીવન-માંગલ્યા
Page #216
--------------------------------------------------------------------------
________________
—
ભાગીદારીનું દેવું સુખીને દેવું પડે છે, તેમ આત્માને જડના કારણે - ભાગીદારીને કારણે પોતાના આનંદને વેચી કાઢવો પડે છે.
મરે છે કોણ ? શરીર મરે છે, આત્મા નથી મરતો, જીવ મરતો નથી પણ નબળો ભાગીદાર મરે તો સબળા ઉપર અસર થાય, આત્માએ દેહનો, કર્મનો સમાગમ કર્યો. આ કર્મના સમાગમને કારણે આ જીવ ઘડીએ ઘડીએ દુ:ખી થાય છે, સંસારમાં પરિભ્રમણ કરે છે. આ ભાગીદારી કરવાથી આત્મા મુક્ત હોવા છતાં મરે છે, શોક કરે છે. એ પરિભ્રમણ મટાડવું હોય તો એ ભાગીદારી ધીમે ધીમે ઓછી કરવી જોઈએ.
એ કેમ થાય ? એ તો જ થાય જો તમે ચારિત્ર્યનો માર્ગ, તપનો માર્ગ સ્વીકારો. આ બધા માર્ગ દેહની ભાગીદારી ઓછી કરવા માટે છે. દેહના કારણે જીવ નીચે ઊતરી જાય છે.
જડની
મુઘલોના છેલ્લામાં છેલ્લા બાદશાહ અહમદશાહની પડતી થઈ. પૌદ્ગલિક જાહોજલાલી એકસરખી રહેતી નથી. જ્ઞાનીઓએ કહ્યું કે એમન માનીશ કે તને રાખતાં આવડે છે એટલે રહ્યું છે અને રહેવાનું. પુણ્ય પરવારી જશે તો પૈસા પગ કરશે અને પછી તેને રોકી નહિ શકે. બુદ્ધિશાળી માણસો સાત પેઢી સુધી ચાલે એટલો સંગ્રહ અને એવી વ્યવસ્થા કરી જાય, છતાં પણ બીજી પેઢી સુધી પણ ન પહોંચે. અહમદશાહની એવી જ અવસ્થા થઈ. સૈનિકોનું, નોકરોનું દેવું વધી ગયું. ચૂકવી ન શક્યો અને મધરાતે જેમ ચોર ભાગે તેમ દિલ્હી છોડીને એ ભાગ્યો. પણ એના સૈનિકો એને છોડે એમ નહોતા. અહમદશાહને પકડ્યો અને પિંજરામાં પૂર્યો. જેલમાં ફેંકાઈ ગયો, ખૂબ હેરાન થયો. પુદ્ગલ શું હેરાન કરે છે ! પૂરું ખાવાનું કે પીવાનું મળે નહિ. ઉનાળાનો દિવસ છે, જેલમાં બેઠો છે, ખૂબ તરસ લાગી છે, પાણી પાણી કરે છે. એક સૈનિક પાસે પાણી માગ્યું, કહ્યું કે અલ્લાહની ખાતર પાણી આપ. જે ભીંતોએ ભીખ માગતો આ અવાજ સાંભળ્યો હશે તેને પણ આંસુ કેમ નહિ આવ્યાં હોય ? હીરા-પન્ના પહેરનારો પાણી વગર તરફડે ! સૈનિકને દયા આવી. ઠીકરામાં પાણી આપ્યું. કહે કે વાસણમાં કોણ આપે ! તું મુસલમાન છે. દિલ્હીનો બાદશાહ પાણી પીએ છે. ફરીથી નહિ મળે એમ માનીને ફરી ફરીને પીએ છે. માણસ કેટલો બધો નીચે ફેંકાઈ જાય છે ! ત્યારે તો પેલા કોહિનૂર હીરાને પણ થયું હશે કે પાછો કોલસો થઈ જાઉં ! મુગટ પહેરનારો ઠીકરામાં પાણી પીએ ! માણસની, સમ્રાટની આવી અધમ અવહેલના ! સમૃદ્ધિનો પડછાયો માણસને જ બદલી નાખે.
પુદ્ગલની આ અવસ્થા બતાવી ચિંતકોએ કહ્યું કે આત્મા પુદ્ગલના સંગે
પૂર્ણના પગથારે ૨૦૭
Page #217
--------------------------------------------------------------------------
________________
કોઈ વાર ધનવાન બને, કોઈ વાર નિર્ધન બને, કોઈ વાર સુખી બને, કોઈ વાર દુઃખી બને. વિચારકને થાય કે આ પુદ્ગલ મને ગમે ત્યારે અને ગમે તેમ નચાવે છે તો તેનાથી હવે નથી નાચવું. જે વસ્તુ મને નચાવે તેને હું નચાવું.
આત્માને મરવાનું નથી, જન્મ-મરણ નથી, દુઃખ નથી પણ પુદ્ગલની ભાગીદારીને લીધે આત્મા હીન અને દીન બની જાય છે.
બધા આત્મા સરખા હોવા છતાં એક મોટો અને બીજો નાનો એમ ભેદ પડે છે તે શાને લીધે ? પુગલને લીધે જ ને ! કોઈકની પાસેથી મેળવવાનું છે, જરૂરિયાત છે, એટલા માટે આપણે મન એ મોટો છે.
માના એક વચને શાલિભદ્રને જગાડ્યો. રાજા શ્રેણિક મળવા ગયા ત્યારે ગોભદ્રમાતાએ ઉપર જઈ શાલિભદ્રને કહ્યું, “આપણો ધણી આવ્યો છે.” શાલિભદ્રે પૂછ્યું, “ધણી કોણ ?” તો માએ કહ્યું, “શ્રેણિક ગામધણી છે. ધારે તો આપણને ન્યાય કરે અને ધારે તો આપણને લૂંટી લે.” શાલિભદ્રને થયું કે આ દેહ છે તો ધણી છે. માટે આ દેહ જ ન જોઈએ. મારે દાસ નથી બનવું. મને ધણીપણું નહિ જોઈએ. માને એણે પૂછ્યું : “મા, જેમ એ આપણો ધણી છે તેમ ભગવાન મહાવીરને ધણી ખરો ?” માએ કહ્યું, “ભગવાનને ધણી કેવો !” શાલિભદ્રને થયું કે ભગવાન મનુષ્ય અને આપણેય મનષ્ય. ભગવાનની પાસે કાંઈ જ નહિ અને મારી પાસે આટલું બધું સંપત્તિનું સુખ હોવા છતાં મારે માથે ધણી ! જે ભગવાનના માર્ગે જાય તેને કોઈ ધણી નહિ. તો હુંય તે માર્ગે શાને ન જાઉં ? વૈભવ છોડી એ દીક્ષા લેવા નીકળ્યા !
જે લોકોએ આવું ખમીર બતાવી ત્યાગ કર્યો એ અમીર બની ગયા. કપડાંથી કરેલો ત્યાગ લાંબો નથી ચાલતો. છ મહિને રંગ ઊતરી જાય છે. ત્યાગનો રંગ ક્યારે ટકે ? અંદરથી આવે ત્યારે. હળદરમાં રંગેલાં પીળાં કપડાં પાણી કે તડકો ન લાગે ત્યાં સુધી રંગ રહે; પણ જેવા પાણી કે તડકાના સંપર્કમાં આવે કે રંગ ઊતરી જાય. ઘરે કજિયા થાય, અનુકૂળતા ન હોય અને પ્રતિકૂળતાને લીધે દીક્ષા લઈ નીકળી પડે એ હળદરિયો રંગ કહેવાય. મનમાં વૈરાગ્ય નથી આવ્યો, જીવનમાં મુસીબત આવી છે.
- ત્યાગ વૈરાગ્યથી આવે છે. વૈરાગ્ય ક્યારે આવે ? જ્ઞાનથી. પુદ્ગલની આત્મા પર થતી અસર સમજાય, પુદ્ગલને લીધે મારે ભટકવું પડે છે તો એ હવે ઓછું કેમ થાય એ વિચારણા જાગે ત્યારે વૈરાગ્ય આવે.
પુદ્ગળના સંગના પરિણામે બધી અવદશાઓ ઊભી થાય છે, અંદરનું સ્વામિત્વ દબાઈ જાય છે અને દાસપણું ઉપર આવે છે. કર્મબંધન વસ્તુમાં નથી, પણ આસક્તિમાં છે. વર્ષોની સાધના પછી, વર્ષોના ચારિત્ર્ય પછી, વર્ષોના
ધી રંગ એ ફદરમાં રંગેલાં પીળા છે.
૨૦૮ = જીવન-માંગલ્યા
Page #218
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ પછી એ તટસ્થતા આવે છે. અનુકૂળ હો કે પ્રતિકૂળ હો, પણ દરેક પ્રસંગે ચિત્તમાં સમતા રાખવી એ કંઈ ભાષણોથી કે વાતોથી ન થાય. શઠતા પ્રત્યે શઠતા કરવી એ સંસારનું કામ છે, શઠતા પ્રત્યે પ્રણ સૌજન્ય દાખવવું એ સાધુતાનું કામ છે. આ સમતા એટલે સાધુતા.
આત્મા અમર હોવા છતાં વારંવાર મોતના વિચાર આવે છે. માણસને થાય છે કે અણધાર્યું મોત આવી જાય તો શું થાય ? ચિંતા થાય છે ને ? જે વસ્તુ બનવાની છે છતાં નથી બનવાની એમ ભ્રમમાં રહીએ છીએ. આનું નામ માયા. મૃત્યુ એ દેહ માટે એક હકીકત છે. દેહ મ૨વાનો છે, હું મરવાનો નથી. હું તો ક્યાંક જઈને રહેવાનો છું.
આપણા સ્વાધ્યાયમાં આવતા એક ભાઈએ હમણાં પિતાનું છત્ર ગુમાવ્યું. એ ભાઈ મને મળવા આવ્યા ત્યારે એમણે એક પ્રશ્ન કર્યો, “મને સમજાતું નથી કે માણસ મરવાનો છે એમ જાણવા છતાં હું મરવાનો જ નથી એમ સમજીને ચોવીસે કલાક પ્રવૃત્તિઓ શા માટે કરે છે ? મેં પિતાને ગુમાવ્યા, થોડા વખત પહેલાં માને ગુમાવ્યાં, તેમ છતાં પણ આ શોકનો આંચકો માત્ર ઘડીભર લાગી ગયો. જેમ ઘોડો ચણા ખાતો હોય અને વચમાં કાંકરો આવે તો ખાતા ખાતાં એકદમ મોટું ઊંચું કરે, જરા ઘડીભર અટકી જાય, પણ પાછો એ કાંકરો પેટમાં ઊતરી જાય એટલે એ ચણાને તબિયતથી ચાવતો જ હોય છે. એવી આ સંસારીઓની અવસ્થા છે. જ્યારે કોઈક બનાવ બને, કોઈકનું મત્યુ આવે ત્યારે ઘડીભર વૈરાગ્યનો રંગ લાગી જાય છે, જેમ ચણામાં પેલો કાંકરો આવે તેમ. પણ પાછો એ કાંકરો આગળ ધકેલાઈ જતાં માણસ હતો એવો ને એવો કેમ થઈ જાય છે ? આવું કેમ બને છે ? પિતા ગયા છે એટલે મૃત્યુના વિચાર પણ આવે છે પણ પંદર દિવસ વીતી ગયા તો ધીમે ધીમે એ મૃત્યુનો શોક ઓછો થતો ગયો. જે દિવસે પિતાજી મરી ગયા ત્યારે એમ થઈ ગયું કે અમારે પણ જવાનું છે; આમ શા માટે ? એ દિવસે એટલો વૈરાગ્ય આવ્યો પણ પંદર દિવસમાં એ વૈરાગ્ય ઓછો કેમ થઈ ગયો ? અને મને લાગે છે કે બેચાર મહિનામાં તો મૃત્યુનો વિચાર પણ ભુલાઈ જવાશે. તો મારે જાણવું છે કે માણસ મરે છે; મરતાંને જુએ છે; મરેલાંને વળાવે છે; બાળે છે; દાટે છે; દફનાવે છે અને એનું શ્રાદ્ધ પણ કરે છે અને તેમ છતાં પણ પોતે એમ કેમ નથી માનતો કે હું મરવાનો છું. અને મરવાનો છું એમ જો માનતો હોય તો એનું જીવન કેટલું સારું બની જાય.''
મેં એ ભાઈને કહ્યું કે ભાઈ ! આ આત્માને મરવાનો વિચાર આવવાનો જ નથી. આ વિચાર નથી આવતો એમાં એક પરમ સત્ય રહેલું છે. એનું
પૂર્ણના પગથારે * ૨૦૯
Page #219
--------------------------------------------------------------------------
________________
કારણ એ છે કે જે મરે છે અને જે નથી મરતો એવા બે જણા આ શરીરમાં ભેગા થાય છે. મરે છે એવો એક છે અને નથી મરતો એવો બીજો છે. અને એ બંનેની partnership ભાગીદારી – ચાલી રહી છે. મરનારો કોણ ? આ દેહ. અને ન મરનારો કોણ ? આ આત્મા. એટલે આત્મા આછું આછું પણ, અપ્રત્યક્ષ રીતે પણ, જાણે છે કે હું મરવાનો નથી. જે મરે છે એ કોણ મરે છે ? આ દેહ મરે છે અને આ દેહના મૃત્યુની સાથે આત્માનું અમરત્વ તો રહેલું છે; પણ એનું સ્પષ્ટ જ્ઞાન કર્મને લીધે, વાસનાઓને લીધે, વૃત્તિઓને લીધે આપણને નથી થતું. એટલે ઘડીભર માટે આપણે ફફડી જઈએ છીએ અને મૃત્યુનો ભય લાગી જાય છે. પણ જો ખરેખરું જ્ઞાન થઈ જાય, જો સાચોસાચ અનુભવ થઈ જાય તો કોઈ માણસ મરી જાય, જુદો થાય તે વખતે પણ તમને એમ જ થાય કે મરનાર મરે છે, નથી મરનાર નથી મરતો. આ દેહ છે, આત્મા મરતો નથી. એટલે તમને જે મૃત્યુનો વિચાર આવ્યો એ મૃત્યુનો વિચાર આત્મા માટે ન આવવો જોઈએ. જે મૃત્યુનો વિચાર આવે છે એ દેહને માટે આવે છે.
આ અનુભવ આનંદઘનજીન થયો અને એમણે ગાયું : “દેહ વિનાશી, હમ અવિનાશી, અપની ગતિ પકડેંગે.' જ્યારે અમારી partnership ભાગીદારી જુદી થશે ત્યારે અમે બંને જુદા પડી જવાના. ‘દેહવિનાશી’ આ શરીર અહીં રહેવાનું. સગાંવહાલાં શરીર લઈ જવાનાં, ગોઠવવાનાં, બાળવાના. ‘હમ અવિનાશી' – હું મરવાનો નથી. આ જ આત્માનું અવિનાશીપણું છે એનું જો ભાન થાય, એનુ જો જ્ઞાન થાય તો ચોવીસે કલાક આ જીવ શરીરની મમતામાં, ધનની ચિંતામાં, પ્રતિષ્ઠાના મોહમાં અને મારાપણાના અજ્ઞાનમાં મૂંઝાઈને જે સહન કરી રહ્યો છે એ સહન કરવામાંથી મુક્ત થઈ જાય છે. દક્ષિણ અમેરિકામાં ચિલી નામનો પ્રદેશ છે. એમાં ઘણી વાર ધરતીકંપ થાય છે, આથી ત્યાંના લોકોએ નક્કી કર્યું કે આપણે ઊંચાં મકાનો બાંધવાં નહિ, જો મકાનો મોટાં બાંધીશું તો એ જ આપણા મૃત્યુનું કારણ બનવાનાં. એટલે ચિલી પ્રદેશના માણસો પાયા ઊંડા ઓછા નાખે અને મકાન ઓછાં ઊંચાં બાંધે કે જેથી એના ભારથી માણસો દબાઈને મરી ન જાય. એ જાણે છે કે ગમે તે ઘડીએ ધરતીકંપ થાય, ગમે તે ઘડીએ આંચકો આવે અને આપણે બહાર નીકળવું પડે.
આત્માના અમરત્વનો અપરોક્ષ અનુભવ જેને થાય છે તે સંસારમાં રાગદ્વેષનાં ઊંડા પાયા ન નાખે. એ તો ચિલી પ્રદેશમાં વસતા માણસોની જેમ આ દેહમાં અપ્રમત્તપણે વસે.
૨૧૦ * જીવન-માંગલ્ય
Page #220
--------------------------------------------------------------------------
________________
તમે જુઓ છો ને આ બધું કેટલું ચંચળ છે ! ચિલીમાં તો અમુક સમયે ધરતીકંપ થાય પણ આ માનવજીવનમાં તો કઈ ઘડીએ કંપ થવાનો છે એની પોતાને પણ ખબર નથી. સાંજે સૂતેલો માણસ સવારે ઊઠ્યો જ નહિ એવું આપણે છાપામાં ક્યાં નથી વાંચતા ? અમુક ઠેકાણે ગયેલાં માણસ પાછાં આવ્યા જ નહિ એવું પણ આપણે સાંભળીએ છીએ. એટલે આ સંસાર ચિલી પ્રદેશ જેવો છે. કઈ ઘડીએ કર્યો બનાવ બની જાય એની ખબર નથી.
તો આ આત્મારૂપી રહેવાસીએ શું કરવું ? ચિલીના માણસો બે કામ કરે છે : પાયો ઊંડો નહિ અને દીવાલ તોતિંગ નહિ. એમ આ સંસારમાં આપણે આ રાગદ્વેષના પાયા ઊંડા નાખવા નહિ અને મોહની દીવાલો ઊંચી ચણવી નહિ. આ બે વસ્તુ બહુ સાવધાનીથી કરવાની છે. લોકોએ પાયા બહુ ઊંડા નાખ્યા છે, મારા-તારાના ઝઘડા ઊભા કર્યા. પહેલાં તો ઝઘડા જર, જમીન અને જોરુ માટે કરતા. હવે તો ભાષાને માટે, પંથને માટે, સંપ્રદાયને માટે, એમ જ્યાં જોવા જાઓ ત્યાં ઝઘડા થવા લાગ્યા છે. જે તરવાનું સાધન છે, જેનામાંથી કલ્યાણ થવાનું છે. જે કરવાથી આપણા આત્માના રાગદ્વેષ ઓછા થવાના છે એના નામે જ ઝઘડો ! અમૃતને જ ઝેર બનાવવું છે ! આ જાણીને માનવીએ એટલું તો સાવધાન રહેવું જ જોઈએ કે પોતાનાં રાગ-દ્વેષના પાયા ઊંડા ન નખાય, કોઈની સાથે તીવ્ર મનદુઃખ ન થાય. ઘડીભર કદી મનદુ:ખ થઈ ગયું તો સાંજ થાય તે પહેલાં તો એના ચોપડા ચોખ્ખા. શી ખબર આવતી કાલનું પ્રભાત જોવાનો વારો આવશે કે નહિ આવે ? કદાચ તમારે જોવાનો વારો આવે અને મારે જોવાનો વારો ન આવે. આપણા બેમાંથી એક જો દુનિયામાંથી ચાલ્યો જાય અને આપણો ચોપડો ચોખ્ખો કર્યા વિના એમ ને એમ ચાલ્યા જાઈએ તો બીજા જન્મમાં આપણે દેવું ચૂકવવા જવું પડે. આ જ્ઞાનદશા આવે, આ અપરોક્ષાનુભવ થાય તો આ કાયા, આ શરીર, આ ધન, જે બીજાને માટે જગતમાં ઊંડા પાયા નાખવાનું કારણ બને છે એ ઉડ્ડયનનું કારણ બની જાય છે. આ જગતમાં જેટલા દિવસો રહેવું, જેટલા મહિનાઓ રહેવું, જેટલાં વર્ષો રહેવું એમાં આપણો પાયો અજાણતાં પણ ઊંડો ન નંખાઈ જાય તે માટે જાગ્રત રહેવું. ભૂલથી પણ પાયો ઊંડો નખાઈ ગયો તો સમજી લેજો કે તમારે જ સહન કરવાનું છે. તોતિંગ દીવાલનું નુકસાન બીજા કોઈને થવાનું નથી, તમને જ થશે. ધરતીકંપ થાય છે ત્યારે તોતિંગ દીવાલો બાંધનારની છાતી ઉપર જ ધસી પડે છે.
માણસ ખૂબ લોભ કરે. ખૂબ અહંકાર કરે, આ દુનિયાની ઘણીબધી ઉપાધિઓ ઊભી કરે તો જીવ એ જ ઉપાધિઓ નીચે દબાઈ જાય છે.
પૂર્ણના પગથારે * ૨૧૧
Page #221
--------------------------------------------------------------------------
________________
જેને આત્માના અમૃતતત્ત્વનો અનુભવ નથી થયો તે ‘મરું મરું'નો જ વિચાર કરે છે. અનુભવ થયા પછી થાય કે મરે છે કોણ ? જેનો સ્વભાવ મરવાનો છે એ મરે છે. મરવાનો સ્વભાવ શરીરનો છે તો ભલે એ મરે. હું કેમ મરું ? જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી આ મરણ ચાલ્યા ક૨વાનાં. કર્મની આસક્તિથી ભવ ચાલુ રહે છે. એવો કોઈ જ આનંદ કે તહેવારનો દિવસ નથી કે સ્મશાનમાં કોઈને અગ્નિદાહ દેવાતો ન હોય, બધાને રજા હોય પણ સ્મશાન તો ચાલુ જ હોય છે. એ બતાવી આપે છે કે દેહને માટે મૃત્યુ અનિવાર્ય છે. આત્મા માટે તો આ મરણ એ માત્ર દેહનો પલટો છે, પછી ગભરામણ શી ? અફ્સોસ શો ? દોરી સળગવા માંડે ત્યારે દોરીનો બીજો છેડો પણ સળગવાનો જ, કારણ કે એ પણ દોરીનો એક ભાગ જ છે. આગ બીજે છેડે આવવાની જ છે. જે દિવસે જન્મ્યા તે દિવસે મરણ લાગુ પડ્યું જ છે. મ૨ણ જન્મથી જુદું નથી. આ સમજણ જાગે પછી ગમે તે ઘડીએ મૃત્યુ આવે; વાંધો નથી. કારણ કે સ્લેટ ચોખ્ખી છે.
પરિસંવાદથી એવી આ અસીમ શ્રદ્ધા ઉત્પન્ન થાય કે હું આત્મા છું અને આત્મા વાસનાથી ઘેરાયેલો છે. એટલે સંસારમાં સુખ અને દુ:ખ છે. જો આત્મા વાસનાથી ઘેરાયેલો ન હોય તો દુઃખ છે જ નહિ. બીજો દુઃખ દઈ શકે છે કારણ કે આપણી વાસનાએ આપણને નબળા બનાવ્યા છે એટલે એનો એ લાભ લે છે.
શરીરમાં પ્રાણપોષક તત્ત્વો ઓછાં થાય ત્યારે જ રોગની અસ૨ થાય. પણ કોષો (cells) સબળ હોય તો ચેપ ન લાગે. ટી.બી.ની હૉસ્પિટલમાં બાળકોને નથી લઈ જવાતાં કારણ કે ટી.બી.ના જંતુઓનો સામનો ક૨વા એમનાં શરીર તૈયાર નથી. તેવી જ રીતે ઘરડાંઓને રોગનો ઝપાટો જલદી લાગે કારણ કે તેમનાં શરીર નબળાં થયાં હોય છે.
બીજા તને દુઃખ દેવામાં નિમિત્ત બને છે કારણ કે તારું પુણ્ય ઓછું છે. પુણ્યના પરમાણુઓ (cells) બળવાન હોય તો એની શું તાકાત છે કે તને તે કાંઈ કરી શકે !
આપણું પુણ્ય પરવાર્યું હોય ત્યારે તો એક સામાન્ય માણસ પણ આપણને હેરાન કરી શકે છે. માણસ શું, ઢેફું પણ નિમિત્ત બને. ઢેકું વાગે, લોહી વહે અને માણસ મરી જાય. આ એક નિમિત્ત છે. પણ મૂળ તો જીવવાનું પુણ્ય પૂરું થયું, આયુષ્ય સમાપ્ત થયું.
ઘરમાં દીવો બળતો હોય, તેલ ખૂટ્યું હોય ત્યાં બારણું ખૂલે, હવા આવે અને દીવો ઓલવાઈ જાય. કોઈ કહે : બારણું ખોલ્યું એટલે ઓલવાયો; એમ
૨૧૨ ૨ જીવન-માંગલ્ય
Page #222
--------------------------------------------------------------------------
________________
નથી. દિવેલ ખૂટ્યું હતું એટલે એ તો બળી બળીને આમેય ખલાસ થઈ જ જવાનો હતો. - આપણે અંદરથી સબળ બનવાનું છે. અંદરથી સબળ કેમ બનવું ? જ્ઞાન અને ચારિત્ર્ય એ અંદરની તાકાત છે. કર્મ ખપે છે જ્ઞાનની આરાધનાથી અને શુદ્ધ ચારિત્ર્યથી.
નબળાં બનેલાં તત્ત્વોને સબળાં કરવા માટે જેમ પાસપોર્ટ લેતા પહેલાં ઇંજેક્શન આપે છે જેથી રોગ આવે ત્યારે સામનો કરી શકે તેમ જ્ઞાન અને ચારિત્ર્યના ઇંજેકશનની જરૂર છે.
દુઃખ આવે તે પહેલાં દુઃખને જાણી લો. પછી દુઃખ આવે તો અજાણ્યું નહિ લાગે. દુઃખ તો બેઠું જ છે. જ્યાં ઘર છે ત્યાં દુઃખ છે; મેદાનમાં દુઃખ નથી. માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે મહેલ નથી જોઈતો, મેદાનમાં જવું છે. મહેલમાં જેલ છે, મેદાનમાં મસ્તી છે. સરસમાં સરસ મહેલ હોય પણ, તેને ખૂણો તો હશે જ. જ્યાં ખૂણો હોય ત્યાં દુઃખ જરૂર હોય. મેદાનમાં ખૂણો નથી તો દુઃખ પણ નથી.
. શાંતિ, સમતા અને જ્ઞાનદશાથી વિચાર કરીએ ત્યારે થાય છે કે જે લોકો સર્વ મમતાનો ત્યાગ કરી જંગલમાં બેઠા એ જેટલા સુખી હતા એના કરોડમાં અંશે પણ અહીંનો કરોડપતિ સુખી નથી. જે બધું છોડી કરીને બેઠા એને ચિંતા નથી.
દુઃખ ક્યાં છે ? દુઃખ મમતામાં છે. મમતા નથી ત્યાં દુઃખ પણ નથી. સમતામાં સુખ અને મમતામાં દુ:ખ. જ્યાં વ્યક્તિ પ્રત્યે મમતા થઈ ત્યાં દુઃખ ઊભું થયું. એની વિચારણા થાય, એનામાં મન રમ્યા કરે. પછી આધ્યાત્મિક પ્રગતિ ક્યાંથી થાય ?
જેમ પતંગ દોરાથી બંધાયેલો છે એમ આ જીવ મમતાથી બંધાયેલો છે. ગમે ત્યાં જાય પણ મમતાનો દોરો એને પાછો નીચે લઈ આવે.
દુઃખ મમતાના ખૂણામાં છે.
ચક્રવર્તીઓએ જ્યારે રાજ્ય છોડી ચારિત્ર લીધું હશે ત્યારે ચારિત્ર્યમાં એમને કેવી મીઠાશ દેખાઈ હશે ?
છોડવામાં મર્દાનગી છે. ભેગું કરવાનું કામ તો ભિખારીઓ પણ કરે છે. પોતાના શ્રમથી મેળવેલું છોડવામાં ચક્રવર્તીનું દિલ જોઈએ.
જે છોડી શકે છે એની મહત્તા મોટી છે. ચક્રવર્તીઓને લાગ્યું કે દુ:ખ મમતામાં છે. જેટલી મમતા એટલાં દુઃખ. કોઈ દુઃખી હોય કે સુખી – તેના પ્રત્યે બને એટલી શુભ ભાવના રાખવી, મમતા નહિ. શુભ ભાવનામાં સર્વનું ભલું થાઓ એવી ભાવના હોય. મમતામાં ચિંતા ઊભી થાય છે, દુઃખ બીજાનું
પૂર્ણના પગથારે જ ૨૧૩
Page #223
--------------------------------------------------------------------------
________________
અને ઉપાધિ તમારી. ઉપાધિ કેમ આવી ? મમત્વ પડેલું છે એટલે.
ચક્રવર્તી છોડે ત્યારે ભોગોને તણખલું જાણી છોડે. જે દુઃખ આપે, મગજમાં ઉપાધિ ઊભી કરે એ નકામું છે એમ જાણી છોડી દે છે.
જે વસ્તુ છોડવા બેઠા તેની કિંમત મગજમાં હોય તો ન છોડાય. જે છોડો તેની કિંમત ઓછી લાગે અને જેને માટે છોડો તેની કિંમત વધારે લાગે તો જ છોડી શકો; નહિતર જીવ છૂટે નહિ, છૂટી જાય તો પાછળથી બળતરા થાય. છ ખંડનું રાજ્ય તણખલા જેવું ગણી છોડ્યું અને સમતાનું સિંહાસન મેળવ્યું. ચારિત્ર્યની મજા એ છે કે તમારામાં અંદરથી ખુમારી આવે, મસ્તી આવી જાય, ત્યાગ સહજ લાગે. પછી વસ્તુ સામે આવે પણ ઇચ્છા ન જાગે. નિસ્પૃહીનાં જેટલાં કામ થાય એટલાં સ્પૃહાવાળાનાં ન થાય.
છોડો ત્યારે કહો કે તુચ્છને છોડવું અને પરમને મેળવ્યું. અક્ષયસુખનું કારણ, પરમસુખનું કારણ ત્યાગધર્મ છે, ચારિત્ર્યધર્મ છે.
ચારિત્ર્ય અને જ્ઞાનથી આત્મામાં એવી શક્તિ ઉત્પન્ન થાય કે પાપ એને અડી પણ ન શકે. વિશ્વની કોઈ તાકાત એનાથી બળવાન નથી !
હું આત્મા છું. હું જેમાં વસું છું એ દેહને દુ:ખ આવે છે તેમાં કારણ દુઃખ આપનારાં નથી, પણ કર્મ છે. આ કર્મને ખલાસ કરવામાં છે. જેમ કાંટો વાગે તો ન નીકળે ત્યાં સુધી વેદના થાય તેમ કર્મ લાગ્યાં હોય ત્યાં સુધી એક અથવા બીજી રીતે દુ:ખ આવ્યા કરે છે.
હું આત્મા છું એવી પ્રતીતિ થાય પછી પૂર્ણતા માટે બધી જ ક્રિયાઓ કરતાં આનંદ થાય છે.
એક બાઈ બોર્ડિંગના દોઢસો છોકરાઓ માટે રસોઈ બનાવે અને ઘેર જઈને પોતાના દીકરા માટે બનાવે. પેલા બોર્ડિંગના છોકરા સારા છે, દેખાવડા છે. ભણેલા છે પણ એમાં મારાપણાની રુચિ નથી. એટલે એમને જમાડતાં મનમાં પ્રીતિ નહિ જાગે અને ગમે તેમ કરીને કામ પૂરું કરશે. પણ પોતાનો પુત્ર સાવ સામાન્ય હોય તો પણ તેને જોઈને તેને પ્રીતિ થાય છે, ઉલ્લાસ જાગે છે કારણ કે ‘એ એનો પુત્ર' છે એ જાતની એની સમજણ છે. ત્યાં દેખાવ કે ભણતર નહિ, પણ સંબંધને સ્થાન છે. એ શ્રમિત હોય તો પણ દીકરા માટે કામ કરતાં તેને થાક નહિ લાગે.
આત્માની મહત્તા સમજાય પછી ધર્મક્રિયા કરવામાં જે રુચિ જાગે તે સમ્યગ્દર્શનનું પરિણામ છે. સમ્યગ્ દૃષ્ટિ આત્મા ક્રિયા, નિશ્ચય અને વ્યવહારનું સમન્વયાત્મક દૃષ્ટિથી એટલે કે સમ્યગ્ દૃષ્ટિથી કરે. બધી ક્રિયા કરે પણ ધાવમાતાની જેમ કરે. દેહને નવડાવે, ખવડાવે ત્યારે કહે : “આત્મા, તું
૨૧૪ * જીવન-માંગલ્ય
Page #224
--------------------------------------------------------------------------
________________
આ દેહમાં છે એટલે આને નવડાવવો પડે છે, ખવડાવવો પડે છે. તું ન હોય તો તેને બાળવો જ રહે.”
અજ્ઞાનીને દેહને માટે મમતા છે. મમતા ત્યાં ભય, ભય અસંભવિત વસ્તુને સંભવિત બનાવે છે. આત્મભાવ અને દેહાભાવમાં શો ફરક છે ? દેહભાવમાં અંદરથી બીકણપણું પ્રગટે છે. હું મરી જઈશ, મારું લૂંટાઈ જશે, મારું શું થશે ? – આમ એ કલ્પનાથી અસંભવિતને સંભવિત કરી દે છે. જે કાલે બનવાનું નથી તે બનવાનું છે એમ માની આજે જ ઉપાધિ ઊભી કરે. જે વસ્તુ નથી તેને ભયથી બોલાવી લે છે.
જે માણસ બીકણ હોય, અંધારાથી બીતો હોય તે અંધારામાં બેઠો હોય તો વિચાર કરે કે અંદર કોઈ છે તો નહિ ને ! અંદર કંઈ નથી પણ “કદાચ હોય' એવો વિચાર કરી તેને સંભવિત બનાવે છે. જરાક પતરું હાલે કે લાકડી પર પ્રકાશ પડે એટલે એને એ “કંઈક' સમજી ભયભીત બને છે. મોટાભાગના લોકો દેહભાવને લીધે ભયના વિચાર દ્વારા અસંભવિતને સંભવિત કરે છે.
આત્મદશા આવી પછી કોઈ જાતનો ભય નહિ. સંભવિતને એ અસંભવિત કરે. કહે કે મારા આત્માને શું નુકસાન થવાનું છે ? થાય તો દેહને થવાનું છે. પછી એ કોઈથી ન ડરે. આત્માની શક્તિ અભય છે, અનંત છે.
ભય હોય તે સ્મશાનમાં ધ્યાન લગાવી કેમ બેસે ? ભય હોય તેને તો રાતે ઘરમાં જતાં પણ બીક લાગે, દેહભાવ બીકણ છે.
એક રાજાએ એક વાર સંન્યાસી બનવાનું જાહેર કર્યું. એ ગુરુની શોધમાં ઊપડ્યા, ઘણા સંન્યાસીઓએ વિચાર કર્યો કે આપણે એનાં ગુરુ બનીએ. આ આશામાં ઘણા સંન્યાસીઓ આવ્યા અને કહેવા લાગ્યા : “અમે મોટા આશ્રમવાળા છીએ. તમને બધી જાતની સગવડ અમે આપી શકીશું.” રાજાને હસવું આવ્યું. એણે કહ્યું, “હું એને ગુરુ બનાવું જેના આશ્રમનું આંગણું લાંબામાં લાવ્યું હોય.” પછી રાજા જોવા નીકળ્યો. દરેકનું આંગણું પહેલાંના સંન્યાસીના આંગણા કરતાં મોટું હતું. એક સંન્યાસી જે ચૂપ હતા તેની પાસે ગયા તો ત્યાં આંગણું જ નહિ.
પૂછ્યું તો કહે, “જોતા નથી ! આ ક્ષિતિજ એ જ તો મારા આશ્રમનું આંગણું છે. “ધરતી કો છેડો આભ કી પિછોડી.” આભને ઓઢું છું અને ધરતીને બિછાવું છું. ક્ષિતિજ પ્રતિ જ્યાં સુધી જઈ શકાય એ બધું આશ્રમનું આંગણું જ ગણું છું.”
કોઈ પણ વસ્તુને મર્યાદિત કરીએ એટલે એમાં પુરાઈ જઈએ છીએ. મુક્તિનો અનુભવ અનંતમાં જ થાય.
પૂર્ણના પગથારે જ ૨૧૫
Page #225
--------------------------------------------------------------------------
________________
માણસ વિચાર કરતો થાય કે આ દેખાય છે એની પાછળ જે નથી દેખાતું એ મહત્ત્વનું છે. અદેખતાને દેખતા થવા માટે દિવ્ય અંજન જોઈએ, * દિવ્ય દૃષ્ટિ જોઈએ. તે દેખતાને સહુ દેખે પણ ન દેખતાને દેખે એનું નામ સમ્યગ દૃષ્ટિ. બધું કરે પણ આત્માને ભૂલે નહિ.
હવે બીજો વિચાર. પરિસંવાદનું બીજું સોપાન : જો હું અમર રહેવાનો છું, મરતો નથી તો અહીંથી ક્યાં જવાનો ? અને જ્યાં જઈશ ત્યાં સાથે શું આવવાનું ?
અહીં જે હું કરણી કરવાનો તે સાથે આવવાની. અહીં બધું ગોઠવાયેલું છે, કાંઈ કરવું પડતું નથી. જ્યાં આ જીવ જન્મે છે ત્યાં બધાં સગાં થઈને આવે છે.
જીવ આવે છે ત્યારે એકલો આ 1 છે. કોઈકને મોટું કુટુંબ હોય છે, કોઈકને કોઈ જ નહિ. તો આ એકપણું અને આ અનેકપણું એ કોની ગોઠવણી ? પૂર્વજન્મમાં જે પુણ્ય અને પાપ કર્યું તે પ્રમાણે આ જન્મમાં ગોઠવણી થાય છે. આ એવી સૂક્ષ્મ ગૂંથણી છે કે એમાં બુદ્ધિ પણ કામ નથી કરતી.
આત્મા એક ભવથી બીજા ભવમાં જાય છે ત્યારે જતી વખતે સાથે કોણ આવે છે ? આત્મા સાથે કર્મ નામની સત્તા આવે છે. કર્મ એક છે પણ કર્મથી બે વસ્તુ બને છે : પુણ્ય અને પાપ.
જીવ એક ગતિમાંથી નીકળી બીજી ગતિમાં જાય છે ત્યારે પુણ્ય અને પાપ એના પરલોકના ભોમિયા બને છે, સાથી બને છે.
મિત્ર પણ સાથે નથી આવવાનો અને દુશ્મન પણ સાથે નથી આવવાનો. બંને અહીં જ રહી જવાના છે. પણ એ નિમિત્તે કરેલાં પુણ્ય-પાપ સાથે આવશે.
સંસારની આ હળવી બાજુ તો જુઓ. જે બાપ મહેનત કરી, પૈસા ભેગા કરી દીકરા માટે મૂકીને જાય એ દીકરાની બાપને પ્રેમ કરવાની રીત કેવી ? બાપને અગ્નિસંસ્કાર દીકરો જ કરે. બાપને બાળવાનો હક દીકરાને જ મળે !
સંસારનો પ્રેમ આગ લગાડવાનો જ ને ! જેટલાં સગાં આગ લગાડે એટલાં દૂરનાં નથી લગાડતાં. શો અને સંતાપ નજીકનાથી ઊભો થાય છે. લોકો જેને સ્નેહ કહે છે એમાંથી જ આ બધાં દુઃખોનો દાવાનળ ઊભો થયો છે.
આ જગતમાં જે કાંઈ બને છે તે પુણ્ય અને પાપના કારણે બને છે, તેને લીધે સુખ અને દુઃખનો સંયોગ થાય છે, કપ્યું પણ ન હોય તેની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલું હોય તેનો વિયોગ થાય છે.
૨૧૬ જ જીવન-માંગલ્યા
Page #226
--------------------------------------------------------------------------
________________
પુણ્યને લીધે અનુકૂળ મળે ત્યારે નમ્ર બનો અને પાપને લીધે પ્રતિકૂળ મળે ત્યારે સમભાવ રાખો. પ્રતિકૂળ આવે ત્યારે અનુકૂળ બની જાઓ.
પ્રતિકૂળને અનુકૂળ થાઓ તો પ્રતિકૂળને પ્રતિકૂળ બન્યા વિના ચાલ્યા જ જવું પડે.
લોકોને સુખ ભોગવવું ગમે છે પણ દુઃખ ભોગવવું નથી ગમતું. સુખ અને દુઃખ એ બે પોતાની કરણીથી જ પ્રાપ્ત થાય છે, બંને ભોગવી લઈએ તો જ મુક્તિ થાય.
કવિવર લખે છે : પગમાં દોરીની ગૂંચ પડી હોય ત્યારે કૂદાકૂદ કરવાથી તો વધારે ગૂંચ પડે. એ વખતે તો બેસીને શાંતિથી ગૂંચ ખોલવાથી જ એ ઊકલે.
એમ આપણાં કર્મના લીધે ગૂંચ પડી જાય તે વખતે શાંતિ અને સમાધાન રાખવાને બદલે, ધ્યાન, મૌન અને સ્વાધ્યાય કરવાને બદલે ધાંધલ-ધમાલ કરીએ તો એનો ઉકેલ કેમ થાય ? ભલે બધુંય પ્રતિકૂળ થાય પણ તે અનુકૂળ બની શકે તો બધું જ સરળ બની જાય.
એક ઋષિની ચામડી ઉતારવા જલ્લાદ આવ્યો તો ઋષિ કહે કે, “તું કહે તેમ હું ઊભો રહું જેથી ચામડી ઉતારતાં તને ક્યાંય વાગી જાય નહિ.” આનું નામ જ પ્રતિકૂળને અનુકૂળ.
પ્રતિકૂળતા વખતે દુઃખમાં દુઃખ વડે વધારો કરો, આર્તધ્યાનમાં દિવસ પૂરો કરો એના કરતાં કહો કે આ દિવસ પણ પૂરો થઈ જશે. વાદળ ખસતાં પ્રકાશ પાછો આવવાનો જ છે.
આ વિચાર કોને આવે ? જે પરિસંવાદ કરે છે તેને આવે. એ પોતાને જ પૂછે કે શું આ નિમિત્તોમાં એટલી તાકાત છે કે તને દુઃખ આપી શકે ? દુઃખ તને કોણ દે છે ? નિમિત્તો નહિ, તારા પૂર્વજન્મનું દેવું દુઃખ દે છે.
સાધુને સહુ વંદન કરે પણ રસ્તામાં ગાંડો મળે તો ગાળ દે, ત્યારે સાધુ શું વિચારે ? એણે ગાળ કેમ દીધી, તુંકારો કેમ દીધો ? એમ નહિ વિચારે પણ વિચારશે કે ગાંડો છે, એને કર્મનો ઉદય છે. મારે એના નિમિત્તે આવું સાંભળવાનો ઉદય છે. તો જીવ, તું સાંભળી લે. એક કર્મ બાંધે છે, બીજો સમતા રાખે છે.
ભગવાન પાર્શ્વનાથને ધરણેન્દ્ર પૂજે છે અને સામાન્ય દેવ હેરાન કરે છે.
એક ઉપાસના કરે છે, બીજો ઉપદ્રવ અને ઉપહાસ કરે છે. એ બેની વચ્ચે સમતા રાખવી, તુલ્ય મનોવૃત્તિ રાખવી એ જ તો વિચારણાની મઝા છે. આ સમજણ જેટલી જેટલી જીવનમાં આવતી જાય, તેટલા તેટલા જન્મ સુધરતા જાય. દેવું પૂરું થઈ જતાં લેણિયાત નહિ આવે.
પૂર્ણના પગથારે ૯ ૨૧૭
Page #227
--------------------------------------------------------------------------
________________
જીવે બેસીને શાંતિથી વિચાર કરવાનો છે કે કર્મો બાંધ્યાં છે એનું પરિણામ પુણ્ય અને પાપ છે. એમાં સમતુલા રાખવા માટે સદા જાગ્રત રહેવું જોઈએ. વીતરાગ પાસે ચક્રવર્તી પાસે ન હોય એવી રિદ્ધિસિદ્ધિ હોય છે અને યોગી પાસે ન હોય એવી ત્યાગવૃત્તિ છે. આ બેનું સંમિશ્રણ વીતરાગમાં જોવા મળે છે .
આજે તમારી શ્રીમંતાઈ તમને દેવ, ગુરુ અને ધર્મની નજીક લાવવાને બદલે આઘા તો લઈ નથી જતી ને ? ખરી શ્રીમંતાઈ કઈ ? જેમ જેમ ધન આવે, જેમ જેમ સગવડતા મળે તેમ તેમ દેવ, ગુરુ અને ધર્મની નજીક લઈ જાય તે જ સાચી શ્રીમંતાઈ.
એ વૈભવ શું કામનો કે જે વૈભવ આપણને આત્માથી દૂર લઈ જાય ? પુણ્ય અને પાપનો ઉદય એ પૂર્વજન્મમાં કે આ જન્મમાં કરેલાં શુભ કે અશુભ કૃત્યોના પરિણામે મળે છે. પણ ભોગવટા વખતે અંદરની સ્વસ્થતા કેમ રાખવી, વિચારો કેવા ઉદાત્ત રાખવા એ વિશિષ્ટ જીવનની વિશિષ્ટતા છે. ઘણી વાર પુણ્યને લીધે થાકી જાઓ એટલે સુખ મળે અને પાપને લીધે ત્રાસી જાઓ એટલે દુ:ખ મળે. બંને કર્મસત્તાનાં પરિણામો છે. પુણ્ય અને પાપના ઉદયમાં સ્વસ્થ રહીએ તો નિર્જરા થાય.
આપણને સુખ અને દુઃખ કોઈ નથી આપતું. નહિતર કર્મ સત્તાને કોઈ માનતું ન હોત. દુઃખમાં હસવું એ તત્ત્વજ્ઞાનનું કામ છે.
જે અવસ્થામાં કર્મ બંધાય એમાં જ જ્ઞાનદશાથી કર્મ છોડી શકાય. એ માટે જ તત્ત્વજ્ઞાન છે.
તત્ત્વજ્ઞાન શું કરે છે ? જગતના જે પદાર્થો અજ્ઞાનીને રડાવે તે જ્ઞાનીને હસાવે છે.
આત્માને ત્યાં પુણ્ય અને પાપ નામના પદાર્થો આવ્યા છે. એને લીધે કોઈ વાર અનુકૂળ મળે; કોઈ વાર પ્રતિકૂળ મળે; સુખ મળે, દુ:ખ મળે, પણ એ બધાંયમાં ચિત્તની સ્વસ્થતા રાખવી. આ બધાંય એ ઋતુઋતુનાં ફળ છે Seasonનાં Fruits છે. શિયાળામાં ઠંડી પડે. ઉનાળામાં ગરમી પડે અને વર્ષાઋતુમાં વરસાદ વરસે પણ તે બધાંમાં કાળ એક જ છે; તેમ પુણ્ય અને પાપની ઋતુઓમાં આવતા સુખ-દુઃખના પલટાઓમાં આત્મા એક છે. ભિન્ન હવામાન ઊભું થાય તે વખતે મનની શાંતિ જાળવી શકો તો ઘણું ઘણું મેળવી શકો. જેમાં જીવ બાળો તેમાં કર્મ બંધાય. માટે જીવ બાળવો નહિ. શોક, સંતાપ, ચિંતા, ઉદ્વેગ ઊભાં થાય તો ઊભા થઈ જાઓ, આંટો મારી આવો,
૨૧૮ * જીવન-માંગલ્ય
Page #228
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાયમાં સ્નાન કરી આવો.
સંસાર કાર્યથી નથી વધતો, પણ શોકથી વધે છે. જીવ શોકમાં ડૂબી જાય તે વખતે અભ્યાસ, સ્વાધ્યાય, ચિંતન વડે જીવને અધ્ધર રાખો. જે જીવ અધ્ધર રહી શકે તે જીવનની બધી ઋતુઓમાં સ્વસ્થ રહી શકે છે. આત્માને સંસારમાં બાંધનાર શોક અને આસક્તિ છે.
આપણો ધર્મ એ નથી કે કબરમાં ગયા એટલે પૂરું થયું. આપણો ધર્મ એ છે કે અહીં કરેલું કામ જે હજુ અધૂરું હોય તે આવતી કાલે કરવાનું છે અને અહીં કરેલું દેવું આવતી કાલે દેવાનું છે. અહીં વાવેલું દાન ત્યાં જઈને લણવાનું છે.
તમે કદી વિચાર કર્યો કે મને આટલી બધી સગવડ કેમ ? મને કેમ આટલાં બધાં સાધનો મળ્યાં ? હું જ્યાં હાથ નાખું છું ત્યાં જોઈએ એટલી વસ્તુઓ મેળવી શકું છું અને બીજા લોકો ટળવળે છે, કરગરે છે, વિનવે છે છતાં અન્ન અને વસ્ત્ર જેવી પ્રાથમિક વસ્તુઓ પણ પૂરતી મેળવી શકતા નથી.
- બિહારમાં છોકરાંઓ ઘરમાં જાય એટલે તેમની માતાઓ ચૂંટલા ભરે, બચકાં ભરે કે તમે ઘરમાં આવશો નહિ. ખાવાનું જ નથી ત્યાં રોતાં-કકળતાં એવાં તમને આપીએ શું ? જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ, ખાવા મળે ત્યાં જઈને ખાઓ. એટલે છોકરાંઓ આઠ-આઠ દિવસ સુધી ઘરમાં આવે નહિ. ક્યાં ઝાડની નીચે પડ્યાં રહે, ક્યાં મહુડા ખાય, ક્યાં આપણા તરફથી ચાલતા અન્નક્ષેત્ર પર જઈ પેટનો ખાડો ભરે. મા જેવી મા જે પ્રેમની મૂર્તિ કહેવાય એ બાળક ઘરમાં આવે ત્યારે ચૂંટલો ભરીને કાઢી મૂકે – આવું ક્યારે બને ? એ જાણે કે એ દર્દ હવે એનાથી જોઈ શકાય તેમ નથી. એના કરતાં એ દુ:ખિયાં છોકરાં દૂર ચાલ્યાં જાય તો સારું.
ત્યારે બીજી બાજુ સાહેબી એટલી બધી હોય છે કે દીકરો કહે કે પપ્પા ! મારે world tour પર જવું છે. તો કહે, “જઈ આવ બેટા.” પાંત્રીસ હજારનો ખર્ચો થશે.” તો કહે, “કાંઈ વાંધો નથી.” એ world tour ઉપર જઈ આવે અને પચાસ હજાર ખરચી પણ આવે !
વિચાર કરો. ત્યાં તમે કાંઈ કરી શકતા નથી. માણસની નિરાધારતા કેટલી છે !
છોકરાં તમારાં પણ છે, છોકરાં એનાં પણ છે. એક છોકરાને ખવડાવી શકવા સમર્થ નથી એટલે ચૂંટલા ભરીને દૂર કાઢે છે. બીજાનો છોકરો ઘરમાં ખાઈખાઈને થાકી ગયો છે એટલે હવે બહાર જઈને ગમે તેટલા હોટલોના ખરચા કરીને આવે તોય હસીને વધાવે !
પૂર્ણના પગથારે જ ૨૧૯
Page #229
--------------------------------------------------------------------------
________________
આ બધી વસ્તુઓની પાછળ કોણ કામ કરી રહ્યું છે એનો જો તમે વિચાર નહિ કરો, એ વાતને ગંભીરતાથી નહિ જુઓ તો નુકસાન જગતને નહિ, તમને છે; નુકસાન જડને નહિ, જીવને થાય છે. કારણ કે પોતે જે કરણી કરીને આવ્યો એ અહીં જ પૂરી કરી નાખે તો આગળ શું ?
પરિસંવાદ કરો તો જ વિચાર આવે કે મેં એવી કોઈક પુણ્યની કરણી કરી છે કે જેથી આજ મારી આસપાસ હું ઇચ્છા કરું છું અને વસ્તુ હાજર થાય છે. તો હવે આવતા ભવમાં આગળ વધી શકાય એ માટે હું શુભ કરણીનો, સુંદર કરણીનો પ્રવાહ ચાલુ રાખું.
તમારા ઘરની જ્યોત તમારે જો બળતી રાખવી હોય, તોફાનની અંધારી રાતમાં ભયથી બચવું હોય તો એટલું તો ધ્યાન રાખવું જ કે ઊંઘી જવા કરતાં તમારા દીવામાં થોડું તેલ ભરતા રહો.
ત્રીજું પગથિયું : આ આત્મા કોનાથી બંધાય છે ? આસ્રવથી.
જ્યાં સુધી જીવનરૂપી સરોવ૨માં આસવનો પ્રવાહ ચાલુ છે ત્યાં સુધી એક પ્રકારનું દુ:ખ બંધ થશે તો બીજા પ્રકારનું દુઃખ આવવાનું. દુઃખનું કારણ આસવ છે, પાપ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ જ્યાં સુધી છે ત્યાં સુધી આસ્રવ બંધ કેમ થાય ? આ પાંચે આસવનાં મુખ્ય કારણ છે. આ પાપથી, આસ્રવથી મુક્ત થવા માટે સંવર છે. સંવર એટલે સારી રીતે બંધ કરવું. જે જીવ સંવર કરીને ઉપર જણાવેલાં પાપનાં દ્વાર બંધ કરીને જીવન જીવે છે એના આત્મામાં પાપરૂપી ચોર ઘૂસી જ કેમ શકે ?
સંવર માટે સમ્યક્ત્વ, સંયમ, દેશવિરતિ, સર્વવિરતિ, વ્રત વગેરે છે. જીવો વ્રત કરે છે તે કોઈને માટે નહિ પણ પોતાના આત્માને પાપમાંથી બચાવવા માટે, સંવર કરવાથી નકામાં પાપો બંધાતાં નથી.
એક ભાઈ કહે કે જે વસ્તુ અમે નથી વાપરતા એ વસ્તુથી પાપ અમને કેવી રીતે લાગે ? મેં કહ્યું કે તમે ત્યાગ નથી કર્યો એ પાપનું કારણ છે. તમે વાપરતા નથી પણ વાપરવા માટે પાપનાં બારણાં ખુલ્લાં છે. નિયમ કરો ત્યારે જ એનો સંબંધ તૂટે છે.
પ્રતિજ્ઞા લીધી હોય તો જાગૃતિ રહે છે. પણ પ્રતિજ્ઞા ન લીધી હોય તો બાર મહિના ન ખાધું પણ એક વાર ખવાઈ જાય તો તમને કંઈ અફસોસ ન
થાય.
વ્રત કેવાં છે ? ધારો કે કોઈના શરીરમાં એક ઠેકાણે રસોળી હોય. ભોજન કરતાં ઇચ્છે કે સારું ખાઉં તો શરીર સારું રહે. એ એમ ઇચ્છતો નથી કે હું જાડો થાઉં એની જોડે મારી રસોળી પણ મોટી થાય ! પણ શરીર
૨૨૦ × જીવન-માંગલ્ય
Page #230
--------------------------------------------------------------------------
________________
વધવાનું તેની સાથે રસોળી પણ વધવાની. રસોળી વધતી અટકાવવા operation કરવું પડે છે. નહિતર શરીર વધતાંની સાથે ખોરાકનો અમુક ભાગ રસોળીની વૃદ્ધિમાં વપરાવાનો. તમે ઇચ્છવું ન હોય પણ બન્યા વગર રહે નહિ.
તેમ આ વિશ્વરૂપી દેહમાં બેઠેલા જીવે વ્રતરૂપી operation ન કર્યું હોય તો આસવમાં વધારો કરે જ છે. માટે જ વ્રત અનિવાર્ય છે.
રોગપ્રતિબંધક રસી (Vaccination) અસ્તિત્વમાં કેમ આવી ? જે લોકો બહારનું ખાય, Cleanliness (સ્વચ્છતા) ન જળવાય, ગમે તે ખાય એના શરીરમાં Gems જાય અને માંદગી ઊભી કરે. Vaccinationથી તે બહારથી આવેલાં જંતુઓ સાથે લડી શકે. પણ જે તંદુરસ્ત, સ્વસ્થ જીવન જીવે એને Vaccinationની જરૂર નથી.
આ વિશ્વમાં મહાપુરુષોએ જે નિયમ કર્યા તેમાં સંવરનો માર્ગ બતાવ્યો. યોગીમાં Germsનો પ્રવેશ જલદી થતો નથી, પણ ભોગીમાં જલદી થાય છે. સંયમી પાસે સંવરની શક્તિ છે.
સંયમ આત્માને તો ઉજ્વળ કરે પણ તન અને મનને પણ તંદુરસ્ત
રાખે.
સમય સામાયિકમાં વીતે અને સમય સામાયિક જેવો વીતે એમાં ફરક છે. એક ભાઈ સવારે મળ્યા. કહે કે કોઈ મરી ગયું છે એટલે ગયા વિના છૂટકો નથી. પણ સામાયિકમાં જીવન જીવે તેને આમ ખભે ખેસ નાખીને સવારમાં જ જવાનો વારો નહિ આવે. ૪૮ મિનિટ માટે સામાયિકનું વ્રત લીધું એટલે અનિવાર્ય સંજોગોમાં પણ બહાર ન જઈ શકે.
- ત્યાગી જીવનની ઘણી મહત્તા છે. સંસારના વ્યાપારનો ઇચ્છાએ કે અનિચ્છાએ ત્યાગ થઈ જાય છે. સંયમી જીવનમાં ઇચ્છા સૂકાં પાંદડાની જેમ ખરી જાય છે.
- જે લોકોને પુણ્ય અને પાપની સાંકળમાંથી છૂટવું હોય તેણે આ ભૂમિકાએ પહોંચવું રહ્યું અને તેને માટે પ્રારંભમાં તો નાના નિયમો પણ સહાયક બને છે.
સંવર વિના નિર્જરાનો માર્ગ સહેલો થતો નથી. પુણ્ય અને પાપ સંસારના જીવોને લાગેલાં છે. એમાંથી મુક્ત થવા માંગીએ છીએ પણ તે માટેની ભૂમિકા ક્યાં છે ?
સમ્યગદર્શન પહેલાં વિરતિ કરે એ માત્ર અજ્ઞાન કષ્ટ છે. એથી દેવલોકનાં સુખ મળે. સમ્યગુદર્શન છે, આત્માને જાણવો એ જ્ઞાન અને આત્માને કર્મથી જુદો પાડવો એનું નામ ચારિત્ર્ય.
પૂર્ણના પગથારે ૨૨૧
Page #231
--------------------------------------------------------------------------
________________
મારા આત્માને લપેટીને બંધાયેલું તત્ત્વ કર્મ છે. એ કર્મની નિર્જરા એ જ આત્માની નિર્મળતા. આ જ અનુભવ અપૂર્વ છે.
કપડું ગંદું હોય અને એને ઇસ્ત્રી કરો તો સારું ન લાગે, પણ મેલ કાઢી, સ્વચ્છ કરી ઇસ્ત્રી કરો તો કેવો રંગ આવે ? તેમ નિર્જરા પછી થતી નિર્મળતા પણ એક સૌંદર્ય બની જાય છે.
કણાદ નામના એક સાધુ હતા. પોતાના દેહને નભાવવા કણકણને એ વીણી ખાતા એટલે એમને લોકો કણાદ કહેતા. એ સદા પોતાના સ્વાધ્યાય અને સાધનામાં મગ્ન અને મસ્ત રહેતા. લોકો વાત કરતા કે એમની પાસે સુવર્ણસિદ્ધિ છે. આ વાત ઊડતી ઊડતી રાજાના કાન સુધી પહોંચી.
રાજાને થયું આ સિદ્ધિનો લાભ ઉઠાવું. એ ફળફૂલ, ઉત્તમ ભોજન લઈ ત્યાં પહોંચ્યા અને એમના ચરણે ધર્યા. પણ કણાદ પોતાના કાર્યમાં એવા મગ્ન હતા કે એ વસ્તુઓની સામે પણ એમણે ન જોયું. એટલે રાજા ચિડાઈ ગયા. જતાં જતાં મનમાં કહે : “છે તો ભિખારી પણ મગરૂબી કેટલી છે !”
મંત્રીએ સાચી સલાહ આપી : “રાજન ! મગરૂબી કેમ ન હોય ? એ સિદ્ધિના સ્વામી છે ! એમની ઉપેક્ષા કરવા કરતાં એમને ભક્તિથી પ્રસન્ન કરો અને ભક્તિ ધનથી નહિ, તનથી થાય; પૈસાથી નહિ, પ્રેમથી થાય. એ પ્રસન્ન થાય અને હૈયાની દાબડી ખોલે તો તમારું કામ થઈ જાય.”
રાત્રિના શાંત સમયમાં રાજા ભિસ્તીના છૂપા વેશે ત્યાં જાય છે. ઉનાળાનો દિવસ હોવાથી એના ઝૂંપડા આગળ પાણી છાંટે છે. પછી કણાદના એ પગ દાબે છે. લાકડા જેવા પગ દાબી રહ્યા છે. અડધા કલાક પછી રાજાએ પગ દાબતા દાબતાં પૂછ્યું : “પ્રભો ! આપને દુઃખ તો નથી થતું ને ?” ત્યારે સાધુએ સ્મિત કરી કહ્યું, “ભાઈ, આ લાકડાંઓને શું થવાનું હતું ! એના ઉપર તો રંધાઓ ફર્યા જ કરે છે, પણ રાજાના આ કોમળ પાંખડી જેવા હાથને દુ:ખ નથી થતું ને ?' રાજાને થયું કે આ જાણી ગયા. રાજાએ આશ્ચર્યપૂર્વક પૂછ્યું : “આપ જાણી ગયા ?” તો સાધુ કહે : “એમાં જાણવા જેવું શું છે? પણ હું તમને એક વાત પૂછું ? હું અકિંચન હોવા છતાં તમારે ત્યાં દિવસે પણ નથી આવ્યો અને તમે રાજા હોવા છતાં મહેલ મૂકીને આ ઝૂંપડીમાં રાત્રે કેમ આવ્યા ?”
રાજાએ કહ્યું : “મેં જાણ્યું છે કે આપ લોખંડમાંથી સોનું બનાવો છો. આપ જ કહો શું આ સાચું છે ?” સાધુએ માથું ધુણાવ્યું : “હા, હું જાણું છું. હું લોખંડમાંથી સોનું બનાવું છું. ગમે ત્યારે અને ગમે તેટલું સોનું બનાવી શકું અને એ સોનું એવું કે બન્યા પછી મૂકીને ન જવું પડે એવું સોનું બનાવું
૨૨૨ જીવન-માંગલ્ય
Page #232
--------------------------------------------------------------------------
________________
છું.” રાજાએ કહ્યું, “એવું ? મને બતાવો.”
કણાદે કહ્યું, “તમને એક પ્રશ્ન પૂછું ? “ફૂલ થાય છે એ શેનામાંથી થાય છે ?' તો કહે : “માટીમાં રહેલા બીજમાંથી થાય છે.” “અનાજ થાય છે એ શેનામાંથી થાય છે ?' તો કહે : “ખાતરમાં ભળેલાં બીજમાંથી થાય છે.' ખાતરને કોઈ ભાણામાં આપે અને ખાવાનું કહે તો નહિ ખવાય, ઊલટી થાય પણ એ જ ખાતરમાંથી અનાજ પેદા થાય છે જેને માણસ આનંદપૂર્વક ખાય છે અને માટી ભોજનમાં આપી હોય તો કોઈ પણ ખાય ? નહિ ખાય પણ એ જ માટીમાંથી ખીલેલા સુરભિવાળાં ફૂલો થાય છે જેને લોકો પોતાના ઘરમાં મુખ્ય ખંડમાં શોભા માટે ફૂલદાનીમાં ગોઠવે છે.
જેમ માટીમાંથી ફૂલ થાય અને ખાતરમાંથી અનાજ થાય છે તેવી જ રીતે આ દેહમાં રહેલા આત્મામાંથી પરમાત્મા થાય તેનો ઉપયોગ કરતાં આવડવો જોઈએ. એમનું એમ ખાતર મૂકી દો તો કાંઈ પણ ન થાય; એમની એમ માટી મૂકી દો તો પણ કાંઈ ન થાય. એને તૈયાર કરીને એનામાં બીજા વાવવામાં આવે તો એમાંથી ફૂલ પણ થાય, અનાજ પણ થાય.
એમ, હે રાજન ! માણસના વિકારો, માણસની વૃત્તિઓ, માણસના આવેશો એ ખાતર જેવા છે. એનું ઊર્ધીકરણ થાય તો એ વિકાસમાં પરિણમી જાય, એનાથી પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય.”
અને એ વાત તો માનવી જ પડે છે કે તમારામાં રહેલા વિકારો, તમારામાં રહેલી વૃત્તિઓ, તમારામાં રહેલા આવેશો ઊર્ધ્વીકરણ માગે છે. એમ બને તો એ જ તમારી સાધનાનું સાધન બની જાય છે. જે તમને સામાન્ય ભૂમિકામાં રાખે છે અને પશુની સામાન્યતામાં મૂકી દે છે એનું જ તમે Sublimation કરો. નિર્માલ્ય માણસો કોઈ ઠેકાણે કાંઈ જ કરી શકતા નથી. તાકાત તો જોઈએ જ, પણ એટલો ફેર કે જે તાકાત અને આવેગ દુનિયાની વાતમાં કામ લાગવાનાં હતાં અને તમે હવે અધ્યાત્મમાં ફેરવી નાંખો છો. જે વૃત્તિઓનું ખાતર કોહવાઈને ગંધ મારવાનું હતું એ જ ખાતરમાંથી સુંદર સુગંધી ફૂલો પેદા કરો છો અને ધૂળમાંથી ફૂલ અને પાક ઉતારો છો.
એટલે ભાઈ, લોખંડનું સોનું બનાવવું એટલે શું ? આ શરીર સાધના માટે વાપરવું અને આત્માને પરમાત્મા બનાવી દેવો.”
એ કોનાથી બને ? જેમ પેલા પારસમણિના સંપર્કથી લોખંડ સોનું બને એમ પરિસંવાદના સંપર્કથી આ આત્મા પરમાત્મા બને.
જે લોકો લોખંડમાંથી સોનું બનાવતા હતા એ વિદ્યા એટલે શું ? આ દેહને પરમાર્થ માટે વાપરવો અને આત્માને પરમાત્મસ્વરૂપ બનાવી દેવો એનું
પૂર્ણના પગથારે જ ૨૨૩
Page #233
--------------------------------------------------------------------------
________________
નામ જ એ લોખંડમાંથી સોનું બનાવવું, એ આ વિદ્યાનું રહસ્ય છે.
આ વસ્તુ જો તમને સમજાય તો પરિસંવાદ દ્વારા તમે ઉપર અને ઉપર જઈ શકો. આ મંથનમાં તમે તમારી સાથે વાતો કરતા થાઓ. આ સ્વાધ્યાયથી માણસ ધીરે ધીરે કર્મથી, મળથી અને વૃત્તિઓથી મુક્ત થતો જાય છે અને મુક્ત થયેલો આત્મા પરમાત્મસ્વરૂપ બને છે.
જેવી રીતે ઊંચે જવું હોય તો કોઈ નિસરણી જોઈએ એમ પરમાત્મતત્ત્વ પહોંચવું હોય તો આ પરિસંવાદ એક નિસરણી છે. તો પરિસંવાદમાં શું આવે છે ?
આત્માને મુક્ત કરવો એ જ આ મનુષ્ય જીવનનો એક હેતુ છે. અને આ હેતુ પરિસંવાદથી જ સિદ્ધ થાય છે.
તો જેવી રીતે માટીમાં રહેલ બીજમાંથી ફૂલ બને, ખાતરમાં ભળેલા બિયારણમાંથી સુંદરમાં સુંદર અનાજ બને એવી જ રીતે આ કર્મમાં ભળેલા આત્મામાંથી પરમાત્મા બને.
આ પરિસંવાદ દ્વારા એ પરમાત્મતત્ત્વના પ્રકાશને પામી પૂર્ણની પૂર્ણતામાં પૂર્ણ બની જીવીએ.
૨૨૪ * જીવન-માંગલ્ય
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૩. જીવનને પૂર્ણ કેમ બનાવવું ?
* ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते । र पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ધીજીની પ્રાર્થનામાં આ સુભાષિતનો છે પાપ સમાવેશ થયેલો છે. આ સુભાષિત * પ્રત્યેક પ્રભાતની પ્રાર્થનાના વાતાવરણને ' અર્પણના મંગળમય ભાવથી ભરી દે છે. એમાં સમર્પણની ઉલ્લાસમય અભિલાષા છે.
પ્રવૃત્તિનું કેન્દ્ર નિવૃત્તિ છે. પણ જ નિવૃત્તિ મેળવવા પ્રવૃત્તિ આવશ્યક છે.
મનુષ્યજીવન એ એક પ્રયાણ છે, આ યાત્રા છે, ક્યાંક જવાનું છે, આગળ દિશા છે, પણ ધ્યેય નિશ્ચિત અને અચલ છે.
આપણે પૂર્ણતાએ પહોંચવાનું છે. પહોંચનાર પૂર્ણ છે પણ કામલોભની
અપૂર્ણતામાં એ પૂર્ણને ભૂલી ગયો છે. તે પૂર્ણને લક્ષમાં રાખી પ્રયાણ કરે તો જ
પૂર્ણમાં મળી પૂર્ણ બને. $ મનુષ્ય પૂર્ણનો પ્યાસી છે. તમે જોશો છે કે સંસારમાં બધાં પ્રાણીઓની ગરદન અને
દૃષ્ટિ નીચે છે જ્યારે મનુષ્યની દષ્ટિ
પૂર્ણના પગથારે જ ૨૨પ
Page #235
--------------------------------------------------------------------------
________________
આકાશ પ્રતિ છે. એનું મસ્તક ઉન્નત છે. આથી મનુષ્યને કહેવું પડે કે નીચે જોઈને ચાલ. કારણ કે એ ઊંચે જોઈને ચાલે છે. એને ઉપર જવું છે. પ્રાણીઓમાં શ્રેષ્ઠતા મનુષ્યની છે કારણ કે મનુષ્યની દૃષ્ટિ પૂર્ણ પ્રત્યે છે. જે મનુષ્ય પાસે પૂર્ણની દૃષ્ટિ નથી, પૂર્ણતાની અભીપ્સા નથી એ મનુષ્ય પશુ સમાન છે.
એક કવિએ કહ્યું છે કે આહાર, નિદ્રા, ભય અને મૈથુન મનુષ્યમાં અને પશુમાં સરખાં છે. પણ મનુષ્ય માટે ગૌરવપદ અને શ્રેષ્ઠ વાત તો એના દિલમાં જલતો ધર્મનો દીપક છે, જે ગાઢ અંધકારમાં પ્રકાશ આપે છે.
કેટલાક કહે છે કે અમારો ધર્મ સારો છે. હું કહું છું, “ધર્મ એ દીપક છે અને જે દીપક પ્રકાશ પાથરે છે અને પથદર્શક બને છે તે સારો છે. એ અમારો કે તમારો નથી, આચરે તેનો છે. દીપક પ્રકાશ માટે છે. ઝઘડવા માટે નહિ. ઘણા તો દીપકના પ્રકાશનો ઉપયોગ કરવાને બદલે મારા-તારાના ઝઘડામાં જ એને પૂરો કરી નાખે છે.”
મનુષ્ય પાસે આ દીપક છે. આ દીપક મનુષ્યને ખોટા રસ્તે જતાં રોકે છે. મનુષ્ય જ્યારે સારા રસ્તા ઉપર જાય છે ત્યારે એ દીપક એના મુખ ઉપર પ્રસન્નતાનો પ્રકાશ ચમકાવે છે, હૃદયમાં આનંદ અને અભયની ઉજ્વળતા પાથરે છે અને પ્રવૃત્તિમાં આફ્લાદ આણે છે. પણ જેવો મનુષ્ય ખરાબ રસ્તા ઉપર ચઢે કે તરત હૃદયમાં ભય ઊભો કરે છે, મુખ ઉપર ચિંતાનું આવરણ લાવે છે અને આનંદને ઉડાડી દે છે. પછી એ મનુષ્ય મુક્ત હાસ્ય પણ કરી શકતો નથી.
આપણે સ્વાર્થનું જ કામ કર્યું જઈએ તો થાક લાગે પણ સેવાનું કામ કરીએ તો આનંદ અને પ્રસન્નતા પ્રાપ્ત થાય. તમારો પોતાનો અનુભવ તમને નથી કહેતો કે ઘણી વાર સ્વાર્થનું કામ કરતાં કરતાં માણસ જીવનથી પણ કંટાળી જાય છે ? જ્યારે પરમાર્થનું કામ માણસને એક પ્રકારનો સંતોષભર્યો આનંદ આપે છે.
ધનપતિઓ થાકી જાય છે. એમની પાસે સોનું, ચાંદી, હીરા ખૂબ હોય છતાં પણ થાકી જાય છે કારણ કે એમની પ્રવૃત્તિના મૂળમાં માત્ર સ્વાર્થ જ છે. આનંદ તો પરમાર્થથી જ મળે. પરમાર્થમાં એક પ્રકારનો આરામ – recreation છે. પ્રાર્થના એ પરમાર્થ છે. એ કરીએ છીએ ત્યારે દેહભાવ ભૂલીને દિવ્યતા પ્રતિ પ્રયાણ કરીએ છીએ. પૂર્ણતા પ્રાપ્ત કરવી એ જ જીવનનું પરમ ધ્યેય છે.
એક નાના શા બીજમાં કેવું મોટું વૃક્ષ સંતાયેલું છે ! કેરી ખાતાં ખાતાં
૨૨૬ * જીવન-માંગલ્ય
WWW.jainelibrary.org
Page #236
--------------------------------------------------------------------------
________________
આ વિચાર કર્યો છે કદી ? આ કેરીની ગોટલીના હૃદયમાં પોઢેલું વૃક્ષ હજારો કેરીઓ આપી શકે એમ છે એ વિચાર્યું છે કદી ?
એ રીતે આ દેહમાં વસતા આત્મામાં અસંખ્ય શક્તિઓથી પરિપૂર્ણ પરમાત્મા છે.
આપણો સ્વાર્થ, આપણા કષાયો, આપણા વિકારો આ છે. પ્રાર્થના આ દિવ્યતાને પ્રગટ કરે છે. પ્રાર્થનાની પાછળ ગીતામાં કહ્યું છે : દ્દરેત્ આત્મનાત્માનં |
આત્માએ જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે. તું તારો નાશ ન કર. તું જ તારો મિત્ર છે અને તું જ તારો શત્રુ છે.
મિત્ર ! તારો ઉદ્ધાર કરવા ભગવાન નહિ આવે. લોકો પ્રતીક્ષા કરતા બેઠા છે એ ભ્રમ છે. ભગવાન આવવાના હોત તો સેંકડો વર્ષ પહેલાં આવ્યા હોત !
He is not a Creator, but, Indicator. ભગવાન બનાવવા નહિ પણ બતલાવવા આવ્યા છે.
શું ભગવાન અહીં આવી શકતા હોત તો આ બધાં યુદ્ધ ક૨વા દેત ખરા ? કૂતરાની જેમ સતત લડતા માણસોને એ અટકાવત નહિ ? શું આપણાં દુઃખોને દૂર બેઠા બેઠા જોયા કરે એવા એ નિષ્ઠુર છે ? પરમાત્માને આપણે સમજી શકતા નથી. આપણે આપણી કલ્પના પ્રમાણે જ તેમને આકાર આપીએ છીએ. ભૂલો આપણે કરીએ અને એનો દોષ ભગવાન ઉપર નાખીએ ! આજથી આઠ વર્ષ પહેલાં સાબરમતી જેલમાં કેદીઓ આગળ પ્રવચન આપવાનો મારે પ્રસંગ આવ્યો હતો.
મેં કહ્યું હતું કે તમને જેલમાં નાખનાર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ કે સરકાર નથી. તમને જેલમાં લાવનાર તમારા વિચારો અને દુરાચારો છે.
દિવ્યતાને આવૃત કરે આ જ ભાવના છે.
તમે રસ્તામાં જતા હો અને એક સરસ વસ્તુ જુઓ; મનમાં પ્રલોભન થાય. થાય કે આ વસ્તુ લઈ લઉં, પણ જો આપણો આત્મા આપણો મિત્ર હોય તો કહેશે : “આ એક પ્રલોભન છે, આ મારું નથી, તે મારાથી ન લેવાય.” આમ વિવેકવંત આત્મા પોતે જ પોતાને કાબૂમાં રાખે. પણ વિવેકવાન ન હોય અને પ્રલોભનથી પ્રેરાઈ જાય તો પોલીસ દ્વારા પકડાય. એમાં પોલીસ ગુનેગાર નથી, તમે જ તમારા શત્રુ બની તમારી જાતને પોલીસના હાથમાં સોંપી દીધી છે. તમે તમને જ પકડી ન શકો તો તમને પોલીસ પકડે. જો તમે તમારા વિચારને પકડો તો તમને પોલીસ કેમ પકડી શકે ? જૂઠાને પોલીસ ડરાવી શકે, પકડી શકે, સાચાને નહિ. એટલે જેલમાં મોકલનાર વ્યક્તિની વૃત્તિઓ જ છે.
પૂર્ણના પગથારે * ૨૨૭
Page #237
--------------------------------------------------------------------------
________________
આપણી વૃત્તિ આપણી દુશ્મન બને તો આખું વિશ્વ દુશ્મન બને; અને જો આપણી વૃત્તિ આપણો મિત્ર બને તો પછી સંસારમાં આપણને નુકસાન કરનાર કોઈ નથી. સત્યના પંથ ઉપર ચાલનાર સદા સ્વતંત્ર છે.
દુઃખ દેનારા પારકા નથી, આપણે જ છીએ. આજે આપણા દેશમાં પણ પારકા લોકો કરતાં આપણા લોકો વધારે નુકસાન કરી રહ્યા છે ને ?
આજની પરિસ્થિતિ વિકટ છે. દેશમાં અસ્થિરતા છે. સરકાર જ નહિ પણ માનવ અસ્થિર છે. મનુષ્યની વિકલતાનું કારણ મનની અસ્થિરતા છે. વિકલતામાં અને અસ્થિરતામાં જ જીવન વિતાવ્યું કેમ ચાલે ? આપણું ધ્યેય તો પૂર્ણતાને પ્રાપ્ત કરવાનું છે. જીવન વિકલતામાં પૂરું થાય તો કામ અધૂરું રહી જશે. આ પૂર્ણતાનું કામ મનુષ્ય નહિ કરે તો કોણ કરશે ?
અહિંસક વસ્તુઓનો વ્યાપાર એ અત્તરનો વ્યાપાર છે. અત્તર વેચો કે ન વેચો તો પણ સુગંધ જેમ મળે, તેમ સત્ય, સદાચાર અને નીતિનો વ્યાપાર કરે તેને આર્થિક લાભ સાથે પારમાર્થિક લાભ મળે છે. અને તમે ધારો તો આ પારમાર્થિક લાભ પ્રવૃત્તિ કરતાં કરતાં તમે અહીં જ મેળવી શકો છો. બધાં લોકો પવિત્રતાની ભાવનાથી પ્રવેશ કરે તો
આ
સ્થાન અને પ્રવૃત્તિ
બન્ને પવિત્ર બની જાય.
પ્રવૃત્તિ કરતાં કરતાં અહંકારનું વિસર્જન કરવાનું છે એ સતત લક્ષ્યમાં રહેવું જોઈએ નહિ તો પતન થાય.
મને એક રૂપક યાદ આવે છે. એક શિલ્પી હતો. એને ગર્વ હતો કે એના જેવાં પૂતળાં કોઈ જ ન કરી શકે. પૂતળું એવું સરસ બનાવે કે માણસ અને પૂતળું પાસે પાસે રાખ્યાં હોય તો જોનાર ભૂલી જાય કે આમાં માણસ કોણ અને પૂતળું કોણ ? એવામાં શિલ્પીનું મૃત્યુ નજીક આવ્યું. શિલ્પીને થયું કે મૃત્યુને મારી કલા બતાવવી જોઈએ. એણે બાર પૂતળાં બનાવ્યાં. બારે પોતાના જેવા. આકૃતિ, રંગ, આંખની પાંપણ અને નાક બધું જ નખશિખ એના જેવું જ. પછી એ બાર પૂતળાંની વચ્ચે પોતે સૂઈ ગયો. ત્યાં મૃત્યુનો દૂત આવ્યો. એને થયું કે આ તે૨ વ્યક્તિઓમાંથી કોને ઉઠાડું ? જેને સ્પર્શ કરીશ તે મરી જશે, ખોટાને પકડીશ તો યમરાજા ગુસ્સે થશે. દૂત પાછો ગયો. યમરાજને કહ્યું કે કયા શિલ્પીને લાવું ? ત્યાં એક નહિ પણ એકસરખા તેર શિલ્પી છે. પછી મૃત્યુદેવ આવ્યા. જોયું તો વાત સાચી હતી, ઓળખી જ ન શકાય. શિલ્પીએ પ્રાણાયામથી શરીરને પૂતળા જેવું સ્થિર બનાવ્યું હતું, એટલે કંઈ ખબર જ ન પડે.
મૃત્યુદેવ મનુષ્યની નિર્બળતા જાણતા હતા. મનુષ્યનો અહંકાર એ જ
૨૨૮ * જીવન-માંગલ્ય
Page #238
--------------------------------------------------------------------------
________________
એની નિર્બળતા છે. મૃત્યુદેવે માણસની આ નિર્બળતાનું શરણ લીધું. એણે કહ્યું : “સરસ ! ખૂબ સરસ ર્યું છે ! માનવજાતના ઇતિહાસમાં આવો શિલ્પી આજ સુધી કોઈ પાક્યો નથી. શું અદ્ભુત કામ છે ! પણ નાની શી ભૂલ રહી ગઈ છે !'' આ સાંભળતાં તરત શિલ્પી ઊભો જ થઈ ગયો. બોલ્યો : “મારા શિલ્પમાં ભૂલ ? ક્યાં ભૂલ છે ?” મૃત્યુદેવે તેને સ્પર્શતાં કહ્યું : “આ જ ભૂલ છે. આ તારો અહંકાર એ જ તારી નિર્બળતા ભૂલ. અને એ જ તારું મૃત્યુ ! અહંકાર ન કર્યો હોત તો મૃત્યુ પણ તને સ્પર્શી ન શકત. મારામાં ભૂલ કોણ કાઢી શકે ? આ અહં માણસને પાડી દે છે.”
આ સંસ્થા છે. સંસ્થા એટલે અનેક વ્યક્તિઓનું શુભ હેતુ માટેનું એક સ્થાને મિલન. એમાં કદીક મનદુઃખ પણ થાય. કાર્યકર ખોટો નથી, કાર્યકરની ભાવના ખોટી નથી પણ કાર્ય કરતાં આ અહં આવી જાય. ‘હું' એ બહુ વાંકો છે. એનો આકાર જ વક્ર છે.
સેવા અને ચિંતનના અમૃતમાં આ અહંનું વિષબિન્દુ ન પડી જાય તે માટે સતત જાગ્રત રહેવાનું છે.
આજથી ત્રીસ વર્ષ પહેલાં મારે અહીંથી નીકળવાનું થયું હતું ત્યારે આ જગ્યા વિદેશી માલથી ભરેલી હતી. આજે એ જ જગ્યા દેશી માલથી અને ભારતીય ભાવથી ભરેલી છે.
આ જોતાં આપણને સહજ વિચાર આવે છે કે સેવાની ભાવના સ્થળનું કેવું રૂપાન્તર કરી નાખે છે ?
જેમ આ સ્થળનું થયું તેમ આ દેહમાં વસતા આત્માનું પૂર્ણ રૂપાન્તર પૂર્ણ પરમાત્મામાં થઈ જાય એવી શુભેચ્છા.
પૂર્ણના પગથારે ૨૨૯
Page #239
--------------------------------------------------------------------------
________________
સંસારમાં અનેક દર્શન છે. દરેક
આ દર્શન એમ જ માને છે કે
માનવીને હું જ સુખી કરી શકું એમ છું.
પહેલાં નંબરમાં અર્થદર્શન-અર્થશાસ્ત્ર આવે છે. અને તે એમ કહે છે કે જેની પાસે પૈસો હોય, એ જ આ દુનિયામાં સુખી. પૈસાથી સંસારની કોઈ પણ મનગમતી વસ્તુ તમે મેળવી શકો. સત્તા પણ શ્રીમંતાઈથી ખરીદી શકાય. એટલે સુખનું સાધન અર્થ છે.
બીજા નંબરમાં ચિકિત્સાદર્શન અગર વૈદક શાસ્ત્ર આવે છે, જે કહે છે કે તંદુરસ્તીમાં જ સુખ છે. બીમારને વળી સુખ શું ? ખાધેલું જ જ્યાં પચતું ન હોય ત્યાં સુખ શું ? દુનિયામાં જો તંદુરસ્તી હોય તો બધું જ સારું છે. એટલે વૈદકશાસ્ત્ર પણ આ રીતે દર્શન બની જાય છે. એ પણ કહે છે કે તમારી તકલીફોને હું જ દૂર કરું છું.
૨૪. જીવનનું દર્શન
ત્યાર બાદ, આજ જેને રાજનીતિ કહેવામાં આવે છે એ રાજશાસ્ત્ર પણ એમ
૨૩૦ * જીવન-માંગલ્ય
Page #240
--------------------------------------------------------------------------
________________
કહે છે કે લોકોને સત્તાનો બરોબર ઉપયોગ કરતાં નથી આવડતો એટલે દુનિયામાં અર્થની અને બીજી બધીય ઉપાધિઓ ઊભી થઈ છે. પણ જો બરાબર શાસન કરતાં આવડે, બરાબર રાજ્ય ચલાવતાં આવડે અને લોકોને આપવાની વસ્તુઓની બરાબર વહેંચણી કરતાં આવડે તો બધાં જ દુઃખો દૂર થઈ જાય અને શાંતિ પ્રસરી જાય. એટલે રાજ્યનીતિ આપણને એમ બતાવવા પ્રયત્ન કરે છે કે જગતમાં જો કોઈ દર્શન બની શકે એમ હોય તો બીજું કોઈ નહિ, પણ હું જ બની શકું એમ છું.
તેવી જ રીતે કામશાસ્ત્ર એમ કહે છે કે દુનિયામાં જેટલા વધારે ભોગ ભોગવી શકાય તેટલો માણસ સુખી ! અર્થ, શરીર, અને રાજ્ય આ બધાં પણ અંતે તો ભોગનાં સુંદર પ્રસાધનો પૂરાં પાડવાં માટે માત્ર સાધન જ છે ને ? સુખ તો ઉપભોગમાં છે. એટલે કામ પણ આ રીતે એક દર્શન બની બેઠું છે. અર્થ, વૈદક, રાજ્ય અને કામ આ બધા સંપ્રદાયો પોતાની જાતને દર્શન બનાવવા માટે તૈયાર બન્યા છે.
એટલે જ્ઞાનીઓ આપણને બતાવે છે કે સંસારમાં આ બધાંય દર્શનો માનવજાતનાં દુઃખોનો ઉકેલ કરવા માટે નીકળી તો પડ્યા છે પણ એ બધાંય એવાં પંગુ છે કે એક વસ્તુ મળતાંની સાથે બીજી વસ્તુની તરત ઊણપ થાય છે. તે વસ્તુને કોણ પૂરી શકે એની એમને સમજણ જ નથી.
માણસને પૈસો મળી જાય અને એનાથી જ જો જીવન સુખ અને શાંતિમય થઈ જતું હોય, તો દુનિયામાં મોટા મોટા ઉદ્યોગપતિઓ મંદિરમાં જઈ જઈને લાંબા થઈ નમસ્કાર કરે છે અને નવાં નવાં મંદિરો બાંધે છે, એ મંદિરો બાંધત જ નહિ, કારણ કે એ લોકો તો આજે કરોડપતિઓ છે જ. ધનથી પૂર્ણ સમૃદ્ધ છે. એને મંદિર બંધાવવાની શી જરૂર છે ? એ મંદિર બંધાવે છે, પ્રાર્થના કરે છે એ જ બતાવી આપે છે કે એના જીવનમાં હજી કોઈક એવી વસ્તુની ઊણપ છે જે ખટકે છે, ખૂટે છે. એટલે અર્થશાસ્ત્ર પણ પૂર્ણ સુખશાંતિ આપવા સમર્થ નથી.
―
એવી જ રીતે રાજ્ય ચલાવનાર માણસો, એમને પાંચ-પાંચ વર્ષ સુધી સત્તાનો સંપૂર્ણ દોર આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે કાયદાઓથી કે હુકમથી તમે જ કાંઈ કરવા માગો તે કરીને પણ સુખ લાવો. પણ એ બધુંય કરવાં છતાં પ્રજાની ઉપ૨ નિષ્ફળતાનો આરોપ મૂકીને જ્યારે એ નીકળી જાય છે ત્યારે આપણને એમ લાગે છે કે ખરેખર રાજ્યશાસ્ત્ર એ પણ દર્શન બનવા માટે યોગ્ય અને ઉચિત નથી.
ભોગશાસ્ત્ર, જેમાં કહેવામાં આવે છે કે ઇન્દ્રિયો વડે તૃપ્તિ કરો, ભોગ
પૂર્ણના પગથારે * ૨૩૧
-
Page #241
--------------------------------------------------------------------------
________________
ભોગવો, પણ એનીય મર્યાદા છે. તમને ચા બહુ ભાવતી હોય એટલે તમને એક કપ ચા મળે તો તમને જરા મઝા આવે. પછી બે કપ ચા આવે, પછી પાંચ કપ આવે. પછી દશ કપ આવે, કોઈ કહે કે તમે પીએ જ જાઓ. પછી તમે હાથ જોડો. ત્યાં પેલો કહે કે જેટલા કપ પીઓ એટલી તમને હું ગીની આપતો જાઉં છું. તમારામાં બહુ જોર હોય તો તમે પંદર કપ અને વીસ કપ પી જાઓ. પછી એક મર્યાદા આવીને ઊભી રહે છે. પછી કહે કે હવે હું બે ગીની આપું. કદાચ ગીનીના માર્યા એક કપ વધારે પી જાઓ. પછી પેલો કહે કે હવે એક કપની ત્રણ ગીની આપું, તમે કેટલીક પીવાના ? જો એ માણસ ત્યાં મર્યાદા ન મૂકે તો ઊલટી થાય, માંદો પડે, બીમાર થાય અને સ્મશાન ભેગો થઈ જાય, ગીનીઓ એમની એમ રહી જાય !
તો, દુનિયાની આ બધી વસ્તુઓ આપણને બતાવે છે કે સંસારનાં આ વૈદકશાસ્ત્ર કહો, અર્થશાસ્ત્ર કહો કે પછી રાજશાસ્ત્ર કહો એ ગમે એવાં શક્તિશાળી હોય, તો પણ એ મર્યાદિત સુખ આપી શકે, પૂર્ણ અને શાશ્વત સુખ નહિ જ.
અમર્યાદિત સુખ આપનાર, શાશ્વત સુખ આપનાર, જે સુખ આવ્યા પછી દુઃખનો સંભવ જ ન હોય એવું સુખ આપનાર જગતમાં કોઈ હોય તો એ આત્મદર્શન છે. આત્મદર્શન કોઈ દાવો નથી કરતું અને એ કોઈ દહાડો બજારમાં આવીને એમ પણ નથી કહેતું કે મારા વિના તમને નહિ ચાલે. પણ તમે જો શોધ કરશો તો તમને અંતે ખબર પડશે કે એના વિના આપણને ચાલે એમ નથી. એ બોલતું નથી; અને એટલા જ માટે ધર્મની ભાષા એ મૌનની ભાષા છે; એ મૌનમાં જ બધું કહે છે અને મૌનમાં જ એનો અનુભવ થાય છે. એટલા માટે ધર્મની બધી જ ક્રિયાઓ શાંતિપ્રધાન, યોગપ્રધાન, સંયમપ્રધાન, સમાધિપ્રધાન અને મૌનપ્રધાન છે. ધર્મક્રિયાઓમાં આ પાંચ વસ્તુઓ જેટલી આવતી જાય એટલું તમારામાં ઊંડાણ આવે અને આત્મદર્શનનો તમને અનુભવ થતો જાય.
આત્મદર્શન-આત્મશાસ્ત્ર એ શાંતિપ્રધાન છે. આપણે જેવા એ માર્ગે ચાલીએ ત્યાં અંદરથી સંભળાય : ઠરી જાઓ. તમે ઠરશો ત્યારે જ તમારું જે છે તે તમને દેખાશે. ઠ૨વાનું જો કોઈ કહેતું હોય તો એક જ દર્શન કહે છે, અને તે આત્મદર્શન કહે છે. કારણ કે જ્યાં સુધી ઠરે નહિ ત્યાં સુધી પોતાની વસ્તુ પોતાને મળે નહિ. જ્યાં સુધી ચંચળતા છે, જ્યાં સુધી અસ્થિરતા છે, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ દેખાય નહિ. ઠરે તે જ વરે.
-
૨૩૨ * જીવન–માંગલ્ય
Page #242
--------------------------------------------------------------------------
________________
તમે નદીમાં નહાવા ગયા હો અને નહાતાં નહાતાં તમારી હીરાની વીંટી હાથમાંથી સરકીને પાણીમાં પડી જાય. પાણીનો પ્રવાહ જો વહેતો હોય, તો એ પ્રવાહમાં તળિયે પડેલી વસ્તુ તમને દેખાય નહિ. પણ એ પાણી જો શાંત હોય, તરંગ વગરનું હોય, સ્થિર હોય, તો તળિયે પડેલી વસ્તુ તરત દેખાઈ જાય.
જ્ઞાનીઓએ આપણને કહ્યું કે અંદર સુખ છે. પણ આ જીવ સમજતો નથી, ઠરતો નથી, અને બહાર ભમ્યા જ કરે છે અને ભમવામાં તો આખું જીવન જ પૂરું થઈ જાય છે.
એવો કોઈ માણસ તમે અહીં બતાવશો કે જે માણસ ઘણી ઓળખાણવાળો હોય, ઘણી પિછાણવાળો હોય, જેને ઘણા દોસ્તો હોય, ઘણા માણસોની નામાવલિ જેની પાસે હોય અને આખી જિંદગી સુધી લોકોને રાજી રાજી કરતો ગયો હોય અને છેલ્લે એ પોતાના જીવનનું કામ પૂરું કરીને ગયો હોય ?
જ્ઞાનીઓએ કહ્યું કે ભૌતિક વસ્તુઓમાં કોઈનાય જીવનનું કામ પૂરું થવાનું જ નથી. તેમને એમ લાગશે કે આ વર્ષે હું નિવૃત્ત થાઉં છું. જે વખતે નિવૃત્ત થવાનો તમે વિચાર કરો એ જ વખતે પ્રવૃત્તિનો આરંભ થાય છે. પણ લોકો અજ્ઞાન છે અને આ દીવાલની પાછળ શું છે એનો એમને ખ્યાલ નથી. અહીં એ લોકોએ અમુક જાતની કલ્પનાઓ બાંધી છે કે અમને અમુક રૂપિયા મળી જાય તો સુખ થાય, પરણી જાઉ તો સુખ થાય, એક છોકરો હોય તો સુખ થઈ જાય, અગર તો અમુક કાર્ય આ રીતે થાય તો સુખ થાય. પણ પૂર્ણ સુખ એમ મળવાનું નથી. આ અતૃપ્તિ માણસને દોરતી દોરતી ઝાંઝવાનાં જળની જેમ ખેંચતી જાય છે.
તમે પણ આમ વિચાર કરતાં કરતાં આટલાં વર્ષ કાઢ્યાં છે ને ? – કે હમણાં સુખ આવે છે. આ વર્ષ જશે એટલે આવતું વર્ષ, આવતું વર્ષ જશે એટલે...
જગતમાંથી મેં ત્રણ વ્યાખ્યા બાંધી છે. સમજીને સરકવું એનું નામ સંસાર; જાણીને જીવવું એનું નામ જીવન અને મૂકીને મુક્ત થઈ જવું એનું નામ મોક્ષ.
આ સંસારમાં ડાહ્યો માણસ કોણ ? જે સંસારમાં રહે ખરો, પણ ધીમે ધીમે સરકતો જાય.
કો'ક વાર ચાર-પાંચ ગુંડાઓ તમને ઘેરી વળ્યા હોય અને તમે એકદમ ભાગવા જાઓ તો તમને છરો મારી દે એવી પરિસ્થિતિ હોય ત્યારે ધીમે ધીમે
પૂર્ણના પગથારે * ૨૩૩
Page #243
--------------------------------------------------------------------------
________________
વાતો કરતાં કરતાં એની પકડમાંથી તમે સરકવાનો કેવો કુશળતાભર્યો ઉપાય શોધો છો ?
એમ આ સંસારમાં પણ એ જ કામ કરવાનું છે. આપણે સંસારના એક સકંજામાં આવી ગયા છીએ. તમે એકદમ ભાગવા જાઓ તો બધાય લોકો તમારાં કપડાં ફાડી નાખે ત્યાં સુધી તમને વળગશે : “નહિ, તમે નહિ જાઓ. તમારું અમારે કામ છે.” કારણ કે રળીવળીને બધાયનાં પેટ ભરતો હોય અને ચિંતા કરતો હોય એવો વગર પગારનો નોકર ક્યાંથી મળે ? હું ઘણા વૃદ્ધ માણસોને જોઉં છું. છેલ્લી ઘડી આવે ત્યાં સુધી એ દુકાને બેસે, છોકરાઓનાં છોકરાંને રમાડતા રમાડતાં રાજી થાય અને મનમાં માને : “આ છોકરાંઓનું મારા વગર કોણ કરશે ?” પણ એ ગમારને ખબર નથી કે તું જો ચિંતામાં ઊપડીશ તો તારું કોણ કરશે?
એ ઘરનાં લોકો પણ જાણે છે કે આજના જમાનામાં બસો રૂપિયા આપતાં પણ પ્રામાણિક નોકર મળતો નથી; અને આ માણસ વગર પગારે ખાલી બે ટંક રોટી ખાઈને આખો દહાડો આપણે માટે મહેનત કરતો હોય તો એમાં શું ખોટું છે !
એટલે એ લોક તમને રાજી રાખવા જરૂર પ્રયત્ન કરે. પણ જીવે પોતે તો સમજવું જોઈએ કે “ભાઈ, હવે મારું શું ? હું આ બધું સાચવ્યા કરીશ, લોકોને મળ્યા કરીશ, વેવાણો અને વેવાઈઓને મનાવ્યા કરીશ, સગાંવહાલાંઓને બોલાવ્યા કરીશ, ગામમાં જેટલાં લગન હોય તેમાં હાજરી આપ્યા કરીશ, જેટલી મોકાણ હોય એમાં રોયા કરીશ, તો જીવન આમ ને આમ પૂરું થઈ જશે.” હા, એમ કરનાર માણસને દુનિયા બહુ ડાહ્યો માણસ ગણશે, વ્યવહારકુશળ માનશે અને કહેશે કે આને ઘણી ઓળખાણ હતી.
પણ આત્માની ઓળખ વિના આ બધી જ ઓળખ નકામી છે. આત્માની ઓળખ કરવા માટે આ મનુષ્યજન્મ જ શ્રેષ્ઠ છે, દેવોનો જન્મ પણ નહિ.
દેવો મનુષ્ય કરતાં ઘણાં સમૃદ્ધ છે : હીરાથી, પન્નાથી એ શોભતા હોય છે છતાંય દેવોનો ભવ માનવના ભવ કરતાં ઊંચો નથી.
આચાર્યશ્રી સ્વયંભવસૂરીશ્વરે દશવૈકાલિકના પ્રારંભમાં જે શ્લોક બનાવ્યો એ શ્લોક નથી, પણ જીવનમંત્ર છે.
“ધષ્ણ મંનિવડ્યું. ૩હિં રસંગમો તવો;
देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ।" અહિંસા, સંયમ અને તપ – આ ત્રણ તત્ત્વયુક્ત એવો ધર્મ એ સર્વ
૨૩૪ - જીવન-માંગલ્યા
Page #244
--------------------------------------------------------------------------
________________
મંગલોમાં ઉત્કૃષ્ટ મંગળ છે. આ ધર્મ જેના હૈયામાં વસે છે એને દેવો પણ નમન કરે છે.
એમણે કહ્યું કે બધા જ મંગળમાં પણ જો ઉત્તમ મંગળ કોઈ હોય તો તે ધર્મ છે.
આ અહિંસા, આ સંયમ અને આ તપ જેના હૃદયમાં ઊતરી જાય છે એને માણસો તો નમે, પણ દેવતાઓય નમે છે.
કરોડપતિઓ આવીને મુનિને નમે એમાં મુનિએ કાંઈ ફુલાઈ જવાની જરૂર નથી. જો ફુલાય તો એ મુનિ ગમાર છે. એણે તો વિચારવાનું છે. જે ત્યાગને એ નમે છે તે એની પાસે છે ? લોકો માણસને નથી નમતા; એણે જે ત્યાગ કર્યો છે એ ત્યાગને નમન કરે છે. એ ત્યાગ જેની પાસે છે એને બધાય નમન કરે છે.
અને દેવતાઓ નમન કરે છે એ કયા ભાવથી નમે છે ? આ માણસ ઘણી ઓળખાણવાળો છે, મોટો સત્તાધીશ છે, આને ઘણી ડિગ્રીઓ લાગેલી છે અગર તો એને ઘણી પદવીઓ મળેલી છે એટલે નહિ. એ જે નમન કરે છે એની પાછળ સદ્ભાવ છે; અહિંસા, સંયમ, તપ છે. તેને એ નમે છે.
જે માણસ અહિંસક છે એની પ્રવૃત્તિ કેવી હોય ? એના જીવનથી, એની કરણીથી કોઈનેય દુઃખ ન થાય, ક્યાંય એ હિંસાનું નિમિત્ત ન બને. તેવી જ રીતે એ મનમાંય એમ વિચારે કે મારે કોઈનું ખરાબ શા માટે કરવું જોઈએ ? અને વાણીને વાપરતાં વાપરતાં પણ એ અનેક વાર વિચાર કરે કે મારી વાણી કડવી તો નથી ને ? લોકો કારેલાંનું શાક બનાવતાં હોય તો પણ એમાં થોડો ગોળ નાખે છે – કડવાં ન લાગે એટલા માટે. તો વિચાર કરો : માણસની વાણીમાં કટુતા હોય તો સાંભળનારને કેટલું દુઃખ થાય ! એટલે જ સાચો અહિંસક મનસા વસા શર્મા નિર્દોષ હોય છે.
બીજા નંબરમાં સંયમ. આપણી પાંચેપાંચ અનિયંત્રિત ઇન્દ્રિયો રેસના ઘોડાઓ જેવી છે. એ નિયંત્રિત હોય તો જ કાબૂમાં રહી શકે છે. ઇન્દ્રિયોનો સુંદરમાં સુંદર ઉપયોગ કરવો જોઈએ.
માણસ નક્કી કરે કે મારે મારી ઇન્દ્રિયોનો સારો ઉપયોગ કરવો છે તો એ કેટલું સારું કરી શકે ! આંખથી નૈસર્ગિક સૌન્દર્યની સૃષ્ટિ મનમાં ભરી શકે, શ્રેષ્ઠ અને ઉત્તમ કક્ષાનું વાંચન કરી શકે, અને તત્ત્વજ્ઞાનના ઉમદા ભાવો મનમાં વસાવી શકે.
કાનથી કોઈનીય ગંદી વાત સાંભળીએ તો એના પ્રત્યે દુર્ભાવ કેળવાય. કોઈનુંય ખરાબ સાંભળીએ એટલે એ વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં અભાવ
પૂર્ણના પગથારે ક ૨૩૫
Page #245
--------------------------------------------------------------------------
________________
ઉત્પન્ન થઈ જાય છે, એના પ્રત્યે જે સદ્ભાવ હોય તે નીકળી જાય છે. માટે કોઈનીય મલિન વાત સાંભળવી નહિ. એના કરતાં કોઈ પ્રવચન સાંભળ્યાં હોય, જીવને પ્રેરણા આપતી કોઈ કથા સાંભળી હોય, કોઈ મહાપુરુષના જીવનમાં બની ગયેલા સાચા બનાવો સાંભળ્યા હોય તો મને કેવું સુવિકસિત બની જાય ! ખરાબ વાતો ઘણી વાર આપણા દિવસો અને રાતોને બગાડી નાખે છે, જ્યારે સૂવા જતાં પહેલાં સાંભળેલી કે વિચારેલી એક સારી વાત રાતને સુંદર ભાવોથી ભરી દે છે.
નિયમિત પ્રાર્થના કરતા હોઈએ, પ્રભુનું સ્મરણ કરી, કોઈ મહાપુરુષનું જીવનચરિત્ર વાંચી, એ સુંદર સ્મરણોમાં અને સ્મરણોમાં ઊંઘી જતા હોઈએ તો કદાચ સ્વપ્ન આવે તો એમાં પણ ભગવાનની મૂર્તિઓ, તીર્થ-સ્થળો, સંતોનો સમાગમ, પ્રકૃતિનું પર્યટન એવું બધું જ આવવાનું. કેટલાકને સુંદર સ્વપ્ન આવે ત્યારે નવાઈ લાગે કે આજે ભગવાન મને સ્વપ્નામાં દેખાયા ! એક જ દહાડો સ્વપ્નામાં ભગવાન દેખાય એવું કેમ બને ? રોજ શયતાનો દેખાય અને એક દહાડો ભગવાન દેખાય એટલે આશ્ચર્ય ન થાય તો શું થાય ? પણ રોજ ભગવાન દેખાય એવું થવા માટે સૂતાં પહેલાં પૂરી શાંતિ જોઈએ. કાનમાં સારા શબ્દો ગુંજતા હોય, આંખમાં સુંદર છબીઓનું દર્શન હોય અને પ્રાણોમાં પ્રભુતાનો પરાગ હોય તેનું નામ સંયમી જીવન.
અહિંસા, સંયમ પછી આવે છે તપ. માણસને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો તપશ્ચર્યા અનિવાર્ય છે. તપશ્ચર્યા એટલે માત્ર એકાસણું કે ઉપવાસ જ નહિ; બે કલાક પલાંઠી વાળીને બેસવું એ પણ તપ છે. “આ કામ હું કરીને જ ઊઠીશ.” એવા સંકલ્પથી તમે જે કર્યું એનું નામ અત્યંતર તપ કહેવાય. તમારી કાયાનો ઉત્સર્ગ કરી સંકલ્પબળથી એટલી વાર તમે એક આસન પર બેઠા એ આંતરિક તપ છે. દેખનારને ખ્યાલ ન આવે કે આ તપ કરે છે પણ કરનાર સાધનામાં છે એટલે અત્યંતર તપ ચાલુ છે.
જીવનમાં જેટલાં શ્રેષ્ઠ કામ કરવાનાં છે એમાં તપશ્ચર્યાની જરૂર છે. કોઈ પણ મોટું કામ તપશ્ચર્યા વિના સિદ્ધ થતું નથી. સહેલાં કામો, ખાવાપીવાનાં કામો વગર તપશ્ચર્યાએ થઈ જવાનાં. પણ દુનિયાનાં મોટાં કામો તપશ્ચર્યા વિના થયાં જાણ્યાં નથી.
અહિંસા, સંયમ અને તપ
આ ત્રણ વાત જેના હૃદયમાં હોય તેને
તો દેવતાઓ પણ નમન કરે છે.
દુનિયામાં દેવો બહુ ઉત્તમ અને મોટા કહેવાય છે. પણ દેવોને મન મનુષ્ય વધારે ઉત્તમ છે, એનું કારણ એ કે આત્મદર્શન જો કોઈ કરી શકે,
==
૨૩૬ * જીવન-માંગલ્ય
Page #246
--------------------------------------------------------------------------
________________
આત્માનો વિકાસ જો કોઈ કરી શકે અને આ દેહ દ્વારા મોક્ષ જો કોઈ મેળવી શકે તો તે એક માત્ર મનુષ્ય જ છે.
આ શરીર એ સામાન્ય વસ્તુ નથી. આ શરીરથી મોક્ષ મળે છે. આ દુનિયામાં આ શરીર જેવું ઉત્તમ સાધન એક પણ નથી. શરીરને તમે જરૂર જાળવજો પણ તે એક માત્ર સાધના માટે. “પહેલું સુખ તે જાતે નર્યા” એમ વૃદ્ધોએ કહ્યું છે તે શા માટે ? કારણ કે એ મોક્ષનું સાધન છે; મોક્ષનું સાધન બનવા માટે સમર્થ છે. એ ત્યારે બને કે જ્યારે તમારા મનમાં તમારું ધ્યેય નિશ્ચિત હોય. મૂકીને મુક્ત થવું એટલે મોક્ષ. એ મોક્ષ મેળવવા માટે મારે આ સંસારમાંથી સમજીને સરકતા રહેવું જોઈએ.
જીવ અજ્ઞાનથી આવૃત છે એટલે એ સમજીને સરકતો નથી. છેલ્લી ઘડી સુધી વસ્તુઓમાં એની મમતા રહે છે.
મને એક પ્રસંગ યાદ આવે છે. જબલપુર પાસે ધુંવાધાર કરીને એક પાણીનો ધોધ છે. એ ધોધમાં પાણી ખૂબ ઉપરથી પડે છે અને નીચે પથ્થરની મોટી મોટી જે શિલાઓ છે એના ઉપર પછડાય છે. ત્યારે પાણીની એટલી બધી ઝીણી કણ થાય કે જાણે ધુમાડો હોય એવું દૂરથી લાગે. એ દશ્ય બહુ જ મનોહર છે. એ જોવા માટે લોકો દૂરદૂરથી આવે છે.
એક વાર યુરોપથી ત્રણ મિત્રો મોટાં દૂરબીન સાથે આ જોવા આવ્યા હતા. એક ટેકરી ઉપર ચઢીને દૂરથી આવતા આ પાણીના પ્રવાહને એ જોઈ રહ્યા હતા. એ પાણીનો પ્રવાહ આવે અને આવતો આવતો પેલી કિનાર ઉપર આવે, ત્યાંથી પછડાય અને ચૂરેચૂરા થઈ વિખરાય.
એમણે દૂરબીનથી જોયું તો માણસનું એક મડદું પાણીના પ્રવાહ ઉપર તરતું તરતું આવી રહ્યું હતું. એ મડદું પાણી પર હોવાથી ફૂલી ગયું હતું, અને એના ઉપર એક સમડી તાકી રહી હતી. સમડીને પ્રલોભન થયું. લાવ, હું આમાંથી થોડું ખાઈ લઉં. એટલે અનંત આકાશમાં સ્વતંત્ર રીતે ઊડતી સમડી એ મડદાને ખાવા માટે એકદમ નીચે ઊતરી અને એ મડદા ઉપર બેસી ગઈ.
મડદું પાણીના પ્રવાહ ઉપર છે. પ્રવાહ જોરથી વહી રહ્યો છે. તો મડદુ પણ સ્થિર નથી. એ પણ પ્રવાહની સાથે તણાઈ રહ્યું છે. પણ મડદા પર બેઠેલી સમડીને બધું સ્થિર લાગે છે, કારણ કે એનું ચિત્ત ખાવામાં મગ્ન છે.
એણે તો મડદામાં ચાંચ મારી અને એનું માંસ ખાવા મંડી પડી. મડદાની ગતિ ચાલ છે ત્યાં સમડીને જરા ભાન આવ્યું અગર તો એમ કહો કે થોડો વિચાર આવ્યો; રે, આ કિનાર તો નઈ : " છે. જો હું નહિ ઊડું તો આ મડદા ભેગી પાણીમાં હું પણ સપડાઈ મરી જવાની. એણે પોતાની પાંખો તૈયાર
પૂર્ણના પગથારે જ ૨૩૭
Page #247
--------------------------------------------------------------------------
________________
કરી અને આસપાસ જોયું. હજુ કિનાર દૂર છે. હમણાં હું ઊડી જાઉં છું.
પણ ઊડવાની ભાવના કરતાં ખાવાની લાલસા બહુ જબરી હતી. સ્વતંત્રતાના આનંદ કરતાં વસ્તુઓની મમતા બહુ તીવ્ર હોય છે. તે સમડી સમજે કે ઊડ્યા વિના છૂટકો નથી. જો નહિ ઊડું તો મડદાની ભેગી હું હમણાં જ પછડાઈ જવાની. જ્યાં પાણીની કણ થઈ જાય અને ધુમાડાની જેમ થઈને ઊડે ત્યાં આ સમડીનું શું ગજું કે જીવી શકે ? પણ પેલું આકર્ષણ ? કેવું આકર્ષણ ? પેલું માંસ ખાવાનું આકર્ષણ, મમતાનું આકર્ષણ, એ એટલું તીવ્ર હતું, એવું આસક્તિવાળું હતું કે એને સત્ય સ્પષ્ટ દેખાતું નહોતું. જરાક ખાઈ લઉં એમ વિચારી ફરીથી એમાં મોટું નાખ્યું ત્યાં કિનારે આવી ગઈ અને પાણીનો પ્રવાહ, પેલું મડદું અને સમડી – સૌના ચૂરેચૂરા !
પેલા ત્રણ મિત્રોએ દૂરબીનથી આ દશ્ય જોયું. આ દૃશ્યની છાપ એમના ચિત્ત પર એટલી ઊંડી પડી કે એકે તો પોતાની આત્મકથામાં આ પ્રસંગ લખ્યો.
પ્રાણીને સ્વતંત્રતા કરતાં મમતાનું આકર્ષણ કેવું તીવ્ર હોય છે અને તે કેવો ભ્રમ ખડો કરે છે !
માણસ પણ એવો જ છે. કાળરૂપી પ્રવાહ ઉપર આ દેહરૂપી મડદામાં સમડી જેવો સ્વતંત્ર આત્મા બેઠો છે. કાળનો પ્રવાહ તો વહે જ જાય છે, કેલેન્ડરો બદલાતાં જાય છે, લોકો વર્ષગાંઠ ઊજવે છે, પણ ખરી રીતે તો ધૂંવાધારની નજીક આવતા જાય છે. ધીમે ધીમે પોતે તણાતા જાય છે પણ ઉપાય નથી. માણસ બીજાઓને મરતાં જુએ છે પણ પોતાનો વિચાર નથી કરતો.
આ જ રીતે માણસો સમડીની જેમ આ મમતાના મડદામાં ચોંટી રહ્યાં છે. એમ ન માનશો કે લોકો જાણતા નથી. બીજાને શિખામણ દેવા બેસે તો એમ જ કહે કે હવે તમે છૂટી જાઓ. પણ પોતાનો વારો આવે છે ત્યારે એ એમ કહે કે ભાઈ, મારી સ્થિતિ તો હું સમજું, કારણ કે મારાં છોકરાંઓ, મારું કુટુંબ, મારા ભાઈઓ અને મેં જે વળગાડ ઊભો કર્યો છે એ બધું એવું વિકટ છે કે એમાંથી એકદમ છૂટવું મુશ્કેલ છે.
માણસ જાગૃતિના પ્રભાતમાં પોતે પોતાની રીતે વિચાર નહિ કરે તો એની સ્થિતિ એ થવાની જે સમડીની છેલ્લી ઘડીએ થઈ. કાળના પ્રવાહમાં માણસ તણાઈ જવાનો. કાળનો પ્રવાહ વાટ જોઈને ઊભો રહેતો નથી. એને એ વિચાર નથી આવતો કે આ માણસને થોડું કામ બાકી રહી ગયું છે તો પૂરું કરે ત્યાં સુધી રોકાઈ જાઉં. કાળ તો ઝડપથી વહી જ રહ્યો છે.
હું કો'ક વાર સંસ્મરણોની યાત્રામાં જૂનાં સંભારણાંને યાદ કરું છું ત્યારે મને થાય છે કે એ દિવસોમાં જે જન્મ્યા હતા એ આજે યુવાન થઈ ગયા છે,
૨૩૮ જીવન-માંગલ્ય
Page #248
--------------------------------------------------------------------------
________________
જે યુવાન હતા તે વૃદ્ધ થઈ ગયા છે અને જે વૃદ્ધ હતા એ સ્વર્ગે સિધાવી ગયા છે. કાળ માણસને કેવી રીતે માપી રહ્યો છે; કાળ વહી રહ્યો છે છતાં માણસના મનમાં મમતાનું એક ખેંચાણ એવું પડ્યું છે કે એને કારણે એ પૂર્ણ રીતે જાગતો જ નથી. હા, કદીક એ જાગી જાય છે, કદીક કદીક એ સારા વિચારો પણ કરી નાખે છે પણ ફરીથી પેલું આવરણ આવીને એના ઉપર એવું બેસી જાય છે કે પાછો એ રાગદ્વેષના કીચડમાં ખૂંચી જાય છે.
માણસના મન ઉ૫૨ મમતા એવું આવરણ લાવીને નાખે કે એક વાર જાગ્રત બનેલ આત્મા પણ પાછો ભુલભુલામણીમાં ફેંકાઈ જાય છે. એવો ભુલભુલામણીમાં ફેંકાય કે એક વખત નિવૃત્ત થયેલા આત્માને પણ પાછું પ્રવૃત્તિનું જોતરું વળગી જાય છે અને એ પ્રવૃત્તિના જોતરામાં ખેંચાતો જાય છે. અને પછી તો એમાં એવો અટવાય છે કે પોતાને માટે એક કલાક કાઢવો હોય તો પણ એ કાઢી ન શકે.
જ્ઞાનીઓ પૂછે છે “આ માનવદેહ જેને દેવતાઓ નમન કરે છે, એવા માનવદેહને તું માત્ર આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં પૂરો કરી નાખીશ ? આ માનવદેહ જે દેવદુર્લભ છે, એવા આ માનવદેહને માત્ર તું થોડું ધન ભેગું કરવામાં, થોડાં મકાનોનો સંગ્રહ કરવામાં, થોડી પદવીઓ લેવામાં અને થોડીક વાહવાહ કહેવડાવવામાં સમાપ્ત કરીશ તો જીવનના સમગ્ર દુ:ખનો નાશ કરનાર અને પરમસુખની પ્રાપ્તિરૂપ મોક્ષ (કર્મરહિત અવસ્થા)ને ક્યારે મેળવીશ ?" આત્મદર્શન આ મૂળવસ્તુની મહત્તા સમજાવે છે; રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર ભૌતિક વસ્તુઓ તરફ દૃષ્ટિ રાખે છે; જ્યારે આત્મશાસ્ત્ર પારમાર્થિક સત્યને લક્ષ્યમાં રાખે છે. અહીં જ આ ભેદરેખા દેખાય છે.
આત્માશાસ્ત્રના પરિશીલનથી ચિત્તમાં શાંતિનો, બુદ્ધિમાં વિવેકનો અને હૃદયમાં સંતોષનો ઉદય થાય છે.
ચિત્તને શાંતિની જરૂર છે. “પ્રશાન્તસ્ય ત: સુદ્રમ્'' અશાન્તને સુખ ક્યાંથી ? એ ખાવા બેસે તો ખાવામાંય એને આનંદ નહિ. અશાન્તિથી ખાનારના મોઢા ઉપર જે આનંદ ન હોય તે ઘણી વાર શાન્ત તપસ્વીના મોઢા ઉપર હોય છે. એનું કારણ એ કે એને ખાવાનું નથી પણ ચિત્તમાં શાંતિ તો છે જ. ચિત્તમાં શાંતિ ન હોય એવા કોઈ તાજમહાલની પાર્ટીમાં જઈ આવેલાને પૂછો કે તમે શું ખાઈને આવ્યા ? તો કહેશે ભૂલી ગયો, કારણ કે એ ધમાલમાં પડેલો હતો, એવી પરિસ્થિતિમાં વસ્તુનો આસ્વાદ એ ક્યાંથી માણી શકે ? પણ આવો અશાંત, ધમાલિયો આસ્વાદને માણી નથી શક્યો એટલા માત્રથી એને
પૂર્ણના પગથારે * ૨૩૯
—
Page #249
--------------------------------------------------------------------------
________________
અનાસક્ત ન કહેવાય. આસક્તિ તો છે, પણ અવકાશ નથી.
સુખ વસ્તુમાં નથી, તમારા ચિત્તમાં છે. એ ચિત્તમાં જો શાંતિ ન હોય તો દુનિયાની સમગ્ર વસ્તુઓ આપી દેવામાં આવે તો પણ સુખી બની શકતો નથી. એટલે થોડી વસ્તુઓ ભલે મળે પણ તમે પ્રાર્થના એ કરો કે શાંતિ મળે.
કેટલાક માણસોની એવી માન્યતા હોય છે કે હું નહિ હોઉં તો આ બધાનું શું થશે. અને આમ માની ધમાલ અને ધાંધલ કરતા હોય છે. પણ લખી રાખજો કે તમે નહિ હો તો જગત વિધુર નથી બની જવાનું. જગત તો એમ જ ચાલ્યા કરવાનું છે. કોઈ એમ માનતો હોય કે હું નહિ હોઉં તો શું થશે ! અરે ભાઈ ! તું નહોતો તો પણ જગત ચાલતું હતું અને તું નહિ હોય તો પણ જગત ચાલવાનું છે. મોટા મોટા રાજાધિરાજ ચાલ્યા જાય તો પણ રાજ્યના કારભાર બંધ થતા નથી, તો ઘરનો એક માણસ ચાલ્યો જાય તો શું થવાનું છે ?
એટલે કોઈ પણ બાબતમાં બહુ ધમાલ કરવાની જરૂર નથી. એક જ નિર્ણય કરવાનો કે મારે જે કાંઈ પ્રવૃત્તિ કરવાની છે એ બહુ શાંતિથી કરવાની છે. કોઈ tensionની જરૂર નથી. અને એ શાંતિનું જીવન જેટલી ક્ષણો જીવાય, જેટલા કલાકો જીવાય અને જેટલાં વર્ષો જીવાય એ જ તમારું જીવન છે; બાકી બધું તો માત્ર જીવન પૂરું કરવાનું.
યોગીરાજ શ્રી આનંદઘને તો ગાયું : “આઠ પહોર કી ચોસઠ ઘડિયાં, દો ઘડિયાં તેરી સાચી;
પ્રભુ ! ભજ લે મેરો દિલ રાજી.” રાત-દિવસ મળી આઠ પ્રહર છે એમાં જો સાચી ઘડીઓ હોય, શાંતિની ઘડીઓ હોય તો તે બે છે : જેમાં પ્રભુને ભજતો ભજતો હું તને રાજી કરે છે, અંદરવાળાને રાજી કરે છે; દેહ નહિ, મન નહિ, મગજ નહિ પણ અંદરનાને રાજી કરવાનો છે.
મેં એવા માણસોને પણ જોયા છે જે બજારમાંથી પૈસો ખૂબ કમાઈને આવ્યા હોય છતાં રાજી ન હોય. અંદર બેઠેલો કહે કે, તું ક્યાં કમાય છે? તેં તો લૂંટ કરી છે, બીજાને છેતરી નાખ્યો છે. ખીસાં તર હોય પણ જીવ અંદર બળ્યા કરતો હોય. અંદર એમ થાય કે મેં આ શું કરી નાખ્યું ?
એને રાજી કરવો એ જુદી વાત છે. એક ગરીબ માણસ હતો. બહુ જ વૃદ્ધ હોવાથી કંઈ કામ નહોતો કરી શકતો. જરૂર પડે ત્યારે કોઈની પાસે માગી લેતો. એક દિવસ સવારના એ ચાલ્યો જતો હતો. એને કકડીને ભૂખ લાગી.
૨૪૦ * જીવન-માંગલ્ય
Page #250
--------------------------------------------------------------------------
________________
સામેથી એક માણસ આવતો હતો. એનું ખીરું બહુ મોટું હતું. એમાં ચણા ભરેલા હતા. આણે એની પાસે માગણી કરી. પેલાએ કહ્યું કે મારી પાસે બીજું તો કંઈ નથી. માત્ર ખીસામાં ચણા છે.” એણે હસીને કહ્યું, “ભાઈ ! ભૂખ્યાને બીજું શું જોઈએ ?” એટલે એણે મૂઠી ભરીને ચણા આપ્યા. એ ચણા લઈને એની ઝૂંપડીમાં ગયો અને ખાવા બેઠો. જોયું તો એની અંદર એક ગીની આવી ગઈ હતી ! આપનારના ખીસામાં ગીની હશે તે ભૂલથી ચણા ભેગી આવી ગઈ.
એણે ચણા ખાધા અને ગીની કપડાના છેડામાં બાંધી રાખી મૂકી. એને રાતના સૂતાં સૂતાં વિચાર આવ્યો : પેલા સજ્જને ચણા આપેલા, ગીની જાણીને તો નથી જ આપી. ભૂલથી ગીની આવી ગઈ છે. આ ગીની રાખી લઉં તો મહિનાઓ સુધી મારે ચણા નહિ માગવા પડે. પણ અંદરથી આત્મા કહે છે કે આ તો એક જાતની ચોરી છે, અન્યાય છે. એણે તને આપ્યું નથી છતાં તારે રાખી લેવું છે ? ભલમનસાઈનો આવો દુરુપયોગ !
આખી રાત એ અશાંતિમાં સૂતો સૂતો વિચાર કરતો રહ્યો : મન કહે કે રાખી લે, આત્મા કહે કે પાછી આપી દે; મને કહે કે તારો મહિનો સારો જશે, આત્મા કહે છે કે મહિનો તારો બગડી જશે. મને કહે કે આટલો પૈસો વારંવાર તને ક્યાં મળવાનો છે ? પણ આત્મા કહે છે કે આવા અન્યાયના પૈસાથી તું સુખી ક્યાં થવાનો છે ? આમ રાતભર ઘર્ષણ ચાલ્યા જ કર્યું !
આવો વિવેક કોને જાગે ? જાગ્રત હોય તેને. જેનો આત્મા બુદ્દો બની ગયો છે અગર તો આવરણ વડે પોતાની જાતને ગુમાવી નાખી છે તેને તો આ પ્રશ્નો ઊઠતા જ નથી. જે જાગ્રત છે, જેને આવું ઘર્ષણ ઊભું થાય છે એને જ એ શુદ્ધિ દ્વારા પૂર્ણતા તરફ લઈ જાય છે.
આ વૃદ્ધ સારી રાત ચિન્તનમાં વિતાવી, પ્રભાતે એ નિર્ણય સાથે ઊઠ્યો અને પેલા સજ્જનની શોધમાં નીકળી પડ્યો. જે ઠેકાણે એ સવારે ફરવા આવતો અને જે બાંકડા ઉપર બેસતો ત્યાં ગયો. જોયું તો પેલા સજ્જન બેઠો હતો. “લો ભાઈ, આ તમારી ગીની.” પેલો આશ્ચર્ય પામી ગયો. “ગીની ! ક્યાંથી લાવ્યા ?” કહ્યું, “તમે મને કાલે ચણા આપ્યા એની ભેગી આ ગીની આવી છે.” પુત્રના સગપણ પ્રસંગે આવેલી ગીની એના ખીસામાં જ રહી ગયેલી. એણે આશ્ચર્યથી પૂછ્યું : આવી ગરીબી છે છતાં તમને ગીની પાછી આપવાનું મન કેમ થયું ?”
એણે કહ્યું : “મારા ઘરમાં કજિયો થયો. એક કહે, “રાખો' બીજો કહે, આપી દો'. પેલા ભાઈએ પૂછ્યું : “તમે તો કાલે કહેતા હતા કે હું એકલો જ છું અને મારી ખબર કાઢનાર કોઈ નથી. અને હમણાં કહો છો કે ઘરમાં
પૂર્ણના પગથારે * ૨૪૧
Page #251
--------------------------------------------------------------------------
________________
કજિયો થયો, તો કજિયો કોની સાથે થયો ?”
વૃદ્ધના ગાલ ઉપર પ્રસન્નતાની સુરખી આવી. “ઘર એટલે શરીર. અને કજિયો મન અને આત્મા વચ્ચે. એ બેને કજિયો થયો. મન રાખવાનું કહેતું હતું, અને આત્મા આપવાનું કહેતો હતો. આખી રાત કજિયો ચાલ્યો. એમાં આત્માનો વિજય થયો, મનને હરાવી દીધું એટલે આ ગીની આપવા હું આવ્યો
પેલા માણસને થયું : આવા માણસનો સંગ મને કામનો છે. બોલ્યો : “હવે તમારે કોઈ ઠેકાણે જવાની જરૂર નથી. બે ટંક આવીને મારી સાથે જમો, કલાક બે કલાક આવી જ્ઞાનગોષ્ઠિ કરો. તમારી વાણીનો, તમારા સત્સંગનો મને સંગ કરવા દો. મારો અતિથિસત્કાર સફળ થઈ જશે.”
- એવા માણસો આપણી પડખે જોઈએ, જેમનામાં મન અને આત્મા વચ્ચેનો વિવેક હોય, ઘર્ષણમાં આત્માનો જ વિજય હોય, આંતરિક વિજયનો આનંદ હોય.
તમને પણ એ અનુભવ નથી થયો કે જે દિવસે સારું કામ કરીને આત્મા હસી જાય છે તે દિવસનો આનંદ એ જિંદગીનો મોટામાં મોટો આનંદ હોય છે ? એ આનંદ મેળવવા માટે જ સમગ્ર જીવનનો પ્રયત્ન છે.
ઘણી વાર ધન-વૈભવ મળી જાય છતાં માયલો રાજી નથી થતો. માયલાને રાજી કરવો એ સહુથી કઠિન વાત છે. બીજા બધાયને સમજાવી શકીએ પણ એ નથી સમજતો, કારણ કે એ સૌથી વધારે સમજે છે – બીજા બધા જે સમજે છે એના કરતાં એ વધારે સમજે છે. સર્વજ્ઞ કોટિનો હોય તો તે આત્મા છે. તમારી દલીલો, તમારા તર્ક, તમારી સમજણ, એને સમજાવી શકતાં નથી. અંદર છે એને સમજાવવા માટે તો પોતે પોતાની મૂળ અવસ્થામાં આવો તો જ એ સમજીને રાજી થાય છે.
એટલે આનંદઘનજીએ લલકાર્યું : “પ્રભુ ભજ લે મેરો દિલ રાજી !”
પ્રભુ ! હું જ્યારે તમારી સાથે એકાકાર બનું છું તે જ સાચી અને સફળ ઘડીઓ છે. તો આપણું જીવન કેલેન્ડરથી નથી મપાતું, આવી ઘડીઓથી મપાય છે. અને જીવન વર્ષોથી નહિ, પણ આવી સુખદ અને આનંદમય પળોથી ધન્ય બને છે. * એવી નોંધપોથી હોય તો કેવું સારું કે જેમાં સંતોના સમાગમની મીઠી યાદ હોય, પ્રવચનની ટૂંકી નોંધ હોય, દાન દઈને તમે ઔદાર્યનો ઉત્સવ માણ્યો હોય એનું શુભ સ્મરણ હોય. કંઈક ઢળતી સાંજે અગર ઊઘડતા પ્રભાતે તમે એ નોંધપોથી લઈને બેસો અને વાંચતા વાંચતાં અનુભવો કે મારા જીવનની
૨૪૨ જીવન-માંગલ્ય
Page #252
--------------------------------------------------------------------------
________________
કિતાબમાં કેવા સુંદર પ્રસંગો પ્રતિષ્ઠા પામી ગયા ! એ સુંદર પ્રસંગો એ જ સાચું જીવન છે. એની યાદ પણ અભુત આનંદ છે; જેમાં જીવન યાદગાર બને છે.
જીવનમાં યાદ કરવા જેવું શું છે એ આપણે સમજવાનું છે. યાદ કરવા જેવું – આ શાંતિ, આ સંતોષ અને આ તૃપ્તિ – એ જ જીવનનાં મહત્ત્વવાળાં સાર્થક ઉત્તમ તત્ત્વો છે.
આત્માનું દર્શન થાય પછી અર્થશાસ્ત્ર, ભોગશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર – એ બધાંય શાસ્ત્રો આત્મશાસ્ત્ર આગળ સામાન્ય શાસ્ત્ર લાગે છે.
બધાં જ દર્શનો અને શાસ્ત્રોમાં સમ્રાટનું સ્થાન ભોગવતું હોય તો આ આત્મદર્શન છે, આ આત્મશાસ્ત્ર છે.
આ આત્મદર્શન કરવા માટે આ ત્રણ ભૂમિકા છે. જે સંસારમાં તમે છો એમાંથી સમજીને સરકવું એનું નામ સંસાર. ધીરે ધીરે સરકતા જાઓ, સમય આવે એટલે કહો “આ નીકળ્યો ! ચાલો !” આને સમજીને સરકવાનું કહેવાય. ભલે તમે એકદમ ન સરકી શકો પણ સરકવાનું છે એ ભૂલશો નહિ.
ગાડી જ્યારે રિવર્સમાં લેવાની હોય ત્યારે ડ્રાઇવર કેવો સાવધાન હોય છે ! કારણ કે એને ગાડી ગલીમાંથી બહાર કાઢવી છે. એમાં આ સંસારરૂપી સાંકડી ગલીમાં જો તમે ભરાઈ ગયા હો તો સમજીને સરકતા જવું. બીજો વિચાર તે જાણીને જીવવું. જેટલું જીવન જીવો એ જાણીને જીવો. જાણીને જાગૃતિથી જીવવું એનું નામ જ જીવન; અને ત્રીજો વિચાર તે મમતાને મૂકી જીવનમુક્ત થવું એનું નામ જ મોક્ષ છે.
જીવનદર્શન કરવું હોય તો આ ત્રણેય વસ્તુને વિચારવી પડશે. સમજીને સરકનાર, જાણીને જીવનાર અને મમતાને મૂકી મુક્ત બનનાર જ પરમસુખને પામી શાંતિમાં પ્રતિષ્ઠિત થાય છે. •
પૂર્ણના પગથારે ૨૪૩
Page #253
--------------------------------------------------------------------------
________________
૫. સમ્યગદર્શન
મગદર્શન અને મિથ્યાદર્શન એ
કોઈ સંપ્રદાયનાં નામ નથી અને એવો એ કોઈ પંથ નથી કે અમુક વ્યક્તિને હું માની લો એટલે સમ્યગુદર્શન અને અમુકને
નહિ માનો એટલે મિથ્યાદર્શન. મિથ્યાદર્શન એ શબ્દ જ બતાવી આપે છે કે એ ખોટું દર્શન છે, એ ભ્રમવાળું દર્શન છે, એ મિથ્યાદર્શન છે. મિથ્યાત્વ મટી જાય અને
સાચું દર્શન પ્રાપ્ત થાય એનું નામ ૧ સમ્યગુદર્શન.
સમ્યગુદર્શન એટલે શું ? આ શરીરમાં એક એવું પ્રકાશમય તત્ત્વ પડ્યું છે જે તત્ત્વ – જો સાધના કરે તો – ઊંચામાં ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરી શકે અને પરમાત્મા બની શકે. દુનિયામાં જે મહાત્માઓ બન્યા, પ્રગતિશીલ સંતો બન્યા અને વિશ્વના કલ્યાણમાં જેમણે કાંઈક ફાળો આપ્યો એવા પ્રકાશવંતા શક્તિશાળી માણસો આમાંથી જ બન્યા. પણ બન્યા છે ક્યારે ? આત્માનો વિકાસ કરતા ગયા
૨૪૪ * જીવન-માંગલ્ય
Page #254
--------------------------------------------------------------------------
________________
ત્યારે. એ મહાત્મા બની ગયા તો હું મારા આત્માને એવો શા માટે ન બનાવું? જેવો આત્મા બીજામાં છે એવો જ આત્મા મારામાં પડેલો છે એ જાતનું
જ્યારથી જ્ઞાન થાય, જ્યારથી એવી દૃષ્ટિ ઊઘડે, જ્યારથી આ આત્મતત્ત્વનું જ્ઞાન અનુભવમય થાય ત્યારથી સમ્યગ્દર્શનનો પ્રારંભ થાય છે.
એ સમ્યગદર્શન પૂળ રીતે દુનિયામાં કેવી રીતે ઊતરે છે એ જુઓ. પોતાનું દર્શન થયા પછી દેવનું, ગુરુનું અને ધર્મનું દર્શન થાય છે.
લોકો કહે છે દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખો. પણ પહેલાં પોતાને પોતાનામાં શ્રદ્ધા ઉત્પન્ન થવી જોઈએ. એમ થાય તો પછી દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા થાય. જેને પોતાના ઉપર જ શ્રદ્ધા નથી એ દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા પણ કેવી રીતે મૂકવાનો ?
એટલે પહેલાં તો તારું દર્શન તને થવું જોઈએ : “હું આત્મા છું, હું ચૈતન્ય છું, હું મરી જનારો નથી, હું જડ નથી. મારા તત્ત્વનું અસ્તિત્વ જડથી ભિન્ન છે. દુનિયાનાં સાધનોના વિકાસમાં નહિ પણ દુનિયાનાં સાધનોના વિકાસમાં મારો વિકાસ રહેલો છે.”
આ ઉપરથી તમને લાગશે કે વ્યક્તિગત ભૌતિક સાધનોનો જેટલો જેટલો વિકાસ થતો જાય તેટલો તેટલો આત્માનો હ્રાસ થતો જાય છે.
ભૌતિક દૃષ્ટિ અને આધ્યાત્મિક દૃષ્ટિ વચ્ચે અંતર છે. ભૌતિક દૃષ્ટિ એમ બતાવે છે કે સાધનોની વૃદ્ધિ એ ખરેખરી પ્રગતિ છે. જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિ સૂચવે છે કે ભૌતિક સાધનો મળતાં જાય તેમ આત્મા સાધનોમાં અટવાતો જાય છે. સમૃદ્ધિ વધતી જાય એમ એક રીતે જુઓ તો આત્માનો તો હ્રાસ થતો જાય છે, કારણ કે જેટલાં પરના સાધન વધારે થવાનાં એટલી સ્વની સાધના ઓછી થવાની.
કોઈ એમ કહે કે આ માણસ પાસે ખૂબ પૈસો છે, એની સત્તા વિશાળ છે, ડિગ્રીઓ અનેક છે, મોટી પદવીઓ છે એટલે એણે આધ્યાત્મિક સાધના કરી હોવી જોઈએ – તો એની સાથે હું સંમત નહિ થાઉં, ભાઈ ! આ બધાં લક્ષણો એ આધ્યાત્મિક સાધનાનાં નહિ, ભૌતિક સાધનાનાં છે.
આધ્યાત્મિક સાધના શું છે ? એ આવે એટલે ભૌતિકતા છૂટી જ જાય. નંદીવર્ધને મહાવીરને કહ્યું કે આવું રાજ્ય જેવું રાજ્ય છોડીને તમે ક્યાં ચાલ્યા ? અને આવો વૈભવ છોડીને તમે જંગલમાં શાને જાઓ છો ? ભગવાન મહાવીરે કહ્યું : “હે નંદીવર્ધન ! જે દુનિયાનું રાજ્ય સાચવવા બેસી જાય છે એ આત્મા ઉપર કદી રાજ્ય કરી શકતો નથી. અને હું આત્માનું રાજ્ય મેળવવા માટે આવ્યો છું, દુનિયાનું રાજ્ય મેળવવા નહિ. આ રાજ્ય સામે પીઠ ફેરવીશ
પૂર્ણના પગથારે જ ૨૪પ
Page #255
--------------------------------------------------------------------------
________________
તો જ પેલું રાજ્ય મેળવી શકીશ. આ રાજ્ય અને તે રાજ્ય, બંને સાથે રાખી કોઈપણ માણસ મોક્ષ મેળવી શકતો નથી.”
કોઈ એમ કહેતું હોય કે માણસની પાસે પૈસો હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય એનાથી કલ્યાણ થાય છે, તો એ ભૂલ છે. આ સાધનો માત્ર પુણ્યના એક ચમકારરૂપે આવે છે. એને તમે ધ્યેય ગણી નાખો, સાધ્યરૂપે ગણી નાખો તો જીવનનો એક ભ્રમ બની જાય. જીવનની આ ભ્રમણા એ જ મિથ્યાત્વ છે.
સાચી દષ્ટિ પ્રાપ્ત થતાં તમને નવું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. માનો કે તમે ધર્મ કરતા હો અને તમારી પાસેથી પૈસો ચાલ્યો જાય; તમે કોઈ સત્તાધીશ હો અને ધર્મ કરતાં કદાચ તમે સત્તા ઉપરથી ઊતરી પણ જાઓ; તમે ધર્મ કરતા હો અને તમારી પ્રતિષ્ઠાને લોકો એકદમ ઝૂંટવી લે અને તમારા ઉપર કીચડ ઊડે, તેમ છતાં પણ તમને એમ થાય કે આ બધું જે થયું એને અને મારા આત્માને કાંઈ લાગતુંવળગતું નથી. પ્રતિષ્ઠા, કીર્તિ, ધન, પ્રસિદ્ધિ, વાહવાહ એ બધાંય ભૌતિક દુનિયાના પદાર્થો છે. અને આ બધું જવા છતાં આત્માનું સત્ત્વ તલમાત્ર ઓછું થતું નથી.
સાધકે સાધનાકાળમાં કોઈ કારણે કલંકિત બનવું પડે તો કલંકિત પણ બને, પણ કલંકિત ન બને એટલા ખાતર ધર્મને છોડી દેવો, આત્માની વાત છોડી દેવી એવો વિચાર સાચો સાધક ન જ કરે.
ઝાંઝરિયા મુનિ અસત્યની સામે જો નમી ગયા હોત, દુનિયાની વાહવાહમાં આવી ગયા હોત તો શું થાત ? પણ તેઓ અસત્ય સામે નમ્યા નહિ. એમણે તો કહ્યું કે લોકો જોડા મારે તો પણ શું થઈ ગયું ? મારો આત્મા સત્ત્વની ઉપાસનામાં અચલ છે.
જેને આત્મદૃષ્ટિનું ભાન થાય છે અને એટલો જ ખ્યાલ આવે કે આ દેહ તો માત્ર એક કવર છે, એમાં રહેલો કાગળ જુદો જ છે. કવર અને કાગળ એ જુદાં છે એ સમજવું બહુ મુશ્કેલ છે. મોટા ભાગના માણસોને તો આ દેહ એક કવર છે અને અંદર એક કાગળ છે એવો કોઈ ખ્યાલ જ નથી.
૧૫ પૈસાના કવરમાં લાખ રૂપિયાનો ચેક પડ્યો હોય, તેથી કાંઈ પેલા ૧૫ પૈસાના કવરની કિંમત લાખ રૂપિયા થતી નથી; કિંમત તો પેલા લાખ રૂપિયાના ચેકની છે.
એવી રીતે જ્ઞાનીઓએ કહ્યું કે આ દેહ છે એ તો એક ૧૫ પૈસાનું પરબીડિયું છે. એમાં જે ચેક પડ્યો છે એની જ કિંમત છે. ચેકને ઓળખવાની જે દૃષ્ટિ છે એનું નામ સમ્યગદર્શન.
જેને આ ખ્યાલ આવી જાય એ કવરને એવી રીતે ફાડે કે કવર ભલે
૨૪૬ * જીવન-માંગલ્ય
Page #256
--------------------------------------------------------------------------
________________
ફાટે, પણ ચેક ન ફાટે. કુશળ વ્યાપારી કવરને ગમે તે બાજુથી ફાડી નાખે. એને લાગે કે ચેક ફાટી જાય એમ છે તો બીજી બાજુથી ફાડે, વચ્ચેથી ફાડે, જરૂર પડે તો આખું કવર ફાડી નાખે; એને ચેક સાચવવો છે, કવરની સાથે કોઈ જ સંબંધ નથી.
આ દૃષ્ટિ મળતાં તમને થશે કે મારા આત્માને જાળવીને હું આ શરીરની પાસેથી કામ લઉં. શરીર એક કવર તરીકે જરૂર કામનું છે. આ કવરની મહત્તા હોય તો એટલા પૂરતી જ કે એ પેલા ચેકને એક ગામથી બીજે ગામ પહોંચાડવાનું કામ કરે છે. આ શરીરની મહત્તા પણ એટલી જ છે. આ આત્માને મોક્ષ સુધી પહોંચાડવાનું એ સાધનનું કામ કરે છે.
આ દૃષ્ટિ આવ્યા પછી તમારું શરીર ગમે ત્યાં હોય; મંદિરમાં હોય કે મસાણમાં, પણ તમે જાગતા છો. તમે જાણો છો કે આ તો ઉપરનું એક કવર છે. અંદરનો ચેક હું કોઈ જુદો જ છું.
ધર્મી આત્મા કોને કહેવાય ? જેના અંતરની આ દૃષ્ટિ ખૂલી હોય.
મને ઘણા કહે કે દેવ ઉપર, ગુરુ ઉપર અને ધર્મ ઉપર મને ખૂબ શ્રદ્ધા છે. હું એમને પૂછું : “એવી જ જો શ્રદ્ધા હોય તો મુસલમાનને પણ એના ઈમામમાં શ્રદ્ધા હોય છે, એને પણ એની મસ્જિદમાં શ્રદ્ધા હોય છે અને એને પણ એની નમાજમાં શ્રદ્ધા હોય છે. એમાં અને સમ્યગ્ દૃષ્ટિમાં ફેર શું ?”
પણ ના. ત્યાં આત્માની શ્રદ્ધા નથી, અહીં આત્માની શ્રદ્ધાથી શરૂઆત થાય છે.
આચારાંગ સૂત્રમાં પહેલી વાત એ બતાવી કે, “એને યા” – તું પહેલાં આત્માને, એકને જાણ. એને જાણી લીધા પછી, એને સમજ્યા પછી, એનું જ્ઞાન થાય પછી પ્રાણીમાત્રમાં તારા જેવા આત્માનું દર્શન થશે : એના નાના શા દુઃખનું પણ તને સંવેદનામાં સ્પર્શન થશે. પછી હિંસા તો સંભવે જ કેમ ?
એટલે દેવ, ગુરુ અને ધર્મ શું થયાં ? સાધ્ય નહિ, સાધન થયાં, નિમિત્ત થયાં, સાધ્ય કોણ ? આત્મા પોતે. કોઈ માણસને નિસરણી ઉપર ચઢવું પડે છે, શા માટે ? ઉપર આવવા માટે. એટલે નિસરણી શું થઈ ? એક સાધન થયું. એ સાધન જો ન હોય તો ઉપર ન આવી શકે. સાધન મહત્ત્વનું છે – inevitable છે. એ અનિવાર્ય – indispensable ખરું, પણ તમે ઉપર આવી ગયા પછી એનું કાર્ય પૂરું થયું.
એમ દેવ, ગુરુ અને ધર્મ મોક્ષ પામવામાં એક મહત્ત્વનું સાધન છે, નિસરણી છે. પણ પહોંચવાનું કોને ? સાધકને પોતાને. એટલે કહ્યું કે આત્માની ઓળખથી સમ્ય દર્શનનો પ્રારંભ થાય છે.
પૂર્ણના પગથારે ૨૪૭
Page #257
--------------------------------------------------------------------------
________________
ઘણે ઠેકાણે એમ કહેવામાં આવે કે દેવમાં શ્રદ્ધા રાખો, ગુરુમાં શ્રદ્ધા રાખો. ધર્મમાં શ્રદ્ધા રાખો. પણ ભાઈ ! શ્રદ્ધા રાખનારો કોણ ? એને તો ઓળખો. શ્રદ્ધા શા માટે રાખવી એ આપણે જાણવું પડશે. શ્રદ્ધા રાખીને મેળવવાનું શું એ આપણે સમજવું પડશે. આ વસ્તુઓ જો આપણને સમજાય નહિ તો મૂળ વાત એ છે કે શ્રદ્ધા રાખે અને એ શ્રદ્ધાના નામે ઝઘડા કરે; શ્રદ્ધા રાખે અને એ શ્રદ્ધાના નામે રાગદ્વેષ વધારે. એટલે શ્રદ્ધા તો છે પણ શ્રદ્ધા શા માટે રાખવી એ વાત ભુલાઈ ગઈ.
નાનપણમાં તમે આ વાત સાંભળી હશે. કોઈ એક ભોળો આદમી માલ લઈને જતો હતો ત્યાં રસ્તામાં એને ચોર મળ્યા, એને લૂંટ્યો. માલ બધો જ લૂંટાઈ ગયો. જ્યારે એ ઘેર આવ્યો ત્યારે લોકોએ એને પૂછ્યું કે તારો બધો માલ ચોરાઈ ગયો છતાં તું હસે છે કેમ ? તો કહે કે ચોરો કેવા મુર્ખ ! માલ લૂંટટ્યો છે પણ ભરતિયું તો મારી પાસે પડ્યું છે. એ વેચશે કેમ ? એમને ભાવની ખબર પડશે કેમ ?
આ વાત સાંભળીને તમે કોઈક વાર હસ્યા હશો. પણ ખરેખર, જીવ એમ જ માને છે કે મારી પાસે શ્રદ્ધારૂપી ભરતિયું છે. પેલો ભોળો માણસ જેમ ભરતિયાને પકડીને બેઠો છે એમ આ માણસો શ્રદ્ધાને પકડીને બેઠા છે. પણ એકલી શ્રદ્ધા શું કામ લાગવાની ? શ્રદ્ધા શા માટે રાખવી એ એક પ્રશ્ન છે. જ્યાં સુધી એનો નિર્ણય ન કરો, એ માટેનો તમને અનુભવ ન થાય, એની અનુભૂતિનો સ્પર્શ ન થાય ત્યાં સુધી એ શ્રદ્ધા માત્ર ભરતિયાને વળગી રહેવા બરાબર જ છે. એવી શ્રદ્ધાને નામે માત્ર અજ્ઞાન અને મિથ્યાત્વ પોષાઈ જાય છે.
સંપ્રદાયો અને વ્યક્તિઓની શ્રદ્ધાથી માનવી ધર્મથી વંચિત થાય છે. તીર્થથી વંચિત થાય છે અને સાચા સાધુઓથી વંચિત થાય છે. કહે છે કે મને તો અમુક દેવ, ગુરુ અને ધર્મ પર શ્રદ્ધા થઈ ગઈ. જેવી રીતે સુની શિયા પાસે ન જાય અને શિયા સુન્ની પાસે ન જાય એમ આ શ્રદ્ધાને નામે એક સંપ્રદાય, એક પંથ અને એક વ્યક્તિને વળગી રહે પછી માણસની જીવનદૃષ્ટિમાં વિશાળ અભાવ આવી જાય છે. જીવનનું એ સત્યાનાશ વાળી નાખે છે. સાધના કરવાનો આ એક જ ભવ છે. એમાં વિકાસહીન અને વિશાળતાહીન જીવન કેમ પાલવે ? સંપ્રદાયની તુચ્છતામાં જીવન પૂરું થયું તો ન પૂરી શકાય તેવું નુકસાન પોતાના આત્માને જ થવાનું છે.
ચક્રવર્તીનાં સુખ ભોગવવા માટે બીજો ભવ મળે પણ ખરો, દેવલોકમાં તો તિર્યંચમાંથી પણ જવાય છે પણ મુક્તિ પામવા તો સાધન-સામગ્રીપૂર્ણ આ જ એક ઉત્તમ મનુષ્યજન્મ છે. બીજું એવું કોઈ સ્થાન નથી કે જ્યાંથી મોક્ષ
૨૪૮ * જીવનમાંગલ્યા
Page #258
--------------------------------------------------------------------------
________________
જવાતું હોય. અનુત્તર વિમાનમાં ગયેલા કે જેને મોક્ષ બહુ નજીક છે તેવાઓને પણ સાધના કરવા માટે આ માનવજન્મમાં આવવું પડે છે !
આ માનવજન્મમાં આપણા વિકાસનો વિચાર કરવાને બદલે આવી આવી અજ્ઞાન શ્રદ્ધામાં જીવન પૂરું થઈ જાય તો આપણે જે મેળવવું છે, દૃષ્ટિ જે રીતે ખીલવવી છે અને આત્મઅવબોધ કરી સાધના દ્વારા આ એક જન્મમાં આપણે જે કામ કરી લેવાનું છે તે રહી જશે.
સાંજે લગ્ન હોય અને તમારે બધી જ તૈયારી કરવાની હોય તો તમે એ દિવસનો ઉપયોગ કેવી રીતે કરો છો ? એ વખતે મિત્ર આવીને કહે કે ચાલો, હોટલમાં જઈને બેચાર કલાક બેસીએ, ગપ્પાં મારીએ ! તો તમે શું કહો ? તમે કહો કે “ભલા માણસ, સાંજે તો લગ્ન છે, આ કાંઈ ગપ્પાં મારવાનો સમય છે ?” પેલો કહે કે મારા ખરચે હું તમને ચા પાઈશ, તો તમે તરત કહેશો : “તું સમજતો કેમ નથી ? મારી પાસે સમય બહુ થોડો છે, તેને હું કેવી રીતે નકામો વાપરી શકું ? સાંજે લગ્ન છે અને બધી તૈયારીઓ કરવાની છે.”
જ્ઞાનીઓ કહે છે કે પરણવા બેઠેલો માણસ પણ આવી ભૂલ નથી કરતો, છતાં કરે તોય એને એટલું નુકસાન ન થાય જેટલું આ આત્મા પ્રમાદ કરે તો થાય. છતાં મનુષ્ય તો પોતાના કીમતી સમયને વેડફી જ રહ્યો છે. ગમે ત્યાં બે કલાક ગપ્પાં મારવા હોય તો કહે, ચાલ. પણ એ સમયને આપણે સ્વાધ્યાયથી, ચિંતનથી, અભ્યાસથી, ધ્યાનથી કે યોગથી ન ભરી દઈએ !
ધન અને ધાંધલમાં પડેલા મનુષ્યને ન કોઈ સાધનનો ખ્યાલ છે, ન કોઈ તત્ત્વજ્ઞાનનો ખ્યાલ છે, ન તત્ત્વાર્થનો અભ્યાસ છે, ન કોઈ આત્મબોધ છે. જીવનું સ્વરૂપ સમજવા માટે દૃષ્ટિનો વિકાસ થવો જોઈએ પણ તેમ થતું નથી. પરિણામ એ આવે કે આખું આ જીવન આ મોંઘામાં મોંઘુ જીવન, એમનું એમ ખલાસ થઈ જાય છે.
માણસ કાંઈ પણ કર્યા વિના ચાલ્યો જાય છે ત્યારે એની પાછળ રડવાનું થાય છે. રડવાનું કોની પાછળ છે ? શા માટે રડવાનું છે ? કાંઈ કર્યું નહિ એટલા માટે. લોકો કહે કે બાપડો ગયો. ન અમારું કર્યું, ને પોતાનું કર્યું. માણસને એમ લાગે છે કે હું ઘણું જીવવાનો છું. આથી જીવનની તૃષ્ણામાં પાછળ રહેલાનું પણ કાંઈ કરતો નથી.
મહિના પહેલાંની વાત છે. હું એક વ્યક્તિને ત્યાં ગયો હતો. એ મરણપથારીએ હતા. મેં કહ્યું કે હવે તમે ધર્મધ્યાન કરો, જે કાંઈ દાન કરવું હોય તે કરી લો અને થોડીક તૈયારી કરો. તો કહે “મહારાજ, શું આપ એમ
પૂર્ણના પગથારે જ ૨૪૯
Page #259
--------------------------------------------------------------------------
________________
માનો છો કે હું મરી જવાનો છું ? એટલા માટે મેં તમને બોલાવ્યા છે ?' મેં કહ્યું, “હું એટલા માટે નથી આવ્યો, હું તો તમને એ કહેવા આવ્યો છું કે આત્માની સાધના કરવી હોય તો નિવૃત્તિ અનિવાર્ય છે.” પેલા ભાઈ કહે, “હું તો પાછો ઊભો થઈ જવાનો છું. મહારાજ ! તમે આવી કેવી વાત કરો છો ? હજી તો મને પાંસઠ થાય છે. નિવૃત્તિ અત્યારે ?” આવાને કહેવું પણ શું ? મેં કહ્યું, “તમે તો હજી સો વર્ષ જીવો એવા સશક્ત છો, પણ જાગ્રત રહો એટલું જ મારું સૂચન છે. ચાલો, હું તમને ધર્મ સંભળાવું.” ચાર દિવસ પછી મેં સાંભળ્યું કે એ ભાઈ તો ઊપડી ગયા !
માણસ અજ્ઞાનમાં ન પોતાનું કરે છે. ન પાછળ રહેલાં સ્વજનોનું કરે છે. પણ માણસ જો દૃષ્ટિવાળો હોય તો સ્વનું પણ કરે અને પ૨નું પણ કરે. મને લાગે છે કે આજની જે દેહરૂપી કંપની Company છે એ ક્યારે ફડચામાં liquidationમાં જાય છે અને તેનાં સગાંરૂપી શૅરહોલ્ડરો રોતાં થઈ જાય એ ખબર પડે એમ નથી, જો ખરેખર વિચાર કરવા જાઓ તો આ સગાં બધાં જ શૅરહોલ્ડરો છે. કોઈકને નવ ટકા તો કોઈકને બાર ટકા મળ્યા જ કરે અને આ કાયારૂપી કંપની રળ્યા કરે. જેવી આ કાયારૂપી કંપની ગઈ એટલે સૌ રોવાનાં. એમાં જેના વધારે શૅર છે એ વધારે રોવે છે.
રડવું કોને માટે છે ? કંપની માટે નહિ, કંપનીનો નફો profit બંધ થઈ ગયો . એને માટે. ૬૦ કે ૮૦ વર્ષનો માણસ મરતો ત્યારે પહેલાંના જમાનામાં લાડવાનું જમણ થતું, કારણ કે કંપની રળતી જ નહોતી. એમાં શૅરહોલ્ડરોને નાહવા-નિચોવવાનું કાંઈ જ નહિ. પણ યુવા કંપની હોય, રળતી હોય, શરીર સારું હોય, બે-પાંચ હજારનો પગા૨ હોય અને એ જો એકદમ જાય તો એની આસપાસના શૅરહોલ્ડરોને થાય કે હવે આપણું શું ? એટલે ખરી રીતે આત્મા માટે કોઈ રડતું નથી. વૃદ્ધ જાય ત્યારે તમે શું કહો છો ? ઘરડો માણસ હતો, સુખી થયો. છૂટ્યો. પૂછો : કોણ ? તું કે તે ?
-
ખરી રીતે જોવા જાઓ તો મરણ એ બીજું કાંઈ નથી, આરામ છે. માણસ બાર કલાક કામ કરે અને ઊંઘ ન આવે તો ઊંઘ લાવવા ગોળીઓ લેવી પડે. માણસ ૬૦ કે ૭૦ વર્ષ કામ કરે અને જો મૃત્યુ ન આવે તો થાય પણ શું ? આ પણ એક ઊંઘ છે, ચિરનિદ્રા છે. ઊંધ પછી પણ ઊઠવાનું છે અને મૃત્યુ પછી પણ જન્મ લેવાનો છે. ઊંઘ ખરાબ નથી, મૃત્યુ પણ ખરાબ નથી. પણ એ બે વચ્ચેનો જે ભેદ દેખાવો જોઈએ એ ભેદ જ્ઞાનદૃષ્ટિથી જ દેખાય.
૨૫૦ * જીવન-માંગલ્ય
Page #260
--------------------------------------------------------------------------
________________
જે લોકો કાંઈ પણ કર્યા વિના જાય છે એમની પાછળ રૂદન ચાલે છે. આંસુઓ વહે છે અને હાહાકાર કરવામાં આવે છે.
- સાધુ કાળધર્મ પામે ત્યારે એમની પાછળ શું થાય છે ? દેવવંદન થાય. કોઈ ધનવાન ગૃહસ્થ મૃત્યુ પામે અને એના સ્વજનો લખે, “અમારા પિતા, અમુક દિવસે સ્વર્ગવાસ પામ્યા !” એનો જવાબ તમે ઝીણવટથી વાંચ્યો છે ? દિીકરો ભલે લખે કે અમારા બાપા સ્વર્ગવાસ પામ્યા છે, જવાબમાં તો લોકો લખે છે : “તમારા બાપા સ્વર્ગવાસ પામ્યા છે એ બહુ જ ખોટું થયું !” કારણ કે સ્વર્ગવાસ પામે એવું કોઈ કામ એણે કર્યું જ નથી એ તેઓ જાણતા જ હોય છે. તો એ લાગવગ લગાડીને સ્વર્ગમાં કેવી રીતે ગયો ? બાપડો દીકરો લાગવગ લગાડીને મોકલી દે કે મારા બાપા સ્વર્ગમાં ગયા છે, પણ લોકો શેના માને ? એટલે જ ચોખ્ખ-ચોખું લખે છે, “આ બહુ ખોટું થયું !”
- જેમ કૉર્ટમાંથી ખોટો માણસ છૂટી જાય અને તમે કહો કે બહુ ખોટું થયું, ન્યાય જેવી કોઈ વસ્તુ રહી નથી, લાગવગથી કામ થાય છે. કાગળના જવાબમાં પણ આ જ અર્થ રહેલો છે.
માણસ જો સારું જીવન જીવે તો આવો કોઈ પ્રશ્ન આવતો જ નથી.
સમાધિમરણ પામવા માટે જીવનની આ એક યાત્રા છે. એ યાત્રામાં મનુષ્ય પોતાનો વિચાર કરવાનો છે. પહેલો વિચાર એ કે હું એક આત્મા છું અને મારા આત્માના વિકાસ માટે આ દેહને મેં એક સાધનરૂપે સ્વીકાર્યો છે. હું ગમે ત્યાં જાઉં પણ મારો આત્મા સ્વચ્છ રહેવો જોઈએ. આ બહારના કવરની ખાતર મારો અંદરનો ચેક ક્યાંય ગુમ ન થઈ જાય એ મારે જોવાનું છે.
કવરને તમે ખૂબ સારી રીતે સાચવજો, કારણ કે તેમાં જ મારો આ ચેક રહેવાનો છે. પણ જ્યારે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે બેમાંથી કયું ફાટી જાય તો એ વખતે તમારે નિર્ણય લેવાનો કે ભલે કવર ફાટી જાય, ચેક ફાટવો ન જોઈએ.
- એમ આત્મા અને દેહ - જ્યારે એકાંતમાં બેઠા હો અને તમને થાય કે મારા આત્માનો નાશ થાય છે તો ગમે તેવા લાભને પણ જતા કરો. આત્માને બચાવવાની દૃષ્ટિ આવી ગયા પછી તમે ટોળામાં હો કે એકાંતમાં હો, પ્રલોભનમાં હો કે પ્રવૃત્તિમાં, પણ તમે અડગ રહી શકશો. જે લોકો પ્રલોભન સામે અડોલ રહી શક્યા અને જેમનામાં અડોલ રહી શકવાની તાકાત આવી તે આ દૃષ્ટિથી જ.
સ્થૂલિભદ્ર ચાર મહિના વેશ્યાને (કોશાને) ત્યાં રહ્યા. રૂપ, રંગ અને શૃંગારથી ભરેલી નાર સામે છે. ષડૂરસનાં ભોજન છે, ઉત્તેજક નૃત્યોનાં ચિત્રોથી
પૂર્ણના પગથારે જ રપ૧
Page #261
--------------------------------------------------------------------------
________________
ભરેલી રંગશાળા છે. માણસની વૃત્તિઓ પ્રદીપ્ત થઈ જાય એવા વાતાવરણ વચ્ચે પણ સ્થૂલિભદ્ર શાંત અને સ્વસ્થ છે. શાંત અને સ્વસ્થ રાખનાર તત્ત્વ કર્યું ? આ આત્માનું જ્ઞાન.
એ જ્ઞાન ન હોય પછી ઘડપણ હોય કે વડપણ હોય; તીર્થ હોય કે તરાપો હોય, લપસતાને કોઈ નહિ બચાવે. આત્મજ્ઞાનના અભાવે વ્યાસ જેવા વ્યાસ તરાપો ચલાવતી મત્સ્યગંધામાં મોહી પડ્યા. તમે એમ માનો છો કે તીર્થમાં જાઓ એટલે તરી જાઓ ? દુનિયામાં એવું કોઈ સ્થળ નથી કે જ્યાં અજ્ઞાની માણસને વિકાર જાગતો ન હોય ! અને એવું કોઈ સ્થાન કે વ્યક્તિ નથી કે જે જાગ્રત આત્માને પાડી શકે. બચાવ માટે પહેલાં પોતાને જ્ઞાન થવું જોઈએ.
પરણવા માટે મા-બાપે દબાણ કરી આગ્રહપૂર્વક પૃથ્વીચંદ્રને લગ્નના મંડપમાં બેસાડ્યો, કહ્યું : “પરણવું જ પડશે. પણ એમણે લગ્નના મંડપને જ વૈરાગ્યનો મંડપ બનાવ્યો. એના અંતરમાં, રોમરોમમાં વૈરાગ્ય ભર્યો છે. એ સ્ત્રીને કઈ દૃષ્ટિથી જુએ છે ? આ શરીરમાં એક જ્યોત ઝગી રહી છે. આ તનના કોડિયામાં ચૈતન્યનો પ્રકાશ તગતગે છે.
નારી નરકની ખાણ એમ કોઈ બોલી દે એ ઉપરથી એમનામાં વૈરાગ્ય છે એ ભ્રમમાં કદી પડશો નહિ. એ નરકની ખાણ નથી, પોતાની વૃત્તિઓ નરકની ખાણ છે. પોતાનામાં જ અધમ વૃત્તિઓ પડેલી હોય તો સામી વ્યક્તિ શું કરે ? જેઓ એમ માને કે સ્ત્રીઓને વધારેમાં વધારે ભાંડીએ, ઉતારી પાડીએ, નિંદા કરીએ તો આપણે નિર્વિકારી ગણાઈએ, તો તે ભૂલ છે. એક રીતે જુઓ તો પોતાની વૃત્તિઓનું પ્રદર્શન છે. સાચી સમજણમાં સ્ત્રી કે પુરુષ ખરાબ નથી પણ એના પ્રત્યે જે કામવૃત્તિ જાગવી એ ખરાબ છે; અને કામવૃત્તિ જે દેહમાં જાગે એ દેહ નરક છે. જો કામવૃત્તિ ન હોય તો આ દેહ એક મંદિર છે. જે દેહમાં કામવૃત્તિ જાગી એ દેહમાં નરક આવ્યું. ત્યાં સામી વ્યક્તિ નરક ક્યાંથી થઈ ? . બે વૃદ્ધ મિત્રો વાતો કરતા હતા, “અઢી નંબરના ચશ્માં લીધા હોય તો સારી રીતે વાંચી શકાય.” ત્યાં એક ગામડિયો બેઠો હતો એને કાને આ વાત પડી. એ ઊઠ્યો અને સીધો ગયો ચશ્માંવાળાને ત્યાં. “એય ! અઢી નંબરના ચશ્મા લાવ.” એ ચશમાં ચઢાવી આગળથી જુએ પાછળથી જુએ પણ વાંચી શકે નહિ. ચશમાંવાળાએ કહ્યું કે તમારો નંબર બરાબર નહિ હોય, એટલે ત્રણ નંબરના આપ્યા. એનાથી પણ ન વંચાયું. કલાકની મહેનતને અંતે દુકાનદારને જરા શંકા આવી એટલે પૂછ્યું : “ભાઈ, તમે આ બધું કરો છો પણ તમને
૨પર જીવન-માંગલ્ય
Page #262
--------------------------------------------------------------------------
________________
વાંચતાં તો બરાબર આવડે છે ને ?” ગામડિયાએ કહ્યું, “મને જો વાંચતાં આવડતું હોય તો હું ચશ્માં લેવા શું કરવા આવત ?”
ચશ્માંથી વાંચતાં નથી આવડતું પણ વાંચતા આવડતું હોય તો વાંચવામાં એ મદદ કરે છે, એ વાંચતા શિખવાડતા નથી.
જેમ પેલા ગમાર માણસે ચશ્માં ઉથલાવી ઉથલાવીને પેલાને હેરાન કરી મૂક્યો એમ આ જીવ પોતાનું અજ્ઞાન તપાસ્યા વિના સંસારમાં ગાળો દેતો ચાલ્યો જાય છે : આ ખરાબ, તે ખરાબ. પણ વસ્તુ ખરાબ છે કે વૃત્તિ ખરાબ છે એનું સંશોધન એણે કદી કર્યું નથી.
જ્યાં સુધી સામે તમારી દૃષ્ટિ ન જાય, વૃત્તિનું વિશ્લેષણ ન કરો ત્યાં સુધી જગતના પદાર્થોમાં સમભાવ અને તટસ્થતા આવવાં બહુ દુષ્કર છે.
મેં એવા ઘણા માણસોને જોયા છે. એ ધર્મમાં જોડાય, મંદિરમાં જાય ત્યારે ઘેલા ઘેલા થઈ જાય અને મંદિર બહાર જાય એટલે જાણે ધર્મ સાથે કાંઈ લાગેવળગે જ નહિ.
જ્ઞાન અંદરનું હોય તો એકસરખો સમાભાવ ટકી શકે. તમે જે કરો તેમાં સંવાદ લાવો. તમને ખ્યાલ રહે કે પ્રત્યેક પ્રવૃત્તિમાં મારો આત્મા છે, જે સમાધાન ચાહે છે. એવું તો ન જ બને કે તમે આખોય દિવસ ઉપાશ્રયમાં કે દેરાસરમાં રહો. દિવસના ૨૨ કલાક તમારે દુનિયામાં કાઢવાના છે. તમે દુનિયામાં ઉપયોગવંત – જાગ્રત ન રહો અને અહીં માત્ર બે કલાક માટે જ ઉપયોગવંત રહો તો ૨૨ કલાક શું ? એથી તો બે કલાક પણ ધોવાઈ જાય. જમા કરતાં ઉધાર વધી જાય. ઉપયોગની સાવધાની તમને મળી જાય, તો દરેક પ્રસંગે તમે વૃત્તિઓનું સંશોધન, અવલોકન, નિરીક્ષણ કરી શકો.
નાનક એકતામાં બહુ માનતા. નાનકને લખનૌના નવાબ અવારનવાર જ્ઞાનગોષ્ઠિ કરવા મળતા. નવાબને કાજીએ કહ્યું : “નાનક મોટી વાતો કરે છે પણ નમાજ પઢવા કદી આવે છે ?” એટલે નવાબે નાનકને પૂછ્યું, “તમે મારે ત્યાં આવીને નમાજ પઢશો ?” નાનકે કહ્યું, “હું આવીશ, જરૂર આવીશ. એમાં મને શો વંધો છે ?” નાનક તો ગયા. નમાજ પઢવાની તો શરૂઆત થઈ. નાનક તેં એકધ્યાન, એકતાન હતા. પેલા બન્નેએ નમાજ તો શરૂ કરી. ત્યાં નવાબને થયું : “નમાજ જલદી પૂરી થવી જોઈએ. આજે અરબસ્તાનથી ઘોડાવાળો આવવાનો છે. સારામાં સારા ઘોડા લેવાના છે. મેં વળી નાનકને આજે ક્યાંથી બોલાવ્યો !” કાજી ગર્વમાં ચકચૂર હતો - હું કેવો કે આ નાનકને ઝુકાવીને લઈ આવ્યો ! એને મસ્જિદમાં માથું ઘસતો કરી નાખ્યો ! મેં એને વટલાવી નાખ્યો !
પૂર્ણના પગથારે ક ૨૫૩
Page #263
--------------------------------------------------------------------------
________________
સ્વાર્થની ધૂનમાં જ નમાજ પૂરી થઈ. કાજીએ કહ્યું : “અરે ! તમે તો ઊભા જ છો. અમારી જેમ વળી વળીને નમાજ તો પત્યા જ નહિ.” નાનકે કહ્યું : “નમાજ તો ખરી રીતે હું પઢયો છું, તમે નમાજમાં હતા જ ક્યાં ? એક જણ ઘોડા ખરીદવા ગયો હતો અને બીજો નાનકને વટલાવી નાખ્યો તેની મગરૂરીના ગર્વમાં ચકચૂર હતો.” બન્નેને આશ્ચર્ય થયું. અંદરની વાત એ કેમ જાણી ગયા !
વટલાવવાથી કંઈ કલ્યાણ થતાં નથી. પોતાને સુધારવાને બદલે બીજાને સુધારવાનો જાણે ઇજારો લીધો !
આપણે કોઈને સુધારવાનો ઇજારો લીધો નથી. પહેલાં તો આપણે પોતે જ સુધરી સ્વનો વિકાસ કરીએ.
પૂર્ણ વિકસિત અને શુદ્ધ આત્માના સંપર્ક માત્રથી જે સુધારો અને નિર્મળતા આવી શકે તે અણવિકસેલ અને અશુદ્ધ માણસનાં ભાષણોથી પણ નહિ આવે.
મારા અભ્યાસકાળમાં મારા ગુરુ કહેતા કે તું પ્રવચન આપે ત્યારે એવો ખ્યાલ પણ ન આવવો જોઈએ કે હું લોકોનો ઉદ્ધાર કરુ છું. તું એમ વિચારજે કે હું સ્વાધ્યાય કરવા બેઠો છું, અને એ સ્વાધ્યાયમાં આ બધા મારા સાક્ષી છે. સ્વાધ્યાયમાં ક્યાંય પ્રમાદ થાય તો શ્રોતાઓ સુધારે કે તમે આ વિષય ઉપર બોલતા હતા અને ક્યાં ઊપડી ગયા ? આમ તમારા સ્વાધ્યાયનો ઉપયોગ અખંડ રહે. શ્રોતાજનો તો તમારા પરીક્ષકો છે. તમે એકલા ચોપડી વાંચતા હો અને તમારે થોડીક વાર આરામ કરવો હોય તો કરાય, ચોપડી મૂકી પણ દેવાય, પણ એક કલાક પ્રવચન ચાલતું હોય એમાં એ ન ચાલે. સ્વાધ્યાય ચાલતો હોય અને એમાંનો કોઈ વિચાર કો'કને ગમી જાય, જચી જાય, અંતરમાં ઊતરી જાય, ક્યાંક લાગુ પડી જાય અને શુદ્ધિ આવી જાય તો તે સહજ છે. પણ ઉદ્ધાર કર્યાનો અહંકાર ન આવવો જોઈએ.
નદી વહે છે, વહેવાનો એનો સ્વભાવ છે. એનો એવો હેતુ નથી કે લાવ, ગામનાં લોકોનાં કપડાં ધોતી જાઉં, લોકોને પાણી પાતી જાઉં. એને તો વહેવું છે; સાગરમાં મળી જવું છે; વચ્ચે આવતાં ગામડાંઓના લોકોને પ્રવાહનો લાભ મળતો હોય તો એ એમનું સદ્ભાગ્ય છે.
એવી રીતે સાધુ સાધનાના પ્રવાસમાં પ્રયાણ કરી રહ્યો હોય છે. એમાં લોકો આવીને લાભ લેતા હોય તો બહુ સારી વાત છે. આમાં સાધુને ગર્વ નહિ આવે. ઘણાને તો અમુક દેશના ઉદ્ધારક હોવાનો ગર્વ આવી ગયો છે. પોતાના નામની આગળ વિશેષણ તરીકે એનો ઉપયોગ કરે ! કોઈ કોઈનો ઉદ્ધાર કરી
૨૫૪ * જીવન-માંગલ્ય
Page #264
--------------------------------------------------------------------------
________________
શકતું નથી. આ એક અજ્ઞાન છે અને આ અજ્ઞાન જ માણસને ભુલામણીમાં નાખે છે.
જે ઘડીએ આ દૃષ્ટિ આવી કે મેં આનો ઉદ્ધાર કર્યો, એને તાર્યો, એ જ ઘડીએ પતન. આ ગર્વે ઉપર લઈ જવાને બદલે નીચે નાખી દીધો. માણસે સહજ દશામાં રહેવાનું છે.
જેમ દીવો બળતો હોય એના પ્રકાશમાં કોઈ પણ વાંચી શકે, તેમ જ્ઞાનદશામાં કે સ્વાધ્યાયમાંયે કોઈ પણ સહભાગી બને.
અહંકાર આવતાં અસ્મિતાનું કેન્દ્ર સ્થૂળ બની જાય છે. ત્યાં સૂક્ષ્મતા સંભવે જ કેમ ?
આંતરધ્વનિ સૂક્ષ્મ છે. આ ધ્વનિનો સ્પર્શ એ જ પ્રાર્થના છે. સમાધિ કહો કે ધ્યાન કહો, આ બધાં તો નામ છે. મૂળ વસ્તુ શું છે એ આપણે જોવાનું છે. લોકો લડી ક્યાં રહ્યાં છે ? નામના નામે લઢી રહ્યા છે. આત્મ-રામના કામના નામે ઝૂરતા હોત તો તો કલ્યાણ થઈ ગયું હોત. પણ રામનું કામ શું છે એ ખબર નથી અને નામ યુદ્ધનું ધામ બન્યું છે.
આ વિશ્વમાં એક ઊર્ધ્વગામી પરમતત્ત્વ છે. એ પરમતત્ત્વ સાથે એકતા સાધવી એનું નામ પ્રાર્થના, એનું નામ ધ્યાન, એનું નામ સામાયિક, એનું નામ શુદ્ધિ અને એનું નામ સમાધિ.
ભગવાન આગળ સ્તવનમાં શું કહીએ છીએ ? “હું તો ક્રોધ કષાયના ભરિયો, તું તો ઉપશમનો દરિયો.' આ અંતરનો ખ્યાલ આપે છે ? હું ક્રાંધથી ભરેલો છું, તું ઉપશમથી સભર છે, તો હવે તારા અને મારા વચ્ચે મેળ કેમ જામે ? આ વસ્તુનો વિચાર કરવા માટે આપણે તીર્થે, મંદિરે જઈએ છીએ. આ એકતા ન આવે; પરમાત્મતત્ત્વની સાથે મળવાનું ન થાય; તો આપણે જે લેવું જોઈએ, જે મેળવવું જોઈએ, તે જ રહી જાય.
કોઈક વાર તો પરમતત્ત્વને મળો ! મળવાની એ ઘડી કેવી પરમશાંતિની હોય ! એનુ મિલન વર્ષમાં એક વાર પ્રાપ્ત થાય તો પણ ભલે. એ ભલે એક કલાક માટે હોય પણ એ એક કલાક જીવનના હજારો કલાકને ટપી જાય એવો કલાક છે. જિંદગી વર્ષોથી નથી મપાતી, આવા કલાકોથી મપાય છે. જિંદગી જો વર્ષોથી મપાતી હોય તો તો વૃક્ષો અને જનાવરો હજારો વર્ષ આમનાં આમ જીવતાં હોય છે.
જીવવું શું છે ? અનુભવવું છે. સંવેદન કરવાનું છે. અને સંવેદન કોની સાથે ? પરમતત્ત્વની સાથે એકતાનું સંવેદન કરવાનું છે. જેટલી એકતા માણસ
પૂર્ણના પગથારે * ૨૫૫
Page #265
--------------------------------------------------------------------------
________________
કરી શકે એટલો એ સાચા અર્થમાં જીવે છે.
રાવણ બીજી બધી બાબતમાં પૂરો હતો પણ એક વાર થોડા સમય માટે એ એકતાર બની ગયો. એકરૂપ બની ગયો, સ્વમાં ઓગળી ગયો. સારંગીનો તાર તૂટે તો એની એકતા તૂટે. એની ખાતર એ નસ તોડીને પણ એકતા ટકાવવા માગે છે. એણે શું કર્યું ? ગજબ કરી નાખ્યું. તીર્થંકર ગોત્ર બાંધી નાખ્યું. કેટલી વારમાં તીર્થંકર ગોત્ર બાંધ્યું ? વર્ષે નહિ, કલાકોમાં.
આ તો સોદો છે. લાગી જાય તો થોડીક વારમાં. આખો જન્મારો સુધરી જાય. કેટલાક હંમેશ બજારમાં જાય અને કાંઈ ન મેળવે; અને કેટલાક બજારમાં જાય. બેસે, એકાદો સોદો એવો કરે કે પછી બાર મહિના એમને ઊંચું પણ જોવું ન પડે.
- ધર્મમાં પણ એમ જ છે. કોઈ એક કહે કે હું રોજ ઉપાશ્રયમાં બેસે છું, સૂઈ રહું છું. એ ઉપરથી એમ માનવા જેવું નથી કે આ બહુ કમાણીવાળો લાગે છે. હા, એ બેઠો બેઠો બીજું પણ કરતો હોય. કોણ શું કરે છે એની જ ગણતરી કરતો હોય, એમ તો પૂજારી પણ ભગવાન પાસે જ રહે છે. શું એ તરી જાય છે ? ?
તરવાની રીત કાંઈ જુદી જ છે. આધ્યાત્મિક કમાણી સહેલી નથી. લય વાગવો એ બહુ મુશ્કેલ છે. શિખર ઉપર ગયેલા તળેટીએ આવી પછડાયાના હજારો દાખલાઓ છે. શિખર ઉપર ગયેલાઓને પણ કોઈક વાર પાછું નીચે તળેટીમાં જવાનું મન થઈ જાય છે.
ધર્મમાં પણ એવું જ છે. માણસ ધર્મ કરતો હોય, એ બધાને છોડી બેઠો હોય. ક્રોધને છોડ્યો, માનને છોડ્યું, માયાને છોડી, લોભને છોડ્યો પણ કોઈક વાર એને પાછી એવી વૃત્તિ જાગે અને એ બીજા જ પ્રકારના લોભમાં ઊતરી જાય. ધનનો લોભ ન હોય પણ બીજો જ કોઈ લોભ જાગી જાય. આ બધું છોડીને એ શિખર ઉપર ગયો હતો, પણ બીજા લોભે પાછો એને ત્યાંથી તળેટીએ આણ્યો.
નાનકે પેલા કાજીને એ જ કહ્યું, “પ્રાર્થના, નમાજ તો મેં કરી, તું તો મને ઝુકાવવાની ધૂનમાં હતો. તમે બંનેએ નમાજ પઢી છે જ ક્યાં ? તમે તો ખાલી ઊંચાનીચા થતા હતા. વૃત્તિ તો સ્વચ્છંદ થઈ ભટકતી હતી.”
નવાબે અને ઈમામે પૂછ્યું : “અમારા મનની અંદર રહેલી વાત તમે કેમ જાણી ?'
દિલ અને દિલ વચ્ચે સંદેશો ચાલ્યા જ કરે છે. મનના પડઘા છાના નથી રહેતા. માણસ ન બોલે તો પણ ઘણી વાર જણાઈ આવે છે.
૨૫૬ જીવન-માંગલ્ય
Page #266
--------------------------------------------------------------------------
________________
એક ડોશી પોતાની દીકરીને લઈને જાય છે. રસ્તામાં ઊંટવાળાને જોઈને કહે છે કે મારી દીકરીને તું ઊંટ ઉપર બેસાડ, એ થાકી ગઈ છે. પેલાએ કહ્યું કે આ ઊંટ હવા ખાવા અને ફરવા માટે છે, ભાડાં માટે નહિ. આગળ જતાં ઊંટવાળાનો વિચાર બદલાયો. યુવાન છોકરી હતી, દાગીના પહેરેલા હતા. આવી તક મેં જતી કરી ! ઊભો રહ્યો. ડોશી આવી એટલે ઊંટવાળાએ કહ્યું, કે તારી છોકરીને બેસાડી દે, એટલે મને સેવાનો લહાવો મળે. ડોશીએ કહ્યું : “એ સમય તો ગયો.” “કેમ ?” “તને જે કહી ગયો એ જ મને પણ કહી ગયો.” “શું કહ્યું ?” “તને જે વિચાર આવ્યો એ વિચાર મને પણ આવી ગયો.”
આવું reflection સામાન્ય ભૂમિકા પર રહેલા માણસોને પણ થાય. તમે વ્યાપાર કરતા હો અને કોઈક વાર મુશ્કેલીમાં આવો તે પહેલાં જ તમને intuition નથી આવતું ? બહારગામ કોઈ બીમાર છે અને તમને એના પત્રથી જાણ થાય એ પહેલાં કાગળ લખવાનું મન થઈ જાય છે ને ? કોઈક માણસ આવતો હોય ને તમને સાંભરે કે ફલાણાભાઈ કેમ આવ્યા નથી ? અને એ જ સમયે એ બારણે ટકોરા મારે. તમે કહો કે તમે સો વર્ષના થવાના, હમણાં જ તમને યાદ કર્યા.
વાત એ છે કે વિચારોની કેટલી જબરદસ્ત શક્તિ છે એનો લોકોને ખ્યાલ નથી. મહાપુરુષોને એનો ખ્યાલ છે, એટલે એકેએક વિચારને એ સારો રાખે છે. દરેક વિચારને એ ધોઈને સ્વચ્છ રાખે છે.
અમુક દેશના સમાચાર લોકોના રેડિયો ઉપર ન આવવા દેવા હોય તો રેડિયો સેન્ટરવાળા centreમાંથી એ તાર જરા ફેરવી નાખે પછી એ સેન્ટર ઉપર તમે ગમે એટલી વાર સ્વિચ ફેરવો પણ ત્યાંના news તમારા સ્ટેશન ઉપર નહિ આવે.
એવી જ રીતે આપણું આ ચૈતન્ય એક એવું centre છે જેમાં વિશ્વના બધા જ પ્રવાહો તમે પકડી શકો. પણ અંદરનો તાર ખસી ગયો તો સામાનો પ્રવાહ નહિ ઝિલાય.
એટલે જેટલા વિચારો સારા બનતા જાય, શુદ્ધ બનતા જાય, ઉચ્ચ બનતા જાય, એનો ફાયદો કોને છે ? તમને છે. પછી તમે બધા વિચારો wavesની જેમ receive કરી શકો. આ શક્તિ બધામાં પડી છે. ખાસ કરીને એ માતાઓમાં દેખાશે. માતૃહૃદય એટલું તૈયાર હોય છે કે, પોતાના સંતાનના અશુભમાં અને શુભમાં એના તારો ઝણઝણી ઊઠે છે.
એક wire હોય, એ ખાલી પડેલો હોય ત્યારે એમાં કોઈ જ ઉંમાં ન હોય. પણ એ જ wireને લઈ તમે socketની સાથે જોડી દો પછી એ
પૂર્ણના પગથારે જ ૨૫૭
Page #267
--------------------------------------------------------------------------
________________
electrified થઈ જાય છે. એમાં હવે વિદ્યુતપ્રવાહ વહે છે, electricity છે. આ શું થયું ? એનું જોડાણ મૂળ સાથે થયું. એની બધી શક્તિ પેલા wireમાં આવી ગઈ. પછી એને જે જે bulb અડે તે પ્રકાશથી ઝળહળી ઊઠે.
આવી જ રીતે આ ચૈતન્ય મહાચૈતન્યની શક્તિનાં સૉફેટમાં ગોઠવાઈ જાય છે અને એની બધી શક્તિઓ આ નાનકડા વાયરમાં, ચૈતન્યમાં અવતરણ પામે છે. આપણે એકાગ્રતા દ્વારા, ધ્યાન દ્વારા, પ્રાર્થના દ્વારા, આ શક્તિનો પોતાનામાં સંચાર કરાવવો એ જ આપણી બધીય ક્રિયાઓની પાછળ રહેલો એક મુખ્ય ઉદ્દેશ અને આશય છે.
પણ એ પહેલાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે હું એક જ્યોતિ છું, પ્રકાશ છું અને આ દેહ એ તો માત્ર એક કોડિયું છે. આ કોડિયામાં જે જ્યોતિ છે એની જ કિંમત છે. કોડિયું ફૂટે તો ફૂટવા દો પણ જ્યોતને જાળવી રાખવાની છે.
સમ્યગ્દર્શનની પ્રથમ ભૂમિકા દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખવી એ છે. આત્મામાં શ્રદ્ધા શરૂ કરવી એ સૂક્ષ્મ ભૂમિકાની વાત છે. આ ભૂમિકાનો પ્રધાન વિચાર હું આત્મા છું, અમર છું. મરી જાય છે તે દેહ છે. જ્યાં સુધી હું આ દેહ અને વૃત્તિઓના સંગે છું ત્યાં સુધી હું મરણધર્મી બની પરિભ્રમણ કરું છું.
આ મરણધર્મી ન બનવા માટે દેવ, ગુરુ અને ધર્મનો ટેકો છે. એના સહારાથી હું શુદ્ધ બનું છું. દેવ, ગુરુ અને ધર્મ મારાં સાધન છે, સહાયક છે, ઉપકારી છે અને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડવામાં પૂર્ણ મદદગાર છે. મદદગાર છે પણ મદદ લેનારો હું પોતે છું. મદદ લેનારામાં જોર નહિ હોય તો મદદગાર તમને શું કરે ભાઈ ?
—
પગથિયું છે પણ ચઢનારો જ જો તૈયાર ન હોય તો પગથિયું કોઈને ઉપર ધકેલાતું નથી. આ ચઢનારને ઘણા ભૂલી ગયા અને પગથિયાં એમને યાદ રહી ગયાં. આ ગોટાળો નથી ? આજે મોટા ભાગના માણસો પગથિયાંને જ યાદ કરે છે, ચઢનાર પ્રતિ લક્ષ જ નહિ.
મારે કહેવાનું એ જ છે, કે સમ્યગ્ દર્શનનો પ્રારંભ એટલે ‘ચઢનાર કોણ'ની સમજ; ચૈતન્યનું લક્ષ્ય. આ લક્ષ્યને સતત લક્ષમાં રાખી દેવ, ગુરુ અને ધર્મની આરાધના કરો અને સ્વરૂપનો પૂર્ણ અનુભવ કરો.
૨૫૮ * જીવન-માંગલ્ય
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૬. વિકાસ
કાસ એ તમારી સંસ્થાના માસિકનું
નામ છે. હું ઇચ્છું કે એ જ તમારા છે સૌનો જીવન-આદર્શ હોય.
વિકાસ ! હા, વિકાસ એટલે ખીલવું. હૃદયને ખોલવું, અંધકારને બહાર ફેંકવો છે અને પ્રકાશનો સત્કાર કરવો.
વિકાસ એ વૃત્તિ નહિ, પ્રવૃત્તિ છે. છે ગતિ નહિ, પ્રગતિ છે. છે કળી એ વિકાસ-અભિમુખ બને છે.
એ ખીલતી જાય છે અને સૂર્યનો પ્રકાશ હૃદયમાં ભરતી જાય છે. પ્રકાશના સ્પર્શ કળી-કળીમાંથી સૌંદર્ય વિકસે છે.
માણસનું જીવન પણ બિડાયેલી કળી જેવું છે. એ વિકાસ તો ભક્તિ, પ્રેમ અને બૂડ પ્રભુતાનો પ્રકાશ ઝીલી, પોતાના જીવનને સૌંદર્યમય બનાવી દે.
લોકો ઘરના મધ્ય ભાગમાં ફૂલદાનીમાં પુષ્પોને ગોઠવે છે, કારણ કે એ આ ખીલી જાણે છે, પ્રકાશને ઝીલી જાણે છે,
પોતાના જીવનનો વિકાસ કરી જાણે છે. જો
પૂર્ણના પગથારે જ ૨૫૯
Page #269
--------------------------------------------------------------------------
________________
પુષ્પ ખીલી જાણે તો માણસનું હૃદય શા માટે ખીલી ન શકે ?
ફૂલનો વિકાસ માણસના મનને આકર્ષી શકતો હોય તો વ્યક્તિનો વિકાસ કેમ ન આકર્ષે !
જેમણે પોતાના વિકાસમય જીવનની સુવાસ ફેલાવી એમના નામનો, એમના સ્મરણનો, એમની કીર્તિનો ડંકો આજે પણ સર્વત્ર વાગી રહ્યો છે. એ કાઈ ધન-સંપત્તિ આપી નથી ગયા પણ એ વિકસી ગયા. એમના સમયમાં એ વિકાસની પૂર્ણતા પામી શક્યા.
જેમ જેમ કાળ વહેતો જાય છે તેમ તેમ મહાપુરુષોના નામની સુવાસ વધારે અને વધારે ફેલાતી રહે છે, લોકોને પ્રેરણાનાં પાન કરાવી તેમના માર્ગને અજવાળી રહે છે.
જે દેહમાં જીવીએ છીએ એ દેહ પડી જવાનો, જે દુનિયામાં રહીએ છીએ એ દુનિયા વીખરાઈ જવાની અને સ્વજનો આપણી પાસે છે એ છૂટા પડવાના. ટૂંકમાં કશું જ શાશ્વત નથી, છતાં આપણે જાણે અમરત્વ પ્રાપ્ત કરીને આવ્યા હોઈએ એમ વર્તીએ છીએ.
માણસ પૂતળાં મુકાવવાથી કે ફોટાથી અમર નથી બનતો. એ એનાં સુકાર્યોથી અમર બને છે. જેમ જેમ કાળ વહેતો જાય તેમ તેમ સુકાર્યોનું તેજ વધતું જાય છે. જેમ અંધારામાં દીવો ચમકે છે એમ કાળ વ્યતીત થતાં એમનાં નામ ચમકે છે.
આપણએ વિચારી કે આપણે સંસારમાં શું કરી શકીએ ? સંસારને શું આપી શકીએ ? સંસારમાંથી શું લઈ જઈ શકીએ ?
થોડુંક લેતા જઈએ ને થોડુંક દેતા જઈએ. આ લેવડદેવડ છે. પણ તમને એમ થશે કે શું લેવું અને શું દેવું ?
આ સંસા૨માં લેવા જેવું હોય તો લોકોની શુભેચ્છા છે. રોજ એકાદી પણ શુભેચ્છા જીવનના ખાતામાં જમે થવી જોઈએ. સાંજે સૂવા જતી વખતે . તમારા મને પૂછો કે આજે મેં શું સારું કામ કર્યું ? એકાદ નાનકડું પણ કામ યાદ કરો. આંધળાને દોરવાનું, કૂતરાને રોટલી આપવાનું, તરફડતા જીવજંતુને છાંયે મૂકવાનું, પાડોશીને સારી વાત કહી દુ:ખમાં આશ્વાસન આપવાનું, એ નાની નાની વાતોમાં પણ શુભેચ્છાઓનો સંગ્રહ છે.
બીજાના હૃદયમાંથી પ્રગટેલ આશીર્વાદનો પ્રવાહ તો તમારા જીવનને નવપલ્લવિત કરી દે એવો હોય છે.
લોકો એકબીજાની નિંદા કરે, પાછળથી ખરાબ વાતો કરે. પણ આ કુટેવથી ફાયદો શો ? જીભ અપવિત્ર થાય, મન ખરાબ થાય અને જેની વાત
૨૬૦ આ જીવનમાંગલ્ય
Page #270
--------------------------------------------------------------------------
________________
કરી એને તો એની ખબર પણ નથી.
આ વાતનો ઊંડાણથી વિચાર કરશો તો થશે કે શા માટે હું બીજાની વાત કરવા જાઉં છું ? બીજાના પ્રશ્નોનો વિચાર કરવાનો મને શો અધિકાર ? અધિકાર હોય તો મારી કે મારી જોડે બેઠેલા હોય તેની વાત કરવાનો છે. માણસની મોટા ભાગની શક્તિઓ બીજાની ટીકા કરવામાં, બીજાના દોષ જોવામાં ખલાસ થઈ જાય છે.
આવી નિંદાખોરીને કારણે સમાજમાં ઘણું નુકસાન થયું છે. જે સારા અને સાચા છે એમને માટે પણ હૃદયમાં ભાવ ન જાગે, થાય કે દુનિયા આવી જ છે તો આપણે પણ એવા કેમ ન બનીએ ?
બીજાના દોષ જોવા, દુર્ગુણો જોવા અને બીજાની પંચાતમાં જીવનના કીમતી સમયને વેડફવો એના કરતાં જેને માટે તમને ખરેખર લાગતું હોય તેને જ કહો : “તમારામાં ઘણી સારી ટેવો છે એ જોઈ મારું મન તમારા પ્રત્યે આદર સેવે છે, પણ તમારી આ એક ટેવ મારા મનમાં ખૂંચે છે, એને દૂર કરો તો સુવર્ણમાં સુગંધ ભળ્યા જેવું થાય.” પણ એની ગેરહાજરીમાં વાત કરવી એ સંસ્કારી વ્યક્તિને અને એમાં પણ ધર્મીને તો શોભતી જ નથી.
ધર્મને માત્ર ધર્મસ્થાનોમાં જ પૂરી ન રાખો, એને સંસારમાં વાળો, ધર્મ એ જીવનને પારદર્શક, શુભ્ર બનાવવાનો કીમિયો છે. શબ્દોને નિંદા કરવામાં વાપરો એના કરતાં આશ્વાસનના હૂંફાળા બે શબ્દો બીજાને શાંતિ આપવામાં વાપરો તો કેવું સારું ?
તમારી પાસે પૈસો હોય; સાધનો હોય તો જે દુનિયામાં તમે રહેતા હો ત્યાં પાડોશીને જુઓ, માણસ માણસને કામ નહિ આવે તો કોણ કામ આવશે ? તકતી માટે ધન આપવા કરતાં તકલીફમાં ડૂબેલાં કુટુંબોને ખાનગી રીતે મદદ કરવામાં જ સાચી માનવતા છે.
આવી મદદ કરનાર પ્રત્યે તો આદર પણ જાગે અને આશીર્વાદ પણ
પ્રગટે.
એક બહેન પહેલાં ગરીબોને સારી મદદ કરતાં હતાં પણ થોડા સમયથી એમણે એ બંધ ક૨ી હતી. એમને પૂછ્યું તો કહે, “હું હવે ગરીબોને મદદ નથી કરતી કારણ કે એક વાર એમનાં છોકરાંને મીઠાઈ લાવીને ખાતાં મેં જોયાં. મને થયું આ મદદને પાત્ર નથી.”
t
મેં કહ્યું, “તમારી જેમ એ મા નથી ? માનો જીવ છે, પેટે પાટા બાંધી, દુઃખ વેઠીને પણ કોઈ સારા દિવસે પેંડા લઈ એનાં ભૂલકાંને આપે. આ જોઈને તો તમારી આંખમાં અમી વરસવાં જોઈએ. તમને એમ થવું જોઈએ કે અમે
પૂર્ણના પગથારે * ૨૬૧
Page #271
--------------------------------------------------------------------------
________________
તો રોજ ખાઈએ છીએ, ચાલો, ગરીબ પણ ખાય છે. એ પણ જીવ છે, મનુષ્ય છે. આ દૃષ્ટિ કેળવવાની જરૂર છે.
ઘણી વાર આવા પ્રસંગો જોઈ દાન દેનારા આ બહાને દાન આપવાનું બંધ કરે છે.
સમાજમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના ખોટા ખ્યાલ નીકળી જાય તો સમાજ બહુ નજીક આવે, એકબીજાને સમજે અને એકબીજાનો ટેકો બને.
આજે સુખનો દિવસ છે. શી ખબર કે કાલે સુખનો દિવસ નહિ બદલાય? કંચન, કાયા અને કુટુંબ અશાશ્વત છે. એ હોય ત્યારે એનો સારો ઉપયોગ કરી લો તો જીવન ધન્ય થાય. વસ્તુ હોય ત્યાં સુધી ઉપયોગ કરી લેવો.
એક રાજા પાસે એક વિચારક ગયો. વિચારકે પૂછ્યું : “તમે આટલા બધા સુખી કેમ છો ?” રાજાએ કહ્યું “આજે ઉત્તર નહિ આપું. પણ આ વડલાના ઝાડ નીચે બેસ, ત્યાં છ મહિના રહેવું પડશે. આ વડલો સુકાઈ જશે ત્યારે કહીશ.”
પેલા વિચારકને એક જ વિચાર રાત-દિવસ આવે. આ વડલો જલદી સુકાતો કેમ નથી ! ક્યારે સુકાશે ? રોજ જુએ. ધીમે ધીમે પાંદડાં પીળાં પડવા લાગ્યાં અને ત્રણ મહિનામાં વડલો સુકાઈ ગયો. વિચારક રાજા પાસે ગયો તો રાજાએ કહ્યું. “વડલો નવપલ્લવિત બને, ફળફૂલથી લચી પડે ત્યારે ઉત્તર આપીશ અને નવપલ્લવિત થતાં પહેલાં જો જતો રહીશ તો તને સજા કરીશ.”
પેલો વિચારક રોજ બેઠો બેઠો કહે, “હે વડલા ! તું નવપલ્લવિત બન તો ઉત્તર મળે. ઉત્તર નહિ મળે તો કાંઈ નહિ પણ હું જીવતો ઘરભેગો તો થાઉં.” ત્રણ મહિના પછી કુંપળો ફૂટી. એ દોડી ગયો રાજદરબારમાં. “રાજન ! વડલો નવપલ્લવિત થયો છે.” રાજાએ કહ્યું, “ઉત્તર મળી ગયો ને ? વડલા નીચે બેસી રોજ નિઃસાસા નાંખતો હતો તો તારા નિઃસાસાથી વડલો સુકાઈ ગયો. બીજા ત્રણ મહિનામાં આશીર્વાદ આપવા માંડ્યો, શુભેચ્છાઓ વરસાવવા લાગ્યો તો સૂકો વડલો લીલો થયો.” સંસારમાં લોકોની શુભેચ્છા લો તો વડલાની જેમ નવપલ્લવિત રહો, સખી બનો. અને નિઃસાસા લો તો સુકાઈ જાઓ, દુઃખી બનો.
માત્ર મારું કલ્યાણ થાય એમ નહિ પણ સહનું ભલું થાઓ એમ ઇચ્છો. સહુના ભલામાં મારું ભલું છે એમ વિચારો. કેટલાક કહે કે, બીજા ગયા ખાડામાં... પણ બીજા ખાડામાં જશે તો તમે ટેકરા ઉપર કેમ રહી શકશો ? બીજા સુખી તો તમે સુખી.
૨૬ર * જીવન-માંગલ્ય
Page #272
--------------------------------------------------------------------------
________________
ના
?
સવારે પ્રાણ રેડીને પ્રાર્થના કરો :
शिवमस्तु सर्व जगत: परहितनिरता भवंतु भूतगणाः ।
दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवंतु लोकाः ॥ બધાનું કલ્યાણ હો; બધા સુખની છાયામાં રહો; આ શબ્દો સાથે એકરસ બનો; આ છે પ્રાર્થનાનો સાર. પછી જુઓ કે સુખ તમારે આંગણે દોડતું દોડતું આવે છે કે નહિ. રેડિયોમાંથી તરંગો દ્વારા સંગીત છૂટે તેમ વિશ્વમાંથી સંગીતનાં મોજાં છૂટે. એ ગુપ્ત છે, પ્રચ્છન્ન છે પણ એ એક હકીકત અને બળ છે. જે બધાનું સારું ઇચ્છે એનું બૂરું કરનાર કોણ?
સુવાસ દેખાતી નથી પણ સૂંઘી શકાય છે, એમ આશીર્વાદ દેખાય નહિ પણ અનુભવાય ખરા. સુખનો અનુભવ થાય છે ને ? એ ક્યાંથી આવ્યું ? કેમ આવ્યું ? આશીર્વાદના બીજમાંથી સુખનો છોડ પ્રગટ્યો છે.
સુખની લાલી જીવનમાં લાવવી હોય તો શુભેચ્છાઓ વધારવી પડશે. દુનિયાભરમાંથી શુભેચ્છાઓ ભેગી કરો; જ્યાં જાઓ ત્યાં નમો. નમ્યો તે સૌને ગમ્યો. સુખના દહાડામાં માંથું ઊંચું કરશો નહિ. નમતા રહો. દુનિયાને શીખવા દો કે આ આત્મા આટલો સુખી છતાં કેવો વિનથી !
કોઈ બૂરા વિચાર મોકલે તો આશીર્વાદના જળપ્રવાહમાં એ બૂરા વિચાર તરત જ અંગારાની જેમ બુઝાઈ જાય છે.
વિપુલ પાણીમાં બળતો કોલસો બુઝાઈ જાય એમ શુભેચ્છાના સરોવરમાં કુવિચારોનો કોલસો બુઝાઈ જવાનો જ.
દુનિયામાં શું લેવાનું છે ? શુભેચ્છા. દુનિયાને દેવાનું શું છે ? પ્રેમ.
બધાં પ્રેમ ચાહે છે. કૂતરું માણસને ગમે છે કારણ કે એ પ્રેમી છે. માલિકને જુએ અને નાચવા માંડે. એ બીજી ભાષા નથી જાણતું. એની આંખમાં પ્રેમ છે. માલિકને સાચા દિલથી ચાહે છે. એટલે જ માણસ દીકરાને ન ચાહે એટલો કૂતરાને ચાહે અને સાચવે.
એક માળામાં રહેતું કુટુંબ બીજે રહેવા ગયું. એના ગયા પછી માળામાં રહેનારાઓ કહે કે એ કેવું સારું કુટુંબ હતું ! એનાથી આખો માળો સુવાસિત હતો. તેઓ ગયા અને માળાની રોનક ચાલી ગઈ. માળો ખાલી ખાલી લાગે છે. આમ શા માટે ? એટલા માટે કે એ કુટુંબ જીવન જીવી જાણતું હતું, પ્રેમ અને મૈત્રીની હવા ફેલાવી જાણતું હતું.
શુભેચ્છા લેવાની છે અને નિર્મળ પ્રેમ આપવાનો છે.
પૂર્ણના પગથારે જ ૨૬૩
Page #273
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વાત, છોડવાનું શું ?
ક્રોધને છોડવાનો છે. બહેનોનાં મગજ જલદી ગરમ થઈ જાય છે. તો શું કરવા સંસારમાં પડ્યાં ? ઇચ્છીને સંસાર સ્વીકાર્યો છે, હવે ક્રોધ કરે શું વળે ? જવાબદારી લીધી છે તો પૂરી કરો. સંસારમાં પડ્યાં છો તો શાંતિ રાખો.
ઘણી બહેનો ક્રોધમાં આવે ત્યારે બાળકને મારે, પતિને કટુ વચનો સંભળાવે.
ક્રોધ એક એવો તોફાની વાયરો છે જે વિવેકના દીપકને બુઝાવી દે, પછી સામે કોણ છે તે દેખાય જ નહિ.
ક્રોધ ત્રણ વસ્તુનો નાશ કરે છે : પ્રીતિ, વિવેક અને વિનય.
ક્રોધ આવ્યો અને પ્રીતિ ગઈ. બે મિનિટમાં બધું ખાખ. અરે, ક્રોધી તો પોતાની જાતને પણ નુકસાન કરે. સ્ત્રીઓ ક્રોધમાં આવી જઈને આપઘાત પણ કરે છે ને ? પુરુષોને આપઘાત કરતા જોયા છે ? સ્ત્રીજાતમાં આપઘાતના બનાવો ઘણા બને છે, કારણ કે એ એટલી નિર્બળ બની જાય છે કે પોતાની જાતને પણ જાળવી ન શકે.
પતિ કે પત્ની ક્રોધ કરે એમાં બિચારું નિર્દોષ બાળક ટિચાઈ જાય. પ્રેમનું અમૃત વરસાવતી મા ક્રોધને કારણે કાળી બની જાય.
નિર્બળને ક્રોધ જલદી આવે. વીર જ ક્ષમાવાન હોય. આશીર્વાદનો સંચય કરો, નિર્મળ પ્રેમનું દાન કરો. ક્રોધનો ત્યાગ કરો.
પૂજા કરવા જતાં ફૂલવાળી અડી જાય તો સ્નાન કરી શુદ્ધ થાઓ, પણ ક્રોધરૂપી અગ્નિ શરીરમાં આવે તેનું પ્રાયશ્ચિત્ત શું ? પેલામાં તો પૂજા બગડી ગઈ પણ આમાં તો ભવ બગડી જશે.
ઘણી બહેનો નાનકડી વાત ઉપર એટલો બધો ક્રોધ કરે, ઝઘડો કરે કે આખું જીવન અને વાતાવરણ કટુતાપૂર્ણ બની જાય. ક્રોધનું પ્રાયશ્ચિત્ત લો. તમે જ તમારા ગુરુ બનો. આમ જાગૃતિપૂર્વક પ્રયત્ન કરતાં આ જૂની ટેવ નીકળી જશે. ક્રોધ આવે તો કહો કે મારે ભગવાન આગળ ૧૦૦ ખમાસણાં દેવાં, ૨૦ બાંધી નવકારવાળી ગણવી.
જેની પાસે ક્રોધ નથી એ તો પ્રેમની દીવડી છે. એના પ્રકાશમાં સુખ અને શાંતિ વસે છે.
ચોથી વાત, આત્મચિંતન કરવું.
હું શા માટે આ દુનિયામાં આવી ? મારા જીવનનો હેતુ શો ? મારે શું કરવું જોઈએ ?
૨૬૪ * જીવન-માંગલ્ય
Page #274
--------------------------------------------------------------------------
________________
આમ ડૂબકી મારશો તો જીવનના ઉપયોગનો ખ્યાલ આવશે. અંતરમાં ડૂબકી મારવી, પોતાનું અવલોકન કરવું એ મોટી વાત છે.
પુરાણની આ વાર્તા છે :
હિરણ્યકશ્યપુ ભગવાનને મારવા નીકળ્યો. એની પાસે એક વરદાન હતું, એ ગમે તેને મારી શકે. હિરણ્યકશ્યપુ ત્રણે લોક ફરી આવ્યો પણ ભગવાન એને ન મળ્યા, થાકીને એણે મારવાનું માંડી વાળ્યું. ઘણાં વર્ષો પછી નારદ ભગવાનને પૂછયું : “તમે ત્યારે ક્યાં સંતાઈ ગયા હતા ?” ભગવાને કહ્યું : હું એની પાસે જ હતો, એના હૃદયમાં જ છુપાયો હતો. હિરણ્યકશ્યપુ બધે ગયો પણ પોતાના હૃદય તરફ નજર ન નાખી. એ ક્યારે નાખે ? વાંકો વળે તો ! પણ એ અભિમાની હતો. નમીને નજર અંદર નાખે તો એને ભગવાન દેખાય ને ?”
નમ્ર બનો. થોડી થોડી વારે અંતરમાં અવલોકન કરો. નિરીક્ષણ કરો, તો તમને જ તમારામાં રહેલું પરમતત્ત્વ દેખાશે.
લેવાનો આશીર્વાદ, દેવાનો પ્રેમ. ત્યાગ કરવાનો ક્રોધનો અને જાણવાનું સ્વતત્ત્વ. એ નહિ થાય તો પ્રવાસ નિષ્ફળ જશે.
પૂર્ણના પગથારે જ ૨૫
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૭. આપણું સંસ્કારધન
2. જનો સ્વાધ્યાય “આપણું સંસ્કારધન'
Lછે જે ધન વડે ભારત સમૃદ્ધ હતું, શું સમૃદ્ધ છે અને સમૃદ્ધ થશે. જોકે ઓટ આવી
છે છતાં એની ગૌરવગાથાઓ એવી જ 2 ગવાઈ રહી છે. જે સંસ્કૃતિના નામ ઉપર, જે આધ્યાત્મિક પ્રકાશ ઉપર પશ્ચિમના લોકો આજે પણ વારી જાય છે અને દર વર્ષે ત્યાંથી પ્રવાસીઓ આવતા જ જાય છે એ સંસ્કારધન શું છે તે વિચારીએ.
ધન કોનું નામ ? જે માણસને સમૃદ્ધ બનાવે, સુખી બનાવે, જીવનને જીવવા જેવું બનાવે અને મૃત્યુને મંગળમય બનાવે. જે ધન મનુષ્યને ચિંતા કરાવે, જે ધન માણસને કંગાલ બનાવે છે ધન વડે
કરીને માણસ મનથી અને તનથી અહંકારી 1 અને અજ્ઞાની બને એ ધન નથી, એને પૈસો જે કહી શકો.
પૈસો અને ધન એ બે વચ્ચે મોટું આ અંતર છે. પૈસો જુગારીની પાસે પણ હોઈ
શકે, નટ અને નર્તકી પાસે પણ હોઈ શકે
૨૬૬ * જીવન-માંગલ્ય
Page #276
--------------------------------------------------------------------------
________________
પણ ધન તો સંસ્કારસંપન્ન કરનારી પાસે જ હોય.
એટલા જ માટે પૈસા મળવ્યા પછી પણ ધન મેળવવાનું બાકી રહી જાય છે. જ્યાં સુધી આ ધન ન આવે ત્યાં સુધી એ પૈસાદાર કહેવાય પણ શ્રીપતિ ન કહેવાય, ધનપતિ ન કહેવાય, લક્ષ્મીપતિ ન કહેવાય. લક્ષ્મી, ધન, શ્રી એ બધાંય જીવનની શોભાનાં ઉપનામ છે.
આવા ધનથી ભારત સમૃદ્ધ હતું, પૈસાથી નહિ. પૈસાથી તો અમેરિકા આપણા કરતાં ઘણું સમૃદ્ધ છે; પણ ભારતવર્ષની સમૃદ્ધિ જુદી છે.
જે ધન વડે કરીને માણસ સુખી હોય, પ્રસન્ન હોય, હૃદયનો ઉદાત્ત હોય, જ્ઞાનનો ઉપાસક હોય, જીવનને ધન્ય બનાવતો હોય અને મૃત્યુને મંગળમય બનાવતો હોય એ ધન આપણા દેશનું ધન, જેને હું આપણો વારસો કહું છું. આપણી મૂડી કહું છું.
પૈસો ચાલ્યો જાય તો પણ આ મૂડી ન જાય. માણસ પૈસાથી નાદાર થઈ જાય તો ચાલે પણ આ આધ્યાત્મિક સંસ્કૃતિથી કંગાલ થઈ જાય તે નહિ ચાલે. સંસ્કૃતિથી નિર્ધન અને કંગાલ ન બની જાય એ માટે મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવના શુભ પ્રસંગે આ સ્વાધ્યાયમાં એનું સ્મરણ તાજું કરવા માગું છું.
મહાવીર જૈન વિદ્યાલય” આખર તો એક વિદ્યા પ્રદાન કરનારી સંસ્થા છે. એ લૉજિંગ અને બોર્ડિંગ નથી કે ખવડાવ્યું, રાખ્યું અને રવાના કર્યા !
આ સંસ્થા સાથે મહાવીરનું પવિત્ર નામ જોડાયું છે. અઢી હજાર વર્ષ પહેલાંની ભવ્યતાનું સ્મરણ આ એક નાનકડું નામ કરાવે છે.
અઢી હજાર વર્ષ પહેલાંનો એ જમાનો હતો, જેમાં બુદ્ધ અને મહાવીર વિચરતા હતા, જેમાં અહિંસા અને પ્રેમનો પ્રસાર હતો, જેમાં અધ્યાત્મના પ્રકાશ માટે રાજાઓ રાજ્ય છોડીને, મંત્રીઓ મંત્રીપદ છોડીને, શ્રેષ્ઠીઓ હવેલીઓ છોડીને સંતોના ચરણોમાં જ બેસતા. એમને એમ લાગતું હતું કે આ જ અમારું સાચું ધન છે. વિચાર કરવાનો છે કે એ ધન શું હતું કે જે ધનને મેળવવા માટે પૈસાદારો પણ માનતા કે આ ધન મળે તો જ અમે સાચા ધનપતિ.
મને એક પ્રસંગ યાદ આવે છે, અઢી હજાર વર્ષ પહેલાંનો આ પ્રસંગ છે. ભગવાન બુદ્ધ રાજનગરીમાં આવ્યા છે; એમને વંદન કરવા, એમના જ્ઞાનનું સુધાપાન કરવા કેટલાંયે નરનારીઓ ઉત્સાહભેર જઈ રહ્યાં છે. એ વખતે ગામનો નગરશેઠ પણ જઈ રહ્યો છે. એણે વિચાર કર્યો : “હું ભગવાન બુદ્ધના દર્શને જાઉં છું. એમના ચરણે હું શું ધરીશ? એમની પાસેથી લઈને આવીશ, પણ આપીશ શું ? આપ્યા વિના કંઈ મેળવી શકાતું નથી, ખાલી કર્યા વિના
પૂર્ણના પગથારે * ૨૬૭
Page #277
--------------------------------------------------------------------------
________________
કાંઈ ભરી શકાતું નથી.” અંદર જો જૂનું ભરેલું હોય તો નવું તમે કેમ ભરી શકો ? અંદર ભરેલું હોય એને કાઢી નાખો તો જ તમે નવું ઉમેરી શકો છો.
શિશિરઋત હોવાથી બધાં કમળ બળી ગયાં છે, સુકાઈ ગયાં છે; માત્ર એક જ કમળ રહી ગયું છે. આ કમળને સુદાસ માળી વેચવા નીકળ્યો છે. નગરશેઠ લેવાની વાત કરે છે : “કેટલા પૈસા ?” સુદાસ એક સોનામહોર માગે છે, એટલામાં તો રાજપુત્ર આવે છે. એ કહે : “હું તને પાંચ આપું.” બને વચ્ચે હરીફાઈ ચાલે છે. સોનામહોરની હરીફાઈમાં બન્ને ઘણા આગળ વધી જાય છે.
સુદાસ આશ્ચર્યથી પૂછે છે : “આપ આ કમળનું શું કરવા માગો છો ?” બન્ને કહે છે : “ભગવાન બુદ્ધના ચરણોમાં આ કમળ અમારે ધરવું છે.” સુદાસને વિચાર આવ્યો “જેના ચરણોમાં કમળ ધરવા માટે આ નગરશેઠ અને રાજપુત્ર હરીફાઈ કરે છે એ ચરણો કેટલા પાવન હોવા જોઈએ ! તો આ કમળને વેચું એના કરતાં હું જ જઈને એ ચરણોમાં આને સમર્પિત શાને ન કરું ?” અને એ દોડી આવ્યો, આવીને બુદ્ધનાં ચરણોમાં કમળ ધરી ઢળી પડ્યો.
ભગવાન બુદ્ધે કહ્યું : “વત્સ ! તારે શું જોઈએ છે ?” સુદાસે નમ્ર ભાવે કહ્યું : “માત્ર તમારી કૃપા-નજરનું એક કિરણ મળે અને મારા અંતરનું તિમિર ટળી જાય !”
જે વસ્તુ રાખીએ અને ચોરોને માટે ઉજાગરો કરવો પડે; જે વસ્તુને માટે ભાઈઓને લડવું પડે; પિતા-પુત્રને મન દુઃખ થાય એ ધન નથી. ભગવાન બુદ્ધ શું કહ્યું ? “આજની સભામાં સાચો સંસ્કારી અને ધનપતિ હોય તો આ સુદાસ
છે.
આ વાર્તા ભગવાન બુદ્ધની જાતકકથામાં આવે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એને સરસ વિચારોની કલગી આપી છે. અંદરના અંધકારને દૂર કરવામાં મદદગાર થાય એનું નામ તે ધન છે, બાકી બધુંય પૈસો છે.
આપણે જે ધરતીમાં જીવીએ છીએ, એ ધરતીના અણુઅણુમાં આ ભાવના ભરેલી હતી પણ દેશકાળને લીધે કેટલીક વસ્તુઓ બદલાઈ જાય છે, બદલાઈ જવા છતાં ધરતીમાં જે વસ્તુ પડેલી છે એ ધરતીને સાવ મૂકીને જતી નથી રહેતી.
આપણું આ સંસ્કારધન શું હતું ? આપણી સંસ્કારગાથાને કવિ કાલિદાસે “રઘુવંશ'માં નોંધી છે :
૨૬૮ * જીવન-માંગલ્ય
Page #278
--------------------------------------------------------------------------
________________
शैशवे अभ्यस्तविद्यानां, यौवने विषयैषिणाम् ।
वार्धक्ये मुनिवृत्तिनां, योगेनान्ते तनुत्यजाम् ॥ માનવજીવનના ચાર તબક્કાઓની ચાર વાતો આમાં મૂકી છે. પહેલું શૈશવ, બીજું યૌવન, ત્રીજું પ્રઢત્વ અને ચોથું મૃત્યુ. જીવનના આ ચાર પ્રસંગોને આપણે કઈ કઈ વસ્તુથી ધન્ય અને ચિરંજીવ બનાવી શકીએ એના ઉપાયો આપણને બતાવ્યા છે.
"शैशवे अभ्यस्तविद्यानाम्" શૈશવ શેનાથી અલંકૃત અને ચિરંજીવ બને ? તો કહે, શૈશવ વિદ્યાથી ભર્યું હોવું જોઈએ.
જેમ કોઈ પાત્ર અમૃતથી ભરેલું હોય તો પાત્રમાંથી આપણે એનું પાન કરી શકીએ પણ પાત્ર ખાલી હોય તો ? ખાલી પાત્ર ગમે એટલું સુંદર હોય પણ એનાથી આપણી તૃષા છીપતી નથી. પાત્ર પ્લેટિનમનું હોય તો પણ શું? પ્યાસ તો એમાં રહેલી વસ્તુ જ મિટાવે છે.
એમ શૈશવ એ પાત્ર છે. એમાં વિદ્યા એ અમૃત છે. વિદ્યાનું અમૃત એમાં ભરેલું હોય તો જ એ જીવનની પ્યાસને મિટાવે છે.
શૈશવ એ વિદ્યાને માટે જ હોવું જોઈએ. મુરબ્બીઓએ ધ્યાન રાખવું જોઈએ કે બાળકોના વિદ્યાભ્યાસના સુવર્ણકાળમાં એમના તરફથી જાણતાં કે અજાણતાં એમાં કોઈ પિત્તળ ન મળી જાય કે એમનું સુવર્ણ, જીવનના ખરા સમયમાં ખોટું ન પડી જાય ! આ વાત રાજદ્વારી માણસો, નેતાઓ અને માતાપિતાઓ ધ્યાનમાં રાખે તો બાળકના જીવનમાં સદા વિદ્યાનો જ પ્રકાશ રહે અને એનું શૈશવ સુંદર અને સંસ્કૃત બની જાય.
પણ આજે વિદ્યાનો અને વિદ્યાર્થીઓનો ઉપયોગ ઘણાખરા પોતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે. રાજદ્વારી માણસો એમની પાસે પથરા ફેંકાવીને, કૉલેજો અને યુનિવર્સિટીઓ સળગાવડાવીને, શિક્ષકોની સામે બોલતા કરીને, ચોપડીઓ અને પસ્તકાલયો બાળતા કરીને એમના શૈશવને બગાડી રહ્યા છે. જે બીજાનું શૈશવ બગાડે છે એનો બુઢાપો શા માટે ન બગડે ? એનાં મૂળ કોણ છે ? સત્તાના ઉચ્ચ આસન ઉપર બેઠેલા, જેમનું તમે હારતોરા લઈને સ્વાગત કરો છો અને ગયા પછી નિંદા શરૂ કરો છો !
વિદ્યાર્થીઓ કે જેમનું મન નિર્મળ છે એમના જીવનમાં તમે બગીચો સર્જવાને બદલે એને વેરાન કેમ કરો છો ? Blotting paperનું (શાહીચૂસનું)
પૂર્ણના પગથારે એ ૨૬૯
Page #279
--------------------------------------------------------------------------
________________
કામ, સામે જે હોય તેને ચૂસી લેવાનું છે, પછી એ કાળી શાહી હોય કે વાદળી હોય. એવું જ કામ વિદ્યાર્થીઓના માનસનું છે. એમનું માનસ શાહીચૂસ જેવું શીઘગ્રાહક છે, જે આપો તે ગ્રહણ કરે. આવા બાળમાનસને જે બીજા માર્ગે વાપરે છે, એક રીતે કહું તો, એ ભારતીય સંસ્કૃતિનું murder – ખૂન કરે છે, એ મોટામાં મોટો ગુનો કરે છે.
સુંદર શૈશવને વધારે સુંદર બનાવવામાં આપણે સાથ આપવા પ્રયત્ન કરવાનો છે. આપણા વિચારોથી, આપણી વાણીથી અને આપણા વર્તનથી એમના માનસ પર કોઈ અસંસ્કૃત છાપ ન પડી જાય તે માટે સદા સાવધાન રહેવું પડશે.
- વિદ્યાની ઉપાસના કરતો કરતો વિદ્યાર્થી જીવનનું એક દર્શન મેળવે છે. વિદ્યાર્થી ભણીને આવ્યો એની પ્રતીતિ શું છે? જીવનદર્શન શું છે ? એના માપદંડનાં આ બે પાસાં છે :
એક તો જીવનની શાશ્વત અને અશાશ્વત વસ્તુઓનાં મૂલ્યોનો વિવેક. બીજું પોતાનામાં જેવો આત્મા છે એવા જ આત્માનું દર્શન વિશ્વના પ્રાણીમાત્રમાં કરી પોતાની પરત્વે જે જાતનું આચરણ જાહેરમાં અને એકાંતમાં આચરતો હોય એવું જ આચરણ જાહેરમાં અને એકાંતમાં સર્વ આત્મા પ્રત્યે આચરવાની અભિરુચિ. વિદ્યાનું આ દર્શન છે.
જેની પાસે વિદ્યા આવે એની પાસે આ બે વસ્તુની અપેક્ષા રાખીએ. શાશ્વત અને અશાશ્વત એ બેને વિવેકથી જુદા પાડે. એ જુએ કે એક દેહ છે, બીજો આત્મા છે; એક મૂકી જવાનું છે, બીજું લઈ જવાનું છે. આ બેનો વિવેક થતાં શાશ્વતને ભોગે અશાશ્વતને ન સાચવે. જરૂર પડે તો એ અશાશ્વતને ભોગે શાશ્વતને ટકાવી રાખે. આવી પ્રજ્ઞા, આવો વિવેક જેનામાં જાગે છે એની પાસે વિદ્યા છે. આ બેનું વિશ્લેષણ કરતાં આવડી જાય પછી એને કહેવું પડતું નથી કે તું આત્મા માટે સ્વાધ્યાય કર, પરલોક માટે પ્રયત્ન કર, કારણ કે એ જાણતો હોય છે કે આ મારો આત્મા શાશ્વત છે, એના ભોગે હું દુનિયાની કોઈ પણ અશાશ્વત વસ્તુનો સંચય નહિ કરું; શાશ્વત તત્ત્વને હું હાનિ નહિ પહોંચાડું.
આજે વિદ્યાવાન ઘણા છે પણ આવી જાગૃત વિચારણાવાળા કેટલા ? વિદ્યાથી આ દૃષ્ટિ ન આવે તો માનવું કે માત્ર પુસ્તકિયું જ્ઞાન છે, બીજી રીતે કહું તો માત્ર શબ્દોનો સંગ્રહ છે. એ પુસ્તકાલય બની શકે પણ પ્રાજ્ઞ પુરુષ નથી બની શકતો.
તેવી જ રીતે માણસ માત્ર પુસ્તકો જ રટી જાય, ભણી જાય, યાદ રાખી
૨૭૦ 8 જીવન-માંગલ્ય
Page #280
--------------------------------------------------------------------------
________________
જાય પણ જરૂર પડે ત્યારે આચરી ન શકે તો એ ગધેડા પર લાદેલા ચંદન જેવું ગણાય ને ?
એક વિદ્વાને સરસ વ્યાખ્યા બાંધી કે Man of words and not of deeds is like a garden full of weeds. માત્ર શબ્દોનો સંગ્રહ કરે અને એ સંગ્રહને આચારમાં મૂકવા માટેની અભિરુચિ ન દાખવે એને એક બગીચા સાથે સરખાવ્યો છે; જેમાં પુષ્પો અને ફળો કાંઈ નથી માત્ર કાંટા અને ઝાંખરાં ઊભા છે.
ભણતરથી માત્ર સ્મરણશક્તિ વધે, શબ્દશક્તિ વધે, વાક્યાતુર્ય વધે અને આચારણ ન વધે તો આપણા જીવનમાં ત્યાગનું તેજ કેમ આવે ? વસ્તુને છોડવા માટેની અભિરુચિ કેમ જાગે ? શાશ્વત અને અશાશ્વતનો વિવેક કરવો એ જ તો વિદ્યાનું પ્રથમ લક્ષણ છે.
બીજું દર્શન એ કે મારામાં જે છે એ જ તત્ત્વ વિશ્વના બધા જ આત્માઓમાં નિવાસ કરી રહ્યું છે; તો એકાંત અને જાહેરમાં હું મારા પ્રત્યે જેવું આચરણ કરું છું એવું જ આચરણ હું જગતના જીવો પ્રત્યે કરું. આ દૃષ્ટિથી એના વિચારમાં, એના ઉચ્ચારમાં અને એના આચારમાં એક જાતની ઉચ્ચતા આવે છે. આ ઉચ્ચતા લોકોને રાજી કરવા બહારથી લાવેલી નથી પણ અંદરથી ઊગેલી છે. વિશ્વમાત્રની પ્રાણીસૃષ્ટિમાં ચૈતન્યના નિવાસનું એણે દર્શન કર્યું છે.
આવી દૃષ્ટિવાળા માણસો આપણને દરેક દેશમાં મળી આવે છે. અબ્રાહમ લિંકન એક વાર વ્હાઈટ હાઉસ જતાં કીચડમાં ડુક્કરને તરફડતું જુએ છે. પોતે કીચડમાંથી જઈ એને કીચડમાંથી કાઢે છે, પછી જ વ્હાઇટ હાઉસ જાય છે. ત્યાં કોઈએ ડ્રાઇવરને પૂછ્યું કે લિંકનનાં કપડાંને કીચડના ડાઘા કેમ ? ડ્રાઇવરે કહ્યું કે ડુક્કરને કીચડમાંથી બહાર કાઢતાં ડાઘા લાગ્યા છે. આ સાંભળીને એક મિત્રે આવી લિંકનને ધન્યવાદ આપ્યા. લિંકને કહ્યું : “રહેવા દો. મેં આ કામ ધન્યવાદ માટે કે બીજાને માટે નથી કર્યું પણ ડુક્કરને કાદવમાં તરફડતું જોઈને મારા મનમાં એક વ્યથા જાગી અને એ વ્યાથાનો કાંટો કાઢવા ડુક્કરને કાઢ્યા વિના છૂટકો નહોતો.” આટલું કહીને લિંકન ચાલતા થયા.
બીજાને દુઃખી જોઈને પોતે દુઃખી થવું. આ એક સમભાવ અવસ્થા; પ્રાણીમૈત્રીની ભાવના; વિશ્વમાં રહેલા ચૈતન્યમાં પોતાના જેવા જ એક ચૈતન્યનું દર્શન, પોતાના દુ:ખને દૂર કરવા માટે જેવો પ્રયત્ન કરીએ એવો જ પ્રયત્ન જગતના જીવો પ્રત્યે આપણે કરતા રહીએ. દર્દ દૂર કરવા માટેની આપણી સતત અભિલાષા હોય ત્યારે જાણવું કે આપણામાં વિદ્યાનો પ્રકાશ આવતો જાય
પૂર્ણના પગથારે મ ૨૭૧
Page #281
--------------------------------------------------------------------------
________________
છે, એ વિદ્યા વડે કરીને આપણે ધનવાન બનતા જઈએ છીએ.
રાજસ્થાનના ગામડાનો આ પ્રસંગ છે. બે ભાઈઓ છે, મોટા ભાઈનો વસ્તાર વધારે છે, નાના ભાઈનો વસ્તાર થોડો છે. બન્નેનાં ખેતરો છે, વચ્ચે એક વાડ છે. કાપણી પછી હૂંડાંનો ઢગલો થયો છે. રાત્રે મોટા ભાઈ વિચારે છે કે આ મારો ભાઈ નાનો છે, મેં સંસારમાં માણવાનું બધું માણી લીધું છે, મારી જરૂરિયાત પણ ઓછી છે, નાના ભાઈને વધારે જીવવાનું છે, જરૂરિયાત પણ વધારે છે. આ વિચારે પોતાના ખેતરમાંથી પૂળા લઈને નાના ભાઈના ખેતરમાં નાખી આવે છે. એ જ રાત્રિના બીજા પ્રહરમાં નાના ભાઈને વિચાર આવે છે કે મોટા ભાઈનો વસ્તાર વધારે છે, એ કેવી રીતે ચલાવતા હશે ? હું તો જુવાન અને સશક્ત છું, રળી શકું એમ છું. એટલે એ પોતાના ખેતરના પૂળાઓને મોટા ભાઈના ખેતરમાં નાખી આવે છે. આવી રીતે બેત્રણ દિવસ ચાલ્યું. ચોથી રાત્રિએ બંને ભાઈઓ ભેગા થઈ ગયા. એકે પૂછ્યું. “તું ક્યાં જાય છે ?' બીજાએ પૂછ્યું, “તું ક્યાં જાય છે ?' બન્નેના હાથમાં પૂળા, પેલો આને ત્યાં નાખવા જાય અને આ પેલાને ત્યાં નાખવા જાય !
આ વિદ્યા છે, આ કેળવણી છે. નાના મોટાનો વિચાર કરે, મોટો નાનાનો વિચાર કરે. આ એકબીજાને સમજવાની શક્તિ છે. આવી વિદ્યાથી સમાજનું દર્શન પ્રાપ્ત થાય છે. આવી વિદ્યા વિના કહો, સમાજ ઊંચો કેમ આવે ? સમાજ સુખી અને સમૃદ્ધ પણ કેમ થાય ?
સમાજના દર્શન વિના એકલી આત્માની અને પરલોકની જ વાત કરીશું અને વ્યવહારમાં પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવની વિચારણા નહિ આવે તો મને લાગે છે કે આપણે હવામાં ઊડ્યા કરીશું. જમીન ઉપર પગ પણ નહિ મૂકી શકીએ. જે માણસ જમીન ઉપર પગ મૂકી શકતો નથી એ કદાચ હવામાં ઊડી શકતો હશે પરંતુ સ્થિર નહિ હોય. હવામાં ઊડવાની પણ એક મર્યાદ્ય છે. આખરે માણસને ધરતી ઉપર ચાલવાનું છે. અધ્યાત્મની, ધર્મની જાગૃતિ જો વ્યવહાર શુદ્ધિથી શરૂ ન થાય, બીજા જીવોમાં રહેલા આત્માનું દર્શન કરીને એના પ્રત્યે સમભાવાત્મક બુદ્ધિથી જાગ્રત ન થાય તો જે ધ્યેય તરફ પહોંચવાનું છે ત્યાં એ કદી પહોંચી નહિ શકે. માત્ર આપણા શબ્દોમાં મોક્ષ, વિચારોમાં નિર્વાણ અને કલ્પનામાં મુક્તિ રહી જશે; એની પ્રાપ્તિ તો આવા સમાજદર્શનથી જ થશે.
શાશ્વત અને અશાશ્વતનાં મૂલ્યોનો વિવેક અને સર્વ ભૂતોમાં પોતાના જેવા જ ચૈતન્યનું દર્શન. આ અનુભૂતિ થાય, સમસંવેદન થાય એ જ સાચી વિદ્યા.
૨૭૨ જીવન-માંગલ્ય
Page #282
--------------------------------------------------------------------------
________________
આવો વિદ્યાવાન પુરુષ મનમાં વિચારે છે ત્યારે એ વિચારોની અંદર પણ એક મૃદુ અને નિર્મળ તત્ત્વ હોય છે, એના આચારમાં કોમળતા ને સંવેદના હોય છે. એના આચરણમાં સૌના સુખ અને શાંતિનો પરિમલ હોય છે. એનું દર્શન આત્મસ્પર્શી હોવાથી સમાજને માટે એક આશીર્વાદરૂપ બની જાય છે “શીવને પુરુષાર્થીનામું” જેના શૈશવનું પાત્ર વિદ્યાના અમૃતથી છલકાઈ રહ્યું છે એવા શૈશવમાંથી નીકળીને યૌવનમાં આવો છો. તમારી પાસે શક્તિઓ છે, બુદ્ધિ છે, થનગનાટ છે અને મનમાં કાંઈક કરી જવાની સ્વપ્નસૃષ્ટિ છે. યૌવનમાં જો સ્વપ્ન અને સર્જનાત્મક શક્તિના વિચારો ન હોય તો એ શક્તિ એને જ ખલાસ કરી નાખે છે.
મારે આ સંસારના બગીચામાં એકાદો રોપો રોપીને જવું છે; બને તો સંસારનો બગીચો સમૃદ્ધ બને એવું સુંદર કાર્ય કરું, પણ એક રોપાને ઉખેડીને સંસારના બગીચાને દરિદ્ર બનાવવામાં નિમિત્ત તો ન જ બનું.
એક રાજમાર્ગની બાજુમાં એક એક્યાસી વર્ષના વૃદ્ધ ખાડો ખોદીને નાનકડો છોડ રોપી રહ્યો છે. એટલામાં બે યુવાનો ઠેકડી કરતા પૂછવા લાગ્યા : “દાદા, શું કરો છો ?” “આંબાનું ઝાડ વાવું છું.” “હું ! આ ઉમરે આંબાનું ઝાડ વાવો છો ? એને કેરીઓ આવશે ક્યારે ? અને દાદા, તમે ખાશો ક્યારે ? ઘડપણમાં તૃષ્ણા અને મોહ જાગ્યાં છે !”
વૃદ્ધ નમ્રતાથી કહ્યું : “તારી વાત સાચી છે ભાઈ, તૃષ્ણા તો હોય. હું એમ કહેતો નથી કે મારામાં તૃષ્ણા ન હોય. ન હોવાનો દાવો કરવો એ વસ્તુ હોવાને સિદ્ધ કરવા બરાબર છે. પણ આ જે આંબો હું વાવું છું એ મારે માટે નહિ. આ રસ્તાની બન્ને બાજુ જે ઝાડ ઊગેલાં છે એની છાંયાનો, એનાં ફળનો મેં ઘણાં વર્ષો સુધી લાભ ઉઠાવ્યો છે. તો હવે હું જાઉં છું તે પહેલાં આવતી કાલની પેઢીને કંઈક તો આપતા જવું જોઈએ ને ? એટલે હું વાવતો જાઉં . ગઈ કાલ પાસેથી કંઈક લીધું છે તો આવતી કાલને કંઈક આપવાનું છે, અને આપ્યા વિના ચાલ્યા જઈએ તો આપણે કુદરતના ચોર કહેવાઈએ ! હું ચોર ન બની જાઉં એટલા માટે આ મારો પ્રયત્ન છે.”
પેલા બે યુવાનો આ સાંભળીને નમી પડ્યા, “દાદા, તમને સમજવામાં અમારી ભૂલ થઈ ગઈ છે.”
માણસ માણસને સમજવામાં ભૂલ કરે છે ત્યાં જ જીવનયાત્રાની નિષ્ફળતા છે, માણસ સામાને સમજી શકતો હોય તો એની યાત્રા કેવી સળ થઈ જાય ?
યૌવન શોભે છે પુરુષાર્થથી. ઘણી વાતો કરનારને હું મહત્ત્વ નથી
પૂર્ણના પગથારે ક ૨૭૩
Page #283
--------------------------------------------------------------------------
________________
આપતો, એને માત્ર વાતનો રાજા ગણું છું. તમારા હાથથી કંઈક દયાનું, કરુણાનું, સેવાનું, કાંઈક તો કામ થવું જોઈએ.
ગયા વર્ષની વાત છે. બિહારમાં દુષ્કાળ પડ્યો ત્યારે ચાર-પાંચ લાખ ભેગા કરી ત્યાં ભોજનગૃહ શરૂ કર્યો. ત્યાં કહેવાતા એવા એક આધ્યાત્મિક ભાઈ આવ્યા. કહે : “મહારાજશ્રી ! આત્મકલ્યાણ મૂકીને આ શું ઉપાડ્યું છે ? આત્માની વાત કરો. બિહારમાં લોકો તો જન્મે છે અને મરે છે, એ તો સ્વભાવ છે. કોણ જન્યું તે નથી કર્યું ? એમાં તમે પાંચ લાખ માણસોને અનાજ પહોંચાડ્યું તોય શું અને ન પહોંચાડ્યું તોય શું ? આ મૂકીને એક આત્મજ્ઞાનની શિબિર યોજો ને ! આપણામાં જાગૃતિ જો ન હોય તો ઘડીભર એના વિચારના આચ્છાદનની નીચે આપણી પ્રજ્ઞાનો દીપક ઢંકાઈ જાય. મેં કહ્યું : “આત્માની વાત કરનાર માણસ આત્માઓને દુઃખી જોઈને દ્રવે નહિ, એનો હાથ લંબાય નહિ તો એને આત્માનો અનુભવ થયો છે એમ માનવું એ પણ અજ્ઞાનજન્ય ભ્રમ છે.”
જે જે મહાપુરુષોએ આત્મ-અનુભૂતિ કરી છે તેમના જીવનમાંથી સેવાનાં પ્રત્યક્ષ દૃષ્ટાંત જડ્યાં છે. પંઢરપુરમાં દેવના અભિષેક માટે નામદેવ ગંગાજળ કાવડમાં લઈ જઈ રહ્યા હતા. પણ રસ્તામાં ગધેડાને તૃષાથી તરફડતું જોયું તો એમણે એને એ પહેલાં પાયું. કોઈએ પૂછ્યું “અરે, ગંગાજળ આ ગધેડાને પાયું ?” ઉત્તર મળ્યો “ગધેડામાં આત્મા છે ભાઈ !” આ આત્મદર્શન છે. આ આત્મદર્શનથી તમારામાં સર્જનાત્મક, હકારાત્મક, સેવાની એક સહજ ભાવના જાગી જાય છે. યુવાનીમાં પુરુષાર્થ આ રીતે આકાર લે છે અને આપણી શક્તિઓને એ સમૃદ્ધ બનાવે છે.
“વાર્ધક્ય મુનિવૃત્તના” શૈશવ અને યુવાનીમાં જે તૈયાર થઈને આવેલો છે એ હવે વાર્ધક્યમાં પ્રવેશ કરે છે. વાર્ધક્ય એટલે ઘડપણ જ નહિ. જ્યારથી ધોળા વાળનો પ્રારંભ થાય, જ્યારથી તમને એમ લાગે કે તમારું અંગોપાંગમાં કાંઈક ફેર જણાય છે, દાંત હલવા માંડે, આંખમાં મોતિયો આવે કે શરીર ઉપર કરચલીઓ દેખાય તો વિચાર કરવો કે હવે હું ત્યાં જાઉં છું, આ જીવનનું ત્રીજું સ્થાન છે. શૈશવ અને યૌવનમાં જે ભેગું કરેલું છે એનો ઉપયોગ હવે વાર્ધક્યમાં કરવાનો છે. શૈશવમાં વિદ્યા પ્રાપ્ત કરી, યુવાનીમાં પુરુષાર્થની કાર્યશક્તિ દ્વારા સ્વપ્નસૃષ્ટિ સિદ્ધ કરી, હવે વાર્ધક્યમાં મુનિવ્રત આવે છે.
મુનિ એટલે કોણ ? જે મનમાં આત્માના સંગીતનો અનુભવ કરે, સંસારના વિસંવાદમાં વિદ્યા અને પુરુષાર્થની બે શક્તિઓને લીધે પોતે ચિત્તની
૨૭૪ * જીવન-માંગલ્ય
Page #284
--------------------------------------------------------------------------
________________
એક સમાધાનાત્મક અવસ્થામાં રહી શકે એનું નામ મુનિ. અંદર જે ઝીણું ઝીણું ગુંજન ચાલે છે. એ ગુંજનનો અનુભવ મૌન પાળ્યા વિના, ઊંડા ઊતર્યા વિના થતો નથી.
એક અનુભવી બાપે પોતાના આળસુ દીકરાઓને કહેલું કે હું જાઉં છું પણ મેં ખેતરના ઊંડા ભાગમાં એક ચરુ દાટેલો છે એ કાઢી લેજો. અને બાપ મરી ગયો. પેલા દીકરાઓ તો મંડી પડ્યા ખોદવા. આળસુ હતા પણ ચરુ જોઈતા હતા એટલે ખોદી ખોદીને આખું ખેતર ઉથલાવી નાખ્યું. ક્યાંયે ચરુ ન મળ્યો. એટલામાં વર્ષા થઈ, ખેતરમાં ઘાસ સાથે બીજી વસ્તુઓ ઊગી અને ખેતર મોલથી લચી ગયું.
ત્યારે પેલા વૃદ્ધના મિત્રે આવીને કહ્યું : “તમારા બાપે કહ્યું હતું કે ખેતરનાં ઊંડા ભાગમાં દાટેલું છે એટલે જેમ જેમ ખોદો તેમ ખેતર પોચું થાય. એમાં જે ઊગે એ જ તમારો ચરુ અને એ જ તમારી સમૃદ્ધિ છે.”
વૃદ્ધ પિતાએ દીકરાને જે કહ્યું હતું એ જ વાત હું તમને કહું છું. તમે અંદર જાઓ, ઊંડા ઊતરો. જેમ જેમ તમે તમારામાં ઊંડા ઊતરતા જશો તેમ તેમ તમને નવી જ અનુભૂતિ થશે. આગળ વધતાં એક એવી અનુભૂતિની અવસ્થા આવે છે, જે ભૂમિકામાં અનુભવાય કે જે તત્ત્વ મહાવીરમાં હતું, બુદ્ધમાં હતું, શ્રીરામમાં હતું અને આદિનાથમાં હતું એ જ પરમતત્ત્વ મારામાં છે. આ પરમ તત્ત્વની સમૃદ્ધિનો અનુભવ થયા પછી હું કંગાલ છું એમ લાગે જ નહિ. એમ લાગે કે હું મહાવીર છું, હું બુદ્ધ છું, હું રામ છું, હું આદિનાથ છું.
પણ એમ કહેવા પહેલાં અને એમ કરતાં પહેલાં અનુભવ થવો જોઈએ. અને અનુભવ થાય પછી કહેવાનું રહેતું નથી, અનુભવવાનું જ રહે છે.
ઘણા લોકો કહેતા ફરતા હોય છે “હું આ છું.” જ્યાં આમ કહીએ ત્યાં અનુભવવાની વાત ચાલી જાય છે. અનુભવ મૌન છે. ત્યાં બોલવાનું બંધ થઈ જાય છે.
ભ્રમર મધુરસનું પાન કરે છે ત્યારે ગુંજન બંધ જ હોય છે; ગુંજન ચાલતું હોય છે ત્યારે મધુપાન બંધ હોય છે.
એવી જ રીતે અનુભવ થાય છે ત્યારે બીજી બધી વાતો બંધ થઈ જાય છે. ત્યાં માત્ર અનુભૂતિ જ હોય છે.
આ અનુભવરસનું જેણે પાન કર્યું તેની ખુમારી કદી ઊતરતી નથી, એને સંસારની માનસિક બીમારી સ્પર્શતી નથી; એ સદા અનુભવમાં મસ્ત અને મગ્ન રહે છે,
પૂર્ણના પગથારે * ૨૭૫
Page #285
--------------------------------------------------------------------------
________________
આ અનુભવ કરતાં પહેલાં પહેલી બે ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે. વિદ્યાર્થી જેમ પહેલામાં, પછી બીજામાં, પછી ત્રીજામાં એમ ક્રમશ: આગળ વધતો જાય છે અને એમ ન કરનાર માણસ ઉપરની કક્ષામાં, યુનિવર્સિટીમાં, વિદ્યાપીઠમાં પહોંચી શકતો નથી. એકદમ યુનિવર્સિટીમાં જાય તો એ peon કે સિપાઈ તરીકે જાય અથવા ક્લાર્ક તરીકે જાય પણ એ પ્રોફેસર તરીકે તો નથી જ જઈ શકતો.
એટલે તમારે પણ જીવનની આ ત્રીજી ભૂમિકામાં જતાં પહેલાં શૈશવની અને યૌવનની ભૂમિકાઓને ધીમે ધીમે સરસ બનાવવી જોઈએ.
માણસ સુધરતો સુધરતો જ ઉપર જાય છે. જોકે એમાં પણ અપવાદ (exception) હોય છે. એમાં સાવધાન ન રહ્યા હોય તેમ છતાં ત્રીજી અવસ્થામાં સુધરી ગયા હોય એવું પણ બની શકે છે, પણ એ અપવાદો સામાન્ય નિયમ (General rule) ન બની શકે.
આ ત્રીજી અવસ્થા એટલે અંદરના સંગીતને અનુભવવાનો સમય. આવા માણસો જ સંસારમાં અને સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ બને અને વિદ્યાર્થીઓના ભોમિયા બને છે.
તો એમ ઇચ્છું કે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં થોડાક આવા ઠરેલા, અનુભવી, ચારિત્ર્યવાન અને વિચારોથી સમૃદ્ધ પુરુષો વિદ્યાર્થીઓના વાલી બને. વાલી વિના વિદ્યાર્થીઓને માત્ર બોર્ડિંગ (અને લૉજિંગ) મળે પણ પ્રેમ, વાત્સલ્ય અને સ્નેહ ક્યાંથી મળે ? વિદ્યાર્થીઓને જઈને પ્રેમથી પૂછે કે તમારે શું દુ:ખ છે ? તમારી શી વાત છે ? તો વિદ્યાર્થીઓ વાત્સલ્યથી વંચિત ન રહે, અને જે વાત્સલ્યથી વંચિત નહિ રહે એ સંસ્કારને પણ જીવનભર વાત્સલ્ય આપ્યા કરશે.
પણ જેમને વાત્સલ્ય નથી મળ્યું એ અંદરથી એવા દગ્ધ અને શુષ્ક બની જાય છે કે જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં એ ભયંકર વિકૃતિઓ લાવે છે. બોર્ડિંગ (અને લૉજિંગ)માં ભણતા છોકરાઓ માટે એક psychological problem છે. જેમને માબાપનું વાત્સલ્ય ન મળે, બહેનોનો પ્રેમ ન મળે, ભાઈનો સ્નેહ ન મળે, એમનાં હૃદય આઠ-દસ વર્ષમાં ધીરે ધીરે શુષ્ક બની જાય છે. પછી જ્યારે એ જીવનક્ષેત્રમાં આવે છે ત્યારે પોતાની શુષ્કતાને પરિતૃપ્ત કરવા જીવનમાં જે મળ્યું તે અપનાવીને આગળ દોડે છે. એ વખતે વિવેક અદશ્ય બની જાય છે.
એટલે જેમણે મુનિવ્રત કેળવ્યું હોય, મન અને તનમાં મૌનનું સંગીત હોય તે બહુ ઉપયોગી નીવડે.
“યોગેનાન્ત તનુ જ્ઞા” – ચૌથી વાત બહુ મંગળમય છે. જેનું શૈશવ
૨૭૬ જીવન-માંગલ્ય
Page #286
--------------------------------------------------------------------------
________________
વિદ્યાથી ભરેલું છે, જેનું યોવન સ્વપ્ન અને કાર્યથી સભર બનેલું છે, જેનું વાર્ધક્ય મૌનના સંગીતથી મગ્ન બનેલું છે તે આ દેહને છોડવાનો દિવસ આવે તે કેવી રીતે છોડે ? યોગમાં દેહને છોડે.
યોગની સમાધિમાં દેહ છોડે, પણ યોગ એટલે શું છે ? જેમાં આપણું તન, મન અને ચૈતન્ય એ ત્રણે એક ભૂમિકામાં આવીને વસે તે યોગ. હા, તનનો સ્વભાવ છે એટલે એ બીમાર પણ પડે. એવું નથી કે યોગી પુરુષોને તનની શાંતિ જ હોય. કદાચ અશાંતિ પણ હોય, પણ અશાંતિમાં પણ શાંતિનો અનુભવ કરે તે યોગીની વિશિષ્ટ શક્તિ છે.
યોગીરાજ આનંદઘનજીનો એક જીવનપ્રસંગ યાદ આવે છે. તેઓ માંદા છે. ખૂબ તાવ આવેલો છે. એમનો એક ભક્ત એમને વંદન કરવા જાય છે. આનંદઘનજી તો ગાઈ રહ્યા છે, સંગીતમાં મસ્ત છે. ભક્ત પગ દાબે છે, શરીર ગરમ ગરમ છે, ભક્ત કહ્યું : “ગુરુદેવ ! આપના શરીરમાં તો વર છે.”
આનંદઘનજીએ કહ્યું : “વર તો આ શરીરને છે. આત્મા તો સ્વસ્થ છે.” “અબ હમ અમર ભયે ન મરેંગે” એ ગીત ત્યારે જ પ્રગટ્યું. દેહ વિનાશી છે અને હું તો અવિનાશી છું.
છેલ્લી અવસ્થાની આ ભૂમિકા છે.
મરતી વખતે સીલ અને વીલ એ બે વાતો દૂર રહેવી જોઈએ. એક છોકરો આવીને કહે કે બાપુજી, વીલ કરવાનું બાકી છે, અહીં સહી કરો. બીજો કહે કે સીલ મારો. આમાંથી બચવાનું છે. પહેલેથી જ યોગ્ય વ્યવસ્થા કરી નાખવી.
જિંદગીનો મર્મ કોઈએ એક કવિને પૂછડ્યો ત્યારે એમણે હસીને કહ્યું, કોણ કેમ મરી ગયો એ તમે મને કહો એટલે હું તમને કહું કે એ કેમ જીવી ગયો.” જીવનનું સરવૈયું એ તો મૃત્યુ છે. માણસ કેટલી કૂદાકૂદ કરે છે એ મોટી વાત નથી, એની છેલ્લી ઘડી કેવી જાય છે એ મોટી વાત છે.
આ યોગની આનંદમય ભૂમિકા પ્રત્યેકને મળે અને મૃત્યુ માટે વિદાય લેતાં કહે; હું જાઉં છું. આપણે જીવ્યા, સાથે રહ્યા, હવે રડશો નહિ, આંસુ પાડશો નહિ, કાળાં કપડાં પહેરશો નહિ, કારણ કે હું તો મુસાફર છું. નિમ્ન ભૂમિકામાંથી ઊર્ધ્વમાં જાઉં છું.”
યોગની આવી ભૂમિકામાં વિદાય લેવી, છૂટા પડવું અને સંસારને આત્માનો એક સંદેશો આપીને જવું એ સમગ્ર જીવનનો હેતુ છે, ઉદ્દેશ છે.
આર્યાવર્તનું ધન એટલું બધું સમૃદ્ધ છે કે એનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણું મસ્તિષ્ક આદરભાવથી નમી જાય છે. આપણો વારસો કેવો
પૂર્ણના પગથારે જ ૨૭૭
Page #287
--------------------------------------------------------------------------
________________
મોટો છે ! એ વારસાને આવી કોઈ પળોમાં શાંતિથી બેસીને વાગોળીએ કે એ વારસાના વારસદારોએ વારસાનો કેટલો જાળવ્યો છે !
આપણું ધન - સંસ્કારધન – આપણને મળશે તો આપણે સમૃદ્ધ બનીશું. જીવનની સમૃદ્ધિ આ જ છે.
પ્રારંભમાં જ મેં આપને કહ્યું કે જીવનને પસાથી કે મકાનથી નથી માપવાનું. જીવનને માપવા માટે હૃદય ભાવોથી કેટલું સમૃદ્ધ છે, મન અને મસ્તિષ્ક વિચારોથી કેટલાં સભર છે અને બુદ્ધિ પવિત્રતાથી કેટલી શુદ્ધ છે એ જોવાનું છે. આ વિચારણા માટે આજનો આ મંગળમય દિવસ આપણા સહુને માટે એક યાદગાર દિવસ બની રહો એ શુભેચ્છા.
(નોંધ : મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવના પ્રસંગે યોજાયેલ
પ્રવચનમાળામાં તારીખ ૨૩-૧-૧૮ને મંગળવારે બિરલા ક્રીડા કેન્દ્રમાં પૂ. મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) મહારાજશ્રીએ આપેલ મનનીય પ્રવચન.)
૨૭૮ - જીવન-માંગલ્ય
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૮. પ્રાર્થના અને પુરુષાર્થ
5 વાત સદા સ્મૃતિમાં રહે કે પુણ્યનો
ઉદય એટલે સંપત્તિ નહિ પણ શું સુબુદ્ધિ, અને પાપનો ઉદય એટલે ગરીબી છે. નહિ, પણ દુર્બુદ્ધિ.
માણસો પુણ્યના ઉદયને જગતમાં તે મેળવેલી સંપત્તિ ઉપરથી માપી રહ્યા છે.
કોની પાસે કેટલી સંપત્તિ છે એનો એ હિસાબ કાઢે છે, અને જેની પાસે વધારે સંપત્તિ હોય એને સંસારમાં પુણ્યશાળી ગણવામાં આવે છે. અને સદ્બુદ્ધિ હોય પણ સંપત્તિ ન હોય તો લોકો એમ કહે કે ભણેલો ખરો, મગજ સારું પણ સાવ કડકો
છે, તકદીર નથી, ખાલી છે. આમ એને બૂડ પુણ્યશાળી ગણવામાં નથી આવતો.
જેટલા જેટલા તમને સંપત્તિવાન પુરુષો દેખાશે એ બધા જ તમને ભાગ્યવાન છે અને પુણ્યવાન લાગશે. અલબત્ત, પૈસો છે. પુણ્યથી મળે છે પણ પૈસો એ જ પુણ્ય છે છે એમ નથી. બે વચ્ચે અંતર છે. પૈસો મળે
પૂર્ણના પગથારે * ૨૭૯
Page #289
--------------------------------------------------------------------------
________________
છે એ પુણ્યથી મળે છે એ સાચું પણ પૈસામાં જ બધું પુણ્ય આવી ગયું એવું નથી. એ પૈસો કેટલીક વાર તો કલ્પના પણ ન કરી શકો એવાં પાપોને લઈ આવે છે.
પૈસો ન કરવાના કજિયા પૈસા તમારી પાસે કરાવી શકે; પૈસો આત્માની નમ્રતાના રાજમાર્ગને બદલે ભયંકર એવા અહંકારના ડુંગરાઓમાં અટવાવી શકે છે, અને પૈસો તમને સંતપુરુષોના સમાગમમાં લઈ જઈને ઉપદેશામૃતનું પાન કરાવવાને બદલે મદિરા, માંસ અન મૈથુનના વિષભર્યા ખાડામાં ફેંકી શકે છે.
તાત્પર્ય કે પુણ્યથી પૈસો મળ્યો પણ પુણ્ય એ પૈસો નથી. અહીં પૈસો જ પાપનું કારણ થઈ ગયો. ગણિતશાસ્ત્રની જેમ જ આ જીવનશાસ્ત્ર છે. લોકો ભમ્રમાં પડ્યા છે અને આ ભમ્ર ઠેઠ ધર્મસ્થાન સુધી આવી ગયો છે. જ્યાં જરાક પૈસો દેખાશે એટલે ધર્મોપદેશક પણ કહેશે કે તમારા જેવા ભાગ્યવાન કોણ ?
જગત તો ભ્રમમાં છે, માયાએ તો માનવને ભ્રમમાં નાખ્યો હતો. હવે એ ભ્રમને ઉડાડશે કોણ ? માણસની આ એક પ્રગાઢ નિદ્રા છે. એમાંથી માણસને પ્રબુદ્ધ ક૨શે કોણ ? જગાડનાર જ ઊંઘી જાય તો ! એટલે જ ધીમે ધીમે એ મૂર્છા વધતી જાય છે; પૈસા તરફની દોડ વધતી જાય છે; સંપત્તિની મમતા વધતી જાય છે અને સુબુદ્ધિ તરફ દુર્લક્ષ થતું જાય છે.
સંપત્તિ આવી, ઠીક છે, ખોટું નથી; એની સામ વિરોધ નથી અને એને વખોડવા જેવી પણ નથી. પણ સંપત્તિની સાથે સુબુદ્ધિ આવી કે નહિ એ મોટી વાત છે.
=
જ્યારે સંપત્તિ સુબુદ્ધિ સાથે આવે છે ત્યારે જ એ લક્ષ્મી બને છે, જીવનને અજવાળે છે, તમારામાં એક જાતની રાજશ્રી આવે છે. એ રાજશ્રી શું છે ?
માણસને જીવનમાં ૨સનું દર્શન થાય. એને લાગે કે હું જીવન જીવી રહ્યો છું. એના શબ્દોમાં મધુરતા હોય, મગજમાં નમ્રતા હોય, વિચારોમાં ધર્મ હોય અને આચરણમાં સદાચાર હોય. આ બધીય વસ્તુઓ કોને લીધે આવે છે ? સંપત્તિની સાથે સુબુદ્ધિ આવે તો જ એ બધીય વસ્તુ આવે.
મહાભારતનો એક પ્રસંગ છે. પાંડવો અને કૌરવો શ્રીકૃષ્ણની સહાય માગે છે ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું : “જુઓ, એક બાજુ મારી આ બધી સેના અને
૨૮૦ * જીવન-માંગલ્ય
Page #290
--------------------------------------------------------------------------
________________
વિભૂતિમત્તા છે અને બીજી બાજુ હું એકલો છું. એકલો આવું પણ લડું નહિ. આ બેમાં જે પસંદ કરવું હોય તે કરી લો, કારણ કે મારે મન તો તમે બંને સરખા છો; તમે બધાય એક જ બીજનાં ફૂલ છો; મારે મન તમે સમાન છો.” કૌરવોએ વિચાર કર્યો : “ઓહોહો ! કેટલો મોટો વૈભવ છે, કેટલી મોટી શ્રીકૃષ્ણની સંપત્તિ અને સેના છે ! આ બધું આપણને મળતું હોય તો આ એક ખાલી કૃષ્ણનું આપણે શું કામ છે.' કૌરવોએ કહ્યું, “અમને તમારી બધી વસ્તુઓ હાથી, ઘોડા, સૈન્ય આપજો.' કૃષ્ણ કહે : “કબૂલ છે.” જ્યારે બીજી બાજુ ધર્મરાજાએ કહ્યું, “અમારે કાંઈ ન જોઈએ. અમારે તમે જોઈએ, બીજું કાંઈ નહિ જોઈએ. એક જો તમે હશો તો શૂન્યમાંથી સર્જન થશે અને જો તમે નહિ હો તો આખું સર્જન શૂન્ય થઈ જશે.' આ માગણીમાં જીવનનું દર્શન છે. આ રૂપક છે. ભાષા સમજવી પડશે. કૃષ્ણ એટલે શું ? એનું સૈન્ય એટલે શું ? એનું રાજ્ય ન સૈન્ય એટલે સંપત્તિ, અને કૃષ્ણ એટલે સુબુદ્ધિ.
--
જીવનના ૨થને દોરનારો સારથિ જો સુબુદ્ધિ નહિ હોય તો આ જીવનરથ ક્યાંય અથડાઈ પડવાનો. સમરાંગણમાં અર્જુન જો સફળતા મેળવી શક્યો હોય તો એની બાણાવળી તરીકેની કુશળતાને લીધે કે એના ગાંડીવના પરાક્રમને લીધે નહિ, પણ એક સુકુશળ સારથિને લીધે.
જેની પાસે સદ્બુદ્ધિ છે એને કોઈ જ મારી નહિ શકે. તમે અરણ્યમાં જાઓ, અજાણ્યા પ્રદેશમાં જાઓ, કોઈનાય સથવારા વિના એકલા જાઓ, પણ તમારી સાથે જો સુબુદ્ધિ હોય તો તમને સફળતા મળ્યા વિના રહેવાની જ નથી. પણ જેની પાસે સુબુદ્ધિ નથી, પણ માત્ર સંપત્તિ જ છે એની સંપત્તિ લોકો ઝૂંટવી શકે છે, રાજાઓ એને દંડ દઈ શકે છે અને સરકાર એની ઉપર તપાસ કરી શકે છે. શા માટે ? સંપત્તિ છે પણ સુબુદ્ધિ નથી માટે.
જીવનસંગ્રામમાં જેના જીવનરથનો સારથિ સુબુદ્ધિરૂપ શ્રીકૃષ્ણ છે એ આત્મારૂપ અર્જુનને વિજય મળ્યા વિના રહે ખરો ?
આ સુબુદ્ધિ જેની પાસે હોય એ જ માણસ પુણ્યવાન છે, ભાગ્યવાન છે અને સુબુદ્ધિના જોરે સંસારની સંપત્તિને પોતાની પાસે એ બોલાવી શકે છે અને ન બોલાવે તો જગતની સંપત્તિના સ્વામીઓને પોતાને ચરણે ઝુકાવી શકે છે.
પૂર્ણના પગથારે * ૨૮૧
Page #291
--------------------------------------------------------------------------
________________
એ સાથે ? મારા જન િપના નહિ, જો તમારી
એક સુબુદ્ધિમાન રાજા હતો. એને ત્યાં સંપત્તિવાન રાજા મહેમાન થયો. આ ધનાઢચ રાજાનો વૈભવ અને વિસ્તાર બહુ મોટો હતો. ધનાઢચ રાજાએ આ રાજાને ત્યાં ખૂબ મહેમાનગતિ માણી. આ રાજાનો મહેલ સાદો હતો; અને સાદી એની જીવનચર્યા હતી. પેલા સંપત્તિવાન રાજાએ આ સુબુદ્ધિવાન રાજાને એક પ્રશ્ન પૂછ્યો : “તમે રાજ્ય ચલાવો છો કે સદાવ્રતખાતું ?” રાજાએ પૂછ્યું, “કેમ ? હું રાજ્ય જ ચલાવું છું.” પેલો કહે : “મને તો લાગે છે કે તમે સદાવ્રતખાતું ચલાવો છો ! લોકો પાસે મહેસૂલ લો નહિ, કર વસૂલ કરો નહિ અને ઉપરથી જે છે એમાંથી પણ લોકોને આપી દો, ગરીબોને વહેંચી નાખો અને તમારા રાજ્યભંડારને ખાલી રાખો તો રાજ્ય કેમ ચાલશે ? તમારી પાસે હીરા નહિ, ઝવેરાત નહિ, નીલમ નહિ, પન્ના નહિ, કાંઈ જ નહિ. તમારો ભંડાર પણ કેવો સાદો ? મારા ભંડારની વાત જવા દો, મારા શરીર ઉપરનું ઝવેરાત પણ એક કરોડ રૂપિયાનું થાય. મારા રાજ્યભંડારને તમારા ભંડાર સાથે સરખાવું છું ત્યારે મને લાગે છે કે મારું રાજ્ય છે, જ્યારે તમારું સદાવ્રતખાતું છે. મેં તમારે ત્યાં અન્ન ખાધું એટલે મને થાય છે કે રાજ્ય કેમ ચલાવવું એની રીત શીખવતો જાઉં.” સુબુદ્ધિમાન રાજાએ કહ્યું, “કેવી રીતે ?' એટલે એમણે પ્રજાને કેવી રીતે નિચોવવી, પ્રજા પાસેથી વધારેમાં વધારે કેમ લેવું, છતાં પ્રજા પ્રત્યે કેમ દુર્લક્ષ કરવું અને રાજ્યભંડારને કેમ સમૃદ્ધ બનાવવો એ બધીય વર્તમાન રીતો એણે બતાવી દીધી.
એનું આ કહેવું સાંભળી સુબુદ્ધિવાન રાજાએ કહ્યું, “તમે તમારી રીત બતાવી. તમે કહો તો હું મારી રીત બતાવું.”
હા બતાવો.”
“હું તમને પૂછું કે તમારા રાજ્યની સંપત્તિ કેટલી છે એ કહો.” એ રાજાએ પોતાને જે આછો આછો ખ્યાલ હતો તે આપ્યો. આટલા હીરા, આટલા પન્ના – એમ કરીને જેટલા અબજ રૂપિયા થતા હતા એ બધાય ગણાવીને કહ્યું કે, “મારી રાજ્ય-સંપત્તિ આટલા અબજ રૂપિયાની થાય છે.”
સુબુદ્ધિવાન રાજા કહે, “તમારી પાસે આટલા અબજ રૂપિયા છે, હવે મારી પાસે શું છે તે બતાવું.”
એણે તરત ગામમાં ઢંઢેરો પિટાવ્યો : “હું મુશ્કેલીમાં છું, મારે બીજા રાજાને આટલા અબજ રૂપિયા આપવાના છે, રાજાના રક્ષણનો આ પ્રશ્ન છે.
૨૮૨ * જીવન-માંગલ્ય
Page #292
--------------------------------------------------------------------------
________________
માટે પોતાની શક્તિ હોય એ પ્રમાણે પ્રજા પ્રેમથી પોતાનો ફાળો રાજ્યભંડારમાં નોંધાવી જાય.” ત્રણ દિવસમાં તો પ્રજાએ ધન, રત્નો, હીરા, પન્ના બધુંય લાવી રાજ્યભંડારમાં મોટો ઢગલો કર્યો.
સુબુદ્ધિવાન રાજાએ સંપત્તિવાન રાજાને કહ્યું, “હવે જરા ગણી જુઓ, તમારી સંપત્તિને મારી આ સંપત્તિ સાથે સરખાવી જુઓ.” આ સંપત્તિના ઢગલા આગળ પેલાની સંપત્તિ વામણી લાગતી હતી. “રાજ્ય ચલાવતાં તમને આવડે છે કે મને ? તમે ભેગું કરીને એની રક્ષા માટે ચોકિયાત રાખો છો, પોલીસ રાખો છો, બીજા રાજાઓને શત્રુ બનાવો છો અને અંતે સંગ્રહ કરીને બીજા રાજાઓના મનમાં તમારા પ્રત્યે ઈર્ષ્યા જગાડો છો. અહીં એટલા ચોકિયાત પણ નહિ અને ઈર્ષ્યા પણ નહિ. ઉપરથી તમારા જેવા પણ એમ કહે છે કે સદાવ્રતખાતું ચલાવે છે. મારો ભંડાર મારે ત્યાં નહિ, પ્રજાને ત્યાં છે. મારો રાજ્યભંડાર સંપત્તિ નહિ, સુબુદ્ધિ છે.”
આ બે વચ્ચેનું અંતર તમને ખ્યાલમાં આવ્યું ? સુબુદ્ધિ અને સંપત્તિ. એકની પાસે સુબુદ્ધિ હતી એટલે એ પ્રસન્ન અને સંતોષી હતો; બીજાની પાસે સંપત્તિ હતી એટલે એ સદા પ્રજાને લૂંટવાના વિચારમાં બળ્યા કરતો હતો.
તમારે ત્યાં કોઈ ઘરાક આવે ત્યારે તમને એમ વિચાર આવે ને કે આજે આને બરાબર “શીશામાં ઉતારું.” આ બહુ સારો શબ્દ છે ! અને પછી ઘરાકને બરાબર “શીશામાં ઉતારીને તમે રાજી થતાં કહેશો : ઘરાકને કેવો બનાવ્યો, કેવી રીતે લૂંટ્યો.
શીશામાં ઉતારનાર પોતે પણ ક્યાંક ઊતરી રહ્યો છે એ ભૂલી જવાય છે. તું કોઈકને ઉતારે છે, તને કો'ક ઉતારે છે.
દુબુદ્ધિ એ સહુથી ખરાબમાં ખરાબ વસ્તુ છે. ઘરાકની સાથે વ્યાપાર કરવો હોય તો એમ નહિ ઇચ્છો કે આજ આ બરાબર હાથમાં આવ્યો છે, હું લૂંટી લઉં, મારું ઘર ભરી દઉં. એ તમારી કુબુદ્ધિ તમને સુખે નહિ જીવવા દે.
જો બની શકે તો સરસ વિચાર કરો : “જેમ હું પેટ લઈને બેઠો છું એમ એને પણ પેટ છે. હું જેમ સુખી થવા માગું છું એમ ગ્રાહક પણ સુખી થવા અહીં આવ્યો છે. હું આની સાથે એવો વ્યાપાર કરું કે જેમાંથી મને પણ બે પૈસા મળે અને આ લઈ જનાર માણસ પણ સુખી થાય.” ઘરાકનું સારું નહિ ઇચ્છો ત્યાં સુધી વ્યાપારીનું સારું નહિ થાય. વ્યાપાર એ ત્રાજવું છે. એક
પૂર્ણના પગથારે જ ૨૮૩
Page #293
--------------------------------------------------------------------------
________________
બાજુનું પલ્લું ઘરાક છે, બીજી બાજુનું પલ્લું વેચનાર છે. વેચનાર અને લેનાર બંનેનાં પલ્લાં સરખાં ૨હે તો જ એ ત્રાજવું પ્રામાણિક ગણાય.
ધરતીકંપ એ બીજુ કાંઈ નથી, માણસના જીવનના પડઘાઓ છે. માણસને આઘાત આપે છે, ધડકાવે છે, ગભરાવે છે, સર્બુદ્ધિના અસ્તિત્વનો ખ્યાલ આપે છે. કહે છે કે તું એમ માનીશ નહિ કે બધું વિજ્ઞાન ઉપર જ ચાલે છે. અનિયંત્રિતને નિયંત્રિત કરનારું તત્ત્વ વિશ્વમાં પ્રચ્છન્ન છતાં જીવંત છે, જે અનુશાસન કરી શકે છે. તમે જોશો કે વિજ્ઞાન બધે પહોંચી શક્યું, પણ ધરતીકંપ ક્યારે થવાનો છે એ કહેવાની વિજ્ઞાનનીય શક્તિ નથી.
આ બિચારા જોષીઓની તો વાત જ જવા દો. એ તો ગોરખધંધા જ કરતા હોય છે. એ બધા તકસાધુઓ છે. બનાવ બની ગયા પછી બૉમ્બગોળા છોડનારા અને કહેનારા ગમે તેટલા હોય, પણ ધરતીકંપ પહેલાં કોઈએ આવીને કોઈ છાપાના તંત્રીને કે ખબરપત્રીને નહોતું કહ્યું કે તમે ચાર વાગે બધાને ચેતવી દેજો.
આ પ્રકૃતિનો નિયમ છે. એનો અર્થ એ નથી કે પ્રકૃતિ આપણાથી વિરુદ્ધમાં છે, આપણે પ્રકૃતિથી વિરુદ્ધમાં છીએ. પ્રકૃતિ તો આપણા સંવાદમાં છે. માણસો પ્રકૃતિને પડકાર કરે છે એટલે પ્રકૃતિ પોતાની શક્તિનો આવિષ્કાર એવા કોઈ બનાવો દ્વારા કરે છે.
માણસે માત્ર સંપત્તિ માટે નહિ, પણ સુબુદ્ધિ માટે સાધના કરવાની છે. કદી એ વિચાર આવે છે કે મારી પાસે સંપત્તિ તો આવી, પણ સુબુદ્ધિ છે ? સુબુદ્ધિ ન હોય તો સંપત્તિ આશીર્વાદ બનવાને બદલે અભિશાપ બની જાય છે; સુખ બનવાને બદલે એક ચિંતા બની જાય છે, પ્રભુતા બનવાને બદલે પશુતા થઈ જાય છે; માણસ શેઠિયાને બદલે વેઠિયો બની જાય છે.
પૈસો તમને આરામથી ધર્મ ન કરવા દે, સદ્ગુરુઓનાં વચનામૃત સાંભળવા ન દે, પ્રાર્થના માટે સમય ન કાઢવા દે અને સુખશાંતિથી બેસવા ન દે ત્યારે તમારે વિચારવું જોઈએ કે પૈસાએ તમને સ્વામી બનાવ્યા કે દાસ ? ધનથી જો દાસપણું આવતું હોય તો એ લક્ષ્મીપતિ નહિ, પણ લક્ષ્મીદાસ છે ! એક લક્ષ્મીપતિ છે; બીજો લક્ષ્મીદાસ છે. લક્ષ્મીપતિ કોણ ? જે સંપત્તિને દાસ બનાવે. કોના દ્વારા ? સુબુદ્ધિ દ્વારા. પણ જે લક્ષ્મીદાસ છે એ બુદ્ધિ ગુમાવી દે છે અને જીવનભર લક્ષ્મીનો નોકર થઈને માત્ર આરતી જ ઉતાર્યા
૨૮૪ * જીવન-માંગલ્ય
Page #294
--------------------------------------------------------------------------
________________
કરે છે એની આખી જિંદગી સંચયમાં પૂરી થાય છે. તેમ છતાં લક્ષ્મીને જવું હોય ત્યારે એ આરતી ઉતારનારને પૂછતી પણ નથી કે હું જાઉં ?
પુણ્યનો ઉદય એ સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ છે. જેની પાસે સુબુદ્ધિ છે એની સંપત્તિ ધન્ય છે.
ધર્મ સંપત્તિનો વિરોધી નથી. સંપત્તિ પુણ્યનો એક અંકુર જરૂર છે, પણ એ પૂર્ણ નથી. સંપત્તિને લોકોએ સત્કારી છે પણ સંપત્તિ અલંકૃત કોનાથી બને છે ? સુબુદ્ધિથી. સુબુદ્ધિ હોય તો જ સંપત્તિ અલંકૃત બને છે.
સંપત્તિથી પ્રસિદ્ધિ કે સમૃદ્ધિ આવે, પણ શાંતિ તો સુબુદ્ધિ હોય તો જ
આવે.
આપણને એક બહુ મોટું બિરુદ મળેલ છે, ‘માનવ.’ માનવ થવું એ કાંઈ સામાન્ય વાત નથી. બધાં જ વિશેષણો એની આગળ વામણાં છે. માનવ બનવા માટે સુબુદ્ધિ અનિવાર્ય છે. આ હોય તો જ વિચાર આવે કે હું કોણ છું અને ક્યાં છું.
મિત્ર હોય કે શત્રુ, પણ એના માટે માનવના વિચાર તો મંગળમય જ
હોય.
અમંગળ વિચારો આપણા મંગળ વિચારોને ધૂંધળા કરી નાખે છે. બીજા માટેના અમંગળ વિચારો આપણા જ વિચારોને ધૂંધળા કરે છે. અમંગળ વિચાર ક્યાં આવે છે ? આપણા મગજમાં આવે છે. આપણા મગજના સુવર્ણપાત્રમાં આ ગંદી અમંગળ વસ્તુ શા માટે આવવા દેવી ?
તમારી પાસે માટીનું કોઈ પાત્ર હોય અને તમારા હાથમાંથી સ૨ીને એ ગટરમાં ચાલ્યું જાય તો એમાં ગટરની ગંદકી આવ્યા વિના રહે ? કદાચ ગંદકીને તમે કાઢી નાખો પણ એના અંશો તો રહી જ જાય છે. એને સાબુથી ગરમ પાણીથી ધુઓ, પણ એક વાર ગટરમાં ગયેલું પાત્ર જલદી શુદ્ધ કેમ થાય ?
એવી જ રીતે આપણા મગજમાં ગંદા વિચારો આવી ગયા પછી એટલી વાર તો મગજનું પાત્ર ખરાબ અને ગંદું થઈ જ જાય ને ?
એટલે માટે સારી વસ્તુ એ છે કે સુંદર વિચારો. જે કોઈ તમારી સામે આવે ત્યારે એક જ વિચાર કરો : ‘આનું ભલું થાઓ, મારાથી જો જોઈ શકાય એમ હોય તો એનામાં હું સારું જોઉં અને ન જોઈ શકાય તો ખરાબ જોવાની મારે જરૂ૨ નથી.’
પૂર્ણના પગથારે * ૨૮૫
Page #295
--------------------------------------------------------------------------
________________
સુબુદ્ધિવાન માણસ વિચાર કરતો કરતો ધીરે ધીરે પોતાની અંદરની દુનિયાને પોતે સમૃદ્ધ બનાવતો જાય છે, પણ જો એ ખરાબ વિચાર કરતો થાય તો ધીરે ધીરે એનું અંતર એવું મલિન થાય કે પછી બધે એને અમંગળનું જ દર્શન થાય છે. જગતમાં આજ સંપત્તિ વધતી જાય છે. સુબુદ્ધિ ઘટતી જાય છે. સુબુદ્ધિને વધારવી હોય તો શું કરવું જોઈએ ? પ્રાર્થના. ભગવાનને કાગળ લખવો હોય તો શાહી કે કાગળથી નહિ; એક પ્રાર્થના પૂરતી છે. તમારો અવાજ ત્યાં પહોંચી જાય છે.
પ્રાર્થના એ શબ્દ નથી પણ હૃદયનો પોકાર છે. તમારું હૃદય પોકારે છે : “તારા અને મારા વચ્ચે કેવું અંતર પડી ગયું છે ! તું સુબુદ્ધિનો ભંડાર છે અને અહીં કુબુદ્ધિ સિવાય બીજું કાંઈ છે જ નહિ.”
બાળક જેમ માને પોકારે છે એમ હૃદય પોકારે છે : કાં તો તું મને નજીક બોલાવી લે અગર તો દૂર રહું ત્યાં સુધી તું મને તારી હૂંફ આપ.”
પ્રાર્થના એ માણસને માટે એક અનિવાર્ય અંગ છે. માણસ જ્યારે પ્રાર્થનામાં બેસે છે ત્યારે અંતરનું અવલોકન કરે છે : “મારી પાસે સંપત્તિ છે કે સુબુદ્ધિ ? સંપત્તિ વધી કે સુબુદ્ધિ ?”
એક જમાનામાં લાખ રૂપિયાવાળો લખેશરી કહેવાતો. એનું માન પણ કેટલું ! આજે લાખ તો ઠીક, કરોડાધિપતિને પણ એટલી પ્રતિષ્ઠા નથી મળતી. સમૃદ્ધિ વધી છે, કલ્પના ન કરીએ એટલો પૈસો વધ્યો છે પણ એ સંપત્તિ વધવાની સાથે સુબુદ્ધિ વધી છે કે નહિ એનો માપદંડ એ આપણી પ્રાર્થનાઓ છે.
ભગવાન અને આપણી વચ્ચે એકતાનું દર્શન થાય છે ત્યારે આપણે ભગવાનની પાસે ને પાસે આવતા જઈએ છીએ; અને જેમ જેમ એની પાસે આવીએ તેમ તેમ કુબુદ્ધિ ઘટતી જાય છે અને સુબુદ્ધિ વધતી જાય છે.
ભગવાનની કૃપા એ શું છે ? આપણામાં બુદ્ધિ આવે ત્યારે સમજી લેવું કે હવે ભગવાનની કૃપાનું અવતરણ આપણામાંથી રહ્યું છે. પણ સુબુદ્ધિ ન આવે અને એકલી સંપત્તિ જ આવે તો એમ કહેવું નહિ કે મારા ઉપર ભગવાનના ચાર હાથ છે. ભગવાનના ચાર હાથ હોત તો સુબુદ્ધિ એટલી જ હોત, જેટલી સંપત્તિ.
સુબુદ્ધિ વિનાની સંપત્તિથી માણસને કેટલું નુકસાન થાય છે તેની મીમાંસા એક વિદ્યાને સરસ રીતે કરી છે. સંપત્તિ એકલી કદી નથી રહેતી, કાં તો એ
૨૮૬ * જીવન-માંગલ્ય
Page #296
--------------------------------------------------------------------------
________________
સુબુદ્ધિ સાથે રહે, અને એ ન મળે તો કુબુદ્ધિને બોલવી લે છે. કુબુદ્ધિનાં સંતાન ચાર છે : કામ, મદિરા, જુગાર અને જુલમ, કામથી ૫૨દા૨ામાં રત રહે, મદિરાથી વિવેકહીન બને, જુગારથી અનેક અનર્થો સેવે અને જુલમી પૈસાને જોરે અનેક નરનારીઓને ત્રાસ આપે. આ ચારે દુર્ગુણોને કારણે આવેલી કુટેવો નરનારીઓને ત્રાસ આપે. આ ચારે દુર્ગુણોને કારણે આવેલી કુટેવો જીવનમાં ઘર કરી જાય છે. આખરે સંપત્તિ તો ચાલી જાય છે પણ આવા માણસના જીવનમાં અંતે દુર્ગુણો જ શેષ રૂપે રહે છે. કદાચ આ જન્મમાં સંપત્તિ ન પણ જાય તો પરલોક તો બગડી જ જાય છે, જેનું પરિણામ માણસને પોતાને જ ભોગવવું પડે છે.
સંપત્તિ વધારેમાં વધારે આવે તો સ્મશાન સુધી આવે, જ્યારે માણસે એનાથી મેળવેલા સુસંસ્કાર અગર કુસંસ્કાર જીવ જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં આ લોક કે પરલોકમાં, સાથે જ ચાલ્યા આવતા હોય છે.
એક સંસ્કારી વ્યક્તિએ પ્રાર્થના કરતાં કહ્યું : “ભગવાન ! મને ધન આપે તો આપજે, ન આપે તો કાંઈ નહિ, પણ મને સુબુદ્ધિથી વંચિત ન રાખીશ.”
જેની પાસે સુબુદ્ધિ હોય અને છતાં એ દુઃખી હોય એવો એક માણસ તમે મને બતાવો.
ઘણી વાર ઘણા કહે છે કે ધર્મી માણસો બહુ દુ:ખી હોય છે. હું તમને ખાતરીથી કહું છું કે ધર્મી કોઈ દિવસ દુ:ખી હોઈ શકે જ નહી ! ધર્મી જો દુ:ખી હોય તો ધર્મ દુનિયામાં જીવતો નથી એમ માનજો.
ધર્મ એ બહારનો દેખાવ કે બાહ્ય ચિહ્નો નથી, પણ અંદરની અભીપ્સા છે. અંતરની પ્યાસ એ ધર્મ છે.
જેમ પથ્થરમાંથી પ્રતિમા બનાવવાની અભીપ્સા શિલ્પીને હોય છે એમ આત્મામાંથી પરમાત્મા બનાવવાની અભીપ્સા ધર્મી માણસમાં હોય છે. શિલ્પી રાતદિવસ ખરબચડા પથ્થરને ઘડીઘડીને, ટાંકણાં મારીમારીને, એમાંથી આકાર કોતરતો કોતરતો એને સુંદર પ્રતિમામાં ફેરવી નાખે છે; જેનાં સુડોળ આંખ, મોઢું અને સમગ્ર આકૃતિનું દર્શન કરતાં આપણું હૃદય આહ્લાદથી છલકાઈ જાય છે ! હતો પથ્થર પણ બની પ્રતિમા; કારણ કે એમાં શિલ્પીની અભીપ્સા પ્રગટી.
પૂર્ણના પગથારે * ૨૮૭
Page #297
--------------------------------------------------------------------------
________________
એમ જ કોઈ ધર્મ માણસને થાય કે હું આત્માને પરમાત્મા બનાવું, જીવને શિવ બનાવું, કંકરને શંકર બનાવું, તો એ જંપે ? એની આ અભીપ્સા એને વિલાસ અને વસ્તુઓની ભૂખમાંથી મુક્ત કરાવી વિરાટ તરફ લઈ જાય ત્યારે જ એ જંપે.
ધર્મીમાં ચાર લક્ષણોનું દર્શન થાય છે. એ પ્રમાદી હોય નહિ, એ પ્રાર્થના કદી છોડે નહિ, પુરુષાર્થ એના પ્રાણ હોય અને પ્રામાણિકતાને એ વળગી રહે છે. આ ચાર લક્ષણોવાળો માણસ દુનિયામાં દુઃખી બન્યો હોય એવું કદી બન્યું નથી.
હું હમણાં જ અમેરિકાના પ્રેસિડન્ડ હર્બર્ટ હુવરનું જીવન વાંચતો હતો. તેમાં તેના જીવનનો એક પ્રસંગ આવે છે. યુનિવર્સિટીમાંથી ભણીને કોઈ તરત પ્રેસિડન્ટ થતો નથી. હર્બર્ટ ઇજનેર થઈને આવ્યો અને એક છાપામાં વાંચ્યું કે અમુક કંપનીમાં ઇજનેરની જગ્યા ખાલી છે. એ તરત ત્યાં પહોંચી ગયો, મૅનેજરને મળ્યો. નમન કરીને કહ્યું કે, હમણાં જ યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ થયો છું, મારે નોકરીની જરૂર છે. મૅનેજરે કહ્યું કે, જગ્યા ખાલી છે પણ તે ઇજનેરની નહિ, ટાઇપિસ્ટની. હર્બર્ટે વિચાર કર્યો : “જગ્યા ખાલી હોય તો ભરવી.” ટાઇપિસ્ટ અને ઇજનેરના સ્થાનમાં કેટલું અંતર છે ? પણ એણે વિચાર્યું કે ખાલી બેસી રહેવું, ઉદ્યમ વગરના થઈ જીવવું, એના કરતાં કાંઈક કામ કરવું જોઈએ. એણે કહ્યું, “સાહેબ ! ટાઇપિસ્ટ તરીકે પણ કામ કરવા હું તૈયાર છું.” મૅનેજરે કહ્યું, “ત્રણ દિવસ પછી આવજો.'' ત્રીજે દિવસે ઑફિસમાં એ હાજ૨ થયો અને કામ પર ચઢી ગયો.
"
એક દિવસ મૅનેજર આંટો મારતો મારતો આ બાજુ આવ્યો, જોયું તો હર્બર્ટ બરાબર કામ કરી રહ્યો હતો. એની આંગળીઓ જાણે રમી રહી હતી. મૅનેજ૨ એક મિનિટ ઊભો રહ્યો અને પેલા યુવકને પૂછ્યું, “તમે ઇજનેર છો કે ટાઇપિસ્ટ ? તમારી આંગળીઓ તો કેવી સરસ ચાલે છે, જાણે વર્ષોથી તમે આ કામ કરતા હો.'' હર્બર્ટે કહ્યું, “સાહેબ, જે દિવસે હું આપને મળ્યો ત્યારે ગુરુવાર હતો. આપની પાસેથી જઈને ભાડાનું ટાઇપરાઇટર લઈને મેં ચાર દિવસ, રાત-દિવસ એના ૫૨ જ મહેનત કરી. પ્રાર્થના કરતો ગયો અને પુરુષાર્થ ચાલુ રાખ્યો.'
૨૮૮ : જીવન-માંગલ્ય
Page #298
--------------------------------------------------------------------------
________________
માણસ પુરુષાર્થ કરે નહિ અને એકલી પ્રાર્થના જ કરે, તો એથી કંઈ સિદ્ધિ ન મળે. કોઈ ગાંઠ પડી હોય અને એને એક આંગળીથી ખોલવા જાઓ તો ખૂલે ? રેશમની મજબૂત ગાંઠ ખોલવા માટે બે આંગળી જોઈએ જ.
એમ જીવનની ગાંઠોને ઉકેલવા માટે પુરુષાર્થ પણ જોઈએ અને પ્રાર્થના પણ જોઈએ. એકલી પ્રાર્થનાની આંગળી કામ નહિ લાગે. પુરુષાર્થ વિનાની પ્રાર્થના વંધ્ય છે.
જ્યાં જ્યાં તમે પ્રાર્થનાનું ફળ જોયું હશે ત્યાં ત્યાં એના પહેલાં પુરુષાર્થનું બળ હોવું જ જોઈએ. હા, કેટલાક પ્રસંગોમાં જોવા મળે છે કે ખૂબ પુરુષાર્થ કરવા છતાં સફળતા ન મળે ત્યારે પ્રાર્થનાનો આર્તનાદ એમનો સહાયક બન્યો છે. પણ એ સહાય મળતા પહેલાં પુરુષાર્થ તો હોવો જ જોઈએ.
આજે જીવનમાં આ બે અંગ સાવ છૂટાં પડી ગયાં છે.
એક વર્ગ એવો છે કે જે પ્રાર્થનામાં માનતો નથી. ચોવીસે કલાક ગધ્ધાવૈતરું કર્યા કરે. એ પુરુષાર્થી છે. - બીજો વર્ગ એવો છે કે મહેનત જરાય ન કરે અને કહે કે, મારી પ્રાર્થના ચાલુ છે ને !
હું તો જોઉં છું કે આ બધા લકવાના દર્દીઓ છે. કો'કને ડાબો છે તો કો'કને જમણો, પણ આ છે લકવો. જ્યાં સુધી માણસ આ બંને અંગોમાં – પુરુષાર્થ અને પ્રાર્થનામાં – સમર્થ નહિ બને ત્યાં સુધી એને જીવનમાં સફળતા નહિ જ મળે.
જીવનનું આ એક સૂત્ર છે. જેણે જેણે જીવનમાં સફળતા મેળવી છે એમણે બંને અંગોને બરાબર વાપર્યા છે. એ વીરો પ્રાર્થના કરતા રહ્યા અને પુરુષાર્થમાં મંડી પડ્યા. એના જ પરિણામે એ ઇચ્છિત સ્થાને પહોંચી ગયા.
- હર્બર્ટે સંપૂર્ણ શ્રદ્ધા સાથે એટલી મહેનત કરી કે ચાર જ દિવસમાં પેલા મૅનેજરના મનમાં એ વસી ગયો. એને થાબડીને એણે કહ્યું, “દુનિયામાં એવું કયું સ્થાન છે જે તારા જેવો તેજસ્વી વિદ્યાર્થી ન મેળવી શકે ?” પણ એને એ વખતે ખબર નહિ કે આ માણસ અમેરિકાનો પ્રમુખ થવાનો છે. કામ ગમે તે કરો, પણ એ કામની અંદર સચ્ચાઈ છે કે નહિ એ જ તારનારી વાત છે.”
સચ્ચાઈ એ બહુ મોટી વાત છે. ભગવાનની પૂજા કરતો હોય પણ સચ્ચાઈ ન હો તો પૂજા જેવું ઉત્તમ કામ પણ નકામું બની જાય છે. દિવાળી
પૂર્ણના પગથારે જ ૨૮૯
Page #299
--------------------------------------------------------------------------
________________
કલ્પમાં સાંભળ્યું તો હશે ને ? કેટલા સાધુઓ, કેટલા આચાર્યો નરકે જવાના? આંકડાઓ સાંભળતા પણ થરથરાટ થાય.
- આચાર્યો નરકમાં કેમ જાય એ પ્રશ્ન છે ! કારણ કે, જે વ્યવસાય એ કરે છે એ વ્યવસાયની સાથે વફાદારી ન હોય તો એ આચાર્યને પણ નરકમાં જવું પડે.
તમે ગમે તે ધંધો કરતા હો, પણ એની સામે તમારી નિષ્ઠા એ બહુ મોટી વાત છે. ભલે તમે દુકાને બેઠા હો અને કાપડ ફાડતા હો એમાં પણ તમારી નીતિ હોય ! “હું પ્રામાણિકતાથી આપીશ, ગ્રાહકની સાથે સારો વ્યવહાર કરીશ.” વ્યાપારીનો ધર્મ પ્રામાણિકતા છે.
એક ભરવાડણ બાઈ શેઠને ઘી આપી ગઈ. શેઠે ઘી તો લઈ લીધું પણ શેઠને જરા શંકા પડી. એણે સાંજે ઘી તોળ્યું તો પોણો શેર જ નીકળ્યું. બીજે દિવસે પેલી બાઈ જ્યારે ઘી વેચવા નીકળી ત્યારે શેઠે કહ્યું, “તું કેવી અપ્રામાણિક છે ! તારા ઉપર મેં વિશ્વાસ રાખ્યો. મેં માન્યું કે ગામડાના લોકો જુઠું નહિ બોલે, અનીતિ નહિ કરે; અને તું તો શેર ઘીને બદલે પોણો શેર આપીને ગઈ.”
પેલી બાઈ આશ્ચર્યપૂર્વક પૂછવા લાગી : “હું અપ્રામાણિક ? મારા માથે ઈશ્વર છે. એ શેર જ ઘી છે અને હું કોઈ દિવસ જુઠું નથી બોલતી.” શેઠ કહે, “લાવ ત્યારે તોળીએ. કયા શેરથી તેં આ ઘી તોળ્યું, હતું તે તું મને કહે.” બાઈએ કહ્યું, “મારી પાસે શેર ક્યાંથી હોય ? ગઈ કાલે તમારે ત્યાંથી જ એક શેર સાકર લઈ ગયેલી અને એ વખતે મારે આ ઘી તોળવાનું હતું એટલે એક બાજુ ઘી મૂક્યું અને બીજી બાજુ તમારી સાકર મૂકી. તમે આપેલી શેર સાકરથી મેં આ ઘી તોળ્યું છે. હું બીજું કાંઈ જાણતી નથી ! મારી પાસે શેર અને કાટલાં છે જ નહિ. કાટલું તમારી સાકર.” શેઠને ખ્યાલ આવી ગયો કે, “ઓહ ! મારી સાકરના બદલામાં જ આ ઘી આવેલું છે.”
આ જગતમાં અપ્રામાણિકતા કેમ ફેલાય છે અને ભેળસેળ થઈને તમારે ત્યાં કેવી રીતે આવે છે તે આ વાતમાં જોવાનું છે. આ અપ્રામાણિકતા કોકને દૂધના રૂપમાં આવતી હોય, કો'કને ખાંડના રૂપમાં આવતી હોય, તો કો'કને લોટના રૂપમાં આવતી હોય. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં એ જુદી જુદી રીતે આવે છે. પણ ધ્યાનમાં રાખવાનું છે કે ખાંડમાં ગયેલી અપ્રામાણિકતા ઘીના રૂપમાં
૨૯૦ * જીવન-માંગલ્ય
Page #300
--------------------------------------------------------------------------
________________
ફરીને પાછી આવી જાય છે. એના forms – આકાર જુદા છે, પ્રવાહ એક છે. એ પ્રવાહને પિછાનવો એ જ જીવનનું રહસ્ય છે.
લોકો આ રહસ્યને જોતા નથી. તમે ગમે તે વ્યવસાય કરો; પછી એ પૂજાનો હોય કે પટાવાળાનો હોય, પણ તમારા વ્યવસાય પ્રત્યે તમારી નિષ્ઠા એ બહુ મહત્ત્વની વાત છે.
વણકરનો ધંધો કરવા છતાં કબીરને એમ નથી લાગ્યું કે હું વણકર છું એટલે હલકો છું. એ તો તાણા અને વાણાની સાથે જીવનને સરખાવતા જ ગયા, વણતા જ ગયા અને ભગવાનનું ભજન કરતા જ ગયા.
પોતાના વ્યવસાયને હલકો નહિ ગણતાં વ્યવસાયમાં આવતી વંચનાને હલકી ગણો.
આ તત્ત્વ ધ્યાનમાં રાખીને માણસ જીવનની ચર્ચા કરે તો એનાં પુરુષાર્થ અને પ્રાર્થના એ બંનેમાં સંવાદિતા આવી જાય.
સવારના ઊઠીને પ્રાર્થના કરવાની. કઈ પ્રાર્થના ? પ્રાર્થનામાં એ કે બુદ્ધિ સુબુદ્ધિ બનો. જે જે વસ્તુ મારી સામે આવે એના ઉપર હું સુબુદ્ધિનો પ્રકાશ ધરું અને સુબુદ્ધિના પ્રકાશમાં જ વસ્તુને ગ્રહણ કરું.
પ્રાર્થના એ સવારનો નાસ્તો છે, અને રાતના સૂતાં પહેલાં લેવા લાયક દૂધનો પ્યાલો છે.
ઘણાં મોટાં ઘરોમાં છોકરાને ઉઠાડીને કહેવાતું હોય છે કે, બાબા, દૂધ પી લે બેટા. રાતના દસ વાગ્યા હોય તો પણ સૂવા જતાં પહેલાં પૂછે : “તેં દૂધ પીધું કે ?”
પ્રાર્થના આવો જ કોઈક પ્યાલો છે. માણસ સવારના સુંદર વિચારો અને દઢ સંકલ્પો સાથે ઊઠે અને રાતના સૂવા જાય ત્યારે આખા દિવસમાં જેને જેને મળ્યો એ બધાની સાથે કેવો વ્યવહાર હતો, કોને માટે ખરાબ બોલ્યો, કોને માટે અતિશયોક્તિ કરી, એની આલોચના કરી, ફરી એવું ન કરવાના વિચાર સાથે પોઢે.
આજે સમાજમાં ખોટી અફવાઓ અને નકામી નિદાઓ, ન બનેલી વાતમાં અને બનતા બનાવોમાં સાચી-ખોટી સંમતિ અને ગંદી વાતો આ બધું કેમ બને છે ? કારણ કે પ્રાર્થનામાં આલોચનાનો અભાવ છે.
મને લાગે છે કે લોકો પાસે પ્રાર્થનાના શબ્દો ઘણા છે, ભાવ થોડો છે.
પૂર્ણના પગથારે * ૨૯૧
Page #301
--------------------------------------------------------------------------
________________
શબ્દ વધે અને ભાવ ઘટે તો એમાંથી મળે કાંઈ નહિ. બહુ શબ્દો નહિ, બહુ લાંબાં લાંબાં સોતો નહિ; થોડું, પણ સમજવાનું હોવું જોઈએ.
એક ભાઈ મને કહેતા હતા કે હું સવારે ઊઠીને ગીતાના પાંચ અધ્યાય વાંચી જાઉં છું. મને થયું, “ભલા માણસ, આટલા બધા અધ્યાય વાંચ્યા છતાં શાંતિ નહિ !” એ અધ્યાય વાંચે, યંત્રની જેમ એટલી ઝડપથી એ દોડ્યો જાય કે અર્થની વિચારણા કરવા તો ઠીક, પણ શ્વાસ લેવા પણ ઊભો ન રહે.
પ્રાર્થના એ માત્ર શબ્દો નથી, ભાવ છે. જેમ જેમ તમે ઊંડાણમાં જાઓ તેમ તેમ તમારું ચિત્ત એકરૂપ બને છે. હૃદય અને પ્રાર્થના એક બને તો દુનિયાનું એવું શું છે જે ન બને?
જે જે શબ્દો બોલો એના ઉપર વિચાર કરો. હું જે બોલું છું એ મારા જીવનમાં છે ? કંઈ નવું આવે છે ? પછી તમને જ વિચાર આવશે : “આ પ્રાર્થના હું કરું છું છતાં મારા જીવનમાં સંવાદ કેમ નથી ?”
પ્રાર્થનાની સાથે ચિંતન હોવું જોઈએ. શબ્દોની વિપુલતા નહિ, પણ ભાવનું ઊંડાણ વધવું જોઈએ.
સુબુદ્ધિમાન સાંજે શયન કરવા જાય ત્યારે જેમ જોડા જોડાને ઠેકાણે મૂકે, કોટ કોટને ઠેકાણે મૂકે, ખમીસ ખમીસને ઠેકાણે મૂકે એમ ચિત્તને પરમાત્માના ચિંતનમાં મૂકે, પછી કહે, “હવે હું તારી સાથે છું, એકરૂપ છું.”
પરમાત્માના મહાચૈતન્યના પ્રકાશની સાથે તમારા ચિત્તને જોડી દો. જેમ ઘરના ટેબલ-લેમ્પના પ્લગને સૉકેટમાં ગોઠવતાં જ લાઇટ થાય છે એમ તમે તમારા ચિત્તને પરમાત્માની સાથે જોડી સૂઈ જાઓ, એ પ્રકાશભર થઈ જશે પછી કોઈ ભય નહિ, કોઈનો ડર નહિ અને કોઈ અશુભ અને અમંગળ સ્વપ્ન નહિ. બધું જ શુભ.
રાતના સૂતી વખતે પરમાત્મા સિવાય બધું જ ભૂલી જાઓ. વ્યાપાર પણ ભૂલી જાઓ, સગાં પણ ભૂલી જાઓ, ઝંઝટ પણ ભૂલી જાઓ. આ થોડી શી રાત તમારા આરામ અને વિરામ માટે જ નક્કી થઈ છે. એ આરામમાં પ્રગાઢ શાંતિ જ હોય. એ આરામ કદાચ લાંબો પણ નીવડી જાય તો શી ખબર ? આપણી યાત્રા એ મંગળમય વિચારોની વણઝાર છે.
પ્રાર્થનાનો હેતુ પરમાત્મા સાથેની એકતા છે. સવારની પ્રાર્થનામાં સુબુદ્ધિની માગણી છે અને રાતની પ્રાર્થનામાં આહાર, ઉપકરણ –
૨૯૨ % જીવન-માંગલ્ય
Page #302
--------------------------------------------------------------------------
________________
belongings અને આ દેહની ઉપાધિ, આ બધાંની મમતાનો ત્યાગ છે. રે
પ્રવાસી ! તું સાથે શું લઈને જઈશ ? તો ત્રણ વાત કહી : પ્રવાસી ત્રણને છોડે છે : આહાર, ઉપકરણ અને દેહ; અને આ ત્રણને સાથે લેવાના છે : અરિહંત એ દેવ છે, સુસાધુ એ ગુરુ છે અને જિનેશ્વરે કહેલો અહિંસામય માર્ગ એ સાદાઈનાં સૌંદર્યભર્યા જીવનને જીવતો ધર્મ છે. આ ત્રણને પ્રવાસમાં સાથે લઈ આગળ વધવાનું છે.
મંગળ વિચારોથી આપણે જીવનને સમૃદ્ધ અને સુંદર બનાવી શકીએ. પહેલો વિચાર એ કે પુણ્યનો ઉદય એ સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ : પાપનો ય એ કઠિનાઈ નહિ પણ કુબુદ્ધિ. કઠિનાઈ આવે, ગરીબી આવે તો કહો શા વાંધો છે ? દુનિયામાં ગરીબ કોણ નહોતું ?
પુણિયો ગરીબ નહોતો ? જૂના જમાનામાં પણ ઘણાય એવા ગરીબો હતા જેઓ આ લોકમાં સત્કાર અને પરલોકમાં મોક્ષ પામી ગયા છે.
ગરીબી એ પાપનો ઉદય નથી, કુબુદ્ધિ એ પાપનો ઉદય છે. સંપત્તિ એ પુણ્યનો ઉદય નથી, પણ સુબુદ્ધિ એ પુણ્યનો ઉદય છે.
પૂર્ણના પગથારે * ૨૯૩
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯. સ્ત્રી : જ્વાળા નહિ, જ્યોત
- માનું કે સ્ત્રી એક કવિતા છે.
3 કવિતામાં છંદ હોય છે, શબ્દોનું શું લાલિત્ય હોય છે, જીવનને સપર્શે એવો
એક સ્થાયી ભાવ હોય છે. કાવ્યશાસ્ત્રના નિયમોથી સુબદ્ધ કવિતા જ, ઉત્તમ
કવિતામાં લેખાય છે. તે જ પ્રમાણે સ્ત્રીના જ જીવનમાં પણ સંયમ અને સત્યભાવ વગેરે હું હોય તો તેનું જીવન પણ કવિતા બને છે, છે નહિ તો બને છે કેકારવ – જે કલહ, ભૂળ કંકાસ અને કટુતાથી કલુષિત હોય છે.
શાણી સ્ત્રી જીવનને કવિતામય, જ કલ્યાણમય અને સંવાદમય કેમ બનાવી શકે જ છે તે જ આપણે વિચારવાનું છે.
સ્ત્રીની શક્તિને જયોત અને વાળા છે એવી બે ઉપમા આપી શકાય. જ્યોત પ્રકાશ
આપે છે, અંધકારને દૂર કરી સર્વને ઉજ્જવળ કરે છે, જ્યારે વાળા ભસ્મ કરે જ છે, લાંબા કાળના સર્જનનો નાશ કરી # વાતાવરણને ઉજ્જડ કરે છે. જગતનો છે ઇતિહાસ આ બંને વાતનાં ઉદાહરણ પૂરાં
પાડે છે.
૨૯૪ : જીવન-માંગલ્ય
Page #304
--------------------------------------------------------------------------
________________
જ્યોતની શક્તિને દીપ્તિ છે; વાળાની શક્તિને કાલિમાં છે. એક જ પ્રકારનાં કેવાં બે જુદાં સ્વરૂપ !
સ્ત્રીના જીવનવિકાસમાં કે નવનિર્માણમાં આ ભાવના મુખ્ય ભાગ ભજવે છે. સ્ત્રીઓએ વિચારવાનું છે : “એને શું બનવું છે ? જ્યોત કે જ્વાળા ?” યોગ્ય દીક્ષા અને શિક્ષા મળે તો જ્યોત, નહિ તો જ્વાળા. સુપાત્રે જ્યોત, કુપાત્રે જવાળા ! જ્યોત એવું જીવન જીવી જાય છે કે જેથી સંસાર ઉજ્જવળ અને સુંદર બને, રમ્ય અને રસવંત બને; મહાપુરુષો પણ તેની સામે મસ્તક ઝુકાવે,
અત્યારે તમારો એવો સમય છે કે જ્યાં નિર્ણય થવાનો છે. આવતી કાલનાં દ્વાર ખોલવાની ચાવી તમારે હાથમાં લેવાની છે. તમારું અત્યારનું જીવન આશાથી સભર છે, સ્વપ્નોથી સુંદર છે, લાગણીઓથી છલોછલ છે. પણ લાગણીના ખોટા પૂરમાં તમે ક્યાંક તણાઈ ન જાઓ તે માટે અત્યારથી જ તમારે સાવધ રહેવાનું છે અને સજાગ બનવાનું છે.
માણસ પાસે ત્રણ સાધન છે : વિચાર, ઉચ્ચાર અને આચાર. વ્યક્તિ પોતાનો વિકાસ કે વિનાશ આ જ સાધનાથી કરે છે. પહેલાં વિચારનો ઉદય થાય છે, પછી ઉચ્ચાર આવે છે અને અંતે આચારનું દર્શન થાય છે.
સરકારના ભયથી કે દંડના દબાણથી આચાર સારો રાખી શકાય, સત્તા કે સમાજની બીકે ઉચ્ચાર પણ સારો રાખી શકાય, પણ વિચાર માટે કઈ સત્તા કે કયો ભય ? માણસ આચારમાં કે ઉચ્ચારમાં દંભ કરી શકે પણ પોતાના વિચારોથી પોતે દંભ કેમ કરી શકે ?
કોઈ માણસ જો આચારમાં ખરે જ સારો હોય તો તે મૂળ સ્વરૂપે વિચારમાં સારો હોવો જ જોઈએ. વિચાર આત્મસાતુ છે; આચારને ઉછીનો લાવી શકો છો, કારણ કે તે પર છે. પણ વિચાર તો લોહીમાં વણાયેલ છે. જીવનને કવિતામય બનાવવા વિચારમાં આવા સૌંદર્યની આવશ્યકતા છે.
એકલતાની ઘડીમાં પણ વિચાર કઈ દિશામાં કામ કરે છે તેનું અવલોકન કરતા રહો. મહાન પુરુષો પોતાના વિચારની ચોકી કરે છે. એકાદ શુભ વિચાર એકાન્તમાં પણ આવી ગયો હોત તો તેનું પ્રાયશ્ચિત્ત કરે છે. ગાંધીજી ઉપવાસ પછી વધુ પ્રસન્ન દેખાતા. એ ઉપવાસથી કદી થાકતા નહોતા તેનું કારણ એમણે લખેલ મીરાંબહેન ઉપરના પત્રમાથી તારવી શકાય છે : “ફૂલ રાતના ઝાકળમાં ધોવાઈને શુભ્ર અને તાજું બને છે, તેમ મારા સાથીઓથી થયેલા અપરાધોને ધોઈને ઉપવાસ પછી હું બહાર આવ્યો છું.”
અશુભ વિચાર ધોવાઈ જવાથી મન હળવું થતાં જે પ્રસન્નતા આવે છે તે ઓર છે.
પૂર્ણના પગથારે * ૨૫
Page #305
--------------------------------------------------------------------------
________________
આજે જે બહેનો અને ભાઈઓમાં વિષાદ છે, Depression અનુભવાય છે, હિસ્ટીરિયા આવે છે, તે બતાવે છે કે તેમના વિચારોમાં કંઈક અવ્યવસ્થિત તત્ત્વ રહેલું છે, જેને લીધે એમનું સમત્વભર્યું વ્યક્તિત્વ નષ્ટ થયું છે.
દુનિયામાં તો આજે જે પોતાના વિચારોને સંતાડી જાણે છે, તે લોકો મુત્સદ્દી ગણાય છે. જે હોય તે બોલે નહિ; જે બોલે તે હોય નહિ – આવી હવા પામી છે.
એક ભાઈએ મને પુસ્તક આપ્યું. એનું નામ હતું : “How to win Friends and Influence People.” મેં એમને કહ્યું : “આ પુસ્તક આત્માના વ્યક્તિત્વને પ્રગટ કરવાનું નથી શીખવતું પણ માત્ર polished કેમ બનવું તે બતાવે છે. એમાં સાચા બનવા કરતાં સારા દેખાવા પર વધુ વિવેચન છે. સભ્યતા રાખો એ સારી વાત છે, પણ એ સભ્યતા સહજ રીતે અંદરથી આવવી જોઈએ. સભ્યતા રાખવા ખાતર રાખવી, એનો અર્થ દંભ પણ થાય. આજે યુરોપના “વેરી ફાઇન', “નાઇસ', “થેન્ક યુ' જેવા શબ્દો કેટલા પ્રચુર રીતે વપરાય છે ! પણ તે ફકત બાહ્ય વિવેક ખાતર જ વપરાય છે. આ શબ્દો જો સહૃદયતાથી બોલાય તો શ્રેષ્ઠ, પણ આચારના દંભરૂપે વપરાય તો ? હું માનું છું કે વિવેક માટે બોલાતા શબ્દોમાં વિવેક તો જોઈએ જ.”
માણસના વિચારને સત્ય આકાર આપવા માટે, ઉચ્ચાર અને આચાર એ બે સાધનો છે. આ બે માધ્યમ દ્વારા માણસમાં રહેલું શુભ તત્ત્વ બહાર આવે છે. એના ભાવમાં રહેલું સૌંદર્ય ઉચ્ચાર દ્વારા આકાર લે તે જ ઉદ્દેશ છે. પણ હું તો જોઉ છું કે કેટલાક લોકો સડી ગયેલા શાકના ભાગને સમારતી વખતે કાપીને ફેંકી દે છે, પણ સડેલા વિચારોને સંગ્રહી, મનની અંદર રાખી મૂકે છે.
કેટલાક લોકો એકાન્ત મળે અને એકલા હોય ત્યારે એવું વાચન વાંચે કે સભ્ય વ્યક્તિ તો એ જોતાં પણ ક્ષોભ પામે. આ એકાન્ત શાને માટે છે ? શુભ વિચારોને અશુભ કરવા માટે ? વિચાર એ તો વ્યક્તિનો પાયો છે. પાયો અશુભ હોય તો ઇમારત શુભ કેમ બની શકે ?
પ્લેટફોર્મ પર જુઓ. એક ટ્રેન અમદાવાદ તરફ જનારી હોય છે તો બીજી પંજાબ તરફ. લોકો એક જ પ્લેટફોર્મ દ્વારા અંદર આવે છે. તે વખતે પંજાબી અને ગુજરાતી પ્રવાસી સાથે હોય છે. બંને ગાડીઓ પણ પાસે પાસે ઊભી હોય છે. પણ ચાલુ થયા પછી બંને વચ્ચે ધીરે ધીરે અંતર વધતું જાય છે. એક અમદાવાદ પહોંચે છે, બીજી પંજાબ. તે પ્રમાણે વિચારોનું અંતર પણ પ્રારંભમાં નહિ દેખાય, પણ જીવનનું અંતર કપાતાં તે અંતર વધતું જાય છે. સંત પણ વિચારથી થવાય છે અને શેતાન પણ વિચારથી જ થવાય છે. સૌંદર્ય
૨૯૬ * જીવન-માંગલ્ય
Page #306
--------------------------------------------------------------------------
________________
કે સિતમભર્યા સંગ્રામ વિચારનું જ પરિણામ છે !
જે વ્યક્તિ વિચાર સાથે જાગ્રત છે તે જ જીવનમાં સંવાદ સર્જી શકે છે. એ માટે જીવનના ઊંડાણમાં જાઓ. ક્યાંય સૌથી વધુ ઊંડાણ હોય તો તે જીવનનું છે. જે ઉપરની સપાટી પર છે તે તો માત્ર આસપાસ પરકમ્મા જ કરે છે. તેને ખબર નથી કે જીવન એ સપાટી ઉપર નહિ પણ ઊંડું છે, ગહન છે.
તમે અત્યારે ભણો છો. તમારો આ સમય અભ્યાસ માટે છે. તમે તમારા માર્ક્સ અને ક્લાસ લાવવા માટે જાગ્રત રહો તે સહજ છે; પણ મૂળ જીવનદૃષ્ટિને ચૂકો નહિ. જીવનદૃષ્ટિ વિનાનું, માત્ર પુસ્તકિયું જ્ઞાન તમને ઊભા નહિ કરી શકે. વિપત્તિમાં પણ ઉન્નત મસ્તકે અને સ્વસ્થતાથી જીવન જીવવાનું બળ આ દૃષ્ટિથી જ મળી શકે છે.
જીવનના અવલોકનથી અંદરની વ્યક્તિ વિરાટ રૂપ લે છે, વિચાર સુવિચાર બને છે, વિચાર-વિચાર વચ્ચે સંવાદ ઉત્પન્ન થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે.
અત્યારે મને સૌરાષ્ટ્રમાં બનેલી એક ઘટના યાદ આવે છે. એ ગુલાબબાઈના જીવનમાંથી તમનેય પ્રેરણા મળશે.
મોહનનું લગ્ન એક શ્યામ પણ સંસ્કારી કન્યા ગુલાબ સાથે થયું હતું. થોડાં વર્ષ પછી મોહનને એક ધનવાનની મૈત્રી થઈ. મોહનને તે મુંબઈ લાવ્યો. ત્યાં તે નોકરીએ રહ્યો. હોશિયારીથી આગળ અને આગળ વધતો જ ગયો. શેઠે જોયું કે મોહનની પકડ ગ્રાહકો પર અને ધંધા પર સારી છે. એટલે એને ચાર આની ભાગ આપ્યો. દિવસ જતાં એનો આઠ આની ભાગ થયો.
દુઃખના એના દિવસોમાં એની પત્ની એને પ્રેરણા આપતી રહી હતી, સેવા કરતી અને એ દુઃખના દિવસોને હસીને પાર કરવામાં છાયાની જેમ સહાયક બનતી. પણ હવે જોતજોતામાં સુખ અને સંપત્તિના દિવસો આવી મળ્યા. પૈસો વધતો જ ગયો. હવે એ મોહન નહિ, મોહનલાલ થયો.
અર્થ કેટલીક વાર અનર્થને તેડી લાવે છે ને ! ધન પણ પ્રમાણમાં મળે તો સારું, પણ વધુ પ્રાપ્તિ કેટલીક વાર મુસીબતનું કારણ બને છે. આજે નખ વધારવાની ફૅશન થઈ ગઈ છે એટલે શું કહું ? પણ તે પ્રમાણસર હોય તો સારા; વધુ હોય તો તેમાં મેલ ભરાય. ધન પણ વધુ હોય તો તેમાં કચરો ભરાય અને કોક વાર મૂળમાંથી ઊખડી જાય.
મોહનલાલ પાસે ધન આવ્યું. એટલે એની સાથે કહેવાતા મિત્રો પણ આવ્યા. એક સાંજે મિત્રોની આ મંડળી કોઈ મોટી હોટલમાં ભોજન-સમારંભ
પૂર્ણના પગથારે * ૨૯૭
Page #307
--------------------------------------------------------------------------
________________
માણી રહી હતી. તેમાં એક વરણાગી દોસ્ત ટપકું મુક્યું, “ભલા માણસ ! આટલો પૈસો છે, આ નવી ગાડી છે છતાં ઊતરી ગયેલા મૉડલની આ સ્ત્રી લઈને ફરતાં તને શરમ નથી આવતી ?”
ગુલાબની સુવાસ ફેલાવનારા મિત્રો આજે ક્યાં છે ? હવે ઘરોમાં અને બ્લોકોમાં પણ મોટાં મોટાં કુંડાઓમાં ગુલાબને બદલે વિદેશી થોરિયાં વધતાં જાય છે ! મિત્રો પણ એ થોરિયા જેવા જ મળે ને ! પેલા મોહનના મનમાં વાત એવી રીતે મૂકી કે એ કાંટાની જેમ સીધી એના જ દિલમાં ઊતરી ગઈ.
એણે પત્નીને દેશમાં રવાના કરી દીધી. મિત્રોને રખડવાનું મેદાન મળી ગયું. બ્રેક હતી તે નીકળી ગઈ. ગાડી અનાચારને માર્ગે પૂરપાટ દોડવા લાગી. પૈસો આવ્યા પછી મુંબઈમાં પૂછવું શું ?
મોહનની મા કજિયાળી અને કડક હતી. એણે તો વહુના ગુણ જોવાને બદલે એના શ્યામ રંગને જ આગળ કર્યો. ત્રાસ આપવા લાગી. એના પર કામનો ઢગલો નાખ્યો. ગુલાબને ચાર વર્ષનો કિશોર નામનો પુત્ર હતો. ગુલાબ માનતી હતી કે ભલે એને સાસુનું કે પતિનું સુખ નથી પણ પોતાનો પુત્ર પોતા પાસે છે, એ ઓછું સુખ છે ? જીવન વિલાસ માટે નહિ, વિકાસ માટે છે. દુનિયાને ફળ અને ફૂલ આપવા માટે કોઈકે તો મૂળિયું બની જમીનમાં દટાવું જ રહ્યું. આવી ભાવના ગુલાબના વિચારોમાં હતી. એ બોલતી થોડું, પણ સમજતી ઘણું; એટલે એ પોતાના બાળકમાં સંસ્કારસિંચનના કામમાં લાગી રહેતી. કિશોર આઠ વર્ષનો થયો. તેનું ઘડતર સુંદર થયું હતું. -
સૌથી મોટો શિક્ષક મા છે. નેપોલિયને કહ્યું છે, “મા સો શિક્ષકની બરાબર છે.” આવું કહેનારને માતાએ પ્રેરણાનાં કેવા પીયૂષ પાયાં હશે ? બાળકને પહેલાં મા ઘડે છે, પછી પિતા સભ્યતા શિખવાડે છે, પછી શિક્ષક શિક્ષણ આપે છે અને અંતે સમાજ એને ઘડે છે.
મોહન કિશોરને મુંબઈ તેડી ગયો. એને કોન્વેન્ટમાં મૂક્યો. અહીં એ ભણવામાં પહેલો આવે છે. એક વાર એણે કહ્યું, “પપ્પા ! મારી મમ્મીને અહીં બોલાવો ને !”
મોહને મોં બગાડી કહ્યું, “તારી મમ્મી કેવી કાળી છે ! તું કેવી સ્કૂલમાં જાય છે ! ત્યાં આવતાં બાળકોનાં મમ્મી કેવાં હોય છે ! તારી કાળી માને મમ્મી કહેતાં તને શરમ નહિ આવે ?”
દશ વર્ષના નિર્દોષ મગજમાં એણે ઝેરી વિચાર ધીમે રહીને મૂકી દીધો. બાળકો તો શાહીચૂસ કાગળ જેવા હોય છે. કિશોરના કુમળા મગજમાં આ
૨૯૮ * જીવન-માંગલ્યા
Page #308
--------------------------------------------------------------------------
________________
વિચાર હવે આકાર લેતો ગયો : “મારી મા સારી છે, મીઠી છે, પણ સાચી વાત છે કે એ કાળી છે. હા, જરા કદરૂપી છે.”
સાસુને થયું કે આ શ્યામાએ મારી દિકરાની જિંદગી બગાડી. એને એમ ન થયું કે પૈસાના જોરે એનો પુત્ર રખડું થયો. પૈસો ન હોત તો દેવી જેમ પૂજત, પણ પૈસો થતાં એને એ જૂની મૉડેલ લાગી !
વહુ વિચારતી : “મારી ચામડી શ્યામ છે, દિલ તો શ્યામ નથી ને ? મારા વિચારો ઊજળા છે, પણ તેને મોહન ધનના મદમાં આજ હવે નથી જોઈ શકતો; પણ ભગવાન તો જુએ છે ને ? કંઈ નહિ, કોલસો પણ આગમાં બળી જાય છે ત્યારે તેની રાખ તો ધોળી જ થાય છે ને ! કદાચ મારા જીવનમાં પણ એમ જ કાં ન બને ? મારા સમર્પણમાંથી ઉજ્વળતા કાં ન પ્રગટે ?”
કિશોર વીશ વર્ષનો થયો. એનાં લગ્ન લેવાયાં. મુંબઈની કૉલેજના સુધરેલા મિત્રોની મંડળી સાથે કિશોર પોતાની મોટી કારમાં આવી પહોંચ્યો. જાન બાજુના ગામમાં જવાની હતી તેની તૈયારીઓ થઈ.
કિશોરને જોઈ માનું હૈયું હર્ષથી ફૂલું ફૂલું થાય છે. એને ત્યારે ખબર નહિ કે કિશોરના હૈયામાં પણ ઝેર પ્રસરી ગયું છે. એને તો બિચારીને મનમાં સંતોષ છે કે બધાં પરાયાં થઈ ગયાં છે પણ એનો પુત્ર તો એનો જ છે ને ? આ લોહીની સગાઈ છે.
આવા વિચારોમાં પરણવા જતા કિશોર પાસે એ જાય છે. વાત્સલ્યથી ઊભરાતા હૈયે દીકરાના કપાળમાં ચાંલ્લો કરવા હાથ લંબાવે છે. પણ કિશોરના મગજમાં તો પૂર્વગ્રહ છે. એને માતાના મમતા ભરેલા વાત્સલ્યથી ઊભરાતા હૃદયનું દર્શન નથી થતું પણ કદરૂપી અને અભણ – સામાન્ય સ્ત્રી જેવી સ્ત્રી દેખાય છે. એણે મા સામે હસીને જોયું પણ નહિ, તે બહાર નીકળી ગયો. ધામધૂમથી જાન ગઈ. કિશોરની મા અને તેની દાદી ઘેર રહ્યાં.
મા માટે આ ઘા કારમો હતો. એણે આવા પ્રસંગની તો કલ્પનાય નહોતી કરી. “સૌ પરાયા થયા પણ પોતાનો પુત્ર પરાયો થાય ! બીજા તો ચામડીનો રંગ જુએ પણ એનો પુત્ર પણ એ હરોળમાં બેસે ! જગત તો દિલ ન સમજે પણ પુ પણ ન સમજે ! તો પછી જીવવાનો અર્થ શો ? કાંઈ નહિ, મેં તો મારી ફરજ બજાવી. સ્વકર્તવ્ય કરતાં કરતાં ખપી જવામાં જ જીવનનો સાર છે.” " એ જ રાતે કજિયાળાં દાદી અંદરના ઓરડામાં સૂતાં છે. કિશોરની બા બહારના ઓરડામાં છે. ત્યાં એના ઘરમાં પાછળના ભાગમાં આગ લાગી. ધુમાડો અને આગના ગોટા અંદરના ઓરડામાંથી આવતા દેખાયા. એક ક્ષણનો
પૂર્ણના પગથારે જ ૨૯૯
Page #309
--------------------------------------------------------------------------
________________
પણ વિચાર કર્યા વિના ગુલાબ દોડી. લાત મારી કમાડ તોડ્યું અને ધુમાડાની અંદર મૂંઝાઈને રાડારાડ કરતાં સાસને એણે પોતાના ખભા પર નાખી બહાર કાઢ્યાં. આ બધું કરતાં એના હાથ દાઝી ગયા, મોઢાને ઝાળ લાગી અને પગ પણ દાઝયા. પણ એનાં સાસુ સંપૂર્ણ રીતે બચી ગયાં.
આ જીવનદાનના મહાન સમર્પણથી સાસુનું હૃદય હવે પલટાયું. એના મન પર લાગેલો કચરો જાણે કે આ આગમાં બળી ગયો. એણે પોતાની આ ગુલાબવહુમાં રહેલા ઉજ્વળ આત્માનું દર્શન કર્યું. એની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. એના પગમાં પડી એ માફી માગવા લાગી : “તારી તો મેં આજ સુધી નિંદા જ કરી છે. તારા પર દુઃખનો ભાર નાખવામાં મેં બાકી રાખી નથી, છતાં તેં મને જીવનદાન દીધું ! જીવના જોખમે તેં મને બચાવી.” અને એ ભગવાનને પ્રાર્થના કરવા લાગી, “મારી વહુને બચાવો.”
કિશોર પરણીને ઘેર આવ્યો. આગના સમાચારથી સૌની લગ્નની મઝા ઊડી ગઈ હતી.
મોહન, કિશોર, નવવધૂ સૌ ડોશીમાને પડે પડવા ગયાં ત્યાં એણે આંસુ લુછીને કહ્યું, “મને પગે પડો છો ? દયાની દેવી, માણસાઈનો અવતાર તો તારી મા છે, એને પગે પડ, દીકરા ! મેં આખો જન્મારો એની નિંદા કરી પણ બદલામાં એણે તો પોતે બળીને પણ મને જિવાડી ! મારામાં જે ખરાબી હતી તે મેં એનામાં જોઈ. ખરાબ માણસ સારું જુએ પણ શું ? પણ આજે હવે મારી આંખ ઊઘડી ગઈ છે. હે ભગવાન ! મારી વહુને બચાવ.”
કિશોર સૌને સાથે લઈ મા પાસે ગયો. આ વાત સાંભળ્યા પછી એના મનમાં મા પ્રત્યેનો પ્રેમ પૂર બનીને ઊછળી રહ્યો. એણે જોયું કે સમર્પણની
જ્વાળામાં એની માના મુખને ઝાળ લાગી છે. પણ આ દાઝેલ મુખમાંય તે કેવી પ્રસન્ન અને શાંત હતી ! એ માને પગે પડી ભેટી પડ્યો. માની છાતી પર મોં મૂકીને કહ્યું, “મા !” એનાથી વધારે ન બોલાયું.
માની આંખમાંથી પણ આંસુની ધારા વહેવા લાગી. એણે કહ્યું, “મને વિશ્વાસ હતો કે મેં મારા પુત્રમાં રેડેલા સંસ્કાર નિષ્ફળ નહિ જાય. આજે મારો વિશ્વાસ ફળ્યો છે, એટલે વશ વર્ષ સુધી મેં વહેલો ભાર આજે આંસુ વાટે વહી જાય છે. એ મને હળવો કરે છે. મેં તો મનમાં પણ એ જ પ્રાર્થના કરી હતી કે મારા પતિને પણ પ્રકાશ દોરે. એ ખીણને તળિયે પહોંચે તે પહેલાં તું તારો પ્રકાશમય હાથ એમની તરફ લંબાવ.”
મોહને એનો હાથ ઝાલી કહ્યું, “ગુલાબ ! તારો આત્મા ખરેખર ગુલાબ જેવો જ છે. મેં તારો માત્ર બહારનો રંગ જ જોયો. તારો ઉજ્વળ આત્માની
૩૦૦ * જીવન-માંગલ્ય
Page #310
--------------------------------------------------------------------------
________________
ઝાંખી મને ત્યારે ન થઈ. પણ આજથી હું પ્રતિજ્ઞા કરું છું... હવે આડે માર્ગે નહિ જાઉં.''
મેં કહેલી આ એક સત્ય ઘટના છે. એ બાઈ ભણેલ ન હતી પણ સંસ્કારી હતી. એના વિચારોમાં સંવાદ હતો, સ્વચ્છતા હતી. એણે જીવનભર વિચારોને સ્વચ્છ રાખવાનો જ પ્રયત્ન કર્યો હતો. જોકે એને દુઃખ સહેવું પડ્યું, પણ અંતે એના વિચાર, ઉચ્ચાર અને આચારનો વિજય થયો. આખાય કુટુંબને એણે બચાવી લીધું. અધઃપતનની ખીણમાં જતા મોહનને અંતે તેણે તાર્યો. ઝેરી વાતામરણમાં પણ એ અંદરના બળથી ટકી શકી અને જ્વાળા નહિ પણ જ્યોત બનીને જીવનને અજવાળ્યું.
વિચાર એ બીજ છે, આચાર એ વૃક્ષ છે; બીજ ધરતીમાં ગુપ્ત હોય છે, એના પરિણામરૂપ વૃક્ષ બહાર દેખાય છે. આ જ રીતે માણસનું સાચું ચારિત્ર્ય અને સારી ભાષા એ ગુપ્ત એવા સારા વિચારોનું જ પરિણામ છે. બહારથી તમે ટાપટીપ કરો, પણ અંદરના વિચારોને સારી રીતે અલંકૃત ન કરો તો કેમ ચાલે ? બહારની શોભા તો અમુક વર્ષો જતાં નિસ્તેજ બનવાની છે. જીવનના અંત સુધી ગુલાબની જેમ સુવાસ ફેલાવનાર તો અંદરના સુવિચારો જ છે; એ જ તમારી સાચી શોભા છે.
તમારી પરીક્ષા ચાલતી હોય; પાસે તમારી હોશિયાર બહેનપણી પેપર લખતી હોય, ત્યાં તક મળે તો નકલ કરવાનું જતું કરો ખરા ? તમને વિચાર આવે ખરો કે હું ચોરી કરું છું ? આવા પ્રલોભન સામે કોણ ટકી શકે ? જે વિચારક હોય, વિચારનો ચોકીદાર હોય તે. નાની ચોરી મોટી ચોરીને લાવે છે, પણ નાની ચોરીને જ ઊગતાં ડામો તો મોટી ચોરીને પાંગરવાનો સમય જ ક્યાંથી મળે ?
ચોરીનો વિચાર આવે ત્યાં જ તમે સાવધ બનો. એ કેમ આવ્યો તે વિચારો. વિચારનો વિચાર એ જ ‘જીવનની ખરી જાગૃતિ' છે.
કવિતામાં શબ્દ કરતાં વિચાર-ભાવ મુખ્ય હોય છે. વિચાર નિર્માલ્ય હોય અને શબ્દોથી તમે લાદો તો એ કંઈ ઉત્તમ કવિતા ન બને. તેમ, જીવનને તમે સુવિચાર વિના બીજી હજા૨ો વસ્તુથી શણગારશો તો પણ તમારું જીવન ઉત્તમ કવિતારૂપ નહિ બને. એ બહા૨નો ચમકારભર્યો આકાર માત્ર હશે, અંદરના આત્માનો સત્કાર નહિ હોય.
આખાય રામાયણમાં મને કોઈ વધારે આકર્ષક પાત્ર લાગ્યું હોય તો તે સીતાનું. સીતાએ પોતાના વિચારોને એવા શુદ્ધ બનાવ્યા છે કે એની આગળ બળવાન રાવણ પણ નિર્બળ લાગે, અને એ અબળા હોવા છતાં સબળા લાંગે.
પૂર્ણના પગથારે * ૩૦૧
Page #311
--------------------------------------------------------------------------
________________
રાવણના સ્થાનમાં જ રાવણને એ પડકારે છે, રાવણનો એ તિરસ્કાર કરે છે. વિચારો કે એનામાં કેવી નિર્ભયતા હશે ? એ કેવી શુદ્ધ હશે ? એ માનતી હશે ને કે એના શુદ્ધ જયોત જેવા જીવનને કોઈ અડવા જશે તો એ બળીને ખાખ થઈ જશે ! આ બળ શરીરનું નહિ પણ સત્ત્વનું. શક્તિ શરીરમાં નહિ પણ વિચારોની શુદ્ધિમાં છે.
સુવિચારના સૂક્ષ્મ બીજમાંથી શુદ્ધ ઉચ્ચાર અને શુદ્ધ આચારનાં ફળફૂલ થવાનાં છે, તો સુવિચાર દ્વારા તમે જ્યોત બનો અને વાતાવરણને પ્રકાશથી ભરો. આજના અંધારઘેર્યા જગતમાં આવી જ્યોતની કેટલી અનિવાર્ય જરૂર છે ? તમારામાં રહેલી શક્તિ વાળા નહિ પણ જ્યોત, કલહ નહિ પણ કવિતા બનો એવી શુભેચ્છા.
૩૦૨ * જીવન-માંગલ્ય
Page #312
--------------------------------------------------------------------------
________________
લેખકના પુસ્તકો
ધર્મરત્નનાં અજવાળાં ચાર સાધન સાધનોનું સૌંદર્ય જીવન-માંગલ્ય પૂર્ણિમા પાછી ઊગી ! પૂર્ણના પગથારે માનવતાનાં મૂલ્ય હવે તો જાગો ! જડ-ચેતનનું ભેદજ્ઞાન પૂર્ણાષ્ટક ભારતની એક વિરલ વિભૂતિ રત્નત્રયી બંધન અને મુક્તિ આવતી કાલના નાગરિકોને જીવન સૌરભ ૩૦ દિવસની ૩૦ વાતો મધુસંચય પ્રતિબિંબ પ્રેરણાની પરબ હંસનો ચારો સુધા-સ્યન્દિની
પૂર્ણના પગથારે જ ૩૦૩
Page #313
--------------------------------------------------------------------------
________________
Page #314
--------------------------------------------------------------------------
________________ મૈત્રીભાવ મૈત્રીભાવનું પવિત્ર ઝણું, મુજ હૈયામાં વહ્યા કે; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય હે. પ્રમોદભાવ. ગુણથી ભેલા ગુણી જન દેખી, હૈયું માં નૃત્ય કે; એ સંતોના ચણકમલમાં, મુજ જીવનનું અર્થ છે. કરુણાભાવ દીન, કું ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ હે; કુણા-ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. મધ્યસ્થભાવ માર્ગ ભૂલેલા જીવન-પથિકને, માર્ગ ચીંધવા ઊભો હું; કે ઉપેક્ષા એ માગની, તોયે સમતા ચિત્ત ધું; 'ચિત્રભાનુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે; વે-ઝેનાં પાપ ત્યજીને મંગળ ગીતો સૌ ગાવે. 'ISBN : 978-81-8440-666-3