SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International *><+ ૩. ધારણ કરે તે ધર્મ ચિલ્લો છે. કહે છે : સંસારના બધા જીવો પ્રવાસી છે, અનંતના યાત્રી માનવદેહ એ અનંતની યાત્રાનું એક વિશ્રામધામ છે. યાત્રિક વિશ્રામધામમાં સૌ સાથે પ્રેમથી રહે છે, પરંતુ પોતે ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, ક્યારે જવાનો છે એ ભૂલતો નથી. એવું જો એ ભૂલી જાય તો, એ પરેશાન પરેશાન થઈ જાય. ધારેલા ધ્યેય પર પહોંચી જ ન શકે. ગમારમાં ગમાર મુસાફર પણ, યાત્રાના આ મુદ્દા કદીય ભૂલતો નથી. પરંતુ દુનિયારૂપી વિશ્રામસ્થાનમાં આવેલો આ અનંતનો યાત્રી કોણ જાણે કેમ, આ બધું ભૂલી જાય છે, ને પોતાને પ્રવાસી માનવાને બદલે નિવાસી માનવા લાગી જાય છે ને પોતાની યાત્રાનું લક્ષ્ય ચૂકી જાય છે. જીવન-માંગલ્ય * ૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy