SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ વિના નરવીર પણ નિર્માલ્ય બને છે. આપણે ધર્મ કેવળ સાંભળવાનો નથી પણ સાંભળીને જીવનમાં ઉતારવાનો છે. વ્યાપારમાં કે વ્યવહારમાં ધર્મના તત્ત્વને નિરંતર ઘૂંટ્યા જ કરીશું, તો જીવનમાં કોઈ અવનવું જ પરિવર્તન આવશે. ભમરી કીડાને ઉઠાવી જાય છે ત્યારે તે પેટે ચાલનાર હોય છે – ગતિનું કે સ્કૂર્તિનું ઠેકાણું પણ હોતું નથી. તદ્દન નિર્માલ્ય દશામાં હોય છે. પરંત ભમરી એને ઉઠાવી જાય છે ને એક સ્થળે બંધ કરી દે છે, એની આસપાસ સતત ગુંજન કરે છે, ને કીડાના જીવનને ગુંજનમય બનાવી દે છે. સતત ગુંજનમય બની ગયેલો કીડો આખરે કીડો મટી ભમરી બની જાય છે. પેટે ચાલનારું નિર્માલ્ય પ્રાણી પાંખે ઊડનારું ચેતન પ્રાણી બની જાય છે. hડા (caterpillar)માંથી પતંગિયું (butterfly) બની, ફૂલો પર જઈ બેસે છે. બસ, આવી જ વાત માણસની છે. કીડા જેવા નિર્માલ્ય જીવને ભમરી જેવા સંતનો સથવારો મળી જાય, ને એના વડે એ નિર્માલ્ય જીવ જો સતત આત્મગુંજનમય બની જાય, તો પેટે ચાલવાને બદલે પાંખથી ઊડે, નિર્માલ્ય મટીને નરવીર બને. રોગ, બીમારી, નિર્માલ્યપણું – આ બધા સારા વિચારોને અનુરૂપ થવાય તો ચાલ્યાં જ જાય. ભીતરમાં રહેલું ઉદાત્ત તત્ત્વ બહાર આવતાં માણસ શક્તિનો ફુવારો બની જાય. દાક્તરો પણ હવે મનની માવજત વડે રોગો મટાડવાનું વિચારતા થયા છે. આજે શરીરના રોગોમાં પણ મનના રોગોનું કારણ દેખાવા માંડ્યું છે. આ મનના રોગોને દૂર કરવાનું કામ ધર્મ કરે છે. મનુષ્ય બનવું છે ? તો, ધર્મમય જીવન જીવો. ધર્મનો પ્રકાશ આવતાં લોભ ઔદાર્યમાં પલટાશે. વેર પ્રેમમય બની જશે, ને દોષદૃષ્ટિ વિલીન થઈ ગુણદૃષ્ટિ પેદા થશે. ખુદમાં ખુદા દેખાશે. રાજસભા મળેલી. એમાં રાજાએ રાજસભાને સંબોધીને કહ્યું, “આ સભામાં દોષી કોણ છે એ શોધી કાઢો.” પૂર્ણિમા પાછી ઊગી ! « ૧૫૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy