SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શરૂઆત કરે છે ? હું એ નહિ કહું. તમે જ કહો. હવે તમે નહિ કહો તોય ચાલશે; મનમાં સૌ સમજે છે. મૂળ વાત તો એ છે કે, આપણા શબ્દોમાં તુચ્છતા વધી ગઈ છે. આજ સુધરેલા માણસો પણ કેવું તુચ્છ બોલે છે, તે આ પ્રશ્નોત્તર પરથી સમજાશે. એક શેઠે નોક૨ને તુચ્છતાથી કહ્યું : સાલા ! તારામાં જરાય અક્કલ નથી.' નોકરે નમ્રતાથી ઉત્તર વાળ્યો : ‘વાત સાચી છે, શેઠ ! મારામાં અક્કલ નથી જ. મારામાં અક્કલ હોત તો હું તમારે ત્યાં નોકરી ન કરત, પણ તમને જ મારે ત્યાં નોકરીમાં ન રાખત !' બોલો, આમાં બોલનારે શું સાર કાઢ્યો ? એના કરતાં તુચ્છ-હલકાં વચનો ન ઉચ્ચાર્યાં હોત તો કેવું માન જળવાઈ રહેત ! તુચ્છ વાણીથી મિત્ર હોય તોય શત્રુ થાય, જ્યારે અતુચ્છ અને સભ્યતાભર્યા પ્રિય વાર્તાલાપથી શત્રુ હોય તોય મિત્ર થઈ જાય. – સાતમો ગુણ છે પૂર્વસંતિતમ્ – જે બોલવું તે સંકલનાપૂર્વક ને પૂરતું વિચારીને બોલવું. વિચારના ગળણાથી ગાળીને કાઢેલું વચન અતિરમણીય હોય છે, અને બોલેલા વચનને ફે૨વવાનો પ્રસંગ આવતો નથી. બોલતાં પહેલાં વિચાર કરવો કે આ સ્થાનમાં આ બોલવા જેવું છે કે નહિ ? આ બોલીશ તો તેનું પરિણામ શું આવશે ? મારા બોલવાનો શો ઉદ્દેશ છે ? અને જે બોલું છું તેની કેટલી અસર થશે ? આ રીતે પહેલાં વ્યવસ્થિત કરીને કે વિચાર કરીને ઉચ્ચારેલ વાક્ય ધારી અસર કરી જાય. અરે ! એવું વચન તો રત્ન કરતાંય વધી જાય. ‘શબદ સરીખા ધન નહિ, જો કોઈ જાને બોલ, હીરા તો દામે મિલે, શબદ નવ મળે મોલ !' એક કવિ કહે છે કે : બોલતાં આવડે તો વચનનું તેજ હીરાના તેજનેય ઝાંખું પાડે. પણ શરત એટલી કે વિચારીને બોલવું. આ રીતે વિચારીને બોલનારની વાણીમાં અધર્મ તો હોય જ ક્યાંથી ? એટલે વાણીનો આઠમો ગુણ છે ધર્મસંયુત્ત્તત્ આપણી વાણીમાં ધર્મ હોવો જોઈએ. વાણી એ પવિત્ર વસ્તુ છે, ઈશ્વરના જેટલી જ પાવન છે. એનો દુરુપયોગ કેમ થાય ? તમારી વાણી આજે પવિત્ર છે ખરી ? તમે શબ્દને બ્રહ્મ જાણી ઉચ્ચારો છો ? તમારી વાણીમાં નિંદા, ધિક્કાર, તિરસ્કાર કે પક્ષપાત હોય તો તમારી વાણી પવિત્ર કઈ રીતે Jain Education International જીવન-માંગલ્ય * ૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy