SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ હસતા હોય છે. “અમારા અલંકારોથી આ માણસ પૂર્ણ બનવાનો પ્રયત્ન કરે છે. અને જે માણસ માગીને લાવ્યો હોય એ માણસ હૃદયથી, મનથી અને વ્યક્તિત્વથી દીન બની જાય છે. વળી જે માણસનાં અલંકાર અને વસ્ત્રો માગીને લાવ્યો હોય એને સાચવવા માટે એ માણસ વિલોવીલો થઈ જાય છે કારણ કે જેના અલંકાર છે એનો એના ઉપર ઉપકાર છે. એ અલંકારથી કદાચ બાહ્ય શોભા વધતી હશે, પણ અંદર તો દીનતા વધી જાય છે; બહારથી લોકો કદાચ વાહવાહના શબ્દો કહી દેતા હશે, પણ માણસ અંદરથી પામર બની જાય છે. અંદરનું તેજ છે, જે સ્વત્વ છે, એ ધીમે ધીમે નષ્ટ થઈ જાય છે. એટલે બીજાનો ઉપકાર લેવો એ બંધન છે, એમાં ખુમારી નથી. પરોપાધિનું દુઃખ એ છે કે એનાથી માણસ બહારથી દેખાય સારો પણ અંદરથી નબળો બની જાય છે. આથી એની સરખામણી સોજાની સાથે કરવામાં આવે છે. બીમાર આદમીને સોજા આવ્યા હોય ત્યારે એ ઘણો સરસ અને જાડો લાગે, મોઢું ફૂલેલું લાગે, એની આંખનાં પોપચાં ભરાયેલાં લાગે અને આપણને લાગે કે આ વ્યક્તિ કેટલી તંદુરસ્ત અને મસ્ત બની ગઈ છે ! પણ એ તો સોજા છે, એ કમ તાકાતની નિશાની છે, અંદરની નિર્બળતાની નિશાની છે. સોજાવાળો માણસ સરસ દેખાય પણ સ્વસ્થ નહિ. અને સરસમાં અને સ્વસ્થમાં આટલો ફેર છે. પરોપાધિ છે એ સરસ છે. પણ સ્વસ્થ નથી, મહાપુરુષો કહે છે. : “તું સ્વસ્થ બની જા, તે સ્વસ્થ હોઈશ તો સરસતા આવી જ જશે.' સ્વાથ્ય વગરનો કોઈ બીમાર માણસ સુંદર વસ્ત્ર પરિધાન કરે, સારા અલંકાર ધારણ કરે, સુવાસિત પદાર્થોનો ઉપયોગ કરે, પણ એ જ્યાં સુધી અંદરથી બીમાર છે ત્યાં સુધી એના મુખ પર સ્કૂર્તિ, મનમાં ઉત્સાહ અને અંગઅંગમાં શક્તિ પ્રગટવાં જોઈએ તે નહિ પ્રગટે. તમે જાણો જ છો કે ટ્રેનના એન્જિનમાં વરાળ હોય છે, જે હજારો ટન બોજાને તાણી જાય છે. એ વરાળ એમની એમ નીકળી જાય છે તો ગાડી વચ્ચે જ અટકી જાય છે. ફરી પાણી ભરવું પડે છે, સ્ટીમ તૈયાર કરવી પડે છે અને જ્યારે સ્ટીમથી એન્જિન તૈયાર થાય છે પછી એ હજારો ટનના બોજાને તાણી શકે છે. સ્વસ્થ માણસનું મન એ સ્ટીમ જેવું છે, વરાળ જેવું છે. એ સંસારના ગમે એવા બોજાને, ગમે એવા ભારને, ગમે એવા દુઃખને, ગમે એવી વિપત્તિને, ગમે એવાં કષ્ટોને, અને ગમે એવાં આક્રમણોને પણ એ હસતાં હસતાં સહન કરી શકે છે, કારણ કે એના મનની શક્તિ પામરતાને કારણે પડી નથી ગઈ, પણ એને એણે પોતાની સ્વસ્થતાને કારણે સબળ રાખી છે. ૧૮૨ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy