SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ કામ, સામે જે હોય તેને ચૂસી લેવાનું છે, પછી એ કાળી શાહી હોય કે વાદળી હોય. એવું જ કામ વિદ્યાર્થીઓના માનસનું છે. એમનું માનસ શાહીચૂસ જેવું શીઘગ્રાહક છે, જે આપો તે ગ્રહણ કરે. આવા બાળમાનસને જે બીજા માર્ગે વાપરે છે, એક રીતે કહું તો, એ ભારતીય સંસ્કૃતિનું murder – ખૂન કરે છે, એ મોટામાં મોટો ગુનો કરે છે. સુંદર શૈશવને વધારે સુંદર બનાવવામાં આપણે સાથ આપવા પ્રયત્ન કરવાનો છે. આપણા વિચારોથી, આપણી વાણીથી અને આપણા વર્તનથી એમના માનસ પર કોઈ અસંસ્કૃત છાપ ન પડી જાય તે માટે સદા સાવધાન રહેવું પડશે. - વિદ્યાની ઉપાસના કરતો કરતો વિદ્યાર્થી જીવનનું એક દર્શન મેળવે છે. વિદ્યાર્થી ભણીને આવ્યો એની પ્રતીતિ શું છે? જીવનદર્શન શું છે ? એના માપદંડનાં આ બે પાસાં છે : એક તો જીવનની શાશ્વત અને અશાશ્વત વસ્તુઓનાં મૂલ્યોનો વિવેક. બીજું પોતાનામાં જેવો આત્મા છે એવા જ આત્માનું દર્શન વિશ્વના પ્રાણીમાત્રમાં કરી પોતાની પરત્વે જે જાતનું આચરણ જાહેરમાં અને એકાંતમાં આચરતો હોય એવું જ આચરણ જાહેરમાં અને એકાંતમાં સર્વ આત્મા પ્રત્યે આચરવાની અભિરુચિ. વિદ્યાનું આ દર્શન છે. જેની પાસે વિદ્યા આવે એની પાસે આ બે વસ્તુની અપેક્ષા રાખીએ. શાશ્વત અને અશાશ્વત એ બેને વિવેકથી જુદા પાડે. એ જુએ કે એક દેહ છે, બીજો આત્મા છે; એક મૂકી જવાનું છે, બીજું લઈ જવાનું છે. આ બેનો વિવેક થતાં શાશ્વતને ભોગે અશાશ્વતને ન સાચવે. જરૂર પડે તો એ અશાશ્વતને ભોગે શાશ્વતને ટકાવી રાખે. આવી પ્રજ્ઞા, આવો વિવેક જેનામાં જાગે છે એની પાસે વિદ્યા છે. આ બેનું વિશ્લેષણ કરતાં આવડી જાય પછી એને કહેવું પડતું નથી કે તું આત્મા માટે સ્વાધ્યાય કર, પરલોક માટે પ્રયત્ન કર, કારણ કે એ જાણતો હોય છે કે આ મારો આત્મા શાશ્વત છે, એના ભોગે હું દુનિયાની કોઈ પણ અશાશ્વત વસ્તુનો સંચય નહિ કરું; શાશ્વત તત્ત્વને હું હાનિ નહિ પહોંચાડું. આજે વિદ્યાવાન ઘણા છે પણ આવી જાગૃત વિચારણાવાળા કેટલા ? વિદ્યાથી આ દૃષ્ટિ ન આવે તો માનવું કે માત્ર પુસ્તકિયું જ્ઞાન છે, બીજી રીતે કહું તો માત્ર શબ્દોનો સંગ્રહ છે. એ પુસ્તકાલય બની શકે પણ પ્રાજ્ઞ પુરુષ નથી બની શકતો. તેવી જ રીતે માણસ માત્ર પુસ્તકો જ રટી જાય, ભણી જાય, યાદ રાખી ૨૭૦ 8 જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy