SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. પૂર્ણિમા પાછી ઊગી ! - રતભરમાં આજનો દિવસ જુદી જુદી રીતે ઊજવાઈ રહ્યો છે. છે ત્યાગી મહાત્માઓ સાધના, સ્વાધ્યાય, જે ચિંતન અને સેવા – આ ચાર કાર્યો ચાર 2 મહિના સુધી એક સ્થળે પૂર્ણ કરી, બીજા ગામ પ્રતિ પ્રયાણ કરવાની પ્રભાતથી જ તૈયારી કરતા હશે. એટલે એક રીતે ચાર હું મહિના સુધી એક ઠેકાણે રહેલા તપ અને ત્યાગની મૂર્તિ જેવા આ સંતો, આજે નદીના પ્રવાહની જેમ જુદા જુદા ક્ષેત્રને - પલ્લવિત કરવા નીકળી પડશે. વળી આજના દિવસે, હજારો પ્રેમી છે હૃદયને પ્રેરણા આપતું ભારતવર્ષનું અજોડ આ તીર્થ શત્રુંજય ભાવિક આત્માઓને બોલાવી રહ્યું છે. આપણે જેમ અહીં પાંચ માળ 1 ચડ્યા તેમ ત્યાં આગળ ત્રણ માઈલ ઊંચો આપણો જે ગિરિરાજ છે તે, ઉત્સાહથી ચડતાં વૃદ્ધો અને થાકેલા માણસોને બળ આપી રહ્યો છે. આ દશ્ય અત્યારે મારી સામે આવી ઊભું છે. પૂર્ણિમા પાછી ઊગી ! ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy