SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ આપતો, એને માત્ર વાતનો રાજા ગણું છું. તમારા હાથથી કંઈક દયાનું, કરુણાનું, સેવાનું, કાંઈક તો કામ થવું જોઈએ. ગયા વર્ષની વાત છે. બિહારમાં દુષ્કાળ પડ્યો ત્યારે ચાર-પાંચ લાખ ભેગા કરી ત્યાં ભોજનગૃહ શરૂ કર્યો. ત્યાં કહેવાતા એવા એક આધ્યાત્મિક ભાઈ આવ્યા. કહે : “મહારાજશ્રી ! આત્મકલ્યાણ મૂકીને આ શું ઉપાડ્યું છે ? આત્માની વાત કરો. બિહારમાં લોકો તો જન્મે છે અને મરે છે, એ તો સ્વભાવ છે. કોણ જન્યું તે નથી કર્યું ? એમાં તમે પાંચ લાખ માણસોને અનાજ પહોંચાડ્યું તોય શું અને ન પહોંચાડ્યું તોય શું ? આ મૂકીને એક આત્મજ્ઞાનની શિબિર યોજો ને ! આપણામાં જાગૃતિ જો ન હોય તો ઘડીભર એના વિચારના આચ્છાદનની નીચે આપણી પ્રજ્ઞાનો દીપક ઢંકાઈ જાય. મેં કહ્યું : “આત્માની વાત કરનાર માણસ આત્માઓને દુઃખી જોઈને દ્રવે નહિ, એનો હાથ લંબાય નહિ તો એને આત્માનો અનુભવ થયો છે એમ માનવું એ પણ અજ્ઞાનજન્ય ભ્રમ છે.” જે જે મહાપુરુષોએ આત્મ-અનુભૂતિ કરી છે તેમના જીવનમાંથી સેવાનાં પ્રત્યક્ષ દૃષ્ટાંત જડ્યાં છે. પંઢરપુરમાં દેવના અભિષેક માટે નામદેવ ગંગાજળ કાવડમાં લઈ જઈ રહ્યા હતા. પણ રસ્તામાં ગધેડાને તૃષાથી તરફડતું જોયું તો એમણે એને એ પહેલાં પાયું. કોઈએ પૂછ્યું “અરે, ગંગાજળ આ ગધેડાને પાયું ?” ઉત્તર મળ્યો “ગધેડામાં આત્મા છે ભાઈ !” આ આત્મદર્શન છે. આ આત્મદર્શનથી તમારામાં સર્જનાત્મક, હકારાત્મક, સેવાની એક સહજ ભાવના જાગી જાય છે. યુવાનીમાં પુરુષાર્થ આ રીતે આકાર લે છે અને આપણી શક્તિઓને એ સમૃદ્ધ બનાવે છે. “વાર્ધક્ય મુનિવૃત્તના” શૈશવ અને યુવાનીમાં જે તૈયાર થઈને આવેલો છે એ હવે વાર્ધક્યમાં પ્રવેશ કરે છે. વાર્ધક્ય એટલે ઘડપણ જ નહિ. જ્યારથી ધોળા વાળનો પ્રારંભ થાય, જ્યારથી તમને એમ લાગે કે તમારું અંગોપાંગમાં કાંઈક ફેર જણાય છે, દાંત હલવા માંડે, આંખમાં મોતિયો આવે કે શરીર ઉપર કરચલીઓ દેખાય તો વિચાર કરવો કે હવે હું ત્યાં જાઉં છું, આ જીવનનું ત્રીજું સ્થાન છે. શૈશવ અને યૌવનમાં જે ભેગું કરેલું છે એનો ઉપયોગ હવે વાર્ધક્યમાં કરવાનો છે. શૈશવમાં વિદ્યા પ્રાપ્ત કરી, યુવાનીમાં પુરુષાર્થની કાર્યશક્તિ દ્વારા સ્વપ્નસૃષ્ટિ સિદ્ધ કરી, હવે વાર્ધક્યમાં મુનિવ્રત આવે છે. મુનિ એટલે કોણ ? જે મનમાં આત્માના સંગીતનો અનુભવ કરે, સંસારના વિસંવાદમાં વિદ્યા અને પુરુષાર્થની બે શક્તિઓને લીધે પોતે ચિત્તની ૨૭૪ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy