SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશિત કિરણો હોય, તો જોનાર પણ વાહ વાહ પોકારી જાય ! હું કહું છું કે સત્ય, તથ્ય ને પથ્યથી ભરેલું આપણું વચન હોય તો, એની આગળ કોહીનૂર હીરો પણ હિસાબમાં નથી ! ઘણા વખત પહેલાં વાણીના આઠ ગુણો મેં વાંચ્યા હતા. મને થયું કે આ આઠ ગુણોથી યુક્ત આપણાં વચન હોય તો તો આ સંસારમાંય શાંતિનું સ્વર્ગ ઊભું થાય ! તે આઠ ગુણોને હું આપની આગળ અહીં મૂકું છું. વાણીનો પહેલો ગુણ છે મધુરમ્. આપણું બોલવું એવું હોવું જોઈએ કે જેમાંથી મધુરતા ટપકે, મીઠાશ ઝરે, વાણીમાંથી સૌંદર્ય નીતરે. સાંભળનારના કાન પણ એ પ્રિય વચન ફરી ફરી સાંભળવા તલસે. વાત એકની એક જ હોય, પણ એક માણસ એવી મીઠાશથી અને ખૂબીથી ૨જૂ કરે કે સાંભળનાર આનંદથી ડોલી જાય; જ્યારે એની એ જ વાત બીજો એવા કટુ શબ્દમાં મૂકે કે સાંભળનાર હસતો હોય તોય રડી પડે. મધુર શબ્દોમાં માતાને કહ્યું હોય કે : ‘કેમ છો મારી મા ?' તો માતા ખુશ થઈને કહેશે કે આવને મારા ભા.' પણ જ વાત કટુ શબ્દમાં કહી હોય કે : ‘કેમ છો મારા બાપની વહુ ?' તો ઉત્તર મળશે, ‘તારું કાળજું ખઉં ?' શબ્દોમાં કેવો જાદુ છે ? એક જ વાત રજૂ કરવામાં પણ કેટલું અંતર ? કવિએ કહ્યું છે : ‘શબદ શબદ તૂં ક્યા કરે ? શબદકો હાથ ન પાંવ; એક શબદ ઔષધ કરે, એક શબદ કરે થાવ.' શબ્દને હાથ કે પગ ભલે નથી, પણ એનામાં એવી તાકાત છે કે સુંદર રીતે એનો ઉપયોગ થયો હોય તો એ દાઝેલા હૈયાના ઘા પર મલમપટ્ટાનું કામ કરે, પણ એ જ શબ્દ અઘડ રીતે વાપર્યો હોય તો કોઈના દિલમાં ન હોય તોય જખમ ઊભો કરે. એટલા માટે આપણી વાણી મધુર હોવી જોઈએ. મધુરતાનું તો સમજ્યા, પણ મધુરતાના નામે ખુશામત આવી જાય તો ? તો તો જુલમ થાય. એ વાણી જ પતનનું સાધન બને. ન બોલવાને ઠેકાણે બોલે, અને બોલવાને ઠેકાણે મૌન થઈ જાય તો કેવું અયોગ્ય થાય ? એટલે વાણીનો બીજો ગુણ છે, નિપુનમ્. વચન જેમ મધુર હોય તેમ સાથોસાથ નિપુણ પણ હોવું જોઈએ. જેની Jain Education International જીવન-માંગલ્ય * ૬૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy