SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જ રીતે આત્માને કંઈ જ ન થાય. આ દેહને બધું જ લાગે. એ જન્મે પણ ખરો અને મરે પણ ખરો. નાનકડો હોય ત્યારે રૂપાળો રૂપાળો હોય; યૌવનમાં આવે ત્યારે આકર્ષણનું એક કેન્દ્ર બની જાય; ઘરડો થાય ત્યારે એને બીજાની મદદ લેવી પડે; વૃદ્ધ થાય અને રોગથી ઘેરાય ત્યારે માણસને પરવશતાનો અનુભવ થાય અને મૃત્યુ થાય એટલે આ દેહ બળી જાય. આ બધી અવસ્થાઓ કોની થઈ ? દેહની થઈ. પણ જે આત્મા છે એ અવસ્થાહીન છે. એને કોઈ ઉંમર નડતી નથી. એને શૈશવ નથી, ઘડપણ નથી, મરણ નથી અને જન્મ પણ નથી. આત્મા અમર છે, શાશ્વત છે, અને જે શાશ્વત છે એ જ સત્ છે. સના અસ્તિત્વના અનુભવમાં સત્તા કેન્દ્ર બને; પછી ભલે શરીર ઉપર થઈને ઘડપણ પસાર થતું, દેહ ભલે જીર્ણ થતો; પણ એ (આત્મા) અંદર બેઠો બેઠો મલકાય છે; કે હું તો એવો ને એવો જ છું. આ બધુંય બહાર થઈ રહ્યું છે. આત્મા જ્યારે સ્વસત્તામાં કેન્દ્રિત બને છે ત્યારે એને લાગે છે કે હું તો આ બધાની વચ્ચે કેન્દ્રમાં બેઠેલો છું. આ બધુંય આસપાસ બની રહેલું છે. દેહનું જ એક નાટક ચાલી રહ્યું છે. આ એટલે જ ઉપાધ્યાયજીએ કહ્યું કે ‘નાટમ્ પ્રતિ પામ્′. જ્ઞાનદશામાં એને દરેક શેરીમાં નાટક લાગે છે; નાટકને જ જુએ અને નાટકને જોવા છતાં પોતે પ્રેક્ષક તરીકેનો અધિકાર ગુમાવે નહિ. મારે એ જ કહેવાનું છે કે તમે પ્રેક્ષક રહો; પ્રેક્ષક તરીકેનો તમારો અધિકાર છે. તમે નટ ન બની જાઓ. પ્રેક્ષક જેટલો સુખી છે એટલો દુનિયામાં કોઈ સુખી નથી. એ રંગશાળામાં આવે છે, બેસે છે, જુએ છે અને સમય પૂરો થાય ત્યારે ચાલતો થાય છે, એને પડદા સંકેલવાના નહિ કે ગોઠવવાના નહિ; સામાન ઉઠાવવાનો નહિ કે મુકાવવાનો નહિ. એ તો પ્રેક્ષક છે. તટસ્થતાથી જુએ છે. આ અનુભવ જો કરી શકાય તો લડાલડી, ઝઘડાઝઘડીનો અંત આવે. આજે વૃદ્ધોને એટલી બધી આસક્તિ છે કે લોકો હેરાન થઈ ગયા છે, તેને બદલે તમે એવા બની જાઓ કે તમને પૂછવા આવે ત્યારે જ તમે સલાહ આપો. અને કહો કે તમને તમારી જવાબદારીનો ખ્યાલ આપી દીધો છે. તમારી જવાબદારીને ધ્યાનમાં રાખીને જીવો. જવાબદારીને ધ્યાનમાં રાખીને નહિ જીવો તો અકાળે હેરાન થઈ જશો. આ તો દોરી ઉપર ચાલવાનું છે. આત્માને પણ એટલી સમજણ આપીને સ્વ તરફ વાળી લેવો જોઈએ. એમ થાય તો માણસ આ જગતમાં બહુ મઝાથી જીવી શકે. અને એ માટે Jain Education International પૂર્ણના પગથારે * ૧૭૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy