SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પડે છે, કારણ કે એ વાત સાચી છે. ગાડામાં બેસી વીસ માઈલ જવાનું હોય તો બળદિયા થાકે, વચ્ચે ગાડું છોડવું પડે, બળદને ઘાસ આપવું પડે; કેટકેટલો પ્રયત્ન કરે ત્યારે વીસ માઈલ જવાય. પણ આજે હવે લંડન જવું હોય કે અમેરિકા જવું હોય તોપણ બહુ વિચાર કરવો પડતો નથી. સૌ હસતાં હસતાં વિદાય આપે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે આપણી પ્રગતિ, આપણી ગતિ, આપણી ઝડપ ખૂબ જ વધી છે અને હજી વધી રહી છે. આપણું મન એ રીતે તૈયાર થઈ રહ્યું છે. આપણને સાચે જ લાગે છે કે આપણે આગળ વધેલા માણસ છીએ. પણ આ બધામાં માનવીનું સ્થાન શું છે તે શાંતિથી વિચારવું પડશે. આજે યંત્ર આગળ વધે છે, પણ માણસ ક્યાં છે ? યંત્રનાં મૂલ્યો છે તેના પ્રમાણમાં, માણસનાં મૂલ્યો ઘટ્યાં છે કે વધ્યાં છે ? ખરું કહું ? આજે માણસ સસ્તો બન્યો છે, મશીન મોંઘું બન્યું છે. મશીનની મહત્તા જેટલી પણ માણસની મહત્તા રહી નથી. એટલે જ આજે માણસ, માણસોને સાધનોથી માપે છે. માણસનું માપ સગુણની સામગ્રીથી નથી થતું પણ બાહ્ય સાધનોની સામગ્રીથી થાય છે. આજની ઝડપ અને વેગની અસર માણસના જ્ઞાનતંતુઓ પર અને વિચાર પર અકલ્પનીય રીતે થઈ રહી છે. સ્વસ્થતાથી માણસ આજે જીવન અને જગત અંગે વિચારી જ શકતો નથી. માણસનું મૂલ્ય એના ચારિત્રથી, એની સેવાથી, એની ઉદારતાથી, એના પરોપકારી સ્વભાવથી થવું જોઈએ તેને બદલે એના બાહ્ય સંગ્રહથી અને સાધનોથી જ થવા લાગ્યું છે. એટલે માણસ કેવો પવિત્ર છે તે નહિ, પણ એ કેટલું રળે છે, કમાય છે, તે જ માત્ર જોવાય છે. આ સાધન, એકની પાસેથી લઈ લ્યો અને બીજાને આપો, એટલે પહેલો માણસ ગૌણ બની ગયો, અને જેની પાસે સાધન આવ્યું તે મુખ્ય બની ગયો. આમ સાધનો બદલાતાં માણસ બદલાય છે. એટલે કે જેની પાસે વધારે સાધન તે વધારે આગળ. આ શરત-દોડમાં સાધનોવાળો ફાવી જાય છે. આમ જિંદગી જ એક શરત બની ગઈ છે ! હવેનો માણસ કહે છે : માણસની સામે નહિ, એના સાધન સામે જુઓ. માણસનું ચારિત્ર, તો કહેશે, “ભલે હોય. સંયમ પાળે છે, તો કહેશે “ઠીક છે : ભલો, આધ્યાત્મિક છે. બીજું શું ? એ બધું હોવા છતાં એની પાસે બીજું શું છે ?' બીજું એટલે સમજ્યા ને ? પૈસો, અને સાધનોનો ઢગલો ! એ હોય જીવન-માંગલ્ય : ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy