SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ધન તો સંસ્કારસંપન્ન કરનારી પાસે જ હોય. એટલા જ માટે પૈસા મળવ્યા પછી પણ ધન મેળવવાનું બાકી રહી જાય છે. જ્યાં સુધી આ ધન ન આવે ત્યાં સુધી એ પૈસાદાર કહેવાય પણ શ્રીપતિ ન કહેવાય, ધનપતિ ન કહેવાય, લક્ષ્મીપતિ ન કહેવાય. લક્ષ્મી, ધન, શ્રી એ બધાંય જીવનની શોભાનાં ઉપનામ છે. આવા ધનથી ભારત સમૃદ્ધ હતું, પૈસાથી નહિ. પૈસાથી તો અમેરિકા આપણા કરતાં ઘણું સમૃદ્ધ છે; પણ ભારતવર્ષની સમૃદ્ધિ જુદી છે. જે ધન વડે કરીને માણસ સુખી હોય, પ્રસન્ન હોય, હૃદયનો ઉદાત્ત હોય, જ્ઞાનનો ઉપાસક હોય, જીવનને ધન્ય બનાવતો હોય અને મૃત્યુને મંગળમય બનાવતો હોય એ ધન આપણા દેશનું ધન, જેને હું આપણો વારસો કહું છું. આપણી મૂડી કહું છું. પૈસો ચાલ્યો જાય તો પણ આ મૂડી ન જાય. માણસ પૈસાથી નાદાર થઈ જાય તો ચાલે પણ આ આધ્યાત્મિક સંસ્કૃતિથી કંગાલ થઈ જાય તે નહિ ચાલે. સંસ્કૃતિથી નિર્ધન અને કંગાલ ન બની જાય એ માટે મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવના શુભ પ્રસંગે આ સ્વાધ્યાયમાં એનું સ્મરણ તાજું કરવા માગું છું. મહાવીર જૈન વિદ્યાલય” આખર તો એક વિદ્યા પ્રદાન કરનારી સંસ્થા છે. એ લૉજિંગ અને બોર્ડિંગ નથી કે ખવડાવ્યું, રાખ્યું અને રવાના કર્યા ! આ સંસ્થા સાથે મહાવીરનું પવિત્ર નામ જોડાયું છે. અઢી હજાર વર્ષ પહેલાંની ભવ્યતાનું સ્મરણ આ એક નાનકડું નામ કરાવે છે. અઢી હજાર વર્ષ પહેલાંનો એ જમાનો હતો, જેમાં બુદ્ધ અને મહાવીર વિચરતા હતા, જેમાં અહિંસા અને પ્રેમનો પ્રસાર હતો, જેમાં અધ્યાત્મના પ્રકાશ માટે રાજાઓ રાજ્ય છોડીને, મંત્રીઓ મંત્રીપદ છોડીને, શ્રેષ્ઠીઓ હવેલીઓ છોડીને સંતોના ચરણોમાં જ બેસતા. એમને એમ લાગતું હતું કે આ જ અમારું સાચું ધન છે. વિચાર કરવાનો છે કે એ ધન શું હતું કે જે ધનને મેળવવા માટે પૈસાદારો પણ માનતા કે આ ધન મળે તો જ અમે સાચા ધનપતિ. મને એક પ્રસંગ યાદ આવે છે, અઢી હજાર વર્ષ પહેલાંનો આ પ્રસંગ છે. ભગવાન બુદ્ધ રાજનગરીમાં આવ્યા છે; એમને વંદન કરવા, એમના જ્ઞાનનું સુધાપાન કરવા કેટલાંયે નરનારીઓ ઉત્સાહભેર જઈ રહ્યાં છે. એ વખતે ગામનો નગરશેઠ પણ જઈ રહ્યો છે. એણે વિચાર કર્યો : “હું ભગવાન બુદ્ધના દર્શને જાઉં છું. એમના ચરણે હું શું ધરીશ? એમની પાસેથી લઈને આવીશ, પણ આપીશ શું ? આપ્યા વિના કંઈ મેળવી શકાતું નથી, ખાલી કર્યા વિના પૂર્ણના પગથારે * ૨૬૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy