SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ હતા. મેં એમને કહ્યું : પંડિતજી ! માલકોશમાં કંઈક ન સંભળાવો ?” અને એમણે એક ભજન લલકાર્યું. એ પદને એમણે અડધો કલાક ઘૂંટ્યું. ખંડનું વાતાવરણ માલકોશના સૂરમય બની ગયું. સંગીત થંલ્યું, પણ વાતાવરણમાં માલકોશની કોઈ અજબ છાયા પ્રસરી ગઈ. પંડિતજી કહે : “મહારાજશ્રી, મારી સાથે બેઠેલા આ ગવૈયામાંથી કોઈ આ ખંડમાં દુર્ગા ગાય તો હું પાંચ હજાર રૂપિયા હારી જાઉં.” મેં પૂછ્યું, “એમ કેમ ?” એમણે કહ્યું : “રાગની એક ઘેરી અસર હોય છે. સંપૂર્ણ આરોહ-અવરોહ સાથે પૂર્ણ ભરેલા સૂરમાં એવું એક વિશિષ્ટ વાતાવરણ જામી ગયું હોય છે કે જેમાં કોઈ બીજો રાગ ગાઈ શકાય જ નહિ; અને કોઈ ગવૈયો ગાવા જાય તો ફરી એ માલકોશ પર જ આવીને ઊભો રહે. રાગની આ એક અસર છે. ત્યારે મેં કહ્યું : “પંડિતજી ! રાગની જેમ અસર છે, તેમ વૈરાગ્યની પણ એક અસર છે. ભગવાન મહાવીરની વૈરાગ્યમય મૈત્રીની એવી એક અસર હોય છે કે એમાં જન્મજાત વૈરી આવે તોપણ એ વેરની અસરને ભૂલી જાય. સાપ અને નોળિયો, ગાય અને વાઘ, ઉંદર અને બિલાડી સામસામાં બેસે પણ વેરભાવ સંભારી ન શકે. એ વાતાવરણમાં મૈત્રીની એક એવી કરુણાપૂર્વક મધુર અસર હોય છે કે ત્યાં વેર ટકી જ ન શકે.” એક દીવામાંથી હજાર દીવા પ્રગટે છે, તેમ હૃદયમૈત્રીમાંથી વિશ્વમૈત્રી પ્રગટે છે. એક દાણો વાવીએ તો એમાંથી હજારો દાણા ઊગે, તેમ આપણા હૈયામાં મૈત્રીનો એક દાણો હોય તો એમાંથી જ વિશ્વમૈત્રીના અનેક ભાવ પ્રસરે. મૈત્રી વિના ક્ષમા નથી, અને ક્ષમા વિના મુક્તિ નથી. મૈત્રી આદિ ભાવોનો મંગળમય પ્રકાશ આપણાં અનુષ્ઠાનોના અણુઅણુમાંથી પ્રગટો. જીવન-માંગલ્ય : ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy