SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુમાં એ ઓછું જ રહે ને ! આ બધી વસ્તુઓ પ્રભુથી માણસને છૂટો પાડે છે. ભગવાન પાસે બેઠા હોય ત્યારે શું શું યાદ આવે છે ? શરી૨ ભગવાન પાસે છે અને મન ઊડીને ક્યાંય જાય છે. કારણ કે દુનિયાની વસ્તુઓ એટલી બધી વધારી છે અને એ વસ્તુઓએ માણસના મન ઉપર એટલો બધો કબજો મેળવ્યો છે કે એ ભગવાન પાસે જવા જ ન દે ને ! જ્ઞાની કહે છે કે વસ્તુથી કે સાધનથી તમે તમને સુખી માનો છો, પણ આ વસ્તુઓ એવી ચઢી બેઠી છે કે મન કાબૂમાં નથી. શરીર પ્રવૃત્તિ કરે છે પણ મન વસ્તુમાં રોકાયેલું છે. મનના બે કટકા ન થાય, મન જો ભૌતિક વસ્તુમાં રોકાયેલું હોય તો પરમાત્મતત્ત્વમાં લાગે નહિ, એટલે જ જ્ઞાનીઓ કહે છે કે ક્રિયા કરવી સહેલી છે પણ અંદર જવું મુશ્કેલ છે, અને અંદર જવા માટે એકલા પડવાની જરૂર છે. પણ એ એકલો જ પડતો નથી. થોડી વાર ઘરમાં એ બેઠેલો હોય અને થાય કે બહાર જઈ આવું, એકલો પડ્યો છું તે ગમતું નથી, બેચેની થાય કે એકલો પડી ગયો ! હવે શું કરું ? લાવ કોઈક સંબંધીને ત્યાં જઈ આવું ! ખરી વાત એ છે કે એકલા પડો તો જ ચિન્તન માટે સમય મળે, અને સમય મળે તો જ ઊંડાણમાં અવલોકન થાય. સામાયિક, ધ્યાન, સ્વાધ્યાય એકલા પડવા માટે જ છે. ૪૮ મિનિટનું સામાયિક લઈએ એટલે બધાથી જુદા પડીએ. સામાયિક એટલે સમતામાં આવવું, શાંતિમાં સ્થિર થવું. શાંતિનો અનુભવ થાય પછી મજા કંઈ ર જ આવે. પણ એનો અનુભવ થવો જોઈએ. ઘણા કાળથી બોલ-બોલ કરવાની અને લોકોને મળવાની જીવને ટેવ પડી ગઈ છે. એક ફિલૉસોફરે જિંદગીની વ્યાખ્યા આપી : “Save the words" શબ્દો બચાવો. ઓછા શબ્દ બોલીએ તો ઓછા ફસાઈએ. જિંદગીને બોલી બોલીને વધારે ગૂંચવણમાં નાખીએ છીએ. જન્મ્યો ત્યારે એકલો હતો, તો બંધાયો કેમ ? બોલીબોલીને જ ને ? એમાંથી પાછા કેમ વળવું ! એ માટે તો મૌન છે. આખો દિવસ ન થાય તો પણ થોડી તો ટેવ પાડવી. એમાંથી શોધ કરવાનો, સત્યને ખોલવાનો સુઅવસર પ્રાપ્ત થાય છે. પરિસંવાદ શું છે ? સંસારની બધી વસ્તુઓને તટસ્થતાથી જોવી અને એકલતામાં અનંતતા અનુભવવી. ‘Peace is ever beautiful'' શાંતિ સર્વદા સુંદર અને સુખકર છે. પણ તે માટે ટેવ પાડવી પડે. આ અનુભવ કરવા રોજ એકાદ સામાયિક કરો. ધીમે ધીમે સ્વભાવ પડી જાય તો સામાયિક સુખદ બની જાય. Jain Education International ૨૦૨ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy