SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી મંદિરાનો કેફ ચાર-છ કલાકે ઊતરી જાય છે, જ્યારે, મોહ અને પ્રમાદની મદિરાનો કેફ તો જન્માંતર સુધી પણ નથી ઊતરતો. પ્રભુના મંદિરમાં જઈએ તોય મોહ-મદિરા પીને જઈએ. પ્રભુએ આપેલું ધન પ્રભુના કામમાં વાપરીએ તોય દાન આપ્યાનો ગર્વ કરીએ. મંદિરમાં તો આપણી જાતને ધોવા જવાનું હોય એના બદલે ત્યાં મોહ અને ગર્વની મદિરા પીને આપણે આપણને વધુ બગાડીએ છીએ. ધર્મ એ કંઈ નામના કે પ્રતિષ્ઠા પેદા કરવા માટેનું ખુલ્લું બજાર નથી. આપણે જીવનમાં સાચો ધર્મ આચરી શકતા નથી, કારણ કે આપણામાં પ્રમાદ-મદિરાનો નશો છે. નશાબાજને ખાટી છાશ પાઈને નશો ઉતારી શકાય છે. તે રીતે, આપણી મોહ-મદિરાનો નશો ઉતારવા માટે સંતો જ્ઞાન-ધ્યાનની છાશ પિવડાવે છે. પરંતુ ઘણા માણસોને તો સદુપદેશની છાશ પણ કોઠે પડી ગઈ છે. રોજ એ પીએ તોય, મોહ-મદિરામાં મસ્ત બનીને ફરે. પેનિસિલિનના ઇન્જેક્શનનાં ઘણા રોગ મટાડે છે પણ જેના લોહીમાં વિક્રિયા પેસી ગઈ હોય તેને માટે પેનિસિલિન રોગ મટાડનાર બનવાને બદલે નવા રોગ પેદા કરનારું બને છે. એ રીતે ઉપદેશ પણ પેનિસિલિન છે. અનેકના ભવરોગ એનાથી મટી જાય છે, પરંતુ કેટલાકના સ્વભાવમાં એવી વિક્રિયા પેસી ગઈ હોય છે કે ઉપદેશની અસર નવી વિક્રિયા પેદા કરે છે. એક ઉપદેશક રોજ કથા કરે, સંતો પાસે બેસે ને ભાવભીની વાત કરે. આ બધી દોડધામમાં પોતાની ગાંધી-કરિયાણાની દુકાન બે-ત્રણ કલાક જ ખોલે. પણ લોકોમાં સારા માણસ તરીકેની આબરૂ જમાવેલી એટલે ઘરાકી સારી જામે. એક માણસ એમની દુકાને ગોળ લવા ગયો. ઉપદેશકે તો જૂનો ને કાળો ગોળ પધરાવ્યો. પેલો માણસ ગોળ ઘેર તો લઈ ગયો, પરંતુ ઘેર પત્નીએ ઠપકો આપ્યો એટલે બીજે દિવસે પાછો આવ્યો ને કહ્યું, “આ ગોળ સારો નથી, બીજો સારો આપો.’ ઉપદેશક તો રાતાપીળા થઈ ગયા, ‘અરે, તું તો ગધ્ધા જેવો છે, રોજ મારી કથામાં આવે છે, ને અનાસક્તિની વાત સાંભળે છે, તોય ગોળમાં તને આસક્તિ કેમ રહી છે ? આટઆટલો ઉપદેશ સાંભળવા છતાં તારું મન ગોળ Jain Education International પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૪૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy