Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII K.
T
અધ્યાત્મ – સંદેશ
૬ પંડિતપ્રવર શ્રી ટોડરમલ્લજી લિખિત રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપર, તથા : ૫. શ્રી બનારસીદાસજી લિખિત પરમાર્થ વચનિકા અને
ઉપાદાનનિમિત્તની ચિઠ્ઠી ઉપર, પૂ. શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો.
ITTTTTTTTTT
પ્રકાશક: શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ.
પ્રવચન સંકલનકાર: બ્ર. હરિલાલ જૈન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
This shastra has been kindly donated by by Kusumben Amritlal Bavisha and Ansuyaben Anupchand Bavisha who have paid for it to be "electronised" and made available on the internet in memory of Anupchand Dahyalal Bavisha.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Adhyatma Sandesh is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Date
Changes
Version Number
001
15 May 2002 First electronic version.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વાન શ્રી કુંદકુંદ-કાન જૈન શાસ્ત્ર
ભગવાનની
પુષ્પ નં: ૯૮
પ્રથમ આવૃત્તિ ૩OOO
વીર સં. ૨૪૯૧ ભાદરવો 1965 Sept. વિક્રમ સં. ૨૦૨૧ ભાદરવો
પ્રવચન સંકલનકાર બ્ર. હરિલાલ જૈન
સોનગઢ
: મુદ્રકઃ શા. મણિલાલ છગનલાલ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ – અમદાવાદ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હom
KISASSSSSpogos
=PS
6
9
22094
-ળO.0 છબી
પરમ પૂજ્ય આત્મ જ્ઞસંત શ્રી કાનજીસ્વામી, જેઓ સ્વાનુભવપ્રેરક અધ્યાત્મ
સદેશ આપીને જિજ્ઞાસુ જીવો ઉપર મહાન ઉપકાર કરી રહ્યાં છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્પણ
જેમનું પાવન દર્શન અને વાણી ભવ્ય જીવોને સ્વાનુભવનો સંદેશ આપી રહી છે, અને જેમની મંગલ છાયામાં મુમુક્ષુ જીવો સદાય સ્વાનુભવની પ્રેરણા મેળવે છે.
એવા પરમ ઉપકારી સ્વાનુભવી સંતોને સ્વાનુભવપ્રાપ્તિની ભાવનાપૂર્વક આ પુસ્તક અર્પણ
કરું છું.
-હરિ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
...
.... R..... -
મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, નમું તેહુ જેથી થયા અરહંતાદિ મહાન. કરી મંગલ કરું છું મહા ગ્રંથકરણ શુભ કાજ, જેથી મળે સમાજ સર્વ, પામે નિજપદ રાજ.
(૫. ટોડરમલજી: મોક્ષમાર્ગપ્રકાશકનું મંગલાચરણ )
સ્વયં મંગલરૂપ અને મંગલનું કરનાર એવું જે વીતરાગી-વિજ્ઞાન તેને હું નમસ્કાર કરું છું, કે જેના પ્રતાપે અરહંતાદિ મહાન થયા. આ રીતે મંગલાચરણ કરીને મહાન ગ્રંથરચનાના શુભકાર્યનો પ્રારંભ કરું છું કે જેથી આત્માના ગુણોરૂપી સર્વ સમાજ મળે અને આત્મા નિજપદનું રાજ પામે, એટલે કે સ્વપદની પ્રાપ્તિથી શોભી ઊઠે.
બનારસી કહે ભૈયા ભવ્ય સુનો મેરી સીખ, કેહોં ભાંતિ કૈસે હોંકે ઐસો કાજુ કીજિયે; એક હો મુદૂરત મિથ્યાતકો વિલંસ હોઈ, ખ્યાનકો જગાઈ અંસ હંસ ખોજિ લીજિયે, વાહી કો વિચાર વાકો ધ્યાન યહૈ કૌતૂહલ. યોં હી ભરી જનમ પરમ રસ પીજિયે; તજી ભવ-વાંસકો વિલાસ સવિકાર રૂપ, અન્ત કરિ મોહકો અનંતકાલ જીજિયેા ૪TI
(પં. બનારસીદાસજી, નાટકસમયસાર)
શુદ્ધ જીવદ્રવ્યના જ્ઞાન-ધ્યાનમાં રહેવું તે જ પરમાર્થ છે, તેનો ઉપદેશ દેતાં બનારસીદાસજી કહે છે કે-અહો ભવ્ય ભૈયા ! મારી શિખામણ સાંભળ. કોઈ પણ રીતે, ગમે તેવો થઈને આ કાર્ય કર, -કયું કાર્ય ? કે એક મુહૂર્તમાં મિથ્યાત્વમોહને વિધ્વંસ કર તે જ્ઞાનનો અંશ જગાડ: “સોડું હંસ' એવી ધ્વનિ કરતો જે ચૈતન્યહંસ તેને ખોજી લે. એનો જ વિચાર, એનું જ ધ્યાન ને એનું જ કૌતુહલ કર. એની કળાને ખોજ, અને જીવનભર એવા પરમરસનું પાન કર. સવિકારરૂપ જે સંસારવાસનો વિલાસ તેને છોડ ને મોહનો અંત કરીને અનંતકાળ સિદ્ધપણાનું જીવન જીવ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિ વે દ ન
પ્રાચીન યુગમાં રાજદૂતો મારફત નૃપતિઓ વચ્ચે અરસ્પરસ સંદેશાઓ મોકલાતા. ધર્મરાજા શ્રી તીર્થંકર પરમાત્માના દિવ્યધ્વનિમાં આવેલા અધ્યાત્મસંદેશાઓ સમ્યજ્ઞાની આત્માઓ પોતાના અંતરમાં ઝીલતા અને પછી જગતમાં તેનો પ્રચાર અને પ્રસાર કરતા. ગણધરદેવો, આચાર્ય-ભગવંતો, મહામુનિવરો અને સમ્યગ્દષ્ટિઓ દ્વારા આવા પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી અને વર્તમાનમાં પણ તે ચાલુ છે.
પંડિતપ્રવર શ્રી ટોડરમલ્લજીએ તથા શ્રી બનારસીદાસજીએ ત્રણ ચિઠ્ઠીઓમાં અધ્યાત્મરહસ્ય ગૂઢ રીતે ભરી દીધું છે. તેના ઉપર સ્વરૂપાનુભવી આત્મજ્ઞસંત પૂજ્ય શ્રી કાનજી સ્વામીએ વિસ્તૃત પ્રવચનો કરીને તેનું રહસ્ય ઉદ્દઘાટન કર્યું છે તેમ જ સ્વાત્માનુભવ કરવાના દિવ્ય સંદેશાઓ તેઓ આપી રહ્યા છે તે માટે તે મુક્તિદૂતનો અત્યંત ઉપકાર માનીએ છીએ.
આ પ્રવચનો ઝીલીને તેના ભાવો યથાતથ જળવાઈ રહે તે રીતે બ્ર. શ્રી હરિલાલભાઈએ તેનું સુંદર રીતે સંકલન કરી આપ્યું છે, જે આ પુસ્તકાકારે પ્રસિદ્ધ થાય છે. તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
રાજકોટના સદ્ધર્મપ્રેમી ભાઈશ્રી મોહનલાલ કાનજીભાઈ ઘીયાએ આ પુસ્તકની બે હજાર પ્રત છપાવીને ગુજરાતી ‘ આત્મધર્મ 'ના ગ્રાહકોને ભેટ તરીકે આપવાનો નિર્ણય કર્યો છે. તે ઉદારતા બદલ તેમનો પણ આભાર માનીએ છીએ.
આ પુસ્તકમાં આપવામાં આવેલ ‘અધ્યાત્મસંદેશ ઝીલીને આખું જગત અધ્યાત્મરુચિપૂર્વક આત્મશાંતિનો અનુભવ કરો એમ પ્રાર્થીએ છીએ.
સોનગઢ, તા. ૧-૮-૬૫.
ખીમચંદ જે. શેઠ
(સાહિત્ય પ્રકાશન સમિતિ )
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રસ્તાવના
પરમ વીતરાગી જૈનધર્મના અનાદિનિધન પ્રવાહમાં તીર્થકરો અને સંતોએ આત્મહિતના હેતુભૂત અધ્યાત્મવાણીનો પ્રવાહુ વહેવડાવ્યો છે; તીર્થકરો અને સંતોનો એ અધ્યાત્મસંદેશ ઝીલીને અનેક જીવો પાવન થયા છે. ગૃહસ્થ-શ્રાવકધર્માત્માઓએ પણ એ અધ્યાત્મરસના પુનિત પ્રવાહને પોતાની અધ્યાત્મરસિકતા વડ વહેતો રાખ્યો છે. એ અધ્યાત્મરસના પાનથી, સંસારના સંતપ્ત જીવો પરમતૃપ્તિ અનુભવે છે.
તીર્થકરો અને મુનિઓની તો શી વાત! તેઓનું તો જીવન સ્વાનુભવ વડે અધ્યાત્મરસથી ઓતપ્રોત બનેલું છે; તે ઉપરાંત જૈનશાસનમાં અનેક ધર્માત્મા-શ્રાવકો પણ એવા પાકયા છે કે જેમનું અધ્યાત્મજીવન અને અધ્યાત્મવાણી અનેક જિજ્ઞાસુઓને અધ્યાત્મની પ્રેરણા જગાડે છે. તેમાંથી આ પુસ્તક સાથે સંબંધ ધરાવતા અધ્યાત્મરસિક વિદ્વાન શ્રાવકો-એક તો પં. શ્રી ટોડરમલજી અને બીજા પં. શ્રી બનારસીદાસજી; એ બંનેએ લખેલી અધ્યાત્મ-વચનિકા ઉપર પૂ. ગુરુદેવે જે અધ્યાત્મરસથી ભરેલાં પ્રવચનો કર્યા તે આ “અધ્યાત્મસંદેશ” પુસ્તકરૂપે પ્રસિદ્ધ થાય છે. જગતના બધા રસો કરતાં અધ્યાત્મરસ એ કેટલો સર્વોત્કૃષ્ટ છે, ને તેનો સ્વાદ કેટલો રસભરપૂર છે–તે તો જિજ્ઞાસુઓને આ પ્રવચનોના અભ્યાસવડ ખ્યાલમાં આવશે. સમ્યકત્વસંબંધી અને નિર્વિકલ્પ-સ્વાનુભવ સંબંધી જે આત્મસ્પર્શી ચર્ચાઓ આમાં ભરી છે તે સમ્યકત્વપિપાસુ જીવોને ખરેખર અત્યંત આફ્લાદકારી છે. પૂ. ગુરુદેવે એ સ્વાનુભવના ને સમ્યકત્વના કોઈ અભુત-અચિંત્ય મહિમાનું ઝરણું આ પ્રવચનોમાં વહેવડાવ્યું છે, તેના દ્વારા સ્વાનુભવી સંતોની પરિણતિનું સાક્ષાત્ દર્શન કરાવ્યું છે. છપાતાં પહેલાં આ પ્રવચનોનું લખાણ વાંચી જવા ગુરુદેવે કૃપા કરી છે.
પં. શ્રી ટોડરમલ્લજીએ સાધર્મીઓ ઉપર જે પત્ર લખ્યો છે. તેમાં અધ્યાત્મચર્ચાનો પ્રેમ દેખાઈ આવે છે. અધ્યાત્મરસિક જીવો તે વખતે પણ બહુ જ થોડા હતા; જેઓ હતા તેમને પણ એકબીજાનો સંપર્ક ને સમાગમ બહુ જ મુશ્કેલીથી બની શકતો, કેમ કે તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જમાનામાં આજના જેવી વાહનવ્યવહારની સુવિધા ન હતી. ર00 વર્ષ પહેલાં આ પત્ર લખાયો છે, તે વખતે ટપાલની પણ સગવડ ન હતી; ખેપિઆ મારફત એકાદ મહિને માંડ પત્રોત્તર બની શકતો. આવી પરિસ્થિતિમાં લાંબે ગાળે જ્યારે ખેપિયો અધ્યાત્મરસિક સાધર્મીનો પત્ર લઈને આવતો હશે ત્યારે તે પત્ર હાથમાં આવતાં જ જિજ્ઞાસુઓ કેવા આનંદિત થતા હશે! સાધર્મીનો પત્ર પ્રાપ્ત થતાં લખે છે કે “ ભાઈશ્રી, આવા પ્રશ્ન તમારા જેવા જ લખે. આ વર્તમાનકાળમાં અધ્યાત્મરસના રસિક જીવો બહુ જ થોડા છે. ધન્ય છે તેમને જેઓ સ્વાનુભવની વાર્તા પણ કરે છે.
અહા, સ્વાનુભવની ચર્ચા કરે તેને પણ ધન્ય કહ્યા, તો જેઓ સ્વાનુભવરૂપે સાક્ષાત્ પરિણમ્યા છે–સ્વયં અધ્યાત્મરૂપ બન્યા છે–એવા સંતના મહિમાની શી વાત ! અને એવા સંતોનો સાક્ષાત્ સમાગમ તથા તેમના ચરણની સાક્ષાત્ ઉપાસના, ને તેમની વાણીનું સાક્ષાત્ શ્રવણ આપણને મળ્યું, –કેવા ધન્ય ભાગ્ય !!
પં. શ્રી ટોડરમલ્લજી પત્રમાં છેલ્લે લખે છે કે “જ્યાં સુધી મળવું થાય નહિ ત્યાં સુધી પત્ર તો શીઘ્ર જ લખ્યા કરો. સ્વધર્મીને તો પરસ્પર ચર્ચા જ જોઈએ.” આ ઉપરથી સાધર્મીનો સમાગમ કેટલો દુર્લભ હતો, ને તેના પત્રની કેટલી ધગશ રહેતી, તેનો ખ્યાલ આવે છે.
તે વખતે બેલગાડીનો ને ઊંટનો યુગ હતો, આજે વિમાનનો ને રોકેટનો યુગ છે. આજે તો ભારતના એક છેડેથી બીજા છેડે થોડા જ કલાકમાં હવાઈ - મુસાફરીથી પહોંચી જવાય છે, હજારો ગાઉ દૂર બેઠા બેઠા પણ ટેલીફોનથી સીધી વાતચીત થઈ શકે છે તે વખતે એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં જતાય બેલગાડીમાં અનેક મહિના લાગી જતા; સંદેશની આપ-લે પણ લાંબા ગાળે થઈ શકતી. એટલે એ વખતે સાધર્મીના મિલનનો કે સાધર્મીના અધ્યાત્મ-સંદેશની પ્રાપ્તિનો જે અનેરો આફ્લાદ જાગતો તેનો ખ્યાલ અત્યારના યુગમાં આવવો મુશ્કેલ છે.
ગુરુદેવના હાથમાં જ્યારે પહેલવહેલી આ ચિઠ્ઠી આવી અને તે તેમણે વાંચી, કે તરત તેમને આફ્લાદ થયો કે વાહ! આવી ચિઠ્ઠી ! એની કિંમત શું થાય? જ્ઞાનના અર્થીને તેની ખરી કિંમત થાય. અહો, આમાં તો જાણે હીરાનાં કણ ભર્યા છે! તે વખતે (૪૦ વર્ષ પહેલાં) પણ આવા સાહિત્યની પ્રાપ્તિ દુર્લભ હતી.
જે પત્રના જવાબરૂપે પંડિતજીએ આ ચિઠ્ઠી લખેલ છે તે પત્ર સીધો પં. ટોડરમલ્લજી ઉપર લખાયેલો નથી, પરંતુ મુલતાનના ભાઈઓએ જહાનાબાદના રામસિંહ ભવાનીદાસજી ઉપર પત્ર લખેલ, તેને બીજા સાધર્મીઓ સાથે વાત થયેલ, અને તે બીજા સાધર્મીઓએ જહાનાબાદથી ૫. ટોડરમલ્લજીને જયપુર લખેલ; એટલે મૂળ પત્ર લખાયા પછી ફરતો ફરતો ત્રીજી ભૂમિકાએ પંડિતજીને મળેલ છે; ને પંડિતજીએ તેના ઉત્તર સીધા મુલતાનના ભાઈઓને લખ્યા છે; (જો કે જહાનાબાદના ભાઈઓ ઉપર પણ જુદો પત્ર તેમણે લખ્યો જ હશે;)- આ રીતે મુલતાનના ભાઈઓને પોતાના પત્રનો ઉત્તર મળતાં સહેજે બે ત્રણ માસ વીતી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગયા હશે. આટલા લાંબા વખતે જ્યારે પોતાના જિજ્ઞાસાભરેલા પ્રશ્નોના જવાબરૂપે આ અધ્યાત્મરસભરપૂર ચિઠ્ઠી સાધર્મી પાસેથી મુલતાનના ભાઈઓને પ્રાપ્ત થઈ હશે ત્યારે એ “અધ્યાત્મસંદેશ થી તેઓને કેટલો હર્ષોલ્લાસ થયો હશે !! આજે ૨૦૦ વર્ષ પછી પણ એ ચિઠ્ઠીની હસ્તલિખિત પ્રતો જાના શાસ્ત્રભંડારોમાં સચવાયેલી પડી છેએ ઉપરથી ખ્યાલમાં આવશે કે સાધર્મીઓ તે ચિઠ્ઠીને કેટલી કિંમતી ગણતા હતા. એવી બે પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ ઉપરથી ખૂરઈ (સાગર, મધ્યપ્રદેશ)ના કર્તવ્યપ્રબોધ કાર્યાલયે' લગભગ ૫૦ વર્ષ પહેલાં (વીર સં. ૨૪૪૨ માં) આ રહસ્યપૂર્ણચિઠ્ઠી પ્રકાશિત કરી હતી. તેમાં પ્રકાશક લખે છે કે “યદ વિઠ્ઠી હિતની महत्वपूर्ण है इसको प्रेमी पाठक स्वयं अवलोकन करके जान सकेंगे। परंतु यहां हम इतना अवश्य कहेंगे कि, यदि इसी तरहकी कोई प्राचीन विद्वानकी कृति आज युरोपादि देशोंमें किसीको प्राप्त होती तो सारे देश ओर समाचारपत्रोंमें धूम પ૭ નાતી” પચાસ વર્ષથી પ્રસિદ્ધ થઈ હોવાં છતાં આ ચિઠ્ઠી વિશેષ પ્રચારમાં આવી ન હતી, પણ હવે પૂ. ગુરુદેવે એના ઉપર ત્રણ વખત પ્રવચનો કરીને આ ચિઠ્ઠીનો મહિમા પ્રસિદ્ધ કર્યો છે, અને એના રહસ્યને ખુલ્લું કર્યું છે. આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપર, તેમજ ૫. શ્રી બનારસીદાસજીની બે ચિઠ્ઠી (પરમાર્થવનિકા તથા ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી) ઉપર, એમ ત્રણે ચિઠ્ઠી ઉપર પૂ. ગુરુદેવે વીર સં. ૨૪૭૧ માં, ૨૪૭૯માં, તથા ૨૪૮૯ માં એમ ત્રણ વખત જે વિસ્તૃત પ્રવચનો કર્યા તેનું સંકલન કરીને આ ‘અધ્યાત્મસંદેશ 'રૂપે પ્રગટ કરવામાં આવ્યાં છે.
અહીં પ્રસંગોપાત એ બને વિદ્વાનોનો ટૂંક પરિચય આપીએ છીએ
અનેક શાસ્ત્રોના રહસ્યની મેળવણી કરીને “મોક્ષમાર્ગપ્રકાશક' જેવા શાસ્ત્રની જેમણે રચના કરી તે પં. શ્રી ટોડરમલ્લજીએ શિથિલાચાર સામે નીડરપણે પડકાર કરીને આધ્યાત્મિક આંદોલન વડે અને મહાન વિપુલ સાહિત્ય રચના વડે જૈનસમાજમાં ક્રાંતિનું મોજું ફેલાવ્યું હતું. ગૃહસ્થી હોવા છતાં જૈનસમાજમાં તેમનું સ્થાન એક આચાર્યસમાન ગણવામાં આવે છે. પં. શ્રી ટોડરમલજીનો જન્મ વિક્રમ સં. ૧૭૯૭ માં જયપુરના ગોદીકાપરિવારમાં થયો હતો. તેમના પિતાજી જોગીદાસજી તથા માતાજી સંભાદેવી હતાં. તેમનો પરિવાર ‘ઢોસા1' તરીકે વિખ્યાત હતો. આજ પણ જયપુરમાં તેમના વંશમાં શ્રી છગનલાલજી લાદૂલાલજી ઢોલાકા છે. તેમના શિક્ષાગુરુ શ્રી બંશીધરજી હુતા-જેઓ મૈનપુરી (આગ્રા)થી જયપુર આવીને રહ્યા હતા. પંડિતજી અસાધારણ પ્રતિભાશાળી હતા, નાની ઉમરમાં જ તેમણે ઘણું અધ્યયન-મનન કર્યું હતું. સં. ૧૮૧૧ ના માહુ વદ પાંચમે જ્યારે તેમણે આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લખી ત્યારે તેમની ઉમર કેટલી હતી?-માત્ર ૧૪ કે ૧૫ વર્ષની તેમની ઉમર હતી. આવડી નાની ઉમરમાં તેમણે લખેલી આ અધ્યાત્મશાસ્ત્રના મર્મથી ભરેલી ચિઠ્ઠી બતાવે છે કે તેઓ કેટલા વિદ્વાન અને અધ્યાત્મરસિક હતા.
સં. ૧૮૧૧ ની આસપાસમાં એટલે કે ૧૪-૧૫ વર્ષની વયે જ તેઓ જયપુરરાજ્યના સિધાણા ગામે જઈને એક શેઠને ત્યાં નોકરી કરવા લાગ્યા. આ દરમિયાન સાધર્મી ભાઈ રાયમલ કે જેઓ ૧૩-૧૪ વર્ષની વયમાં જ શાસ્ત્રાભ્યાસી હતા ને ધર્મનું રહસ્ય સમજવાની જિજ્ઞાસાથી અનેક જગ્યાએ ઘૂમી રહ્યા હતા, તેઓ ૫. ટોડરમલ્લજીને મળ્યા, અને તેમના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિચયથી પ્રસન્ન થઈને તેમણે લખ્યું કે “ટોડરમાનીò જ્ઞાનળી મહિમા અદ્ભુત વેહી.” ત્યારબાદ ભાઈ રાયમલ્લજીએ તેમને ગોમ્મટસાર વગેરે શાસ્ત્રોની ટીકા લખવાનો આગ્રહ કર્યો અને પં. શ્રી ટોડરમલ્લજીએ હિંદી ભાષામાં ટીકા લખવી શરૂ કરી. તેઓ લખતા જતા હતા ને ભાઈ રાયમલજી તે વાંચતા જતા હતા. સં. ૧૮૧૫ સુધીનાં ત્રણેક વર્ષમાં એટલે માત્ર ૧૫ થી ૧૮ વર્ષની નાની વયમાં તો તેમણે ગોમ્મટસારના ૩૮ હજાર શ્લોક, લબ્ધિસાર-ક્ષપણસા૨ના ૧૩ હજા૨ શ્લોક અને ત્રિલોકસા૨ના ૧૪ હજાર શ્લોક, એમ કૂલ ૬૫૦૦૦ પાંસઠ હજા૨ શ્લોકપ્રમાણ (સમ્યજ્ઞાનચંદ્રિકા ) ટીકા રચી. માત્ર ૧૫ વર્ષની વયે ગોમ્મટસાર જેવા મહાનશાસ્ત્રની ટીકા લખવી તે શ્રુતાભ્યાસનો અસાધારણ પ્રેમ અને વિદ્વત્તા બતાવે છે. ભાઈ રાયમલ્લજી લખે છે કે “ અત્યારે આ કનિષ્ઠ કાળમાં ટોડરમલ્લજીના જ્ઞાનનો ક્ષયોપશમ વિશેષ છે. ગોમ્મટસાર ગ્રંથનું વાંચન પાંચસો વર્ષ પહેલાં હતું. પણ ત્યા૨પછી બુદ્ધિની મંદતાને લીધે ભાવસહિત વાંચન અટકી ગયું; હવે ફરી (ટોડરમલ્લજી દ્વારા ) તેનો ઉદ્યોત થયો. વર્તમાનકાળમાં અહીં ધર્મનું નિમિત્ત છે તેવું અન્યત્ર નથી.
""
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પં. ટોડરમલ્લજી કેટલા પ્રતિભાશાળી હતા અને ધર્મ-પ્રચારની તેમને કેટલી લગન હતી. તે વખતે જયપુરમાં ઇન્દ્રજપૂજાનો મોટો ઉત્સવ થયેલો, તેની નિયંત્રણ-પત્રિકામાં (સં. ૧૮૨૧ ના માહ વદ નોમે ) લખ્યું છે કે “ અહીં ભાઈજી ટોડરમલજીના જ્ઞાનનો ક્ષયોપશમ અલૌકિક છે, તેમણે ગોમ્મટસારાદિ અનેક ગ્રંથોની પૂરા લાખ શ્લોકપ્રમાણ ટીકાઓ બનાવી છે અને હજી બીજા પાંચ-સાત ગ્રંથોની ટીકા બનાવવાનો વિચાર છે, તે આયુની અધિકતા હશે તો બનશે. વળી ધવલ-મહાધવલાદિ ગ્રંથોને પ્રગટમાં લાવવાનો ઉદ્યમ તેમણે કર્યો છે, તથા તે દક્ષિણદેશથી બીજા પાંચ-સાત ગ્રંથો તાડપત્રમાં કર્ણાટકીલિપિમાં લખેલા અહીં પધાર્યા છે તેને ‘મલજી' વાંચે છે, અને તેનું યથાર્થ વ્યાખ્યાન કરે છે તેમજ કર્ણાટકીલિપિમાં લખી લ્યે છે. ઇત્યાદિ ન્યાય, વ્યાકરણ, ગણિત, છંદ, અલંકાર વગેરેનું જ્ઞાન તેમને છે. મહાન બુદ્ધિના ધારક આવા પુરુષ આ કાળ વિષે હોવા દુર્લભ છે.” આ ઉલ્લેખ ઉપ૨થી સમાજમાં પંડિતજીનું મહત્વ કેટલું હતું તેનો ખ્યાલ આવે છે.
અત્યારની માફક ઝડપી પ્રવાસનાં કે સંદેશવ્યવહારનાં સાધનો તે જમાનામાં
ન હતાં; એવા એ સાધનહીન કાળમાં પણ દક્ષિણદેશના ધવલાદિ સિદ્ધાંતગ્રંથોના ઉદ્ધારની યોજના પં. શ્રી ટોડરમલ્લજીએ બનાવી હતી અને જયપુરથી કેટલાક ભાઈઓને ત્યાં મોકલ્યા હતા; તેમાં બે હજાર રૂપીયા ખર્ચ કર્યા અને આ કાર્યમાં પાંચ વર્ષ લાગ્યાં; તેમાંથી એક વ્યક્તિનું તો ત્યાં જ (દક્ષિણમાં) મૃત્યુ થયું. પણ તેમાં સફળતા ન મળી, છતાં પણ શ્રુતની તીવ્ર ભક્તિથી પ્રયત્ન ચાલુ રાખ્યો. જો નાની વયે તેમનું અકાળ અવસાન થયું ન હોત તો જરૂર તેમના સમયમાં જ તે પખંડાગમ આદિ શાસ્ત્રો જયપુર આવી ગયા હોત. તોપણ કર્ણાટકલિપિમાં તે શાસ્ત્રો આવ્યા, તેને તેઓ પઢવા લાગ્યા, અને તેની લિપિ લખવા લાગ્યા, એ કેટલી આશ્ચર્યની વાત છે!
ઉપરોક્ત ગોમ્મટસારાદિ ગ્રંથોની ટીકા પછી તેમણે આત્માનુશાસનની તથા પુરુષાર્થસિદ્ધિ ઉપાયની હિન્દી ટીકા ( જયપુરી ઢુંઢારી ભાષામાં) લખી, તેમજ
‘મોક્ષમાર્ગપ્રકાશક’
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જેવા સર્વોપયોગી મહત્વપૂર્ણ ગ્રંથની રચના કરી. આ રીતે શ્રીમાન પંડિતજીએ મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ વગેરે દ્વારા શુદ્ધ જૈનમાર્ગનો પ્રકાશ કર્યો, અને શિથિલાચાર પાખંડ તથા અસત્યમાર્ગનો નિષેધ કરીને જે મહાન ક્રાંતિ કરી, તે સહન નહિ થવાથી કેટલાક વિદ્વેષી-વિધર્મીઓએ પડ્યુંત્ર દ્વારા મોટો અત્યાચાર કરેલો, એટલું જ નહિ, પંડિતજી ઉપર ખોટા આક્ષેપ મૂકીને છળકપટદ્વારા રાજાને તેમની વિરુદ્ધ ઉશ્કેર્યા, જેના પરિણામે તેમને હાથીના પગ નીચે કચડાવીને મારી નાંખવામાં આવ્યા. (સં. ૧૮૨૪ ના કારતક સુદ ૭ એ તેમનો દેહાંતદિવસ ગણાય છે.) તે વખતે તેમની વય માત્ર ર૭ વર્ષની હતી. જૈનગગનનો એક ઝળકતો સીતારો પૂર્ણપણે ઝળકે ત્યારપહેલાં જ અસ્તગત થઈ ગયો. છતાં આટલા ટૂંક આયુમાં તેમણે જૈનસાહિત્યની મહત્વપૂર્ણ રચનાઓ દ્વારા શ્રુતદેવીમાતાની અને જૈનસમાજની ઘણી કિંમતી સેવા કરી છે. હાલમાં જયપુરમાં ગોદિકા-પરિવાર તરફથી “શ્રી ટોડરમલ્લજી સ્મારકભવન’ થઈ રહ્યું છે ને તે ભવન દ્વારા આધ્યાત્મિક સાહિત્યના પ્રચારનું ધ્યેય અપનાવવામાં આવ્યું છે, એ હર્ષની વાત છે. આવા અધ્યાત્મરસિક મહાન શ્રતીપાસક વિદ્વાન દ્વારા સાધર્મીઓ ઉપર લખાયેલી રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપરનાં પૂ. શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો આ પુસ્તકના પહેલા પ્રકરણમાં પ્રસિદ્ધ થયાં છે.
બીજા પ્રકરણમાં “પરમાર્થ વચનિકા” ઉપરનાં પ્રવચનો છે અને ત્રીજા પ્રકરણમાં “ઉપાદાન-નિમિત્તથી ચિઠ્ઠી” ઉપરનાં પ્રવચનો છે. આ બંનેના લેખક છે-શ્રીમાન . બનારસીદાસજી. તેમણે પોતે જ “અદ્ધકથાનક” માં પોતાના જીવનવૃત્તાંતનું આલેખન કર્યું છે, હિન્દી ભાષાના કવિઓમાં “આત્મકથા' લખનારા તેઓ પહેલા જ ગણાય છે. તેમની લખેલી આત્મકથામાંથી જ તેમના જીવનનો સંક્ષિપ્ત પરિચય અહીં આપીએ છીએ.
મધ્યભારતમાં રોહતપુર પાસે વિદોની ગામ છે, ત્યાં રાજપૂતોની વસ્તી છે. એકવાર બિહોલીમાં કોઈ જૈનમુનિ પધાર્યા, તેમના પવિત્ર ચારિત્રથી અને વિદ્વત્તાભરેલા ઉપદેશથી પ્રભાવિત થઈને ત્યાંના બધા રાજપૂતો જૈનધર્મી થઈ ગયા. અને
પહિરી માલા મંત્રની પાયો કુલ શ્રીમાલ, થાપ્યો ગોત બિહોલિયા બીહોલી-૨ખપાલ.
આ રીતે નમસ્કારમંત્રની માળા પહેરીને બિહોલિયા ગોત્રની જે સ્થાપના થઈ, તેમાં અનુક્રમે મૂલદાસજી થયા, તેઓ રાજયના મોદી હતા. સં. ૧૬૦૨ માં તેમને ખરગસેન નામનો પુત્ર થયો. સં. ૧૬૧૩ માં મૂલદાસજીનો દેહાંત થતાં મોગલ સરદારે તેમનું ઘર ખાલસા કર્યું; આથી તેમનાં વિધવા પત્ની પોતાના પુત્ર ખરગસેનને લઈને જોનપુર ગયાં, ત્યાં તેમનું પિયર હતું.
સં. ૧૬ર૬ માં ખરગસેન આગ્રા આવીને વેપાર કરવા લાગ્યા ને તેમની પાસે સારું ધન એકઠું થયું. મેરઠનગરના સૂરદાસજીની કન્યા સાથે તેમનાં લગ્ન થયાં. આ જ આપણા ચરિત્રનાયકના માતા-પિતા. ફરી તેઓ જોનપુર આવીને ઝવેરાતનો ધંધો કરવા લાગ્યા. સં. ૧૬૩૫ માં તેમને એક પુત્ર થયો, પણ તે માત્ર આઠદસ દિવસ જ જીવ શકયો.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
થોડા દિવસ પછી ખરગસેન પુત્રલાભની ઇચ્છાથી રોહતપુર એક સતીની યાત્રા કરવા સકુટુંબ ગયા, પણ રસ્તામાં ચોરોએ તેમને લૂંટી લીધા. આ પ્રસંગને લક્ષીને ૫. બનારસીદાસજી લખે છે કે-સતી પાસે પુત્ર માગવા જતાં રસ્તામાં ઊલટા લૂંટાઈ ગયા; આવું પ્રગટ દેખવા છતાં મૂર્ખ લોકો સમજતા નથી, અને વ્યર્થ દેવ-દેવીની માનતા કરે છે. ખરગસેનજી ફરીને પાછા સં. ૧૬૪૩ માં પુત્રલાભની ઇચ્છાથી સતીની યાત્રા કરવા ગયા. ત્યાંથી આવ્યા બાદ થોડા વખતે તેમને પુત્ર થયો. એનું નામ વિક્રમ. આ વિક્રમ એ જ આપણા ૫. બનારસીદાસજી. (સં. ૧૬૪૩ ના માહ સુદ અગિયારસ ને રવિવારે તેમનો જન્મ થયો. )
બાલક વિક્રમ જ્યારે છ મહિનાનો થયો ત્યારે ખરગસેનજી સકુટુંબ પાર્શ્વનાથ પ્રભુની યાત્રાએ કાશી ગયા. ભાવપૂર્વક પૂજન કરીને બાળક વિક્રમને પ્રભુચરણમાં નમસ્કાર કરાવ્યા ત્યારે પૂજારીએ કપટથી કહ્યું કે પાર્શ્વપ્રભુનો ભક્ત યક્ષ મને ધ્યાનમાં આવીને કહી ગયો છે કે પાર્થપ્રભુની આ જન્મનગરીનું જે નામ છે (વનારસ) તે જ નામ આ બાળકનું રાખવું, તેથી તે ચિરજીવી થશે. આ ઉપરથી કુટુંબીજનોએ એ બાળકનું નામ વનારસીવારત રાખ્યું.
પાંચમા વર્ષે તેને સંગ્રહણી રોગ થયેલો, જેમતેમ કરીને તે શાંત થયો ત્યાં શીતળાએ ઘેરો ઘાલ્યો, આ રીતે એક વર્ષ સુધી બાળકે અતીવ કષ્ટ ભોગવ્યું. સાત વર્ષની વયે શાળામાં પાંડ રૂપચંદજી પાસે તેમણે વિદ્યાભ્યાસ શરૂ કર્યો. અને બેત્રણ વર્ષમાં કુશળ થઈ ગયા.
લગભગ ચારસો વર્ષ પહેલાંના જે સમયનો આ ઇતિહાસ છે તે સમયે દેશમાં મુસલમાનોનું રાજ્ય હતું ને બાલવિવાહનો ઘણો પ્રચાર હતો: ૯ વર્ષની વયે ખેરાબાદના કલ્યાણમલજી શેઠની કન્યા સાથે બાલક બનારસીદાસની સગાઈ થઈ, અને ૧૧ વર્ષની વયે (સં. ૧૬૫૪ ના માહ સુદ ૧૨) વિવાહ થઈ ગયા. જે દિવસે નવવધુ ઘરમાં આવી તે જ દિવસે ખરગસેનને ત્યાં એક પુત્રીનો જન્મ થયો, તથા તે જ દિવસે તેની વૃદ્ધ નાની મરણ પામી. એક જ દિવસે એક જ ઘરમાં ત્રણ પ્રસંગ બનતાં પંડિતજી લખે છે
યહ સંસાર વિડંબના દેખ પ્રગટ દુઃખ ખેદ, ચતુર ચિત્ત ત્યાગી ભયે, મૂઢ ન જાણે ભેદ.
સોળ વર્ષની યુવાવસ્થામાં તેમને કોઢનો રોગ થયો, ને શરીર ગ્લાનિજનક બની ગયું તે રોગ માંડમાંડ મટયો. યુવાવસ્થામાં દુરાચારના સંસ્કારથી હજાર ચોપાઈ–દોહાની એક શૃંગારપોષક પોથી તેમણે બનાવેલી, પણ પાછળથી સદબુદ્ધિ થતાં એ પોથી પશ્ચાત્તાપપૂર્વક ગોમતી નદીમાં ફેંકી દીધી હતી. સં. ૧૯૬૦ માં ફરી પાછી તેમને મોટી બીમારી થયેલ, ૨૧ લાંધણ બાદ તેઓ નીરોગી થયા.
સં. ૧૬૬૧ માં (૧૮ વર્ષની વયે) એક સંન્યાસી-બાવાએ બનારસીદાસજીને
જાળમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ફસાવ્યા, એક મંત્ર આપીને એક વર્ષ સુધી તેના જાપ કરવાથી રોજ એક સોનામહોર આંગણામાં પડેલી દેખાશે-એમ કહ્યું. બનારસીદાસજી એની જાળમાં ફસાયા, ને મંયા જાપ જપવા. માંડમાંડ વર્ષ પૂરું કર્યું ને સોનામહોરની ઉત્કંઠાથી આંગણું તપાસવા લાગ્યા પણ કાંઈ મળ્યું નહિ. સંન્યાસીની આ બનાવટથી એમની આંખ ઊઘડી.
પણ વળી પાછા એક બીજા જોગીએ તેમને ફસાવ્યા; એક “શંખ' આપીને કહ્યું કે આ સદાશિવ છે, તેની પૂજાથી મહાપાપી પણ શીધ્ર મોક્ષ પામે છે. - બનારસીદાસજી મૂર્ખતાથી એ શંખની પૂજા કરવા લાગ્યા. આ મૂર્ખાઈ સંબંધમાં તેઓ લખે છે કે
શંખરૂપ શિવ દેવ, મહાશંખ બનારસી દોઉ મિલે અબેબ, સાહિબ સેવક એકસે
સં. ૧૬૬૧ માં હીરાનંદજી ઓસવાલે શિખરજીની યાત્રાનો સંઘ કાઢયો, ખરગસેનજી પણ તેની સાથે યાત્રા કરવા ચાલ્યા. એ વખતે રેલ્વે વગેરે ન હતી. તેથી યાત્રામાં એકાદ વર્ષ વીતી જતું. સંઘ ઘણા દિવસે યાત્રા કરીને પાછો આવ્યો ત્યારે અનેક લોકો લૂંટાઈ ગયા, અનેક બીમાર થઈ ગયા ને અનેક મરી ગયા. ખરગસેનજી પણ રોગથી પીડિત થયા ને માંડમાંડ જોનપુર ઘરે પહોંચ્યા.
ખરગસેનજી શિખરજીની યાત્રાએ ગયા તે દરમિયાન પાછળથી બનારસીદાસજીને પાર્શ્વનાથની (બનારસની) યાત્રાનો વિચાર થયો, અને પ્રતિજ્ઞા કરી કે જ્યાંસુધી યાત્રા ન કરું ત્યાંસુધી દૂધ-દહીં-ઘી-ચાવલ-ચણા-તેલ વગેરે પદાર્થનો ભોગ નહીં કરું. આ પ્રતિજ્ઞાને છ મહિના વીતી ગયા. ત્યાર બાદ કાર્તિકી પૂર્ણિમાએ ઘણા લોકો ગંગાસ્નાન માટે તથા જૈની લોકો પાર્શ્વનાથ પ્રભુની યાત્રા માટે બનારસ તરફ ચાલ્યા, તેમની સાથે બનારસીદાસજી પણ કોઈને પૂછયા વિના બનારસ ચાલ્યા ગયા. ત્યાં ગંગાસ્નાનપૂર્વક ભગવાન પાર્શ્વનાથની ભાવસહિત દસ દિવસ પૂજા કરી, અને સાથે ત્યાં શંખપૂજા પણ કરતા હુતા! યાત્રા કરીને, શંખ સાથે લઈને હર્ષપૂર્વક તેઓ ઘરે આવ્યા.
એકવાર તેઓ ઘરની સીડી ઉપર બેઠા હતા, ત્યાં ખબર સાંભળ્યા કે અકબર બાદશાહનું મૃત્યુ થયું. તે સાંભળતાં જ આઘાતથી તેઓ સીડી ઉપરથી નીચે પડી ગયા, ને માથામાં ફૂટ થઈ તેથી કપડાં લોહીલૂહાણ થઈ ગયાં. આ પ્રસંગ પછી એકાંતમાં બેઠાબેઠા એકવાર તેમને વિચાર આવ્યો કે
જબ મેં ગિર્યો પડયો મુરઝાય, તબ શિવ કછુ નહિં કરી સહાય.
આ વાતનું સમાધાન ન થવાથી તેમણે શંખરૂપ સદાશિવનું પૂજન છોડી દીધું. તેમના વિચારોમાં પરિવર્તન થયું ને વિવેકજ્યોત જાગી; હવે શૃંગારરસ પ્રત્યે અરુચિ થવા લાગી. અને પશ્ચાત્તાપપૂર્વક પાપના ભયથી શૃંગારરસની પોથીને ગોમતી નદીમાં પધરાવી દીધી. તેમની પરિણતિમાં પરિવર્તન થયું ને તેમને ધર્મની ચાહુના પ્રગટી. પહેલાં સંતાપ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રસના રસિયા બનારસી હવે જિનેન્દ્રના શાંતરસમાં મગ્ન રહેવા લાગ્યા. પહેલાં ગલીકુંચીમાં ભટકનારા બનારસી હવે અષ્ટદ્રવ્યસહિત જિનમંદિરમાં જવા લાગ્યા. જિનદર્શન વગર ભોજનત્યાગની તેમને પ્રતિજ્ઞા હતી, આ ઉપરાંત વ્રત-નિયમ– સામાયિકાદિ આચારો પણ તેઓ કરવા લાગ્યા.
સં. ૧૬૬૭ માં (૨૪ વર્ષની વયે) પિતાજીએ ઘ૨નો કારભાર બનારસીને સોંપી દીધો; અને બે મુદ્રિકા, ૨૪ માણેક, ૩૪ મણિ, નવ નીલમ, વીસ પન્ના, કેટલુંક પરચુરણ ઝવેરાત, તથા ૪૦ મણ ઘી, બે કંપા તેલ, બસો રૂપિયાનાં કપડાં અને કેટલીક રોકડ રકમ આપીને વેપાર માટે આગ્રા મોકલ્યા. આગ્રાના મોતીકટરામાં તેમના બનેવીને ત્યાં ઊતર્યા ને વેપાર શરૂ કર્યો. ઘી, તેલ, કાપડ વેચીને તેની હૂંડી જૌનપુર મોકલી દીધી. તે વખતે આગ્રામાં ભલભલા લોકો ઠગાઈ જતા, પણ સદ્ભાગ્યે બનારસીદાસજી ઉ૫૨ કોઈની દષ્ટિ ન પડી. છતાં અશુભ કર્મના ઉદયે તેમને ન છોડયા, રૂમાલમાં બાંધેલું વેરાત કયાંક ગૂમ થઈ ગયું, જે કપડામાં માણેક બાંધ્યાં હતાં તે પોટલી ઊંદરડા તાણી ગયા; બે રત્નજડિત પોંચી જે શરાફને વેચી હતી તેણે બીજે જ દિવસે દિવાળું કાઢ્યું, એક રત્નજડિત મુદ્રિકા રસ્તામાં પડી ગઈ;–આમ ઉપરાઉપરી આપત્તિથી બનારસીનું હૃદય ક્ષુબ્ધ બની ગયું. પાસે જે કાંઈ વસ્તુ બચેલી તે વેચી વેચીને ખાવા માંડયું. અંતે પાસે કાંઈ ન રહ્યું ત્યારે બજારમાં જવાનું છોડી દીધું ને ઘરમાં જ રહીને પુસ્તક વાંચવા લાગ્યા. ચાર પાંચ શ્રોતાજનો તેમની પાસે શાસ્ત્ર સાંભળવા આવતા. તેમાં એક કચોરીવાળો હતો, તેની પાસેથી રોજ કચોરી ઉધાર લઈને બનારસીદાસજી ખાતા હતા. ઘણા દિવસો બાદ તેને એકાંતમાં કહ્યું કે ભાઈ, તમે ઉધાર કચોરી આપો છો પણ મારી પાસે તો કાંઈ છે નહીં કે આપને આપું. -માટે હવેથી ઉધાર આપવાનું બંધ કરો. પણ કચોરીવાળા ભાઈ ભલા આદમી હતા, ને બનારસીદાસજીની પરિસ્થિતિ જાણતા હતા; તેણે કહ્યું કે આપ પૈસાની પરવા ન કરશો, ચિંતાની કોઈ વાત નથી, આપ ઉધાર લીધા કરો, સમય આવતાં બધું ચુકવાઈ જશે. -આ રીતે છ મહિના વીતી ગયા. એકવાર શાસ્ત્ર સાંભળવા તારાચંદજી નામના ગૃહસ્થ આવ્યા, તેઓ બનારસીદાસજીના શ્વસુર થતા હતા; તેઓ બનારસીદાસજીને પોતાને ત્યાં તેડી ગયા. બે માસ બાદ ફરીને તેમણે વેપાર શરૂ કર્યો, ને કંઈક ધન કમાયા, તેમાંથી કચોરીવાળાનો હિસાબ ચુકતે કરીને ચૂકવી આપ્યો, કુલ ૧૪ રૂા. થયા હતા. આગ્રા જેવા શહેરમાં બે વખત પુરી-કચોરીનું સાત માસનું ખર્ચ માત્ર રૂા. ૧૪ આવ્યું-એવા એ વખતે સસ્તા ભાવ હતા. આ પ્રસંગમાં કચોરીવાળાભાઈએ પોતાના એક સાધર્મી પ્રત્યે સંકટ વખતે જે ઉદારભાવનાથી વાત્સલ્ય બતાવ્યું તે આ જમાનામાં અત્યંત અનુકરણીય છે. આજના જૈનસમાજને આવા વાત્સલ્યવંત ભાઈઓની ઘણી જરૂ૨ છે. બના૨સીદાસજીને વેપારમાં બે વર્ષે ૨૦૦ રૂા. ની કમાણી થઈ, ને એટલું જ ખર્ચ થયું. વેપારના અનેક પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી; અલીગઢની યાત્રાએ ગયા, ત્યાં પ્રબલ તૃષ્ણાવશ પ્રભુ પાસે લક્ષ્મીની પ્રાર્થના કરી.
આ દરમિયાન તેમની પત્નીને ત્રીજો પુત્ર થયો, પણ માત્ર પંદર દિવસ જીવીને તે મૃત્યુ પામ્યો ને તેની માતાને પણ લઈ ગયો. પોતાની સાળી સાથે ફરી લગ્ન કર્યાં;
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સં. ૧૬૭૩ માં તેમના પિતાનો સ્વર્ગવાસ થયો. ત્યારબાદ તેઓ આગ્રા ગયા. આગ્રામાં પ્લેગનો ભયંકર પ્રકોપ થયો. લોકો ભયભીત થઈને જંગલમાં રહેવા ગયા. સં. ૧૬૭૭ થી ૭૯ માં માતા, ભાર્યાઃ તથા પુત્ર-ત્રણેનો સ્વર્ગવાસ થઈ ગયો. સં. ૧૬૮૦ માં (૩૭ મા વર્ષે) ત્રીજી વાર લગ્ન કર્યાં.
આગ્રામાં અર્થમલ્લજી નામના અધ્યાત્મરસિક સજ્જન હતા, તેઓ બનારસીદાસજીની કાવ્યશક્તિ દેખીને આનંદિત થતા, પણ તેમાં અધ્યાત્મિકરસનો અભાવ દેખીને દુ:ખ પણ થતું. તેમણે એક વાર અવસર પામીને પં. રાજમલ્લજી રચિત સમયસાર-કલશટીકા આપીને તેની સ્વાધ્યાય કરવા કહ્યું; પરંતુ ગુરુગમ વગર તેમને અધ્યાત્મ-માર્ગની સૂઝ ન પડી. તેમને અને તેમના મિત્રોને આત્મસ્વાદ તો આવ્યો નહિ ને ક્રિયાઓનો રસ મટી ગયો, એકવાર તો નગ્ન થઈને કોટડીમાં ફરવા લાગ્યા, ને કહે કે અમે મુનિ થયા......... એવામાં પં. રૂપચંદજી આગ્રામાં આવ્યા ને એકાંતગ્રસિત બનારસીદાસજીને ગોમ્મટસારના અભ્યાસ દ્વારા ગુણસ્થાનઅનુસાર જ્ઞાન-ક્રિયાઓનું વિધાન સમજાવ્યું; તે સમજતાં તેમની આંખો ખૂલી ગઈ.
તબ બનારસી ઔહિ ભયો સ્યાાદપરણતિ પરિણયો; સુનિ સુનિ રૂપચંદકે વૈન, બાના૨સી ભયો દિઢ જૈન,
હિરદેમેં કછુ કાલિમા, હુતી સરદહન બીચ, સોઉ મિટિ, સમતા ભઈ, રી ન ઊંચ ન નીચ.
કુંદકુંદાચાર્યદેવ રચિત સમયસારની જે ટીકા અમૃતચંદ્રાચાર્યદેવે કરી છે અને જે ટીકાના અધ્યાત્મરસઝરતા કળશો ઉપર પં. શ્રી રાજમલ્લજીએ (બના૨સીદાસજીની પૂર્વે સોએક વર્ષ પહેલાં ) અધ્યાત્મની ખૂમારીથી ભરપૂર કળશટીકા રચી છે. તે પંડિત બનારસીદાસજીને અત્યંત પ્રિય હતી; તે કળશટીકાસંબંધમાં તેઓ લખે છે કે
પાંડે રાજમલ્લ જિનધર્મી સમયસારનાટકકે મર્મી, તિન્હેં ગ્રંથકી ટીકા કીની બાલબોધ સુગમ કર દીની.
આ કળશટીકા ઉ૫૨થી આપણા કવિરાજે છંદબદ્ધ પદ્યરૂપ નાટકસમયસારની રચના કરી; સં. ૧૬૯૩ ના આસો સુદ ૧૩ ને રવિવારે તે પૂર્ણ થઈ. તે વખતે આગ્રામાં બાદશાહ શાહજહાંનું રાજ્ય હતું. પંડિતજીએ પંચાવન વર્ષ સુધીનું પોતાનું કથાનક (જે અર્ધકથાનક કહેવાય છે તે ) લખ્યું છે. ત્યારપછી લોકવાયકાઅનુસાર કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ સમયસારનાટકની પીઠિકામાં છે. પં. શ્રી બના૨સીદાસજીની મુખ્ય રચના સમયસાર-નાટક, તે ઉપરાંત બનારસીવિલાસ, જિનેન્દ્રદેવના ૧૦૦૮ નામોની નામમાળા ( સહસ્રઅટ્ટોત્તરી ), અર્ધકથાનક (આત્મકથા ), અને ૫૨માર્થ વનિકા તથા ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી તેમણે લખેલ છે. પં. શ્રી બનારસીદાસજીનું જીવન પહેલાં કેવું હતું ને
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પછી અધ્યાત્મરસવડ કેવું ઊજ્વળ બન્યું તે આપણને તેમના જીવનચરિત્રમાં દેખાય છે, ને અધ્યાત્મરસમય ઊજ્વળ જીવનની પ્રેરણા આપે છે. જૈનશાસનમાં ભગવાન તીર્થંકર દેવથી માંડીને એક નાનામાં નાના સમ્યગ્દષ્ટિનું જીવન પણ ઉજ્વળ, પ્રશંસનીય ને આરાધનાની પ્રેરણા દેનારું છે; તે ધર્મજીવન ધન્ય છે.
આ પુસ્તકમાં શ્રીમાન પ. ટોડરમલ્લજીની રહસ્યપૂર્ણ ચિટ્ટી, તથા શ્રીમાન પં. બનારસીદાસજીની પરમાર્થવનિકા તથા ઉપાદાનનિમિત્તની ચિઠ્ઠી, –આ ત્રણે ઉપરનાં પૂ. ગુરુદેવનાં સ્વાનુભવપ્રેરક પ્રવચનો પ્રસિદ્ધ થયાં છે. આ પુસ્તકના પ્રકાશનમાં માનનીય મુરબ્બી શ્રી ખીમચંદભાઈ જે. શેઠે પ્રેમપૂર્વક દરેક બાબતની સલાહ-સુચનાઓ અને પ્રોત્સાહન આપેલ છે, તે બદલ તેઓશ્રીનો હાર્દિક આભાર માનું છું. તે ઉપરાંત આ પ્રવચનો તૈયાર કરવામાં બ્ર. ભાઈશ્રી ચંદુલાલભાઈ તથા બ્ર. ભાઈશ્રી ગુલાબચંદભાઈ–એ બંને સહ્યોગી બંધુઓનું કેટલુંક લખાણ ઉપયોગી થયું છે, તે બદલ તે બંનેનો પણ હાર્દિક આભાર માનું છું. આ પ્રવચનો દ્વારા ગુરુદેવે આપેલો અધ્યાત્મસંદેશ ભવ્ય જીવોને સમ્યકત્વની ને સ્વાનુભવની પ્રેરણા સદેવ આપ્યા કરો... સ્વાનુભવ વડે સર્વે ભવ્ય જીવો સુખસુધાસમુદ્રમાં મગ્ન બનો........ એ જ ભાવના.
વાત્સલ્યપૂર્ણિમા વીર સં. ૨૪૯૧ (શ્રા. સુ. ૧૫)
સોનગઢ
-બ્ર. હરિલાલ જૈન.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુક્રમણિકા
[૧]
રહસ્યપૂર્ણ ચિદ્ધિ સમ્યકત્વ અને સ્વાનુભવની ચર્ચા
[ પૃષ્ઠ ૧ થી ૯૬ ]
.
૧૪ ૧૪
૧૭
૨૨ ૨૬
.
મંગલ ઉપોદ્ધાત: ચિદાનંદઘનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું છું .. ધન્ય છે તેમને જેઓ સ્વાનુભવની ચર્ચા કરે છે ચૈતન્યસ્વભાવના શ્રવણમાં મુમુક્ષનો ઉલ્લાસ ... ... ... સાધકને નિશ્ચય-સમ્યકત્વ સદૈવ હોય છે... ... ... | નિશ્ચય સમ્યકત્વથી જ મોક્ષમાર્ગની શરૂઆત છે ... ... ... નિશ્ચયસમ્યકત્વ વગર જીવ સમ્યગ્દષ્ટિ કહેવાય નહિ .. સમ્યગ્દષ્ટિનું બધુંય જ્ઞાન સમ્યક છે, તે મોક્ષમાર્ગરૂપ નિજપ્રયોજનને સાધે છે કેવળજ્ઞાનનો કટકો: આત્મજ્ઞાનનો અચિંત્ય મહિમા .. ... | બહારમાં ઉપયોગ વખતેય ધર્મીને સમ્યકત્વધારા ચાલુ છે, ... ...
તે વખતેય ઉપયોગ અને રાગ ભિન્ન છે | સમ્યગ્દષ્ટિની અંતરની દશાનું વર્ણન ... ... .. ....
- સવિકલ્પતા કે નિર્વિકલ્પતા બંને વખતે સમ્યકત્વ સરખું છે ... નિર્વિકલ્પસ્વાનુભૂતિ થવાનું સુંદર વર્ણન
સ્વરૂપના ચિંતનમાં આનંદતરંગ ઊઠ છે, રોમાંચ થાય છે | સ્વાનુભવ તરફ ઢળતી વિચારધારા: સ્વાનુભવ એ જ આરાધનાનો ખરો સમય છે
નિર્વિકલ્પ અનુભવ વખતની સ્થિતિનું વર્ણન | સ્વાનુભવ વખતે જ્ઞાનનું અતીન્દ્રિયપણું
... ... ... | સ્વાનુભવ વખતના જ્ઞાનનું વિશેષ વર્ણન ... ... અંતર્મુખ મતિ-શ્રુતની અતીન્દ્રિય તાકાત
... ... ..
૨૮
૨૮
૩૩ ૩૩
૩૮
૪૦ ४३ ૪૫ ४८
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વાનુભૂતિનો રંગ ચડી જાય એવી વાત પ્રત્યક્ષ-પરોક્ષપણું જ્ઞાનમાં છે, સમ્યક્ત્વમાં નહીં જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રકારોનું વર્ણન પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનોનું વિશેષ વર્ણન, મતિ-શ્રુતજ્ઞાનની તાકાત મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ હોવા છતાં નિઃશંક છે,
સ્વાનુભવનું કાર્ય મતિ-શ્રુતજ્ઞાન વડે જ થાય છે.
...
...
...
...
સ્વાનુભવજ્ઞાનનું વર્ણન
નિર્વિકલ્પઅનુભવ વખતનો વિશિષ્ટ આનંદ નિર્વિકલ્પ સ્વાનુભવનું પ્રત્યક્ષપણુ ચોથા ગુણસ્થાનથી જ નિર્વિકલ્પઅનુભવ ગુણસ્થાનઅનુસાર પરિણામની વિશેષ મગ્નતા સ્વાનુભવની તૈયારીવાળા જીવની દશા
સ્વમાં ઉપયોગ વખતે અબુદ્ધિપૂર્વક વિકલ્પ હોવા છતાં નિર્વિકલ્પપણું કેમ કહ્યું ? અનુભવનો અચિંત્ય મહિમા અને તેની પ્રેરણા
મતિશ્રુત તે કેવળજ્ઞાનનો અંશ છે, કેમકે બંનેની એક જાત છે સ્વાનુભવરૂપ શ્રુતજ્ઞાનની અચિંત્ય તાકાત મોક્ષમાર્ગનું ઉદ્ઘાટન નિશ્ચય સમ્યક્ત્વ વડે થાય છે જેની સાથે નિશ્ચય હોય તે જ વ્યવહાર સાચો સાધકને સ્વાનુભવ-પ્રત્યક્ષની પ્રધાનતા સ્વાનુભવની પ્રેરણા અને સાધર્મીપ્રેમપૂર્વક ઉપસંહાર ધર્મી જીવ... તાકો વંદના હમારી હૈ
...
[૨]
પરમાર્થ વનિકા
અધ્યાત્મપદ્ધતિરૂપ મોક્ષમાર્ગ [પૃષ્ઠ ૯૭ થી ૧૭૦ ]
...
...
...
...
જગતની વસ્તુસ્થિતિ; તેમાં જીવ અને પરમાણુનાં દ્રવ્ય-ગુણ-પર્યાય દરેક જીવ-પુદ્ગલની ભિન્ન ભિન્ન પરિણતિ
સંસારી જીવની અવસ્થા અને પુદ્દગલનો સંબંધ
સંસારી જીવની ત્રણ અવસ્થા: અશુદ્ધ, મિશ્ર ને શુદ્ધ. તેમાં નિશ્ચય વ્યવહાર
...
...
...
...
...
...
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
૪૯
૪૯
૫૩
૫૫
૫૮
૫૮
FO
૬૪
૬૮
૭૧
૭૧
૭૧
૭૫
૭૫
८०
૮૨
૮૬
૮૬
૯૧
૯૨
૯૫
૯૯
૧૦૧
૧૦૫
૧૦૮
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારી જીવના નિશ્ચય વ્યવહાર; જીવના નિશ્ચય-વ્યવહા૨ જીવમાં જ છે અજ્ઞાનીનો અશુદ્ધ વ્યવહાર, સાધકનો મિશ્રવ્યવહાર, કેવળીનો શુદ્ધ વ્યવહાર, -તેનું સ્પષ્ટીકરણ
આગમ-અધ્યાત્મનું સ્વરૂપ આગમરૂપ કર્મપદ્ધતિ-તે સંસાર
આગમ અને અધ્યાત્મ બંને પદ્ધત્તિમાં અનંતતા;
તે અનંતતાને જાણનાર કેવળજ્ઞાનનું દિવ્ય સામર્થ્ય
આગમ-અધ્યાત્મપદ્ધત્તિના જ્ઞાતા કોણ ?
આત્માશ્રિત અધ્યાત્મપદ્ધત્તિ તે મોક્ષમાર્ગ; પુદ્ગલાશ્રિત આગમપદ્ધત્તિ તે બંધમાર્ગ અજ્ઞાની જીવ અનુભવહીન હોવાથી મોક્ષમાર્ગને સાધી શકતો નથી અજ્ઞાની અને જ્ઞાની વચ્ચેનો મૂળભૂત તફાવત
જ્ઞાની આત્માશ્રિત અધ્યાત્મક્રિયા વડે મોક્ષમાર્ગને સાધે છે, અજ્ઞાની તે ક્રિયાને જાણતો નથી ને બાહ્યક્રિયાને મોક્ષમાર્ગ માને છે સમ્યગ્દષ્ટિનો વિચારઃ સ્વરૂપની નિઃસંદેહદષ્ટિ વડે તે મોક્ષમાર્ગને સાધે છે મોક્ષમાર્ગની સરસ વાત
શુદ્ધ નિશ્ચય-વ્યવહારને સમકિતી જ જાણે છે
અધ્યાત્મપદ્ધત્તિથી મોક્ષ સધાય, બંધપદ્ધત્તિથી મોક્ષ ન સધાય સાધકની વિચારશ્રેણી અને સ્વભાવનો રંગ (નવધાભક્તિનું સુંદર વર્ણન ) મોક્ષના સાધકના નિશ્ચય-વ્યવહાર, તેમાં શુદ્ધસ્વરૂપની સન્મુખતા હૈય-જ્ઞેય-ઉપાદેયરૂપ જ્ઞાતાની ચાલનો વિચાર
ગુણસ્થાન અનુસાર હેય-જ્ઞેય-ઉપાદેયશક્તિ વધતી જાય છે પરસત્તાના અવલંબને જ્ઞાની કદી મોક્ષમાર્ગ માને નહિ અધ્યાત્મપદ્ધતિરૂપ સ્વાશ્રિત મોક્ષમાર્ગ છે, ઉદયભાવના આશ્રયે મોક્ષમાર્ગ નથી
ઉપસંહાર
[3]
ઉપાદાન-નિમિત્તની ચિકિ
સ્વાધીન પરિણમન અને મોક્ષમાર્ગ
(પૃષ્ઠ ૧૭૧થી ૨૨૨)
ઉપાદાન-નિમિત્તની વ્યાખ્યા અને તેના પ્રકારો
એક જ દ્રવ્યમાં ઉપાદાન ને નિમિત્ત; તે સંબંધમાં ચારિત્ર ને જ્ઞાનનું દૃષ્ટાંત
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
૧૧૦
૧૧૪
૧૨૨
૧૨૪
૧૨૮
૧૨૮
૧૩૨
૧૩૨
૧૩૫
૧૩૭
૧૩૭
૧૪૨
૧૪૫
૧૪૫
૧૪૫
૧૪૮
૧૪૮
૧૫૩
૧૫૩
૧૫૩
૧૬૩ ૧૬૮
૧૭૩
૧૭૭
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વાધીનતાનું વિસ્તૃત વિવેચન
૧૮૧ ઉપાદાન-નિમિત્ત સંબંધી ચૌભંગી, તેમાં દરેક બોલની સ્વતંત્રતા
૧૮૯ જ્ઞાન ને ચારિત્રમાં ગર્ભિત શુદ્ધતા, પણ ગ્રંથિભેદ વગર તેની નિષ્ફળતા
૧૯૨ નિગોદના દૃષ્ટાંતે ઉપાદાનની સ્વતંત્રતા, સ્વતંત્રતા જાણીને સ્વાશ્રયે સ્વકાર્યને સાધ. | | ૧૯૬ મોક્ષમાર્ગ કયારે ખૂલે ? હે જીવ! આટલે સુધી આવ્યો... હવે મોક્ષમાર્ગી થા
૧૯૯ | ગ્રંથિભેદ થાય ત્યારે જ મોક્ષમાર્ગ થાય; શુભમાં એવું જોર નથી કે મોક્ષમાર્ગને સાધે | ૨૦૩ સન્તોં પ્રતાપસે સવ અવસર મા ચૂ] દૈ; હે જીવ! તું જાગ
૨૦૩ મોક્ષમાર્ગનું સ્વરૂપ; મોક્ષ તરફ જતી જ્ઞાનધારા ને ચારિત્રધારા
૨૧૨ ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાનો ઉપસંહાર
૨૧૭ આ સમજીને મોક્ષમાર્ગ સાધે તેને શાબાશી
૨૧૭ વક્તા અને શ્રોતાની ચૌભંગીના દષ્ટાંતે ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૨૧૯ શુદ્ધ-અશુદ્ધ નિમિત્ત-ઉપાદાનનો વિચાર (પર્યાયાર્થિક ચૌભંગી)
૨૧૯ મોક્ષમાર્ગ સાધવો તે તાત્પર્ય છે
૨૨૨
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ
―
સંદેશ
[૧]
સમ્યક્ત્વ અને સ્વાનુભવની ચર્ચા
筑
શ્રીમાન્ પં. શ્રી ટોડરમલ્લજી-લિખિત રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપ૨
પૂ. શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અહા, અધ્યાત્મરસની આવી વાત! એની વિચારધારા, એનો નિર્ણયને એનો અનુભવ, એ જ કરવા જેવું છે. સતત એને માટે અભ્યાસ જોઈએ. સત્તમાગમે શ્રવણ કરી, મનન કરી, એકાંતમાં સ્થિરચિત્તે એનો અભ્યાસ કરવો જોઈએ.
આ મનુષ્યભવમાં ખરું કરવા જેવું આ જ છે, ને અત્યારે ખરો અવસર છે. –સવ अवसर आ चूका है।
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
मेवगडसं २०६
સર્વ સત્પરુષો દ્વારા અપાતો “અધ્યાત્મ-સંદેશ” આખા જગતનું કલ્યાણ કરો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
A # # # # # # # # # # # # # # # # %
મંગલ ઉપોદ્રદ્યાત ચિદાનંદઘનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું છું. R ( @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ R
“સિદ્ધ શ્રી મુલતાનનગર મા શુભસ્થાન વિષે સ્વધર્મી ભાઈ અનેક ઉપમાયોગ્ય અધ્યાત્મરસરોચક ભાઈશ્રી ખાનચંદજી, ગંગાધરજી, શ્રીપાલજી, સિદ્ધારથદાસજી આદિ સર્વે સ્વધર્મી યોગ્ય. લિ. ટોડરમલ્લના શ્રી પ્રમુખ વિનય શબ્દ અવધારજો. અહીં યથાસંભવ આનંદ છે. તમને ચિદાનંદઘનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું છું.”
પં. શ્રી ટોડરમલ્લજીએ આજથી લગભગ ૨૦૦ વર્ષ પહેલાં (સં. ૧૮૧૧ ના ફાગણ-ગુજરાતી માહ-વદ પાંચમે ) સાધર્મી ભાઈઓ ઉપર એક અધ્યાત્મરસપૂર્ણ પત્ર લખેલ, તેમાં સર્વિકલ્પ-નિર્વિકલ્પદશા તેમજ સમ્યગ્દર્શન, અને સ્વાનુભવમાં પ્રત્યક્ષ-પરોક્ષપણું વગેરે સંબંધી આધ્યાત્મિકરસભરેલી ચર્ચા કરી છે. તે ચિઠ્ઠી ઘણી સરસ છે, તેથી પ્રવચનમાં વંચાય છે. એક ધર્મી ગૃહસ્થ બીજા સાધર્મીઓ ઉપર કેવો પત્ર લખે છે ને સ્વાનુભવ સંબંધી કેવી ચર્ચા કરે છે–તે આ પત્ર ઉપરથી દેખાઈ આવે છે.
માંગલિકમાં “શ્રી” એટલે સિદ્ધસ્વરૂપ જે આત્મલક્ષ્મી તેનું પ્રથમ સ્મરણ કરીને શરૂઆત કરે છે. સાધર્મીઓને માટે અધ્યાત્મરસરોચક” વિશેષણ વાપરીને કેવું સરસ સંબોધન કર્યું છે! સાધર્મી પ્રત્યે કેવો વિનય-સત્કાર છે! વળી લખે છે કે અમને યથાસંભવ આનંદ છે, અને તમને ચિદાનંદના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું છું.” વાર્યું, જુઓ આ સાધર્મીની એકબીજા પ્રત્યેની ભાવના! ધર્મીને બીજા સાધર્મી પ્રત્યે ધર્મનો પ્રમોદ આવે છે, એટલે લખે છે કે તમને ચિદાનંદના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ હો. પોતાને ચિદાનંદનો અનુભવ અંતરમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ : અધ્યાત્મ-સંદેશ ગોડ્યો છે એટલે બીજામાં પણ તેની જ ભાવના ભાવે છે. પત્રની શરૂઆત જ એવી છે કે વાંચતાં જ ખ્યાલ આવી જાય કે આ કોઈ લૌકિક પત્ર નથી, આ તો લોકોત્તર પત્ર છે. આ ચિઠ્ઠી વાંચી ત્યારે (ગુરુદેવને) એમ લાગેલું કે આમાં તો હીરા ભર્યા છે. એ વખતે આવી ચિઠ્ઠી છાપેલી પણ મુશ્કેલીથી મળતી, અત્યારે તો હજારો નકલ બહાર આવી ગઈ છે.
સં. ૧૮૧૧ માં આ ચિઠ્ઠી લખનાર ૫. ટોડરમલ્લજી ગૃહસ્થ હતા, છતાં સ્વાનુભવ વગેરેની ચર્ચા તેમણે કેટલા પ્રેમથી કરી છે! તેમને શાસ્ત્ર-અભ્યાસ પણ ઘણો હતો. ટીકાસહિત શ્રી સમયસાર, પંચાસ્તિકાય, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાહૂડ, પુરુષાર્થસિદ્ધિઉપાય તેમજ ગોમટ્ટસાર વગેરે અનેક શાસ્ત્રોનો તેમને ગહન અભ્યાસ હતો, ને એનું દોહન કરીને તેમણે “મોક્ષમાર્ગપ્રકાશક' ગ્રંથ રચ્યો છે, તેમાં તત્ત્વના ઘણા ખુલાસા સ્પષ્ટ કર્યા છે. ગોમટ્ટસાર જેવા મહાન ગ્રંથની સંસ્કૃત ટીકાના હિન્દી અર્થો તેમણે લખેલા છે. સાધર્મી ઉપર તેમની લખેલી આ ચિઠ્ઠીમાં અધ્યાત્મના ગંભીર ભાવો ભર્યા છે; આગળના ગૃહસ્થો પણ અધ્યાત્મના કેવા રસિક હતા તે આ ચિઠ્ઠીના લખાણમાં દેખાઈ આવે છે. કુટુંબ અને ધંધા-વેપાર વચ્ચે રહ્યા છતાં નિવૃત્તિ લઈને અંતરમાં આત્માના સ્વાનુભવ વગેરેની ચર્ચા-વિચારણા કરતા હતા. ચિઠ્ઠીમાં લખે છે કે “ચિદાનંદઘનના અનુભવથી તમને સહજાનંદની વૃદ્ધિ ચાહું છું.” એટલે સહજઆનંદ તો ચૈતન્યના અનુભવમાં જ છે અને એની જ ચાહના છે. એના સિવાય બીજા શેનીયે ચાહુના અમને કે તમને ન હો. સંસારના સુખની વૃદ્ધિ નથી ચાહતા, પણ ચૈતન્યના સ્વાનુભવથી થતું જે સહજ-અતીન્દ્રિય સુખ તેની જ વૃદ્ધિની ભાવના છે. પોતાને જેની રુચિ છે તેની જ વૃદ્ધિની ભાવના સામામાં પણ ભાવે છે. આ ચિઠ્ઠી લખનાર પં. ટોડરમલ્લજી લગભગ ૨૮ વર્ષની ઉમરે તો સ્વર્ગવાસ પામ્યા છે; ૨૮ વર્ષ તો નાની ઉમર કહેવાય. આટલી નાની ઉમરમાં પણ કેટલા શાસ્ત્રોનો અભ્યાસ, ને સ્વાનુભવની કેવી સરસ ચર્ચા કરી છે! શ્રીમદ્ રાજચંદ્ર વગેરેએ પણ જુઓને, નાની-નાની ઉમરમાં આત્માનાં કેવાં કામ કર્યા છે! અંદરથી આત્માનો પ્રેમ જાગવો જોઈએ. અધ્યાત્મનો રસ જેને કંઈક હોય અને પોતાના આત્માનું કલ્યાણ કરવાની ધગશ હોય એવા જીવને અંતરની આ વાત ગોઠ તેવી છે.
કે આવા અધ્યાત્મના રસિક જીવો વિરલા જ હોય છે, પણ પોતે તે વિરલામાં ભળી જવું. અધ્યાત્મની આવી ચર્ચા સાંભળવાનું પણ મહા ભાગ્યથી મળે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધન્ય છે તેમને..... જેઓ સ્વાનુભવની ચર્ચા કરે છે ચૈતન્યસ્વભાવના શ્રવણમાં મુમુક્ષુનો ઉલ્લાસ
卐
“બીજું, તમારો એક પત્ર ભાઈશ્રી રામસિંઘજી ભુવાનીદાસજીને આવ્યો તો, તેના સમાચાર જહાનાબાદથી અન્ય સ્વધર્મીઓએ લખ્યા હતા. ભાઈશ્રી, આવા પ્રશ્ન તમારા જેવા જ લખે. આ વર્તમાનકાળમાં અધ્યાત્મરસના રસિક જીવો બહુ જ થોડા છે. ધન્ય છે તેમને, જેઓ સ્વાનુભવની વાર્તા પણ કરે છે.”
જીઓ, આવી અધ્યાત્મરસની ચર્ચા કરનારા જીવો તે વખતે પણ વિરલ હતા. સ્વાનુભવની ને સમ્યગ્દર્શનની ચર્ચા કરનારા જીવો ૨૦૦ વર્ષ પહેલાં પણ વિરલા હતા, ને ત્રણે કાળે અધ્યાત્મના રસિક જીવો જગતમાં થોડા જ હોય છે. એટલે અધ્યાત્મચર્ચાના પ્રમોદથી પંડિતજી લખે છે કે ભાઈશ્રી, આવા પ્રશ્ન તમારા જેવા જ લખે. અધ્યાત્મરસના રસિક જીવો બહુ જ થોડા છે. જેઓ સ્વાનુભવની આવી ચર્ચા કરે છે તેમને પણ ધન્ય છે! વાહ! જુઓ આ સ્વાનુભવના રસનો મહિમા! જેને વિકારનો ૨સ છૂટીને અધ્યાત્મનો રસ રુચ્યો તે જીવો ભાગ્યશાળી છે; સિદ્દસમાન સવા પ૬ મેરો એવી અંતરષ્ટિ અને એના સ્વાનુભવની ભાવના કરનારા જીવો ખરેખર ધન્ય છે. એ વાતનો આધાર આપતાં પત્રમાં લખે છે કે
तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता । निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।। २३ ।।
અધ્યાત્મરસની પ્રીતિ કહો કે ચૈતન્યસ્વભાવની પ્રીતિ હો, તેનો મહિમા અને ફળ બતાવતાં વનવાસી દિગંબર સંત શ્રી પદ્મનંદીસ્વામી પદ્મનંદી પચ્ચીસીમાં કહે છે કે આ ચૈતન્યસ્વરૂપ આત્મા પ્રત્યે પ્રીતિચિત્તપૂર્વક-ઉત્સાહથી તેની વાર્તા પણ જેણે સાંભળી છે તે ભવ્ય જીવ ચોક્કસ ભાવિનિર્વાણનું ભાજન થાય છે, એટલે કે અલ્પકાળમાં તો તે અવશ્ય મોક્ષ પામે છે. ચૈતન્યના સાક્ષાત્ સ્વાનુભવની તો વાત જ શી ! પણ અંતરમાં તેના તરફનો પ્રેમ જાગ્યો
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ : અધ્યાત્મ-સંદેશ
એટલે રાગાદિનો પ્રેમ તૂટયો તે જીવ પણ જરૂર મોક્ષ પામશે. શાસ્ત્રકારે એક ખાસ શરત મૂકી છે કે ‘ચૈતન્ય પ્રત્યેના પ્રેમથી' તેની વાત સાંભળે; એટલે જેના અંતરમાં ઊંડે ઊંડે પણ રાગનો પ્રેમ હોય, રાગથી લાભ થશેએવી બુદ્ધિ હોય તેને ચૈતન્યનો ખરો પ્રેમ નથી પણ રાગનો પ્રેમ છે, તેને ચૈતન્યસ્વભાવ પ્રત્યે ઊંડથી ખરો ઉલ્લાસ ન આવે. અહીં તો સવળાની વાત છે. રાગનો પ્રેમ ને શ૨ી૨–કુટુંબનો પ્રેમ તો અનાદિથી જીવ કરતો જ આવ્યો છે, પણ હવે તે પ્રેમ તોડીને ચૈતન્યનો પ્રેમ જેણે જગાડયો, વીતરાગી સ્વભાવસનો રંગ જેણે લગાડયો તે જીવ ધન્ય છે... તે નિકટ મોક્ષગામી છે. ચૈતન્યની વાત સાંભળતાં અંદરથી રોમરાય ઉલ્લુસી જાય... અસંખ્યપ્રદેશ ચમકી ઊઠે કે વાહ! મારા આત્માની આ કોઈ અપૂર્વ નવી વાત મને સાંભળવા મળી.. કદી નહોતું સાંભળ્યું એવું ચૈતન્યતત્ત્વ આજ મારા સાંભળવામાં આવ્યું; પુણ્ય અને પાપથી જુદી જ કોઈ આ વાત છે. –આમ અંતર્ સ્વભાવનો ઉત્સાહ લાવીને અને બિહર્ભાવોનો (પુણ્ય-પાપ વગેરે પરભાવોનો ) ઉત્સાહ છોડીને એક વાર જેણે સ્વભાવનું શ્રવણ કર્યું તેનો બેડો પાર! શ્રવણ તો નિમિત્ત છે પણ તેના ભાવમાં આંતરો પડી ગયો, સ્વભાવ અને પરભાવ વચ્ચે જરાક તિરાડ પડી ગઈ–તે હવે બંનેને જુદા અનુભવ્યે છૂટકો. ‘હું જ્ઞાયક ચિદાનંદઘન છું, એક સમયમાં પરિપૂર્ણ શક્તિથી ભરેલો જ્ઞાન ને આનંદનો સાગર છું' આવી અધ્યાત્મની વાત સંભળાવનારા સંત-ગુરુ પણ મહા ભાગ્યથી મળે છે, ને એવી વાત સાંભળવા મળી ત્યારે પ્રસન્નચિત્તથી, એટલે કે એના સિવાય બીજા બધાયની પ્રીતિ એક વાર છોડીને અને એની જ પ્રીતિ કરીને, ‘મારે તો આ જ સમજવું છે, આનો જ અનુભવ કરવો છે' એવી ઊંડી ઉત્કંઠા જગાડીને, ઉપયોગને જરાક તે તરફ થંભાવીને, જે જીવે સાંભળ્યું તે જીવ જરૂર તેની પ્રીતિ આગળ વધારીને સ્વાનુભવ કરશે, અને મુક્તિ પામશે. માટે કહ્યું કે ધન્ય છે તેમને કે જેઓ અધ્યાત્મરસના રસિક થઈને આવી સ્વાનુભવની ચર્ચા કરે છે.
પ્રશ્ન:- જીવ અનંતવાર ત્યાગી થયો ને ભગવાનના સમવસરણમાં ગયો, તો શું તેણે શુદ્ધાત્માની વાત નહિ સાંભળી હોય ?
,
ઉત્તર:- જુઓ, અહીં ‘પ્રસન્ન ચિત્તથી ' સાંભળવાનું કહ્યું છે એટલે એમ ને એમ સાંભળી લ્યે તેની વાત નથી, પણ અંતરમાં ચૈતન્યનો ઉલ્લાસ લાવીને સાંભળે તેની વાત છે. શું સાંભળે ?-કે ચૈતન્યસ્વરૂપ આત્માની વાર્તા સાંભળે. કેવી રીતે સાંભળે? કે ઉલ્લાસથી સાંભળે; રાગના ઉલ્લાસથી
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૭ નહિ પણ ચૈતન્યના ઉલ્લાસથી સાંભળે. પુણ્ય-પાપ કે બહારની ક્રિયા તે ચૈતન્યનું સ્વરૂપ નથી, ચૈતન્યસ્વરૂપ તે બધાથી જાદું છે; પ૨દ્રવ્ય-પરક્ષેત્રપરકાળ ને પરભાવથી રહિત સદાય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવથી પરિપૂર્ણ આત્મસ્વરૂપ છે. –એની વાત સાંભળતાં પ્રમોદ આવે, તેને જ અહીં શ્રવણ કહ્યું છે. આવા શ્રવણ વડે શુદ્ધાત્મા લક્ષગત કર્યો,-તે અપૂર્વ છે. બાકી ભગવાનની સભામાં બેઠો બેઠો ભલે શુદ્ધાત્માની વાત સાંભળતો હોય પણ અંદરમાં જો રાગનો પક્ષ (રાગના આશ્રયથી લાભબુદ્ધિ ) સેવતો હોય, વ્યવહારના શુભરાગની વાત આવે ત્યાં અંદરમાં એમ પક્ષ થઈ જતો હોય કે · જો... આ અમારી વાત આવી!'-તો આચાર્યદેવ કહે છે કે તે જીવે શુદ્ધાત્માની વાત પ્રીતિથી સાંભળી નથી. જીવને શુદ્ઘનયનો પક્ષ પણ પૂર્વે કદી આવ્યો નથી- એમ સમયસારમાં કહ્યું છે, શુદ્ઘનયનો પક્ષ કહો કે ચૈતન્યની પ્રીતિ કહો, શુદ્ધાત્માનો ઉલ્લાસ કહો, તે એક જ અર્થમાં છે. દ્રવ્યલિંગી જૈન સાધુ થઈને પણ જે મિથ્યાદષ્ટિ રહી ગયો તેનું કારણ એ કે તેને અંત૨માંથી ચૈતન્યનો ઉલ્લાસ ન આવ્યો પણ ઊંડે ઊંડે સૂક્ષ્મ વિકા૨નો જ ઉલ્લાસ રહી ગયો. રાગથી ધર્મ થશે-એમ સીધું તો તે ન કહે, પણ અંતરના અભિપ્રાયના ઊંડાણમાં તેને વિકારનો રસ રહી જાય છે. શુદ્ધ ચૈતન્યનું લક્ષ કરે તો જ તેનો સાચો પક્ષ કર્યો કહેવાય. સમયસારની ચોથી ગાથામાં કહે છે કે
सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा। एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ।।
કામ–ભોગ અને બંધનની કથા તો સર્વે જીવોએ પૂર્વે અજ્ઞાનીપણે અનંત વાર સાંભળી છે, પરિચયમાં લીધી છે ને તેનો અનુભવ પણ કર્યો છે; પરંતુ પરથી વિભક્ત જ્ઞાનાનંદસ્વરૂપ એકાકાર આત્માની વાત પૂર્વે કદી સાંભળી નથી, પરિચયમાં લીધી નથી ને તેનો અનુભવ પણ કર્યો નથી. જુઓ, માત્ર શબ્દ કાને પડવા કે ન પડવા તેને અહીં શ્રવણ નથી લીધું, પણ જેને જેની રુચિ-ભાવના-અનુભવ છે તેને તેનું જ શ્રવણ છે. ભલે શુદ્ધાત્માના શબ્દો કાને પડતા હોય પણ જો અંતરમાં રાગની મીઠાશ-ભાવના ને અનુભવ વર્તે છે તો તે જીવ ખરેખર શુદ્ધાત્માની કથાનું શ્રવણ નથી કરતો પણ રાગકથાનું જ શ્રવણ કરી રહ્યો છે. શુદ્ધાત્માને લક્ષમાં લ્યે તો જ શુદ્ધાત્માનું શ્રવણ કર્યું કહેવાય.
પ્રશ્ન:- ઘણા જીવો એવા છે કે હજી સુધી ત્રસપર્યાય જ કદી પામ્યા નથી, એટલે તેમને કાન જ મળ્યા નથી, છતાં તે જીવોએ પણ કામભોગબંધનની કથા અનંત વાર સાંભળી-એમ કઈ રીતે કહેવાય ?
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ : અધ્યાત્મ-સંદેશ
ઉત્તર:- એમાં પણ ઉપરનો જ ન્યાય લાગુ પડે છે. જેમ શુદ્ધાત્માની જેને રુચિ નથી તેને શુદ્ધાત્માના શબ્દો કાને પડવા છતાં તેને શુદ્ધાત્માનું શ્રવણ કહેતા નથી પણ બંધકથાનું જ શ્રવણ કહીએ છીએ-કેમ કે તે વખતે પણ તેના ભાવશ્રુતમાં તો બંધભાવ જ પોષાઈ રહ્યો છે, એ જ રીતે નિગોદ વગેરેના જીવોને બંધકથાના શબ્દો ભલે કાને નથી પડતા, પણ તેના ભાવમાં તો ક્ષણેક્ષણે બંધભાવનું સેવન ચાલી જ રહ્યું છે, માટે તે જીવો બંધકથા જ સાંભળી રહ્યા છે એમ કહેવામાં આવે છે. એટલે કે જે ઉપાદાનના ભાવમાં જેનું પોષણ છે તેનું જ તે શ્રવણ કરી રહ્યો છે, એમ કહેવામાં આવે છે. ભાઈ, તારા ભાવની રુચિ ન પલટે તો એકલા શબ્દો તને શું કરશે ? અહીં તો કહે છે કે અહો, એક વાર પણ અંતર્લક્ષ કરીને ચૈતન્યના ઉલ્લાસથી તેની વાત જેણે સાંભળી તેનાં ભવબંધન તૂટવા માંડયાં; તેણે જ સાચું સાંભળ્યું કહેવાય. આ અપેક્ષાએ કહે છે કે ધન્ય છે તેમને કે જેઓ સ્વાનુભવની ચર્ચા કરે છે. દ્રવ્યલિંગી મુનિ થઈને નવપૂર્વ ભણે, અગિયાર અંગ જાણે પણ અંતરમાં જ પુણ્ય-પાપથી પાર ચૈતન્યસ્વરૂપને દૃષ્ટિમાં ન લીધું તો અહીં કહે છે કે શુદ્ધાત્માની વાત તેણે સાંભળી જ નથી; તેણે ચૈતન્યનો પક્ષ નથી કર્યો પણ રાગના પક્ષમાં જ તે રોકાયો છે. એને રાગમાં ઉલ્લાસ આવ્યો પણ ચૈતન્ય-સ્વભાવમાં ઉલ્લાસ ન આવ્યો... સ્વભાવમાં ઉલ્લાસ આવે તો તે તરફ વીર્ય ઝૂકીને તેનો અનુભવ કરે જ. અહા, હું તો ચૈતન્યસ્વરૂપ... વીતરાગી સંતોની વાણી મારા ચૈતન્યસ્વરૂપનો જ પ્રકાશ કરે છે, એમ અંતરમાં ચૈતન્યના ભણકાર લાવીને ઉત્સાહથી-વીર્યોલ્લાસથી જેણે સાંભળ્યું તે અલ્પકાળમાં સ્વભાવના ઉલ્લાસના બળથી મોક્ષને સાધશે. આવો ચૈતન્યનો મહિમા આવવો તે માંગલિક છે.
ઉપર પદ્મનંદીપચ્ચીસીની જે ગાથા કહી તે એકત્વસ્વરૂપઅધિકારની ગાથા છે; તેમાં કહ્યું કે આ ચૈતન્યના એકત્સ્વરૂપ પ્રત્યે પ્રસન્નતા ને ઉલ્લાસ લાવીને, અને જગતનો ઉલ્લાસ છોડીને, પરભાવનો પ્રેમ છોડીને તેનું જેણે શ્રવણ કર્યું-“વાંચ્યું” એમ નહિ પણ “શ્રવણ કર્યું? એટલે કે શ્રવણ કરાવનારા જ્ઞાની સંત પાસેથી વિનયપૂર્વક સાંભળ્યું તે જીવ જરૂર સ્વાનુભવ પ્રગટ કરીને મુક્તિ પામે છે. અહા, જુઓ આ આત્મસ્વરૂપનો મહિમા! પં. ટોડરમલ્લજીએ ૨૦૦ વર્ષ પહેલાં સાધર્મી ઉપરના પત્રમાં આ ગાથાનો ઉલ્લેખ કર્યો છે. એ વખતના ગૃહસ્થો પણ કેવા અધ્યાત્મપ્રેમી હતા–તે આ પત્રથી ખ્યાલમાં આવે છે. સમયસારની પાંચમી ગાથામાં આચાર્યદવ કહે છે કે આત્માનું એકત્વ-વિભક્ત સ્વરૂપ, -કે જે જીવોએ પૂર્વે કદી સાંભળ્યું નથી,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૯ અનુભવ્યું નથી, તે એકત્વ-વિભક્તસ્વરૂપ હું મારા આત્માના સમસ્ત વૈભવથી આ સમયસારમાં દેખાડું છું, હે શ્રોતાઓ! તમે તમારા સ્વાનુભવથી તે પ્રમાણ કરજ... માત્ર શબ્દોથી નહિ પણ સ્વાનુભવથી પ્રમાણ કરજો... અમે જેવો ભાવ કહીએ છીએ તેવો ભાવ તમારા આત્મામાં પ્રગટ કરજો. શબ્દો સામે જોઈને ન અટકશો પણ વાચ્ય તરફ વળીને શુદ્ધાત્માનો સ્વાનુભવ કરજો. અહીં પણ પત્રની શરૂઆતમાં જ સ્વાનુભવનું સ્મરણ કર્યું છે કે “સ્વાનુભવ દ્વારા સહજાનંદની વૃદ્ધિ ચાહું
ભગવાન આત્મા ચૈતન્યવસ્તુ છે, તેના મૂળ સ્વરૂપમાં તો રાગનોય પ્રવેશ નથી. અહા ! એકલી ચૈતન્યવસ્તુ, પરથી તો નિરપેક્ષ ને પરભાવોથીયે નિરપેક્ષ, એના પ્રત્યે અંતરમાં ઉલ્લાસ લાવીને જ્ઞાનીના શ્રીમુખે તેની વાત જેણે સાંભળી તેનું પરિણમનચક્ર મોક્ષ તરફ ફર્યું, અલ્પકાળમાં સમ્યગ્દર્શન-શાન–ચારિત્ર અને કેવળજ્ઞાન પ્રગટ કરીને તે મોક્ષ પામશે. ચૈતન્યનો કોઈ અચિંત્ય અપાર મહિમા છે, એ મહિમા જેણે લક્ષગત કર્યો તેણે પોતાના આત્મામાં મોક્ષનાં બીજડાં રોપ્યાં. આ રીતે પત્રના ઉપોદઘાતમાં ચૈતન્યસ્વભાવનો અને તેના સ્વાનુભવનો મહિમા કરીને પછી સામા સાધર્મીના પત્રનો ઉત્તર આપતાં લખે છે કે
ભાઈશ્રી, તમે જે પ્રશ્નો લખ્યા તેના ઉત્તર મારી બુદ્ધિઅનુસાર કંઈક લખું છું તે જાણશો; અને અધ્યાત્મ-આગમના ચર્ચાગર્ભિત પત્ર તો શીઘ્ર શીધ્ર આપ્યા કરશો. મેળાપ તો કદી થવો હશે ત્યારે થશે અને નિરંતર સ્વરૂપાનુભવમાં રહેશો. શ્રીરહુ.”
જાઓ, આમાં પ્રથમ તો પોતાની નિર્માનતા બતાવી છેઃ કયાં શાસ્ત્રોની અગાધતા ને ક્યાં મારી અલ્પબુદ્ધિ! એટલે લખ્યું કે મારી બુદ્ધિઅનુસાર હું કંઈક લખું છું. ગણધર ભગવંતો અને મુનિવરોનું તો અગાધ અપાર સામર્થ્ય છે, સ્વાનુભવનો વિષય તેમને તો સ્પષ્ટ ઝળકે છે. ક્યાં તેમની અગાધ બુદ્ધિ ને ક્યાં મારા જ્ઞાનની અલ્પતા! છતાં સ્વાનુભવની ચર્ચાના પ્રેમથી કહે છે કે હું મારી બુદ્ધિઅનુસાર આપના પ્રશ્નોના કંઈક ઉત્તર લખું છું.
વળી સાધર્મી સાથે આવી આધ્યાત્મિક તત્ત્વચર્ચાનો કેટલો પ્રેમ છે! તેથી લખે છે કે ભાઈશ્રી ! અધ્યાત્મની આવી ચર્ચાથી ભરેલા પત્રો વારંવાર લખ્યા કરશો. અને સાથે આવા સાધર્મીઓના પ્રત્યક્ષ મેળાપની ભાવના પણ ભાવી છે. પરંતુ એવો સંયોગ બનવો તે તો ઉદયાધીન છે, તેથી લખે છે કે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ : અધ્યાત્મ-સંદેશ મેળાપ તો થવો હશે ત્યારે થશે. એ જમાનામાં કાંઈ આજની જેમ રેલવે કે બલૂન ન હતા કે એકબે દિ'માં જ્યાં જવું હોય ત્યાં પહોંચી જવાય. એ વખતે તો મુસાફરી ઘણી મુશ્કેલ હતી ને એક ગામથી બીજે ગામ જવામાં ઘણા દિવસો લાગતા. એ વખતે આજની જેમ ટપાલ ન હતી, પણ ખેપિયા મારફત કાગળ મોકલતા, જે ઘણા દિવસે મળતા. બાહ્ય મેળાપ થવો તે પોતાના હાથની વાત નથી પણ અંદરમાં સ્વરૂપના અનુભવની ભાવના કરવી તે સ્વાધીન છે, તેથી તેની ભાવનાથી લખે છે કે નિરંતર સ્વાનુભવમાં રહેશો. સ્વાનુભવમાં રહેવાનું પોતાને ગમ્યું છે તેથી બીજા સાધર્મીને પણ તેની જ ભલામણ લખે છે. પોતાના ભાવમાં જે રુચ્યું તેની બીજાને અનુમોદના કરે છે. જાઓ, સાધર્મી સાથે પત્રદ્વારા પણ કેવી ભાવના ભાવે છે!
સ્વાનુભવ એ મૂળ વસ્તુ છે. વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી, મતિ-શ્રુતજ્ઞાનને અંતરમાં વાળીને સ્વદ્રવ્યમાં પરિણામને એકાગ્ર કરતાં સમ્યગ્દર્શન અને સ્વાનુભવ થાય છે. આવો અનુભવ કરે ત્યારે જ મોહની ગાંઠ તૂટે છે, ને ત્યારે જ જીવ ભગવાનના માર્ગમાં આવે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાધકને નિશ્ચય-સમ્યકત્વ સદૈવ હોય છે
H
હુ સ્વાનુભવદશા વિષે પ્રત્યક્ષ-પરોક્ષાદિક પ્રશ્નોના ઉત્તર બુદ્ધિઅનુસાર લખું છું. તેમાં પ્રથમ જ સ્વાનુભવનું સ્વરૂપ જાણવા અર્થે લખું છું. જીવપદાર્થ અનાદિથી મિથ્યાદષ્ટિ છે; સ્વ-પરના યથાર્થ રૂપથી વિપરીત શ્રદ્ધાનનું નામ મિથ્યાત્વ છે. વળી જે કાળે કોઈ જીવને દર્શનમોહના ઉપશમ-ક્ષયોપશમથી સ્વ-પરના યથાર્થ શ્રદ્ધાનરૂપે તત્ત્વાર્થશ્રદ્ધાન થાય ત્યારે તે જીવ સમ્યકત્વી થાય છે. માટે સ્વ-પરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત છે.” (મો. મા. પ્ર. પાનું ૩૪૩)
જાઓ, પહેલાં તો સમ્યકત્વનું સ્વરૂપ બતાવે છે, પછી સમ્યજ્ઞાનની તેમ જ સ્વાનુભવ વગેરેની ચર્ચા કરશે. આ તો લોકોત્તર ચિઠ્ઠી છે, એટલે આમાં કાંઈ વેપારધંધાની કે ઘરકુટુંબની વાત ન હોય, આમાં તો સ્વાનુભવ વગેરેની લોકોત્તર ચર્ચા ભરેલી છે. એના ભાવ સમજે એને એની કિંમત સમજાય. જેમ કોઈ એક શાહુકાર વેપારી બીજા શાહુકાર ઉપર ખુલ્લા પોસ્ટકાર્ડમાં ચિઠ્ઠિ લખે કે “બજારભાવ કરતાં જરાક ઊંચા ભાવે પણ એક લાખ ગાંસડી રૂ ખરીદ કરો.’ જુઓ, આ દોઢ લીટીના લખાણમાં તો કેટલી વાત આવી જાય છે! સામસામા બંને વેપારીઓનો એકબીજા ઉપરનો વિશ્વાસ, હિંમત, શાહુકારી, વેપારસબંધીનું જ્ઞાન-એ બધુંય દોઢ લીટીમાં ભર્યું છે. તેના જાણકારને એની ખબર પડે, અભણને ખબર શું પડે? તેમ સર્વજ્ઞ ભગવાને શાસ્ત્રરૂપી ચિઠ્ઠીમાં સંતો ઉપર ધર્મનો સંદેશ લખ્યો છે, તેમાં સ્વાનુભવનાં ને સ્વ-પરની ભિન્નતા વગેરેનાં અનેક ગંભીર રહસ્યો ભર્યા છે. તે ઉપરથી તેમની સર્વજ્ઞતા, વીતરાગતા તેમજ ઝીલનારની તાકાત-એ બધું ખ્યાલમાં આવી જાય છે. ભગવાનના શાસ્ત્રમાં ભરેલા ગૂઢ ભાવોને જ્ઞાની જ જાણે છે. અજ્ઞાનીને એના રહસ્યની ખબર પડે નહિ, ને રહસ્ય જાણ્યા વગર એનો ખરો મહિમા આવે નહિ.
અહીં સાધર્મી ઉપર ચિઠ્ઠી લખતાં સ્વાનુભવની ચર્ચામાં પહેલી જ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ : અધ્યાત્મ-સંદેશ સમ્યગ્દર્શનની વાત કરી છે. સમ્યગ્દર્શન વગર સ્વાનુભવ હોતો નથી.
સ્વાનુભવપૂર્વક જ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે. સ્વાનુભવ એ એક દશા છે, તે દશા જીવને અનાદિથી નથી હોતી પણ નવી પ્રગટે છે. એ સ્વાનુભવદશાનો ઘણો મહિમા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે; સ્વાનુભવ એ મોક્ષમાર્ગ છે. સ્વાનુભવમાં જે આનંદ છે એવો આનંદ જગતમાં બીજે ક્યાંય નથી. આવી સ્વાનુભવદશાનું સ્વરૂપ અહીં કહેશે.
આ જગતમાં અનંત જીવો છે; દરેક જીવ ચૈતન્યમય છે, પરિપૂર્ણ જ્ઞાન ને સુખ દરેક જીવના સ્વભાવમાં ભરેલા છે. પણ આવા પોતાના
સ્વરૂપને પોતે દેખતો નથી–અનુભવતો નથી તેથી અનાદિથી તે મિથ્યાદષ્ટિ છે. અનાદિથી પોતાના સાચા સ્વરૂપને ભૂલીને પરભાવોમાં જ તન્મય થઈ રહ્યો છે, સ્વ-પરની જેવી ભિન્નતા છે તેવી યથાર્થ જાણતો નથી ને વિપરીત માને છે, એટલે પરથી મારામાં કાંઈક થાય ને હું પરમાં કાંઈક કરી દઉં—એવી ઊંડી ઊંડી સ્વ-પરની એકત્વબુદ્ધિ તેને રહ્યા કરે છે, એવી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. જાઓ, આ વિપરીત માન્યતા જીવ પોતે જ પોતાના સ્વરૂપને ભૂલીને કરી રહ્યો છે, એકેક સમય કરતાં કરતાં અનાદિકાળથી પોતે જ પોતાના અજ્ઞાનને લીધે મિથ્યાભાવરૂપ પરિણમી રહ્યો છે, કોઈ બીજાએ તેને મિથ્યાત્વ કરાવ્યું નથી. મિથ્યાત્વકર્મ જીવમાં મિથ્યાત્વ કરાવ્યું, એમ જે માને તેને સ્વ-પરની એકત્વબુદ્ધિ છે. પૂજનની જયમાલામાં પણ આવે છે કે “કર્મબિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ ' પ્રભો! હું મારી ભૂલની અધિકતાથી જ દુઃખ ભોગવી રહ્યો છું. નિગોદનો જે જીવ અનાદિથી નિગોદમાં રહ્યો છે તે પણ પોતાના ભાવકલંકની અત્યંત પ્રચૂરતાને લીધે જ નિગોદમાં રહ્યો છે: ભાવનંછનુપ૩રા નિયવાસં મુવ–ગોમટ્ટસાર જીવકાંડ: ભાઈ, તારી ભૂલ તું જડને માથે નાખ તો એ ભૂલથી તારો છૂટકારો કયે દી ” થશે? જીવ અને જડ બંને દ્રવ્ય જ જ્યાં અત્યંત જુદાં, બંનેની જાતિ જ જાદી, બંનેનું પરિણમન જુદું, ત્યાં એકબીજામાં શું કરે? પણ આવી વસ્તુસ્થિતિને નહિ જાણનાર જીવને સ્વ-પરની એકત્વબુદ્ધિનો અથવા કર્તાકર્મની બુદ્ધિનો ભ્રમ અનાદિથી ચાલ્યો આવે છે, એ જ મિથ્યાત્વ છે ને એ જ સંસારદુઃખનું મૂળ છે. અહીં તો હવે એ ભ્રમરૂપ મિથ્યાત્વ કેમ ટળે એની વાત છે.
કોઈ મુમુક્ષુ જીવ જ્યારે અંતરના પુરુષાર્થથી સ્વ-પરના યથાર્થ શ્રદ્ધાનરૂપ તત્ત્વાર્થશ્રદ્ધાન કરે ત્યારે તે જીવ સમ્યકત્વી થાય છે. સ્વ શું, પર શું, સ્વમાં આત્માનો શુદ્ધ સ્વભાવ શું ને રાગાદિ પરભાવ શું-એ બધાને ભેદ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૧૩ જ્ઞાનથી બરાબર ઓળખીને પ્રતીત કરતાં સમ્યક્ત્વ થાય છે. સ્વ-પરના આવા યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત છે. જાઓ, આ મૂળ વાત! સ્વ-પરની શ્રદ્ધામાં કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યકત્વ વખતે નિશ્ચય સમ્યકત્વ તો ભેગું ને ભેગું જ છે. કોઈ કહે કે નિશ્ચય સમ્યકત્વ ચોથા ગુણસ્થાને ન હોય. તો કહે છે કે ભાઈ, જો નિશ્ચય સમકિત ભેગું ને ભેગું જ ન હોય તો તારા માનેલા એકલા
વ્યવહારને શાસ્ત્રકારો સમ્યકત્વ કહેતા જ નથી. જેને શ્રદ્ધાત્મ-શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમકિત નથી તે જીવ સમ્યકત્વ જ નથી, તે તો મિથ્યાત્વી જ છે. શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ થાય ત્યારે જ જીવને ચોથું ગુણસ્થાન પ્રગટે ને ત્યારે જ તેને સમકિતી કહેવાય. માટે કહે છે કે સમ્યગ્દષ્ટિ જીવને સ્વ-પરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત છે. “ગર્ભિત છે” એનો અર્થ એની સાથે જ વર્તે છે. અને આવા જીવને નિમિત્તપણે દર્શનમોહકર્મનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય સ્વયમેવ હોય છે. એટલે કથનમાં નિમિત્તથી એમ પણ કહેવાય કે દર્શનમોહના ઉપશમાદિથી સમ્યકત્વ થયું. પણ ખરેખર તો સ્વ-પરના યથાર્થ શ્રદ્ધાનનો પ્રયત્ન જીવે કર્યો ત્યારે સમ્યકત્વ થયું, જીવ યથાર્થ શ્રદ્ધાનનો ઉધમ ન કરે ને કર્મમાં ઉપશમાદિ થઈ જાય એમ બનતું નથી. આ ઉપરાંત અહીં તો એ બતાવવું છે કે સ્વ-પરની શ્રદ્ધામાં શુદ્ધાત્માની શ્રદ્ધા આવી જ જાય છે. શુદ્ધાત્માની શ્રદ્ધા તે નિશ્ચય સમ્યકત્વ છે, તે હોય તો જ સ્વ-પરની કે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાને સાચી શ્રદ્ધા કહેવાય છે. નિશ્ચય વગરના એકલા શુભરાગરૂપ વ્યવહારથી જીવ સમકિતી કહેવાતો નથી. નિશ્ચયસમ્યકત્વ થાય તેને જ સમકિતી કહીએ છીએ. એ જ વાત હવે કહે છે.
ભાઈ ! આ તો સર્વજ્ઞનો નિગ્રંથમાર્ગ છે. જો તું સ્વાનુભવ વડ મિથ્યાત્વની ગાંઠ ના તોડ તો નિગ્રંથમાર્ગમાં કઈ રીતે આવ્યો? જન્મ-મરણની ગાંઠને જો ન તોડી તો નિગ્રંથમાર્ગમાં જન્મીને તે શું કર્યું? ભાઈ, આવો અવસર મળ્યો તો એવો ઉધમ કર કે જેથી આ જન્મ-મરણની ગાંઠ તૂટે ને અલ્પકાળમાં મુક્તિ થાય
H
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચયસમ્યકત્વથી જ મોક્ષમાર્ગની શરૂઆત છે નિશ્ચયસમ્યકત્વ વગર જીવ સમ્યગ્દષ્ટિ કહેવાય નહિ
વળી જેને સ્વ-પરનું યથાર્થ શ્રદ્ધાન નથી, પણ જૈનમતમાં કહેલા દેવ-ગુરુ ને ધર્મ એ ત્રણને માને છે તથા અન્યમતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માને નહિ, તો એવા કેવળ વ્યવહાર સમ્યકત્વ વડે તે સમ્યકત્વી નામને પામે નહિ. માટે સ્વ-પર ભેદ-વિજ્ઞાનપૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યકત્વ જાણવું.” ( પાનું ૩૪૩).
વાહ જાઓ, નિશ્ચય-વ્યવહારની કેવી સ્પષ્ટ વાત છે! યથાર્થ શ્રદ્ધાનથી નિશ્ચયસમ્યકત્વ થાય ત્યારે જ જીવ સમ્યકત્વી થાય છે. નિશ્ચય સમ્યકત્વ જ મોક્ષમાર્ગરૂપ છે, વ્યવહાર સમ્યકત્વ તો શુભ-આસ્રવરૂપ છે, એ કાંઈ મોક્ષમાર્ગસ્વરૂપ નથી. સિદ્ધાંતમાં “સખ્યત્ન જ્ઞાનવારિત્રાnિ મોક્ષમા:' એમ કહ્યું છે તેમાં નિશ્ચય સમ્યગ્દર્શનની વાત છે. તવીર્થશ્રદ્ધાનં સભ્ય નમ્'—એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. ભૂતાર્થને આશ્રિત સમ્યગ્દર્શન કર્યું (સમયસાર ગા. ૧૧) તેમાં અને આ સમ્યગ્દર્શનમાં કાંઈ ફેર નથી. આવું સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાને પ્રગટે છે તે ઠેઠ સિદ્ધદશામાં પણ રહે છે. શુભરાગરૂપ વ્યવહારસમ્યગ્દર્શન કાંઈ સિદ્ધદશામાં હોતું નથી. આ રીતે નિશ્ચય સમ્યગ્દર્શન તે જ મોક્ષમાર્ગરૂપ છે. ચોથા ગુણસ્થાનથી જ બધાય જીવોને આવું નિશ્ચય સમ્યકત્વ હોય છે. આવા નિશ્ચયસમ્યકત્વ વગર ધર્મની કે મોક્ષમાર્ગની શરૂઆત પણ હોઈ શકતી નથી.
આત્મવસ્તુનો જેવો સ્વભાવ છે તે જ પ્રમાણે શ્રદ્ધામાં લેવો તે સમ્યકત્વ છે, ને તે વસ્તુનો ભાવ છે એટલે કે નિશ્ચય છે. આવા નિશ્ચયસમ્યકત્વની ભૂમિકામાં ધર્મીને વીતરાગી દેવ-શાસ્ત્ર-ગુરુની
ઓળખાણ, ભક્તિ, તેમના પ્રત્યે ઉત્સાહ, પ્રમોદ, બહુમાન અને વિનય આવે છે. પણ આથી કરીને કોઈ જીવ એવા એકલા વ્યવહારમાં જ સંતુષ્ટ થઈ જાય ને નિશ્ચયસમ્યકત્વને ભૂલી જાય તો એને સમ્યગ્દષ્ટિ કહેતા નથી. જો વ્યવહારની સાથે ને સાથે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૧૫ જ નિશ્ચયસમ્યક્ત્વ (શુદ્ધાત્માની નિર્વિકલ્પ પ્રતીત ) હોય−(“ બંને સાથ રહેલ ”) તો જ એનો વ્યવહાર સાચો છે, નહિતર તો વ્યવહા૨ાભાસ છે. નિશ્ચયશ્રદ્ધા તો છે નહિ ને એકલા વ્યવહારના શુભરાગમાં સંતુષ્ટ થઈ જાય છે એટલે તે રાગને જ મોક્ષમાર્ગ માન્યા વગર રહેશે નહિ, તેથી તેની શ્રદ્ધા મિથ્યા જ છે. આ રીતે વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ છે જ નહિ. નિશ્ચયસમ્યક્ત્વાદિના આશ્રયે જ મોક્ષમાર્ગ છે. અથવા, જે નિશ્ચયસમ્યક્ત્વાદિ છે તે જ મોક્ષમાર્ગ છે. વ્યવહાર-સમ્યકત્વાદિ શુભરાગરૂપ છે તે મોક્ષમાર્ગ નથી.
અરે ભાઈ, મોક્ષમાર્ગ તો વસ્તુના સ્વભાવની જાતનો હોય કે એનાથી વિરુદ્ધ હોય ? નિશ્ચય-સમ્યક્ત્વનો જે ભાવ છે તે તો વસ્તુસ્વભાવની જ જાતનો છે ને સિદ્ધદશામાંય તે ભાવ રહે છે. વ્યવહારસમ્યક્ત્વનો જે (રાગ) ભાવ છે તે વસ્તુસ્વભાવની જાતનો નથી પણ વિરુદ્ધ ભાવ છે, સિદ્ધદશામાં તે ભાવ રહેતો નથી. આવી સ્પષ્ટ અને સીધી વાત, જિજ્ઞાસુ થઈને સમજે તો તરત સમજાય તેવી છે. પણ જેને સમજવું ન હોય ને વાદવિવાદ કરવા હોય તે તો આવી સ્પષ્ટ વાતમાં પણ કંઈક ને કંઈક કુતર્ક ક૨શે. શું થાય? કોઈ બીજાને પરાણે સમજાવી શકે તેમ નથી.
6
તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યક્ત્વ ક્યું છે; ‘તત્ત્વ’ એટલે જે વસ્તુનો જેવો ‘ભાવ’ હોય તેવો જાણવો જોઈએ, તો જ તે વસ્તુને સાચી રીતે માની કહેવાય. જીવમાં જ્ઞાનાદિ અનંત સ્વભાવો છે તે જીવનો ‘ભાવ’ છે; આ અનંત શક્તિરૂપ ભાવને ભૂલીને એક ક્ષણિક વિકાર ભાવ જેટલી જ જીવની કિંમત આંકે, તો તેણે ખરેખર જીવના ‘ભાવ ’ને જાણ્યો નથી. રાગથી લાભ માનનાર ખરેખર તો તે રાગ જેટલી જ જીવની કિંમત માની રહ્યો છે; ‘આ રાગ વડે મને જીવનો સ્વભાવ મળી જશે' એનો અર્થ એ થયો કે જીવના સ્વભાવની કિંમત રાગ જેટલી જ તેણે માની. તે પોતાના શુદ્ધ સ્વભાવને, પોતાના સમ્યક્ ભાવને, પોતાના સ્વભાવની સાચી કિંમતને જાણતો નથી, એટલે બહારના પદાર્થોને કે વિકારી ભાવને કિંમત આપે છે ને પોતાને કિંમત વગરનો વિકારી ક્લ્પ છે, તેથી તેની શ્રદ્ધા ‘સમ્યક્’ નથી પણ મિથ્યા છે;–ભલે તે શુદ્ધ જૈનના દેવ-ગુરુશાસ્ત્રને શુભરાગથી માનતો હોય ને દેવાદિને માનતો ન હોય તોપણ એટલાથી તેનું મિથ્યાત્વ છૂટતું નથી. ભાઈ, તારી અચિંત્ય કિંમત છે, જગતમાં મોંઘામાં મોંઘું ચૈતન્યરત્ન તું જ છે, તારી વસ્તુમાં પ્રવેશીને તારા સાચા ભાવને-સાચા સ્વરૂપને તું જાણ તો જ તને સમ્યક્ત્વ થાય ને તારું મિથ્યાત્વ ટળે. સ્વ-પરનું ભેદજ્ઞાન ત્યારે જ સાચું કહેવાય કે જો શુદ્ધાત્માનું શ્રદ્ધાન ભેગું હોય; દેવ-ગુરુની ઓળખાણ ત્યારે જ સાચી વાય કે જો શુદ્ધાત્માનું શ્રદ્ધાન ભેગું હોય. નવતત્ત્વની શ્રદ્ધા ત્યારે જ સમ્યક્ હેવાય કે જ્યારે ભૂતાર્થસ્વભાવની
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ : અધ્યાત્મ-સંદેશ સમુખ થઈને શુદ્ધાત્માનું શ્રદ્ધાન કરે. એકલા વ્યવહારથી એ બધું કર્યા કરે ને જો શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ ન કરે તો તે જીવને સમ્યગ્દષ્ટિ કહેતા નથી. માટે શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ જે નિશ્ચય-સમ્યકત્વ છે તે જ ખરું સમ્યકત્વ છે, ને તે જ મોક્ષમાર્ગ છે-એમ જાણવું.
અંતરમાં પોતાના શુદ્ધ સ્વભાવને અવલંબીને જે પ્રતીત થઈ, તે સમ્યક પ્રતીતનો ભાવ સ્વભાવમાંથી આવ્યો છે, તે પ્રતીત સ્વભાવની જાતની છે. સિદ્ધ ભગવાનની પ્રતીત, અને નાનામાં નાના એટલે કે ચોથા ગુણસ્થાનવાળા સમકિતીની પ્રતીત, એ બંનેની પ્રતીતમાં કાંઈ ફેર ગણવામાં આવ્યો નથી. જેવો શુદ્ધાત્મા સિદ્ધપ્રભુની પ્રતીતમાં છે તેવો જ શુદ્ધઆત્મા સમકિતીની પ્રતીતમાં છે. બહારના આશ્રયે થયેલો વ્યવહારશ્રદ્ધાનો ભાવ કાંઈ બધા જીવોને એકસરખો નથી હોતો. પણ આથી એમ ન સમજવું કે એ ભાવ ગમે તેવો (વિપરીત પણ) હોય. નવતત્ત્વને જે વિપરીત માનતો હોય, દેવ-ગુરુ-શાસ્ત્રને અન્યથા માનતો હોય, સર્વજ્ઞતા વગેરેને માનતો ન હોય, એવા જીવને તો વ્યવહારશ્રદ્ધા પણ વિપરીત છે. જેને નવતત્ત્વની, દેવ-ગુરુ-શાસ્ત્રની કે સ્વ-પરની ભિન્નતાની ઓળખાણ નથી તેને તો શુદ્ધાત્માનું શ્રદ્ધાન બહુ આઘું છે. અહીં તો એ બધા ઉપરાંત આગળની વાત બતાવવી છે કે એ બધું કરવા છતાં જો શુદ્ધાત્માની નિર્વિકલ્પ પ્રતીતિ કરે તો જ સમ્યગ્દષ્ટિ થાય, એના વગર સમ્યગ્દષ્ટિ કહેવાય નહિ.
શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ આવું નિશ્ચય સમ્યગ્દર્શન તો સાતમા ગુણસ્થાને હોય, છઠ્ઠ-પાંચમે-ચોથે નિશ્ચય સમ્યગ્દર્શન ન હોય'-આમ કોઈ કહે તો એનો અર્થ એ થયો કે ત્યાં મોક્ષમાર્ગ જ ન હોય. અરે, ભાઈ ! એ તો માર્ગની ઘણી વિપરીતતા છે. ચોથે-પાંચમે-છઠું નિશ્ચય વગર એકલા વ્યવહારથી જ જો તું મોક્ષમાર્ગ માની લેતો હો તો એને તો આચાર્ય ભગવાને “વ્યવહારમૂઢતા” કીધી છે. નિશ્ચય વગરના કેવળ વ્યવહારને મોક્ષમાર્ગમાં ગણતા નથી. મોક્ષમાર્ગમાં જે સમ્યગ્દર્શન કહ્યું છે તે શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય, સમ્યકત્વ છે, અને એવું નિશ્ચયસમ્યકત્વ ચોથા ગુણસ્થાને પણ નિયમથી હોય છે, એટલે ત્યાં એકદેશમોક્ષમાર્ગ પણ ગણવામાં આવે છે.
આવું સમ્યકત્વનું સાચું સ્વરૂપ પણ ન ઓળખે ને તેમાં ગોટા વાળે તેણે તો મોક્ષમાર્ગનું ખરું સ્વરૂપ જાણ્યું નથી. મોક્ષમાર્ગનું ખરું
સ્વરૂપ સમજે પણ નહિ તે તેને સાધે ક્યાંથી ? તેથી અહીં પહેલાં જ મોક્ષમાર્ગના નિશ્ચય-સમ્યકત્વનું સ્વરૂપ કહ્યું. આટલી સમ્યકત્વની વાત કરીને હવે તેની સાથેના સમ્યજ્ઞાનની વાત કરે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દષ્ટિનું બધુંય જ્ઞાન સમ્યક છે. તે મોક્ષમાર્ગરૂપ નિજપ્રયોજનને સાધે છે
વળી એવા સમ્યકત્વ થતાંની સાથે, જે જ્ઞાન (પૂર્વે) પાંચ ઇન્દ્રિય તથા છઠ્ઠા મનદ્વારા ક્ષયોપશમરૂપ મિથ્યાત્વદશામાં કુમતિ-કુશ્વતરૂપ થઈ રહ્યું હતું તે જ જ્ઞાન હવે મતિ-શ્રુતરૂપ સમ્યજ્ઞાન થયું સમ્યગ્દષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું સમ્યજ્ઞાનરૂપ છે. એ (સમ્યગ્દષ્ટિ) જો કદાચિત ઘટપટાદિ પદાર્થોને અયથાર્થ પણ જાણે તો તે આવરણજનિત ઉદયનો અજ્ઞાનભાવ છે; અને ક્ષયોપશમરૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમ્યજ્ઞાન જ છે, કેમ કે જાણવામાં પદાર્થોને વિપરીતરૂપે સાધતું નથી.”
(મો. મા. પ્ર. પાનું-૩૪૩-૩૪૪ ) જુઓ, સમકિતીનું સમ્યજ્ઞાન. જ્યાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચયસમ્યકત્વ થયું ત્યાં બધું જ્ઞાન પણ સ્વ-પરની ભિન્નતાને યથાર્થ સાધતું થયું સમ્યકરૂપ પરિણમ્યું, એટલે જ્ઞાનીનું બધુંય જ્ઞાન સમ્યજ્ઞાન થયું. કદાચિત્ ક્ષયોપશમદોષથી બહારના અપ્રયોજનભૂત કોઈ પદાર્થો (ઘટ-પટ, દોરી વગેરે) અયથાર્થ જણાઈ જાય તો પણ તેથી કરીને મોક્ષમાર્ગરૂપ પ્રયોજન સાધવામાં કાંઈ વિપરીતતા થતી નથી; કેમ કે અંદરની પ્રયોજનરૂપ વસ્તુ જાણવામાં કાંઈ વિપરીતતા તેને થતી નથી; અંદરમાં રાગને જ્ઞાનરૂપ જાણે કે શુભરાગને મોક્ષમાર્ગરૂપ જાણે-એવી પ્રયોજનભૂત તત્ત્વોમાં વિપરીતતા જ્ઞાનીને થતી નથી, પ્રયોજનભૂત તત્ત્વો સ્વભાવ-વિભાવની ભિન્નતા, સ્વ-પરની ભિન્નતા વગેરેને તો તેનું જ્ઞાન યથાર્થ જ સાધે છે, તેથી તેનું બધુંય જ્ઞાન સમ્યજ્ઞાન જ છે. અને અજ્ઞાની કદાચ દોરીને દોરી, સર્પને સર્પ, દાક્તરપણું, વકીલાત, જ્યોતિષ વગેરે અપ્રયોજનરૂપ તત્ત્વોને જાણે તોપણ સ્વપ્રયોજનને તેનું જ્ઞાન સાધતું નહિ હોવાથી તેનું બધુંય જાણપણું મિથ્યાજ્ઞાન છે, સ્વ-પરની ભિન્નતા કે કારણ-કાર્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ : અધ્યાત્મ-સંદેશ વગેરેમાં તેની ભૂલ હોય છે. અહા! અહીં તો કહે છે કે મોક્ષમાર્ગને સાધવામાં જે જ્ઞાન કામ આવે, તેમાં વિપરીતતા ન હોય, તે જ સમ્યજ્ઞાન છે; અને ભલે બહારનું ગમે તેટલું જાણપણું હોય પણ મોક્ષમાર્ગને સાધવામાં જે જ્ઞાન કામ ન આવે, તેમાં જેને વિપરીતતા હોય, તે મિથ્યાજ્ઞાન છે. જગતમાં સૌથી મૂળ પ્રયોજનરૂપ મુખ્ય વસ્તુ શુદ્ધાત્મા, એને જાણતાં સ્વ-પર બધાનું સમ્યજ્ઞાન થયું. આથી શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે “જેણે આત્મા જાણો તેણે સર્વ જાણું.” અને “અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.' આવા સમ્યગ્દર્શન વગરનું બધુંય જ્ઞાન ને બધુંય આચરણ થોથાં છે.
જાઓ, આ સાધર્મી સાથેની ચર્ચા! બસો વરસ પહેલાં સાધર્મીઓના પ્રશ્નો આવેલ તેના પ્રેમપૂર્વક જવાબ ૫. ટોડરમલજીએ લખ્યા છે. નિશ્ચય સમ્યગ્દર્શન પ્રત્યક્ષ ને વ્યવહાર સમ્યગ્દર્શન પરોક્ષ-એમ છે કે નહિ? વગેરે પ્રશ્નોના જવાબમાં સમ્યગ્દર્શનની ને સ્વાનુભૂતિ વગેરેની અધ્યાત્મ રહસ્ય ભરેલી ચર્ચાઓ આમાં લખી છે તેથી આને રહસ્યપૂર્ણ ચિઠ્ઠી' કહેવાય છે. એમાં કહેશે કે સમ્યકત્વમાં કાંઈ પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ નથી; પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ તો જ્ઞાનમાં પડે છે. સમ્યકત્વ તો શુદ્ધાત્માની પ્રતીતરૂપ નિર્વિકલ્પ છે. જ્ઞાનનો ઉપયોગ સમકિતીને સ્વમાં હો કે પરમાં હો ત્યારે પણ સમ્યકત્વ એવું ને એવું જ વર્તે છે.
અહીં તો કહે છે કે સમકિતી કદાચિત્ દોરડીને સર્પ સમજી જાય ઇત્યાદિ પ્રકારે બહારના અપ્રયોજનરૂપ પદાર્થમાં અન્યથા જણાઈ જાય, તોપણ તેનું જ્ઞાન સમ્યજ્ઞાન જ છે, કેમ કે એમાં કાંઈ જ્ઞાનના સમ્યકપણાની ભૂલ નથી, પરંતુ એ તો તે પ્રકારના ક્ષયોપશમનો અભાવ છે; જ્ઞાનાવરણના ઉદય. જન્ય અજ્ઞાનભાવ જે બારમા ગુણસ્થાન સુધી હોય છે તે અપેક્ષાએ તેને “અજ્ઞાન 'ભલે કહેવાય, પરંતુ મોક્ષમાર્ગ સાધવા કે ન સાધવાની અપેક્ષાએ જે સમ્યજ્ઞાન ને મિથ્યાજ્ઞાન કહેવાય છે, તેમાં તો સમકિતીને બધું સમ્યજ્ઞાન જ છે, તેને મિથ્યાજ્ઞાન નથી. તેણે દોરડીને દોરડી ન જાણતાં સર્પની કલ્પના થઈ ગઈ તો તેથી કરીને કાંઈ તેના જ્ઞાનમાં સ્વ-પરની એકત્વબુદ્ધિ કે રાગાદિ પરભાવમાં તન્મયબુદ્ધિ થઈ જતી નથી, એટલે તેનું જ્ઞાન મિથ્યા થતું નથી; તે વખતેય ભેદજ્ઞાન તો યથાર્થપણે વર્તી જ રહ્યું છે, તેથી તેનું બધુંય જ્ઞાન સમ્યજ્ઞાન જ છે. લોકોને બહારના જાણપણાનો જેટલો મહિમા છે એટલો અંદરના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૧૯ ભેદવિજ્ઞાનનો મહિમા નથી. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન ક્ષણેક્ષણે અંદરમાં શું કામ કરે છે તેની લોકોને ખબર નથી. પ્રતિક્ષણે અંદરમાં સ્વભાવ ને પરભાવની વહેંચણીનું અપૂર્વ કાર્ય એના જ્ઞાનમાં થઈ જ રહ્યું છે. એ જ્ઞાન પોતે રાગથી જુદું પડીને સ્વભાવની જાતનું થઈ ગયું છે, એ તો કેવળજ્ઞાનનો કટકો છે. આગળ એને “કેવળજ્ઞાનનો અંશ” કહેશે. એ જ્ઞાન ઇન્દ્રિય-મનદ્વારા નથી થયું પણ આત્માદ્વારા થયું છે.
જ્ઞાનીને પોતાના જ્ઞાનની સમસ્ત પરભાવોથી તદ્દન ભિન્નતા અનુભવમાં આવી છે એટલે પહેલાં અજ્ઞાન દશામાં રાગમાં ને ઇન્દ્રિયોમાં તન્મય થઈને જે જ્ઞાન કામ કરતું તે જ્ઞાન હવે પોતાના સ્વભાવમાં જ તન્મય રહીને કાર્ય કરે છે. મારું જ્ઞાન તો સદાય જ્ઞાનરૂપ જ રહે છે, રાગરૂપ મારું જ્ઞાન થતું નથી, એમ જ્ઞાનને જ્ઞાનપણે જ રાખતો તે સદાય ભેદજ્ઞાનરૂપે, સમ્યજ્ઞાનરૂપે પરિણમે છે; આ રીતે તેનું બધુંય જ્ઞાન સમ્યજ્ઞાન જ છે-એમ જાણવું. એક જીવ ઘણાં શાસ્ત્રો ભણેલો હોય ને મોટો ત્યાગી થઈને હજારો જીવોથી પૂજાતો હોય, પણ જો શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ ન હોય તો એનું બધુય જાણપણું મિથ્યા છે; બીજો જીવ નાનું દેડકું, માછલું, સર્પ, સિંહ કે બાળક દશામાં હોય, શાસ્ત્રના શબ્દો વાંચતાં આવડતું ન હોય છતાં જો શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વથી સહિત છે તો એનું બધુંય જ્ઞાન સમ્યક છે, ને એ મોક્ષના પંથે છે; બધાંય શાસ્ત્રોના રહસ્યરૂપ અંદરનું સ્વભાવ-પરભાવનું ભેદજ્ઞાન તેણે સ્વાનુભવથી જાણી લીધું છે. અંદરમાં જે બાહ્ય તરફની શુભ કે અશુભ લાગણીઓ ઊઠે છે તે હું નથી, તેના વેદનમાં મારી શાંતિ નથી, હું તો જ્ઞાનાનંદ છું–કે જેના વેદનમાં મને શાંતિ અનુભવાય છે, - આમ અંતરના વેદનમાં તે સમકિતીને ભેદજ્ઞાન તથા શુદ્ધાત્મપ્રતીતિ વર્તે છે. શુદ્ધાત્માથી વિરુદ્ધ કોઈ ભાવમાં તેને કદી આત્મબુદ્ધિ થતી નથી.
જ્યારથી સમ્યગ્દર્શન થયું ત્યારથી જ્ઞાન આ રીતે રાગથી જાદુ કામ કરવા માંડ્યું, માટે સમ્યગ્દષ્ટિ જે કાંઈ જાણે તે બધું સમ્યજ્ઞાન છે એમ કહ્યું. જ્ઞાનનો ઉઘાડ થોડો હોય કે ઝાઝો એના ઉપર કાંઈ સમ્યક-મિથ્યાપણાનું માપ નથી, પણ એ જ્ઞાન કઈ તરફ કાર્ય કરે છે, શેમાં તન્મયપણે વર્તે છે એના ઉપર તેના સમ્યક-મિથ્યાપણાનું માપ છે. જો સ્વભાવમાં તન્મય વર્તતું હોય તો સમ્યક છે, પરભાવમાં તન્મય વર્તતું હોય તો મિથ્યા છે. જ્ઞાનીનો ઉપયોગ પરને જાણવામાં વર્તતો હોય તેથી એમ ન સમજવું કે ત્યારે તેનો ઉપયોગ પરમાં તન્મય થઈ ગયો છે; એ વખતેય અંતરના ભાનમાં ઉપયોગ પરથી છૂટો ને છૂટો વર્તે છે. માં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ : અધ્યાત્મ-સંદેશ તન્મયતાની બુદ્ધિ એ વખતેય એને છૂટી નથી. આ તો જ્ઞાનીના અંતરની અલૌકિક વસ્તુ છે, એનાં માપ બહારથી સમજાઈ જાય તેવા નથી. શુભઅશુભ પરિણામ દ્વારા પણ એનાં માપ નીકળે એવા નથી. અંતષ્ટિ શું કામ કરે છે એનું માપ અંતરદષ્ટિથી જ સમજાય તેવું છે.
' અરે, ભાઈ, એક વાર આ વાત લક્ષમાં તો લે, તો તારો ઉત્સાહ પર તરફથી ઊતરી જશે ને તને સ્વભાવનો ઉત્સાહ જાગશે. મૂળ સ્વભાવનું જ્ઞાન કરવું એ જ મોક્ષમાર્ગમાં પ્રયોજનરૂપ છે.
કોઈ કહે-“ધર્મી થયો ને આત્માને જાણ્યો એટલે પરનું પણ બધુંય જાણપણું તેને થઈ જાય.' તો કહે છે કે ના, પરને બધાયને જાણી જ લ્ય એવો નિયમ નથી. જ્ઞાનનો ઉઘાડ હોય તે અનુસાર જાણે; તે કદાચિત્ તે પ્રકારનો ઉઘાડ ન હોવાના કારણે, દોરીને સર્પ ઇત્યાદિ પ્રકારે અન્યથા જાણે તો પણ દોરી કે સર્પ બંનેથી જુદો હું તો જ્ઞાન છું. – એવું સ્વપરની ભિન્નતાનું જ્ઞાન તો તેને યથાર્થ જ રહે છે, તે ખસતું નથી. દોરીને દોરી જાણી હોત તોપણ, તેનાથી હું જુદો છું—એમ જાણત, અને દોરીને સર્પ જાણ્યો તોપણ તેનાથી હું જુદો છું—એમ જાણે છે, એટલે સ્વ-પરની ભિન્નતા જાણવારૂપ સમ્યપણામાં તો કાંઈ ફેર પડયો નથી. આત્માનું જાણપણું થાય એટલે પરનું બધું જાણપણું તરત ઊઘડી જ જાય એવો કાંઈ નિયમ નથી. અજ્ઞાની કોઈ જ્યોતિષ વગેરે જાણતો હોય ને જ્ઞાનીને તે ન પણ આવડે, અહીં બેઠો બેઠો મેરુ વગેરેને વિભંગ જ્ઞાનથી દેખાતો હોય ને જ્ઞાનીને તેવો ઉઘાડ ન પણ હોય. અજ્ઞાની ગણિત વગેરે જાણતો હોય, તેમાં તેની ભૂલ ન પડે, છતાં એ જાણપણાની ધર્મમાં કાંઈ કિંમત નથી. જ્ઞાનીને કદાચ ગણિત વગેરે ન આવડ, દાખલામાં ભૂલ પણ પડે, છતાં તેનું જ્ઞાન સમ્યક છે, સ્વને સ્વપણે અને પરને પરપણે સાધવારૂપ મૂળભૂત યથાર્થપણામાં તેને ભૂલ થતી નથી. અજ્ઞાની તો સ્વ-પરને, સ્વભાવ-પરભાવને એકબીજામાં ભેળવીને જાણે છે એટલે તેનું બધુંય જ્ઞાન ખોટું છે. બહારના જાણપણાનો ઉઘાડ પૂર્વક્ષયોપશમઅનુસાર ઓછોવધુ હોય, પણ જે જ્ઞાન પોતાના ભિન્ન સ્વભાવને ભૂલીને જાણે છે તે અજ્ઞાન છે, અને પોતાના ભિન્ન સ્વભાવનું ભાન સાથે રાખીને જે જાણે છે તે સમ્યજ્ઞાન છે. સંસારસંબંધી કંઈક જાણપણું ન હોય કે ઓછું હોય તેથી કાંઈ જ્ઞાન મિથ્યા થઈ જતું નથી. અને સંસારનું દોઢ-ડહાપણ ઘણું હોય તેથી કાંઈ જ્ઞાન સમ્યક્ થઈ જતું નથી. એનો આધાર તો શુદ્ધાત્માના શ્રદ્ધાન ઉપર છે; શુદ્ધાત્માનું શ્રદ્ધાન ક્યાં છે ત્યાં સમ્યક જ્ઞાન છે, શુદ્ધાત્માનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૨૧
શ્રદ્ધાન જ્યાં નથી ત્યાં મિથ્યાજ્ઞાન છે. એટલે બહારનું જાણપણું ઓછું હોય તો એનો જ્ઞાનીને ખેદ નથી, ને બહારનું જાણપણું વિશેષ હોય તો એનો જ્ઞાનીને મહિમા નથી. મહિમાવંત તો આત્મા છે ને એ જેણે જાણી લીધો તે જ્ઞાનનો મહિમા છે. અહો, જગતથી જુદા મારા આત્માને મેં જાણી લીધો છે તો મારા જ્ઞાનનું પ્રયોજન મેં સાધી લીધું છે, એમ નિજાત્મજ્ઞાનથી જ્ઞાની સંતુષ્ટ છે-તૃપ્ત છે.
અહા, આત્મજ્ઞાનનો મહિમા અચિંત્ય છે. એ જ્ઞાનનો મહિમા ભૂલીને બહારના જાણપણાના મહિમામાં જીવો અટકી રહ્યા છે. સંસારના કોઈ નિષ્પ્રયોજન પદાર્થને જાણવામાં ભૂલ થઈ તો ભલે થઈ, પણ, જ્ઞાની કહે છે કે અમારા આત્માને જાણવામાં અમારી ભૂલ થતી નથી... અમારા આતમરામને અમે ભૂલતા નથી. એ જ્ઞાનની મસ્તી અને નિઃશંકતા કોઈ અદ્દભુત છે! અનંત ગુણોથી પરિપૂર્ણ સ્વભાવની પ્રતીતનું જોર એ જ્ઞાનની સાથે વર્તી રહ્યું છે. તેથી આવું સમ્યજ્ઞાન તે કેવળજ્ઞાનનો કટકો છે–એમ હવે કહે છે.
આ વાત એવી છે કે જો સમજે તો અંદર સ્વાનુભૂતિનો રંગ ચડી જાય, ને રાગનો રંગ ઊતરી જાય. આત્માની શુદ્ધઅનુભૂતિ રાગના રંગ વગરની છે; જેને આવી અનુભૂતિનો રંગ છે તે રાગથી રંગાઈ જતો નથી. હે જીવ! એકવાર આત્મામાં રાગનો રંગ ઊતારી સ્વાનુભૂતિનો રંગ
ચડાવ.
*
સ્વાનુભૂતિપૂર્વક થતું સમ્યગ્દર્શન તે
મોક્ષનું દ્વાર છે; તેના વડે જ મોક્ષનો માર્ગ
ઊઘડે છે. એનો ઉદ્યમ એ જ દરેક મુમુક્ષુનું
પહેલું કામ છે. અને દરેક મુમુક્ષુથી આ થઈ
શકે તેવું છે.
卐
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
· કેવળજ્ઞાનનો કટકો ’
આત્મજ્ઞાનનો અચિંત્ય મહિમા
แ
卐
જાણવામાં પદાર્થોને વિપરીતરૂપે સાધતું નથી, માટે તે સમ્યગ્નાન કેવળજ્ઞાનનો અંશ છે. જેમ થોડુંક મેઘપટલ (વાદળ) વિલય થતાં જે કાંઈ પ્રકાશ પ્રગટે છે તે સર્વપ્રકાશનો અંશ છે. જે જ્ઞાન મતિશ્રુતરૂપ પ્રવર્તે છે તે જ જ્ઞાન વધતું-વધતું કેવળ-જ્ઞાનરૂપ થાય છે. તેથી સમ્યજ્ઞાનની અપેક્ષાએ તો જાતિ એક છે.
29
(પૃ. ૩૪૪) અહા, જુઓ આ સમ્યગ્નાનની કેવળજ્ઞાન સાથે સંધિ! મતિશ્રુતજ્ઞાનને કેવળજ્ઞાનનો અંશ કોણ કહે ?-કે જેણે પૂર્ણ જ્ઞાનસ્વભાવને પ્રતીતમાં લીધો હોય ને તે સ્વભાવના આધારે સમ્યઅંશ પ્રગટ કર્યો હોય તે જ પૂર્ણતા સાથેની સંધિથી (પૂર્ણતાના લક્ષથી) કહી શકે કે મારું આ જ્ઞાન છે તે કેવળજ્ઞાનનો અંશ છે, કેવળજ્ઞાનની જ જાત છે. પણ રાગમાં જ જે લીન વર્તતો હોય તેનું જ્ઞાન તો રાગનું થઈ ગયું છે, તેને તો રાગથી જુદા જ્ઞાનસ્વભાવની જ ખબર નથી, ત્યાં ‘આ જ્ઞાન આ સ્વભાવનો અંશ છે' એમ તે કઈ રીતે જાણે ? જ્ઞાનને જ પરથી ને રાગથી જુદું નથી જાણતો ત્યાં એને સ્વભાવનો અંશ કહેવાનું તો તેને કયાં રહ્યું ? સ્વભાવ સાથે જે એકતા કરે તે જ પોતાના જ્ઞાનને ‘આ સ્વભાવનો અંશ છે' એમ જાણી શકે. રાગ સાથે એકતાવાળો એ વાત જાણી શકતો નથી.
અહા, આ તો અલૌકિક વાત છે! મતિશ્રુતજ્ઞાનને સ્વભાવનો
અંશ કહેવો અથવા તો કેવળજ્ઞાનનો અંશ કહેવો એ વાત અજ્ઞાનીને સમજાતી નથી, કેમ કે તેને તો રાગ અને જ્ઞાન એકમેક ભાસે છે. જ્ઞાની તો નિઃશંક જાણે છે કે જેટલા રાગાદિ અંશો છે તે બધાય મારાથી પર ભાવો છે, ને જેટલા જ્ઞાનાદિ અંશો છે તે બધાય મારા સ્વભાવો છે, તે મારા સ્વભાવના જ અંશો છે, ને તે અંશો વધી વધીને કેવળજ્ઞાન થવાનું છે.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૨૩ પ્રશ્ન:- ચાર જ્ઞાનને તો વિભાવજ્ઞાન કહ્યા છે, અહીં તેમને સ્વભાવના અંશ કેમ કહ્યા?
ઉત્તર - તેમને વિભાવ કહ્યા છે તે તો અપૂર્ણતાની અપેક્ષાએ કહ્યા છે, કાંઈ વિરુદ્ધ જાતની અપેક્ષાએ (રાગાદિની જેમ) તેમને વિભાવ નથી કહ્યા. એ ચારે જ્ઞાનો છે તો સ્વભાવના જ અંશ ને સ્વભાવની જ જાત; પણ તે હજી અધૂરા છે ને અધૂરાના આશ્રયે પૂરું જ્ઞાન ખીલતું નથી એટલે પૂર્ણ સ્વભાવનો આશ્રય કરાવવા અપૂર્ણ જ્ઞાનોને વિભાવ કહ્યા છે. પણ જેમ રાગાદિ વિભાવો તો સ્વભાવથી વિરુદ્ધ છે–તેમની જાત જ જુદી છે, તેમ કાંઈ જ્ઞાનની જાત જુદી નથી, જ્ઞાન તો સ્વભાવથી અવિરુદ્ધ જાતનું જ છે જેમ પૂર્ણ પ્રકાશથી ઝળહળતા સૂર્યમાંથી વાદળાંનો વિલય થતાં જે પ્રકાશકિરણો ઝળકે છે તે સૂર્યપ્રકાશનો જ અંશ છે, તેમ જ્ઞાનાવરણાદિ વાદળાં તૂટતાં સમ્યક મતિઋતરૂપ જે જ્ઞાનકિરણો પ્રગટયા તે, કેવળજ્ઞાનના પૂર્ણ પ્રકાશથી ઝળહળતો જે ચૈતન્યસૂર્ય, તેના જ પ્રકાશના અંશો છે. સમ્યક અતિશ્રુતરૂપ જે અંશો છે તે બધાય ચૈતન્યસૂર્યનો જ પ્રકાશ છે. જેમ બીજચંદ્ર વધી વધીને પૂર્ણચંદ્રરૂપ થાય છે તેમ સમ્યક મતિ-શ્રુતજ્ઞાન પણ વધતાં વધતાં કેવળજ્ઞાન થાય છે. જો કે મતિશ્રુતપર્યાય તો પલટી જાય છે, તે પોતે કાંઈ કેવળજ્ઞાનરૂપ થતી નથી, એટલે પર્યાય અપેક્ષાએ તે જ નથી પરંતુ સમ્યક જાતિઅપેક્ષાએ તે જ વધતાં વધતાં કેવળજ્ઞાન થયું એમ કહેવાય છે. પાંચેય જ્ઞાનો સમ્યજ્ઞાનના જ પ્રકાર છે એટલે કેવળજ્ઞાન અને મતિજ્ઞાન બને “સમ્યકપણે સરખાં છે, બંનેની જાત એક છે. જેમ એક જ પિતાના પાંચ પુત્રોમાં કોઈ મોટો હોય, કોઈ નાનો હોય, પણ છે તો બધાય એક જ બાપના દીકરા; તેમ કેવળજ્ઞાનથી માંડીને મતિજ્ઞાન એ પાંચે સમ્યજ્ઞાનો જ્ઞાનસ્વભાવના જ વિશેષો છે, તેમાં કેવળજ્ઞાન એ મોટો મહાન પુત્ર છે ને મતિજ્ઞાનાદિ ભલે નાના છે, તોપણ તે કેવળજ્ઞાનની જ જાત છે. શાસ્ત્રમાં (જયધવલામાં) વીરસેનસ્વામીએ ગણધરને “સર્વજ્ઞપુત્ર' કહ્યા છે, તેમ અહીં કહે છે કે મતિ-શ્રુતજ્ઞાન તે કેવળજ્ઞાનના પુત્ર છે, સર્વજ્ઞતાના અંશ છે. જેમ સિદ્ધ ભગવાનનો પૂર્ણ અતીન્દ્રિય આનંદ ને સમકિતીનો ભૂમિકાયોગ્ય અતીન્દ્રિય આનંદ એ બંને આનંદની એક જ જાત છે. માત્ર પૂરા ને અધૂરાનો જ ભેદ છે પણ જાતમાં તો જરાય ભેદ નથી, એટલે સમકિતીનો આનંદ તે સિદ્ધભગવાનના આનંદનો જ અંશ છે; આનંદની જેમ એનું મતિજ્ઞાન તે પણ કેવળજ્ઞાનનો જ અંશ છે. પૂરા ને અધૂરાનો ભેદ હોવા છતાં બંનેની જાતમાં જરાય ભેદ નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ : અધ્યાત્મ-સંદેશ
ભાઈ, તારું જ્ઞાન એ કેવળજ્ઞાનની જ જાતનું, –પણ કયારે ? કે તું તારા સ્વભાવનું સમ્યગ્નાન કર ત્યારે. હજી તો શુભરાગને મોક્ષનું કારણ માનતો હોય, વ્યવહારના અવલંબને મોક્ષમાર્ગ થવાનું માનતો હોય, જડ દેહની ક્રિયાઓને આત્માની માનતો હોય ને તે ક્રિયાઓથી ધર્મ થવાનું માનતો હોય, તેને તો કહે છે કે ભાઈ, તારું બધુંય જ્ઞાન મિથ્યા છે. હજી તો સર્વજ્ઞે કહેલાં નવતત્ત્વની તને ખબર નથી, સર્વજ્ઞસ્વભાવનો (કેવળજ્ઞાનનો ) તને નિર્ણય નથી ત્યાં તે કેવળજ્ઞાનનો અંશ કેવો હોય તેની ઓળખાણ કયાંથી થાય? મારું આ જ્ઞાન કેવળજ્ઞાનનો અંશ છેએ બરાબર નક્કી કરે એની દ્દષ્ટિ અને જ્ઞાનપરિણતિ તો જ્ઞાનસ્વભાવમાં ઊંડી ઊતરી ગઈ હોય. એ શુભરાગમાં ધર્મ માનીને એમાં જ ન રોકાઈ રહે; એ તો રાગથી કયાંય પાર એવા જ્ઞાનસ્વભાવમાં અંદર પ્રવેશી જાય. આવું જ્ઞાન તે જ કેવળજ્ઞાનની જાતનું થઈને કેવળજ્ઞાનને સાધે છે. સમ્યક્ મતિશ્રુત તે જો કેવળજ્ઞાનની જાતનું ન હોય ને વિજાતીય હોય તો તે કેવળજ્ઞાનને કઈ રીતે સાધી શકે? કેવળજ્ઞાનની જાત હોય તે જ કેવળજ્ઞાનને સાધી શકે. રાગ તે કેવળજ્ઞાનની જાત નથી તેથી તે કેવળજ્ઞાનને સાધી શકતો નથી; મતિ-શ્રુત સમ્યજ્ઞાન તે કેવળજ્ઞાનની જાત છે તેથી અંત૨માં એકાગ્ર થઈને તે કેવળજ્ઞાનને સાધે છે. સમ્યજ્ઞાન જ્યોત પ્રગટી તે કદી બુઝાવાની નથી, એ વધી વધીને કેવળજ્ઞાન લેશે.
જુઓ ભાઈ, આ વાત સૂક્ષ્મ અને ગંભીર તો છે, પરંતુ પોતાના
પરમ હિતની વાત છે એટલે બરાબર ધ્યાન રાખીને ખાસ સમજવા જેવી
છે. ધ્યાન રાખીને અંતરથી સમજવા ધારે તો જરૂર સમજાય તેમ છે. આ કાંઈ દૂર દૂરની કોઈની વાત નથી પણ પોતાના આત્મામાં જે સ્વભાવ વર્તી રહ્યો છે તેની જ આ વાત છે, એટલે ‘આ વાત મારા આત્માની જ છે.' એમ અંતરમાં ડોકિયું કરીને સમજે તો તરત જ સમજાય અને સમજતાં અપૂર્વ આનંદ થાય, એવી આ વાત છે.
પ્રશ્નઃ- છદ્મસ્થજીવ કેવળજ્ઞાનનું સ્વરૂપ કયાંથી સમજી શકે?
ઉત્તર:- છદ્મસ્થ જ્ઞાની પણ કેવળજ્ઞાનનું સ્વરૂપ બરાબર નક્કી કરી શકે છે. એણે જ્ઞાનને સ્વસન્મુખ કરીને સર્વજ્ઞતાના અખંડ સામર્થ્યથી ભરપૂર એવા પોતાના જ્ઞાનસ્વભાવનો જે નિર્ણય કર્યો છે તેમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ પણ સ્પષ્ટ ભાસી ગયું છે. જો કેવળજ્ઞાનને જ ન સમજે તો મોક્ષતત્ત્વને પણ ન સમજે, મોક્ષતત્ત્વને જે ન સમજે તે મોક્ષમાર્ગને પણ ન સમજે,
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૨૫ ને મોક્ષમાર્ગને જે ન સમજે તેને ધર્મ કયાંથી થાય? જેમ કોઈ સજ્જન પાસે એક રૂપીઓ સાચો હોય, ભલે અબજ રૂપીઆ તેની પાસે ન હોય, તેથી શું અબજ રૂપીઆને તે જાણી ન શકે? જેવો મારી પાસે આ રૂપીઓ છે તેવી જ જાતના અબજ રૂપીઆ હોય, એમ તે બરાબર જાણી શકે છે, તેમ સમકિતી મતિ-શ્રુતજ્ઞાની સંત પાસે કેવળજ્ઞાન ભલે પ્રગટ ન હોય, પરંતુ શુદ્ધાત્માની શ્રદ્ધાના બળે જ્ઞાનસ્વભાવનો પણ નિર્ણય કરીને, કેવળજ્ઞાન કેવું હોય એ તેણે બરાબર જાણી લીધું છે, ને એ કેવળજ્ઞાનની જાતનું જ મારું આ સમ્યજ્ઞાન છે-એમ તે નિઃશંક જાણે છે. હજાર પાંખડીવાળા કમળની જે કળી પહેલાં થોડી ખીલી તે જ વધીને પૂરી ખીલે છે, તેમ અનંત પાંખડીવાળું જે ચૈતન્યકમળ તેમાં સમ્યગ્દર્શન થતાં જે મતિધૃતરૂપ થોડી જ્ઞાનકલા ખીલી તે જ કળા સ્વરૂપમાં એકાગ્રતાવડ વધતાં વધતાં કેવળજ્ઞાનરૂપ પૂર્ણકલા ખીલી જશે. આ રીતે સમ્યજ્ઞાનની અપેક્ષાએ મતિ-શ્રુત ને કેવળની જાતિ એક જ છે. આ ચિક્રિમાં જ આગળ જતાં અસહસ્ત્રીનો આધાર આપીને કહ્યું છે કે કેવળજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન પણ સર્વ તત્ત્વને પ્રકાશનાર છે, માત્ર પ્રત્યક્ષ અને પરોક્ષનો જ તેમાં ભેદ છે પરંતુ વસ્તુસ્વરૂપે તેઓ એકબીજાથી અન્ય નથી.
સમ્યગ્દષ્ટિને શુદ્ધાત્માની પ્રતીતરૂપ સભ્યશ્રદ્ધા થઈ છે, સ્વ-પરના યથાર્થ ભેદજ્ઞાન વડે સમ્યક મતિ-શ્રુતજ્ઞાનરૂપ કેવળજ્ઞાનનો અંશ પ્રગટયો છે, હવે એની સાથે તે સમકિતીના પરિણામ કેવા હોય તે બતાવે છે.
એક ક્ષણભરના સ્વાનુભવથી જ્ઞાનીને જે કર્મો તૂટે છે, અજ્ઞાનીને લાખો ઉપાય કરતાં પણ એટલાં કર્મો તૂટતાં નથી. આમ સમ્યકત્વનો અને સ્વાનુભવનો કોઈ અચિંત્ય મહિમા છે. -એમ સમજીને હે જીવ! તેની આરાધનામાં તત્પર થા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહા૨માં ઉપયોગ વખતે પણ ધર્મીને સમ્યક્ત્વધારા ચાલુ છે, તે વખતેય ઉપયોગ ને રાગ ભિન્ન છે
卐
แ
“વળી એ સમ્યગ્દષ્ટિના પરિણામમાં (એ જ્ઞાન) સવિકલ્પ તથા નિર્વિકલ્પરૂપ થઈ બે પ્રકારે પ્રવર્તે છે. ત્યાં જે વિષય-કષાયાદિરૂપ વા પૂજા-દાન-શાસ્ત્રાભ્યાસાદિરૂપ પ્રવર્તે છે તે સવિકલ્પરૂપ જાણવું.'
,,
(પૃ. ૩૪૪)
સૌથી પહેલાં જ્યારે આત્માનુભવ સહિત સમ્યગ્દર્શન પ્રગટે ત્યારે તો નિર્વિકલ્પદશા જ હોય છે, જ્ઞાનનો ઉપયોગ અંતરમાં થંભી ગયો હોય છે. પણ એવી નિર્વિકલ્પદશા લાંબોકાળ ટકતી નથી, એટલે સવિકલ્પદશા આવે છે. આ રીતે સમ્યગ્દષ્ટિના પરિણામ નિર્વિકલ્પ અને સવિકલ્પ એમ બંને દશારૂપ થઈને પ્રવર્તે છે. ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ અનુભવ ન થાય–એવું નથી; તેમજ સમ્યગ્દર્શન થયા પછી વિકલ્પ અને રાગ ન જ હોય–એમ પણ નથી. સમ્યગ્દષ્ટિ-ગૃહસ્થને પણ કોઈકોઈ વાર નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. તેમજ ચોથા-પાંચમા ગુણસ્થાને તેને ભૂમિકાઅનુસાર વિષય-કષાયાદિના અશુભ તથા પૂજા-દાન-શાસ્ત્રસ્વાધ્યાય-ધર્માત્માની સેવા-સાધર્મીનો પ્રેમ-તીર્થયાત્રા વગેરેના શુભપરિણામ પણ આવે છે. એના અશુભપરિણામ ઘણા મંદ પડી ગયા હોય છે, વિષયકષાયોનો પ્રેમ અંતરમાંથી ઊડી ગયો હોય છે, અશુભ વખતેય નકાદિ હલકી ગતિનાં આયુષનું બંધન તો તેને થતું જ નથી. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ઉત્સાહ– ભક્તિ, શાસ્ત્ર પ્રત્યે ભક્તિ, તેનો અભ્યાસ વગેરે શુભપરિણામ વિશેષપણે હોય છે, પરંતુ એનું અંતર તો એ શુભથીયે ઉદાસ છે. એના અંતરમાં તો એક શુદ્ધઆત્મા જ વસ્યો છે.
જ્ઞાનની સાથે વિકલ્પ વર્તે છે એટલે એમ કહ્યું કે જ્ઞાન સવિકલ્પરૂપ થઈને વર્તે છે; પરંતુ ખરેખર કાંઈ જ્ઞાન પોતે વિકલ્પરૂપ થતું નથી. જ્ઞાન તો જ્ઞાનરૂપે જ વર્તે છે, વિકલ્પથી જુદું જ વર્તે છે. જ્ઞાન અને વિકલ્પ એ બંનેનું ભેદજ્ઞાન ધર્મીને સવિકલ્પદશા વખતેય વર્તી રહ્યું છે. પણ એ ભૂમિકામાં
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૨૭ પરિણામની સ્થિતિ કેવી હોય તે અહીં બતાવવું છે. વિષયકષાયના જરા પણ ભાવ હોય ત્યાં સમ્યજ્ઞાન હોય જ નહીં-એમ કોઈ માને તો તે બરાબર નથી. અથવા વિષયકક્ષાના પરિણામ સર્વથા છૂટીને વીતરાગ થાય ત્યારે જ સમ્યજ્ઞાન થાય-એમ કોઈ કહે તો તે પણ બરાબર નથી. હા, એટલું ખરું કે એને વિષયકષાયનો રસ અંતરમાંથી સર્વથા છૂટી જાય, એમાં કયાંય અંશમાત્ર પણ આત્માનું હિત કે સુખ ન લાગે; એટલે એમાં સ્વચ્છેદે તો તે ન જ વર્તે. એ “સદનનિવાસી તદપિ ઉદાસી” હોય છે.
આ રીતે ધર્મીને સમ્યજ્ઞાન સાથે શુભ-અશુભ પરિણામ પણ વર્તતા હોય છે પણ તેથી કાંઈ તેના સમ્યકશ્રદ્ધા જ્ઞાન દુષિત થઈ જતા નથી; જ્ઞાનપરિણામ જુદા છે ને શુભાશુભ પરિણામ જાદા છે, બંનેની ધારા જુદી છે. વિકલ્પ અને જ્ઞાનની ભિન્નતાનું ભાન વિકલ્પ વખતેય ખસતું નથી. ઉપયોગ ભલે પરને જાણવામાં રોકાયો હોય તેથી કાંઈ શ્રદ્ધા કે જ્ઞાન મિથ્યા થઈ જતા નથી. આ રીતે ધર્મીને સવિકલ્પદશા વખતે પણ સમ્યકત્વની ધારા તો એવી ને એવી વસ્તું જ છે.
સવિકલ્પદશા વખતે એટલે કે ઉપયોગ બીજે કયાંક હોય ત્યારે પણ સમકિત કયા પ્રકારે વર્તે છે? એ વાત હવે પ્રશ્નોત્તરથી દષ્ટાંતપૂર્વક સમજાવે છે.
હજારો વર્ષનાં શાસ્ત્રભણતર કરતાં એક ક્ષણનો સ્વાનુભવ વધી જાય છે. જેને ભવસમુદ્રથી તરવું હોય તેણે સ્વાનુભવની વિદ્યા શીખવા જેવી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દષ્ટિની અંદરની દશાનું વર્ણન સવિકલ્પતા કે નિર્વિકલ્પતા બંને વખતે સમ્યકત્વ સરખું છે
“પ્રશ્ન - જ્યાં શુભ-અશુભરૂપ પરિણમતો હોય ત્યાં સમ્યકત્વનું અસ્તિત્વ કેવી રીતે હોય?
સમાધાનઃ- જેમ કોઈ ગુમાસ્તો શેઠના કાર્યમાં પ્રવર્તે છે, તે કાર્યને પોતાનું કાર્ય પણ કહે છે, હર્ષ-વિષાદને પણ પામે છે, એ કાર્યમાં પ્રવર્તતાં તે પોતાની અને શેઠની આપસમાં જુદાઈ પણ સમજતો નથી, પરંતુ તેને એવું અંતરંગ શ્રદ્ધાન છે કે “આ મારું કાર્ય નથી.' એ પ્રમાણે કાર્ય કરનાર તે ગુમાસ્તો “શાહુકાર” છે; પણ તે શેઠના ધનને ચોરી તેને પોતાનું માને તો તે ગુમાસ્તો ચોર જ કહેવાય; તેમ કર્મોદયજનિત શુભાશુભકાર્યનો કર્તા થઈ તદરૂપ પરિણમે તોપણ તે સમ્યગ્દષ્ટિને એવા પ્રકારનું અંતરંગ શ્રદ્ધાન છે કે “આ કાર્ય મારાં નથી. પણ જો દેહાશ્રિત વ્રત-સંયમને પણ પોતાનાં માને તો તે મિથ્યાદષ્ટિ છે. આવી રીતે સવિકલ્પ પરિણામ હોય છે.” (પૃ. ૩૪૪)
શુભાશુભ પરિણામ વખતે પણ ધને શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ હોય છે એ વાત અહીં દષ્ટાંત આપીને સમજાવી છે. સવિકલ્પપણું અને નિર્વિકલ્પપણું તો ઉપયોગની અપેક્ષાએ છે, શ્રદ્ધામાં કાંઈ વિકલ્પ અને નિર્વિકલ્પ એવા ભેદ નથી. અશુભરાગરૂપ સવિકલ્પદશા હો કે શુભરાગરૂપ સવિકલ્પદશા હો, સમ્યકત્વ તો એ બંનેથી પાર શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ વર્તે છે. તે સમ્યગ્દષ્ટિને સ્વાનુભવમાં ઉપયોગ હોય કે બહાર શુભ-અશુભમાં ઉપયોગ હોય, -પરંતુ બંને વખતે તેને સમ્યગ્દર્શન તો એક જ પ્રકારે વર્તે છે. આથી એમ ન સમજી લેવું કે સમકિતી પોતાના ઉપયોગને ગમે તેમ બહાર ભમાવ્યા કરતા હશે. સ્વાનુભવમાં જે આનંદનો સ્વાદ ચાખ્યો છે તેમાં ફરી ફરીને ઉપયોગ જોડવાની ભાવના તેને વર્ત જ છે, તે માટે વારંવાર પ્રયત્ન પણ કરે છે; કેમ કે, શ્રદ્ધા એવી ને એવી હોવા છતાં સ્વાનુભવમાં ઉપયોગ વખતે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૨૯ નિર્વિકલ્પદશામાં અતીન્દ્રિય આનંદનું જે વિશેષ વેદના થાય છે તેવું સવિકલ્પદશામાં નથી હોતું. પણ એવી નિર્વિકલ્પદશા નથી ટકતી ત્યારે શુભ કે અશુભમાં પણ ધર્મીનો ઉપયોગ જોડાય છે. અશુભમાં ઉપયોગ જોડાય ત્યારે સમકિત કાંઈ મેલું નથી થઈ જતું. ઇન્દ્રિય તરફ ઉપયોગ જોડાયો ત્યારે સમકિત જુદું ને અતીન્દ્રિય ઉપયોગ થયો ત્યારે સમકિત જાદુ–એમ કાંઈ સમ્યગ્દર્શનમાં બે ભેદ નથી. પ્રત્યક્ષ-પરોક્ષ એવા ભેદ પણ ઉપયોગમાં છે, સમ્યગ્દર્શનમાં કાંઈ પ્રત્યક્ષ-પરોક્ષપણું નથી; સમ્યગ્દર્શન તો શુદ્ધઆત્માના શ્રદ્ધાનરૂપ જ છે.
શુભ-અશુભવખતે પણ એ શ્રદ્ધાનનું સળંગપણું સમજાવવા અહીં શાહુકાર એટલે કે પ્રમાણિક ગુમાસ્તાનું દષ્ટાંત આપ્યું છે. જેમ પ્રમાણિક મુનીમ પોતાના શેઠના બધા કાર્યો જાણે પોતાના જ હોય એ રીતે કરે છે, વેપારમાં લાભ-નુકશાન થાય ત્યાં હર્ષ-ખેદ કરે છે, આ અમારી દુકાન, આ અમારો માલ એમ કહે છે; એ રીતે શેઠના કાર્યોમાં પરિણામ લગાવવા છતાં અંદરમાં તે સમજે છે કે આમાં મારું કાંઈ નથી, આ બધું પારકું (શેઠનું) છે. તેમ ધર્માત્મા જીવ પણ રાગની ભૂમિકાઅનુસાર વિષય-કષાય-ક્રોધ-માન-વેપારધંધો-રસોઈવગેરે અશુભપ્રવૃત્તિમાં કે પૂજાભક્તિ-દયા-દાન-યાત્રા-સ્વાધ્યાય-સાધર્મીપ્રમ વગેરે શુભપ્રવૃત્તિમાં ઉપયોગને લગાવે છે. છતાં ઉપરોક્ત ગુમાસ્તાની જેમ તે સમજે છે કે આ દાદિનાં કાર્યો કે આ રાગાદિનાં ભાવો તે ખરેખર મારાં નથી, મારા સ્વરૂપની એ ચીજ નથી. તે રાગાદિ વખતે તેમાં તદ્રુપપણે આત્મા પરિણમ્યો છે, અર્થાત્ આત્માની જ તે પર્યાય છે, પરંતુ શુદ્ધસ્વભાવ પોતે તે રાગરૂપ થઈ ગયો નથી. જો આવું શુદ્ધાત્માનું શ્રદ્ધાન ન રાખે ને રાગાદિને કે દેહાદિની ક્રિયાને ખરેખર પોતાનું સ્વરૂપ માને તો તે જીવ મિથ્યાદષ્ટિ છે. જેમ ગુમાસ્તો જ શેઠની વસ્તુને ખરેખર પોતાની જ સમજીને પોતાના ઘરે ઉપાડી જાય તો તે પ્રમાણિક ન કહેવાય પણ ચોર કહેવાય; તેમ પારકી એવી દેહાભિક્રિયાને કે પારકા એવા રાગાદિ ભાવોને જે ખરેખર પોતાના માનીને તેને પોતાનું સ્વરૂપ જ સમજી લ્ય તે જીવ મિથ્યાદષ્ટિ છે. આ મારું નથી, આ શેઠનું છે” એમ ગુમાસ્તાને કાંઈ સદાય ગોખવું નથી પડતું, દરેક કાર્ય વખતે એને એ પ્રતીત અંદર વર્યા જ કરે છે, તેમ “આ શરીર મારું નથી. આ રાગ મારો નથી, હું શુદ્ધાત્મા છું' એમ ધર્મીને કાંઈ સદાય ગોખવું નથી પડતું, દરેક ક્ષણે-શુભાશુભ વખતે પણ એને સમસ્ત પરદ્રવ્યો અને સમસ્ત પરભાવોથી ભિન્ન શુદ્ધાત્માની જે પ્રતીત થઈ છે તે વર્યા જ કરે છે.
જુઓ, આ સમ્યગ્દષ્ટિની અંદરની દશા ! સમ્યકત્વની કેવી સરસ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩) : અધ્યાત્મ-સંદેશ ચર્ચા કરી છે! અહા, ધન્ય છે તે સાધર્મીઓને કે જેઓ આવી સ્વાનુભવની ચર્ચા કરે છે. સ્વ-પરનું યથાર્થ ભેદજ્ઞાન કહો, તત્ત્વાર્થશ્રદ્ધાન કહો, ભૂતાર્થનો આશ્રય કહો, શુદ્ધનય કહો કે શુદ્ધાત્મશ્રદ્ધાન કહો, તે નિશ્ચય સમ્યકત્વ છે. આવી દશા પ્રગટયા વગરનો જીવ, ભલે જૈનધર્મના જ દેવ-ગુરુ-શાસ્ત્રને માનતો હોય ને અન્ય કુવાદિને માનતો ન હોય તોપણ, તેને સમ્યકત્વી કહેતા નથી, ધર્મી કહેતા નથી, માટે વપરના યથાર્થ ભેદજ્ઞાનપૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાન કરીને સ્વાનુભવસહિત શુદ્ધાત્મશ્રદ્ધાન કરવું, તે જ સમ્યકત્વ છે, તે જ મોક્ષમાર્ગનું પહેલું રત્ન છે, ને તે જ પહેલો ધર્મ છે. પ્રસન્ન થઈને આત્માની પ્રીતિપૂર્વક આવા સમ્યકત્વાદિની વાત ઉત્સાહથી સાંભળે તે પણ મહાન ભાગ્યશાળી છે, તેમાં ઊંચી જાતના પુણ્ય બંધાય છે, અને આ વાત સમજીને અંતરમાં પરિણમાવે તે તો અપૂર્વ કલ્યાણને પામે છે ને નિયમથી અલ્પકાળમાં મોક્ષ પામે છે. આવા અધ્યાત્મના રસીલા જીવો હંમેશા વિરલા જ હોય છે.
સમ્યગ્દષ્ટિના સ્વરૂપની ઓળખાણ પણ જગતને દુર્લભ છે. સમ્યગ્દષ્ટિએ શુદ્ધાત્માને પ્રતીતમાં લઈને પોતાનું પ્રયોજન સાધ્યું છે, મતિ-શ્રુતજ્ઞાનને આત્મજ્ઞાન દ્વારા સમ્યક કર્યા છે, એટલે તે જે કાંઈ જાણે તે બધું સમ્યજ્ઞાન જ છે. તેનું જ્ઞાન પદાર્થોને વિપરીતપણે સાધતું નથી. પોતાનું મોક્ષમાર્ગ સાધવાનું જે પ્રયોજન છે તે અન્યથા થતું નથી. અહો, આભાસંબંધી જ્ઞાનમાં જ્યાં ભૂલ નથી ત્યાં બહારના જાણપણાની ભૂલ કાંઈ મોક્ષમાર્ગ સાધવામાં નડતી નથી. આત્માને જાણ્યો ત્યાં બધુય જ્ઞાન સમ્યક્ થઈ ગયું. મિથ્યાદષ્ટિને બહારનું કંઈક જાણપણું ભલે હો પરંતુ તેનું તે બાહ્યજ્ઞાન મોક્ષમાર્ગરૂપ નિજપ્રયોજનને સાધતું નથી તેથી તેને મિથ્યાજ્ઞાન જ કહીએ છીએ. આ રીતે જ્ઞાનમાં “સમ્યક” અને “મિથ્યા' એવા બે પ્રકાર નિજ-પ્રયોજનને સાધવા-ન સાધવાની અપેક્ષાએ સમજવા. જાઓ, આ જ્ઞાનનું પ્રયોજન. શુદ્ધાત્મારૂપ પ્રયોજન વગરનું બધુંય જાણપણું થોથાં છે, મોક્ષમાર્ગમાં તેની કાંઈ ગણતરી નથી.
વળી એમ કહ્યું કે, સમ્યકપણાની અપેક્ષાએ કેવળજ્ઞાન અને મતિ શ્રુતજ્ઞાનની જાત એક છે. મતિશ્રુતજ્ઞાનને કેવળજ્ઞાનનો અંશ કહ્યો છે. સમ્યગ્દષ્ટિને તે જ્ઞાન વધતાં વધતાં કેવળજ્ઞાન થાય છે. મિથ્યાજ્ઞાન પલટીને યથાર્થ તત્ત્વશ્રદ્ધાન સહિત જે સમ્યજ્ઞાન થયું તેનો અચિંત્ય મહિમા છે, તે જ્ઞાન મોક્ષને સાધે છે.
હવે સમ્યગ્દષ્ટિને આવા મતિ-શ્રુતજ્ઞાન જ્યારે સ્વાનુભવમાં પ્રવર્તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૩૧ ત્યારે તો નિર્વિકલ્પતા હોય છે, અને જ્યારે બહારના શુભાશુભકાર્યોમાં પ્રવર્તે ત્યારે સવિકલ્પતા હોય છે. પરંતુ સવિકલ્પતા હો કે નિર્વિકલ્પતા હો-સમ્યગ્દર્શન તો બંને વખતે એવું ને એવું વર્તે છે. કોઈ એમ નથી કે નિર્વિકલ્પતા વખતે સમ્યગ્દર્શન વધુ નિર્મળ થઈ જાય ને સવિકલ્પતા વખતે તે મલિન થઈ જાય. કોઈને સવિકલ્પતા હોય છતાં ક્ષાયિક સમ્યકત્વ વર્તતું હોય. કોઈને નિર્વિકલ્પતા હોવા છતાં ક્ષાયોપથમિક સમ્યકત્વ વર્તતું હોય. એટલે સમકિતની નિર્મળતાનું કે નિશ્ચય-વ્યવહારનું માપ સવિકલ્પતા-નિર્વિકલ્પતા ઉપરથી નથી થતું. હા, એમાં એટલો નિયમ ખરો કે સમ્યકત્વની ઉત્પત્તિના કાળે નિર્વિકલ્પઅનુભૂતિ હોય જ, અને મિથ્યાષ્ટિને તો નિર્વિકલ્પ અનુભૂતિ કદી હોઈ શકે નહિ. પરંતુ સમ્યગ્દષ્ટિને નિર્વિકલ્પ ઉપયોગ સદાય રહે એવું એ બંનેનું સદાય અવિનાભાવીપણું નથી.
અહીં એ પ્રશ્ન સમજાવે છે કે શુભ-અશુભમાં ઉપયોગ વર્તતો હોય ત્યારે સમ્યકત્વનું અસ્તિત્વ કઈ રીતે હોય?–ભાઈ જી! સમકિત એ કાંઈ ઉપયોગ નથી, સમકિત એ તો પ્રતીતિ છે. શુભાશુભમાં ઉપયોગ વર્તતો હોય ત્યારે પણ શુદ્ધાત્માનું અંતરંગશ્રદ્ધાન તો ધર્મીને એવું ને એવું વર્તે છે; સ્વ-પરનું જે ભેદવિજ્ઞાન થયું છે તે તો તે વખતે પણ વર્તી જ રહ્યું છે. આ શુભ-અશુભ મારો સ્વભાવ નથી, હું તો શુદ્ધ ચૈતન્યસ્વભાવ જ છું-એવી નિશ્ચય અંતરંગશ્રદ્ધા ધર્મીને શુભ-અશુભ વખતેય ખસતી નથી. જેમ ગુમાસ્તો શેઠના કાર્યોમાં પ્રવર્તે છે, નફો-નુકશાન થતાં હર્ષ-વિષાદ પણ પામે છે, છતાં અંતરમાં ભાન છે કે આ નફા-નુકશાનનો સ્વામી હું નથી. જો શેઠની મિલક્તને ખરેખર પોતાની માની લ્ય તો તો ચોર કહેવાય. તેમ ધર્માત્માનો ઉપયોગ શુભ-અશુભમાં ય જાય છે, શુભઅશુભરૂપે પરિણમે છે, તોપણ અંતરમાં તે જ વખતે તેને શ્રદ્ધાન છે કે આ કાર્ય મારાં નથી, તેનો સ્વામી હું નથી; શુદ્ધઉપયોગ વખતે જેવી પ્રતીત વર્તતી હતી, અશુભ ઉપયોગ વખતે પણ એવી જ પ્રતીત શુદ્ધાત્માની વર્તે છે. એટલે તેને શુભ-અશુભ વખતેય સમ્યકત્વમાં બાધા આવતી નથી. જો પરભાવોને પોતાના માને કે દેહાદિ પર દ્રવ્યની ક્રિયાને પોતાની માને-તો તત્ત્વશ્રદ્ધાનમાં વિપરીતતા થાય એટલે મિથ્યાત્વ થાય.
વળી, નિર્વિકલ્પતા વખતે નિશ્ચયસમ્યકત્વ, ને સવિકલ્પતા વખતે વ્યવહારસમ્યકત્વ-એમપણ નથી. ચોથા ગુણસ્થાને મિથ્યાત્વને નષ્ટ કરીને નિર્વિકલ્પ સ્વાનુભૂતિપૂર્વક શુદ્ધાત્મપ્રતીતરૂપ જે સમ્યગ્દર્શન પ્રગટયું છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે; અને આ નિશ્ચય સમ્યગ્દર્શન સવિકલ્પ કે નિર્વિકલ્પ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર : અધ્યાત્મ-સંદેશ બંન્ને દશા વખતે એકસરખું જ છે. સ્વાનુભવ વખતે તો નિર્વિકલ્પતા હોય છે. સમ્યગ્દષ્ટિને જ્યારે સમ્યગ્દર્શન પ્રગટયું ત્યારે તો સ્વાનુભવ અને નિર્વિકલ્પતા થઈ, પણ તે નિર્વિકલ્પ-સ્વાનુભવમાં સદાકાળ રહી શકે નહિ, નિર્વિકલ્પ દશા લાંબો કાળ ટકે નહિ; પછી સવિકલ્પદશામાં આવતાં શુભ કે અશુભમાં ઉપયોગ જોડાય. અને શુદ્ધાત્મપ્રતીત તો તે વખતેય ચાલુ જ રહે. –આવી સમકિતી મહાત્માની સ્થિતિ છે. પોતાના શુદ્ધ આત્મભાવ સિવાય બીજા કોઈના સ્વામીત્વપણે તે કદી પરિણમતા નથી.
ધર્મીને શુભભાવ વખતે પણ સમ્યકત્વ હોય છે એમ કહ્યું, તેથી એમ ન સમજી જવું કે તે શુભભાવ કરતાં કરતાં સમ્યકત્વ થઈ જશે. જો તે શુભભાવને સ્વભાવની ચીજ માનીને તેનું સ્વામીત્વ કરે અથવા તે શુભભાવને સમ્યકત્વનું કારણ માને તો તે જીવને શુભની સાથે સમ્યકત્વ નથી હોતું, પણ શુભની સાથે મિથ્યાત્વ હોય છે. શુભ વખતે જેને શુભથી રહિત એવા શુદ્ધાત્માની શ્રદ્ધા વર્તે છે તે જ સમ્યગ્દષ્ટિ છે.
સમ્યગ્દર્શન થયા પછી જો શુભ-અશુભ પરિણામ થાય જ નહિ તો તરત જ વીતરાગતા ને કેવળજ્ઞાન થઈ જાય. પણ એમ બધાને બનતું નથી. સમ્યગ્દર્શન પછી પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં પૂર્ણ લીનતા ન થાય ત્યાંસુધી પોતાના ચારિત્રની નબળાઈને લીધે ધર્મીને શુભઅશુભભાવરૂપ પરિણમન થાય છે. ધર્મી એને પોતાનો સ્વભાવ પણ જાણતો નથી તેમજ કર્મ તે કરાવ્યા છે એમ પણ માનતો નથી, પોતાના ગુણનું પરિણમન એટલું ઓછું છે એટલે તે પોતાની જ પરિણતિનો અપરાધ છે-એમ તે સમજે છે. આ રીતે સમ્યકપ્રતીતિરૂપ સમ્યગ્દર્શન તેને વર્તે છે.
આ રીતે સમ્યગ્દષ્ટિની સવિકલ્પદશા બતાવી અને તે સવિકલ્પદશામાં સમ્યકત્વ હોય છે એ સમજાવ્યું. હવે તે સમ્યગ્દષ્ટિ સવિકલ્પતામાંથી ફરીને નિર્વિકલ્પ કઈ રીતે થાય છે-તે બતાવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્વિકલ્પ-સ્વાનુભૂતિ થવાનું સુંદર વર્ણન સ્વરૂપના ચિંતનમાં આનંદતરંગ ઊઠે છે.... રોમાંચ થાય છે
હુવે સવિકલ્પકાર વડે નિર્વિકલ્પપરિણામ થવાનું વિધાન કહીએ છીએઃ તે સમ્યગ્દષ્ટિ કદાચિત સ્વરૂપધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે, ત્યાં પ્રથમ સ્વ-પર સ્વરૂપનું ભેદવિજ્ઞાન કરે; નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ રહિત ચૈતન્યચિચમત્કારમાત્ર પોતાનું સ્વરૂપ જાણે, પછી પરનો વિચાર પણ છૂટી જાય અને કેવળ સ્વાત્મવિચાર જ રહે છે, ત્યાં નિજસ્વરૂપમાં અનેક પ્રકારની અહંબુદ્ધિ ધારે છે, “હું ચિદાનંદ છું, શુદ્ધ છું, સિદ્ધ છું' ઇત્યાદિ વિચાર થતાં સહજ જ આનંદતરંગ ઊઠે છે, રોમાંચ થાય છે; ત્યારપછી એવા વિચારો પણ છૂટી જાય અને સ્વરૂપ કેવળ ચિન્માત્રરૂપ ભાસવા લાગે, ત્યાં સર્વ પરિણામ તે રૂપ વિષે એકાગ્ર થઈ પ્રવર્તે દર્શનજ્ઞાનાદિકના વા નય-પ્રમાણાદિના વિચાર પણ વિલય થઈ જાય. સવિકલ્પ-ચૈતન્યસ્વરૂપ વડે જે નિશ્ચય કર્યો હતો તેમાં જ વ્યાપ્યવ્યાપકરૂપ થઈ એવો પ્રવર્તે કે જ્યાં ધ્યેયપણું દૂર થઈ જાય. અને આવી દશાનું નામ નિર્વિકલ્પઅનુભવ છે.”
જુઓ, આ સ્વાનુભવની અલૌકિક ચર્ચા. અહીં તો એકવાર જેને સ્વાનુભવ થયો હોય ને ફરીને તે નિર્વિકલ્પ-સ્વાનુભવ કરે તેની વાત કરી; પરંતુ પહેલીવાર જે નિર્વિકલ્પ-સ્વાનુભવનો ઉદ્યમ કરે છે તે પણ આ જ પ્રકારે ભેદજ્ઞાન અને સ્વરૂપચિંતનના અભ્યાસદ્ધારા પરિણામને નિજસ્વરૂપમાં તલ્લીન કરીને સ્વાનુભવ કરે છે. આ નિર્વિકલ્પ અનુભવ વખતે આત્મા પોતે પોતામાં વ્યાપ્ય-વ્યાપકપણે એવો તલ્લીન વર્તે છે, એટલે કે દ્રવ્ય-ગુણ-પર્યાયની એવી એકતા થાય છે, કે ધ્યાતા–ધ્યેયના ભેદ પણ તેમાં રહેતા નથી; આત્મા પોતે પોતામાં લીન થઈને પોતાનો સ્વાનુભવ કરે છે. સ્વાનુભવના પરમ આનંદનો ભોગવટો છે પણ તેનો વિકલ્પ નથી. એક વાર આવો નિર્વિકલ્પ-અનુભવ જેને થયો હોય તેને જ નિશ્ચય સમ્યકત્વ જાણવું. એ અનુભવની રીત અહીં બતાવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ : અધ્યાત્મ-સંદેશ
અહીં સમ્યગ્દષ્ટિ કઈ રીતે નિર્વિકલ્પઅનુભવ કરે છે તે બતાવ્યું છે, તેમના ઉદાહરણ પ્રમાણે બીજા જીવોને પણ નિર્વિકલ્પઅનુભવ કરવાનો એ જ ઉપાય છે–એમ સમજી લેવું.
સમ્યગ્દષ્ટિને શુભાશુભ વખતે સવિકલ્પદશામાં સમ્યક્ત્વ કયા પ્રકારે વર્તતું હોય છે તે સમજાવ્યું; હવે કહે છે કે ‘તે સમ્યગ્દષ્ટિ કદાચિત સ્વરૂપધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે'–ચોથા ગુણસ્થાને કાંઈ સમ્યગ્દષ્ટિને વારંવાર સ્વરૂપધ્યાન નથી હોતું, પણ કયારેક શુભાશુભ પ્રવૃત્તિથી દૂર થઈ, શાંતપરિણામ વડે સ્વરૂપનું ધ્યાન કરવાનો ઉદ્યમ કરે છે, જે સ્વરૂપનો અપૂર્વ સ્વાદ સ્વાનુભવમાં ચાખ્યો છે તેને ફરીફરી અનુભવવા માટે તે ઉદ્યમ કરે છે. ત્યારે પ્રથમ તો સ્વ-પરના સ્વરૂપનું ભેદવિજ્ઞાન કરે એટલે કે પહેલાં જે ભેદજ્ઞાન કરેલું છે તેને ફરી ચિંતનમાં લ્યે; આ સ્થૂલ જડ દેાદિ તો મારાથી સ્પષ્ટ ભિન્ન છે, તેના કારણરૂપ અંદરના સૂક્ષ્મ દ્રવ્યકર્મો તે પણ આત્મસ્વરૂપથી અત્યંત જુદા છે, બંનેની જાત જ જુદી છે; હું ચૈતન્ય ને એ જડ, હું પરમાત્મા ને એ ૫૨માણુ-એમ બંનેની ભિન્નતા છે, ને ભિન્નતા હોવાથી તે કર્મ મારું કાંઈ કરે નહિ. હવે અંદર આત્માની પર્યાયમાં ઊપજતા જે રાગ-દ્વેષ-ક્રોધાદિ ભાવકર્મો તેનાથી પણ મારું સ્વરૂપ અત્યંત જુદું છે; મારા જ્ઞાનસ્વરૂપની ને એ રાગાદિ પરભાવોની જાત જુદી છે; રાગનું વેદન તો આકુળતારૂપ છે ને જ્ઞાનનું વેદન તો શાંતિમય છે. –આમ ઘણા પ્રકારે દ્રવ્યકર્મ-નોકર્મ ને ભાવકર્મથી પોતાના સ્વરૂપની ભિન્નતાને ચિંતવે; એ બધાયથી ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર જ હું છું-એમ વિચારે. જીઓ, આવા વસ્તુસ્વરૂપના નિર્ણયમાં જ જેની ભૂલ હોય તેને તો સ્વરૂપના ધ્યાનનો સાચો ઉધમ ઉપડે નહિ. કેમકે જેનું ધ્યાન કરવાનું છે તેને પહેલાં ઓળખવું તો જોઈએ ને! ઓળખ્યા વગર ધ્યાન કોનું? એ પ્રમાણે સ્વ-૫૨ની ભિન્નતાના વિચારથી પરિણામને જરાક સ્થિર કરે પછી પરના વિચાર છૂટીને કેવળ નિજસ્વરૂપના જ વિચાર રહે. જે સ્વરૂપ પહેલાં અનુભવ્યું છે અથવા જે સ્વરૂપ નિર્ણયમાં લીધું છે તેનો અત્યંત મહિમા લાવી લાવીને તેના વિચારમાં મનને એકાગ્ર કરે છે. પરદ્રવ્યોમાંથી ને પરભાવોમાંથી તો અહંબુદ્ધિ છોડી છે ને નિજસ્વરૂપને જ પોતાનું જાણીને તેમાં જ અહંબુદ્ધિ કરી છે. હું ચિદાનંદ છું, હું શુદ્ધ છું, હું સિદ્ધ છું, હું સહજસુખસ્વરૂપ છું, અનંત શક્તિનો નિધાન હું છું, સર્વજ્ઞસ્વભાવી હું છું'−ઇત્યાદિ પ્રકારે પોતાના નિજસ્વરૂપમાં જ અ ંબુદ્ધિ કરી કરીને તેને ચિંતવે છે. નિયમસારમાં પ્રભુ કુંદકુંદસ્વામી કહે છે કે
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૩૫
કેવલદશ, કેવલવી૨જ, કૈવલ્યજ્ઞાનસ્વભાવી છે, વળી સૌખ્યમય છે જે તે હું, –એમ જ્ઞાની ચિંતવે. (૯૬) નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે, જાણે-જીએ જે સર્વ તે હું–એમ જ્ઞાની ચિંતવે. (૯૭)
-આવા નિજઆત્માની ભાવના કરવાની મુમુક્ષુને શિખામણ આપી છે. ને કહ્યું છે કે આવી ભાવનાના અભ્યાસથી મધ્યસ્થતા થાય છે, એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ આવી નિજાત્મભાવનાથી પ્રગટે છે. સમ્યગ્દર્શન થયા પછી, તેમ જ સમ્યગ્દર્શન કરવા માટે પણ આવી જ ભાવના અને આવું ચિંતવન કર્તવ્ય છે. ‘સહજ શુદ્ધાત્માની અનુભૂતિ એટલો જ હું છું, મારા સ્વસંવેદનમાં આવું છું એ જ હું છું' ’-આવા સમ્યક્ ચિંતનમાં સહજ જ આનંદતરંગ ઊઠે છે ને રોમાંચ થાય છે......
જુઓ તો ખરા, આમાં ચૈતન્યની અનુભૂતિનો કેટલો રસ ઘૂંટાય છે! ઉપર કહ્યું ત્યાંસુધી તો હજી સવિકલ્પદશા છે. આ ચિંતનમાં ‘ આનંદતરંગ ઊઠે છે' તે હજી નિર્વિકલ્પઅનુભૂતિનો આનંદ નથી, પણ સ્વભાવ તરફના ઉલ્લાસનો આનંદ છે, શાંત પરિણામનો આનંદ છે; અને તેમાં સ્વભાવ તરફના અતિશય પ્રેમને લીધે રોમાંચ થાય છે. રોમાંચ એટલે વિશેષ ઉલ્લાસ; સ્વભાવ તરફનો વિશેષ ઉત્સાહ; જેમ સંસારમાં ભયનો કે આનંદનો કોઈ વિશિષ્ટ ખાસ પ્રસંગ બનતાં રોમરોમ ઉલ્લુસી જાય છે તેને રોમાંચ થયો કહેવાય, તેમ અહીં સ્વભાવના નિર્વિકલ્પ અનુભવના ખાસ પ્રસંગે ધર્મીને આત્માના અસંખ્યપ્રદેશે સ્વભાવના અપૂર્વ ઉલ્લાસનો રોમાંચ થાય છે. પછી ચૈતન્યસ્વભાવના રસની ઉગ્રતા વડે એ વિચારો (વિકલ્પો) પણ છૂટી જાય ને પરિણામ અંતર્મગ્ન થતાં કેવળ ચિન્માત્રસ્વરૂપ ભાસવા લાગે, એટલે કે બધા પરિણામ સ્વરૂપમાં એકાગ્ર થઈને વર્તે, ઉપયોગ સ્વાનુભવમાં પ્રવર્તે, ત્યારે નિર્વિકલ્પ આનંદદશા અનુભવાય છે. ત્યાં દર્શન-જ્ઞાન-ચારિત્ર સંબંધી કે નયપ્રમાણ વગેરે સંબંધી કોઈ વિચાર હોતો નથી, સર્વે વિકલ્પો વિલય પામે છે. અહીં સ્વરૂપમાં જ વ્યાપ્ય-વ્યાપકતા છે એટલે દ્રવ્ય ગુણ-પર્યાય ત્રણે એકમેક-એકાકાર અભેદપણે અનુભવાય છે. અનુભવ કરનારી પર્યાય સ્વરૂપમાં વ્યાપી ગઈ છે, જુદી રહેતી નથી. પરભાવો અનુભવથી બહાર રહી ગયા પછી નિર્મળ પર્યાય તો અનુભૂતિમાં ભેગી ભળી ગઈ.
પહેલાં વિચારદશામાં જ્ઞાને જે સ્વરૂપ લક્ષમાં લીધું હતું, તે સ્વરૂપમાં જ્ઞાનનો ઉપયોગ જોડાઈ ગયો, ને વચ્ચેનો વિકલ્પ નીકળી ગયો, એકલું જ્ઞાન
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ : અધ્યાત્મ-સંદેશ રહી ગયું એટલે અતીન્દ્રિય નિર્વિકલ્પ-અનુભૂતિ થઈ, પરમ આનંદ થયો. આવી અનુભૂતિમાં પ્રતિક્રમણ, સામાયિક, પ્રત્યાખ્યાન વગેરે બધા ધર્મો સમાઈ જાય છે. આ અનુભૂતિને જ જૈનશાસન કહ્યું છે, એ જ વીતરાગમાર્ગ છે, એ જ જૈનધર્મ છે, એ જ શ્રુતનો સાર છે, સંતોની ને આગમની એ જ આજ્ઞા છે. શુદ્ધાત્મ-અનુભૂતિનો અપાર મહિમા છે તે કયાંસુધી કહીએ? જાતે અનુભૂતિ કરે એને એની ખબર પડે.
આ કોની વાત છે? ગૃહસ્થ સમકિતીની વાત છે. જે હજી ઘરકુટુંબ-પરિવાર વચ્ચે રહેલો છે, વેપાર-ધંધા-રસોઈ વગેરેના ભાવ કરે છે ને અંદર એ બધાથી ભિન્ન શુદ્ધાત્માને પણ જાણ્યો છે, તે જીવ ઉદ્યમ વડે બહારથી પરિણામને પાછા ખેંચીને, ઉપયોગને નિજસ્વરૂપમાં જોડ છે ને નિર્વિકલ્પ અનુભવ કરે છે તેની આ વાત છે. આવો અનુભવ ચારગતિના જીવોને (તિર્યંચ અને નરકને પણ) થઈ શકે છે. પહેલાં જેણે સાચો તત્ત્વનિર્ણય કર્યો હોય, વીતરાગી દેવ-ગુરુ-ધર્મની ઓળખાણ કરી હોય, નવતત્ત્વમાં વિપરીતતા દૂર કરી હોય, પર્યાયમાં આસ્રવ-બંધરૂપ વિકાર છે, શુદ્ધ દ્રવ્યના આશ્રયે એ ટળીને શુદ્ધાત્મઅનુભૂતિથી સંવરનિર્જરારૂપ શુદ્ધદશા પ્રગટે છે, –આમ અનેકાંતવડે દ્રવ્ય-પર્યાય બધા પડખાના જ્ઞાનપૂર્વક શુદ્ધ અનુભવ થાય છે. અન્ય લોકો જે શુદ્ધ અનુભવની વાત કરે છે તેમાં અને જૈનના શુદ્ધઅનુભવમાં મોટો ફેર છે; અન્ય લોકો તો, પર્યાયમાં અશુદ્ધતા હતી ને શુદ્ધતા થઈ એના સ્વીકાર વગર એકાંત શુદ્ધ-શુદ્ધની વાત કરે છે પણ એવો (શુદ્ધ પર્યાય વિનાનો) શુદ્ધ અનુભવ હોય નહિ. જૈનનો શુદ્ધઅનુભવ તો શુદ્ધ-પર્યાયના સ્વીકાર સહિત છે. પહેલાં અશુદ્ધતા હતી તે ટળીને શુદ્ધપર્યાય થઈ તેને જો ના સ્વીકારે તો શુદ્ધતાનો અનુભવ કર્યો કોણે? ને એ અનુભવનું ફળ શેમાં આવ્યું? દ્રવ્ય અને પર્યાય એ બંનેના સ્વીકારરૂપ અનેકાંત વગર અનુભવ, અનુભવનું ફળ એ કાંઈ બની શકતું નથી. પર્યાય અંતર્મુખ થઈને જ્યારે શુદ્ધસ્વભાવનું આરાધન-સેવન-ધ્યાન કરે ત્યારે જ શુદ્ધઅનુભવ થાય છે.
આ શુદ્ધ અનુભવ એટલે કે નિર્વિકલ્પ અનુભવ શું ચીજ છે ને કેવી એ અંતરદશા છે! એ જિજ્ઞાસુએ લક્ષગત કરવા જેવું છે. અહીં, નિર્વિકલ્પ અનુભવનું પૂરું કથન કરવાની વાણીમાં તાકાત નથી; જ્ઞાનમાં એને જાણવાની તાકાત છે, અંદર વેદનમાં આવે છે, પણ વાણીમાં એ પૂરું આવતું નથી, જ્ઞાનીની વાણીમાં એના માત્ર ઇશારા આવે છે. અરે, જે વિકલ્પને પણ ગમ્ય થતો નથી એવો નિર્વિકલ્પ અનુભવ વાણીથી કઈ રીતે ગમ્ય થાય? એ તો સ્વાનુભવગમ્ય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૩૭ એક સજ્જન સાકરનો મીઠો સ્વાદ લેતો હોય ત્યાં કોઈ બીજો માણસ જિજ્ઞાસાપૂર્વક એ સાકર ખાનારને જાએ કે તેની પાસેથી સાકરના મીઠા સ્વાદનું વર્ણન સાંભળે તેથી કાંઈ તેના મોઢામાં સાકરનો સ્વાદ આવી જાય નહિ; જાતે સાકરની કટકી લઈને મોઢામાં મુકીને ઓગાળે ત્યારે તેને સાકરના મીઠા સ્વાદનો અનુભવ થાય છે; તેમ કોઈ સજ્જન એટલે કે સંત ધર્માત્મા-સમ્યગ્દષ્ટિ નિર્વિકલ્પ સ્વાનુભવમાં અતીન્દ્રિય આનંદનો મીઠો સ્વાદ લેતા હોય ત્યાં બીજા જીવો જિજ્ઞાસાપૂર્વક એ અનુભવી ધર્માત્માને દેખે ને તેમની પાસેથી પ્રેમપૂર્વક એ અનુભવનું વર્ણન સાંભળે તેથી કાંઈ તેને નિર્વિકલ્પ અનુભૂતિનો સ્વાદ આવી જાય નહિ, એ જીવ પોતે શુદ્ધાત્માને લક્ષમાં લઈ એને જ મુખ્ય કરી જ્યારે અંતર્મુખ ઉપયોગ વડે સ્વાનુભવ કરે ત્યારે જ તેને શુદ્ધાત્માના નિર્વિકલ્પ અનુભવના અતીન્દ્રિય આનંદનો સ્વાદ વેદનમાં આવે છે. આવો સ્વાનુભવ થતાં સમ્યગ્દષ્ટિ જાણે છે કે અહા, મારી વસ્તુ મને પ્રાપ્ત થઈ. મારામાં જ રહેલી મારી વસ્તુને હું ભૂલી ગયો હતો તે ધર્માત્મા ગુરુઓના અનુગ્રહથી મને પ્રાપ્ત થઈ. પોતાની વસ્તુ પોતામાં જ છે, એ નિજધ્યાન વડે પ્રાપ્ત થાય છે, બહારના કોઈ રાગાદિ ભાવ વડે તે પ્રાપ્ત થતી નથી એટલે કે અનુભવમાં આવતી નથી. સવિકલ્પઢાર વડે નિર્વિકલ્પમાં આવ્યો-એમ ઉપચારથી કહેવાય છે. સ્વરૂપના અનુભવનો ઉધમ કરતાં કરતાં પ્રથમ તેના સવિકલ્પ વિચારની ધારા ઊપડે છે, તેમાં સૂક્ષ્મ રાગ અને વિકલ્પો હોય છે, પણ તે રાગને કે વિકલ્પને સાધન બનાવીને કાંઈ સ્વાનુભવમાં પહોંચાતું નથી, રાગને અને વિકલ્પોને ઓળંગીને સીધો આત્મસ્વભાવને અવલંબીને તેને જ સાધન બનાવે ત્યારે જ આત્માનો નિર્વિકલ્પ સ્વાનુભવ થાય છે; ને ત્યારે જ જીવ કૃતકૃત્ય થાય છે. શાસ્ત્રોએ એનો અપાર મહિમા ગાયો છે.
સવિકલ્પમાંથી નિર્વિકલ્પ અનુભવ થવાની જે વાત કરી તે સંબંધમાં હવે શાસ્ત્રાધાર આપીને સ્પષ્ટ કરે છેઃ
હો, આ તો ખરેખરી પ્રયોજનભૂત, સ્વાનુભવની ઉત્તમ વાત છે. સ્વાનુભવની આવી સરસ વાર્તા પણ મહાભાગ્યે જ સાંભળવા મળે છે, ને એ અનુભવદશાની તો શી વાત !
મોક્ષમાર્ગનું ઉદ્દઘાટન નિર્વિકલ્પ-સ્વાનુભવ વડે થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વાનુભવ તરફ ઢળતી વિચારધારા સ્વાનુભવ એ જ આરાધનાનો ખરો સમય છે
મોટા નયચક્રગ્રંથમાં પણ એમ જ કહ્યું છે; યથા
तच्चाणेसणकाले समयं बुज्झेहि जुत्तिमग्गेण। णो आराहणसमये पच्चक्खो अणुहवो जम्हा।। २६६ ।।
તત્ત્વનાઅવલોકનકાળ સમય અર્થાત્ શુદ્ધાત્માને યુક્તિમાર્ગથી અર્થાત્ નય-પ્રમાણ વડે પહેલાં જાણે, ત્યાર પછી આરાધનસમયે એટલે કે અનુભવનના કાળે તે નય-પ્રમાણ નથી; કેમ કે ત્યાં પ્રત્યક્ષ અનુભવ છે;-જેમ રત્નની ખરીદી વખતે તો અનેક વિકલ્પ કરે છે, પણ તે પ્રત્યક્ષ પહેરીએ ત્યારે વિકલ્પ નથી, પહેરવાનું સુખ જ છે.'
જાઓ, ચૈતન્યનો અનુભવ સમજાવવા માટે દાખલો પણ રત્નનો આપ્યો. ઉત્તમ વસ્તુ સમજાવવા માટે દષ્ટાંત પણ ઉત્તમ વસ્તુનું આપ્યું. રત્ન લેવા કોણ નીકળે? કોઈ મામુલી માણસ રત્ન લેવા ન આવે પણ ઉત્તમ-પુણ્યવાન માણસ રત્ન ખરીદવા આવે; એમ અહીં પણ જે ઉત્તમજીવ આત્માર્થી જીવ ચૈતન્યના અનુભવરૂપ રત્ન લેવા આવ્યો છે તેની વાત છે; એવા જીવને પહેલાં સવિકલ્પ વિચારધારામાં આત્માના
સ્વરૂપનું અનેક પ્રકારે ચિંતન હોય છે. જેમ રત્ન ખરીદનાર ખરીદતી વખતે તો તે સંબંધી અનેક વિચાર કરે છે, રત્નની જાત કેવી, તેની ઝલક કેવી, તેજ કેવું, વજન કેટલું, આકૃતિ કેવી, રંગ કેવો, કિંમત કેટલી, ડોકમાં પહેરવાથી તે કેવું શોભશે, -ઇત્યાદિ અનેક પ્રકારના વિકલ્પોથી ચારે પડખેથી રત્નનું સ્વરૂપ નક્કી કરે છે, અને પછી તે રત્નહારની કિંમત ચૂકવી ખરીદીને જ્યારે ડોકમાં સાક્ષાત્ પહેરે ત્યારે તો હારની પ્રાપ્તિના સંતોષનું સુખ જ રહે છે, બીજા વિકલ્પો ત્યાં રહેતા નથી. તેમ ચૈતન્યરત્નની પ્રાપ્તિનો ઉદ્યમી જીવ પહેલાં તો સવિકલ્પ વિચારથી અનેક પ્રકારે પોતાનું સ્વરૂપ ચિંતવે છે. મારો સ્વભાવ દ્રવ્યદૃષ્ટિથી શુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૩૯ સિદ્ધસમાન છે, પર્યાયષ્ટિથી મારામાં મલિનતા છે; મોક્ષમાર્ગ નિશ્ચયથી શુદ્ધ સ્વભાવના જ આશ્રયે છે; રાગને જો મોક્ષનું કારણ માનીએ તો આસવ અને સંવર તત્ત્વો ભિન્ન ન રહે; ઉપયોગને અંતર્મુખ કરવાથી જ શુદ્ધાત્માની અનુભૂતિ થાય ને ત્યારે જ આનંદનું વદન પ્રગટે. –આમ અનેક પ્રકારે યુક્તિથી, નય–પ્રમાણ વગેરેથી નક્કી કરે. આત્માનું સ્વરૂપ ક્યું ? તેની શક્તિઓ કેવી ? તેનું કાર્ય કેવું? તેના પ્રદેશો ક્યા? તેના ભાવો કેવા ? સ્વભાવભાવો કયા ? વિકારી ભાવો યા ? ઉપાદેયરૂપ શુદ્ધસ્વરૂપ કેવું? તેના અનુભવનું સુખ કેવું ? તેનો પ્રયત્ન કેવો ? –એમ અનેક પ્રકારથી વિચારીને નક્કી કરતી વખતે સાથે વિક્લ્પ હોય છે; પણ પછી, બધાય પડખેથી સ્વરૂપ બરાબર નક્કી કરીને, તેનો ઉત્કૃષ્ટ મહિમા લાવીને પ્રયત્નપૂર્વક જ્યારે ઉપયોગને અંતર્મુખ કરીને આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરે છે ત્યારે તો એ અનુભવના આનંદનું જ વેદન રહે છે, ઉપરના કોઈ વિક્લ્પો ત્યાં હોતા નથી. -આ રીતે સમ્યગ્દષ્ટિને નિર્વિકલ્પ અનુભવ થાય છે. આવો અનુભવ કરવો એ જ આરાધનાનો ખરો સમય છે; આવો અનુભવ એ જ સાચી આરાધના છે. પહેલાં વિચારદશામાં વિક્લ્પ હતો તેથી સવિ‚દ્વારા આ અનુભવ થયો–એમ કહ્યું, પરંતુ ખરેખર કાંઈ વિ‚દ્વારા અનુભવ થયો નથી, વિલ્પ તૂટયો ત્યારે સાક્ષાત્ અનુભવ થયો છે. ને એ અનુભવને ‘ પ્રત્યક્ષ ' ક્યો છે. –‘ પઘ્નવો અનુહવો નન્દા' (પ્રવચનસાર ગાથા ૮૦ માં પણ મોક્ષયનો ઉપાય દર્શાવતાં આવી જ શૈલિનું વર્ણન કર્યું છે; ત્યાં પ્રથમ અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયની ઓળખાણ દ્વારા પોતાનું સ્વરૂપ વિચારી, પછી સાક્ષાત્ અનુભવ કરે છે-તે બતાવ્યું છે.)
‘વિચારમાં તો વિક્લ્પ થાય છે' એમ સમજી કોઈ વ વિચારધારા જ ન ઉપાડે, તો કહે છે કે ભાઈ ! વિચારમાં કાંઈ એક્લા વિક્લ્પ જ નથી; વિચારમાં ભેગું જ્ઞાન પણ તત્ત્વનિર્ણયનું કામ કરે છે. એમાં જ્ઞાનની મુખ્યતા કર ને વિક્લ્પને ગૌણ કર. આમ સ્વરૂપનો અભ્યાસ કરતાં કરતાં જ્ઞાનનું બળ વધતાં વિક્લ્પ તૂટી જશે ને જ્ઞાન રી જશે, એટલે કે વિલ્પથી છૂટું જ્ઞાન અંતરમાં વળીને સ્વાનુભવ કરશે. પણ જે જીવ તત્ત્વનું અન્વેષણ જ કરતો નથી, આત્માની વિચારધારા જ જે ઉપાડતો નથી તેને તો નિર્વિલ્પ સ્વાનુભવ કયાંથી થશે? માટે જે જિજ્ઞાસુ થઈને સ્વાનુભવ કરવા માંગે છે, તે યથાર્થ તત્ત્વોનું અન્વેષણ કરીને તત્ત્વનિર્ણય કરે છે ને સ્વભાવ તરફની વિચારધારા ઉપાડે છે, તે જીવ પોતાનું કાર્ય અધૂરું મુકશે નહીં; તે પુરુષાર્થ વડે વિક્લ્પ તોડીને, સ્વરૂપમાં ઉપયોગ જોડીને નિર્વિલ્પ સ્વાનુભવ કરશે જ. સ્વભાવના લક્ષે ઉદ્યમ ઉપાડયો તે વિક્લ્પમાં અટકશે નહિ, વિક્લ્પમાં સંતોષ પામશે નહિ; એ તો સ્વાનુભવથી કૃતકૃત્યદશા પ્રગટ કર્યે જ છૂટકો. માટે કહ્યું છે કે ‘ કર વિચાર તો પામ.’
હવે નિર્વિકલ્પઅનુભવમાં જ્ઞાન કયા પ્રકારે વર્તે છે-તે દેખાડે છે.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્વિકલ્પ અનુભવ વખતની સ્થિતિનું વર્ણન
5
แ
“વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈ નિર્વિકલ્પ-અનુભવમાં કેવળ સ્વરૂપસન્મુખ થયું; કેમકે આ જ્ઞાન ક્ષયોપશમરૂપ છે તે એક કાળમાં એક શેયને જ જાણી શકે. હવે તે જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્યું ત્યારે અન્યને જાણવાનું સહેજે જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર હોય તોપણ સ્વરૂપ-ધ્યાનીને તેની કાંઈ ખબર નથી. એ પ્રમાણે મતિજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું. આવું વર્ણન સમયસારની ટીકા આત્મખ્યાતિમાં કર્યું છે તથા આત્મા-અવલોકનાદિમાં છે. ”
સાધકને નિર્વિકલ્પઅનુભવમાં મતિશ્રુતજ્ઞાન કામ કરે છે. મતિશ્રુતજ્ઞાન તે ક્ષયોપશમભાવે છે, એટલે એક વખતે એક શેયને જ જાણવામાં તે પ્રવર્તે છે; કાં સ્વને જાણવામાં ઉપયોગ હોય ને કાં પરને જાણવામાં ઉપયોગ હોય. કેવળજ્ઞાનમાં તો સ્વ-૫૨ બધાને એક સાથે જાણવાનું પૂરું સામર્થ્ય પ્રગટી ગયું છે, પણ આ જ્ઞાનમાં હજી એવું સામર્થ્ય ખીલ્યું નથી; એટલે જ્યારે સ્વને જાણવામાં ઉપયોગ હોય ત્યારે પરને જાણવામાં ઉપયોગ ન હોય, ને જ્યારે ૫૨ને જાણવામાં ઉપયોગ હોય ત્યારે સ્વને જાણવામાં ઉપયોગ ન હોય. સ્વને જાણવામાં ઉપયોગ ન હોય તેથી કાંઈ અજ્ઞાન થઈ જતું નથી; કેમકે સ્વસંવેદન વખતે જે જ્ઞાન થયું છે તે લબ્ધરૂપે તો વર્તે જ છે.
ક્ષયોપશમજ્ઞાનની શક્તિ જ એટલી મંદ છે કે એક વખતે એક તરફ જ તેની પ્રવૃત્તિ હોય છે. એટલે કાં સ્વને જાણવામાં પ્રવર્તે, કાં પરને જાણવામાં પ્રવર્તે. પોતામાં તો જ્ઞાન સાથે આનંદ, પ્રતીતિ, વગેરે બધા ગુણોનું જે નિર્મળ પરિણમન અભેદ વર્તે છે તેને (એટલે કે આખા આત્માને તન્મયપણે જાણે છે. સ્વને જાણતી વખતે આનંદધારામાં ઉપયોગ તન્મય થયો છે તેથી વિશિષ્ટ આનંદ એ નિર્વિકલ્પદશામાં વેદાય છે.
જુઓ, આ કાંઈ કેવળજ્ઞાન વખતની વાત નથી, પણ ઘરબારમાં રહેલા ચોથા-પાંચમા ગુણસ્થાનવાળા જીવની આ વાત છે. સાતમા ગુણસ્થાનથી તો નિર્વિકલ્પ સ્વઉપયોગ જ હોય છે, છઠ્ઠા-સાતમા ગુણસ્થાનવર્તી મુનિને અંતર્મુહૂર્તમાં નિયમથી નિર્વિકલ્પ અનુભવ થાય છે. ચોથા-પાંચમા ગુણસ્થાને
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૪૧ કયારેક કયારેક સ્વઉપયોગ થાય છે. ત્યાં પર તરફ ઉપયોગ વખતે સ્વનું જ્ઞાન લબ્ધરૂપે હોય છે, એટલે પહેલાં સ્વસંવેદનથી જે આત્મસ્વરૂપ જાણ્યું છે ને પ્રતીતમાં લીધું છે તેમાં કાંઈ ફેર પડી જતો નથી.
એક શેય” એટલે અન્નેય અથવા પરય-એ બેમાંથી એક એવો અર્થ લેવો; આમ તો મતિજ્ઞાનના વિષયમાં બહુ-બહુવિધ વગેરે અનેક પ્રકારો લીધો છે. એક સાથે અનેક મનુષ્યો તેમજ પશુ-પંખીના અવાજ સાંભળે અને તેમાંથી દરેકના અવાજને ભિન્ન ભિન્ન સાંભળે એવી ગણધરદેવની તાકાત હોય છે, છતાં તેમને પણ સ્વમાં અને પરમાં એમ એક સાથે બંનેમાં ઉપયોગ હોતો નથી. પરંતુ, સ્વ-પરની ભિન્નતાનું જે ભાન થયું છે તે તો પરયમાં ઉપયોગ વખતેય ધર્મીને કાંઈ ખસતું નથી; ઉપયોગ જો બે ઘડી સુધી સ્વયમાં ટકે તો તો કેવળજ્ઞાન થઈ જાય. એટલો લાંબો કાળ છદ્મસ્થનો ઉપયોગ સ્વર્શયમાં થંભે નહિ. અહીં કહે છે કે ઉપયોગ ભલે સ્વમાં સદૈવ ન રહે પણ લબ્ધજ્ઞાન તો પ્રતિક્ષણે વર્તી જ રહ્યું છે; એટલે પરમને જાણતાં પણ તેમાં કયાંય ધર્મીને એકતા થતી નથી. ધર્મી બધેથી જુદો ને જુદો જ રહે છે. બહારથી જોનારને બીજા જેવું સરખું લાગે કે અમેય શુભ-અશુભ કરીએ છીએ ને અમારી જેમ આ ધર્મી પણ શુભાશુભ કરી રહ્યા છે. –પણ ભાઈ ! એની પરિણતિ અંદરમાં રાગથી કોઈ જાદું જ કામ કરી રહી છે. એની પ્રતીતમાં, એના જ્ઞાનમાં સ્વજ્ઞય કદી ભૂલાતું નથી, –ઉપયોગ ભલે બહારમાં કદાચિત વિષય કષાયોમાં કે લડાઈ વગેરેમાં પણ હો. જો કે એને વિશેષપણે તો શુભરાગ-દેવગુરુશાસ્ત્રની સેવાભક્તિ, સ્વરૂપચિંતન વગેરે જ હોય છે; છતાં તે ભૂમિકામાં અશુભનો પણ સર્વથા અભાવ થયો નથી હોતો. પાંચમા ગુણસ્થાને પણ અશુભભાવ કોઈકવાર આવી જાય છે. પણ અહીં તો તે જ વખતે તેના અંતરમાં શ્રદ્ધાની ને જ્ઞાનની નિર્મળગંગાનો જે સમ્યક પ્રવાહુ વહી રહ્યો છે તે બતાવવો છે. જ્ઞાનગંગાનો એ સમ્યક પ્રવાહ બધાય વિકારને ધોઈ નાંખશે ને કેવળજ્ઞાન-સમુદ્રમાં જઈને ભળશે.
એવા ધર્મીને જે વખતે સ્પર્શયમાં ઉપયોગ હોય તે વખતની આ વાત ચાલે છે. અહા, નિર્વિકલ્પ અનુભવમાં ચૈતન્યગોળો જગતથી એવો જુદો અનુભવાય છે કે બહારમાં શું બની રહ્યું છે તેનું લક્ષ નથી; દેહનું શું થાય છે, અરે, દેહ છે કે નથી, એનુંય લક્ષ નથી. આત્મા અતીન્દ્રિય આનંદમાં જ મગ્ન છે. આવી સ્થિતિ ચોથા ગુણસ્થાને ગૃહસ્થાશ્રાવકને પણ હોય છે. આવા આત્મસ્વરૂપને સાધવા જે નીકળ્યો તેને જગતનો કોઈ સંયોગ ડગાવી શકે નહિ, - પ્રતિકૂળ કે અનુકૂળ કોઈ સંયોગ તેને હલાવી શકે નહિ. જ્યાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ : અધ્યાત્મ-સંદેશ જગતથી જુદો જ ચૈતન્યગોળો સ્વાનુભવમાં લીધો ત્યાં પરની અસર કેવી? ને પર ભાવો પણ કેવા? પરભાવો પરભાવોમાં છે, મારા ચૈતન્યગાળામાં પર ભાવો નથી. અહા, આવું વેદન સમ્યગ્દષ્ટિ ધર્માત્માને હોય છે.
અનાદિથી મતિ-શ્રુતજ્ઞાન એકલા પરૉય તરફ ઝૂકેલા છે, જ્ઞાનસ્વભાવના સમ્મનિર્ણયના જોરથી એ મતિશ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળતાં આવો સ્વાનુભવ થાય છે. એ અનુભવમાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે. સમયસાર ગા. ૧૪૪માં એનું અલૌકિક વર્ણન કર્યું છે, ત્યાં કહે છે કે પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને(અહીં સુધી હુજી સવિકલ્પદશા છે).... પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે એટલે કે અનુભવને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇન્દ્રિયદ્વારા અને મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બુદ્ધિને મર્યાદામાં લાવીને મતિજ્ઞાનતત્ત્વને આત્મસન્મુખ કર્યું, તથા અનેક પ્રકારના નયપક્ષના વિકલ્પથી આકુળતા ઉપજાવનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસન્મુખ કર્યું, આ રીતે મતિશ્રુતજ્ઞાનને પર તરફથી પાછા ખેંચીને આત્મસ્વભાવમાં વાળતાં તુરત જ અત્યંત વિકલ્પરહિત થઈને આત્મા પોતાના શુદ્ધસ્વરૂપને અનુભવે છે, તેમાં આત્મા સમ્યક્રપણે દેખાય છે ન જણાય છે. એટલે તે જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. આ અનુભવને “પક્ષાતિક્રાંત” કહ્યો છે, કેમકે તેમાં નયપક્ષના કોઈ વિકલ્પ નથી. આવો અનુભવ કરે ત્યારે જીવને સમ્યગ્દર્શન થયું કહેવાય. આવો અનુભવ કમ થાય? એ પહેલાં જ કહ્યું કે “પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને...' એટલે આવા યથાર્થ નિશ્ચયના બળથી વિકલ્પ તૂટીને સાક્ષાત્ અનુભવ થાય છે. અંતરમાં વસ્તુસ્વરૂપનો સાચો નિર્ણય એ મુખ્ય વસ્તુ છે, એની મહત્તા જગતને દેખાતી નથી ને બહારની ક્રિયાની મહત્તા દેખાય છે, પણ એ કાંઈ ઉપાય નથી. અંતરમાં આત્માના સ્વભાવનો બરાબર નિર્ણય કરીને તેનું ઘોલન કરતાં સ્વાનુભવ થાય છે, ને આ જ સમ્યગ્દર્શનનો ઉપાય છે. તત્ત્વના અન્વેષણ કાળ એટલે નિર્ણયના ઉધમ વખતે નય-પ્રમાણ વગેરેના વિચાર હોય છે, પણ તેના આરાધન વખતે તો સાક્ષાત્ અનુભવ છે, ત્યાં નયપ્રમાણના વિકલ્પો નથી, તેથી તે અનુભવને નયાતીત કહ્યો છે, ત્યાં તો નિર્વિકલ્પતાના આનંદનું વેદન જ વર્તે છે; ભગવાન આત્મા અનુભવમાં પ્રસિદ્ધ વર્તે છે, એટલે તેના અન્વેષણના વિકલ્પો ત્યાં રહેતા નથી. જાઓ, આ જ્ઞાનીનો અનુભવ ! આવો અનુભવ તે ધર્મ છે.
હવે કહે છે કે આવા નિર્વિકલ્પ અનુભવ વખતે આત્માનો ઉપયોગ ઇન્દ્રિયો કે મન તરફ નથી પણ પોતામાં જ ઉપયોગ છે તેથી તેને અતીન્દ્રિય કહીએ છીએ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વાનુભવ વખતે જ્ઞાનનું અતીન્દ્રિયપણું
એટલા માટે જ નિર્વિકલ્પ અનુભવને અતીન્દ્રિય કહીએ છીએ; કારણ કે ઇન્દ્રિયોનો ધર્મ તો એ છે કે સ્પર્શ-રસ-ગંધ-વર્ણને જાણે. તે અહીં નથી; અને મનનો ધર્મ એ છે કે અનેક વિકલ્પ કરે, તે પણ અહીં નથી. તેથી જે જ્ઞાન ઇન્દ્રિયો તથા મન દ્વારા પ્રવર્તતું હતું તે જ જ્ઞાન જ્યારે અનુભવમાં પ્રવર્તે છે ત્યારે તેને અતીન્દ્રિય કહીએ છીએ.”
જાઓ, સ્વાનુભવમાં મતિ-શ્રુતજ્ઞાનને અતીન્દ્રિય કહ્યા. સ્વાનુભવ વખતે મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન બંને સ્વરૂપસન્મુખ જ થયા છે એટલે ઇન્દ્રિયાતીત થયા છે, ઇન્દ્રિયોનું કે મનનું અવલંબન તેમાં નથી તેથી તે અનુભવને અતીન્દ્રિય કહીએ છીએ. મનનું અવલંબન નથી એટલે રાગનું પણ અવલંબન નથી એ વાત એમાં આવી જ ગઈ; રાગમાં તો મનનું અવલંબન છે. રાગના (વ્યવહારના) અવલંબનથી નિશ્ચય સ્વાનુભવ પમાશે એમ જે માને છે તેને મનના અવલંબન વગરનો અતીન્દ્રિય સ્વાનુભવ કદી થતો નથી, કેમકે તે તો રાગનું ને મનનું અવલંબન છોડીને આગળ જ વધતો નથી. રાગાતીત ને મનાતીત અનુભવની તેને ખબર નથી.
અહા, આ સ્વસમ્મુખ મતિ-શ્રુતજ્ઞાનનો મહિમા શું કહેવો? એ તો કેવળજ્ઞાનના સાધક છે. સમ્યગ્દષ્ટિના (ચોથા ગુણસ્થાનના પણ) સ્વાનુભવને અતીન્દ્રિય કહીએ છીએ, કેમકે તેમાં ઇન્દ્રિયોનો કે મનનો વેપાર નથી. ઇન્દ્રિયો તથા મનનો વેપાર તો પર તરફ હોય છે, સ્વરૂપમાં ઉપયોગ વખતે પર તરફનો વેપાર નથી. ઈન્દ્રિયો કે મનનો એવો સ્વભાવ નથી કે સ્વાનુભવમાં મદદરૂપ થાય. સ્વાનુભવ છે તેટલે અંશે ઇન્દ્રિય તથા મનનું અવલંબન છૂટયું છે ને જ્ઞાન અતીન્દ્રિય થયું છે. જો એટલું અતીન્દ્રિયપણું ન થાય ને ઇન્દ્રિયનું અવલંબન જ રહે તો તો આત્મા એકલા ઇન્દ્રિયજ્ઞાનનો વિષય થઈ જાય. –પણ એમ બનતું નથી. પ્રવચનસારમાં સ્પષ્ટ કહ્યું છે કે આત્મા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ : અધ્યાત્મ-સંદેશ
અલિંગગ્રાહ્ય” છે, લિંગથી એટલે કે ઇન્દ્રિયો દ્વારા તેનું ગ્રહણ થતું નથી, ઇન્દ્રિયો દ્વારા તે જણાતો નથી. એટલે સ્વાનુભવથી આત્માને જાણનારું જ્ઞાન અતીન્દ્રિય છે.
-મતિ-શ્રુતજ્ઞાન પણ અતીન્દ્રિય!!
-હા, ભાઈ ! એ મતિ-શ્રુતજ્ઞાનની જ આ વાત છે. આ કાંઈ કેવળજ્ઞાનીની વાત નથી. ઠેઠ બારમા ગુણસ્થાન સુધી સ્વાનુભવનું કાર્ય તો મતિ-શ્રુતજ્ઞાનથી જ થાય છે. કોઈને અવધિ-મન:પર્યય જ્ઞાન ખીલ્યા હોય તોપણ નિર્વિકલ્પ ધ્યાન વખતે તે એકકોર રહી જાય છે, તેનો ઉપયોગ હોતો નથી. મતિ-શ્રુતજ્ઞાન સ્વાનુભવ વખતે સ્વમાં એવા એકાકાર પરિણમી જાય છે કે, હું જ્ઞાતા છું ને શુદ્ધાત્મા મારું સ્વય છે. એવા જ્ઞાતાશયના ભેદનો વિચાર પણ ત્યાં રહેતો નથી, ત્યાં તો દ્રવ્યપર્યાય (ધ્યેય ને ધ્યાતા અથવા શેય ને જ્ઞાન ) એકરસ થઈને અનુભવાય છે. એ અનુભવનો મહિમા વાણી ને વિકલ્પથી પર છે. પોતાના સંવેદન વગર એકલી વાણી કે વિકલ્પથી તેનો ખરો ખ્યાલ ન આવે. માટે સમયસારમાં આચાર્યદવે ખાસ ભલામણ કરી છે કે નિજવૈભવથી હું જે શુદ્ધ આત્મા દર્શાવું છું તે તમે તમારા સ્વાનુભવથી પ્રમાણ કરજો.
અહા, અધ્યાત્મરસની આવી વાત! એની વિચારધારા, એનો નિર્ણય, ને એનો સ્વાનુભવ, એ જ કરવા જેવું છે. સતત એને માટે અભ્યાસ જોઈએ. સત્સમાગમ શ્રવણ કરી, મનન કરી, એકાંતમાં સ્થિર ચિત્તે એનો અભ્યાસ કરવો જોઈએ. આ મનુષ્યભવમાં ખરૂં કરવા જેવું આ જ છે, ને અત્યારે ખરો અવસર છે. - સર્વ અવસર મા ચૂT હૈ
આ પ્રમાણે મતિ-શ્રુતજ્ઞાન દ્વારા જે સ્વાનુભવ થાય છે તેનું અતીન્દ્રિયપણું બતાવ્યું; છતાં જ્ઞાનમાં હજી મનનું અવલંબન સર્વથા છૂટી ગયું નથી તે પણ દર્શાવે છે:
સ્વસત્તાના અવલંબને જ્ઞાની નિજાત્માને અનુભવે છે. અહો ! આવા સ્વાનુભવજ્ઞાનથી મોક્ષમાર્ગને સાધનાર જ્ઞાનીના મહિમાની શી વાત! એની દશાને ઓળખનારા જીવો ન્યાલ થઈ ગયા છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વાનુભવ વખતના ઉપયોગનું વિશેષ વર્ણન
“વળી આ સ્વાનુભવ મન દ્વારા થયો એમ પણ કહીએ છીએ કેમકે આ અનુભવમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન જ છે, અન્ય કોઈ જ્ઞાન નથી; મતિ-શ્રુતજ્ઞાન ઇન્દ્રિય તથા મનના અવલંબન વિના હોય નહીં, તેમાં ઇન્દ્રિયોનો તો અહીં અભાવ જ છે કારણ કે ઇન્દ્રિયનો વિષય મૂર્તિક પદાર્થ જ છે. વળી અહીં મતિજ્ઞાન છે, કારણ કે મનનો વિષય મૂર્તિકઅમૂર્તિક પદાર્થો છે, તેથી અહીં મન સંબંધી પરિણામ સ્વરૂપ વિષે એકાગ્ર થઈ અન્ય ચિંતાનો નિરોધ કરે છે તેથી તેને મનદ્વારા થયું-એમ કહીએ છીએ. ‘કાગ્રચિન્તાનિરોધો ધ્યાનમ્' એવું ધ્યાનનું લક્ષણ પણ કહ્યું છે, તે અનુભવદશામાં સંભવે છે. તથા સમયસાર-નાટકના કવિતમાં કહ્યું છે
वस्तु विचारत ध्यावतें मन पावै विश्राम। रसस्वादत सुख ऊपजै अनुभव याको नाम।।
એ પ્રમાણે મન વિના જુદા પરિણામ સ્વરૂપમાં પ્રવર્તતા નથી, તેથી સ્વાનુભવને મનજનિત પણ કહીએ છીએ. આ રીતે સ્વાનુભવને અતીન્દ્રિય કહેવામાં અથવા તો મનજનિત કહેવામાં કોઈ વિરોધ નથી, વિવક્ષાભેદ છે.” (પાનું: ૩૪પ-૩૪૬ )
અમૂર્તિક ચિદાનંદસ્વભાવના સ્વાનુભવમાં ઇન્દ્રિયનું તો નિમિત્ત નથી; ઇન્દ્રિયો તો સ્પર્શાદિ મૂર્તવસ્તુને જ જાણવામાં નિમિત્ત થઈ શકે છે; અમૂર્ત આત્માને જાણવામાં ઇન્દ્રિયનું અવલંબન નથી. મન અમૂર્ત વસ્તુને પણ જાણે છે ને મનનું અવલંબન હજી સર્વથા છૂટયું નથી કેમકે મતિશ્રુતજ્ઞાન છે. અવધિ કે મન:પર્યયજ્ઞાનનો ઉપયોગ સ્વાનુભવમાં હોતો નથી, સ્વાનુભવમાં મતિ-શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય છે. અવધિ અને મન:પર્યયજ્ઞાનનો વિષય પણ રૂપી જ ગણવામાં આવ્યો છે, અરૂપી આત્મવસ્તુનો સ્વાનુભવ તો મતિ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ : અધ્યાત્મ-સંદેશ શ્રુતજ્ઞાન દ્વારા જ થાય છે. મતિ-શ્રુતજ્ઞાન સામાન્યપણે ઇન્દ્રિય અને મન દ્વારા વર્તતા હોવાને લીધે તેમને જો કે પરોક્ષ કહ્યા છે તો પણ, સ્વાનુભવ વખતે ઇન્દ્રિયનું અવલંબન છૂટીને તેમજ બુદ્ધિપૂર્વકનું મનનું પણ અવલંબન છૂટીને અતીન્દ્રિય ઉપયોગ થયો હોવાથી તેમને પ્રત્યક્ષ પણ કહેવાય છે. કેવળ-જ્ઞાનમાં અસંખ્ય આત્મપ્રદેશો જેવા પ્રત્યક્ષ પ્રતિભાસે છે તેવા મતિ-શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ ભાસતા નથી છતાં સ્વાનુભવમાં મતિશ્રુતને પ્રત્યક્ષ કહ્યા, કારણ કે સ્વાનુભવ વખતે ઉપયોગ આત્મામાં એકાગ્ર થઈને, ઇન્દ્રિય કે મનના અવલંબન વગર અતીન્દ્રિય આનંદનું વેદન સાક્ષાત્ કરે છે. અતીન્દ્રિય થયા વિના અતીન્દ્રિય આનંદને વેદી શકે નહીં. આ રીતે સ્વસંવેદન તો પ્રત્યક્ષ છે, પણ કેવળજ્ઞાનીની જેમ આત્મપ્રદેશો સ્પષ્ટ ન ભાસવાની અપેક્ષાએ પરોક્ષપણું છે. આવું પ્રત્યક્ષ અને પરોક્ષપણું જ્ઞાનમાં લાગુ પડે છે, સમ્યગ્દર્શનમાં તો પ્રત્યક્ષ કે પરોક્ષ એવા ભેદ નથી; તે તો સ્વાનુભવમાં ઉપયોગ વખતે કે બહારમાં ઉપયોગ વખતે એકસરખું જ નિર્વિકલ્પપ્રતીતરૂપ વર્તે છે. સ્વાનુભવ વખતે ઉપયોગ સ્વમાં એકમાં જ થંભી ગયો છે ને અન્ય વસ્તુનું ચિંતન અટકી ગયું છે તેથી તેને કવચિંતાનિરોધરૂપ ધ્યાન પણ કહેવાય છે.
અવધિ મન:પર્યય ને કેવળજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યા છે; પરંતુ તેમાંથી કેવળજ્ઞાન તો સાધકને હોતું નથી; મન:પર્યયજ્ઞાન કોઈક મુનિને જ હોય છે. પણ તે મન:પર્યય કે અવધિજ્ઞાન સ્વાનુભવમાં ઉપયોગરૂપ હોતું નથી. સ્વાનુભવ તો મતિ-શ્રુતજ્ઞાન વડે જ થાય છે. પહેલાં જ્ઞાનસ્વભાવના અવલંબન વડે યથાર્થ નિર્ણય કરીને, પછી મતિ-શ્રુતના ઉપયોગને બહારથી સંકેલીને આત્મામાં વાળીને એકાગ્ર કરતાં વિજ્ઞાનઘન આત્મા આનંદ સહિત અનુભવમાં આવે છે; તે જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. એની રીત સમયસાર ગા. ૧૪૪ માં ઘણી સ્પષ્ટ અભુત રીતે સમજાવી છે. સંવર અધિકારમાં પણ ઉપયોગસ્વરૂપ આત્માનું અને ક્રોધાદિ પરભાવોનું ભેદજ્ઞાન અલૌકિક ઢબે એકદમ સહેલી રીતે કરાવ્યું છે. ત્યાં કહે છે કે ઉપયોગસ્વરૂપ આત્મા ઉપયોગમાં જ છે, ક્રોધાદિમાં નથી; ને ક્રોધાદિ પરભાવો ક્રોધાદિમાં જ છે, તે ઉપયોગમાં નથી. આમ ઉપયોગની અને ક્રોધાદિની અત્યંત ભિન્નતા છે. જેમ આકાશ આકાશમાં જ છે તેને કોઈ ભિન્ન આધાર નથી, તેમ જ્ઞાન જ્ઞાનમાં જ છે, એકલા જ્ઞાનસ્વભાવને લક્ષમાં લઈને ચિંતવતાં ભિન્ન કોઈ આધારનો વિકલ્પ ઉદ્દભવતો નથી, એટલે કે જ્ઞાનમાં જ જ્ઞાન ઠરી જાય છે ને નિર્વિકલ્પ અનુભવ સહિત ભેદજ્ઞાન થાય છે. આવા અનુભવકાળે કોઈ વિકલ્પ નથી, જ્ઞાન અંતરમાં એકાગ્ર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૪૭ થયું છે ને બીજી ચિંતા અટકી ગઈ છે. એનું વર્ણન કરતાં પં બનારસીદાસજી કહે છે કે
વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઊપજે અનુભવ યાકો નામ.
આ સ્વાનુભવમાં જે આનંદના સ્વાદનું વેદન છે તેને તો પોતાના ઉપયોગથી આભા સીધો જ અનુભવે છે, તે સ્વાદનું વેદન કાંઈ આગમ દ્વારા કે અનુમાન વગેરે પરોક્ષ દ્વારા નથી કરતો, પણ પોતાના જ સ્વાનુભવપ્રત્યક્ષ દ્વારા તેને વેદે છે, પોતે જ ઉપયોગને એકાગ્ર કરીને સીધો તે અનુભવના રસને આસ્વાદે છે; એટલે તે અતીન્દ્રિય છે. આ અનુભવ ઇન્દ્રિયોથી ને વિકલ્પોથી પાર છે. અનુભવમાંથી બહાર આવ્યા પછી જે વિકલ્પ ઊઠે તે વિકલ્પ પણ જ્ઞાનથી જુદાપણે જ રહે છે; અનુભવી ધર્માત્માને જ્ઞાનની ને વિકલ્પની એકતા કદી થતી નથી, એને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન સળંગપણે વર્તે છે. સમ્યકત્વની અને સ્વાનુભવની દશા કોઈ અલૌકિક છે.
આ રીતે, નિશ્ચય અને વ્યવહાર સમ્યકત્વનું સ્વરૂપ, નિર્વિકલ્પ અનુભવ ન હોય ત્યારે પણ સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શનનું વિદ્યમાનપણું, તથા સ્વાનુભવ વખતે મતિશ્રુતજ્ઞાનનું અતીન્દ્રિયપણે કયા પ્રકારે છે ને એવો નિર્વિકલ્પસ્વાનુભવ કેવા ઉધમથી થાય છે એ બધી વાત ઘણી સરસ રીતે સમજાવી. હવે પત્રમાં સાધર્મીઓએ લખેલી બીજી ચર્ચાઓના જવાબ લખે છે.
આત્માનો સ્વાનુભવ થતાં સમકિતી જીવ કેવળજ્ઞાની જેટલો જ નિઃશંક જાણે છે કે આત્માનો આરાધક થયો છું ને પ્રભુના માર્ગમાં ભળ્યો છું, સ્વાનુભવ થયો ને ભવકટી થઈ ગઈ; હવે અમારે આ ભવભ્રમણમાં રખડવાનું હોય નહિ. –આમ અંદરથી આત્મા પોતે જ સ્વાનુભવના પડકાર કરતો જવાબ આપે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અંતર્મુખ મતિ-શ્રુતની અતીન્દ્રિય તાકાત
વળી તમે લખ્યું કે આત્મા અતીન્દ્રિય છે; તે અતીન્દ્રિય વડે જ ગ્રાહ્ય થઈ શકે. મન અમૂર્તિકનું પણ ગ્રહણ કરે છે કેમકે મતિશ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો કહ્યા છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે-મતિ શ્રતયોર્નિવળ્યો द्रव्येष्वसर्वपर्यायेषु"
મતિ-શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે ને તેમાં હુજી મનનું અવલંબન ઊભું છે માટે તેનાથી અતીન્દ્રિય આત્મા કેમ જણાય?–તો કહે છે કે મતિશ્રુતજ્ઞાનમાં પણ અતીન્દ્રિય આત્માને જાણવાની તાકાત છે. મૂર્તઅમૂર્ત સમસ્ત દ્રવ્યો મતિશ્રુતજ્ઞાનના વિષય છે. અને આત્માને જાણતી વખતે મતિશ્રુતજ્ઞાનમાં પણ કથંચિત પ્રત્યક્ષપણું થઈ જાય છે, એટલે અંશે એમાંથી મનનું ને ઇન્દ્રિયનું અવલંબન છૂટી જાય છે. આ રીતે મતિશ્રુતજ્ઞાન પણ સ્વસમ્મુખ થઈને આત્માને બરાબર જાણી શકે છે. હા, એટલું ખરું કે ઇન્દ્રિય તરફ વર્તતા મતિ-શ્રુતજ્ઞાન અતીન્દ્રિય આત્માને પકડી શકતા નથી; પણ ઇન્દ્રિયોથી ને ઇન્દ્રિય વિષયોથી ભિન્નતા જાણીને હું તો જ્ઞાનસ્વભાવ છું એમ અંતસ્વભાવ તરફ ઝુકેલા મતિશ્રુતજ્ઞાન અતીન્દ્રિય આત્માને બરાબર જાણી લ્ય છે.
હવે, પ્રત્યક્ષ અને પરોક્ષપણું સમ્યકત્વમાં નથી પણ જ્ઞાનમાં છે, એ વિષય વિસ્તારથી ચર્ચ છે.
F
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વાનુભૂતિનો રંગ ચડી જાય-એવી વાત પ્રત્યક્ષ-પરોક્ષપણું જ્ઞાનમાં છે, સમ્યકત્વમાં નહિ
વળી તમે પ્રત્યક્ષ-પરોક્ષ સંબંધી પ્રશ્ન લખ્યો. પરંતુ ભાઈશ્રી, (સમ્યકત્વમાં તો) પ્રત્યક્ષ-પરોક્ષરૂપ ભેદ નથી; ચોથા ગુણસ્થાને સિદ્ધસમાન ક્ષાયિક સમ્યકત્વ થઈ જાય છે. તેથી સમ્યકત્વ તો કેવળ યથાર્થ શ્રદ્ધાનરૂપ જ છે, અને શુભાશુભ કાર્ય કરતાં પણ તે રહે છે. માટે તમે જે લખ્યું કે “નિશ્ચય સમ્યકત્વ પ્રત્યક્ષ છે ને વ્યવહાર સમ્યકત્વ પરોક્ષ છે”-તે એમ નથી. સમ્યકત્વના તો ત્રણ ભેદ છેઃ તેમાં ઉપશમસમ્યકત્વ અને ક્ષાયિકસમ્યકત્વ તો નિર્મળ છે કેમ કે તે મિથ્યાત્વના ઉદયરહિત છે, અને ક્ષયોપશમ સમ્યકત્વ સમલ છે. પરંતુ આ સમ્યકત્વમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ તો નથી. ક્ષાયિકસમ્યગ્દષ્ટિને શુભાશુભરૂપ પ્રવર્તતાં કે સ્વાનુભવરૂપ પ્રવર્તતાં સમ્યકત્વગુણ તો સામાન્ય (એક સરખો) જ છે; તેથી સમ્યકત્વના તો પ્રત્યક્ષ-પરોક્ષ એવા ભેદ ન માનવા. પરંતુ પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ છે.”
- સાધર્મ પ્રત્યે પ્રેમથી સંબોધન કરીને લખે છે કે માની! સમ્યગ્દર્શનના પ્રત્યક્ષ-પરોક્ષપણા સંબંધી તમે લખ્યું પરંતુ એવા ભેદ સમ્યકત્વમાં નથી. સમ્યકત્વ તો શુદ્ધઆત્માની પ્રતીતરૂપ છે. એ પ્રતીત સિદ્ધભગવાનને કે તીર્યચ-સમ્યગ્દષ્ટિને સરખી જ છે. સિદ્ધ ભગવાનને સમ્યકત્વમાં જેવા શુદ્ધાત્માની પ્રતીત છે તેવા જ શુદ્ધાત્માની પ્રતીત ચોથા ગુણસ્થાનવાળા સમકિતીને પણ છે, તેમાં કાંઈ ફેર નથી. સિદ્ધભગવાનનું સમ્યકત્વ પ્રત્યક્ષ ને ચોથાગુણસ્થાનવાળાનું પરોક્ષ એવા ભેદ નથી; અથવા, સ્વાનુભવ વખતે સભ્યત્વ પ્રત્યક્ષ, અને બહાર શુભાશુભમાં ઉપયોગ હોય ત્યારે સમ્યકત્વ પરોક્ષ-એમ પણ નથી. શુભાશુભમાં પ્રવર્તતો હોય ત્યારે, કે સ્વાનુભવથી શુદ્ધોપયોગમાં પ્રવર્તતો હોય ત્યારે પણ સમ્યગ્દષ્ટિને સમ્યકત્વ તો સામાન્ય એવું ને એવું છે, અર્થાત્ સ્વાનુભવ વખતે સમ્યકત્વમાં કાંઈ મલિનતા થઈ ગઈ-એમ નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ : અધ્યાત્મ-સંદેશ
અહો, જુઓ આ સમ્યગ્દર્શનની ને સ્વાનુભવની ચર્ચા! આ મૂળભૂત વસ્તુ છે. સ્વાનુભવ શું ચીજ છે તેની ઓળખાણ પણ જીવોને કઠણ છે. પહેલાં વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે, જીવ શું, અજીવ શું, સ્વભાવ શું, પરભાવ શું, તે બરાબર ઓળખીને પછી મતિશ્રુતજ્ઞાનને અંતરમાં વાળીને સ્વદ્રવ્યમાં પરિણામને એકાગ્ર કરતાં સમ્યગ્દર્શન અને સ્વાનુભવ થાય છે. આવો અનુભવ કરે ત્યારે જ મોહની ગાંઠ તૂટે છે, ને ત્યારે જ જીવ ભગવાનના માર્ગમાં આવે છે.
ભાઈ ! આ તો સર્વજ્ઞનો નિગ્રંથ માર્ગ છે. જો તું સ્વાનુભવ વડ મિથ્યાત્વની ગાંઠ ન તોડ તો નિગ્રંથમાર્ગમાં કઈ રીતે આવ્યો? જન્મમરણની ગાંઠને જો ન તોડી તો નિગ્રંથમાર્ગમાં જન્મીને તે શું કર્યું? ભાઈ, આવો અવસર મળ્યો તો એવો ઉદ્યમ કર કે જેથી આ જન્મ-મરણની ગાંઠ તૂટે ને અલ્પકાળમાં મુક્તિ થાય.
આમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ અને તે પ્રગટ કરવાની રીત પણ ભેગી જ આવી જાય છે. જેણે સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે શું કરવું? સમ્યગ્દર્શન કયાં શોધવું?
* પરમાં શોધે તો સમ્યગ્દર્શન મલે તેમ નથી. * દેહાદિની ક્રિયામાં કે શુભરાગમાં પણ સમ્યગ્દર્શન મલે તેમ નથી. * સમ્યગ્દર્શન તો આત્માના સ્વભાવનો જ ભાવ છે એટલે આત્મામાંથી
જ તે મળે. * આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે, અંતર્મુખ થઈને તેની નિર્વિકલ્પ
પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે. * તે સમ્યગ્દર્શન મન અને ઇન્દ્રિયોથી પાર નિર્વિકલ્પ આત્મપ્રતીતિરૂપ
* તે સમ્યગ્દર્શન સ્વમાં ઉપયોગ વખતે કે પરમાં ઉપયોગ વખતે એક
સરખું વર્તે છે. * પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ સમ્યગ્દર્શનમાં નથી. * જ્ઞાન અંતર્મુખ થતાં આત્માના નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય
અને તેની સાથે “આ જ હું છું' એવી સમ્યક આત્મપ્રતીતિ થાય તે જ સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શન નિર્વિકલ્પસ્વાનુભવમાં થયું, પણ પછી વિકલ્પમાં આવતાં તે સમ્યગ્દર્શન ચાલ્યું જતું નથી. ભ્રાંતિરહિત સમ્યક આત્મપ્રતીતિ ધર્મીને સદાય રહ્યા કરે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૫૧ * આવું સમ્યગ્દર્શન એ મોક્ષનું દ્વાર છે; તેના વડે જ મોક્ષનો માર્ગ ઊઘડે છે. એનો ઉદ્યમ એ જ દરેક મુમુક્ષુનું પહેલું કામ છે. અને દરેક મુમુક્ષુથી આ થઈ શકે તેવું છે.
આ
અહા, અત્યારે સમ્યગ્દર્શનનું સ્વરૂપ ઘણું સ્પષ્ટ બહાર આવ્યું છે. વાત એવી સરસ છે કે જો સમજે તો અંદર સ્વાનુભૂતિનો રંગ ચડી જાય, ને રાગનો રંગ ઊતરી જાય. આત્માની શુદ્ધઅનુભૂતિ રાગના રંગ વગરની છે; જેને આવી અનુભૂતિનો રંગ નથી તે રાગથી રંગાઈ જાય છે. હું જીવ ! એકવાર આત્મામાં રાગનો રંગ ઊતારીને સ્વાનુભૂતિનો રંગ ચડાવ.
એકવાર પણ સ્વાનુભૂતિથી જેને શુદ્ધાત્માની પ્રતીત થઈ એટલે કે સમ્યગ્દર્શન થયું, પછી તેને સ્વાનુભવમાં હોય ત્યારે પ્રતીતનું જોર વધી જાય ને બહાર શુભાશુભમાં આવે ત્યારે પ્રતીત ઢીલી પડી જાય એમ નથી. વળી નિર્વિકલ્પદશા વખતે સમ્યક્ત્વ પ્રત્યક્ષ અને સવિકલ્પદશા વખતે સમ્યક્ત્વ પરોક્ષ એવું પ્રત્યક્ષ-પરોક્ષપણું પણ સમ્યક્ત્વમાં નથી. અથવા, નિર્વિકલ્પદશા વખતે નિશ્ચયસમ્યક્ત્વ ને વિકલ્પદશા વખતે એકલું વ્યવહારસમ્યક્ત્વ એમ પણ નથી. ધર્મીને, સવિકલ્પદશા હો કે નિર્વિકલ્પદશા હો બંને વખતે, શુદ્ધાત્માની પ્રતીતરૂપ નિશ્ચય સમ્યક્ત્વ તો સળંગપણે વર્તી રહ્યું જ છે. જો નિશ્ચયસમ્યક્ત્વ ન હોય તો સાધકપણું જ ન રહે, મોક્ષમાર્ગ જ ન રહે. પછી નિશ્ચયસમ્યક્ત્વમાં ભલે કોઈને ઔપમિક હોય, કોઈને ક્ષાયોપમિક હોય ને કોઈને ક્ષાયિક હોય. શુદ્ધાત્માની પ્રતીત તો ત્રણેમાં સરખી છે. ક્ષાયિકસમ્યક્ત્વ તો સર્વથા નિર્મળ છે; ઔપશમિક સમ્યક્ત્વ પણ વર્તમાનમાં તો ક્ષાયિક જેવું જ નિર્મળ છે, પણ તે જીવને આછરેલા પાણીની માફક તળીયેથી ( સત્તામાંથી હજી મિથ્યાત્વની પ્રકૃતિનો નાશ થયો નથી; અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વમાં સમ્યક્ત્વને બાધા ન પહોંચાડે એવા પ્રકારનો સમ્યક્મોહનીયપ્રકૃતિ સંબંધી વિકાર છે. ત્રણે પ્રકારના સમતિમાં શુદ્ધ આત્માની પ્રતીત વર્તે છે. પ્રતીત અપેક્ષાએ તો સમ્યગ્દષ્ટિને સિદ્ધસમાન કહ્યો છે.
પ્રશ્ન:- ચોથા ગુણસ્થાનવાળા ક્ષાયિકસમ્યગ્દષ્ટિની પ્રતીત તો સિદ્ધભગવાન જેવી હોય, પણ ઉપશમસમ્યગ્દષ્ટિની પ્રતીત પણ શું સિદ્ધભગવાન જેવી છે?
ઉત્તર:- હા; ઉપશમસમકિતીની પ્રતીતમાં જે શુદ્ધાત્મા આવ્યો છે તે પણ જેવો સિદ્ધની પ્રતીતમાં આવ્યો છે તેવો જ છે. શુદ્ધઆત્માની પ્રતીત તો ત્રણે સમકિતીની સરખી જ છે, એમાં કાંઈ ફેર નથી.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર : અધ્યાત્મ-સંદેશ
આ રીતે સમ્યગ્દર્શનમાં ઔપશમિક આદિ ત્રણ પ્રકારો છે, અથવા નિમિત્તઅપેક્ષાએ અધિગમજ ને નિસર્ગજ એવા બે પ્રકાર છે, પરંતુ પ્રત્યક્ષ અને પરોક્ષ એવા પ્રકારો સમ્યગ્દર્શનમાં નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ તો પ્રમાણ-જ્ઞાનમાં છે, તેનું વિવેચન હવે કરે છે.
સ્વાનુભવનો રંગ....... અને તેની ભૂમિકા
જીવે શુદ્ધાત્માના ચિંતનનો અભ્યાસ કરવો જોઈએ. જેને ચૈતન્યના સ્વાનુભવનો રંગ લાગે એને સંસારનો રંગ ઊતરી જાય. ભાઈ, તું અશુભ ને શુભ બનેથી દૂર થા ત્યારે શુદ્ધાત્માનું ચિંતન થશે. જેને હુજી પાપના તીવ્ર કષાયોથી પણ નિવૃત્તિ નથી, દેવ-ગુરુની ભક્તિ, ધર્માત્માનું બહુમાન, સાધર્મીઓનો પ્રેમ વગેરે અત્યંત મંદકષાયની ભૂમિકામાં પણ જે નથી આવ્યો તે અકષાય ચૈતન્યનું નિર્વિકલ્પધ્યાન કયાંથી કરશે? પહેલાં બંધાય કષાયનો (શુભ-અશુભનો ) રંગ ઊડી જાય...
જ્યાં એનો રંગ ઊડી જાય ત્યાં એની અત્યંત મંદતા તો સહેજે થઈ જ જાય, ને પછી ચૈતન્યનો રંગ ચડતાં તેની અનુભૂતિ પ્રગટે. બાકી પરિણામને એકદમ શાંત કર્યા વગર એમને એમ અનુભવ કરવા માંગે તો થાય નહિ. અહીં, અનુભવી જીવની અંદરની દશા કોઈ ઓર હોય છે !
5
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રકારોનું વર્ણન
“હુવે પ્રમાણ સમ્યજ્ઞાન છે; તેથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન તો પરોક્ષપ્રમાણ છે, અવધિ મન:પર્યય અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે ‘સાથે પરોક્ષ; પ્રત્યક્ષમન્યત્’ એવાં સૂત્રો કહ્યાં છે; તથા તર્કશાસ્ત્રમાં પ્રત્યક્ષ-પરોક્ષનું આવું લક્ષણ કહ્યું છે– સ્પષ્ટપ્રતિમાસાત્મ પ્રત્યક્ષમ્,
પૂર્ણ પરોક્ષદ્' અર્થાત જે જ્ઞાન પોતાના વિષયને સારી રીતે નિર્મળતારૂપ જાણે તે જ્ઞાન પ્રત્યક્ષ છે, અને જે જ્ઞાન સ્પષ્ટ–સારી રીતે ન જાણે તે પરોક્ષ છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનના વિષય તો ઘણા છે પરંતુ તે એક જ શેયને સંપૂર્ણ જાણી શકતાં નથી તેથી તે પરોક્ષ છે; અવધિમન:પર્યયજ્ઞાનનો વિષય થોડો છે પરંતુ તે પોતાના વિષયને સ્પષ્ટ-સારી રીતે જાણે છે તેથી તે એકદેશ-પ્રત્યક્ષ છે, અને કેવળજ્ઞાન પોતે સર્વ શેયોને સ્પષ્ટ જાણે છે તેથી તે સર્વપ્રત્યક્ષ છે.”
આગમની શૈલીથી પ્રત્યક્ષ-પરોક્ષના આ પ્રકારો કહ્યા છે, તેમાં મતિ-શ્રુતને પરોક્ષ કહ્યા છે; છતાં અધ્યાત્મશૈલીમાં તેને સ્વાનુભવ-પ્રત્યક્ષ પણ કહેવાય છે-એ વાત પોતે જ આ પત્રમાં આગળ લખશે.
દરેક આત્મા જ્ઞાનસ્વરૂપ છે; તેનું જ્ઞાન કેવું કાર્ય કરે તો તેને ધર્મ કહેવાય? તેની આ વાત છે. અથવા શું કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય? તેની આ વાત છે. સમ્યકદર્શન એટલે સાચી પ્રતીત; શુદ્ધ આત્મા જેવો છે તેવી તેની પ્રતીત તે સમ્યકદર્શન છે. હવે, શુદ્ધાત્મા કેવો છે તેને જો જ્ઞાન બરાબર જાણે તો જ તેના સાચા જ્ઞાનપૂર્વક સાચી પ્રતીત થાય. જ્ઞાનમાં જ જેને વિપરીતતા હોય તેને સાચી પ્રતીત કયાંથી થાય? જે જાણ્યું હોય તેની પ્રતીત કરેને? આત્માને જાણવાનું કામ (છદ્મસ્થને) મતિશ્રુતજ્ઞાન વડે થાય છે. પણ જે મતિશ્રુતજ્ઞાન એકલા પર તરફ જ વર્તે તે આત્માને જાણી શકતા નથી. પરથી પાછા વળી, ઇન્દ્રિય તથા મનનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ : અધ્યાત્મ-સંદેશ અવલંબન એકકોર મૂકી, સ્વ તરફ વળે ત્યારે જ તે મતિશ્રુતજ્ઞાન આત્માને સમ્યકપણે અનુભવે છે, અને એવા જ્ઞાનપૂર્વક જ આત્માની સમ્યકપ્રતીતિ થાય છે. પૂર્વે અનંત કાળમાં જીવે આવી સમ્યકપ્રતીતિ કદી કરી નથી. આવી સમ્યક પ્રતીતિ તે અપૂર્વ કાર્ય છે, એના વડે મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. આ સમ્યગ્દર્શન કયાંય પરમાંથી કે રાગના વિકલ્પમાંથી આવે તેમ નથી, સ્વભાવસભુખ દષ્ટિ કર્યું જ સમ્યગ્દર્શન થાય છે.
સમ્યગ્દર્શન સહિતનું જે સમ્યજ્ઞાન તે પ્રમાણ છે, ને તેમાં પ્રત્યક્ષ-પરોક્ષપણાનું આ વર્ણન ચાલે છે. અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન કાંઈ બધાય સાધકને હોતાં નથી, કેટલાક જીવો તો અવધિ અને મન:પર્યય વગર, મતિ-શ્રુત વડે જ આત્માને અનુભવીને સીધા કેવળજ્ઞાન પામી જાય છે. કોઈ કોઈ ધર્મીને અવધિજ્ઞાન તથા મનઃપર્યયજ્ઞાન પ્રગટે છે, તેમાંય મન:પર્યયજ્ઞાન તો કોઈ મુનિને જ પ્રગટે છે. આ અવધિ અને મન:પર્યયજ્ઞાન જો કે પ્રત્યક્ષ છે પરંતુ તે જ્ઞાનો પરને-રૂપીને જ પ્રત્યક્ષ જાણી શકે છે, અરૂપી આત્માને તેઓ પ્રત્યક્ષ કરી શકતા નથી. મતિશ્રુતજ્ઞાન સ્વસમ્મુખ થઈને આત્માને સાધે છે, પરંતુ તે જ્ઞાનમાં કેવળજ્ઞાનની માફક આત્મપ્રદેશો સાક્ષાત પ્રત્યક્ષ જણાતા નથી તેથી તેમને પરોક્ષ કહ્યા છે. પરને પણ અવધિ-મન:પર્યયજ્ઞાન જેવું સ્પષ્ટ તે જાણતા નથી, અસ્પષ્ટ જાણે છે, તેથી તે પરોક્ષ છે. કેવળજ્ઞાનની તો શી વાત ! એ તો સર્વ પ્રકારે સાક્ષાત્ પ્રત્યક્ષ છે, પૂરેપૂરું પ્રત્યક્ષ છે. આત્માના એકેક પ્રદેશને પણ તે સાક્ષાત્ જાણે છે. આવા કેવળજ્ઞાન સહિત સીમંધર પરમાત્મા અત્યારે વિદેહક્ષેત્રે તીર્થંકરપણે વિરાજી રહ્યા છે.
આવો દુર્લભ અવસર પામીને પણ હે જીવ! જો. તેં તારા સ્વશયને ન જાણ્યું ને સ્વાશ્રય મોક્ષમાર્ગ ન સાધ્યો તો તારું જીવન વ્યર્થ છે. આ અવસર ચાલ્યો જશે તો તું પસ્તાઈશ. માટે જાગ. ને સ્વતિ સાધવામાં તત્પર થા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનોનું વિશેષ વર્ણન
મતિ-શ્રુત જ્ઞાનની તાકાત
ત્યક્ષ અને પરોક્ષના ભેદના બીજા પ્રકારો દર્શાવે છે:
“વળી પ્રત્યક્ષના બે ભેદ છે–પરમાર્થ પ્રત્યક્ષ અને વ્યવહાર પ્રત્યક્ષ. અવધિ, મન પર્યય અને કેવળજ્ઞાન તો સ્પષ્ટ પ્રતિભાસરૂપ જ છે તેથી તે પારમાર્થિક પ્રત્યક્ષ છે. અને નેત્રાદિ વડે વર્ણાદિકને જાણીએ છીએ તેથી તેને સાંવ્યવહારિક-પ્રત્યક્ષ કહીએ છીએ.
વળી પરોક્ષપ્રમાણના પાંચ ભેદ છેઃ ૧-સ્મૃતિ, ૨-પ્રત્યભિજ્ઞાન, ૩-તર્ક, ૪-અનુમાન અને પ-આગમ. તેમાં--
૧. પૂર્વે જાણેલી વસ્તુને યાદ કરીને જાણવી તે સ્મૃતિ કહીએ. ૨. દષ્ટાંત વડે વસ્તુનો નિશ્ચય કરીએ તે પ્રત્યભિજ્ઞાન કહીએ. ૩. હેતુથી જે વિચારમાં લીધું તે જ્ઞાનને તર્ક કહીએ. ૪. હેતુ વડે સાધ્ય વસ્તુનું જ્ઞાન તે અનુમાન કહીએ. ૫. આગમથી જે જ્ઞાન થાય તેને આગમ કહીએ. આ પ્રમાણે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણના ભેદો કહ્યા.”
અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન એ ત્રણે પરમાર્થ પ્રત્યક્ષ છે. તેમાં કેવળજ્ઞાન તો મહા પ્રત્યક્ષ, પરમ અતીન્દ્રિય, સંપૂર્ણ પ્રત્યક્ષ દિવ્ય જ્ઞાન છે; અવધિ-મન:પર્યયજ્ઞાનમાં ઈન્દ્રિયાદિનું અવલંબન નથી, પણ તે જ્ઞાનો અમુક વિષયોને જ જાણે છે તેથી તે બંને એકદેશ પ્રત્યક્ષ છે. આ ત્રણે જ્ઞાન પરમાર્થ પ્રત્યક્ષ છે. અને મતિ-શ્રુતજ્ઞાન જો કે પરોક્ષ છે, પણ વ્યવહારમાં “મેં આ વસ્તુ નજરે જોઈ, મેં અમુક માણસને સાક્ષાત્ દેખ્યો' ઇત્યાદિ પ્રકારે કહેવામાં આવે છે તેથી તે જ્ઞાનને “સાંવ્યવહારિક પ્રત્યક્ષ” પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬ : અધ્યાત્મ-સંદેશ
કહેવાય છે. પ્રથમ તો અહીં સામાન્યપણે પાંચે જ્ઞાનમાંથી પ્રત્યક્ષ-પરોક્ષ કયા છે તે બતાવે છે; તેમાં મતિ-શ્રુતની જે ખાસ વિશેષતા છે તે પછી બતાવશે.
* કેવળજ્ઞાન તો એક જ પ્રકારનું છે.
* મન:પર્યયજ્ઞાન ઋન્નુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારનું છે; તેમાં વિપુલમતિ તો અપ્રતિપાતી છે એટલે તે જ્ઞાનના ધારક મુનિ નિયમથી તે જ ભવે મોક્ષ પામે છે.
*
અવધિજ્ઞાન દેશઅવિધ પરમઅવિધ અને સર્વઅવધિ એમ ત્રણ પ્રકારનું છે; તેમાં ૫૨મઅવધિ અને સર્વઅવધિ એ બે પ્રકારો ચરમશરીરી મુનિને હોય છે.
* મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે; તે પરોક્ષ જ્ઞાનના અનેક ભેદો છે. અહીં બીજા પ્રકારે તેના પાંચ ભેદ કહ્યા છે-સ્મૃતિ, પ્રત્યભિ, તર્ક, અનુમાન અને આગમ. પહેલા ચાર ભેદો મતિજ્ઞાનના છે, ને આગમ તે શ્રુતજ્ઞાન છે.
સ્મૃતિ એટલે પૂર્વે જોયેલી વસ્તુને સ્મરણ વડે વર્તમાનમાં જાણવી તે; જેમકે સીમંધરભગવાન આવા હતા... તેમની વાણી આવી હતી... સમવસરણ આવું હતું... વગેરે પૂર્વે જોયેલી વસ્તુને વર્તમાનમાં યાદ કરીને જાણે એવી તાકાત મતિજ્ઞાનમાં છે.
પ્રત્યભિજ્ઞાન એટલે પૂર્વે જે વસ્તુ જોયેલી તેને વર્તમાન વસ્તુ સાથે સરખાવવી તે; જેમકે-પૂર્વે જે ભગવાનને જોયા હતા તેમના જેવી જ આ પ્રતિમાની મુદ્રા છે; અથવા, પૂર્વે ભગવાન પાસે મેં અમુક આત્માને જોયો હતો તે આ જ આત્મા છે-એમ મતિજ્ઞાન જાણી શકે છે. દેહાદિ બધા સંયોગો એકદમ પલટી ગયા હોવા છતાં મતિજ્ઞાનની નિર્મળતાની કોઈ એવી તાકાત છે કે ‘પૂર્વે જોયેલો આત્મા આ જ છે' એમ તે નિઃશંક જાણી લ્યે છે. જગતને જ્ઞાનીના જ્ઞાનની તાકાતનો વિશ્વાસ બેસવો કઠણ પડે છે. પણ ‘એવી તાકાતવાળા જીવો અત્યારે અહીં પણ છે.’
તર્ક એટલે જ્ઞાનમાં સાધન-સાધ્યનો સંબંધ જાણી લેવો તે; જેમકે જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય, જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધૂમાડો ન હોય. જ્યાં સમવસરણ હોય ત્યાં તીર્થંકરભગવાન હોય, જ્યાં તીર્થંકરભગવાન ન હોય ત્યાં સમવસરણ ન હોય. અથવા જે જીવને વસ્ત્રગ્રહણ છે તેને છઠ્ઠું
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૫૭ ગુણસ્થાન ન હોય, છઠ્ઠ ગુણસ્થાન જેને હોય તેને વસ્ત્રગ્રહણ ન હોય. આ પ્રમાણે હેતુના વિચારથી જ્ઞાન કરવું તે તર્ક છે.
હેતુથી જે જાણું તે અનુસાર સાધ્યવસ્તુનું જ્ઞાન કરવું, એટલે કે સાધ્ય-સાધનનો તર્ક લાગુ પાડીને સાધ્યવસ્તુને ઓળખી લેવી તેને અનુમાન કહેવાય છે. જેમકે અહીં અગ્નિ છે કેમકે ધૂમાડો દેખાય છે; અહીં તીર્થંકર ભગવાન બિરાજે છે કેમકે સમવસરણ દેખાય છે; આ જીવને છઠું ગુણસ્થાન કે મુનિપણું નથી કેમકે તેને વસ્ત્રગ્રહણ છે. આ પ્રમાણે મતિજ્ઞાનથી અનુમાન થઈ જાય છે. આ અનુમાન એ કાંઈ સંશયવાળું નથી હોતું પણ ચોક્કસરૂપ હોય છે.
આ ઉપરાંત આગમઅનુસાર જે જ્ઞાન થાય તેને આગમજ્ઞાન કહેવાય છે. એ શ્રુતજ્ઞાનનો પ્રકાર છે. આ સ્મૃતિ વગેરે પાંચ પ્રકાર પરોક્ષજ્ઞાનના છે.
આ પાંચ જ્ઞાન-પ્રત્યક્ષ કે પરોક્ષ તે બધાય-પોતાથી જ થાય છે, કાંઈ પરથી જ્ઞાન થતું નથી. પરોક્ષજ્ઞાન પણ કાંઈ ઈન્દ્રિય કે મનને લીધે થતું નથી. જાણનારસ્વભાવી આત્મા પોતાના સ્વભાવથી જ તેવી અવસ્થારૂપે પરિણમે છે. જેમ ગળપણસ્વભાવી ગોળ કદી ગળપણ વગરનો હોય નહિ ને તેનું ગળપણ પરમાંથી આવે નહિ, તેમ જ્ઞાનસ્વભાવી આત્મા કદી જ્ઞાન વગરનો હોય નહિ ને તેનું જ્ઞાન પરમાંથી આવે નહિ. જ્ઞાનમાં પર જણાય, પણ જ્ઞાન કાંઈ પરમાં જઈને જાણતું નથી તેમજ પરમાંથી જ્ઞાન આવતું નથી.
આવી સ્વતંત્રતા સમજવા ઉપરાંત અહીં તો અંદરની સ્વાનુભવ વખતની સૂક્ષ્મ વાત છે. સ્વાનુભવદશામાં ધર્મીને જ્ઞાનનું પ્રત્યક્ષપરોક્ષપણું કયા પ્રકારે છે તે હવે કહે છે.
ખાખરાની ખીસકોલી સાકરનો સ્વાદ કયાંથી જાણે? તેમ ઇન્દ્રિયજ્ઞાનમાં જ લુબ્ધ પ્રાણી અતીન્દ્રિય સુખના સ્વાદને કયાંથી જાણે ? જેણે જ્ઞાનને અંતરમાં વાળીને અતીન્દ્રિય વસ્તુને કદી લક્ષગત કરી નથી તેને એ અતીન્દ્રિયવસ્તુના અતીન્દ્રિયસુખની કલ્પના પણ કયાંથી આવે? જ્ઞાનીએ ચૈતન્યના અતીન્દ્રિયસુખનો અપૂર્વ સ્વાદ ચાખ્યો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ હોવા છતાં નિઃશંક છે સ્વાનુભવનું કાર્ય મતિ-શ્રુતજ્ઞાન વડે જ થાય છે
એ સ્વાનુભવદશામાં આત્મા જાણવામાં આવે છે તે શ્રુતજ્ઞાન વડે જાણવામાં આવે છે; શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ છે, અને મતિજ્ઞાનશ્રુતજ્ઞાન પરોક્ષ કહેલ છે; તેથી અહીં આત્માનું જાણવું પ્રત્યક્ષરૂપ હોતું નથી. વળી અવધિ-મન:પર્યયજ્ઞાનનો વિષય રૂપી પદાર્થો જ છે, તથા કેવળજ્ઞાન છદ્મસ્થ જીવોને હોય નહિ, તેથી અનુભવમાં અવધિ-મન:પર્યય કે કેવળજ્ઞાન વડે આત્માનું જાણવું નથી. આ રીતે અહીં, આત્માને સારી રીતે સ્પષ્ટ જાણે છે તેમાં પારમાર્થિક પ્રત્યક્ષપણું તો સંભવતું નથી, તેમ જ જેમ નેત્રાદિ વડે (રૂપ વગેરે ) જાણવામાં આવે છે તેમ એકદેશ નિર્મળતાપૂર્વક પણ આત્માના અસંખ્યાત પ્રદેશાદિક જાણવામાં આવતા નથી તેથી તેમાં સાંવ્યવહારિક-પ્રત્યક્ષપણું પણ સંભવતું નથી. અહીં તો આગમ-અનુમાનાદિ પરોક્ષજ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે.”
(મો. મા. પ્ર. પૃ. ૩૪૭) સાધકને આત્માનો સ્વાનુભવ મતિ-શ્રુતજ્ઞાન વડે થાય છે. તે સ્વાનુભવમાં અનંતગુણનો અભેદ ચૈતન્યપિંડ અને અતીન્દ્રિય આનંદનું વેદન તો સાક્ષાત થાય છે, તેમાં તેની અનંતશક્તિઓ અભેદપણે સ્વાદમાં આવી જતી હોવા છતાં, ભિન્ન ભિન્ન અનંતશક્તિઓ કે અસંખ્યપ્રદેશો મતિ-શ્રુતમાં સાક્ષાત્ દેખાતા નથી, તેથી તે જ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ કહેતા નથી, આત્માનું પારમાર્થિક પ્રત્યક્ષપણું તો કેવળજ્ઞાનમાં છે, છબસ્થને તો તે જ્ઞાન નથી, છદ્મસ્થને કોઈને અવધિ-મન:પર્યયજ્ઞાન હોય તે જો કે પ્રત્યક્ષ છે પણ તે તો માત્ર રૂપીવસ્તુને-પરવસ્તુને જાણવામાં જ પ્રત્યક્ષ છે, સ્વાનુભવનું કાર્ય તેમના વડે થતું નથી. સ્વાનુભવ તો મતિશ્રુતજ્ઞાન વડે જ થાય છે અને તે જ્ઞાન પરોક્ષ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૫૯ છે. આ જ્ઞાન પરોક્ષ છે તેથી કરીને કાંઈ તે શંકાશીલ નથી, આત્માના સ્વરૂપમાં તે નિઃશંક છે, સંદેહ વગરનું છે, વિપરીતતા વગરનું છે, “આમ હશે કે કેમ હશે!' એવું અચોક્કસપણે તેનામાં નથી. બ્રહ્માંડ ફરે તોય એ ન ફરે–એવું દઢ એ સ્વાનુભવજ્ઞાન હોય છે. મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ હોવા છતાં સ્વાનુભવ વખતે તેની જે ખાસ વિશેષતા છે તે પછી બતાવશે.
(પરોક્ષજ્ઞાનમાં સ્મૃતિ પ્રત્યભિ વગેરે જે પાંચ ભેદ કહ્યા હતા તે આત્માને જાણવામાં કયા પ્રકારે કામ કરે છે તે બતાવે છે.)
સંસારમાં ગમે તેવા કલેશના કે પ્રતિકૂળતાના પ્રસંગો આવે પણ જ્ઞાનીને જ્યાં ચૈતન્યની સ્કૂરણા થઈ ત્યાં તે બધાય કલેશ કયાંય ભાગી જાય છે. ગમે તેવા પ્રસંગમાયા એનાં શ્રદ્ધા જ્ઞાન ઘેરાઈ જતા નથી. જ્યાં ચિદાનંદ-હંસલાનું સ્મરણ કર્યું ત્યાં જ દુનિયાના બધા કલેશો દૂર ભાગી જાય છે. સંસારના ઝેરને ઉતારી નાખનારી આ જડીબુટ્ટી છે. એ જડીબુટ્ટી સુંઘતાં સંસારના થાક ક્ષણભરમાં ઊતરી જાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વાનુભવજ્ઞાનનું વર્ણન
“જેનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેને તેવું જાણી તેમાં પરિણામોને મગ્ન કરે છે તેથી તેને આગમ-પરોક્ષ પ્રમાણ કહીએ છીએ.
અથવા. હું આત્મા જ છું તેથી મારામાં જ્ઞાન છે; જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે-જેમકે સિદ્ધાદિક; વળી જ્યાં આત્મા નહીં ત્યાં જ્ઞાન પણ નહીં–જેમકે મૃતકકલેવરાદિક; આ પ્રમાણે અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કરી તેમાં પરિણામોને મગ્ન કરે છે તેથી તેને અનુમાન-પરોક્ષ પ્રમાણ કહીએ છીએ.
અથવા, આગમ-અનુમાનાદિક વડે જે વસ્તુને જાણી તેને યાદ રાખીને તેમાં પરિણામોને મગ્ન કરે છે તેથી તેને સ્મૃતિરૂપ પરોક્ષજ્ઞાન કહીએ છીએ. ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે જ આત્માને જાણવાનું હોય છે. પછી, જે સ્વરૂપ જાણું તેમાં જ પરિણામ મગ્ન થાય છે, તેનું કાંઈ વિશેષ જાણપણું લેતું નથી.”
(પાનું ૩૪૭-૩૪૮) જાઓ, આત્માને જાણે તે પ્રત્યક્ષ કે પરને જાણે તે પરોક્ષ એવી વ્યાખ્યા નથી; કેમકે મતિ-શ્રુતજ્ઞાન આત્માને જાણે છે છતાં તેને પરોક્ષ ગણ્યા છે, ને અવધિ-મન:પર્યયજ્ઞાન પરને જાણે છે છતાં તેને પ્રત્યક્ષ કહ્યાં છે. જે જ્ઞાન સ્પષ્ટ હોય અને સીધું આત્માથી થાય તે જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે; અને જે જ્ઞાન અસ્પષ્ટ હોય, જેમાં ઈન્દ્રિયાદિ પરનું કંઈક અવલંબન હોય તેને પરોક્ષ કહે છે. હવે મતિ-શ્રુતજ્ઞાન જ્યારે સ્વસમ્મુખ થઈને સ્વાનુભવમાં વર્તે છે ત્યારે તેમાંથી ઇન્દ્રિય-મનનું જેટલું અવલંબન છૂટયું છે તેટલું તો પ્રત્યક્ષપણું છે, તેમાં જે સ્વાનુભવ થયો તે એકલા આત્માથી જ થયો છે, બીજા કોઈનું તેમાં અવલંબન નથી, અને તે સ્વાનુભવ સ્પષ્ટ છે, માટે તે પ્રત્યક્ષ છે. આ પ્રત્યક્ષપણું અધ્યાત્મદષ્ટિવાળાને સમજાય તેવું છે. અહીં, મતિ-શ્રુતજ્ઞાન ઇન્દ્રિય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૬૧ અને મન વગર જાણે! ભાઈ, જાણવાનો સ્વભાવ તો આત્માનો છે ને! આત્મા પોતે પોતાને મન અને ઇન્દ્રિય વગર જ જાણે છે. પ્રવચનસારની ૧૭૨ મી ગાથામાં “અલિંગગ્રહણ 'ના ૨૦ અર્થો કરતાં આચાર્યદવે સ્પષ્ટ કહ્યું છે કે આત્મા એકલા અનુમાન વડે કે એકલા ઇન્દ્રિય-મન વડે જણાતો નથી, એટલે એકલા પરોક્ષ વડે તે જણાતો નથી. ઇન્દ્રિયજન્ય મતિ-શ્રુતજ્ઞાનને સાંવ્યવહારિકપ્રત્યક્ષ કહ્યું છે તે પરને જાણવાની અપેક્ષાએ, અને જાણવામાં તો તે જ્ઞાન ઇન્દ્રિયાતીત સ્વાનુભવપ્રત્યક્ષ છે. આ સ્વાનુભવ-પ્રત્યક્ષપણું અધ્યાત્મશેલીમાં છે, એટલે આગમની શૈલીમાં પ્રત્યક્ષ-પરોક્ષના જે ભેદો આવે તેમાં તેનું કથન ન આવે. સમયસારમાં કહે છે કે હું મારા સમસ્ત નિજવૈભવથી શુદ્ધાત્મા દેખાડું છું, તે સ્વાનુભવપ્રત્યક્ષથી પ્રમાણ કરજો. તો ત્યાં શ્રોતાઓ તો મતિશ્રુતજ્ઞાનવાળા જ છે ને તેમને જ મતિ-શ્રુતજ્ઞાન વડે સ્વાનુભવ-પ્રત્યક્ષ કરવાનું કહ્યું છે. જો સ્વાનુભવમાં મતિ-શ્રત પ્રત્યક્ષ ન હોય તો આમ કેમ કહું?
અહીં કહે છે કે, ધર્માત્માએ આવો સ્વાનુભવ કરતાં પહેલાં આગમ દ્વારા તથા અનુમાન વગેરે દ્વારા આત્માનું યથાર્થ સ્વરૂપ નક્કી કર્યું છે. પછી તેમાં પરિણામ લીન કરીને સ્વાનુભવ કરે છે.
આગમમાં, અરિહંતના આત્માનું ઉદાહરણ આપીને આત્માનો શુદ્ધ સ્વભાવ દેખાડ્યો છે. અરિહંતનો આત્મા દ્રવ્યથી–ગુણથી ને પર્યાયથી જેવો શુદ્ધ છે તેવો જ આત્માનો સ્વભાવ છે, અરિહંત જેવો સર્વજ્ઞસ્વભાવ આ આત્મામાં ભર્યો છે; અરિહંતના આત્મામાં શુભરાગ વગેરે વિકાર નથી તેમ શુભરાગ આ આત્માનો પણ સ્વભાવ નથી. આગમમાં શુભરાગને આત્માનો સ્વભાવ નથી કહ્યો પણ પરભાવ કહ્યો છે, તેને અનાત્મા અને આસ્રવ કહ્યો છે. એમ અનેક પ્રકારે આગમના જ્ઞાનથી આત્મસ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. વળી અનુમાનના વિચારથી પણ વસ્તુ સ્વરૂપ નક્કી કરે. –જેમ કેહું આત્મા છું. મારામાં જ્ઞાન છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે, જેમકે સિદ્ધ ભગવાન. જ્યાં જ્યાં આત્મા નથી ત્યાં ત્યાં જ્ઞાન પણ નથી, જેમકે અચેતન શરીર. વળી, જ્યાં જ્યાં જ્ઞાન નથી ત્યાં ત્યાં આત્મા પણ નથી, અને જ્યાં
જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન પણ છે. આ રીતે આત્માને અને જ્ઞાનને પરસ્પર વ્યાપ્તિપણું છે, એટલે એક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર : અધ્યાત્મ-સંદેશ હોય ત્યાં બીજું હોય જ, ને એક ન હોય ત્યાં બીજાં પણ ન હોય, આવા પરસ્પર અવિનાભાવપણાને સમવ્યાપ્તિ' કહેવાય છે. શરીર હોય ત્યાં આત્મા હોય”—એમ સાચું અનુમાન થઈ શકતું નથી, કેમ કે સિદ્ધ ભગવાનને શરીર ન હોવા છતાં આત્મા છે અને મૃતક કલેવરમાં શરીર હોવા છતાં આત્મા નથી; એટલે શરીરને અને જીવને વ્યાપ્તિ નથી. શરીર વગરનો આત્મા હોય પણ જ્ઞાન વગરનો આત્મા કદી ન હોય. માટે જ્ઞાન તે આત્માનું સ્વરૂપ છે, પણ શરીર તો આત્માથી ભિન્ન છે. એ જ રીતે, શરીરની માફક રાગ-દ્વેષ વગરનો પણ આત્મા હોય છે, માટે રાગ-દ્વેષ પણ ખરેખર આત્માનું સ્વરૂપ નથી. આમ અનેક પ્રકારે યુક્તિથી વિચારીને આત્માનું સ્વરૂપ નક્કી કરવું તેને અનુમાન કહેવાય છે.
હું આત્મા છું; કેમકે મારામાં જ્ઞાન છે ને હું જ્ઞાનથી જાણું છું. શરીર તે આત્મા નથી; કેમકે તેનામાં જ્ઞાન નથી, તે કાંઈ જાણતું નથી. આત્મા જ્ઞાનસ્વભાવી છે; કેમકે જ્ઞાન વગરનો આત્મા કદી હોતો
નથી, તેમ જ આત્મા સિવાય બીજે કયાંય જ્ઞાન કદી હોતું નથી.
શુદ્ધનયથી હું શુદ્ધ સિદ્ધસમાન છું; અશુદ્ધનયથી મારામાં અશુદ્ધતા પણ છે. શુદ્ધનયનો આશ્રય કરીને શુદ્ધાત્માનો અનુભવ કરતાં પર્યાયમાંથી અશુદ્ધતા ટળીને શુદ્ધતા પ્રગટે છે.
આ પ્રમાણે અનુમાન અને નય-પ્રમાણ વગેરેના વિચારો તત્ત્વનિર્ણયના કાળે હોય છે; પણ એકલા એ વિચારથી જ કાંઈ સ્વાનુભવ નથી થતો. વસ્તુસ્વરૂપ નક્કી કરીને પછી જ્યારે સ્વદ્રવ્યમાં પરિણામને એકાગ્ર કરે ત્યારે જ સ્વાનુભવ થાય છે. અને એ સ્વાનુભવના કાળે નય-પ્રમાણ વગેરેના વિચારો હોતા નથી. નય-પ્રમાણ વગેરેના વિચાર એ તો પરોક્ષજ્ઞાન છે, અને સ્વાનુભવ તો કંચિત્ પ્રત્યક્ષ છે. પહેલાં આગમ અનુમાન વગેરે પરોક્ષ જ્ઞાનથી જે સ્વરૂપ જાણું અને વિચારમાં લીધું તેમાં પરિણામ એકાગ્ર થતાં તે સ્વાનુભવ-પ્રત્યક્ષ થાય છે. આ સ્વાનુભવમાં પહેલાં કરતાં કાંઈ બીજું સ્વરૂપ જાણું-એમ નથી, એટલે કે જ્ઞાનીને સ્વાનુભવમાં જાણપણાની અપેક્ષાએ વિશેષતા નથી પણ પરિણામની મન્નતા છે-તે વિશેષતા છે.
આત્માના અનુભવનું સ્મરણ કરીને ફરી તેમાં પરિણામ લગાવે છે. – પણ આવું સ્મરણ કોને હોય? કે પહેલાં એકવાર જેણે અનુભવ વડ સ્વરૂપ જાણું હોય, તેની ધારણા ટકાવી હોય, તે ફરીને તેનું સ્મરણ કરે. “પહેલાં આત્માનો અનુભવ થયો ત્યારે આવો આનંદ હતો. આવી શાંતિ હતી,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૬૩ આવું જ્ઞાન હતું... આવો વૈરાગ્યભાવ હતો... આવી એકાગ્રતા હતી.. આવો પ્રયત્ન હતો...' એમ તેના સ્મરણ વડે ચિત્તને એકાગ્ર કરીને ધર્મી જીવ ફરીને તેમાં પોતાના પરિણામને જોડે છે. સ્વાનુભવ વખતે કાંઈ એવા સ્મરણ વગેરેના વિચારો નથી હોતા, પણ પહેલાં એવા વિચારો વડે ચિત્તને એકાગ્ર કરે છે, એટલે એવા પ્રકારના સ્મૃતિ-અનુમાન-આગમ વગેરે પૂર્વક (પછી તે વિચાર છૂટીને) સ્વાનુભવ થાય છે. વિચાર વખતે જે મતિ-શ્રુતજ્ઞાન હતા તે જ મતિ-શ્રુતજ્ઞાન વિકલ્પ છૂટીને સ્વાનુભવમાં આવ્યા, એટલે સ્વાનુભવમાં મતિ-શ્રુતજ્ઞાન છે એમ અહીં બતાવવું છે. મતિ-શ્રુતજ્ઞાને આત્માનું જ સ્વરૂપ જાણ્યું તેમાં જ તે મગ્ન થાય છે, તેમાં જાણપણાની અપેક્ષાએ ફેર નથી પણ પરિણામની મગ્નતાની અપેક્ષાએ ફેર છે.
મતિ-શ્રુતજ્ઞાન જ્યારે અંતરમાં ઉપયોગ મુકીને સ્વાનુભવ કરે છે ત્યારે તે નિર્વિકલ્પદશામાં કોઈ અપૂર્વ આનંદ અનુભવાય છે. જાણપણા અપેક્ષાએ ભલે ત્યાં વિશેષતા ન હોય પણ આનંદનો અનુભવ વગેરે અપેક્ષાએ તેમાં જે વિશેષતા છે, તે હવે પ્રશ્ન-ઉત્તર દ્વારા બતાવે છે.
વીતરાગી મોક્ષમાર્ગનો પડકાર કરતાં સંતો કહે છે કે અરે, રાગને ધર્મ માનનારા કાયરો ! તમે ચૈતન્યના વીતરાગ માર્ગે નહિ ચડી શકો... ચૈતન્યને સાધવાનો સ્વાધીન-પુરુષાર્થ તમે નહિ પ્રગટાવી શકો. સ્વાધીન ચૈતન્યનો તમારો પુરુષાર્થ કયાં ગયો? તમે ધર્મ કરવા નીકળ્યા છો, તો ચૈતન્યશક્તિની વીરતા તમારામાં પ્રગટ કરો. એ વીતરાગી વીરતા વડ જ મોક્ષમાર્ગ સધાશે.
-વીતરાગી સંતોની આવી હાક સાંભળીને કોણ ન જાગે ?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્વિકલ્પ-અનુભવ વખતનો વિશિષ્ટ આનંદ
પ્રશ્ન – જો સવિકલ્પ-નિર્વિકલ્પદશામાં જાણવાની વિશેષતા નથી તો અધિક આનંદ કઈ રીતે થાય છે?
સમાધાન - સવિકલ્પદશા વખતે જ્ઞાન અનેક શેયને જાણવારૂપ પ્રવર્તતું હતું, તે નિર્વિકલ્પદશામાં કેવળ આત્માને જ જાણવામાં પ્રવર્તે છે, -એક તો એ વિશેષતા છે; બીજી વિશેષતા એ છે કે જે પરિણામ વિવિધ વિકલ્પમાં પરિણમતા હતા તે કેવળ સ્વરૂપમાં જ તાદાભ્યરૂપ થઈ પ્રવર્યા. –આ બીજી વિશેષતા થઈ. આવી વિશેષતા થતાં કોઈ વચનાતીત એવો અપૂર્વ આનંદ થાય છે કે જેના અંશની પણ જાત વિષયોના સેવનમાં નથી; તેથી તે આનંદને અતીન્દ્રિય કહીએ છીએ.”
ધર્માજીવ સવિકલ્પદશા વખતે આત્માનું જ સ્વરૂપ જાણતા હતા તે જ નિર્વિકલ્પદશા વખતે જાણે છે, નિર્વિકલ્પદશામાં કાંઈ વિશેષ પ્રકાર જાણ્યા-એવી વિશેષતા નથી, છતાં સવિકલ્પ કરતાં નિર્વિકલ્પદશાનો ઘણો મહિમા કરો છો તો તેનું શું કારણ? એમાં એવી કઈ વિશેષતા છે કે આટલો બધો સ્વાનુભવનો મહિમા શાસ્ત્રોએ ગાયો છે ? તે અહીં બતાવ્યું છે. ભાઈ, સ્વાનુભવ વખતે જ્ઞાનઉપયોગ પોતાના શુદ્ધઆત્માને જ સ્વય કરીને તેમાં થંભી ગયો છે, પહેલાં ઉપયોગ બહારના અનેક શયોમાં ને વિકલ્પોમાં ભમતો, તે મટીને ઉપયોગ પોતાના સ્વરૂપને એકને જ જાણવામાં એકાગ્ર થયો. એક તો આ વિશેષતા થઈ. અને બીજી વિશેષતા એ થઈ કે, પહેલાં સવિકલ્પદશા વખતે અનેક પ્રકારના રાગદ્વેષ-શુભાશુભ પરિણામ થતા, સ્વાનુભવ વખતે શુદ્ધોપયોગ થતાં બુદ્ધિપૂર્વકના સમસ્ત રાગાદિ પરિણામો છૂટી ગયા, કેવળ નિજસ્વરૂપમાં જ તન્મય પરિણામ થયા. આવી વિશેષતાને લીધે સ્વાનુભવકાળમાં સિદ્ધ ભગવાન જેવો જે અતીન્દ્રિય સ્વાભાવિક આનંદ અનુભવાય છે તે વચનાતીત છે, જગતના કોઈ પદાર્થમાં એ સુખનો અંશ પણ નથી, ઇન્દ્રિયજનિત સુખો કરતાં આ સુખની જાત જ જુદી છે; આ તો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૬૫ આત્મજનિત સુખ છે, આત્માના સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલું છે. જો કે, જેટલી વીતરાગતા થઈ છે તેટલું આત્મિકસુખ તો સવિકલ્પદશા વખતેય ધર્મીને વર્તે છે, પરંતુ નિર્વિકલ્પદશા વખતે ઉપયોગ નિજસ્વરૂપમાં તન્મય થઈને જે અતીન્દ્રિય પરમ આનંદ વેદે છે તેની કોઈ ખાસ વિશેષતા છે. અહા, સ્વાનુભવનો આનંદ શું છે તેની કલ્પનાય અજ્ઞાનીને આવતી નથી. જેણે અતીન્દ્રિય ચૈતન્યને કદી જોયો નથી, જેણે ઇન્દ્રિયવિષયોમાં જ આનંદ માન્યો છે તેને સ્વાનુભવના અતીન્દ્રિયઆનંદની ગંધ પણ કયાંથી હોય? અરે, આવા સ્વાનુભવની ચર્ચા પણ જીવને દુર્લભ છે. જેણે જ્ઞાનને બાહ્ય-ઇન્દ્રિયવિષયોમાં જ ભમાવ્યું છે, જ્ઞાનને અંદરમાં વાળીને અતીન્દ્રિય વસ્તુને કદી લક્ષગત કરી નથી તેને એ અતીન્દ્રિયવસ્તુના અતીન્દ્રિયસુખની કલ્પના પણ કયાંથી આવે? “ખાખરાની ખીસકોલી કેરીનો સ્વાદ ક્યાંથી જાણે?' તેમ ઇન્દ્રિયજ્ઞાનમાં જ લુબ્ધ પ્રાણી અતીન્દ્રિયસુખના સ્વાદને કયાંથી જાણે? જ્ઞાનીએ ચૈતન્યના અતીન્દ્રિયસુખને જાણ્યું છે; એનો અપૂર્વ સ્વાદ ચાખ્યો છે, એ સુખ એને નિરંતર વર્તે છે; તે ઉપરાંત અહીં તો નિર્વિકલ્પદશામાં તેને આનંદની જે વિશેષતા છે તેની વાત છે.
શંકા- અમે તો ગૃહસ્થ, ગૃહસ્થને આવી સ્વાનુભવની વાત કેમ સમજાય ?
સમાધાન ભાઈ, સ્વાનુભવની આ ચિદ્ધિ લખનાર પોતે પણ ગૃહસ્થ જ હતા અને જેમના ઉપર આ ચિઠ્ઠિ લખેલી છે તેઓ પણ ગૃહસ્થો જ હતા એટલે ગૃહસ્થોને સમજાય એવી આ વાત છે. આત્માનું સત્યજ્ઞાન તો ગૃહસ્થને પણ થઈ શકે છે. મુનિદશા જેવી સ્વરૂપસ્થિરતા ગૃહસ્થને ન હોય પરંતુ આત્માનું જ્ઞાન તો મુનિદશા જેવું જ ગૃહસ્થદશામાંય થઈ શકે છે, તેમાં કાંઈ ફેર પડતો નથી. અને આવું આત્મજ્ઞાન કરે તે જ ગૃહસ્થને ધન્ય કહ્યો છે; શ્રી કુંદકુંદસ્વામી તો કહે છે કે હે શ્રાવક! તું નિર્મળ સમ્યકત્વને ગ્રહણ કરીને, નિરંતર એને જ ધ્યાનમાં ધ્યાવ. આવું સમ્યકત્વ ગૃહસ્થને થઈ શકે છે-તો જ એમ કહ્યું ને ? માટે સાચી જિજ્ઞાસા પ્રગટ કરીને સમજવા માંગે તેને સ્વાનુભવની વાત જરૂર સમજાય. આ સૂક્ષ્મ તો લાગે, પણ આ સમજવાથી જ આત્માનું કલ્યાણ છે. માટે આત્માના સમ્યત્વની ને સ્વાનુભવની વાત બરાબર સમજવા જેવી છે.
પ્રશ્ન- આ સમજીને પછી શું કરવું? ૨૪ કલાકનો કાર્યક્રમ શું? ઉત્તરઃ- ભાઈ, ધર્માત્માનો ચોવીસે કલાકનો આ જ કાર્યક્રમ છે કે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ : અધ્યાત્મ-સંદેશ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું સેવન કરવું ને પરભાવનું સેવન છોડવું. ચોવીસે કલાકમાં ક્ષણે ક્ષણે ધર્માત્મા આ સ્વભાવસેવનનું કાર્ય કરી રહ્યા છે. અને અજ્ઞાની ચોવીસે કલાકમાં ક્ષણે ક્ષણે પર ભાવના સેવનનું કાર્ય કરી રહ્યો છે. બહારના કામ તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ એક ક્ષણ પણ કરતું નથી.
સમ્યગ્દર્શન થયા પછી ધર્મીને ઉપયોગ કયારેક સ્વમાં હોય છે ને કયારેક પરમાં હોય છે; એકધારો સ્વમાં ઉપયોગ રહેતો નથી, પરંતુ સમ્યકત્વ એકધારું રહે છે. તે સમ્યકત્વ સ્વઉપયોગ વખતે પ્રત્યક્ષ ને પરઉપયોગ વખતે પરોક્ષ-એવા ભેદ તેમાં નથી; અથવા સ્વાનુભવ વખતે તે ઉપયોગરૂપ ને પર તરફ લક્ષ વખતે તે લબ્ધરૂપ-એવા ભેદ પણ સમ્યકત્વમાં નથી. સમ્યકત્વમાં તો ઔપથમિક વગેરે પ્રકારો છે, ને તે ત્રણેય પ્રકાર સવિકલ્પ દશા વખતે પણ હોય છે. સમ્યગ્દર્શન થયું તેટલી શુદ્ધપરિણતિ તો શુભ અશુભ વખતેય ધર્મીને વર્તે જ છે.
સમ્યગ્દર્શન થાય એટલે તે જીવ સદાય નિર્વિકલ્પ-અનુભૂતિમાં જ રહે એવું નથી. તેને શુદ્ધાત્મપ્રતીત સદાય રહે પણ અનુભૂતિ તો કયારેક હોય. મુનિનેય નિર્વિકલ્પ અનુભૂતિ સળંગ નથી રહેતી, સળંગ બે ઘડી નિર્વિકલ્પ રહે તો કેવળજ્ઞાન થઈ જાય.
સ્વાનુભૂતિ તે જ્ઞાનની સ્વઉપયોગરૂપ પર્યાય છે; સમ્યગ્દર્શનને તે ઉપયોગરૂપ સ્વાનુભૂતિ સાથે વિષમવ્યાપ્તિ છે, એટલે કે એક પક્ષ તરફની વ્યાપ્તિ છે. જેમ કેવળદર્શન અને કેવળજ્ઞાનને, અથવા તો આત્માને અને જ્ઞાનને, તો સમવ્યાપ્તિ છે–એટલે કે જ્યાં બેમાંથી એક હોય ત્યાં બીજું પણ હોય જ; અને એક ન હોય ત્યાં બીજાં પણ ન જ હોય. -એમ બન્નેને પરસ્પર અવિનાભાવીપણું છે, એને સમવ્યાપ્તિ કહે છે. પણ સમ્યગ્દર્શનને અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિને એવું સમવ્યાપ્તિપણું નથી, પણ વિષમવ્યાપ્તિ (એક પક્ષ તરફનું અવિનાભાવપણું ) છે; એટલે કે* જ્યાં નિર્વિકલ્પ અનુભૂતિ હોય ત્યાં સમ્યગ્દર્શન હોય જ. અને જ્યાં સમ્યગ્દર્શન ન હોય ત્યાં અનુભૂતિ ન જ હોય; –આવો નિયમ છે;
પરંતુ* જ્યાં સમ્યગ્દર્શન હોય ત્યાં અનુભૂતિ સદા હોય જ, અને જ્યાં
અનુભૂતિ ન હોય ત્યાં સમ્યગ્દર્શન ન જ હોય, એવો કોઈ નિયમ નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૬૭ * જ્યાં સમ્યગ્દર્શન હોય ત્યાં નિર્વિકલ્પ સ્વાનુભૂતિ વર્તતી હોય કે ન
પણ વર્તતી હોય. અને જ્યાં નિર્વિકલ્પ સ્વાનુભૂતિ ન હોય ત્યાં સમ્યકત્વ ન હોય અથવા હોય પણ ખરૂં.
* સમ્યગ્દર્શન પ્રગટવાના કાળે તો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ હોય જ એ
નિયમ છે. ત્યાર પછીના કાળે સમકિતીને તે અનુભૂતિ કોઈ વાર હોય, કોઈ વાર ન પણ હોય, પણ શુદ્ધાત્મપ્રતીત તો સદૈવ હોય જ.
જ્યારે ઉપયોગને અંદર થંભાવીને નિર્વિકલ્પ સ્વાનુભવમાં પરિણામને મગ્ન કરે ત્યારે તેને કોઈ વિશિષ્ટ આનંદનું વેદના થાય છે.
[ હવે, આ સ્વાનુભવ વખતે મતિ-શ્રુતજ્ઞાન હોવાથી તેને પરોક્ષ કહ્યો છે, અને શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે સ્વાનુભવને પ્રત્યક્ષ પણ કહ્યો છે, તે સંબંધી સ્પષ્ટીકરણ પ્રશ્નોત્તર દ્વારા કહે છે:- ]
સ્વાધીનતાની હુવા રે જીવ! તું સ્વસહાયી છો, પરાધીન નથી. પરાધીનતાના ભાવમાં અનંત કાળથી ગુંગળાઈ રહ્યો છો, સ્વાધીનતાને તો એકવાર જો. એક ક્ષણ તો સ્વાધીનતાની હવા લે ! તારી સ્વાધીનતાના અચિંત્ય મહિમાને તે જાણ્યો નથી, તેથી નિમિત્તાધીનબુદ્ધિથી જ્યાંત્યાં તારો ઉપયોગ ભમ્યા કરે છે. એ ભ્રમણ ટાળવાની ને સ્વરૂપમાં ઠરવાની રીત સંતો બતાવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્વિકલ્પ-સ્વાનુભવનું પ્રત્યક્ષપણું
5
“પ્રશ્નઃ- એ સ્વાનુભવમાં પણ આત્મા પરોક્ષ જ છે તો ગ્રંથોમાં એ અનુભવને પ્રત્યક્ષ કેમ કહ્યો છે? ઉપરની ગાથામાં જ (પૃષ્ઠ ૩૮ માં ) કહ્યું છે કે ‘પન્નવો અનુવો નહ્યા.’
તેનું સમાધાનઃ- અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે, કાંઈ આત્માના પ્રદેશનો આકાર તો ભાસતો નથી, પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતાં જે સ્વાનુભવ થયો તે પ્રત્યક્ષ છે. એ સ્વાનુભવનો સ્વાદ કાંઈ આગમ-અનુમાનાદિક પરોક્ષપ્રમાણાદિ વડે નથી જણાતો, પોતે જ એ અનુભવના રસાસ્વાદને વેદે છે. જેમ કોઈ અંધ મનુષ્ય સાકારને આસ્વાદે છે ત્યાં સાકરના આકારાદિ તો પરોક્ષ છે પણ જીભ વડે જે સ્વાદ લીધો છે તે સ્વાદ પ્રત્યક્ષ છે એમ જાણવું. (આ પ્રકારે સ્વાનુભવનું પણ પ્રત્યક્ષપણું જાણવું.)
અથવા, જે પ્રત્યક્ષ જેવું હોય તેને પણ પ્રત્યક્ષ કહીએ છીએ; જેમ લોકમાં પણ કહીએ છીએ કે ‘અમે સ્વપ્નમાં કે ધ્યાનમાં અમુક પુરુષને પ્રત્યક્ષ દેખ્યો' ત્યાં પ્રત્યક્ષ દેખ્યો નથી પરંતુ પ્રત્યક્ષની જેમ પ્રત્યક્ષવત યથાર્થ દેખ્યો તેથી તેને પ્રત્યક્ષ કહીએ છીએ. તેમ અનુભવમાં આત્મા પ્રત્યક્ષની જેમ યથાર્થ પ્રતિભાસે છે, તેથી આ ન્યાયે આત્માનું પણ પ્રત્યક્ષ જાણવું હોય છે એમ કહીએ છીએ, તેમાં દોષ નથી. કથન અનેક પ્રકારનાં છે તે સર્વે આગમ-અધ્યાત્મશાસ્ત્રો સાથે વિરોધ ન આવે તે રીતે વિવક્ષાભેદ વડે જાણવાં. ”
સાધકને આ સ્વાનુભવમાં મતિ-શ્રુતજ્ઞાન છે તે અપેક્ષાએ તેને ભલે પરોક્ષ કહ્યો, પરંતુ સ્વાનુભવના આનંદનું વેદન તો મતિશ્રુતજ્ઞાનીને પણ કેવળજ્ઞાની જેવું સાક્ષાત્ છે; આનંદનું વેદન કાંઈ પરોક્ષ નથી. માટે સ્વાનુભવને પ્રત્યક્ષ કહ્યો છે. જેમ અંધમનુષ્ય સાકરના રંગ વગેરેને નજરે નથી દેખતો તે
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૬૯ અપેક્ષાએ તેને સાકર પરોક્ષ છે પરંતુ મોઢામાં જે મીઠો સ્વાદ તેને વેદાય છે તે સ્વાદ કાંઈ તેને પરોક્ષ નથી, તે તો જેવો દેખતા માણસને સ્વાદ આવે તેવો જ સ્વાદ આંધળાને આવે છે, તે સ્વાદની જાતમાં કાંઈ ફેર નથી, ને સ્વાદનું વેદન કાંઈ પરોક્ષ નથી. તેમ મતિ-શ્રુતજ્ઞાની અસંખ્ય આત્મપ્રદેશ વગેરેને કેવળી પ્રભુની જેમ પ્રત્યક્ષ ભલે ન દેખે, તે અપેક્ષાએ તેને આત્મા પરોક્ષ છે, પરંતુ સ્વાનુભવમાં આત્માના આનંદનો જે અતીન્દ્રિયસ્વાદ મતિ-શ્રુતજ્ઞાનીને ચોથા ગુણસ્થાને આવે છે તે તો પોતે સાક્ષાત્ વેદે છે; પ્રત્યક્ષજ્ઞાની જેવો આનંદ વેદે છે તેવો જ આનંદ સ્વાનુભવમાં મતિ-શ્રુતજ્ઞાની વેદે છે. તેમાં વધારે-ઓછાપણું ભલે હો પણ આનંદના વેદનની જાતમાં કાંઈ ફેર નથી, ને એ આનંદનું વેદન કાંઈ પરોક્ષ નથી. માટે સ્વાનુભવને પ્રત્યક્ષ કહીએ છીએ.
અથવા, પ્રત્યક્ષ કહેવાનો બીજો પ્રકાર એ છે કે સ્વાનુભવથી જે આત્માને જાણ્યો તે પ્રત્યક્ષ જેવો જ સ્પષ્ટ જામ્યો છે. પ્રત્યક્ષ જેવું હોય તેને પણ પ્રત્યક્ષ કહેવાય છે-એ ન્યાયે આ સ્વાનુભવને પણ પ્રત્યક્ષ કહીએ છીએ. કેમકે, સ્વાનુભવમાં મતિ-શ્રુતજ્ઞાને પણ આત્માને પ્રત્યક્ષની માફક યથાર્થ જાણ્યો છે. તે મતિશ્રુતજ્ઞાન પણ પ્રત્યક્ષ જેવા જ (એટલે કે કેવળજ્ઞાન જેવા જ) જોસદાર-નિઃસંદેહુ યથાર્થ છે, તેથી તેના સ્વાનુભવને પ્રત્યક્ષ કહીએ તો કોઈ દોષ નથી. આ રીતે આગમની સામાન્ય શૈલીમાં તે મતિશ્રુતને પરોક્ષ કહેવાય ને અધ્યાત્મની ખાસ શૈલીથી તેને પ્રત્યક્ષ પણ કહેવાય છે. આગમ-અધ્યાત્મશાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન વિવેક્ષાથી અનેક પ્રકારનાં કથન આવે છે, તેની વિવક્ષા સમજીને, તેમાં પરસ્પર વિરોધ ન આવે અને પોતાનું હિત થાય તે પ્રમાણે તેનો આશય સમજવો જોઈએ. એક ઠેકાણે એક વાત વાંચી હોય તે જ બધે ઠેકાણે પકડી રાખે, ને બીજે ઠેકાણે બીજી વિવેક્ષાથી કાંઈ બીજો પ્રકાર આવે ત્યાં જ તેનો આશય ન સમજે, તો બંનેનો મેળ મેળવવો મુશ્કેલ પડે. માટે કયાં કઈ વિવક્ષા છે તે સમજવું જોઈએ.
મનના અવલંબનની અપેક્ષાએ મતિ-શ્રુતજ્ઞાનને પરોક્ષ કહ્યા છે; પરંતુ મનનું અવલંબન હોય માટે આત્માને જાણી જ ન શકે એમ નથી; કેમકે તે જ્ઞાનમાં સ્વાનુભવ વખતે સૂક્ષ્મ-અબુદ્ધિપૂર્વક મનનું જોડાણ છૂટી ગયું છે એટલા અંશે તેમાં પ્રત્યક્ષપણું છે. જે અબુદ્ધિપૂર્વક વિકલ્પ છે તેમાં મનનું અવલંબન છે, પણ આત્માનું જે સ્વસંવેદન છે તેમાં તો મનનું અવલંબન છૂટી ગયું છે. તેમાં કેવળજ્ઞાન જેવું પ્રત્યક્ષપણું ભલે નથી પણ સ્વાનુભવપ્રત્યક્ષપણું છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ : અધ્યાત્મ-સંદેશ
નિર્વિકલ્પ સ્વાનુભવને પ્રત્યક્ષ કહ્યો તથા તેમાં આનંદની ખાસ વિશેષતા કહી, આમ તેનો ઘણો મહિમા કર્યો. તો આવો સ્વાનુભવ કયા ગુણસ્થાને થાય? કોઈ મોટા મુનિઓને જ આવો સ્વાનુભવ થતો હશે, કે ગૃહસ્થનેય થતો હશે? એ વાત હવેના પ્રશ્ન-ઉત્તરથી સ્પષ્ટ કરે છે.
એક પિતા પોતાના પુત્રોને શિખામણ આપે છે
લૌકિક યોગ્યતા અને સજ્જનતા ઉપરાંત, ભગવાન અતદેવ દ્વારા ઉપદિષ્ટ રત્નત્રય ધર્મને કદી ન ભૂલો. શાસ્ત્રજ્ઞની સંગતિ કરો. રત્નત્રયથી ભૂષિત સજ્જનોનો આદર અને સમાગમ કરો. મુનિ-આર્થિકાશ્રાવક-શ્રાવિકા એ ચતુર્વિધ સંઘની જ્યારે જ્યારે અવસર મળે ત્યારે આદરપૂર્વક વંદના કરો... અને રત્નત્રયના સેવનમાં સદા તત્પર રહો.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચોથા ગુણસ્થાનથી જ નિર્વિકલ્પ અનુભવ; ગુણસ્થાનઅનુસાર પરિણામની વિશેષ મગ્નતા; સ્વાનુભવની તૈયારીવાળા જીવની દશા.
“પ્રશ્ન- એવો અનુભવ કયા ગુણસ્થાનમાં કહ્યો છે?
સમાધાન - ચોથા ગુણસ્થાનથી જ થાય છે. પરંતુ ચોથા ગુણસ્થાને તો ઘણા કાળના અંતરાળે થાય છે, અને ઉપરના ગુણસ્થાને શીઘ્ર શીધ્ર થાય છે.
પ્રશ્ન- અનુભવ તો નિર્વિકલ્પ છે, તો તેમાં ઉપરના અને નીચેના ગુણસ્થાનોનો ભેદ શો?
ઉત્તર- પરિણામોની મગ્નતામાં વિશેષતા છે; જેમ બે પુરુષ નાવ (અથવા નામ) લે છે, અને બંનેના પરિણામ નાવ (નામ) વિષે છે; ત્યાં એકને તો મગ્નતા વિશેષ છે તથા બીજાને થોડી છે, તેમ (અહીં સ્વાનુભવમાં પણ ) જાણવું.”
ચોથા ગુણસ્થાનની શરૂઆત જ આવા નિર્વિકલ્પ સ્વાનુભવપૂર્વક થાય છે, સમ્યગ્દર્શન કહો, ચોથું ગુણસ્થાન કહો કે ધર્મની શરૂઆત કહો તે આવા સ્વાનુભવ વગર થતી નથી. સ્વાનુભવને પ્રત્યક્ષ કહ્યો, તેમાં અતીન્દ્રિય વચનાતીત આનંદ કહ્યો, તેમાં કોઈ વિકલ્પ નથી એમ કહ્યું, તેથી કોઈને પ્રશ્ન ઊઠે કે આવો ઊંચો-અતીન્દ્રિય, પ્રત્યક્ષ સ્વાનુભવ કોને થતો હશે?-તો કહે છે કે આવો અનુભવ ચોથા ગુણસ્થાનથી જ થાય છે. આવી નિર્વિકલ્પ આનંદદશા ગૃહસ્થપણામાં રહેલા સમ્યગ્દષ્ટિને પણ મતિશ્રુતજ્ઞાન વડે થાય છે. ચોથા ગુણસ્થાને વિશેષ-વિશેષકાળના અંતરે કોઈ કોઈ વાર આવો અનુભવ થાય છે. પહેલી વાર જ્યારે ચોથું ગુણસ્થાન પ્રગટયું ત્યારે તો નિર્વિકલ્પ અનુભવ થયો જ હતો, પણ પછી ફરીને એવો અનુભવ અમુક વિશેષકાળના અંતરે થાય છે; ને પછી ઉપરઉપરના ગુણસ્થાને તેવો અનુભવ વારંવાર થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ : અધ્યાત્મ-સંદેશ
પાંચમા ગુણસ્થાને ચોથા કરતાં અલ્પ અલ્પકાળને અંતરે અનુભવ થાય છે; (ચોથા ગુણસ્થાનવાળા કોઈ જીવને કોઈકવાર તુરત જ એવો અનુભવ થાય તે જુદી વાત છે.) અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી મુનિને તો વારંવાર અંતર્મુહૂર્તમાં જ નિયમથી વિક્લ્પ તૂટીને સ્વાનુભવ થયા કરે છે. સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાને વધુમાં વધુ કેટલા અંતરે સ્વાનુભવ થાય-એ સંબંધી કોઈ ચોક્કસ માપ જાણવામાં આવતું નથી. છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી મુનિને માટે તો નિયમ છે કે અંતર્મુહૂર્તમાં નિર્વિકલ્પ ઉપયોગ થાય જ; નહિતર મુનિશા જ ન ટકે. મુનિદશામાં કદી એમ ન બને કે લાંબાકાળ સુધી નિર્વિકલ્પઅનુભવ ન આવે ને બાહ્યપ્રવૃત્તિમાં (સવિ‚દશામાં) જ રહ્યા કરે. ત્યાં તો અંતર્મુહૂર્તમાં નિયમથી નિર્વિકલ્પધ્યાન થાય જ છે. મુનિદશામાં કોઈ જીવ ભલે લાખો-કરોડો વર્ષો રહે અને તે દરમિયાન સાતમું ગુણસ્થાન વારંવાર અંતર્મુહૂર્તમાં આવ્યા કરે, એ રીતે સમુચ્ચયપણે તેને છઠ્ઠા ગુણસ્થાનનો કાળ ભલે લાખોકરોડો વર્ષો થઈ જાય, પણ એકસાથે અંતર્મુહૂર્તથી વિશેષકાળ ઠ્ઠું ગુણસ્થાન રહી શકે જ નહીં. છઠ્ઠા ગુણસ્થાનનો કાળ જ અંતર્મુહૂર્તથી વધુ નથી પછી લાંબો વખત ઊંઘવાની તો વાત જ શી? ભગવાને છન્નુ ગુણસ્થાનનો જે ઉત્કૃષ્ટ કાળ કહ્યો છે તે ઉત્કૃષ્ટ કાળ પણ એવા જીવને જ હોય છે કે જે ત્યાંથી પાછો મિથ્યાત્વમાં જવાનો હોય. બીજા જીવોને એવો ઉત્કૃષ્ટકાળ હોતો નથી, તેને તો તેથી ઓછા કાળમાં વિકલ્પ તૂટીને સાતમું ગુણસ્થાન આવી જાય છે. મુનિઓ વારંવાર નિર્વિલ્પ૨સ પીએ છે.
અહો, નિર્વિકલ્પતા તે તો અમૃત છે.
બધા મુનિઓને સવિક્લ્પ વખતે છઠ્ઠું ને ક્ષણમાં નિર્વિકલ્પધ્યાન થતાં સાતમું ગુણસ્થાન થાય છે. જેમ સમ્યગ્દર્શન નિર્વિકલ્પ-સ્વાનુભવપૂર્વક પ્રગટે છે તેમ મુનિદશા પણ નિર્વિલ્પધ્યાનમાં જ પ્રગટે છે, “પહેલાં ધ્યાનમાં સાતમું ગુણસ્થાન પ્રગટે ને પછી વિક્લ્પ ઊઠતાં છઠે આવે. મુનિને તો વારંવાર
નિર્વિલ્પધ્યાન થાય છે. એ તો કેવળજ્ઞાનના એક્દમ નજીકના પાડોશી છે. અલ, વારંવાર શુદ્ધોપયોગના આનંદમાં ઝૂલતા એ મુનિની અંતરદશાની શી વાત ! અરે, સમ્યગ્દષ્ટિ-શ્રાવકને પણ ધ્યાન વખતે તો મુનિ જેવો ગણ્યો છે. હું શ્રાવક છું કે મુનિ છું એવો કોઈ વિક્લ્પ જ એને નથી, એને તો ધ્યાન વખતે આનંદના વેદનમાં જ લીનતા છે. ચોથા ગુણસ્થાને આવો અનુભવ કોઈકવા૨ થાય છે, પછી જેમ જેમ ભૂમિકા વધતી જાય છે તેમ તેમ કાળ-અપેક્ષાએ વારંવાર થાય છે ને ભાવઅપેક્ષાએ લીનતા વધતી જાય છે.
ચોથા ગુણસ્થાને સ્વાનુભવ લાંબાકાળના અંતરે થવાનું કહ્યું અને
ઉપરના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૭૩ ગુણસ્થાને તે શીધ્ર શીધ્ર થવાનું કહ્યું; આ રીતે ગુણસ્થાન-અનુસાર માત્ર કાળના અંતરની જ અનુભવમાં વિશેષતા છે કે બીજી કોઈ વિશેષતા છે? તો કહે છે કે પરિણામોની લીનતામાં પણ વિશેષતા છે. સ્વાનુભવની જાત તો બધા ગુણસ્થાનોમાં એક છે, ચૈતન્યસ્વભાવમાં જ બધાયનો ઉપયોગ લાગેલો છે પણ તેમાં પરિણામની મન્નતા ગુણસ્થાન અનુસાર વધતી જાય છે. સાતમા ગુણસ્થાને સ્વાનુભવમાં જેવી લીનતા છે તેવી તીવ્ર લીનતા ચોથા ગુણસ્થાને નથી; એ રીતે નિર્વિકલ્પતા બંનેને હોવા છતાં પરિણામની મગ્નતામાં વિશેષતા છે. જેમ કોઈ બે પુરુષો સમાન ક્રિયા કરતા હોય, –ભગવાનનું નામ લેતા હોય, સ્નાન કરતા હોય કે ભોજનાદિ કરતા હોય-બંનેના પરિણામ તેમાં લાગેલા હોય છતાં પરિણામની એકાગ્રતામાં બંનેને ફેર હોય છે; કોઈના પરિણામ તેમાં મંદપણે લાગેલા હોય ને કોઈના તીવ્રપણે લાગેલા હોય; ત્યાં બંનેનો ઉપયોગ તો એક જ કાર્યમાં લાગેલો છે પણ એકના પરિણામ તે કાર્યમાં મંદપણે વર્તે છે ને બીજાના પરિણામ તેમાં તીવ્રપણે વર્તે છે, તેમ ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પતા હોય ને સાતમાં ગુણસ્થાને નિર્વિકલ્પતા હોય-ત્યાં તે બંનેનો ઉપયોગ તો આત્માને વિષે અનુભવમાં જ લાગેલો છે, પરંતુ ચોથા કરતાં સાતમાં ગુણસ્થાને સ્વરૂપમાં પરિણામની મન્નતા ઘણી છે; અંદર અબુદ્ધિપૂર્વક રાગ ઘણો મંદ છે. ચોથા ગુણસ્થાને સ્વાનુભવ વખતે પણ અંદર અબુદ્ધિપૂર્વક (ભલે મંદ) ત્રણ કષાયચોકડી વિધમાન છે, અને સાતમા ગુણસ્થાને માત્ર એક સંજવલન કષાયચોકડી જ બાકી છે. સ્વાનુભવમાં પરિણામોની લીનતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ કષાયોનો અભાવ થતો જાય છે.
આ પ્રકારે સ્વાનુભવની ગુણસ્થાનઅનુસાર વિશેષતા જાણવી. જેમ જેમ ગુણસ્થાન વધતું જાય તેમ તેમ કપાયો ઘટતા જાય ને સ્વરૂપમાં લીનતા વધતી જાય. ધર્મીને ગુણસ્થાન અનુસાર જેટલી શુદ્ધિ થઈને જેટલી વીતરાગતા થઈ તેટલી શુદ્ધિ ને વીતરાગતા તો પર તરફના ઉપયોગ વખતે પણ ટકી રહે છે ને તેટલું તો બંધન તેને થતું જ નથી. ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં હોય તો પણ ત્યાં અનંતાનુબંધી સિવાયના ત્રણે કષાયનું અસ્તિત્વ છે, ને છઠ્ઠા ગુણસ્થાને શુભવિકલ્પમાં વર્તતા હોય તો પણ ત્યાં અપ્રત્યાખ્યાનાવરણ કે પ્રત્યાખ્યાનાવરણ કષાય નથી, માત્ર સંજ્વલન કષાય છે, એટલે સ્વાનુભૂતિમાં ન હોય તેથી તેને બીજા કરતાં વધુ કષાયો હોય-એમ નથી. પણ, એટલું ખરું કે એક જ ભૂમિકાવાળો જીવ તે સવિકલ્પદશામાં હોય તેના કરતાં નિર્વિકલ્પદશા વખતે તેને કષાયો ઘણા જ મંદ થઈ જાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ : અધ્યાત્મ-સંદેશ ચોથા ગુણસ્થાને સ્ત્રીપુત્રાદિવાળા શ્રાવકને, અરે ! આઠ વર્ષની બાલિકાને કે તીર્યને પણ એ નિર્વિકલ્પ દશા વખતે બુદ્ધિપૂર્વકના બધા રાગદ્વેષ છૂટી ગયા હોય છે, માત્ર ચૈતન્યગોળો-આનંદના સાગરથી ઉલ્લસતોદેહથી ભિન્ન અનુભવાય છે. એટલે આવા ધ્યાન વખતે તો શ્રાવકને પણ મુનિસમાન ગણ્યો છે. એ ધ્યાનમાં જ્ઞાનાદિની નિર્મળતા પણ વધતી જાય છે, પરિણામની સ્થિરતા પણ વધતી જાય છે.
જ્ઞાની સંસારમાં ગૃહસ્થપણામાં રહ્યા હોય, રાગ-દ્વેષ-ક્રોધાદિ કલેશપરિણામ અમુક થતા હોય, પણ એને એની લાળ લંબાતી નથી; સંસારના ગમે તેવા કલેશપ્રસંગો કે પ્રતિકૂળતાના પ્રસંગો આવે, પણ જ્યાં ચૈતન્યના ધ્યાનની સ્કૂરણા થઈ ત્યાં તે બધાય કલેશ કયાંય ભાગી જાય છે; ગમે તેવા પ્રસંગમાંય એના શ્રદ્ધા-જ્ઞાન ઘેરાઈ જતા નથી, જ્યાં ચિદાનંદ-હંસલાનું સ્મરણ કર્યું ત્યાં જ દુનિયાના બધા કલેશો દૂર ભાગી જાય છે, તો એ ચૈતન્યના અનુભવમાં તો કલેશ કેવો? એમાં તો એકલો આનંદ છે... એકલી આનંદની જ ધારા વહે છે. માટે કહે છે કે અરે જીવો ! આ ચૈતન્યસ્વરૂપના ચિંતનમાં કલેશ તો જરા પણ નથી ને તેનું ફળ મહાન છે, મહાન સુખની તેના ચિંતનમાં પ્રાપ્તિ થાય છે, તો એને કેમ ધ્યાનમાં ચિંતવતા નથી? ને કેમ બહાર જ ઉપયોગને ભમાવો છો ? જ્ઞાનીને બીજું બધું ભલે દેખાય પણ અંદર ચૈતન્યની જડીબુટ્ટી હાથમાં રાખી છે, સંસારના ઝેરને ઉતારી નાખનારી આ જડીબુટ્ટી છે; એ જડીબુટ્ટી સુંઘતાં સંસારના એના થાક ક્ષણભરમાં ઊતરી જાય છે.
જીવે શુદ્ધાત્માના ચિતનનો અભ્યાસ કરવો જોઈએ. જેને ચૈતન્યના સ્વાનુભવનો રંગ લાગે એને સંસારનો રંગ ઊતરી જાય. ભાઈ, તું અશુભ ને શુભ બંનેથી દૂર થા ત્યારે શુદ્ધાત્માનું ચિંતન થશે. જેને હુજી પાપના તીવ્ર કષાયોથી પણ નિવૃત્તિ નથી, દેવ-ગુરુની ભક્તિ, બહુમાન, સાધર્મીઓનો પ્રેમ વગેરે અત્યંત મંદ કષાયની ભૂમિકામાં પણ જે નથી આવ્યો, તે અકષાય ચૈતન્યનું નિર્વિકલ્પ ધ્યાન કયાંથી કરશે? પહેલાં બધાય કષાયનો (શુભ-અશુભનો) રંગ અંદરથી ઊડી જાય. જ્યાં એનો રંગ ઊડી જાય ત્યાં એની અત્યંત મંદતા તો સહેજે થઈ જ જાય, ને પછી ચૈતન્યનો રંગ ચડતાં તેની અનુભૂતિ પ્રગટે. બાકી પરિણામને એકદમ શાંત કર્યા વગર એમને એમ અનુભવ કરવા માંગે તો થાય નહીં. અહા, અનુભવી જીવની અંદરની દશા કોઈ ઓર હોય છે!
[ હવે, સ્વાનુભવને નિર્વિકલ્પ કહ્યો તે સંબંધી પ્રશ્ન-ઉત્તર વડે સ્પષ્ટતા કરે છે.]
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વમાં ઉપયોગ વખતે અબુદ્ધિપૂર્વક વિકલ્પ હોવા છતાં નિર્વિકલ્પપણું કેમ કહ્યું ? અનુભવનો અચિંત્ય મહિમા, અને તેની પ્રેરણા
卐
แ
“ પ્રશ્નઃ- જો નિર્વિકલ્પ-અનુભવમાં કોઈ વિકલ્પ નથી તો શુકલધ્યાનનો પ્રથમ ભેદ જે પૃથકત્વ-વિતર્ક-વિચાર કહ્યો છે તેમાં પૃથ વિતર્ક-વિચાર એટલે અનેક પ્રકારના શ્રુત અને વિચાર, અર્થાત્ અર્થવ્યંજન અને યોગનું સંક્રમણ–એમ કેમ કહ્યું ?
ઉત્તર:- કથન બે પ્રકારે છે–એક સ્થૂલરૂપ છે અને બીજું સૂક્ષ્મરૂપ છે. જેમ સ્થૂળપણે તો છઠ્ઠા જ ગુણસ્થાને સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રત કહ્યું અને સૂક્ષ્મપણે નવમા સુધી મૈથુનસંજ્ઞા કહી; તેમ અહીં અનુભવ વિષે નિર્વિકલ્પતા સ્થૂળરૂપે કહીએ છીએ, પરંતુ સૂક્ષ્મરૂપે પૃથકત્વવિતર્ક-વિચાર આદિક ભેદમાં અથવા દશમા ગુણસ્થાન સુધી કષાયાદિક કહ્યા છે. જે પોતાને કે અન્યને જાણવામાં આવે એવા ભાવનું કથન સ્થૂળ સમજવું, અને જે પોતે પણ ન જાણે, કેવળી ભગવાન જ જાણે એવા ભાવોનું કથન સૂક્ષ્મ જાણવું. તેમાં ચરણાનુયોગ વગેરેમાં સ્થૂળ કથનની મુખ્યતા છે. અને કરણાનુયોગ વગેરેમાં સૂક્ષ્મ કથનની મુખ્યતા છે. આવો ભેદ અન્યત્ર પણ જાણવો.
આ પ્રમાણે નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ જાણવું.”
ઉપયોગ જ્યારે સ્વાનુભવમાં જોડાય ત્યારે નિર્વિકલ્પદશા કહેવામાં આવે છે, કેમકે તે વખતે ઉપયોગનું જોડાણ વિકલ્પમાં નથી, ઉપયોગ નિજસ્વરૂપમાં જે એકાગ્ર થયેલો છે. જોકે નિર્વિકલ્પ અનુભવ વખતેય સરાગી જીવને અંદર અબુદ્ધિપૂર્વક વિકલ્પો તો છે, રાગનું કાર્ય વિકલ્પ છે તે ત્યાં પડયો છે, પણ ઉપયોગ તેમાં નથી, અને તે એવો સૂક્ષ્મ છે કે તે પોતાને કે બીજા સ્થૂળ જ્ઞાનીને ખ્યાલમાં આવી શકતો નથી, સામાન્ય છદ્મસ્થને ખ્યાલમાં આવે તેવા સ્થૂળ વિકલ્પ ત્યાં નથી, તેથી સ્થૂળ કથનમાં ત્યાં નિર્વિકલ્પતા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ : અધ્યાત્મ-સંદેશ જ કહેવામાં આવે છે. જે સૂક્ષ્મ વિકલ્પ કે કષાય ત્યાં વિધમાન છે તે અબુદ્ધિપૂર્વક છે અને સર્વજ્ઞને કે અવધિ-મન:પર્યયજ્ઞાનીને જ ગમ્ય છે. મતિ-શ્રુતજ્ઞાની આગમથી કે અનુમાનથી તેનું વિદ્યમાનપણું નક્કી કરી શકે, પણ સીધું ન જાણે. કરણાનુયોગના સૂક્ષ્મ કથનની અપેક્ષાએ તો દશમાં ગુણસ્થાન સુધી કષાયના અંશનો કે વિકલ્પનો સદ્ભાવ કહ્યો છે, પણ તે સામાન્ય જીવોને ગમ્ય નથી માટે તેનું કથન સૂક્ષ્મકથનમાં કર્યું, અને સામાન્યપણે ત્યાં નિર્વિકલ્પતા કહી. એ જ રીતે પૃથકત્વ-વિતર્કવિચાર નામનું પ્રથમ શુકલધ્યાન આઠમાથી બારમા ગુણસ્થાને હોય છે
ત્યાં સૂક્ષ્મપણે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય વગેરેમાં યોગનું સંક્રમણ હોય છે; દશમા સુધી સૂક્ષ્મપણે રાગનો વિકલ્પ પણ હોય છે, પરંતુ એક તો તે સામાન્ય જીવોને ગમ્ય નથી, અને બીજાં ત્યાં સ્વાનુભવની જ મુખ્યતા છે, માટે અબુદ્ધિપૂર્વકના સૂક્ષ્મવિકલ્પને ગૌણ કરીને ત્યાં નિર્વિકલ્પપણું કહ્યું છે. આ રીતે મુખ્ય-ગૌણ કરીને કથન કરવાની શાસ્ત્રની પદ્ધતિ છે. એકેક સમયના સૂક્ષ્મ પરિણામનું કથન કરવા જાય તો શાસ્ત્રનો પાર આવે નહિ ને જીવોને તે પકડાય પણ નહિ, એટલે જીવો હિત-અહિત સંબંધી જ્ઞાન કરીને પોતાનું પ્રયોજન સાધી શકે તે અનુસાર શાસ્ત્રોએ ૧૪ ગુણસ્થાન વગેરેનું કથન કર્યું છે; અત્યંત સૂક્ષ્મતાથી તો એકેક ગુણસ્થાનમાં પણ પરિણામોના અસંખ્ય પ્રકારો પડે છે. એટલે પ્રકરણઅનુસાર કયાંક સ્થૂળકથન હોય છે ને કયાંક સૂક્ષ્યકથન હોય છે. સ્વાનુભવને નિર્વિકલ્પ કહ્યો છે તે સ્થૂળકથન છે; ને જ્યારે સૂક્ષ્મપરિણામ બતાવવા હોય ત્યારે ત્યાં જે સૂક્ષ્મ પરિણામ કષાય વગેરે હોય તેનું પણ કથન કરે. અહીં એટલું વિશેષ જાણવું કે પૃથક–વિતર્કવિચાર વગેરેમાં સ્વાનુભવ વખતે પણ જે વિતર્ક-વિચાર કહ્યા છે તે સ્વમાં ને સ્વમાં જ છે, કાંઈ સ્વમાંથી ઉપયોગ છૂટીને પરમાં જાય-એવું સ્થળ સંક્રમણ ત્યાં નથી. સ્વાનુભવ વખતે ઉપયોગ તો સ્વજ્ઞયમાં જ છે; પણ જ્યાં સુધી વીતરાગભાવ પૂરો નથી થયો ને કષાયનો અત્યંત સૂક્ષ્મ અંશ પણ બાકી છે ત્યાં સુધી પરિણામમાં એટલી ચંચળતા છે. તથા ૧૧-૧૨ ગુણસ્થાને રાગ ન હોવા છતાં હુજી શ્રુતઉપયોગમાં એટલી ચંચળતા છે.
ચરણાનુયોગમાં સામાન્યપણે એમ કહેવાય કે મુનિ સર્વથા અપરિગ્રહી છે; પણ કરણાનુયોગ અંદરના સૂક્ષ્મ પરિણામ બતાવવા એમ કહે કે દશમા ગુણસ્થાન સુધી પરિગ્રહુ ( અંદરનો સૂક્ષ્મ લોભ) છે; આમ વિવક્ષા અનુસાર બંને કથન સાચાં છે, તેમાં કાંઈ વિરોધ નથી. ઉપરના ગુણસ્થાને જે સૂક્ષ્મલોભાદિ પરિણામ છે તેનું કાર્ય બહારમાં સ્થૂળરૂપે દેખાતું નથી–બહારમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૭૭ વસ્ત્રાદિ ગ્રહણ હોતું નથી તેથી સ્થૂળ વિવેચનમાં તેનો અભાવ ગણીને મુનિને નિષ્પરિગ્રહ કહ્યા. અને સૂક્ષ્મ કરણાનુયોગમાં ભૂમિકાઅનુસાર જે જે પરિણામ વર્તે છે તેનું જ્ઞાન પણ કરાવ્યું. સૂક્ષ્મ પરિણામ અપેક્ષાએ નવમા ગુણસ્થાને પણ વેદનો ઉદય કહ્યો એટલે ત્યાં પણ મૈથુનસંજ્ઞાનો સભાવ કહ્યો, પણ મુનિને સ્થૂળ પ્રવૃત્તિમાં કે બુદ્ધિપૂર્વકના પરિણામમાં તેનો અભાવ જ છે એટલે છઠ્ઠી ગુણસ્થાને પણ સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રત કહ્યું. દ્રવ્યાનુયોગમાં એમ કહે કે સમ્યગ્દષ્ટિ જીવ અબંધ છે–કેમકે શુદ્ધ અબંધસ્વભાવને દૃષ્ટિમાં લીધો છે; અને કરણાનુયોગ એમ કહે કે સમ્યગ્દષ્ટિને (ચોથા ગુણસ્થાને ) ૭૭ કર્મપ્રકૃતિઓનું બંધન થાય છે. બંને પ્રકારનું જ્ઞાન કરવું જોઈએ. સમ્યગ્દષ્ટિને અબંધ કહ્યા ત્યાં તેની શુદ્ધદષ્ટિનું સ્વરૂપ સમજાવવું છે, તે દષ્ટિએ કેવો અબંધ શુદ્ધ આત્મા પ્રતીતમાં લીધો છે તે બતાવવું છે; અને જે રાગથી કર્મપ્રકૃતિઓ બંધાય છે તે રાગને પણ શુદ્ધસ્વભાવમાં તે સ્વીકારતા નથી, અને શુદ્ધદષ્ટિ બંધનું કારણ થતી નથી. આ રીતે સમ્યગ્દષ્ટિને દ્રવ્યાનુયોગમાં અબંધ કહ્યા, અને હજી ભૂમિકાઅનુસાર પોતાની પર્યાયમાં જેટલા રાગાદિ છે ને જેટલી કર્મપ્રકૃતિ બંધાય છે તેનું પણ અસ્તિત્વ કરણાનુયોગમાં બતાવ્યું. એ રીતે અહીં સ્વાનુભવમાં પણ, સૂક્ષ્મપણે ત્યાં અબુદ્ધિપૂર્વક વિકલ્પ વિધમાન હોવા છતાં, ઉપયોગ નિજસ્વરૂપમાં જ છે ને બુદ્ધિપૂર્વકનો કોઈ વિકલ્પ નથી તેથી નિર્વિકલ્પપણું કહ્યું-એમ સમજવું.
આ પ્રમાણે નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ ઘણા પ્રકારે સ્પષ્ટ કર્યું. સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાને પણ આવો અનુભવ થાય છે એ પણ ખાસ બતાવ્યું. આ રીતે સમ્યકત્વની અને સ્વાનુભવની અલૌકિક ચર્ચા કરી. જુઓ, સાધર્મીઓ અરસપરસ સમ્યગ્દર્શનની ને સ્વાનુભવની કેવી સરસ ચર્ચા કરે તે આ પત્રમાં દેખાય છે. ધર્માત્મા એકબીજાના સંગમાં હોય તે અનુભવની અલૌકિક ચર્ચા કરતા હોય છે. જેમ બે વેપારી ભેગા થાય તો વેપારની ને ભાવતાલની વાતો કરે, બે ચોર ભેગા થાય તો ચોરીની ચર્ચા કરે, તેમ બે ધર્મી ભેગા થાય તો સ્વાનુભવની વાતો કરે. જેને જે વાત પ્રિય લાગે તેનું જ તે ઘોલન કરે છે.
આ સમ્યકત્વની ને સ્વાનુભવની બહુ સરસ વાત છે... એને લક્ષગત કરતાં જન્મમરણ ટળી જાય એવી આ અલૌકિક વાત છે. આ
સ્વાનુભવ” કળા એ જ સંસારસમુદ્રથી તરવાની કળા છે, બાકી બીજાં ભણતર આવડે તોયે ભલે ને ન આવડે તોયે ભલે. આ સ્વાનુભવ-કળાને જે નથી જાણતો તે ભલે બીજી અનેક કળાઓ જાણતો હોય તોપણ સંસારસમુદ્રને તરી શકતો નથી,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ : અધ્યાત્મ-સંદેશ મોક્ષને માટે એની એકેય કળા કામ આવતી નથી. અને સ્વાનુભવની એક કળાને જે જાણે છે તેને ભલે બીજી કળા કદાચ ન આવડે તોપણ સ્વાનુભવના બળે તે સંસારને તરશે ને મોક્ષને સાધશે. સ્વાનુભવથી એને કેવળજ્ઞાનની એવી મહાવિધા ખીલશે કે તેમાં જગતની બધીયે વિદ્યાનું જ્ઞાન સમાઈ જાય. અરે, આયુષ્ય ઓછું, બુદ્ધિની અલ્પતા ને શ્રુતનો તો પાર નહિ–તેમાં હે જીવ! તારે એ જ શીખવા જેવું છે કે જેનાથી આ ભવસમુદ્રને તરાય. બીજી આડીઅવળી વાતમાં પડ્યા વગર મૂળ પ્રયોજનભૂત એ વાતને જાણ કે જે જાણવાથી આત્મા આ સંસારસમુદ્રને તરી જાય. આ સંબંધમાં દષ્ટાંતઃ એક વેદીયા વિદ્વાન નૌકામાં બેસીને જતા હતા; વચ્ચે નાવિક સાથે વાત કરતાં કરતાં તેણે પુછયું-કેમ નાવિક ! તને સંગીત આવડે છે? નાવિક કહે-ના ભાઈ ! પછી થોડી વારે પૂછયુંવ્યાકરણ આવડે છે? જ્યોતિષ આવડે છે? ગણીત આવડે છે? નાવિક તો કહે-ના... બાપુ! છેવટે પુછયું-ભાઈ, લખતાં વાંચતાં તો આવડતું હશે! નાવિક કહેના રે બાપુ! અમારે તો ભલી આ નદી ને ભલી અમારી નૌકા... અમને તો આ પાણીમાં કેમ કરવું તે આવડે છે. પંડિતજી કહેબસ, ત્યારે તો નાવિક ભાઈ ! તમારી જીંદગી પાણીમાં ગઈ. અમે તો ન્યાય-વ્યાકરણ-સંગીત-કાયદા-જ્યોતિષ વગેરે બધું જાણીએ. નાવિક કહે– બહુ સારું... બાપા! અમારે તો અમારા કામથી કામ, હજી તો આમ વાત કરે છે ત્યાં તો જોરદાર વાવાઝોડું ઉપડ્યું ને નૌકા તો હાલકડોલક થતી તણાવા લાગી. ને ડુબી જશે એવું લાગ્યું ત્યારે નાવિકે પૂછયુંશાસ્ત્રીજી મા રાજ! તમને તરતાં આવડે છે કે નહીં? શાસ્ત્રીજી તો ગભરાઈ ગયા ને કહ્યું-ના... ભાઈ, બધું આવડે છે પણ એક તરતાં નથી આવડતું. નાવીક કહે-તમે બધું શીખ્યા પણ તરતાં ન શીખ્યા... આ નોકા તો હમણાં ડૂબી જશે... મને તો તરતાં આવડે છે એટલે હું તો હમણાં તરીને સામે કાંઠે પહોંચી જઈશ.... પરંતુ તમે તો આ નોકા સાથે હમણાં ડુબશો, તમે ને ભેગી તમારી બધીયે વિદ્યા પાણીમાં જશે. આ તો એક દષ્ટાંત છે. તેમ જેણે આ ભવસમુદ્રથી તરવું હોય તેણે સ્વાનુભવની વિદ્યા શીખવા જેવી છે. બીજાં અપ્રયોજનભૂત જાણપણું ઘણું કરે પણ જો અંતરમાં સ્વભાવભૂત ચૈતન્યવતુ શું છે તેને લક્ષગત ન કરે તો બહારનાં જાણપણા એને (વેદિયા વિદ્વાનની જેમ) સંસારથી તરવાના કામમાં નહિ આવે. અને જેણે બહારનો મહિમા છોડીને અંદરમાં ચૈતન્યવિધાન સાધી છે તેને બહારની બીજી વિધા કદાચિત ઓછી હોય તો પણ (નાવિકની જેમ) સ્વાનુભવની વિધા વડ તે ભવસમુદ્રને તરી જશે ને ત્રણલોકમાં સૌથી શ્રેષ્ઠ એવી કેવળજ્ઞાનવિદ્યાના તે સ્વામી થઈ જશે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૭૯ અરે જીવ! સ્વાનુભવની કળા શીખવનારા ને સંસારથી તારનારા સંત-ધર્માત્માઓ તને મળ્યા, તો અત્યારે તારી બહારની કળાના જાણપણાનું ડહાપણ એકકોર મુક ને સ્વાનુભવકળાની મહત્તાને સમજ. ભાઈ એના વિના સંસારનો ક્યાંય આરો નથી. આ સ્વાનુભવ પાસે બીજા બધા ભણતર થોથા છે. હજારો વર્ષના શાસ્ત્રભણતર કરતાં એક ક્ષણનો સ્વાનુભવ વધી જાય છે. માટે એને તું જાણ. આત્માના જ્ઞાનધ્યાન વડે ધર્મીને ઘણી શુદ્ધતા વધતી જાય છે ને અસંખ્યાતગણી નિર્જરા થતી જાય છે. બહારનો ઉઘાડ તો વધે કે ન પણ વધે પણ અંદર ચૈતન્યને અનુભવવાની જ્ઞાનની શક્તિ તેને વધતી જાય છે, ને આવરણ એકદમ તૂટતું જાય છે, એક ક્ષણભરના સ્વાનુભવથી જ્ઞાનીને જે કર્મો તૂટે છે, અજ્ઞાનીને લાખો ઉપાય કરતાં પણ એટલાં કર્મો તૂટતાં નથી. આમ સમ્યકત્વનો અને સ્વાનુભવનો કોઈ અચિંત્ય મહિમા છે. -એમ સમજીને હે જીવ! તું તેની આરાધનામાં તત્પર થા.
સમ્યકત્વસંબંધી અને નિર્વિકલ્પ અનુભવસંબંધી ઘણું સરસ સ્પષ્ટીકરણ કર્યું; હવે સાધર્મીઓએ પત્રમાં જે બીજા પ્રશ્નો લખ્યા છે તેના ઉત્તર આપે છે.
સ્વતંત્રતા બેસે તેની બલિહારી જેને પોતાની સ્વતંત્રતા બેઠી તેનું પરિણમન સ્વ તરફ વળ્યું... અરે, પોતાની સ્વતંત્રતા પણ જેને ન ગમે એને તો શું કહેવું? એનું તો અનાદિનું એ પ્રકારનું પરિણમન ચાલી જ રહ્યું છે. સ્વરૂપની અંતરષ્ટિથી અપૂર્વદશા પ્રગટ કરે તેની બલિહારી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મતિ-શ્રુત તે કેવળજ્ઞાનનો અંશ છે
કેમકે બંનેની એક જાત છે
વળી ભાડુંની! તમે ત્રણ દાંત લખ્યા અને તે દાંત વિષે પ્રશ્ન લખ્યા; પણ તે દષ્ટાંત સર્વાગે મળતા નથી; કેમકે દષ્ટાંત છે તે એક પ્રયોજનને દેખાડે છે. અહીં બીજનો વિધુ એટલે કે ચંદ્રમા, જલબિંદુ તથા અગ્નિકણિકા એ તો ત્રણે એકદેશ છે અને પૂર્ણમાસીનો ચંદ્ર, સમુદ્ર તથા અગ્નિકુંડ એ સર્વદેશ છે. એ જ રીતે ચોથા ગુણસ્થાને આત્માને જ્ઞાનાદિ ગુણ એકદેશ પ્રગટ થયા છે તેની, અને તેરમા ગુણસ્થાને આત્માના જ્ઞાનાદિક ગુણો સર્વદેશ પ્રગટ થાય છે તેની એક જાતિ છે.
તેમાં તમે પ્રશ્ન લખ્યો કે “એક જાતિ છે એટલે જેમ કેવળી સર્વજ્ઞેયને પ્રત્યક્ષ જાણે છે તેમ ચોથા ગુણસ્થાનવાળા પણ આત્માને પ્રત્યક્ષ જાણતા હશે?”—પરંતુ માની! ત્યાં પ્રત્યક્ષપણાની અપેક્ષાએ એક જાતિ નથી પણ સમ્યજ્ઞાનની અપેક્ષાએ એક જાતિ છે..”
જેમ પૂર્ણિમાનો અંશ તે બીજ, સમુદ્રનો અંશ એક જલબિંદુ અને મોટા અગ્નિકુંડનો અંશ એક અગ્નિકણ-એ દષ્ટાંતોમાં તો ક્ષેત્રઅપેક્ષાએ અંશ—અંશીપણું છે પરંતુ આત્મામાં શ્રુતજ્ઞાનને પૂર્ણજ્ઞાનનો અંશ કહ્યો તેમાં કાંઈ ક્ષેત્રઅપેક્ષાએ અંશ-એશીપણું નથી, પણ ભાવઅપેક્ષાએ અંશઅંશીપણું છે. ક્ષેત્ર તો બંનેનું સરખું છે. જેમ બીજ ઊગતાં ચંદ્રનું થોડુંક ક્ષેત્ર ખૂલ્યું ને બીજું ઢંકાયેલું છે તેમ આત્મામાં કાંઈ થોડા પ્રદેશો નિરાવરણ થયા ને બીજા આવરણવાળા રહ્યા એમ નથી. પણ જેમ પૂર્ણચંદ્ર પ્રકાશ આપે છે તેમ બીજ પણ પ્રકાશ આપે છે, પ્રકાશ આપવાનો સ્વભાવ બંનેમાં સરખો છે, એક પૂરો પ્રકાશ આપે છે ને બીજો થોડો પ્રકાશ આપે છે એટલો જ ફેર છે, તેમ અહીં આત્મામાં કેવળજ્ઞાન પૂર્ણ પ્રકાશ કરનાર છે ને મતિશ્રુતજ્ઞાન બીજની જેમ થોડો પ્રકાશ આપે છે, પ્રકાશ આપવાનો સ્વભાવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૮૧ બંનેનો સરખો છે, એટલે બંનેની એક જ જાત છે. એ રીતે તેમને અંશઅંશીપણું સમજવું. જેમ બીજ છે તે કાંઈ તાવડીનો કટકો નથી પણ ચંદ્રનો કટકો છે, તેમ મતિ-શ્રુતજ્ઞાન તે જ્ઞાનનો જ અંશ છે, તે રાગનો અંશ નથી. મતિ-શ્રુતનું ને કેવળજ્ઞાનનું ક્ષેત્ર તો સરખું જ છે, એટલે ક્ષેત્ર અપેક્ષાએ તેમને અંશ-એશીપણું નથી પણ ભાવઅપેક્ષાએ અંશ-અંશીપણું છે. ત્રણે દષ્ટાંતમાં એ રીતે યોગ્ય સમજવું.
વળી ૧૩માં ગુણસ્થાનનું કેવળજ્ઞાન અને ચોથા ગુણસ્થાનનું સમ્યક્રમતિશ્રુતજ્ઞાન એ બંનેમાં સમ્યકપણાની અપેક્ષાએ એક જાત છે; પણ જેમ કેવળજ્ઞાન સર્વ પદાર્થોને, અસંખ્ય આત્મપ્રદેશો વગેરેને પણ પ્રત્યક્ષ સાક્ષાત્ જાણે છે તેમ મતિશ્રુતજ્ઞાન કાંઈ પ્રત્યક્ષ નથી જાણતા. એટલે પ્રત્યક્ષપણાની અપેક્ષાએ કાંઈ બંને સરખા નથી, પણ જાત અપેક્ષાએ સરખા છે. મતિ-જ્ઞાન કે કેવળજ્ઞાન વગેરે બધા જ્ઞાનોને સામાન્યજ્ઞાનસ્વભાવ સાથે જ એકતા છે. તેથી સમયસારમાં આચાર્યદવે કહ્યું છે કે
મતિ શ્રુત અવધિ મનઃ કેવળ તેવું પદ એક જ ખરે,
આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪. જ્ઞાનસામાન્યના જ એ બધા વિશેષો છે એટલે જ્ઞાનને જ તે બધા ભેદો અભિનંદે છે, તે બધાયની એક જ જાત છે. તેમાં પ્રત્યક્ષ-પરોક્ષ વગેરે ભેદ છે પણ જાતિભેદ નથી. જેમ કોઈ વણિક પાસે વધુ મૂડી હોય, કોઈ પાસે ઓછી હોય, એટલે મુડીની શક્તિનો ભેદ છે પણ તેથી કાંઈ જાતિભેદ નથી, વણિકજાતિ અપેક્ષાએ બંને સરખા જ છે. તેમ કેવળજ્ઞાનનું સામર્થ્ય ઘણું અપાર, ને મતિશ્રુતનું સામર્થ્ય થોડું-એમ સામર્થ્યમાં ભેદ હોવા છતાં બંનેની જાતિ એક જ છે, સમ્યજ્ઞાનપણે બંને સરખા જ છે. તેમ જ સ્વાનુભવ વખતે તો મતિ-શ્રુતજ્ઞાન પણ પ્રત્યક્ષ જેવા થઈ જાય છે.
શ્રુતજ્ઞાનમાં પણ એવી બેહદ તાકાત છે કે કેવળજ્ઞાન-અનુસાર બધા તત્ત્વોને જાણી લ્ય. અહીં પ્રયોજનભૂત તત્ત્વોની અપેક્ષાએ વાત સમજવી. કેવળજ્ઞાન અનુસાર બધા પ્રયોજનભૂત તત્ત્વોનો પરોક્ષ નિર્ણય શ્રુતજ્ઞાન પણ કરી શકે છે. ભલે બધા ક્ષેત્રને કે ત્રણ કાળના સમયોને ભિન્ન ભિન્ન ન જાણી શકે પણ પોતાના હિત-અહિત સંબંધી પ્રયોજનભૂત તત્ત્વોને તો તે શ્રુતજ્ઞાન પણ કેવળજ્ઞાન અનુસાર જ જાણે છે, તેમાં વિપરીતતા હોતી નથી. તે કેવળજ્ઞાન જેવું પ્રત્યક્ષ ભલે ન જાણે પણ તેમાં વિપરીતતા ન હોય. –આ અપેક્ષાએ તેમાં એક જાતિપણું સમજવું.
વળી આ સંબંધી વિશેષ કહે છે:
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વાનુભવરૂપ શ્રુતજ્ઞાનની અચિંત્ય તાકાત
5
แ
ચોથા ગુણસ્થાનવાળાને મતિ-શ્રુતરૂપ સમ્યજ્ઞાન છે, અને
તેરમા ગુણસ્થાને કેવળરૂપ સમ્યજ્ઞાન છે. વળી એકદેશ-સર્વદેશનું તો એટલું જ અંતર છે કે, મતિશ્રુતજ્ઞાનવાળા અમૂર્તિક વસ્તુને પરોક્ષ, અને મૂર્તિક વસ્તુને પણ પ્રત્યક્ષ કે પરોક્ષ કિંચિત્ અને અનુક્ર્મપૂર્વક જાણે છે, જ્યારે કેવળજ્ઞાન સર્વથા સર્વને યુગપત્ જાણે છે. તે (મતિ-શ્રુત) પરોક્ષ જાણે છે ને આ (કેવળજ્ઞાન) પ્રત્યક્ષ જાણે છે, એટલો જ વિશેષ (તફાવત) છે. પણ જો સર્વ પ્રકારે એક જ જાતિ કહીએ તો જેમ કેવળજ્ઞાની યુગપત, પ્રત્યક્ષ, અપ્રયોજનરૂપ, (સર્વ) જ્ઞેયોને નિર્વિકલ્પપણે જાણે છે તેમ આ મતિ-શ્રુતજ્ઞાની પણ જાણે,-પરંતુ એમ તો નથી. તેથી તેમાં પ્રત્યક્ષ-પરોક્ષનો વિશેષ જાણવો.
‘અષ્ટસહસ્ત્રી ’માં કહ્યું છે કે
स्याद्वादकेवलज्ञाने
सर्वतत्त्वप्रकाशने। भेद साक्षात्असाक्षात् च ह्यवस्त्यन्यतमं भवेत्।। ९०-९०५ ।।
તેનો અર્થ-સ્યાદ્વાદ એટલે કે શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન એ બંને સર્વ તત્ત્વોને પ્રકાશનારાં છે; વિશેષ એટલો કે કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે. પરંતુ વસ્તુપણે તેઓ ભિન્ન નથી.”
જુઓ, આમાં તેરમા ગુણસ્થાનનું કેવળજ્ઞાન અને ચોથા ગુણસ્થાનનું શ્રુતજ્ઞાન એ બંનેની એક જાતિ કઈ રીતે છે ને બંન્નેમાં તફાવત કયા પ્રકારે છે તે સંબંધી સ્પષ્ટતા કરી છે.
જેમ અંશી ને તેનો અંશ જુદા નથી તેમ કેવળજ્ઞાન ને શ્રુતજ્ઞાન વસ્તુપણે જુદા નથી. જેમ કેવળજ્ઞાન અને રાગ એ બંનેની તો જાત જ જાદી છે, પરંતુ તેમ કાંઈ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનની જાત જુદી નથી; સમકિતી
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૮૩ પણ શ્રુતજ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને અનુભવતા હોવાથી પરમાર્થ તેને
શ્રુત-કેવળી” કહ્યા છે. જો “શ્રુત' વિશેષણ લક્ષમાં ન લ્યો તો કેવળએકલું જ્ઞાન જ રહે છે. આ રીતે શ્રુતજ્ઞાનીનું જ્ઞાન અને કેવળજ્ઞાનીનું જ્ઞાન એ બંનેની જાત એક જ છે. વળી સમ્યક્ શ્રુતજ્ઞાનના અંશો વધી વધીને કેવળજ્ઞાનમાં ભળે છે, એટલે તે કેવળજ્ઞાનના જ અંશો છે; જ્ઞાનસ્વભાવની જાતના તે અંશો છે, એ કાંઈ પર અવલંબીને પ્રગટયા નથી, સ્વભાવને અવલંબીને પ્રગટયા છે. આ રીતે તેમને એક જાતિપણું હોવા છતાં તેમાં વિશેષતા પણ છે. કેવળજ્ઞાનની જેવી દિવ્ય અચિંત્ય સંપૂર્ણ તાકાત છે એવી તાકાત શ્રુતજ્ઞાનમાં નથી. શ્રુતજ્ઞાન કરતાં કેવળજ્ઞાનનું સામર્થ્ય અનંતગણું વધી જાય છે. જો જાતિની માફક સામર્થ્યમાં પણ બંને સરખાં હોત તો કેવળજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન પણ સર્વ પદાર્થોને પ્રત્યક્ષ એકસાથે વિકલ્પ વગર જાણી લેત. પણ બધા પદાર્થોને એ પ્રત્યક્ષ જાણી શકતું નથી, એક સાથે પણ જાણી શકતું નથી, ને પરયોને વિકલ્પ વગર પણ જાણી શકાતું નથી. અમેરિકામાં શું થાય છે ને રશિયામાં શું થાય છે-એવી અપ્રયોજનરૂપ વસ્તુને જાણવા જાય ત્યાં શ્રુતજ્ઞાનમાં વિકલ્પ થયા વગર રહેતા નથી, જ્યારે કેવળજ્ઞાન તો અપ્રયોજનરૂપ પદાર્થોને પણ વિકલ્પ વગર સાક્ષાત્ જાણે છે. શ્રુતજ્ઞાનીને સ્વમાં ઉપયોગ જોડાયેલો હોય ત્યારે પરનો ખ્યાલ રહેતો નથી, પણ કેવળી પ્રભુ તો સ્વ પર બધાને એક સાથે જાણી લે છે. અનંતકાળ પહેલાંની કે પછીની પર્યાયોને ભિન્ન ભિન્નપણે શ્રુતજ્ઞાન જાણી નથી શકતું, જ્યારે કેવળજ્ઞાન તો ત્રણેકાળને પહોંચી વળે છે, કોઈ પડદો વગેરે એને નડતું નથી. મતિશ્રુતજ્ઞાન તો અમુક પદાર્થોને જ પ્રત્યક્ષ કે પરોક્ષ જાણે છે, અમૂર્ત-ધર્માસ્તિકાય વગેરેને તે પ્રત્યક્ષ નથી જાણી શકતું, જેટલા પદાર્થોને જાણે છે તેને પણ એક સાથે નથી જાણી શકતું પણ ક્રમે ક્રમે જાણે છે, અને તેમાં પણ તેના બધા ધર્મોને નથી જાણતું પણ અમુક ધર્મોને જ જાણી શકે છે, જ્યારે કેવળજ્ઞાનની તો સંપૂર્ણ તાકાત ઊઘડી ગઈ હોવાથી એને બધા જ્ઞયો એક સાથે સંપૂર્ણ પ્રત્યક્ષ સર્વ પ્રકારે જણાય છે. આ રીતે કેવળજ્ઞાનમાં ને મતિશ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ-પરોક્ષનો જે ભેદ છે તેમજ સામર્થ્યમાં પણ જે ફેર છે તે જાણવો જોઈએ.
પરંતુ આત્માનો સ્વાનુભવ કરવામાં એ ભેદ નડતો નથી. શ્રુતજ્ઞાન ભલે અલ્પ સામર્થ્યવાળું હોય છતાં અંતર્મુખ થઈ, વિકલ્પ તોડીને સ્વસંવેદનપ્રત્યક્ષથી આત્માને અનુભવે છે; એવા અનુભવના બળે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાનને પણ સાધી લે છે. શુદ્ધ આત્મા વગેરે પ્રયોજનભૂત તત્ત્વોને તો જેવા કેવળીભગવાને જાણ્યા તેવા જ શ્રુતજ્ઞાની જાણે છે, તેમાં વિપરીતતા નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ : અધ્યાત્મ-સંદેશ ભલે કેવળજ્ઞાન જેવી અનંત પડખાંની સ્પષ્ટતા શ્રુતજ્ઞાનમાં ન હોય પણ વિપરીતતા તો નથી. શ્રુતજ્ઞાને પણ બધા જ પદાર્થોના સ્વભાવનો (ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વભાવ, અસ્તિ-નાસ્તિસ્વભાવ વગેરે સ્વભાવનો). કેવળજ્ઞાન અનુસાર પરોક્ષ નિર્ણય કરી લીધો છે કે જગતના બધા પદાર્થોનો સ્વભાવ આવો હોય. કેવળી ભગવાન બધા પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ થવાનું જાણે ને શ્રુતજ્ઞાની તેનાથી વિપરીત (અક્રમે થવાનું) જાણે એમ બનતું નથી; કેવળી ભગવાન એમ જાણે કે વીતરાગભાવ તે ધર્મ છે ને શ્રુતજ્ઞાની એમ જાણે કે શુભરાગ તે ધર્મ છે-એમ વિપરીતતા હોતી નથી. માર્ગ તો જેવો કેવળી ભગવાને જાણો તેવો જ શ્રુતજ્ઞાની જાણે છે, તેમાં રંચ પણ ફેર નથી.
આ રીતે કેવળજ્ઞાન અને સમ્યક મતિશ્રુતજ્ઞાન એક જાતના હોવાથી મતિશ્રુતજ્ઞાન કેવળજ્ઞાનનો પણ નિર્ણય કરી શકે છે. “મને સ્વાનુભવ થયો કે નહિ અથવા હું ભવ્ય છું કે નહિ, તે કેવળી જાણે, આપણને એની ખબર ન પડે–આવાં વચન જ્ઞાનીનાં હોય નહીં. પોતાના સ્વસંવેદનપ્રત્યક્ષના બળે જ્ઞાની તો નિઃશંક (કેવળજ્ઞાની જેટલો જ નિઃશંક) જાણે છે કે મને મારા આત્માનો સ્વાનુભવ થયો, ભવટ્ટી થઈ ગઈ, અને ભવ્ય તો છું જ પણ અત્યંત નિકટ ભવ્ય છું, આત્માનો આરાધક થયો છું ને પ્રભુના માર્ગમાં ભળ્યો છે. હવે અમારે આ ભવભ્રમણમાં રખડવાનું હોય નહિ. આમ અંદરથી આત્મા પોતે જ સ્વાનુભવના પડકાર કરતો જવાબ આપે.
પ્રશ્ન:- અજ્ઞાની પણ કેવળજ્ઞાનનો સમ્યક નિર્ણય કરી શકે કે નહીં ?
ઉત્તરઃ- ભાઈ, કેવળજ્ઞાનનો સમ્યનિર્ણય કરતાં અજ્ઞાન રહે નહિ કેમકે કેવળજ્ઞાનનો નિર્ણય તેની જાતના અંશ વડે જ થાય છે, તેનાથી વિરુદ્ધ ભાવ વડે કેવળજ્ઞાનનો નિર્ણય થાય નહિ. રાગવડ કે અજ્ઞાનવડે કેવળજ્ઞાનનો આવો નિર્ણય થાય નહીં. સામાન્યપણે તે ભલે કેવળજ્ઞાનીને સ્વીકારતો હોય પણ જે તેનું સાચું સ્વરૂપ ઓળખીને સ્વીકારે તો તે અજ્ઞાની રહે નહીં. એ જ વાત છે. ટોડરમલ્લજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ કહી છે: “અતદેવના કોઈ વિશેષણો તો પુદ્ગલાશ્રિત છે ને કોઈ વિશેષણ જીવાશ્રિત છે, તેને અજ્ઞાની ભિન્ન ભિન્ન ઓળખતો નથી.. જે બાહ્ય વિશેષણો છે તેને જાણી તેનાથી અરહંતદેવનું મહાનપણું માને છે, પણ જીવનમાં જે વિશેષણો છે તેને યથાવત્ ન જાણતાં એ વડે અરહંતદેવનું મહાનપણું માત્ર આજ્ઞાનુસાર માને છે, અથવા અન્યથા પણ માને છે; જો જીવના યથાવત્ વિશેષણો જાણે તો મિથ્યાદષ્ટિ રહે નહિ.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૮૫ શંકા - કોઈ જીવ અરહંતાદિનું શ્રદ્ધાન કરે છે, તેના ગુણોને ઓળખે છે છતાં તેને તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યકત્વ હોતું નથી, માટે જેને અરહંતાદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ-એવો નિયમ સંભવતો નથી.
સમાધાન - તત્ત્વશ્રદ્ધાન વિના અરહંતાદિકના છંતાલીસ આદિ ગુણો તે જાણે છે, ત્યાં પર્યાયાશ્રિત ( –દેહાશ્રિત ) ગુણોનું પણ જાણપણું હોતું નથી, કારણ કે જીવ-અજીવની ભિન્ન જાતિ ઓળખ્યા વગર અરહંતાદિકના આત્મશ્રિત અને શરીરાશ્રિત ગુણોને તે ભિન્ન ભિન્ન જાણતો નથી. જો જાણે તો તે પોતાના આત્માને પરદ્રવ્યથી ભિન્ન કેમ ન જાણે? એ જ પ્રવચનસાર ગા. ૮૦માં કહ્યું છે કે...... જે અરહંતને દ્રવ્યત્વ ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશને પ્રાપ્ત થાય છે... અરહંતાદિકનું સ્વરૂપ તો આત્માશ્રિત ભાવો વડે તત્ત્વશ્રદ્ધાન થતાં જ જણાય છે. માટે જેને અરહંતાદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ-એવો નિયમ જાણવો.
(મો. મા. પ્ર. પાનું. ૨૨૭-૨૨૮, ૩ર૭-૩૨૮) જુઓ, આ અરહંતાદિકને ઓળખવાની રીત ! “અરહંતાદિક' કહ્યું એટલે મુનિ કે સમ્યગ્દષ્ટિ વગેરે ધર્માત્માના સ્વરૂપને જો તેમના આમિકલક્ષણોથી ખરેખર ઓળખે તો તેને ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન જરૂર થાય જ. પણ એ ઓળખાણની રીત રાગથી પાર છે. રાગમાં ઊભો રહીને એ ઓળખાણ થતી નથી, જ્ઞાનભાવમાં રહીને એ ઓળખાણ થાય છે. આ રીતે કેવળજ્ઞાનના સ્વરૂપનો નિર્ણય કરનારું જ્ઞાન પણ કેવળજ્ઞાનની જાતનું જ થઈ જાય છે. એ સ્વાનુભવજ્ઞાનનું સ્વરૂપ ઘણા પ્રકારે સ્પષ્ટ કર્યું તથા સ્વાનુભૂતિ વખતનો વિશેષ મહિમા સમજાવ્યો.
(હવે નિશ્ચયસમ્યકત્વ અને વ્યવહારસમ્યકત્વ સંબંધમાં એક સુંદર ખુલાસો કરે છે.)
5
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગનું ઉદ્દઘાટન નિશ્ચય-સમ્યકત્વ વડે થાય છે. જેની સાથે નિશ્ચય હોય તે જ વ્યવહાર સાચો
વળી તમે જે નિશ્ચયસમ્યકત્વનું સ્વરૂપ તથા વ્યવહારસમ્યકત્વનું સ્વરૂપ લખ્યું તે સત્ય છે; પરંતુ એટલું જાણવું કે સમ્યકત્વીને વ્યવહારસમ્યકત્વને વિષે નિશ્ચયસમ્યકત્વ ગર્ભિત છે, નિરંતર ગમનરૂપ
છે.”
જાઓ, આમાં ખાસ સિદ્ધાંત છે; નિશ્ચય વ્યવહારનો સ્પષ્ટ ખુલાસો છે. કોઈ કહે કે ચોથા ગુણસ્થાને નિશ્ચય સમ્યકત્વ ન હોય, -તો એ વાત સાચી નથી. ચોથા ગુણસ્થાને પણ નિશ્ચય સમ્યકત્વ નિરંતર પરિણમી જ રહ્યું છે. વ્યવહાર સમ્યકત્વની સાથે જ જો નિશ્ચય સમ્યકત્વ ન વર્તતું હોય તો તે વ્યવહાર સમ્યકત્વ પણ સાચું નથી, એટલે કે ત્યાં સમ્યકત્વ જ નથી પણ મિથ્યાત્વ છે.
અહીં વ્યવહાર સમ્યકત્વમાં નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત કહ્યું; ગર્ભિતનો અર્થ “ગૌણ” ન સમજવો, પણ એક વસ્તુ કહેતાં બીજી વસ્તુ તેમાં આવી જ જાય એવો ગર્ભિતનો અર્થ અહીં સમજવો. દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધા વગેરેને જ્યાં વ્યવહાર સમ્યકત્વ કહ્યું ત્યાં શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ પણ ભેગું છે જ એમ સમજી લેવું. જો એવું શુદ્ધાત્મશ્રદ્ધાન ન હોય તો તો ત્યાં સમ્યકત્વ જ નથી, ત્યાં તો મિથ્યાત્વ છે; અને મિથ્યાદષ્ટિને તો વ્યવહાર સમ્યકત્વ હોવાની પણ અહીં ના પાડે છે.
અમુક લોકોનો એવો મત છે કે પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય; તો એનો અર્થ એ થયો કે એને વ્યવહારની સાથે નિશ્ચયનું પરિણમન નથી, એટલે એકલો શુભરાગ છે; તેને અહીં સમ્યકત્વ કહેતા નથી. જેને નિશ્ચય સમ્યકત્વનું પરિણમન છે તેને જ સમ્યગ્દર્શન છે, જ્યાં નિશ્ચય નથી ત્યાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૮૭ સમ્યગ્દર્શન નથી. માટે પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય-એ સિદ્ધાંતમાં મોટી ભૂલ છે. નિશ્ચય ને વ્યવહાર બંને સાથે છે, તેમાં પણ મુખ્યતા નિશ્ચયની છે. સ્વભાવની શુદ્ધતારૂપ નિશ્ચયની સાથે તે ભૂમિકાને યોગ્ય જે રાગાદિ છે તે વ્યવહાર છે.
ચોથા ગુણસ્થાન વગેરેમાં નિશ્ચય ન હોય, ત્યાં એકલો વ્યવહાર હોય-એમ જેઓ માને છે, તેઓ શુદ્ધાત્માને એક કોર રાખીને એકલા રાગથી ધર્મ કરવા નીકળ્યા છે, –પણ એમ ધર્મ થાય નહિ. નિશ્ચય સમ્યકત્વપૂર્વક જ ધર્મની ને મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. નિશ્ચય સમ્યકત્વ વગર કોઈને ચોથું પણ ગુણસ્થાન નથી હોતું તો પછી મુનિપણું તો કયાંથી હોય?
વળી ચોથી ભૂમિકા વગેરેમાં જે નિશ્ચય-વ્યવહાર સાથે છે તેમાં પણ, જે નિશ્ચય સમ્યકત્વાદિ છે તે અરાગભાવ છે, અને જે વ્યવહાર સમ્યકત્વાદિ છે તે સરાગભાવ છે; બંને એક ભૂમિકામાં સાથે હોવા છતાં તેમાં જે રાગ ભાવ છે તે અરાગભાવને મલિનતા કરતો નથી તેમજ જે રાગભાવ છે તે અરાગભાવનું કારણ પણ થતો નથી. બંનેની ધારા જ જાદી છે; બંનેનાં કાર્ય પણ જુદા છે. રાગભાવ તો બંધનું કારણ થાય છે ને અરાગભાવ મોક્ષનું કારણ થાય છે. સાધકને આવી બંને ધારા સાથે હોય છે. પણ જ્યાં એકલો શુભરાગ છે ને રાગ વગરનો ભાવ જરાય નથી તો ત્યાં ધર્મ નથી.
ચોથા ગુણસ્થાને જે રાગ છે તે રાગ સમ્યગ્દર્શનની શુદ્ધીને હણી શકતો નથી. જો તે રાગ પ્રગટેલી શુદ્ધતાને નુકશાન કરતો હોય તો તો કોઈને સાધકપણું થઈ જ ન શકે. છટ્ટ ગુણસ્થાને જે સંજ્વલનરાગ છે તે ત્યાંની શુદ્ધીને હણી શકતો નથી. આમ બંને ધારા એક સાથે છે, છતાં બંને ધારા એક થઈ જતી નથી; તેમ જ સાધકને વીતરાગતા થયા પહેલાં બંનેમાંથી એક્રય ધારા સર્વથા છૂટી જતી નથી. જો શુદ્ધતાની ધારા તૂટે તો સાધકપણું છૂટીને અજ્ઞાની થઈ જાય; અને જો રાગની ધારા છૂટી જાય તો તુરત વીતરાગ થઈને કેવળજ્ઞાન થઈ જાય. આ રીતે સાધકને નિરંતર નિશ્ચયનું પરિણમન વર્તી રહ્યું છે. ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને દરેક ગુણસ્થાને તે તે ભૂમિકાને યોગ્ય શુદ્ધતાની ધારા નિરંતર વર્તે છે.
જ્યાં સાચું સમ્યગ્દર્શન (નિશ્ચય) હોય ત્યાં બીજામાં તેનો આરોપ કરીને “આ પણ સમ્યગ્દર્શન છે” એમ કહ્યું તે વ્યવહાર છે.
પણ જ્યાં સાચું સમ્યગ્દર્શન જ નથી ત્યાં બીજામાં આરોપ કોનો ને વ્યવહાર કેવો?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ : અધ્યાત્મ-સંદેશ
એટલે કે જ્યાં નિશ્ચય સમ્યગ્દર્શન હોય ત્યાં જ વ્યવહાર સમ્યગ્દર્શન હોય છે; તેથી વ્યવહાર સમ્યકત્વમાં નિશ્ચય સમ્યકત્વ નિરંતર ભેગું ને ભેગું વર્તે છે.
પરંતુ જ્યાં વ્યવહાર સમ્યકત્વ હોય ત્યાં જ નિશ્ચય સમ્યકત્વ હોય એવો કોઈ નિયમ નથી, અર્થાત્ વ્યવહાર વગર નિશ્ચય ન હોયએવો નિયમ નથી. સિદ્ધ ભગવાન વગેરેને સરાગરૂપ વ્યવહાર સમ્યગ્દર્શન નથી છતાં નિશ્ચય સમ્યકત્વ નિરંતર વર્તી રહ્યું છે.
આ રીતે નિશ્ચયનું અબાધિતપણું છે અર્થાત્ તે તો નિયમથી બધાય સમ્યગ્દષ્ટિઓને હોય જ છે; પરંતુ વ્યવહાર-સમ્યગ્દર્શન બધાયા સમ્યગ્દષ્ટિઓને હોય જ એવો કોઈ અબાધિત નિયમ નથી.
માટે સિદ્ધ થાય છે કે નિશ્ચય સમ્યગ્દર્શન તે જ મોક્ષમાર્ગનું સમ્યગ્દર્શન છે, ને વ્યવહાર સમ્યગ્દર્શન તે ખરેખર મોક્ષમાર્ગ નથી, તે મોક્ષમાર્ગમાં કોઈવાર સહકારી ભલે હોય, પરંતુ તે પોતે તો મોક્ષમાર્ગ નથી.
ચોથા ગુણસ્થાને એકલો વ્યવહાર હોય ને નિશ્ચય ન હોય-એમ કોઈ માને તો તે માન્યતા બરાબર નથી. તેમજ વ્યવહારના આધારે નિશ્ચય થશે-એમ કોઈ માને તો તે પણ બરાબર નથી. નિશ્ચય તો શુદ્ધ આત્માના આશ્રયે છે ને વ્યવહાર તો પરાશ્રયે છે.
વ્યવહાર વગર તો એકલો નિશ્ચય હોઈ શકે છે, પરંતુ નિશ્ચય વગર એકલો વ્યવહાર હોતો નથી; એટલે અહીં “નિશ્ચય સમ્યકત્વમાં વ્યવહાર-સમ્યકત્વ ગર્ભિત છે” એમ ન કહ્યું, પરંતુ વ્યવહાર સમ્યકત્વમાં નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત છે”—એમ કહ્યું. કેવળજ્ઞાની વગેરેને કાંઈ વ્યવહાર સમ્યકત્વ નથી, એટલે નિશ્ચયની સાથે વ્યવહારનું પરિણમન સદાય હોવું જોઈએ એવો નિયમ નથી. પણ વ્યવહારની સાથે તો નિશ્ચય હોવો જ જોઈએ તો જ તે વ્યવહારને સાચો વ્યવહાર કહેવાય, એટલે કહ્યું કે-“સમ્યગ્દષ્ટિને વ્યવહાર સ ત્વમાં નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત છે.” પણ મિથ્યાષ્ટિને નિશ્ચય વગરનો જે વ્યવહાર છે તે ખરેખર વ્યવહાર નથી પરંતુ વ્યવહારાભાસ છે. સર્વજ્ઞદેવ વગેરેને જો ખરેખર ઓળખે તો તે પોતાના આત્માને પણ જરૂર ઓળખે જ—એ વાત આગળ કહેવાઈ ગઈ છે. સમ્યગ્દષ્ટિને નિરંતર એટલે કે યાત્રા-પૂજનાદિ ક્રિયા વખતે કે લડાઈ - વેપારધંધા વગેરે ક્રિયા વખતે પણ નિશ્ચય સમ્યકત્વનું પરિણમન ચાલુ જ છે. જો તે ન હોય તો સમ્યગ્દષ્ટિપણું જ ન રહે.
જુઓ, આ સમ્યગ્દર્શનની ખોજ! વ્યવહાર માર્ગણામાં એમ આવે કે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૮૯ સમ્યગ્દર્શન ચારે ગતિમાં હોય, સંજ્ઞી પંચેન્દ્રિયને હોય, ત્રસ કાયવાળાને હોય, વગેરે; અહીં કહે છે કે શુદ્ધાત્માની જ્યાં પ્રતીત હોય ત્યાં સમ્યગ્દર્શન હોય, ને શુદ્ધાત્માની પ્રતીત જ્યાં ન હોય ત્યાં સમ્યગ્દર્શન ન હોય. માટે સમ્યગ્દર્શનને ખોજ તારા શુદ્ધાત્મામાં. આ નિશ્ચય માર્ગણા છે. શુદ્ધ આત્માની પ્રતીત વગર ગતિ-ઇન્દ્રિય-કાય વગેરેમાં સમ્યગ્દર્શન ખોજે તો તે મળે તેમ નથી. જે સમ્યગ્દર્શનને શોધવાનું છે એનું સાચું સ્વરૂપ પણ જે જાણતો નથી તે તેને શોધશે કેવી રીતે ? માટે મોક્ષાર્થીએ સૌથી પહેલાં આવા સમ્યગ્દર્શનનું સ્વરૂપ ઓળખીને તેની આરાધના કરવી જોઈએ, કેમકે મોક્ષમાર્ગનું પહેલું પગલું સમ્યગ્દર્શન છે, એના વગર મોક્ષમાર્ગ એક પગલું પણ ચલાતું નથી.
સમ્યગ્દર્શન થયા પછી જીવને બે પ્રકારના ભાવો હોય છે. એક રાગ વગરના, ને બીજા રાગવાળા, સમ્યગ્દર્શન થયું તે પોતે રાગ વગરનો ભાવ છે, સમ્યજ્ઞાન થયું તે પણ રાગ વગરનું છે, ચારિત્રપરિણતિમાં હજી કેટલોક રાગ બાકી છે, પણ તેને જ્ઞાનનો ઉપયોગ જ્યારે સ્વમાં જોડાય ત્યારે બુદ્ધિપૂર્વક રાગનું વદન તે ઉપયોગમાં હોતું નથી, તે ઉપયોગ તો આનંદના જ વેદનમાં મગ્ન છે. એટલે તે વખતે અબુદ્ધિપૂર્વકનો જ રાગ છે. અને જ્યારે બહારમાં ઉપયોગ હોય ત્યારે-સવિકલ્પદશામાં જે રાગ છે તે બુદ્ધિ-પૂર્વકનો છે, છતાં તે વખતેય સમ્યગ્દર્શન પોતે કાંઈ રાગવાળું થઈ ગયું નથી. ભલે કદાચ તે વખતે “સરાગ-સમ્યકત્વ' નામ અપાય, તોપણ ત્યાં બંનેનું ભિન્નપણું સમજી લેવું કે સમ્યગ્દર્શન જાદા પરિણામ છે ને રાગ જુદા પરિણામ છે; એક જ ભૂમિકામાં ‘રાગ” અને “સમ્યકત્વ' બંને સાથે હોવાથી ત્યાં “સરાગ-સમ્યકત્વ' કહ્યું છે. કાંઈ રાગ તે સમ્યકત્વ નથી ને સમ્યકત્વ પોતે સરાગ નથી. ચોથા ગુણસ્થાનનું સમ્યગ્દર્શન તે પણ ખરેખર વીતરાગ જ છે; ને વીતરાગભાવ જ મોક્ષનું સાધન થાય છે, સરાગભાવ મોક્ષનું સાધન થતો નથી.
સમ્યગ્દષ્ટિને એક સાથે બંને ધારા હોવા છતાં, એક મોક્ષનું કારણ ને બીજાં બંધનું કારણ એ બંનેને ભિન્નભિન્ન સ્વરૂપે ઓળખવા જોઈએ. બંધ-મોક્ષનાં કારણો ભિન્નભિન્ન છે, જો તેમને એકબીજામાં ભેળવી દે તો તત્ત્વશ્રદ્ધાનમાં ભૂલ થાય. સમ્યગ્દર્શનની પાસેના રાગને પણ મોક્ષનું કારણ માની ત્યે તો તેણે બંધના કારણને મોક્ષનું કારણ માની લીધું. એવા જીવને શુદ્ધઆત્માનું ધ્યાન કે રાગ વગરની નિર્વિકલ્પ દશા હોય નહિ, એટલે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ : અધ્યાત્મ-સંદેશ કે મોક્ષમાર્ગ તેને હોય નહિ. મોક્ષમાર્ગના નામે તે ભ્રમથી બંધમાર્ગને જ સેવી રહ્યો છે.
અથવા, જીવના પરિણામ ત્રણ પ્રકારના છે: શુદ્ધ, શુભ અને અશુભ. તેમાં મિથ્યાષ્ટિને અશુભની મુખ્યતા ગણી છે, કવચિત શુભ પણ તેને હોય છે, શુદ્ધપરિણતિ તેને હોતી નથી. શુદ્ધપરિણામની શરૂઆત સમ્યગ્દર્શન પૂર્વક જ થાય છે. ચતુર્થાદિ ગુણસ્થાને શુભની મુખ્યતા કહી છે, ને સાથે અંશે શુદ્ધપરિણતિ તો સદાય વર્તે છે. જોકે શુદ્ધ ઉપયોગ કર્યો અરેક કયારેક હોય છે, પણ શુદ્ધ પરિણતિ તો સદૈવ વર્તે છે. અને સાતમા ગુણસ્થાનથી માંડીને ઉપરના બધા સ્થાને એકલો શુદ્ધઉપયોગ જ હોય છે. પરિણતિમાં જેટલી શુદ્ધતા છે તેટલો જ ધર્મ છે, તેટલો જ મોક્ષમાર્ગ છે. જીવ જ્યારે અંતર્મુખ થઈને અપૂર્વ ધર્મની શરૂઆત કરે છે–સાધક ભાવની શરૂઆત કરે છે ત્યારે તેને નિર્વિકલ્પ શુદ્ધઉપયોગ હોય છે. એ નિર્વિકલ્પ સ્વાનુભવ વડે જ મોક્ષમાર્ગના દરવાજા ઊઘડે છે.
અહો, આ તો ખરેખરી પ્રયોજનભૂત, સ્વાનુભવની ઉત્તમ વાત છે. સ્વાનુભવની આવી સરસ વાર્તા પણ મહાભાગ્યે જ સાંભળવા મળે છે... ને એ અનુભવદશાની તો શી વાત!
આપણા જીવનમાં સ્વાધ્યાય-મનન આપણે ખૂબ જ વધારવાની જરૂર છે. કેમકે ઠેઠ સ્વાનુભૂતિ સુધી પહોંચવાનું છે. જે મહાન લક્ષને સાધવા આપણે નીકળ્યા છીએ તેને યોગ્ય પ્રયત્ન ઉપાડવાનો છે.
સ્વ “સત્ છે' તેને સતરૂપે દેખવાનું
H
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાધકને સ્વાનુભવ-પ્રત્યક્ષની પ્રધાનતા
“વળી તમે લખ્યું કે, કોઈ સાધર્મી કહે છે કે “આત્માને પ્રત્યક્ષ જાણે તો કર્મવર્ગણાઓને પ્રત્યક્ષ કેમ ન જાણે?' એ જ કહ્યું છે કે આત્માને પ્રત્યક્ષ તો કેવળી જ જાણે છે, ત્યારે કર્મવર્ગણાને તો અવધિજ્ઞાની પણ જાણે છે. વળી તમે લખ્યું કે બીજના ચંદ્રની જેમ આત્માના થોડા પ્રદેશ ખુલ્લા છે-એમ કહો, પરંતુ એ દાંત પ્રદેશની અપેક્ષાએ નથી પણ ગુણની અપેક્ષાએ છે.”
(મો. મા. પ્ર. પૃ. ૩૫૦) જેમ અવધિજ્ઞાની કર્મવર્ગણા વગેરેને પ્રત્યક્ષ જાણે છે તેમ સમ્યગ્દષ્ટિ સ્વાનુભવમાં કાંઈ આત્મપ્રદેશોને પ્રત્યક્ષ દેખતા નથી. આત્મપ્રદેશોને પ્રત્યક્ષ તો કેવળી ભગવાન જ દેખે છે; સમકિતીને સ્વાનુભવમાં જે પ્રત્યક્ષપણું કહ્યું છે તે કાંઈ પ્રદેશોની અપેક્ષાએ નથી કહ્યું પણ સ્વાનુભવમાં ઇન્દ્રિયાદિનું અવલંબન નથી તે અપેક્ષાએ કહ્યું છે. સાધક જીવ કર્મવર્ગણા વગેરેને તો પ્રત્યક્ષ જાણે કે ન જાણે તેથી કરીને સાધકપણામાં ફેર નથી પડતો; જ્યારે આત્માને તો સ્વાનુભવથી પ્રત્યક્ષ જાણે જ, કેમકે તેની સાથે સાધકપણાનો સંબંધ છે. કર્મવર્ગણાને પ્રત્યક્ષ ન જાણે તો પણ શ્રુતજ્ઞાન વડે સ્વરૂપમાં લીન થઈને કેવળજ્ઞાન પામી શકે છે.
આત્માના થોડાક પ્રદેશો ખૂલી જાય ને બાકીનાં પ્રદેશો આવરણવાળા રહે–એવા પ્રકારે પ્રદેશભેદ આત્મામાં નથી, સમ્યગ્દર્શનાદિ થાય છે તે આત્માના બધા અસંખ્ય પ્રદેશે સર્વત્ર થાય છે, કાંઈ થોડા પ્રદેશમાં નથી થતું. એટલે આત્માના થોડા પ્રદેશ ખુલ્લા થયા ને બીજા આવરણવાળા રહ્યા” એવા અર્થમાં કાંઈ બીજના ચંદ્રનું દષ્ટાંત નથી; એ દષ્ટાંત ક્ષેત્રઅપેક્ષાએ નથી પણ ગુણ અપેક્ષાએ છે; એટલે કે સમ્યગ્દર્શન થતાં ચોથા ગુણસ્થાને જ્ઞાનાદિ ગુણોનું કેટલુંક સામર્થ્ય ખીલ્યું છે ને કેટલુંક સામર્થ્ય હજી ખીલવાનું બાકી છે એમ સમજવું.
F (આ રીતે સાધર્મીઓના બધા પ્રશ્નોના પ્રેમપૂર્વક ઉત્તર લખીને હવે પત્રનો ઉપસંહાર કરે છે )
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વાનુભવની પ્રેરણા અને સાધર્મપ્રેમપૂર્વક
ઉપસંહાર
એ પ્રમાણે સમ્યકત્વમાં અને સ્વાનુભવમાં પ્રત્યક્ષાદિ સંબંધી તમે જે પ્રશ્નો લખ્યા હતા તેના ઉત્તર મારી બુદ્ધિઅનુસાર લખ્યા છે; તમે પણ જિનવાણી સાથે તથા પોતાની પરિણતિ સાથે મેળવી લેજો. વિશેષ કયાં સુધી લખીએ? જે વાત જાણવામાં આવે તે લખવામાં આવે નહિ. (રૂબરૂ) મળતાં કંઈક કહેવાય ખરું, પણ મળવું તે કર્માધીન છે. માટે ભલું-ઉત્તમ તો એ છેકે ચૈતન્યસ્વરૂપના ઉધમ તથા અનુભવમાં રહેવુંતેમાં વર્તવું. વર્તમાનકાળમાં અધ્યાત્મતત્ત્વ તો આત્મા છે. (આ સ્વાનુભવ વગેરેનું કથન) સમયસારગ્રંથની અમૃતચંદ્ર-આચાર્યકૃત સંસ્કૃત ટીકા વિષે છે તથા આગમની ચર્ચા ગોમટ્ટસાર વિષે છે, તેમ જ બીજા શાસ્ત્રોમાં પણ છે; તે જાણી છે, પણ તે સર્વ લખવામાં આવે નહિ. માટે તમે અધ્યાત્મ તથા આગમ ગ્રંથોનો અભ્યાસ રાખજો અને સ્વ-સ્વરૂપમાં મગ્ન રહેજો. વળી તમે કોઈ વિશેષ ગ્રંથ જાણ્યા હોય તો મને લખી મોકલશો. સાધર્મીને તો પરસ્પર ચર્ચા જ જોઈએ મારામાં તો એટલી બુદ્ધિ નથી પરંતુ તમારા જેવા ભાઈઓ સાથે પરસ્પર વિચાર છે. વિશેષ કયાં સુધી લખીએ? જ્યાં સુધી મેળાપ ન થાય ત્યાં સુધી પત્ર તો શીઘ જ લખ્યા કરશો. (મિતિ મહા વદી ૫, સં. ૧૮૧૧)-”
પત્ર પૂરો કરતાં પં. શ્રી ટોડરમલજી નિર્માનતાથી લખે છે કે આ ઉત્તર મેં મારી બુદ્ધિ અનુસાર લખ્યા છે. તે જિનવાણી સાથે તથા પોતાની પરિણતિ સાથે તમે મેળવી લેશો. વળી જાણવામાં જેટલું આવે તે બધું ય કાંઈ લખવામાં આવી ન શકે. સ્વાનુભવ વગેરેની ગંભીર ચર્ચા લખાણમાં કેટલી આવે ? જો રૂબરૂ હોય તો એકબીજાના ભાવ જાણીને વધારે સ્પષ્ટતાથી ચર્ચા થાય. એટલે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૯૩ સાધર્મીને મળવાની અને તેમની સાથે સ્વાનુભવની ચર્ચા કરવાની પોતાને ભાવના તો ઘણી છે, પણ સેંકડો ગાઉનું અંતર તેથી સંયોગ બનવો તે તો ઉદયાધીન છે. માટે કહે છે કે સંયોગ તો બનો કે ન બનો, એની ભાવના કરતાં ચૈતન્યની ભાવનામાં સદાય રહેવું. ચૈતન્યની ભાવનામાં ક્ષેત્રનું અંતર નડતું નથી. ચૈતન્યની ભાવના કરવી, તેની પ્રાપ્તિ માટે, તેના અનુભવ માટે સદાય ઉદ્યમ કરવો એ જ ઉત્તમ છે. વર્તમાનકાળમાં અધ્યાત્મતત્ત્વ તો આત્મા છે. ગમે ત્યારે, જ્યારે જાઓ ત્યારે પોતાનો આત્મસ્વભાવ અધ્યાત્મતત્ત્વ છે, તેના સ્વાનુભવના ઉધમમાં સદાય વર્તવું.
લોકોને પુણક્રિયાના રસ આડ અંદરનું અધ્યાત્મતત્ત્વ ગુપ્ત રહી ગયું છે, તે જિનશાસનમાં જ્ઞાની-સંતોએ ખુલ્લું કરીને દેખાડ્યું છે. માટે આવા અધ્યાત્મતત્ત્વની રુચિ-ઓળખાણ કરીને તેની ભાવનામાં નિરંતર રહેવું. ખરો જૈનમાર્ગ તો તેમાં જ છે. રાગમાં ખરો જૈનધર્મ નથી. જૈનમાર્ગ કહો કે મોક્ષમાર્ગ કહો તે રાગરૂપ નથી પણ વીતરાગી અધ્યાત્મતત્ત્વરૂપ છે. આત્માના સ્વાનુભવમાં જૈનશાસનનું બધું રહસ્ય સમાય છે. સાધર્મી સાથે આવા સ્વાનુભવની, તેના ઉપાયની, આવા સ્વાનુભવને સંતો કઈ રીતે પામ્યા તેની, ને એ સંતોની દશા કેવી હોય તેની, તથા પોતાને કઈ રીતે એવો અનુભવ થાય તેની ચર્ચા વાર્તા, તેની પ્રાપ્તિ માટે ઉધમ, તથા તેનું ચિંતન-અનુભવન કરવા જેવું છે, ને નિજસ્વરૂપમાં મગ્ન રહેવા જેવું છે. નિજસ્વરૂપનું ચિંતન અથવા એના પ્રતિપાદક ઉત્તમ અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ કરવામાં તત્પર રહેવું સમયસારની ટીકા વગેરે શાસ્ત્રોમાં સ્વાનુભવની ઉત્તમ ચર્ચા છે; તથા આગમ સંબંધી ચર્ચા ગોમટ્ટસાર વગેરેમાં છે. આવા ગ્રંથોથી જેટલી વાત જાણી છે તે બધી કાંઈ પત્રમાં લખવામાં આવી શકે નહિ; તેથી ભલામણ કરે છે કે ભાઈશ્રી, એ અધ્યાત્મ તથા આગમ ગ્રંથોનો તમે પણ અભ્યાસ રાખજો. વળી, માત્ર શાસ્ત્રઅભ્યાસમાં નથી અટકવાનું પણ તેનું પ્રયોજન તો સ્વાનુભવ કરવાનું છે, તેથી લખે છે કે નિજસ્વરૂપમાં મગ્ન રહેજો. પહેલાં લખ્યું હતું કે ચિદાનંદઘનના અનુભવથી તમને સહજાનંદની વૃદ્ધિ ચાહું છું અને છેલ્લે લખે છે કે નિજસ્વરૂપમાં મગ્ન રહેજો. વળી પોતાને તત્ત્વના અભ્યાસનો વિશેષ પ્રેમ છે તેથી લખે છે કે તમે કોઈ વિશેષ ગ્રંથ જાણ્યા હોય તો તે મને લખી મોકલશો. સાધર્મીઓને તો પરસ્પર ધર્મસ્નેહપૂર્વક આવી ધર્મચર્ચા જ જોઈએ. સાધર્મી સાથે ચર્ચા-વાર્તા પ્રશ્નઉત્તર કરતાં ઘણી સ્પષ્ટતા થાય છે, ને કોઈ સૂક્ષ્મ ફેર હોય તો તે ખ્યાલમાં આવી જાય છે ને જ્ઞાનની વધુ સ્પષ્ટતા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ : અધ્યાત્મ-સંદેશ થાય છે. સાધર્મીને રૂબરૂ મળવાની ને આવી ચર્ચા કરવાની ભાવના તો છે, પણ તે કાળમાં દૂર દૂરના સાધર્મીનું મિલન બહુ મુશ્કેલીથી થતું, અત્યારના જેવી પ્રવાસની સુવિધા ત્યારે ન હતી; તેથી છેલ્લે લખે છે કે જ્યાંસુધી મળવાનું ન બને ત્યાંસુધી પત્ર તો શીઘ્ર લખ્યા જ કરો.
આ રીતે, જયપુરના પં. શ્રી ટોડરમલજી દ્વારા સાધર્મીઓ ઉપર લખાયેલ અધ્યાત્મરસભરપૂર પત્ર ઉપર ૨૦૦ વર્ષ બાદ પૂ. શ્રી કાનજીસ્વામીનાં અનુભવપ્રેરક પ્રવચનો સમાપ્ત થયાં.
તે મુમુક્ષુ જીવોની સ્વાનુભવની ભાવના પૂર્ણ કરો.
સ્વાનુભવી સંતોને નમસ્કાર હો.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્મી
જીવ....
ધર્મી જીવ અંતરઅનુભવથી પોતાના સ્વભાવને દેખીને પરમ પ્રસન્ન થાય છે... ચૈતન્યના અનુભવની ખુમારી એના ચિત્તને બીજે કયાંય લાગવા દેતી નથી. સ્વાનુભવના શાંતરસથી તે તૃપ્ત-તૃપ્ત છે; ચૈતન્યના આનંદની મસ્તીમાં તે એવા મસ્ત છે કે હવે બીજાં કાંઈ કરવાનું રહ્યું નથી... હું જ જ્ઞાન-દર્શન-ચારિત્ર છું, હું જ મોક્ષ છું, હું જ સુખ છું; મારો સ્વભાવ વૃદ્ધિગત જ છે, પરભાવનો મારામાં પ્રવેશ નથી. હું મારા ચૈતન્યવિલાસસ્વરૂપ છું ચૈતન્યમાં બીજા કોઈની ચિંતા નથી. એકત્વ ચૈતન્યના ચિંતનમાં પરમ સુખ છે. સર્વ સુખ-સંપત્તિનો નિધાન એવો હું છું. મારા સ્વરૂપને દેખાદેખીને જો કે પરમ તૃપ્તિ અનુભવાય છે, તો પણ એ અનુભવની કદી તૃપ્તિ થતી નથી, –એમાંથી બહાર આવવાની વૃત્તિ થતી નથી. સ્વરૂપનો બધો મહિમા સ્વાનુભવમાં સમાય છે. –આવી જેની અનુભવદશા. તે જીવ ધર્મી .
ताको वन्दना हमारी है।
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ – સંદેશ
[૨]
અધ્યાત્મપદ્ધતિરૂપ મોક્ષમાર્ગ
શ્રીમાન પં. શ્રી બનારસીદાસજી-લિખિત
પરમાર્થવચનિકા ઉપર પૂ. શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધાત્માના આશ્રયરૂપ અધ્યાત્મપદ્ધતિ વડ ધર્મી જીવ મોક્ષમાર્ગને સાધે છે. અહા ! ધર્માત્માની આ અધ્યાત્મ- કળા.... અલૌકિક છે. આવી અધ્યાત્મકળા શીખવા જેવી છે... ને એનો પ્રચાર કરવા જેવું છે. ખરું સુખ આ અધ્યાત્મકળાથી જ પ્રાપ્ત થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જગતની વસ્તુસ્થિતિ તેમાં જીવ અને પરમાણુનાં દ્રવ્ય-ગુણ-પર્યાય
૫. શ્રી બનારસીદાસજી અધ્યાત્મરસિક વિદ્વાન હતા; સમયસારનાટક તેમણે રચ્યું છે. આગમ-અધ્યાત્મ સંબંધી સૂક્ષ્મ વિચારોથી ભરેલી એક વચનિકો તેમણે લખી છે, તે વંચાય છે. આગમ શું, અધ્યાત્મ શું, નિશ્ચય-વ્યવહાર ધર્મીને કેવા હોય, ધર્મ સમ્યગ્દષ્ટિના વિચાર કેવા હોય, મૂઢદષ્ટિ જીવ કેવો હોય, હેય-ઉપાદેય સંબંધી જ્ઞાનીના વિચાર કેવા હોય, ને મોક્ષમાર્ગ કેવા પ્રકારે સધાય-ઇત્યાદિ અનેક વિચારો તેમણે આ વચનિકામાં લખ્યા છે; અને છેલ્લે પ્રમોદથી પોતે જણાવે છે કે આ વચનિકા યથાયોગ્ય સુમતિ-પ્રમાણ કેવળીવચન-અનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે તેનું કલ્યાણ થશે. આવી આ પરમાર્થવચનિકા પ્રવચનમાં વંચાય છે. શરૂઆતમાં, આ સંસારમાં જીવ અને પુદ્ગલ પોતપોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત કયા પ્રકારે છે તે બતાવે છે.
“એક જીવ દ્રવ્ય, તેના અનંત ગુણ, અનંત પર્યાય; એકેક ગુણના અસંખ્યાત પ્રદેશ. એકેક પ્રદેશ વિષે અનંતાકર્મવર્ગણા; એકેક કર્મવર્ગણા વિષે અનંતાનંત પુદ્ગલપરમાણુ. એકેક પુદ્ગલપરમાણુ અનંત ગુણ અનંત પર્યાય સહિત
બિરાજમાન છે. આ પ્રમાણે એક સંસાર-અવસ્થિત જીવપિંડની અવસ્થા છે. એ જ પ્રમાણે અનંત જીવદ્રવ્ય સપિંડરૂપ જાણવા. એક જીવદ્રવ્ય અનંતાનંત પુદ્ગલ દ્રવ્યથી સંયોગી માનવું.”
જાઓ, આ જૈન પરમેશ્વર સર્વજ્ઞદેવના શાસનની વાત. જગતમાં સ્વતંત્ર અનંતા જીવો, જીવ કરતાય અનંત ગુણા પુદ્ગલો, એકેક જીવમાં ને એકેક પુદ્ગલ પરમાણુમાં પોત પોતાના અનંત ગુણો, એનું પરિણમન, -એ બધું ભગવાન સર્વજ્ઞદેવ સિવાય બીજું કોઈ સાક્ષાત્ જાણી શકે નહિ, ને સર્વજ્ઞ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO : અધ્યાત્મ-સંદેશ દેવના જૈનશાસન સિવાય બીજે કયાંય આવી વાત હોય નહીં. ઘણા લોકો તો જીવની સ્વતંત્ર સત્તાને જ સ્વીકારતા નથી; તેઓ તો એમ માને છે કે કોઈ ઇશ્વરે આ જીવને બનાવ્યો, અથવા બધા ભેગા થઈને અંત છે, - એટલે એકેક જીવની પૂર્ણ સત્તાને તેઓએ ઓળખી નહિ; પોતાને તેમજ જગતના બીજા અનંતા જીવોને તેણે પરાધીન અને અપૂર્ણ માન્યા, જ્યાં જીવનું પૂરું અસ્તિત્વ જ ન માને ત્યાં તેની પૂર્ણદશાને તો કયાંથી સાધી શકે? માટે પહેલાં તો ભગવાન સર્વજ્ઞ-ઇશ્વરે કહ્યા પ્રમાણે જગતમાં અનંતા જીવોનું સ્વતંત્ર અસ્તિત્વ, અને તેમાં એકેક જીવ પોતાના અનંત ગુણોથી પરિપૂર્ણ–તેની ઓળખાણ કરવી જોઈએ. આમાં જ જેની ભૂલ હોય તેને તો પરમાર્થનો સાચો વિચાર ઊગે જ નહિ. માટે શરૂઆતથી જ એ વાત ઉપાડી કે
*
*
*
* જગતમાં અનંતા જીવો ભિન્ન ભિન્ન છે. * એકેક જીવદ્રવ્યમાં અનંત ગુણો છે. * એકેક ગુણની અનંત પર્યાયો છે; અથવા અનંતગુણોની દરેકની પર્યાય - વર્તે છે એ રીતે એક સમયમાં અનંત ગુણોની અનંતી પર્યાયો છે. * એકેક ગુણના અસંખ્ય પ્રદેશો છે. જેટલા જીવના પ્રદેશો છે, તેટલા જ દરેક ગુણના પ્રદેશો છે.
આ જીવના દ્રવ્ય-ગુણ-પર્યાય બતાવ્યા. * હવે સંસારી જીવને એકેક પ્રદેશ અનંત કર્મવર્ગણા છે. * એકેક કર્મવર્ગણામાં અનંતાનંત પુદ્ગલ પરમાણુઓ છે. * ને તેમાં એકેક પરમાણુ અનંત ગુણ-પર્યાયો સહિત છે.
આ પ્રમાણે એકેક સંસારી જીવની સ્થિતિ છે. અને આવી સપિંડ અવસ્થારૂપ એટલે કે કર્મના સંયોગવાળા જીવો સંસારમાં અનંત છે. સંસારથી મુક્ત એવા સિદ્ધ જીવો પણ અનંત છે, ને સંસારી જીવો એના કરતાં પણ અનંત છે. –કેટલા? કે બટેટા વગેરે કંદમૂળની એક ઝીણી કટકીમાં અસંખ્યાતા ઔદારિક શરીરો અને એકેક શરીરમાં સિદ્ધો કરતાં અનંતગુણા જીવો છે. નિગોદથી માંડીને ચૌદમાં ગુણસ્થાન સુધીનો દરેક સંસારી જીવ અનંતાનંત પુદ્ગલદ્રવ્યથી સંયોગિત છે. છતાં તેમાં જીવ અને પુદ્ગલ બંને પોતપોતાની પરિણતિમાં ભિન્નભિન્ન પરિણમી રહ્યા છે.
જુઓ, આ અનંતા જીવો ને અનંતાનંત પુદ્ગલ, તથા તેના અનંત ગુણ-પર્યાયો, -આ બધાને એક સમયમાં જાણી લેવાની આત્મામાં તાકાત છે. આવી વસ્તુસ્થિતિનું વર્ણન જૈનદર્શન સિવાય બીજે કયાંય હોય નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દરેક જીવ-પુદ્ગલની ભિન્ન ભિન્ન પરિણતિ
હવે જીવ અને પુદ્ગલની ભિન્ન ભિન્ન પરિણતિનું કથન કરે
છે –
જાદા જાદા રૂપે જીવદ્રવ્યની પરિણતિ તથા જુદા જુદા-રૂપે પુદ્ગલ દ્રવ્યની પરિણતિ છે; તેનું વિવરણઃ એક જીવદ્રવ્ય જે પ્રકારની અવસ્થા સહિત અનેક આકારરૂપ પરિણમે તે પ્રકાર અન્ય જીવથી મળતો આવે નહિ; અન્ય જીવનું તેનાથી અન્ય અવસ્થારૂપ પરિણમન હોય. એ પ્રમાણે અનંતાનંત સ્વરૂપ જીવદ્રવ્ય અનંતાનંત-સ્વરૂપ અવસ્થાપૂર્વક વર્તી રહ્યા છે. કોઈ જીવદ્રવ્યના પરિણામ કોઈ પણ અન્ય જીવદ્રવ્યથી મળતા આવે નહિ.
એ જ પ્રમાણે એક પુદગલપરમાણુ એક સમયમાં જે પ્રકારની અવસ્થા ધારણ કરે તે અવસ્થા અન્ય પુદગલપરમાણુ દ્રવ્યથી મળતી આવે નહિ તેથી પુગલ-પરમાણુ દ્રવ્યની પણ અન્ય-અન્યતા જાણવી.”
સંસાર અવસ્થામાં જીવ અને પુદ્ગલોનો સંયોગ હોવા છતાં બંનેની પરિણતિ જુદી જુદી જ છે; કોઈ એકબીજાની પરિણતિમાં કાંઈ કરતા નથી. વળી સંસારમાં કોઈ પણ બે જીવની પરિણતિ બધી રીતે મળતી આવે નહિ, કાંઈક ને કાંઈક ફેર હોય જ. સિદ્ધમાં બધા જીવો ગુણમાં સરખા, પણ સંસાર તો ઉદયભાવ છે, તેમાં કોઈ એક જીવ અનેક આકારરૂપ એટલે કે અનેક પ્રકારની અવસ્થારૂપ જે રીતે પરિણામે તે બીજા જીવ સાથે સર્વ પ્રકારે મળતું આવે નહિ. કેવળજ્ઞાનાદિ કોઈ પ્રકારે સરખા હોય પણ ઔદયિકભાવમાં કોઈને કોઈ પ્રકારની વિશેષતા હોય છે. -એવો જ સંસારનો સ્વભાવ છે.
જેમ જીવોની અવસ્થામાં ભિન્નભિન્ન પ્રકારો છે તેમ તેના નિમિત્તરૂપ પુદ્ગલ કર્મની અવસ્થામાં પણ ભિન્નભિન્ન પ્રકારો છે. કોઈ બે પરમાણુની અવસ્થા સર્વ પ્રકારે એકબીજાને મળતી આવે નહિ.
જુઓ તો ખરા, આ વસ્તુસ્વભાવ. એક જ શરીરમાં અનંતા નિગોદ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ : અધ્યાત્મ-સંદેશ
6
જીવો રહેલા છે, બધાય વચ્ચે શરીર એક જ, છતાં પરિણિત બધાયની ભિન્નભિન્ન; દરેકની પરિણતિમાં કંઈક ને કંઈક જુદો પ્રકાર છે. એક જ શરીરમાં રહેલા અનંતા નિગોદ જીવોમાં કોઈ ભવ્ય હોય, કોઈક અભવ્ય પણ હોય. અનંતા ભવ્યોમાં પણ કોઈ અલ્પકાળમાં મોક્ષ જનાર હોય, ને કોઈ અનંત કાળેય મોક્ષ ન જાય એવા હોય. સંસારના જીવોની આવી વિચિત્રતાનું જ્ઞાન તે વીતરાગતાનું કારણ છે. જગતના જીવો અને પુદ્દગલો પોતપોતાના સ્વભાવથી જ વિવિધ પરિણતિવાળા છે, તેમાં બીજો શું કરે ? દ્રવ્યસ્વભાવે બધા જીવો સરખાં છતાં પરિણતિમાં બધાયને ફેર. આમ કેમ ? '−કે એનું દ્રવ્ય એ પ્રકારે પરિણમ્યું, તેમાં બીજો શું કરી શકે ? જ્ઞાતા હોય તે જાણે, ને અજ્ઞાની કર્તાબુદ્ધિનો મોહ કરે. જીવ પોતાની જ્ઞાનપરિણતિને કરે અથવા મોહપરિણતિને કરે, પણ પરમાં તો કાંઈ જ ન કરે. જીવ અને પુદગલ દરેકનું સ્વતંત્ર-પરિણમન એ જગતની વસ્તુસ્થિતિ છે. ‘ઉત્પાવવ્યયમ્રૌવ્યયુ ં સત્'-તે પોતાથી જ છે, બીજો કોઈ તેનું કારણ નથી. પરમાણુઓ પણ પોતાના સ્વભાવસામર્થ્યથી ભરેલા જડેશ્વર છે; બે પરમાણુની અવસ્થા સર્વથા સરખી ન હોય. આકાર ભલે સરખો હોય, પણ વર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિ અનંત ગુણોની પરિણતિમાં કયાંક ને કયાંક ફેરફાર હોય જ. આ રીતે સંસારમાં દરેક જીવ અને દરેક ૫૨માણુની અવસ્થામાં કંઈક ને કંઈક ફેર હોય જ છે. આ દરેક દ્રવ્યના પરિણમનની અત્યંત સ્વતંત્રતા બતાવે છે.
સંસારઅવસ્થામાં રહેલા જીવની અંદર જે બની રહ્યું છે તેની આ વાત છે. સર્વજ્ઞદેવે જાણેલું આ અલૌકિક વિજ્ઞાન છે. તેરમા–ચૌદમા ગુણસ્થાને કેવળજ્ઞાનસામર્થ્ય બધા જીવોનું સરખું પણ ઔદિયકભાવમાં બધાયને ફેર; કોઈ પણ બે સંસારી જીવના પરિણામ સર્વ પ્રકારથી મળતા આવે નહિ–એવો જ અહેતુકસ્વભાવ છે. શુદ્ઘનયથી બધા જીવો દ્રવ્યસ્વભાવે સરખા, બધાય જીવો અનાદિથી વર્તમાન સુધી આવ્યા છે, છતાં કોઈ સિદ્ધ, કોઈ સંસારી, કોઈ સર્વજ્ઞ, કોઈ અલ્પજ્ઞ, કોઈ વીતરાગી, કોઈ રાગી, કોઈ જ્ઞાની, કોઈ અજ્ઞાની; એક ગુણસ્થાનવર્તી અનેક જીવોના પરિણામોમાં પણ વિચિત્રતા; છઠ્ઠા ગુણસ્થાને કોઈને ચાર જ્ઞાન હોય, કોઈને ત્રણ જ્ઞાન હોય, કોઈને બે જ જ્ઞાન હોય, બે જ્ઞાનવાળા પણ કોઈવાર ચારજ્ઞાનવાળા કરતાં પહેલાં કેવળજ્ઞાન પામી જાય; એક જીવ પહેલાં કેવળજ્ઞાન પામીને દેશન્યૂન ક્રોડપૂર્વ સુધી અદ્વૈતપદે વિચરે ને બીજો જીવ તેના પછી કેવળજ્ઞાન પામીને તેના પહેલાં સિદ્ધ થાય;-આમ સંસારી જીવના પરિણામોમાં અનેક વિચિત્રતા છે. એ જ રીતે પુદ્ગલ દ્રવ્યના
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૦૩ પરિણામમાં પણ વિવિધતા છે. અનંતાનંત ૫૨માણુઓમાંથી એક પરમાણુ એક સમયમાં જે પ્રકારની અવસ્થા ધારણ કરે તે અવસ્થા બીજા પરમાણુની અવસ્થા સાથે સર્વપ્રકારે મળતી આવે જ નહિ. જોકે પરમાણુ એકપ્રદેશી જ છે તેથી તેના ક્ષેત્ર-આકારમાં ફેર ન હોય, એટલે કે એકએક ૫૨માણુનો આકાર સરખો જ હોય પણ તેના વર્ણ-ગંધ-રસસ્પર્શદિની પરિણતિના પ્રકારમાં કંઈક ને કંઈક ફેર હોય છે. આ રીતે વિભાવમાં દરેક જીવ અને દરેક પુદ્દગલની યોગ્યતા જુદા જુદા પ્રકારની છે. જીઓ, સ્વભાવમાં અનંતા જીવોને સમાનતા છે, પણ વિભાવમાં સમાનતા નથી, વિભાવમાં દરેક જીવની લાયકાત જુદા જુદા પ્રકારની છે.
જુઓ, અમુક લોકો કહે છે કે જગતમાં અનંતા જીવોની ભિન્ન ભિન્ન સત્તા નથી, બધું થઈને એક જ અદ્વૈતબ્રહ્મ છે; અને અહીં જૈનસર્વજ્ઞ કહે છે કે જગતમાં અનંત જીવોની સત્તા છે અને દરેક જીવના પરિણામ ભિન્ન ભિન્ન વિચિત્રતા સહિત છે. –કેટલો મોટો ફે૨ ? પોતાનું સ્વતંત્ર પરિપૂર્ણ અસ્તિત્વ જ જે ન માને તે પૂર્ણતાને કયાંથી સાધે ? દરેક જીવનું સ્વતંત્ર અસ્તિત્વ, પરિણામની અનંત પ્રકારની વિચિત્રતા, તે વિચિત્રતામાં નિમિત્તરૂપ કર્મોમાં પણ અનંત પ્રકારની વિચિત્રતા, આ બધું ભગવાન સર્વજ્ઞના જૈનમત સિવાય બીજે કયાંય હોય નહિ.
પ્રશ્ન:- દરેક જીવના પરિણામમાં વિચિત્રતા છે, સંસારમાં કોઈ બે જીવના પરિણામ સર્વ પ્રકારે સરખા ન હોય-એમ અહીં કહ્યું, પરંતુ ગુણસ્થાનવર્ણનમાં તો કહ્યું છે કે અનિવૃત્તિકરણમાં બધા જીવોના સરખા પરિણામ હોય છે?
ઉત્તરઃ ચારિત્રસંબંધી અમુક પરિણામની અપેક્ષાએ ત્યાં સરખાપણું કહ્યું છે, પરંતુ ત્યાં કાંઈ બધા પરિણામોનું સરખાપણું નથી; જ્ઞાનાદિ પરિણામોમાં તેમ જ અઘાતીકર્મો સંબંધી બીજા અનેક ભાવોમાં ત્યાં વિચિત્રતા છે. તે જ ગુણસ્થાને કોઈને ચાર જ્ઞાન હોય, કોઈને બે જ્ઞાન હોય, કોઈને ત્રણ જ્ઞાન હોય, કોઈને અલ્પ આયુ હોય, કોઈને ઘણું હોય, કોઈને એક ધનુષની અવગાહના હોય, કોઈને સવા પાંચસો ધનુષની અવગાહના હોય, કોઈ એકાવતારી હોય, કોઈ તદ્દભવ મોક્ષગામી હોય–ઇત્યાદિ અનેક પ્રકારની વિચિત્રતા હોય છે. સંસારમાં કોઈ બે જીવોના પરિણામમાં કદાચિત કોઈ અમુક પ્રકારથી મળતાપણું હોય પરંતુ સર્વપ્રકારે સરખાપણું હોય નહિ. કેવળજ્ઞાનાદિ સામર્થ્યમાં સરખાપણું થાય પરંતુ ઉદયભાવમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ : અધ્યાત્મ-સંદેશ કદી બે જીવોને સરખાપણું થાય નહિ. સર્વજ્ઞકથિત જિનમાર્ગની જેને આસ્થા હોય તેને જ આ વાત હૃદયમાં ઊતરે એવી છે. આ વચનિકામાં છેલ્લે પં. બનારસીદાસજી પોતે જ કહે છે કે આ વચનિકા યથાયોગ્ય સુમતિપ્રમાણ કેવળીવચન અનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે તેને ભાગ્ય અનુસાર કલ્યાણ થશે. “કેવળીવચન અનુસાર” એમ કહ્યું એટલે જેને સર્વજ્ઞ-કેવળીની પ્રતીત બેસે તેને જ આ વાત સમજાય એવી આ પરમાર્થવનિકા છે.
સંસારમાં અનંતા જીવો, અનંતાનંત પરમાણુઓ; તે દરેક પોતપોતાના ગુણો-પર્યાયો સહિત, અને તે દરેકના પરિણામ ભિન્ન ભિન્ન પ્રકારનાં, કોઈનાં પરિણામ બીજાની સાથે સર્વ પ્રકારે મળતા આવે નહિ-આટલી વાત કરી. હવે તે જીવ અને પુદ્ગલોની અવસ્થાઓનું વિશેષ વર્ણન કરે છે.
અહા, આઠ વરસનો છોકરો કેવળજ્ઞાનીપણે આકાશમાં વિચરતો હશે... ને દિવ્યધ્વનિવડે લાખોકરોડો જીવોને પ્રતિબોધતો હશે... એનો દિવ્યદેદાર કેવો હશે !! ઇન્દ્ર-ચક્રવર્તીઓ એના ચરણોને પૂજતા હશે !!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારી જીવની અવસ્થા અને પુદ્ગલનો સંબંધ
5
แ
‘હુંવે જીવદ્રવ્ય તથા પુદ્દગલદ્રવ્ય એકક્ષેત્રાવગાહી અનાદિ કાળથી છે; તેમાં વિશેષ એટલું કે જીવ દ્રવ્ય એક; અને પુદ્ગલ પરમાણુઅનંતાનંત, દ્રવ્ય ચલાચલરૂપ, આગમનગમનરૂપ, પરિણમનરૂપ, બંધમુક્તિશક્તિસહિત વર્તે છે. ”
અનંત-આકાર
સંસારમાં અનંતા જીવો, અને જીવ કરતાં અનંતગુણા પુદ્દગલો છે; તે દરેકના પરિણામ સ્વતંત્ર છે. આવા જીવ અને પુદ્દગલદ્રવ્યો જગતમાં અનાદિકાળથી એકક્ષેત્રાવગાહીપણે રહેલાં છે. અનંતાનંત પુદ્દગલપરમાણુઓ એકેક જીવ સાથે સંબંધપણે રહેલાં છે; ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમયમાં વર્તતો જીવ-કે બીજા જ સમયમાં સિદ્ધ થવાનો છે અને જેની કર્મવર્ગણા સૌથી ઓછી છે તેના કર્મમાં પણ અનંતા પુદ્દગલ પરમાણુઓ છે. સંસારમાં કોઈ જીવ એવો નથી કે જેની સાથે એકક્ષેત્રાવગાહપણે અનંતા કર્મપુદ્દગલો રહેલાં ન હોય. જોકે, જ્યાં સિદ્ધ છે ત્યાં પણ અનંતા પુદ્દગલો રહેલા છે પરંતુ અહીં તેની વાત નથી, કેમકે સિદ્ધો સંપૂર્ણ શુદ્ધ હોવાથી તેમને તે પરમાણુઓ સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ નથી. સંસારી જીવને અશુદ્ધતાના નિમિત્તે જે કર્મપરમાણુઓ એકક્ષેત્રાવગાહપણે રહેલાં છે તેની અહીં વાત છે.
હવે એક બીજી વાતઃ જીવ અને પુદ્દગલો અનાદિથી એક ક્ષેત્રે રહેલા છે તોપણ બંનેના સ્વપ્રદેશો તો સદાય દેદા છે. આકાશની અપેક્ષાએ બંનેનું એક ક્ષેત્ર કહેવાય છે, પરંતુ ખરેખર દરેક દ્રવ્યને પોતાના સ્વપ્રદેશો ભિન્નભિન્ન છે. એકેક જીવને અસંખ્ય સ્વપ્રદેશો છે ને તે અરૂપી છે; એકેક પુદ્દગલ પરમાણુને પોતાનો એક પ્રદેશ છે ને તે રૂપી છે. એક ક્ષેત્રે અનંતા જીવો હોય છતાં તેમાંના દરેક જીવના સ્વપ્રદેશો દેજીદા છે. કોઈ એક દ્રવ્યના સ્વપ્રદેશ કદી બીજામાં ભળી જતા નથી. શ્રી સમયસારમાં કહે છે કે “સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ : અધ્યાત્મ-સંદેશ ચક્રને સ્પર્શ છે તોપણ પરસ્પર એકબીજાને સ્પર્શતા નથી; અત્યંત નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યાં છે તો પણ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી-આ રીતે એકક્ષેત્રે ભેગાં રહ્યાં હોવા છતાં દરેક પદાર્થ નિજનિજસ્વરૂપમાં ભિન્નભિન્ન રહ્યા છે. લોકમાં પ્રદેશો અસંખ્ય છે, પણ તેમાં ભિન્નભિન્ન અનંતાનંત જીવો રહેલા છે.
અસંખ્ય પ્રદેશમાં અનંત જીવો એકસાથે રહેલાં છે એમ કહ્યું, તે ઉપરથી કોઈ એવી ત્રિરાશી ગણે કે “અનંત જીવો અસંખ્ય પ્રદેશમાં રહેલા છે, તો તેના અસંખ્યાતમા ભાગના જીવો એક પ્રદેશમાં રહેલા છે”—તો એ પ્રકારની ત્રિરાશીનું માપ અહીં લાગુ પડતું નથી. કેમ કે એક જીવ ગમે તેટલો સંકોચાઈને રહે તોપણ અસંખ્યપ્રદેશો તો તે રોકે જ, જીવનો પ્રદેશ સ્વભાવ એવો છે કે અસંખ્ય કરતાં ઓછા પ્રદેશમાં તે સંપૂર્ણ રહી શકે નહીં. ભિન્નભિન્ન જીવોના પ્રદેશો ભેગા થઈને એક આકાશપ્રદેશે અનંતા જીવોના અનંતા પ્રદેશો રહે, પણ એક જ જીવના સર્વ-અસંખ્ય પ્રદેશો રહે નહિ, અસંખ્યાતમા ભાગના જ અસંખ્ય પ્રદેશો રહી શકે. જીવના અસંખ્ય પ્રદેશો એટલા છે કે આખા લોકમાં તેનો વિસ્તાર થાય તો એકેક લોકપ્રદેશે એકેક જીવપ્રદેશ આવે. ને તે સંકોચાઈને રહે તો લોકપ્રદેશનો અસંખ્યાતમો ભાગ રોકે અને એકેક લોકપ્રદેશે અસંખ્યાતમે ભાગે અસંખ્યાત (અસંખ્યાત:અસંખ્યાત=અસંખ્યાત) જીવપ્રદેશો આવે. એકેક જીવપ્રદેશે અનંત કર્મપરમાણ રહેલા છે.
હવે જીવની સાથે જે કર્મપરમાણુઓ રહેલા છે, તે જો કે અનાદિથી રહેલા છે પરંતુ અનાદિકાળના તે ને તે જ પરમાણુઓ નથી, પણ નવા નવા બદલાતા પરમાણુઓ છે; ક્ષણે ક્ષણે અનંતા પરમાણુઓ છૂટે છે ને અનંતા નવા પરમાણુઓ (સાસવજીવને) આવે છે. કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭) કોડા-કોડી સાગરોપમની છે, એટલે એટલા વખતમાં તો બધા કર્મપરમાણુઓ બદલાઈ જ જાય; કોઈ કર્મ ૭૦ કોડાકોડી સાગરોપમ કરતાં જાનું ન જ હોય. પછી ભલે તેમાંથી તેને તે જ કોઈ રજકણો ફરીને તે જીવને કર્મપણે બંધાય. અહો, સમય-સમયનું ને રજકણેરજકણનું ને પ્રદેશ-પ્રદેશનું અલૌકિક વીતરાગીવિજ્ઞાન જૈન સંતોએ શાસ્ત્રોમાં ભર્યું છે. જીવને એકક્ષેત્રે રહેલા પરમાણુઓમાં ક્ષણે ક્ષણે નવા આવે છે ને જાતા જાય છે, આવું આગમન-ગમન થયા કરે છે, તેથી તે પરમાણુઓને ‘આગમન-ગમનરૂપ’ કહ્યા છે. તે પુદ્ગલોનું આવવું ને જવું અથવા કર્મરૂપે બંધાવું ને છૂટા પડવું એ તેની જ પરિણમન શક્તિથી થાય છે. આકાશ અપેક્ષાએ ભલે જીવ અને કર્મનું એક ક્ષેત્ર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૦૭
હોય પણ સ્વચતુષ્ટય બંનેના ભિન્નભિન્ન છે. જીવના અસંખ્ય પ્રદેશોમાં તો કદી એક પણ પ્રદેશ ઘટે કે વધે નહિ, જ્યારે કર્મના અનંત ૫૨માણુઓમાં તો ક્ષણે ક્ષણે અનંતા રજકણોની વધ-ઘટ થયા કરે છે. વળી જીવનો સ્વભાવ સ્થિર-અચલ છે, જ્યારે પુદ્દગલનો સ્વભાવ ચલાચલરૂપ છે. વળી તે પુદ્દગલો અનંત-આકારરૂપ પરિણમે છે; વર્ણ-ગંધ-રસ-સ્પર્સ અથવા પ્રદેશ-પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગની અપેક્ષાએ અનંત પ્રકારો છે તે અપેક્ષાએ અનંત આકારો સમજવા. વળી તે પુદ્ગલો અનેક પ્રકારની બંધરૂપ અવસ્થાપણે કે મુક્તરૂપ અવસ્થાપણે સ્વયં પરિણમવાની શક્તિવાળા છે. જીવના વિકારના નિમિત્તે જે ક્ષણે અમુક કર્મો બંધાતા હોય તે ક્ષણે જ પૂર્વે બંધાયેલા કેટલાક કર્મો છૂટા પડતા હોય, આમ બંધાવું ને છૂટા પડવું–એવી શક્તિ પુદ્દગલદ્રવ્યમાં છે. પં. બના૨સીદાસજીએ જીવ અને પુદ્ગલની ભિન્નભિન્ન શક્તિઓનું ટૂંકમાં ઘણું સરસ વર્ણન નીચેના બે દોહરામાં કર્યું છે
समता रमता ऊर्धता ज्ञायकता सुखभास । वेदकता चैतन्यता ये सब जीवविलास ।। तनता मनता वचनता जडता जडसम्मेल । गुरूता लघुता गमनता ये अजीवके खेल ।। (સમયસાર-નાટક )
સમયસારના અમૃતચંદ્રાચાર્યદેવના કળશની શ્રી રાજમલ્લજી રચિત ટીકા ( કલશટીકા ) વાંચ્યા પછી, પં. બનારસીદાસજીએ સમયસારનાટકની રચના કરી છે, તેમાં ઘણા અધ્યાત્મભાવો ભર્યા છે. આ ૫રમાર્થવચનીકા પણ તેમની જ લખેલી છે. જીવ અને પુદ્દગલનો સ્વભાવ ત્રણેકાળ ભિન્નભિન્ન છે, પણ સંસારમાં બંનેનો સંયોગ અનાદિથી છે. તેમાં પુદ્ગલ તો ચલાચલરૂપ, આગમન-ગમનરૂપ, અનંત-આકા૨૫ણે, બંધમુક્ત અવસ્થારૂપ પરિણમે છે-એ બતાવ્યું. હવે સંસારી જીવ કેવી-કેવી અવસ્થારૂપે પરિણમે છે તે બતાવે છે.
卐
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારી જીવની ત્રણ અવસ્થાઃ અશુદ્ધ, મિશ્ર ને શુદ્ધ. તેમાં નિશ્ચય
વ્યવહાર
હુવે જીવદ્રવ્યની અનંતી અવસ્થા; તેમાં ત્રણ અવસ્થા મુખ્ય
સ્થાપી
* એક અશુદ્ધ અવસ્થા, * બીજી શુદ્ધાશુદ્ધરૂપ મિશ્રાવસ્થા, * તથા ત્રીજી શુદ્ધઅવસ્થા.
એ ત્રણે અવસ્થા સંસારી જીવદ્રવ્યની જાણવી. સંસારાતીત સિદ્ધને અનવસ્થિતરૂપ કહીએ છીએ.”
આ પ્રમાણે મિથ્યાદષ્ટિથી માંડીને ચૌદમાં ગુણસ્થાનના છેડા સુધીના બધાય સંસારી જીવોની અવસ્થાના મુખ્ય પ્રકાર ત્રણ કહ્યા, તેમાં અનંતી અવસ્થા સમાઈ જાય છે. અહીં જીવની સંસાર-અવસ્થાની વાત છે, એટલે સંસારાતીત એવા સિદ્ધભગવંતોની વાત આમાં ન લેવી; સિદ્ધભગવંતો તો સંસાર-અવસ્થાથી પાર થઈ ગયા છે તેથી અહીં તેઓને ‘અનવસ્થિત' કહીએ છીએ. સિદ્ધભગવાનને અશુદ્ધતા કે કર્મનો સંયોગ નથી તેથી તેમને તે પ્રકારનો વ્યવહાર નથી, એટલે તેમને “વ્યવહારાતીત' કહેશે. અહીં સંસારી જીવની વાત છે, તેની અવસ્થાના સામાન્યપણે ત્રણ પ્રકાર કહ્યા.
“હવે તે ત્રણે અવસ્થા સંબંધી વિચાર
* એક અશુદ્ધ-નિશ્ચયાત્મક દ્રવ્ય, * બીજાં મિશ્ર-નિશ્ચયાત્મક દ્રવ્ય,
* અને ત્રીજું શુદ્ધ-નિશ્ચયાત્મક દ્રવ્ય છે. * અશુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી અશુદ્ધવ્યવહાર છે, * મિશ્ર–નિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી મિશ્રવ્યવહાર છે; * તથા શુદ્ધ-નિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી શુદ્ધવ્યવહાર છે.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૦૯ સ્વભાવદષ્ટિથી જોતાં દ્રવ્ય પોતે કાંઈ અશુદ્ધ નથી; પરંતુ અશુદ્ધ પર્યાયરૂપે પરિણમેલા આત્માને જ, અહીં તે પર્યાય સાથે અભેદ ગણીને અશુદ્ધ-નિશ્ચયાત્મક દ્રવ્ય કહી દીધું, ને તેની સાથે વર્તતી અશુદ્ધપરિણતિને (ભેદ પાડીને) અશુદ્ધવ્યવહાર કહ્યો, એટલે અશુદ્ધદ્રવ્યને સહકારી અશુદ્ધવ્યવહાર કહ્યો; એ જ રીતે સાધકપર્યાયરૂપે પરિણમેલા આત્માને અભેદપણે મિશ્ર-નિશ્ચયાત્મક-દ્રવ્ય કહ્યું ને તેની સાધક-બાધક પર્યાયને મિશ્રવ્યવહાર કહ્યો, એટલે મિશ્ર-નિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી મિશ્રવ્યવહાર કહ્યો; તથા શુદ્ધપર્યાયરૂપે પરિણમેલા આત્માને અભેદપણે શુદ્ધનિશ્ચયાત્મકદ્રવ્ય કહ્યું ને તેની શુદ્ધપર્યાયને શુદ્ધ વ્યવહાર કહ્યો, એટલે શુદ્ધદ્રવ્યને સહકારી શુદ્ધવ્યવહાર કહ્યો. આમ સંસારી જીવને વિષે ત્રણ પ્રકારે નિશ્ચય-વ્યવહાર કહ્યા.
આમ તો અશુદ્ધ-અવસ્થાના અનંત પ્રકારો છે ને શુદ્ધતામાંય (હીનાધિકતારૂપ) અનંતા પ્રકારો છે, પણ પ્રયોજન પૂરતા અશુદ્ધ, મિશ્ર ને શુદ્ધ એવા ત્રણ ભેદ વર્ણવીને તેમાં અનંતા પ્રકાર સમાવી દીધા છે.
હવે તેમાં નિશ્ચય-વ્યવહારનો ખુલાસો કરે છે.
આ એક સિદ્ધાંત છે કે સ્વભાવને સાધનારા પરિણામ સ્વભાવરૂપ હોય, વિભાવરૂપ ન હોય. વિરુદ્ધ જાતના ભાવોમાં સાધક-સાધ્યપણું હોય નહિ. મોક્ષમાર્ગ આત્માના સ્વભાવ-આશ્રિત છે, રાગને આશ્રિત નથી. આત્માનો સાધક આત્મારૂપ થઈને આત્માને સાધે છે, રાગરૂપ થઈને આત્મા નથી સધાતો.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારી જીવન નિશ્ચય વ્યવહાર; જીવના નિશ્ચય-વ્યવહાર જીવમાં જ છે
ક
નિશ્ચય તો અભેદરૂપ દ્રવ્ય, તથા વ્યવહાર દ્રવ્યના યથાવસ્થિત ભાવ છે. પરંતુ વિશેષ એટલું કે જ્યાં સુધી સંસારઅવસ્થા છે ત્યાં સુધી વ્યવહાર કહેવાય; સિદ્ધને વ્યવહારતીત કહેવાય. તેથી સંસાર અને વ્યવહાર એ બંને એકરૂપ કહ્યા, અર્થાત્ સંસારી તે વ્યવહારી ને વ્યવહારી તે સંસારી.”
દ્રવ્ય-પર્યાયને અભેદ ગણીને તેને નિશ્ચય કહ્યો, ને પર્યાયના ભેદને વ્યવહાર કહ્યો. “નિશ્ચય તો અભેદરૂપ દ્રવ્ય” એમ કહ્યું તેમાં શુદ્ધનયના વિષયરૂપ જે શુદ્ધસ્વભાવ છે તેની અહીં વાત નથી, અહીં તો દ્રવ્ય જે પર્યાયરૂપે પરિણમ્યું તે પર્યાયના ભાવપ્રમાણે આખા દ્રવ્યને તેવું કહી દેવું તે નિશ્ચય છે. એટલે શુદ્ધપર્યાયવાળાને શુદ્ધનિશ્ચય કહ્યો. અશુદ્ધપર્યાયવાળા આત્માને અશુદ્ધનિશ્ચય કહ્યો, ને મિશ્રપર્યાયવાળાને મિશ્રનિશ્ચય કહ્યો. “દ્રવ્ય જે કાળે જે ભાવમાં પ્રણમે તે કાળે તે તન્મય છે” –એમ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે તે સિદ્ધાંત અહીં લાગુ પડે છે. અહો, કુંદકુંદાચાર્યદવના શાસ્ત્રોમાં તો હજારો આગમના મૂળિયાં સમાયેલા છે.
વિશેષમાં અહીં એમ કહ્યું છે કે જ્યાં સુધી સંસારઅવસ્થા છે ત્યાંસુધી વ્યવહાર છે, સિદ્ધને વ્યવહાર નથી. એટલે સંસાર તે વ્યવહાર, ને વ્યવહાર તે સંસાર, એમ બંનેને એકરૂપ કહ્યા. એનો અર્થ એમ થયો કે જે વ્યવહારનું અવલંબન કરે છે તે સંસારનું જ અવલંબન કરે છે. અજ્ઞાની વ્યવહાર-વ્યવહાર કરે છે ને તેના અવલંબનથી ધર્મનો લાભ થવાનું માને છે પણ અહીં લગભગ ૪૦૦ વર્ષ પહેલાંના આગમના અભ્યાસી પંડિત કહે છે કે વ્યવહાર અને સંસાર બંને એકરૂપ છે, જે વ્યવહારી છે તે સંસારી છે, જે વ્યવહારનું અવલંબન કરે છે તે સંસારમાં રખડે છે. અને જે શુદ્ધસ્વભાવનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકો : ૧૧૧ (-કર્મસંયોગ અને વિકાર વગરના આત્મસ્વભાવનું) અવલંબન કરે છે તે શુદ્ધતા પામીને સિદ્ધ થાય છે; તેને વ્યવહાર રહેતો નથી, તે વ્યવહારાતીત થઈ જાય છે. અજ્ઞાની વ્યવહાર-વ્યવહાર કરે છે, પણ ભાઈ ! તારો તો જે વ્યવહાર છે તે પણ અશુદ્ધ છે, તો તે અશુદ્ધતામાંથી શુદ્ધતા તને કયાંથી મળશે? અને જેને શુદ્ધવ્યવહાર છે તે તો વ્યવહારના અવલંબનમાં અટકતા નથી, તેની પરિણતિ તો શુદ્ધ સ્વભાવ તરફ ઝૂકેલી હોય છે; શુદ્ધસ્વભાવ તરફ ઝૂકેલી પરિણતિને જ અહીં શુદ્ધવ્યવહાર કહ્યો છે. એવો શુદ્ધવ્યવહાર અજ્ઞાનીને હોતો નથી.
- હવે તે ત્રણ અવસ્થાનું વિવરણ લખીએ છીએ, અર્થાત્ અશુદ્ધ, મિશ્ર ને શુદ્ધ એવા જે ત્રણ પ્રકાર કહ્યા તેમાંથી ક્યો પ્રકાર કયા જીવને હોય છે તે હવે બતાવે છે
* “જ્યાંસુધી મિથ્યાત્વઅવસ્થા છે ત્યાં સુધી
અશુદ્ધનિશ્ચયાત્મકદ્રવ્ય અશુદ્ધવ્યવહારી છે. * સમ્યકષ્ટિ થતાંવેંત ચોથા ગુણસ્થાનથી માંડીને બારમા
ગુણસ્થાન સુધી મિશ્રનિશ્ચયાત્મકજીવદ્રવ્ય મિશ્રવ્યવહારી છે. * અને કેવળજ્ઞાની શુદ્ધનિશ્ચયાત્મક શુદ્ધવ્યવહારી છે.”
અજ્ઞાની જીવ પોતાના આત્માનો શુદ્ધસ્વભાવ ભૂલીને, રાગાદિ અશુદ્ધતારૂપે જ પોતાને માનતો થકો, અશુદ્ધતારૂપે જ પરિણમે છે તેથી તેના દ્રવ્યને “અશુદ્ધનિશ્ચયાત્મકદ્રવ્ય ' કહ્યું. જો કે અશુદ્ધતા તો ક્ષણિકપર્યાય છે પણ તેના સહકારથી દ્રવ્યને અશુદ્ધ કહ્યું; અને તે જ જીવ માટે જ્યારે શુદ્ધપરિણતિરૂપે પરિણમશે ત્યારે શુદ્ધપરિણતિના સહકારથી તે જ દ્રવ્યને “શુદ્ધનિશ્ચયાત્મકદ્રવ્ય” કહેશે. અશુદ્ધપર્યાય વખતે પણ શુદ્ધદ્રવ્યસ્વભાવ તો વિદ્યમાન છે પણ અજ્ઞાનીને તેની ખબર નથી; જો તે સ્વભાવની ખબર પડે તો તેને એકલું અશુદ્ધ પરિણમન રહે નહિ, તે સાધક થઈ જાય.
સાધકના આત્માને “મિશ્રનિશ્ચયાત્મકદ્રવ્ય' કહ્યું છે. સમ્યગ્દષ્ટિ સાધકને શુદ્ધદ્રવ્યનું ભાન થયું છે, તેની પરિણતિ કેટલીક શુદ્ધતારૂપ પરિણમી છે તથા કેટલીક અશુદ્ધતારૂપે પણ પરિણમે છે, એ રીતે તેને શુદ્ધ-અશુદ્ધરૂપ મિશ્રપરિણતિ છે; અને એવી મિશ્રપરિણતિના સહકારથી તે દ્રવ્યને (ચોથાથી બારમા ગુણસ્થાન સુધી) “મિશ્રનિશ્ચયાત્મકદ્રવ્ય' કહીએ છીએ. તે પ્રકારની પરિણતિરૂપે દ્રવ્ય પોતે પરિણમ્યું છે તેથી તે પરિણતિના સહકારથી દ્રવ્યને પણ તેવું કહ્યું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ : અધ્યાત્મ-સંદેશ
જેમની પરિણતિ શુદ્ધરૂપે પરિણમી ગઈ છે એવા કેવળજ્ઞાની ભગવંતોના આત્માને (તેરમા તથા ચૌદમા ગુણસ્થાને) “શુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્ય' કહેલ છે. સ્વભાવથી તો વસ્તુ શુદ્ધ છે પણ અવસ્થામાં શુદ્ધતારૂપે પરિણમે ત્યારે તેને શુદ્ધ કહેવાય ને? “અન્યદ્રવ્યથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ” કહેવાય છે” એમ સમયસારમાં છઠ્ઠી ગાથામાં કહ્યું છે. અજ્ઞાની શુદ્ધસ્વભાવને ઉપાસતો નથી, વસ્તુને અશુદ્ધભાવરૂપે જ અનુભવે છે ને અશુદ્ધતારૂપે જ પરિણમે છે તેથી તેને અશુદ્ધ કહ્યો છે.
અશુદ્ધ, મિશ્ર કે શુદ્ધ, તે તે પ્રકારની પરિણતિરૂપે દ્રવ્ય પોતે પરિણમે છે, તેથી તે પરિણતિ તે તેનો વ્યવહાર છે, ને તે રૂપે પરિણમેલું દ્રવ્ય તે નિશ્ચય છે. આવા નિશ્ચય-વ્યવહાર દરેક જીવને સહકારીપણે વર્તે છે.
જીવના નિશ્ચય ને વ્યવહાર બંને જીવમાં જ સમાય છે. પુદ્ગલની પરિણતિ તે પુદ્ગલનો વ્યવહાર છે, જીવની પરિણતિ તે જીવનો વ્યવહાર છે. જીવના ભાવો જીવમાં, પુદ્ગલના ભાવો પુદગલમાં; બંનેના ભાવો સ્વતંત્ર છે, તેમને માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી વિશેષ કાંઈ સંબંધ નથી.
દ્રવ્ય તે નિશ્ચય, ને પર્યાય તે વ્યવહાર; એટલે દ્રવ્ય તે નિશ્ચય કારણ ને પર્યાય તે વ્યવહારકારણ; જેમ કે-મોક્ષમાર્ગની પર્યાયરૂપે પરિણમેલું શુદ્ધઆત્મદ્રવ્ય તે નિશ્ચયથી મોક્ષનું કારણ છે એટલે તેને “કારણસમયસાર કહ્યો; ને પર્યાયનો ભેદ પાડીને કહેતાં સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રયને મોક્ષમાર્ગ કહ્યો. આ રીતે અભેદદ્રવ્યનું કથન તે નિશ્ચય, ને પર્યાયના ભેદનું કથન તે વ્યવહાર, તેમાં અભેદદ્રવ્યને મોક્ષનું સાધન કહ્યું તે નિશ્ચય, ને મોક્ષમાર્ગની શુદ્ધપર્યાયને મોક્ષનું સાધન કહેવું તે વ્યવહાર. (આ વ્યવહારમાં પણ જે રત્નત્રય છે તે તો નિશ્ચયરૂપ-શુદ્ધ છે.) રાગરૂપ વ્યવહારરત્નત્રયને મોક્ષનું સાધન કહેવું તે તો ખાલી ઉપચાર છે. અને તે ઉપચાર પણ જ્ઞાનીના જ વ્યવહારમાં લાગુ પડે છે, અજ્ઞાનીને ઉપચારથી પણ મોક્ષમાર્ગ નથી.
અશુદ્ધપરિણતિરૂપે પરિણમેલા અજ્ઞાની જીવને જે અશુદ્ધ પરિણતિ છે તે તેનો વ્યવહાર છે, તે અશુદ્ધવ્યવહાર છે, અને તે અશુદ્ધપરિણતિરૂપે પરિણમેલ દ્રવ્ય તે અશુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્ય છે. આ અશુદ્ધનિશ્ચયાત્મકદ્રવ્યને સહકારી અશુદ્ધવ્યવહાર છે. જાઓ, આમાં નિમિત્તના સહકારની વાત ન લીધી. દ્રવ્યને સહકાર કોનો? કે તે તે સમયે વર્તતી પોતાની પર્યાયનો. તે પર્યાય સદાય દ્રવ્યની સાથે વર્તે છે. તેમાં મિથ્યાત્વઅવસ્થા વખતે અશુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૧૩ પરિણતિના સહકારથી આત્માને અશુદ્ધ કહ્યો પણ કર્મને લીધે આત્માને અશુદ્ધ કહ્યો-એમ વાત નથી લીધી.
સાધકજીવને શુદ્ધ-અશુદ્ધરૂપ મિશ્રપરિણતિ છે; તેવી મિશ્રપરિણતિરૂપે તે દ્રવ્ય પોતે પરિણમ્યું છે તેથી તેને મિશ્રનિશ્ચયાત્મકદ્રવ્ય અને તેની પરિણતિને મિશ્રવ્યવહાર કહ્યો.
એ જ રીતે જેનો આત્મા કેવળજ્ઞાનાદિ પૂર્ણ શુદ્ધપર્યાયરૂપે પરિણમી ગયો તે આત્મા શુદ્ધનિશ્ચયાત્મકદ્રવ્ય છે, અને તેની શુદ્ધપરિણતિ તે તેનો શુદ્ધવ્યવહાર છે.
જાઓ, આ એક દ્રવ્યના નિશ્ચય-વ્યવહાર. દ્રવ્યને નિશ્ચય કહ્યો ને પરિણતિને વ્યવહાર કહ્યો; તથા એ બંનેને સહકારી કહ્યા. વસ્તુને કોઈ પરનો સહકાર નથી, પોતામાં ને પોતામાં જ દ્રવ્ય-પર્યાયને એકબીજાનો સહકાર છે.
અશુદ્ધ ઉપાદાનરૂપ પરિણમેલા દ્રવ્યને સહકારી અશુદ્ધપર્યાયરૂપ વ્યવહાર છે.
મિશ્ર ઉપાદાનરૂપ પરિણમેલા દ્રવ્યને સહકારી મિશ્રપર્યાયરૂપ વ્યવહાર છે.
શુદ્ધ ઉપાદાનરૂપ પરિણમેલા દ્રવ્યને સહકારી શુદ્ધપર્યાયરૂપ વ્યવહાર છે.
અહીં આ ત્રણે પ્રકાર સંસારી જીવના છે. જ્યાં સુધી સંસારઅવસ્થા છે ત્યાં સુધી વ્યવહાર કહ્યો છે અને સિદ્ધને વ્યવહારાતીત કહ્યા છે. સિદ્ધભગવાનનેય પર્યાય તો છે, પણ અહીં સંસાર-અવસ્થિત જીવનો જ વિચાર કરવાનો હોવાથી તેમને અનવસ્થિત કહ્યા છે.
સ્વાનુભૂતિ કરનારો ભાવ, જેનો સ્વાનુભવ કરવાનો છે એના જેવો શુદ્ધ થાય-એક જાતના થઈને બંને તતૂપ થાય–તો જ સ્વાનુભૂતિ થઈ શકે.
શુદ્ધાત્માની વીતરાગી અનુભૂતિ રાગભાવ વડે થઈ શકે નહિ. શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો ભાવ રાગરૂપ ન હોય. શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો ભાવ શુદ્ધાત્માની જાતનો વીતરાગ જ હોય. રાગભાવમાં વીતરાગભાવની અનુભૂતિ ન હોય.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજ્ઞાનીનો અશુદ્ધવ્યવહાર, સાધકનો મિશ્રવ્યવહાર,
કેવળીનો શુદ્ધવ્યવહાર, -તેનું સ્પષ્ટીકરણ
'નિશ્ચય તો દ્રવ્યનું સ્વરૂપ, અને વ્યવહાર સંસારાવસ્થિત ભાવ, તેનું હવે વિવરણ કરે છે. ત્રણ પ્રકારની સંસારઅવસ્થાવાળા જીવો કેવા હોય છે તેની વિશેષ સ્પષ્ટતા કરે છે
* મિથ્યાદષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ જાણતો નથી તેથી પરસ્વરૂપને વિષે મગ્ન થઈને તેને પોતાનું કાર્ય માને છે; તે કાર્ય કરતો હોવાથી તેને અશુદ્ધવ્યવહારી કહીએ.
* સમ્યગ્દષ્ટિ પોતાના સ્વરૂપને પરોક્ષપ્રમાણ વડે અનુભવે છે, પરસત્તા-પરસ્વરૂપ તેને પોતાનું કાર્ય નહિ માનતો થકો યોગદ્વાર વડે પોતાના સ્વરૂપના ધ્યાન-વિચારરૂપ ક્રિયા કરે છે, તે કાર્ય કરતા તેને મિશ્રવ્યવહારી કહીએ.
| * કેવળજ્ઞાની યથાખ્યાતચારિત્રના બળવડે શુદ્ધાત્મસ્વરૂપમાં રમણશીલ છે તેથી તેને શુદ્ધવ્યવહારી કહીએ; યોગારૂઢ-અવસ્થા વિદ્યમાન હોવાથી તેમને વ્યવહારી કહ્યા. શુદ્ધવ્યવહારની સરહદ તેરમા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાન પર્યત જાણવી. – સિદ્ધપરિણમનસ્વી વ્યવER:”
નિગોદથી માંડીને ચૌદમાં ગુણસ્થાન સુધીના બધાય સંસારી જીવની અવસ્થાના પ્રકારો આ ત્રણ વિભાગમાં સમાઈ જાય છે.
સંસારના જીવોમાં મોટો ભાગ મિથ્યાદષ્ટિ જીવોનો છે. મિથ્યાષ્ટિ જીવ પોતાનું આત્મસ્વરૂપ જાણતો નથી ને શરીરાદિની ક્રિયા તે હું છું, રાગ જેટલો જ હું છું-એમ માનીને પરસ્વરૂપમાં જ મગ્ન વર્તે છે એટલે અશુદ્ધ પર્યાયરૂપે જ પરિણમે છે તેથી તે અશુદ્ધવ્યવહારી છે. અન્ય દ્રવ્યના સંયો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૧૫ ગથી થયેલી જે મનુષ્યાદિ પર્યાય તે ખરેખર આત્મસ્વરૂપ નથી પણ અજ્ઞાની તો “હું જ મનુષ્ય છું' એમ માનીને જ વર્તે છે, તેને પ્રવચનસારમાં આચાર્ય દેવે વ્યવહારમૂઢ-પરસમય કહ્યો છે; અહીં પણ તેને પરસ્વરૂપમાં લીન એટલે કે પરસમય કહ્યો છે. ભાઈ, “મનુષ્ય-વ્યવહાર” એ ખરેખર તારો વ્યવહાર નથી, પણ શુદ્ધ ચેતનાના વિલાસરૂપ જે આત્મવ્યવહાર તે જ તારો વ્યવહાર છે, તારી શુદ્ધચેતના પર્યાય તે જ તારો વ્યવહાર છે. તારો વ્યવહાર તારામાં હોય કે પર દ્રવ્યમાં હોય ? તારો વ્યવહાર તારામાં, ને પરનો વ્યવહાર પરમાં.
પ્રશ્નઃ- વ્યવહારને પરાશ્રિત કહ્યો છે ને?
ઉત્તર:- અહીં અભેદ તે નિશ્ચય ને ભેદ તે વ્યવહાર-એ વિવક્ષા છે. અને ભેદના વિચારમાં પરનું અવલંબન છે તે અપેક્ષાએ તેને પરાશ્રિત કહી શકાય. પણ જે ભેદરૂપ ભાવ (અર્થાત્ પર્યાય) છે તે તો પોતામાં જ છે, તે કાંઈ પરમાં નથી.
આત્મા તો ચેતના સ્વરૂપ છે, આત્મા કાંઈ મનુષ્યાદિ દેહરૂપ નથી. મનુષ્યવ્યવહાર” તો મિથ્યાષ્ટિનો છે, એટલે કે ચેતના સ્વરૂપને ભૂલીને હું મનુષ્ય જ છું” એવી દેબુદ્ધિથી અજ્ઞાની પ્રવર્તે છે. હું મનુષ્ય જ છું, મારું જ આ શરીર છે-એમ અહંકાર-મમકાર વડે ઠગતા થકા અવિચલિતચેતના-વિલાસમાત્ર આત્મવ્યવહારથી તે ચૂત થાય છે, અને સમસ્ત ક્રિયાકલાપને જેમાં છાતીસરસો ભેટવામાં આવે છે એવા મનુષ્યવ્યવહારનો આશ્રય કરીને તે રાગદ્વેષી થાય છે. આ રીતે અજ્ઞાની પદ્રવ્યરૂપ કર્મ સાથે સંગતપણાને લીધે ખરેખર પરસમય થાય છે. (જુઓ પ્રવચનસાર ગા. ૯૪ ટીકા) લોકોમાં માનવધર્મના નામે અનેક ગોટા ચાલે છે; અહીં સંતો કહે છે કે “હું મનુષ્ય છું” એવી મિથ્યાબુદ્ધિ તે અધર્મ છે. ભાઈ, તું તો આત્મા છો, તારો વિલાસ ચેતનારૂપ છે. જડ દેહની ક્રિયામાં સારો વ્યવહાર નથી, ને રાગાદિ અશુદ્ધ-પરિણતિ તે પણ ખરેખર તારો વ્યવહાર નથી, તે તો અશુદ્ધ વ્યવહાર છે. તારો શુદ્ધવ્યવહાર તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધપરિણતિમાં છે, શુદ્ધચેતનાપરિણતિ તે જ તારો આત્મવ્યવહાર છે. અજ્ઞાનીને અશુદ્ધપરિણતિ છે તે તેનો અશુદ્ધવ્યવહાર છે.
અરે, તારો વ્યવહાર શું ને તારો નિશ્ચય શું, તેને પણ તું ન જાણ, તારા ભાવોને ય તું ન ઓળખ, તો કઈ રીતે તું ધર્મ કરીશ? માટે તું તારા ભાવોને ઓળખ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ : અધ્યાત્મ-સંદેશ
સમ્યગ્દષ્ટિ પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને પરોક્ષ પ્રમાણ વડે અનુભવે છે. સમ્યમતિશ્રુતજ્ઞાનમાં ઇન્દ્રિય તથા મનના અવલંબન વગરનું જે રાગરહિત સંવેદન છે તે અપેક્ષાએ અંશે પ્રત્યક્ષપણું પણ છે, પરંતુ મતિશ્રુતજ્ઞાન હોવાથી તેને પરોક્ષ કહ્યા છે. -આ સંબંધી ઘણું સ્પષ્ટીકરણ પં. શ્રી ટોડરમલ્લજીની ચિઠ્ઠિના વિવેચનમાં આવી ગયું છે. સ્વાનુભવથી આત્મસ્વરૂપને જાણ્યું ત્યારથી જ ધર્મી જીવ પરની ક્રિયાને કે પરના સ્વરૂપને પોતાનું માનતો નથી, એનાથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વરૂપને જાણે છે; અને આવા નિજસ્વરૂપના ધ્યાન-વિચારરૂપ ક્રિયામાં તે વર્તે છે, એ તેનો મિશ્રવ્યવહાર છે.
પ્રશ્નઃ- એને મિશ્રવ્યવહાર કેમ કહ્યો ?
ઉત્તરઃ- કેમકે સાધકને હજી પૂર્ણ શુદ્ધતા થઈ નથી; તેની પર્યાયમાં કંઈક શુદ્ધતા ને કંઈક અશુદ્ધતા બંને સાથે વર્તે છે, તેથી તેને મિશ્રવ્યવહાર ક્લ્યો.
પ્રશ્ન:- મિશ્રવ્યવહાર તો ચોથાથી બારમા ગુણસ્થાન સુધી કહ્યો છે; બારમા ગુણસ્થાને તો કાંઈ રાગાદિ અશુદ્ધતા નથી, તો ત્યાં મિશ્રપણું કઈ રીતે કહેવાય?
ઉત્તરઃ- રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધતા ત્યાં નથી એ ખરું, પણ ત્યાં હજી જ્ઞાનાદિગુણોની અવસ્થા અધૂરી છે એટલે જ્ઞાનાદિ અપેક્ષાએ (ઉદયભાવરૂપ અજ્ઞાનભાવ છે તે અપેક્ષાએ ) અશુદ્ધતા ગણીને ત્યાં મિશ્રભાવ કહ્યો.
પ્રશ્ન:- તો પછી કેવળીભગવાનને પણ યોગનું કંપન વગેરે ઉદયભાવ છે, તેથી તેમને પણ મિશ્રપણું કહેવું જોઈએ ?
ઉત્તર:- નહિ; કેવળીભગવાનને જ્ઞાનાદિપરિણતિ સંપૂર્ણ શુદ્ધ થઈ ગઈ છે, અને હવે જે યોગનું કંપન વગેરે છે તે કાંઈ નવા કર્મસંબંધનું કારણ થતું નથી એટલે એમને એકલી શુદ્ધતા જ ગણીને શુદ્ધવ્યવહાર કહ્યો છે.
સમ્યગ્દષ્ટિને મિશ્રવ્યવહાર કહ્યો છે; ત્યાં આત્મા અને શરીરની ભેગી ક્રિયા એવો કાંઈ ‘મિશ્ર'નો અર્થ નથી; પણ પોતાની પર્યાયમાં કાંઈક શુદ્ધતા ને કાંઈક અશુદ્ધતા એ બંને એક સાથે હોવાથી મિશ્ર કહેલ છે. આત્માનું સમ્યગ્દર્શન થતાં જ ચોથા ગુણસ્થાનથી અંશે શુદ્ધતા પ્રગટી છે. ત્યાંથી માંડીને બારમા ગુણસ્થાન સુધી સાધકદશા છે. આવી પરિણતિવાળા જીવને ‘મિશ્ર નિશ્ચયાત્મકદ્રવ્ય ' કહેલ છે.
9
પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિ તો પોતાના શુદ્ધદ્રવ્યને જાણે છે છતાં તેને ‘શુદ્ધ-અશુદ્ધ-મિશ્રનિશ્ચયાત્મકદ્રવ્ય ’ કેમ કહ્યું ?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૧૭
ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિની નિશ્ચયદષ્ટિમાં-પ્રતીતમાં કાંઈ શુદ્ધાશુદ્ધ આત્મા નથી, એની દ્દષ્ટિમાં તો શુદ્ધ આત્મા છે; પણ પર્યાયમાં હજી તેને સમ્યગ્દર્શન-જ્ઞાન તથા સ્વરૂપાચરણચારિત્રાદિ શુદ્ધ અંશોની સાથે રાગાદિક અશુદ્ધઅંશો પણ છે, એ રીતે શુદ્ધ અને અશુદ્ધ એવા મિશ્રભાવરૂપ અવસ્થા છે, તે મિશ્રઅવસ્થા સાથે અભેદતા ગણીને તે દ્રવ્યને પણ તેવું ‘મિશ્રનિશ્ચયાત્મક ’ કહ્યું છે. દ્રવ્યદૃષ્ટિથી જોતાં તો દ્રવ્ય શુદ્ધ જ છે, અશુદ્ધતા તેમાં નથી. -“ णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो માળે, વં મળતિ સુદ્ધ નામો નો સો ૩ સો લેવા ।।” એટલે આત્માને શુદ્ધદ્રવ્યદષ્ટિથી જુઓ તો તે પ્રમત્ત-અપ્રમત્ત કે શુદ્ધ-અશુદ્ધ એવા ભેદ વગરનો એકરૂપ શુદ્ધ જ્ઞાયક છે, ને એ જ્ઞાયકસ્વભાવ વિકારરૂપે થયો નથી. –એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. પર્યાયમાં શુદ્ધ-અશુદ્ધપણું વગેરે પ્રકારો છે. જ્યારે આવો જ્ઞાયકસ્વભાવ ઉપાસવામાં આવે ત્યારે પર્યાય શુદ્ધ થાય છે, અને જ્યારે એ સ્વભાવને ભૂલીને વિકારમાં જ લીનપણે વર્તે ત્યારે પર્યાય અશુદ્ધ થાય છે. આ શુદ્ધ કે અશુદ્ધ પર્યાયની સાથે અભેદતાથી દ્રવ્યને પણ શુદ્ધ, અશુદ્ધ કે મિશ્ર કહ્યું છે. કેમકે તે-તે કાળે તેવા ભાવપણે દ્રવ્ય પોતે પરિણમ્યું છે, દ્રવ્યનું જ તે પરિણમન છે, તે કાંઈ દ્રવ્યથી જાદું કોઈ બીજાનું પરિણમન નથી.
જુઓ, સાધકદશામાં શુદ્ધતા પણ છે ને અશુદ્ધતા પણ છે; બંને એક સાથે એક પર્યાયમાં છે છતાં બંનેની ધારા જુદી છે, શુદ્ધતા તો શુદ્ધદ્રવ્યના આશ્રયે છે ને અશુદ્ધતા પ૨ના આશ્રયે છે, –બંનેની જાત જુદી છે. બંને સાથે હોવા છતાં જે અશુદ્ધતા છે તે કાંઈ વર્તમાન પ્રગટેલી શુદ્ધતાનો નાશ કરી દેતી નથી. –આવી મિશ્રધારા સાધકને હોય છે.
તેરમા-ચૌદમા ગુણસ્થાને કેવળીભગવાન પૂર્ણ યથાખ્યાત ચારિત્રના બળવડે શુદ્ધાત્મસ્વરૂપમાં જ રમણશીલ છે. જો કે યથાખ્યાત ચારિત્ર તો બારમા ગુણસ્થાને પણ પૂરું હતું પણ ત્યાં હજી કેવળજ્ઞાન ન હતું, હવે કેવળજ્ઞાન અને અનંત સુખ ઊઘડી જતાં પૂર્ણ ઇષ્ટપદની પ્રાપ્તિ થઈ, સાધ્ય હતું તે સધાઈ ગયું, ને આવરણનો અત્યંત અભાવ થઈ ગયો, તેથી શુદ્ધ પરિણતિરૂપ શુદ્વવ્યવહાર કહ્યો છે. તેરમા ગુણસ્થાને યોગારૂઢદશા એટલે યોગનું કંપન છે અને ચૌદમા ગુણસ્થાને યોગનું કંપન નથી, પરંતુ ત્યાં હજી અસિદ્ધપણું છે, એટલે સંસારીપણું છે, તેથી ત્યાં સુધી વ્યવહાર ગણ્યો છે. સિદ્ધભગવાન સંસારથી પાર છે તેથી તેઓ વ્યવહારાતીત છે. જ્યાં સુધી અસિદ્ધપણું છે, ત્યાં સુધી વ્યવહાર છે, સિદ્ધો વ્યવહાર-વિમુક્ત
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ : અધ્યાત્મ-સંદેશ છે. આમ તો દષ્ટિઅપેક્ષાએ સમ્યગ્દષ્ટિને પણ વ્યવહાર-વિમુક્ત કહ્યા છે, પણ અહીં પરિણતિ અપેક્ષાએ વાત છે, જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી વ્યવહાર પરિણતિ ગણી છે, સિદ્ધને વ્યવહારથી પાર ગણ્યા છે. શાસ્ત્રોમાં જ્યાં જે વિવેક્ષા હોય તે સમજવી જોઈએ.
આ રીતે સંસારી જીવની અવસ્થાના અશુદ્ધ, મિશ્ર અને શુદ્ધ એમ ત્રણ પ્રકાર કહ્યા. સંસારમાંથી મોક્ષ જનાર દરેક જીવને આ ત્રણે પ્રકારની અવસ્થાઓ થઈ જાય છે. અશુદ્ધતા તો અજ્ઞાનદશામાં બધા સંસારી જીવો ને અનાદિથી વર્તે છે; પછી આત્મજ્ઞાન થતાં સાધકભાવરૂપ મિશ્રદશા ખીલે છે, અને શુદ્ધતા વધી વધીને કેવળજ્ઞાન થતાં સાધ્યરૂપ પૂર્ણ શુદ્ધદશા પ્રગટે છે; પછી અલ્પકાળમાં તે મોક્ષપદ પામે છે. અશુદ્ધદશા છે તે આસ્રવ ને બંધતત્ત્વ છે, મિશ્રદશામાં જેટલી શુદ્ધતા છે તેટલા સંવર-નિર્જરા છે તથા અલ્પ અશુદ્ધતા છે તે આસ્રવ-બંધ છે; ને પૂર્ણ શુદ્ધતા પ્રગટી તે ભાવમોક્ષ છે. દ્રવ્યમોક્ષરૂપ સિદ્ધદશાની વાત અહીં નથી લીધી, કેમકે સંસારી-જીવોની જ વાત છે.
અજ્ઞાનીને એકલી અશુદ્ધતા છે; ચોથા ગુણસ્થાનથી કાંઈક શુદ્ધતા ને સાથે રાગ એમ મિશ્રપણું છે; બારમાં ગુણસ્થાને વીતરાગતા છે એટલે ત્યાં જોકે રાગ નથી પણ હજી જ્ઞાનાદિ ગુણોની અવસ્થા અધૂરી છે એટલે ત્યાં પણ મિશ્રભાવ ગમ્યો. કેવળજ્ઞાનીને જ્ઞાનાદિ પૂરા થઈ ગયા છે તેથી શુદ્ધતા ગણી, છતાં હજી (તેરમા-ચૌદમાં ગુણસ્થાને) સિદ્ધપણું નથી એટલે અસિદ્ધત્વ હોવાથી તેમનેય વ્યવહારમાં ગણ્યા; કેમકે પરમાણુ સાથે હજી તે પ્રકારનો સંબંધ છે ને પરિણતિમાં તે પ્રકારની યોગ્યતા છે. પછી સિદ્ધદશા થઈ ત્યાં વ્યવહાર છૂટી ગયો... ને વ્યવહાર છૂટ્યો ત્યાં સંસાર છૂટયો. વ્યવહારાતીત થયા ત્યાં સંસારાતીત થયા.
પ્રશ્ન:- અહીં ચૌદમાં ગુણસ્થાન સુધી વ્યવહાર કહ્યો, સિદ્ધને વ્યવહારતીત કહ્યા, ને સમયસારાદિમાં તો સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાનથી જ વ્યવહારનો નિષેધ કહ્યો છે?
ઉત્તર- ભાઈ, ત્યાં પણ જે વ્યવહાર છે તેની કાંઈ ના પાડી નથી પણ તેનો આશ્રય કરવાની ના પાડી છે; જે ભૂમિકાએ જે વ્યવહાર હોય તેને તું જાણજે પણ તેનો આશ્રય કરીશ નહિ એમ ત્યાં કહ્યું છે, જો તેના અવલંબને લાભ માનીશ તો તે વ્યવહારના વિકલ્પમાં જ અટકી જઈશ ને પરમાર્થનો અનુભવ થશે નહિ. નિજમત પ્રવર્તાવવા બંને નયો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૧૯ જાણવાયોગ્ય કહ્યા છે, પણ આશ્રય કરવાયોગ્ય તો એક ભૂતાર્થસ્વભાવ જ કહ્યો છે, માટે વ્યવહારનું જ્ઞાન ન છોડો પણ તેનો આશ્રય છોડો, પરમાર્થનો આશ્રય કરો-એવો ઉપદેશ છે. એ જ રીતે અહીં પણ સંસારઅવસ્થામાં કયા જીવને કેવો વ્યવહાર છે તેનું જ્ઞાન કરાવ્યું છે, પણ કાંઈ તેનો આશ્રય કરવાનું નથી કહ્યું. એક ત્રિકાળી અખંડ દ્રવ્યને સંસારી ને સિદ્ધ એવા બે અવસ્થાભેદથી લક્ષમાં લેવું તે પણ વ્યવહાર છે, ને તે ભેદના લક્ષે નિર્વિકલ્પતા થતી નથી; એકરૂપ અભેદ દ્રવ્યસ્વભાવને દૃષ્ટિમાં લેવો તે નિશ્ચય છે, ને તેના જ લક્ષ નિર્વિકલ્પતા થાય છે.
પ્રશ્નઃ- વ્યવહાર તે મિથ્યાત્વ છે?
ઉત્તર:- ના, ભાઈ ! વ્યવહાર પોતે મિથ્યાત્વ નથી; વ્યવહાર તો સમ્યગ્દષ્ટિને પણ હોય છે, અહીં તો ઠેઠ ચૌદમા ગુણસ્થાન સુધી વ્યવહાર કહ્યો છે; તે વ્યવહાર કાંઈ મિથ્યાત્વ નથી, પણ વ્યવહારના ભેદના અવલંબનમાં અટકીને તેનાથી લાભ માને તો જરૂર મિથ્યાત્વ છે.
સમયસાર-નાટકમાં કહ્યું છે કે અસંખ્યાત પ્રકારના જે મિથ્યાત્વભાવ છે તે વ્યવહાર છે; અને જેને મિથ્યાત્વ છૂટયું ને સમ્યકત્વ થયું તે જીવ નિશ્ચયમાં લીન છે ને વ્યવહાર-વિમુક્ત છે. ત્યાં એમ સમજવું કે જે મિથ્યાત્વભાવ છે તે કોઈ ને કોઈ પ્રકારે વ્યવહારઆશ્રિત છે, તેથી જેટલા પ્રકાર મિથ્યાત્વના તેટલા જ પ્રકાર વ્યવહારના કહ્યા; પણ જે વ્યવહાર છે તે જ મિથ્યાત્વ છે એમ ન સમજવું. સમ્યગ્દષ્ટિનેય વ્યવહાર તો ભૂમિકા મુજબ હોય, પણ તેને તેના આશ્રયની બુદ્ધિ નથી તેથી તેને મિથ્યાત્વ નથી.
સંસાર-અવસ્થામાં રહેલા જીવની જે ત્રણ અવસ્થાનું (ત્રણ પ્રકારના વ્યવહારનું) કથન કર્યું તેનું સ્વરૂપ કહે છે:
*
* અશુદ્ધવ્યવહાર શુભાશુભઆચારરૂપ છે; * શુદ્ધાશુદ્ધવ્યવહાર શુભોપયોગમિશ્રિત સ્વરૂપાચરણરૂપ છે; * અને શુદ્ધવ્યવહાર શુદ્ધસ્વરૂપાચરણરૂપ છે.
*
“તેમાં વિશેષ એટલું કે, કોઈ કહે કે શુદ્ધ સ્વરૂપાચરણ તો સિદ્ધ વિષે પણ વર્તે છે તેથી ત્યાં પણ વ્યવહારસંશા કહેવી જોઈએ; તો તેમ નથી, કેમકે સંસારઅવસ્થા સુધી વ્યવહાર કહીએ છીએ, સંસારઅવસ્થા મટતાં વ્યવહાર પણ મટયો કહેવાય,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ : અધ્યાત્મ-સંદેશ એવી અહીં સ્થાપના કરી છે, માટે સિદ્ધને વ્યવહારતીત કહીએ છીએ. એ રીતે વ્યવહારવિચાર સમાપ્ત.”
અજ્ઞાનીને જે અશુદ્ધવ્યવહાર છે તે કેવો છે? કે શુભઆચારરૂપ તથા અશુભઆચારરૂપ અશુદ્ધવ્યવહાર છે, તે શુભાશુભ આચરણમાં શુદ્ધતા નથી. મિથ્યાષ્ટિને શુભાશુભ રાગનું જ આચરણ હોય છે, શુદ્ધ આચરણ તેને હોતું નથી, કોઈ કહે કે શુભ તે શુદ્ધનું કારણ થાય, તો કહે છે કે ના; શુભઆચરણ પોતે અશુદ્ધ છે-એ વાત ૩૫૦ વર્ષ પહેલાં પં. બનારસીદાસજી પણ સ્પષ્ટ કહી ગયા છે, તે જૈનસિદ્ધાંતમાં અનાદિથી તે વાત સંતો કહેતા જ આવ્યા છે. શુભઆચરણ જે પોતે અશુદ્ધ છે તે શુદ્ધતાનું કારણ કેમ થાય? આ રીતે મિથ્યાષ્ટિને જે અશુભ કે શુભ આચરણ છે તેને અશુદ્ધવ્યવહાર જાણવો.
સાધકનો મિશ્રવ્યવહાર કેવો છે? તેને શુભઉપયોગમિશ્રિત સ્વરૂપાચરણ છે તે શુદ્ધાશુદ્ધ-મિશ્રવ્યવહાર છે. સમ્યગ્દર્શન થતાં ચોથા ગુણસ્થાનથી સ્વરૂપાચરણ પ્રગટયું તે શુદ્ધતાનો અંશ છે, અને ત્યાં હજી શુભરાગ છે તે અશુદ્ધતા છે; એ રીતે તેને શુદ્ધાશુદ્ધરૂપ મિશ્રવ્યવહાર છે.
પ્રશ્ન - સમ્યગ્દષ્ટિને ચોથા વગેરે ગુણસ્થાને અશુભ ભાવ પણ હોય છે, છતાં અહીં સ્વરૂપાચરણને શુભમિશ્રિત કેમ કહ્યું, અશુભની વાત ક્યાં ગઈ ?
ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિને અશુભની પ્રધાનતા નથી, તેને શુભની પ્રધાનતા છે, તેથી અશુભને ગણ્યો નથી. આગમમાં અશુભની પ્રધાનતા મિથ્યાષ્ટિને જ ગણી છે; સમ્યગ્દષ્ટિને ચોથા-પાંચમા-છઠ્ઠા ગુણસ્થાને શુભોપયોગની પ્રધાનતા છે, ને સાથે શુદ્ધપરિણતિ પણ હોય છે. માટે તેને શુદ્ધની સાથે શુભનું જ મિશ્રપણું ગયું છે. વળી આમાં એ વાત પણ આવી ગઈ કે સમકિતીને શુભોપયોગ છે તે પણ અશુદ્ધ જ છે, તે કાંઈ ધર્મ નથી.
પ્રશ્ન:- અહીં સાધકના મિશ્રવ્યવહારને શુભોપયોગમિશ્રિત કહ્યો, પરંતુ ઉપર બારમા ગુણસ્થાને તો શુભોપયોગ નથી તો ત્યાં મિશ્રવ્યવહાર કઇ રીતે છે?
ઉત્તરઃ- ત્યાં શુભોપયોગ નથી એ ખરું, પરંતુ હજી જ્ઞાન-દર્શન-વીર્યઆનંદ વગેરે અપૂર્ણ છે, એટલે “જ્ઞાન” સાથે ઉદયરૂપ અજ્ઞાનભાવ પણ ભગો છે, એ અપેક્ષાએ ત્યાં પણ મિશ્રવ્યવહાર સમજવો. સિદ્ધાંતમાં અજ્ઞાનનો ઉદય બારમાં ગુણસ્થાન સુધી કહ્યો છે, ને અસિદ્ધપણારૂપ ઉદયભાવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકો : ૧૨૧ ચૌદમાં ગુણસ્થાન સુધી છે. જ્યાંસુધી ઉદયભાવ છે ત્યાંસુધી સંસાર છે, ને જ્યાંસુધી સંસાર છે ત્યાંસુધી વ્યવહાર છે.
કેવળી ભગવાનને શુદ્ધવ્યવહાર છે તે કેવો છે? કેવળજ્ઞાન સહિત શુદ્ધ સ્વરૂપાચરણરૂપ શુદ્ધવ્યવહાર છે. તેમને હવે સાધકપણું નથી રહ્યું, અને હજી સિદ્ધપદ પણ નથી પામ્યા. પણ સાધ્યરૂપ પરમ-ઇષ્ટ એવી પરમાત્મદશા તેમને પ્રગટી ગઈ છે. આવા અરિહંતોને શુદ્ધ સ્વરૂપાચરણરૂપ શુદ્ધવ્યવહાર હોય છે.
પ્રશ્ન- શુદ્ધ સ્વરૂપાચરણ તો સિદ્ધ ભગવાનને પણ છે, તો તેમને પણ શુદ્ધવ્યવહાર કેમ નથી કહેતા?
ઉત્તર:- તેનો ખુલાસો આવી ગયો છે કે, અહીં સંસાર અવસ્થાવાળા જીવોનું જ કથન છે, તેથી સંસાર અવસ્થા સુધી જ વ્યવહાર ગણ્યો છે. ચૌદમા ગુણસ્થાન સુધી અસિદ્ધત્વ છે તથા કેટલાક ગુણોનું વિભાવ પરિણમન અને કર્મસંયોગ છે તેથી ત્યાં સુધી વ્યવહાર ગયો છે; સિદ્ધદશામાં વિભાવ કે કર્મસંયોગ કોઈ પ્રકારે નથી, તેથી સંસારાતીત એવા સિદ્ધ ભગવાનને વ્યવહારાતીત ગણ્યા છે.
બારમા ગુણસ્થાને પણ યથાવત ચારિત્ર છે છતાં ત્યાં શુદ્ધવ્યવહાર ન ગણતાં મિશ્રવ્યવહાર કેમ ગણ્યો?-તે સંબંધી ખુલાસો અગાઉ આવી ગયેલ છે.
આ રીતે સંસારી જીવોને સંસાર અવસ્થારૂપ જે વ્યવહાર છે તેનું સ્વરૂપ ત્રણ પ્રકાર પાડીને સમજાવ્યું. એ રીતે વ્યવહારવિચાર સમાપ્ત થયો. હવે તે જ સંસારી જીવોમાં આગમરૂપ તથા અધ્યાત્મરૂપ ભાવો કયા પ્રકારે છે તેનું સ્વરૂપ કહે છે.
માહાભ્ય કરવા યોગ્ય દુનિયામાં કાંઈ હોય તો તે એકમાત્ર સર્વજ્ઞપ્રણીત ધર્મ અને તેને ધરનારા ધર્માત્મા જ છે.... તેને ઓળખીને તેનું જ બહુમાન કરો. જેને પોતામાં ધર્મ પ્રિય હોય તેને ધર્માત્માઓ પ્રત્યે બહુમાન આવે જ. ધર્માત્માનું બહુમાન તે ધર્મનું જ બહુમાન છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આગમ-અધ્યાત્મનું સ્વરૂપ
વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ છીએ, આત્માનો જે અધિકાર તેને અધ્યાત્મ કહીએ છીએ; આગમ તથા અધ્યાત્મસ્વરૂપ ભાવ આત્મદ્રવ્યના જાણવા. તે બંને ભાવ સંસારઅવસ્થા વિષે ત્રિકાલવર્તી
માનવા.”
વસ્તુનો સ્વભાવ કહેતાં અહીં ત્રિકાળી સ્વભાવ ન સમજવો, પણ પર્યાયનો ભાવ સમજવો; સંસારી જીવને પર્યાયમાં વિકારની પરંપરા અનાદિથી ચાલી આવે છે તથા તેના નિમિત્તરૂપ કર્મની પરંપરા પણ અનાદિથી ચાલી આવે છે, તેને અહીં “આગમપદ્ધત્તિ” કહે છે. આ આગમપદ્ધત્તિ અશુદ્ધ છે એટલે તેમાં આત્માનો અધિકાર ન કહ્યો; અધ્યાત્મપદ્ધત્તિ શુદ્ધપર્યાયરૂપ છે એટલે તેમાં આત્માનો અધિકાર કહ્યો. આગમરૂપ અશુદ્ધભાવ અને અધ્યાત્મરૂપ શુદ્ધભાવ-એ બંને ભાવવાળા જીવો સંસારઅવસ્થામાં સદાય હોય જ છે એટલે સંસારઅવસ્થામાં એ બંને ભાવોને ત્રિકાલવર્તી કહ્યા. સંસારમાં સાધક અને બાધક જીવો સદાય વર્તે જ છે; સંસારમાં કોઈ વાર એકલી અશુદ્ધપર્યાયવાળા જીવો જ રહી જાય ને શુદ્ધપર્યાયવાળા કોઈ જીવ ન હોય એમ કદી બનતું નથી, તેમ જ બધા જીવો શુદ્ધપર્યાયવાળા થઈ જાય ને અશુદ્ધપર્યાયવાળા કોઈ જીવ ન રહે–એમ પણ કદી બનતું નથી; એટલે અશુદ્ધભાવરૂપ આગમપદ્ધત્તિ અને શુદ્ધભાવરૂપ અધ્યાત્મપદ્ધત્તિ-એ બંને ભાવો સંસારમાં ત્રણે કાળે વર્તે છે. આ વાત સંસારમાં રહેલા ભિન્નભિન્ન જીવોની અપેક્ષાએ સમજવી, એટલે કે કોઈ જીવો શુદ્ધપર્યાયવાળા હોય, કોઈ જીવો અશુદ્ધપર્યાયવાળા હોય, કોઈ મિશ્રપર્યાયવાળા હોય, એ રીતે બંને ભાવો ત્રિકાલવર્તી માનવા. પણ એક જ જીવમાં એ ભાવો સદાય રહ્યા કરે એમ ન સમજવું. નહિતર તો અશુદ્ધતા ટળીને શુદ્ધતા કદી થઈ જ ન શકે. અથવા શુદ્ધપર્યાય પણ અનાદિની ઠરે. પણ એમ નથી. એક જીવ વ્યક્તિગત રીતે પોતાની પર્યાયમાંથી અશુદ્ધતા ટાળીને શુદ્ધતા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૨૩
પ્રગટ કરી શકે છે, પણ જગતમાંથી અશુદ્ધ ભાવનો સર્વથા અભાવ થઈ જાય–એમ કદી બનવાનું નથી. જગતમાં તો બધા ભાવવાળા જીવો સદાય રહેવાના છે. જગતમાં સિદ્ધ પણ અનાદિથી થતા આવે છે ને નિગોદ પણ અનાદિથી છે, મિથ્યાદષ્ટિ પણ અનાદિથી છે ને સમ્યગ્દષ્ટિ પણ અનાદિથી છે, અજ્ઞાની પણ છે ને કેવળજ્ઞાની પણ છે; એમ બધા પ્રકારના જીવો જગતમાં સદાય રહેવાના છે. -કોઈ જીવ આખા જગતમાંથી અજ્ઞાનનો ને અશુદ્ધતાનો અભાવ કરવા માગે તો તેમ ન કરી શકે, પણ પોતે પોતાના આત્મામાંથી અજ્ઞાન અને અશુદ્ધતા મટાડીને કેવળજ્ઞાન અને સિદ્ધપદ પ્રગટ કરી શકે.
જેટલા શુભાશુભ વ્યવહારભાવો છે તે બધાય આગમપદ્ધતિમાં છે; આગમપદ્ધતિ તે બંધપદ્ધતિ છે, અથવા કર્મપદ્ધતિ છે, તેમાં ધર્મ નથી. ધર્મ તો અધ્યાત્મપદ્ધતિમાં છે; અધ્યાત્મપદ્ધતિ તે મોક્ષમાર્ગરૂપ છે; તે શુદ્ધભાવરૂપ છે. આ શુદ્ધભાવરૂપ અધ્યાત્મપદ્ધતિમાં આત્માનો અધિકાર કહ્યો, પણ આગમપદ્ધત્તિમાં આત્માનો અધિકાર ન કહ્યો, કેમકે તે આત્માના સ્વભાવરૂપ નથી પણ વિભાવરૂપ છે.
'
અહીં ‘આગમપદ્ધતિ ' કહી તેમાં ‘આગમ 'નો અર્થ સિદ્ધાંતરૂપ શાસ્ત્ર ન સમજવો. પણ આગમપદ્ધતિ એટલે અનાદિથી ચાલી આવેલી પરંપરા. અથવા આગમ એટલે આગંતુક ભાવો. વિકારી ભાવો છે તે નવા આગંતૂક છે, તે સ્વભાવમાં નથી પણ કર્મનિમિત્તે પર્યાયમાં નવા નવા ઉત્પન્ન થયેલા છે, ને અનાદિથી તેનો પ્રવાહ ચાલ્યો આવે છે. વિકાર અને તેના નિમિત્તરૂપ કર્મ એ બંનેનો પ્રવાહ અનાદિથી ચાલ્યો આવે છે તેનું નામ આગમપદ્ધતિ છે. ને જીવમાં જે નવી અપૂર્વ અધ્યાત્મદશા એટલે કે શુદ્ધપર્યાય પ્રગટે તે અધ્યાત્મપદ્ધતિ છે. આ બંને પ્રકારના ભાવો જગતમાં સદાય વર્તતા જ હોય છે. એ બંનેનું હવે વિવેચન કરે છે.
શુદ્ધ વસ્તુસ્વરૂપને અનુભવનારો ભાવ તે વસ્તુમાં લીન થયેલો છે; વસ્તુથી
બહા૨ ૨હેલો કોઈ ભાવ વસ્તુને અનુભવી
શકતો નથી. શુદ્ધ વસ્તુની અનુભૂતિ
નિર્વિકલ્પ છે, વિકલ્પ એનાથી બહાર છે.
卐
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આગમરૂપ કર્યપદ્ધતિ-તે સંસાર; અધ્યાત્મરૂપ શુદ્ધ ચેતનાપદ્ધતિ-તે મોક્ષમાર્ગ
“આગમરૂપ કર્યપદ્ધત્તિ છે; અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ છે. તેનું વિવેચન* કર્યપદ્ધતિ પૌગલિક દ્રવ્યરૂપ અથવા ભાવરૂપ છે. દ્રવ્યરૂપ તો પુદ્ગલના પરિણામ છે; ભાવરૂપ પુદગલાકાર આત્માની અશુદ્ધ પરિણતિરૂપ પરિણામ છે, તે બંને પરિણામ આગમરૂપ સ્થાપ્યા.
* હવે શુદ્ધચેતના પદ્ધતિ એટલે શુદ્ધ આત્મપરિણામ; તે પણ દ્રવ્યરૂપ તથા ભાવરૂપ એમ બે પ્રકારે છે. દ્રવ્યરૂપ તો જીવપરિણામ, તથા ભાવરૂપ જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય આદિ અનંત ગુણપરિણામ, –એ બંને પરિણામ અધ્યાત્મરૂપ જાણવા.
આ આગમ તથા અધ્યાત્મ બંને પદ્ધતિમાં અનંતતા માનવી.”
જુઓ, હવે આ સૂક્ષ્મ વાત ! પણ તો જીવના પોતાના પરિણામની જ વાત. જીવની પર્યાયમાં કેવા કેવા પ્રકારના ભાવો થાય છે તે સમજવાની આ વાત છે, એટલે ધ્યાન રાખીને સમજવા જેવી છે.
[ નોંધ:- પહેલાં નિયમસાર ગા. ૧૫ સાથે સરખાવીને અહીં અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિનો અર્થ “કારણ શુદ્ધપર્યાય' જેવો કરતા, અને દરેક જીવમાં તે ત્રિકાળ છે એમ કહેતા, પરંતુ પછી તે સંબંધી વધુ સ્પષ્ટતા થતાં, નિયમસારની કારણ શુદ્ધપર્યાય કરતાં અહીંનો વિષય જુદો લાગે છે, અહીં કહેલી અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ તે મોક્ષમાર્ગરૂપ નિર્મળ પર્યાય છે, અને તે દરેક જીવમાં ત્રિકાળ નથી, પણ સમુચ્ચયપણે જગતમાં તે સદાય હોય છે–એમ સમજવું. આ ભાગ ઉપરના અગાઉ પ્રગટ થયેલા પ્રવચનો પણ આ અર્થ સાથે મેળવીને સમજી લેવા. -સં.).
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૨૫
આત્માની પરિણતિમાં અશુદ્ધતા અનાદિથી છે, તે સ્વભાવગતભાવ નથી પણ આગંતુક-વિકારી ભાવ છે. તે પરિણામ સ્વભાવ-આકારરૂપ નથી એટલે તેને પુદ્દગલાકાર કહ્યા છે, કેમ કે પુદ્દગલકર્મો તેમાં નિમિત્ત છે. પુદ્દગલકર્મની પરંપરા તે દ્રવ્યરૂપ કર્મપદ્ધત્તિ, ને તેના નિમિત્તે થતા જીવના વિકારની પરંપરા તે ભાવરૂપ કર્મપદ્ધતિ છે. આમ દ્રવ્ય ને ભાવકર્મની પરંપરારૂપ આગમપદ્ધતિ છે. આ બંને ભાવોને જીવદ્રવ્યના
કહ્યા છે.
પ્રશ્નઃ- જે દ્રવ્યકર્મની પરંપરા છે તે તો પુદ્દગલની પર્યાય છે, છતાં અહીં તેને જીવનો ભાવ કેમ કહ્યો ?
ઉત્તર:- એ પુદ્દગલની પર્યાય છે એ વાત સાચી, પરંતુ જીવના અશુદ્ધ ભાવની સાથે તેને સંબંધ છે, જીવના અશુદ્ધભાવની સાથે મેળવાળું તેનું પરિણમન છે તેથી અહીં કર્મપદ્ધત્તિને પણ જીવના ભાવ કહી દીધા છે. જીવ સાથે જેને સંબંધ નથી એવા બીજા અનંતા પરમાણુઓ જગતમાં છે, પણ તેની અહીં વાત નથી. અહીં તો જીવના પરિણામ સાથે જેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એવા પુદ્દગલોની વાત છે. લાકડું-ઘર-શરીર વગેરેનો સંબંધ તો જીવને કયારેક હોય ને કયારેક ન પણ હોય, પરંતુ સંસારમાં જીવને કર્મનો સંબંધ તો સદાય હોય જ છે; એ સંબંધ બતાવવા તેને પણ જીવનો ભાવ કહ્યો છે–એમ સમજવું.
આત્મદ્રવ્યના અને તેના જ્ઞાનાદિ ગુણોના જે શુદ્ધપરિણામ છે તે અધ્યાત્મપદ્ધત્તિરૂપ છે; આ અધ્યાત્મપદ્ધત્તિ શુદ્ધચેતનારૂપ છે એટલે તેમાં વિકા૨ કે કર્મોનો સંબંધ ન આવે. દ્રવ્યના શુદ્ધપરિણામ તે દ્રવ્યરૂપ શુદ્ધચેતનાપદ્ધત્તિ છે અને જ્ઞાન-શ્રદ્ધા-ચારિત્ર વગેરે ગુણોના શુદ્ધપરિણામ તે ભાવરૂપ શુદ્ધચેતનાપદ્ધત્તિ છે. આ બંને પરિણામ અધ્યાત્મરૂપ જાણવા.
આગમપદ્ધત્તિ સંસારનું કારણ છે, અધ્યાત્મપદ્ધત્તિ મોક્ષનું કારણ છે. જેનાથી કર્મ બંધાય તે બધાય ભાવો આગમપદ્ધત્તિમાં જાય છે, વ્યવહાર–રત્નત્રયમાં જે શુભરાગ છે તે પણ આગમપદ્ધત્તિમાં જાય છે; શુદ્ધચેતનારૂપ જેટલા ભાવો છે તે અધ્યાત્મપદ્ધત્તિમાં આવે છે. આ રીતે બંને પદ્ધત્તિની ધારા એકબીજાથી જુદી છે. આ બંને પદ્ધત્તિમાં અનંતતા માનવી; આત્માના વિકારી ભાવોમાં અનંત પ્રકારો છે ને તેમાં નિમિત્તરૂપ કર્મમાં પણ અનંત પ્રકારો છે; આત્માના નિર્મળ પરિણામોમાં પણ અનંતગુણના અનંત પ્રકારો છે; જ્ઞાનાદિ ગુણોના પરિણમનમાં પણ અનંત પ્રકાર છે. આ રીતે અશુદ્ધતા કે શુદ્ધતા એ બંનેમાં અનંતતા સમજવી.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ર૬ : અધ્યાત્મ-સંદેશ
જેમ સમયસારમાં અજ્ઞાનીને પુદ્ગલકર્મના પ્રદેશમાં સ્થિત કહ્યો, તેમ અહીં અશુદ્ધપરિણામને પુદગલાકાર કહ્યા; તે આત્માના સ્વભાવની જાત નથી તેથી તેને આત્મ-આકાર ન કહ્યા. આત્માના આશ્રયે પ્રગટેલા, આત્માના શુદ્ધપરિણામ છે તે આત્મઆકાર છે, તેમાં પુદ્ગલનો સંબંધ નથી. આત્માના સ્વભાવ સાથે સંબંધવાળા જ ભાવ હોય તે જ આત્માને સુખનું કારણ હોય. પુદ્ગલ સાથે સંબંધવાળા જે ભાવ હોય તે આત્માને સુખનું કારણ ન હોય, તેથી તે ભાવો ઉપાદેય નથી; તે તો આગંતૂક એટલે બહારથી આવેલા છે, તે કાંઈ ઘરમાંથી પ્રગટેલા નથી, કે ઘરમાં રહેવાના નથી. તે ભાવોમાં ખરેખર આત્મા નથી, તેમાં મોક્ષમાર્ગ નથી. જે કોઈ શુભાશુભ ભાવો છે તેમાં આત્માનો અધિકાર નથી પણ આસવનો અધિકાર છે, બંધનો અધિકાર છે. એ વિકારી ભાવોનું સ્વામીપણું આવા ને બંધ તત્ત્વોને છે, આત્માના સ્વભાવને તેનું સ્વામીપણું નથી, માટે તેમાં આત્માનો અધિકાર નથી. આત્માનો અધિકાર તો શુદ્ધ ચેતના પરિણામમાં છે. આગમપદ્ધત્તિ છે તે ઉદયભાવરૂપ છે, ને અધ્યાત્મપદ્ધત્તિ ઉપશમ-ક્ષાયક કે સમ્યકક્ષયોપશમભાવરૂપ છે. પુણ્ય-પાપ-આસવ-બંધ ને અજીવકર્મ એ પાંચ તત્ત્વો આગમપદ્ધત્તિમાં સમાય છે, ને સંવર-નિર્જરા-મોક્ષ તથા શુદ્ધજીવ એ ચાર તત્ત્વો અધ્યાત્મપદ્ધત્તિમાં આવે છે. આમ બંને પદ્ધત્તિ એકબીજાથી વિલક્ષણ છે. તેનું સ્વરૂપ ઓળખે તો ભેદજ્ઞાન થઈ જાય ને મોક્ષમાર્ગ પ્રગટે; એટલે પોતામાં અધ્યાત્મની પરંપરા વિકસવા માંડે ને આગમની (કર્મની તથા અશુદ્ધતાની) પરંપરા તૂટવા માંડે. -આનું નામ ધર્મ આવી અધ્યાત્મપદ્ધત્તિની (એટલે કે શુદ્ધ પરિણામની પરંપરાની) શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. ચોથાથી ચૌદમાં ગુણસ્થાન સુધી અધ્યાત્મપદ્ધત્તિ છે; પરંતુ ત્યાં જેટલી અશુદ્ધતા ને કર્મનો સંબંધ છે તેટલી આગમપદ્ધત્તિ છે. તે સર્વથા છૂટી જતાં સંસાર છૂટી જાય છે ને સિદ્ધદશા પ્રગટે છે, ત્યાં પછી પુદ્ગલકર્મ સાથેનો જરાય સંબંધ રહેતો નથી, ને સંસારની અનાદિની પરંપરા પણ અત્યંતપણે છેદાઈ જાય છે.
અજ્ઞાની તો આગમપદ્ધત્તિને, એટલે કે વિકારને તથા કર્મના સંબંધને જ જીવનું સ્વરૂપ માને છે, જીવના શુદ્ધસ્વરૂપને તે જાણતો નથી, એટલે તેને અધ્યાત્મપદ્ધત્તિ કે આગમપદ્ધત્તિ બેમાંથી એયનું જ્ઞાન નથી. તેને આગમપદ્ધત્તિ તો છે પણ આગમપદ્ધત્તિનું જ્ઞાન તેને નથી; શુભરાગ વગેરે આગમપદ્ધત્તિને જ તે તો અધ્યાત્મપદ્ધત્તિરૂપ માની લ્ય છે-એ વાત આગળ આવશે. આગમ તથા અધ્યાત્મપદ્ધત્તિનું ખરું જ્ઞાન સમ્યજ્ઞાનીને જ હોય છે.
સંસારમાં આગમ અને અધ્યાત્મપદ્ધત્તિ બંને ત્રિકાળ છે, પણ વ્યક્તિગત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૨૭ એક જીવને આગમપદ્ધત્તિ અનાદિની છે, ને અધ્યાત્મપદ્ધત્તિરૂપ સાધકદશા અસંખ્ય સમયની હોય છે. કોઈ સાધક દશામાં લાંબામાં લાંબો કાળ રહે તોપણ તે અસંખ્યસમય જ હોય, તેથી વધુ ન હોય; ને કોઈ જીવ સાધકદશામાં ઓછામાં ઓછો કાળ રહીને સિદ્ધ થાય તો પણ તેને સાધકદશામાં અસંખ્યસમય તો હોય જ. સંસારમાં દરેક જીવને આ બધાય ભાવો હોય જ એવો નિયમ નથી; જેને જે લાગુ પડે તે સમજી લેવા.
અરે ચૈતન્ય પ્રભુ! તારી શક્તિના એક ટંકારે તું કેવળજ્ઞાન લે એવી તારી તાકાત, ને તું તારા સ્વરૂપને અનુભવમાં નથી લેતો... તેમાં તને શરમ નથી આવતી ? સર્વજ્ઞસ્વભાવી હોવા છતાં ભવ કરતાં તને શરમ નથી આવતી ? સ્વભાવ સમજવાના ઉદ્યમમાં તને થાક લાગે છે ને પરભાવમાં તને થાક લાગતો નથી, પણ અરે ભાઈ ! સ્વભાવને સાધવો એમાં થાક શા? એમાં થાક ન હોય. એમાં તો પરમ ઉત્સાહુ હોય... એ તો અનાદિના થાક ઉતારવાના રસ્તા છે. મુમુક્ષુને તો પરભાવમાં થાક લાગે ન સ્વભાવ સાધવામાં પરમ ઉત્સાહ જાગે.
5
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આગમ અને અધ્યાત્મ બંને પદ્ધત્તિમાં અનંતતા; તે અનંતતાને જાણનાર કેવળજ્ઞાનનું દિવ્યસામર્થ્ય
હવે, આગમ તથા અધ્યાત્મ એ બંને પદ્ધત્તિમાં અનંતતા કહી તે સંબંધી વિચાર લખે છે
અનંતતાનું સ્વરૂપ દગંત વડે દર્શાવીએ છીએ. જેમકે, વડના વૃક્ષનું એક બીજ હાથમાં લઈને તેના ઉપર દીર્ધદષ્ટિથી વિચાર કરીએ તો વડના તે બીજ વિષે એક વડનું ઝાડ છે, ભાવિકાળમાં જેવું વૃક્ષ થનાર છે તેવા વિસ્તાર સહિત તે બીજમાં વાસ્તવરૂપે વિધમાન-છતું છે, અનેક શાખા-પ્રશાખા-પત્ર-પુષ્પ-ફળયુક્ત છે, તેના પ્રત્યેક ફળમાં એવા અનેક બીજ છે. એ પ્રકારની અવસ્થા એક વડના બીજ વિષે વિચારવી. વળી સૂક્ષ્મદષ્ટિથી જોઈએ તો તે વડના વૃક્ષમાં જે જે બીજ છે તે તે અંતર્ગર્ભિત-વડવૃક્ષ સંયુક્ત છે. એ પ્રમાણે એક વડમાં અનેક અનેક બીજ, અને એકેક બીજ વિષે એકેક વડવૃક્ષ, -તેનો વિચાર કરીએ તો ભાવિનયની પ્રધાનતાથી ન તો વડવૃક્ષની મર્યાદા પમાય કે ન બીજની મર્યાદા પમાય. એ પ્રમાણે અનંતતાનું સ્વરૂપ જાણવું. તે અનંતતાના સ્વરૂપને કેવળજ્ઞાનીપુરુષ પણ અનંત જ દેખું-જાણે-કહે; અનંતનો બીજો અંત છે જ નહિ કે જે જ્ઞાનમાં ભાસે. માટે અનંતતા અનંતરૂપ જ પ્રતિભાસે છે. એ પ્રમાણે આગમ તથા અધ્યાત્મની અનંતતા જાણવી.”
અનંતતા સમજાવવા અહીં વૃક્ષ અને બીજનું દષ્ટાંત આપ્યું છે. વૃક્ષ અને બીજની પરંપરા અનાદિની છે, પહેલાં વૃક્ષ કે પહેલાં બીજ ?-તો પરંપરાથી બંને અનાદિના છે. ને સૂક્ષ્મ વિચારથી જોતાં એકેક બીજમાં ભવિષ્યના અનંતા વૃક્ષની તાકાત છે. –એમ બંનેની પરંપરા વિચારતાં તેનો કયાંય પાર ન આવે. તેમ જીવમાં વિકારની ને કર્મની પરંપરા અનાદિથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૨૯ ચાલી રહી છે, ને શુદ્ધપર્યાયનો પ્રવાહ પણ જગતમાં અનાદિથી ચાલી જ રહ્યો છે. પહેલાં સિદ્ધ કે સંસાર? તો બંને અનાદિના છે; પહેલાં વિકાર કે કર્મ?–તો બંનેની પરંપરા અનાદિની છે. પહેલાં દ્રવ્ય કે પર્યાય? પહેલાં સામાન્ય કે વિશેષ?–તો એ બંને અનાદિના છે, પહેલાં-પછીપણું તેમાં નથી. જો “દ્રવ્યની પહેલી પર્યાય આ’ એમ કહો તો ત્યાં દ્રવ્યની જ આદિ થઈ જાય છે, દ્રવ્ય અનાદિ નથી રહેતું; એ જ રીતે દ્રવ્યની છેલ્લી પર્યાય આ”—એમ કહો તો ત્યાં દ્રવ્યનો જ અંત થઈ જાય છે, દ્રવ્ય અનંત નથી રહેતું. એકેક પર્યાય આદિ-અંતવાળી ભલે હો, પણ પર્યાયના પ્રવાહને આદિ-અંત નથી, એટલે દ્રવ્યની પર્યાયમાં આ પહેલી ને આ છેલ્લી–એવું આદિઅંતપણું નથી. દ્રવ્યમાં પર્યાયનો પ્રવાહ પહેલાં ન હતો ને પછી શરૂ થયો, અથવા તે પ્રવાહુ કદી અટકી જશે-એમ નથી. જેમ દ્રવ્ય અનાદિઅનંત છે તેમ તેની સાથે તેની પર્યાયનો પ્રવાહ પણ અનાદિઅનંત વર્તી જ રહ્યો છે, ને કેવળજ્ઞાનમાં બધું જણાઈ રહ્યું છે. જુઓ તો ખરા, આ જગતની વસ્તુસ્થિતિ! અનાદિને અનાદિપણે ને અનંતને અનંતપણે જેમ છે તેમ કેવળીભગવાન વિકલ્પ વગર જાણે છે.
પ્રશ્ન – પહેલી પર્યાય કઈ ને છેલ્લી પર્યાય કઈ–એ ભગવાન પણ ન જાણે?
ઉત્તરઃ- ભગવાન જેમ વસ્તુ હોય તેમ જાણે, કે તેનાથી વિપરીત જાણે? જે “અનાદિ' છે તેને “આદિ' છે જ નહિ પછી ભગવાન તેની
આદિ' કયાંથી જાણે ? અને જે “અનંત છે તેનો અંત” છે જ નહિ પછી ભગવાન તેનો અંત ક્યાંથી જાણે? જો ભગવાન તેના આદિ અને અંત જાણે તો અનાદિ-અનંતપણું કયાં રહ્યું? ભાઈ, આ તો સ્વભાવનો અચિંત્ય વિષય છે. અહો, અનંતતા જે જ્ઞાનમાં સમાઈ ગઈ તે જ્ઞાનની દિવ્ય અનંતતા લક્ષમાં લેતાં જ્ઞાન તેમાં જ (–જ્ઞાનસ્વભાવના અનંતમહિનામાં જ) ડુબી જાય છે, એટલે જ્ઞાન સ્થિર થઈ જાય છેનિર્વિકલ્પ થઈ જાય છે.
પ્રશ્ન:- જો અનંતનો છેડો ભગવાન પણ ન જાણે તો તો તેમનું જ્ઞાનસામર્થ્ય મર્યાદિત થઈ ગયું?
ઉત્તર:- ના, ભગવાન જો અનંતને અનંત તરીકે પણ ન જાણતા હોય તો તેમનું જ્ઞાન સામર્થ્ય મર્યાદિત કહેવાય; પરંતુ ભગવાન તો કેવળજ્ઞાનના અમર્યાદિત સામર્થ્યવર્ડ અનંતને પણ અનંત તરીકે પ્રત્યક્ષ જાણે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦ : અધ્યાત્મ-સંદેશ
ભગવાન તેનો છેડો ન જાણી શકયા માટે તેને અનંત કહી દીધું-એમ નથી. ભગવાને અનંતને અનંતપણે જાણ્યું તેથી તેને અનંત કહ્યું. અનંતને પણ સર્વજ્ઞભગવાન જાણે છે, જો ન જાણે તો ‘સર્વજ્ઞ ’ કેમ કહેવાય ?
પ્રશ્ન:- જો ભગવાન અનંતને જાણે છે તો ભગવાનના જ્ઞાનમાં તેનો અંત આવી ગયો કે નહિ?
ઉત્તરઃ- ના; ભગવાને અનંતને અનંતપણે જાણ્યું છે, અનંતને અંતવાળા તરીકે નથી જાણ્યું. ભગવાન અનંતને નથી જાણતા–એમ પણ નથી, ને ભગવાને જાણવાથી તેનો અંત આવી જાય છે એમ પણ નથી; અનંત અનંતપણે રહીને ભગવાનના જ્ઞાનમાં જણાય છે. જો અનંતને અંત તરીકે જાણ તો તે જ્ઞાન ખોટું; અને જો ‘અનંત ’ને ન જાણી લ્યે તો તે જ્ઞાન પૂરું નહિ.
પ્રશ્નઃ- અનંત હોય તે જ્ઞાનમાં કઈ રીતે જણાય ?
ઉત્તર:- ભાઈ, પદાર્થની અનંતતા કરતાં જ્ઞાનસામર્થ્યની અનંતતા ઘણી મોટી છે, તેથી બેદ જ્ઞાનસામર્થ્ય અનંતને પણ પહોંચી વળે છે. જ્ઞાનનું અચિંત્ય સામર્થ્ય લક્ષમાં આવે તો જ આ વાત બેસે તેવી છે. વિકારમાં અટકેલું જ્ઞાન મર્યાદિત છે તે અનંતને નથી પહોંચી શકતું, પણ વિકાર વગરના જ્ઞાનમાં તો અચિંત્ય બેહદ તાકાત છે, તે અનાદિઅનંતકાળને, અનંતાનંત આકાશપ્રદેશોને એ બધાયને સાક્ષાત્ જાણી લે છે. અરે, એનાથી તો અનંતગણું સામર્થ્ય એનામાં ખીલ્યું છે.
પ્રશ્ન:- અહીં વૃક્ષ અને બીજના દષ્ટાંતે વિકાર અને કર્મ એ બંનેની પરંપરા પણ અનંત કીધી, તો પછી વિકારનો નાશ થઈને મોક્ષ કયારે થાય?
ઉત્તર:– વૃક્ષ અને બીજની પરંપરા સામાન્યપણે અનંત છે, પણ તેથી કરીને કાંઈ બધા બીજમાંથી વૃક્ષ ઊગે જ એવો નિયમ નથી, ઘણાંય બીજ ઊગ્યા પહેલાં બળી જાય છે, ને તેને વૃક્ષબીજની પરંપરાનો અંત આવી જાય છે. એકવાર જે બીજ બળી ગયું તે ફરીને દી ઊગતું નથી. તેમ જગતમાં સામાન્યપણે વિકા૨ ને કર્મની પરંપરા અનંત છે, તેનો જગતમાંથી કદી અભાવ થવાનો નથી, પણ તેથી કરીને કાંઈ બધાય જીવોને એવી વિકારી પરંપરા ચાલ્યા જ કરે એવો નિયમ નથી; ઘણાય જીવો પુરુષાર્થ વડે વિકારની પરંપરા તોડીને સિદ્ધપદને સાધે છે, તેમને વિકારની પરંપરાનો અંત આવી જાય છે. જેણે એકવાર વિકારના બીજને બાળી નાંખ્યું તેને ફરીને કદી વિકાર થતો નથી. આ રીતે વિકારની પરંપરા તૂટી શકે છે.
પ્રશ્નઃ- વિકારની પરંપરા તો અનાદિની છે, તો તેનો અંત કેમ
આવે ?
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વનિકા : ૧૩૧
ઉત્તર:- પરંપરા અનાદિની હોય માટે તેનો અંત ન આવે-એમ નથી. જેમ વૃક્ષ-બીજની પરંપરા અનાદિની હોવા છતાં કોઈ એક બીજ બળી જતાં તેની પરંપરાનો અંત આવી જાય છે, તેમ વિકારની પરંપરા અનાદિની હોવા છતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવડે ધર્મી જીવને તેનો અંત આવી જાય છે. જેમ મોક્ષમાર્ગ અનાદિથી ન હોવા છતાં તેની નવી શરૂઆત થઈ શકે છે, તેમ વિકાર અનાદિનો હોવા છતાં તેનો અંત થઈ શકે છે.
પ્રશ્નઃ- આગમ અને અધ્યાત્મ (એટલે કે વિકાર અને શુદ્ધતા ) બંનેમાં અનંતતા કીધી, તે કઈ રીતે?
ઉત્તરઃ- વિકારમાં અનંત પ્રકારો છે ને તેના નિમિત્તરૂપ કર્મમાં અનંતાનંત પરમાણુઓ છે, -એ રીતે આગમપદ્ધત્તિમાં અનંતતા છે; અને જીવના અનંતગુણોની અનંત નિર્મળપર્યાયો છે, એકેક નિર્મળપર્યાય અનંતા ભાવોથી ને અનંતા સામર્થ્યથી ભરેલી છે, જ્ઞાનની એક નાની પર્યાયમાં પણ અનંતા અવિભાગપ્રતિચ્છેદઅંશોનું સામર્થ્ય છે. -આમ અધ્યાત્મપદ્ધતિમાં પણ અનંતતા જાણવી. એકેક આત્મામાં અનંતગુણો છે, એકેક ગુણમાં અનંત નિર્મળપર્યાયો ખીલવાની તાકાત પડી છે, ને એકેક નિર્મળપર્યાય અનંત સામર્થ્યસહિત છે. તારા એક આત્મામાં કેટલું અનંત સામર્થ્ય છે–એનું લક્ષ કર તો સ્વસન્મુખવૃત્તિ થાય ને અપૂર્વ અધ્યાત્મદશા પ્રગટે. એક તરફ વિકારની ધારા અનાદિની, ને બીજી તરફ સ્વભાવસામર્થ્યની ધારા પણ અનાદિની સાથે ને સાથે જ ચાલી રહી છે, વિકારની ધારા વખતેય સ્વભાવસામર્થ્યની ધારા કાંઈ તૂટી નથી ગઈ, સ્વભાવસામર્થ્યનો કાંઇ અભાવ નથી થયો; પરિણતિ જ્યાં સ્વભાવસામર્થ્ય તરફ વળી ત્યાં વિકારની પરંપરાનો પ્રવાહ તૂટયો ને અધ્યાત્મપરિણતની પરંપરા શરૂ થઈ, -જે પૂરી થઈને સાદિઅનંતકાળ રહ્યા કરશે. માટે હે ભાઈ ! અંતર્મુખ થઈ તારા સ્વભાવસામર્થ્યને વિચા૨માં લે... લક્ષમાં લે. પ્રતીતમાં લે... અનુભવમાં લે. લોકોને બહારનો વિશ્વાસ આવે છે કે એક બીજમાંથી આવડો મોટો દશ માઈલના ઘેરાવાવાળો વડ ફાલ્યો, પણ ચૈતન્યશક્તિના એક બીજમાંથી અનંતા કેવળજ્ઞાનરૂપી વડલા ફાલવાની તાકાત છે તેનો વિશ્વાસ નથી આવતો. જો ચૈતન્યસામર્થ્યનો વિશ્વાસ કરે તો તેના આશ્રયે રત્નત્રયધર્મની અનેક શાખા-ઉપશાખા પ્રગટીને મોક્ષફળ સહિત મોટું વૃક્ષ ઊગે. ભવિષ્યમાં થનાર મોક્ષવૃક્ષની તાકાત અત્યારે તારા ચૈતન્યબીજમાં વિદ્યમાન પડી છે. -સૂક્ષ્મદષ્ટિથી એને વિચારમાં લઈને અનુભવ કરતાં અપૂર્વ કલ્યાણ થશે.
卐
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આગમ-અધ્યાત્મ પદ્ધત્તિના જ્ઞાતા કોણ?
આત્માશ્રિત અધ્યાત્મપદ્ધત્તિ તે મોક્ષમાર્ગ; પુદ્ગલાશ્રિત આગમપદ્ધત્તિ તે બંધમાર્ગ
હવે, આગમ અને અધ્યાત્મ એ બંનેમાં જે અનંતતા કીધી તે સંબંધી થોડી વિશેષ સ્પષ્ટતા કરે છે, અને તેનું સ્વરૂપ જાણનારા કોણ છે તે બતાવે છે:
“એ પ્રમાણે આગમ-અધ્યાત્મની અનંતતા જાણવી; તેમાં વિશેષ એટલું કે અધ્યાત્મનું સ્વરૂપ અનંત છે અને આગમનું સ્વરૂપ અનંતાનંતરૂપ છે; કારણ કે યથાર્થ પ્રમાણથી અધ્યાત્મ એક દ્રવ્યાશ્રિત અને આગમ અનંતાનંત પુદ્ગલ દ્રવ્યાશ્રિત છે. આ બંનેનું સ્વરૂપ સર્વથા પ્રકારે તો કેવળજ્ઞાનગોચર છે તથા અંશમાત્ર મતિશ્રુતજ્ઞાનગ્રાહ્ય છે. તેથી સર્વથા પ્રકારે આગમી-અધ્યાત્મી (આગમ-અધ્યાત્મના જ્ઞાતા) તો કેવળજ્ઞાની છે, અંશમાત્ર જ્ઞાતા મતિશ્રુતજ્ઞાની છે અને દેશમાત્રજ્ઞાતા અવધિજ્ઞાની-મન પર્યયજ્ઞાની છે. આ ત્રણે (સંપૂર્ણજ્ઞાતા, અંશજ્ઞાતા, દેશજ્ઞાતા) યથાવસ્થિત જ્ઞાનપ્રમાણ ન્યૂનાધિકરૂપ જાણવા.”
અધ્યાત્મપદ્ધત્તિમાં એક શુદ્ધાત્માનો જ આશ્રય છે, છતાં તેમાંય અનંતા ગુણોના અનંતા નિર્મળ પરિણામો છે, ને એકેક નિર્મળ પરિણામમાં અનંત સામર્થ્ય છે; એટલે અધ્યાત્મપદ્ધત્તિમાં અનંતતા છે. આગમપદ્ધત્તિમાં વિકાર પરિણામના અનંત પ્રકારો, ને તેમાં નિમિત્તરૂપ કર્મના પણ અનંત પ્રકારો, તે કર્મમાં અનંતાનંત પુદ્ગલપરમાણુઓ;-એ રીતે અનંતાનંત પુદ્ગલ દ્રવ્યોને આશ્રિત હોવાથી આગમપદ્ધત્તિ અનંતાનંતરૂપ છે. આ બંનેના અનંત પ્રકારોનું પૂરું જ્ઞાન તો કેવળજ્ઞાનીને છે. જીવોના શુદ્ધ-અશુદ્ધ પરિણામોમાં સૂક્ષ્મ પ્રકારો એટલા બધા અંનતા છે કે એનું સ્વરૂપ પૂરેપૂરું તો કેવળજ્ઞાની જ જાણી શકે. અને કેવળીઅનુસાર સામાન્યપણે એ બંને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૩૩
6
પદ્ધત્તિનું જ્ઞાન મતિશ્રુતજ્ઞાનીને પણ અંશે હોય છે. અનંતા પ્રકારો છે, તે બધાને કાંઈ છદ્મસ્થ પૂરા ન જાણી શકે, પણ કયા ભાવ સ્વભાવઆશ્રિત છે, કયા ભાવ પરાશ્રિત છે; કયા ભાવ મોક્ષમાર્ગનું કારણ છે, કયા ભાવ બંધનું કારણ છે, કયા ભાવથી ધર્મ છે, કયા ભાવથી ધર્મ નથી–એમ પ્રયોજન પૂરતું જ્ઞાન સમ્યગ્દષ્ટિને મતિશ્રુતજ્ઞાન વડે પણ હોય છે. તે જ્ઞાન ભલે ઓછું છે, પણ છે તો કેવળજ્ઞાનઅનુસાર જ. આ વચનીકા કેવળીવચનઅનુસાર છે' એમ પં. બનારસીદાસજી પોતે જ આ વચનીકામાં છેલ્લે કહેશે. અનંત પ્રકારના શુદ્ધ-અશુદ્ધ ભાવોમાંથી પોતાના હિત-અહિતનું પૃથક્કરણ કરી લ્યે એવી તાકાત મતિશ્રુતજ્ઞાનમાં છે; અને અવધિજ્ઞાન તથા મન:પર્યયજ્ઞાન વડે પણ એ ભાવોના એકદેશનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. આ રીતે આગમ-અધ્યાત્મ બંને પદ્ધત્તિના અનંત પ્રકારોને કેવળજ્ઞાની સંપૂર્ણપણે જાણે છે, મતિશ્રુતજ્ઞાની તેના અંશને જાણે છે, ને અવધિ-મન:પર્યયજ્ઞાની પણ તેના એક ભાગને જાણે છે. આ બધા જ્ઞાનો યથાવસ્થિત જાણનારા છે; તે યથાવસ્થિત જ્ઞાનમાં પણ ન્યુનાધિકપણું જાણવું. કેવળજ્ઞાન તો બધાનું સરખું હોય, તેમાં કોઈને ન્યુનાધિકપણું ન હોય, પરંતુ મતિ-શ્રુતજ્ઞાનમાં કે અવધિ-મન:પર્યયજ્ઞાનમાં હીનાધિકતાના અનેક પ્રકારો પડે છે. આ જ્ઞાનો વડે પોતાની વધુ-ઓછી શક્તિના પ્રમાણમાં આગમ-અધ્યાત્મના પ્રકારોને સમ્યગ્દષ્ટિ-જ્ઞાતા જાણે છે, ને એ જ્ઞાનબળે તે શુદ્ધ-અધ્યાત્મપદ્ધત્તિને સાધે છે.
શુદ્ધચેતનારૂપ અઘ્યાત્મપદ્ધતિ મોક્ષમાર્ગરૂપ છે, તે અપૂર્વ છે; પૂર્વે કદી નહોતો એવો એ ભાવ છે. જગતમાં તો એ ભાવવાળા જીવો અનાદિથી થતા આવ્યા છે પણ આ જીવને માટે તે ભાવ નવો છે એટલે અપૂર્વ છે. આગમ-પદ્ધત્તિરૂપ શુભાશુભભાવ તો અનાદિથી જીવ કરતો આવ્યો છે તેમાં કાંઈ નવીનતા કે અપૂર્વતા નથી, ને તે ધર્મનું કારણ નથી; શુદ્ધચેતનાપદ્ધત્તિ તે જ ધર્મનું કારણ છે, તે આત્મસ્વભાવના આશ્રયે છે. વિકાર તો અનંતાનંત પુદ્દગલના આશ્રયે છે ને ધર્મ આત્મસ્વભાવના આશ્રયે છે. -આમ કહીને મોક્ષમાર્ગ અને બંધમાર્ગ બંનેની જાત સ્પષ્ટ જુદી બતાવી છે; મોક્ષમાર્ગ આત્માને આશ્રિત છે ને બંધમાર્ગ પુદ્દગલને આશ્રિત છે.
પ્રશ્નઃ- બંધભાવો કરે છે તો આત્મા, છતાં તેને પુદ્ગલાશ્રિત કેમ કહ્યા ?
ઉત્તર:- જીવજો નિજસ્વભાવનો આશ્રય કરીને પરિણમે તો બંધભાવની ઉત્પત્તિ ન થાય. સ્વભાવથી બહાર પરનો આશ્રય કરે તો જ બંધભાવની ઉત્પત્તિ થાય છે; ને તે બંધભાવમાં નિમિત્તરૂપ અનંત પરમાણુરૂપ કર્મ છે,
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ : અધ્યાત્મ-સંદેશ
તેથી તેને પુદ્દગલ-આશ્રિત કહીને, આત્માના સ્વભાવથી તેની ભિન્નતા સમજાવી છે. પણ કાંઈ કર્મ તે કરાવે છે એવો તેનો આશય નથી. કર્તા થઈને તે-રૂપે પરિણમે છે જીવ પોતે, પણ તે પરિણમન સ્વભાવ તરફનું નથી, પુદ્દગલ તરફનું છે, માટે તેને પુદ્દગલ-આશ્રિત કહ્યું છે. એના આશ્રયે ધર્મ કે મોક્ષમાર્ગ નથી. શુભને જે મોક્ષનું સાધન માને છે તેના મતમાં પુદ્દગલાશ્રિત જ મોક્ષમાર્ગ થઈ જાય છે કેમકે શુભભાવ તો પુદ્દગલાશ્રિત છે, તે કાંઈ આત્મસ્વભાવને આશ્રિત નથી. મોક્ષમાર્ગ આત્મસ્વભાવને આશ્રિત છે. પુદ્દગલ-આશ્રિત જે ભાવ હોય તે મોક્ષમાર્ગનું કારણ થઈ શકે નહિ. ધર્મ અધ્યાત્મપદ્ધત્તિરૂપ છે; અધ્યાત્મપદ્ધત્તિ એટલે શુદ્ઘપરિણામ, તે આત્માના સ્વભાવના આશ્રયે છે, પરનો આશ્રય તેમાં જરા પણ નથી. વાહ! કેટલી સ્પષ્ટ વાત છે! મોક્ષમાર્ગ કેવો સ્પષ્ટ ને સ્વાધીન છે! અરે, આવા સ્પષ્ટ માર્ગને ભૂલીને જીવો બહારમાં કયાંક ને કયાંક અટવાઈ રહ્યા છે. અહીં તે માર્ગ સંતોએ ખુલ્લો કરીને જગતસમક્ષ મુકયો છે.
અધ્યાત્મપદ્ધત્તિમાં એટલે કે શુદ્ધપર્યાયરૂપ મોક્ષમાર્ગમાં તો સ્વદ્રવ્યનો એકનો જ આશ્રય છે, ને બંધભાવરૂપ આગમપદ્ધત્તિમાં અનંતાનંત ૫૨માણુઓ નિમિત્ત છે. એક છૂટો ૫૨માણુ જીવને બંધનું નિમિત્ત થતો નથી, અનંતાનંત પુદ્દગલો ભેગા થાય ત્યારે જ બંધમાં નિમિત્તરૂપ થઈ શકે છે; ઓછામાં ઓછી સ્થિતિઅનુભાગવાળું કર્મ હોય તેમાં પણ પુદ્દગલો અનંતાનંત હોય છે. આવા અનંતાનંત પુદ્ગલો અને તેના આશ્રયે થતો અનંત પ્રકારનો વિકાર, તેની પરંપરાને આગમરૂપ કર્મપદ્ધત્તિ કહે છે.
અભયને કે મિથ્યાદષ્ટિને સદાય આવી આગમરૂપ કર્મપદ્ધત્તિ જ છે; અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધત્તિ તેને કદી પ્રગટતી નથી ને આગમપદ્ધત્તિ તેને કદી છૂટતી નથી, કેમ કે તે સ્વભાવનો આશ્રય કદી કરતો નથી ને કર્મનો આશ્રય કદી છોડતો નથી. ધર્મીને સ્વભાવના આશ્રયે અધ્યાત્મપદ્ધત્તિ થતાં આગમપદ્ધત્તિ (વિકારની પરંપરા) છૂટવા માંડે છે. અજ્ઞાની આવા શુદ્ધભાવને ઓળખતો પણ નથી. અને વિકારની પદ્ધત્તિ શું છે, વિકારની રીત શું છે તેનું પણ તેને ખરૂં જ્ઞાન નથી, તે તો પરથી વિકાર માને છે અથવા શુભરાગરૂપ વિકારની પદ્ધત્તિને ધર્મની પદ્ધત્તિ માની બેસે છે. આ રીતે તેને એય પદ્ધત્તિનું જ્ઞાન નથી, –એ વાત હવે કહે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજ્ઞાની જીવ અનુભવહીન હોવાથી
મોક્ષમાર્ગને સાધી શકતો નથી.
મિથ્યાદષ્ટિ જીવ ન આગમી છે, ન અધ્યાત્મી છે. -કેમ? કારણ કે તે કથનમાત્ર તો ગ્રંથપાઠના બળવડે આગમ-અધ્યાત્મનું સ્વરૂપ ઉપદેશમાત્ર કહે, પરંતુ આગમ-અધ્યાત્મના સ્વરૂપને સમ્યક પ્રકારે જાણે નહીં; તેથી મૂઢજીવ આગમી પણ નથી કે અધ્યાત્મી પણ નથી. યથાનિર્વેદ –ાત્ (એટલે તેને તે ભાવનું વેદન નથી.)”
અનુભવ વગરનું જ્ઞાન-જાણપણું તેને ખરેખર જ્ઞાન કહેતા જ નથી. શાસ્ત્રનું જાણપણું ભલે કર્યું, વિકાર અને સ્વભાવ જુદા છે એમ શાસ્ત્રથી ભલે જાણ્યું પરંતુ જ્યાં સુધી પોતે જાતે અંતઅનુભવમાં તેવી ભિન્નતા ન અનુભવે ત્યાં સુધી તેને સમ્યજ્ઞાન કહેતા નથી, એટલે મિથ્યાષ્ટિને આગમપદ્ધતિ કે અધ્યાત્મપદ્ધતિ બેમાંથી એક્કયનું જ્ઞાન નથી, તેથી તે નથી તો આગમી કે નથી અધ્યાત્મી.
અજ્ઞાની આગમ-અધ્યાત્મનો જાણનાર કેમ નથી?–તો કહ્યું કે તે નિર્વેદક છે માટે; એટલે કે શાસ્ત્રાદિથી જેવું જાણપણું છે તેવું વદન તે કરતો નથી; “આત્માનો શુદ્ધ સ્વભાવ છે ને બંધભાવ તેનાથી ભિન્ન છે”- એમ શાસ્ત્રથી જાણે છે પણ પોતે પોતાના જ્ઞાનમાં તેવા બંધરહિત શુદ્ધ સ્વભાવનું વેદન કરતો નથી તેથી તે નિર્વેદક છે. અનુભવ વગરનું જ્ઞાન સમ્યક નથી. એકલું જાણપણું અનુભવ વગર શું કામનું?–જો કે સૂક્ષ્મ દૃષ્ટિએ તો તેનું જાણપણું પણ ભૂલવાળું છે. સ્વસંવેદનરૂપ ભેદજ્ઞાન વગર સાચું જ્ઞાન હોય નહિ. જ્ઞાનીને કદાચ ભાષા ન હોય-શાસ્ત્રપાઠ ના હોય તો પણ અંદર અનુભવમાં સાચા ભાવભાસનથી તેને સમ્યજ્ઞાન પરિણમી રહ્યું છે, ને તે મોક્ષમાર્ગને સાધે છે. અજ્ઞાનીને શાસ્ત્રજ્ઞાન ભલે કદાચ હોય પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ : અધ્યાત્મ-સંદેશ અનુભવમાં જીવાદિ તત્ત્વોનું સાચું ભાવભાસન નથી તેથી તે મોક્ષમાર્ગને સાધવાનું જાણતો નથી; તે તો બંધપદ્ધત્તિને જ ભ્રમથી મોક્ષનું સાધન માનીને સાધે છે. આ રીતે અજ્ઞાની આગમી કે અધ્યાત્મી નથી.
પ્રશ્ન:- અજ્ઞાનીને અધ્યાત્મપદ્ધત્તિ નથી એટલે તેને “અધ્યાત્મી” ભલે ન કહો, પરંતુ આગમપદ્ધત્તિ એટલે કે વિકાર અને કર્મની પરંપરા તો તે અજ્ઞાનીને ઘણી છે, છતાં તેને “આગમી' પણ કેમ ન કહ્યો?
ઉત્તર:- મિથ્યાદષ્ટિને વિકાર તો છે એટલે કે આગમપદ્ધત્તિ તો છે -એ ખરું, પણ આગમપદ્ધત્તિનું જ્ઞાન તેને નથી; વિકારને વિકાર તરીકે તે જાણતો નથી માટે તેને “આગમી' ન કહ્યો. અહીં “આગમી એટલે “આગમ-પદ્ધત્તિવાળો” એવો અર્થ નથી, પણ આગમી એટલે “આગમપદ્ધત્તિનો જ્ઞાતા' એવો અર્થ થાય છે. અજ્ઞાની આગમપદ્ધત્તિને પણ ઓળખતો નથી. વિકાર પોતે કરે છે, ને કર્મ તેમાં નિમિત્ત છે, તે કર્મ કાંઈ વિકાર કરાવતું નથી; છતાં અજ્ઞાની પોતાના દોષનું ઉત્પાદક પર દ્રવ્યને માને છે. પોતાના ગુણ-દોષનું ઉત્પાદક પર દ્રવ્યને માનવું તે તો મોટી અનીતિ છે. દરેક વસ્તુ અને તેનાં પરિણામ પરથી નિરપેક્ષ ને પોતાથી સાપેક્ષ છે-એવો અનેકાંત છે; આવું વસ્તુસ્વરૂપ સમજે તો પોતાના ગુણ-દોષ પરને લીધે ન માને એટલે એકતાબુદ્ધિથી પરમાં રાગદ્વેષ ન થાય. તે જીવ ભેદજ્ઞાન વડે પરથી પૃથક થઈ. પરથી નિરપેક્ષ થઈ સ્વતરફ વળે ને સ્વાપેક્ષપણે એટલે કે સ્વાશ્રય વડે મોક્ષમાર્ગ પ્રગટ કરે. પુદ્ગલના પરિણામ પણ તેનાથી પોતાથી સાપેક્ષ છે ને બીજાથી નિરપેક્ષ છે. જગતના બધા પદાર્થોને અને તેની પર્યાયોને પરમાર્થે સ્વથી સાપેક્ષપણું ને પરથી નિરપેક્ષપણું છે, કેમકે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી; પર્યાય તે પણ વસ્તુની પોતાની તે પ્રકારની શક્તિ છે, તે પણ ખરેખર પરની અપેક્ષા રાખતી નથી. આવા વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી, માટે તે આગમી પણ નથી ને અધ્યાત્મી પણ નથી; ને તે મોક્ષમાર્ગને સાધી શકતો નથી.
આ રીતે, ધર્મી-સમ્યગ્દષ્ટિ જીવ આગમ-અધ્યાત્મના જ્ઞાતા છે ને તે મોક્ષમાર્ગને સાધે છે; ને અજ્ઞાની જીવ આગમઅધ્યાત્મના સ્વરૂપને જાણતો નથી તેથી તે મોક્ષમાર્ગને સાધતો નથી. જ્ઞાની અને અજ્ઞાનીની આ વિશેષતા છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજ્ઞાની અને જ્ઞાની વચ્ચેનો મૂળભૂત તફાવત. જ્ઞાની આત્માશ્રિત અધ્યાત્મક્રિયા વડે મોક્ષમાર્ગને સાધે છે. અજ્ઞાની તે ક્રિયાને જાણતો નથી ને બાહ્યક્રિયાને
મોક્ષમાર્ગ માને છે.
વળી મૂઢ જીવ તથા જ્ઞાનીજીવ એ બંનેનું વિશેષપણું હજી પણ સાંભળો
“જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે; મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે ? તે સાંભળોઃ મૂઢ જીવ આગમપદ્ધત્તિને વ્યવહાર કહે, અને અધ્યાત્મપદ્ધત્તિને નિશ્ચય કહે; તેથી તે એકાંતપણે આગમઅંગને સાધી તેને મોક્ષમાર્ગ દર્શાવે છે, અધ્યાત્મઅંગના વ્યવહારને જાણતો નથી. એ મૂઢદષ્ટિનો સ્વભાવ છે. તેને એ પ્રમાણે સૂઝે જ કયાંથી? કારણ કે આગમ-અંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષપ્રમાણ છે તેનું સ્વરૂપ સાધવું સુગમ છે; તે બાહ્યક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિત જે અધ્યાત્મરૂપ ક્રિયા તે અંતર્દષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણતો નથી. અંતરદૃષ્ટિના અભાવથી અંતરક્રિયા દષ્ટિગોચર. થાય નહિ. તેથી મિથ્યાદષ્ટિ જીવ મોક્ષમાર્ગ સાધવાને અસમર્થ છે.”
જાઓ, આમાં મોક્ષમાર્ગની કેટલી સ્પષ્ટતા કરી છે? મોક્ષમાર્ગ તો અંતરના અનુભવની અધ્યાત્મક્રિયામાં છે, એ ક્રિયાને અંતરદૃષ્ટિ વડે ધર્માત્મા જ જાણે છે. મોક્ષમાર્ગની ક્રિયા શું છે તે બહારની દષ્ટિથી જણાય નહિ. અજ્ઞાની શુભરાગને અને બહારની ક્રિયાને જ દેખે છે, તેને જ તે વ્યવહાર કહે છે ને તેને જ મોક્ષમાર્ગ માને છે, અંતરના સાચા મોક્ષમાર્ગને સાધવાનું તે જાણતો નથી. બહારની ક્રિયામાં ને શુભરાગમાં કાંઈ મોક્ષમાર્ગ નથી. અહીં તો પં. શ્રી બનારસીદાસજી સ્પષ્ટ કહે છે કે બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે. એકલી અશુદ્ધપરિણતિરૂપ આગમપદ્ધત્તિને તે વ્યવહાર કહે છે, ને અધ્યાત્મપદ્ધત્તિના વ્યવહારને એટલે કે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ : અધ્યાત્મ-સંદેશ શુદ્ધપરિણતિરૂપ વ્યવહારને તે ઓળખતો નથી. પણ ભાઈ, અશુદ્ધપરિણતિ તે કાંઈ મોક્ષમાર્ગનો વ્યવહાર નથી, તે તો અશુદ્ધ વ્યવહાર છે. મોક્ષમાર્ગમાં તો મિશ્રરૂપ વ્યવહાર કહ્યો છે એટલે કંઈક શુદ્ધતા ને કંઈક અશુદ્ધતા-એવી મિશ્રપરિણતિ મોક્ષમાર્ગમાં હોય છે, તે મોક્ષમાર્ગનો વ્યવહાર છે. આવા વ્યવહારને અજ્ઞાની જાણતો નથી. અધ્યાત્મપદ્ધત્તિ (શુદ્ધપરિણતિ) તે નિશ્ચય, ને આગમપદ્ધત્તિ (અશુદ્ધપરિણતિ ) તે વ્યવહાર-એમ અજ્ઞાની માને છે, ને એકાંત આગમપદ્ધતિને એટલે શુભરાગને તથા બાહ્યકિયાને તે મોક્ષમાર્ગ માને છે. પણ ભાઈ, નિર્મળપરિણતિ તે પણ વ્યવહાર છે. જેટલી શુદ્ધપરિણતિ તેટલો શુદ્ધ વ્યવહાર છે, તે અધ્યાત્મપદ્ધત્તિ છે, તેના વગર મોક્ષમાર્ગ હોતો નથી. શુભરાગની ધૂળક્રિયા અજ્ઞાનીને બહારમાં દેખાય છે ને તેની વાત ઝટ સમજાઈ જાય છે, એટલે તેને જ મોક્ષમાર્ગ માની લે છે. બહારની રાગક્રિયામાં અટકેલા જીવોને અંતરની શુદ્ધપર્યાયરૂપ મોક્ષમાર્ગ કયાંથી સૂઝે? અંતર્મુખ અધ્યાત્મપત્તિ અને બહિર્મુખ આગમપદ્ધત્તિ-એ બંનેની ભિન્નતાને, એટલે કે શુદ્ધતા અને અશુદ્ધતા-એ બંનેની ભિન્નતાને જે ઓળખતો નથી, મોક્ષમાર્ગ અને સંસારમાર્ગ-એ બંનેની ભિન્નતાને જે ઓળખતો નથી, તે મોક્ષમાર્ગને કઈ રીતે સાધશે? અધ્યાત્મપદ્ધત્તિ અને આગમપદ્ધત્તિ એ બંનેની ભિન્નતાનો જે જ્ઞાતા છે તે જ મોક્ષમાર્ગને સાધે છે.
અભેદદ્રવ્ય તે નિશ્ચય છે ને તેની શુદ્ધપર્યાય તે વ્યવહાર છે, શુદ્ધપરિણતિ તે જ શુદ્ધ-આત્મવ્યવહાર છે, આવા શુદ્ધ નિશ્ચય-વ્યવહારને અજ્ઞાની જાણતો નથી, અને દેહાદિની ક્રિયાને કે શુભરાગને જ તે પોતાનો વ્યવહાર માને છે, ને તેને જ તે મોક્ષમાર્ગ સમજે છે; આવા વ્યવહારમાં (-રાગમાં ને દેહની ક્રિયામાં) મગ્ન જીવ મોક્ષમાર્ગને કયાંથી સાધી શકે ? શુદ્ધ પરિણતિરૂપ વ્યવહારને તો જાણતો નથી ને રાગાદિ અશુદ્ધવ્યવહારને મોક્ષનું કારણ માને છે–એ તો મૂઢતા છે. મૂઢ હોય તે જ જીવ એવા અશુદ્ધભાવથી પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને, -એમ લગભગ ૪૦૦ વર્ષ પહેલાં પં. બનારસીદાસજી સ્પષ્ટ લખી ગયા છે, ને પરંપરાથી તો અનાદિથી આ વાત સંતો સમજાવતા આવ્યા છે. ભાઈ, તને રાગનો અનાદિનો પરિચય છે એટલે રાગની વાત તને સુગમ લાગે છે, રાગને કોઈ મોક્ષમાર્ગ કહે તો તે વાત તને ઝટ બેસી જાય છે, પણ એવો મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો અધ્યાત્મપદ્ધત્તિરૂપ છે, આત્માના આશ્રયે થતી શુદ્ધચેતનાપરિણતિ તે જ મોક્ષમાર્ગ છે. એના વડે જ મોક્ષ સુગમતાથી મળે તેમ છે તેથી તે જ ખરેખર સુગમ-સહેલો માર્ગ છે, એ સિવાય બીજા માર્ગે મોક્ષની પ્રાપ્તિ દુર્ગમ છે–અશકય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૩૯
છે. શુદ્વરત્નત્રયરૂપ જે ‘નિશ્ચય-મોક્ષમાર્ગ' છે તેને જ અહીં આત્માનો ‘શુદ્ધ વ્યવહાર' કહ્યો છે. પ્રવચનસારમાં પણ ‘શુદ્ધચેતનાવિલાસરૂપ આત્મવ્યવહાર ' કહ્યો છે, તે નિર્મળપર્યાયની જ વાત છે. અહીં તેને ‘ અધ્યાત્મપદ્ધતિ ’ કહીને ઓળખાવેલ છે. આમ જુદી જુદી અનેક શૈલીમાં પણ મોક્ષમાર્ગની મૂળ ધારા એકસરખી ચાલી આવે છે. ‘સમ્ય વર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ:' એમ કહ્યું તેમાં પણ આ જ આશય છે. બધા સંતોએ બતાવેલું મોક્ષમાર્ગનું સ્વરૂપ એકસરખું જ છે. · એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.'
પ્રશ્ન:- જો શુદ્ધપર્યાય તે મોક્ષમાર્ગ છે, તો પછી પર્યાયને અભૂતાર્થ કહીને છોડવાનું કેમ કહો છો ?
ઉત્તરઃ- ભાઈ, નિર્મળપર્યાયને છોડી દેવાનું નથી કહ્યું, પણ તે પર્યાયનો ભેદ પાડીને આશ્રય કરવા જતાં વિકલ્પ થાય છે, તે વિકલ્પ છોડાવવા પર્યાયભેદનો આશ્રય છોડાવ્યો છે. પર્યાયના ભેદનો આશ્રય છોડાવવા ને અભેદસ્વભાવનો આશ્રય કરાવવા પર્યાયભેદને અભૂતાર્થ કહેલ છે. જ્યારે ભેદનો આશ્રય છોડીને અંતર્મુખ અભેદસ્વભાવનો આશ્રય કરે ત્યારે પર્યાય અંતર્સ્વભાવમાં અભેદપણે લીન થઈને નિર્વિકલ્પઅનુભવ કરે છે, ત્યારે પર્યાય કાંઈ છૂટી જતી નથી, પર્યાયનો આશ્રય છૂટી જાય છે, પર્યાયભેદનો વિકલ્પ છૂટી જાય છે. પર્યાયને અભૂતાર્થ કહેતાં કોઈ નિર્મળપર્યાયને જ સર્વથા છોડી દેવાનું સમજી જાય
તો તે બરાબર નથી. સમયસારમાં પણ ‘આત્મા અપ્રમત્ત કે પ્રમત્ત નથી’ એમ કહીને પર્યાયના ભેદનો આશ્રય છોડાવીને એકરૂપ જ્ઞાયકસ્વભાવનો અનુભવ કરાવ્યો છે; તે સ્વભાવના અનુભવમાં નિર્મળપર્યાય થતી જાય છે, તેનો કાંઈ નિષેધ નથી. સત્ત્ને બધા પડખેથી જેમ છે તેમ સમજવું જોઈએ.
જુઓ, આ મૂળ મુદ્દાની સરસ વાત છે; મોક્ષમાર્ગ કેમ સાધવો તેની આ વાત છે. મોક્ષમાર્ગની પરૂપણામાં અત્યારે અનેક ગોટાળા ચાલી રહ્યા છે. કોઈ કહે છે કે શુભોપયોગ તે જ મોક્ષમાર્ગ છે, છઠ્ઠાગુણસ્થાન સુધી શુદ્ધભાવ કે નિશ્ચય સમ્યક્ત્વાદિ હોય જ નહિ. અરે ભાઈ, શુભરાગ તો પુણ્યબંધનું કારણ, તે મોક્ષનું કારણ કયાંથી થાય ? અને નિશ્ચય સમ્યક્ત્વ સહિત શુદ્ધભાવ ચોથા ગુણસ્થાનથી જ શરૂ થઈ જાય છે, એના વિના મોક્ષમાર્ગ કે ધર્મ કયાંથી હોય ? પણ બહિરાત્મા જીવો અંતરના શુદ્ઘપરિણામને ઓળખી શકતા નથી. તેઓ માત્ર બહારની સ્થૂળક્રિયાને અને સ્થૂળ રાગને જ જોનારા છે. રાગથી પાર ચૈતન્યસ્વભાવની વાતનો ઉત્સાહ પણ તેમને આવતો નથી,
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ : અધ્યાત્મ-સંદેશ
ને ઉલટો તેના પ્રત્યે અનાદ૨-અણગમો આવે છે. –આવા વિપરીતભાવને લીધે અનાદિથી સંસારની પરંપરા તેને ચાલી રહી છે, તે પરંપરા કેમ છેદાય ને મોક્ષની પરંપરા કેમ શરૂ થાય તેની આ વાત છે. અંતરના આવા માર્ગનો આદર કરીને વારંવાર તેનું ઘોલન કરવા જેવું છે, તેનો ઉત્સાહ કરવા જેવું છે.
અંતરસ્વભાવના અનુભવનો કોઈ અપૂર્વ સ્વાદ છે તે અજ્ઞાનીને લક્ષમાં આવતો નથી, રાગથી જુદું કાંઈ તત્ત્વ તેને દેખાતું જ નથી. જ્યારે અનેક સંતો ને વિદ્વાનધર્માત્માઓ પોકાર કરીને કહી ગયા છે અને વર્તમાનમાં કહે છે કે શુભરાગ તે મોક્ષમાર્ગ નથી, નથી; ને નિમિત્ત વગેરે પરદ્રવ્ય અકિંચિત્કર છે, ત્યારે એ સાંભળીને પોતાની વિદ્વત્તાના અનુચિત અભિમાનમાં કોઈકહે છે કે એ તો ભાવુક્તાના પ્રવાહમાં ખેંચાઈને તેમણે કહ્યું છે, વાસ્તવિક વસ્તુ સ્વરૂપ એમ નથી. ભાઈ, એ સંતોએ અને વિદ્વાનજ્ઞાનીઓએ જે કહ્યું છે તે તો પરમ સત્યના પ્રવાહમાં રહીને કહ્યું છે, તું અસત્ અને દ્વેષના પ્રવાહમાં ખેંચાઈને એમના ઉપર આક્ષેપ ન મૂક, ભાઈ! તારું એ મોટું દુસ્સાહસ છે.
પ્રશ્નઃ- શાસ્ત્રમાં અજ્ઞાનીને ‘મૂઢ’ કહ્યો, તો તે દ્વેષ ન કહેવાય ?
ઉત્તરઃ- ના ભાઈ, એમાં દ્વેષ નથી પણ અજ્ઞાનભાવ કેટલો અહિતકર છે તે સમજાવીને તેનાથી છોડાવવા માટેની કરુણા છે. કોઈના ઘરમાં કાળો નાગ પડયો હોય તેને તેની ખબર ન હોય, ત્યાં બીજો કોઈ સજ્જન તેને તેના ઘરમાં રહેલા કાળા નાગની ભયંકરતા બતાવે, તો તેમાં તેનો હેતુ શો છે? કે તે માણસ તે કાળા નાગની ભયંકરતા જાણીને તેને પોતાના ઘરમાંથી બહાર કાઢવાનો ઉપાય કરે. તેમ આત્મસ્વભાવથી વિપરીત અભિપ્રાયરૂપ કાળોતરો ભયંકર નાગ અજ્ઞાનીના ઘરમાં પેસી ગયો છે, અજ્ઞાનીને તેની ખબર નથી ને ઊલટો તેને હિતકર માની બેઠો છે; સંત-જ્ઞાની તેને કહે છે કે અ૨૨ મૂઢ! આવા મોટા નાગ જેવા અતિકારી મિથ્યાભાવને તું સેવી રહ્યો છે! એ ભાવ છોડ. –આવા મિથ્યાભાવનું સેવન એ તો મૂઢતા છે. –હવે વિચારો જોઈએ કે અહીં મૂઢ કહેવામાં સામા ઉપર દ્વેષ છે કે કરુણા છે? અત્યંત અહિતકારી મિથ્યાભાવના સેવનથી તેને બચાવવા માટે કરુણાપૂર્વકનો એ ઉપદેશ છે. સર્વજ્ઞના અતીન્દ્રિય સુખને ઘણા ઘણા પ્રકારે સમજાવવા છતાં જે નથી માનતો એવા જીવને, તેની એ ભૂલ કેટલી બધી મોટી છે તે સમજાવવા, કુંદકુંદાચાર્ય જેવા વીતરાગીસંત કહે છે કે
“ સૂણી, ઘાતિકર્મવિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે, શ્રદ્ધે ન તેહ્ અભવ્ય છે, ને ભવ્ય તે સંમત કરે.'
(પ્રવચનસાર ગા. ૭૩)
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૪૧
આમાં કોઈ વ્યક્તિની વાત નથી. આ તો સત્યનો પોકાર છે. સર્વજ્ઞનું અતીન્દ્રિયસુખ બતાવીને આત્માના સુખસ્વભાવની આવી સરસ વાત અમે સંભળાવીએ અને એ સાંભળતાં જેને અંતરના ઉમંગથી ઉત્સાહ ન આવે તે જીવ ધર્મ પામવાને લાયક નથી; મુમુક્ષુને તો એ અતીન્દ્રિયસુખની વાત કાને પડતાં જ અસંખ્ય પ્રદેશે ઝણઝણાટથી આત્મા ઊછળી જાય. તેઓશ્રીના આ કથનમાં અંદરના સત્સ્વભાવનું જોર છે. અહા, સંતોએ સમજાવવામાં કાંઈ ખામી નથી રાખી. ખરી જિજ્ઞાસાથી પાત્ર થઈને સમજવા માંગે તો તો માર્ગ એક્દમ સ્પષ્ટ, સીધો ને સરલ છે. જેને સમજવું ન હોય ને ઝઘડા કરવા હોય એને શું કહેવું!! એનો આત્મા એ પ્રકારે પરિણમી રહ્યો છે તેમાં બીજો શું કરે? એ જ જીવ જ્યારે સવળો પરિણમશે ત્યારે સત્ સમજીને ત્રણલોકનો નાથ થશે.
મોક્ષમાર્ગ એ અંતરના સૂક્ષ્મ અધ્યાત્મભાવ છે, તે બહારથી ન દેખાય. બે જીવ હોય, બંને બહારમાં દ્રવ્યલિંગી દિગંબર જૈનમુનિ હોય, વસ્ત્રનો તાણોય ન હોય, મોરપીંછી ને કમંડળ હોય, શુભરાગથી પંચમહાવ્રત બંને પાળતા હોય, નિર્દોષ આહાર-વિહાર કરતા હોય, શાસ્ત્રાનુસાર ઉપદેશ દેતા હોય, -બંને મુનિની આટલી ક્રિયા તો બહારથી અજ્ઞાનીને પણ દેખાય; પણ, હવે ધ્યાન રાખજો! અંતરમાં તેમાંથી એક મિથ્યાદષ્ટિ હોય અને બીજા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સહિત બિરાજતા હોય. તો તેમાંથી પહેલા મુનિ તો આગમપદ્ધત્તિમાં વર્તી રહ્યા છે, તે મોક્ષમાર્ગને સાધતા નથી, ને બીજા મુનિરાજ અધ્યાત્મપદ્ધત્તિમાં વર્તતા થકા સાક્ષાત્ મોક્ષમાર્ગને સાધી રહ્યા છે. બંનેની બહારની ક્રિયાઓ લગભગ સરખી, પણ અંદરના સૂક્ષ્મ પરિણામમાં કેટલો ફેર? બહારની ક્રિયા વખતે અંતગર્ભિતપણે શુદ્ધભાવરૂપ અધ્યાત્મક્રિયા એકને નથી વર્તતી, ને બીજાને વર્તી રહી છે; અંતરની આ અધ્યાત્મક્રિયા તે જ ખરો મોક્ષમાર્ગ છે, તેને અજ્ઞાની કઈ રીતે ઓળખશે ? એ તો બંનેને સરખા ગણીને, બહારની ક્રિયાને અને પંચમહાવ્રતના શુભાગને જ મોક્ષમાર્ગ માનશે. પણ ભાઈ, જરાક અંતરષ્ટિથી જો. મોક્ષમાર્ગ એ બાહ્યક્રિયામાં કે રાગમાં નથી; મોક્ષમાર્ગ તો અંતરના શુદ્ધભાવરૂપ રત્નત્રયમાં છે. એને ઓળખ તો જ તને મુનિની સાચી ઓળખાણ થાય, ને તો જ તને મુનિવરો પ્રત્યે સાચી ભક્તિ જાગે. તથા મોક્ષમાર્ગને સાધવાની સાચી રીત પણ ત્યારે જ તને સમજાય. આવા જ્ઞાન વિના મોક્ષમાર્ગ સાધી શકાય નહિ. આ રીતે અજ્ઞાની મોક્ષમાર્ગ કેમ નથી સાધી શકતો એ વાત કરી. હવે સમ્યગ્દષ્ટિજ્ઞાતા કયા પ્રકારે મોક્ષમાર્ગ સાધે છે તે કહે છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દષ્ટિનો વિચાર સ્વરૂપની નિઃસંદેહ અંતષ્ટિ વડે મોક્ષમાર્ગને સાધે છે.
“સમ્યક્ર-દષ્ટિ શું છે તે સાંભળો. સંશય, વિમોહ, વિભ્રમ એ ત્રણ ભાવ જેમાં નથી તે સમ્યક્દષ્ટિ છે. સંશય, વિમોહ, વિભ્રમ એટલે શું તેનું સ્વરૂપ દગંત વડે દર્શાવે છે, તે સાંભળોઃ જેમ કોઈ એક સ્થાનમાં ચાર પુરુષો ઊભા છે. બીજા કોઈ પુરુષે છીપનો એક કટકો તેમની પાસે લાવીને તે ચારેય પુરુષને દેખાડયો, અને દરેકને પ્રશ્ન કર્યો કે આ શું છે?-છીપ છે કે રૂપું છે?
* પ્રથમ એક પુરુષ-કે જે સંશયદષ્ટિવાળો હતો તે બોલ્યો કે કાંઈ સૂઝ
નથી પડતી, –આ છીપ છે કે રૂપું છે? મારી દ્રષ્ટિમાં એનો કોઈ નિર્ધાર થતો નથી.
* બીજો વિમોહવાળો પુરુષ બોલ્યો કે મને એ કાંઈ સમજ નથી પડતી કે તમે છીપ કોને કહો છો, ને રૂપું કોને કહો છો? મારી દ્રષ્ટિમાં કાંઈ આવતું નથી તેથી હું નથી જાણતો કે તમે શું કહો છો? અથવા, ઘેલછાથી–ગાફેલપણાથી તે ચૂપ રહે, બોલે નહિ.
* પછી ત્રીજો પુરુષ વિભ્રમવાળો બોલ્યો કે આ તો પ્રત્યક્ષ-પ્રમાણથી રૂપે જ છે, આને છીપ કોણ કહે? મારી દષ્ટિમાં તો રૂપે સૂઝે છે, તેથી સર્વથા પ્રકારે આ રૂપું છે. -આ ત્રણે પુરુષોએ તો છીપના સ્વરૂપને જાણ્યું નહિ, તેથી ત્રણે મિથ્યાવાદી છે.
* હવે ચોથો પુરુષ બોલ્યો કે આ તો પ્રત્યક્ષપ્રમાણ છીપનો કટકો છે, તેમાં સંશય શો? છીપ... છીપ... છીપ... ચોક્કસ છીપ. જો કોઈ આને બીજી વસ્તુ કહે તો પ્રત્યક્ષપ્રમાણ ભ્રમિત અથવા અંધ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વનિકા : ૧૪૩
તેવી રીતે સમ્યગ્દષ્ટિને સ્વ-પરસ્વરૂપમાં નથી સંશય, નથી વિમોહ કે નથી વિભ્રમ; યથાર્થ દૃષ્ટિ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવ અંતર્દષ્ટિ વડે મોક્ષપદ્ધત્તિને સાધી જાણે છે.”
જેને આત્મસ્વરૂપમાં કોઈ સંદેહ નથી, નિઃશંકપણે આત્મસ્વરૂપને જાણ્યું છે–એવા સમ્યગ્દષ્ટિ જ મોક્ષમાર્ગને સાધે છે. સ્વરૂપના નિર્ણયમાં જ જેને ભૂલ છે તે મોક્ષમાર્ગને સાધી શકતા નથી. અહીં છીપ અને ચાંદીના દષ્ટાંતથી તે વાત સમજાવી છે.
દેહ તે જ આત્મા હશે કે દેહથી જુદો કોઈ આત્મા હશે, આત્મા દેહની ક્રિયાનો કર્તા હશે કે અકર્તા, પુણ્યભાવ તે ધર્મ હશે કે નહિ હોયએમ જેને શંકા છે, જરા પણ તત્ત્વનિર્ણય નથી, એવો સંશયદષ્ટિવાળો મિથ્યાદષ્ટિજીવ મોક્ષમાર્ગને સાધી શકતો નથી. વિકાર અને સ્વભાવની ભિન્નતાનો કે જડચેતનની ભિન્નતાનો સાચો વિચાર જ તેને ઊગતો નથી.
વળી, સ્વભાવ શું, પરભાવ શું, મોક્ષમાર્ગ શું, બંધમાર્ગ શું એનો ચોક્કસ નિર્ણય ન કરે ને તેમાં અચોક્કસપણે રહ્યા કરે, ઘડીકમાં એમ લાગે કે વીતરાગભાવ જ મોક્ષમાર્ગ હશે, ને વળી જ્યાં વ્યવહારના પક્ષની વાત સાંભળે ત્યાં એમ લાગે કે શુભરાગ પણ મોક્ષનું સાધન હશે-આમ અનિશ્ચયપણું વર્ત્યા કરે તો તેની પરિણિત સ્વભાવ તરફ ઢળશે કઈ રીતે ? નિઃસંદેહ દઢ નિર્ણય વગર પરિણતિ અંતરમાં વળે નહિ ને મોક્ષમાર્ગને સાધી શકે નહિ. જેમ કટકો છીપનો છે કે ચાંદીનો, તેના ચોક્કસ નિર્ણય વગર તે છોડવો કે રાખવો-તે નક્કી થાય નહિ, તેમ સ્વભાવ શું ને પરભાવ શું, ક્યો ભાવ મોક્ષમાર્ગ ને ક્યો ભાવ બંધમાર્ગતેના ચોક્કસ નિર્ણય વગર, ક્યો ભાવ રાખવો ને ક્યો ભાવ છોડવો, અથવા કયા ભાવ તરફ ઢળવું ને કયા ભાવ તરફથી પાછું વળવું-તે નક્કી ન થાય, એટલે મોક્ષમાર્ગ સાધી ન શકાય. આ શુભરાગ છે તે છોડવા જેવો છે કે રાખવા જેવો છે-એનો નિર્ણય પણ જે ન કરી શકે તેની પરિણિત રાગથી પાછી ફરીને સ્વભાવ તરફ કયાંથી ઝૂકે? એની પરિણતિ તો ડામાડોળ અસ્થિર જ રહ્યા કરે. એટલે ચૈતન્યમાં સ્થિર થયા વિના તે મોક્ષમાર્ગને સાધી શકે નહિ.
વળી ત્રીજો માણસ કે જે વિમોહિતબુદ્ધિથી છીપને ચાંદી જ માનીને અંગીકાર કરી રહ્યો છે તેને પણ છીપ છોડવાનો ને સાચી ચાંદી શોધવાનો અવકાશ રહ્યો નથી; તેમ મૂઢ જીવ મોહિતબુદ્ધિથી શુભરાગાદિ પરભાવને જ દઢપણે મોક્ષમાર્ગ માની રહ્યો છે, એટલે તેને પણ રાગને છોડવાનો ને
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪ : અધ્યાત્મ-સંદેશ વીતરાગસ્વભાવ તરફ ઢળવાનો અવકાશ રહ્યો નથી, એટલે તે પણ મોક્ષને સાધી શકતો નથી. શુભરાગ તે મોક્ષનું સાધન છે–એવો વિપરીત નિર્ણય કરે તે જીવ રાગથી ખસીને વીતરાગ સ્વભાવમાં કયાંથી આવશે? અને રાગના આધારે તો તેને મોક્ષમાર્ગ કદી સધાવાનો જ નથી.
એ રીતે સંશય, વિમોહ કે વિભ્રમવાળા જીવો મોક્ષમાર્ગને સાધી શકતા નથી. યથાર્થ વસ્તુના દઢ નિર્ણયવાળો જીવ જ મોક્ષમાર્ગને સાધે છે.
ચોથો પુરુષ સ્પષ્ટ જાણે છે કે આ તો ચોક્કસ છીપ જ છે, આ ચાંદી નથી. તે ચાંદી અને છીપ બંનેના યથાર્થ સ્વરૂપને ઓળખે છે. હજાર માણસ છીપને ચાંદી કહે તોપણ પોતાના સમ્યક નિર્ણયમાં તેને શંકા નથી પડતી. તેમ ધર્મી જીવ પોતાના ચિદાનંદ સ્વરૂપમાં નિઃશંક છે, સ્વ-પરને અને સ્વભાવ તથા પરભાવને બરાબર જુદા જાણે છે, અધ્યાત્મપદ્ધત્તિરૂપ શુદ્ધ પરિણતિ જ મોક્ષમાર્ગ છે ને આગમપદ્ધત્તિરૂપ વિકારપરિણતિ તે મોક્ષમાર્ગ નથી, તે બંધમાર્ગ જ છે-એમ તે ચોક્કસપણે જાણે છે, તેમાં તે અત્યંત નિઃશંક અને દઢ છે; હજારો-લાખો માણસો બીજાં માને કે કહે તોપણ પોતાના સમ્યક નિર્ણયમાં તેને સંદેહ ન પડે, નિર્ણયમાં જરાય મચક ન આવે. એટલે નિઃશંકપણે સ્વભાવ તરફ ઢળીને તે મોક્ષમાર્ગને સાધે છે. ક્યાંક નિમિત્તથી કે વ્યવહારથી શુભરાગ વગેરેને ધર્મનું કારણ કહ્યું હોય તો ધર્મી મુંઝાય નહિ, તે નિઃશંક સમજે કે એ તો માત્ર ઉપચારકથન છે, ખરેખર એમ નથી. રાગ તે ધર્મ છે જ નહિ. રાગ તો ચોક્કસપણે વિભાવ... વિભાવ... ને વિભાવ, તે મારો સ્વભાવ નહિ, તે મોક્ષનું સાધન નહિ. જો તેને કોઈ મોક્ષનું સાધન માને તો ચોક્કસપણે તે અજ્ઞાની છે. આવા દઢ નિર્ણયના બળે તે નિજસ્વભાવને સાધે છે, સ્વભાવ-આશ્રિત મોક્ષમાર્ગને સાધે છે. આ રીતે સમ્યગ્દષ્ટિ-જ્ઞાતા અંતરદષ્ટિ વડે મોક્ષપદ્ધત્તિને સાધી જાણે છે.
આ સમ્યગ્દષ્ટિના વિચારનું વર્ણન ચાલે છે. સમ્યગ્દષ્ટિ તો નિજ સ્વરૂપના સમ્યક નિર્ણયના બળે અધ્યાત્મપદ્ધત્તિથી મોક્ષમાર્ગને સાધી જાણે છે, પણ મિથ્યાષ્ટિ તો ભ્રમથી આગમપદ્ધત્તિને મોક્ષનું સાધન માનીને એકલી આગમપદ્ધત્તિ (અશુદ્ધપરિણતિ)માં જ વર્તે છે એટલે તે મોક્ષમાર્ગને સાધી શકતો નથી, કેમકે મોક્ષમાર્ગ આગમપદ્ધત્તિને આશ્રિત નથી. આ સંબંધમાં વધુ સ્પષ્ટીકરણ કરે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગની સરસ વાત શુદ્ધનિશ્ચય-વ્યવહારને સમકિતી જ જાણે છે અધ્યાત્મપદ્ધત્તિથી મોક્ષ સધાય; બંધપદ્ધત્તિથી મોક્ષ ન સધાય
સમ્યગ્દષ્ટિ બાહ્ય ભાવને બાહ્ય નિમિત્તરૂપ માને છે; તે નિમિત્તો અનેકરૂપ છે, એકરૂપ નથી; તેથી અંતર્દષ્ટિના પ્રમાણમાં તે મોક્ષમાર્ગ સાધે છે. સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણની કણિકા જાગ્યે મોક્ષમાર્ગ સાચો. મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર, અને શુદ્ધ દ્રવ્ય અક્રિયરૂપ તે નિશ્ચય, -આવા નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જાણે છે, મૂઢ જીવ તે જાણતો નથી ને માનતો પણ નથી. મૂઢ જીવ બંધપદ્ધત્તિને સાધતો થકો તેને મોક્ષમાર્ગ કહે છે પણ જ્ઞાતા તે વાત માને નહિ. –કેમ? કારણ કે બંધને સાધવાથી બંધ સધાય પણ મોક્ષ ન સધાય.”
જાઓ, આ મોક્ષમાર્ગની સરસ વાત ! ધર્મી જીવ કયા પ્રકારથી મોક્ષમાર્ગ સાધે છે ને અજ્ઞાની તેમાં શું ભૂલ કરે છે તે બતાવ્યું છે. ધર્મી જીવને સંદેહરહિત સ્વાનુભવપૂર્વક દઢ નિર્ણય છે કે જ્ઞાનસ્વરૂપ જ હું છું, મારો મોક્ષમાર્ગ મારા જ્ઞાનસ્વરૂપના આશ્રયે જ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે મારો નિશ્ચય અને તેના આશ્રયે પ્રગટેલી શુદ્ધપર્યાય તે મારો વ્યવહાર; એ સિવાય રાગાદિ પરભાવો તે મારાથી બાહ્ય. જુઓ, અહીં વ્યવહાર ક્યો લીધો ?-કે શુદ્ધ દ્રવ્યના આશ્રયે નિર્મળ પર્યાય વડે મોક્ષમાર્ગને સાધવો તે ધર્મીનો વ્યવહાર છે. અજ્ઞાનીને આવો વ્યવહાર હોતો નથી, ને આવા વ્યવહારને તે જાણતો પણ નથી.
શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય ને શુદ્ધ પરિણતિ તે વ્યવહાર, એમ કહીને નિશ્ચય-વ્યવહાર બંનેને એક જ વસ્તુના અંગ બતાવ્યા, અને રાગાદિ અન્ય ભાવોને વ્યવહાર ન કહ્યો પણ નિમિત્ત” કહીને તેને ભિન્ન બતાવ્યા. આમાં ઘણી સરસ વાત છે. આ વ્યવહાર પોતામાં છે ને નિમિત્ત પરમાં છે. નિશ્ચય-વ્યવહાર બંને એક પ્રકારનાં-એક જાતનાં છે, ને પરભાવરૂપ નિમિત્તો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ : અધ્યાત્મ-સંદેશ તો અનેક પ્રકારનાં છે. જેમ બાહ્ય દ્રવ્ય નિમિત્ત છે, તેના આધારે કાંઈ મોક્ષમાર્ગ નથી, તેમ અંદરનો શુભરાગ તે પણ બાહ્યદ્રવ્યની જેમ જ નિમિત્ત છે, તેના આધારે મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગથી તો જેમ અન્ય દ્રવ્ય બાહ્ય (ભિન્ન) છે, તેમ શુભરાગ પણ બાહ્ય છે, ભિન્ન છે. અંતરદૃષ્ટિ વડે ધર્મી જીવ આવા મોક્ષમાર્ગને સાધે છે. સ્વભાવની અંતરદૃષ્ટિ પૂર્વક જ મોક્ષમાર્ગ સધાય છે, એ અંતરદૃષ્ટિ વગર મોક્ષમાર્ગ સધાતો નથી.
આવી અંતરદષ્ટિ વગર અજ્ઞાની શુભરાગ કરે અને એ વ્યવહારરત્નત્રયાદિના શુભરાગને જ મોક્ષમાર્ગ માની લ્ય, પણ એ કાંઈ મોક્ષમાર્ગ નથી, એ તો માત્ર ભ્રમ છે. સમ્યગ્દર્શન થાય તે સ્વાનુભવની કણિકા જાગે ત્યારે જ મોક્ષમાર્ગ સાચો. એના વિના મોક્ષમાર્ગ ખોટો, એટલે કે મોક્ષમાર્ગ નહિ. અરે, સમ્યગ્દર્શન અને સ્વાનુભવ વગર, એકલા શુભરાગને મોક્ષમાર્ગ માનવો તે તો વીતરાગ જૈનમાર્ગની વિરાધના છે. જિન ભગવાને એવો મોક્ષમાર્ગ કહ્યો નથી. જિન ભગવાને તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે-કે જે સ્વાનુભવપૂર્વક જ હોય છે. સ્વરૂપાચરણરૂપ ચારિત્ર તે પણ ચોથા ગુણસ્થાને સ્વાનુભવપૂર્વક જ પ્રગટે છે. સ્વાનુભવ વગર શુભરાગ કરતાં કરતાં મોક્ષમાર્ગ પ્રગટી જાય એમ કદી બનતું નથી. અહીં તો કહે છે કે તે શુભરાગ બાહ્ય નિમિત્તરૂપ છે, અને તે પણ કોને ?-કે અંતરદૃષ્ટિથી જે મોક્ષમાર્ગને સાથે છે તેને તે શુભભાવ બાહ્ય નિમિત્ત છે, અજ્ઞાનીને તો તે મોક્ષમાર્ગનું નિમિત્ત પણ નથી. ઉપાદાનમાં જ તે મોક્ષમાર્ગને નથી સાધતો પછી મોક્ષમાર્ગનું નિમિત્ત તેને કેવું? અધ્યાત્મપદ્ધત્તિ જ તેને નથી, એકલી બંધપદ્ધત્તિમાં જ તે રાચી રહ્યો છે.
મોક્ષમાર્ગમાં વચ્ચે શુભરાગને નિમિત્તરૂપ કહ્યો, તે શુભરાગ બધા મોક્ષમાર્ગીન એક જ પ્રકારનો હોય-એમ નથી, તેમાં અનેક પ્રકારો હોય છે. સ્વભાવના પરિણામ એકસરખા હોય પણ વિકારના પરિણામ બધાને એકસરખા ન હોય. દ્રવ્યસ્વભાવ ત્રિકાળ એકસરખો છે; અખંડ-અક્રિય-શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય, ને તેના આશ્રયે મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર. મોક્ષમાર્ગ એટલે નિશ્ચય-રત્નત્રયપરિણતિ, તે ધર્મીનો વ્યવહાર છે. અને જે વ્યવહારરત્નત્રય (શુભરાગરૂપ) છે તે બાહ્યનિમિત્તરૂપ છે. અહીં મોક્ષમાર્ગપર્યાયને વ્યવહાર કહ્યો, આ મોક્ષમાર્ગ કાંઈ રાગવાળો નથી; વ્યવહારરત્નત્રય રાગરૂપ છે તે બંધપદ્ધત્તિમાં છે, ને નિશ્ચય રત્નત્રય મોક્ષમાર્ગ પદ્ધત્તિમાં છે. મોક્ષમાર્ગનું ને નિશ્ચય-વ્યવહારનું આવું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જાણે છે; મૂઢ-અજ્ઞાનીને તેની ખબર પડતી નથી, અને સાંભળવામાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વનિકા : ૧૪૭
આવે તો પણ તેને એ વાત બેસતી નથી; એ તો બંધપદ્ધત્તિને ( રાગને ) સાધતો થકો એને જ મોક્ષમાર્ગ માને છે. પણ જ્ઞાની એ વાત માને નહિ. ભાઈ, રાગ તો બંધભાવ છે, એના વડે મોક્ષ કયાંથી સધાય ? અરે, બંધભાવ અને મોક્ષભાવ વચ્ચેનો પણ જેને વિવેક નથી એને શુદ્ધાત્માનું વીતરાગી સંવેદન કયાંથી થાય ? અને સ્વાનુભવના કિરણ ફૂટયા વગર મોક્ષમાર્ગનો પ્રકાશ કયાંથી પ્રગટે ? અજ્ઞાનીને સ્વાનુભવનો કણિયો પણ નથી, તો પછી મોક્ષમાર્ગ કેવો ? સ્વાનુભવ વગર જે કાંઈ પણ ભાવ કરે તે બધાય ભાવો બંધપદ્ધત્તિમાં સમાય છે, તેનાથી બંધન સધાય છે, તે કોઈ ભાવ મોક્ષમાર્ગમાં આવતા નથી, તેનાથી મોક્ષ સધાતો નથી.
જેમ રાજમાર્ગની સીધી સડક્માં વચ્ચે કાંટા-કાંકરા ન હોય, તેમ મોક્ષનો આ સીધો-સ્પષ્ટ રાજમાર્ગ, તેમાં વચ્ચે રાગની ચિરૂપ કાંટા-કંકા નથી. સંતોએ શુદ્ઘપરિણતિરૂપ રાજમાર્ગે મોક્ષને સાધ્યો છે, ને એ જ માર્ગ જગતને દર્શાવ્યો છે. પ્રશ્ન:- આ રાજમાર્ગ છે તો બીજો કેડીમાર્ગ હશે ને?
ઉત્તર:- કેડીમાર્ગ તે કાંઈ રાજમાર્ગથી વિરુદ્ધ તો ન જ હોય. રાજમાર્ગ જતો હોય પૂર્વ તરફ ને કેડીમાર્ગ જાય પશ્ચિમમાં-એવું તો ન બને. ભલે કેકંડમાર્ગ હોય પણ તેની દિશા તો રાજમાર્ગ તરફની જ હોય. તેમ સમ્યગ્દર્શન-જ્ઞાન ઉપરાંત શુદ્ધોપયોગી ચારિત્રદશા તે તો મોક્ષનો સીધો-રાજમાર્ગ છે, તેના વડે તે ભવે જ કેવળજ્ઞાન ને મોક્ષ પામી શકાય છે; અને એવી ચારિત્રદશા વગરના જે સમ્યગ્દર્શન-જ્ઞાન છે તે હજી અપૂર્ણ-મોક્ષમાર્ગ હોવાથી તેને કેડીમાર્ગ કહેવાય, તે એકાદ બે ભવમાં મોક્ષમાર્ગ પૂરો કરીને મોક્ષને સાધશે. પૂરો મોક્ષમાર્ગ કે અધૂરો મોક્ષમાર્ગ, -પણ એ બંનેની દિશા તો સ્વભાવ તરફની જ છે, રાગ તરફની એયની દિશા નથી. રાગાદિભાવો તો મોક્ષમાર્ગથી વિપરીત છે એટલે કે બંધમાર્ગ છે. એ બંધમાર્ગ વડે મોક્ષમાર્ગ સધાય નહીં. મોક્ષમાર્ગના આશ્રયે બંધન ન થાય, ને બંધમાર્ગના આશ્રયે મોક્ષ ન થાય.
શું શુભરાગ તે મોક્ષનું કારણ થશે ? તો કહે છે કે ના; રાગ વખતે રાગનો નિષેધ કરનારો ક્યો ભાવ છે? રાગનો નિષેધ કરનારો ભાવ જાગ્યા વગર વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગને સાધશે કોણ ? રાગ વખતે તેનો નિષેધ કરનારા જે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે તે જ મોક્ષમાર્ગ છે. આવા સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન જાગ્યા ત્યારે જ સાચો મોક્ષમાર્ગ શરૂ થયો. સમ્યગ્દષ્ટિ સ્વાનુભવના પ્રમાણમાં મોક્ષમાર્ગ સાધે છે. શુભરાગના પ્રમાણમાં કાંઈ મોક્ષમાર્ગ સધાતો નથી, એ તો બંધપદ્ધતિ છે.
“તો શું સમ્યગ્દષ્ટિ અધ્યાત્મના જ વિચારમાં રહેતા હશે ? શું બંધપદ્ધત્તિના વિચાર જ તેમને આવતા નહિ હોય?” એમ કોઈને પ્રશ્ન ઊઠે તો હવેના પ્રકરણમાં તેનું સમાધાન કરે છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાધકની વિચારશ્રેણી અને સ્વભાવનો રંગ મોક્ષના સાધકના નિશ્ચય-વ્યવહાર, તેમાં શુદ્ધ સ્વરૂપની સન્મુખતા
જયારે જ્ઞાતા કદાચિત બંધપદ્ધતિનો વિચાર કરે ત્યારે તે જાણે કે આ બંધપદ્ધતિથી મારું દ્રવ્ય અનાદિકાળથી બંધરૂપ ચાલ્યું આવ્યું છે; હવે એ પદ્ધતિનો મોહ તોડીને વર્ત. આ પદ્ધતિનો રાગ પૂર્વની જેમ હું નર! તું શા માટે કરે છે?—આમ ક્ષણમાત્ર પણ બંધપદ્ધતિને વિષે તે મગ્ન થાય નહિ. તે જ્ઞાતા પોતાનું સ્વરૂપ વિચારે, અનુભવે, ધ્યાવે, ગાવે, શ્રવણ કરે, તથા નવધાભક્તિ, તપક્રિયા એ પોતાના શુદ્ધસ્વરૂપની સન્મુખ થઈને કરે, –એ જ્ઞાતાનો આચાર છે. એનું જ નામ મિશ્રવ્યવહાર છે.”
જાઓ, આ સાધક જીવનો વ્યવહાર, ને એની વિચારશ્રેણી ! એને સ્વભાવનો કેટલો રંગ છે! વારંવાર એનો જ વિચાર, એનું જ મનન, એના જ ધ્યાન-અનુભવનો અભ્યાસ, એના જ ગુણગાન ને એનું જ શ્રવણ, સર્વ પ્રકારે એની જ ભક્તિ; જે કાંઈ ક્રિયામાં પ્રવર્તે છે તેમાં સર્વત્ર શુદ્ધસ્વરૂપની સન્મુખતા મુખ્ય છે. એના વિચારમાં પણ સ્વરૂપના વિચારની મુખ્યતા છે, તેથી કહ્યું કે “જ્ઞાતા “કદાચિત બંધપદ્ધત્તિનો વિચાર કરે”... ત્યારે પણ બંધપદ્ધત્તિમાં તે મગ્ન થતો નથી પણ તેનાથી છૂટવાના જ વિચાર કરે છે. અજ્ઞાની તો બધુંય રાગની સન્મુખતાથી કરે છે, શુદ્ધસ્વરૂપની સન્મુખતા તેને નથી. તે કર્મબંધન વગેરેના વિચાર કરે તો તેમાં જ મગ્ન થઈ જાય છે ને અધ્યાત્મ તો એકકોર રહી જાય છે. અરે ભાઈ, એવી બંધપદ્ધત્તિમાં તો અનાદિથી તું વર્તી જ રહ્યો છે. હવે તો એનો મોહ છોડ. અનાદિથી એ પદ્ધત્તિમાં તારું જરાય હિત ન થયું, માટે એનો મોહ તોડીને હવે તો અધ્યાત્મપદ્ધત્તિ પ્રગટ કર. જ્ઞાનીએ તો તેનો મોહ તોડ્યો જ છે ને અધ્યાત્મ પદ્ધત્તિ પ્રગટ કરી છે, પણ હજી રાગની કંઈક પરંપરા બાકી છે તેને અધ્યાત્મની ઉગ્રતા વડ છેદવા માંગે છે. એટલે રાગની પદ્ધત્તિમાં તે એકક્ષણ પણ મગ્ન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વનિકા : ૧૪૯
થતો નથી. –જુઓ, આ મોક્ષના સાધકની દશા! ‘તું રુચતાં જગતની રુચિ આળસે સૌ '... શુદ્ધઆત્મારૂપ સમયસારની જ્યાં રુચિ થઈ ત્યાં પરભાવની રુચિ રહે નહિ; અરે, જગત આખાની રુચિ છૂટી જાય. જેને અંશમાત્ર પણ રાગની રુચિ રહે તેના પરિણામ ચૈતન્ય તરફ વળી શકે નહિ, ને મોક્ષમાર્ગને તે સાધી શકે નહિ.
રાગની રુચિ છોડીને ધર્મો જીવ ચૈતન્યના પ્રેમમાં એવો મગ્ન છે કે વારંવાર તેનું જ સ્વરૂપ વિચારે છે, ઉપયોગને ફરીફરી આત્મા તરફ વાળે છે, કયારેક કયારેક નિર્વિકલ્પ અનુભવ કરે છે, એકાગ્રતાથી એને ધ્યાવે છે. ‘ચેતનરૂપ અનૂપ અમૂરત... સિદ્ધસમાન સદા પદ મેરો'–એમ સિદ્ધ જેવા નિજસ્વરૂપનો અનુભવ કરે છે; એની વાત સાંભળતાં પણ તે ઉત્સાહિત થાય છે, એનાં ગુણગાન ને મહિમા કરતાં તે ઉલ્લસિત થાય છે. અહા, મારી ચૈતન્યવસ્તુ અચિંત્ય મહિમાવંત, એની પાસે રાગાદિ પરભાવો તો અવસ્તુ છે, –એ અવસ્તુની રુચિ કોણ કરે ? એનો મહિમા, એનાં ગુણગાન કોણ કરે? સમ્યગ્દષ્ટિ તો પોતાના શુદ્ધસ્વરૂપની નવધા ભક્તિ કરે છે, અથવા મુનિરાજની નવધા ભક્તિ કરે તેમાં પણ શુદ્ધસ્વરૂપની સન્મુખતા છે. આ વચનીકા લખનાર પં. બનારસીદાસજીએ સમયસારનાટકમાં, જ્ઞાની કેવી નવધા ભક્તિ કરે છે તેનું સુંદર વર્ણન કર્યું છેઃ
* આધ્યાત્મિક નવધા ભક્તિ *
श्रवण कीरतन चिंतवन सेवन वंदन ध्यान ।
लघुता समता एकता नौधा भक्ति प्रवान ।। ८ ।।
(મોક્ષદ્વાર )
૧. શ્રવણઃ ઉપાદેયરૂપ પોતાના શુદ્ધસ્વરૂપના ગુણોનું પ્રેમપૂર્વક શ્રવણ કરવું તે એક પ્રકારની ભક્તિ છે. જેના પ્રત્યે જેને ભક્તિ હોય તેને તેના ગુણગાન સાંભળતાં પ્રમોદ આવે છે; ધર્મીને નિજસ્વરૂપના ગુણગાન સાંભળતાં પ્રમોદ આવે છે.
૨. કીર્તનઃ ચૈતન્યના ગુણોનું, તેની શક્તિઓનું વ્યાખ્યાન કરવું, મહિમા ક૨વો, તે તેની ભક્તિ છે.
૩. ચિંતનઃ જેના પ્રત્યે ભક્તિ હોય તેના ગુણોનો વારંવાર વિચાર કરે છે; ધર્મી જીવ નિજસ્વરૂપના ગુણોનું વારંવાર ચિંતન કરે છે. એ પણ સ્વરૂપની ભક્તિનો પ્રકાર છે.
૪. સેવનઃ અંદરમાં નિજગુણોનું વારંવાર અધ્યયન કરવું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ : અધ્યાત્મ-સંદેશ ૫. વંદનઃ મહાપુરુષોના ચરણોમાં જેમ ભક્તિથી વંદન કરે છે તેમ
ચૈતન્યસ્વરૂપમાં પરમભક્તિપૂર્વક વંદવું-નમવું-તેમાં લીન થઈને
પરિણમવું, તે સમ્યગ્દષ્ટિની આત્મભક્તિ છે. ૬. ધ્યાનઃ જેના પ્રત્યે પરમભક્તિ હોય તેનું વારંવાર ધ્યાન થયા કરે છે;
તેના ગુણોનો વિચાર, ઉપકારોનો વિચાર વારંવાર આવે છે, તેમ ધર્મી જીવ અત્યંત પ્રીતિપૂર્વક વારંવાર નિજ સ્વરૂપના ધ્યાનમાં પ્રવર્તે છે. કોઈ કહે કે અમને નિજસ્વરૂપ પ્રત્યે પ્રીતિ ને ભક્તિ તો ઘણીયે છે પણ તેના વિચારમાં કે ધ્યાનમાં મન જરાય લાગતું નથી;-તો તેની વાત જૂઠી છે. જેની ખરેખરી પ્રીતિ હોય તેના વિચારમાં-ચિંતનમાં મન ન લાગે એમ બને નહિ. બીજા વિચારોમાં તો તારું મન લાગે છે, ને અહીં સ્વરૂપના વિચારમાં તારું મન લાગતું નથી, –એ ઉપરથી તારા પરિણામનું માપ થાય છે કે સ્વરૂપના પ્રેમ કરતાં બીજા પદાર્થોનો પ્રેમ તને વધારે છે. જેમ ઘરમાં માણસને ખાવા-પીવામાં, બોલવા-ચાલવામાં કયાંય મન ન લાગે તો લોકો અનુમાન કરી લે છે કે એનું મન કયાંક બીજે લાગેલું છે; તેમ ચૈતન્યમાં જેનું મન લાગે, એનો ખરો પ્રેમ જાગે તેનું મન જગતના બધા વિષયોથી ઉદાસ થઈ જાય ને વારંવાર નિજસ્વરૂપ તરફ તેનો ઉપયોગ વળે. આ પ્રકારે સ્વરૂપના ધ્યાનરૂપ ભક્તિ સમ્યગ્દષ્ટિને હોય છે. તથા એવા શુદ્ધસ્વરૂપને સાધનારા પંચપરમેષ્ઠી વગેરેના ગુણોને પણ તે
ભક્તિથી ધ્યાવે છે. ૭. લઘુતા: પંચપરમેષ્ઠી વગેરે મહાપુરુષો પાસે ધર્મી જીવને પોતાની
અત્યંત લઘુતા ભાસે છે. અહા, કયાં એમની દશા ! ને કયાં મારી અલ્પતા! અથવા, સમ્યગ્દર્શનાદિ કે અવધિજ્ઞાનાદિ થયું પણ ચૈતન્યના કેવળજ્ઞાનાદિ અપાર ગુણો પાસે તો હજી ઘણી અલ્પતા છે-એમ ધર્મીને પોતાની પર્યાયમાં લઘુતા ભાસે છે. પૂર્ણતાનું ભાન છે એટલે અલ્પતામાં લઘુતા ભાસે છે. જેને પૂર્ણતાનું ભાન
નથી તેને તો થોડાકમાં પણ ઘણું મનાઈ જાય છે. ૮. સમતા: બધાય જીવોને શુદ્ધસ્વભાવપણે સરખા દેખવા તેનું નામ
સમતા છે; પરિણામને ચૈતન્યમાં એકાગ્ર કરતાં સમભાવ પ્રગટે છે. જેમ મહા પુરુષોની સમીપમાં ક્રોધાદિ વિસમભાવ થતાં નથી–એવી તે પ્રકારની ભક્તિ છે, તેમ ચૈતન્યના સાધક જીવને ક્રોધાદિ ઉપશાંત થઈને અપૂર્વ સમતા પ્રગટી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકો : ૧૫૧ ૯. એકતાઃ એક આત્માને જ પોતાનો માનવો, શરીરાદિને પર જાણવા;
રાગાદિ ભાવોને પણ સ્વરૂપથી પર જાણવા, ને અંતર્મુખ થઈને સ્વરૂપ સાથે એકતા કરવી, –આવી એકતા તે અભેદ ભક્તિ છે, ને તે મુક્તિનું કારણ છે. સ્વમાં એકતારૂપ આવી ભક્તિ સમ્યગ્દષ્ટિને જ હોય છે.
વાહ! જુઓ આ સમ્યગ્દષ્ટિની નવધા ભક્તિ. શુદ્ધ આત્મસ્વરૂપનું શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા અને એકતા-આવી નવધા ભક્તિ વડે તે મોક્ષમાર્ગને સાધે છે.
પ્રશ્ન – જ્ઞાની નવધા ભક્તિ કરે એ તો બતાવ્યું, પણ જ્ઞાની તપ કરે ખરા?
ઉત્તર:- હા, જ્ઞાની તપ કરે, –પણ કઈ રીતે? કે પોતાના શુદ્ધ સ્વરૂપ સન્મુખ થઈને તે તપ વગેરે ક્રિયા કરે છે. –આ જ્ઞાનીનો આચાર છે. જ્ઞાનીના આવા અંતરંગ-આચારને અજ્ઞાની ઓળખતો નથી, તે તો એકલી દેહક્રિયાને જ દેખે છે. શુદ્ધ સ્વરૂપની સન્મુખતાથી જેટલી શુદ્ધ પરિણતિ થઈ તેટલો તપ છે-એમ ધર્મી જાણે છે. આવો તપ અજ્ઞાનીને હોતો નથી, તેમજ તેને તે ઓળખતો પણ નથી. તપ વગેરેનો શુભરાગ તે બાહ્ય નિમિત્ત છે, અને દેહની ક્રિયા તો આત્માથી તદ્દન જુદી ચીજ છે, -તેને બદલે અજ્ઞાની તો એને જ મૂળ વસ્તુ માની બેસે છે, ને સાચી મૂળ વસ્તુને ભૂલી જાય છે. શુભરાગ અને સાથે ભૂમિકાયોગ્ય શુદ્ધપરિણતિ તે જ્ઞાનીનો આચાર છે, તેનું નામ મિશ્રવ્યવહાર છે. મિશ્ર એટલે કંઈક અશુદ્ધતા ને કંઈક શુદ્ધતા; તેમાં જે અશુદ્ધઅંશ છે તે ધર્મીને આસ્રવ-બંધનું કારણ છે કે જે શુદ્ધઅંશ છે તે સંવર-નિર્જરાનું કારણ છે. -આ રીતે આસ્રવ-બંધ ને સંવર-નિર્જરા એ ચારે ભાવો ધર્મીને એક સાથે વર્તે છે. અજ્ઞાનીને મિશ્રભાવ નથી, એને તો એકલી અશુદ્ધતા છે; સર્વજ્ઞને મિશ્રભાવ નથી, એમને એકલી શુદ્ધતા છે. મિશ્રભાવ સાધકદશામાં છે. તેમાં શુદ્ધપરિણતિઅનુસાર તે મોક્ષમાર્ગને સાધે છે-એમ જાણવું.
અહા, ધર્માત્માની આ અધ્યાત્મકળા.. અલૌકિક છે.... આવી અધ્યાત્મકળા શીખવા જેવી છે, ને એનો પ્રચાર કરવા જેવું છે. ખરું સુખ આ અધ્યાત્મકળાથી જ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મવિધા સિવાય બીજી લૌકિક વિધાઓની કિંમત ધર્મમાં કાંઈ નથી. આ વિદ્યા યા વિમુpઆત્માને મોક્ષનું કારણ ન થાય એવી વિદ્યાને તે વિદ્યા કોણ કહે?— વિદ્યાહીન હોય તે કહે!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર : અધ્યાત્મ-સંદેશ
જેણે અધ્યાત્મવિદ્યા જાણી છે એવા જ્ઞાનીને મિશ્રવ્યવહાર કહ્યો, એટલે શુદ્ધતા ને અશુદ્ધતા બંને એકસાથે તેને છે, પણ તેથી કાંઈ તે શુદ્ધતા ને અશુદ્ધતા એકબીજામાં ભળી જતા નથી. જે શુદ્ધતા છે તે કાંઈ અશુદ્ધતારૂપ થઈ જતી નથી, ને જે અશુદ્ધતા (રાગાદિ) છે તે કાંઈ શુદ્ધતારૂપ થઈ જતી નથી. એકસાથે હોવા છતાં બંનેની જુદી જુદી ધારા છે. આ રીતે “મિશ્ર” એ બંનેનું જુદાપણું બતાવે છે, એકપણું નહિ. તેમાંથી જે શુદ્ધતા છે તેના વડે ધર્મી જીવ મોક્ષમાર્ગને સાધે છે, ને જે અશુદ્ધતા છે તેને તે હેય સમજે છે. ય-શય ને ઉપાદેયનું સ્વરૂપ જ્ઞાની કયા પ્રકારે જાણે છે તે હવે કહે છે.
હે જીવ! ત્રણ લોકમાં સૌથી ઉત્તમ મહિમાવંત પોતાનો આત્મા છે, તેને તું ઉપાદેય જાણ; એ મહા સુંદર ને સુખરૂપ છે. જગતમાં સર્વોત્કૃષ્ટ એવા આત્માને તું સ્વાનુભવગમ્ય કર. તારો આત્મા જ તને આનંદરૂપ છે, કોઈ પરવસ્તુ તને આનંદરૂપ નથી. આત્માનો આનંદ જેણે અનુભવ્યો છે તે ધર્માત્માનું ચિત્ત બીજે કયાંય ઠરતું નથી, ફરી ફરીને આત્મા તરફ જ વળે છે. આત્માનું અસ્તિત્વ જેમાં નથી, આત્માનું જીવન જેમાં નથી એવા પર દ્રવ્યોમાં ધર્મીનું ચિત્ત કેમ ચોંટે ? આનંદનો સમુદ્ર જ્યાં દેખ્યો છે ત્યાં જ તેનું ચિત્ત ચોંટયું છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હેય-શય-ઉપાદેયરૂપ જ્ઞાતાની ચાલનો વિચાર ગુણસ્થાન-અનુસાર હેય-શૈય-ઉપાદેયશક્તિ વધતી જાય છે પરસત્તાના અવલંબને જ્ઞાની કદી મોક્ષમાર્ગ માને નહિ
“હેય એટલે કે ત્યાગરૂપ તો પોતાના દ્રવ્યની અશુદ્ધતા; શેય એટલે કે વિચારરૂપ અન્ય ષટ દ્રવ્યનું સ્વરૂપ; ઉપાદેય એટલે કે આચરણરૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા. તેનું વિવેચનઃ જ્ઞાતાને ગુણસ્થાનકના પ્રમાણમાં હેય-mય-ઉપાદેયરૂપ શક્તિ હોય. જેમ જેમ જ્ઞાતાની હેય-શેયઉપાદેયશક્તિ વર્તમાન થતી જાય તેમ તેમ ગુણસ્થાનની વૃદ્ધિ કહી છે. ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન અને ગુણસ્થાન પ્રમાણે ક્રિયા. તેમાં વિશેષ એટલું કે એક ગુણસ્થાનવર્તી અનેક જીવ હોય તેમને અનેકરૂપનું જ્ઞાન કહીએ તથા અનેકરૂપની ક્રિયા કહીએ. ભિન્ન-ભિન્ન સત્તાને પ્રધાનપણે (સર્વથા) એકતા હોય નહિ; દરેક જીવદ્રવ્યમાં ઔદયિકભાવ અન્યઅન્યરૂપ (ભિન્ન ભિન્ન) હોય; તે ઔદયિકભાવ-અનુસાર જ્ઞાનની અન્ય-અન્યતા જાણવી. પરંતુ વિશેષ એટલે કે કોઈ જાતનું જ્ઞાન એવું ન હોય કે પરસત્તાવલંબનશીલ થઈને મોક્ષમાર્ગ સાક્ષાત્ કહે. –કેમ? કે અવસ્થાના પ્રમાણમાં પરસત્તાવલંબક છે પણ તે પરસત્તાવલંબી જ્ઞાનને પરમાર્થતા કહેતા નથી. જે જ્ઞાન હોય તે સ્વસત્તાવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન.”
જુઓ, આ ધર્માની વિચારધારા! ધર્માત્મા પરદ્રવ્યને તો પોતાથી ભિન્ન જાણે છે, તે તો જુદા છે જ, એટલે તેમાં કાંઈ છોડવાપણું કે ગ્રહવાપણું આત્માને નથી. તે સમસ્ત પરદ્રવ્યો તો શેયરૂપ છે.
હવે જે કાંઈ ગ્રહવા જેવું કે છોડવા જેવું છે તે પોતામાં જ છે. પોતાની અવસ્થામાં જે અશુદ્ધતા છે તે હેય છે; અશુભરાગ હો કે શુભરાગ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ : અધ્યાત્મ-સંદેશ
હો-તે અશુદ્ધ છે તેથી હૈય છે. તેના કોઈ પણ અંશને ધર્મી જીવ ઉપાદેય માનતા નથી.
પોતાના દ્રવ્યની શુદ્ધતા તે જ ઉપાદેય છે. શુદ્ધ દ્રવ્યને દૃષ્ટિમાં લઈને તેમાં એકાગ્રતા કરતાં પર્યાય પણ શુદ્ધ થતી જાય છે. પર્યાયઅપેક્ષાએ પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ ઉપાદેય છે, સમ્યગ્દર્શનાદિ શુદ્ધપર્યાય પણ ઉપાદેય છે. શુદ્ધ દ્રવ્યને શ્રદ્ધા-જ્ઞાનમાં લીધું તેણે શુદ્ધ દ્રવ્યને ઉપાદેય કર્યું કહેવાય. આ રીતે પોતાના દ્રવ્યની જે શુદ્ધતા છે તે જ ઉપાદેય છે. એ સિવાય સમસ્ત પદ્રવ્ય તો માત્ર જ્ઞેય છે. –તે નથી હેય કે નથી ઉપાદેય.
પ્રશ્ન:- પરદ્રવ્ય હૈય કે ઉપાદેય નથી, તો શું સિદ્ધ ભગવાન વગેરે પંચપરમેષ્ઠી પણ ઉપાદેય નહિ?
ઉત્તર:- ધીરા થઈને આ વાત સમજવા જેવી છે, ભાઈ! શું સિદ્ધ ભગવાનનો કે પંચપરમેષ્ઠીમાંથી કોઈનો એકેય અંશ તારામાં આવે છે? એનો કોઈ અંશ તો તારામાં આવતો નથી તો તું એને ઉપાદેય કઈ રીતે કરીશ? હા, તને જો પંચપરમેષ્ઠીપદ ખરેખરૂં પ્રિય અને ઉપાદેય લાગે છે તો તારા દ્રવ્યની શુદ્ધતા તરફ જા ને તેમાંથી શુદ્ધ પર્યાયરૂપ પરમેષ્ઠીપદ પ્રગટ કર; એ રીતે તું પોતે જ પંચપરમેષ્ઠીમાં ભળી જા. તેથી કહ્યું છે કે ‘પંચપદ વ્યવહારથી, નિશ્ચયે આત્મામાં જ.' –એટલે આત્મસન્મુખ થવું તે
જ પંચપરમેષ્ઠીને ઉપાદેય કરવાની રીત છે.
વળી સિદ્ધ વગેરેને અહીં જ્ઞેય કહ્યા છે; હવે તેમનું સ્વરૂપ વિચારીને જો તેમને ખરેખર જ્ઞેય બનાવે તો તે જ્ઞાનમાં પોતાનો શુદ્ધઆત્મા ઉપાદેય થઈ જ જાય-એવો નિયમ છે. પોતાના શુદ્ધઆત્માને જે જ્ઞાન ઉપાદેય નથી કરતું તે જ્ઞાન સિદ્ધ વગેરે પંચપરમેષ્ઠીનું વાસ્તવિક સ્વરૂપ પણ ઓળખી શકતું નથી એટલે તેમને ખરેખર શેય બનાવી શકતું નથી, તેમજ પરભાવોને તે હેય પણ બનાવી શકતું નથી. આ રીતે જ્યાં શુદ્ધાત્માનું ઉપાદેયપણું છે ત્યાં જ સિદ્ધ વગેરેનું જ્ઞેયપણું અને ૫૨ભાવોનું હૈયપણું છે. હૈય-જ્ઞેય ને ઉપાદેયની આવી પદ્ધત્તિ ધર્માત્માને જ હોય છે. અજ્ઞાનીને તેમાં વિપરીતતા હોય છે.
શુદ્ધઆત્માને ઉપાદેય કરીને જેમ જેમ સ્વસન્મુખતા વધતી જાય તેમ તેમ ૫૨ભાવો છૂટતા જાય, ને જ્ઞાનશક્તિ વધતી જાય; શુદ્ધતા વધતાં ગુણસ્થાન પણ વધે. જ્ઞાનીને જેમ જેમ ગુણસ્થાન વધતું જાય તેમ તેમ હૈયજ્ઞેયઉપાદેયશક્તિ વધતી જાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકો : ૧૫૫ પ્રશ્ન – જ્ઞાનીને જેમ જેમ ગુણસ્થાન વધે તેમ તેમ અશુદ્ધતા છૂટતી જાય ને શુદ્ધતા વધતી જાય, એટલે હેય ને ઉપાદેય શક્તિ તો વધતી જાય, પણ ગુણસ્થાનઅનુસાર જ્ઞાન પણ વધે-એ કઈ રીતે ? કોઈને ચોથું ગુણસ્થાન હોય છતાં અવધિજ્ઞાન હોય છે, ને કોઈને બારમું ગુણસ્થાન હોય છતાં અવધિજ્ઞાન નથી હોતું, તો ગુણસ્થાન વધતાં જ્ઞાનશક્તિ વધી-એ નિયમ કયાં રહ્યો?
ઉત્તરઃ- અહીં સ્વયને જાણવાની પ્રધાનતા છે, કેમકે મોક્ષમાર્ગ સાધવાનું પ્રકરણ છે. મોક્ષમાર્ગ કાંઈ અવધિજ્ઞાનથી નથી સધાતો, મોક્ષમાર્ગ તો સમ્યક મતિ-શ્રુતજ્ઞાન વડે શેયને પકડવાથી સધાય છે, અને સ્વયને પકડવાની આવી જ્ઞાનશક્તિ તો ગુણસ્થાન વધતાં નિયમથી વધે જ છે. ચોથા ગુણસ્થાનવાળા અવધિજ્ઞાની કરતાં, અવધિજ્ઞાન વગરના બારમા ગુણસ્થાનવાળા જીવને જ્ઞાનમાં સ્વયને પકડવાની શક્તિ ઘણી વધી ગઈ છે. સ્વય તરફ ઢળતું જ્ઞાન જ મોક્ષમાર્ગરૂપ પ્રયોજનને સાધે છે.
હવે, ગુણસ્થાન પ્રમાણે જ્ઞાનશક્તિ વધતી જાય એ ખરું, પણ એક ગુણસ્થાને ઘણા જીવો હોય તે બધાયને જ્ઞાન કાંઈ સરખું નથી હોતું, તેમજ તેમની બધાની ક્રિયા પણ સરખી નથી હોતી. એક ગુણસ્થાનવર્તી અનેક જીવોને જ્ઞાનાદિમાં તારતમ્યતા હોય પણ તેમાં વિરુદ્ધ જાત ન હોય. ચોથા ગુણસ્થાને અસંખ્ય જીવો છે તેમનો ઉદયભાવ જુદો, પણ તે બધાયા જ્ઞાનીના જ્ઞાનની જાતિ તો એક જ. બધાય જ્ઞાનીનું જ્ઞાન સ્વાશ્રયે જ મોક્ષમાર્ગ જાણે; પરાશ્રયે મોક્ષમાર્ગ માને એવું કોઈ જ્ઞાનીનું જ્ઞાન ન હોય. ઉદયભાવ તથા જ્ઞાનનો ક્ષયોપશમભાવ એક ગુણસ્થાને બધા જ્ઞાનીને ભિન્ન ભિન્ન પ્રકારનો હોય, છતાં તે ઉદયભાવના આધારે કાંઈ જ્ઞાન નથી, જ્ઞાન તો સ્વયાનુસાર છે. સ્વયનું જ્ઞાન બધા જ્ઞાનીને હોવાનો નિયમ છે, પણ અમુક ઉદયભાવ હોવો જોઈએ કે અમુક બહારનું જાણપણું હોવું જોઈએ-એવો કોઈ નિયમ નથી. કેમકે આત્માનુભવ તે મોક્ષમાર્ગ છે. આ સંબંધી “કલશટીકા માં સરસ વાત કરી છે. ત્યાં કહે છે કે
“आत्मानुभव परद्रव्यकी सहायतासे रहित है। इस कारण अपने ही में अपनेसे आत्मा शुद्ध होता है।।... जीव वस्तुका जो प्रत्यक्षरूपसे आस्वाद, उसको नामसे आत्मानुभव ऐसा कहा जाय अथवा ज्ञानानुभव ऐसा कहा जाय। नामभेद है, वस्तुभेद नहीं है। ऐसा जानना कि आत्मानुभव मोक्षमार्ग है। इस प्रसंगमें ओर भी संशय होता है कि, कोइ जानेगा कि द्वादशांगज्ञान कुछ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ : અધ્યાત્મ-સંદેશ अपूर्व लब्धि है। उसके प्रति समाधान इस प्रकार है कि द्वादशांगज्ञान भी विकल्प है। उसमें भी ऐसा कहा है कि शुद्धात्मानुभूति मोक्षमार्ग है। इसलिये शुद्धात्मानुभूति के होनेपर शास्त्र पढनेको कुछ अटक नहीं હૈ” (જાઓ કલશ ૧૩).
બારસંગ પણ એમ જ કહે છે કે શુદ્ધાત્મામાં પ્રવેશીને જે શુદ્ધાત્માનુભૂતિ થઈ તે જ મોક્ષમાર્ગ છે જ્યાં શુદ્ધાત્માનુભૂતિ થઈ ત્યાં પછી કોઈ એવો નિયમ કે ટેક નથી કે આટલા શાસ્ત્ર જાણવા જ જોઈએ, અથવા આટલા શાસ્ત્રો જાણે તો જ મોક્ષમાર્ગ થાય; વિશેષ શાસ્ત્રજ્ઞાન હો ન હો પણ જ્યાં શુદ્ધાત્માનુભૂતિ થઈ ત્યાં મોક્ષમાર્ગ થઈ જ ગયો.
- સાધકના જ્ઞાનમાં કંઈક પરાવલંબન પણ છે, પરંતુ તેથી કાંઈ તેનું જ્ઞાન મિથ્યાજ્ઞાન નથી, તેમજ તે પરાવલંબનને જ્ઞાની મોક્ષમાર્ગ પણ માનતા નથી. શુદ્ધાત્મઅનુભૂતિરૂપ જ્ઞાન જ મોક્ષમાર્ગનું સાધન છે. બારસંગમાં પણ શુદ્ધાત્માનુભૂતિ જ કરવાનો ઉપદેશ છે, ને તેને જ જિનશાસન કહ્યું છે. જેણે શુદ્ધાત્માની અનુભૂતિ કરી તેણે બારે અંગનો સાર મેળવી લીધો, પછી અમુક શાસ્ત્રોનાં ભણતર ભણવા પડે એવો કોઈ પ્રતિબંધ તેને નથી. બારસંગનું જ્ઞાન હો તો હો, ન હો તો પણ સ્વસત્તાના અવલંબને સ્વાનુભૂતિથી જ્ઞાતા મોક્ષમાર્ગને સાધે છે. ઉદયભાવ હોય તેનું અવલંબન જ્ઞાનીને નથી; ઉદયભાવ અવસ્થાના પ્રમાણમાં છે પણ તેના અવલંબને જ્ઞાન નથી. જ્ઞાન તો સ્વાનુભવ પ્રમાણ છે. પરસત્તાવલંબનશીલ જ્ઞાન તે પરમાર્થ નથી, મોક્ષમાર્ગ નથી, સ્વાનુભૂતિરૂપ સ્વસત્તાવલંબનશીલ જ્ઞાન તે જ પરમાર્થ છે, તે જ મોક્ષમાર્ગ છે.
અહો ! સ્વાનુભૂતિનો જ મહિમા છે. એ જ ખરી વિદ્યા છે. એના સિવાય બહારની વિધા કે શાસ્ત્રભણતરની વિધા તે પણ મોક્ષની સાધક નથી. સ્વસમ્મુખ વળે તે જ વિધા મોક્ષની સાધક થાય. અરે, જ્ઞાનીનુંય પરાલંબી જ્ઞાન મોક્ષસાધક નથી, તો અજ્ઞાનીના પરાલંબીજ્ઞાનની શી વાત? પરાશ્રયભાવના ડુંગરા ખડકે તો પણ તેમાંથી મોક્ષમાર્ગ ન નીકળે. સ્વાલંબનની કણિકા જાગે તેમાંથી મોક્ષમાર્ગ નીકળે.
આ રીતે જ્ઞાની સ્વસત્તા-અવલંબનશીલ જ્ઞાનને જ મોક્ષમાર્ગ સમજે છે, ઉદયના કે બહારના જાણપણાના અવલંબે તે મોક્ષમાર્ગ માનતા નથી; એટલે ઉદયભાવથી કે બહારના જાણપણા ઉપરથી ગુણસ્થાનનું માપ નીકળતું નથી પણ અંદરની શુદ્ધતા ઉપરથી તથા સ્વસત્તાનું અવલંબન કેવું છે તે ઉપરથી ગુણસ્થાનનું માપ નીકળે છે. ચોથા ગુણસ્થાને અસંખ્યાત જીવો, સામાન્યપણે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વનિકા : ૧૫૭
તે બધાને ગુણસ્થાન સરખું કહેવાય, દષ્ટિ બધાની સરખી, પણ જ્ઞાનનો ક્ષયોપશમભાવ સર્વપ્રકારે સરખો હોતો નથી, ક્ષયોપશમભાવનો તથા ઉદયભાવનો એવો સ્વભાવ છે કે તેમાં ભિન્ન ભિન્ન જીવોને તારતમ્યતા હોય છે. ક્ષાયિકભાવમાં તારતમ્યતા ન હોય, તેમાં તો એક જ પ્રકાર હોય છે. લાખો કેવળીભગવંતો તેમા ગુણસ્થાને બિરાજે છે, તેમને ક્ષાયિકભાવ સરખો છે પણ ઉદયભાવમાં ફેર છે. ચોથા ગુણસ્થાને અસંખ્યાત જીવોમાં ઉદયભાવમાં કોઈને મનુષ્યગતિનો ઉદય, કોઈને નરકાદિતિનો ઉદય, કોઈને હજા૨ જોજનની મોટી અવગાહનાનો ઉદય, કોઈને એક હાથ જેટલી અલ્પ અવગાહના, કોઈને અલ્પઆયુનો ઉદય, કોઈને અસંખ્યાત વર્ષોનું આયુષ, કોઈને અસાતા, કોઈને સાતા, -એમ ઘણા પ્રકારથી વિચિત્રતા હોય છે. એ જ રીતે જ્ઞાનમાં પણ ઉઘાડની વિચિત્રતા અનેક પ્રકારની હોય છે. હજી સાધકને જ્ઞાનઅવસ્થામાં કેટલુંક પરાવલંબીપણું પણ છે, કેમકે જ્યાંસુધી ઇન્દ્રિયજ્ઞાન છે ત્યાંસુધી પરાવલંબીપણું છે, પણ તે પરાવલંબીપણામાં મોક્ષમાર્ગ જ્ઞાની માનતા નથી. કોઈ જ્ઞાનીનું જ્ઞાન એવું ન હોય કે પરાશ્રયે મોક્ષમાર્ગ માને. પરાશ્રિત ભાવથી મોક્ષમાર્ગ માને તો તે ‘જ્ઞાન ' નહી પણ અજ્ઞાન. જ્ઞાનીને જ્ઞાનમાં અમુક પરાલંબીપણું હોવા છતાં મિથ્યાપણું નથી; પરાલંબીપણાને તે ઉપાદેયરૂપ કે મોક્ષમાર્ગ માનતા નથી. મોક્ષમાર્ગ તો સ્વાશ્રિત જ છે, –એમ તે નિઃશંક જાણે છે; એટલે હૈય-જ્ઞેય-ઉપાદેયનું સ્વરૂપ તે બરાબર જાણે છે.
ઉપાદેયરૂપ પોતાની શુદ્ધતા, હેયરૂપ પોતાની અશુદ્ધતા, અને શેયરૂપ અન્ય છ દ્રવ્યો. અહીં જ્ઞેયરૂપ ‘અન્ય છ દ્રવ્યો’ કહ્યા તેમાં જો કે સ્વદ્રવ્ય પણ શેયરૂપ તો છે પણ ઉપાદેયમાં તે આવી ગયું, કેમકે શુદ્ધદ્રવ્યને જાણે તો જ ઉપાદેય કરે ને ? જાણ્યા વિના કોને આદરશે ? આ રીતે ઉપાદેય કહેતાં ‘શેયપણું' તો આવી જ ગયું, એટલે જ્ઞેયમાં તેની વાત જીદી ન કરી. જ્યારે અન્ય જીવાદિ છ દ્રવ્યો તો માત્ર જ્ઞેયરૂપ જ છે.
હવે નવતત્ત્વમાં લઈએ તોઃ
શેયરૂપ તો બધાય તત્ત્વો છે;
ઉપાદેયરૂપ શુદ્ધજીવ તથા સંવ૨-નિર્જરા-મોક્ષ છે; હેયરૂપ પુણ્ય-પાપ-આસ્રવ ને બંધ છે.
અજીવતત્ત્વ ય નથી, ઉપાદેય નથી, માત્ર જ્ઞેય છે; એટલે જડકર્મ પણ ખરેખર હેય-ઉપાદેય નથી, તે માત્ર જ્ઞેય છે; છતાં, તેના આશ્રયે થતા પર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮ : અધ્યાત્મ-સંદેશ ભાવોને છોડાવવા (અને સ્વદ્રવ્યનો આશ્રય કરાવવા) ઉપચારથી તે અજીવ-કર્મને ‘ય’ પણ કોઈવાર કહેવાય છે, ત્યાં ખરેખર તો પરદ્રવ્યના આશ્રયે થતી અશુદ્ધતાનું જ હેયપણું બતાવવું છે.
અજ્ઞાની સ્વદ્રવ્યને ભૂલીને, પરદ્રવ્યને ગ્રહણ-ત્યાગ કરવા માંગે છે તે વિપરીત બુદ્ધિ છે; જ્ઞાનીને પરમાં ગ્રહણ-ત્યાગની બુદ્ધિ નથી. મારે છોડવા-યોગ્ય હોય તો મારી અશુદ્ધતા, ને ગ્રહવાયોગ્ય હોય તો મારી શુદ્ધતા-અહા! આવી બુદ્ધિમાં કોઈ ઉપર રાગ કે દ્વેષ ન રહ્યો, કયાંય પરાશ્રયબુદ્ધિ ન રહી, પોતામાં જ જોવાનું રહ્યું. ભાઈ, તું બીજા અજીવને કે પરને છોડવા માંગે છે, પણ–એક તો તે તારાથી છૂટા છે જ, અને બીજાં આકાશમાં એકક્ષેત્રે રહેવારૂપ તેનો સંયોગ તો સિદ્ધનેય નથી છૂટતો. જગતમાં છએ દ્રવ્યો સદાકાળ એકક્ષેત્રાવગાહે રહેલાં છે. માટે પરને છોડવાની તારી બુદ્ધિ મિથ્યા છે. એ જ રીતે, પરનો એક અંશ પણ કદી તારા સ્વરૂપમાં આવતો નથી, માટે પરને ગ્રહવાની બુદ્ધિ પણ મિથ્યા છે. જ્ઞાનીને પરના ગ્રહણ-ત્યાગની આવી મિથ્યાબુદ્ધિ હોતી નથી. જ્ઞાનીની ચાલ અનોખી છે. એની પરિણતિ અંતરમાં જે ગ્રહણ-ત્યાગનું કાર્ય ક્ષણે ક્ષણે કરી રહી છે તે બહારથી ઓળખાય તેવું નથી; તે ક્ષણેક્ષણે શુદ્ધસ્વભાવને ગ્રહે છે ને પરભાવોને ક્ષણેક્ષણે છોડે છે. સ્વભાવનું ગ્રહણ ને પરભાવનો ત્યાગ-આવા ગ્રહણ-ત્યાગ વડે તે મોક્ષને સાધે છે. પર દ્રવ્ય મને અશુદ્ધતા કરાવે એમ જે માને તે પરદ્રવ્યને હ્ય માનીને
દ્વષ કરે, પણ પોતાની અશુદ્ધતાને છોડવાનો ઉપાય કરે નહિ. પરના આશ્રયે મને શુદ્ધતા થાય એમ જે માને તે પરદ્રવ્યને ઉપાદેય
માનીને તેના રાગમાં રોકાઈ રહે પણ સ્વદ્રવ્યનો આશ્રય
કરીને શુદ્ધતાને તે સાથે નહિ.
આ રીતે નિમિત્તાધીનદષ્ટિમાં રોકાયેલા જીવો સ્વભાવનું ગ્રહણ કે પરભાવનો ત્યાગ કરી શકતા નથી એટલે મોક્ષને સાધી શકતા નથી.
અહો, એકવાર આ સમજે તો કેટલી વીતરાગતા થઈ જાય ! પરિણતિ સ્વાશ્રય તરફ વળીને મોક્ષ તરફ ચાલવા માંડે. એ ધર્મીની ચાલ છે. (ચાલ એટલે પદ્ધત્તિ; રીત; પરિણતિ માર્ગ.)
આ પંડિત બનારસીદાસજીએ ઉપાદાન-નિમિત્તના દોહા પણ રચ્યા છે, દોહા તો ફક્ત ૭ છે પણ તેમાં સ્પષ્ટતા ઘણી છે. તેમાં કહે છે કે
ધે વસ્તુ મરદય નાં તદ નિમિત્ત હૈ કોન ?” –જ્યાં બધી વસ્તુ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૫૯ અસહાયપણે (અન્યની સહાય વગર) સધાય છે ત્યાં નિમિત્તે તેમાં શું કરે છે?કંઈ જ નહિ; નિમિત્તે કાંઈ સહાય કરી છે એમ બનતું નથી. એટલે જેમ બાહ્યનિમિત્તો સહાયકારી નથી તેમ મોક્ષમાર્ગમાં શુભરાગરૂપ નિમિત્ત પણ સહાયકારી નથી, તે પણ મોક્ષમાર્ગમાં અકિંચિત્કર છે–એ વાત ખાસ સમજવી જરૂરી છે.
પ્રશ્ન - જીવને શુદ્ધતા-અશુદ્ધતામાં પરદ્રવ્ય નિમિત્ત છે કે નથી ?
તે નિમિત્ત હોય છે? -ના. તો શું નિમિત્ત ઉપાદેય છે? -ના. નિમિત્ત હેય નથી તેમ જ ઉપાદેય નથી, નિમિત્ત તો શેય છે.
પદ્રવ્યરૂપ જે નિમિત્ત છે તે તો હેય-ઉપાદેય નથી; તે ઉપરાંત અહીં તો રાગાદિરૂપ અશુદ્ધ વ્યવહારને પણ નિમિત્તમાં નાખ્યો છે, ને શુદ્ધ સદભુત વ્યવહારને જ ધર્મીના વ્યવહારમાં ગણ્યો છે. એટલે અહીં શુભરાગરૂપ જે નિમિત્તે કહ્યું છે તે હેય છે; કેમકે તે પોતાનો અશુદ્ધભાવ છે તેથી તે હેય છે. તેના વડે મોક્ષમાર્ગ સધાતો નથી. શુદ્ધતાની વૃદ્ધિ અનુસાર મોક્ષમાર્ગ સધાય છે.
અજ્ઞાની હેય-mય ઉપાદેયને બરાબર ઓળખતો નથી એટલે હેયજ્ઞય-ઉપાદેયની શક્તિ તેનામાં નથી; ધર્મી જીવ યરૂપ પરભાવોને હેય જાણે છે, ઉપાદેયરૂપ પોતાના શુદ્ધ દ્રવ્ય-પર્યાયોને ઉપાદેય જાણે છે અને શેયરૂપ સમસ્ત પદાર્થોને શેયરૂપ જાણે છે, એટલે હેય-શય-ઉપાદેયની શક્તિ તેને પ્રગટી છે. જ્ઞાતાની આ શક્તિ ગુણસ્થાનઅનુસાર વધતી જાય છે. જેમ કે
ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી કષાયનો ત્યાગ છે ને સમ્યકત્વ તથા સ્વરૂપાચરણરૂપ શુદ્ધિ પ્રગટી છે, તથા સ્વયને જાણું છે.
પાંચમાં ગુણસ્થાને તેને અનંતાનુબંધી તેમ જ અપ્રત્યાખ્યાની એ બે કષાયનો ત્યાગ થયો છે તથા સ્વરૂપાચરણ ઉપરાંત દેશસંયમચારિત્રની શુદ્ધિ પ્રગટી છે, એટલી હેય-ઉપાદેયશક્તિ વધી છે, અને સ્વયને પકડવાની શક્તિ પણ વધી છે.
- છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ત્રણ કષાયોના ત્યાગ જેટલી શક્તિ પ્રગટી છે ને સંયમદશાને યોગ્ય શુદ્ધતા વધી છે. એ રીતે ત્યાં હેયઉપાદેયશક્તિ વધી છે, અને સ્વયને પકડવાની શક્તિ પણ ખૂબ વધી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬O : અધ્યાત્મ-સંદેશ
આ રીતે ગુણસ્થાનઅનુસાર અશુદ્ધતા હેય થતી જાય છે (-છૂટતી જાય છે), શુદ્ધતા ઉપાદેય થતી જાય છે, એટલે હેય-ઉપાદેયશક્તિ વધતી જાય છે, જ્ઞાનની તાકાત પણ વધતી જાય છે, અને ક્રિયા (શુભરાગ તથા બાહ્યક્રિયા) તે-તે ગુણસ્થાનને યોગ્ય હોય છે. એક ગુણસ્થાને પણ ભિન્ન ભિન્ન અનેક જીવોને જુદી જુદી ક્રિયા હોય છે-પણ તે ગુણસ્થાનને યોગ્ય હોય તેવી જ ક્રિયા હોય, તેથી વિરુદ્ધ ન હોય. જેમ કે-કરોડો મુનિ છઠ્ઠી ગુણસ્થાને હોય છે તેમાં કોઈ સ્વાધ્યાયકિયા, કોઈ ધ્યાન, કોઈ આહાર, કોઈ વિહાર, કોઈ આલોચના, કોઈ પ્રાયશ્ચિત્ત, કોઈ ઉપદેશ, કોઈ તીર્થનંદના, કોઈ જિનસ્તવન, કોઈ દિવ્યધ્વનિશ્રવણ-એવી ભિન્ન ભિન્ન ક્રિયામાં પ્રવર્તતા હોય, –પણ ત્યાં કોઈ વસ્ત્ર પહેરતા હોય કે વાસણમાં જમતા હોય કે સદોષ આહાર લેતા હોય-એવી ક્રિયા છઠ્ઠી ગુણસ્થાને ન સંભવે. એ રીતે ચોથા ગુણસ્થાને જિનપ્રભુની પૂજા, મુનિવરો વગેરેને આહારદાન, સ્વાધ્યાય, શ્રવણ વગેરે શુભ, તેમજ વેપાર ગૃહકાર્ય વગેરે અશુભ, તથા કોઈ વાર સ્વરૂપનું ધ્યાન વગેરે ક્રિયાઓ હોય છે, પણ કુદેવ-કુગુરુનું સેવન, સીધી ત્રસહિંસા, કે માંસભક્ષણ વગેરે ક્રિયાઓ ત્યાં સંભવતી નથી. આમ રાગ અને બાહ્યક્રિયા તે છે કે નિમિત્ત છે પણ તે ગુણસ્થાન અનુસાર હોય છે. તેરમા ગુણસ્થાને કેવળજ્ઞાની પ્રભુને યોગનું કંપન, દિવ્યધ્વનિ કે ગગનમાં મંગલવિહાર જેવી ક્રિયાઓ હોય, પણ ત્યાં રોગ, ખોરાક, કે જમીન ઉપર ગમન વગેરે ક્રિયાઓ હોય નહિ. જે ભૂમિકામાં જેવી ક્રિયા ને જેવો રાગ ન સંભવે તેવી ક્રિયા ને તેવો રાગ ત્યાં માને તો તેને તે ભૂમિકાના સ્વરૂપની ખબર નથી, અને તે ભૂમિકાના યોગ્ય નિમિત્ત કેવા હોય તેને પણ તે ઓળખતો નથી.
હવે હેય બાબતઃ જે ભૂમિકામાં જે પ્રકારની અશુદ્ધતા બાકી હોય તેને ત્યાં હેયરૂપ જાણે; પણ તે ભૂમિકામાં જે પ્રકારની અશુદ્ધતાનો અભાવ જ હોય ત્યાં ય કોને કરવું? જેમકે છઠ્ઠી ગુણસ્થાને મિથ્યાત્વ-અવતાદિ ભાવ છૂટી ગયેલા જ છે એટલે ત્યાં હવે તેને છોડવાપણું બાકી નથી, તેથી ત્યાં યરૂપમાં તે અવતાદિ ન લેવાય; પણ તે ભૂમિકામાં મહાવ્રતાદિ સંબંધી જે શુભરાગ વર્તે છે તે રાગ જ ત્યાં હેયરૂપ છે. કેમકે છોડવાયોગ્ય તો પોતામાં હોય તેવી અશુદ્ધતા છે, પણ પોતામાં જે અશુદ્ધતા હોય જ નહિ તેને શું છોડવી ? માટે હેયપણું પણ ગુણસ્થાનઅનુસાર જાણવું. કેવળીભગવંતને હવે કાંઈ મિથ્યાત્વ કે રાગાદિને હેય કરવાપણું નથી રહ્યું, તેમને તો તે ભાવો છૂટી ગયેલા જ છે. જેનો અભાવ છે તેને છોડવું શું? એમ બધા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૬૧ ગુણસ્થાને, જે અશુદ્ધતા વિદ્યમાન હોય તેનું જ હેયપણું સમજવું. જેમ જેમ ગુણસ્થાન વધતું જાય તેમ તેમ યરૂપ ભાવો ઘટતા જાય છે, ને ઉપાદેયરૂપ ભાવો વધતા જાય છે; અંતે હેયરૂપ સમસ્ત ભાવો છૂટીને સર્વથા પ્રકારે ઉપાદેય એવી સિદ્ધદશા પ્રગટે છે. પછી ત્યાં હેયઉપાદેયપણાની કોઈ પ્રવૃત્તિ બાકી રહેતી નથી, એ કૃતકૃત્ય છે.
જાઓ, આમાં હેય-ઉપાદેયશક્તિ વધે તેમ તેમ ગુણસ્થાન વધે છેએમ કહ્યું, અને હેય-ઉપાદેય તો પોતાના અશુદ્ધ-શુદ્ધ ભાવો જ કહ્યા; પણ પદ્રવ્યના ગ્રહણ-ત્યાગઅનુસાર ગુણસ્થાન વધે એમ ન કહ્યું. વસ્ત્રાદિ છોડે માટે ગુણસ્થાન વધી જાય એવો નિયમ નથી પણ મિથ્યાત્વાદિ પરભાવ છોડ તેના પ્રમાણમાં ગુણસ્થાન વધે. અને ગુણસ્થાન વધતાં તેતે ગુણસ્થાન અનુસાર બહારનો ત્યાગ (જેમકે છઠે વસ્ત્રાદિનો ત્યાગ) તો સહજપણે સ્વયમેવ હોય. પણ તે ત્યાગનું કર્તાપણું આત્માને નથી, આત્માને તો તેનું જ્ઞાતાપણું છે. આત્માને તે જ્ઞયપણે છે, ઉપાદેયપણે નથી.
હેય-શૈય-ઉપાદેય સંબંધી જ્ઞાતાના વિચાર તો આવા હોય; આથી વિરુદ્ધ વિચાર હોય તો તે અજ્ઞાનીના વિચાર છે. મોક્ષમાર્ગ કાંઈ બે પ્રકારના નથી, મોક્ષમાર્ગનો એક જ પ્રકાર છે; સ્વાશ્રિતભાવરૂપ એક જ પ્રકારનો મોક્ષમાર્ગ છે, ને પરાશ્રિતભાવ તે મોક્ષમાર્ગ નથી. પરાશ્રિતભાવને જે મોક્ષમાર્ગ માને તેની ચાલ મોક્ષમાર્ગથી વિપરીત છે. સ્વાશ્રિતમોક્ષના માર્ગનું વર્ણન કરતાં સમયસાર ગા. ર૭૬-૨૭૭ માં કહ્યું છે કે-આચારાંગ આદિનું જ્ઞાન , નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા કે ઇ જીવનિકાયની દયાના શુભ પરિણામરૂપ વ્યવહારચારિત્ર-આવા જે પરાશ્રિતભાવો તેના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ માનવામાં દોષ આવે છે કેમકે અજ્ઞાનીનેય તેવા પરાશ્રિત જ્ઞાનાદિ હોવા છતાં તેને મોક્ષમાર્ગ હોતો નથી, અને જ્ઞાનીને ઉપલીદશામાં તેવા પરાશ્રિતભાવો ન હોય તોપણ મોક્ષમાર્ગ હોય છે. માટે પરાશ્રિતભાવોમાં મોક્ષમાર્ગ નથી. શુદ્ધઆત્મા જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો આશ્રય છે-એ એકાંત (અબાધિત) નિયમ છે. જ્યાં શુદ્ધાત્માનો આશ્રય છે ત્યાં જરૂર મોક્ષમાર્ગ છે; જ્યાં શુદ્ધાત્માનો આશ્રય નથી ત્યાં મોક્ષમાર્ગ નથી. આ રીતે મોક્ષમાર્ગ સ્વાશ્રિત છે. અને પરાશ્રિત મોક્ષમાર્ગ નથી તેથી પરાશ્રિત એવો વ્યવહાર નિષેધવાયોગ્ય છે. –હેય છે. સ્વસત્તાના અવલંબને જ ધર્મી જીવ મોક્ષમાર્ગને સાધે છે. પરાવલંબી જ્ઞાનાદિને ધર્મી જીવ મોક્ષમાર્ગ માનતા નથી.
અરે જીવ! તારી જ્ઞાનધારામાં પણ જેટલું પરાવલંબીપણું છે તે મોક્ષનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર : અધ્યાત્મ-સંદેશ કારણ નથી, તો પછી સર્વથા પરાવલંબી એવો રાગ તો મોક્ષનું કારણ
ક્યાંથી હોય? ને બહારના નિમિત્તો તો કયાંય બહાર રહ્યાં ! અરે, આવો દુર્લભ અવસર પામીને પણ હે જીવ! જો તેં તારા સ્વયને ન જાણ્યું ને સ્વાશ્રયે મોક્ષમાર્ગ ન સાધ્યો તો તારું જીવન વ્યર્થ છે. આ અવસર ચાલ્યો જશે તો તું પસ્તાઈશ.
પ્રશ્ન- અમારા નિમિત્તને અને વ્યવહારને તમે ભલે મહત્વ નથી આપતા, ને અધ્યાત્મને જ મહત્વ આપો છો, પણ જગતમાં તમારી આવી અધ્યાત્મની વાતનું તો કોણ પૂછે છે? અમારી વ્યવહારની ને નિમિત્તની વાતને તો બધા જાણે છે!
“નિમિત્ત કહે મોકો સબૈ જાનત હૈ જગ લોય, તેરો નામ ન જાનહી ઉપાદાન કો હોય?”
ઉત્તરઃ- ભાઈ, જગતના અજ્ઞાનીઓ મોક્ષમાર્ગની આવી અધ્યાત્મવાતને ભલે ન જાણે, પણ જગતના બધાય જ્ઞાનીઓ ને સર્વજ્ઞો તો એ વાત બરાબર જાણે છે. માટે
ઉપાદાન કહે રે નિમિત્ત ! તું કહા કરે ગૂમાન, મોકો જાનેં જીવ વે જો હું સમ્યકવાન.
જેઓ આ અધ્યાત્મનું સ્વરૂપ જાણે છે તેઓ જ મુક્તિને પામે છે; અજ્ઞાનીને તો નિશ્ચય-વ્યવહાર વગેરેની કાંઈ ખબર જ નથી એટલે તે આ વાત જાણે નહિ ને માનેય નહિ. અને જે જીવ આ વાત જાણે તે અજ્ઞાની રહે નહિ. આ તો આત્મહિતની અપૂર્વ અલૌકિક વાત છે. આવા સ્વાલંબી મોક્ષમાર્ગનું સ્વરૂપ જે સમજે તેને મોક્ષમાર્ગ પ્રગટયા વિના રહે નહિ.
હે બંધુ !
સંતોએ તને તારો જે પરમ સ્વભાવ સંભળાવ્યો, ને તે પ્રસન્નતાથી તેની હા પાડી... તો હવે તેના અનુભવમાં વિલંબ કરીશ નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મપદ્ધત્તિરૂપ સ્વાશ્રિત મોક્ષમાર્ગ છે;
ઉદયભાવના આશ્રયે મોક્ષમાર્ગ નથી
કોઈને પ્રશ્ન થાય કે જ્ઞાનીનેય સાધકદશામાં પરાવલંબી અનેક ઉદયભાવો તો હોય છે, તો તે મોક્ષમાર્ગ કેમ નથી?–તો તેના સમાધાનમાં કહે છે કે
" જ્ઞાનીને અવસ્થાના પ્રમાણમાં પરસત્તાવલંબક છે, પણ તે પરસત્તાવલંબી જ્ઞાનને પરમાર્થતા કહેતો નથી. સ્વસત્તાવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન. તે જ્ઞાનને સહકારભૂત-નિમિત્તરૂપ અનેક પ્રકારના
ઔદયિકભાવ હોય છે; જ્ઞાની તે ઔદયિકભાવનો તમાશગીર છે, પણ તેનો કર્તા નથી, ભોક્તા નથી કે અવલંબી નથી. તેથી કોઈ એમ કહે કે
સર્વથા અમુક પ્રકારનો ઔદયિકભાવ હોય તો જ અમુક ગુણસ્થાન કહીએ”—તો એ જૂઠો છે; તેણે દ્રવ્યના સ્વરૂપને સર્વથા પ્રકારે જાણ્યું નથી. -કેમ? કારણ કે, અન્ય ગુણસ્થાનોની તો વાત શું કહેવી, કેવળીઓને પણ ઔદયિકભાવનું નાનાપણું-અનેકપણું જાણવું. કેવળીઓના પણ
ઔદયિકભાવ એકસરખા હોય નહિ; કોઈ કેવળીને દંડ-કપાટરૂપ (સમુઘાતરૂપ) ક્રિયાનો ઉદય હોય, કોઈ કેવળીને તે ન હોય. એ પ્રમાણે કેવળીઓમાં પણ ઉદયની અનેકરૂપતા છે. તો બીજા ગુણસ્થાનોની તો વાત શું કહેવી? માટે ઔદયિકભાવોના ભરોસે જ્ઞાન નથી; જ્ઞાન સ્વશક્તિપ્રમાણ છે. સ્વપરપ્રકાશક જ્ઞાનની શક્તિ, જ્ઞાયકપ્રમાણ જ્ઞાન તથા યથાનુભવ પ્રમાણ સ્વરૂપાચરણચારિત્ર, –એ જ્ઞાતાનું સામર્થ્ય છે.”
ભૂમિકાઅનુસાર પરાશ્રિતભાવ હોય તે જુદી વાત છે, ને તે પરાશ્રિતભાવને મોક્ષમાર્ગ માની લેવો તે જાદી વાત છે. પરાશ્રિતભાવ તો જ્ઞાનીને ય હોય પણ તે તેને મોક્ષમાર્ગ માની લેતા નથી, શુદ્ધ સ્વભાવના આશ્રયે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ : અધ્યાત્મ-સંદેશ
(
મોક્ષમાર્ગ સાધતા જાય છે ને પરાશ્રિતભાવોને તોડતા જાય છે; કંઈક બાકી રહી જાય તેના તમાશગીર રહે છે. એકવીસ પ્રકારના ઉદયભાવ છે તેમાંથી મિથ્યાત્વાદિરૂપ ઉદયભાવો તો જ્ઞાનીને હોતા નથી. અને બાકીના જે ઉદયભાવો વર્તે છે તે જ્ઞાનની સાથે શેયપણે વર્તે છે, જ્ઞાની તેનો કર્તા નથી, તેનો ભોક્તા નથી, ને જ્ઞાનમાં તેનું અવલંબન પણ નથી. અંતરમાં સ્વભાવને અવલંબનારું જ્ઞાન તે જ મોક્ષમાર્ગ છે. બહારનું બીજું જાણપણું ઓછું હોય તો જ્ઞાનીને કાંઈ ખેદ નથી ને બહારનું જાણપણું વિશેષ હોય તો તેની કાંઈ મહત્તા નથી. કેમકે બહારના જાણપણા ઉપર મોક્ષમાર્ગનું માપ નથી. અવિધ-મન:પર્યયજ્ઞાન હોય તો જલદી મોક્ષ સધાય, ને તે ન હોય તો મોક્ષ સાધતાં વાર લાગે-એવો કોઈ નિયમ નથી. સ્વાનુભૂતિની ઉગ્રતાઅનુસાર મોક્ષ સધાય છે. વળી જ્ઞાનની સાથે (એકપણે નહિ પણ સહકારીપણે ) જે જે ઉદયભાવો વર્તે છે તેને જ્ઞાની જાણે છે, પણ તેનો આગ્રહ કે પક્કડ નથી; આવો જ રાગ ને આવી જ ક્રિયા હોય તો ઠીકએવી પરાવલંબનની બુદ્ધિ નથી. એક જ ગુણસ્થાને ભિન્ન ભિન્ન વિકલ્પો ને ભિન્ન ભિન્ન ક્રિયાઓ હોય છે, એક જીવને પણ એક જ પ્રકારનો વિકલ્પ સદાય રહેતો નથી, અનેક પ્રકારના વિકલ્પો હોય છે. કુંદકુંદસ્વામી, વીરસેનસ્વામી, જિનસેનસ્વામી કે સમંતભદ્રસ્વામી-એ બધાય મુનિવરો છઠ્ઠી-સાતમી ભૂમિકાએ મોક્ષમાર્ગમાં વર્તતા હતા, તેમાં એકને સમયસાર જેવું અધ્યાત્મશાસ્ત્ર રચવાનો વિકલ્પ આવ્યો, બીજાને પખંડાગમની ધવલાટીકા જેવા કરણાનુયોગની વૃત્તિ ઊઠી, ત્રીજાને તીર્થંકરોના પુરાણની ૨ચનારૂપ કથાનુયોગનો ભાવ આવ્યો ને ચોથાને રત્નકરડશ્રાવકાચાર જેવા ચરણાનુયોગના ઉપદેશની વૃત્તિ ઊઠી. -ભિન્ન ભિન્ન વિકલ્પ છતાં ભૂમિકા બધાની સરખી, અમુક વિકલ્પ હોય તો જ અમુક ગુણસ્થાન હોય-એમ વિકલ્પનો પ્રતિબંધ નથી. પણ જે વિકલ્પ હોય તે ભૂમિકાનું ઉલ્લંઘન કરે એવો (જેમકે છઠ્ઠા ગુણસ્થાને વસ્ત્રનો ) ન હોય. આ સંબંધી વિસ્તારપૂર્વક વિવેચન પહેલાં આવી ગયું છે.
જીઓ પાનું ૧૫૭ થી ૧૬૦
સાધકભાવની એક જ ધારા છે કે અંતરમાં ચૈતન્યની સ્વસત્તાનું જેટલું અવલંબન તેટલો સાધકભાવ. આવા સ્વાશ્રયભાવનો એક કણિયો પણ જેને જાગ્યો નથી તે પરાશ્રયભાવના ગમે તેટલા ડુંગરા ખોદે તોપણ ‘ ખોદ્યો ડુંગર ને કાઢયો ઉંદર' એ કહેવતની જેમ તેના હાથમાં પણ કાંઈ આવવાનું નથી, તેણે તો ‘ખોદ્યો પરાશ્રયભાવનો ડુંગર ને કાઢયો સંસારરૂપી ઉંદર !'
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૬૫
કોઈ સ્વછંદી કહે કે-અમને સંસા૨સંબંધી અશુભવિકલ્પો ખાવાપીવા વગેરેના આવે છે, પણ ધર્મસંબંધી શુભવિકલ્પો ભક્તિ-પૂજનસ્વાધ્યાય વગેરેના નથી આવતા; વિકલ્પ તો ભૂમિકાઅનુસાર આવે એમ આપે જ કહ્યું છે!
તેનો ઉત્ત૨: હા, ભાઈ ! તારી ભૂમિકાને માટે એ વિકલ્પ યોગ્ય છે, સ્વછંદની ભૂમિકામાં તો એવા ઊંધા જ વિકલ્પ હોય ને! ધર્મની રુચિવાળા જીવની ભૂમિકામાં ધર્મસંબંધી વિચારો આવે, ને સંસારની રુચિવાળા જીવની ભૂમિકામાં સંસાર તરફના પાપવિચારો આવે. જેને સંસારના પાપભાવનો તીવ્રસ હોય એને ધર્મના વિચાર આવે જ કયાંથી? એવાની તો અહીં વાત કયાં છે? અહીં તો સાધકજીવ મોક્ષમાર્ગ કઈ રીતે સાધે છે, ને તે મોક્ષમાર્ગ સાધતાં સાધતાં વચ્ચે તેને કેવા કેવા ભાવો હોય છે-તેની વાત છે. મોક્ષમાર્ગના સાધકને જે શુભભાવ હોય તે પણ ઊંચી જાતના હોય, પાપની તીવ્રતાના ભાવ તો તેને કદી હોય જ નહીં. ભૂમિકાથી અવિરુદ્ધ જે શુભ કે અશુભ હોય તેનો પણ ધર્મી જ્ઞાતા રહે છે–સાક્ષી રહે છે–તટસ્થ રહે છે, તે ઉદયભાવના પ્રવાહમાં પોતે તણાઈ જતો નથી. બે જીવો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય, એક ધ્યાનમાં બેઠા હોય ને બીજા યુદ્ધમાં ઊભા હોય, ત્યાં યુદ્ધમાં ઊભેલાને એમ શંકા નથી પડતી કે અરે, આ ધ્યાનમાં ને હું યુદ્ધમાં! તો મારું સમ્યગ્દર્શન કાંઈ ઢીલું હશે ! કે મારા જ્ઞાનમાં કાંઈ દોષ હશે! આવી શંકા સમિતીને કદી પડતી નથી. તે નિઃશંક છે કે મારું સમ્યગ્દર્શન મારા સ્વભાવના અવલંબને છે તે કાંઈ આ ઉદયભાવમાં ચાલ્યું જતું નથી. રાગ વખતે રાગથી જાદી એક ચૈતન્યધારા જ્ઞાનીને વર્તી રહી છે. -એ ધારાનું નામ અધ્યાત્મપદ્ધત્તિ છે, તે ઠેઠ કેવળજ્ઞાનમાં જઈને મળે છે.
વાહ! મોક્ષમાર્ગ સ્વાશ્રિત છે, પરાશ્રિત નથી-એ સિદ્ધાંત પંડિતજીએ કેટલો સ્પષ્ટ કર્યો છે! જીવનો પાશ્રિત-ક્ષયોપશમભાવ પણ મોક્ષનું કારણ નથી તો પછી પરાશ્રિત-ઉદયભાવ તો મોક્ષનું કા૨ણ કેમ હોય ? બહારની વાત તો કાઢી નાંખી, રાગ પણ કાઢી નાખ્યો ને અંદરનો ક્ષયોપશમભાવ પણ જે પરાશ્રિત છે તેને મોક્ષમાર્ગમાંથી કાઢી નાંખ્યો. સ્વાશ્રિતભાવો જ મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગમાં સાથે ઉદયભાવ હોય અથવા રાગાદિરૂપ અશુદ્ધ વ્યવહાર હોય, -પણ શું તેના અવલંબને મોક્ષમાર્ગ
છે ?-ના. સમ્યગ્દષ્ટિને તો તે વ્યવહારથી ‘મુક્ત’ કહ્યો છે, માટે તેને તેનું અવલંબન નથી. જેમ કેવળીપ્રભુ ઉદયના જ્ઞાતા છે તેમ છદ્મસ્થજ્ઞાની પણ ઉદયના જ્ઞાતા છે, તેની પરિણતિ ઉદયભાવને તોડતી અધ્યાત્મધારામાં આગે બઢી રહી છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ : અધ્યાત્મ-સંદેશ
જાઓ તો ખરા, ગૃહસ્થ-શ્રાવકોને પણ અધ્યાત્મનો કેવો પ્રેમ છે! ને કેવી સરસ વાત કરી છે! આ પં. બનારસીદાસજીએ ઉપાદાનનિમિત્તના પણ સાત દોહરા કરીને, ઉપાદાનની એકદમ સ્વતંત્રતા સાબિત કરી છે. કોઈ કહે છે કે એ તો એમણે ઉપાદાનની ભાવુકતાવશે લખ્યું છે ! પણ ભાઈ ! તું નિમિત્તની ભાવુકતાવશ એની ના પાડે છે! ઉપાદાનની સ્વતંત્રતાનો સિદ્ધાંત તને નથી બેસતો એટલે “ભાવુકતા” કહીને તારે એને ઉડાડવો છે. પણ એમણે તો સત્યસિદ્ધાંત પ્રસિદ્ધ કર્યો છે. અને સત્યસિદ્ધાંત તરફથી ભાવુકતા હોય તો તેમાં શું દોષ છે? તને તો હજી બહારની ક્રિયાનું (જડની ક્રિયાનું) અકર્તાપણું પણ નથી બેસતું તો પછી, સમકિતી ઉદયભાવનો ય અકર્તા છે એ વાત કયાંથી બેસશે? અને બહાર જતું જ્ઞાન પણ મોક્ષનું સાધક નથી-એ વાત તને કેમ સમજાશે?
* ધર્માજીવ જ્ઞાનની સ્વસંવેદનધારાથી મોક્ષ લેશે. * બહારના જ્ઞાનની ધારા કાંઈ મોક્ષ નહિ આપે. * તો પછી, રાગ કે જડની ક્રિયા તો મોક્ષ કયાંથી આપે ?
આવું જાણે ત્યાં બહારના જાણપણાનો વધુ ક્ષયોપશમ હોય કે પુણ્યોદય વિશેષ હોય તો પણ તેનો ગર્વ જ્ઞાનીને હોતો નથી. અરે, જે મારા મોક્ષનું કારણ નહિ તેનો ગર્વ શો? સ્વાનુભવમાં મને જે કામ ન આવે તેનો મહિમા શો? બાર અંગ જાણતા ન હોય છતાં જ્ઞાનીને કોઈવાર એવી લબ્ધિ ઊઘડી જાય કે શ્રુતકેવળી જેવો જ નિઃશંક જવાબ ગમે તેવા સૂક્ષ્મતત્ત્વોમાં પણ આપે. છતાં એ ઉઘાડનો ગર્વ કે મહત્તા જ્ઞાનીને નથી. જ્ઞાનીની ખરી શક્તિ સ્વસંવેદનમાં છે. સ્વસંવેદનને ઓળખે એને જ્ઞાનીના ખરા મહિમાની ખબર પડે. કોઈને બાર અંગનું જ્ઞાન ન હોય તોપણ સ્વાનુભવના જોરે મોક્ષમાર્ગને સાધીને જ્ઞાતા કેવળજ્ઞાન લેશે.
પરાશ્રિત રાગ કે પરાશ્રિત જ્ઞાન તે મોક્ષમાર્ગ નથી. સ્વાનુભૂતિનું સામર્થ્ય તે જ મોક્ષમાર્ગ છે. પરાશ્રય વગરનો આવો મોક્ષમાર્ગ જ્ઞાતા જ સાધી જાણે છે, અજ્ઞાની તેને જાણી શકતો નથી. અહો, આ તો અહંતોનો-શૂરવીરોનો માર્ગ છે; આ કાંઈ કાયરોનો માર્ગ નથી. સમસ્ત પરભાવોને હેય કરીને અને શુદ્ધતાને ઉપાદેય કરીને ઊભો થાય એવો હરિનો માર્ગ છે શૂરવીરોનો એટલે કે સ્વાશ્રય કરનારાઓનો માર્ગ છે, તેમાં કાયરોનું એટલે પરાશ્રય કરનારાનું કામ નથી. વીતરાગી મોક્ષમાર્ગનો પડકાર કરતાં સંતો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૬૭ કહે છે કે અરે, રાગને ધર્મ માનનારા કાયરો! તમે ચૈતન્યના વીતરાગ માર્ગે નહીં ચડી શકો. ચૈતન્યને સાધવાનો સ્વાધીન-પુરુષાર્થ તમે નહિ પ્રગટાવી શકો. સ્વાધીન ચૈતન્યનો તમારો પુરુષાર્થ ક્યાં ગયો? તમે ધર્મ કરવા નીકળ્યા છો, –તો ચૈતન્યશક્તિની વીરતા તમારામાં પ્રગટાવો; એ વીતરાગી વીરતા વડે જ મોક્ષમાર્ગ સધાશે. વ્યવહારના રાગની રુચિ આડે જીવને અંતરસ્વભાવમાં જવાનો ઉમંગ આવતો નથી. માટે રાગનો રસ છોડી ચૈતન્યસ્વભાવનો ઉત્સાહ કરો, –જેથી સ્વસત્તાના અવલંબન તરફ જ્ઞાન વળે ને મોક્ષમાર્ગને સાધે. અહો, આવા સ્વાનુભવજ્ઞાનથી મોક્ષમાર્ગને સાધનાર જ્ઞાનીના મહિમાની શી વાત!! એની દશાને ઓળખનારા જીવો ન્યાલ થઈ ગયા છે.
આનંદનો માર્ગ પણ આનંદરૂપ છે. મોક્ષ તે પરમ આનંદધામ છે ને તેનો માર્ગ પણ આનંદધામમાં જ છે. રાગ તો આકુળતાનું ધામ છે તે કાંઈ આનંદનું ધામ નથી, તેથી તેમાં મોક્ષમાર્ગ નથી. જેમ મોક્ષ આનંદસ્વરૂપ છે તેમ તેનો માર્ગ પણ આનંદસ્વરૂપ છે, એમાં આકુળતાનું સ્થાન નથી, એમાં રાગનું સ્થાન નથી. રાગ રાગમાં છે પણ મોક્ષમાર્ગમાં નથી. જે ભાવ મોક્ષમાર્ગરૂપ છે તેમાં રાગનો અભાવ છે. રાગ તે આનંદદાતા નથી, પણ દુ:ખદાતા છે; મોક્ષમાર્ગ તો આનંદદાતા છે, તે દુ:ખદાતા નથી.
F
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપસંહાર
卐
જુઓ, આ પં. શ્રી બનારસીદાસજીએ આ વનિકામાં જ્ઞાનીની ચાલ અર્થાત્ જ્ઞાનીની દશા કેવી છે, તે કઈ રીતે મોક્ષમાર્ગ સાધે છે, તે સંબંધી ઘણું કહ્યું; જ્ઞાનીની અધ્યાત્મપદ્ધત્તિનો મહિમા ઘણા પ્રકારે સમજાવીને મોક્ષમાર્ગ સ્પષ્ટ કર્યો. હવે અંતમાં ઉપસંહાર કરતાં કહે છે કે
แ આ વસ્તુઓનું વિવેચન કયાં સુધી લખીએ ? કયાં સુધી કહીએ ?–એ તો વચનાતીત, ઇન્દ્રિયાતીત, જ્ઞાનાતીત (ઇન્દ્રિયજ્ઞાનથી પાર) છે, તેથી આ વિચારો બહુ શું લખીએ? જે જ્ઞાતા હશે તે થોડું લખ્યું પણ ઘણું સમજી જશે. જે અજ્ઞાની હશે તે આ ચિઠ્ઠી સંભાળશે ખરો, પરંતુ સમજશે નહિ. આ વનિકા યથાયોગ્ય સુમતિપ્રમાણ કેવળીવચનઅનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે તેને ભાગ્યાનુસાર (એટલે કે તેની યોગ્યતાઅનુસાર) કલ્યાણકારી છે. ”
અહો, સાતાના સામર્થ્યનો મહિમા કોઈ અચિંત્ય છે; અધ્યાત્મપદ્ધત્તિરૂપ જે મોક્ષમાર્ગ, એટલે કે અંતરની શુદ્ઘપરિણિત તે વચનથી કે વિકલ્પથી પકડાય તેમ નથી. સ્વભાવ: અતર્તનોવર: તર્કથી સ્વભાવનો પાર ન પમાય, એ તો સ્વાનુભવગમ્ય છે. તેથી કહે છે કે કેટલુંક લખીએ ? અંત૨માં ઘણો મહિમા ભાસ્યો છે તે બધો શબ્દોમાં આવી શકતો નથી. પણ જે જીવ જ્ઞાતા હશે, પાત્ર હશે તે તો થોડામાં પણ અંતરનું રહસ્ય પકડી લેશે. અને જે અજ્ઞાની છે-વિપરીત રુચિવાળો છે તે તો ગમે તેટલું કહેવા છતાં સમજશે નહિ, અંતરદષ્ટિની આ વાત એના હૃદયમાં ઊતરશે નહિ. આ ચિઠ્ઠીમાં ૫૨માર્થનું રહસ્ય ભર્યું છે તેથી
આ પરમાર્થ વનિકા ' છે. આ ૫રમાર્થ વનિકા કેવળીના વચનઅનુસાર છે; ને યથાયોગ્ય મારી સુમતિથી લખી છે. આ ચિઠ્ઠીમાં કહેલા અધ્યાત્મભાવો જે સમજશે તેનું જરૂર કલ્યાણ થશે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૬૯ મોક્ષમાર્ગ શું અને બંધમાર્ગ શું, એ બંને માર્ગ આમાં સ્પષ્ટ જાદા ઓળખાવ્યા છે, તે પ્રમાણે સમજતાં સમ્યગ્દર્શન થાય ને સ્વાશ્રિત અધ્યાત્મપદ્ધત્તિ પ્રગટે, એટલે કે મોક્ષમાર્ગ શરૂ થાય, એ જ અપૂર્વ કલ્યાણ છે.
આ વચનિકાના પરમાર્થભાવો સમજીને જીવો આવું
અપૂર્વ કલ્યાણ પ્રાપ્ત કરો.
આ રીતે, પંડિત શ્રી બનારસીદાસજીએ લખેલ અધ્યાત્મરસભરપૂર પરમાર્થ-વચનિકા ઉપર લગભગ ૪૦૦ વર્ષ બાદ પૂ. શ્રી કાનજીસ્વામીના મોક્ષમાર્ગ-પ્રદર્શક પ્રવચનો પૂર્ણ થયા..... તે મુમુક્ષુ જીવોની સ્વાશ્રિત-મોક્ષમાર્ગની ભાવના
પૂર્ણ કરો.
અધ્યાત્મપદ્ધત્તિરૂપ પરિણમેલા સંતોને નમસ્કાર હો.
પ્રક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ – સંદેશ
[૩] સ્વાધીન પરિણમન અને મોક્ષમાર્ગ
શ્રીમાન પં. શ્રી બનારસીદાસજી-લિખિત
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી ઉપર પૂ. શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભાઈ, સંતોએ પોતે આત્મામાં જે કર્યું તે જ તને બતાવે છે. અહીં, આત્માના સ્વાનુભવથી મોક્ષને સાધવાનો આવો અવસર તને હાથમાં આવ્યો છે.... માટે હું જીવ! તું જાગ... ને તારા ઉપાદાનની સંભાળ કર. શુભથી આગળ જઈને શુદ્ધતાની અપૂર્વ ધારા ઉલ્લશાવ. सन्तोंके प्रतापसे सब अवसर आ चूका હૈ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની વ્યાખ્યા, અને તેનાં પ્રકારો
૫. શ્રી બનારસીદાસજીએ બે ચિઠ્ઠી લખી છે-એક તો પરમાર્થવનિકા અને બીજી ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી. પરમાર્થ વચનિકામાં સંસારી જીવની ત્રણ અવસ્થાઓ-અજ્ઞાનદશા, સાધકદશા અને કેવળજ્ઞાનદશા, તથા તેના નિશ્ચય-વ્યવહાર; આગમપદ્ધત્તિ, અને અધ્યાત્મપદ્ધત્તિ, અર્થાત્ સંસારમાર્ગ અને મોક્ષમાર્ગ સમ્યગ્દષ્ટિ-જ્ઞાતાના વિચાર અને તે કઈ રીતે મોક્ષમાર્ગ સાધે છે તેનું વર્ણન; મિથ્યાષ્ટિ કેમ મોક્ષમાર્ગને નથી સાધી શકતો તેનું વર્ણન; હેય-શૈય-ઉપાદેયનું સ્વરૂપ; જ્ઞાનનું અને મોક્ષમાર્ગનું સ્વાલંબીપણું-એ બધાનું ઘણું સ્પષ્ટીકરણ કર્યું છે. તે પરમાર્થવનિકા પંચાઈ ગઈ. હવે બીજી ચિઠ્ઠી ઉપાદાન-નિમિત્તની છે, તે વંચાય છે.
પ્રથમ જ કોઈ પૂછે છે કે નિમિત્ત શું? ઉપાદાન શું? તેનું વિવરણઃ નિમિત્ત તો સંયોગરૂપ કારણ, ઉપાદાન વસ્તુની સહજ શક્તિ.”
જાઓ, આ ઉપાદાન-નિમિત્તની વ્યાખ્યા. તદ્દન ટૂંકામાં સ્પષ્ટતા કરી દીધી છે. વસ્તુની જે સહજ શક્તિ છે તે ઉપાદાન છે. અને તે ઉપાદાન પોતાની સહજશક્તિથી જ્યારે કાર્ય કરતું હોય ત્યારે જે સંયોગરૂપ કારણો હોય તે નિમિત્ત છે. ઉપાદાન એટલે વસ્તુની સહજશક્તિ એમ કહ્યું તેમાં એકલી ત્રિકાળીશક્તિ ન સમજવી પણ દ્રવ્યગુણ-પર્યાય ત્રણેની શક્તિ તે ઉપાદાન છે. અને પર સંયોગ તે નિમિત્ત છે.
ઉપાદાન શું, નિમિત્ત શું, એમ બંનેનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા જેને જાગી છે, ને તેનું સ્વરૂપ પૂછે છે તેને આ વાત સમજાવે છે. ઉપાદાન અને નિમિત્ત બંને વસ્તુ ભિન્ન; એક સ્વભાવરૂપ, બીજી સંયોગરૂપ. ઉપાદાન-નિમિત્તના સાત દોહરામાં પણ પં. બનારસીદાસજી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ : અધ્યાત્મ-સંદેશ
ઉપાદાન નિજગુણ જહાં તહાં નિમિત્ત પર હોય;
ભેદજ્ઞાન પરવાનવિધિ વિરલા બૂઝે કોય. (૪) ભૈયા ભગવતીદાસજી પણ ઉપાદાન-નિમિત્તના દોહરામાં કહે છે કે
ઉપાદાન નિજશક્તિ હૈ જીયકો મૂલ સ્વભાવ,
હૈ નિમિત્ત પરયોગતે બન્યો અનાદિ બનાવ. (૩) અહીં નિમિત્તને સંયોગરૂપ કહ્યું, તે ઉપરાંત બીજા પ્રકારે પોતામાં ને પોતામાં ગુણભેદકલ્પના કરીને ગુણોમાં પરસ્પર નિમિત્તપણું કહેશે, એટલે એક જ દ્રવ્યના ભાવોમાં ઉપાદાન અને નિમિત્ત બને બતાવશે. જેમ કે જીવમાં જ્ઞાન ને ચારિત્ર બને ગુણોનું પરિણમન સહકારીપણે એકસાથે વર્તી રહ્યું છે તેમાં ચારિત્રને ઉપાદાન તરીકે અને જ્ઞાનને નિમિત્ત તરીકે વર્ણવશે, અને તેમાં શુદ્ધ-અશુદ્ધપણાની ચૌભંગી ઉતારશે.
અહીં પહેલાં ઉપાદાન-નિમિત્તની વ્યાખ્યા કરીને બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે. જે વસ્તુ પોતાની સહજ શક્તિથી કાર્યરૂપ પરિણમે છે તે ઉપાદાન છે, અને જે વસ્તુ સ્વયં કાર્યરૂપે પરિણમતી નથી પણ સંયોગરૂપ હોય છે તે નિમિત્ત છે. જેમ કે મોક્ષમાર્ગનું ઉપાદાન શુદ્ધઆત્મા પોતે, અને બહારમાં દેવ-શાસ્ત્ર–ગુરુ વગેરે સંયોગો તે નિમિત્ત; ઘડો થવાની સહજશક્તિ માટીની, અને કુંભાર-ચક વગેરે સંયોગો તે નિમિત્ત. આ રીતે ઉપાદાન અને નિમિત્ત બંને ભિન્નભિન્ન છે, ને ભિન્ન વસ્તુઓ એકબીજામાં કાંઈ કરે નહિ, એક-બીજાને પરિણમાવે નહિ-એ સિદ્ધાંત સમજી લેવો.
* ઉપાદાન એટલે શું? * વસ્તુની સહ૪શક્તિ તે ઉપાદાન; તેમાં પોતાના દ્રવ્ય-ગુણ
પર્યાય ત્રણે આવી ગયા. * નિમિત્ત એટલે શું? * સંયોગરૂપ કારણ તે નિમિત્ત; તે પોતાથી ભિન્ન પરવસ્તુ છે.
પોતાના દ્રવ્યગુણપર્યાય તે નિશ્ચયકારણ; સંયોગરૂપ કારણ તે વ્યવહાર-કારણ; વ્યવહાર કહો કે નિમિત્ત કહો.
* સંયોગીકારણો કાર્યમાં કંઈ કરે છે? * –નથી કરતા. * જો કાંઈ નથી કરતા તો તેને કારણ કેમ કહ્યા? કારણ તો
તેને કહેવાય કે કાર્યમાં જે કાંઈક કરે?
*
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૭૫
* સંયોગને ઉપચારથી કારણ કહ્યું છે, તે ખરેખર કારણ નથી. કયા કાર્ય વખતે કેવો સંયોગ હોય છે તે બતાવવા સંયોગને પણ આરોપથી કારણ કહ્યું છે, ખરેખર કાર્યમાં તે કાંઈ કરતું નથી. કાર્ય તો ઉપાદાન એકલું પોતાની સહજશક્તિથી કરે છે. * જો એકલા ઉપાદાનથી કાર્ય થાય છે તો પછી નિમિત્તની શું જરૂર પડી?
* કાર્ય વખતે એનું અસ્તિત્વ છે તે બતાવ્યું, તેમાં જરૂરની કયાં વાત છે ? આને તેની મદદની જરૂર ન હોય તેથી શું જગતમાંથી તેનું અસ્તિત્વ મટી જાય ? કાર્યની વિશેષતાઅનુસાર સંયોગમાં કેવી વિશેષતા હોય છે તે બતાવવા નિમિત્તોનું વર્ણન કર્યું છે; પણ કાંઈ કાર્યમાં તેનું કર્તૃત્વ બતાવવા તેને ‘નિમિત્તકારણ નથી કહ્યું. નિમિત્તો તો ધર્માશ્તિાયવત્ છે. -જેમ પોતાની સહજશક્તિથી ગતિ કરતા પદાર્થોને નિમિત્તકા૨ણ ધર્માસ્તિકાય છે, પણ તે કાંઈ પદાર્થોને ગતિકાર્ય કરાવતું નથી. બધા નિમિત્તોમાં પણ એ પ્રમાણે અકર્તાપણું સમજી લેવું.
જીવ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય પ્રગટ કરે તે પોતાની સહજ શક્તિથી પ્રગટ કરે છે, અને દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરેનો બાહ્યસંયોગ તેમાં નિમિત્ત છે, તેમજ રાગાદિ વિકાર પણ પોતે કરે છે ત્યારે કર્મ વગેરે બીજી ચીજોનો સંયોગ નિમિત્ત છે. પર્યાય અશુદ્ધ હો કે શુદ્ધ હો-તેનામાં પણ તેની કાર્યશક્તિ છે. કોઈને એમ લાગે કે દ્રવ્યમાં જ શક્તિ હોય ને પર્યાયમાં શક્તિ ન હોય, તો તે બરાબર નથી. પર્યાયમાં પણ તે તે સમયપૂરતું કાર્ય કરવાની શક્તિ છે.
હવે ઉપાદાન-નિમિત્તના બે પ્રકાર કહે છે
“ (૧) દ્રવ્યાર્થિક નિમિત્ત-ઉપાદાન, (૨) પર્યાયાર્થિક નિમિત્ત-ઉપાદાન.
દ્રવ્યાર્થિક નિમિત્ત-ઉપાદાન એ ગુણભેદકલ્પનારૂપ છે; પર્યાયાર્થિક નિમિત્ત-ઉપાદાન એ પ૨સંયોગકલ્પનારૂપ છે.
,,
(એ બંનેમાં ચૌભંગી કહેશે.)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ : અધ્યાત્મ-સંદેશ
જુઓ, આ ઉપાદાન-નિમિત્તની બે શૈલિ.
(૧) એક જ દ્રવ્યમાં ગુણભેદ પાડીને તેમાં ઉપાદાન-નિમિત્ત લાગુ પાડવા તે દ્રવ્યાર્થિક નિમિત્ત-ઉપાદાન છે; તેમાં ઉપાદાન ને નિમિત્ત બંને પોતામાં ને પોતામાં જ છે.
(૨) ભિન્ન ભિન્ન દ્રવ્યમાં લાગુ પડે તે પર્યાયાર્થિક નિમિત્તઉપાદાન છે; તેમાં ઉપાદાન સ્વ છે ને નિમિત્ત ૫૨સંયોગ છે.
અહીં દ્રવ્યાર્થિક એટલે દ્રવ્ય, અને પર્યાયાર્થિક એટલે પર્યાય, એવો અર્થ નથી, પણ ઉપાદાન-નિમિત્ત બંને એક જ દ્રવ્યના આશ્રયે હોય તેને અહીં દ્રવ્યાર્થિક કહ્યા છે, ને ભિન્ન ભિન્ન દ્રવ્યના આશ્રયે હોય તેને અહીં પર્યાયાર્થિક કહ્યા છે.
હવે તેમાં ગુણભેદ કલ્પનારૂપ જે દ્રવ્યાર્થિક ઉપાદાન-નિમિત્ત છે તેમાં ચૌભંગી કહે છે, તે સાંભળો.
જેને સ્વભાવનો રંગ લાગ્યો તેને પરભાવની વાત રુચે નહિ. આત્માના સ્વભાવનો જેને રંગ લાગ્યો તેને સ્વભાવની વાત જ પોતાની લાગે છે ને પરભાવની વાત પારકી લાગે છે; એટલે સ્વભાવ તરફ જ એને ઉલ્લાસ આવે છે
ને પરભાવોમાં એને ઉલ્લાસ આવતો નથી. આવો જીવ પરભાવોથી જુદો પડી શુદ્ધ સ્વભાવને અનુભવે જ છે, કેમકે
એને રંગ લાગ્યો છે સ્વભાવનો.
卐
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એક જ દ્રવ્યમાં ઉપાદાન ને નિમિત્ત; તે સંબંધમાં ચારિત્ર ને જ્ઞાનનું દૃષ્ટાંત
ક
“જીવદ્રવ્ય, તેના અનંતગુણ, સર્વગુણ અસહાય, સદાકાળ સ્વાધીન; તેમાં બે ગુણને પ્રધાન સ્થાપ્યા; તેના પર ચૌભંગીનો વિચાર. એક તો જીવનો જ્ઞાનગુણ, અને બીજો જીવનો ચારિત્રગુણ. એ બંને ગુણ શુદ્ધરૂપ જાણવા, અશુદ્ધરૂપ પણ જાણવા; યથાયોગ્ય સ્થાનક માનવા. . એ બંનેની ગતિ ન્યારી ન્યારી, શક્તિ ન્યારી ન્યારી, જાતિ ન્યારી ન્યારી, સત્તા જારી ન્યારી.”
જગતમાં અનંત જીવો છે, દરેક જીવમાં અનંત ગુણો છે; તે સર્વે ગુણો અસહાય છે, તેમના પરિણમનમાં પરની તો સહાય નથી, તે પોતાના ગુણોમાં પણ પરસ્પર એકબીજાની સહાય નથી. બીજાની સહાય વગર દરેક ગુણ સદાકાળ સ્વાધીનપણે પરિણમી રહ્યો છે, એવી તેની સહજ શક્તિ છે. જીવના અનંતા ગુણોમાંથી, અહીં ચૌભંગી સમજાવવા માટે જ્ઞાન ને ચારિત્ર એ બે ગુણ મુખ્ય લીધા. અને તે બંને ગુણો શુદ્ધ તથા અશુદ્ધ પર્યાયરૂપ જાણવા એ રીતે કૂલ ચાર ભંગ થયા:
(૧) જ્ઞાનની શુદ્ધપર્યાય (૩) ચારિત્રની શુદ્ધપર્યાય
(૨) જ્ઞાનની અશુદ્ધપર્યાય (૪) ચારિત્રની અશુદ્ધપર્યાય.
એમાંથી ચારિત્રને ઉપાદાનરૂપ તથા જ્ઞાનને નિમિત્તરૂપ ગણીને ચૌભંગી કહેશે. પણ તે પહેલાં એ બંને ગુણોમાં ભિન્નપણું ક્યા પ્રકારે છે તે બતાવે છે.
વસ્તુપણે અનંત ગુણો અભેદ હોવા છતાં અહીં તેમાં ગુણભેદકલ્પનાથી ઉપાદાન-નિમિત્તપણું બતાવવું છે. તેથી કહે છે કે જ્ઞાન ને ચારિત્ર એ બંનેની ગતિ જુદી છે એટલે બંનેનું પરિણમન ભિન્ન ભિન્ન પ્રકારનું છે. બંનેની શક્તિ જાદી છે અર્થાત્ બંનેનું કાર્ય જાદુ છે, બંનેની જાતિ જુદી છે ને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ : અધ્યાત્મ-સંદેશ
બંનેની સત્તા પણ જુદી છે; દ્રવ્ય અપેક્ષાએ એક સત્તા છે પણ ગુણઅપેક્ષાએ ભિન્ન ભિન્ન સત્તા છે. આમ બંનેમાં ભિન્નતા છે. જીઓ, ૫૨થી તો અત્યંત ભિન્નતા છે ને પોતામાં પણ એક ગુણને બીજા ગુણથી ભિન્નતા છે; પ્રદેશભેદ નથી પણ ગુણભેદ છે. હવે જ્ઞાન ને ચારિત્રની ભિન્નતાના પ્રકારોનું વિવેચન કરે છે–
“જ્ઞાનગુણની તો
જ્ઞાન અજ્ઞાનરૂપ ગતિ, સ્વપરપ્રકાશક શક્તિ.
જ્ઞાન (સમ્યક્ )રૂપ તથા મિથ્યાત્વરૂપ જાતિ,
દ્રવ્યપ્રમાણ સત્તા.
પરંતુ એક વિશેષતા એટલી કે જ્ઞાનરૂપ જાતિનો નાશ થતો નથી, જ્યારે મિથ્યાત્વરૂપ જાતિનો નાશ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થતાં થાય છે. આ તો જ્ઞાનગુણનો નિર્ણય થયો.
હવે ચારિત્રગુણનું વિવેચન કહે છેસંક્લેશ વિશુદ્ધરૂપ ગતિ, સ્થિરતા અસ્થિરતા શક્તિ, મંદ તીવ્રરૂપ જાતિ,
દ્રવ્યપ્રમાણ સત્તા.
પરંતુ તેમાં એક વિશેષતા કે મંદતાની સ્થિતિ ચૌદમા ગુણસ્થાનપર્યંત હોય છે અને તીવ્રતાની સ્થિતિ પાંચમા ગુણસ્થાન સુધી હોય છે. આ તો બંનેના ગુણભેદ ન્યારા ન્યારા કહ્યા.
י
(૧) ગતિ એટલે પરિણતિ, પર્યાય; જ્ઞાનની ગતિ એટલે જ્ઞાનનું પરિણમન બે પ્રકારે-એક જ્ઞાનરૂપ, બીજું અજ્ઞાનરૂપ, જ્ઞાનરૂપે કે અજ્ઞાનરૂપે જ્ઞાનગુણ પોતાના કારણે જ પરિણમે છે. અને ચારિત્રગુણની ગતિ સંકલેશરૂપ અથવા વિશુદ્ધરૂપ છે. અહીં સંકલેશ એટલે અશુભ, તથા વિશુદ્ધ એટલે શુભ તથા શુદ્ધ બંને (જે લાગુ પડે તે) સમજવા. આ રીતે સંકલેશ અથવા વિશુદ્ધ પરિણામરૂપે પરિણમવાની શક્તિ ચારિત્રગુણની છે.
જીઓ, જ્ઞાનના પરિણામ જ્ઞાનરૂપ કે અજ્ઞાનરૂપ, અને ચારિત્રના પરિણામ સંકલેશરૂપ કે વિશુદ્ધરૂપ, -આમાં જગતના બધા જીવોના પરિણામ સમાઈ ગયા. જગતના અનંતાનંત જીવોના જ્ઞાન-ચારિત્ર સંબંધી જેટલા પરિણામો છે તે બધાય આ ચાર બોલમાં સમાઈ ગયા.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૭૯ (૨) શક્તિઃ જ્ઞાનની શક્તિ તો સ્વ-પર પ્રકાશક છે; સ્વ-પરને જાણે એવી જ્ઞાનની શક્તિ છે, પણ બીજાનું કાંઈ કરી ધે-એવી શક્તિ આત્માના એકેય ગુણમાં કે પર્યાયમાં નથી. ‘સ્વપરપ્રવેશવ શક્ટ્રિ
મારી...' જ્ઞાન પોતાની સહજ શક્તિથી સ્વ-પરને જાણે છે, તેમાં બીજાની સહાય નથી. અને, સ્થિરતા કે અસ્થિરતારૂપ ભાવ તે ચારિત્રની શક્તિ છે. શક્તિ એટલે ગુણનું કાર્ય. જ્ઞાનનું કાર્ય શું? કે સ્વ-પરને જાણવું; ચારિત્રગુણનું કાર્ય શું? કે સ્થિરતારૂપ કે અસ્થિરતારૂપ પરિણમવું. અસ્થિરપરિણતિરૂપે પણ ચારિત્રગુણ પોતાના ઉપાદાનભાવથી પરિણમે છે, ને સ્થિરતારૂપે પણ પોતાથી જ પરિણમે છે. એ તેની શક્તિ છે. આ રીતે જ્ઞાન ને ચારિત્ર બંનેની ભિન્ન ભિન્ન શક્તિ છે.
(૩) જાતિઃ જ્ઞાનના પરિણમનનો પ્રકાર સમ્યકરૂપ અથવા મિથ્યાત્વરૂપ એમ બે જાતનો છે, તેથી જ્ઞાનની સમ્યક અને મિથ્યા એમ બે જાતિ છે. તેમાં સમ્યગ્દર્શન થતાવેંત મિથ્યાજ્ઞાનની જાતનો નાશ થઈ જાય છે, પણ જ્ઞાનજાતનો કદી નાશ થતો નથી, એટલે સમ્યજ્ઞાનનો નાશ થતો નથી, અથવા તો જ્ઞાનની જાત પલટીને કદી જડ થઈ જતી નથી, જ્ઞાનની જાત સદા જ્ઞાનપણે જ રહે છે. સમ્યગ્દર્શન પહેલાં તે મિથ્યાજ્ઞાનરૂપ છે, ને સમ્યગ્દર્શન થતાં તે સમ્યજ્ઞાનરૂપ છે. એ રીતે સમ્યક અને મિથ્યા એ બે જાતિ છે. અને, ચારિત્રગુણના પરિણમનમાં તીવ્રરૂપ અથવા મંદરૂપ એ બે જાતિ છે. અહીં તીવ્રતા તથા મંદતા દોષ અપેક્ષાએ સમજવી, શુદ્ધતાની અપેક્ષાએ તીવ્રતા કે મંદતા ન સમજવી, - કેમ કે તીવ્રતા પાંચમા ગુણસ્થાન સુધી કહી છે ને મંદતા ચૌદમા ગુણસ્થાન સુધી કહી છે. પાંચમાં ગુણસ્થાન સુધી તીવ્રતા કહી એટલે ત્યાં એકલી તીવ્રતા ન સમજવી, મંદતા પણ ત્યાં હોય છે. પાંચમાથી ઉપર તીવ્રતા નથી હોતી, મંદતા ૧ થી ૧૪ ગુણસ્થાને ને તીવ્રતા ૧ થી ૫ ગુણસ્થાન સુધી હોય છે. દ્રવ્યના બધા ગુણો હજી શુદ્ધ નથી થયા તે અપેક્ષાએ ૧૪ મા ગુણસ્થાન સુધી ચારિત્રની અપૂર્ણતા ગણવામાં આવી છે, અને તેથી ત્યાંસુધી સંસાર છે; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેની પૂર્ણતા થતાં તે સમયે મોક્ષ કહ્યો છે. ચારિત્રનું આવું પરિણમન પોતાની જ શક્તિથી થાય છે, બીજા ગુણને કારણે પણ તે નથી તો પછી કર્મ વગેરે બીજા દ્રવ્યના કારણે ચારિત્રમાં દોષ થાય-એ વાત કયાં રહી ? વસ્તુનું પરિણમન સદાકાળ સ્વાધીન છે, તે બીજાના કારણે માનવું તે મૂઢતા છે. નિગોદદશાથી માંડીને ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમય સુધી ચારિત્રના પરિણમનના જેટલા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ : અધ્યાત્મ-સંદેશ પ્રકારો છે તે બધાય પરથી અસહાયપણે, ચારિત્રગુણના પોતાના કારણે જ છે; ચારિત્રગુણ પોતે તેનું ઉપાદાન છે.
(૪) સત્તાઃ જ્ઞાનની સત્તા આત્મદ્રવ્યપ્રમાણ છે, અને ચારિત્રની પણ સત્તા આત્મદ્રવ્યપ્રમાણ છે. એક જ દ્રવ્યના એ બંને ગુણો છે તેથી બંનેની સત્તા દ્રવ્યપ્રમાણ છે, દ્રવ્યઅપેક્ષાએ બંનેની સત્તા એક છે, પણ ગુણ-અપેક્ષાએ બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે. પ્રદેશો કાંઈ બંનેના જુદા નથી પણ ભાવઅપેક્ષાએ ભિન્નતા છે.
આ રીતે જ્ઞાન અને ચારિત્રના ગુણભેદ જાણવા. ગતિ, શક્તિ, જાતિ અને સત્તા એ ચાર પ્રકાર બતાવીને જ્ઞાન અને ચારિત્રની ભિન્નતા વર્ણવી. હવે તેની વ્યવસ્થા અર્થાત્ મર્યાદા બતાવે છે.
હે જીવ! તારા અનંત ગુણો જ તારા સદાયના સાથીદાર છે. આ સાથીદાર જ દુ:ખથી તારી રક્ષા કરનારા ને તને સુખ આપનારા છે. રાગ તો તારો સાથીદાર નથી, એ તો તારો વિરોધી છે, એ તને કાંઈ સુખ આપનાર નથી પણ દુ:ખ દેનાર છે; માટે તેનો સાથ છોડ, ભેદજ્ઞાન વડે એને પારકો બનાવ; ને તારા અંતર્મુખ સ્વ ગુણોને સ્વકીય બનાવીને તેનો સંગ કર... એ તને પરમ આનંદ આપશે.
F
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વાધીનતાનું
વિસ્તૃત વિવેચન
卐
66 શીન ચારિત્રને આધીન નથી, ને ચારિત્ર જ્ઞાનને આધીન નથી. બંને અસહાયરૂપ છે. આ તો મર્યાદા બાંધી. ”
"
જુઓ, અહીં વિષય શું છે? એક જ વસ્તુમાં ઉપાદાન અને નિમિત્ત બંને કઈ રીતે લાગુ પડે છે, તે વાત જ્ઞાન અને ચારિત્રનું દૃષ્ટાંત આપીને અહીં સમજાવી છે. પણ તે પહેલાં એ બંને ગુણની સ્વતંત્રતાની મર્યાદા બાંધે છે. સ્વતંત્રતા સ્થાપીને પછી બંનેમાં ઉપાદાન-નિમિત્તપણું કયા પ્રકારે છે તે કહેશે. આ પ્રમાણે સર્વત્ર ઉપાદાન-નિમિત્ત એ બંનેની સ્વતંત્રતા સમજી લેવી. બંનેની સ્વતંત્રતા સ્વીકાર્યા વિના ઉપાદાનનિમિત્તનું સાચું જ્ઞાન થાય નહિ. આવી વસ્તુની વ્યવસ્થા છે, વસ્તુની સ્થિતિ છે, વસ્તુની મર્યાદા છે.
જ્ઞાન ચારિત્રને આધીન નથી, ચારિત્ર જ્ઞાનને આધીન નથી; સર્વ ગુણ અસહાય છે. જીઓ, આ વસ્તુસ્વરૂપની મર્યાદા ! એક દ્રવ્યમાં ત્રિકાળ ભેગા રહેનારા જે ગુણો તેઓ પણ એકબીજાની સહાય વગરના સ્વાધીન છે, તો પછી ત્રણેકાળ જુદા રહેનારા પદાર્થો એકબીજાને સહાય કરે-એ વાત કયાં રહી ?–એટલે એકદ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરે એ વાત વસ્તુસ્વરૂપની મર્યાદાથી બહાર છે. સ્વાધીનપણે વસ્તુ પરિણમે છે એ જ વસ્તુસ્વરૂપની વ્યવસ્થા છે, અને જેણે આવું વસ્તુસ્વરૂપ નક્કી કર્યું તેની જ મતિ વ્યવસ્થિત છે. બધાય તીર્થંકર ભગવંતોએ અનુભવેલો ને દર્શાવેલો મોક્ષમાર્ગ કેવો છે તેનો દઢ નિર્ણય કરીને, અને પોતે તેવા મોક્ષમાર્ગરૂપ પરિણમીને પ્રવચનસારમાં આચાર્યદેવ કહે છે કે મારી મિત વ્યવસ્થિત થઈ છે. મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે.... કૃત્ય કરાય છે. માર્ગના નિર્ણયમાં જેની ભૂલ છે, વસ્તુસ્વરૂપમાં જેની ભૂલ છે તેની તિ વ્યવસ્થિત નથી, પણ ડામાડોળ છે, એટલે કે મિથ્યા છે.
અહીં એક જ દ્રવ્યને આશ્રિત ઉપાદાન-નિમિત્ત બતાવવા જ્ઞાન ને ચારિત્ર એ બે ગુણ દષ્ટાંત તરીકે લીધા છે. તે બંનેને અસહાય કહ્યા.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ : અધ્યાત્મ-સંદેશ
પ્રશ્ન:- બંને ગુણોને અસહાય કહ્યા, પરંતુ સમ્યજ્ઞાન વગર તો સમ્યક્રચારિત્ર કદી થતું નથી, તો ચારિત્રનું પરિણમન જ્ઞાનને આધીન થયું કે નહીં?
ઉત્તર- સમ્યજ્ઞાન વગર સમ્યકચારિત્ર નથી થતું એ ખરું, પણ એ તો ક્યો ગુણ કયારે પરિણમે છે તેનું જ્ઞાન કર્યું તેથી કરીને કોઈ ચારિત્રનું પરિણમન જ્ઞાનને આધીન થઈ ગયું-એમ નથી. બીજ પછી જ પૂનમ ઊગે તેથી શું પૂનમ બીજને આધીન થઈ ગઈ ? તેમ સમ્યક્રચારિત્રપર્યાય સમ્યગ્દર્શન-જ્ઞાન પછી જ ખીલે, તેથી કરીને કાંઈ તે ચારિત્રપર્યાય દર્શન-જ્ઞાનને આધીન થઈ ગઈ નથી; એનું સ્વતંત્ર પરિણમન તેવું છે. કોઈને સમ્યગ્દર્શન-જ્ઞાન પછી તરત જ ચારિત્રપર્યાય ખીલી જાયને કોઇને સમ્યગ્દર્શન-જ્ઞાન થવા છતાં ચારિત્રપર્યાય ખીલતાં અસંખ્યાત વર્ષો વીતી જાય. –ચારિત્રનું તે પ્રકારનું પરિણમન સ્વાધીન છે. રવિવાર પછીજ સોમવાર આવે, તેથી કરીને કાંઈ સોમવાર રવિવારને આધીન થઈ ગયો?-નહિ એ તો સાત વારનો ક્રમ ઓળખાવવા માટે વાત છે. તેમ સમ્યગ્દર્શન વગર સમ્યક્રચારિત્ર નથી હોતું, સમ્યગ્દર્શનપૂર્વક જ સમ્યક્રચારિત્ર હોય છે-એમ બતાવવા ચારિત્ર પણ સમ્યગ્દર્શનને આધીન છે-એમ કોઈ વાર કહેવાય છે, પણ તે તો ગુણોના પરિણમનનો ક્રમ બતાવવા માટે વાત છે. કોઈ સમ્યગ્દર્શન વગર ચારિત્ર લેવા માંગે તો તે ગુણોના પરિણમનના કમને સમજ્યો નથી, તેમજ ગુણોના સ્વાધીન પરિણમનની પણ તેને ખબર નથી.
વસ્તુના અનંત ગુણોમાંથી જેની મુખ્યતાથી કથન કરવું હોય તેને ઉપાદાન કહેવાય ને બીજાને નિમિત્ત કહેવાય. જેમ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન બંનેની ઉત્પત્તિ તો એક સાથે જ છે, છતાં તેમાં સમ્યગ્દર્શનને મુખ્ય કરીને તેને કારણ કહ્યું ને સમ્યજ્ઞાનને કાર્ય કહ્યું; તેમ વસ્તુમાં અનંત ગુણો એક સાથે કાર્ય કરી રહ્યા છે પણ તેમાં જ્યારે જે ગુણની મુખ્યતાથી વાત કરવી હોય તેને ઉપાદાન કહેવાય ને બીજાને નિમિત્ત કહેવાય, –એવી અંદરની શૈલી છે.
જેમ બાહ્યનિમિત્ત તો સંયોગરૂપ પરવસ્તુ છે, તેમ અંદરના ગુણોમાં પરસ્પર નિમિત્તપણું તે કાંઈ પરવસ્તુની માફક સંયોગરૂપ નથી, તે તો સ્વવસ્તુરૂપ છે, પણ ગુણભેદકલ્પનાથી મુખ્ય-ગૌણ કરીને તેમાં ઉપાદાન-નિમિત્તપણું ઉતારે છે. મુખ્ય તે ઉપાદાન, ને નિમિત્ત તે ગૌણ; જેમ મોક્ષમાર્ગમાં મુખ્ય તે નિશ્ચય, એટલે તે જ ખરો મોક્ષમાર્ગ, અને ગૌણ તે વ્યવહાર એટલે તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૮૩ ખરો મોક્ષમાર્ગ નહીં; તેમ અહીં કારણમાં ઉપાદાન તે મુખ્ય એટલે તે જ ખરું કારણ, અને નિમિત્ત તે ગૌણ એટલે તે ખરૂં કારણ નહિ, –એમ સિદ્ધાંત સમજવો.
અત્યારે બહારના ઉપાદાન-નિમિત્તની વાત નથી; પોતામાં જ ઉપાદાન-નિમિત્ત બતાવવા છે, તેની ભૂમિકારૂપે સર્વ ગુણોનું સ્વાધીનપણું, અસહાયપણું બતાવીને મર્યાદા બાંધે છે. એક વસ્તુમાં અનંતા ગુણો છે પણ તેમાં કોઈને આધીન કોઈ નથી. જ્ઞાન છે માટે શ્રદ્ધા છે, કે શ્રદ્ધા છે માટે ચારિત્ર છે, એમ નથી. જ્ઞાનનું કાર્ય જ્ઞાન કરે છે, શ્રદ્ધવાનું કાર્ય શ્રદ્ધા કરે છે, આચરણનું કાર્ય ચારિત્ર કરે છે, બધા ગુણો પરસ્પર અસહાય છે. એમ જગતમાં અનંતા દ્રવ્યો છે તેમાં કોઈને કારણે કોઈ નથી; જીવ છે માટે પુદ્ગલ છે, કે પુદ્ગલ છે માટે ધર્માસ્તિકાય વગેરે છે, એમ નથી. દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે, જીવ જીવના દ્રવ્યગુણ-પર્યાયથી છે; અજીવ અજીવના દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે; બધાં દ્રવ્યો પરસ્પર અસહાય છે; દરેક દ્રવ્ય સ્વસહાયી છે ને તે પરથી અસહાય છે. કોઈ દ્રવ્ય પરની સહાય લેતું નથી કે પરને સહાય દેતું નથી. “પરસ્પરઅનુગ્રહ' વગેરે કથન ઉપચારથી છે, તે-તે પ્રકારના નિમિત્તનૈમિત્તિકસંબંધનું જ્ઞાન કરાવવા માટે છે; પણ વસ્તુસ્વરૂપની મર્યાદા સમજે તો જ તે ઉપચારનું સાચું જ્ઞાન થાય. પરથી નિરપેક્ષ ને પોતાથી સાપેક્ષએ વસ્તુસ્વરૂપની મર્યાદા છે.
નિગોદનો જીવ ઊંચે આવીને મોક્ષમાર્ગને લાયક થવા સુધી આવ્યો તે કઈ રીતે? નિમિત્તાધીનદષ્ટિવાળો કહેશે કે કર્મનું જોર મંદ પડયું તેથી તે ઊંચે આવ્યો. અહીં કહે છે કે તેનો ચારિત્રગુણ જ પોતાની ઉપાદાનશક્તિથી મંદકષાયરૂપ પરિણમીને ઊંચે આવ્યો છે.
જીવ નિગોદમાં કેમ રહ્યો?-કે પોતાના ભાવકલંકની પ્રચૂરતાને લીધે. જીવ નિગોદમાંથી ઊંચે કેમ આવ્યો? –કે પોતાના ચારિત્રગુણની
તેવી શુભગતિને લીધે. બંનેમાં પોતાનું જ સ્વતંત્ર ઉપાદાન છે. પોતાની પર્યાયના દોષને ન જોતાં નિમિત્તને માથે દોષ ઢોળવા તે અજ્ઞાનીની અનીતિ છે. તેમજ નિમિત્તને આધીન પોતાના ગુણ માનવા તે પણ અનીતિ છે; અનેકાંતનીતિથી (એટલે કે જૈનસિદ્ધાંતથી) તે વિરુદ્ધ છે. અનેકાંત-જૈનનીતિ તો એમ કહે છે કે તારા દ્રવ્ય-ગુણ-પર્યાયની અસ્તિમાં પરની નાસ્તિ છે, માટે નિમિત્ત કાંઈ તારા ગુણદોષનું કર્તા નથી. ત્રણે કાળનો ને સર્વે પદાર્થોનો આ સિદ્ધાંત છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ : અધ્યાત્મ-સંદેશ
એવો કોઈ કાળ નથી કે જડકર્મ જીવની પર્યાયને ઉપજાવે. નિમિત્ત તો એકકોર ઊભું છે, એ કાંઈ કોઈના કાર્યમાં દખલ નથી કરતું. નિમિત્ત તારો શત્રુ કે મિત્ર નથી, તું જ ઊંધા ભાવથી તારો શત્રુ ને સવળા ભાવથી તારો મિત્ર છો. ઊંધા ભાવથી તારા આત્માને સંસારમાં ડુબાડનાર શત્રુ પણ તું, ને સવળા ભાવથી તારા આત્માને તારનારો મિત્ર પણ તું. વાહ! કેવી સ્વાધીનતા! વસ્તુસ્વરૂપની જે સ્વાધીનતા છે તે જ સર્વજ્ઞદેવે જાણીને પ્રસિદ્ધ કરી છે, તે જ સંતોએ જાહેર કરી છે. સર્વજ્ઞદેવે જાણેલી ને કહેલી આ વસ્તુસ્વરૂપની મર્યાદા કોઈથી ભેદી શકાતી નથી. સીમંધરનાથની દિવ્ય વાણી ઝીલીને સમયસારમાં કુંદકુંદાચાર્યદેવ ફરમાવે છે કે.... સ તુ અવનિતસ્ય વસ્તુસ્થિતિસીનો મેનુમશવયત્વાત્ તસ્મિન્નેવ વર્તુત.... અર્થાત્ ખરેખર અચિલત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશકય હોવાથી વસ્તુ પોતાના દ્રવ્ય-ગુણમાં જ વર્તે છે, અન્ય દ્રવ્ય કે ગુણરૂપે થતી નથી, તેથી તે અન્યવસ્તુમાં કે તેના ગુણ-પર્યાયમાં કાંઈ કરી શકતી નથી. -આ વસ્તુની અચલિત મર્યાદા છે. (જુઓ સ. ગા. ૧૦૩ અને ટીકા ) નિગોદથી માંડીને સિદ્ધ, દરેક જીવની દરેક પર્યાય સ્વતંત્ર, તેમાં કયાંય આ મર્યાદા તૂટે નહિ.
એક વસ્તુના અનેક ગુણો જેમને પ્રદેશભેદ નથી, તેઓ પણ પરસ્પર એકબીજાના કાર્યને કરતા નથી, તો પછી ભિન્નવસ્તુ કે જેમને અત્યંત પ્રદેશ-ભેદ છે તેઓ એકબીજાનું કાર્ય કરે એ વાત તો કયાં રહી ? અરે જીવ! એકવાર તારી સ્વાધીનતાને જો. તને તારા સ્વાધીનપરિણમનની વાત બેસે તો શાબાશી! એટલે કે જો આવી સ્વાધીનપરિણમનની વાત બેસી તો તારું પરિણમન અંતરલક્ષ તરફ વળ્યું, ને અપૂર્વ સમ્યક્દશારૂપ મોક્ષમાર્ગ પ્રગટયો, માટે તને શાબાશી. પોતાની સ્વતંત્રતા પણ જેને ન ગમે એને તો શું કહેવું? એનું તો અનાદિનું એ પ્રકારનું પરિણમન ચાલી જ રહ્યું છે. સ્વરૂપની અંતરદષ્ટિથી અપૂર્વદશા પ્રગટ કરે તેની બલિહારી છે.
અહીં તો ગુણભેદ વડે સ્વદ્રવ્યમાં જ ઉપાદાન-નિમિત્તની વાત કરીને, ૫૨ સાથેનો તો સંબંધ તોડી નાખ્યો છે, ૫૨થી અત્યંત ભિન્નતા સમજાવીને સ્વનું લક્ષ કરાવ્યું છે. એક જ દ્રવ્યના આશ્રયે બે ગુણ, છતાં એક જાણવાનું કામ કરે, એક ઠરવાનું કામ કરે; તેમજ એક જ ગુણની અનેક પર્યાયો-તેમાં કોઈ અશુદ્ધ, કોઈ શુદ્ધ, –એવું જ વિચિત્ર વસ્તુસ્વરૂપ છે; તેમા બીજાનું કારણપણું નથી. દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ વસ્તુ પરથી નિરપેક્ષ છે, અસહાય છે. હજી તો પરની સહાયથી કામ કરવું છે–તેને અંદરનું આ અસહાયપણું કયાંથી બેસશે ? ભાઈ, તારામાં પણ તારા એક ગુણને બીજા ગુણની સહાય નથી,
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૮૫ તો પછી પરની સહાય તને કેવી ? પરાધીનતાના ભાવમાં તો તે અનંતકાળ દુઃખમાં ગુમાવ્યો, સ્વાધીનતાને તો એકવાર જો. એકક્ષણ તો સ્વાધીનતાની હવા લે! તારી સ્વાધીનતાના અચિંત્ય મહિમાને તે જાણો નથી, તેથી નિમિત્તાધીનબુદ્ધિથી જ્યાં ત્યાં તારો ઉપયોગ ભમ્યા કરે છે. એ ભ્રમણ ટાળવાની ને સ્વરૂપમાં સ્થિર થવાની રીત સંતો બતાવે છે.
શંકા: તમે નિમિત્તથી કાર્ય થવાનું નથી માનતા, એટલે કે તેને અકિંચિત્થર માનો છો, તેથી તમે નિમિત્તને જ માનતા નથી!
સમાધાનઃ ભાઈ, નિમિત્તને પરમાં અકિંચિત્થર માનવું તેમાં જ નિમિત્તનો નિમિત્ત તરીકે સાચો સ્વીકાર છે. વસ્તુ જેમ હોય તેમ તેને માનવી જોઈએ કે ગમે તેમ અન્યથા માની લેવાય? નિમિત્તને અકિંચિત્થર ન માનતાં તેને ઉપાદાનમાં કિંચિત્ પણ કાર્યકારી માને તેણે જ ખરેખર નિમિત્તને માન્યું નથી. જેમ કુગુરુઓને મુનિ તરીકે ન માનીએ તેથી કોઈ અજ્ઞાની એમ કહે કે તમે મુનિને માનતા નથી, –તો તેની વાત ખોટી છે. મુનિનું શુદ્ધ નિગ્રંથ રત્નત્રયમય સ્વરૂપ જેમ હોય તેમ જાણવું ને તેથી વિરુદ્ધ કુલિંગીને મુનિ ન માનવા તેમાં જ મુનિની સાચી માન્યતા છે. કુલિંગીને પણ જે મુનિ માની ત્યે તે ખરેખર મુનિને માનતો નથી. એ જ રીતે ઉપાદાન-નિમિત્ત બંનેનું સ્વરૂપ જેમ હોય તેમ જાણે તેણે જ એ બંનેને માન્યા કહેવાય.
નિમિત્તની પ્રધાનતાથી કથન થાય, પણ કાર્ય કદી નિમિત્ત વડે થતું નથી. જો નિમિત્ત જ ઉપાદાનનું કાર્ય કરવા મંડી જાય તો તે નિમિત્ત પોતે ઉપાદાન બની ગયું, એટલે નિમિત્ત નિમિત્ત તરીકે ન રહ્યું ને ઉપાદાનનું સ્થાન નિમિત્તે લઈ લીધું એટલે નિમિત્તથી જુદું ઉપાદાન પણ ન રહ્યું; આ રીતે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય માનતાં ઉપાદાન-નિમિત્ત બન્નેનો લોપ થાય છે. (આ જ ન્યાય, ઉપાદાન-નિમિત્તની જેમ નિશ્ચયવ્યવહારમાં પણ સમજી લેવું.) માટે કહે છે કે ઉપાદાન તો કાર્યરૂપ થનાર વસ્તુની નિશક્તિ છે, ને નિમિત્ત તે પરસંયોગ છે. આ ઉપાદાન-નિમિત્ત બંને સ્વતંત્ર છે; પ્રમાણ-અનુસાર એટલે કે સમ્યજ્ઞાન વડે ઉપાદાન નિમિત્તની આવી સ્વતંત્રતાને કોઈ વિરલા જ જાણે છે. જગતનો મોટો ભાગ તો આનાથી આ થાય ને આ આનું કરે-એમ પરાધીન નિમિત્તદષ્ટિમાં અટકી ગયો છે, તે ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાને જાણતો નથી; જ્ઞાનીઓ જ તેની સ્વતંત્રતાને જાણીને સ્વાશ્રિતપણે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬ : અધ્યાત્મ-સંદેશ મોક્ષમાર્ગને સાધે છે. પણ એવા જીવો જગતમાં વિરલા જ હોય છે, ૩૫૦ વર્ષ પહેલાં પં. બનારસીદાસજીએ જ કહ્યું છે કે
उपादान निजबल जहां तहां निमित्त पर होय।
भेदज्ञान परमाणविधि विरला बूझे कोय।। જાઓ, આ કોણ કહે છે? ગોમટ્ટસાર-સિદ્ધાંતના અભ્યાસી કહે છે. પં. બનારસીદાસજીને સમયસાર-ગોમટ્ટસાર વગેરેનો અભ્યાસ હતો, તેમનું આ કથન છે. ઉપાદાન-નિમિત્ત બંનેને સ્વતંત્ર જાણે તો જ ઉપાદાનનિમિતના ઝઘડા મટે ને સ્વાશ્રયે વીતરાગતા તથા કેવળજ્ઞાન થાય. અજ્ઞાની તો સિદ્ધનેય પરાધીન કહે છે. શાસ્ત્રમાં તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું કે, સિદ્ધ અલોકમાં કેમ નથી જતા?–કે “ધર્માતિવાય 31માવત્'– ત્યાં અજ્ઞાની તો સિદ્ધને પરાધીન જ માની બેઠો, જાણે કે સિદ્ધમાં અલોકમાં જવાની પર્યાયની શક્તિ હતી તે ધર્માસ્તિકાયના અભાવથી અટકી ગઈ ! પણ સિદ્ધની વાત તો દૂર રહી, અહીં તો ઠેઠ નિગોદના જીવનો દાખલો આપીને જીવની પર્યાયની સ્વતંત્રતા બતાવે છે. સિદ્ધની તો વાત જ શી! એ તો પરમ સ્વાધીન છે. અરે, સિદ્ધનેય પરાધીન માને તે જીવ પોતે સ્વાધીન કે દિ થાય? એને તો પરાધીનદષ્ટિની ઘણી તીવ્રતા છે. અંદરના એક સૂક્ષ્મ વિકલ્પની આધીનતા પણ મોક્ષમાર્ગમાં નથી પાલવતી ત્યાં સિદ્ધને પરાધીન માનનારને મોક્ષમાર્ગ કવો? મોક્ષમાર્ગ તો પરમ સ્વાધીન છે, પરથી અત્યંત નિરપેક્ષ છે. એવા મોક્ષમાર્ગને અજ્ઞાની જાણતો નથી.
મોટરના પરમાણુ પેટ્રોલ વગર ન ચાલે–એમ અનેક સ્થૂળ દૃષ્ટાંતો નિમિત્તાધીન દષ્ટિવાળા કહે છે, પણ ભાઈ ! એ મોટરના પરમાણુમાં ગમનશક્તિ છે કે નથી? શું તેને ગમનશક્તિ પેટ્રોલના પરમાણુઓએ આપી છે? –નહિ; એક પરમાણુ લોકના નીચેના છેડાથી ઠેઠ ઉપરના છેડે એક સમયમાં ૧૪ રાજુ (એટલે કરોડો-અબજો નહિ પણ અસંખ્યાતા યોજન) પહોંચી જાય છે; એ ગતિ એટલી ઝડપી છે કે છદ્મસ્થને તેની કલ્પનાય ન આવી શકે. તો એ પરમાણુને કયું પેટ્રોલ ચલાવે છે? એ પરમાણુ પેટ્રોલ વગર ચાલે છે કે નહિ? જો ચાલે છે તો તેની માફક આ મોટરના પરમાણુઓ પણ પોતાની ગમનશક્તિથી અને પેટ્રોલ વગર જ ગતિ કરી રહ્યા છે એમ સમજ. (ગુરુતા-લઘુતા-ગમનતા યે અજીવકે ખેલ.) પણ આ સ્વતંત્રતાની વાત “વિરલા બુઝે કોય” એટલે અજ્ઞાનીઓને કઠણ પડે તેવી છે, કેમકે સર્વજ્ઞ કહેલું દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ વસ્તુસ્વરૂપ તેણે જાણ્યું નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૮૭ અહીં અત્યારે જીવના ઉપાદાન-નિમિત્તનું પ્રકરણ છે; પણ પુદ્ગલમાંય ઉપાદાનની સ્વતંત્રતા સમજી લેવી. એક પુદ્ગલમાં વર્ણ-ગંધરસ-સ્પર્ધાદિ અનંતગુણો, બધાયમાં સ્પર્શગુણ સરખો, છતાં કોઈમાં લૂખાશ, કોઈમાં ચીકાશ, કોઈમાં બે અંશ, કોઈમાં અનંત અંશ, –એમ અનંત પ્રકારની વિવિધતારૂપ તેનું સ્વતંત્ર પરિણમન છે; ચાર અંશવાળો ને બે અંશવાળો-એવા બે પરમાણુઓ જ્યાં સ્કંધરૂપ થાય ત્યાં બંને ચારઅંશરૂપ સરખા થઈ જાય; ત્યાં ચારઅંશવાળા પરમાણુએ કાંઈ બે અંશવાળાને ચાર અંશરૂપે પરિણમાવ્યો નથી. ચાર અંશવાળો પરિણામક અને બે અંશવાળો પરિણમ્ય-એમ કહેવાય ખરું પણ ખરેખર સ્કંધ થવાના સમયે તો બંને પરમાણુ ચાર અંશરૂપે પરિણમેલા જ છે, ત્યારે જ સ્કંધ થયો છે. એક ચાર અંશરૂપ ને બીજા બે અંશરૂપ રહે ત્યાં સુધી તેમનો સ્કંધ થાય નહિ. એટલે સ્કંધ થવામાં પણ બંને પરમાણુઓનું સ્વતંત્ર તેવું પરિણમન છે. આવી સ્વતંત્રતા જગતના બધા દ્રવ્યોમાં છે.
બે દ્રવ્યો વચ્ચે ઉપાદાન-નિમિત્ત લાગુ પાડવા તે પર્યાયાર્થિકદષ્ટિના ઉપાદાન-નિમિત્ત છે, અને એક જ દ્રવ્યને આશ્રિત ઉપાદાન-નિમિત્ત હોય તે દ્રવ્યાર્થિક ઉપાદાન-નિમિત્ત છે. તેમાંથી અત્યારે દ્રવ્યાર્થિક ઉપાદાનનિમિત્તની વાત સમજાવવા આત્માના જ્ઞાન ને ચારિત્ર એ બે ગુણનું દ્રષ્ટાંત લીધું છે. એકદ્રવ્યમાં અનંતગુણો સહવર્તી છે, તે બધાય અસહાય છે, એકબીજાને આધીન નથી.
પ્રશ્ન:- જાણેલાનું જ શ્રદ્ધાન થાય છે, જાણ્યા વગરનું શ્રદ્ધાન સસલાના શિંગડા સમાન અસત્ છે-એમ કહ્યું છે, -તો ત્યાં શ્રદ્ધાગુણનું પરિણમન જ્ઞાનને આધીન થયું કે નહીં?
ઉત્તરઃ- ના; આત્માના સ્વસંવેદન જ્ઞાન વિના કોઈ કહે કે મને સમ્યગ્દર્શન થયું છે તો તે વાત સાચી નથી, તેથી કહ્યું છે કે જાણેલાનું જ શ્રદ્ધાન થાય છે. પણ તેથી કાંઈ શ્રદ્ધા કરવાનું કામ જ્ઞાનગુણ નથી કરતો, જ્ઞાન તો જાણવાનું જ કામ કરે છે, ને શ્રદ્ધા કરવાનું કામ શ્રદ્ધા ગુણ કરે છે. બંને ગુણ પોતપોતાના ભિન્ન ભિન્ન કાર્યને કરે છે; કોઈ કોઈને આધીન નથી. બે ગુણનું નિર્મળકાર્ય એક સાથે થાય તેથી કાંઈ કોઈ કોઈને આધીન ન કહેવાય.
પ્રશ્ન:- ક્ષાયિક સમ્યકત્વ તો કેવળી-શ્રુતકેવળીની સમીપતા વગર પમાતું નથી, તો તે અસહાય કેવી રીતે રહ્યું?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮ : અધ્યાત્મ-સંદેશ
ઉત્તર:- કેવળી-શ્રુતકેવળીની સમીપમાં પણ જેને ક્ષાયિકસમ્યકત્વ થાય છે તેને સ્વસહાયથી જ થાય છે, તેમાં પરની સહાય નથી; વળી કેવળી-શ્રુતકેવળીની સમીપમાં તો ઘણાય સમકિતીજીવો હોય છે, તે બધાને કાંઈ ક્ષાયિક સમકિત નથી થતું. –કેમ? કે તેમની શ્રદ્ધામાં તેવું ઉપાદાન જાગ્યું નથી. અને જેને ક્ષાયિકસમ્યકત્વ થાય છે તેને પરની સહાય વિના જ પોતાના તેવા ઉપાદાનને અવલંબીને જ થાય છે, તેનો પોતાનો શ્રદ્ધાળુણ જ તેવા ક્ષાયિકભાવે પરિણમે છે. વળી તીર્થકરો વગેરેના જીવો બીજા કેવળી-શ્રુત-કેવળીની સમીપતા વગર પણ ક્ષાયિકસમ્યકત્વરૂપ પરિણમે છે; માટે તેમાં પરની સહાય નથી. કેવળીશ્રુતકેવળીની સમીપતાનો નિયમ કહ્યો એ તો જ્યાં કેવળજ્ઞાનની કે શ્રુતકેવળજ્ઞાનની ઉત્પત્તિની યોગ્યતા નથી ત્યાં ક્ષાયિક-સમકિતની ઉત્પત્તિની પણ યોગ્યતા હોતી નથી-એમ બતાવવા કહ્યું છે. ભરતક્ષેત્રમાં
જ્યાં કેવળજ્ઞાનનો ને શ્રુતકેવળજ્ઞાનનો વિચ્છેદ થયો ત્યાં ક્ષાયકસભ્યત્વનો પણ વિચ્છેદ થયો. મનુષ્ય સિવાયના જીવો દેવો વગેરે, કેવળીની સમીપ હોય તોપણ ક્ષાયક સમ્યકત્વ પામી શકતા નથી, કેમકે તેમનું ઉપાદાન જ તે પ્રકારનું નથી. એ ત્રણે ગતિમાં કેવળજ્ઞાન, શ્રુતકેવળજ્ઞાન કે ક્ષાયક સમ્યકત્વની ઉત્પત્તિ થતી નથી, કેમકે તેવી યોગ્યતાવાળા પરિણામનો તેમને અભાવ છે. આ રીતે સર્વત્ર ઉપાદાનને સ્વસહાયપણે જ કાર્યની ઉત્પત્તિનો અબાધિત નિયમ છે.
હજી તો ભિન્ન ભિન્ન દ્રવ્યના ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા પણ લોકોને બેસવી કઠણ પડે છે; અહીં તો અંદરના ને અંદરના ઉપાદાનનિમિત્તની સ્વતંત્રતાની સૂક્ષ્મ વાત છે. અતીન્દ્રિય જ્ઞાન થાય ત્યાં જ અતીન્દ્રિયસુખ થાય, અતીન્દ્રિયજ્ઞાન વગર અતીન્દ્રિયસુખ ન હોય એ નિયમ, છતાં બંને સ્વતંત્ર; ત્યાં કાંઈ સુખગુણનું કાર્ય જ્ઞાનગુણે નથી કર્યું, સુખગુણે જ કર્યું છે. બહારના પદાર્થોમાં ઉપાદાન-નિમિત્તની ભિન્નતાની વાત તો ઘણી વાર ઘણા દષ્ટાંતથી કહેવાઈ ગઈ છે, તેથી અહીં તેના વિશેષ દષ્ટાંત નથી લીધા. અહીં એક જ વસ્તુમાં ગુણભેદની કલ્પનાદ્વારા
ઉપાદાન-નિમિત્તે કયા પ્રકારે છે તેની ચૌભંગી ચારિત્ર અને જ્ઞાનના દિષ્ટાંત વડે સમજાવે છે. તેમાં પ્રથમ તો એ મર્યાદા બાંધી કે એ બંને ગુણ અસહાય, કોઈ કોઈને આધીન નહિ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંબંધી ચૌભંગી
તેમાં દરેક બોલની સ્વતંત્રતા
“ હુવે તેમાં ચૌભંગીનો વિચારઃ અહીં જ્ઞાનગુણ નિમિત્ત ને ચારિત્રગુણ ઉપાદાન એ વિવક્ષા લેવી. તેના ચાર પ્રકાર આ પ્રમાણે
(૧) અશુદ્ધ નિમિત્ત, (૨) અશુદ્ધ નિમિત્ત, (૩) શુદ્ધ નિમિત્ત, (૪) શુદ્ધ નિમિત્ત,
અશુદ્ધ ઉપાદાન.
શુદ્ધ ઉપાદાન. અશુદ્ધ ઉપાદાન.
શુદ્ધ ઉપાદાન.
અહીં સૂક્ષ્મદષ્ટિપૂર્વક દ્રવ્યની એક સમયની અવસ્થા લેવી; સમુચ્ચયરૂપ મિથ્યાત્વ-સમ્યકત્વની વાત ન લેવી. હવે તે ચાર પ્રકારનું વિવેચન કરે છે. કોઈ સમયે જીવની અવસ્થા આ પ્રકારની હોય છે કે
(૧) અજાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર. (૨) કોઈ સમયે અજાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધચારિત્ર. (૩) કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર. (૪) કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધચારિત્ર. (૧) જે સમયે જ્ઞાનની અજ્ઞાનરૂપ ગતિ અને ચારિત્રની - સંકલેશરૂપ ગતિ, તે સમયે નિમિત્ત અને ઉપાદાન બંને
અશુદ્ધ. કોઈ સમયે અજ્ઞાનરૂપ જ્ઞાન અને વિશુદ્ધરૂપ ચારિત્ર, તે
સમયે અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન. (૩) કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર, તે
સમયે શુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન. (૪) કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર, તે સમયે
નિમિત્ત અને ઉપાદાન બંને શુદ્ધ. એ પ્રકારે જીવની અન્ય અન્ય દશા સદાકાળ અનાદિથી છે.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦ : અધ્યાત્મ-સંદેશ
અહીં જે ચાર પ્રકાર કહ્યા તે ચારે પ્રકાર અજ્ઞાનીને પણ હોઈ શકે છે. અહીં જ્ઞાનનું જાણપણું કહ્યું તે કાંઈ સમ્યજ્ઞાન નથી, પણ જ્ઞાનમાં તત્ત્વવિચારને યોગ્ય ઉઘાડ થયો છે તેની વાત છે; અને ચારિત્રમાં વિશુદ્ધિ કહી તે કાંઈ મોક્ષમાર્ગના શુદ્ધપરિણામની વાત નથી પણ મંદકષાયની વાત છે. તત્ત્વવિચારને યોગ્ય જ્ઞાનનો ઉઘાડ ને કષાયની મંદતારૂપ વિશુદ્ધિ-ત્યાં સુધી તો જીવ ઘણીવાર આવી ગયો, પણ ત્યાંથી આગળ વધીને જો ગ્રંથિભેદ કરે (એટલે કે સમ્યગ્દર્શન કરે) તો જ તેને મોક્ષમાર્ગ
પ્રગટે.
(૧) નિગોદ વગેરેના જીવને તો જ્ઞાન એટલું અવરાઈ ગયું છે કે તત્ત્વ-વિચારની શક્તિ જ નથી, જ્ઞાનનો એટલો જાણપણાનો ઉઘાડ નથી એટલે તેને નિમિત્તે અશુદ્ધ છે;- કયું નિમિત્ત? જ્ઞાનની પર્યાય; અને ઉપાદાનરૂપ ચારિત્રની પર્યાયમાં પણ તીવ્ર સંકલેશપરિણામરૂપ અશુદ્ધતા છે. આવી ઉપાદાનની અશુદ્ધતાને લીધે તે જીવ નિગોદાદિમાંથી ઊંચો નથી આવતો. ભાવનં સુપ૩ર નિયવાણં ણ મુદ્રિ એટલે કે પોતાના ભાવકલંકની પ્રચુરતાને લીધે તે જીવો નિગોદવાસને છોડતા નથી. આવા જીવોને ઉપાદાન અશુદ્ધ છે અને નિમિત્ત પણ અશુદ્ધ છે; ચારિત્ર અને જ્ઞાન બંને અશુદ્ધ છે.
(૨) નિગોદમાં રહેલો જીવ-કે જેને તત્ત્વવિચાર જેટલો જ્ઞાનનો ઉઘાડ નથી તે પણ કયારેક પોતાના ઉપાદાનથી ચારિત્રમાં મંદકષાયરૂપ વિશુદ્ધિના બળે ત્યાંથી નીકળીને મનુષ્ય થાય-એવા પરિણામ કરે છે.
એવા જીવને જ્ઞાનની ગતિ અશુદ્ધ કહેવાય, ને ચારિત્રમાં મંદકષાયરૂપ વિશુદ્ધતા કહેવાય. એટલે નિમિત્ત અશુદ્ધ ને ઉપાદાન શુદ્ધ-એવો બીજો પ્રકાર તેને લાગુ પડે. આ દષ્ટાંતઅનુસાર બીજા પણ જે જે જીવોને આ પ્રકાર લાગુ પડે તે સમજી લેવો.
જાઓ તો ખરા, જીવના પરિણામની સ્વતંત્રતા ! અનાદિથી નિગોદમાં રહેલો જીવ, જેને બહારનું કોઈ સાધન નથી, સરખું શરીર પણ નથી, પાંચ ઇન્દ્રિય પણ નથી, જ્ઞાનમાં વિચારશક્તિ પણ નથી, છતાં પોતાના ચારિત્રગુણના ઉપાદાનના બળે મંદકષાય કરી, શુભપરિણામ વડ ત્યાંથી ક્ષણમાત્રમાં મનુષ્ય થાય છે.
(૩) હવે ત્રીજા પ્રકારના જીવો એવા છે કે જેને તત્ત્વવિચારની શક્તિ જેટલો જ્ઞાનનો ઉઘાડ તો થયો છે, પણ પરિણામ સંકલેશરૂપ જ વર્તે છે, પાપવિચારમાં જ પડ્યા છે, આત્મહિતનો વિચાર કરવા જેટલા વિશુદ્ધપરિણામ કરતા નથી, તો તેને નિમિત્ત શુદ્ધ અને ઉપાદાન અશુદ્ધ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૯૧ (૪) જેને જ્ઞાનમાં તત્ત્વવિચારની શક્તિ ઉઘડી છે, તેમજ પરિણામને પણ વિશુદ્ધ કરીને તત્ત્વવિચારમાં જોડ્યા છે, તેને જ્ઞાન ને ચારિત્ર બંને વિશુદ્ધ છે, એટલે નિમિત્ત ને ઉપાદાન બંને શુદ્ધ છે. આ વિશુદ્ધિ તે પણ હજી કાંઈ મોક્ષમાર્ગ નથી. આટલી વિશુદ્ધિ સુધી આવ્યા પછી પણ શું કરે તો મોક્ષમાર્ગ થાય તે પછી કહેશે. “સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણની કણિકા જાગે ત્યારે મોક્ષમાર્ગ સાચો ”—એમ પરમાર્થવચનિકામાં કહ્યું હતું તે જ સિદ્ધાંત અહીં સમજાવશે.
જાણપણારૂપ ઉઘાડને જ્ઞાનની શુદ્ધતા કહીં; વિશુદ્ધરૂપ પરિણામ (તેમાં મંદકષાયરૂપ તથા અકષાયરૂપ બંને પ્રકાર લેવા) તેને ચારિત્રની શુદ્ધતા કહેવાય; અજ્ઞાનરૂપ પરિણામ તે જ્ઞાનની અશુદ્ધતા કહેવાય સંકલેશરૂપ પરિણામ તે ચારિત્રની અશુદ્ધતા કહેવાય. અહીં ચારિત્રપરિણામ તે ઉપાદાન, ને જ્ઞાનપરિણામ તે નિમિત્ત, -એ પ્રમાણે સ્થાપીને, ઉપાદાન-નિમિત્તની શુદ્ધતા-અશુદ્ધતા સંબંધી ચાર ભંગ કહ્યા આ ચારેય પ્રકાર આત્મામાં ને આત્મામાં જ સમાય છે; હવે તે સંબંધી વિશેષ વિચાર કહે છે.
અનુભવ અનુભવ એ ચિંતામણિ રત્ન છે, અનુભવ એ શાંતરસનો કૂવો છે, અનુભવ તે મુક્તિનો માર્ગ છે, ને અનુભવ તે મોક્ષસ્વરૂપ છે. અનુભવરસને જગતના જ્ઞાની લોકો રસાયણ કહે છે, અનુભવનો અભ્યાસ એ તીર્થધામ છે; અનુભવની ભૂમિ એ જ સકલ ઈષ્ટ પદાર્થને ઉપજાવનાર ખેતર છે, અનુભવ તે નરકાદિ અધોગતિથી બહાર કાઢીને સ્વર્ગ-મોક્ષરૂપ ઊર્ધ્વગતિમાં લઈ જાય છે; અનુભવની કેલિ એ કામધેનુ અને ચિત્રાવેલી સમાન છે, અનુભવનો સ્વાદ પંચામૃતના ભોજન સમાન છે, અનુભવ કર્મોને તોડે છે ને પરમપદ સાથે પ્રીતિ જોડે છે, અનુભવ સમાન બીજો કોઈ ધર્મ નથી. (અહીં પંચામૃત, રસાયણ, કામધેનુ, ચિત્રાવેલી, ચિંતામણિ રત્ન વગેરે પદાર્થો જગતમાં સુખદાયક તરીકે પ્રસિદ્ધ હોવાથી તેમનું દષ્ટાંત દીધું છે, બાકી અનુભવ તો એ બધાથી નીરાળો કોઈ અનુપમ છે. )
-પં. બનારસીદાસજી.
E
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાન ને ચારિત્રમાં ગર્ભિત શુદ્ધતા, -પણ ગ્રંથિભેદ વગર તેની નિષ્ફળતા
"મિથ્યાત્વઅવસ્થામાં કોઈ સમયે જીવનો જ્ઞાનગુણ જાણરૂપ હોય છે. ત્યારે તે કેવું જાણે છે? તે એવું જાણે છે કે લક્ષ્મી-પુત્ર-સ્ત્રી ઇત્યાદિ પ્રત્યક્ષપ્રમાણરૂપ મારાથી જુદાં છે; હું મરીશ ને એ સૌ અહીં જ પડ્યા રહેશે, અથવા એ સૌ જશે અને હું પડ્યો રહીશ; કોઈ કાળે એ સર્વથી મારે એક દિવસ વિયોગ છે. –આવું જાણપણું મિથ્યાદષ્ટિને થાય છે તે તો શુદ્ધતા કહેવાય, પરંતુ એ સમ્યક શુદ્ધતા નથી, ગર્ભિતશુદ્ધતા છે. જ્યારે વસ્તુનું સ્વરૂપ જાણે ત્યારે સમ્યકશુદ્ધતા છે, તે ગ્રંથિભેદ વિના હોય નહિ. પરંતુ ગર્ભિતશુદ્ધતાથી પણ અકામનિર્જરા છે.”
પહેલાં જ્ઞાનના પરિણામમાં શુદ્ધ અને અશુદ્ધ-એ બે પ્રકાર બતાવે છે, ને પછી ચારિત્રના બે પ્રકાર બતાવશે. તથા મોક્ષમાર્ગ કયારે થાય એ ત્યાર પછી બતાવશે.
અહીં તત્ત્વનો વિચાર કરવા જેટલી જ્ઞાનશક્તિ જેને ઊઘડી છે એવા સંજ્ઞીપંચેન્દ્રિયજીવની વાત છે. જ્ઞાનમાં સામાન્ય જાણપણું તો એકેન્દ્રિયાદિ સર્વે જીવોને હોય છે, પરંતુ અહીં જે જાણપણું લેવું છે તે તત્ત્વવિચારને યોગ્ય જાણપણું લેવું છે. એના પહેલાનું જે જાણપણું છે તે તો કાંઈ જીવને હિતનું સાધન થતું નથી. જે જાણપણાવડ તત્ત્વવિચારમાં આગળ વધે તો હિતનું સાધન થાયતેની અહીં વાત છે. આવી જ્ઞાનશક્તિ જેને ઊઘડી છે તે જીવ ક્યારેક દેહાદિથી પોતાની ભિન્નતાના વિચાર કરે છે; આ દેહ, સ્ત્રી-પુત્ર-લક્ષ્મી વગેરે તો મારાથી જુદાં છે ને એકવાર તેનો વિયોગ થઈ જશે, –આવી ભિન્નતાના વિચાર વખતે પરિણામમાં પણ તે પ્રકારની વિશુદ્ધતા હોય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૯૩ છે; સંકલેશપરિણામ વખતે આવા વૈરાગ્યના કે તત્ત્વના વિચાર ચાલે નહિ. જ્ઞાનમાં આવી વિચારશક્તિ જાગી તેને જ્ઞાનની શુદ્ધતા કહેવાય, પણ આ કાંઈ હુજી મોક્ષમાર્ગ નથી. આગળ વધીને સ્વાનુભવ વડે જો ગ્રંથિભેદ કરે એટલે સમ્યજ્ઞાનની કણિકા જગાડે તો મોક્ષમાર્ગ થાય. ત્યાંસુધી જ્ઞાનમાં ગર્ભિતશુદ્ધતા હોવા છતાં તેને મોક્ષમાર્ગ ન કહેવાય. ગર્ભિતશુદ્ધતા તે સાચી શુદ્ધતા નથી, સ્વાનુભવ વડે પ્રગટે તે જ સાચી શુદ્ધતા છે ને તે જ મોક્ષમાર્ગ છે. ગર્ભિતશુદ્ધતામાં એટલી વિશેષતા થઈ કે પહેલાં (નિગોદાદિમાં) જે મોક્ષમાર્ગપ્રાપ્તિનો અવકાશ જ ન હતો, તે હવે જો તત્ત્વવિચારાદિમાં આગળ વધે તો ગ્રંથિભેદ થઈને મોક્ષમાર્ગ પ્રાપ્તિનો અવકાશ છે. પણ જેને ગર્ભિતશુદ્ધતા થઈ તેને આવી શુદ્ધતા થાય જ એવો નિયમ નથી, જે ગ્રંથિભેદ કરે તેને આવી સમ્યકશુદ્ધતા થાય, જે ન કરે તેને ન થાય. જેમ વાંઝણી સ્ત્રીને તો પુત્રનો અવકાશ નથી પણ જેને ગર્ભમાં બાળક છે તેને પુત્રજન્મનો અવકાશ છે, –પણ તે જન્મે ત્યારે ખરો, ગર્ભકાળમાં જ આયુ પૂરું થઈ જાય તો ન જન્મે તેમ ગર્ભિતશુદ્ધતાનું સમજવું; જેને ગર્ભિતશુદ્ધતા નથી. એવા અસંશી સુધીના જીવોને તો મોક્ષમાર્ગનો અવકાશ જ નથી; જેને જ્ઞાનનો ઉઘાડ થયો ને તત્ત્વવિચાર સુધી આવ્યો તેને ગર્ભિતશુદ્ધતા થતાં મોક્ષમાર્ગનો અવકાશ થયો, –પણ તે ગ્રંથિભેદ કરીને મોક્ષમાર્ગ પ્રગટ કરે ત્યારે ખરો; જો ત્યાં (મંદકષાયમાં) અટકી જાય ને ગ્રંથિભેદ ન કરે તો અમુક કાળે ગર્ભિતશુદ્ધતા પણ છૂટીને અશુદ્ધતાથી પાછો નિગોદાદિમાં જ રખડશે. આ રીતે ગ્રંથિભેદ એ મોક્ષમાર્ગની મૂળવસ્તુ છે. હે જીવ! વિશુદ્ધપરિણામવડે તું ઊંચે આવ્યો છો, તત્ત્વવિચાર જેટલી જ્ઞાનશક્તિ તને ઊઘડી છે, ગ્રંથિભેદ કરીને મોક્ષમાર્ગ સાધવાનો આ અવસર તને પ્રાપ્ત થયો છે, માટે તું તેનો ઉદ્યમ કર. ગ્રંથિભેદ વડે સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્રના કણિયા પ્રગટાવ. એમાં અપૂર્વતા છે. એના વગરની ગર્ભિત શુદ્ધતા એ કાંઈ અપૂર્વ નથી, તેના વડે મોક્ષમાર્ગનું પ્રયોજન સધાતું નથી.
જ્ઞાનમાં જાણપણારૂપ જે ગર્ભિતશુદ્ધતા છે તે જો કે મિથ્યાત્વઅવસ્થામાં મોક્ષમાર્ગરૂપ નથી, છતાં તેમાં જે જાણપણું છે તે સામાન્યપણે જ્ઞાનની જાત છે, ને તેના વડે અકામનિર્જરા પણ થોડીક થાય છે; તે જ વખતે મિથ્યાત્વને લીધે ઘણો બંધ થાય છે. બંધ ઘણો ને નિર્જરા અલ્પ, તેથી તે અલ્પની ઉપેક્ષા કરીને મિથ્યાત્વઅવસ્થામાં એકલું બંધન જ કહ્યું. પણ જ્ઞાનના જે અંશ ઉઘાડરૂપ છે તે પોતે કાંઈ બંધનું કારણ નથી. જો ગ્રંથિભેદ કરીને આગળ વધે તો તે જ્ઞાનશો કેવળજ્ઞાનમાં જઈને મળે. જ્ઞાનનો ઉઘાડ અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ : અધ્યાત્મ-સંદેશ શુભરાગ એવા આંગણા સુધી આવીને અનંતવાર જીવ અટકી ગયો, એનો અર્થ એ કે આવા ઉઘાડ સુધી ને તત્ત્વવિચાર સુધી આવ્યો પણ રાગથી પાર ચૈતન્યવહુના સ્વાનુભવવડે મિથ્યાત્વની ગ્રંથિ ભેદી નહિ, તેથી તે મોક્ષમાર્ગમાં ન આવ્યો, સંસારમાં જ રહ્યો. એવો ઉઘાડ (અર્થાત્ ગર્ભિત શુદ્ધતા) તો મિથ્યાદષ્ટિનેય હોય છે, તેની કાંઈ અપૂર્વતા નથી. સમ્યગ્દર્શન વડે સમ્યફશુદ્ધતા કરીને મોક્ષમાર્ગ પ્રગટ કરે તેની અપૂર્વતા છે.
| નિગોદમાંથી ઊંચો ચડીને જીવ ગર્ભિતશુદ્ધતા સુધી આવ્યો તે પણ પોતાના જ્ઞાન–ચારિત્રગુણના પરિણામની શક્તિથી સ્વતંત્રપણે ઊંચે આવ્યો છે. કર્મનું જોર મંદ પડયું માટે ઊંચે આવ્યો-એમ વાત નથી લીધી, પોતાના તે પ્રકારના સ્વતંત્ર પરિણમન વડે જ તે જીવ ઊંચે આવ્યો છે એમ જાણવું. અને હવે જે ગ્રંથિભેદના જોરે સ્વાશ્રયે જ્ઞાન-ચારિત્રના પરિણામની ધારા આગળ વધે તો કેવળજ્ઞાન અને યથાખ્યાતચારિત્ર પ્રગટે. ત્યાં જ્ઞાનગુણનું પરિણમન વધીને કેવળજ્ઞાન થાય છે ને ચારિત્રગુણનું પરિણમન વધીને યથાખ્યાતચારિત્ર થાય છે. -એમ બંને ગુણનું પરિણમન સ્વતંત્ર છે.
અહીં પહેલો બોલ જ્ઞાનની શુદ્ધતાનો કહ્યો; હવે બીજો બોલ જ્ઞાનની અશુદ્ધતાનો, એટલે કે જ્ઞાનની અજાણરૂપદશાનો છે: “કોઈ સમયે તે જીવનો જ્ઞાનગુણ અજાણરૂપ છે તે ઘેલછારૂપ હોય છે, તેથી કેવળ બંધ છે.” નિગોદથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિયસુધીના જીવોને જરાય વિચારશક્તિ જ નથી, તેમને અજ્ઞાનની ઘણી તીવ્રતા છે, મોહમાં તેઓ મૂર્છાઈ ગયા છે. પંચેન્દ્રિય થઈને પણ જે જીવને હિતાહિતનો જરાય વિચાર નથી તેથી જ્ઞાન અવસ્થા પણ અજાણરૂપ સમજવી.
આ પ્રમાણે જ્ઞાનના બે બોલ કહ્યા; હવે ચારિત્રના બે બોલ કહે છે:
મિથ્યાત્વ-અવસ્થામાં કોઈ સમયે ચારિત્રગુણ વિશુદ્ધરૂપ હોય છે; તેથી ચારિત્રાવણકર્મ મંદ થાય છે, તે મંદતાને લીધે નિર્જરા છે. તથા કોઈ સમયે ચારિત્રગુણ સંકલેશરૂપ હોય છે તેનાથી કેવળ તીવ્રબંધ થાય છે.”
મિથ્યાત્વ અવસ્થામાં, નિગોદના જીવને પણ, ચારિત્રગુણમાં કોઈ વાર શુભ પરિણામ હોય છે. ત્યાં જ્ઞાનનો તો એવો કાંઈ વિશેષ ઉઘાડ નથી છતાં ચારિત્રગુણ સ્વતંત્રપણે તેવી વિશુદ્ધિરૂપ પરિણમે છે. ચારિત્રનું પરિણમન જ્ઞાનને આધીન નથી. જ્ઞાનમાં જાણપણારૂપ વિશુદ્ધિ ન હોય તેથી કાંઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૯૫
ચારિત્રમાં શુભપરિણામરૂપ વિશુદ્ધિ ન થઈ શકે-એમ નથી. અજાણરૂપ જ્ઞાન હોય તેથી ચારિત્રમાં પણ અશુભપરિણામ જ હોય, અથવા જાણરૂપ જ્ઞાન હોય તેથી ચારિત્રમાં પણ વિશુદ્ધપરિણામ જ હોય–એવો કોઈ નિયમ નથી. અજાણરૂપ જ્ઞાન છતાં વિશુદ્ધરૂપ ચારિત્ર, ને જાણરૂપ જ્ઞાન છતાં વિશુદ્ધરૂપ ચારિત્ર ઇત્યાદિ ચારે ભંગ સંભવે છે. આમાં જીવના પરિણામની સ્વતંત્રતા છે તે સાબિત થાય છે. અહીં ચારિત્રમાં શુભભાવને વિશુદ્ધિ કહી તેથી તે ધર્મ થઈ ગયો એમ નથી. ગ્રંથિભેદ થાય ત્યારે જ જ્ઞાન ને ચારિત્ર બંનેમાં ધર્મના અંકુરા ફૂટે ને ત્યારે જ મોક્ષમાર્ગ શરૂ થાય. એના વિના ધર્મ માટે બધું નકામું. -આ મૂળ વાત રાખીને બધી વાત સમજવાની છે.
સાધકનો અપૂર્વ પુરુષાર્થ
જેને સમ્યગ્દર્શન પ્રગટાવવાનો પૂર્વે કદિ નહિ કરેલો એવો અનંતો સમ્યક્ પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે અને એ રીતે સંપૂર્ણ સ્વરૂપનો સાધક થયો છે તે જીવ કોઈપણ સંયોગમાં, ભયથી, લજ્જાથી, લાલચથી કે કોઈપણ કારણથી અસને પોષણ નહિ જ આપે... એ માટે કદાચ કોઈ વાર દેહ છૂટવા સુધીની પ્રતિકૂળતા આવી પડે તોપણ સતથી ચ્યુત નહિ થાય, અસત્નો આદર કદિ નહિ કરે. સ્વરૂપના સાધકો નિઃશંક અને નિડર હોય છે. સત્ સ્વરૂપની શ્રદ્ધાના જોરમાં અને સત્તા માહાત્મ્ય પાસે તેને કોઈ પ્રતિકૂળતા છે જ નહિ.
卐
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિગોદના દષ્ટાંતે ઉપાદાનની સ્વતંત્રતા; સ્વતંત્રતા જાણીને સ્વાશ્રયે સ્વકાર્યને સાધ.
હવે નિગોદના જીવને પણ મંદકષાય વડે કંઈક નિર્જરા થાય છે. –તે બતાવે છે: “મિથ્યાત્વ અવસ્થામાં જે સમયે જાણરૂપ જ્ઞાન છે અને વિશુદ્ધતારૂપ ચારિત્ર છે તે સમયે નિર્જરા છે. જે સમયે અજાણરૂપ જ્ઞાન છે અને સંકલેશરૂપ ચારિત્ર છે તે સમયે બંધ છે. તેમાં વિશેષ એટલે કે અલ્પ નિર્જરા ને ઘણો બંધ થાય છે; તેથી એ અલ્પ નિર્જરાની ઉપેક્ષા કરીને મિથ્યાત્વ અવસ્થા વિષે કેવળ બંધ કહ્યો. –જેમકે કોઈ પુરુષને નફો થોડો અને નુકસાની ઘણી, તો તે પુરુષ ટોટાવાળો જ કહેવાય. પરંતુ બંધ અને નિર્જરા વિના જીવ કોઈ અવસ્થામાં હોતો નથી. દષ્ટાંત આ પ્રમાણેજો વિશુદ્ધતા વડે નિર્જરા ન થતી હોય તો એકેન્દ્રિય જીવ નિગોદઅવસ્થામાંથી વ્યવહારરાશિમાં કોના બળથી આવત? ત્યાં જ્ઞાન ગુણ તો અજાણરૂપ, ઘેલછારૂપ, અબુદ્ધરૂપ છે, તેથી જ્ઞાનગુણનું તો બળ નથી; પણ | વિશુદ્ધરૂપ ચારિત્રના બળથી જીવ વ્યવહારરાશિમાં ચઢે છે. જીવદ્રવ્યમાં કષાયની મંદતા થાય છે તેથી નિર્જરા થાય છે. એ મંદતાના પ્રમાણમાં શુદ્ધતા જાણવી.”
અહીં નિગોદનો જીવ ત્યાંથી નીકળીને મનુષ્ય થાય છે તે કયા પરિણામના બળથી થાય છે?–તે બતાવીને તેના દ્રષ્ટાંતે જીવના પરિણામની સ્વતંત્રતા બતાવી છે. નિગોદના જીવને જ્ઞાનનું તો વિશેષ બળ નથી, ત્યાં કાંઈ તત્ત્વવિચાર નથી, છતાં ચારિત્રપરિણામમાં તે પ્રકારની વિશુદ્ધતાના બળથી તે જીવ ઊંચે ચડે છે. કષાયની મંદતાના બળે તે પ્રકારની નિર્જરા કરીને તે અનાદિ નિગોદનો જીવ વ્યવહારરાશિમાં આવે છે. નિત્ય-નિગોદમાંથી નીકળીને બીજી પર્યાય ધારણ કરે ત્યારે તે વ્યવહારરાશિમાં આવ્યો કહેવાય. સામાન્યપણે સંસારમાં કોઈ જીવ બંધ અને નિર્જરા વગરનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૯૭
હોતો નથી. સંસારમાં કોઈ સમયે કોઈ જીવ એવો ન હોય કે જેને એકલું બંધન જ થાય ને નિર્જરા જરા પણ ન થાય. હા, એકલી નિર્જરા હોય ને બંધન ન હોય-એવો જીવ હોય, -કોણ? કે ચૌદમા ગુણસ્થાને અયોગી જીવને એક પરમાણુમાત્રનું પણ નવું બંધન નથી, એકલી નિર્જરા જ છે. અહીં નિગોદના જીવને પરિણામની વિશુદ્ધિ વખતે નિર્જરા કહી ને તેના બળે તે ઊંચો આવે છે એમ કહ્યું, પણ ખરેખર તો તે જીવને સંકલેશ પરિણામ વખતેય અમુક કર્યો તો સ્થિતિ પૂરી થઈને નિર્જરી જ રહ્યા છે, -પણ તે નિર્જરાના બળે તે ઊંચો નથી આવતો, માટે તેની વાત ન કરી. તથા મિથ્યાદષ્ટિને શુભ વખતે નિર્જરા કહી, છતાં તે વખતેય તેને ઘણા કર્મોનું નવું બંધન પણ થયા જ કરે છે. મિથ્યાદષ્ટિને નિર્જરા અલ્પ અને બંધન ઘણું છે, તેથી અલ્પનિર્જરાની ઉપેક્ષા કરી, તેને ગૌણ કરી, ને મિથ્યાદષ્ટિને કેવળ બંધ કહ્યો. કેમકે જે નિર્જરા મોક્ષમાર્ગને માટે કામ ન આવે તે નિર્જરા શું કામની? નિગોદનો ઓછામાં ઓછો ઉઘાડવાળો અને તીવ્રમાં તીવ્ર કષાયવાળો જે જીવ છે તેને પણ ક્ષણે ક્ષણે અમુક કર્મોની સ્થિતિ પૂરી થઈને નિર્જરા તો થયા જ કરતી હોય છે, પણ તેની કાંઈ ગણતરી નથી, કેમકે તે નિર્જરા કાંઈ પરિણામની વિશુદ્ધિના બળે થયેલી નથી, એટલે તે તેને ઊંચે આવવાનું કારણ થતી નથી; શુભપરિણામના બળે અજ્ઞાનીને જે નિર્જરા થાય છે તે જોકે તેને વ્યવહારમાં ઊંચે આવવાનું (એટલે કે મનુષ્યાદિ પર્યાય પામવાનું) કારણ થાય છે, તો પણ તે નિર્જરા મોક્ષમાર્ગરૂપ નથી. નિગોદના જીવનેય જ્ઞાનમાં ક્ષયોપશમભાવ છે, ક્ષયોપશમભાવનો સ્વભાવ એવો છે કે ઉદયમાં સર્વથા ન જોડાય, એટલે જ્ઞાનનો અમુક અંશ તો સદાય ઉઘાડો જ રહે છે. જો જ્ઞાનનો જરાય અંશ ઉઘાડો ન રહે તો ક્ષયોપશમભાવ જ ન રહે. અહીં જ્ઞાનનો અંશ કહેતાં કાંઈ સમ્યજ્ઞાનની વાત નથી, પણ સામાન્યપણે જ્ઞાન અર્થાત્ જાણપણાની વાત છે. નિગોદના જીવનેય જાણપણાનો જે અંશ ખુલ્લો છે તે બંધનું કારણ નથી. પણ આ જ્ઞાન એટલું બધું મંદ થઈ ગયું છે કે તત્ત્વવિચારમાં પ્રવર્તી શકતું નથી તેથી તે અજાણરૂપ છે, ને તેનામાં એવું બળ નથી કે જીવને ઊંચો લાવે; ચારિત્રમાં કષાયની મંદતારૂપ વિશુદ્ધિના બળે જીવ ઊંચો આવે છે. અહીં કષાયની મંદતાના પ્રમાણમાં ચારિત્રની વિશુદ્ધતા સમજવી. પણ તે વિશુદ્ધિ મોક્ષમાર્ગ તરફ કયારે જાય ? કે ગ્રંથિભેદ કરે ત્યારે જ.
જુઓ, પરાધીનદષ્ટિવાળા કોઈ કહે છે કે સિદ્ધ પણ કવચિત્ પરાધીન છે, -કેમ કે ધર્માસ્તિકાયનિમિત્તના અભાવમાં તે અલોકમાં જઈ શકતા નથી;
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮ : અધ્યાત્મ-સંદેશ અરે, સિદ્ધભગવંતો તો પરમ સ્વાધીન છે, સ્વાધીનપણે જ લોકાગ્રે તેઓ સ્થિર થયા છે. એમની સ્વતંત્રતાની તો શી વાત! અહીં તો કહે છે કે નિગોદનો જીવ પણ સ્વાધીન છે, સ્વતંત્રપણે પોતાના ચારિત્રપરિણામની વિશુદ્ધતાના બળથી તે ત્યાંથી નીકળીને સીધો મનુષ્ય થાય છે. અનાદિકાળના અનંતાનંત ભવથી સદાય નિગોદમાં જ હતો, જેણે નિગોદ સિવાય બીજી કોઈ ગતિ કદી જોઈ ન હતી, તે જીવ ચારિત્રપરિણામમાં કંઈક શુભભાવ કરીને, તેના બળથી એક ક્ષણમાં નિગોદમાંથી નીકળીને સીધો મનુષ્ય થયો-મનુષ્ય પણ એવો કે રોજના લાખો રૂપિયાની જેને પેદાશ હોય. ઉપાદાનના પરિણામની સ્વતંત્રતા છે. ઉપાદાન નિજશક્તિ હૈ જીવકો મૂલસ્વભાવ.” ભાઈ, ઉપાદાનની આવી સ્વતંત્રતા જાણીને સ્વાશ્રયભાવે તારા સ્વકાર્યને સાધ, મોક્ષમાર્ગને સાધ. તારો મોક્ષમાર્ગ સાધવામાં તારે જગતમાં કોઈની ઓશીઆળી કરવી પડે તેવું નથી, તારા આત્માના આશ્રયે જ તારો મોક્ષમાર્ગ છે; તું એકલોએકલો તારામાં ને તારામાં તારો મોક્ષમાર્ગ સાધી શકે છે. વાહ, કેવી સ્વતંત્ર વસ્તુસ્થિતિ!
જીવના પરિણામમાં કષાયાદિની મંદતા થાય ત્યાં કર્મની પણ મંદતા થઈ જ જાય-એવો સહજ મેળ છે. જીવના પરિણામમાં મિથ્યાત્વાદિ દોષ છૂટી જાય ને સામે ઉદયમાં મિથ્યાત્વાદિ કર્મ ઊભું રહે–એમ બને નહિ. આ રીતે જીવે પોતાના પરિણામ સંભાળવાના છે. તેને બદલે અજ્ઞાનીઓ એમ ઊધુ લે છે કે “શું કરીએ! કર્મનું તીવ્ર જોર છે, કર્મનું જોર મંદ પડે તો અમારા પરિણામ સુધરે.' પણ ભાઈ ! તું તારા પરિણામ સુધારને, ત્યાં સામે કર્મનું જોર તૂટી જ જશે. જીવના પરિણામને અનુસાર જ જગતમાં સહુજ પરિણમન હોય છે. આત્માને સાધવા જે જાગ્યો તેને માટે આખું જગત અનુકૂળ જ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ કયારે ખૂલે? હે જીવ ! આટલે સુધી આવ્યો... હવે મોક્ષમાર્ગી થા.
અહીં એક જ દ્રવ્યને આશ્રિત ઉપાદાન-નિમિત્ત બતાવતાં દષ્ટાંતરૂપે જીવના જ્ઞાન ને ચારિત્રના સ્વતંત્ર પરિણામ બતાવ્યા. તેમાંથી ચારિત્રપરિણામની કંઈક વિશુદ્ધિ (એટલે કે મંદકષાય)ના બળે જીવ ત્યાંથી ઊંચો ચડીને મનુષ્ય થયો. એટલે કે ગર્ભિતશુદ્ધતા શુદ્ધિ આવ્યો. હવે ત્યાંથી આગળ વધીને વ્યક્ત શુદ્ધતા કેમ થાય, ને તે મોક્ષમાર્ગ તરફ કેમ જાય–તેની વાત કરે છેઃ
જાણપણું જ્ઞાનનું, અને વિશુદ્ધતા ચારિત્રની. એ બંને મોક્ષમાર્ગાનુસારી છે તેથી બંનેમાં વિશુદ્ધતા માનવી; પરંતુ વિશેષ એટલું કે તે ગર્ભિત શુદ્ધતા છે. પ્રગટ શુદ્ધતા નથી એ બંને ગુણની ગર્ભિતશુદ્ધતા જ્યાંસુધી ગ્રંથિભેદ થાય નહિ ત્યાંસુધી મોક્ષમાર્ગ સાધે નહિ, પંરતુ એ બંને ગુણોની ગર્ભિતશુદ્ધતા ઊર્ધ્વતા અવશ્ય કરે. જ્યારે ગ્રંથિભેદ થાય ત્યારે એ બંનેની શાખા ફૂટે અને ત્યારે એ બંને ગુણ ધારાપ્રવાહરૂપે મોક્ષમાર્ગ તરફ ચાલે. જ્ઞાનગુણની શુદ્ધતા વડે જ્ઞાનગુણ નિર્મળ થાય તથા ચારિત્રગુણની શુદ્ધતા વડે ચારિત્રગુણ નિર્મળ થાય. એ (જ્ઞાન) તો કેવળજ્ઞાનનો અંકુર છે, અને ચારિત્ર તે યથાખ્યાતચારિત્રનો અંકુર છે.”
જાઓ, સમ્યગ્દર્શન પહેલાંના જ્ઞાન-ચારિત્રના વિકાસમાં ગર્ભિતશુદ્ધતા કીધી, પણ તે પોતે મોક્ષમાર્ગરૂપ નથી, મોક્ષમાર્ગના અંકુરા તો સમ્યગ્દર્શન થાય ત્યારે જ ફૂટે છે. સમ્યગ્દર્શન થતાં જ્ઞાન-ચારિત્ર બંનેની ધારા મોક્ષમાર્ગ તરફ ચાલે છે. જ્ઞાનમાંથી તો કેવળજ્ઞાનના અંકુરા ફૂટ્યા ને ચારિત્રમાંથી યથાખ્યાતચારિત્રના અંકુર ફૂટયા. –આમ ગ્રંથિભેદ થતાં મોક્ષમાર્ગ શરૂ થયો. પહેલાં વિશુદ્ધતાથી જે જ્ઞાન ને ચારિત્ર ઊંચા આવ્યા હતા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦) : અધ્યાત્મ-સંદેશ (એટલે કે ઊર્ધ્વતા તરફ પરિણમવા માંડ્યા હતા ત્યારે તેમાં ગર્ભિતશુદ્ધતા હતી, તે હવે સ્વાનુભવ વડે ગ્રંથિભેદ થતાં પ્રગટ શુદ્ધતારૂપ થઈને મોક્ષમાર્ગરૂપ પરિણમવા માંડ્યા. જ્ઞાનના જાણપણાને અને ચારિત્રની વિશુદ્ધિને મોક્ષમાર્ગાનુસારી કહ્યા હતા તે આ અપેક્ષાએ સમજવા; તે મોક્ષમાર્ગઅનુસારી ક્યારે?-કે આગળ વધીને ગ્રંથિભેદ વડે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરે ત્યારે. –એના સિવાય મોક્ષમાર્ગ થતો નથી. એકલા શુભમાં કે જાણપણામાં જ ધર્મ કે મોક્ષમાર્ગ માનીને જે અટકી જાય છે ને આગળની શુદ્ધભૂમિકાનું જેને લક્ષ નથી તેના જ્ઞાન-ચારિત્રમાં મોક્ષમાર્ગાનુસારીપણું લાગુ પડતું નથી. જ્ઞાનગુણ ને ચારિત્રગુણરૂપી બીજમાંથી, વિકાસરૂપી અંકુરા પ્રગટે, તેને ગ્રંથિ-ભેદરૂપ પાણી પાતાં મોક્ષમાર્ગરૂપ શાખા ફૂટે અને તેમાં કેવળજ્ઞાન તથા વીતરાગતારૂપી ફળ પાકે, આવી તાકાત દરેક જીવમાં પડી છે. બીજા અને અંકુર હોવા છતાં ગ્રંથિભેદ વગર મોક્ષમાર્ગની શાખા ફૂટે નહિ. જેણે સમ્યગ્દર્શન કર્યું તેણે પોતાની પર્યાયમાં કેવળજ્ઞાનના ને વીતરાગતાના આંબા રોપ્યા, તેની શાખા ફૂટી, હવે અલ્પકાળમાં સાક્ષાત્ ફળ આવશે. અંતે તો બધું ગ્રંથિભેદ ઉપર આવીને ઊભું રહે છે; ગ્રંથિભેદ એટલે કે સમ્યગ્દર્શન એ મૂળ વસ્તુ છે. હે જીવ! આટલે સુધી આવ્યો હવે સમ્યગ્દર્શન પ્રગટ કરીને મોક્ષમાર્ગી થા.
જાણપણારૂપ જ્ઞાન અને મંદકષાયરૂપ ચારિત્ર-તેમાં જે ગર્ભિતશુદ્ધતા છે તેનાથી પણ અકામનિર્જરા છે એમ પહેલાં કહ્યું છે. તે સંબંધી શંકા –સમાધાન દ્વારા વધુ સ્પષ્ટતા કરે છે
અહીં કોઈ આશંકા કરે છે કે તમે કહ્યું કે જ્ઞાનનું જાણપણું અને ચારિત્રની વિશુદ્ધતા એ બંનેથી નિર્જરા થાય છે, ત્યાં જ્ઞાનના જાણપણાથી નિર્જરા થાય એ તો અમે માન્યું, પરંતુ ચારિત્રની વિશુદ્ધતાથી નિર્જરા કેવી રીતે થાય?–એ અમે સમજ્યા નહિ.
તેનું સમાધાનઃ સુણો ભૈયા! વિશુદ્ધતા તો સ્થિરતારૂપ પરિણામથી કહીએ; એ સ્થિરતા યથાખ્યાતચારિત્રનો અંશ છે, તેથી વિશુદ્ધતામાં શુદ્ધતા આવી. (અને એ વિશુદ્ધતા વડે નિર્જરા છે.)
ફરી શંકાકાર બોલ્યો-તમે વિશુદ્ધતાથી નિર્જરા કહી પણ અમે કહીએ છીએ કે વિશુદ્ધતાથી નિર્જરા નથી પણ શુભબંધ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૦૧
તેનું સમાધાનઃ- સાંભળ ભાઈ! એ તો તું સાચો; વિશુદ્ધતાથી શુભબંધ અને સંકલેશતાથી અશુભબંધ-એ તો અમે પણ માન્યું. પરંતુ એમાં બીજો ભેદ છે તે સાંભળઃ અશુભપદ્ધત્તિ એ અધોગતિનું પરિણમન છે તથા શુભપદ્ધત્તિ એ ઊર્ધ્વગતિનું પરિણમન છે. હવે અધોરૂપ સંસાર ને ઊર્ધ્વરૂપ મોક્ષસ્થાન-એમ સ્વીકારી, તેમાં શુદ્ધતા આવી એમ માન્યુંમાન્યું, એમાં ધોખો ( સંદેહ) નથી. [ માનિ માનિ યામેં ધોવો નાહીં હૈ]”
જ્ઞાનનું જાણપણું તે ક્ષયોપશમભાવરૂપ છે, ને તેનાથી નિર્જરા થાય છે; ચારિત્રમાં તીવ્રસંકલેશપરિણામ વખતે પાપબંધન થાય છે ને તેથી અધોગતિરૂપ પરિણમન થાય છે એટલે કે મોક્ષમાર્ગથી દૂર થતો જાય છે, ને મંદકષાયરૂપ વિશુદ્ધપરિણામ વખતે શુભબંધ થાય છે, ને ઊર્ધ્વગતિરૂપ પરિણમન થાય છે. તે ઉપરાંત અહીં એમ કહેવું છે કે સંકલેશ વખતે ચારિત્રમાં જે તીવ્ર અશુદ્ધતા હતી, મંદકષાય-શુભરાગ-વખતે તે અશુદ્ધતા કંઈક મંદ થઈ, તેટલી વિશુદ્ધિ ગણી, ને એ વિશુદ્ધિના બળે નિર્જરા કરીને જીવ ઊંચો આવે છે એમ કહ્યું. જો કે આ નિર્જરા કાંઈ મોક્ષમાર્ગ નથી, પણ તેના વડેય જીવ કંઈક ઊંચો આવ્યો-ને આગળ વધે તો મોક્ષમાર્ગ પણ પામે એવો અવકાશ થયો તે અહીં બતાવવું છે. સંપૂર્ણ ઊર્ધ્વતા તે મોક્ષ છે. નિગોદ એ તદ્દન અધોગતિ છે. હવે ચારિત્રના વિશુદ્ધપરિણામના બળે જીવ થોડીક ઊર્ધ્વતા પામ્યો, ને ઊર્ધ્વતામાં આગળ વધીને જો ગ્રંથિભેદ વડે શુદ્ધતા પ્રગટ કરે તો મોક્ષમાર્ગ પણ પામે-આ અપેક્ષાએ વિશુદ્ધતામાં ઊર્ધ્વતા ગણી ને તેનાથી નિર્જરા પણ ગણી. વિશુદ્ધતામાં જે ઊર્ધ્વતા અથવા ગર્ભિતશુદ્ધતા કહી તે તો ત્યાંથી આગળ વધીને વ્યક્તશુદ્ધતા પ્રગટ કરવા માટે છે, કાંઈ તેમાં જ અટકી જવા માટે નથી. વિશુદ્ધતામાં ( એટલે કે મંદકષાયમાં) જ અટકી જાય તો મોક્ષમાર્ગ થાય નહિ. ગ્રંથિભેદ વગર વિશુદ્ધતાનું જોર ચાલતું નથી, –મોક્ષમાર્ગ થતો નથી.
પહેલાં સંકલેશપરિણામ વખતે તો ચારિત્રપરિણામ તીવ્ર ડામાડોળ ને અસ્થિર હતા, તત્ત્વવિચાર કરવા જેટલી પણ સ્થિરતા તેમાં ન હતી; શુભ વખતે કષાયો મંદ પડતાં ચારિત્રપરિણામ કંઈક સ્થિર થયા, વિચાર શક્તિ જાગી; હવે આગળ વધીને ગ્રંથીભેદ વડે શુદ્ધસ્વરૂપાચરણ પ્રગટ કરે એટલે યથાખ્યાતચારિત્રનો અંશ અને મોક્ષમાર્ગ થાય. આમ પરિણામની આવી ઊર્ધ્વતા કરવા માટે વિશુદ્ધતામાં શુદ્ધતા માનવી; એમાં કાંઈ ધોખો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨ : અધ્યાત્મ-સંદેશ નથી. આથી કરીને કાંઈ શુભરાગ પોતે મોક્ષમાર્ગ થઈ જાય છે-એમ નથી. શુભરાગથી પુણ્યબંધ થાય છે એ વાત તો પહેલાં સ્વીકારી જ છે.
“વિશુદ્ધતામાં ગર્ભિતશુદ્ધતા છે” એમ માન્યું એનો અર્થ શું થયો ? -કે વિશુદ્ધતા (શુભ) પોતે શુદ્ધતા નથી, એટલે શુભથી આગળ જઈનેતેનાથી ઊર્ધ્વ શુદ્ધતા કાંઈક જુદી ચીજ છે-એમ લક્ષમાં લીધું છે તો તે શુભમાં જ ન અટકતાં આગળ વધીને શુદ્ધતા પ્રગટ કરશે. –માટે તેને શાબાશી ! શુભમાં રોકાઈ રહે તો શાબાશ નથી કહેતા, પણ એનાથી ઊર્ધ્વ જઈને શુદ્ધતા પ્રગટ કરવાનું જેણે લક્ષમાં લીધું તેને શાબાશી કહી છે. તેથી કહેશે કે વિશુદ્ધતાની જે ઊર્ધ્વતા તે જ તેની શુદ્ધતા છે.
અધ્યાત્મતત્ત્વનો અંતરમાં વૈરાગ્ય અને કષાયની મંદતા તો હોય જ. જેને કષાયની મંદતા અને વૈરાગ્ય હોય તેને જ આત્મસ્વરૂપ સમજવાની જિજ્ઞાસા જાગે. ભાઈ, અનંતકાળે તત્ત્વ સમજવાના ટાણાં આવ્યા, દેહુ કયારે છૂટશે એનો કોઈ ભરોસો નથી, –આવા કાળે જો કષાયને મુકીને આત્મસ્વરૂપ નહિ સમજ તો કયારે સમજીશ? જો સ્વભાવની પરિણતિ પ્રગટ કરીને સાથે ન લઈ જા તો તે આ જીવનમાં શું કર્યું?
5
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગ્રંથિભેદ થાય ત્યારે જ મોક્ષમાર્ગ થાય;
શુભમાં એવું જોર નથી કે મોક્ષને સાથે સંતો પ્રતાપસે સવ અવસર મા ચૂવા ; હે જીવ! તું જાગ!
"વિશુદ્ધતા સદા કાળ મોક્ષનો માર્ગ છે, પરંતુ ગ્રંથિભેદ વિના વિશુદ્ધતાનું જોર ચાલતું નથીને? જેમ કોઈ પુરુષ નદીમાં ડુબકી મારે,
જ્યારે ફરી ઊછળે ત્યારે દૈવયોગે તે પુરુષની ઉપર નૌકા આવી જાય તો, યાપિ તે પુરુષ તરવૈયો છે તો પણ કેવી રીતે નીકળે? તેનું જોર ચાલે નહિ; ઘણો કલબલ કરે પણ તેને વશ કાંઈ નથી. તેમ વિશુદ્ધતાની પણ ઊર્ધ્વતા જાણવી, તેથી તેને ગર્ભિતશુદ્ધતા કહી. તે ગર્ભિતશુદ્ધતા ગ્રંથિભેદ થતાં મોક્ષમાર્ગ તરફ ચાલી, પોતાના સ્વભાવ વડે વર્ધમાનરૂપ થઈ ત્યારે પૂર્ણ યથાખ્યાત પ્રગટ કહેવાયું. વિશુદ્ધતાની જે ઊર્ધ્વતા તે જ તેની શુદ્ધતા
છે.”
નિગોદરૂપી મહાસમુદ્રમાંથી શુભ પરિણામના બળે જીવ ઊંચે તો આવ્યો, પણ જો સમ્યગ્દર્શન વડે મોહની ગાંઠને તોડી નાંખે તો જ મોક્ષમાર્ગ પામીને સંસારથી તરે; એટલે એની ગર્ભિતશુદ્ધતા પ્રગટ શુદ્ધતારૂપ થઈને મોક્ષમાર્ગ તરફ ચાલે. ગ્રંથિભેદ વિના એકલી ગર્ભિતશુદ્ધતામાં મોક્ષમાર્ગે જવાની તાકાત નથી. નિગોદમાં અનંતાનંત જીવો છે, ને નિગોદની બહાર તો અનંતમા ભાગના જીવો છે. અનાદિથી સંસારસમુદ્રમાં ડુબેલો જીવ ચારિત્રનું કંઈક ઉપાદાન જાગતાં માંડ માંડ કંઈક ઊંચે આવ્યો ને જો ભેદજ્ઞાન કરે તો તરી જાય એવો અવસર આવ્યો, ત્યારે જો તે ભેદજ્ઞાનનો ઉદ્યમ ન કરે ને રાગમાં જ લીન થઈને અટકી જાય તો તે સંસારથી બહાર કઈ રીતે નીકળે? વિશુદ્ધિ સુધી તે આવ્યો પણ ગ્રંથિભેદ વિના એનું કાંઈ જોર ચાલી શકતું નથી. જાઓ, કર્મ પાસે જોર ન ચાલ્યું માટે રખડયો એમ નથી કહેતાં,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪ : અધ્યાત્મ-સંદેશ
પણ ગ્રંથિભેદ વિના એનું જોર નથી ચાલતું તેથી પાછો રખડે છે, એટલે કે તેની મોહગાંઠ જ તેને સંસારથી તરવા દેતી નથી. મોહગાંઠ ભેદાયાં વગર એકલો શુભભાવ શું કરે? ભાઈ, એકલા શુભનું કાંઈ જોર ચાલતું નથી. સ્વસત્તાના અવલંબને સમ્યક્ત્વાદિરૂપ શુદ્ધતા પ્રગટ કર તો તે શુદ્ધતાનું એવું જોર છે કે અલ્પકાળમાં મોક્ષ પમાડે. શુભ સુધી આવીને અટકી જાય તેમાં કાંઈ ન વળે, પણ આગળ વધીને સ્વભાવધારા પ્રગટ કરે તો સમ્યક્ચારિત્રના ને સમ્યજ્ઞાનના કણિયા પ્રગટે, એટલે વિશુદ્ધતાની ઊર્ધ્વતા થઈને વ્યક્ત શુદ્ધતા થાય; એ જ ધારા આગળ વધીને વીતરાગતા ને કેવળજ્ઞાન થાય.
ભાઈ, તારા ઉપાદાનમાં જે સામર્થ્ય ભર્યું છે ને તારાથી જે થઈ શકે તેવું છે તેની જ આ વાત છે. સંતોએ પોતે આત્મામાં જે કર્યું તે જ તને બતાવે છે. અહા, આત્માના સ્વાનુભવથી મોક્ષને સાધવાનો આવો અવસર તને હાથમાં આવ્યો છે... માટે હે જીવ! જાગ... ને તારા ઉપાદાનની સંભાળ કર... શુભથી આગળ જઈને શુદ્ધતાની અપૂર્વ ધારા ઉલ્લસાવ. સંતોò પ્રતાપસે સવ અવસર આ ઘૂળા હૈ.
પં. ટોડરમલ્લજીએ જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લખેલ છે તે સાધર્મીઓ ઉપર પ્રશ્નના જવાબરૂપે લખી હતી; ને પં. બનારસીદાસજીએ જે ૫રમાર્થવનિકા તથા ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી લખેલ છે તે બંને વનિકા કોઈ વ્યક્તિ ઉપર નથી લખી પણ પોતાના અંતરના વિચારો વચનિકારૂપે લખ્યા છે (-શ્રીમદ્દ રાજચંદ્રજીની હાથનોંધની માફક.) પં. બનારસીદાસજી પહેલાં તો શ્વેતાંબર હતા ને શૃંગા૨૨સની રચનામાં ચડી ગયેલા, શૃંગા૨૨સનું સાહિત્ય લખેલું, પણ પછી ધર્મવિચાર જાગૃત થતાં તે સાહિત્યની પોથી ગોમતી નદીમાં પધરાવી દીધી... ને દિગંબરશાસ્ત્રોનો અભ્યાસ થતાં અધ્યાત્મરસની અદભુત ખુમારી ચડી ગઈ, અધ્યાત્મશાસ્ત્રોનો તેમને ઘણો અભ્યાસ હતો; તેમણે કલશટીકા વાંચીને તેના ઉ૫૨થી સમયસાર-નાટક (કાવ્યરૂપ ) બનાવ્યું છે. જીઓ, આ ગૃહસ્થ હતા, ગૃહસ્થપણામાં રહીને તેમણે અધ્યાત્મનું આવું કામ કર્યું છે. આ ચિઠ્ઠીમાં પણ કેટલા સરસ ભાવો ભર્યા છે!
૫૨માર્થવનિકામાં આગમપદ્ધત્તિ અને અધ્યાત્મપદ્ધત્તિનું વર્ણન કરીને મોક્ષમાર્ગની ઘણી સ્પષ્ટતા કરી; અધ્યાત્મરૂપ શુદ્ધ ચેતનાપદ્ધત્તિ તે સ્વદ્રવ્યાશ્રિત છે ને તે જ મોક્ષમાર્ગ છે, એમ ત્યાં બતાવ્યું. આ ઉપાદાનનિમિત્તની ચિક્રિમાં પણ જીવના જ્ઞાન-ચારિત્ર વગેરે ગુણોના સ્વતંત્ર પરિણમનની સરસ વાત કરી છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૦૫ નિગોદનો જીવ એક ક્ષણમાં ત્યાંથી નીકળીને મોટો રાજકુમાર થાય, -તે કોના જોરે? ત્યાં જ્ઞાન તો ઘેલછારૂપ-અજાણરૂપ છે, વિચારશક્તિ પણ નથી, પણ ચારિત્રમાં કષાયની મંદતા કરીને તે મનુષ્ય થાય છે. ચારિત્રની તે પ્રકારની વિશુદ્ધિથી તે આટલો ઊંચે આવે છે, પણ તે વિશુદ્ધિ ભેદજ્ઞાન વગર મોક્ષમાર્ગે જતી નથી. ભેદજ્ઞાન થયા પછી જ વિશુદ્ધતાની ગતિ આગળ ચાલે ને મોક્ષમાર્ગને યોગ્ય શુદ્ધતા થાય. ભેદજ્ઞાન વગર મોક્ષમાર્ગરૂપ શુદ્ધતા ન થાય. કોઈ જીવ અશુભ પરિણામમાંથી સીધો મોક્ષમાર્ગમાં આવી જતો નથી, વચ્ચે શુભમાં આવીને પછી આગળ વધે તો જ મોક્ષમાર્ગમાં આવે છે; તેથી શુભને વિશુદ્ધરૂપ ગણીને તેમાં ગર્ભિતશુદ્ધતા કીધી, પણ ભેદજ્ઞાન વગર તો તે ગર્ભિતશુદ્ધતા નકામી છે, તેનું કાંઈ ચાલતું નથી, નિગોદમાંથી રાગની મંદતારૂપ પોતાના ઉપાદાન વડે જીવ ઊંચો આવ્યો, પણ જ્યારે રાગ અને જ્ઞાનની એકતા તોડીને વર્તે ત્યારે મોક્ષમાર્ગ થાય, ને ત્યારે જ તેનું ઊંચા આવવાનું લેખે લાગે. અહા, એક જ્ઞાનની અનુભૂતિમાં બધું સમાય છે, આખો માર્ગ જ્ઞાનના અનુભવમાં સમાય છે. જ્યાં જ્ઞાયકની અનુભૂતિ થઈ ત્યાં કહ્યું કે એને ‘સવ મા || મે સુ ૩ર વસે'
જગતમાં અનંતા દ્રવ્યો, તે પરસ્પર અસહાય. એક દ્રવ્યના અનંતા ગુણો, તે પરસ્પર અસહાય. એકેક ગુણની અનંતી પર્યાયો, તે પરસ્પર અસહાય.
ભાઈ, તારા ગુણપર્યાયોમાં પણ એકબીજાની સહાય નથી, તો પછી તારે બહારમાં બીજા કોની સહાય લેવી છે? મારા કાર્યમાં બીજાની સહાય, મારા ગુણ-પર્યાયમાં બીજાની સહાય, એનો અર્થ એ થયો કે મારા ગુણ-પર્યાય પરને આધીન; આવી પરાશ્રિતબુદ્ધિવાળા જીવની પરિણતિ સ્વતરફ કયાંથી વળે? ભગવાન સર્વજ્ઞદેવે વસ્તુને સ્વભાવથી જ દ્રવ્યગુણ-પર્યાયસ્વરૂપ ને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ પ્રત્યક્ષ જોઈ છે, વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય કે ઉત્પાદ-વ્યય-ધ્રુવ બીજા દ્વારા થવાનું ભગવાને જોયું નથી. સમંતભદ્રસ્વામી ભગવાનની સ્તુતિ કરતાં સ્વયંભૂસ્તોત્ર માં કહે છે કે હે નાથ! જગતના પદાર્થો પ્રત્યેક સમયે ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ આપે જોયા તે આપની સર્વજ્ઞતાનું ચિહ્ન છે; આપે કહેલા આવા વસ્તુસ્વરૂપને, અને તે – દ્વારા આપની સર્વજ્ઞતાને ઓળખીને અમે આપની સ્તુતિ કરીએ છીએ. સર્વજ્ઞ સિવાય આવા સૂક્ષ્મ વસ્તુસ્વરૂપને કોઈ પ્રત્યક્ષ જાણી શકે નહિ આવી વસ્તુસ્થિતિના જ્ઞાન વગર સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થાય નહિ. આ રીતે, હે જિનેન્દ્રદેવ ! આપે જાણેલી ને કહેલી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ : અધ્યાત્મ-સંદેશ
વસ્તુવ્યવસ્થા અમારા સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનનું કારણ છે; તેથી આપ પૂજ્ય છો.
સીમંધરનાથ ભગવાન અત્યારે મહાવિદેહમાં બિરાજે છે, તેઓ પણ આવું જ વસ્તુસ્વરૂપ કહી રહ્યા છે, ને ગણધરો-ઇન્દ્રો-ચક્રવર્તી જેવા શ્રોતાઓ આદરપૂર્વક તે સાંભળી રહ્યા છે. કુંદકુંદાચાર્યદેવે પણ ભગવાનની વાણી ઝીલીને સમયસાર-પ્રવચનસા૨ વગેરેમાં અલૌકિક વસ્તુસ્વરૂપ બતાવ્યું છે. વસ્તુસ્વરૂપનો સિદ્ધાંત ત્રિકાળ એકરૂપ છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ વસ્તુ સત્ છે; ઉત્પાદ તે પણ સતનો અંશ છે, તે પોતાથી જ છે. વિભાવપર્યાયનો ઉત્પાદ પણ છે તો પોતાના ઉપાદાનથી, કાંઈ ૫૨થી નથી, પણ તેમાં વિભાવ છે તે સ્વઆશ્રયે થયેલો નથી પણ પરાશ્રયે થયેલો છે, માટે તેને નિમિત્તાધીન કહ્યો. પણ ‘નિમિત્તાધીન ’નો અર્થ કાંઈ એવો નથી કે તે નિમિત્તે કરાવેલો હોય. નિમિત્ત કાંઈ તે-રૂપે નથી પરિણમ્યું, તેમજ નિમિત્તે કાંઈ તે પરિણમન નથી કરાવ્યું. સ્વભાવપર્યાયરૂપ કે વિભાવપર્યાયરૂપ વસ્તુ પોતે પોતાના તે પ્રકારના ઉપાદાનથી, ને પરની સહાય વગર જ પરિણમે છે. –આવું વસ્તુસ્વરૂપ સદાકાળ છે.
છએ દ્રવ્ય સદાય અસહાયપણે એટલે બીજાની સહાય વગર પોતાના આશ્રયે પરિણમન કરે છે, તે સંબંધી સમયસારનાદમાં પણ પં. બનારસીદાસજીએ સરસ વાત કરી છે; ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે કે હું સ્વામી ! રાગ-દ્વેષ-પરિણામનું મૂળ કારણ કોણ છે? અસલી કારણ કોણ છે? શું પુદ્ગલકર્મ તેનું કારણ છે? કે ઇન્દ્રિયવિષયો, ધન, પરિવાર, મકાન એ કોઈ કારણ છે? તે આપ કહો. ત્યારે શ્રીગુરુ સમાધાન કરતાં કહે છે કે
गुरु कहे छहों दर्व अपने अपने रूप, सबनिको सदा असहाई परिनौन है। को दर्व काहूको न प्रेरक कदाचि तातें, राग दोष मोह मृषा मदिरा अचौन है ।। ६१ ।।
છએ દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં સદા નિજાશ્રિત પરિણમન કરે છે, અસહાય પરિણમન છે, કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યની પરિણતિને માટે કદાપિ પ્રેરક થતું નથી; માટે મિથ્યાત્વમોહનું મદિરાપાન તે જ રાગ-દ્વેષનું મૂળ કારણ છે, અન્ય કોઈ નહીં. આમ છતાં, આત્માને પુદ્દગલની જોરાવરીથી રાગ-દ્વેષ પરિણામ થવાનું જે માને તેને મૂર કહ્યો છે; અને એવા વિપરીત પક્ષવાળો જીવ રાગ-દ્વેષ-મોહથી કદી છૂટી શકતો નથી. ભાઈ ! તું ચૈતન્ય
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૦૭ રાજા, તું જ તારા ચૈતન્યભાવને ઉપજાવવા સમર્થ છો. આ ચૈતન્યરાજા મિથ્યાત્વદશામાં રાગ-દ્વેષભાવ પણ પોતે જ ઉપજાવતો હતો ને સમ્યકત્વદશામાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-સુખ વગેરે નિર્મળભાવોને પણ સ્વતંત્રપણે પોતે જ ઉપજાવે છે. –કેટલી ચોખ્ખી વાત કરી છે!
ઉપાદાન એટલે વસ્તુની સહજશક્તિ; નિમિત્ત એટલે પરસંયોગ, તે અસહાયી ને અકિંચિત્કર.
એકબીજાને સહાયક ન હોય, માત્ર તટસ્થ ઉદાસીન હોય તેને જ નિમિત્ત કહેવાય. પોતાના અનંત ગુણ-પર્યાયો સ્વાધીન છે એને ઓળખે તો દુ:ખ રહે નહિ. ક્ષાયકસમ્યકત્વ થવામાં બહારમાં શ્રુતકેવળીની કે કેવળીની સહાય નહિ, અંદરમાં રાગની સહાય નહિ અરે, ચારિત્રગુણની પણ સહાય નહિ. કોઈ મુનિરાજને ચારિત્રદશા હોવા છતાં ક્ષાયકસમ્યકત્વ ન હોય, કોઈ ગૃહસ્થને ચારિત્રદશા ન હોવા છતાં ક્ષાયકસભ્યત્વ હોય. - આમ પ્રત્યેક ગુણનું સ્વતંત્ર પરિણમન પોતપોતાના ઉપાદાનઅનુસાર છે.
જેટલું જ્ઞાન તેટલું સુખ, પૂરું જ્ઞાન ત્યાં પૂરું સુખ, –છતાં બંને પર્યાયો સ્વતંત્ર જ્ઞાનરૂપ પરિણમન જ્ઞાનગુણનું છે, સુખરૂપ પરિણમન સુખગુણનું છે; જ્ઞાનગુણ સુખરૂપે નથી પરિણમતો, ને સુખગુણ જ્ઞાનરૂપે નથી પરિણમતો, એટલે કોઈ કોઈને આધીન નથી. આવી સ્વતંત્રતા દરેક આત્મામાં છે, તે સ્વતંત્રતાનો આ ઢંઢેરો છે. આવી સ્વતંત્રતા સમજ્યા વગર સ્વસમ્મુખ પરિણતિ વળે નહિ ને પરિણતિ સ્વસમ્મુખ વળ્યા વગર સુખ થાય નહિ. જ્યાં સ્વતંત્રતા ત્યાં સુખ.
જીવ સ્વતંત્ર છે. અજ્ઞાનભાવથી વિકાર કરવામાં કે સ્વાનુભવથી સમ્યગ્દર્શન આદિ ધર્મ કરવામાં જીવ સ્વતંત્ર છે. જીવ એવો પરાધીન નથી કે તેની પર્યાયનું બીજો કારણ થાય. અશુભ, શુભ કે શુદ્ધ પરિણતિરૂપે જીવ સ્વયં પોતાના ઉપાદાનબળથી જ પરિણમે છે; તે વખતે બીજાં નિમિત્ત હો પણ તેને કારણે કાંઈ જીવના પરિણામ નથી. શુભભાવમાં નિમિત્ત જિનપ્રતિમા, ક્ષાયકસમ્યકત્વમાં નિમિત્ત કેવળીશ્રુતકેવળી, જ્ઞાનમાં નિમિત્ત જિનવાણી-એ બધા નિમિત્તો અકિંચિત્કર છે. વસ્તુ પોતાના ઉપાદાનથી, નિમિત્તની સહાય વગર પરિણમે છે. જ્ઞાન, વાણી ને ઇચ્છા ત્રણે સ્વતંત્ર; આ સિદ્ધાંત અનુસાર ઉપાદાન-નિમિત્તના બધાય દષ્ટાંતોમાં સ્વતંત્રતા સમજી લેવી.
આ સમજે તો જીવ પરદ્રવ્યની ક્રિયામાં કર્તાપણે ઊભો ન રહે, એટલે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮ : અધ્યાત્મ-સંદેશ સ્વ તરફ વળે, જ્ઞાનમાં સત્યતા આવે, અસત્યતા ટળે, એટલે દુઃખ ટળે ને સ્વાધીનસુખ થાય. -આ સ્વતંત્રતાની સમજણનું ફળ.
પોતાના અનંતગુણ પોતામાં છે, જે પોતામાં છે એવો પોતાનો એક ગુણ પણ બીજા ગુણને સહાયક થતો નથી, તો પછી જે પોતામાં નથી એવા અન્ય બહારના પદાર્થો તો પોતાને સહાયક કયાંથી હોય? ઇન્દ્ર સાધકભાવે જ્યારે તીર્થંકરદેવના ચરણમાં નમસ્કાર કરતા હોય ત્યારે (૧) ભગવાન જેવા પોતાના શુદ્ધસ્વરૂપનું સમ્યક જ્ઞાન, (૨) ભગવાનની ભક્તિનો શુભરાગ અને (૩) હાથ જોડવારૂપ શરીરની જડ ક્રિયા, –આ પ્રમાણે જ્ઞાન, રાગ ને જડ એ ત્રણેની ક્રિયા એક સાથે થઈ રહી છે; છતાં ત્રણે સ્વતંત્ર, કોઈને કારણે કોઈ નહિ, કોઈ કોઈનું કર્તા નહિ.
અરે જીવ! ભગવાનના આંગણે તું કદી આવ્યો નથી. ભગવાનના માર્ગ જગતથી જુદા છે, એના આંગણાં પણ જુદાં છે. જુઓને, સમવસરણની શોભા! કેવી અચિંત્ય !! એ ભગવાનના દરબારનું બાહ્ય આંગણું પણ કેવું અચિંત્ય !! સાધકોએ ભગવાનના આંગણાં જોયા છે. વળી, ભગવાનની બેઠક પણ જુદી જાતની. સિંહાસન ઉપર દિવ્ય ગંધકૂટિ ને તેને પણ અડ્યા વગર ચાર આંગળ ઊંચે ભગવાન બિરાજે; ભગવાનનો આત્મા પરભાવથી અલિપ્ત ને દેહ પણ સિંહાસનથી અલિપ્ત-બંને નિરાવલંબી, જુઓ તો ખરા, અંદર આત્મા નિરાલંબી થયો ત્યાં બહારનો દેહ પણ નિરાલંબી થઈ ગયો!
તત્ત્વનિર્ણય કરીને ભગવાનના આંગણે જીવ આવે તો અંદર પ્રવેશ થાય, ને સમ્યગ્દર્શન વડે પોતામાં જ સાક્ષાત ભગવાનનાં દર્શન થાય. પોતે પોતાને જ ભગવાન સ્વરૂપે દેખે. વાહ! જુઓ, આ ભગવાનનો માર્ગ. પોતે પોતાને ભગવાન તરીકે દેખે ત્યારે જ તે ભગવાનના માર્ગમાં ને ભગવાનના ઘરમાં આવ્યો કહેવાય. તે ભગવાનનો ખરો યુવરાજ થયો, જિનેશ્વરદેવનો નંદન થયો. -તેણે અનેકાંતરૂપી અમૃત પીધું.
દરેક વસ્તુનાં પર્યાયો ને ગુણો પોતપોતાની મર્યાદામાં રહેલાં છે, કોઈની મર્યાદા કોઈ તોડતું નથી. ભિન્ન ભિન્ન પદાર્થોને એકબીજામાં અભાવરૂપ જે મર્યાદા છે તે કદી તૂટતી નથી, ભિન્ન પદાર્થો એકબીજામાં ભળતા નથી, એક-બીજાના ગુણ-પર્યાયમાં કંઈ ખલેલ કરતા નથી. નિગોદના જીવને નથી કાંઈ શ્રવણ, કે નથી બહારમાં બીજું કાંઈ નિમિત્ત, છતાં ઉપાદાનશક્તિથી શુભભાવ કરીને એકક્ષણમાં ત્યાંથી નીકળીને મનુષ્ય થાય છે. કોઈ જીવને સમ્યકત્વપરિણામ હો, તે જ વખતે સાથે એક જ પર્યાયમાં અશુભ પરિણામ હો, છતાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૦૯ સમ્યકત્વને તે બાધા કરતા નથી, અથવા શુભ પરિણામ હો તો સમ્યકત્વને તે કાંઈ લાભકર્તા નથી, શુભ-અશુભનું કર્તુત્વ સમ્યગ્દર્શનમાં નથી. બંને ધારા જુદી જ કામ કરે છે. એક જ સમયની પર્યાયમાં એકસાથે બંને વર્તે છે છતાં બંનેની કાર્યધારા તદ્દન જુદી છે. પરિણામની આવી સ્વતંત્રતા છે.
કોઈ મિથ્યાદષ્ટિ શુકલલેશ્યા હોય છતાં તેનાથી તેને સમ્યકત્વનો કાંઈ લાભ થતો નથી. કોઈ સમકિતીને કૃષ્ણલેશ્યા હોય, છતાં તેનાથી તેના સમ્યકત્વને કાંઈ નુકશાન થઈ જતું નથી. એક જ વસ્તુમાં લશ્યાના અને સમ્યકત્વના એ બંને પરિણામ સ્વતંત્ર છે. અહીં જ્ઞાનને ચારિત્ર બંનેની સ્વતંત્રતા અને અસહાયપણું બતાવીને તેમને નિમિત્ત-ઉપાદાન તરીકે વર્ણવ્યા છે. એક જ સમયની પર્યાયમાં ઉપાદાન ને નિમિત્ત બને વર્તે છે?-કેટલી સૂક્ષ્મ વાત! ઉપાદાન-નિમિત્ત બંને એક જાતના હોય એટલે કે બંને અશુદ્ધ હોય કે બંને શુદ્ધ હોય-એમ અહીં નથી બતાવવું, અહીં તો એક પર્યાયમાં જ્ઞાન-ચારિત્રના કેવા બે પ્રકાર એક સાથે છે, અને છતાં બંને કેવા સ્વતંત્ર છે, તે બતાવવું છે. એકેન્દ્રિયાદિને જાણરૂપ જ્ઞાન કદી હોતું નથી, અજાણ રૂપ જ જ્ઞાન હોય છે. એટલે શુદ્ધનિમિત્તનો ભંગ તેને લાગુ પડે નહિ, બાકીના ત્રણ બોલ લાગુ પડે. ચારે ભંગ તો જેને તત્ત્વવિચાર જાગ્યો હોય એવા પંચેન્દ્રિયને જ લાગુ પડે.
પ્રશ્ન- એકેન્દ્રિયમાં વેશ્યા તો અશુભ જ કહી છે, તો તેને શુભ પરિણામ કેમ હોય?
ઉત્તર- અશુભ લેગ્યામાં પણ અનેક પ્રકારની તારતમ્યતા હોય છે; લેશ્યા અશુભ હોય છતાં તેની સાથે શુભ પરિણામ પણ હોય છે; કોઈને લેશ્યા શુભ હોય છતાં તેની સાથે પરિણામ અશુભ હોય. જેમકે-નરકમાં અશુભ લેશ્યા જ છે છતાં ત્યાં શુભ પરિણામ પણ કોઈ જીવો કરે છે; દેવમાં શુભ લેશ્યા જ છે છતાં ત્યાં અશુભપરિણામ પણ કોઈ જીવો કરે છે. જીવોના પરિણામમાં અનેક પ્રકારની વિચિત્રતા છે.
મોક્ષમાર્ગની સન્મુખ થયેલા જીવને જ્ઞાન-ચારિત્રમાં ગર્ભિતશુદ્ધતા કહેવાય, પણ સમ્યક શુદ્ધતા જેવી શુદ્ધતા ગ્રંથિભેદ વગર હોય નહિ. આવી જ્ઞાનની ગર્ભિતશુદ્ધતા કાંઈ બધા પંચેન્દ્રિય જીવોને હોતી નથી, એકેન્દ્રિયાદિ અસંજ્ઞી સુધી તો કોઈને હોતી નથી. આ જ્ઞાનની ગર્ભિતશુદ્ધિથી અકામનિર્જરા છે; તે વખતે કદાચ સંકલેશભાવ હોય તોપણ અકામનિર્જરા થયા જ કરે છે. –છતાં જ્ઞાનની આટલી વિશુદ્ધિ થવાથી કાંઈ ધર્મ કે મોક્ષમાર્ગ થઈ જતો નથી; સમ્યજ્ઞાન થઈ જતું નથી; માત્ર જ્ઞાનપરિણામમાં એટલી ઊર્ધ્વતા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦ : અધ્યાત્મ-સંદેશ થઈ છે. -હવે જો ગ્રંથિભેદ કરશે તો મોક્ષમાર્ગ થશે. એ જ રીતે ચારિત્રમાં જે વિશુદ્ધતા કહી તેમાં પણ સમજી લેવું. એનું ઘણું સ્પષ્ટીકરણ થઈ ગયું છે. અશુભ વખતે જેટલી તીવ્ર અશુદ્ધતા છે તેટલી શુભ વખતે નથી, શુભ વખતે અશુદ્ધતા મંદ પડી છે તે અપેક્ષાએ તેમાં વિશુદ્ધિનો અંશ કહ્યો પણ તે મોક્ષમાર્ગરૂપ નથી માટે તેને ગર્ભિતશુદ્ધતા કહી, તેને મોક્ષમાર્ગ ન કહ્યો. મોક્ષમાર્ગની સમ્યક્ શુદ્ધતા ને આ ગર્ભિતશુદ્ધતા-એ બંનેની જાત જુદી છે.
આત્માનો મુક્તસ્વભાવ છે, એટલે બંધાયેલાં કર્મો સદાય બંધાયેલા જ રહેતા નથી, કર્મો સદાય છૂટયા જ કરે છે, અર્થાત્ અકામનિર્જરા તો થયા જ કરે છે. તેને એટલો અવકાશ રહે છે કે, કદી એટલી અશુદ્ધતા નથી થતી કે અકામનિર્જરા પણ ન થાય. તેનો શાનાંશ ક્ષયોપશમભાવરૂપે જરાક ખૂલો રહે જ છે, અને સંકલેશભાવ વખતેય અમુક કર્મોની નિર્જરા તો ચાલુ જ છે. આત્માને છૂટવાનો આટલો અવકાશ તો સદાય હોય જ. પણ અહીં તો સમ્યક પુરુષાર્થના બળે, મિથ્યાત્વાદિ કર્મોનો અત્યંત નાશ કરીને, સાક્ષાત્ મોક્ષમાર્ગમાં કેમ અવાય-તેની વાત છે.
કષાય છે તે અશુદ્ધતા છે, જેટલો કપાય ઘટયો તેટલી વિશુદ્ધતા થઈ એમ કહ્યું પણ તેમાં હજી સમ્યકત્વની શાંતિ પ્રગટી નથી એટલે તે પ્રગટ શુદ્ધતા નથી. સમ્યકત્વ થાય ત્યારે પ્રગટ શાંતિનું વેદના થાય. કષાયની મંદતા થઈ તેટલી વિશુદ્ધતા કીધી પણ જો કષાય અને જ્ઞાનની એકતાની ગાંઠને ભેદજ્ઞાનવડે ભેદે નહિ તો તેને મોક્ષમાર્ગનો કાંઈ લાભ થાય નહિ. મોક્ષમાર્ગનો લાભ ભેદજ્ઞાનથી જ થાય છે. વિજ્ઞાનત: सिद्धा सिद्धा ये किलकेचन।'
સંકલેશમાંથી તો મોક્ષમાર્ગ તરફ કદી જવાતું નથી.
વિશુદ્ધતામાંથી મોક્ષમાર્ગ તરફ જવાય છે–પણ કયારે? કે ગ્રંથિભેદ કરે ત્યારે.
શુભભાવરૂપ વિશુદ્ધિના બળે જીવ એટલો ઊંચો આવે કે નિગોદમાંથી નીકળી મનુષ્ય થાય ને સમવસરણમાં જાય, ગણધર પાસે જાય, સંતોની સભામાં જઈને બેસે, ભગવાનની દેશના જેમ ગણધરદેવ સાંભળે તેમ તે પણ તે જ સભામાં બેસીને સાંભળે, આટલો ઊંચો શુભભાવથી આવે, પણ ગ્રંથિભેદ વગર મોક્ષમાર્ગને સાધી શકે નહિ. ગ્રંથિભેદ કરે ત્યારે વિશુદ્ધતા વર્ધ્વમાનરૂપ થઈને શુદ્ધતાને સાધે, વિશુદ્ધતા વદ્ધમાન થાય એટલે કાંઈ રાગ વદ્ધમાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૧૧ થાય એમ ન સમજવું, પણ રાગનો અભાવ વધતો જાય, એમ સમજવું. રાગની ધારા વધીવધીને કાંઈ અનુભવ નથી થતો, પણ વિશુદ્ધતાવડે તીવ્ર રાગનો જેમ અભાવ કર્યો, તેમ આગળ વધીને રાગનો તદ્દન અભાવ કરીને (રાગથી ભિન્ન ચૈતન્યને અનુભવમાં લઈને ) ભેદજ્ઞાન કરતાં મોક્ષમાર્ગરૂપ શુદ્ધતા પ્રગટે છે. એને જ વિશુદ્ધતાની ઊર્ધ્વતા થઈ કહેવાય છે. અને તે જ શુદ્ધતા વધી વધીને કેવળજ્ઞાનને તથા યથાખ્યાતચારિત્રને સાધે છે. જાત વિના ભાત પડે નહિ, તેમ સમ્યગ્દર્શન વગર શુદ્ધતાની ભાત આત્મામાં પડે નહિ. સમ્યગ્દર્શન પહેલાંની જે ઊર્ધ્વતા કહી તેનાથી મોક્ષમાર્ગનો લાભ થતો નથી.
અહા, સ્વાનુભવની ચર્ચા કરે તેને પણ ધન્ય કહ્યો, તો જેઓ સ્વાનુભવરૂપે સાક્ષાત્ પરિણમ્યા છે-સ્વયં અધ્યાત્મરૂપ બન્યા છે એવા સંતોના મહિમાની શી વાત! અને જેને એવા સંતોનો સાક્ષાત્ સમાગમ મળ્યો. એમનાં ચરણોની સાક્ષાત્ ઉપાસના મળી અને એમની વાણીનું સાક્ષાત્ શ્રવણ મળ્યું, એનાં કેવા ધન્ય ભાગ્ય !!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગનું સ્વરૂપ મોક્ષ તરફ જતી જ્ઞાનધારા ને ચારિત્રધારા
/
/
“વળી સાંભળ! જ્યાં મોક્ષમાર્ગ સાધ્યો ત્યાં કહ્યું કે સચવર્શન–જ્ઞાનવારિત્રાણિ મોક્ષના:' તથા એમ પણ કહ્યું કેજ્ઞાનશિયાખ્યાન મો:' તે સંબંધી વિચાર-ચોથા ગુણસ્થાનથી માંડીને ચૌદમા ગુણસ્થાન સુધી મોક્ષમાર્ગ કહ્યો. તેનું વિવરણઃ સમ્યકરૂપ જ્ઞાનધારા ને વિશુદ્ધરૂપ ચારિત્રધારા એ બંને ધારા મોક્ષમાર્ગ તરફ ચાલી; ત્યાં જ્ઞાન વડે જ્ઞાનની શુદ્ધતા ને ક્રિયા વડે ક્રિયાની (-ચારિત્રની) શુદ્ધતા થવા લાગી. જો વિશુદ્ધતામાં શુદ્ધતા છે તો યથાખ્યાતરૂપ થાય છે. જો વિશુદ્ધતામાં શુદ્ધતા ન હોત તો કેવળીને વિષે જ્ઞાનગુણ શુદ્ધ હોત ને ક્રિયા અશુદ્ધ રહેત, પણ એમ તો હોતું નથી. તેમાં શુદ્ધતા હતી તેનાથી વિશુદ્ધતા થઈ. અહીં કોઈ કહે કે જ્ઞાનની શુદ્ધતા વડે ક્રિયા શુદ્ધ થઈ; પણ એમ નથી. કોઈ ગુણ અન્યગુણના સહારે નથી, સર્વે અસહાયરૂપ છે. વળી જો ક્રિયાપદ્ધત્તિ સર્વથા અશુદ્ધ હોત તો અશુદ્ધતાની એટલી શક્તિ નથી કે જે મોક્ષમાર્ગ તરફ ચાલે. માટે વિશુદ્ધતામાં યથાખ્યાતનો અંશ છે તેથી તે અંશ ક્રમેક્રમે પૂર્ણ થયો.”
મોક્ષમાર્ગ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. મોક્ષમાર્ગ શું છે? ‘સ ર્જનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા :' એ પ્રસિદ્ધ સૂત્ર છે; જ્યાં ‘જ્ઞાનશિયાભ્યામ્ મોક્ષ:' કહ્યું તેમાં પણ સમ્યજ્ઞાનના પેટામાં સમ્યગ્દર્શન આવી જ ગયું, કેમકે સમ્યગ્દર્શન વગર કદી સમ્યજ્ઞાન હોતું નથી, બંને સાથે જ છે, અને ક્રિયા કહેતાં સમ્મચારિત્ર આવ્યું; એ રીતે “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ: ”માં પણ “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ:' આવી જાય છે.
પ્રશ્નઃ- બંધનાં કારણ પાંચ કહ્યાં છે-મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય ને યોગ; તેથી મોક્ષના કારણમાં એ પાંચનો અભાવ આવવો જોઈએ, -તે કઈ રીતે છે?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૧૩ ઉત્તરઃ- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં એ પાંચેય બંધકારણોનો અભાવ આવી જ જાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાનમાં તો મિથ્યાત્વનો અભાવ છે; અને સમ્યક્રચારિત્રમાં અવ્રતનો, પ્રમાદનો, કષાયનો તથા યોગનો અભાવ છે. એ રીતે બંધના પાંચેય કારણોના અભાવરૂપ મોક્ષમાર્ગ છે.
પ્રશ્ન- સમ્યક્રચારિત્રમાં અવ્રતાદિનો અભાવ છે-એ તો બરાબર, પણ તેમાં યોગનો અભાવ કહ્યો તે કઈ રીતે? યોગ તો બારમે ને તેરમે ગુણસ્થાને પણ હોય છે?
ઉત્તરઃ- વીતરાગભાવરૂપ ચારિત્ર બારમાં ગુણસ્થાને પૂરું થઈ ગયું છે તે બરાબર, પરંતુ હજી આત્મદ્રવ્યના બધાય ગુણો પોતપોતાના સ્વરૂપમાં સ્થિત થયા નથી તે અપેક્ષાએ આત્મદ્રવ્યનું ચારિત્ર હજી પૂરું થયું નથી. આત્મદ્રવ્યના બધા ગુણોની સ્વરૂપસ્થિતિ ચૌદમાં ગુણસ્થાનના છેલ્લે સમયે ગણવામાં આવી છે, ને ત્યારે જ મોક્ષમાર્ગની પૂર્ણતા ગણવામાં આવી છે; તેના અનંતર સમયે મોક્ષ થાય છે. જો સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ સંપૂર્ણ મોક્ષમાર્ગ બારમા ગુણસ્થાને જ પૂરો થઈ ગયો હોય તો તરત જ મોક્ષ કેમ ન થઈ જાય ? માટે આત્માના બધાય ગુણોની વિવેક્ષાથી જોતાં મોક્ષમાર્ગની પૂર્ણતા ચૌદમાં ગુણસ્થાનના અંત સમયે થાય છે. અને તેમાં બંધના કારણરૂપ યોગનો પણ અભાવ થઈ ગયેલો છે. આ રીતે “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ:' એ સૂત્ર નિબંધ છે. * કોઈવાર એમ કહે કે, દ્રવ્યાર્થિકનયથી આત્માને બંધ-મોક્ષ નથી. * કોઈવાર કહ્યું કે, રત્નત્રયપરિણત આત્મા જ મોક્ષમાર્ગ છે. * કોઈવાર કહ્યું કે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. કોઈવાર કહ્યું કે, જ્ઞાન ને ક્રિયા તે મોક્ષમાર્ગ છે.
કોઈવાર કહે કે, ચાર પ્રકારની આરાધના તે મોક્ષમાર્ગ છે. * કોઈવાર કહે કે, ઉત્તમક્ષમાદિ દશધર્મો મોક્ષનું કારણ છે.
કોઈવાર કહે કે, શુદ્ધઆત્માની અનુભૂતિ તે મોક્ષમાર્ગ છે. * કોઈવાર કહે કે, નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. * કોઈવાર કહે કે, જ્ઞાનની અનુભૂતિ તે જ મોક્ષમાર્ગ છે. * કોઈવાર કહે કે, વીતરાગતા તે જ મોક્ષમાર્ગ છે. * કોઈવાર કહે કે, શુદ્ધોપયોગ તે મોક્ષમાર્ગ છે. * કોઈવાર કહે કે, સ્વદ્રવ્યનો આશ્રય તે મોક્ષમાર્ગ છે.
*
*
*
-પણ એ બધાય પ્રકારમાં એક જ તાત્પર્ય છે, ક્યાંય પરસ્પર વિરુદ્ધતા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪ : અધ્યાત્મ-સંદેશ નથી. ભિન્ન ભિન્ન પ્રકારે સમજાવવા માટે અનેક વિવક્ષાથી કથન કર્યું હોય, ત્યાં તે વિવક્ષા સમજીને તેનું તાત્પર્ય સમજી લેવું જોઈએ વીતરાગી શાસ્ત્રોનું તાત્પર્ય હંમેશાં એવું જ હોય કે જેનાથી આત્માને લાભ જ થાય... ને વીતરાગતા વધે.
સમ્યગ્દર્શન પહેલાંના જ્ઞાન-ચારિત્રમાં કંઈક વિકાસ દેખીને, તથા નિર્જરા દેખીને, તેનામાં વિશુદ્ધતા ભલે કીધી પણ સમ્યગ્દર્શન વગર તેનું જોર ચાલતું નથી એટલે કે મોક્ષમાર્ગ થતો નથી. માટે સમ્યગ્દર્શનની જ પ્રધાનતા આવી. સમ્યગ્દર્શન સહિતનું જ્ઞાન, અને સમ્યગ્દર્શન સહિતની સ્વરૂપ-સ્થિરતારૂપ ક્રિયા-તે જ મોક્ષમાર્ગ છે; આ રીતે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર તે મોક્ષમાર્ગ છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહેતાં તેનાથી વિરુદ્ધ એવા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર તે બંધનાં કારણ છે–એમ પણ આવી ગયું.
અહીં પ્રશ્ન – જ્ઞાનનો ઉઘાડ બંધનું કારણ નથી-એમ આપે કહ્યું હતું ને?
ઉત્તર:- જ્ઞાનનો ક્ષયોપશમભાવ તે બંધનું કારણ નથી–એ બરાબર છે; જો ઉઘાડ જ બંધનું કારણ થાય તો તો ક્ષયોપશમ વધતાં બંધન પણ વધતું જાય, પણ એમ નથી. પરંતુ જ્ઞાન પોતે જ્યારે મોહ સાથે ભળીને વર્તે છે ને નિજપ્રયોજનને સાધતું નથી, સ્વતત્ત્વને જાણવામાં પ્રવર્તતું નથી ત્યારે તે બંધનું કારણ થાય છે, એટલે મિથ્યાજ્ઞાનને બંધનું કારણ કહ્યું છે. અને જ્ઞાન જ્યારે સ્વતત્ત્વને જાણવામાં પ્રવર્તતું થયું નિજપ્રયોજનને સાધે છે ત્યારે તે સમ્યજ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે.
હે મહાપ્રાજ્ઞ! જ્ઞાન પરને જાણે તેથી તે દુ:ખી ન થઈશ”—એટલે કે સમ્યજ્ઞાન પરને જાણે તેથી કાંઈ તે મિથ્યા થઈ જતું નથી, જાણવાનો તો એનો સ્વભાવ છે. પણ સ્વ-પરની ભિન્નતાને જાણે નહિ, સ્વતત્ત્વને ઓળખે નહિ ને પરને જ જાણવામાં પ્રવર્તે-તો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ થયેલું તે અજ્ઞાન બંધનું કારણ થાય છે. જ્ઞાને પોતાના સ્વરૂપને ન ઓળખ્યું છે તેનો અપરાધ છે. આ રીતે વિપક્ષાઅનુસાર આશય સમજતાં શાસ્ત્રોમાં ક્યાંય વિરુદ્ધતા નથી.
નિગોદમાંથી મનુષ્ય થતાં જ્ઞાનનો ઉઘાડ ઘણો વધ્યો, પણ તે જ્ઞાન સ્વસમ્મુખ થઈને જ્યાં સુધી સ્વપ્રયોજનને ન સાધે ત્યાં સુધી મોક્ષમાર્ગમાં આવે નહિ; સ્વતત્ત્વને જાણીને સમ્યક થાય ત્યારે જ તે મોક્ષમાર્ગમાં આવે. આ અપેક્ષાએ સ્વાનુભૂતિરૂપ આત્મજ્ઞાન પાસે શાસ્ત્રજ્ઞાનને સ્થૂળ કહ્યું છે. જ્ઞાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૧૫ સમ્યકપણે વિકસીત થઈને જ્યારે કેવળજ્ઞાન તરફ ચાલ્યું ત્યારે તેની સાથે ચારિત્રનો અંશ પણ શુદ્ધ થઈને યથાખ્યાત તરફ ચાલ્યો. આમ બંને ગુણની ધારા મોક્ષમાર્ગમાં એક સાથે છે; છતાં જ્ઞાનને કારણે જ્ઞાન છે ને ચારિત્રને કારણે ચારિત્ર છે. -બંનેના ઉપાદાન સ્વતંત્ર છે.
પ્રશ્ન - પર્યાયની શુદ્ધતા તો ગુણની શક્તિમાંથી આવશે ! પછી ઉઘાડમાં ને કષાયની મંદતામાં ગર્ભિતશુદ્ધતા કહેવાનું શું પ્રયોજન છે? કાંઈ એમાંથી તો શુદ્ધતા આવતી નથી.
ઉત્તરઃ- ગુણ પરિણમીને શુદ્ધતા આવે છે એ તો બરાબર છે; અહીં પર્યાયની ધારાનો પ્રવાહ બતાવવો છે. જો પર્યાયમાં અશુભનો તીવ્ર સંકલેશ ટળીને શુભ જેટલી વિશુદ્ધતા ન થાય તો મોક્ષમાર્ગની શુદ્ધતા કય થી થશે? નિગોદપર્યાયમાંથી નીકળીને સિદ્ધપર્યાય તરફ પ્રવાહ ચાલ્યો, તો તે પ્રવાહમાં સંકલેશ ટળીને મંદતારૂપ વિશુદ્ધિ આવે છે, પછી ગ્રંથિભેદ વડે મોક્ષમાર્ગ આવે છે ને પછી કેવળજ્ઞાન થાય છે. આ રીતે શુદ્ધતાની તૈયારીવાળા જીવન પર્યાયમાં પરિણમનની ધારા કેવી હોય, તે બતાવ્યું છે.
ગ્રંથિભેદ થતાં જ્યાં મોક્ષમાર્ગ શરૂ થયો ત્યાં જ્ઞાન ને ચારિત્ર બંનેની ધારા શુદ્ધ થતી જાય છે. જ્ઞાનની જ વૃદ્ધિ થતી જાય ને ચારિત્રની શુદ્ધતા ન વધે એમ નથી. ગુણસ્થાનઅનુસાર જ્ઞાન ને ચારિત્ર બંનેની શુદ્ધિ વધતી જ જાય છે. જ્ઞાન ને ચારિત્ર ભલે એકબીજાના આશ્રયે નથી પણ જેમ જેમ મોક્ષમાર્ગ વધતો જાય છે તેમ તેમ બંનેની શુદ્ધતાની ધારા પણ વધતી જાય છે. જો એમ ન હોય તો તેમાં ગુણસ્થાનવર્તી જીવને જ્ઞાન તો પૂરું થઈ જાય ને ચારિત્ર અશુદ્ધ રહી જાય-એવું બને. –પણ એમ બનતું નથી. અહીં કેવળજ્ઞાનીનું દૃષ્ટાંત છે, તેમ ચોથા ગુણસ્થાનથી
જ્યાં મોક્ષમાર્ગ શરૂ થયો ત્યાં સમ્યજ્ઞાનની સાથે સ્વરૂપાચરણચારિત્ર પણ ભેગું જ છે. ગુણભેદ હોવા છતાં, મોક્ષમાર્ગ શરૂ થતાં બધાય ગુણોમાં શુદ્ધતાની પરિણમનધારા શરૂ થઈ જાય છે-એમ સમજવું. (-સર્વગુણાંશ તે સમ્યકત્વ.) ત્યાર પહેલાં પણ જેમ જ્ઞાનમાં જાણપણું ઊઘડયું તેમ ચારિત્રમાં કષાયની મંદતારૂપ વિશુદ્ધિ ઊઘડી. વિચારદશા જાગે ત્યાં કષાયની મંદતા તથા વૈરાગ્ય પરિણામ પણ ભેગા હોય જ. ત્યાર પછી ગ્રંથિભેદ થતાં બંને ગુણોની ધારા મોક્ષમાર્ગ તરફ ચાલે. ચારિત્ર ને જ્ઞાન પૂર્ણ થતાં તે સંબંધી જે પૂર્ણ નિર્જરા થઈ જાય છે તેની શરૂઆત તો પહેલેથી ( જ્યારથી જ્ઞાનનો ઉઘાડ તત્ત્વવિચાર જેટલો થયો ને ચારિત્રમાં સંકલેશમાંથી વિશુદ્ધતા થઈ ત્યારથી) જ થઈ ગઈ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬ : અધ્યાત્મ-સંદેશ
(અહીં એવો ઊર્ધ્વગામી જીવ લેવો કે જે આગળ વધીને જરૂર મોક્ષમાર્ગને સાધે છે.) જો પહેલેથી જરાય નિર્જરા ન થતી હોત તો પૂર્ણ નિર્જરા પણ થાત નહિ. આથી કરીને કાંઈ શુભરાગથી નિર્જરા નથી પણ તે વખતે તીવ્રતાનો જે અભાવ થયો તેનાથી નિર્જરા છે. અશુભની ધારા આગળ વધીને કાંઈ શુદ્ધતા સુધી ન પહોંચે, અશુભમાંથી પહેલાં શુભમાં આવે, ને પછી ગ્રંથિભેદના બળે તેનાથી પણ આગળ વધીને કેવળજ્ઞાનને સાધે, એવો વિકાસનો ક્રમ છે. જ્ઞાનમાં અજાણપણાની ધારા વધી વધીને કાંઈ કેવળજ્ઞાન નથી થતું પણ અજાણપણું (મૂર્છિતપણું ) છૂટી, પહેલાં તત્ત્વવિચારયોગ્ય જ્ઞાનનું જાણપણું ઊઘડે પછી ગ્રંથિભેદના બળે આગળ વધીને કેવળજ્ઞાનને સાધે,-એવો જ્ઞાનના વિકાસનો ક્રમ છે. આ રીતે નિગોદથી શરૂ કરીને કેવળજ્ઞાન સુધી જ્ઞાન અને ચારિત્ર બંને ગુણ પોતપોતાની ધારામાં સ્વતંત્રપણે પોતાના ઉપાદાનથી જ વિકસી રહ્યાં છે. ને આ બે ગુણના દૃષ્ટાંતે સર્વ ગુણનાં ઉપાદાનમાં અસહાયસ્વાધીનપરિણામ સમજી લેવું, એ તાત્પર્ય છે.
પરમ વીતરાગ જૈનધર્મના અનાદિનિધન પ્રવાહમાં તીર્થંકરો અને સંતોએ આત્મહિતના હેતુભૂત અધ્યાત્મવાણીનો પ્રવાહ વહેવડાવ્યો છે; તીર્થંકરો અને સંતોનો એ અધ્યાત્મસંદેશ ઝીલીને અનેક જીવો પાવન થયા છે. શ્રાવક-ધર્માત્માઓએ એ અધ્યાત્મરસના પુનિત પ્રવાહને પોતાની અધ્યાત્મરસિકતા વડે વહેતો રાખ્યો છે. એ અધ્યાત્મરસના પાનથી સંસારના
પણ
સંતપ્ત જીવો ૫૨મ તૃપ્તિ અનુભવે છે.
卐
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાનો ઉપસંહાર આ સમજીને મોક્ષમાર્ગ સાથે તેને શાબાશી !
હવે અહીં એકદ્રવ્યાશ્રિત ઉપાદાન-નિમિત્તની ચૌભંગીનો ઉપસંહાર કરતાં કહે છે કેઃ “p માં ૩૮નીવારે! એટલે કે હે પ્રશ્નકાર ભાઈ ! તેં વિશુદ્ધતામાં શુદ્ધતા માની કે નહિ? જો તેં માની, તો કાંઈ અન્ય કહેવાનું કાર્ય નથી. જો તે ન માની, તો તારું દ્રવ્ય એ પ્રકારે પરિણમ્યું છે, –અમે શું કરીએ? જો તે માની તો તને શાબાશી !”
વસ્તુની આવી ઊર્ધ્વતાની ધારા તને સમજાય તો તને શાબાશી ! આટલે સુધી ઊંચો આવ્યો હવે પરિણમનની સ્વતંત્રતા જાણીને વિશુદ્ધતામાંથી શુદ્ધતા તરફ જા... તો તને શાબાશી ! જે તીવ્ર મિથ્યાષ્ટિ છે, જેને સ્વભાવના વિચારની શક્તિ નથી તેને તો શુભ વખતેય ખબર નથી કે મને આ વિશુદ્ધતામાં શુદ્ધતા પડી છે. પણ શુદ્ધસ્વભાવનું જેને લક્ષ છે, સ્વભાવના વિચારની શ્રેણી જેને ચાલે છે તે જાણે છે કે આ વિશુદ્ધતામાં રાગનો જરાક અભાવ થયો તો સ્વભાવમાં રાગનો પૂર્ણ અભાવ છે, જેનો અંશે અભાવ થયો તેનો પૂર્ણ અભાવ થઈ શકે છે; એટલે રાગાદિનો અંશે અભાવ થયો તેટલો શુદ્ધતાનો ગર્ભિતઅંશ છે-એમ શુદ્ધસ્વભાવના લક્ષે કહ્યું, એટલે જેને આવું લક્ષ છે તે તો ઊર્ધ્વપરિણામી થઈને મોક્ષમાર્ગ વ્યક્ત કરે છે. –માટે તેને શાબાશી આપી. પણ એકલા શુભરાગથી કે જ્ઞાનના ઉઘાડથી કાંઈ મોક્ષમાર્ગ થઈ જતો નથી. તે વિશુદ્ધિમાં શુદ્ધતા માનનારને લક્ષમાં છે કે આ વિશુદ્ધિ પોતે મોક્ષમાર્ગ નથી, જ્યારે ગ્રંથિભેદથી શુદ્ધતા થશે ત્યારે મોક્ષમાર્ગ થશે. –માટે કહ્યું કે તે આ પ્રકાર જાણ્યો તો તને શાબાશી! કેમકે આ જાણવામાં ભેગું શુદ્ધસ્વભાવનું લક્ષ કામ કરે છે. એકલા રાગમાં ઊભો રહીને, રાગને જ મોક્ષમાર્ગ સમજી લ્ય તેને શાબાશી નથી કહેતા; પણ તેમાંથી સ્વભાવનું લક્ષ જેણે કરી લીધું, જેણે એક અંશ રાગના અભાવ ઉપરથી સર્વ રાગ વગરનો શુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮ : અધ્યાત્મ-સંદેશ સ્વભાવ લક્ષગત કરી લીધો, તેને સંતો શાબાશી આપે છે. તે જરૂર મોક્ષમાર્ગ પામશે એવા સંતોના આશીર્વાદ છે.
[દ્રવ્યાર્થિક-ચૌભંગી એટલે કે એક જ દ્રવ્યના આશ્રયે ઉપાદાન-નિમિત્ત સંબંધી ચાર પ્રકારોનું વર્ણન અહીં પૂરું થયું; હવે પર્યાયાર્થિક-ચૌભંગી એટલે કે ભિન્નભિન્ન દ્રવ્યના આશ્રયે ઉપાદાન-નિમિત્ત સંબંધી ચાર પ્રકારોનું વર્ણન કરે છેઃ]
તીર્થકરો અને મુનિઓની તો શી વાત !-તેઓનું તો જીવન સ્વાનુભવ વડે અધ્યાત્મરસથી ઓતપ્રોત બનેલું છે; તે ઉપરાંત જૈન શાસનમાં અનેક ધર્માત્માશ્રાવકો પણ એવા પાકયા છે કે જેમનું અધ્યાત્મ-જીવન અને અધ્યાત્મવાણી અનેક જિજ્ઞાસુઓને અધ્યાત્મની પ્રેરણા જગાડે છે. અધ્યાત્મરસ એ જગતના બધા રસો કરતાં સર્વોત્કૃષ્ટ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વક્તા અને શ્રોતાની ચૌભંગીનાં દષ્ટાંતે
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
શુદ્ધ-અશુદ્ધ નિમિત્ત-ઉપાદાનનો વિચાર [તેમાં પર્યાયાર્થિક નિમિત્ત-ઉપાદાનની ચૌભંગી]
“(૧) વક્તા અજ્ઞાની, શ્રોતા પણ અજ્ઞાની;
તે તો નિમિત્ત પણ અશુદ્ધ અને ઉપાદાન પણ અશુદ્ધ. (૨) વક્તા અજ્ઞાની, અને શ્રોતા જ્ઞાની;
તે નિમિત્ત અશુદ્ધ અને ઉપાદાન શુદ્ધ. (૩) વક્તા જ્ઞાની અને શ્રોતા અજ્ઞાની;
તે નિમિત્ત શુદ્ધ અને ઉપાદાન અશુદ્ધ. (૪) વક્તા જ્ઞાની અને શ્રોતા પણ જ્ઞાની;
તે નિમિત્ત પણ શુદ્ધ અને ઉપાદાન પણ શુદ્ધ.
એ પ્રમાણે પર્યાયાર્થિકનયથી ઉપાદાન-નિમિત્તની ચૌભંગી કહી.”
દ્રવ્યાર્થિકનયના કથનમાં ઉપાદાન ને નિમિત્ત એ બંને એક જ વસ્તુમાં હતા, તે જ્ઞાન ને ચારિત્રનો દાખલો આપીને સમજાવ્યું. અને આ પર્યાયાર્થિકનયના કથનમાં ઉપાદાન ને નિમિત્ત એ બંને ભિન્ન ભિન્ન વસ્તુમાં છે, તે અહીં વક્તા અને શ્રોતાનો દાખલો આપીને સમજાવ્યું છે. શ્રોતા ઉપાદાન છે, ને વક્તા નિમિત્ત છે. જે વક્તા-શ્રોતા જ્ઞાની હોય તેને શુદ્ધ કહેવાય, ને અજ્ઞાની હોય તેને અશુદ્ધ કહેવાય.
(૧) કોઈવાર વક્તા ને શ્રોતા બંને અજ્ઞાની હોય, ત્યાં નિમિત્તઉપાદાન બને અશુદ્ધ છે. જ્યાં અજ્ઞાનીનો વિપરીત ઉપદેશ ચાલતો હોય છતાં જેને તે રુચે તે શ્રોતા પણ અશુદ્ધ ઉપાદાનવાળો છે; શુદ્ધ ઉપાદાનવાળા જીવને એવો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ : અધ્યાત્મ-સંદેશ
વિપરીત ઉપદેશ રુચે નહિ, શ્રોતા થઈને તે એવો ઉપદેશ સ્વીકારે નહિ. અજ્ઞાની વક્તાએ ખોટો ઉપદેશ આપ્યો માટે શ્રોતાને ખોટું જ્ઞાન થયું–એમ નથી. શ્રોતાનું ઉપાદાન એવું અશુદ્ધ હતું તેથી તેને એવો ઉપદેશ બેઠો. નિમિત્ત ને ઉપાદાન બંને સ્વતંત્ર, અસહાયી છે, કોઈ કોઈને આધીન નથી–એ સિદ્ધાંત પહેલેથી કહેતા આવ્યા છીએ તે સર્વત્ર લાગુ પાડવો. કોઈવાર અજ્ઞાની શાસ્ત્રઅનુસાર પણ ઉપદેશ આપતો હોય ને અજ્ઞાની સાંભળતો હોય, પણ સ્વાનુભવનું ખરું રહસ્ય તેમાં આવે નહિ, ને મોક્ષમાર્ગનો પ્રસંગ ત્યાં બન્ને નહિ, કેમકે ઉપાદાન અને નિમિત્ત બંને અશુદ્ધ છે, બંને અજ્ઞાની છે.
(૨) હવે કોઈવાર એવું પણ બને કે વક્તા તો અજ્ઞાની હોય ને શ્રોતા જ્ઞાની હોય. ત્યાં નિમિત્ત અશુદ્ધ છે ને ઉપાદાન શુદ્ધ છે. જાઓ, નિમિત્ત અશુદ્ધ છે પણ તે કાંઈ ઉપાદાનને અશુદ્ધતા નથી કરતું. બંને સ્વતંત્રપણે પોતપોતાના ભાવમાં પરિણમતા હોય. જ્ઞાની કાંઈ જ્યાંત્યાં અજ્ઞાનીના ઉપદેશ સાંભળવા જાય નહિ; પણ કોઈ મુનિ વગેરે હોય, બહા૨નો વ્યવહાર ચોખ્ખો હોય ને શાસ્ત્રઅનુસાર પ્રરુપણા કરતા હોય, અંદર કોઈ સૂક્ષ્મ મિથ્યાત્વનો પ્રકાર તેમને ૨હી ગયો હોય, કદાચ બીજાને તેનો ખ્યાલ ન પણ આવે; ને જ્ઞાની તે મુનિની સભામાં બેસીને સાંભળતા હોય, વંદનાદિ વ્યવહાર પણ કરતા હોય; ત્યાં વક્તા અજ્ઞાની છે ને શ્રોતા જ્ઞાની છે. શાસ્ત્રઅનુસાર શુદ્ધાત્માના અનુભવ વગેરેનું કથન કરતા હોય પણ પોતાને તેવો સ્વાનુભવ ન હોય, ને શ્રોતામાં કોઈ જ્ઞાની હોય તેને એવો સ્વાનુભવ થઈ ગયો હોય. શાસ્ત્રઅનુસાર પ્રરુપણા હોય તે જ્ઞાની સાંભળે, પણ શાસ્ત્રવિરુદ્ધ પ્રરુપણા હોય તે જ્ઞાની શ્રોતાપણે સાંભળે નહિ, તેનો નકાર કરે. રાગને જે મોક્ષમાર્ગ મનાવે, પરાશ્રયે ધર્મ મનાવે, આત્માનું ૫૨માં કર્તૃત્વ મનાવે, દેહની જડક્રિયાથી ધર્મ મનાવેએવી સીધેસીધી વિપરીત પ્રરુપણા કોઈ અજ્ઞાની કરતા હોય ને તે સાંભળવાનો કદાચ પ્રસંગ આવી જાય, તો જ્ઞાની શ્રોતા તે વાત સ્વીકારે નહિ. આમાં ઉપાદાન શુદ્ધ છે ને નિમિત્ત અશુદ્ધ છે.
અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે જે શ્રોતા જ્ઞાની છે તે શ્રોતાને ધર્મ પામતી વખતે કોઈ બીજા જ્ઞાની પાસેથી દેશનાલબ્ધિ થઈ ગયેલી છે, એટલે જેમની પાસેથી દેશનાલબ્ધિ થઈ છે તે જ ધર્મનું નિમિત્ત છે. અજ્ઞાનીના ઉપદેશથી કોઈ જીવ દેશનાલબ્ધિ પામી જાય એમ બનતું નથી. ધર્મ પામનારે એકવાર તો જ્ઞાની પાસેથી દેશના સાંભળી જ હોય-એવી અનાદિપરંપરા છે. હા, એમ બને કે અજ્ઞાનીનો ઉપદેશ સાંભળતી વખતે પૂર્વે થયેલી દેશના
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૨૧
લબ્ધિના સંસ્કાર તાજા થઈ જાય ને તેના બળે જીવ ધર્મ પામે; ત્યાં તે ઉપાદાનની શુદ્ધિના બળે જ ધર્મ પામે છે. આ રીતે ઉપાદાન શુદ્ધ ને નિમિત્ત અશુદ્ધ એવો પ્રકાર પણ કોઈવાર હોય છે.
આથી કોઈ એમ કહે કે નિમિત્ત ભલે ગમે તેવું હોય આપણે શું વાંધો છે? ગમે તેની પાસેથી સાંભળવું છે ને! માટે ગમે તેવા અજ્ઞાનીકુગુરુ-અન્યમતિનો પણ ઉપદેશ સાંભળવામાં વાંધો નથી. તો તેની વાત સાચી નથી; તે મોટી ભ્રમણામાં છે. ભાઈ! તને એવા ખોટા તત્ત્વના શ્રવણનો ભાવ કેમ આવ્યો ? કુસંગનો ભાવ તને કેમ ગોઠે છે? માટે તારું ઉપાદાન પણ અશુદ્ધ છે. જેવા તારા વક્તા... તેવો તું. બંને સરખા; એટલે તારો કલાસ આ બીજા નંબરમાં ન આવે, પણ તારો કલાસ તો જે પહેલો
નંબર કહ્યો તેમાં આવે.
(૩) વક્તા જ્ઞાની હોય ને શ્રોતા અજ્ઞાની હોય, ત્યાં નિમિત્ત શુદ્ધ, ને ઉપાદાન અશુદ્ધ છે; આ ત્રીજો પ્રકાર તો સામાન્યપણે જોવામાં આવે જ છે. તીર્થંકર ભગવાનની સભામાં તો ઘણાય જીવો શ્રોતા હોય છે, પણ તે બધાય કાંઈ સમ્યગ્દર્શન પામી જતા નથી. તેથી ભૈયા ભગવતીદાસજી ઉપાદાન-નિમિત્તના સંવાદમાં કહે છે કે
યહુ નિમિત્ત ઇહુ જીવકે મિલ્યો અનંતી વાર, ઉપાદાન પલટયો નહિ, તો ભટકયો સંસાર. (૯)
જુઓને, નિમિત્ત તરીકે સર્વજ્ઞ જેવા વક્તા મળ્યા, ને તેમની વાણી સમવસરણમાં બેઠાબેઠા સાંભળી, છતાં જેમનું ઉપાદાન અશુદ્ધ હતું તે જીવો અજ્ઞાની રહ્યા. -નિમિત્ત શું કરે? પોતાના ઉપાદાનની તૈયારી વિના ભગવાન પણ સમજાવી દે તેમ નથી. શુદ્ધાત્માની એક જ વાત જ્ઞાની પાસેથી એકસાથે ઘણા જીવો સાંભળે, તેમાં કોઈ તે સમજીને તેવો અનુભવ કરી લ્યે છે, કોઈ જીવો તેવો અનુભવ નથી કરતા. નિમિત્તપણે એક જ વક્તા હોવા છતાં શ્રોતાના ઉપાદાનઅનુસાર ઉપદેશ પરિણમે છે. આવી સ્વતંત્રતા છે. અહીં ઉત્કૃષ્ટ જ્ઞાનીવક્તા તરીકે તીર્થંકરદેવનો દાખલો લીધો તેમ ચોથા ગુણસ્થાનથી માંડીને બધાય જ્ઞાની વક્તાનું સમજી લેવું.
(૪) કોઈવાર વક્તા જ્ઞાની હોય ને શ્રોતા પણ જ્ઞાની હોય, ત્યાં ઉપાદાન ને નિમિત્ત બંને શુદ્ધ છે;-આવો પ્રકાર પણ જોવામાં આવે છે. તીર્થંકર ભગવાનની સભામાં ગણધરો જેવા શ્રોતા બિરાજતા હોય; જગતમાં સૌથી ઉત્તમ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #246
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 222 : અધ્યાત્મ-સંદેશ વક્તા તીર્થંકરદેવ, ને સૌથી ઉત્તમ શ્રોતા ગણધરદેવ, અહા, એ વીતરાગી વક્તા ને એ શ્રોતાની શી વાત !! જ્યાં સર્વજ્ઞ જેવા વક્તા............... ને ચારજ્ઞાનધારી શ્રોતા. એ સભાના દિવ્ય દેદારની શી વાત !! ને ભગવાનની વાણી એક સમયમાં પૂરું રહસ્ય લેતી આવે, ગણધરદેવ એકાગ્રપણે તે ઝીલતાં ઝીલતાં સ્વરૂપમાં ઠરી જાય. ભગવાનની સભામાં બીજા પણ લાખો કરોડો જ્ઞાનીઓ હોય, તીર્યચો પણ ત્યાં ધર્મ પામે. ઉપાદાન જાગ્યું એની શી વાત! ઉત્કૃષ્ટ ઉપાદાન જાગે ત્યાં સામે નિમિત્ત પણ ઉત્કૃષ્ટ હોય. –છતાં બંને સ્વતંત્ર. વક્તાપણું તેરમા ગુણસ્થાને પણ હોય, પરંતુ શ્રોતાપણું છઠ્ઠી ગુણસ્થાન સુધી જ છે. પછી ઉપરના ગુણસ્થાને તો ઉપયોગ નિર્વિકલ્પ થઈને સ્વરૂપમાં થંભી ગયો છે, ત્યાં વાણી તરફ લક્ષ નથી. તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમાત્માથી માંડીને ગણધરદેવ, મુનિવરો તથા ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દષ્ટિ જીવો-એ બધા વક્તા જ્ઞાની છે, તે શુદ્ધનિમિત્ત છે, અને શ્રોતામાં પણ જ્ઞાની હોય છે, તેને શુદ્ધઉપાદાન છે. જ્ઞાની વક્તા હોય ને જ્ઞાની શ્રોતા હોય એવા પ્રસંગ વિરલપણે જોવામાં આવે છે. આ રીતે વક્તા અને શ્રોતારૂપ નિમિત્ત-ઉપાદાનના કુલ ચાર પ્રકાર કહ્યા, તે દરેકમાં ઉપાદાન-નિમિત્ત બંનેની સ્વતંત્રતા સમજવી. અને આ દષ્ટાંત અનુસાર ભિન્નભિન્ન દ્રવ્યોમાં સર્વત્ર ઉપાદાન-નિમિત્ત બંનેની સ્વતંત્રતા સમજી લેવી...... ને પરાશ્રયબુદ્ધિ છોડીને સ્વાશ્રયવડે મોક્ષમાર્ગ સાધવો... તે તાત્પર્ય છે. કર * પર આ રીતે પં. શ્રી બનારસીદાસજી લિખિત ઉપાદાન-નિમિત્તની વચનિકા ઉપર પૂ. શ્રી કાનજીસ્વામીનાં, સ્વતંત્રતા બતાવીને શુદ્ધ ઉપાદાનને જાગૃત કરનારાં પ્રવચનો પૂર્ણ થયાં. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk