________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકો : ૧૨૧ ચૌદમાં ગુણસ્થાન સુધી છે. જ્યાંસુધી ઉદયભાવ છે ત્યાંસુધી સંસાર છે, ને જ્યાંસુધી સંસાર છે ત્યાંસુધી વ્યવહાર છે.
કેવળી ભગવાનને શુદ્ધવ્યવહાર છે તે કેવો છે? કેવળજ્ઞાન સહિત શુદ્ધ સ્વરૂપાચરણરૂપ શુદ્ધવ્યવહાર છે. તેમને હવે સાધકપણું નથી રહ્યું, અને હજી સિદ્ધપદ પણ નથી પામ્યા. પણ સાધ્યરૂપ પરમ-ઇષ્ટ એવી પરમાત્મદશા તેમને પ્રગટી ગઈ છે. આવા અરિહંતોને શુદ્ધ સ્વરૂપાચરણરૂપ શુદ્ધવ્યવહાર હોય છે.
પ્રશ્ન- શુદ્ધ સ્વરૂપાચરણ તો સિદ્ધ ભગવાનને પણ છે, તો તેમને પણ શુદ્ધવ્યવહાર કેમ નથી કહેતા?
ઉત્તર:- તેનો ખુલાસો આવી ગયો છે કે, અહીં સંસાર અવસ્થાવાળા જીવોનું જ કથન છે, તેથી સંસાર અવસ્થા સુધી જ વ્યવહાર ગણ્યો છે. ચૌદમા ગુણસ્થાન સુધી અસિદ્ધત્વ છે તથા કેટલાક ગુણોનું વિભાવ પરિણમન અને કર્મસંયોગ છે તેથી ત્યાં સુધી વ્યવહાર ગયો છે; સિદ્ધદશામાં વિભાવ કે કર્મસંયોગ કોઈ પ્રકારે નથી, તેથી સંસારાતીત એવા સિદ્ધ ભગવાનને વ્યવહારાતીત ગણ્યા છે.
બારમા ગુણસ્થાને પણ યથાવત ચારિત્ર છે છતાં ત્યાં શુદ્ધવ્યવહાર ન ગણતાં મિશ્રવ્યવહાર કેમ ગણ્યો?-તે સંબંધી ખુલાસો અગાઉ આવી ગયેલ છે.
આ રીતે સંસારી જીવોને સંસાર અવસ્થારૂપ જે વ્યવહાર છે તેનું સ્વરૂપ ત્રણ પ્રકાર પાડીને સમજાવ્યું. એ રીતે વ્યવહારવિચાર સમાપ્ત થયો. હવે તે જ સંસારી જીવોમાં આગમરૂપ તથા અધ્યાત્મરૂપ ભાવો કયા પ્રકારે છે તેનું સ્વરૂપ કહે છે.
માહાભ્ય કરવા યોગ્ય દુનિયામાં કાંઈ હોય તો તે એકમાત્ર સર્વજ્ઞપ્રણીત ધર્મ અને તેને ધરનારા ધર્માત્મા જ છે.... તેને ઓળખીને તેનું જ બહુમાન કરો. જેને પોતામાં ધર્મ પ્રિય હોય તેને ધર્માત્માઓ પ્રત્યે બહુમાન આવે જ. ધર્માત્માનું બહુમાન તે ધર્મનું જ બહુમાન છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk