________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આગમ-અધ્યાત્મનું સ્વરૂપ
વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ છીએ, આત્માનો જે અધિકાર તેને અધ્યાત્મ કહીએ છીએ; આગમ તથા અધ્યાત્મસ્વરૂપ ભાવ આત્મદ્રવ્યના જાણવા. તે બંને ભાવ સંસારઅવસ્થા વિષે ત્રિકાલવર્તી
માનવા.”
વસ્તુનો સ્વભાવ કહેતાં અહીં ત્રિકાળી સ્વભાવ ન સમજવો, પણ પર્યાયનો ભાવ સમજવો; સંસારી જીવને પર્યાયમાં વિકારની પરંપરા અનાદિથી ચાલી આવે છે તથા તેના નિમિત્તરૂપ કર્મની પરંપરા પણ અનાદિથી ચાલી આવે છે, તેને અહીં “આગમપદ્ધત્તિ” કહે છે. આ આગમપદ્ધત્તિ અશુદ્ધ છે એટલે તેમાં આત્માનો અધિકાર ન કહ્યો; અધ્યાત્મપદ્ધત્તિ શુદ્ધપર્યાયરૂપ છે એટલે તેમાં આત્માનો અધિકાર કહ્યો. આગમરૂપ અશુદ્ધભાવ અને અધ્યાત્મરૂપ શુદ્ધભાવ-એ બંને ભાવવાળા જીવો સંસારઅવસ્થામાં સદાય હોય જ છે એટલે સંસારઅવસ્થામાં એ બંને ભાવોને ત્રિકાલવર્તી કહ્યા. સંસારમાં સાધક અને બાધક જીવો સદાય વર્તે જ છે; સંસારમાં કોઈ વાર એકલી અશુદ્ધપર્યાયવાળા જીવો જ રહી જાય ને શુદ્ધપર્યાયવાળા કોઈ જીવ ન હોય એમ કદી બનતું નથી, તેમ જ બધા જીવો શુદ્ધપર્યાયવાળા થઈ જાય ને અશુદ્ધપર્યાયવાળા કોઈ જીવ ન રહે–એમ પણ કદી બનતું નથી; એટલે અશુદ્ધભાવરૂપ આગમપદ્ધત્તિ અને શુદ્ધભાવરૂપ અધ્યાત્મપદ્ધત્તિ-એ બંને ભાવો સંસારમાં ત્રણે કાળે વર્તે છે. આ વાત સંસારમાં રહેલા ભિન્નભિન્ન જીવોની અપેક્ષાએ સમજવી, એટલે કે કોઈ જીવો શુદ્ધપર્યાયવાળા હોય, કોઈ જીવો અશુદ્ધપર્યાયવાળા હોય, કોઈ મિશ્રપર્યાયવાળા હોય, એ રીતે બંને ભાવો ત્રિકાલવર્તી માનવા. પણ એક જ જીવમાં એ ભાવો સદાય રહ્યા કરે એમ ન સમજવું. નહિતર તો અશુદ્ધતા ટળીને શુદ્ધતા કદી થઈ જ ન શકે. અથવા શુદ્ધપર્યાય પણ અનાદિની ઠરે. પણ એમ નથી. એક જીવ વ્યક્તિગત રીતે પોતાની પર્યાયમાંથી અશુદ્ધતા ટાળીને શુદ્ધતા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk