________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૮૫ શંકા - કોઈ જીવ અરહંતાદિનું શ્રદ્ધાન કરે છે, તેના ગુણોને ઓળખે છે છતાં તેને તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યકત્વ હોતું નથી, માટે જેને અરહંતાદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ-એવો નિયમ સંભવતો નથી.
સમાધાન - તત્ત્વશ્રદ્ધાન વિના અરહંતાદિકના છંતાલીસ આદિ ગુણો તે જાણે છે, ત્યાં પર્યાયાશ્રિત ( –દેહાશ્રિત ) ગુણોનું પણ જાણપણું હોતું નથી, કારણ કે જીવ-અજીવની ભિન્ન જાતિ ઓળખ્યા વગર અરહંતાદિકના આત્મશ્રિત અને શરીરાશ્રિત ગુણોને તે ભિન્ન ભિન્ન જાણતો નથી. જો જાણે તો તે પોતાના આત્માને પરદ્રવ્યથી ભિન્ન કેમ ન જાણે? એ જ પ્રવચનસાર ગા. ૮૦માં કહ્યું છે કે...... જે અરહંતને દ્રવ્યત્વ ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશને પ્રાપ્ત થાય છે... અરહંતાદિકનું સ્વરૂપ તો આત્માશ્રિત ભાવો વડે તત્ત્વશ્રદ્ધાન થતાં જ જણાય છે. માટે જેને અરહંતાદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ-એવો નિયમ જાણવો.
(મો. મા. પ્ર. પાનું. ૨૨૭-૨૨૮, ૩ર૭-૩૨૮) જુઓ, આ અરહંતાદિકને ઓળખવાની રીત ! “અરહંતાદિક' કહ્યું એટલે મુનિ કે સમ્યગ્દષ્ટિ વગેરે ધર્માત્માના સ્વરૂપને જો તેમના આમિકલક્ષણોથી ખરેખર ઓળખે તો તેને ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન જરૂર થાય જ. પણ એ ઓળખાણની રીત રાગથી પાર છે. રાગમાં ઊભો રહીને એ ઓળખાણ થતી નથી, જ્ઞાનભાવમાં રહીને એ ઓળખાણ થાય છે. આ રીતે કેવળજ્ઞાનના સ્વરૂપનો નિર્ણય કરનારું જ્ઞાન પણ કેવળજ્ઞાનની જાતનું જ થઈ જાય છે. એ સ્વાનુભવજ્ઞાનનું સ્વરૂપ ઘણા પ્રકારે સ્પષ્ટ કર્યું તથા સ્વાનુભૂતિ વખતનો વિશેષ મહિમા સમજાવ્યો.
(હવે નિશ્ચયસમ્યકત્વ અને વ્યવહારસમ્યકત્વ સંબંધમાં એક સુંદર ખુલાસો કરે છે.)
5
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk