________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ : અધ્યાત્મ-સંદેશ સમ્યગ્દર્શનની વાત કરી છે. સમ્યગ્દર્શન વગર સ્વાનુભવ હોતો નથી.
સ્વાનુભવપૂર્વક જ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે. સ્વાનુભવ એ એક દશા છે, તે દશા જીવને અનાદિથી નથી હોતી પણ નવી પ્રગટે છે. એ સ્વાનુભવદશાનો ઘણો મહિમા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે; સ્વાનુભવ એ મોક્ષમાર્ગ છે. સ્વાનુભવમાં જે આનંદ છે એવો આનંદ જગતમાં બીજે ક્યાંય નથી. આવી સ્વાનુભવદશાનું સ્વરૂપ અહીં કહેશે.
આ જગતમાં અનંત જીવો છે; દરેક જીવ ચૈતન્યમય છે, પરિપૂર્ણ જ્ઞાન ને સુખ દરેક જીવના સ્વભાવમાં ભરેલા છે. પણ આવા પોતાના
સ્વરૂપને પોતે દેખતો નથી–અનુભવતો નથી તેથી અનાદિથી તે મિથ્યાદષ્ટિ છે. અનાદિથી પોતાના સાચા સ્વરૂપને ભૂલીને પરભાવોમાં જ તન્મય થઈ રહ્યો છે, સ્વ-પરની જેવી ભિન્નતા છે તેવી યથાર્થ જાણતો નથી ને વિપરીત માને છે, એટલે પરથી મારામાં કાંઈક થાય ને હું પરમાં કાંઈક કરી દઉં—એવી ઊંડી ઊંડી સ્વ-પરની એકત્વબુદ્ધિ તેને રહ્યા કરે છે, એવી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. જાઓ, આ વિપરીત માન્યતા જીવ પોતે જ પોતાના સ્વરૂપને ભૂલીને કરી રહ્યો છે, એકેક સમય કરતાં કરતાં અનાદિકાળથી પોતે જ પોતાના અજ્ઞાનને લીધે મિથ્યાભાવરૂપ પરિણમી રહ્યો છે, કોઈ બીજાએ તેને મિથ્યાત્વ કરાવ્યું નથી. મિથ્યાત્વકર્મ જીવમાં મિથ્યાત્વ કરાવ્યું, એમ જે માને તેને સ્વ-પરની એકત્વબુદ્ધિ છે. પૂજનની જયમાલામાં પણ આવે છે કે “કર્મબિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ ' પ્રભો! હું મારી ભૂલની અધિકતાથી જ દુઃખ ભોગવી રહ્યો છું. નિગોદનો જે જીવ અનાદિથી નિગોદમાં રહ્યો છે તે પણ પોતાના ભાવકલંકની અત્યંત પ્રચૂરતાને લીધે જ નિગોદમાં રહ્યો છે: ભાવનંછનુપ૩રા નિયવાસં મુવ–ગોમટ્ટસાર જીવકાંડ: ભાઈ, તારી ભૂલ તું જડને માથે નાખ તો એ ભૂલથી તારો છૂટકારો કયે દી ” થશે? જીવ અને જડ બંને દ્રવ્ય જ જ્યાં અત્યંત જુદાં, બંનેની જાતિ જ જાદી, બંનેનું પરિણમન જુદું, ત્યાં એકબીજામાં શું કરે? પણ આવી વસ્તુસ્થિતિને નહિ જાણનાર જીવને સ્વ-પરની એકત્વબુદ્ધિનો અથવા કર્તાકર્મની બુદ્ધિનો ભ્રમ અનાદિથી ચાલ્યો આવે છે, એ જ મિથ્યાત્વ છે ને એ જ સંસારદુઃખનું મૂળ છે. અહીં તો હવે એ ભ્રમરૂપ મિથ્યાત્વ કેમ ટળે એની વાત છે.
કોઈ મુમુક્ષુ જીવ જ્યારે અંતરના પુરુષાર્થથી સ્વ-પરના યથાર્થ શ્રદ્ધાનરૂપ તત્ત્વાર્થશ્રદ્ધાન કરે ત્યારે તે જીવ સમ્યકત્વી થાય છે. સ્વ શું, પર શું, સ્વમાં આત્માનો શુદ્ધ સ્વભાવ શું ને રાગાદિ પરભાવ શું-એ બધાને ભેદ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk