________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાધકને નિશ્ચય-સમ્યકત્વ સદૈવ હોય છે
H
હુ સ્વાનુભવદશા વિષે પ્રત્યક્ષ-પરોક્ષાદિક પ્રશ્નોના ઉત્તર બુદ્ધિઅનુસાર લખું છું. તેમાં પ્રથમ જ સ્વાનુભવનું સ્વરૂપ જાણવા અર્થે લખું છું. જીવપદાર્થ અનાદિથી મિથ્યાદષ્ટિ છે; સ્વ-પરના યથાર્થ રૂપથી વિપરીત શ્રદ્ધાનનું નામ મિથ્યાત્વ છે. વળી જે કાળે કોઈ જીવને દર્શનમોહના ઉપશમ-ક્ષયોપશમથી સ્વ-પરના યથાર્થ શ્રદ્ધાનરૂપે તત્ત્વાર્થશ્રદ્ધાન થાય ત્યારે તે જીવ સમ્યકત્વી થાય છે. માટે સ્વ-પરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત છે.” (મો. મા. પ્ર. પાનું ૩૪૩)
જાઓ, પહેલાં તો સમ્યકત્વનું સ્વરૂપ બતાવે છે, પછી સમ્યજ્ઞાનની તેમ જ સ્વાનુભવ વગેરેની ચર્ચા કરશે. આ તો લોકોત્તર ચિઠ્ઠી છે, એટલે આમાં કાંઈ વેપારધંધાની કે ઘરકુટુંબની વાત ન હોય, આમાં તો સ્વાનુભવ વગેરેની લોકોત્તર ચર્ચા ભરેલી છે. એના ભાવ સમજે એને એની કિંમત સમજાય. જેમ કોઈ એક શાહુકાર વેપારી બીજા શાહુકાર ઉપર ખુલ્લા પોસ્ટકાર્ડમાં ચિઠ્ઠિ લખે કે “બજારભાવ કરતાં જરાક ઊંચા ભાવે પણ એક લાખ ગાંસડી રૂ ખરીદ કરો.’ જુઓ, આ દોઢ લીટીના લખાણમાં તો કેટલી વાત આવી જાય છે! સામસામા બંને વેપારીઓનો એકબીજા ઉપરનો વિશ્વાસ, હિંમત, શાહુકારી, વેપારસબંધીનું જ્ઞાન-એ બધુંય દોઢ લીટીમાં ભર્યું છે. તેના જાણકારને એની ખબર પડે, અભણને ખબર શું પડે? તેમ સર્વજ્ઞ ભગવાને શાસ્ત્રરૂપી ચિઠ્ઠીમાં સંતો ઉપર ધર્મનો સંદેશ લખ્યો છે, તેમાં સ્વાનુભવનાં ને સ્વ-પરની ભિન્નતા વગેરેનાં અનેક ગંભીર રહસ્યો ભર્યા છે. તે ઉપરથી તેમની સર્વજ્ઞતા, વીતરાગતા તેમજ ઝીલનારની તાકાત-એ બધું ખ્યાલમાં આવી જાય છે. ભગવાનના શાસ્ત્રમાં ભરેલા ગૂઢ ભાવોને જ્ઞાની જ જાણે છે. અજ્ઞાનીને એના રહસ્યની ખબર પડે નહિ, ને રહસ્ય જાણ્યા વગર એનો ખરો મહિમા આવે નહિ.
અહીં સાધર્મી ઉપર ચિઠ્ઠી લખતાં સ્વાનુભવની ચર્ચામાં પહેલી જ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk