________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૧૩ જ્ઞાનથી બરાબર ઓળખીને પ્રતીત કરતાં સમ્યક્ત્વ થાય છે. સ્વ-પરના આવા યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત છે. જાઓ, આ મૂળ વાત! સ્વ-પરની શ્રદ્ધામાં કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યકત્વ વખતે નિશ્ચય સમ્યકત્વ તો ભેગું ને ભેગું જ છે. કોઈ કહે કે નિશ્ચય સમ્યકત્વ ચોથા ગુણસ્થાને ન હોય. તો કહે છે કે ભાઈ, જો નિશ્ચય સમકિત ભેગું ને ભેગું જ ન હોય તો તારા માનેલા એકલા
વ્યવહારને શાસ્ત્રકારો સમ્યકત્વ કહેતા જ નથી. જેને શ્રદ્ધાત્મ-શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમકિત નથી તે જીવ સમ્યકત્વ જ નથી, તે તો મિથ્યાત્વી જ છે. શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ થાય ત્યારે જ જીવને ચોથું ગુણસ્થાન પ્રગટે ને ત્યારે જ તેને સમકિતી કહેવાય. માટે કહે છે કે સમ્યગ્દષ્ટિ જીવને સ્વ-પરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત છે. “ગર્ભિત છે” એનો અર્થ એની સાથે જ વર્તે છે. અને આવા જીવને નિમિત્તપણે દર્શનમોહકર્મનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય સ્વયમેવ હોય છે. એટલે કથનમાં નિમિત્તથી એમ પણ કહેવાય કે દર્શનમોહના ઉપશમાદિથી સમ્યકત્વ થયું. પણ ખરેખર તો સ્વ-પરના યથાર્થ શ્રદ્ધાનનો પ્રયત્ન જીવે કર્યો ત્યારે સમ્યકત્વ થયું, જીવ યથાર્થ શ્રદ્ધાનનો ઉધમ ન કરે ને કર્મમાં ઉપશમાદિ થઈ જાય એમ બનતું નથી. આ ઉપરાંત અહીં તો એ બતાવવું છે કે સ્વ-પરની શ્રદ્ધામાં શુદ્ધાત્માની શ્રદ્ધા આવી જ જાય છે. શુદ્ધાત્માની શ્રદ્ધા તે નિશ્ચય સમ્યકત્વ છે, તે હોય તો જ સ્વ-પરની કે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાને સાચી શ્રદ્ધા કહેવાય છે. નિશ્ચય વગરના એકલા શુભરાગરૂપ વ્યવહારથી જીવ સમકિતી કહેવાતો નથી. નિશ્ચયસમ્યકત્વ થાય તેને જ સમકિતી કહીએ છીએ. એ જ વાત હવે કહે છે.
ભાઈ ! આ તો સર્વજ્ઞનો નિગ્રંથમાર્ગ છે. જો તું સ્વાનુભવ વડ મિથ્યાત્વની ગાંઠ ના તોડ તો નિગ્રંથમાર્ગમાં કઈ રીતે આવ્યો? જન્મ-મરણની ગાંઠને જો ન તોડી તો નિગ્રંથમાર્ગમાં જન્મીને તે શું કર્યું? ભાઈ, આવો અવસર મળ્યો તો એવો ઉધમ કર કે જેથી આ જન્મ-મરણની ગાંઠ તૂટે ને અલ્પકાળમાં મુક્તિ થાય
H
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk