________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દષ્ટિની અંદરની દશાનું વર્ણન સવિકલ્પતા કે નિર્વિકલ્પતા બંને વખતે સમ્યકત્વ સરખું છે
“પ્રશ્ન - જ્યાં શુભ-અશુભરૂપ પરિણમતો હોય ત્યાં સમ્યકત્વનું અસ્તિત્વ કેવી રીતે હોય?
સમાધાનઃ- જેમ કોઈ ગુમાસ્તો શેઠના કાર્યમાં પ્રવર્તે છે, તે કાર્યને પોતાનું કાર્ય પણ કહે છે, હર્ષ-વિષાદને પણ પામે છે, એ કાર્યમાં પ્રવર્તતાં તે પોતાની અને શેઠની આપસમાં જુદાઈ પણ સમજતો નથી, પરંતુ તેને એવું અંતરંગ શ્રદ્ધાન છે કે “આ મારું કાર્ય નથી.' એ પ્રમાણે કાર્ય કરનાર તે ગુમાસ્તો “શાહુકાર” છે; પણ તે શેઠના ધનને ચોરી તેને પોતાનું માને તો તે ગુમાસ્તો ચોર જ કહેવાય; તેમ કર્મોદયજનિત શુભાશુભકાર્યનો કર્તા થઈ તદરૂપ પરિણમે તોપણ તે સમ્યગ્દષ્ટિને એવા પ્રકારનું અંતરંગ શ્રદ્ધાન છે કે “આ કાર્ય મારાં નથી. પણ જો દેહાશ્રિત વ્રત-સંયમને પણ પોતાનાં માને તો તે મિથ્યાદષ્ટિ છે. આવી રીતે સવિકલ્પ પરિણામ હોય છે.” (પૃ. ૩૪૪)
શુભાશુભ પરિણામ વખતે પણ ધને શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ હોય છે એ વાત અહીં દષ્ટાંત આપીને સમજાવી છે. સવિકલ્પપણું અને નિર્વિકલ્પપણું તો ઉપયોગની અપેક્ષાએ છે, શ્રદ્ધામાં કાંઈ વિકલ્પ અને નિર્વિકલ્પ એવા ભેદ નથી. અશુભરાગરૂપ સવિકલ્પદશા હો કે શુભરાગરૂપ સવિકલ્પદશા હો, સમ્યકત્વ તો એ બંનેથી પાર શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ વર્તે છે. તે સમ્યગ્દષ્ટિને સ્વાનુભવમાં ઉપયોગ હોય કે બહાર શુભ-અશુભમાં ઉપયોગ હોય, -પરંતુ બંને વખતે તેને સમ્યગ્દર્શન તો એક જ પ્રકારે વર્તે છે. આથી એમ ન સમજી લેવું કે સમકિતી પોતાના ઉપયોગને ગમે તેમ બહાર ભમાવ્યા કરતા હશે. સ્વાનુભવમાં જે આનંદનો સ્વાદ ચાખ્યો છે તેમાં ફરી ફરીને ઉપયોગ જોડવાની ભાવના તેને વર્ત જ છે, તે માટે વારંવાર પ્રયત્ન પણ કરે છે; કેમ કે, શ્રદ્ધા એવી ને એવી હોવા છતાં સ્વાનુભવમાં ઉપયોગ વખતે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk