________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૨૯ નિર્વિકલ્પદશામાં અતીન્દ્રિય આનંદનું જે વિશેષ વેદના થાય છે તેવું સવિકલ્પદશામાં નથી હોતું. પણ એવી નિર્વિકલ્પદશા નથી ટકતી ત્યારે શુભ કે અશુભમાં પણ ધર્મીનો ઉપયોગ જોડાય છે. અશુભમાં ઉપયોગ જોડાય ત્યારે સમકિત કાંઈ મેલું નથી થઈ જતું. ઇન્દ્રિય તરફ ઉપયોગ જોડાયો ત્યારે સમકિત જુદું ને અતીન્દ્રિય ઉપયોગ થયો ત્યારે સમકિત જાદુ–એમ કાંઈ સમ્યગ્દર્શનમાં બે ભેદ નથી. પ્રત્યક્ષ-પરોક્ષ એવા ભેદ પણ ઉપયોગમાં છે, સમ્યગ્દર્શનમાં કાંઈ પ્રત્યક્ષ-પરોક્ષપણું નથી; સમ્યગ્દર્શન તો શુદ્ધઆત્માના શ્રદ્ધાનરૂપ જ છે.
શુભ-અશુભવખતે પણ એ શ્રદ્ધાનનું સળંગપણું સમજાવવા અહીં શાહુકાર એટલે કે પ્રમાણિક ગુમાસ્તાનું દષ્ટાંત આપ્યું છે. જેમ પ્રમાણિક મુનીમ પોતાના શેઠના બધા કાર્યો જાણે પોતાના જ હોય એ રીતે કરે છે, વેપારમાં લાભ-નુકશાન થાય ત્યાં હર્ષ-ખેદ કરે છે, આ અમારી દુકાન, આ અમારો માલ એમ કહે છે; એ રીતે શેઠના કાર્યોમાં પરિણામ લગાવવા છતાં અંદરમાં તે સમજે છે કે આમાં મારું કાંઈ નથી, આ બધું પારકું (શેઠનું) છે. તેમ ધર્માત્મા જીવ પણ રાગની ભૂમિકાઅનુસાર વિષય-કષાય-ક્રોધ-માન-વેપારધંધો-રસોઈવગેરે અશુભપ્રવૃત્તિમાં કે પૂજાભક્તિ-દયા-દાન-યાત્રા-સ્વાધ્યાય-સાધર્મીપ્રમ વગેરે શુભપ્રવૃત્તિમાં ઉપયોગને લગાવે છે. છતાં ઉપરોક્ત ગુમાસ્તાની જેમ તે સમજે છે કે આ દાદિનાં કાર્યો કે આ રાગાદિનાં ભાવો તે ખરેખર મારાં નથી, મારા સ્વરૂપની એ ચીજ નથી. તે રાગાદિ વખતે તેમાં તદ્રુપપણે આત્મા પરિણમ્યો છે, અર્થાત્ આત્માની જ તે પર્યાય છે, પરંતુ શુદ્ધસ્વભાવ પોતે તે રાગરૂપ થઈ ગયો નથી. જો આવું શુદ્ધાત્માનું શ્રદ્ધાન ન રાખે ને રાગાદિને કે દેહાદિની ક્રિયાને ખરેખર પોતાનું સ્વરૂપ માને તો તે જીવ મિથ્યાદષ્ટિ છે. જેમ ગુમાસ્તો જ શેઠની વસ્તુને ખરેખર પોતાની જ સમજીને પોતાના ઘરે ઉપાડી જાય તો તે પ્રમાણિક ન કહેવાય પણ ચોર કહેવાય; તેમ પારકી એવી દેહાભિક્રિયાને કે પારકા એવા રાગાદિ ભાવોને જે ખરેખર પોતાના માનીને તેને પોતાનું સ્વરૂપ જ સમજી લ્ય તે જીવ મિથ્યાદષ્ટિ છે. આ મારું નથી, આ શેઠનું છે” એમ ગુમાસ્તાને કાંઈ સદાય ગોખવું નથી પડતું, દરેક કાર્ય વખતે એને એ પ્રતીત અંદર વર્યા જ કરે છે, તેમ “આ શરીર મારું નથી. આ રાગ મારો નથી, હું શુદ્ધાત્મા છું' એમ ધર્મીને કાંઈ સદાય ગોખવું નથી પડતું, દરેક ક્ષણે-શુભાશુભ વખતે પણ એને સમસ્ત પરદ્રવ્યો અને સમસ્ત પરભાવોથી ભિન્ન શુદ્ધાત્માની જે પ્રતીત થઈ છે તે વર્યા જ કરે છે.
જુઓ, આ સમ્યગ્દષ્ટિની અંદરની દશા ! સમ્યકત્વની કેવી સરસ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk