________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પછી અધ્યાત્મરસવડ કેવું ઊજ્વળ બન્યું તે આપણને તેમના જીવનચરિત્રમાં દેખાય છે, ને અધ્યાત્મરસમય ઊજ્વળ જીવનની પ્રેરણા આપે છે. જૈનશાસનમાં ભગવાન તીર્થંકર દેવથી માંડીને એક નાનામાં નાના સમ્યગ્દષ્ટિનું જીવન પણ ઉજ્વળ, પ્રશંસનીય ને આરાધનાની પ્રેરણા દેનારું છે; તે ધર્મજીવન ધન્ય છે.
આ પુસ્તકમાં શ્રીમાન પ. ટોડરમલ્લજીની રહસ્યપૂર્ણ ચિટ્ટી, તથા શ્રીમાન પં. બનારસીદાસજીની પરમાર્થવનિકા તથા ઉપાદાનનિમિત્તની ચિઠ્ઠી, –આ ત્રણે ઉપરનાં પૂ. ગુરુદેવનાં સ્વાનુભવપ્રેરક પ્રવચનો પ્રસિદ્ધ થયાં છે. આ પુસ્તકના પ્રકાશનમાં માનનીય મુરબ્બી શ્રી ખીમચંદભાઈ જે. શેઠે પ્રેમપૂર્વક દરેક બાબતની સલાહ-સુચનાઓ અને પ્રોત્સાહન આપેલ છે, તે બદલ તેઓશ્રીનો હાર્દિક આભાર માનું છું. તે ઉપરાંત આ પ્રવચનો તૈયાર કરવામાં બ્ર. ભાઈશ્રી ચંદુલાલભાઈ તથા બ્ર. ભાઈશ્રી ગુલાબચંદભાઈ–એ બંને સહ્યોગી બંધુઓનું કેટલુંક લખાણ ઉપયોગી થયું છે, તે બદલ તે બંનેનો પણ હાર્દિક આભાર માનું છું. આ પ્રવચનો દ્વારા ગુરુદેવે આપેલો અધ્યાત્મસંદેશ ભવ્ય જીવોને સમ્યકત્વની ને સ્વાનુભવની પ્રેરણા સદેવ આપ્યા કરો... સ્વાનુભવ વડે સર્વે ભવ્ય જીવો સુખસુધાસમુદ્રમાં મગ્ન બનો........ એ જ ભાવના.
વાત્સલ્યપૂર્ણિમા વીર સં. ૨૪૯૧ (શ્રા. સુ. ૧૫)
સોનગઢ
-બ્ર. હરિલાલ જૈન.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk