________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ : અધ્યાત્મ-સંદેશ વગેરેમાં તેની ભૂલ હોય છે. અહા! અહીં તો કહે છે કે મોક્ષમાર્ગને સાધવામાં જે જ્ઞાન કામ આવે, તેમાં વિપરીતતા ન હોય, તે જ સમ્યજ્ઞાન છે; અને ભલે બહારનું ગમે તેટલું જાણપણું હોય પણ મોક્ષમાર્ગને સાધવામાં જે જ્ઞાન કામ ન આવે, તેમાં જેને વિપરીતતા હોય, તે મિથ્યાજ્ઞાન છે. જગતમાં સૌથી મૂળ પ્રયોજનરૂપ મુખ્ય વસ્તુ શુદ્ધાત્મા, એને જાણતાં સ્વ-પર બધાનું સમ્યજ્ઞાન થયું. આથી શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે “જેણે આત્મા જાણો તેણે સર્વ જાણું.” અને “અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.' આવા સમ્યગ્દર્શન વગરનું બધુંય જ્ઞાન ને બધુંય આચરણ થોથાં છે.
જાઓ, આ સાધર્મી સાથેની ચર્ચા! બસો વરસ પહેલાં સાધર્મીઓના પ્રશ્નો આવેલ તેના પ્રેમપૂર્વક જવાબ ૫. ટોડરમલજીએ લખ્યા છે. નિશ્ચય સમ્યગ્દર્શન પ્રત્યક્ષ ને વ્યવહાર સમ્યગ્દર્શન પરોક્ષ-એમ છે કે નહિ? વગેરે પ્રશ્નોના જવાબમાં સમ્યગ્દર્શનની ને સ્વાનુભૂતિ વગેરેની અધ્યાત્મ રહસ્ય ભરેલી ચર્ચાઓ આમાં લખી છે તેથી આને રહસ્યપૂર્ણ ચિઠ્ઠી' કહેવાય છે. એમાં કહેશે કે સમ્યકત્વમાં કાંઈ પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ નથી; પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ તો જ્ઞાનમાં પડે છે. સમ્યકત્વ તો શુદ્ધાત્માની પ્રતીતરૂપ નિર્વિકલ્પ છે. જ્ઞાનનો ઉપયોગ સમકિતીને સ્વમાં હો કે પરમાં હો ત્યારે પણ સમ્યકત્વ એવું ને એવું જ વર્તે છે.
અહીં તો કહે છે કે સમકિતી કદાચિત્ દોરડીને સર્પ સમજી જાય ઇત્યાદિ પ્રકારે બહારના અપ્રયોજનરૂપ પદાર્થમાં અન્યથા જણાઈ જાય, તોપણ તેનું જ્ઞાન સમ્યજ્ઞાન જ છે, કેમ કે એમાં કાંઈ જ્ઞાનના સમ્યકપણાની ભૂલ નથી, પરંતુ એ તો તે પ્રકારના ક્ષયોપશમનો અભાવ છે; જ્ઞાનાવરણના ઉદય. જન્ય અજ્ઞાનભાવ જે બારમા ગુણસ્થાન સુધી હોય છે તે અપેક્ષાએ તેને “અજ્ઞાન 'ભલે કહેવાય, પરંતુ મોક્ષમાર્ગ સાધવા કે ન સાધવાની અપેક્ષાએ જે સમ્યજ્ઞાન ને મિથ્યાજ્ઞાન કહેવાય છે, તેમાં તો સમકિતીને બધું સમ્યજ્ઞાન જ છે, તેને મિથ્યાજ્ઞાન નથી. તેણે દોરડીને દોરડી ન જાણતાં સર્પની કલ્પના થઈ ગઈ તો તેથી કરીને કાંઈ તેના જ્ઞાનમાં સ્વ-પરની એકત્વબુદ્ધિ કે રાગાદિ પરભાવમાં તન્મયબુદ્ધિ થઈ જતી નથી, એટલે તેનું જ્ઞાન મિથ્યા થતું નથી; તે વખતેય ભેદજ્ઞાન તો યથાર્થપણે વર્તી જ રહ્યું છે, તેથી તેનું બધુંય જ્ઞાન સમ્યજ્ઞાન જ છે. લોકોને બહારના જાણપણાનો જેટલો મહિમા છે એટલો અંદરના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk