________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૧૯ ભેદવિજ્ઞાનનો મહિમા નથી. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન ક્ષણેક્ષણે અંદરમાં શું કામ કરે છે તેની લોકોને ખબર નથી. પ્રતિક્ષણે અંદરમાં સ્વભાવ ને પરભાવની વહેંચણીનું અપૂર્વ કાર્ય એના જ્ઞાનમાં થઈ જ રહ્યું છે. એ જ્ઞાન પોતે રાગથી જુદું પડીને સ્વભાવની જાતનું થઈ ગયું છે, એ તો કેવળજ્ઞાનનો કટકો છે. આગળ એને “કેવળજ્ઞાનનો અંશ” કહેશે. એ જ્ઞાન ઇન્દ્રિય-મનદ્વારા નથી થયું પણ આત્માદ્વારા થયું છે.
જ્ઞાનીને પોતાના જ્ઞાનની સમસ્ત પરભાવોથી તદ્દન ભિન્નતા અનુભવમાં આવી છે એટલે પહેલાં અજ્ઞાન દશામાં રાગમાં ને ઇન્દ્રિયોમાં તન્મય થઈને જે જ્ઞાન કામ કરતું તે જ્ઞાન હવે પોતાના સ્વભાવમાં જ તન્મય રહીને કાર્ય કરે છે. મારું જ્ઞાન તો સદાય જ્ઞાનરૂપ જ રહે છે, રાગરૂપ મારું જ્ઞાન થતું નથી, એમ જ્ઞાનને જ્ઞાનપણે જ રાખતો તે સદાય ભેદજ્ઞાનરૂપે, સમ્યજ્ઞાનરૂપે પરિણમે છે; આ રીતે તેનું બધુંય જ્ઞાન સમ્યજ્ઞાન જ છે-એમ જાણવું. એક જીવ ઘણાં શાસ્ત્રો ભણેલો હોય ને મોટો ત્યાગી થઈને હજારો જીવોથી પૂજાતો હોય, પણ જો શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ ન હોય તો એનું બધુય જાણપણું મિથ્યા છે; બીજો જીવ નાનું દેડકું, માછલું, સર્પ, સિંહ કે બાળક દશામાં હોય, શાસ્ત્રના શબ્દો વાંચતાં આવડતું ન હોય છતાં જો શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વથી સહિત છે તો એનું બધુંય જ્ઞાન સમ્યક છે, ને એ મોક્ષના પંથે છે; બધાંય શાસ્ત્રોના રહસ્યરૂપ અંદરનું સ્વભાવ-પરભાવનું ભેદજ્ઞાન તેણે સ્વાનુભવથી જાણી લીધું છે. અંદરમાં જે બાહ્ય તરફની શુભ કે અશુભ લાગણીઓ ઊઠે છે તે હું નથી, તેના વેદનમાં મારી શાંતિ નથી, હું તો જ્ઞાનાનંદ છું–કે જેના વેદનમાં મને શાંતિ અનુભવાય છે, - આમ અંતરના વેદનમાં તે સમકિતીને ભેદજ્ઞાન તથા શુદ્ધાત્મપ્રતીતિ વર્તે છે. શુદ્ધાત્માથી વિરુદ્ધ કોઈ ભાવમાં તેને કદી આત્મબુદ્ધિ થતી નથી.
જ્યારથી સમ્યગ્દર્શન થયું ત્યારથી જ્ઞાન આ રીતે રાગથી જાદુ કામ કરવા માંડ્યું, માટે સમ્યગ્દષ્ટિ જે કાંઈ જાણે તે બધું સમ્યજ્ઞાન છે એમ કહ્યું. જ્ઞાનનો ઉઘાડ થોડો હોય કે ઝાઝો એના ઉપર કાંઈ સમ્યક-મિથ્યાપણાનું માપ નથી, પણ એ જ્ઞાન કઈ તરફ કાર્ય કરે છે, શેમાં તન્મયપણે વર્તે છે એના ઉપર તેના સમ્યક-મિથ્યાપણાનું માપ છે. જો સ્વભાવમાં તન્મય વર્તતું હોય તો સમ્યક છે, પરભાવમાં તન્મય વર્તતું હોય તો મિથ્યા છે. જ્ઞાનીનો ઉપયોગ પરને જાણવામાં વર્તતો હોય તેથી એમ ન સમજવું કે ત્યારે તેનો ઉપયોગ પરમાં તન્મય થઈ ગયો છે; એ વખતેય અંતરના ભાનમાં ઉપયોગ પરથી છૂટો ને છૂટો વર્તે છે. માં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk