________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ : અધ્યાત્મ-સંદેશ તન્મયતાની બુદ્ધિ એ વખતેય એને છૂટી નથી. આ તો જ્ઞાનીના અંતરની અલૌકિક વસ્તુ છે, એનાં માપ બહારથી સમજાઈ જાય તેવા નથી. શુભઅશુભ પરિણામ દ્વારા પણ એનાં માપ નીકળે એવા નથી. અંતષ્ટિ શું કામ કરે છે એનું માપ અંતરદષ્ટિથી જ સમજાય તેવું છે.
' અરે, ભાઈ, એક વાર આ વાત લક્ષમાં તો લે, તો તારો ઉત્સાહ પર તરફથી ઊતરી જશે ને તને સ્વભાવનો ઉત્સાહ જાગશે. મૂળ સ્વભાવનું જ્ઞાન કરવું એ જ મોક્ષમાર્ગમાં પ્રયોજનરૂપ છે.
કોઈ કહે-“ધર્મી થયો ને આત્માને જાણ્યો એટલે પરનું પણ બધુંય જાણપણું તેને થઈ જાય.' તો કહે છે કે ના, પરને બધાયને જાણી જ લ્ય એવો નિયમ નથી. જ્ઞાનનો ઉઘાડ હોય તે અનુસાર જાણે; તે કદાચિત્ તે પ્રકારનો ઉઘાડ ન હોવાના કારણે, દોરીને સર્પ ઇત્યાદિ પ્રકારે અન્યથા જાણે તો પણ દોરી કે સર્પ બંનેથી જુદો હું તો જ્ઞાન છું. – એવું સ્વપરની ભિન્નતાનું જ્ઞાન તો તેને યથાર્થ જ રહે છે, તે ખસતું નથી. દોરીને દોરી જાણી હોત તોપણ, તેનાથી હું જુદો છું—એમ જાણત, અને દોરીને સર્પ જાણ્યો તોપણ તેનાથી હું જુદો છું—એમ જાણે છે, એટલે સ્વ-પરની ભિન્નતા જાણવારૂપ સમ્યપણામાં તો કાંઈ ફેર પડયો નથી. આત્માનું જાણપણું થાય એટલે પરનું બધું જાણપણું તરત ઊઘડી જ જાય એવો કાંઈ નિયમ નથી. અજ્ઞાની કોઈ જ્યોતિષ વગેરે જાણતો હોય ને જ્ઞાનીને તે ન પણ આવડે, અહીં બેઠો બેઠો મેરુ વગેરેને વિભંગ જ્ઞાનથી દેખાતો હોય ને જ્ઞાનીને તેવો ઉઘાડ ન પણ હોય. અજ્ઞાની ગણિત વગેરે જાણતો હોય, તેમાં તેની ભૂલ ન પડે, છતાં એ જાણપણાની ધર્મમાં કાંઈ કિંમત નથી. જ્ઞાનીને કદાચ ગણિત વગેરે ન આવડ, દાખલામાં ભૂલ પણ પડે, છતાં તેનું જ્ઞાન સમ્યક છે, સ્વને સ્વપણે અને પરને પરપણે સાધવારૂપ મૂળભૂત યથાર્થપણામાં તેને ભૂલ થતી નથી. અજ્ઞાની તો સ્વ-પરને, સ્વભાવ-પરભાવને એકબીજામાં ભેળવીને જાણે છે એટલે તેનું બધુંય જ્ઞાન ખોટું છે. બહારના જાણપણાનો ઉઘાડ પૂર્વક્ષયોપશમઅનુસાર ઓછોવધુ હોય, પણ જે જ્ઞાન પોતાના ભિન્ન સ્વભાવને ભૂલીને જાણે છે તે અજ્ઞાન છે, અને પોતાના ભિન્ન સ્વભાવનું ભાન સાથે રાખીને જે જાણે છે તે સમ્યજ્ઞાન છે. સંસારસંબંધી કંઈક જાણપણું ન હોય કે ઓછું હોય તેથી કાંઈ જ્ઞાન મિથ્યા થઈ જતું નથી. અને સંસારનું દોઢ-ડહાપણ ઘણું હોય તેથી કાંઈ જ્ઞાન સમ્યક્ થઈ જતું નથી. એનો આધાર તો શુદ્ધાત્માના શ્રદ્ધાન ઉપર છે; શુદ્ધાત્માનું શ્રદ્ધાન ક્યાં છે ત્યાં સમ્યક જ્ઞાન છે, શુદ્ધાત્માનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk