________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ : અધ્યાત્મ-સંદેશ
જેમની પરિણતિ શુદ્ધરૂપે પરિણમી ગઈ છે એવા કેવળજ્ઞાની ભગવંતોના આત્માને (તેરમા તથા ચૌદમા ગુણસ્થાને) “શુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્ય' કહેલ છે. સ્વભાવથી તો વસ્તુ શુદ્ધ છે પણ અવસ્થામાં શુદ્ધતારૂપે પરિણમે ત્યારે તેને શુદ્ધ કહેવાય ને? “અન્યદ્રવ્યથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ” કહેવાય છે” એમ સમયસારમાં છઠ્ઠી ગાથામાં કહ્યું છે. અજ્ઞાની શુદ્ધસ્વભાવને ઉપાસતો નથી, વસ્તુને અશુદ્ધભાવરૂપે જ અનુભવે છે ને અશુદ્ધતારૂપે જ પરિણમે છે તેથી તેને અશુદ્ધ કહ્યો છે.
અશુદ્ધ, મિશ્ર કે શુદ્ધ, તે તે પ્રકારની પરિણતિરૂપે દ્રવ્ય પોતે પરિણમે છે, તેથી તે પરિણતિ તે તેનો વ્યવહાર છે, ને તે રૂપે પરિણમેલું દ્રવ્ય તે નિશ્ચય છે. આવા નિશ્ચય-વ્યવહાર દરેક જીવને સહકારીપણે વર્તે છે.
જીવના નિશ્ચય ને વ્યવહાર બંને જીવમાં જ સમાય છે. પુદ્ગલની પરિણતિ તે પુદ્ગલનો વ્યવહાર છે, જીવની પરિણતિ તે જીવનો વ્યવહાર છે. જીવના ભાવો જીવમાં, પુદ્ગલના ભાવો પુદગલમાં; બંનેના ભાવો સ્વતંત્ર છે, તેમને માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી વિશેષ કાંઈ સંબંધ નથી.
દ્રવ્ય તે નિશ્ચય, ને પર્યાય તે વ્યવહાર; એટલે દ્રવ્ય તે નિશ્ચય કારણ ને પર્યાય તે વ્યવહારકારણ; જેમ કે-મોક્ષમાર્ગની પર્યાયરૂપે પરિણમેલું શુદ્ધઆત્મદ્રવ્ય તે નિશ્ચયથી મોક્ષનું કારણ છે એટલે તેને “કારણસમયસાર કહ્યો; ને પર્યાયનો ભેદ પાડીને કહેતાં સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રયને મોક્ષમાર્ગ કહ્યો. આ રીતે અભેદદ્રવ્યનું કથન તે નિશ્ચય, ને પર્યાયના ભેદનું કથન તે વ્યવહાર, તેમાં અભેદદ્રવ્યને મોક્ષનું સાધન કહ્યું તે નિશ્ચય, ને મોક્ષમાર્ગની શુદ્ધપર્યાયને મોક્ષનું સાધન કહેવું તે વ્યવહાર. (આ વ્યવહારમાં પણ જે રત્નત્રય છે તે તો નિશ્ચયરૂપ-શુદ્ધ છે.) રાગરૂપ વ્યવહારરત્નત્રયને મોક્ષનું સાધન કહેવું તે તો ખાલી ઉપચાર છે. અને તે ઉપચાર પણ જ્ઞાનીના જ વ્યવહારમાં લાગુ પડે છે, અજ્ઞાનીને ઉપચારથી પણ મોક્ષમાર્ગ નથી.
અશુદ્ધપરિણતિરૂપે પરિણમેલા અજ્ઞાની જીવને જે અશુદ્ધ પરિણતિ છે તે તેનો વ્યવહાર છે, તે અશુદ્ધવ્યવહાર છે, અને તે અશુદ્ધપરિણતિરૂપે પરિણમેલ દ્રવ્ય તે અશુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્ય છે. આ અશુદ્ધનિશ્ચયાત્મકદ્રવ્યને સહકારી અશુદ્ધવ્યવહાર છે. જાઓ, આમાં નિમિત્તના સહકારની વાત ન લીધી. દ્રવ્યને સહકાર કોનો? કે તે તે સમયે વર્તતી પોતાની પર્યાયનો. તે પર્યાય સદાય દ્રવ્યની સાથે વર્તે છે. તેમાં મિથ્યાત્વઅવસ્થા વખતે અશુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk