SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાર્થ વચનિકા : ૧૧૩ પરિણતિના સહકારથી આત્માને અશુદ્ધ કહ્યો પણ કર્મને લીધે આત્માને અશુદ્ધ કહ્યો-એમ વાત નથી લીધી. સાધકજીવને શુદ્ધ-અશુદ્ધરૂપ મિશ્રપરિણતિ છે; તેવી મિશ્રપરિણતિરૂપે તે દ્રવ્ય પોતે પરિણમ્યું છે તેથી તેને મિશ્રનિશ્ચયાત્મકદ્રવ્ય અને તેની પરિણતિને મિશ્રવ્યવહાર કહ્યો. એ જ રીતે જેનો આત્મા કેવળજ્ઞાનાદિ પૂર્ણ શુદ્ધપર્યાયરૂપે પરિણમી ગયો તે આત્મા શુદ્ધનિશ્ચયાત્મકદ્રવ્ય છે, અને તેની શુદ્ધપરિણતિ તે તેનો શુદ્ધવ્યવહાર છે. જાઓ, આ એક દ્રવ્યના નિશ્ચય-વ્યવહાર. દ્રવ્યને નિશ્ચય કહ્યો ને પરિણતિને વ્યવહાર કહ્યો; તથા એ બંનેને સહકારી કહ્યા. વસ્તુને કોઈ પરનો સહકાર નથી, પોતામાં ને પોતામાં જ દ્રવ્ય-પર્યાયને એકબીજાનો સહકાર છે. અશુદ્ધ ઉપાદાનરૂપ પરિણમેલા દ્રવ્યને સહકારી અશુદ્ધપર્યાયરૂપ વ્યવહાર છે. મિશ્ર ઉપાદાનરૂપ પરિણમેલા દ્રવ્યને સહકારી મિશ્રપર્યાયરૂપ વ્યવહાર છે. શુદ્ધ ઉપાદાનરૂપ પરિણમેલા દ્રવ્યને સહકારી શુદ્ધપર્યાયરૂપ વ્યવહાર છે. અહીં આ ત્રણે પ્રકાર સંસારી જીવના છે. જ્યાં સુધી સંસારઅવસ્થા છે ત્યાં સુધી વ્યવહાર કહ્યો છે અને સિદ્ધને વ્યવહારાતીત કહ્યા છે. સિદ્ધભગવાનનેય પર્યાય તો છે, પણ અહીં સંસાર-અવસ્થિત જીવનો જ વિચાર કરવાનો હોવાથી તેમને અનવસ્થિત કહ્યા છે. સ્વાનુભૂતિ કરનારો ભાવ, જેનો સ્વાનુભવ કરવાનો છે એના જેવો શુદ્ધ થાય-એક જાતના થઈને બંને તતૂપ થાય–તો જ સ્વાનુભૂતિ થઈ શકે. શુદ્ધાત્માની વીતરાગી અનુભૂતિ રાગભાવ વડે થઈ શકે નહિ. શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો ભાવ રાગરૂપ ન હોય. શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો ભાવ શુદ્ધાત્માની જાતનો વીતરાગ જ હોય. રાગભાવમાં વીતરાગભાવની અનુભૂતિ ન હોય. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy