________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વનિકા : ૧૪૩
તેવી રીતે સમ્યગ્દષ્ટિને સ્વ-પરસ્વરૂપમાં નથી સંશય, નથી વિમોહ કે નથી વિભ્રમ; યથાર્થ દૃષ્ટિ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવ અંતર્દષ્ટિ વડે મોક્ષપદ્ધત્તિને સાધી જાણે છે.”
જેને આત્મસ્વરૂપમાં કોઈ સંદેહ નથી, નિઃશંકપણે આત્મસ્વરૂપને જાણ્યું છે–એવા સમ્યગ્દષ્ટિ જ મોક્ષમાર્ગને સાધે છે. સ્વરૂપના નિર્ણયમાં જ જેને ભૂલ છે તે મોક્ષમાર્ગને સાધી શકતા નથી. અહીં છીપ અને ચાંદીના દષ્ટાંતથી તે વાત સમજાવી છે.
દેહ તે જ આત્મા હશે કે દેહથી જુદો કોઈ આત્મા હશે, આત્મા દેહની ક્રિયાનો કર્તા હશે કે અકર્તા, પુણ્યભાવ તે ધર્મ હશે કે નહિ હોયએમ જેને શંકા છે, જરા પણ તત્ત્વનિર્ણય નથી, એવો સંશયદષ્ટિવાળો મિથ્યાદષ્ટિજીવ મોક્ષમાર્ગને સાધી શકતો નથી. વિકાર અને સ્વભાવની ભિન્નતાનો કે જડચેતનની ભિન્નતાનો સાચો વિચાર જ તેને ઊગતો નથી.
વળી, સ્વભાવ શું, પરભાવ શું, મોક્ષમાર્ગ શું, બંધમાર્ગ શું એનો ચોક્કસ નિર્ણય ન કરે ને તેમાં અચોક્કસપણે રહ્યા કરે, ઘડીકમાં એમ લાગે કે વીતરાગભાવ જ મોક્ષમાર્ગ હશે, ને વળી જ્યાં વ્યવહારના પક્ષની વાત સાંભળે ત્યાં એમ લાગે કે શુભરાગ પણ મોક્ષનું સાધન હશે-આમ અનિશ્ચયપણું વર્ત્યા કરે તો તેની પરિણિત સ્વભાવ તરફ ઢળશે કઈ રીતે ? નિઃસંદેહ દઢ નિર્ણય વગર પરિણતિ અંતરમાં વળે નહિ ને મોક્ષમાર્ગને સાધી શકે નહિ. જેમ કટકો છીપનો છે કે ચાંદીનો, તેના ચોક્કસ નિર્ણય વગર તે છોડવો કે રાખવો-તે નક્કી થાય નહિ, તેમ સ્વભાવ શું ને પરભાવ શું, ક્યો ભાવ મોક્ષમાર્ગ ને ક્યો ભાવ બંધમાર્ગતેના ચોક્કસ નિર્ણય વગર, ક્યો ભાવ રાખવો ને ક્યો ભાવ છોડવો, અથવા કયા ભાવ તરફ ઢળવું ને કયા ભાવ તરફથી પાછું વળવું-તે નક્કી ન થાય, એટલે મોક્ષમાર્ગ સાધી ન શકાય. આ શુભરાગ છે તે છોડવા જેવો છે કે રાખવા જેવો છે-એનો નિર્ણય પણ જે ન કરી શકે તેની પરિણિત રાગથી પાછી ફરીને સ્વભાવ તરફ કયાંથી ઝૂકે? એની પરિણતિ તો ડામાડોળ અસ્થિર જ રહ્યા કરે. એટલે ચૈતન્યમાં સ્થિર થયા વિના તે મોક્ષમાર્ગને સાધી શકે નહિ.
વળી ત્રીજો માણસ કે જે વિમોહિતબુદ્ધિથી છીપને ચાંદી જ માનીને અંગીકાર કરી રહ્યો છે તેને પણ છીપ છોડવાનો ને સાચી ચાંદી શોધવાનો અવકાશ રહ્યો નથી; તેમ મૂઢ જીવ મોહિતબુદ્ધિથી શુભરાગાદિ પરભાવને જ દઢપણે મોક્ષમાર્ગ માની રહ્યો છે, એટલે તેને પણ રાગને છોડવાનો ને
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk