________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪ : અધ્યાત્મ-સંદેશ વીતરાગસ્વભાવ તરફ ઢળવાનો અવકાશ રહ્યો નથી, એટલે તે પણ મોક્ષને સાધી શકતો નથી. શુભરાગ તે મોક્ષનું સાધન છે–એવો વિપરીત નિર્ણય કરે તે જીવ રાગથી ખસીને વીતરાગ સ્વભાવમાં કયાંથી આવશે? અને રાગના આધારે તો તેને મોક્ષમાર્ગ કદી સધાવાનો જ નથી.
એ રીતે સંશય, વિમોહ કે વિભ્રમવાળા જીવો મોક્ષમાર્ગને સાધી શકતા નથી. યથાર્થ વસ્તુના દઢ નિર્ણયવાળો જીવ જ મોક્ષમાર્ગને સાધે છે.
ચોથો પુરુષ સ્પષ્ટ જાણે છે કે આ તો ચોક્કસ છીપ જ છે, આ ચાંદી નથી. તે ચાંદી અને છીપ બંનેના યથાર્થ સ્વરૂપને ઓળખે છે. હજાર માણસ છીપને ચાંદી કહે તોપણ પોતાના સમ્યક નિર્ણયમાં તેને શંકા નથી પડતી. તેમ ધર્મી જીવ પોતાના ચિદાનંદ સ્વરૂપમાં નિઃશંક છે, સ્વ-પરને અને સ્વભાવ તથા પરભાવને બરાબર જુદા જાણે છે, અધ્યાત્મપદ્ધત્તિરૂપ શુદ્ધ પરિણતિ જ મોક્ષમાર્ગ છે ને આગમપદ્ધત્તિરૂપ વિકારપરિણતિ તે મોક્ષમાર્ગ નથી, તે બંધમાર્ગ જ છે-એમ તે ચોક્કસપણે જાણે છે, તેમાં તે અત્યંત નિઃશંક અને દઢ છે; હજારો-લાખો માણસો બીજાં માને કે કહે તોપણ પોતાના સમ્યક નિર્ણયમાં તેને સંદેહ ન પડે, નિર્ણયમાં જરાય મચક ન આવે. એટલે નિઃશંકપણે સ્વભાવ તરફ ઢળીને તે મોક્ષમાર્ગને સાધે છે. ક્યાંક નિમિત્તથી કે વ્યવહારથી શુભરાગ વગેરેને ધર્મનું કારણ કહ્યું હોય તો ધર્મી મુંઝાય નહિ, તે નિઃશંક સમજે કે એ તો માત્ર ઉપચારકથન છે, ખરેખર એમ નથી. રાગ તે ધર્મ છે જ નહિ. રાગ તો ચોક્કસપણે વિભાવ... વિભાવ... ને વિભાવ, તે મારો સ્વભાવ નહિ, તે મોક્ષનું સાધન નહિ. જો તેને કોઈ મોક્ષનું સાધન માને તો ચોક્કસપણે તે અજ્ઞાની છે. આવા દઢ નિર્ણયના બળે તે નિજસ્વભાવને સાધે છે, સ્વભાવ-આશ્રિત મોક્ષમાર્ગને સાધે છે. આ રીતે સમ્યગ્દષ્ટિ-જ્ઞાતા અંતરદષ્ટિ વડે મોક્ષપદ્ધત્તિને સાધી જાણે છે.
આ સમ્યગ્દષ્ટિના વિચારનું વર્ણન ચાલે છે. સમ્યગ્દષ્ટિ તો નિજ સ્વરૂપના સમ્યક નિર્ણયના બળે અધ્યાત્મપદ્ધત્તિથી મોક્ષમાર્ગને સાધી જાણે છે, પણ મિથ્યાષ્ટિ તો ભ્રમથી આગમપદ્ધત્તિને મોક્ષનું સાધન માનીને એકલી આગમપદ્ધત્તિ (અશુદ્ધપરિણતિ)માં જ વર્તે છે એટલે તે મોક્ષમાર્ગને સાધી શકતો નથી, કેમકે મોક્ષમાર્ગ આગમપદ્ધત્તિને આશ્રિત નથી. આ સંબંધમાં વધુ સ્પષ્ટીકરણ કરે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk