________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ફસાવ્યા, એક મંત્ર આપીને એક વર્ષ સુધી તેના જાપ કરવાથી રોજ એક સોનામહોર આંગણામાં પડેલી દેખાશે-એમ કહ્યું. બનારસીદાસજી એની જાળમાં ફસાયા, ને મંયા જાપ જપવા. માંડમાંડ વર્ષ પૂરું કર્યું ને સોનામહોરની ઉત્કંઠાથી આંગણું તપાસવા લાગ્યા પણ કાંઈ મળ્યું નહિ. સંન્યાસીની આ બનાવટથી એમની આંખ ઊઘડી.
પણ વળી પાછા એક બીજા જોગીએ તેમને ફસાવ્યા; એક “શંખ' આપીને કહ્યું કે આ સદાશિવ છે, તેની પૂજાથી મહાપાપી પણ શીધ્ર મોક્ષ પામે છે. - બનારસીદાસજી મૂર્ખતાથી એ શંખની પૂજા કરવા લાગ્યા. આ મૂર્ખાઈ સંબંધમાં તેઓ લખે છે કે
શંખરૂપ શિવ દેવ, મહાશંખ બનારસી દોઉ મિલે અબેબ, સાહિબ સેવક એકસે
સં. ૧૬૬૧ માં હીરાનંદજી ઓસવાલે શિખરજીની યાત્રાનો સંઘ કાઢયો, ખરગસેનજી પણ તેની સાથે યાત્રા કરવા ચાલ્યા. એ વખતે રેલ્વે વગેરે ન હતી. તેથી યાત્રામાં એકાદ વર્ષ વીતી જતું. સંઘ ઘણા દિવસે યાત્રા કરીને પાછો આવ્યો ત્યારે અનેક લોકો લૂંટાઈ ગયા, અનેક બીમાર થઈ ગયા ને અનેક મરી ગયા. ખરગસેનજી પણ રોગથી પીડિત થયા ને માંડમાંડ જોનપુર ઘરે પહોંચ્યા.
ખરગસેનજી શિખરજીની યાત્રાએ ગયા તે દરમિયાન પાછળથી બનારસીદાસજીને પાર્શ્વનાથની (બનારસની) યાત્રાનો વિચાર થયો, અને પ્રતિજ્ઞા કરી કે જ્યાંસુધી યાત્રા ન કરું ત્યાંસુધી દૂધ-દહીં-ઘી-ચાવલ-ચણા-તેલ વગેરે પદાર્થનો ભોગ નહીં કરું. આ પ્રતિજ્ઞાને છ મહિના વીતી ગયા. ત્યાર બાદ કાર્તિકી પૂર્ણિમાએ ઘણા લોકો ગંગાસ્નાન માટે તથા જૈની લોકો પાર્શ્વનાથ પ્રભુની યાત્રા માટે બનારસ તરફ ચાલ્યા, તેમની સાથે બનારસીદાસજી પણ કોઈને પૂછયા વિના બનારસ ચાલ્યા ગયા. ત્યાં ગંગાસ્નાનપૂર્વક ભગવાન પાર્શ્વનાથની ભાવસહિત દસ દિવસ પૂજા કરી, અને સાથે ત્યાં શંખપૂજા પણ કરતા હુતા! યાત્રા કરીને, શંખ સાથે લઈને હર્ષપૂર્વક તેઓ ઘરે આવ્યા.
એકવાર તેઓ ઘરની સીડી ઉપર બેઠા હતા, ત્યાં ખબર સાંભળ્યા કે અકબર બાદશાહનું મૃત્યુ થયું. તે સાંભળતાં જ આઘાતથી તેઓ સીડી ઉપરથી નીચે પડી ગયા, ને માથામાં ફૂટ થઈ તેથી કપડાં લોહીલૂહાણ થઈ ગયાં. આ પ્રસંગ પછી એકાંતમાં બેઠાબેઠા એકવાર તેમને વિચાર આવ્યો કે
જબ મેં ગિર્યો પડયો મુરઝાય, તબ શિવ કછુ નહિં કરી સહાય.
આ વાતનું સમાધાન ન થવાથી તેમણે શંખરૂપ સદાશિવનું પૂજન છોડી દીધું. તેમના વિચારોમાં પરિવર્તન થયું ને વિવેકજ્યોત જાગી; હવે શૃંગારરસ પ્રત્યે અરુચિ થવા લાગી. અને પશ્ચાત્તાપપૂર્વક પાપના ભયથી શૃંગારરસની પોથીને ગોમતી નદીમાં પધરાવી દીધી. તેમની પરિણતિમાં પરિવર્તન થયું ને તેમને ધર્મની ચાહુના પ્રગટી. પહેલાં સંતાપ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk