________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ : અધ્યાત્મ-સંદેશ
વસ્તુવ્યવસ્થા અમારા સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનનું કારણ છે; તેથી આપ પૂજ્ય છો.
સીમંધરનાથ ભગવાન અત્યારે મહાવિદેહમાં બિરાજે છે, તેઓ પણ આવું જ વસ્તુસ્વરૂપ કહી રહ્યા છે, ને ગણધરો-ઇન્દ્રો-ચક્રવર્તી જેવા શ્રોતાઓ આદરપૂર્વક તે સાંભળી રહ્યા છે. કુંદકુંદાચાર્યદેવે પણ ભગવાનની વાણી ઝીલીને સમયસાર-પ્રવચનસા૨ વગેરેમાં અલૌકિક વસ્તુસ્વરૂપ બતાવ્યું છે. વસ્તુસ્વરૂપનો સિદ્ધાંત ત્રિકાળ એકરૂપ છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ વસ્તુ સત્ છે; ઉત્પાદ તે પણ સતનો અંશ છે, તે પોતાથી જ છે. વિભાવપર્યાયનો ઉત્પાદ પણ છે તો પોતાના ઉપાદાનથી, કાંઈ ૫૨થી નથી, પણ તેમાં વિભાવ છે તે સ્વઆશ્રયે થયેલો નથી પણ પરાશ્રયે થયેલો છે, માટે તેને નિમિત્તાધીન કહ્યો. પણ ‘નિમિત્તાધીન ’નો અર્થ કાંઈ એવો નથી કે તે નિમિત્તે કરાવેલો હોય. નિમિત્ત કાંઈ તે-રૂપે નથી પરિણમ્યું, તેમજ નિમિત્તે કાંઈ તે પરિણમન નથી કરાવ્યું. સ્વભાવપર્યાયરૂપ કે વિભાવપર્યાયરૂપ વસ્તુ પોતે પોતાના તે પ્રકારના ઉપાદાનથી, ને પરની સહાય વગર જ પરિણમે છે. –આવું વસ્તુસ્વરૂપ સદાકાળ છે.
છએ દ્રવ્ય સદાય અસહાયપણે એટલે બીજાની સહાય વગર પોતાના આશ્રયે પરિણમન કરે છે, તે સંબંધી સમયસારનાદમાં પણ પં. બનારસીદાસજીએ સરસ વાત કરી છે; ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે કે હું સ્વામી ! રાગ-દ્વેષ-પરિણામનું મૂળ કારણ કોણ છે? અસલી કારણ કોણ છે? શું પુદ્ગલકર્મ તેનું કારણ છે? કે ઇન્દ્રિયવિષયો, ધન, પરિવાર, મકાન એ કોઈ કારણ છે? તે આપ કહો. ત્યારે શ્રીગુરુ સમાધાન કરતાં કહે છે કે
गुरु कहे छहों दर्व अपने अपने रूप, सबनिको सदा असहाई परिनौन है। को दर्व काहूको न प्रेरक कदाचि तातें, राग दोष मोह मृषा मदिरा अचौन है ।। ६१ ।।
છએ દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં સદા નિજાશ્રિત પરિણમન કરે છે, અસહાય પરિણમન છે, કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યની પરિણતિને માટે કદાપિ પ્રેરક થતું નથી; માટે મિથ્યાત્વમોહનું મદિરાપાન તે જ રાગ-દ્વેષનું મૂળ કારણ છે, અન્ય કોઈ નહીં. આમ છતાં, આત્માને પુદ્દગલની જોરાવરીથી રાગ-દ્વેષ પરિણામ થવાનું જે માને તેને મૂર કહ્યો છે; અને એવા વિપરીત પક્ષવાળો જીવ રાગ-દ્વેષ-મોહથી કદી છૂટી શકતો નથી. ભાઈ ! તું ચૈતન્ય
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk